ભાગ ૪-સંઘર્ષ
જીવન હંમેશા એક સરખું રહેતું નથી. ક્યારેક ખુશીઓના દિવસો આવે છે, તો ક્યારેક એવી પરિસ્થિતિ સામે ઊભા રહેવું પડે છે! જેની આપણે કલ્પના પણ ન કરી હોય. ગુરી ના જીવનમાં પણ હવે એક નાનો સમય શરૂ થયો હતો. શાળાના દિવસોની નિર્દોષ યાદો પાછળ રહી ગઈ હતી. બાળપણની રમતો વરસાદમાં ભીંજાવો અને સખીઓ સાથે હસવું આ બધું હવે યાદોમાં જ હતું. વાસ્તવિક જીવન ધીમે ધીમે તેને પોતાની જવાબદારીઓનો પરિચય કરાવી રહ્યું હતું. ઘણીવાર ગુરી શાંતિથી બેસીને વિચારતી."શું મારા સપનાઓ ક્યારેક સાચા થશે.? આ સવાલો જવાબ તેની પાસે ન હતો. પરંતુ એકવાર તેને જાણી હતી. ક્યારેક પરિસ્થિતિ એવી બની જતી કે પોતાના મનની વાત કહેવાનો સમય પણ મળતો નહીં. બીજા લોકો માટે કામ કરતાં - કરતાં દિવસ પસાર થઈ જતો હતો અને રાત્રે થાકેલા શરીર સાથે જ્યારે તે પથારીમાં પડતી ત્યારે મનમાં ફરી એ જ સપનાઓ જાગી ઉઠતા. તેને સવારનો સમય થયો ઘરના આંગણામાં રોજના જેમ કામ શરૂ થયું હતું.ગુરી નું મન આજે કંઈક અશાંત હતું. ઘરમાં છેલ્લા કેટલાક દિવસોથી પરિસ્થિતિ થોડી બદલાઈ ગઈ હતી. એક પછી એક જવાબદારી વધી જતી હતી. જે કામ પહેલા સહેલાઈથી થતું એ કામ આજે મોટું લાગવા લાગ્યું હતું. ગુરી ચૂપચાપ બધું જોતી રહી . તેને સમજાતું હતું કે ઘરમાં દરેક વ્યક્તિ પોતાની રીતે મુશ્કેલીમાં હતો. કોઈને દોષ આપવાનો પ્રશ્ન જ ન હતો. પરિસ્થિતિ જ એવી હતી કે દરેક પોતાને જવાબદારી નિભાવી પડે. ગામમાં એક દિવસ સામાન્ય દિવસ જેવો જ શરૂ થયો હતો. સવારથી જ ગામના રસ્તાઓ પર અવરજવર હતી. કોઈ ખેતર તરફ જતું તો કોઈ બજાર તરફ. બાળકો પણ પોતાના મિત્ર સાથે રમવા વ્યસ્ત હતા. ગુરી પણ સખીઓ સાથે ઓટલે બેઠી હતી. રમતા બધા એટલા મજબોલ હતા કે સમયનું ભાન જ નહોતું રહેતું. એવામાં અચાનક ગામ તરફથી બુમ સંભળાય."અરે કોઈ આવો જલ્દી બધા એકબીજાના ચહેરા જોવા લાગ્યા. ભૂરી પણ સૌની સાથે અવાજની દિશામાં દોડી. થોડી દૂર ગામના લોકો ભેગા થયા હતા. વચ્ચે એક વૃદ્ધ માણસ ઉભા હતા. તેમની આંખોમાં ચિંતા હતી અને આજુબાજુ ના લોકો પોતપોતાની વાત કરી રહ્યા હતા."હવે શું થશે?"કોઈ પાસે આ સવાલનો જવાબ ન હતો. ગુરી પણ ત્યાં ઉભી જોઈ રહી હતી. લોકોના જાહેરા પર દેખાતી ચિંતા જોઈને તેના મનમાં પાણી અનેક સવાલ ઉભા થયા. થોડીવાર પછી એક માણસે વૃદ્ધ માણસને પૂછ્યું,"કાકા તમે ચિંતા ન કરો આપણે કંઈક રસ્તો કાઢી શું."આ સાંભળી આજુબાજુના લોકો ફરી એકબીજાના સામે જોવા લાગ્યા. ગુરી હતી તો એક છોકરી પણ કોઈનો દુઃખ તે જોઈ શકતી ન હતી. ગોરીએ પોતાની બાજુમાં"ઊભેલા કાકા ને પૂછ્યું શું થયું છે? કાકી એ ગુરી તરફ જોયું ધીમા અવાજે કહ્યું"આપણે કંઈક કરવું પડશે. આ બેસી રહી છું તો વાત વધારે બગડશે".ગુંરી . થોડીવાર ચુપ રહે તેની નજર સામે ગામના લોકોના ચહેરા દેખાતા હતા. દરેકના મનમાં એક જ પ્રશ્ન હતો-હવે શું થશે? ત્યાં પેલા વૃદ્ધ માણસ એ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, ડરવાથી કોઈ સમજ કોઈ રસ્તો નહીં મળે. આપણે સાથે મળીને વિચારવું પડશે."ગુંરી એ કાકીની વાત સાંભળી માથું હલાવ્યું .તેના મનમાં પણ એક વિચાર આવ્યો. કદાચ આ મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાનો રસ્તો સહેલો નથી, પરંતુ પ્રયત્ન કર્યા વગર હાર માની લેવી તે પણ મંજૂર ન હતી. "કાકી," ગુંરી ધીમા પણ મક્કા મળવા જે કહ્યું. આપણે સૌ સાથે રહીશું તો કોઈને કોઈ રસ્તો ચોક્કસ મળશે"કાકીના ચહેરા પર સ્મિત આવ્યું. તેમણે ગુંરી ના માથા પર હાથ મૂક્યો."બસ આજ હિંમત જાળવી રાખજે, કાકી એ કહ્યું ગામના લોકો ધીમે ધીમે પોતાનીવાતો કહેવા લાગ્યા. કોઈ એક રસ્તો સૂચવતું હતું તો કોઈ બીજો.ગુરી બધાની વાત ધ્યાનથી સાંભળતી. તેના મનમાં અક વાત સ્પષ્ટ થઈ હતી-સંઘર્ષ ગમે તેટલો મોટો હોય, પણ શરૂઆત એક નાનકડા હિંમત ભર્યા પગલાથી જ થાય છે.ગુરી હવે ઘરે પાછી વળી ઘરે ગઈ તેરી આજુબાજુમાં બધા વાતો કરી રહ્યા હતા. રઘુભાઈ ની છોકરી.ગુરી . તો જેમ મોટા વકીલ હોય તેમ બધાને સવાલ કરી રહી હતી. પણ એનાથી શું થાય જે કામ મોટા નથી કરી શકતા એ કામ આ સામાન્ય છોકરી કઈ રીતે કરી શકે ગુંરી . પોતાના ઘરમાં અંદર ગઈ. તેની માં દેવું બાથોડા તેના પર ખીજાયેલા હતા.ગુરી આમ કહ્યા વગર. ક્યાં નીકળી જાય છે.ગુરી પોતાનો જવાબ આપે તે પહેલા તેના પિતા વાતને સંભાળી.ગુરી . નીમા બોલે તો એક છોકરી છે કાલે તારી પારકા ઘરે જવાનું છે. તારેઆમ ગામની દરેક વાતમાં દખલ કરવાની જરૂર નથી. હા તેના પિતાએ કહ્યું બેટા છોડ્યું તો ચકલીનો માળો કહેવાય એને આ અને આ માળાનું ખૂબ જ જતન કરવું પડે છે. બેટા ચાલ ગુંદી. હવે થોડું જમી લે ફરીથી આવું ના થ હું જોઈએ. પિતા સમજાવે છે. ત્યાં ગુંરી બોલી બાપુ શું છોકરી છું તો શું થયું મને મારા સપના સહકાર કરવાનો કોઈ હક નથી. શું હું કોઈ જગ્યાએ સાચું બોલી નથી શકતી. બાપુએ કહ્યું હા તને તારા સપના પૂરા કરવાનો પૂરો જ અધિકાર છે. પણ આમ બધી જગ્યાએ જવાબ આપવા એ સારી વાત નથી. આજે મેં શું કર્યું બસ આજે હું ખાલી ગામની મદદથી ગઈ. એ જ મારી ભૂલ મુખી કાકાનો છોકરાએ પેલા વૃદ્ધ દાદાને ખૂબ ઢોર માર માર્યો હતો. બધા જ જોઈ રહ્યા હતા. મોટા ઘરનો છોકરો છે છોકરો છે તો મન ફાવે તેમ કરશે. એમ કહી બાપુ ને કહ્યું આજે તો મેં એને જવાબ આપી જ દીધો છે. આ બાજુ ગુંરી ગોરી ના પિતાને હવે ડર લાગવા લાગ્યો. તેમને હવે ગુરી ની બહુ ચિંતા હતી. તેમને હવે ગુરી નું શાળાએ જવાનું પણ બંધ કરાવી દીઘુ.ગુરી ખૂબ ચિંતા કરે છે. ભણવામાં પણ ખૂબ હોશિયાર પણ ગામમાં મુખીનો ડબ ડબો ખૂબ ચાલતો હતો એટલે ગામ લોકો પણ કઈ બોલે નહીં તે છતાં ગુરી એ છાનામાના ભણવાનું ચાલુ રાખ્યું. તેની બહેનપણીઓ પણ તેને ખૂબ મદદ કરતી. ગુરી એ ક્યારે સંઘર્ષ નહીં છોડ્યો એ માના સાથે ઘરના કામ કરે અને મા ખેતરે જાય ત્યારે ગુરી ભણવાનું ચાલુ રાખે. પરીક્ષાના દિવસો ચાલુ થાય છે. મા બાપુ ની રજા સિવાય શાળાએ જવાય તેમ ન હતું પણ ગુરી એ પોતાનો સંઘર્ષ ચાલુ રાખ્યો.