Survival - 18 in Gujarati Thriller by Falguni Dost books and stories PDF | અસ્તિત્વ - 18

Featured Books
Categories
Share

અસ્તિત્વ - 18

આસ્થા અને અનુરાધા ધીરે ધીરે મંદિરના મુખ્ય ગૃહ તરફ આગળ વધી રહ્યા હતા. આસપાસ રહેલ લોકો માની ધૂનનો જયકાર બોલાવી સમગ્ર વાતાવરણને વધુ ભક્તિમય કરી રહ્યા હતા. થોડે થોડે અંતરે મોટા કૂલર અને પીવાના પાણીની સુવિધા પણ ત્યાં ઉપસ્થિત લોકો માટે હતી. એક જગ્યાએ મોટી સ્ક્રીનનું ટીવી એ રીતે ગોઠવ્યું હતું કે મુખ્ય મંદિરમાં થતી પૂજા મંદિર સુધી પહોચતા લોકો જોઈ શકાય. એ સ્ક્રીનમાં આસ્થા માના દર્શન કરી રહી હતી. અચાનક એનું ધ્યાન ત્યાં મા પાસે રહેલ એક ભાઈ પર પડ્યું. આસ્થા એને જોઈ અને એકદમ ભાવવિભોર થવા લાગી. એ ભાઈ એનો કોઈ પરિચિત વ્યક્તિ હોય એવુ આસ્થાને લાગી રહ્યું. પણ શું કહે ક્યાં નામથી બોલાવે એ વિચારમાં જ એ ભાઈ સ્ક્રીન પરથી દૂર થઈ ગયા. 

આસ્થા એ તુરંત અનુરાધાને કહ્યું, "મમ્મી એ ભાઈ ને તમે જોયા?"

"કોણ બેટા?"

"અરે હમણાં જે સ્ક્રીન પર હતા એ!

"અરે બેટા!! મને સ્ક્રીન પર ઘણા લોકો દેખાય રહ્યા છે તે કોને જોયું એ કેમ સમજાય! શું પહેર્યું હતું? 

"સફેદ શર્ટ અને કાર્બન બ્લેક જીન્સ"

"ના, બેટા મને ધ્યાન નથી. પણ બેટા.. કેમ એમ પૂછે છે??

"મમ્મી કઈ સરખું યાદ આવતું નથી. પણ એ ભાઈ કંઈક પરિચિત લાગ્યા! કંઈક એવું લાગ્યું કે જેથી મનમાં થાય કે એ ભાઈને હું ઓળખું છું.

અનુરાધા અને આસ્થા બંનેને એ મુખ્ય દ્વાર તરફ પહોચવાની હવે વધુ ઉતાવળ હતી. કદાચ એ ભાઈ ક્યાંક ફરી દેખાય જાય!! ત્યાં મંદિર સુધી પહોંચીને આસપાસ બધે જોયું પણ કોઈ એવું આસ્થાની નજરે આવ્યું નહી જે એને કંઈક પરિચિત હોવાનો સંદેહ આપી રહ્યું હોય!!

આસ્થાએ માતાજીના દર્શન કર્યા. એ દર્શન કરી રહી હતી અને એની આંખમાંથી આંસુની ધાર સરી રહી હતી. મનોમન માને પ્રાર્થના કરતી હતી. માતાજી પાસે પોતાની જૂની યાદ શક્તિ ફરી એ માંગી રહી હતી. આસ્થાની આંખ માની આંખમાં એક જ નજરે સ્થિર હતી, મન અત્યંત વ્યાકુળ હતું. જે અહેસાસ અહીંના પટાંગણમાં એને થઈ રહ્યો હતો એ અહેસાસ મનમાં અજંપો અર્પી રહ્યો હતો. અધૂરો અહેસાસ, ધૂંધળી યાદ અને એમાં મનમાં સતત આવતો વિચાર કે એ ભાઈ કોણ??? આસ્થા માને મૌન રહી પ્રાર્થના કરતી હતી બસ એ જ સમયે માતાજીની મહેર એના પર થઈ અને ત્યાં કોઈએ અનિમેષ નામની બૂમ પાડી!

આસ્થાના કાને ફરી આ શબ્દો અથડાયા! એક જોરદાર કરંટ લાગ્યો હોય એમ આસ્થા અનિમેષ નામ સાંભળી ચોંકી! એના શ્વાસોશ્વાસ એકદમ વધી ગયા. મગજની નસ તાણ અનુભવી રહી હતી. એના ચહેરા પર પરસેવાની બુંદ છવાઈ ગઈ. 

અનુરાધાએ એને પૂછ્યું, "શું થયું બેટા? તને કઈ થાય છે? પાણી પીવું છે બેટા?"

પણ આસ્થા... એ ક્યાં વાસ્તવિક ક્ષણમાં હતી!! એ એના ભૂતકાળમાં ખેચાઇ ચૂકી હતી.


**********************************


"રાધિકા... તું જા ભાગ મારી બેન જા તું!! તું જતી રહે બેન.. આ લોકો તને નહી છોડે.. મહેરબાની કરી જતી રહે બેન. મને કઈ જ નહી થાય!!"

"અરે અનિમેષ! તને છોડી ને હું કેમ જતી રહું?? તારા વગર મારું આ જીવનમાં કોણ છે?? ભાઈ જશું તો બંને સાથે જ જશું!!"

"અરે રાધિકા.. આ સમય દલીલનો નથી. તું સમજ બેન.. આ લોકો ખૂબ ખરાબ લોકો છે એ મારો બધો ગુસ્સો તારા પર ઉતારશે! તને કલ્પના પણ નથી બેન.. આ દુનિયા તે જોઈ નથી. મારે આ લોકોના રોજના પનારા હું અહીંથી મોકો જોઈ છટકી જઈશ. તું એક વાર આ લોકોના હાથમાં આવી તો નહી બચી શકે! જા બેન જા!"

અનિમેષ ને પગમાં ખૂબ ઈજા થયેલી હતી, એ પોતાની નાની બહેન રાધિકાને એ જગ્યાથી ભાગી જવા કઈ રહ્યો હતો પણ રાધિકા એના ભાઈને કોઈ પણ સ્થિતિમાં એકલો મૂકી જવા ઇચ્છતી નહોતી. રાધિકા IPS અધિકારી અનિમેષ રાઠોડની બેન હતી, એ પરિસ્થિતિથી ભાગીને જતી રહે એ ક્યાં શકય જ હતું??!!

રાધિકા પોતાના ભાઈને કાર નીચેથી બહાર કાઢવા પ્રયાસ કરી રહી હતી. ભાઈને અસહ્ય દુખાવો અને અનેક જગ્યાએ ઈજા થયેલ હતી. ભાઈને કાર નીચેથી દટાયેલ અવસ્થા માંથી બહાર કાઢે એ પહેલાં જ જેમણે અનિમેષનું એક્સીડન્ટ કરાવ્યું હતું એ લોકો ત્યાં આવી જ પહોંચ્યા. 

બ્લેક મર્સિડિઝ પૂર ઝડપે આવી અને ત્યાં ઊભી રહી. કારમાં ખૂબ જોર જોરથી મ્યુઝિક વાગી રહ્યું હતું. છ સાત છોકરાઓ જે ગુંડા જેવા દેખાય રહ્યા એ કારમાંથી અટ્ટહાસ્ય કરતા ઊતર્યા. 

અનિમેષને ઉદ્દેશીને એ લોકો બોલ્યા, "ફ્કત પાંચ જ દિવસમાં તને તારી ઔકાત દેખાડી દીધી ને!! કહ્યું હતું કે અમારા કામમાં આડો ન આવજે, પણ તને સમજાણું જ નહી!! હવે તું તારા મૃત્યુની રાહ જો અને અમે તારા મૃત્યુનું અગાઉથી જશ્ન તારી જ બેન સાથે મનાવશું!"

રાધિકાને ઢીંગલીની જેમ ખંભે બળજબરીથી એક ગુંડાએ ઉપાડી! અનિમેષ કળગળતો રહ્યો, માફી માંગતો રહ્યો અને એ લોકો રાધિકાને ઉપાડીને કારમાં ખેંચી ગયા. રાધિકા અનિમેષ નામની ચીખો પાડતી રહી અને કાર અનિમેષની આંખ સામેથી ઓઝલ થઈ ગઈ.


**********************************


"અનિમેષ" નામની જોરથી બૂમ આસ્થાએ પાડી! પોતાના મોઢા પર હાથ મૂકી આસ્થાએ એનો ચહેરો ઢાંકી દીધો હતો. ખૂબ ગભરાયેલ હતી. બધાથી બચવા જાણે ઝઝૂમી રહી હોય એમ તરફડીયા મારી રહી હતી. આસપાસના લોકો એને જોઈને અચરજમાં પડી ગયા હતા. અનુરાધા આસ્થાને ઝંઝોળી અને પોતાની પાસે એ સલામત છે એવું આશ્વાસન આપી રહી હતી. 

આસ્થા આ સ્થિતિ સાથે ખુદનું સંતુલન જાળવવા અસમર્થ હતી. એને આસ્થા શબ્દ હવે અજાણ્યો લાગી રહ્યો હતો! અનુરાધાનો ચહેરો જોઈ એ ભૂતકાળ અને વર્તમાનકાળ બંનેને એક જ ક્ષણે એકસાથે અનુભવી રહી હતી. એ કઈ સમજી શકે એ પહેલાં જ એ બેશુદ્ધ થઈને પડી જ જાત, જો અનુરાધાએ એની બાહોમાં એને સાચવી ન લીધી હોત!

અનુરાધાએ આસ્થાને શાંતિથી એ સ્થળેથી દૂર હટાવી અને એક ઇન્જેક્શન એને આપ્યું. ત્યારબાદ એ માતાજીને મનોમન નમન કરી આસ્થાની માનસિક સ્થિતિથી બિલકુલ અજાણ આસ્થાને પોતાના ફાર્મહાઉસ પર લઈ ગઈ.


**********************************


આ તરફ અનિમેષ માતાજીને પ્રાર્થના કરી બહાર નીકળી ગયો હતો. એના મનમાં પોતાની બહેન માટેના પારાવાર વિચાર ચાલી રહ્યા હતા. બહેન ક્યાં હશે? કેમ હશે? નરાધમ લોકોએ એની કેવી હાલત કરી હશે એ વિચારથી એના મગજની નસ ફાટ ફાટ થઈ રહી હતી. પોતે અન્ય બહેન દીકરીઓની હંમેશા રક્ષા કરતો પણ પોતાની બહેનની રક્ષા કરવાની અણીએ જ લાચાર હતો એ દર્દ આટલા સમય બાદ પણ એને અત્યંત થઈ રહ્યું હતું. બહેન જીવિત તો હશે એ તો એને ખ્યાલ હતો જ પણ એના વિશે કોઈ જ માહિતી હજુ સુધી એને મળી નહોતી. વળી ન્યૂઝપેપર માં જો એના ફોટા સાથે જાહેરાત થાય તો બાબુભાઈના માણસો ફરી બેનને મ્યાનમાં રાખી પોતાને ચપટીમાં લે એ પૂરી ખાતરી અનિમેષને હતી. એ ખૂબ ધીરજ રાખી શાંતિથી આગળ વધી રહ્યો હતો. 

આજે કદાચ બહેન પણ અહીં ભાદરવી પૂનમના દર્શન કરવા આવે અને એની કંઈક ભાળ મળે એ આશ્રયથી પોતે અહીં અંબા માઁના દર્શને આવ્યો હતો. પોતાના મમ્મી પપ્પા જ્યારે હયાત હતા ત્યારે અચૂક બધા ભાદરવી પૂનમના દિવસે માના દર્શન કરવા આવતા. મારી 

ધારાવાહીક "અસ્તિત્વ" ની સફરમાં જોડાવા બદલ વાચક મિત્રોનો દિલથી આભાર. આપના પ્રતિભાવો મને લખવા માટે ખૂબ પ્રોત્સાહીત કરે છે, ધારાવાહિકને અનુરૂપ પ્રતિભાવ જણાવશો. ફરી મળીશું નવા પ્રકરણમાં. જય શ્રી રાધેકૃષ્ણ.🙏🏻