A widowed woman in English Women Focused by writer ni safar books and stories PDF | એક વિધવા સ્ત્રી

Featured Books
Categories
Share

એક વિધવા સ્ત્રી

      રાજસ્થાનમાં આવેલું એક નાનું એવું ગામ ત્યાંના લોકો ખેતમજુરી કરતા અને આંખો દિવસ પશુઓ ચરાવતા રાત્રે બધા ભેગા થઈને વાતો કરતા. ત્યાંના દરેક લોકો એક પરીવારની જેમ રહેતા. ગામના મુખી મુળજીભાઈનો દિકરો રમલો ચારેક ચોપડી ભણેલો બાકી કોઈ ગામમાં ભણેલું ન હતું. રમલાના લગ્ન નક્કી થયાં.તેની પત્નીનું નામ કેસર હતું. તે શહેરમાં રહેલી હતી અને સાતેક ચોપડી ભણેલી. આખા ગામમાં બધી સ્ત્રીઓ માં માત્ર કેસર જ ભણેલી હતી આથી બાકીની સ્ત્રી તેને જોવા રમલાના ઘરે આવતી. કેસરના બાપુએ તેને લાડથી મોટી કરેલી આથી તે હોશિયાર,નિડર અને સક્ષમ હતી.જેટલુ જ ઉજ્વળ લાગતું આ ગામ એક અંધશ્રદ્ધાથી ઘેરાયેલ હતું. ગામના દરેક પુરુષોની વિચારસરણી હજી જુની હતી. તેઓ સ્ત્રીઓને શિક્ષણ આપવામાં હંમેશા વિરોધ કરતા હતા.તે ગામમાં દિકરી થઈને જન્મ લેવો ખરેખર એક જેલ જેવું હતું. સ્ત્રીને માત્ર ઘરની ચાર દીવાલની વચ્ચે જ રાખવામાં આવતી હતી. સમાજની વચ્ચે બોલવાનો પણ હક નહોતો. કેસર આ રીતિ-રીવાજો અને અંધશ્રદ્ધાથી અજાણ હતી. એક દિવસ શરીર બાળી નાખે એવો તડકો હતો.રમલો પોતાની ગાયો અને ભેંસોને જંગલમાં ચરાવતા લઈ ગયો હતો.બપોરનો સમય થયો હતો એટલે બપોરા કરવા માટે રમો એક ઘનઘોર ઝાડના થડ પાસે બેઠો એટલામાં એક સાપ તેના પગ પાસે આવીને તેને કરડી ગયો. તે ખૂબ જ ઝેરી હશે જેથી રમલાનુ ત્યાં જ મૃત્યુ થઈ ગયું. ગામની પાદરમાં આ વાત પહોંચી આખાં ગામમાં શોક ઉભો થઇ ગયો. મૂળજીભાઈ બીજા બે-ત્રણ માણસોને લઈ રમલાનો મૃતદેહ ઘરે લાવે છે. તેના મૃતદેહને જોઈ કેસર જાણે અબોધ થઈ ગઈ હોય એમ ઓસરીના ખૂણે ઊભી રહી ગઈ. પછી જોર-જોરથી રડવા લાગી.રમલાના મૃત્યુના કારણે ઘરમાં માતમ છવાઇ ગયો.કેસર વિધવા બની ગઈ. તે ઘરની ચાર દીવાલની વચ્ચે બંધ થઈ ગઈ. નાની ઉંમરે વિધવા બનવાનું દુઃખ તેના માટે ખુબ જ મુશ્કેલ હતું.રમલાના મૃત્યુ પછી જાણે કેસરનું અસ્તિત્ત્વ જ મટી ગયું હોય તેમ મૂળજીભાઈ અને તેના પત્નિ અંબાબેન તેની સાથે ખરાબ વર્તન કરતા હતા.
         એક દિવસ કેસર ઘરની ચાર દિવાલ પાર કરી બહાર જાય છે.પેલા કેસરને જોવા વારંવાર ઘરે આવતી સ્ત્રીઓ હવે કેસર ને જોતા જ પોતાનો રસ્તો બદલી નાખતી.આખા ગામમાં કેસરને અભાગણી કહી કોઈ પણ શુભ કાર્યથી દુર રાખતા જે ગામ લીલાછમ વૃક્ષોથી રળિયામણું અને પરિવાર જેવા સંબંધોથી ધેરાયેલ તે ગામની આજે વાસ્તવિકતા કેસર પોતાની નરી આંખે જોઈ રહી હતી.મૂળજીભાઈ ગામના મૂખીયા હતા પરંતુ તેના વિચારોએ જ ગામની આજે આ દશા હતી.તે જુની વિચારસરણી વાળા હતા આથી આખાં ગામના પણ વિચારો તેમણે જુના કરી દિધા. કેસર ભણેલી હોવાથી આવા અપમાન ને તે સહન ના કરી શકી.તે ગામ છોડીને જંગલમાં જાય છે. ત્યાં બે-ત્રણ દિવસ ભટકે છે પછી ચાલતા-ચાલતા કોઈ ગામમાં જાય છે.તે ગામમાં લોકો ખૂબ જ ભોળા અને લાગણીશીલ હતા.તે ગામના મૂખીયાએ કેસરને એક અતિથિ માની રહેવા નાનું એવું ઘર આપ્યું. બાજુમાં રહેતા એક ડોશીમા એ જમવા માટે કહ્યું.બે-ત્રણ દિવસ ચાલવાને કારણે કેસરને ખૂબ જ ભૂખ લાગી હતી.આથી તે ઝડપથી જમવા લાગી. તેને ઝડપથી જમવા જોઈ પેલા ડોશીમા તેના ચહેરા તરફ જોઈ જાણે કેસરના બધા જ દુઃખ જાણી લીધા હોય તેમ તેના માથા ઉપર હાથ ફેરવતા હતા. ડોશીમા ના આવા વ્હાલથી કેસરની આંખ રડી પડી. જાણે તેને આવા જ વ્હાલથી જરૂર હતી એમ પેલા ડોશીમાને ભેટી પડીને જોર-જોરથી રડવા લાગી.
                                            તે ગામમાં કેસર ધીમે ધીમે પોતાના બધા જ દુઃખ ભૂલી આગળ જીવન વિતાવતા લાગી. હવે તે ફરી નવી શરૂઆત કરવા માંગતી હતી. એક વિધવા કેસર માંથી તે એક શિક્ષિત કેસર બનવા માટે તૈયાર થઈ રહી હતી.તે ગામમાં દિવસો વિતાવ્યા ની સાથે ત્યાંના નાના બાળકો ને શિક્ષણ આપતી હતી.કેસર પેલા નાના બાળકોને ખૂબ જ આનંદ સાથે શિક્ષણ આપતી હતી. તે જ્યાં રહેતી ત્યાંની આજુ-બાજુની નાની દિકરીઓને અભ્યાસ અપાવવામાં કેસર વધારે આગ્રહ કરતી કારણ કે કેસર એવું માનતી હતી કે પોતે જે દુઃખ સહન કર્યું તે દુઃખ પેલી નાની એવી દિકરીને ના સહન કરવું પડે આથી તેના અભ્યાસ માટે કેસર તેના માતા-પિતા સાથે આજીજી કરતી. તેનું આવું સમાજને મદદરૂપ થતું કાર્ય જોઈ તે ગામના મૂખીયાએ તેની પ્રશંસા કરી અને તેને પુરતી મદદ પણ કરી.જે ગામને કેસરે પોતાનું માન્યું હતું તે લોકોએ કેસરને માત્ર અપમાન અને ગામ છોડવા માટે મજબૂર કરી જ્યારે આ અજાણ ગામમાં કેસરને સમ્માન સાથે રહેવા મકાન આપ્યું અને તેને પુરતી મદદ પણ કરી. થોડા મહિના પછી કેસરે ગામના દરેક બાળકને પોતાની પાસે શિક્ષણ લેવા માટે સેમીનાર કર્યો હતો.જેથી ઘણા બધા વાલીઓ એ પોતાના બાળકને શિક્ષણ આપવા માટે જાગૃત થયા હતા.કેસરના શિક્ષણથી તે બાળકોનું ભવિષ્યનો પાયો મજબૂત થઈ ગયો હતો. તે બાળકો શહેરમાં જઈ ખુબ જ તેજસ્વી બાળકો ગણાતા હતા. તે સારા નંબર સાથે શહેરની શાળામાં પાસ થતાં હતાં. ગામડાના બાળકો શહેરમાં શિક્ષણ માટે આવતા આ જોઈને શહેરના સાહેબો નવાઈ અનુભવતા અને શાળામાં નંબર પણ લાવતા.
                                       શહેરની તે શાળામાં એક દિવસ જિલ્લાથી કલેકટર સાહેબ ચકાસણી માટે આવેલા.રીપોટકાડૅ જોતા તેમને ખબર પડી કે સારા ગુણ સાથે નંબર લાવતા દરેક બાળક એક નાના એવા ગામથી આવે છે.તે સાહેબો અજાણ હતા કે તે બાળકોના સારા ગુણ પાછળ પેલી એક વિધવા કેસર જે આ બાળકોનું ભવિષ્ય ઉજ્વળ કરી રહી હતી.તે કલેકટર પેલા ગામની મુલાકાત લેવા આવે છે ત્યારે તેને ખબર પડે છે, કે આ બાળકોના ઉજ્વળ ભવિષ્ય પાછળ એક સ્ત્રીનો ફાળો છે.તે કલેકટર કેસરને મળે છે ત્યારે તેને જાણ થાય છે કે, કેસર ખરેખર બાળકોના ભવિષ્યમાં એક મજબૂત પાયાનું કામ કરી રહી હતી.તેમણે એક સમારોહનું આયોજન કર્યું અને તેમાં કેસરને એવોર્ડની સાથો-સાથ અમુક રકમનું ઈનામ પણ આપ્યું. તે રકમથી કેસરે તે ગામમાં એક સરસ મજાની શાળાનું નિર્માણ કર્યું.તે ગામમાં જ નહીં  શહેરમાં પણ કેસરનું નામ જાણીતું થઈ ગયું હતું.કેસરે અભ્યાસ કરાવેલ પેલા બાળકો સારી એવી નોકરી કરતા હતા અને તે કેસરને પોતાની ગુરુ માનતા હતા.આજે કેસર એક ઉત્તમ શિક્ષિકા બની હતી.જયારે તેના પોતાના એ તેને અપમાનીત કરવા છતાં તેણે હાર ન માની જેથી આજે તે ઉત્તમ શિક્ષિકા બની. ખરેખર એક સ્ત્રીનું અસ્તિત્વ પુરુષના અસ્તિત્ત્વ સાથે જોડાયેલ હોતું નથી. કોઈ પણ દિકરી કે સ્ત્રીને આગળ વધવા કે પોતાની ઓળખાણ માટે પુરુષની જરૂર નથી તે આજે કેસરે સાબિત કર્યું હતું.કોઈ પણ સ્ત્રી પોતાનું ભવિષ્ય પોતાની મહેનત અને નિડરતાથી ઉજ્વળ કરે છે કોઈ પુરુષના સાથથી નહીં. કોઈ વિધવા બનેલી સ્ત્રીના વસ્ત્રો પરથી રંગો જાય છે. તે સફેદ રંગ ધારણ કરે છે પરંતુ એનો અર્થ એ નથી કે તે પોતાના જીવતા જાગતા શરીરને મડદું માની પોતાના અવાજને શાંત કરી દે. તે વિધવા ત્યારે બની જ્યારે તે એક પત્ની બની.                                            - પરમાર ખુશી