ક્રાઈમ બ્રાન્ચ ઓફિસ
---------------------
(વિવેક અને મોહના ને પકડ્યા ના ૨ દિવસ પછી....)
મલ્લિકા : રાઠોડ સર, જે બે દિવસ થી મને ફોન કરીને ધમકી આપી રહ્યો હતો એ વ્યક્તિ આ છે... ( વ્યક્તિ નો કોલર પકડી ને રાઠોડ સામે લાવે છે...)
રાઠોડ : "સુરેશ"... તું?..
મલ્લિકા : હા, રાજવી નો નિર્દોષ પતિ સુરેશ... ઉમેદ સરે ખાલી એક ફટકો માર્યો બધું પોપટ ની જેમ બોલવા લાગ્યો...
રાઠોડ : શું કહ્યું?
મલ્લિકા : "જયસુખ શેઠે" આને " મોહના ની પાછળ લગાવ્યો હતો..." એ દિવસે સવારે.. એરપોર્ટ પર મોહના ને કસ્ટડી માં લીધી ત્યારથી એ અને એનો શેઠ અલગ અલગ નંબર થી અવાજ બદલી બદલી ને ધમકી આપે છે... "
રાઠોડ : કેમ એય.. તું અને જયસુખ શેઠ કઈ રીતે આ કાંડ માં જોડાયેલા છો?
સુરેશ : સાહેબ, મને તો જે શેઠ કહે એ કરું છું... મને આ મેડમ નો પીછો કરવાનું કહ્યું હતું... એટલે કર્યો... અને પછી પોલીસ ને ધમકાવા નું કહ્યું તે પાછળ પડી ને ધમકાવતો હતો..
રાઠોડ : હા,ભાઈ ચિઠ્ઠી ના ચાકર... તું તો બહુ જ ભોળો... મલ્લિકા.. લઈ જાવ આને.. પૂરી દો.. જેલ માં...
( વિનુ આવે છે....)
વિનુ : સર, વિવેકે કબૂલાત કરી છે, કે સારિકા એ સાવન ના ઘર માં પાર્ટી હતી ત્યારે સ્પાય કેમેરા પ્લાન્ટ કર્યા હતા... જેને એ " છુપાયેલા મોહરા" કેહતી હતી.. જેના વડે એ સાવનની પત્ની પર પણ નજર રાખતી હતી.. તેમ જ એને સાવન ની ઓફિસ માં પણ સ્પાય કેમેરા લગાવેલા છે.. જેનો કંટ્રોલ વિવેક પાસે છે... સારિકા સાવન ને અને મોહના મયંક ને ટ્રેપ કરતી હતી...
રાઠોડ : હવે ધીરે ધીરે રહસ્ય પરથી ભેદ ખુલે છે...
મલ્લિકા : પણ આ જયસુખ શેઠ ની સંડોવણી સમજ માં ન આવી....
રાઠોડ : એ પણ સમજાઈ જશે... તમે, ઉમેદ અને તેજસ્વિની મારી સાથે ચાલો જયસુખ શેઠ ના વિલા પર... "સરસ ગોવિંદ" મંદિર ની સામે..!!
--------
૧૦૫, સરસવન ફ્લેટ્સ
------------------------
સોનાલી : અરે, રાઠોડ સાહેબ અને ટીમ આવો...આવો...
રાઠોડ : સોનાલી, આખરે અમે સાવિ અને રાજવી ના અસલી ગુનેગાર સુધી પહોંચી ગયા...
સાવન : કોણ?
રાઠોડ : જયસુખ શેઠ... ( નિસાસો ખાય છે...)
સાવન : પણ એને મારી દીકરી ના મૃત્યુ થી શું ફાયદો હતો?
સાવન : દીકરી સાવિ ના નહી... પરંતુ રાજવી ના...મૃત્યુ થી ફાયદો હતો...
સાવન : હું સમજ્યો નહી...
રાઠોડ : રાજવી તમારા ઘરે ૧૦ વર્ષ થી કામ કરે છે... એનો પતિ સુરેશ પણ એટલા જ વર્ષો થી જયસુખ શેઠ ના ઘરે કામ કરે છે.. બરાબર...?
સોનાલી : હા,
રાઠોડ : સાવન ભાઈ,યાદ કરો ૭ મહિના પહેલા તમે કોઈ બિઝનેસ સેમિનાર માં ગયા હતા.. અને એ બિઝનેસ સેમિનાર માં તમને એક પ્રોફેશનલ એમ્પ્લોયમેન્ટ એપ નું ફ્રી સબસ્ક્રિપ્શન મળ્યું હતું...
સાવન : હા, એ એપ નું ફ્રી સબસ્ક્રિપ્શન બધાને જ મળ્યું હતું પૂરા ૧ વર્ષ માટે... બધા જ બિઝનેસ ઓનર્સ ને!!
રાઠોડ : અને એ જ એપ્લિકેશન થી તમે "સારિકા" ને ઇન્ટરવ્યુ કોલ માટે બોલાવી હતી...
સાવન : યસ.. યસ... બરાબર...
રાઠોડ : એ એપ્લિકેશન ના ડેવલપર અને ઓનર "જયસુખ શેઠ"... છે.
સાવન : પણ એ એપ્લિકેશન માંથી તો ૫ કેન્ડીડેટ્સ અમે સિલેક્ટ કર્યા હતા..
રાઠોડ : જેમાં "સારિકા" એક હતી... બાકી બધા ના બેકગ્રાઉન્ડ બરાબર હતા... પેલું સાંભળ્યું નથી.. " બરબાદ .... એક હી ઉલ્લુ કાફી હૈ."
સોનાલી : એટલે?
મલ્લિકા : સારિકા ને સાવને જેવી સિલેક્ટ કરી... જયસુખ ભાઈ એ તમારા ઘર અને ઓફિસ માં સ્પાય કેમેરા પ્લાન્ટ કરવા માટે સુરેશને તૈયાર કર્યો.... એકચ્યુલી આ લોકો ની એક પેટર્ન છે.. આ લોકો એક્ટિવ થાય એટલે કોઈ પણ રીતે પોતાના શિકાર ને સ્પાય કરે છે...
સાવન : તો શું.. મોહના એ પણ મયંક ને સ્પાય કર્યો હતો?
વિનુ : હા, જામનગર પોલીસને મયંક ની ઓફિસ માંથી પણ સ્પાય કેમેરા મળ્યા .. જ્યાં મોહના સેક્રેટરી તરીકે કામ કરતી હતી... અને મયંક ના આ ફ્લેટ માં પણ એક છુપો કેમેરો હતો.. જેને આ લોકો " "છુપાયેલા મોહરા" કહે છે. તમને ખબર છે.. તમારી જેમ મોહના પણ મયંક ને એક પ્રોફેશનલ ડેટિંગ એપ પર મળી હતી..
સોનાલી : મારું તો મગજ બહેર મારી ગયું છે...
રાઠોડ : તમારા ઘરે, સુરેશે રાજવી ને કેમેરા લગાવવા નું કહ્યું પણ... રાજવી વફાદાર નીકળી.. એ બીજે જ દિવસે ગામડે જતી રહી... અને એની પાછળ સુરેશ પણ ગામડે ગયો...
અને એની પાસે થી સમ લીધા કે આ સ્પાય કેમેરા ની વાત કોઈ ને ન કહે... નહિંતર"જયસુખ શેઠ" સુરેશ ને મારી નાખશે...
આ બાજુ રાજવી અને સુરેશ ના બદલે સાજી અને રાઘવદાસે પોતપોતાની જગ્યા સાંભળી...
સાજી તમારા ઘરે આવી... અને જયસુખ શેઠે એ જ રીતે રાઘવદાસ ને સ્પાય કેમેરા મુકાવવા નું કહ્યું.. રાઘવદાસે "સાજી" ને તૈયાર કરી... તમે કોઈ ઓફિસ ની પાર્ટી રાખેલી સાવન ભાઈ..
સાવન: હા... મેં એક પાર્ટી કોલ સેન્ટર ની સક્સેસ ઉજવવા રાખી હતી...
મલ્લિકા : તમે જે દિવસે આ ફ્લેટ માં પાર્ટી રાખી હતી... એ દિવસે "સારિકા" અને "સાજી" એ મળીને સ્પાય કેમેરા તમારા ઘર માં સેટ કર્યા... જે સાવિ... એટલે કે તમારી દીકરી જોઈ ગઈ..
સાજી કોઈ પણ રીતે પોતાના ઘરે થી લાવેલી હોમ મેડ જેલી બેઇઝ્ડ કેન્ડી ખવરાવી ને સાવિ ને ચૂપ કરાવતી રહી.. જેના કારણે સોનાલી એ સાજી સાથે ઝગડો કર્યો..
પછી ના ત્રણ દિવસો માં શાંતિલાલ અને સાજી ની મુલાકાત થઈ... શાંતીલાલે સાજી ને મોહના ની પાછળ લગાડી... અને સાજી એ શાંતિલાલ નો ભેટો રાઘવદાસ સાથે કરાવ્યો... તેમ જ સાવિ એ સ્પાય કેમેરા જોઈ લીધા છે... આ વાત પણ જણાવી...
રાઘવદાસે શાંતિલાલ નો "જયસુખ શેઠ" સાથે પરિચય કરાવ્યો અને શાંતિલાલ જયસુખ શેઠ માટે પણ કામ કરતો થયો.
સોનાલી : ઓહ... ( માથું પકડે છે..)
વિનુ : પછી જયસુખ શેઠ, રાઘવદાસ, સાજી અને શાંતિલાલે માસ્ટર પ્લાન બનાવ્યો...
ઝેર વાળી ત્રણ જેલી કેન્ડી તૈયાર કરીને સાજી સાવિ પાસે પહોંચી... પણ એને ફસાઈ જવાની બીક લાગી...અને સોનાલી ની કડકાઈ હતી કે આ પ્રકારની કોઈ પણ કેન્ડી સાવિ ને ન આપવા માં આવે.. ત્યાર બાદ રાજવી ના પાછા આવવાના કારણે "સાજી" તો નીકળી ગઈ... પરંતુ જતા... જતા... એ ત્રણ ઝેરી કેન્ડી રાજવી ને પકડાવતી ગઈ.. કહીને કે સાવિ ને મારા હાથ ની કેન્ડી બહુ જ ભાવે છે.. પણ સોનાલી મેડમ ખાવા દેતા નથી..
પછી ના ચાર દિવસ
સાવન ભાઈ તમારી અને સોનાલી બેન વચ્ચે ઝઘડો થયો.... જેના કારણે સાવિ બેચેન રહી.... જેવું તમે સમાધાન કર્યું તમે બન્ને સાવિ અને રાજવી ને ઘરે મૂકી, ઘર લોક કરી ને પિક્ચર જોવા ઉપડી ગયા... અને આ બાજુ રાજવી અને સાવિ એ એકાંત માં પેલી કેન્ડી ખાઈ લીધી... ત્યાં ને ત્યાં જ તે બન્ને મૃત્યુ પામ્યા પણ જતા જતા એક કેન્ડી રાજવી એ કચરા પેટી માં ફેંકી દીધી.. જે અમારા માટે ચાવી રૂપ સાબિત થઈ..
સાવન : મારી દીકરી... ( રડે છે..)
રાઠોડ : આ બાજુ સાજી અને રાઘવદાસ ગામડે ન જઈને જામનગર એક હોટલ માં શાંતિલાલ ને મળ્યા.... અને તેને બધી વાત જણાવી.. પણ એમણે એ ખબર નહતી કે રાજવી અને સાવિ મૃત્યુ પામ્યા...
મલ્લિકા : શાંતિલાલને જયસુખ શેઠે કહ્યું હતું કે જેવા સાવિ અને રાજવી ના મૃત્યુ ના સમાચાર મળે એટલે સાજી અને રાઘવદાસ ને પણ ઝેર પીવડાવવું.. પણ ચાલાક સાજી આ જાણતી હતી.. સાજી એ ત્રિયા ચરિત્ર વાપરી ને શાંતિલાલને પોતાની તરફ આકર્ષિત કર્યા અને શાંતિલાલ સાથે અવૈધ સંબંધ બાંધ્યા...
પછીના દિવસે શાંતિલાલ તે બન્ને ને પોતાના જામનગર વાળા ફ્લેટ પર લઈ ગયા... બન્ને ત્યાં જ રહેવા લાગ્યા...
આ બાજુ શાંતિલાલ મયંક ના પુરાવા સર્વસ્વદાસ ને આપી ને અહીંયા પાછા આવ્યા.. અને તેમને રાજવી અને સાવિની મૃત્યુ ના સમાચાર મળ્યા...
સોનાલી : તો પછી શાંતિલાલ કેવી રીતે મૃત્યુ પામ્યા?
રાઠોડ : "સાજી" પ્રત્યે ના આકર્ષણ ના કારણે શાંતિલાલ "સાજી" ને મારી શક્યા નહી.... અહીંયા અમારી તપાસ માં ખબર પડી કે શાંતિલાલ અને સાજી નું જોડાણ છે..... સુરેશ જયસુખ શેઠ ના કહેવાથી વિનુ ની પાછળ જામનગર ગયો હતો... અને ત્યાંના પ્રત્યેક સમાચાર જયસુખ શેઠ ને આપતો હતો... આ કારણે જયસુખ શેઠે પોતાના માણસો મોકલી શાંતિલાલ, રાઘવદાસ અને સાજી ને મરાવી નાખ્યા...
સોનાલી: ઓહ માય ગોડ!
મલ્લિકા : સુરેશ ને એટલે જીવતો રાખ્યો કે એના મૃત્યુ થી જયસુખ શેઠ પર સીધી શંકા ન જાય... પણ અમારા ઑફિસર ની થર્ડ ડિગ્રી સામે જયસુખ શેઠે બધી જ કબુલાત કરી દીધી....
(વધુ આવતા અંકે...)...