આજે 4 થી મે સોનાલી ને સ્કૂલ નું વેકેશન પડી ચૂક્યું હતું, આજે સવારે 10 વાગે સોનાલી ને નીચે ઘર માં કોઈ મહેમાન આવ્યું હોય એવું લાગ્યું, તેણે નીચે જઈ ને જોયું તો તેના ફોઇ – ફુઆ હતા, સોનાલી એ હાથ જોડી જયશ્રી કૃષ્ણ કર્યા, ફોઈ સાથે બેઠી, તેને ફોઈ સાથે બહેન જેવું જ લાગતું, સોનાલી ના દાદા ધામ માં ગયા ત્યારે તેના ફોઇ ની ઉંમર માત્ર 12 વર્ષ ની જ હતી
એટલે સોનાલી તેના ફોઈ સાથે જ મોટી થઈ હતી, સોનાલી ના મમ્મી –પપ્પા એ દીકરી ની જેમ જ તેના ફોઇ ને મોટા કરી પરણાવ્યા હતા, સોનાલી ને એમની સાથે બહુ લગાવ હતો, સોનાલી ક્યાંય સુધી તેના ફોઇ સાથે વાતો કરતી રહી, તેણે તેની મમ્મી ને રસોડા માં મદદ કરાવવાની પણ ના પાડી દીધી હતી, અને ફોઇ ને પણ હાથ પકડી ઉપર લઈ ગઈ, આજે બંને ફોઈ ભત્રીજી એ ખૂબ હસી મજાક કરી અને સાથે પેઇન્ટિંગ પણ કરતા હતા, પેઇન્ટિંગ કરતા કરતા સોનાલી એ થોડી ઘણી તેના સાસરે પપ્પા નું થયેલું અપમાન અને દવાખાને દાખલ કર્યા ની વાત કરી, સોનાલી ના ફોઈ એ કીધું કે આટલું બધું થયું તો અમને જાણ કેમ ના કરી ? થોડું ગુસ્સે થયા, પણ સોનાલી ની બધી વાત સાંભળી શાંત થઈ ગયા, સોનાલી અને તેના ફોઇ વાતો કરતા કરતા પેઇન્ટિંગ બનાવતા હતા, સોનાલી નાનપણ થી તેના ફોઇ નું એકધાર્યું જ પેઇન્ટિંગ જોતી, નદી, સૂર્ય, ઝૂંપડી અને ઝાડ, એમના ડ્રોઈંગ પેપર માં આટલું જ રહેતું, પછી સોનાલી એના ફોઇ ના પેઇન્ટિંગ માં પક્ષી ઊડતા દોરતી, આજે પણ સોનાલી એ તેના ફોઇ ના પેઇન્ટિંગ માં ઊડતા પક્ષી દોરતી વખતે એમની ખૂબ ખેંચી, વચ્ચે વચ્ચે સોરી બોલી લેતી, પણ ફોઈ ની ખેંચવાની ચાલુ રાખતી, સોનાલી અને એના ફોઇ મજાક મસ્તી કરતા હતા ત્યાં જ સોનાલી ની મમ્મી જમવા માટે બોલાવવા આવી, ઘડિયાળ માં જોયું તો 1:30 થઈ હતી, સોનાલી અને એના ફોઇ ને સમય નો ખ્યાલ જ ના રહ્યો, એમ પણ સોનાલી ફોઈ આવે તો આખો દિવસ એમની સાથે રહેતી, એને મજા આવતી, એ બહુ ફ્રી ફીલ કરતી એમની સાથે, બંને નીચે ગયા, જમીને , કામ પતાવી પાછા ઉપર આવ્યા, સોનાલી ના ફોઈ થોડા દિવસ રોકવાના હતા, ફુઆ આવતીકાલે જશે એવી વાત હતી, સોનાલી માટે તો વેકેશન માં ડબલ જલ્સા થઈ ગયા, ફોઈ ની સાથે દિવસો ક્યાં જતા રહેશે ખબર પણ નહોતી પડવાની,ઉપર જઈ ને સોનાલી એ હવે પ્લાનિંગ માં સોનાલી એ ફેરફાર કરી નાખ્યો, તે કયા દિવસે ફોઇ સાથે ક્યાં ક્યાં ફરવા જશે તેનું પ્લાનિંગ કરી નાખ્યું, સોનાલી ને એના ફોઇ ની આ વાત બહુ ગમતી તે જરાય મોટાપણું રાખતા નહોતા, અને નાનપણ થી સોનાલી ને ફોઇ સાથે બરાબર ફાવતું, સોનાલી અને એના ફોઇ ભૂતકાળ ની યાદો યાદ કરતા, કેવી રીતે સોનાલી ના મોટા વાળ મમ્મી ને પૂછ્યા વગર ડાયરેક્ટ પાર્લર માં જઈ ને બોબકટ કરાવી દીધા હતા, અને પાર્લર માંથી સીધા સ્ટુડિયોમાં જઈને ફોટો પડાવી ને બંને ઘરે આવ્યા હતા, સોનાલી ને બોબકટ માં જોઈ ને તેની મમ્મી ધ્રૂસકે ને ધ્રૂસકે રડતા રડતા ગુસ્સે થઈ હતી, સોનાલી ના ખૂબ લાંબા વાળ ની માવજત તેની મમ્મી કરતી, પણ સોનાલી દર રવિવારે અરીઠા થી માથું ધોતી વખતે ખૂબ રડતી, ફોઇ ના થી જોવાતું નહોતું, એકવાર ખિજાઈ ને સોનાલી ને પાર્લર માં લઈ જઈ બોબ કટ કરાવી દીધા, તેની મમ્મી સિવાય ઘર માં, સોનાલી, ફોઇ, બા, કાકા, બધા ખુશ.સોનાલી ને હેર કટ કરેલા ચહેરા ને જોઈ બધા વધારે વ્હાલ કરતા, અને તેની મમ્મી જેટલી વાર સોનાલી સામું જોવે એટલી વાર રડતી, સોનાલી અને તેના ફોઇ હેર કટ ના બીજા દિવસ નો સીન યાદ કરી ને પેટ પકડી ને ખૂબ હસ્યા, બીજા દિવસે સ્કૂલ જતા પહેલા તે મમ્મી પાસે માથુ ઓળાવા ગઈ, રોજ બે ચોટલા બનાવતી મમ્મી ના હાથ માં સોનાલી ના વાળ આવતા જ નહોતા, સોનાલી ની મમ્મી સોનાલી ના બે ચોટલા ને મિસિંગ કરી ને રડવાનું ચાલુ કર્યું, ને પછી તેલ ઘસી ઘસી ને સોનાલી ના માથા માં રડતા રડતા તેલ નાખ્યું, સોનાલી નું માથું તેલ થી એકદમ લથ બથ કરી નાખ્યું, અને આગળ બે પીનો ભરાવી દીધી, સોનાલી ની મમ્મી ને લતા મંગેશકર ના બે ચોટલા ની હેર સ્ટાઇલ ખૂબ ગમતી, એટલે તે પણ સોનાલીને બે ચોટલા કાયમ વાળી આપતી, પણ પોતે ક્યારેય બે ચોટલા નહોતા કરતા, સોનાલી અને એના ફોઇ જુની વાતો યાદ કરીને આજે હસી – હસી ને બેવડ વળી ગયા, આમને આમ એક અઠવાડિયુ થઈ ગયું, ખબર પણ ના પડી, ફોઈ આવતીકાલે પાછા જવા જવાના હતાં, ઘર માં બધા એ બહુ ફોર્સ કર્યો પણ ઉલ્ટુ ફોઈ સોનાલીને તેમની સાથે આવવા ફોર્સ કરવા લાગ્ય અંતે સોનાલી તૈયાર થઈ ગઈ, બીજા દિવસે તેઓ ફોઈ ના ઘરે ગયા, આજે લગભગ ત્રણ મહિના પછી સોનાલી એ મોબાઈલ ઓન કર્યો, ફોઈ ના ઘરે સોનાલી ને મજા આવી, તે દસેક દિવસ રહી પાછી બરોડા આવી ગઈ, આ દસ દિવસમા મેઘલ ના ઘણા બધા મિસકોલ હતા. પણ સોનાલી એ એકપણ ફોન રિસીવ નહોતો કર્યો, એ કોઈપણ જાત ની માથાકૂટ કરવા માંગતી નહોતી અને એકની એક વાત રિપીટ કરવી નહોતી. બીજા દિવસે સવાર મા નવ વાઞે ફોન આવ્યો, સોનાલી એ રિસીવ કર્યો, આ વખતે પણ એનુ એ જ મમ્મી ને ખબર નથી પડતી, કાકા ઓ સારુ નથી જોઈ શકતા, મેઘલ ફોનમા રડી પડ્યા, સોનાલીએ શાંતિ થી વાત સાંભળી ફોન મૂકી દીધો. એ પોતાના રૂટિન કામ મા પરોવાઈ ગઈ.