prutha in Gujarati Moral Stories by Purvi Shukla books and stories PDF | પૃથા - 6

Featured Books
  • സുഗന്ധം നഷ്ടപ്പെട്ട മന്ദാരം

    സുഗന്ധം നഷ്ടപ്പെട്ട മന്ദാരംതൂവെള്ള ദളങ്ങളുമായിപുലരിയിൽ വിരിയ...

  • ഞാറ്

    ### ഞാറ്ഒരു ഗ്രാമത്തിന്റെ പ്രതീക്ഷയും ഒരു മനുഷ്യന്റെ ജീവിതവ...

  • അകലം

    നിതിന്റെ ജീവിതത്തിൽ നിരഞ്ജന വന്നത് അവൻ ഒരിക്കലും പ്രതീക്ഷിക്...

  • ദല്ലാൾ

    പണം മനുഷ്യബന്ധങ്ങളെക്കാൾ വലുതാകുമ്പോൾ…മലപ്പുറത്തെ ഒരു ചെറിയ...

  • പെരിയാറിന്റെ മറഞ്ഞ നിധി - 2

    പെരിയാറിന്റെ മറഞ്ഞ നിധിഭാഗം 2 — രണ്ടാമത്തെ വാതിൽഅധ്യായം 10 —...

Categories
Share

પૃથા - 6

પ્રકરણ -6
 જાંબુના જલસા 
➖➖➖➖➖➖➖

બધ્યું હાહાહા હીહીહીહી કરતી હાથમાં લાકડીયું લઈને પેલી કાળી માટીના ટીમ્બાની પાછળની ટેકરીઓ પાસે ઉગેલું જાંબુના ઉંચા ઝાડ પાસે હડિયુ કાઢતીક રીતસર દોડી 
પૃથાય ધીમે ધીમે હરખાતી ઉપડી બધીની પાછળ દોડવા જાય તોય ધીમી પડે એટલે
*બધીઓ* એને હાલ જલ્દી કર્યા કરે પણ એ તો બિચારી દોડી જ઼ ન શકે
*પૃથા પાછળ ઘસડાતી*"એય ધીરા હાલો જાબુડી ક્યા ભાગી જવાની છૅ.

 એક ઉંચી જાંબુડી પાસે આવી સૌ ઉભી હાલો આય ઘણાં પાકા જાંબુ છે, પણ બધા ઉપર છેક છૅ 
*એક બોલી* 
"જૉ લાકડીએ ખાંખરીએ તો તૂટી જાય રસ વગરના થાય,એટલે થોડાં ઉપર ચડો હાથથી તોડવા અને નીચે ફેંકો બીજાં આં ઓઢણીઓમાં ઝીલીએ" 
*માયા* "હા પૃથાને ઉપર ના ચડાવતા, એ નહિ ચડી શકે "

 *પ્રિતી* "પૃથાને ઝીલવા આપજો એ વેવલી ઝાડ પર ના ચડે તૉ જ઼ સારુ વાગશે તોં આપણુંય કાયમનું આમ આવવાનું બન્ધ થશે.
*પૃથા*"અલી ઍમ કાઈ નૉ થાય મને આવડે છૅ ચડતા જોવું છૅ જૂઓ કહેતીક ઝાડ 
પર ચડવા ગઇ તરતજ 
ઓં માં.... કરતી પાછી પડી 
*માયા* કાં બહું કેતીતી નેં 
*પૃથા*"અલ્યા કીડીઓ ના હોત તૉ ચડી જાત 
(માયાએ જઈને જોયું જાંબુ ખાવા કીડીઓની લાઈન હતી

 એટલે એ જોઈને 
*બિંદુ* "આં કીડીઓને કેમ કાઢવી?"
 *માયા* " એ ભામટી કાંઈ મઁત્ર બઁત્ર આવડતા હોય તો બોલને પૂરથુડી.
*પૃથા મજાક કરતીક*"ૐ કિડ્યે નમઃ " બોલવા માંડી ઘણીવાર બોલ્યા એટલે સાંભળી બધી હસવા લાગી *બોલી* અમે તો મજાક કરતા'તા તું તૉ સાચું 
*પૃથા* તે હુંય મજાકજ... ઍમ કંઈ કીડીઓ ના જાય આપણે અહીંથી જવુ પડે
કીડીએ જાંબુની ખાવાની મજા બગાડી એટલે
 જાંબુ તોડવાનું ટાળી વાતે વળગ્યા આજુબાજુ નજર ફેરવી દૂર જમરૂખની વાડી હતી ત્યાં ગયા ત્યાં જઈને માળી કાકાને પૂછીને જમરૂખ તોડીને ખાતા બેઠાં મઁડ્યા બિજી વાતો કરવા લાગ્યા 



 *રેખલી* " બસ આવતા વર્ષથી આ રખડપટ્ટી બન્ધ થશે બસ હીંચકે જ રમવા જવાશે, કદાચ એય ના મળે બાબુરાવ સાહેબ બહુ કડક છૅ 
મોડા છોડે, છૂટતા તો રાત પાડી દે, 
*પ્રિતી*"કેમ આવતા વર્ષે શું છૅ?
*રેખા*"પાંચમાં ધોરણથી બાબુરાવ સાહેબને ત્યાં સાંજે 6વાગે અંગ્રેજીના ટ્યુશનમાં જવાનું નેં 
*સરલા*"હા હજુ5.30એ નિશાળેથી આવીએ કે તરતજ 

*પૃથા* -"અને ટ્યુશનથી છૂટીએ તૉ રાત પડી જાય યાર રાતે તો હું રમવા ના આવું 
તમ બધાં રમજો "

 *રેખલી*-"અલી હવૅ નવરાત્રી આવે ત્યારેય તને નહીં આવવા દે કે?
*પૃથા* -"ના ત્યારે તો ના ન પાડે પપ્પા સાથે હોય નેં તબલા વગાડવામાં 
 ગામની નવરાત્રીમાં પૃથાના પપ્પા તબલા વગાડતા હતા એટલે એ ચિંતા નહીં, "

બસ દિવસો ફટાફટ ભાગ્યા નવરાત્રીના આંગળીના વેઢે ગણાય એટલા દિવસો બાકી હતા એટલે ચોરે બેસીને બધી છોકરીઓ વાતૉ કરતીતી 
*પૃથા*આં વર્ષે પણ  ગયા વર્ષની જેમ સ્પર્ધા હશેને 
માયા " લખમણ કાકા જૉ વાજુ વગાડવા આવશે તો થશે ગામની નવરાત્રીમાં ભવાનીપુરથી લખમણ ભાઇ સ્પેશલ વાજુ વગાડવા આવતા અને એમને  લીધે જ ગામમાં પણ ભવાનીપુર જેવી નવરાત્રીની સ્પર્ધાઓ શરૂ થઈ હતી, લખમણ કાકા અને પૃથાના પપ્પાની જોડી હતી નવરાત્રીમાં બન્ને વગર નવરાત્રીની મજા  ના આવે 
પૃથાના પપ્પાની આં સેવાને લીધે તેને પણ માન મળતું હતુ અને રાતે પણ રખડવા મળતું

અલગ અલગ પ્રકારની દર વર્ષે નવરાત્રીમાં સ્પર્ધા થતી 
 બેસ્ટ ગરબા કવિન  બહેનો 
 બેસ્ટ ગરબા કિંગ  ભાઈઓ 
 બેસ્ટ ડ્રેસ અપ 
 બેસ્ટ ખેલૈયા 
દરેક સ્પર્ધા અલગ અલગ ઉંમરના લોકોનો અલગ વિભાગ 
વિધાર્થીઓ,
 મોટાં ભાઈઓ 
 મોટાં બહેનો 
 બાળકો 
આમાં વિજેતા બનનાર ને અલગ અલગ પુરસ્કાર મળતા  દ્વિતીય તૃતીયને ને રોકડ તથા  પ્રથમને ટ્રોફી મળતી 
*બિંદુ*"અલ્યા કાલથી ટ્યુશનથી આવીને સીધા ગરબા ગ્રાઉન્ડ પર સફાઈ કરવી પડશે નેં પાણી છાંટવાનું, તોરણ બનાવવાના લાઈટો નાખવાની વગેરે દર વર્ષની જેમ અગાઉથી ચાલુ કરશું તો નવરાત્રીએ ગ્રાઉન્ડ તૈયાર થશે"

 વધુઆવતા પ્રકરણે....


ગરબા ગ્રાઉન્ડની સફાઈમાં પૃથા શુ કામ કરશે?
કમેન્ટમાં જણાવો.....