Chuupayela Mohra in Gujarati Fiction Stories by yeash shah books and stories PDF | છુપાયેલા મોહરા ભાગ:૧૨

Featured Books
Categories
Share

છુપાયેલા મોહરા ભાગ:૧૨

૧૦૫ ,સરસવન ફ્લેટ્સ..

( સાવન પોતાની ઓફિસે જવા નીકળે છે...)

સોનાલી : ઇસ્પેક્ટર રાઠોડ.. રાજવી અને સાવિ ની  હત્યા ના કેસ માં કોઈ અપડેટ્સ?

રાઠોડ : રાજવી ની બહેન સાજી અને તેના પિતા રાઘવદાસે ઝેરી કેન્ડી રાજવીને આપી હતી.. રાજવી એ નિર્દોષ રીતે પોતે પણ ખાધી અને સાવિ ને પણ આપી... અને આ દુઃખદ ઘટના ઘટી છે... પણ વધુ આશ્ચર્ય જનક વાત એ છે કે શાંતિલાલ પણ આમાં સામેલ હતા.. તેમ જ હવે સાજી, રાઘવદાસ અને શાંતિલાલ ત્રણેય મૃત્યુ પામ્યા છે.. એટલે આ આખી ઘટના નો માસ્ટર માઇન્ડ કોઈ બીજો જ વ્યક્તિ છે...

સોનાલી : શાંતિલાલ શાહ..!! એને મારી દીકરી સાથે શું લેવા દેવા?

રાઠોડ : એને તમારી દીકરી સાથે નહીં.. પરંતુ "સાજી" સાથે લેવા દેવા હતા.. "સાજી" અને "શાંતિલાલ" ના આડા સંબંધો હતા... 

સોનાલી : ઓહ.. વોટ..?

રાઠોડ : હજી પણ એક વાત છે..

સોનાલી : શું?

રાઠોડ : શાંતિલાલ, મયંક પટેલ અને મોહના ની જાસૂસી કરતા હતા.. અને આમ કરવાના પૈસા એમણે સર્વસ્વદાસ પટેલ આપતા હતા.. શાંતિલાલ ના જાસૂસી કાંડ માં સાજી અને રાઘવદાસ ભાગીદાર હતા..

સોનાલી : તો શું સર્વસ્વદાસ માસ્ટર માઇન્ડ છે..? પણ એ તો બહુ જ સજ્જન....

રાઠોડ : ના, સર્વસ્વદાસ પટેલ શેઠ.. તો "મોહના" થી મયંક પટેલ ને બચાવવા માટે આ કામ કરતા હતા.. "મોહના" પણ બ્લેક મેઈલિંગ રેકેટ નો એક ભાગ છે..

મલ્લિકા : સોરી ટુ ઇન્ટરપ્ટ યુ સર, મારી દિલ્હી ઓફિસ માં સાવન ભાઈ ના કેસ વિશે વાત થઈ ગઈ છે.. દિલ્હી થી 
તત્કાલિક એક ટીમ અહીંયા આવે છે..  
     
રાઠોડ : વિનુ.. જેવી દિલ્હી થી ટીમ આવે તો તમે સાથે રહેજો.. સાવન ભાઈ ના કોલ સેન્ટર પર લઈ જજો...સવનભાઈ ને પણ મદદ કરજો..

વિનુ : જી સર..

સોનાલી : સર.. તો તમે મયંક પટેલ ને આ વિશે જણાવતા કેમ નથી?

રાઠોડ : આજ કાલ મયંક પટેલ મોહના ના ફ્લેટ પર જ હોય છે,  અમે જ્યારે પણ મયંક પાસે જઈએ છીએ.. મોહના સાથે જ હોય છે... એનો ફોન પણ એ જ ઉપાડે છે... અમે રાહ જોઈએ છીએ.. કે મોહના થોડે દૂર જાય.. અથવા મયંક અહીંયા ૧૦૪ માં આવે..  અમારા માણસો મોહના ના ફ્લેટ ની આજુ બાજુ જ છે.. તમે પણ સતર્ક રહેજો.. જેવો મયંક આવે, તમે મને અથવા મલ્લિકા ને ફોન કરજો..
---------

A120,સિલ્વર ફ્રન્ટ ફ્લેટ્સ

(મોહના નું ઘર)
       મયંક સિગારેટ પી રહ્યો છે.. મોહના એના ખોળા માં બેસી દારુ પી રહી છે... અને તેને પણ દારૂ ના ઘૂંટ પીવડાવી રહી છે.....
અચાનક મયંક ના મોબાઈલ પર મેસેજ આવે છે... અને દારૂ નો પીધેલો ઘૂંટ એ બહાર કાઢી દે છે...
( મમ્મી : સીમા કાલે.. ત્યાં આવી જશે.. સવારે ૧૧ વાગ્યે એરપોર્ટ થી પિક અપ કરી લેજે..)

મોહના (મયંક ના ખોળા માંથી ઊભી થતા થતા બોલે છે... ): (ગાળ)... (ગાળ)... પૂરા કપડા ખરાબ કરી દીધા....  (ગાળ)

મયંક : (ગાળ).... સીમા કાલે આવે છે... મારે ફટાફટ અહીંથી નીકળવું પડશે..... મારે સરસવન માંથી તારો સામાન ફેંકવો પડશે.. એ જો ફ્લેટ પર આવી તો?...

મોહના : (ગાળ).... મયંક , તું મારો સામાન ફેંકીશ... (ગાળ)... હું તને નહી છોડુ... તારે મારી સાથે આજની રાત સૂવું જ પડશે.... હું તને એવું લવ બાઈટ આપીશ કે કોઈ પણ છોકરી તારી સામે જોવાથી જ જાણી જશે.. કે તારું લફરું છે...

મયંક : (ગાળ)... (ગાળ)...મોહના...
(ફ્લેટ માંથી બહાર ભાગે છે... લિફ્ટ માં ઘૂસી જાય છે..)

        (મોહના એની પાછળ દોડે છે, પણ લિફ્ટ માં ઘૂસી શકતી નથી... એ લિફ્ટ ના ફરી ઉપર આવવા ની રાહ જુએ છે.. લિફ્ટ પાછી આવે છે.. લિફ્ટ નો દરવાજો ખુલે છે.. પણ અંદર જતા જ મોહના ના પગ થંભી જાય છે... એના મોંમાં થી શબ્દ નીકળે છે" વી.... વિવેક.. પાલખી...."વિવેક તેને ઉચકી ને ફ્લેટ ની અંદર લઈ જાય છે... અને સોફા પર બેસાડી દે છે...ફ્લેટ નો દરવાજો બંધ કરે છે..)

વિવેક : વિવેક પાલખીવાળા... ઈઝ હીયર...  મેડમ મોહના... આપ કા પુરાના સાથી... આશિક ..  હમસફર...

(મોહના ઊભી થાય છે.. વિવેક ને મારવા હાથ ઉપાડે છે.. દોડે છે એની સામે...વિવેક એનો હાથ પકડી લે છે.. અને તેનો હાથ ઊંધો વાળી દે છે..)

વિવેક  : તને શું કીધું હતું? યાદ છે ને...?આ ધંધા માં તારી ગુરુ નો હું ગુરુ છું... ચુપ ચાપ શાંતિ થી બેસ... એક એવો સોદો છે જેમાં પૂરા ૫૦ કરોડ મળશે.. તને.. સમજી.. અને જો મને હાથ પણ અડાડીશ તો હમણાં જ તારું ગળું દબાવી દઈશ.. પછી તને મળશે ફ્કત.. ઠાઠડી... (ગાળ).. (ગાળ).. (ગાળ)..

(વધુ આવતા અંકે)...