આજે સવાર થી સોનાલીનાં મનમાં એક જ વિચાર આવતો હતો, કે મેધલ નાં આંસુ સામે નમી જઈને કયાંક તેણે તેના જીવન ની ભયંકર ભૂલ કરી હોય, સોનાલીને એવુ અંદર થી ઊંડાણ થી લાગી રહ્યુ હતું, તે ધરનાં કામ કરતી પણ તેનુ અંતર અંદર થી ચિરાતુ હતુ, એને અહીં પાછા આવવાના નિર્ણય પર અફસોસ થતો હતો, એણે ગઈકાલે મેધલ ની સાથે વાત કર્યા પછી અને મેઘલ ની આંખો માં અને અવાજ માં મક્કમતા અને માં -બાપ પ્રત્યે ના નફરત નાં ભાવ બહુ સ્પષ્ટ હતાં, એણે આટલા સમય માં જોયુ હતુ કે મેઘલ જેટલુ ખૂલી ને અને સ્પષ્ટતા થી વાત તેની સાથે કરતા એવી એ કોઈની સાથે નહોતા કરતાં, એ સાચવી ને ગોઠવીને પોતાની ઈમેજ જળવાય એમ વાતો કરતા, મેઘલ નુ જ્યારે ફેમીલીમાં કે બીજા ની સાથે વાણી -વર્તન જોતી તો સોનાલીને લાગતુ કે આ એ મેઘલ છે જ નહિ, એને મેઘલ નુ બનાવટી મહોરૂ જ લાગતું, સોનાલીએ અત્યાર સુધી માં મેઘલ ની સૌથી મોટી વાત એ નોટિસ કરી કે તેઓ ક્યારેય ગુસ્સો કે મોટા અવાજે વાત નહોતા કરતા, ગઈકાલ ની વાત અને સ્પષ્ટતા પછી સોનાલીને ખબર પડી કે એવુ મેઘલ પોતાની ઈમેજ સાચવવા કરતાં હતા, પણ એક વાત સ્પષ્ટ હતી કે તેઓ ક્યારેય તેનું અપમાન ભૂલતા નહોતા, તે વર્ષો સુધી મનમાં ભરીને એમની રીતે એ માણસ ની ઉપેક્ષા કરીને કે તેને વધારે માનસિક હેરાન કરી ને મનફાવે એટલી વાર એ અપમાન નો બદલો લેતા, સોનાલીએ ઘણી બધી નોવેલ અને બુક વાંચી હતી, એના મનમાં આજે એક જ અવાજ આવતો હતો, મેઘલ નોર્મલ નથી લાગતા, એને અંદર થી બહુ મોટી ચીસ પાડી ને જોર જોર થી રડવાનું મન થઈ આવ્યુ, એને થયુ કે એ એના સાસુ -સસરા ને કહી દે કે મેઘલ માં થી આ વર્ષો જૂનો ગુસ્સો બહાર કાઢવાની જરૂર છે, પણ તરત સોનાલીની સામે દવાખાના નો વિરોધ કરવા વાળો સીન યાદ આવ્યો, સોનાલી પરણીને આવી ત્યારથી આ ઘરમાં રોજ જ બટેકા નું જ શાક બનતુ, સોનાલી પણ ચૂપચાપ ખાઈ લેતી, સતત દસ દિવસ સુધી ફકત બટાકા ખાવાથી સોનાલીને વાયુ થઈ ગયુ અને દવાખાને જવુ જ પડે, એ હદે તબિયત ખરાબ થઈ ગઈ હતી, અને સોનાલીની સાસુ એ કેવો ઝઘડો એ બિમાર હાલત માં સોનાલી સાથે કર્યો હતો, એમ કહી ને કે અમારા ઘરે કોઈ આવી રીતે દવાખાને દવા લેવા દોડી ને નાં જાય, પહેલા ચાર -પાંચ દિવસ રાહ જોવાની અને ના મટે તો જ જવાનુ, અને સોનાલીએ આ ઝઘડા પછી બટાકા નુ શાક ખાવાનુ બંધ કરી માત્ર રોટલી, ચટણી અને છાશ ખાઈ લેતી, દાળ - ભાત ફકત વીક એન્ડ માં એમના દિકરાઓ ઘરે હોય ત્યારે જ બનાવવાનાં એવો અતૂટ અને પાકકો નિયમ હતો, સોનાલીને આ બધુ યાદ આવતા તેણે તેના સાસુ -સસરાને કહેવાનુ માંડી વાળ્યુ, પોતે બિમાર હોય તો ય દવાખાને ના જાય એ શું એમના દિકરા ને હેલ્પ કરવાનાં? જે ઘર માં દાળ- ભાત, શાક અને રોટલી નુ નોર્મલ ભાણુ ના બનાવવા દેતા હોય એમાં ય રૂપિયા ની ગણતરી કરતાં હોય એ માં -બાપ શું એના દિકરાની મેન્ટલ હેલ્થ ને સમજવા નાં, અને કદાચ કહી દે અને સાંભળ્યા પછી સોનાલી સાથે એનાં સાસુ પાછો દવાખાના ને લઈને ઝઘડો કરે તો ? સોનાલીનાં મનમાં આ બધી વાતો આવતા તેણે કશું જ નહિ કહેવાનો નિર્ણય કરી લીધો, પણ એક વાત સોનાલીને સમજાઈ ગઈ હતી, મેઘલ જિદ્દી નહિ ભયંકર માં ભયંકર જિદ્દી હતા, એનુ કારણ સોનાલીને તેમનો થયેલો ઉછેર લાગતો, તેની પસંદ ની જ રસોઈ રોજ એક ની એક બનાવવી, એની જિદ્ ને સતત પોષણ આપી ને આજે આ લેવલ પર લાવનાર એમના માં -બાપ જ હતાં સોનાલી ઘણીવાર તેના સાસુ સામે જોઈને મનમાં વિચારતી કે આ હદ બહાર કહેવાય એવી સતત અને રોજે -રોજ મેધલ ની જિદ્દ બાવીસ વર્ષ થી પૂરી કરતી વખતે એકપણ વાર એમને વિચાર નહિ આવ્યો હોય કે મેઘલ ભયંકર જિદ્દી થઈ જશે તો એમને જ મુશ્કેલી થશે એમના અંતરાત્મા એ કદી અટકાવ્યા નહિ હોય? ઊપર થી મેઘલ ખૂબ ડાહયો,સીધા, સાદો છે, નાનપણ થી મારી દીધેલો સિક્કો, સોનાલી જોતી કે આ સિક્કો હવે મેઘલ માટે એનાં મનમાં એવૉર્ડ બની ગયો હતો, મેઘલ ને સારા પુત્ર બનવા ના કોઈ જ પ્રયત્ન કરવા પડે એવુ કંઈ પણ બાકી રાખ્યુ નહોતું , એટલે એ માં - બાપ નુ કેરિંગ કરતા પણ નહોતા, સોનાલીને એક વાત સમજાઈ ગઈ હતી, મેધલ ને સારા પતિ નો એવૉર્ડ સરળતા થી નહી આપવાનો, એને સારા અને બેસ્ટ પતિ બનવુ હશે તો એ એને કમાવવુ પડશે, સોનાલીને એટલી સારી રીતે રાખવી પડશે, પછી જ એ મેઘલ ને ક્રેડિટ આપશે, મેઘલ ને જે રીતે એના માં -બાપે કંઈ પણ કર્યા વગર નાનપણ થી જ લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ આપી દીધો એ ભૂલ સોનાલી ભૂલ થી પણ નહિ કરે. ઘર નું બધુ કામ પતાવી સોનાલી તેના બેડરૂમ માં ન્યૂઝ પેપર વાંચવા માટે લઈને ઉપર આવી, હજુ તેનુ મન અશાંત હતુ તેને મેઘલ નુ વાણી - વર્તન ઠીક નહોતા લાગ્યા તેણે મન હળવું કરવા તેની મમ્મી ને વાત કરી, તેની મમ્મીએ વાત સાંભળી ને સોનાલીને સમજાવી કે મેઘલે કદાચ એવુ કીધુ હોય પણ કરે નહિ, કોઈપણ દીકરા એવુ ના કરે, તુ શાંતિ થી રિલેક્સ થઈ જા, હજુ સોનાલીને કંઈ ચેન નહોતુ પડતુ એણે તેની ખાસ ફ્રેન્ડ ને ફોન કર્યો, બંને એ બહુ લાંબા સમય પછી વાત કરી સોનાલીને સારૂ લાગ્યું. ફોન મૂક્યા પછી સોનાલીને લાગ્યુ કે પડશે એવા દેવાશે,...છોડો કલ કી બાતે કલ કી બાત પુરાની, સોનાલી તેના સારા મૂડમાં ન્યૂઝ પેપર રીડ કરી નીચે ગઈ, તે અને તેના સાસુ બંને બેઠા હતા, એટલામાં ગીતાકાકી આવ્યા, એમને જોઈને સોનાલી ખુશ થઈ ગઈ કેમ કે આજ થી ગીતાકાકી ની ડીલ સોનાલી સાથે થવાની હતી, મેઘલ તરફ થી ગઈકાલે એને પૂરી છૂટ અને સાથ બંને મળી ગયો હતો, સોનાલીએ ગીતાકાકી ને જોઈને નક્કી કરી લીધુ ભલે મેઘલ કંઈ ના કરે સોનાલી પૂરતા પ્રયાસ કરશે આજથી એની સાસુ નુ ગિલ્ટ અને રડવાનુ બંધ. સોનાલીએ હસીને ગીતાકાકી આવકાર્યા, એણે ગીતાકાકી સાથે પહેલે થી જ વાતચીત કરવાનુ શરૂ કરી દીધુ , જુદી - જુદી વાત ને ટોપીક પર નોન - સ્ટોપ વાત ચાલુ રાખતી, વચ્ચે વચ્ચે ગીતા કાકી એમની જૂની વાતો તેના સાસુ સામે જોઈને કહે તો સોનાલીએ વાત ને મજાક માં લઈ જઈ ને કચરા જેવી કરી નાંખીને બધાને હસાવી નાંખતી, વચ્ચે સોનાલીની સાસુ એ સોનાલીને બે વાર કહયુ કે ગીતા કાકી માટે ચા બનાવી દો સોનાલી તેના સાસૂ સામે જોઈને હા પાડતી પણ ઊભી થતી નહી, વાતો ચાલુ જ રાખતી, થોડીવાર પછી તેના સાસુ જાતે જ ઊભા થઈને ચા બનાવવા અંદર ગયા, સોનાલીએ બહાર સોફા પર બેઠા બેઠા તેની સાસુ ને કહયુ કે મમમી મારા માટે પણ બનાવજો અને થોડી કડક, સોનાલીને ખબર હતી કે તે નહિ કહે તો પણ તેના સાસુ બધા માટે બનાવશે જ, પણ આ સ્પેશિયલ ગીતાકાકી માટે જાણી જોઈ ને બોલી હતી, સોનાલીએ પોતાની વાતો ગીતા કાકી સાથે ચાલુ રાખી, તેના સાસુ ચા લઈ ને આવ્યા એટલે ચા પીતા પીતા તેણે તેના સાસુ સાથે વાતો કરવાની શરૂ કરી દીધી, સોનાલી રોજ તેના સાસૂ સાથે વાતો કરતી એને ખબર પડી ગઈ હતી કે તેના સાસુ ને કેવી વાતો પસંદ છે, સોનાલીએ હસી મજાક કરતા વાતો કરીને ચા ને પૂરી કરી, પછી ગીતાકાકી સાથે વાતો શરૂ કરી, સોનાલી આજે તેની સાસુ ની ઢાલ બનીને ગીતાકાકી સામે બેઠી હતી, એનુ એકપણ તીર તેના સાસુ પર લાગવા દેતી નહિ, ઘણીબધી વાર બેઠા પછી ગીતાકાકી ચકલી જેટલુ મોં કરી ને વિદાય થયા, એમના ગયા પછી એના સાસુ અને સોનાલી બંને ખુશ હતા, ગીતાકાકી રોજ આવીને એવી રીતે જૂની વાતો કરતા જાણે એમના જેઠ -જેઠાણી એ એમની સાથે બહુ જ અત્યાચાર કર્યો હોય અને પોતે નિઃસહાય, લાચાર બની ને માત્ર સહન કર્યુ હોય, અને પછી તેના સાસુ ગિલ્ટ ફીલ કરતાં, પણ આજે સોનાલીએ એવુ કશું જ થવા ના દીધુ, આજે તેણે તેના સાસુ પાસે ચા બનાવીને, ગીતાકાકી ની સામે જ ચા પીતા પીતા મજાક સાથે વાતો કરી એની ગિલ્ટ આપવાની મનોવૃતિ ને બળતરા ની રિટર્ન ગિફ્ટ સાથે વિદાય કર્યા હતા. એમેય સોનાલી નાનપણ થી કોઈની નેગેટિવિટી રાખતી નહિ, તેરા તુજ કો અપૅણ આ સિદ્ધાંત ને અનુસરતી. આજે સોનાલી ખુશ હતી તેણે બે -ત્રણ વાર "શિકારી ખુદ યહા શિકાર હો ગયા" સોન્ગ સાંભળી એન્જોય કર્યુ. રસોઈ બનાવતી વખતે તેના સાસુ સાથે વાત કરતા કરતા તેણે ધીમે રહીને તેના સાસુ નુ ધ્યાન ગીતાકાકી ની વાતો કરતી વખત નાં ભાવ પર લઈ જઈ તેના સાસુ ને સભાન કરવાનો પ્રયાસ કર્યો અને પછી જ તેમને રડવુ આવે છે એ નોટિસ કરાવવાનો પ્રયાસ કર્યો. ફરી પાછા બીજા દિવસે ગીતા કાકી આવ્યા, આજે સોનાલીએ એક કામનું બહાનુ કરી ને તેની સાસુ ને બીજા રૂમ માં બોલાવી દીધા, અને પોતે તેના સાસુ સાથે વાતચીત કરતાં કરતાં સાચવી લેતી, આમ જ્યારે પણ તે આવે સોનાલી સાચવી લેતી તે તેના સાસુ ને એકવાર પણ ગીતા કાકી ગિલ્ટ ફીલ નાં કરાવી જાય તેનુ ધ્યાન રાખતી. લગભગ એક અઠવાડિયા જેવુ થયુ. હવે ગીતા કાકી એ સોનાલી ની સાસુ ને કોઈ કામ નાં બહાને કે પછી એમનેમ બેસવા એકલા સોનાલી વગર બોલાવવાનુ ચાલુ કર્યુ, સોનાલીને અંદાજ હતો કે આવુ કરશે જ, આ તો જ બંધ થાય જ્યારે મેઘલ કે તેના પપ્પા બોલે અને બંધ કરાવે.