Food Safari - Maxico Special books and stories free download online pdf in Gujarati

Food Safari - Maxico Special

ફૂડ સફારી

આકાંક્ષા દેસાઈ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમ

૧.ફૂડ સફારી - ૧

૨.ફૂડ સફારી - ૨

૩.ફૂડ સફારી - ૩

૪.મેક્સિકોની સફરે : ભાગ-૨

૫.ફુડ સાથે શુદ્ધ દેસી રોમાન્સ

૧. ફૂડ સફારી - ૧

નાચોસ, ટાકોસ, એન્ચીલાડાઝ - મેક્સિકન ફૂડનું નામ પડતા આ ત્રણ વસ્તુ કોઈ પણ ખાન-પાનના શોખીનની આંખ સામે દેખાય જ ! આ ત્રણ વસ્તુ આજે મેક્સિકન ફૂડનો પર્યાય થઈ ગઈ છે, પરંતુ શું મેક્સિકન ફૂડ આ ત્રણ જ વસ્તુનો સમન્વય છે ? કે પછી આ ત્રણ વસ્તુ એ એક વિશાળ ખજાનાનો નાનકડો ભાગ છે ?

જેમ આજે તંદૂરી પનીર અને તંદૂરી ચીકન એ દુનિયામાં ભારતીય ખાણી-પીણીનો એકમાત્ર ચહેરા તરીકે ઉપસીને આવ્યા છે, એમ નાચોસ અને ટાકોસ એ મેક્સિકન ખાણીપીણીનો ચહેરો બનીને આવ્યા છે, પરંતુ હકીકતમાં નાચોઝ અને ટાકોસ એ મુખ્ય ખોરાક નહિં પરંતુ ફક્ત નાસ્તો છે (બિલકુલ સમોસા અને કચોરીને જેમ જ !)

મેક્સિકન ખાનપાનની આદતોની વાત કરીએ તો, આ લોકો સવારે હળવો નાસ્તો કરે છે, સામાન્ય રીતે કોફી અને બ્રેડ. બપોરનું ભોજન એ સૌથી મહત્ત્વનું ભોજન હોય છે, બાળકો સ્કૂલેથી, મોટા ઓફિસથી ઘરે આવીને જમે છે, અને પછી ‘સિએસ્તા’ એટલે કે શુધ્ધ ગુજરાતીમાં ‘વામકુક્ષી’ (ત્યાં ૨ કલાકનો લંચબ્રેક મળે, મજા આવે, નહી !) બપોરના ભોજનમાં સામાન્ય રીતે સૂપ, ભાત, ટોર્તિયા (મકાઈની રોટલી), કઠોળ (મુખ્યત્વે રાજમા) અને એક મુખ્ય ડીશ (બોલો, આટલું ખાઈને કોને ઊંઘ ના આવે ?) ત્યારબાદ સાંજનું ભોજન હળવું હોય છે. આ ઉપરાંત નાચોસ, ટાકોસ, બુરીતોસ જેવા નાસ્તા તો ખરા જ !

આજે આપણે કેટલીક ઓછી જાણીતી મેક્સિકન વાનગીઓ બનાવીશું, અને એ પહેલા એ વાનગીની થોડી સમજણ પણ મેળવીશું.

•ચલુપા : આ એક શેકેલી કે તળેલી વાનગી છે. જેના બેઝમાં મકાઈની રોટલી કે ટોર્તિયા હોય છે, અને એના પર વિવિધ ટોપીંગ્સ મૂકી એને શેકવામાં આવે છે.

•પીકો દે ગેલો : એક સામાન્ય સલાડ, કે કચુંબર જે લગભગ બધા જ મેક્સિકન સ્ટ્રીટ જોડે સર્વ કરવામાં આવે છે.

•સોપા દે ટોર્તિયા ઃ એટલે કે ટોર્તિયા સૂપ. ટોમેટો બેઝ અને ટોર્તિયા ચિપ્સ અને ચીઝની મઝા ! શિયાળામાં આ પીવાની ખૂબ મઝા આવે.

•વેજીટેરિયન બીન ચલુપા :

સામગ્રી :

- કોર્ન ટોર્તિયા (સફેદ મકાઈની રોટલી)

- ટીસ્પૂન તેલ

- ૧ નાનો કાંદો, ઝીણો સમારેલો

- ૨ હલાપીનીઓ મરચા, બિયા કાઢી, ઝીણા સમારેલા (અથવા બી કાઢેલા ભોલર મરચા)

- ૧ કપ ઝીણા સમારેલા ટામેટા

- ૧ કપ ઝીણી સમારેલી આસબર્ગ લેટ્યુસ

- ૧ કપ રીફ્રાઈડ બીન્સ (જુઓ ટીપ-૧)

- ૧ કપ છીણેલું ચીઝ

- મીઠું સ્વાદ અનુસાર

- પીરસવા માટે સાર ક્રીમ (જુઓ ટીપ-૨)

ટીપ :

- રીપ્રાઈડ બીન્સ : બજારમાં તૈયાર મળે છે, જો ના મળે તો, નાના રાજમાને ૮-૧૦ કલાક પલાળી, બાફીને ઝીણા સમારેલા કાંદા સાથે સાંતળી લેવા.

- સાર ક્રીમ : દહીંના મસ્કામાં મીઠું નાખી, બરાબર મિક્સ કરો.

રીત :

•એક નાના પેનમાં તેલ ગરમ કરો.

•તેમાં કાંદા અને હલાપીનીઓ નાખી, ૫-૬ માટે સાંતળો.

•તેમાં ટામેટા નાખી ઉકળવા દો. ઉભરો આવે એટલે તાપ ધીમો કરી મીઠું નાખો, ધીમા તાપે ૧૫ મિનીટ ખદખદવા દો.

•ગેસ પરથી દૂર કરો, પણ ગરમ રહેવા દો.

•ટોર્તિયાને માઈક્રોવેવમાં કે ટોસ્ટર ઓવનમાં ગરમ કરી, એને અર્ધગોળાકાર આકારમાં વાળો.

•તેમાં થોડીક લેટ્યુસ, ૧ ચમચો રીફ્રાઈડ બીન્સ અને થોડોક ટોમેટો-હલાપીનીઓ સોસ મૂકો. ઉપરથી થોડું ચીઝ ભભરાવો.

•પ્લેટમાં સાર ક્રીમ સાથે સર્વ કરો.

• પીકો દે ગેલો :

સામગ્રી :

-૪ પાકા ટામેટા, બીયા કાઢી ઝીણા સમારેલા

-૧ નાનો સફેદ કાંદો ઝીણો સમારેલો

-૧/૨ કપ સમારેલી કોથમીર

-૨ હલાપીનીઓ મરચા, બિયા કાઢી, ઝીણા સમારેલા

-(અથવા બી કાઢેલા ભોલર મરચા)

-૧ ટેબલસ્પૂન લીંબુનો રસ

-મીઠું સ્વાદ અનુસાર

રીત :

•બધી જ સામગ્રી એક બાઉલમાં ભેગી કરી બરાબર મિક્સ કરો અને ફ્રીજમાં લગભગ ૧ કલાક માટે રાખો.

•આ પીકો દે ગોલો ને નાચોસ, કેસેડેલા કે ચલુપા સાથે સર્વ કરો.

• સોપા દે ટોર્તિયા :

સામગ્રી :

-૧ કિલો પાકા ટામેટા, સમારેલા

-૩ ટીસ્પૂન કોર્નફ્લોર

-૨ કપ કોર્ન ચિપ્સ

-૧ કાંદો, સમારેલો

-૧/૨ વેજીટેરીયન સીઝનીંગ ક્યુબ (‘મેગી’નો આવે છે)

-૧/૨ ટીસ્પૂન ખાંડ

-૨ ટેબલસ્પૂન બટર

-મીઠું સ્વાદ અનુસાર

સજાવટ માટે :

-ફ્રેશ ક્રીમ (મલાઈ) અને છીણેલું ચીઝ

રીત :

•ટામેટામાં પાંચ કપ પાણી ઉમેરીને પકવો. બ્લેન્ડ કરી મિશ્રણને ગાળી દો.

•એક મોટા પેનમાં બટર ગરમ કરી એમાં કાંદાને અડધી મિનીટ માટે સાંતળો

•૧ કપ પાણીમાં કોર્નફ્લોર મેળવો.

•ટામેટાનું મિશ્રણ અને કોર્નફ્લોરને સાંતળેલા કાંદા સાથે ભેળવો અને ઉકળવા દો.

•સિઝનીંગ ક્યુબ, ખાંડ અને મીઠું ભેળવીને થોડીવાર પકવવા દો.

•પીરસતી વખતે તેમાં કોર્ન ચિપ્સ ભેળવો.

•ચીઝ અને ક્રીમથી સજાવી ગરમાગરમ સર્વ કરો.

૨. ફૂડ સફારી - ૨

આલ્ફા, બીટા, ગેમા, ડેલ્ટા, એપ્સીલોન, ઝેટા...

ના ના... આજે ખાણીપીણીની વાતો છોડીને મેથ્સ નથી ભણવાનું, પણ હું વિચારતી હતી કે જે દેશના મૂળાક્ષરોને આપણે મોટેભાગે ધિક્કારતા આવ્યા છીએ એ દેશના ખોરાક અંગે કેવી રીતે ઓળખાણ આપવી ? ઈન્ડિયાથી ૭૭૩૪ કિ.મી. દૂર આવેલા આ દેશનો ઈતિહાસ લગભગ અઢી હજાર વર્ષ જુનો છે તો સ્વાભાવિક છે કે ત્યાંનાં ખોરાકનો ઈતિહાસ પણ એટલો જ જૂનો હોય.

આજે ગ્રીક ફૂડ ‘મેડીટેરેનિયન ફૂડ’ તરીકે ઓળખાય છે. એના વિશિષ્ટ સ્વાદને લીધે ધીમે ધીમે ભારતમાં પણ લોકપ્રિય થઈ રહ્યું છે. આમ તો ભૂમધ્ય સમુદ્ર કિનારે આવેલા આ દેશનો સમતોલ આહાર એટલે કે ‘સ્ટેપલ ફૂડ’ ફીશ અને વાઈન છે, પરંતુ ત્યાંનાં ખોરાકમાં ઓલીવ્સ, ચીઝ, રીંગણ, ઝુકીની, વિવિધ હર્બ્ઝ, વિવિધ જાતના મીટ અને દહીંનો પણ ભરપૂર ઉપયોગ થાય છે. આપણે જેમ ખાવાનું બનાવવા માટે સિંગતેલનો ઉપયોગ કરીએ છીએ, તેવી જ રીતે ગ્રીસમાં ખાવાનું ઓલીવ ઓઈલમાં બનાવવામાં આવે છે.

ગ્રીક ક્વીઝીનમાં બીજા મેડેટેરેનિયન ક્વીઝીનના પ્રમાણમાં ફ્લેવરીંગનું મહત્ત્વ વધારે છે. ઓરેગાનો, સૂકવેલ ફૂદીનો, લસણ, ડુંગળી, તમાલપત્ર, બેઝીલ (એક જાતની તુલસી), થાઈમ અને પલાળેલી વરીયાળી ત્યાંનાં મુખ્ય મસાલાઓ છે. ઘણી જગ્યાએ, ખાસ કરીને ઉત્તરી પ્રદેશોમાં ‘ગળ્યા’ મસાલા -જેમ કે તજ અને લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે.

ગ્રીક વાનગીઓ સામાન્ય રીતે ‘મેઝેદેસ’ એટલે કે એપીટાઈઝર્સ જોડે સર્વ કરવામાં આવે છે. દરેક પ્રદેશનો પોતાનો ‘મેઝેદે’ હોય છે, પરિણામે દરેક વાનગી જોડે સર્વ કરવા માટે ઘણા બધા ઓપ્શન્સ મળી રહે છે. અનેક જાતના હર્બ્ઝના ઉપયોગને લીધે ગ્રીક મેઝેદે સ્પેનીશ ટાપાસ કે ઈટાલિયન એન્ટી પાસ્તો કરતા વધારે ફ્લેવરફુલ હોય છે. ઉપરાંત ઘણાબધા શાકભાજી, વિવિધ કઠોળ, ફીશ, મીટ, ઘઉં અને અન્ય અનાજનો ઉપયોગ મોટા પાયે થતો હોવાથી ગ્રીક ફૂડ અત્યંત પૌષ્ટિક પણ હોય છે.

અને હવે જો મુખ્ય વાત કરીએ તો, આ ક્વિઝીન બનાવવું ખૂબ સહેલું છે. હકીકતમાં ઘણા લોકો કે જે સમતોલ આહાર પર પહેલી પસંદગી રાખતા હોય છે, તેઓ મેડેટેરીનિયન ફૂડ ઘણું પસંદ કરે છે, કારણ કે સરળતાથી બનતું અને સાથે જ સ્વાદિષ્ટ હોવું એ ક્વીઝીનનો મહત્ત્વનો પ્લસ-પોઈન્ટ છે.

આજે ફલાફલ, હુમસ અને પીટા બ્રેડ ખૂબ જાણીતા બન્યા છે, પરંતુ આજે આપણે ખૂબ ઓછી જાણીતી વાનગીઓ વિષે જાણીશું, જેમ કે ત્સાત્સીકી અને ફાકેસ.

ત્સાત્સીકી એ એક ડીપ છે, જેમાં કાકડીનો ઉપયોગ થાય છે. પીટા બ્રેડ જોડે ખાવા માટે આ ડીપ ખૂબ જ લોકપ્રિય છે. ફાકેસ એક સૂપ છે જેમાં મસૂરનો ઉપયોગ થાય છે, જેને પરંપરાગત રીતે ઓલીવ ઓઈલ અને ખૂબ બધા વિનેગાર સાથે સર્વ કરવામાં આવે છે.

• ત્સાત્સીકી :

સામગ્રી :

- ૨ કપ દહીં, પાણી નીતારેલું

- ૨ કાકડી, છાલ ઉતારીને ઝીણી સમારેલી

- ૨ ટેબલસ્પૂન ઓલીવ ઓઈલ

- ૧/૨ લીંબુનો રસ

- ૩ કળી લસણ

- મીઠું અને મરી, સ્વાદ મુજબ

રીત :

- ફૂડ પ્રોસેસરમાં બધી જ સામગ્રી ભેગી કરી એકરસ થાય ત્યાં સુધી ભેળવો.

- એક નાના બાઉલમાં કાઢી લગભગ કલાક સુધી ફ્રીજમાં ઠંડુ થવા દો.

- પીટા બ્રેડ અથવા લવાશ સાથે એકદમ ઠંડુ પીરસો.

• ફાકેસ :

સામગ્રી :

- ૧ કપ મસૂર

- ૧/૪ કપ ઓલીવ ઓઈલ

- ૧ ટેબલસ્પૂન લસણની પેસ્ટ

- ૧ ડુંગળી ખૂબ ઝીણી સમારેલી

- ૧ ગાજર, સમારેલું

- ૪ કપ પાણી + જરૂર મુજબ

- ૨ તમાલપત્ર

- ૧ ટેબલ સ્પૂન ટોમેટો પ્યુરી

- ચપટી ઓરેગાનો

- મીઠું અને મરી, સ્વાદ મુજબ

રીત :

- મસૂરને એક મોટા તપેલામાં લો, તેમાં મસૂર ડૂબે એટલું પાણી ઉમેરીને એને ઉકળવા દો.

- મસૂર સહેજ નરમ થઈ જાય એટલે પાણી નીતારીને બાજુમાં રાખો.

- હવે અન્ય એક વાસણમાં ઓલીવ ઓઈલ લો, અને મીડિયમ તાપે ગરમ કરો. તેમાં લસણની પેસ્ટ, ડુંગળી અને ગાજર નાખી ડુંગળી પારદર્શક ના થાય ત્યાં સુધી સાંતળો.

- તેમાં ૪ કપ પાણી, મસૂર, ઓરેગાનો અને તમાલપત્ર ઉમેરી તેને ઉકળવા દો.

- ઊભરો આવે એટલે તાપ ધીમો કરી બીજી દસેક મિનીટ ઉકળવા દો. ત્યારબાદ તેમાં ટોમેટો પ્યુરી અને સ્વાદ અનુસાર મીઠું અને મરી નાખો.

- વાસણને ઢાંકીને લગભગ ૩૦-૪૦ મિનીટ માટે ઉકળવા દો. વચ્ચે વચ્ચે હલાવતા રહો. જો લાગે કે સૂપ ખૂબ જાડો થઈ ગયો છે તો જરૂર મુજબ પાણી નાખો.

- પીરસતા પહેલા ૧ ટીસ્પૂન ઓલીવ ઓઈલ અને ૧ ટીસ્પૂન વિનેગાર નાખીને સર્વ કરો.

૩. ફૂડ સફારી - ૩

એક-બે દાયકાઓ પહેલા, આપણામાંના મોટા ભાગના માટે ઇટાલિયન ફૂડ એટલે પાઈનેપલ અને ચીઝ સાથે બેક કરેલી મેક્રોની અથવા સ્પાઘેટ્ટી હતી. ઇટાલિયન ફૂડે હેવ સમગ્ર વિશ્વમાં લોકપ્રિયતા મેળવી છે, અને સાથે સાથે ફ્યુઝન વાનગીઓ માટે એક લોકપ્રિય વિકલ્પ છે. આજકાલ ઘણા લોકો પાસ્તા અથવા રીસોટોને પોતાની ડીનર માટે પસંદ કરે છે. (વ્યક્તિગત રીતે, યોર્સ ટ્રુલી ઇટાલિયન ખોરાક પ્રેમી છે, કારણ કે તેમાં ચીઝનો પુષ્કળ વપરાશ હોય છે...)

ઇટાલિયન ફૂડમાં, સામગ્રીની સંખ્યામાં એ ગુણવત્તા અને સ્વાદ જેવી મહત્ત્વપૂર્ણ નથી, હજુ પણ આધુનિક ઇટાલિયન ફૂડની મુખ્ય સામગ્રી મકાઈ, બેલ પેપર્સ, ટામેટાં, પાસ્તા અને ચીઝ છે. ચીઝ ઉપરાંત, વાઈન અને કોફી ઇટાલિયન ફૂડની મહત્ત્વની સામગ્રી છે. ઓલિવ ઓઈલ આવું જ એક અભિન્ન અંગ છે. ઓલિવ ઓઈલથી થતા અન્ય લાભને લીધે હવે તેનો વપરાશ સમગ્ર વિશ્વમાં વધ્યો છે.

પાસ્તા અનેક ઇટાલિયન મેઈન કોર્સ પૈકી સૌથી લોકપ્રિય છે. સામાન્ય રીતે ઉપલબ્ધ પાસ્તામાં ફ્યુસીલી, સ્પાઘેટ્ટી, પેને અને લાઝાન્યા શીટ્‌સ સમાવેશ થાય છે. પાસ્તા સામાન્ય રીતે રેડ, વ્હાઈટ, ગ્રીન અથવા મિક્સ સોસ સાથે પીરસવામાં આવે છે. રેવીઓલીમાં પાસ્તા શીટ્‌સની અંદર પાલક કે અન્ય ભાજીનાં પૂરણને ભરવામાં આવે છે, જે એક લોકપ્રિય વિકલ્પ છે.

રિસોટ્ટો, એ ચોખામાંથી બનાવવામાં આવતી અન્ય એક લોકપ્રિય ઇટાલિયન વાનગી છે. રિસોટ્ટોને તેમાં વાપરવામાં આવતી સામગ્રી ઉપરથી ઘણીબધી અલગ અલગ રીતે પીરસી શકાય છે. રિસોટ્ટો સાથે પીરસવામાં આવતા સૂપને તૈયાર કરવા માટે વેજીટેબલ્સ, ફીશ, સીફૂડ, મીટ વગેરેનો ૩ ઉપયોગ થાય છે. વાઈન અને વિવિધ ફ્રુટ જ્યુસનો ઉપયોગ કરીને પણ રિસોટ્ટો બનાવી શકાય છે. ચોખાની વાનગી એ રિસોટ્ટોનું હાર્દ છે, પછી તમે તેમાં સ્વાદ માટે કંઈપણ ઉમેરો.

ઇટાલિયન ફૂડમાં તેમજ ડીઝાર્ત પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે. તીરામીસુ આવું જ એક ડીઝાર્ત છે. (જેનો શાબ્દિક અર્થ થાય છે ઁૈષ્ઠા દ્બી ે, આટલી સરસ વાનગીને કોણ નાપસંદ કરે ?) આ કૉફીમાંથી બનતું એક લેયર્ડ ડીઝાર્ત છે, જેમાં ક્રીમનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ થાય છે !! અન્ય લોકપ્રિય ડીઝાર્ત છે “ય્ીઙ્મટ્ઠર્ં” જે આઈસ્ક્રીમની ઇટાલિયન આવૃત્તિ છે. આજ-કાલ ’પન્ના-કોટા’ તરીકે ઓળખાતું ડીઝાર્ત પણ ફેમસ થઈ રહ્યું છે. પન્ના-કોટા ક્રીમ અને દૂધને ઉકાળીને સેટ થાય ત્યાં સુધી ઠંડુ પડવા દઈને પીરસવામાં આવે છે.

બ્રુસ્કેટા વિશ ટોમેટો ઍન્ડ બેઝીલ

સામગ્રી :

૪ બ્રેડ સ્લાઈસ

૩ મોટા ટમેટાં

લસણ ૩-૪ કળી

૧/૪ ઝૂટી બેઝીલના પાન (જુઓ ટીપ)

૩૦૦ મિલી વિનેગર

૧૫૨ મિલી એસ્ટ્રા વર્જિન ઓલિવ ઓઈલ (જુઓ ટીપ)

૧ ચમચી મીઠું

૧/૨ ચમતી તાજા ખાંડેલા કાળા મરી

રેડ ચીલી ફ્લેક્સ (ઓપ્શનલ)

ચીઝ જરૂર મુજબ

ટીપ :

• બેઝીલ ના મળે તો લગભગ ૧૫-૨૦ જેવા તુલસીના પાન વાપરી શકાય.

• એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઈલને બદલે સાદું ઓલીવ ઓઈલ અથવા કોઈપણ સ્વાદ વિહીન તેલ વાપરી શકાય

રીત :

• બ્રેડને શેકો અને ચાર ટુકડાઓમાં દરેક સ્લાઈસ કાપો.

• એક કટીંગ બોર્ડ પર ટમેટાંને ડાઈસ કરો અને લસણને છૂંટો. બેઝીલની ઝૂડીને હાથથી ચીરો, જેથી તેના સ્વાદ ઉભરીને આવે.

• એક બાઉલમાં ટમેટાં, લસણ અને બેઝીલ લો. તેમાં વિનેગર, ઓલીવ ઓઈલ, મીઠું, મરી અને ચીલી ફ્લેક્સ ઉમેરો.

• થોડું ટોસ કરો અને તે ૨૦ મિનિટ માટે બાજુ પર રાખો.

• બ્રુસ્કેટાના આ મિક્સરને બધુ એક વખત ટોસ કરો અને દરેક બ્રેડ ટોસ્ટ પર એક મોટી ચમકી મૂકો.

• ઉપરથી થોડું ચીઝ ભભરાવીને સર્વ કરો.

ચીઝી રીસ્સોટો

સામગ્રી :

૩ ંહ્વજ ઓલિવ ઓઈલ

૮ કપ વેજીટેબલ સ્ટોક

૨ કપ અર્બોરીઓ રાઈશ (જુઓ ટીપ)

મીઠું અને મરી સ્વાદ અનુસાર

૨/૩ કપ તાજું ખમણેલું પાર્મેસિયન અથવા કોઈપણ ચીઝ

ટીપ :

• અર્બોરીઓ રાઈસની જગ્યાએ કોઈપણ નાના ચોખા લઈ શકાય છે.

રીત :

• એક મોટા પેનમાં ઓલિવ ઓઈલ ગરમ કરી અને ચોખા ઉમેરો. સતત હલાવતા રહો અને ચોખાને ૩થી ૪ મિનિટ માટે રંધાવા દો.

• લગભગ ૧/૨ કપ જેટલો વેજીટેબલ સ્ટોક ઉમેરો અને હલાવતા રહો. જ્યારે મોટાભાગનું પાણી શોષાઈ જાય ત્યારે બીજો ૧/૨ કપ વેજીટેબલ સ્ટોક ઉમેરો. આમ ધીરે ધીરે કરીને, ચોખા તૈયાર ના થઈ જાય - લગભગ ૨૦ મિનિટ સુધી - ત્યાં સુધી, વેજીટબલ સ્ટૉક ઉમેરતા રહો.

• ગૅસ પરતી ઉતારી દો અને ચીઝ ઉમેરો. ચીઝ પીગળી ન જાય ત્યાં સુધી હલાવતા રહો. સ્વાદ મુજબ મીઠું અને મરી ઉમેરો.

• ગરમાગરમ સર્વ કરો.

વેનિલા પન્ના કોટા

સામગ્રી :

૧ કપ ફ્રેશ ફુલ ફેટ ક્રીમ

૧ કપ ફુલ ક્રીમ દૂધ

૧/૨ કપ ખાંડ

૨ ંહ્વજ વેનીલા એસેન્સ

૨ ંહ્વજ અગર અગર (અથવા ૧ ંજ જિલેટીન)

૨-૩ ંહ્વજ પાણી

રીત :

• મોલ્ડસને હલકા તેલથી ગ્રીઝ કરી તેમને ઠંડા પાણીમાં તરતા મૂકી રાખો.

• જીલેટીન અથવા અગર અગરને ૨ ટેબલસ્પૂન ગરમ પાણીમાં મિક્સ કરીને બાજુ પર રહેવા દો.

• એક થીક બોટમ પેનમાં દૂધ અને ક્રીમને ભેગા કરીને મિશ્રણને ધીમા તાપે ઉકળવા દો.

• આ મિશ્રણમાં ખાંડ ઉમેરો અને તેમાં વેનીલા એસેન્સ નાખીને ખાંડ ઓગળે નહિ ત્યાં સુધી બરાબર હલાવો.

• વેનીલા ક્રીમના મિશ્રણને ગૅસ પરથી ઉતારીને એક બાઉલમાં ગાળી લો.

• આ મિશ્રણમાં પલાળેલા અગર-અગર કે જિલેટિન મિશ્રણ ને ઓગાળીને નાખો અને જલ્દીથી સરખું હલાવો.

• આ મિશ્રણને તૈયાર કરેલા મોલ્ડ્‌સમાં નાખો અને રૂમ ટેમ્પરેચર પર ઠરવા દો.

• મોલ્ડ્‌સને ક્લિન્ગ રેપથી ઢાંકીને ફ્રીજમાં લગભગ ૫થી ૬ કલાક રહેવા દો.

• પન્ના કોટાને મોલ્ડ્‌સમાંથી સાચવીને કાઢી સ્ટ્રોબેરી સોસ કે ફ્રેશ ફ્રૂટ્‌સ જોડે સર્વ કરો.

૪. મેક્સિકોની સફરે : ભાગ-૨

આપણે ગયા ભાગમાં મેક્સિકોની ખાનપાનની આદતો વિષે વાત કરી, તો આ ભાગમાં મેક્સિકન ફૂડમાં વાપરતા વિવિધ મસાલાઓ અંગે વાત કરીશું, જે કોઈપણ મેક્સિકન વાનગી માટે અત્યંત જરૂરી વસ્તુ છે.

મેસ્કિકન વાનગીઓ જે-તે વાનગીની વિશાળ વિવિધતા અને આકર્ષક રંગોને કારણે દુનિયાભરમાં આજે અત્યંત જાણીતી બની ગઈ છે. પરંતુ દુનિયાના અનેક દેશોનાં ક્વિઝીનની જેમ મેક્સિકન ફૂડ પણ ફક્ત એક પ્રકારનું નથી. મેક્સીકોભરમાં તમને એની અનેક અલગ અલગ વેરાઈટીઝ જોવા મળશે, પરંતુ આ બધા જ પ્રકારમાં તમને સ્પેનીશ ફૂડનો એક અનોખો પ્રભાવ જોવા મળશે. જેવી રીતે ભારતમાં પોર્ટુગીઝ લોકોના આવવાથી બટાકા અને ટામેટાનું આગમન થયું, તેવી જ રીતે મેક્સિકોમાં ચીઝ, ક્રીમ, બ્રેડ વગેરેનું આગમન સ્પેનીશ પ્રજાના આવવાથી થયું. આ સિવાય ફ્રેંચ, મય પ્રજા અને એઝટેક પ્રજા એ પણ આધુનિક મેક્સિકન ક્વિઝીનની બનાવટમાં મહત્ત્વો ફાળો આપ્યો છે. આમ, આજે આપણે જેને ટ્રેડીશનલ મેક્સિકન ફૂડ તરીકે ઓળખીએ છીએ એ મય, એઝટેક, ફ્રેંચ અને સ્પેનીશ સંસ્કૃતિનાં સુંદર મિશ્રણને આભારી છે. આમ ચાર-ચાર સંસ્કૃતિઓનું મિશ્રણ હોવા છતાં પણ અમુક મહત્ત્વના મસાલા એવા છે જેના મૂળિયાં મેક્સિકોનાં જ છે. ચીલે (અથવા ચીલી), વેનીલા અને કોકો જેવા મૂળ મેક્સિકન મસાલાઓની માંગ દેશભરમાં વધતા આજે દુનિયાભરમાં એની ખેતી થાય છે. (આ બાબતે આપણે ફિરંગીઓનો આભાર માનવો જોઈએ, કે એ લોકો ભારતમાં મરચાં અને ચોકલેટ લાવ્યા !)

મોટેભાગે જાત જાતના સીઝનીંગમાં વપરાતો ચીલે પાવડર એ ડ્રાય ઓરીગાનો, જીરું અને મેક્સિકન મરચાંને ભેળવીને બનાવેલો પાવડર છે. મેક્સિકન ચીલી એટલે કે મેક્સિકન મરચાં, મેક્સિકન ફૂડનું એક અભિન્ન અંગ છે. મેક્સિકોમાં અનેક પ્રકારના મરચાં થાય છે, જેમનો ઉપયોગ અલગ અલગ વાનગીઓમાં કરવામાં આવે છે. જેમાં સૌથી વધુ વપરાશ એન્ચો ચીલીનો થાય છે, જે પોબ્લાનો જાતના મરચાને સૂકવીને બનાવવામાં આવે છે. જ્યારે ચીપોત્લે ચીલી, જે એક અન્ય મરચાની જાત છે એ એની તીખાશ માટે જાણીતી છે, આ મરચાને હલાપીનીઓ મરચાને સૂકવીને બનાવવામાં આવે છે. આ ઉપરાંત મેક્સિકન લોકો હાબાનેરો - જે દુનિયાના સૌથી તીખા મરચાંમાંનું એક છે, દ અરબોલ અને પાસીલા મરચાંનો ઉપયોગ પણ કરે છે. આ સિવાય મેક્સિકોમાં વપરાતા અન્ય મહત્ત્વના મસાલાઓમાં ધાણા અથવા એનો પાઉડર, ઓરેગાનો મુખ્યત્વે મેક્સિકન ઓરેગાનો કે જેનો સ્વાદ વધારે તાજો હોય છે અને જીરૂનો મહત્તમ ઉપયોગ થાય છે. આ સિવાય તેઓ લવિંગ, વરીયાળી, તાજ અને વેનીલાનો પણ ઉપયોગ ક્યારેક થતો હોય છે. કોકોને ઉપયોગ હોટ ચોકલેટ, કે જે મેક્સિકોનું એક મહત્ત્વનું પીણું છે, બનાવવામાં થાય છે અને તેમાંથી વિવિધ મોલ(ર્સ્ઙ્મી) એટલે કે ડીશની ગ્રેવી બનાવવામાં થાય છે.

મેક્સિકન સ્વીટ્‌સ

•એમ્પેનાડાસ : આ એક સ્પેનીશ મૂળની વાનગી છે, આમાં પેસ્ટ્રી શીટમાં ફળ કે સૂકા મેવાનું પૂરણ ભરીને એને તળવામાં આવે છે.

•ફાલન દે લેશે : ક્રેમ કેરેમલ અથવા ફાલન દે લેશે તરીકે ઓળખાતી આ વાનગી એક કસ્ટર્ડ આધારિત વાનગી છે જેમાં કેરેમેલનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

•ચુરોસ : ચુરોસ અથવા ચૂરો એક તળેલી વાનગી છે, અને સ્પેનીશ ડોનટ પણ કહેવાય છે. તેને સામાન્ય રીતે હોટ ચોકોલેટ કે મિલ્ક કોફી સાથે ખાવામાં આવે છે.

આ ઉપરાંત ત્રેશેલેશે, ચમ્પુરાડો, બીઓનીકો જેવી સ્વીટ્‌સ પણ મેક્સિકોના વિવિધ ભાગમાં ખાવામાં આવે છે.

• બનાના ચોકલેટ એમ્પેનાડા :

સામગ્રી :

-૨ કપ મેંદો

-૧ ટીસ્પૂન બેકિંગ પાવડર

-૧ ટીસ્પૂન મીઠું

-૧/૨ કપ બટર, પીગાળીને ઠંડુ પાડેલું

-પાણી જરૂર મુજબ (લોટ બાંધવા)

-૪ મોટા પાકા કેળા

-૨ ટેબલસ્પૂન ખાંડ

-૧ ટીસ્પૂન તજ પાવડર

-૧/૨ કપ ડાર્ક ચોકોલેટ (નાના ટુકડા કરેલી)

-આઈસીંગ સુગર, ડસ્ટીંગ માટે

રીત :

- એક મોટા બાઉલમાં મેંદો, બેકિંગ પાવડર અને મીઠું નાખી બરાબર ભેળવો, તેમાં બટર ઉમેરો. જરૂર મુજબ પાણી ઉમેરીને એનો લોટ બાંધો. લોટ બહુ ઢીલો કે બહુ કડક ના હોવો જોઈએ. લોટને પ્લાસ્ટિક રેપમાં વીંટાળી લગભગ ૩૦ મિનીટ સુધી બાજુ પર રાખો.

-હવે, બીજા એક મેક્સિંગ બાઉલમાં પાકા કેળાને, ખાંડ અને તજ ભેળવીને બરાબર છુંદી નાખો. આ મિશ્રણ ક્રીમી હોવું જોઈએ અને સાથે સાથે એમાં કેળાના થોડા ટુકડા પણ આવવા જોઈએ.

-મેંદાના લોટમાંથી એક લુવો લઈ, એની નાનકડી પૂરી વણો, લગભગ કચોરી જેટલી.

-આ વણેલી પૂરી પર લગભગ એક ટેબલસ્પૂન જેટલું સ્ટફિંગ મૂકો. તેના ઉપર થોડો ચોકોલેટના ટુકડા મૂકી પૂરીને અર્ધગોળાકાર વાળી દો.

-કિનાર પર થોડું દૂધ લગાવી કિનારને બરાબર સીલ કરી દો. કાંટા વડે ઉપર છાપ ઉપસાવી ડીઝાઈન પણ બનાવી શકાય. ઉપરથી કાંટા વડે થોડા કાણા પાડી દો, જેથી બેક કરતી વખતે વરાળ અંદરથી નીકળી જાય.

-૧૮૦ સેન્ટીગ્રેડ તાપમાને પ્રિ-હીટેડ ઓવેનમાં લગભગ ૩૦મિનીટ અથવા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી બેક કરો.

-આઈસીંગ સુગરથી ડસ્ટીંગ કરી, ગરમાગરમ પીરસો.

• ચુરોસ :

સામગ્રી :

-૧/૨ ટીસ્પૂન મીઠું

-૧/૨ ટીસ્પૂન બેકિંગ સોડા

-૨ કપ મેંદો

-૩ કપ પાણી

-તળાવ માટે તેલ

-આઈસીંગ સુગર અને તજ પાવડર, ડસ્ટીંગ માટે

રીત :

-એક મોટા વાસણમાં પાણી ઉકાળો.

-પાણી ઉકલી જાય એટલે ગેસ પરથી ઉતારી તેમાં મીઠું અને બેકિંગ સોડા ભેળવીને બરાબર હલાવો.

-તેમાં મેંદો ઉમેરી, લાકડાના ચમચા વડે ઝડપથી બરાબર હલાવો, કોઈ ગાંઠના રહેવા જોઈએ.

-વાસણને ઢાંકી દો અને મિશ્રણને ઠંડુ પડવા દો.

-આ મિશ્રણને પાઈપીંગ બેગમાં ભરી મિશ્રણને ગરમ તેલમાં પાઈપ કરો (બિસ્કીટ જેટલા લાંબા અને નોઝલની જાડાઈ જેટલા જાડા). જો પાઈપીંગ બેગના હોય તો પ્લાસ્ટીકની થેલી અથવા નોઝલ વાળી બોટલમાં મિશ્રણ ભરીને પાઈપીંગ કરવું.

-ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.

-આઈસીંગ સુગર અને તાજના પાવડરનું ડસ્ટીંગ કરી તરત જ સર્વ કરો.

• ફાલન દે લેશે :

સામગ્રી :

-૩/૪ કપ દૂધ

-૩/૪ કપ દહીં

-૩/૪ કપ કંડેન્સડ મિલ્ક

-૧/૪ ટીસ્પૂન વેનીલા એસેન્સ

-૨ ટેબલસ્પૂન કોર્નફ્લોર

-૧ ટેબલસ્પૂન કોર્નફ્લોર

-૧/૪ કપ ખાંડ

રીત :

-પાણી અને ખાંડને એક પેનમાં મૂકી બરાબર મિક્સ કરો. અને મિશ્રણને ઉકળવા દો.

-ઉકાળવા લાગે એટલે મિશ્રણને ઘેરો ગોલ્ડન રંગનાં આવે ત્યાં સુધી ધીમે તાપે પકવો. આ પ્રક્રિયાને કેરેમલાઈઝેશન કહેવાય.

-કેરેમલ તૈયાર થાય એટલે તરત જ અને પુડિંગ ટીનમાં રેડી દો. ટિનનું તળીયે બધી બાજુ સરખા પ્રમાણમાં કેરેમલ હોવું જોઈએ.

-એક બાઉલમાં દૂધ, દહીં અને કન્ડેન્સ્ડ મિલ્ક લો. એમાં વેનીલા એસેન્સ અને કોર્ન ફ્લોર નાખી બરફ મિક્સ કરો. ગાંઠ ના પડે એનું ધ્યાન રાખો.

-આ મશ્રણને પુડિંગ ટીનમાં કેરેમલની ઉપર રેડો.

-હવે એક કૂકર કે ઢોકળાના કૂકરમાં લગભગ એક ઈંચ જેટલું પાણી ભરી તેને મીડીયમ તાપે ગરમ થવા દો.

-પાણી ગરમ થાય એટલે એમાં પુડિંગ ટીન મૂકો. ઢાંકણું ઢાંકીને લગભગ ૨૦-૨૫ મિનીટ અથવા ટૂથપિક વચ્ચે ખોસવાથી સાફ ના આવે ત્યાં સીધી એને પાકવા દો.

-તૈયાર થઈ જાય એટલે ટીનને કૂકરમાંથી કાઢી ઢંડુ થવા દો.

-ટીન ઠંડુ થાય એટલે પુદીન્ગને ડી-મોલ્ડ કરી ફ્રીજમાં ઠંડુ થવા દો.

-ઠંડુ સર્વ કરો.

૫. ફુડ સાથે શુદ્ધ દેસી રોમાન્સ

કોઈકે કહ્યું છે કે, ‘્‌રીિી ૈજ ર્હંરૈહખ્ત ઙ્મૈાી ટ્ઠેંરીહૈંષ્ઠ ૈંહઙ્ઘૈટ્ઠહ, ઉી ટ્ઠઙ્મઙ્મ ટ્ઠિી ટ્ઠિં છિઅટ્ઠહ, ટ્ઠિં ય્િીીા, ટ્ઠિં સ્ેખ્તરટ્ઠઙ્મ, ટ્ઠિં મ્િૈૈંજર, ટ્ઠિં ીદૃીિઅંરૈહખ્ત.’ ભારત એક એવો દેશ છે જેનો ઈતિહાસ ૫૦૦૦ વર્ષ જૂનો છે. હવે જે સંસ્કૃતિ ૫૦૦૦ વર્ષ જૂની હોય, એના ખાનપાનનો ઈતિહાસ પણ સ્વાભાવિક રીતે એટલો જ જૂનો હોવાનો. આ ૫૦૦૦ જૂના ઈતિહાસમાં સમયાંતરે યોગ્ય બદલાવ પણ આવ્યા છે, અનેક નવી વાનગીઓનો ઉમેરો પણ થયો છે પરંતુ આ બદલાવમાં મૂળ ઓળખ બગડી નથી, બલકે ભારતમાં આવેલા વિવિધ પ્રવાસીઓ અને વિવિધ શાસકોની અસર હેઠળ વધુ મજબૂત બની છે. આજે ફૂડ સફારીમાં આપણે સૌ એક એવા પ્રવાસે જઈશું જે આપણા જીવનનો એક એવો ભાગ છે જેને આપણે, એટલે કે આઝાદી પછી જન્મેલી પેઢીએ ક્યારેય જોયો નથી, સમજ્યો નથી.

ઈન્ડિયન ક્વીઝીનનો સૌથી પહેલો ઉલ્લેખ ઈ.સ.પૂર્વે ૨૦૦૦ની આસપાસ જોવા મળે છે. આ સમયના લોકોમાં રસોઈની આયુર્વેદિક ટ્રેડીશન પ્રચલિત હતી. ‘તમે જે ખાઓ છો તેની સીધી અસર તમારા માઈન્ડ અને બોડીને થાય છે’, આ ખ્યાલ લગભગ આ સમયમાં જ પ્રચલિત થયો. આ સમયમાં છ મૂળભૂત સ્વાદ ગળ્યો, તીખો, ખાતો, ખારો, કડવો અને તૂરોનો ભારતીય ખાન પાનમાં આગમન થયું. ઈ.સ. પૂર્વે ૧૦૦૦માં જ્યારે સનાતન હિંદુ ધર્મના પાયા નંખાયા ત્યારે વર્ણાશ્રમ પધ્ધતિ ઉપરથી ખાણી પીણીની આદતોમાં વિભાજન પડ્યા. જેમ કે, મોટાભાગના બ્રાહ્મણો શાકાહારી હોય અને ક્ષત્રિયો માંસાહારી, આગળ વધતા, મહાવીર અને બુદ્ધના પ્રભાવથી જેને આજે આપને ‘જૈન’ રસોઈ કહીએ છીએ, એવી ડુંગળી-લસણ વગરની સાત્વિક વાનગીઓનો ફેલાવો શરુ થયો.

ઈ.સ. પૂર્વે ૪૦૦ થી લઈને ઈ.સ.૧૨૦૦ સુધીના સમયગાળામાં ખાનપાનની રીતરસમમાં બહુ ખાસ પરિવર્તન આવ્યું નહિ, પરંતુ ઈ.સ.૧૨૦૦ થી ૧૫૦૦નો સમયગાળો કે જેમાં મુસ્લિમ આક્રમણ થયા અને દેશમાં અનેક વિદેશી આક્રમણકારોનો પ્રવેશ થયો, તેની ખાનપાન પર ખૂબ મોટી અસર પડી. વાસ્કો દી ગામા ૧૪૯૮માં ભારત સાથે વેપાર માટે તકો શોધવા આવ્યા કે જે પછી પોર્ટુગીઝ દ્વારા વસાહતીકરણમાં પરિણમી, તેનો પ્રભાવ ખાનપાન પર જોવા મળ્યો. આ પ્રભાવનું સૌથી વધુ નોંધપાત્ર ઉદાહરણ ગોવાની રાંધણકળામાં જોવા મળે છે.

ઈ.સ.૧૫૦૦ થી ૧૮૦૦માં મુઘલ રાજ દરમિયાન મોગલાઈ રાંધણકળા ઉદભવી કે જેને આજે લોકો ભારતીયો સાથે સાંકળે છે. મસાલા તરીકે કેસર અને સૂકામેવાનો ઉપયોગ અને રસોઈ માટે ‘દમ’ પદ્ધતિ માટે આજે પણ ભારત મુઘલકાળનું આભારી છે.

ઈ.સ.૧૮૦૦ બાદ બ્રિટિશરોના આગમનથી ‘્‌રી ર્ન્દૃી છકકટ્ઠૈિર્ ક ંરી ઈહખ્તઙ્મૈજર ુૈંર ૈંહઙ્ઘૈટ્ઠહ ર્હ્લર્ઙ્ઘ’ ચાલુ થયો. આજે પણ ક્યારેક મ્મ્ઝ્રનાં ખાસ ટ્રાવેલ એન્ડ કૂકિંગ શો માં એ પ્રેમ દેખાઈ આવે છે. બ્રિટીશરોએ ‘એન્ગ્લો ઈન્ડિયન’ ક્વિઝીનને જન્મ આપ્યો અને સાથે સાથે આવી ‘હાઈ ટી’ની પરમ્પરા કે જેમાં બપોર કે સાંજની ચા જોડે નાસ્તા અને વિવિધ વાનગીઓ પીરસવાનો રીવાજ ચાલુ થયો.

આમ આજે જેને આપને સહુ ભારતીય ક્વિઝીન કહીએ છીએ એનો જન્મ થયો

વેજીટેબલ સીખ કબાબ :

•બટાટા, બાફીને છૂંદેલા ૧ મધ્યમ

•ગાજર, છીણેલું ૧ મધ્યમ

•લીલા વટાણા, ૧/૨ કપ છૂંદેલા

•ફણસી ૫-૬ છૂંદેલી

•આદુની પેસ્ટ ૧ ચમચી

•આમચૂર પાવડર ૧ ચમચી

•ચાટ મસાલો ૨ ટીસ્પૂન

•લીલા મરચાં, ૩-૪ સમારેલા

•છૂંદો ૧ - ૧/૨ ચમચી

•ચણા દાળ (શેકીને પાવડર કરેલી) ૩ ચમચી

•પનીર (છીણેલું) ૧૫૦ ગ્રામ

•મીઠું સ્વાદ અનુસાર

રીત :

•નોન સ્ટીક કડાઈને ગરમ કરો.

•તેમાં આદુની પેસ્ટ નાંખી લગભગ અડધા એક મિનિટ રંધાવા દો.

•બટાકા, ગાજર, લીલા વટાણા અને ફણસી ઉમેરી, તેમાંથી સુગંધ ના આવે ત્યાં સુધી શેકો.

•આમચૂર પાઉડર, ચાટ મસાલા, લીલા મરચાં, છૂંદો, શેકેલી ચણા દાળ ઉમેરો અને બે થી ત્રણ મિનિટ માટે રાંધો.

•પનીર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.

•મીઠું ઉમેરો અને ફરીથી મિક્સ કરો.

•માવાને આઠ સમાન ભાગોમાં વહેંચો જે દરેક ભાગને એક જાીુીિ પર નળાકાર આકારમાં ફેલાવી દો.

•નોન-સ્ટીક તવાને ગરમ કરી તેના પર જાીુીમિૂકો

•મધ્યમ તાપ ઉપર આ કબાબ બધી જ બાજુથી ત્યાં સુધી સમયાંતરે ફેરવતા રહી બરાબર પકવો.

•તમારી પસંદગીની ચટણી સાથે ગરમાગરમ પીરસો.

ટોમેટો રાઈસ :

સામગ્રી :

•૩ કપ રાંધેલા ચોખા (બાસમતી ચોખા)

•૧ મધ્યમ મોટી ડુંગળી

• ૫-૬ નાના મધ્યમ ટામેટા

•૧/૨ ંજ રાઈ

•૧ ંજ ચણા દાળ

•૧ ંજ અડદ દાળ (બ્લેક મસૂર)

•૧ ંજ લસણ પેસ્ટ

•૧/૪ ંજ મેથીના દાણા

•૧/૪ ંજ હળદર

•૨ ંજ સંભાર પાવડર

•૧ સૂકા લાલ મરચા

•૨ ંજ તેલ

•ચપટી હીંગ

•મીઠું સ્વાદ અનુસાર

•મીઠો લીમડો થોડા પાંદડા

•પાણી ૧ કપ

રીત :

•એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરો.

•રાઈ ફૂટવા લાગે એટલે હિંગ અને લાલ મરચાં, ત્યારબાદ અડદની દાળ અને ચણા દાળ ઉમેરો.

•દાળનો રંગ બદલવાનો શરૂ થાય એટલે મેથી દાણા ઉમેરો.

•લસણ પેસ્ટ ઉમેરો અને થોડી સેકન્ડો માટે સાંતળો.

•ડુંગળી અને મીઠું ઉમેરી ૨-૩ મિનિટ માટે સાંતળો.

•ડુંગળી નરમ થાય ત્યારે, પેનમાં ટામેટાં ઉમેરો અને ગરમી વધારો. હળદર ઉમેરો અને બરાબર હલાવો. ટામેટાં નરમ થાય ત્યાં સુધી હાઈ હીટ પર પકવો.

•એક પણ પાણી ઉમેરો અને મીઠો લીમડો નાખી અને સંભાર પાવડર ઉમેરો અને બરાબર હલાવો.

•ઢાંકણ ઢાંકી મધ્યમ ગરમી પર ૫ થી ૭ મિનિટ માટે રંધાવા દો.

•ધીરે ધીરે રાંધેલા ભાત ઉમેરો. પૂરતી ગ્રેવી છે તેની ખાતરી કરવા માટે થોડા થોડા ભાત ઉમેરો.

•ઢાંકણ ઢાંકી અને ધીમા તાપે ૫ મિનિટ માટે રંધાવા દો.

•પાપડ, દહીં, રાયતાં અથવા મસાલેદાર ચટણી સાથે ગરમ- ગરમ પીરસો.