Saalmubarak in Gujarati Magazine by Kandarp Patel books and stories PDF | “સાલમુબારક”

Featured Books
  • نیم بسمل

    حرف آغاز بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِجب درخت سے آخر...

  • शायद उसी दिन मैं मर गया

    शायद उसी दिन मैं मर गयालगता है जैसे मेरा सपना मुकम्मल हो गया...

  • Safar e Raigah - 19

    منظر ۔آیت نے دھیرے سے اپنے کمرے کا دروازہ کھولا اور اندر داخ...

  • والدین کے فرائض

    والدین کے فرائضتحریر۔شاہد شکیلوالدین اور اولاد کا رشتہ محض خ...

  • زندگی کی صلیب

    حالات خدا کی حوصلہ افزائی سے، میں نے اپنے حالات بدل لیے ہیں۔...

Categories
Share

“સાલમુબારક”

patel.kandarp555@gmail.com

+919687515557

કંદર્પ પટેલ

“સાલમુબારક”

હાથ ઉંચો કરો ભાઈ.....! તમે કહેશો કે “ શાના માટે એ તો કહો..? “ ..કહું , કહું વ્હાલા. જેટલા પ્રશ્નો આજે મોક ટેસ્ટમાં હું પૂછું એમના જવાબ જો ‘હા’ હોય તો હાથ ઉંચો કરવાનો છે(થોડીક પ્રમાણીકતાથી....પ્લીઝ..!! ). સમજી ગયા ને? ઓહો...સમજદાર છો જ એમ તો તમે.

-કેટલા લોકોએ આજે સિરિયસલી દરેક મેસેજ વાંચ્યો ?(વોટ્સએપ પર આજે આવેલી દરેક ‘ન્યુ યર વિશ’નો મેસેજ)

-ઇંગ્લિશ મેસેજ કેટલા લોકો એ માત્ર સ્ક્રોલ કરીને આગળ વધ્યા?

-મેસેજ વાચ્યા વિના જ કોઈકનો બેઠો મેસેજ ઉઠાવીને કેટલાય લોકોને કોપી મોકલી હોય એવા કેટલા?

-સામેની વ્યક્તિ(સોરી..ઇંગ્લીશમાં ‘ફ્રેન્ડ’) નો મેસેજ જોયા વિના જ તરત જ એમને ‘કોપી’(એ પણ કોઈકની) સેન્ડ કરવાવાળા કેટલા?

-પાછલા વર્ષ કરતા આ વર્ષે દોસ્ત ને ફોન કરીને કે મળીને “ન્યુ યર વિશ” કરવાનો રેશિયો વધ્યો કે ઘટ્યો?

-માત્ર વોટ્સએપ પર જ મેસેજ કરીને પોતાનું કામ પૂરું કરવા વાળા કેટલા?

-અને હા, માત્ર મેસેજ જોઇને કોઈ પણ પ્રકારનો ફોર્માલીટી માટે પણ રિપ્લે નહિ આપનાર બંડખોરો કેટલા?

ઘણા બધા. આવા ઘુડ્બંગ-શંકરો જ વધુ છે. આજે દરેક લોકો નોકરી-છોકરી-પ્રોપર્ટી-લક્ષ્મી-સરસ્વતી-(ટૂંકમાં નારી જાતિ)ની પાછળ આપણા કહેવાતા એન્જીનીર લોકો હાથ ધોઈને પડ્યા છે. બધાને બધું જ જોઈએ છે, પરંતુ એક રૂમમાં બેઠા-બેઠા આખી દુનિયાને “વિશ” કરવી છે. અરે બિરાદર, એમ જ કઈ આ ‘નારી જાતિ’ સોસાયટીના દરવાજા પર નથી ઉભેલી કે તમારી પાસે આવે અને કહે, કે “ચલ હું તારી સાથે આવું અને તને સુખી કરું”. એના માટે એ લોકોને મળવું પડે જેમને ભગવાને આ જાતિને મેળવવા માટે ‘ઇન્ટરમીડીએટ’ બનાવેલા છે. કેટલાય ઘુડશંકરો એવા છે એકદમ ટોપા-મીંઢ-ડોબા, જેમને સામાજિકતાનો કક્કો પણ ખબર નથી, કે નથી કઈ પણ પ્રકારની વ્યવહારિકતામાં ખબર પડતી. બસ, એ ભલા, એમનો મોબાઈલ ભલો અને કોપી-પેસ્ટના મેસેજ ભલા. દુનિયામાં કેવા પ્રકારના લોકો છે એ જાણવું હોય તો કાલનો દિવસ એકદમ સ્યુટેબલ હતો. આવતી કાલે નોકરી-છોકરી-શિક્ષા-ઈજ્જત જોઈએ છે બધાને. અને કામ તો અલ્ટીમેટલી એ જ લોકો સાથે કરવાનું ને...!! તો પછી, એ મળવામાં-કૈક શીખવામાં-કૈક ઓબ્ઝર્વ કરવામાં-કૈક જાણવામાં-કૈક લોકોનો એક્સપીરીયન્સ સાંભળવામાં કઈ જ પ્રકારનો રસ નથી.

આજે પણ ઘણા બંડખોરો એવા પડ્યા છે, જાણે આને તો આપણે જ મેસેજ કરવાનો ઠેકો લીધો હોય, અને પોતે તો બહુ બીઝી હોય એવો ખોટો ઢોંગ કરે. જાણે પોતાની જાતને કઈ-કઈ સમજીને હવામાં છોળો ઉડાવતા હોય એમ ઇગ્નોર કરે. આવા લોકો તો દુષણ જ છે ખરેખર. આજથી પહેલા ૩-૪ વર્ષ પહેલા જયારે મોબાઈલ નવું નવું આવેલું ત્યારે દીકરો શહેરમાંથી પોતાના પિતાજીને ફોન લગાવે નવા વર્ષના દિવસે અને બંને સીમ કાર્ડ જાણે એક જ ફોનમાં આવી ગયા હોય એવું પ્રતીત થાય, અને જેને ફોન કર્યો હોય એ પણ થોડો ટેન્શનમાં હોય કે હવે જલ્દી વાત પતે તો સારું, બેલેન્સ કપાય છે બરાબરનું.. થોડું વધુ ફ્લેશબેક. ૧૦ વર્ષ પહેલાનો સમય. મોબાઈલ નહોતા પરંતુ, લેન્ડલાઇન નંબર હોય એક સોસાયટી વચ્ચે. એ દિવસે દરેકના STD-PCO માંથી ફોન કરે (રૂપિયો નાખીને વાત કરવાની સિસ્ટમ) અને જાણે બંને ફોનનો એક જ વાયર હોય એવું ભાસે. ફિક્સ સિક્કા રૂપિયાના લઈને આવવાનું અથવા દુકાનવાળા કાકા એક-એક રૂપિયો નાખતા જાય. આ સમયે નવા વર્ષનું કૈક વધુ મહત્વ હતું. એના પહેલા હજુ થોડું..૧૫-૨૦ વર્ષ. સીધો જ છોકરો રૂબરૂ બા-બાપુજીને પત્ર લખતો. ટપાલી એ પત્ર અઠવાડિયે પહોચાડે, એટલે લખવાનો પણ વહેલા કે જેથી સમયસર પત્ર મળી જાય. વળી, એ પત્રમાં શું લખેલું છે ટપાલી વાંચીને સંભળાવે, અને વાચનાર-સંભાળનાર બંનેના હૈયામાં હરખની હેલી ઉમટી પડે. કદાચ, ટપાલીભાઈ દરેકના સુખ-દુ:ખના હમેશા સાક્ષી બનીને રહેતા.

આ દરેક પરિસ્થિતિમાં એક વાત નોટીસ કરી? જયારે મનુષ્ય પાસે કોઈ પણ પ્રકારના સાધનો નહોતા ત્યારે સંબંધોમાં રહેલા પ્રેમની મીઠાસ અલગ જ હતી જેનો ટેક્ષ્ચર આખાયે મનખાદેહમાં પ્રસરી જાય. જેમ-જેમ વસ્તુ સસ્તી અને સરળતાથી મળી રહેતી થઇ ત્યારે આવડો મોટો ફેસ્ટીવલ પણ ફિક્કો પાડવા લાગ્યો. એમાં પણ સૌથી વધુ સરળ ફ્રી માં મેસેજ થાય પણ કોઈ વાંચે પણ નહિ એવી પરિસ્થિતિ આજે છે. જયારે ૫ વર્ષ પહેલા ફોનના બેલેન્સને લીધે વાત કવિ હોય છતાં ડાયલર મુકવું પડતું(બીજા ઘણા લોકો લાઈનમાં ઉભા હોય ને....!). ૧૦ વર્ષ પહેલા સિક્કાઓ પુરા થઇ જતા પણ એ અમુક મીનીટોની વાતને લકો કેટલીય વાર યાદ કરીને મનમાં સજાવ્યા કરતા. ૧૫-૨૦ વર્ષ પહેલા લોકો એ પીળાશ પડી ગયેલા પત્રો ચીમળાઈ ગયેલી પરિસ્થિતિમાં હોય ચત્તા એક પેટીમાં સાચવીને મૂકી રાખતા અને અમુક દિવસોએ પત્રો પેટીમાંથી કાઢીને એમને વાંચ્યા કરતા. આ હતી ઓછું છતાં પૂરું હોય એવું અનુભવવાની લાગણી. અને આજે બધું જ છે છતાં ‘લાસ્ટ સીન’ જોઈ-જોઇને જીવ બળવાની આદત પડી ગઈ છે લોકોને. જયારે પહેલા તો ‘લાસ્ટ સીન’ કેટલાય મહિનાઓ સુધી શક્ય નહોતું બન્યું. છતાં, ફ્રી ની ટેકનોલોજીના લીધે મેક્સિમમ લોકોને વિશ તો કરી શકીએ છીએ એ પ્લસ બેનીફીટ છે. હા, કાલે આ લખવાનો જ હતો. પરંતુ મારો થોડો સ્વાર્થ પણ હતો, કે આવા ઘેટાશંકરોના મેસેજમાં મારી મહેનત પર પાણી ફરી વળશે અને ઉપર લખ્યું એમ ખાલી સ્ક્રોલ જ થઇ જશે. ભૂલચૂક માફ કરી દેવી ગયા વર્ષમાં કઈ મારાથી થઇ હોય તો. નવા વર્ષની શરૂઆત બમણા ઉત્સાહ સાથે કરીએ.

ટહુકો: સર્વેત્ર સુખિન: સન્તુ

સર્વે સન્તુ નિરામયા !!

સર્વે ભદ્રાણી પશ્યન્તુ

માં કશ્ચીદુ:ખ માપ્નુંયાત !!

નવા વર્ષમાં દરેક મારા વ્હાલાઓને “હે ભગવાન ! સુખી અને સમૃદ્ધ બનાવજે. એમનું સ્વાસ્થ્ય નિરામય રાખજે. દરેક એમના દુઃખને દુર કરી એમને સશક્ત બનાવજે એવી મંગલમયી પ્રાર્થના.”