Varsadi Yado in Gujarati Moral Stories by Hiren Kavad books and stories PDF | Varsadi Yado

Featured Books
Categories
Share

Varsadi Yado

વરસાદી યાદો

~ હિરેન કવાડ ~

વરસાદી યાદો

પહેલો વરસાદ,… કેવી કેવી યાદો અપાવે છે વરસાદની ઠંડી હવા રૂંવે રૂવે પરોવાઇ જાય છે, વરસાદ મગજમાં કેટલીય યાદો ઇનવોક કરી જાય છે, વરસાદ કેટલીક ઇચ્છાઓ પેદા કરતો જાય છે. વરસાદ કેટલું દર્દ આપતો જાય છે. વરસાદમાં શુ નથી..?

વરસાદી ાદોમાં જ્યારે ખુબ વરસાદ પડ્તો ત્યારે પ્રાઇમરી સ્કુલમાં અમે ન્હાતા મને યાદ છે, વરસાદને કારણે શાળામાંથી વહેલા છોડી દેવામાં આવતા કારણ કે ઘરે જવાના રસ્તા આડે નાળુ આવે અને છલકાય તો ઘર સુધી કેમ પહોંચાય..?

વરસાદ સાથે કોની યાદો ના જોડાયેલી હોય. વરસાદની સાથે એક્ઝામમાં મોડા પડ્યા હોઇએ એની યાદ જોડાયેલી હોય છે. વરસાદમાં ચ્હાની લારી પર ગરમા ગરમ ચ્હાની ચુસકીની યાદો હોય છે. વરસાદમાં કોઇ મજેદાર પીકનીકની યાદ જોડાયેલી હોય છે, જેમાં મનગમતી વ્યક્તિનો સાથ હોય. ભલે સંગાથ ના હોય. પહેલા વરસાદ સાથે ેઇન રાઇડ્સ વીથ ફ્રેન્ડ્સની યાદો જોડાયેલી હોય છે.

વરસાદી યાદમા સ્કુલમાં થયેલો પહેલો નિર્દોષ પ્રેમ પણ શામીલ હોય વરસાદમાં આપણા ઠંડા પડી ગયેલા હાથ.. કોઇ ગરમ હાથને ભેટવા માંગતા હોય. વરસાદ ઘર પાસેથી વહી જતા વરસાદના પાણીની યાદ અપાવે છે. વરસાદ મને ઠંડ ચડાવે છે. વરસાદ મીત્રો સાથે આંટા ટલ્લા મારેલ પળોની યાદ અપાવે છે. વરસાદ તખ્તેશ્વરનુ મંદિર યાદ અપાવે છે. વરસાદ સામા પાણીએ ડબલ સવારીમાં ચલાવેલ સાયકલની યાદ અપાવેલ છે,

વરસાદમાં બધા અંગ નાચતા હોય છે, વરસાદ નાચવાનો તહેવાર છે, ગાવાનો તહેવાર છે, વરસાદ રડવાનો તહેવાર છે, કારણ કે પ્રેમનો તહેવાર છે. રડવુ એટલે કંઇ કોઇ કારણે રડવાનુ નહિ. વરસાદ એવી પળોની રચના કરતો હોય છે, કે આંસુ કારણ વિના જન્મ લેવા લાગે. એને કોઇ દર્દની જરુર ના હોય. એને બસ ફ્લેશબેકની જરૂ પડે તો પડે. બાકી વરસાદનો ટાઢો પવન રૂવાટા ઉભા કરવા કાફી છે. વરસાદ સુર્યની વિદાય નથી સંતાકુકડી છે. કારણ કે કુદરતને એક સ્થિતી ગમતી નથી. ઠંડથી કંટાળે એટલે પોતાનુ શરીર શેકવા ઉનાળો લઇ આવે, એને બફારો થાય એટલે ન્હાવા માટે વરસાદ લઇ આવે. કુદરત ડાયનામીક છે.

વરસાદ લીલા વૃક્ષોની યાદ અપાવે છે, વરસાદ ડબ્બામાં પુરેલા દેડકાની યાદ અપાવે છે, વરસાદ નાની નાની દેડકીઓનુ કલેક્શન કર્યુ હોય એની યાદ અપાવે છે. વરસાદ ગારામાં રમ્યા હોય એની યાદ અપાવે છે. વરસાદ ખુબ પલળ્યા પછી આવેલા તાવની યાદ અપાવે છે. વરસાદ કેરીઓની વિદાયની યાદ અપાવે છે.

વરસાદમાં જ્યારે કપડા બગડ્યા હોય અને સાથે મમ્મીની ધોકાપાટી ચાલી હોય એની યાદ અપાવે છે. વરસાદ ગરમા ગરમ ભજીયાની યાદ અપાવે છે, સુરતના પટ્ટીના ભજીયા ખાતા ખાતા તીખુ મરચુ આવતા ચહેરો લાલ લાલ થઇ ગયો હોય અને પરસેવો વળી ગયો હોય એવી યાદ અપાવે છે. વરસાદ કોલેજની યાદ અપાવે છે, કોલેજના પહેલા દિવસનો વરસાદ ભુલાય એમ નથી. વરસાદ બે અજાણ્યા લોકોને જાણીત બનાવે એની યાદ અપાવે છે. વરસાદ સુરતના ફ્લાય ઓવર પર મુશળધાર સાથે માણેલી બાઇક રાઇડની યાદ અપાવે છે. વરસાદ પલળી ગયેલ કપડાએ ભરેલ લેકચરની યાદ અપાવે છે. વરસાદ કોઇની સાથે વિતાવેલી હુંફાળી પળોની યાદ અપાવે છે. વરસાદમાં ભલે આંસુ ના દેખાતા હોય પણ વરસાદ આંસુની પણ યાદ અપાવે છે.

વરસાદ વરસાદની યાદ અપાવે છે

લેખક વિશે

હિરેન કવાડ એન્જીનીયર, ફીલોસોફર, રાઇટર, એક્ટર, ફીલ્મ એન્ડ પ્લે સ્ક્રીપ્ટ રાઇટર છે. પણ એમના મતે તે એક એન્ટરટેઇનરથી વધુ કંઇ જ નથી. હાલ એ ફુલ ટાઇમ આર્ટ્સ એન્ડ લીટરેચર સાથે સંકળાયેલ છે. એમને નાટકો જોવા ખુબ જ ગમે છે. એક્ટીંગ અને રાઇટીંગ પ્રત્યે એ ખુબ જ પેશનેટ છે. શોર્ટ સ્ટોરીઝ એ એમની પહેલી ગર્લફ્રેન્ડ છે. એ સિવાય એ મ્યુઝીક પણ જાણે છે. ક્લાસીકલ મ્યુઝીકના એ જબરા શૌખીન છે.

એમણે એમનુ એન્જીનીયરીંગ અમદાવાદની એક પ્રતિષ્ઠીત કોલેજમાંથી કર્યુ અને એન્જીનીયરીંગ પુરૂ કર્યાના બે વર્ષ પછી પોતાનો બધો જ સમય લીટરેચર અને આર્ટસમાં આપવાનુ નક્કિ કર્યુ. હાલ એ ‘એન્જીનીયરીંગ ગર્લ’, શોર્ટ સ્ટોરીઝ અને નાટકો પર કામ કરી રહ્યા છે.

આ સ્ટોરીઝના રીવ્યુઝ અને ફીડબેક આપવાનુ ભુલતા નહિ.

Facebook :

Twitter :