Technosavi Ke Techno 'Havi' in Gujarati Magazine by Ajay Upadhyay books and stories PDF | ટેક્નોસાવી કે ટેકનો ’હાવી’

Featured Books
Categories
Share

ટેક્નોસાવી કે ટેકનો ’હાવી’

‘ કોમ્પ્યુટરની શોધ આપણો સમય બચાવવા થયેલી ‘- આ એક લીટીનો જોક નથી પણ હકીકત છે. અચ્છા ? આની કોઈ લીંક હોય તો આપજે ને ? ....’ બેટા, ફેસ્બુકની બહાર પણ એક દુનિયા છે ..’ ..’ અચ્છા , પપ્પા પ્લીઝ સેન્ડ મી લીંક ઓફ ઈટ ...’ .સત્યાનાશ ..અરે બબુઆ , આ કોઈ લીંક નહિ પણ સમયની ઇકથી લખાયેલો દસ્તાવેજ છે . પણ ના ....આપણે દરેક વસ્તુનું પ્રમાણ તો જોઈએ જ કેમકે દિવસમાં સો વાર આપણે સાંભળીએ છીએ કે ટેકનોલોજીએ દુનિયા બદલી નાખી છે , ચમત્કાર કરી નાખ્યા છે ....બ્લા બ્લા , પણ ખરેખર ? ઓહ રીયલી ? માથા પર બોટલ ભરીને નવરત્ન તેલ ઘસ્યા પછી વિચારશો તો આ ચમત્કારવાળી વાતમાં સાવ ડોકું નહી ધુણાવી શકો અને જો ધુણાવવું જ હોય તો તનીક દેર ઠહર જાઈએ ...... !!!!

વોટ્સઅપના ચાટબોક્ષ કે ગ્રુપ ચાટમાં કોઈના બાળકના સારા પરિણામ બદલ ઓહ કોન્ગો ...કહેતા આપણે મહજ પાંચ ફૂટ દુર બેઠેલા આપણા બાળકે આજે યુનિટ ટેસ્ટમાં શું ઉકાળ્યું એ પૂછવાનું ચુકી જઈએ છીએ એ ફિલોસોફીવાળા મેસેજીસમાં ચોક્કસ દમ અને આલું બન્ને છે . ટીવી જોતા કે ફેમીલી સાથે બેઠા હોઈએ ત્યારે પણ એક આંખ લેપ્પીની સ્ક્રીન પર કે બેય અંગુઠા મોબાઈલના કી-પેડ પર રાખવાની આદતું મારા તમારા સહીત બધામાં વધતી જાય છે . સાલ્લુ કશું મિસ થવું નાં જોઈએ ..!! પછી ભલેને પત્નીએ કે બચ્ચીએ કહેલી કોઈ વાત મિસ કેમ નાં થઇ જાય ? હમણાં એક મિત્રે જબરી વાત કહી . બડી ખુશીથી હરખાતા હરખાતા એમણે જણાવ્યું કે એમનો ૩-૪ વર્ષનો બાબો આરામથી મોબાઈલની સ્ક્રીન અનલોક કરીને એને ગમતી ગેમ શોધીને રમવા માંડે છે . એ ભલે હરખાતા હતા પણ હું નક્કી ના કરી શક્યો કે હરખાવું કે પછી .....?? એની વે , ધ પોઈન્ટ ઈઝ .....આપણે ટેકનોલોજીકલી સાઉન્ડ થતા જઈએ છીએ એટ ધ સેમ ટાઈમ હ્યુંમનીકલી ડમ્બ થતા જઈએ છીએ ?

ટેકનોલોજી એટલે ખાલી લેપ્પી કે મોબાઈલ જ થોડો છે , આ પરિવારમાં તો અનેક એવા સભ્યો છે જેની સેવા આપણે ડગલે ને પગલે લેતા થયા છીએ . સારું છે ...ટેકનોલોજીએ આપણી આકરી જિંદગીને ઘણા બધા અંશે સ્મુધ અને સરળ બનાવી છે એની નાં નહિ . અસલમાં એનો જન્મ જ આપણને મદદ કરવા માટે થયેલો છે . મનુષ્ય એનો માલીકને ટેકનોલોજી એની ગુલામ આ સાદું ઇક્વેશન કોઈ પણ ટેકનો ચમત્કારના પાયામાં હોય છે પણ પછી એ ઇક્વેશન ઉલ્ટું થતા વાર નથી લાગતી . પેલું કુસ્તીમાં ધોબીપછાડ આવે ને બસ એ જ રીતે ટેકનોલોજીએ એવી ધોબીપછાડ મારી છે કે આપણે ચીત થઇ ગયા છીએ ને આપણે એ સ્વીકારી પણ લીધું છે . આપણે તો ચીતમુદ્રામાં પણ સ્ટેટ્સ અપલોડ કરી નાખીએ એમ છીએ ..’ ફીલિંગ ચીત ‘- with ટેકનોલોજી એન્ડ ૧૦ અધર્સ ....!!!!!! ફીલિંગ ચીત થવામાં વાંધો નથી પણ તકલીફ એ છે કે આની સાથે સાથે સબંધો , જિંદગી અને બીજું ઘણું બધું ચીત થતું જાય છે , અને એ પણ એકદમ ચોર પગલે - ખબર નાં પડે એમ !!! અને જયારે ખબર પડે ત્યારે ક્યા તો મોડું થઇ ગયું હોય છે અને ક્યા તો બાજી હાથ બહાર થઇ ગઈ હોય છે ..!! દરેક સિક્કાની બે બાજુ હોય જ ને ...? બસ એમ જ આમાં પણ એવું જ છે ...એક હાથ લે , એક હાથ દે જેવું ...!!! કેટલું લેવું ને કેટલું આપવું એ તો આપણે નક્કી કરવું પડે ....અને એ જ તો ઘણીવાર આખા ફસાદની જડ છે !!!

ટ્વીટરના આભાસી કકળાટમાં રોજ વહેલી સવારે આંગણે કલબલ કરતી કલરીંગ ચકલીઓ ભુલાતી જાય છે તો એમાં વાંક પેલા ૧૮૨ શબ્દોનો નહી પણ આપણો જ કહેવાય ને ? ઘરના સભ્યોના જન્મદિવસો પણ સેવ કરી રાખવા પડે એમાં વાંક મોબીલની ફોનબુકનો નહિ પણ આપણી યાદદાસ્તને લાગતા જતા ટેકનો-કાટનો છે. એક ટચ પર પૈસા આમથી તેમ કરી આપતી બેન્કિંગ સેવા લેતી વખતે પેલા જંકમેલ કે સ્પામકોલથી છેતરાવામાં આપણને વાંધો નથી , શું લઇ જવાના આપણી પાસેથી હે ? જ્યુંસરનો જ્યુસ ગ્લાસ ભરીને પીતી વખતે પેલી પેશીઓને હળવે હળવે ચાવીને રસના રેલા ગળામાંથી પેટમાં ઉતરતા એ મીઠી મજા ગુમ થઇ જતી હોય તો ભલે ને ગુમ થતી ...!!! સોશિયલ સાઈટ્સ પર લાગેલા રહેતા પતિ કે પત્નીને લીધે ડાઈવોર્સના કેસો વધતા જાય છે , કુટુંબો તૂટતા જાય છે એવું આકરું સત્ય હજુ આપણે પચાવી શકીએ છીએ એ જેવી તેવી વાત છે ? દિવસે દિવસે આપણે ઘર કે ઓફિસોની દીવાલોમાં કેદ થઈને બહાર નીકળ્યા વગર ઘણું બધું કરી શકીએ છીએ - ડ્યુ ટુ ટેકનોલોજી એની નાં નહિ ,પણ એ જ ટેકનોલોજી આપણને એકલસુડા કે બાકીના જગતથી ધીરે ધીરે કટ નથી કરી રહ્યું ? આપણે આળસુ નથી બનતા જતા ? ધીરે ધીરે ભૂલકણા નથી થતા જતા ? અસલમાં યાદશક્તિ તો છે જ , ટાંગામાં જોર પણ એટલું જ છે પણ આપણે ટેકનોલોજીના ગુલામ કે પછી એના પર આધારિત થતા જઈએ છીએ . હૈ કી નહિ ?? જવાબ ‘ હા ‘ જ છે પણ એ આપવા એકેય આંગળી ઉંચી નહી થાય ...!!

વાત ટેકનોલોજીની વિરુદ્ધની નથી પણ એના વ્યવહારુ અને માફકસરના ઉપયોગની છે. નો ડાઉટ આજે આપણે એટલી હદે ટેકનોલોજીના નાગપાશમાં છીએ કે એને સદંતર છોડવી શક્ય પણ નથી અને એ આપણા લાભમાં પણ નથી. પણ હા ક્યારેક સેલ સ્વીચઓફ કરીને બાળકો સાથે વાતો કે રમવું , લેપ્પીને અળગું કરીને પત્નીની રસોઈ કે સાડીના વખાણ કરવા કે પછી જીટોક કે વોટ્સઅપમા મેસેજ મુક્યા વગર જ ભાયબંધને મળવા નીકળી પડવું એવું તો કરી શકાય ને ? ખબર જ હોય કે ટીવીમાં એ જ બુમરાણો આવવાની છે , ઈમેલ્સમાં એ જ સ્પામો આવવાના છે , એફ્બી પર એ જ વાટકી-વ્યવહારો ચાલવાના છે , મેસેજો માં એ જ ફોરવર્ડ ઝબક્વાના છે અને સૌથી ઈમ્પોર્ટન્ટ કે કશું જ આપણે સર્ફ કે ચેક ના કરીએ તો પણ અટકવાનું નથી તો ઓલ થિંગ ઈઝ ધેટ કે ભૈયા/બહેના આ બધું જ ક્લોઝ કરીને હિચકે ઝૂલી શકાય , આંગણે બચ્ચાવ સાથે રમી શકાય , દોસ્તોના ટોળામાં રીયલી ચેટ કરી શકાય , વાઈફને શોપીંગમાં લઇ જઈ શકાય , પાડોશીને તકલાદી જી.એમ.મેસેજીસ કરતા સાચુકલા મળી શકાય ..........લીસ્ટ એન્ડલેસ છે ...જો કે આમાંથી ઘણું કરતા જ હોઈશું છતાં પણ એવું નાં થાય કે પછી એક જ ઘરમાં રહેવા છતાં વોટ્સઅપમા પૂછવું પડે કે ‘’ જમવાને હવે કેટલી વાર છે ?’ ને સામે જવાબ આવે 'ક્યારનું થાળીમાં પીરસેલું ઠરે છે પણ તમે મોબાઈલમાંથી ઉચું માથું કરો તો દેખાય ને ? “”” !!!!! .... સોચો ઠાકુર સોચો ...!!!!!