Back in the days - 11 in Gujarati Fiction Stories by Dhamak books and stories PDF | પાછા વળ્યા પાછલા દિવસો - 11

The Author
Featured Books
Categories
Share

પાછા વળ્યા પાછલા દિવસો - 11

Episode 11

બસ સ્ટેન્ડ પર ઊભા રહીને બસની રાહ જોતી વખતે, જાનવીના ભાઈની નજર થોડે દૂર ઊભેલા બે અજાણ્યા માણસો પર પડી. તે બંને અંકુશ ગેંગના ગુંડાઓ હતા અને સતત જાનવી તથા તેના ભાઈ સામે જ શંકાસ્પદ નજરે જોઈ રહ્યા હતા. ભાઈને તરત જ અહેસાસ થઈ ગયો કે આ બંને માણસો તેમનો પીછો કરી રહ્યા છે.

એવામાં જ બસ આવીને ઊભી રહી. જાનવી અને તેનો ભાઈ તરત જ બસમાં ચડી ગયા. પણ બસ ઉપડ્યા પછી ભાઈએ બારીમાંથી પાછળ જોયું તો તે ગુંડાઓ બાઈક પર બસનો સતત ફોલો કરી રહ્યા હતા. ભાઈએ જાનવીના કાનમાં ધીમેથી કહ્યું, જાનવી, પેલા બે ગુંડાઓ આપણી બસની પાછળ બાઈક લઈને આવી રહ્યા છે.

જાનવીએ ચિંતાભર્યા અવાજે કહ્યું, ;આપણે અત્યારે સીધા ઘરે ન જવાય. જો આપણે ઘરે ઉતરીશું તો એ લોકોને આપણા ઘરના સરનામાની ખબર પડી જશે. આપણે એક કામ કરીએ, વચ્ચેના કોઈ ભીડભાડવાળા બસ સ્ટોપ પર ઉતરી જઈએ.

બંને ભાઈ-બહેન વચ્ચેના એક સ્ટોપ પર ઉતરી ગયા. એ જમાનામાં મોબાઈલ ફોન નહોતા, એટલે જાનવીની નજર નજીકના એક પીસીઓ (PCO) ફોન બૂથ પર પડી. જાનવી દોડીને બૂથમાં ગઈ અને ઈન્સ્પેક્ટરે આપેલો પર્સનલ નંબર ડાયલ કર્યો.

સામેથી ઈન્સ્પેક્ટરે ફોન ઉપાડતાં જ જાનવીએ ગભરાયેલા અવાજે કહ્યું, ઈન્સ્પેક્ટર સાહેબ! હું જાનવી બોલું છું. તમે જે બે ગુંડાઓ વિશે ચેતવણી આપી હતી, એમાંથી બે જણા મારો અને મારા ભાઈનો પીછો કરી રહ્યા છે!

ઈન્સ્પેક્ટરે તરત જ ગંભીર થઈને કહ્યું, જાનવી, બિલકુલ ગભરાતી નહીં! તમે બંને અત્યારે ક્યાં છો? તમે એ લોકોને થોડીવાર વાતોમાં કે કોઈ જગ્યાએ બીઝી રાખી શકશો? જેથી અમે એ લોકેશન પર પહોંચીને એમને રંગેહાથ ઝડપી શકીએ.

જાનવીએ હિંમત ભેગી કરીને હા પાડી. જાનવી અને તેના ભાઈએ નજીકના એક પબ્લિક ગાર્ડનમાં જઈને ચાલવાનું શરૂ કર્યું, જાણે તેમને કશી ખબર જ નથી. ગુંડાઓ પણ તેમની પાછળ ગાર્ડનમાં આવ્યા. જાનવી અને તેના ભાઈએ ગાર્ડનમાં વાતો કરવાનો નાટક કરીને સમય પસાર કર્યો. એટલી જ વારમાં પોલીસની જીપ સાયરન વગાડતી ગાર્ડનના દરવાજે આવી પહોંચી. ઈન્સ્પેક્ટર અને પોલીસે ઘેરાવો ઘાલીને પેલા બંને ગુંડાઓને રંગેહાથ પકડી પાડ્યા અને જેલમાં ધકેલી દીધા.

આ બધી મુશ્કેલીઓમાંથી ઉગરીને બંને ભાઈ-બહેન સલામત રીતે ઘરે પહોંચ્યા. ઘરમાં મમ્મીની તબિયત થોડી અસ્વસ્થ હતી, પણ બાળકોને સલામત જોઈને તેમણે રાહતનો શ્વાસ લીધો. મમ્મીએ બંનેને પ્રેમથી જમાડ્યા અને ડૉક્ટરે આપેલી દવાઓ જાનવીને પીવરાવી દીધી.

જમ્યા પછી પપ્પાએ પોતાના દીકરા રોહન (જાનવીના ભાઈ)ને હાંક મારીને કહ્યું, રોહન, મારી સાથે ચાલ. આજે રસોઈનો એક બહુ મોટો ઓર્ડર આવ્યો છે અને ઘણો સામાન ખરીદવાનો છે. મારા એકલાથી બધો સામાન નહીં ઉપડે, તું મારી સાથે મોલમાં ચાલ.રોહન તરત જ પપ્પા સાથે સામાન લેવા માટે નીકળી ગયો.

મોલમાં પહોંચીને પપ્પા એક તરફ કરિયાણાની ખરીદી કરી રહ્યા હતા અને રોહન બીજી તરફ સામાનની ટ્રોલી લઈને વસ્તુઓ જોઈ રહ્યો હતો. રોહન સામાન પસંદ કરવામાં મશગૂલ હતો, ત્યારે જ અંકુશ ગેંગનો એક બીજો ગુંડો હાથમાં હોકી સ્ટીક લઈને છૂપી રીતે રોહનની પાછળ આવી પહોંચ્યો. રોહનનું ધ્યાન નહોતું અને ગુંડો પાછળથી રોહનના માથા પર હોકી સ્ટીકનો જોરદાર પ્રહાર કરવા જઈ રહ્યો હતો!

એ જ સમયે, ત્યાં મોલમાં જાનવીની બહેનપણી સેજલ ખરીદી કરવા આવી હતી. સેજલની નજર પેલા ગુંડા પર પડી. તેણે જોયું કે કોઈ શંકાસ્પદ માણસ રોહન પર પાછળથી હુમલો કરી રહ્યો છે. સેજલ માર્શલ આર્ટ્સમાં એક્સપર્ટ હતી! એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના, સેજલ વિજળીની ઝડપે વચ્ચે આવી ગઈ. તેણે એક હાથથી પેલા ગુંડાની હોકી સ્ટીક હવામાં જ પકડી લીધી!

ગુંડો કંઈ સમજે તે પહેલાં જ સેજલે તેને એવી જોરદાર બે-ત્રણ કીક મારી કે ગુંડો હોકી સ્ટીક છોડીને દૂર જઈને જમીન પર પટકાઈ ગયો! ગુંડાની ચીસ સાંભળીને રોહને પાછળ ફરીને જોયું. રોહન તો આ દ્રશ્ય જોઈને અવાક બની ગયો! તેની આંખો ફાટી ગઈ કે સેજલ જેવી છોકરીમાં આટલી બધી તાકાત અને હિંમત ક્યાંથી આવી!

ગુંડો જમીન પર પડ્યો એટલે રોહને સેજલ સામે જોઈને ઊંડો શ્વાસ લીધો. ગભરાટ ઓછો થતાં તેણે પોતાને સંભાળ્યો અને બોલ્યો, ;થેંક્યુ સેજલ, મારો જીવ બચાવવા બદલ! મને જો પાછળથી ખબર પડી ગઈ હોત તો આ ગુંડાને હું પોતે જ બરોબરનો પાડી દેત.

સેજલે સહેજ હસીને કહ્યું, હા હા, એ તો દેખાય જ છે! પણ અત્યારે વાતો કરવાનો સમય નથી, ચાલ આને પકડીએ.

બંને જણાએ ભેગા મળીને પેલા ગુંડાને પકડી લીધો. પપ્પા દોડીને આવ્યા એટલે રોહને તેમને કહ્યું, પપ્પા, તમે સામાન લઈને ઘરે પહોંચો, હું અને સેજલ આ ગુંડાને સીધો પોલીસ સ્ટેશન લઈ જઈએ છીએ. પપ્પાને ઘરે રવાના કરી, રોહન અને સેજલ પેલા ગુંડાને પકડીને પોલીસ સ્ટેશન પહોંચી ગયા.

પોલીસ સ્ટેશને પહોંચ્યા પછી પોલીસે પેલા ગુંડાને કડક હાથ કામ લીધું અને બરાબરનો માર મારીને પૂછપરછ શરૂ કરી. ગુંડો પોલીસનો માર સહન ન કરી શક્યો, એટલે તેણે ડરીને બધું જ સત્ય ઉગી દીધું અને અંકુશ ગેંગનો આખો પ્લાન ખુલ્લો પડી ગયો. ગુંડાની બધી પોલ છતી થઈ ગઈ.

ઈન્સ્પેક્ટરે રોહન અને સેજલને કહ્યું, શબ્ાાશ બાળકો! તમે બહુ હિંમતનું કામ કર્યું છે. હવે તમે બંને કોઈ પણ ચિંતા વગર ઘરે જાવ. આ લોકોના જે પણ માણસો બહાર રખડે છે અને એમનો જે મોટો મુખ્ય અડ્ડો છે, એ બધા મોટા માથાઓને અમે ટૂંક સમયમાં જ પકડી જેલ ભેગા કરી દઈશું.

સાંજનો સમય થઈ ગયો હતો. સેજલ પોતાની સ્કુટી પર રોહનને સલામત રીતે તેના ઘરે મૂકવા માટે આવી. ઘરે આવીને સેજલે જાનવીને કહ્યું, જાનવી, અમે એ ગુંડાને પકડાવીને સીધો પોલીસ સ્ટેશન ભેગો કરી દીધો છે અને પોલીસે તેની બરાબરની પૂછપરછ કરી લીધી છે. હવે તમારે સેજ પણ ચિંતા કરવાની જરૂર નથી. હાસ, હવે તમે બધા શાંતિથી રાહતનો શ્વાસ લો, કારણ કે મુખ્ય ગુંડાઓ પકડાઈ ગયા છે.આટલું કહીને સેજલ ખુશ થતી પોતાના ઘરે જતી રહી.

ત્યારબાદ રોહને ઘરમાં જાનવી અને મમ્મી-પપ્પાને મોલમાં સેજલે કરેલા કારનામાની અને ગુંડો જેલભેગો થયો તે બધી જ વાત વિસ્તારથી કહી સંભળાવી.

આ સાંભળીને મમ્મીના ચહેરા પર ગર્વ આવી ગયો. તેમણે પ્રેમથી રોહનના માથા પર હાથ ફેરવતા કહ્યું, ;વાહ! મારો દીકરો તો હવે બહુ બહાદુર થઈ ગયો છે!;

જાનવીએ પણ પોતાના ભાઈના વખાણ કરતા કહ્યું, હા મમ્મી, રોહને ખરેખર બહુ હિંમત બતાવી!

સાંજ પડી ગઈ હતી, એટલે જાનવી રસોડામાં ગઈ અને પોતાની મમ્મીને કામમાં મદદ કરાવવા લાગી. જાનવીએ મમ્મીના હાથમાંથી શાક સુધારવાની છરી લઈ લીધી અને પ્રેમથી કહ્યું, મમ્મી, તું બેસ આજે રસોઈ હું કરીશ. તું આજે આખો દિવસ આરામ કર.

મમ્મીએ જાનવી સામે જોઈને સ્મિત કર્યું અને કહ્યું, અરે ના બેટા, તું તો હજી હમણાં જ તાવમાંથી ઊભી થઈ છે! તારે આરામની જરૂર છે, તું જઈને બેસ.

પણ જાનવી ન માની. બંને એકબીજા સામે જોઈને હસી પડી અને જાનવીએ કહ્યું, ચાલો, તો આપણે બંને સાથે મળીને રસોઈ કરી લઈએ, એટલે ઝડપથી કામ પતી જાય અને તારે વધારે મહેનત પણ ન કરવી પડે.

બંને જણા રસોડામાં કામ કરી રહ્યા હતા ત્યારે મમ્મીએ હોલમાં બેઠેલી મોટી બેન શ્રદ્ધાને સહેજ ઠપકો આપતા કહ્યું, શ્રદ્ધા! કંઈક જાનવી પાસેથી શીખ. જો એ કેવી મને પ્રેમથી કામમાં મદદ કરાવે છે, અને તું આખો દિવસ નવરી બેઠી બેઠી બસ ટીવી જ જોયા કરે છે!

શ્રદ્ધાએ મોઢું બગાડીને ટીવી સામે જોતાં જોતાં જ કહ્યું, અરે મમ્મી, પહેલા તો એ એક પણ કામ નહોતી કરતી અને આખો દિવસ પડી રહેતી હતી! હવે આજકાલ કોણ જાણે છેલ્લા થોડા દિવસોમાં એને બધું કામ કરવાનું શું ભૂત ચડ્યું છે તે સમજાતું નથી!

શ્રદ્ધાની આ વાત સાંભળીને મમ્મી અને પપ્પા એકબીજા સામે આશ્ચર્યથી જોવા લાગ્યા. જાનવીના સ્વભાવમાં અચાનક આવેલો આટલો મોટો બદલાવ જોઈને બંને મનોમન વિચાર કરવા લાગ્યા. એક ક્ષણ માટે તો પપ્પાને એમ પણ થઈ આવ્યું કે લાવ જાનવીને સીધું પૂછી જ લઉં કે તારા મનમાં શું ચાલે છે? પણ પછી તેમણે કઈ ન બોલવાનું મુનાસિબ માન્યું અને શાંત રહ્યા.

બીજી તરફ, રસોડામાં કામ કરાવતા કરાવતા જાનવી વારંવાર પોતાની મમ્મી સામે ચિંતાભરી નજરે જોઈ રહી હતી. તેના મનમાં વિચાર આવ્યો કે,કાલે જ એ દિવસ છે જે દિવસે પૂર્વજન્મની સ્મૃતિઓ મુજબ મમ્મી અચાનક બીમાર પડી જવાની છે અને ચક્કર ખાઈને જમીન પર ઢળી પડવાની છે. કાલના દિવસે જ તેમને હોસ્પિટલે લઈ જતાં ખબર પડશે કે તેમને તો બહુ ગંભીર બીમારી છે... મારે કાલે આખો દિવસ મારી મમ્મીની સાથે જ રહેવું પડશે. એક મિનિટ માટે પણ તેમને મારાથી દૂર નથી થવા દેવા. જો તેમને કંઈ પણ તકલીફ થાય તો મારે તરત તેમની સંભાળ લેવી પડશે, મારી મમ્મીને કંઈ થવું ન જોઈએ!

આ વિચાર આવતાં જ જાનવીએ મમ્મી સામે જોઈને કહ્યું, ;મમ્મી, હું કાલે કોલેજે ન જાઉં તો ચાલશે? ટ્યુશનના છોકરાઓને હું ખાલી એક કલાક ભણાવીને ઘરે આવતી રહીશ. બાકીનો આખો દિવસ હું તારી પાસે જ રહીશ. તું કાલે એકલી ક્યાંય બહાર જતી નહીં હોં!

જાનવીની આટલી બધી અતિશય ચિંતા અને લાગણી જોઈને મમ્મીને આશ્ચર્ય થયું. તેમણે હસીને જાનવીને કહ્યું, અરે બાપા! મને વળી શું થયું છે? હું તો એવી ને એવી સાજી-સાજી અને તાજી-માજી છું! તું મારી આટલી બધી ચિંતા કેમ કરે છે?

પણ જાનવી મનોમન જાણતી હતી કે આવનારી કાલ તેના પરિવાર માટે કેટલી મોટી પરીક્ષા લઈને આવવાની હતી...

To be continued... (ક્રમશ:)