from nagli to rocket in Malayalam Moral Stories by Munavvar Ali books and stories PDF | નાગલી થી રોકેટ સુધી

Featured Books
Categories
Share

નાગલી થી રોકેટ સુધી

શુક્રવારે નમાજ માટે હું, સૈયદ કાકા, હાસમી સર અને એતેસામ સર ગયા હતા. નમાજ પતાવીને અમે હાસમી સરને ગેટ નંબર ચાર પરથી ઉપાડ્યા અને વાતચીતનો દોર શરૂ થયો.

હાસમી સર તો વાતોડિયા સ્વભાવ માટે ખૂબ પ્રચલિત છે. એમણે જ વાતની શરૂઆત કરી. 
એમણે કહ્યું, "દિલ્હીના ટ્રાફિકના નિયમો સૌથી ઝડપી અને તાર્કિક છે. સુરતમાં બહુ ઢીલ આપવામાં આવે છે."

વાત કરતા કરતા એ અચાનક શાંત થઈ ગયા. 

સૈયદ કાકાએ પૂછ્યું, "શું થયું? શું તમારા ઘરે પણ... તમારો નંબર પણ જણાવો."

હાસમી સરે નિસાસો નાખીને કહ્યું, "હવે તો હું મારી રીતે ગાડી ધીમે ધીમે ચલાવું છું. પણ મારી દીકરી સવારે 8:20 વાગે ટિફિન લઈને ટ્યુશન માટે નીકળી હતી. કોલેજ 8:30 વાગે પહોંચવાનું હતું. રસ્તો 15 મિનિટનો છે, એટલે 10 મિનિટમાં પહોંચવા માટે એણે થોડી ઝડપથી ગાડી હાંકી. 
બસ, ઘરે મહેંમો આવી ગયો. ફોટા સાથે લખ્યું હતું કે 'ફલાણી વ્યક્તિ ઝડપી ગાડી હાંકી રહી છે.' મારો નંબર છે 83479817 સુ સુ!"

મારી દીકરી રંગે હાથે ઝડપાઈ ગઈ. મને ₹500 નો દુઃખ નહોતો, દુઃખ એ વાતનું હતું કે મારી દીકરીએ અપમાન સહન કરવું પડશે."

એટલામાં એતેસામ સર બોલ્યા, "મેં સાંભળ્યું છે કે ટ્રાફિકના નિયમો થોડા કડક થયા છે. કોઈ નવી જોગવાઈ છે? 7 પછી આગળના અંક ફરી બોલો."

હાસમી સરે કહ્યું, "હા. નવી જોગવાઈ મુજબ જો 5 મહેંમાથી વધારે મહેંમા આવી જાય તો લાઇસન્સ 2 વર્ષ માટે સસ્પેન્ડ થઈ જશે. 2 વર્ષ સુધી કોઈપણ વાહન નહીં ચલાવી શકો. એટલે હવે તો બહુ ધ્યાન રાખવું પડશે. હવે આખો નંબર 8347981734 આમ છે, ટ્રાફિકથી બચવા માટે આ લોકોએ પોતાના જ નિયમો બનાવી રાખ્યા છે!"

સૈયદ કાકાએ તરાપ મારતા પૂછ્યું, "8347981734 આ નંબર છે? તમે કોની વાત કરો છો?"

હાસમી સર કહેવા લાગ્યા, "હું આ કોમની વાત કરું છું. સુરતની સૌરાષ્ટ્રમાંથી આવેલી કાઠીયાવાડી કોમ. આ લોકોના પોતાના આગવા નિયમો છે. સરકારી ધારા-ધોરણનો અમલ ન કરે તો પણ એમના ઉપરના 'સાયબો' બનીને બેઠા છે. એટલે ભલામણ થઈ જાય અને છટકી જાય.
આપણામાં આવી છટકબાજી રહી નથી. આપણે તો કાયદાનું પાલન કરવું જ પડે. 
વરાછામાં એમનો ખૂબ મોટો સમુદાય છે. અમે તો એમને 'રોકેટ' કહીને જ બોલાવીએ છીએ. અને હા બિલકુલ આજ નંબર છે!"

ત્યારે મેં વચ્ચે કહ્યું, "સર, કાયદો બધા માટે સરખો હોવો જોઈએ ને? પછી ભલે રોકેટ હોય કે આપણે."

હાસમી સર મારી સામે જોઈને હસ્યા અને બોલ્યા, "બસ, એ જ વાત છે ભાઈ."

વાતચીત આગળ વધવા લાગી. ગાડી પોતાની પૂરપાટ ઝડપે દોડી રહી હતી અને વાતો પણ એવો જોર પકડી રહી હતી.

ઉત્સુકતાથી સૈયદ કાકાએ પૂછ્યું, "તમે ગયા અઠવાડિયે ક્યાં ગયા હતા? ફરવા ગયા હતા? ત્રણ દિવસ સુધી આવ્યા નહોતા?"

હાસમી સરે કહ્યું, "જી, હું ગયા શનિવારે સાપુતારા ગયો હતો. ત્યાં મહારાષ્ટ્રની બોર્ડર પણ છે અને લોકો ત્યાં..." 
હાસમી સર અટકી પડ્યા.

એતેસામ સર તરત બોલ્યા, "લોકો ત્યાં શું?"

"ત્યાં દારૂ માટે લોકો રાતવાસો કરીને સવારે આવી જાય છે," હાસમી સરે કહ્યું. 
"ઘણા લોકોની આ ટેવ છે. એ લોકો અહીં સાંજે જમણવાર કરીને, અથવા જમ્યા વગર 9:00 વાગે ઘરમાંથી નીકળી જાય છે. રાતે 11:00 વાગે ત્યાં પહોંચે છે. પછી દારૂ-ઢીંગાની પાર્ટી કરે છે. અને સવારે 6:00 વાગે ત્યાંથી નશો ઉતારીને, નાહીને અથવા નાહ્યા વગર પાછા આવી જાય છે."

ડ્રાઈવર લબીબ સરે પૂછ્યું, "તો કોઈ ખાસ લોકો જતા હશે?"

હાસમી સર હસીને બોલ્યા, "જે બિલકુલ આ 'રોકેટ' લોકો જ ત્યાં જાય છે. એમની ખાસ વાત એ છે કે તેઓ ઘરે જમતા નથી. સાથે ઝીંગા, માછલા, વેજ પુલાવ, પાવભાજી, બટર સેન્ડવીચ... એવું બધું લઈ જાય છે. ઘણા ત્યાંથી દારૂ લઈ લે છે. અને રૂમની વ્યવસ્થા ન થાય તો ગાડીમાં બેસીને જ દારૂ અને જમણવારની લિજ્જત માણે છે."

'ઓહોહો! આવું બધું થાય છે!' સૈયદ કાકા અચરજ પામીને બોલ્યા.

પછી તેઓ અલગ-અલગ ભાતીગળ વાતો કરવા લાગ્યા. ધીરે ધીરે વાત રોકેટથી આગળ વધીને સાપુતારામાં વસતા લોકો સુધી પહોંચી.

એતેસામ સરે પૂછ્યું, "તમે સાપુતારા ગયા હતા તો ત્યાંના લોકો વિશે ખાસ શું જાણવા જેવું લાગ્યું?"

હાસમી સર કહેવા લાગ્યા, "ત્યાંના લોકોને ડાંગી કહે છે. અને ડાંગી લોકોનો ખોરાક પણ ડાંગી જ હોય. એકદમ અલગ અને વિશિષ્ટ."

સૈયદ કાકાએ તરત પૂછ્યું, "વિશિષ્ટ ખોરાક? એટલે કેવો ખોરાક?"

હાસમી સરે કહ્યું, "ત્યાંના લોકો ઘઉંને બદલે રાગીનો ઉપયોગ કરે છે. રાગીને આપણે અહીં નાગલી કહીએ છીએ. તેઓ નાગલીની રોટલી અને નાગલીની પુરી બનાવે છે. 
અને હવે તો નાગલીની ઘણી નવી વાનગીઓ પણ બનવા લાગી છે - નાગલીની બ્રેડ, નાગલીના વડા, નાગલીનો હલવો, નાગલીનું અથાણું... વગેરે વગેરે."

એટલામાં જ અમારું સ્ટેશન આવી ગયું અને અમે બધા અમારા ધંધે ચાલ્યા ગયા.

---