I was just playing - Chapter 3 in Gujarati Women Focused by yogina patel books and stories PDF | હું રમતી હતી ઓટલે - પ્રકરણ 3

Featured Books
Categories
Share

હું રમતી હતી ઓટલે - પ્રકરણ 3


બાળપણની એ નાની પળો ક્યારે ગુંરી ના મનમાં સપનાઓના બીજ વાવી ગઈ, એને તેને ખબર જ ન પડી. સમય ધીમે ધીમે આગળ વધતો ગયો અને ગુંરી પણ મોટી થઈ ગઈ. ગામની એ જ શેરી, એ જ માટીના રસ્તા અને એ જ ઓટલો હવે તેના સાથે હતા, પરંતુ ગુંરી ના આંખોમાં હવે કંઈક નવું દેખાવા લાગ્યું હતું. ગામની સવાર રોજની જેમ ધીમે ધીમે જાગતી. મંદિરની ઘંટડી નો અવાજ દૂર સુધી સંભળાતો. ઘરની બહાર સ્ત્રીઓ સાફ-સફાઈ કરતી અને પુરુષો પોતાના કામે નીકળવાની તૈયારી કરતા.ગુરી ઓટલા પર બેસીને આ બધું જોતી અને મનમાં વિચાર કરતી. તેની બહેનપણી ઘણીવાર તેની પાસે આવીને બેસતી."ગુંરી તું આમ શું વિચાર્યા કરે છે?"રમીલા થોડીવાર નવાઈ થઈ તેની સામે જોવા લાગી."તું ગામની બહાર જઈને શું કરીશ?"ગુરીએ તરત કોઈ જવાબ ના આપ્યો, તેણે આકાશ તરફ જોયું. વાદળોની વચ્ચે સૂરજની કિરણો બહાર આવી રહી હતી."મને ખબર નથી"તે ધીમેથી બોલી,"પણ મને કંઈ અલગ કરવું છે". એ વાત કરતી હતી એ વખતે તેના અવાજમાં નાનો એવો વિશ્વાસ હતો, જે કદાચ તેને પોતાને પણ ત્યારે સમજાય તો ન હતો. એક દિવસ ગામમાં મેળો ભરાયો. આખું ગામ જાણે ઉત્સવનો રંગ માં રંગાઈ ગયું હતું. સેરીઓમાં બાળકોની દોડધામ હતી. કોઈ રમકડા ખરીદી રહ્યું હતું. તો કોઈ મીઠાઈ ની દુકાન પાસે ઉભું હતું.ગુરી પણ બધાની સાથે મેળામાં ગઈ. મેળામાં એક જગ્યાએ એક માણસ બાળકોને વાર્તા કહી રહ્યા હતા ગુંરી  ત્યાં જ ઉભી રહી ગઈ. વાર્તા સાંભળતા સાંભળતા તેની આંખોમાં ચમક આવી ગઈ વાર્તા પૂરી થઈ પછી ગુંરી એની બેનપણી ન કહ્યું જો આ કાકા કેટલું સરસ બોલે છે. બધા લોકો શાંતિથી તેમની વાત સાંભળે છે સમય. રમીલા હસીને બોલી", તો તું પણ એક દિવસ આવી વાર્તા કહેજે."એ રાતે તે ઓટલા પર એકલી બેસી હતી. ગામમાં શાંતિ છવાઈ હતી. આકાશમાં ચાંદો ધીમે ધીમે પ્રકાશ પથારી રહ્યો હતો. ગોરી એ આકાશ તરફ જોયું. હજુએ સપનું સ્પષ્ટ નહોતું તને ખબર નહોતી જીવન તેને કઈ દિશામાં. પરંતુ એટલું ચોક્કસ હતું. કે હવે તે માત્ર પોતાની ગામની નાની દુનિયામાં બંધાઈને રહેવા માંગતી નહોતી. તેના એ સપનાઓને આકાશ જોઈતું હતું.ગુરી ના જીવનમાં હવે એક નવો સૂર્ય ઉગ્યો શાળામાંથી મળેલા. સંસ્કાર અને શિક્ષકોના શબ્દોએ તેના મનમો નવા સપનાઓ વાવી દીધા હતા. તે સમજી ગઈ હતી કે જીવનમાં મુશ્કેલીઓ આવે છતાં સપનાઓ જોવાનું ક્યારે બંધ કરવું દરરોજ સવારે ઉગતા સૂર્યને જોઈ ગુરી  નામનમા એક જ પ્રાર્થના કરતી."હે પ્રભુ! મને એવું માર્ગ બતાવજો કે હું મારા જીવનથી બીજા લોકોના જીવનમાં પણ પ્રકાશ ફેલાવી શકુ".ગુંરી અને તેની બહેનપણી ઓ મેળામાં ખૂબ ફર્યા આનંદ કર્યો મોટી મોટી ચગડોમાં બેઠા પેલું ઝઘડો કેટલું ઊંચું જાય છે. બસ આ જ રીતે મેળામાં હસતા વાતો કરતા કરતા. મેળો બંધ થવાનો સમય થયો સૌ પોતપોતાના બાળકોને લઈને ઘર તરફ જઈ રહ્યા હતા ગુરી ની માએ કહ્યું. ચાલો બેટા હવે આપણે પણ ઘરે જઈએ ગુંરી એ જતા જતા મેળામાં એક દ્રશ્ય જોયું. એના હાથમાં સરસ મજાની હાથથી બનાવેલી ઢીંગલી જોઈ. એની સામે જઈને પૂછ્યું. તમે આ ઢીંગલી ક્યાંથી લાવ્યા. સામે દીકરીએ જવાબ આપ્યો. આ તો મેં મારા હાથે બનાવી છે. ગુંરી ની માં ગુંરી ને લઈ આગળ ચાલી પણ પેલી ઢીંગલી જોઈને વિચારવા લાગી કે શું આવી સરસ મજાની ઢીંગલી હાથેથી બની શકે છે હવે ગુરી મેળામાંથી ઘરે આવી સૂર્ય હવે ધીમે ધીમે થી આથમવા લાગ્યો હતો. પક્ષીઓ પણ પોતાના ઠેકાણે જઈ રહ્યા હતા. ગુરી એ આકાશમાં ઉડતા પક્ષીઓને જોયા. તેના મનમાં એક વિચાર આવ્યો. પક્ષીને પાંખો જન્મથી મળે છે, પરંતુ માણસને પોતાની પાંખો, હિંમત અને સંકલ્પથી બનાવી પડે છે. અ દિવસથી ગુંરી એ નક્કી કર્યું કે હવે તે કોઈની રાહ નહીં જોઈએ પોતાનો માર્ગ પોતે જ બનાવશે. જીવનમાં આવતા દરેક પડકારને શીખવાની તક માનશે. તેને સમજાઈ ગયું હતું કે"સાચી જીત બીજા કરતાં આગળ નીકળવામાં નથી, પરંતુ ગઈકાલ કરતાં આજે પોતે વધુ સારા બનવામાં છે". ગુરી ના મનમાં હવે એક નવી આશા જાગી ગઈ હતી. તેને લાગતું હતું કે દરેક સવાર તેની જિંદગીમાં એક નવો અવસર લઈને આવે છે. અને તે દરેક અવસરને પૂરા મનથી સ્વીકારવા તૈયાર હતી. કેટલીક સવારે પગથી નહીં પણ વિચારોથી શરૂ થાય છે.ગુરી ની સફર હવે એવી જ હતી તેના મનમાં ઊગેલું એક નાનું સપનું ધીમે ધીમે જીવનમાં મોટું ધ્યેય બનવા લાગ્યું તેને ખબર હતી કે રસ્તો લાંબો છે છતાં દરેક નાનું"પગલું તેને પોતાના લક્ષ્મી નજીક લઈ જઈ રહ્યું હતું"મારી ઓળખ મારી પરિસ્થિતિ નહી, પણ મારા કર્મોથી બનશે ચંદ્રમાએ રાતી ચાદર ઓઢી લીધી હતી. સૌ પોતપોતાના ઘરના દરવાજા બંધ કરી રહ્યા હતા પણ ગુંરી તારાઓને જોઈ બોલી "તારાઓ સુધી પહોંચવું મુશ્કેલ છે પણ પ્રકાશબનવું અશક્ય નથી ગુરી  આંખો બંધ કરી મીઠા સપનાઓમાં ઉડાન ભરવા લાગી.