Back in the days - 23 in Gujarati Fiction Stories by Dhamak books and stories PDF | પાછા વળ્યા પાછલા દિવસો - 23

The Author
Featured Books
Categories
Share

પાછા વળ્યા પાછલા દિવસો - 23

એપિસોડ ૨૩: 

સંધ્યાના સમયે સુમિત શેઠ પોતાની ખૂબ જ શાનદાર અને મોટી લક્ઝરીયસ ગાડીમાં શ્રદ્ધાને બેસાડીને સીધા તેના ઘરના દરવાજા સુધી મૂકવા માટે આવે છે. ઘરના આંગણે ગાડી ઊભી રહે છે ત્યારે શ્રદ્ધા હસતા મુખે ગાડીમાંથી નીચે ઉતરે છે, અને સુમિત તેને ખૂબ જ પ્રેમથી વિદાય આપે છે. શ્રદ્ધા ખુશહાલ મન સાથે જ્યારે ઘરમાં પ્રવેશ કરે છે, ત્યારે જાનવી તેની રાહ જ જોઈ રહી હોય છે.

બંને બહેનો વચ્ચે ખૂબ જ પ્રેમભરી અને વ્હાલસોની વાતો શરૂ થાય છે. જાનવી શ્રદ્ધાના ચહેરા પરનો નિખાર જોઈને તરત જ તેના ખૂબ વખાણ કરે છે અને પૂછે છે, "વાહ શ્રદ્ધા! તારા પર આ ડ્રેસ અને આ નવો લુક ખૂબ જ સરસ અને આકર્ષક લાગી રહ્યો છે! સુમિતજીએ ખરેખર ખૂબ જ સુંદર પસંદગી કરી છે." શ્રદ્ધા શરમાઈને હસી પડે છે અને સુમિત સાથેની સાંજની રોમાન્ટિક વાતો જાનવીને વિગતવાર જણાવે છે.

વાતચીત આગળ વધતા જાનવી શ્રદ્ધાને યાદ કરાવતા કહે છે, "શ્રદ્ધા, કાલે સાંજે આપણે બધાની એક મહત્વપૂર્ણ મીટિંગ છે અને એક જગ્યાએ ભેગા થવાનું છે, એટલે તું સમયસર પાંચ વાગ્યે પહોંચી જજે."

આ સાંભળીને શ્રદ્ધા થોડું વિચારતા કહે છે, "અરે હા! મારે પણ છેલ્લા બે-ત્રણ દિવસથી સગાઈની દોડધામમાં પાર્લર પર બિલકુલ ધ્યાન નથી દેવાયું, એટલે કાલે મારે પણ પાર્લરમાં વહેલું જવું પડશે. ચાલ, હવે મોડું થઈ ગયું છે તો આપણે સમયસર સૂઈ જઈએ, જેથી સવારે વહેલા જાગી શકાય."

આટલી વાતચીત પતાવીને બંને બહેનો પોતપોતાના રૂમમાં સૂવા માટે ચાલી જાય છે, અને જતા-જતા જાનવી શ્રદ્ધાને યાદ કરાવતા કહે છે, "હા, અને ભાઈને પણ સમયસર પહોંચી જવા માટે અગાઉથી યાદ કરાવી દેજે." શ્રદ્ધા "ચોક્કસ" કહીને પોતાના રૂમમાં જાય છે.

બીજા દિવસે સવારે સૂર્યોદયની સાથે જ ઘરની અંદર હંમેશાની જેમ એક સુંદર અને દોડધામભરી દિનચર્યા શરૂ થઈ જાય છે. મમ્મી વહેલી સવારે જાગીને રસોડામાં ગરમાગરમ ચા અને નાસ્તો તૈયાર કરી દે છે. તે પરિવારના દરેક સભ્યને ખૂબ જ પ્રેમથી નાસ્તો ખવડાવે અને પીવરાવે છે. બધા નાસ્તો પતાવીને પોતપોતાના કામે લાગી જાય છે.

જાનવી પોતાના નિયત સમય મુજબ ટ્યુશન જવા માટે નીકળે છે. તે એક પછી એક એમ સળંગ ત્રણ ટ્યુશનના ક્લાસ ખૂબ જ લગનથી પૂરા કરે છે અને ત્યારબાદ પોતાના ચોથા ટ્યુશન માટે સુમિત શેઠના કાકાના ઘેર પહોંચે છે. ત્યાં તે બંને બાળકોને ખૂબ જ પ્રેમથી અને ધૈર્યપૂર્વક ભણાવવા લાગે છે. બાળકોને ભણાવીને તે તેમને લેસન આપી દે છે.

જેવું બાળકો લેસન કરવા બેસે છે, એટલે જાનવીનું ધ્યાન પહેલાની જેમ જ ફરીથી ટેબલ પર પડેલા પ્રોજેક્ટના કાગળો તરફ જાય છે. તે ટેબલની નજીક જાય છે અને જુએ છે કે ત્યાં પ્રોજેક્ટની ફાઈલની સાથે એક નાની સરસ ચિઠ્ઠી પણ મૂકેલી છે. જાનવી ઉત્સુકતાથી એ ચિઠ્ઠી હાથમાં લઈને વાંચે છે.

તે ચિઠ્ઠીમાં અંગ્રેજીમાં ખૂબ જ સુંદર અક્ષરોમાં લખેલું હોય છે:"Good homework! Thank you for this. પ્રોજેક્ટમાં જે પણ ખામીઓ કે ભૂલો હતી તે મને દર્શાવવા બદલ અને સાચો રસ્તો બતાવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર!"

આ અંગ્રેજી લખાણ વાંચીને જાનવીના ચહેરા પર એક મધુર સ્મિત રેલાઈ જાય છે. તે સમજી જાય છે કે સુમિત શેઠના કાકા તેની આ બધી બારીકાઈ અને સમજણને બરાબર ઓળખી ગયા છે. તે ચિઠ્ઠી મૂકીને બાજુમાં પડેલા નવા પ્રોજેક્ટ અને તેના કાચા નકશા પર નજર નાખે છે. તે ખૂબ જ પરફેક્ટ અને ઝીણવટપૂર્વક તે નકશાનું ઓબ્ઝર્વેશન કરે છે અને મનોમન સમજી જાય છે કે આ નકશામાં કઈ જગ્યાએ શું ખામી કે સુધારો માગી લેવાય તેમ છે. પરંતુ તે ત્યાં કશું જ બોલતી નથી કે પેપર પર કંઈ લખતી નથી. તે માત્ર પોતાના મોબાઈલ ફોનથી તે નકશાના ફોટા પાડીને પોતાની પાસે સુરક્ષિત રાખી લે છે.

સમય થતાં જાનવી બરાબર પાંચ વાગ્યે ત્યાંથી પોતાના ટ્યુશનનું કામ પતાવીને નીકળી જાય છે.

ત્યારબાદ, અગાઉથી નક્કી થયા મુજબ બધા મિત્રો—જાનવી, શ્રદ્ધા, તેમની બહેનપણીઓ અને અન્ય સભ્યો સમુદ્ર કિનારે આવેલા એક સુંદર સ્થળે ભેગા થાય છે. બધા એકબીજાને મળીને ખૂબ હસે છે, મજાક કરે છે અને વાતાવરણ એકદમ ખુશનુમા બની જાય છે. થોડીવારની હસી-મજાક પછી બધા સગાઈના ખર્ચનો હિસાબ-કિતાબ કાઢવા બેસે છે. બધા પોતપોતાના તરફથી થયેલા ખર્ચનો હિસાબ આપે છે. જાનવી પણ પોતાની પાસે રહેલો કાચો હિસાબ બધાની સામે મૂકે છે.

બધા હિસાબો જોયા પછી મનોજ હસીને કહે છે, "ચલો, લગભગ બધો જ હિસાબ ફાઇનલ થઈ ગયો છે અને કુલ ટોટલ પણ આવી ગયું છે. એક કામ કરો, આ બધા હિસાબના કાગળો અને નોટ્સ મને આપી દો. મારી પાસે જીમમાં ઝેરોક્સ મશીન અને પ્રિન્ટર છે, તો હું ત્યાં જઈને આના એકદમ વ્યવસ્થિત અને સુંદર કાગળો કાઢીને સરસ ફાઈલ તૈયાર કરી દઈશ. કાલે સવારે હું આ ફાઈલ શ્રદ્ધાને આપી દઈશ, એટલે તું શ્રદ્ધા સીધી જઈને સુમિત શેઠને સોંપી દેજે." શ્રદ્ધા માથું હલાવીને સ્વીકારે છે. (આ દરમિયાન મનોજ ગુપચુપ નજરોથી જાનવીને જોતો હોય છે, પરંતુ જાનવી આ રોમાન્ટિક અજાણ્યા આકર્ષણથી તદ્દન અજ્ઞાત અને બેખબર હોય છે.)

ત્યારબાદ જાનવીની બહેનપણી ઉત્સાહથી વાત આગળ વધારતા કહે છે, "અરે! મારી એક વાત સાંભળો. મારા પપ્પા લગ્નના પ્રસંગોમાં અને પાર્ટીઓમાં ડેકોરેશનનું મોટું કામ સંભાળે છે. હાલમાં જ તેમને એક મોટો ઓર્ડર મળ્યો છે, જેમાં જો જાનવીનો ભાઈ કેટરિંગનો ઓર્ડર સારી રીતે સંભાળી શકતો હોય, તો હું તે કેટરિંગનું કામ જાનવીના ભાઈને અપાવવા માંગું છું. પણ હા, કામમાં કોઈ જ ભૂલ ન થવી જોઈએ હોં કે!"

આ સાંભળીને જાનવીનો ભાઈ ત્યાં જ હાજર હોય છે અને ઉત્સાહમાં તરત જ બોલી ઉઠે છે, "અરે વાહ! હું આ કામ કરવા માટે પૂરેપૂરો તૈયાર છું, જરૂર કરીશ! પણ એક વાત છે... હું એકલો આટલો મોટો કેટરિંગનો ઓર્ડર કેમ સંભાળી શકીશ? મને થોડીક બીક પણ લાગે છે કે કોઈ ભૂલ ન થઈ જાય!"

જાનવીનો ભાઈ આગળ કહે છે, "જો મને કોઈ આમાં થોડી મદદ કરે, તો હું આરામથી બધું જ સંભાળી લઈશ."

ત્યારે જાનવીની બહેનપણી મસ્તીના અંદાજમાં કહે છે, "સારું, આ પહેલી જ વાર છે એટલે આ વખતે હું તારી કેટરિંગના કામમાં પૂરી મદદ કરીશ, પણ પછી આગળથી તારે તારી જાતે જ બધું સંભાળવું પડશે!"

જાનવી પણ પોતાના ભાઈને હસતા-હસતા વ્હાલથી પ્રોત્સાહન આપતા કહે છે, "હા ભાઈ, તું ચિંતા ન કર, હું પણ તારી સાથે રહીને કેટરિંગના કામમાં પૂરી મદદ કરીશ."

ભાઈ થોડો રાજી થઈને બોલે છે, "બસ, પછી કોઈ જ પ્રોબ્લેમ નથી! મને આ ફિલ્ડનો થોડો ઘણો અનુભવ તો છે જ, એટલે બસ તમારો સાથ જોઈશે!" આમ કરીને બધા આ પ્રસ્તાવ માટે તરત જ માની જાય છે.

વાતચીતના અંતે જાનવીની બહેનપણી પેટ પકડીને હસતા-હસતા કહે છે, "અરે યાર! આ બધી વાતો અને હિસાબ-કિતાબમાં સાંજ પડી ગઈ છે અને મને ભયંકર ભૂખ લાગી છે! કેટલા બધા કામની વાતો કરો છો તમે લોકો!"

તેની આ રમુજી વાત સાંભળીને બધા લોકો ખડખડાટ હસી પડે છે અને એકાએક બોલી ઉઠે છે, "હા યાર, ભૂખ તો અમને પણ જોરદાર લાગી છે! ચાલો ચાલો, જલ્દીથી કંઈક ખાવાનું મંગાવો!"

ત્યારબાદ બધા મનપસંદ નાસ્તો અને કોફી માણીને પોતપોતાના ઘર તરફ જવા માટે છૂટા પડે છે.

જાનવી અને શ્રદ્ધા પોતાની બહેનપણીઓ સાથે ઘર તરફ રવાના થવાની તૈયારી કરે છે, ત્યારે જાનવીની બહેનપણી કહે છે, "મારે આજે સાંજે સગાઈના નવા ડ્રેસની ફાઇનલ ટ્રાયલ માટે બુટીકમાં જવાનું છે, એટલે કપડાં પરફેક્ટ આવ્યા છે કે નહીં તે ચકાસવા માટે મારે જલ્દી નીકળવું પડશે." મનોજ પોતાની ગાડી લઈને ત્યાં ઊભો હોય છે અને પ્રેમથી કહે છે, "ચાલો, મારી પાસે ગાડી છે તો હું તમને બંનેને ઘર સુધી ડ્રોપ કરી દઉં છું." જાનવી થોડા સંકોચ સાથે ના પાડે છે, પરંતુ શ્રદ્ધા તરત જ કહે છે, "અરે જાનવી, ના પાડવાની શી જરૂર છે? બેસી જા ગાડીમાં, જલ્દી ઘેર પહોંચી જઈશું!"

ઘરે પહોંચ્યા પછી શ્રદ્ધા સીધી પોતાના રૂમમાં જતી રહે છે, અને જાનવી પણ પોતાના રૂમમાં જઈને ફ્રેશ થઈને કપડાં ચેન્જ કરી લે છે. કપડાં બદલ્યા પછી તે પોતાની બેગમાંથી ડાયરી બહાર કાઢવા જાય છે, ત્યારે અચાનક તેનું ધ્યાન આજે સુમિત શેઠના કાકાના ઘરે જોયેલા પ્રોજેક્ટ અને તેના પ્લાનના ફોટાઓ તરફ જાય છે. તે મનોમન વિચારે છે, "લાવ, હું આ પ્લાનને બરાબર ડીટેલમાં સ્ટડી કરી લઉં અને જોઉં કે આમાં કઈ કઈ જગ્યાએ ખામીઓ કે સુધારા કરવાની જરૂર છે."

આવું વિચારીને તે તે પ્લાનનું ઊંડાણપૂર્વક નિરીક્ષણ કરવા બેસી જાય છે. જેમ જેમ તે નિરાતે જુએ છે, તેમ તેમ તેને ખબર પડે છે કે આ પ્લાનમાં બે-ત્રણ જગ્યાએ મહત્વના ફેરફાર કરવાની ખૂબ જ જરૂર છે. જો તેમાં પોતાનું પણ થોડુંક સચોટ મંતવ્ય અને નવું આઈડિયા એડ કરવામાં આવે, તો એકદમ અદભુત અને સુંદર મજાનો પ્લાન તૈયાર થઈ શકે તેમ છે. તે થોડી ક્ષણો માટે ગંભીરતાથી વિચારે છે અને પછી પોતાના ટેબલનું ખાનું ખોલીને તેમાંથી મોટી વાઈટ પેપર શીટ બહાર કાઢે છે અને તેને ટેબલ પર બરાબર ગોઠવે છે.

તે પોતાના વિચારોને વાસ્તવિક સ્વરૂપ આપવા માટે કલમ અને સ્કેલ લઈને સરસ મજાનો નવો પ્લાન બનાવવા લાગી જાય છે. તે પ્લાન એટલો બધો સુંદર અને પ્રોફેશનલ તૈયાર થાય છે કે થોડીવાર માટે તો જાનવીને પોતાના જ વિચારો અને કલા પર શંકા થવા લાગે છે કે, "શું ખરેખર આટલો સુંદર અને પરફેક્ટ પ્લાન હું જાતે બનાવી શકી છું?"

જાનવી પાલાન સાથે એક આખી વિગતવાર નોટ તૈયાર કરે છે. અને બધું વ્યવસ્થિત પાછું ફોલ્ડર બનાવી અને મૂકી દે છે.

રાત્રે ઘણો સમય થઈ ગયો હોય છે અને કલાકારીગરી પૂરી થતાં મોડું થઈ જાય છે, એટલે જાનવી પણ પોતાના બેડ પર જઈને ગાઢ નિદ્રામાં સૂઈ જાય છે.

બીજા દિવસે સવારના સૂર્યોદય સાથે જ જીવનની નવી સવાર પડે છે અને નવો ઉત્સાહ જાગે છે.

ક્રમશ.........