THE JACKET Chapter-18 books and stories free download online pdf in Gujarati

THE JACKET CH.18


“ દીદી.... આ સ્ટોરી તમારી છે... વાઉ.... “, હીરે મીરાને વાર્તા સાંભળવાની ઈચ્છા સાથે કહ્યું. મીરાની જેમ જ હીર પણ ખૂબ જ સુંદર લાગતી હતી . વ્હાઇટ સ્લીવલેસ્સ ટી – શર્ટ અને તેના પર યલ્લો જેકેટ પહેર્યું હતું અને જીન્સની કેપરી .

“ હમ્મ.... યસ બેટા આ અમારી સ્ટોરી છે. ધીસ ઈઝ ધ રીઝન બિહાઇંડ આઈ મેરીડ યોર જીજુ. અને એટલું જ નહીં અમે આજે જીવિત છીએ તેનું કારણ પણ આ સ્ટોરી જ છે. હું તને સ્ટોરી સાંભળવું છું સાંભળ.... “, એમ કહીને મીરાએ જંગલની આખી સફર પોતાની બહેનને કહી સંભળાવી.

મોડી રાત્રે કબીર જોબ પરથી ઘરે આવ્યો મીરાએ કબીરને બધી જ વાત કરી. તેમણે મારો લેકચર પણ એટેન્ડ કર્યો હતો તે પણ વાત કરી . કબીરે પણ બૂક વાંચીને બંને એ બધી જ મેમરીઝ બધી જ યાદો તાજી કરી . હવે સમય થઈ ગયો હતો બધાને શોધવાનો. કબીરે હીરના બર્થ – ડે પર એક પાર્ટીનું આયોજન કર્યું . જેમાં વ્રજ , સ્વરા , અભય અને પ્રીતિને અને મને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

“ હેલો.... મીરાં કેમ છે ?? “ , ઘરમાં પહોંચતાની સાથે જ મેં ખુશી વ્યક્ત કરતાં કહ્યું .

“ હેપ્પી બર્થ ડે ડિયર હીર... “ , એટલું કહીને મેં હીરને ફૂલોથી ભરેલો બૂકે આપ્યો .

“ થેન્ક યૂ સર , થેન્ક યૂ સો મચ ફોર કમિંગ.... “ , હીરે સ્મીત સાથે બૂકેનો સ્વીકાર કરીને મારો આભાર માન્યો અને બૂકે લઈને જતી રહી .

“ એકદમ મજામાં જબરું હો... બાકી તું તો.. બહુ મોટો લેખક બની ગયો , લેકચર પણ કેટલો મસ્ત આપે છે તું , મજા આવી તને સાંભળવાની . “ , મીરાંએ મને કહ્યું .

“ બસ... તમારા જેવા મિત્રોના આશીર્વાદ છે . “ , મેં આશાવાદ વ્યક્ત કરતાં મીરાંને કહ્યું .

“ સારું... ચલ હું તને બધાની ઓળખાણ કરાવું . ધ જેકેટ સ્ટોરીના બધા જ પાત્રો આજે લાઈવ અહીંયા હાજર છે અને બધાએ તારી બૂક સ્પેશ્યલ ખરીદી છે . “ , મીરાંએ મને બધાનો પરિચય કરાવવા માટે કહ્યું .

ત્યારબાદ હું અને મીરાં હોલમાં ગયા , જ્યાં પાર્ટી ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી . મીરાંએ માઇક લઈ એનાઉન્સમેન્ટ કર્યું .

“ લેડિઝ એન્ડ જેન્ટલમેન.. અટેન્શન પ્લીઝ .

( તરત જ બધા શાંત થઈ ગયા )

મારી ઓટોબાયોગ્રાફી ‘ THE JACKET – the story of an adventure…’ ને નોવલનું રૂપ આપનાર રાઇટર રવિ રાજ્યગુરુ આજ આપની વચ્ચે છે , ગિવ હિમ અ બિગ રાઉન્ડ અ પ્લોઝ ફોર ‘રવિ રાજ્યગુરુ’ પ્લીઝ કમ રવિ . “ , મીરાંએ મને સ્ટેજ પર બોલાવ્યો .

મેં સ્ટેજ પર જઈને ‘ ધ જેકેટ ‘ બૂકની થોડી વાત કરી . હું સામાન્ય રીતે ગુજરાતી લોકોની વચ્ચે ગુજરાતી ભાષામાં જ બોલવામાં માનું છું . મેં બોલવાનું શરૂ કર્યું ,

" ધ જેકેટ " એવા છ મિત્રોની વાત છે , જે સાહસ કરવાની વ્રુતિ ધરાવે છે .

અમદાવાદથી આફ્રિકા જતી વખતે એક ભયાનક અક્સ્માત થવાથી આફ્રિકાના જંગલમાં ઘવાયેલી હાલતમાં તેઓ એક બીજાને મળે છે .

આ જંગલ બીજા જંગલોથી થોડું અલગ પ્રકારનું હોય છે .

આ જંગલમાં તેમને એક જેકેટ મળે છે , જેની મદદથી તેઓ જંગલ પાર કરે છે .

શું આવું શક્ય છે ? તમે શું વિચારો છો ?

શું તમે આ જેકેટ પહેરીને આ જંગલની યાત્રા કરવા માટે તૈયાર છો ? ?

અને હું હસવા લાગ્યો અને બધા તરત જ “યસ... “ એવા અવાજ સાથે હસવા લાગ્યા અને ‘ ચીયર્સ ‘ કરીને મારા લેકચરને વધાવી લેવાયું .

ત્યારબાદ મીરાએ મને બધાની ઓળખાણ કરાવવાનું શરૂ કર્યું .

“ આ વ્રજ અને સ્વરા છે . મુંબઈમાં રહે છે , વ્રજ વૈજ્ઞાનિક છે તો સ્વરા ડોક્ટર છે . “ , મીરાંએ કહ્યું .

“ નાઈસ ટુ મીટ યૂ...” , મેં વ્રજ અને સ્વરા સાથે હાથ મિલાવતા કહ્યું . વ્રજ જેવુ મીરાંએ મને તેનું વર્ણન કર્યું હતું તેવો જ લાગતો હતો . બાટલી કાચ ચશ્મા , કાળા કલરની ફ્રેમ , વાંકડિયા વાળ અને વૈજ્ઞાનિકોને બરાબર શોભે તેવો કળા કલરનો સુટ તેણે પહેર્યો હતો . એક દમ ગોરી ત્વચા અને દૂબળું શરીર કોઈ ફોરેનર ફેમિલીમાંથી આવ્યો હોય તેવો લાગતો હતો . સ્વરા પણ એક્દમ બ્યુટીફુલ લાગતી હતી . સ્વરાએ પહેરેલું રેડ કલરનું વનપીસ તેની સુંદરતના કામણ પથરતું હતું .

“ ગુડ લક બ્રો... “, વ્રજે મને શુભેચ્છા આપતા કહ્યું .

“ ઓલ ધ બેસ્ટ સર “ , સ્વરાંએ પોતાની અલગ જ અદાથી શુભેચ્છા આપતા કહ્યું .

પાર્ટીમાં ચારે તરફ શાંત એવું ઇન્સ્ટ્રુમેંટલ મ્યુઝિક વાગી રહ્યું હતું . એક તરફ ચોકો બાર પણ રાખવામા આવ્યું હતું જ્યાં દેશ વિદેશની ચોકલેટસ આવેલા બાળકો માટે આકર્ષણ બરાબર હતી . જોવા જેવુ તે હતું કે પાર્ટીમાં આવેલ વ્રજ અને કબીર સૌથી પેલા એકબીજાને ગળે મળ્યા ત્યારબાદ કબીર અને અભય ગળે મળ્યા અને ત્યારબાદ વ્રજ અને અભય પણ અને ત્રણેય મિત્રો સેલફી ક્લિક કરી રહ્યા હતા . આ સિવાય મીરાં પણ પોતાની બંને ફ્રેન્ડ્સને ટાઈટ હગ કરીને મળી જે હતી સ્વરા અને પ્રીતિ અને ત્યારબાદ મીરાં મારો હાથ પકડીને મને તેઓને મળવા લઈ ગઈ .

“ મીટ ધેમ , અભય અને પ્રીતિ “ , મીરાએ અભય અને પ્રીતિ સાથે મારી મુલાકાત કરાવતા કહ્યું .

અભય હૂબહૂ સાઉથ ઇંડિયન લાગતો હતો અને પ્રીતિએ પણ ડાર્ક બ્લૂ સાડી પહેરી હતી જેમાં તે એકદમ સુંદર લાગતી હતી .

“ બેસ્ટ ઓફ લક બડ્ડી.. “ , અભયે મને મારી બૂક માટે શુભેચ્છા આપતા કહ્યું .

“ ઓલ ધ બેસ્ટ રવિ “ , પ્રીતિએ પોતાની નાજુક સ્માઇલ સાથે શુભેચ્છા આપતા કહ્યું .

“ થેન્ક યૂ સર , થેન્ક યૂ મેમ... “ , મેં તેમનો આભાર માનતા કહ્યું .

“ તો ફાઇનલી ‘ ધ જેકેટ ‘ નું ફૅમિલી આવી ગયું આજે રાઇટ મીરા ?? “ , મેં બધાની સાથે મુલાકાત કરતાં કરતાં કહ્યું .

“ ના... હવે આવ મારી સાથે... “ , મીરાં મને કઈક બતાવવા તેની સાથે લઈ ગઈ .

હું તો તેનું ઘર જ જોઈ રહ્યો હતો કારણ કે તેનું ઘર પણ જંગલની થીમ પર ડેકોરેટ કરવામાં આવ્યું હતું . ચારે તરફ પાંદડા અને એલ. ઇ. ડી. લાઇટ્સ થી ઘર ઝળહળતું હતું .

“ આ સંગ્રામસિંહ છે . જે કર્નલ સરની મેં તને વાત કરેલી યાદ છે તે આ સાહેબ છે . “ , મીરાંએ કર્નલ સંગ્રામસિંહનો પરિચય કરાવતા કહ્યું . ત્યારબાદ મેં સંગ્રામસિંહ સાથે પણ હાથ મીલાવ્યો . બરાબર જેવુ મીરાંએ વર્ણન કર્યું હતું તેવા જ તેઓ લાગતાં હતા . મસ્ત સિક્સ પેક બોડી બિલ્ડર , મોટી મોટી મૂછો અને છ ફૂટ ત્રણ ઇંચ ફૂલ હાઇટ અને કથ્થાઇ કલરનો ચેક્સવાળો કોટ અને અંદર સફેદ શર્ટ , નીચે બ્લેક પેન્ટ અને બ્લેક શૂઝ પહેર્યા હતા .

“ હેલો મિસ્ટર રવિ , આઈ વિલ શ્યુરલી રીડ યોર નોવેલ . “ , સંગ્રામસિંહે થોડા એવા સ્મિત સાથે અને પોતાના કડક અવાજ સાથે મને કહ્યું .

“ હા શ્યોર સર... ( મેં મારૂ કાર્ડ આપ્યું ) આ મારૂ કાર્ડ છે , જેમાં મારા મોબાઇલ નંબર અને ઈ-મેઈલ આઈ ડી પણ છે , તમને બૂક કેવી લાગી એ મન ઈમેલ દ્વારા જરૂર જણાવશો “ , મેં મારૂ કાર્ડ સંગ્રામસિંહને આપતા કહ્યું .

“ શ્યોર ડેફિનેટલી “ , સંગ્રામસિંહે મારૂ કાર્ડ લઈ પ્રત્યુત્તર આપતા કહ્યું .

ત્યારબાદ મીરાં મને દૂર ગાર્ડનમાં લઈ ગઈ જ્યાં એક જૂલા પર બે સિનિયર સીટીઝન ઝૂલી રહ્યા હતા અને વાતો કરી રહ્યા હતા .

“ મમ્મી... પપ્પા... મેં તમને વાત કરી હતી ને કે એક છોકરો મને મળ્યો હતો અમદાવાદ આવતી વખતે ?? આ એ છોકરો છે , રવિ રાજ્યગુરુ , આજે તો બહુ મોટો લેખક છે અને આ બૂક તેમણે લખેલી છે “ , મીરાંએ મારો પરિચય આપતા પોતાના માતા – પિતાને કહ્યું .

“ હા... રવિભાઈ કેમ છે બેટા ?? “ , મને મીરાંના પિતાએ પૂછ્યું .

“ એકદમ ફાઇન અંકલ , ક્યારેક આવો રાજકોટ . મજા આવશે . “ , મેં મીરના પિતાને રાજકોટ આવવા આમંત્રણ આપતા કહ્યું અને અંકલ આંટીના ચરણ સ્પર્શ કર્યા .

દૂરથી એક છોકરી દોડતી દોડતી આવી અને મને બૂક આપી કહ્યું ,

“ સર ઓટોગ્રાફ ?? “ , મને પણ નવાઈ લાગી કારણ કે અંદર હોલમાં તો મેં તેને જોઈ નહોતી પરંતુ મેં એવું બધુ વિચારવા કરતાં ઓટોગ્રાફ પર ધ્યાન કેન્દ્રિત કર્યું .

“ શું નામ તમારું ?? “ , મેં ઓટોગ્રાફ આપતી વખતે પૂછ્યું .

“ આઈ એમ અંકિતા “ , અને તરત જ મને યાદ આવી ગયું કે યસ અંકિતા મીરાંની બેસ્ટ કોલેજ ફ્રેન્ડનું નામ હતું આ એ જ અંકિતા છે . મેં મીરાંને પૂછ્યું .

“ આ તારી ફ્રેન્ડ અંકિતા જ છે ને !! “ , મેં મીરાંને પૂછ્યું .

“ હા... એ જ છે... “ , મીરાંએ કહ્યું .

અને મેં બૂકમાં ઓટોગ્રાફ આપતા લખ્યું કે ,

‘ Hi dear Ankita ,

Keep smiling always…

Ravi A. Rajyaguru ‘

“ ચાલો... મીરાં... મારી ફ્લાઇટનો ટાઈમ થતો આવે છે . મારે નીકળવાનું છે . તો હું બેગ પેક કરવા જાવ ?? “ , મેં મીરાને પૂછ્યું .

“ ના.... હજી એક વ્યક્તિને તો તું મળ્યો પણ નહીં અને તારે જવું છે ?? “ , મીરાંએ પોતાની આઇબ્રોસ ઊંચી નીચી કરતાં પોતાની ડિમ્પલ્સ વાળી સ્માઇલ બતાવતા બતાવતા પૂછ્યું .

“ હવે કોણ... ?? અરે હું આટલા બધાને મળ્યો ઈવન સંગ્રામસિંહ , તમારા પેરેન્ટ્સ અને અંકિતા પણ... હવે કોણ બાકી યાર ??? “ , મેં ઉત્સુક્તાથી પૂછ્યું .

બસ એટલી જ વારમાં દૂરથી કબીર વ્હાઇટ હોર્સ પર સવાર થઈને આવ્યો અને બંગલાના ગ્રાઉન્ડમાં અને ફુવારાની ફરતે રાઉન્ડ માર્યું .

“ યસ... આ બે સભ્યો હજી બાકી હતા . કબીર અને પવન અવર બેસ્ટ હોર્સ , આફ્ટરઓલ તેઓ પણ જેકેટ વાર્તાના સભ્યો છે . “ , મીરાંએ કબીર અને તેમણે જે ઘોડા સાથે જંગલમાં દિવસો વિતવ્યા હતા તેનો પરિચય આપતા કહ્યું .

ત્યારબાદ અમે બધા એ થોડા ગ્રુપ ફોટોસ પડાવ્યા . થોડા સેલફી ક્લિક કર્યા . ત્યારબાદ હું બેગ પેક કરીને ઘરેથી નીકળ્યો મને એરપોર્ટ પર છોડવા બધા જ આવ્યા હતા . કબીર , મીરાં , વ્રજ , સ્વરા , અભય , પ્રીતિ અને હીર , અંકિતા બધા જ .

“ રવિ , હવે અમે જ્યારે તમને મળીએ ત્યારે નવી બૂક છપાવી જોઈએ અને આ વખતે લવસ્ટોરી હો... “ , પ્રિતીએ કહ્યું.

“ હા... શ્યોર... “ , મેં પ્રીતિને સ્મિત સાથે જવાબ આપ્યો .

“ અને હા... લવ સ્ટોરી માં પણ સ્પોર્ટ્સમેન સ્પિરિટ જેવુ બતાવજે સારું લાગશે વાંચકો ને... “ , અભયે કહ્યું .

“ હા... પક્કુ... “ , મેં અભયને સ્મિત સાથે જવાબ આપ્યો .

“ બીજું તો જ્યાં લવ થાય છે એ બધુ તો બરાબર પણ અમુક લોકોને અમુક સમયે લવની ખાસ જરૂર હોય છે , આ વાતનો પણ ઉલ્લેખ થવો જોઈએ . “ , વ્રજે કહ્યું .

“ હા... બરાબર છે... “ , મેં વ્રજને અગ્રિમતથી જવાબ આપ્યો .

“ બાકી તો સમાજના અમુક રૂઢિચુસ્ત રિવાજોનું થોડું ઘણું વર્ણન પણ કરજે જેમ કે અંધશ્રદ્ધા જેવુ કઈક બરાબર ??
, કબીરે પોતાનું મંતવ્ય આપતા કહ્યું .

“ હા... એક્સેક્ટ્લિ... “ , મેં કબીરની વાત સાથે સહમત થતાં જવાબ આપ્યો .

“ ચાઇલ્ડહૂડ નો લવ બતાવીશ તો લોકોને વધુ ગમશે કારણ કે ઘણા ને સ્કૂલમાં પણ લવ થાય છે . ના થાય એવું નથી તો એવું પણ તું બતાવી શકે “ , સ્વરાંએ કહ્યું .

“ હા... ચોક્કસ... “ , મેં સ્વરાંને વિનમ્રતા સાથે જવાબ આપ્યો .

“ અને હું તો શું બોલું ?? તું જે લખે એ હું તો વાંચીશ જ . અને એક ઓટોગ્રાફડ કોપી મારે જોઈએ છે તો રાખી મુકજે અમદાવાદ આવીશ ત્યારે મેળવી લઇશ “ , મીરાંએ મને કહ્યું .

( અને એરપોર્ટ ના સ્પીકરમાંથી અનૌન્સમેંટ થવા લાગ્યું હતું )

“ થેન્ક યૂ સો મચ... ચાલો હું રજા લઉં છું . મળીએ પછી ક્યારેક... આવજો... “ , એમ કહીને બધાને આવજો કહીને હાથ હલાવતા હું નીકળી ગયો .

બરાબર આંઠ વાગ્યાની ફ્લાઇટમાં દુબઈ થી ભારત આવવા નીકળી ગયો . ફ્લાઇટમાં બેસીને આંખો બંધ કરી અને જાણે પ્લેન ફૂલ ગતિમાં આવી ગયું અને મારી દુબઈ થી ઈન્ડિયાની મુસાફરીમાં હું એક સપનામાં ખોવાઈ ગયો હતો જાણે મારી નવી વાર્તાનો પ્રેમી પોતાની પ્રેમીકાને મળવા તૈયાર થઈ ગયો હતો .

* * * * *

“ THE JACKET – the story of an adventure… “ ( ધ જેકેટ – ધ સ્ટોરી ઓફ એન એડવેન્ચર ) અહિં પૂરી થાય છે . આઈ ગેસ , આઈ હોપ તમે સ્ટોરીને એન્જોય કરી હશે . મારી પ્રથમ નવલકથા હોવા છતાં એક નવા લેખકને મળેલી ઘણી મોટી સફળતા આપ સૌ વાંચકમિત્રોને આભારી છે . ખરેખર દિલથી આપ સૌ વાંચકમિત્રોનો હું રવિ રાજ્યગુરુ આભાર માનું છું . મારી આ સત્તર પ્રકરણની સફર ખૂબ જ યાદગાર રહી છે . આઈ વૂડ લાઇક ટુ થેન્ક મહેન્દ્રભાઇ શર્મા સાહેબ જેમણે મને લખવા માટે પ્લેટફોર્મ પૂરું પાડ્યું અને તેમની સમગ્ર માતૃભારતી ટીમ કે જે અવનવા ગ્રાફિક્સ બનાવી આકર્ષક કવર પેજ સાથે લેખકની વાર્તાને તમારી સામે રજૂ કરે છે . જેમના વગર આ નવલકથા આજે પણ એક ડાયરી બરાબર જ હોત . આભાર , મારા તમામ મિત્રોનો પણ , જેમણે પોતાની પરીક્ષામાંથી પણ સમય ફાળવીને મને મદદ કરી છે . તમે બધા વાંચકો જેને મને અને મારી વાર્તાના દરેક પાત્રને એક છબી રૂપે અંકિત કર્યું છે . ટૂંક સમયમાં જ નવા એક વિષય સાથે નવલકથા લઈને જરૂર આવીશ અને “ ધ જેકેટ – ધ સ્ટોરી ઓફ એન એડ્વેન્ચર..“ ની ક્યારેક પેપર બેક કોપી લોન્ચ કરીશ જ પણ તેના માટે હંમેશા ટચમાં રહેજો . કારણકે સાથે રહીશું તો સાથે કામ કરીશું અને સાથે મજા કરીશું .

For more details and feedback for book :

Facebook.com/ravirajyaguru

Facebook.com/thejacket

બાકી વધુ સોશિયલ નેટવર્કિંગ ઇન્ફોર્મેશન આપને મારી બૂકના દરેક પ્રકરણની શરૂઆતમાં આવતા “ About Author “ માંથી મળી રહેશે .