Women, Work and Stress books and stories free download online pdf in Gujarati

Women, Work and Stress

Women, Work and Stress

~ હિરેન કવાડ ~

Women, Work and Stress

You may write me down in history

With your bitter, twisted lies,

You may tread me in the very dirt

But still, like dust, I'll rise.

Does my sassiness upset you?

Why are you beset with gloom?

'Cause I walk like I've got oil wells

Pumping in my living room.

Just like moons and like suns,

With the certainty of tides,

Just like hopes springing high,

Still I'll rise.

Did you want to see me broken?

Bowed head and lowered eyes?

Shoulders falling down like teardrops.

Weakened by my soulful cries.

Does my haughtiness offend you?

Don't you take it awful hard

'Cause I laugh like I've got gold mines

Diggin' in my own back yard.

You may shoot me with your words,

You may cut me with your eyes,

You may kill me with your hatefulness,

But still, like air, I'll rise.

Does my sexiness upset you?

Does it come as a surprise

That I dance like I've got diamonds

At the meeting of my thighs?

Out of the huts of history's shame

I rise

Up from a past that's rooted in pain

I rise

I'm a black ocean, leaping and wide,

Welling and swelling I bear in the tide.

Leaving behind nights of terror and fear

I rise

Into a daybreak that's wondrously clear

I rise

Bringing the gifts that my ancestors gave,

I am the dream and the hope of the slave.

I rise

I rise

I rise.

  • Maya Angelou :
  • માયા એન્જલોની મોસ્ટ પોપ્યુલર પોએમ, સ્ટીલ આઇ રાઇઝ. હજુ પણ સ્ત્રીઓ પોએમથી ઇન્સ્પાયર થાય છે. બટ મારે આજે પેશનેટ વુમન, ડ્રીમી વુમનની વાત કરવી છે, અનસેટીસ્ફાઇડ વુમનની વાત કરવી છે, વર્ક લવીંગ વુમનની વાત કરવી છે, એડવેન્ચરની ઇચ્છા ધરાવતી વુમનની વાત કરવી છે, વાત કરવી છે એની ઇચ્છાઓની, ઇચ્છાઓના કારણે થતી પ્રોબ્લેમ્સ અને પછી શોધાતા ટેમ્પરરી સોલ્યુશન્સની.

    સ્ત્રીનો સ્વભાવ ચંચળતા છે, સ્ત્રીનો સ્વભાવ પ્રેમને પામવો પણ છે, સ્ત્રીમાં નો ડાઉટ ઋજુતા હોય છે. હું એમ નથી કહેતો કે સ્ત્રીઓ સ્ટ્રોંગ હોવી જોઇએ, બટ મસ્ક્યુલાઇનનો ઢોળ સ્ત્રી પોતાના પર ચડાવે છે ત્યારે શરૂ થાય છે પ્રોબ્લેમ્સ. કારણ કે ઢોળ હંમેશા ટકતો નથી. કારણ કે ઢોળ બીજાના માટે હોય છે પોતાને તો ખબર હોય છે, પોતે કંઇ ધાતુ છે.

    ૨૧ પછીની એજ એટલે મોસ્ટ ઓફ કોલેજ પુરી થઇ ગઇ હોય છે. કોલેજની લાઇફને ભરપુર જીવ્યા પછી હવે પ્રોફેશનલ વર્લ્ડમાં એન્ટર થવાનુ હોય છે. હવે સપના અને એમ્બીશન્સના વર્લ્ડમાં પ્રવેશ કરવાનો હોય છે. જ્યાં સુધી કોલેજમાં હોઇએ ત્યાં સુધી ફ્રેન્ડ્સ સાથે મૌજ અને મસ્તી આપણને ભરપુર આનંદ આપતી હોય છે, કેટલીક ગર્લ્સને સારા રીલેશન્સનો અનુભવ હોય છે, તો કેટલીક ગર્લ્સને લવ રીલેશન્સના કડવા અનુભવો પણ થયા હોય છે. જેની ઇફેક્ટ્સ આગળ જતા ઘણી થતી હોય છે. કોલેજ પછી એક નવી દુનિયામાં જવાનુ હોય છે, કરીઅર્સ, પોતાની જાતથી કંઇક કરવાની ઉત્સુકતા, વિશ્વ માટે કરવાની ઇચ્છા, વિશ્વ માટે નહિ તો પોતાનો અભિમાન સંતોષાય માટે કંઇક કરવાની ઇચ્છા, કેટલાક ક્રીએટીવ કામ કરવાની ઇચ્છા તો કેટલાંક મરીચીકા જેવા ડેસ્ટીનેશન સુધી પહોંચવાની ઇચ્છા. ખરેખર ડેસ્ટીનેશન્સ જેવુ કંઇ હોતુ નથી, ડેસ્ટીનેશન્સ મરીચીકા છે, માઇલ્સ્ટોન્સ આરામનુ સ્થળ છે.

    વર્કાહોલીક વુમનની વાત કરતા પહેલા એવી સ્ત્રીની વાત કરીએ જે સામાન્ય લાઇફ જીવે છે, હુ જસ્ટ સીક લવ્સ એન્ડ ગીવ લવ્સ. સ્ત્રી એજ્યુકેટેડ નહિ હોય તો ૨૦ થી ૨૨ વર્ષ વચ્ચે એના મેરેજ નક્કિ થશે, કાંતો ઘરનુ કામ કરશે, કાંતો બહારનુ કામ કરીને થોડા પૈસા કમાઇને પોતાના ઘરને હેલ્પ કરશે, પતિ દ્વારા આખા દિવસની રાહ, થાક અને કામને અંતે રાતે પતિ દ્વારા સેક્સ્યુઅલ પ્લેઝર મળશે, શારીરિક જરૂરિયાતો સંતોષાશે, ફરી બીજો દિવસ, આવા ઘણા દિવસ અને પછી આવે છે બાળકો, સોશીયલ ઇવેન્ટ્સ, સામાજીક પ્રસંગો, નાની વેકેશન ટ્રીપ્સ, કોઇ સુંદર સ્થળોની ફેમીલી સાથે મુલાકાત, પરિવાર સાથે ખેંચાતા હસતા ચહેરા સાથેના ફોટાઓ, પતિનો હાથ પકડીને ખેંચાતા ફોટા તો ક્યારેક બાળકોને તેડીને હીલ સ્ટેશનના બેકગ્રાઉન્ડ વાળા ફોટાઓ, ક્યારેક ઘરમાં કંકાસ, ક્યારેક નાના મોટા ફેમીલી અને સોશીયલ જઘડાઓ, થોડીક બોરીંગ લાઇફ, બટ અંતે એક સુખી અને બીઝી લાઇફ જ્યાં ગોલ માત્ર નાની ખુશીઓ અને સુખેથી જીવવાનો છે. કોઇ મોટા કામ કરીને ધાડ મારી દેવાનો નથી. એમનો ગોલ છે તો માત્ર રનુ કામ કરવાનુ, કોઇ સરસ વાનગી બનાવવાનો, બાળકો માટેની ચિંતા કરવાનો, એમને મોટા કરવાનો, પતિને ખુશ રાખવાનો, પતિ પાસેથી પ્રેમનો, બાળકો પાસેથી પ્રેમનો, પોતાના સગા સંબંધીઓ સાથે ગુડ સોશ્યલ ટાઇમનો. એને જોઇએ છે માત્ર થોડીક ખુશીઓ, કોઇ વધારે એડવેન્ચરસ લાઇફ કે એક્સાઇટમેન્ટ વાળી લાઇફ નહિ, માત્ર એનો પતિ એનો હાથ પકડીને ચાલે, એના બાળકો એને વહાલ કરે એની ઇચ્છા હોય છે.

    લગ્ન પછી નાનુ હનીમુન, અમુક સમય પછી બાળકો, બાળકોનો ઉછેર અને એની કાળજીનો સમય, મોટા થયેલા બાળકોનુ એજ્યુકેશન અને ટીનેજ બાળકોને હેન્ડલ કરવાનો સમય ફરી નાના મોટા વેકેશન્સ અને ટ્રીપ્સ, ગ્રોન અપ બાળકોના મેરેજ અને પછી વૃધ્ધા અવસ્થા માટેની તૈયારી બટ અંતે સુખી અને શાંતી ભર્યુ જીવન…! લાઇફ છે કોઇ ઓછુ ભણેલ, કોઇ મોટા એમ્બીશન્સ રાખનારી, કોઇ મોટા એડવેન્ચર રાખનારી સ્ત્રીની જનરલાઇઝ્ડ લાઇફ. મેબી હું બધુ લખી શક્યો હોવ બટ મેં જેટલુ જોયુ છે પ્રમાણે શોર્ટમાં એક સામાન્ય સ્ત્રીની લાઇફ છે. ખરેખર સુંદર અને સુખી છે.

    ***

    હવે જેની હું વાત કરવાનો છુ એનાથી પ્લીઝ ડોન્ટ જજ મી. મારો કોઇ એવો આશય નથી કે કોઇ સ્ત્રી કામ ન કરે, એને મોટા મોટા ગોલ્સ ના હોય.

    પેશનેટ વુમન જેને ખુબ કામ કરવુ છે, પોતાના બળ પર ઉભુ થવુ છે, સેલ્ફ ડીપેન્ડેન્ટ રહેવુ છે, કામ કામ કામ, પોતાનુ કરીઅરની પ્રાયોરીટી સૌથી ઉપર છે. બટ કામ માટે ઘણી ચેન્જ થતી હોય છે. કોલેજ સૌથી સુંદર સમય હોય છે. ત્યાં કોઇ નાની પ્રોબ્લેમ હોય તો ફ્રેન્ડ્સ સાથે એનુ સોલ્યુશન નીકળતુ હોય છે, ઓછા બજેટમાં કઇ રીતે મૌજ કરવી બધુ આપણને ખબર હોય છે, હોસ્ટેલ્માં કોઇની મજાક ઉડાવીને જલસા વાળી રાતો કોઇ ભુલતુ નથી. બીકોઝ ત્યારે કોઇ ગોલ નથી હોતા, ત્યારે કોઇ એમ્બીશન્સ નથી હોતા, એવા ફ્રેન્ડ્સ હોય છે જેને તમારી પાસેથી કોઇ એક્સપેક્ટેશન્સ નથી હોતી. ફ્રેન્ડ્સ સાથે હેપ્પી હોઇએ છીએ….! પ્રોબ્મ્લેમ્સ વખતે ટેકો આપવા વાળા ખભાઓ તૈયાર હોય છે. ફ્રસ્ટ્રેશનને ફનમાં કનવર્ટ કરવા વાળા કેટલાંય ફ્રેન્ડ્સ હોય છે, ફ્રસ્ટ્રેશનને કઇ રીતે દુર કરવુ એવી સલાહ આપવા વાળા નહિ. એટલે હેપ્પી ગર્લ પોતાના ફેમીલીને પણ હેપ્પી રાખતી હોય છે, કારણ કે કોઇ પણ ફેમીલી પોતાની છોકરીને ખુશ જોવા ઇચ્છતુ હોય છે.

    બટ જ્યાં સુધી મેં જોયુ છે, વર્કીંગ વુમન સૌથી વધારે સ્ટ્રેસ્ડ હોય છે જે ઘરે રહીને કામ કરે છે અથવા કામ કરવા માંગે છે. પેશનેટ વુમનનો સ્વભાવ ઉડવુ હોય છે, જનરલાઇઝ કરૂ તો એને મ્યુઝીક ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવાનો શોખ હોય છે, બાઇક પર એકલા લોંગ ડ્રાઇવીંગનો શોખ હોય છે, એડવેન્ચરનો શોખ હોય છે, જંગલમાં અને પહાડો વચ્ચે ટ્રેકીંગનો શોખ હોય છે. જ્યારે આવી કોઇ સ્ત્રી ઘરે રહીને કામ કરે ત્યારે અને પણ કન્ઝર્વેટીવ ફેમીલી હોય તો બધી એડવેન્ચરની ફેન્ટાસી દુર જતી દેખાય. બંધન ઉડતા પંખીઓને પસંદ નથી.

    બટ આવી વુમન ધીરે ધીરે અનસેટીસ્ફાઇડ બનતી જતી હોય છે, અમુક છોકરીઓને કામ કરવુ છે તો જોબ નથી મળતી, અમુકને જોબ મળી છે, બટ પોતાના ફીલ્ડની નથી, અમુકને પોતાના ફીલ્ડની જોબ મળી છે બટ થી ની જોબમાં સ્ટીડી લાઇફમાં એક્સાઇટમેન્ટ નથી એટલે બોર થઇ જવાય છે, અમુકને બોરીંગ લાઇફના લીધે ઘરથી બહાર રહીને જોબ કરવી છે. અમુકને જોબ કરવી છે સાથે એડવેન્ચર પણ કરવુ છે, પણ પૈસાનો પ્રોબ્લેમ્સ છે, બધી ડીઝાયર પુરી નથી થતી. એટલે શરૂ થાય છે, ફ્રસ્ટ્રેશન, ફ્લડ ઓફ થોટ્સ, થોટ સ્ટોર્મ, સ્ટ્રેસ.

    વર્કાહોલીક હોવુ સારૂ છે, ઇટ્સ પરફેક્ટલી ફાઇન. બટ ૧૦૦% પ્રાયોરીટી વર્કને આપવી, ધેટ ઇઝ એબ્સોલ્યુટલી નોટ ફાઇન. વર્ક વર્ક વર્ક, વર્ક ફોર મેકીંગ ગુડ પોઝીશન, વર્ક ફોર મેકીંગ ગુડ પરફોરમન્સ, વર્ક ફોર શોઇંગ એવરીવન ધેટ આઇ કેન ડુ, વર્ક ફોર યોર સેલ્ફ, વર્ક વર્ક વર્ક, વર્ક એટ ઓફીસ, વર્ક એટ હો, કામ સ્કુટર ચલાવતી વખતે અને કામ સ્કુટરને પાર્ક કરતી વખતે, કામ સિવાય કોઇ વિચારો નહિ. એને વર્કાહોલીક નહિ, વર્ક મેનીયાક કહેવાય,

    ૨૩ ની એજ ખુબ કોમ્લીકેટેડ એજ છે, એનર્જી એટલી બધી વહેતી હોય છે કે જો એને સાચી દિશામાં વાળવામાં આવે તો ધોધ ક્યાંનો ક્યાં વહી જાય, માત્ર સ્ત્રીને લાગુ નથી પડતી. જ્યારે વર્કાહોલીક વુમન પોતાના કામ સિવાય કોઇને ટાઇમ નથી આપતી ત્યારે અમુક સમય પછી ઉભા થાય છે, સેટીસફેક્શન ઇસ્યુઝ. નક્કર સત્ય છે. કમ્પ્લીટ કોનસર્નટ્રેશન ઓન વર્ક એટલે નો ડાઉટ ગુડ પર્ફોરમન્સ, બટ ડઝ ઓનલી વર્ક કેન મેક વુમન હેપ્પ ?

    ઓફ કોર્સ નોટ. પેશનેટ વુમનને પોતાની હોબીઝ હોય છે જે વર્કના કારણે પુરી નથી થતી, આઇધર મ્યુઝીક હોય કે પછી નેચર મીટ. વર્કના કારણે ધીરે ધીરે એકલી પડવા લાગે છે, કામ કામ કામ…! ક્યાં છે કામ પછી મળતી સક્સેસને સેલીબ્રેટ કરીને શેર કરવા વાળા ફ્રેન્ડ્ ? જ્યારે રીઅલાઇઝેશન આવે ત્યારે પછી શરૂ થાય છે સાચુ ફ્રસ્ટ્રેશન. ક્યાં છે હેપ્પીને ? ક્યાં છે લવ…?

    ફેસબુકની ટાઇમ લાઇનને જ્યારે રીવર્સ ગીયરમાં નાખવામાં આવે ત્યારે મસ્તી વાળા ફોટા ફ્લેશબેક આપીને બોલતા હોય છે કેયાર હું કેવી હતી અને કેવી થઇ ગઇ, આઇ વોઝ હેપ્પી પર્સન. હું મસ્તી કરવા વાળી બોલકી છોકરી હતી અને હવે પ્લાસ્ટીક સ્માઇલ કેમ લાવવી પડે છે.’ કામનો ધોધ એવી રીતે વહાવી ગ્યો હોય છે કે ખબર નથી પડી હોતી કે સ્થળ પર ક્યારે પહોંચી ગયા, ક્યારે હેપ્પીનેસ ખોવાઇ ગઇ.

    કેટલાક રીઝન્સ છે, એમાંનુ એક છે,

    બીઇંગ મેન સ્ત્રીનો સ્વભાવ સ્ત્રી છે. એનો સ્વભાવ છે ઋજુતા અને કોમળતા. બટ જ્યારે કો ્ત્રી, કોઇ છોકરી પોતાના પર આર્ટીફીશીયલ મસ્ક્યુલાઇનનો ઢોળ ચડાવે છે ત્યારે એની ઇગોઇસ્ટીક આકાંક્ષાઓ વધતી જાય છે, છે સ્ત્રી , મે બી સ્ટ્રોંગ હોઇ શકે, બટ એનો મતલબ એવુ નહિ કે એને પુરૂષ બનવુ જોઇએ, સ્ત્રી પોતાનામાં જ અનન્ય છે. ઇગોને કદી સંતોષ થતો નથી, માંગ્યા કરે છે. બીઇંગ મેન એટલે સાથે કામ કરતા કલીગ્સનો ઇગો પણ હર્ટ થતો હોય છે, બટ ધેટ ઇઝ નોટ કનસર્ન. ટાર્ગેટ્સ પુરા કરવા સારી વાત છે, કામ કરવુ સારી વાત છે, પુરૂષ સમોવડુ બનવુ સારી વાત છે, બટ જ્યારે એક સ્ત્રી પુરૂષ બનવાની ટ્રાય કરે છે ત્યારે પાણી ઢોળાય છે. સ્ત્રીને પુરૂષ બનવાની શામાટે જરૂર છે? સ્ત્રી સ્ત્રી છે, એની પોતાની ખાસીયત છે. ફેમીનીઝમ પણ કહે છે ને…! મોર લીબરેશનની વાત કરે છે. બટ લીબરેશન પછી શુ ? લીબરેશન મળી ગયા પછી સેટીસફીકેશન ના આવે ત્યારે જે ફ્રસ્ટ્રેશન આવે છે એની વાત કોણ કરશ ? એક સ્ત્રીની લાઇફમાં વર્ક ના કારણે આવતા સ્ટ્રેસની પ્રોબ્લેમ્સ કોણ સોલ્વ કરશે?

    અહિં વુમન એમ્પાવરમેન્ટની વાતો કરવામાં આવે છે, કદાચ વુમન એમ્પાવરમેન્ટ થઇ પણ જાય, ફેમીનીઝમની મોટી મોટી વાતો કરવામાં આવે છે. બટ વુમન એમ્પાવરમેન્ટ પછી શું? લીબરેશન પછી શું કોઇ વિચારતુ નથી કે એના પછીનો બેઝ કોઇ ગવર્નમેન્ટ નથી બનાવતી.

    દરેક સ્ત્રીને કંઇક કરવુ છે, વિચારતા કરી દેવાય. પેશન એમ્પાવરમેન્ટ પછી આવી ગ્યો. ઘરના બધા સપોર્ટીવ પણ થઇ ગયા. તો પણ કોઇકને જોબ નથી મળતી અને ઘણાને કામ મળ્યા પછી ફ્રસ્ટ્રેશન છે. બીકોઝ વુમન નીડ્સ સમથીંગ, ધેટ ગીવ હર ઇન્નર પીસ ઓફ માઇન્ડ. અને એ છે પ્રેમ…!

    વુમન સીક્સ લવ (Women seeks love) – રોટી, કપડા અને મકાન આપણી પ્રાથમીક જરૂરીયાત છે, આપણા મન અને શરીર બન્નેની જરૂરીયાત પ્રેમ છે. પુરૂષને ક્યારેય પુરૂષ સાથે પ્રેમ નથી થતો. એને હંમેશા એક સ્ત્રી સાથે પ્રેમ થતો હોય છે. (એક્સેપ્શન હોઇ શકે, ઇટ્સ પરફેક્ટલી ફાઇન) જ્યારે ફ્રસ્ટ્રેટ થયેલી સ્ત્રી પાછળ જુએ છે ત્યારે એને એનો હસતો ભુતકાળ દેખાય છે, હ્યુમન બીઇંગ સીક્સ ઇમોશનલ રીલેશન્સ, મેડ વર્કાહોલીક જ્યારે કામ સિવાય કંઇ નથી વિચારતી ત્યારે સ્ત્રી ઇમોશનલ રીલેશન નથી બનાવી શકતી. સ્ત્રી ઇમોશનલ વર્લ્ડથી ક્યાંય દુર પહોંચી ગઇ હોય છે. હેપ્પીનેસ ઓલવેઝ કમ્સ ફ્રોમ ઇમોશનલ રીલેશન્સ, ચાહે ફ્રેન્ડ્સ સાથેનો રીલેશન્સ હોય, મનગમતા વ્યક્તિ સાથેનો રીલેશન હોય, પેરેન્ટ્સ સાથેનો રીલેશન હોય કે કોઇ ઇલેક્ટ્રોનીક ગેજેટ સાથેનો ઇમોશનલ રીલેશન હોય. બટ ઇમોશન લેસ થઇને કોઇ ગોલ માટે મશીનની જેમ કામ કર્યે રાખવુ, પોતાના એમ્બીશન્સ એવા પણ હોવા જોઇએ કે હુંફાળા સંબંધોથી દુર લઇ જાય અને જ્યારે જરૂર પડે ત્યારે પોતાનો ખભો પલાળવા માટે કોઇ તૈયાર હોય.

    વર્કાહોલીક વુમનની એજ પ્રોબ્લેમ હોય છે, કામમાં એટલી ડુબી ગઇ હોય છે કે સતત કામ વિશે વિચારે છે, વિચારે છે એણે ગુજારેલા હસતા ભુતકાળ વિશે બટ એના મનમાં એક બંધાઇ ગયુ હોય છે કે હવે લોકો એને સમજી નથી શકતા. એનો ઇગો એને આડે આવી જાય છે, ક્યાંક વનરેબલ બની જશે તો? એવો ડર એને સતાવે છે. શી વોન્ટ્સ ટુ બી હેપ્પી, બટ વિચારે છે, ખુશ થવા માટેનુ પગલુ નથી ભરી શકતી, ફ્રસ્ટ્રેશન એટલુ છે કે એને એક સમયે કેટ કેટલા વિચારો આવે છે. એને ખુશ થવાના વિચારો આવે છે, એને એની હોબીઝ ના વિચારો આવે છે. બટ ક્યાંય ચોખ્ખો રસ્તો નથી દેખાત્પ. કારણ કે કોઇ પ્રેમથી કહેવા વાળુ છે નહિ કેઓહ્હ્હ યાર મસ્ત વરસાદ આવે છે, લોંગ રાઇડ પર જઇએ.”

    એવુ નથી કે વર્કાહોલીક ખરાબ છે, બટ લોકો સાથે કનેક્શન નહિ હોય ત્યારે ફ્રસ્ટ્રેશન્સ આવશે . ફેમીલી રીલેશન ઇઝ નેસેસરી. ઘણી ગર્લ્સ પોતાના કામ વિશેના વિચારમાં એટલી ડુબી જતી હોય છે એના પેરેન્ટ્સ સાથે પણ વાત નથી કરતી, એના ફ્રેન્ડ્સને સાથે ગેટ ટુગેધર તો ઠીક બટ કોલ્સ કરવાનુ પણ ભુલી જાય છે, રૂડલી વાત કરવી, નો સોશીયલ કનેક્શન, માત્ર એકલુ રહેવુ અને વિચારો કરવા, વિચારો પણ એટલી હદ સુધી કે માથ ુખી જાય….! વિચારો પણ કામના અને ભુતકાળની યાદોના.

    મેરેજ ઇઝ બીગ સ્ટેપ ઓફ લાઇફ, મેરેજ શબ્દ યુઝ કરીએ તો પરમનન્ટ કમ્પેનીયનશીપ. કામ કરતી દરેક સ્ત્રી જેને કોઇ પણ સ્થિતીમાં કામ કરવુ છે, એમને એવો ડર હોય છે કે જો મેરેજ કરી લેશે તો મેરેજ પછી કામ નહિ કરી શકે. હસબન્ડનુ ફેમીલી અલાઉ કરશે કે નહિ કરે, જે સીટીમાં એના મેરેજ થશે ત્યાં એને જોબ મળશે, જોબ મળશે તો એને જેવી જોબ કરવી છે, એને જે કામ કરવુ છે મળશે કે નહિ મળ ? ક્યાંક પોતાના કામમાં ફોકસ નહિ કરી શકે તો? એને જે એડવેન્ચરસ લાઇફ જીવવી છે એ નહિં જીવી શકાય તો ? આવા વિચારો સતત આવતા હોય છે જ્યારે મેરેજની વાત આવે છે, અને ડરના કારણે એન્ટી મેરેજ કાઇન્ડ બનતી જાય છે. ફરી અનહેપ્પીનેસ અને ફ્રસ્ટ્રેશન.

    બટ એઝ આઇ સેઇડ…! વુમન સીક્સ લવ. સ્ત્રીને જોઇએ પ્રેમ…! એને એવા વ્યક્તિ ની જરૂર હોય છે જે ટફ ટાઇમમાં એને હગ કરીને કહી શકે કેબધુ ઠીક થઇ જશે’, એનો હાથ પકડીને ચાલી શકે. ફ્રસ્ટ્રેશનમાં સૌથી વધારે હેલ્પ કરતી વસ્તુ હોય તો છે,હગ્સ અને કીસીસ, એને એવા વ્યક્તિની જરૂર હોય છે જે સ્કુટર ચલાવતી વખતે એના ઉડતા વાળને બાંધી આપે, એને પોતાની પીઠ રબ કરી આપે એવા ખરહટ હાથની જરૂર હોય છે, માથુ દુખતુ હોય ત્યારે એના માથા પર ધીમી મસાજ કરી આપે એવા અનુભવની જરૂર હોય છે, એને જરૂર હોય છે આંગળીઓમાં આંગળી પરોવી રાખે એવા હાથની.

    ***

    મોમેન્ટરી પ્લેઝર ઇઝ ગુડ, એવરી બોડી હેઝ ફીઝીકલ નીડ્સ, સેક્સ ઇઝ રીક્વાયર બટ વોટ હેપ્પન્સ, વ્હેન ઇટ બીકમ્સ એડીક્શન. જ્યારે ફ્રસ્ટ્રેશન અમુક હદ વટાવે ત્યારે લવ ચેઝ શરૂ થાય છે. જો મેરેજની કે અમુક ઉંમર ચાલી ગઇ હોય તો લીટરલી ભટકવા જેવુ થતુ હોય છે. આવા સમયે સ્ત્રી પ્રેમની ક્ષણો માટે ફાંફાં મારતી હોય છે. જ્યાંથી ક્ષણીક પ્રેમ મળે તરફ દોટ મ્કતી હોય છે. મેં એવી સ્ત્રીને જોઇએ છે, જે દરેક હસતી સ્ત્રીમાં પોતાના ભુતકાળને જુએ છે. એને કામ કરવુ છે, પૈસા કમાવા છે, પેરેન્ટ્સ સાથે એના બની ગયેલા રૂડ નેચરને કારણે રીલેશન્સ ઓલમોસ્ટ પુરા થઇ ગયા છે, એને એડવેન્ચર કરવુ છે, બટ કોઇ ફ્રેન્ડ કે કમ્પેનીયન નથી. મેરેજની ઉંમર ચાલી ગઇ છે, સો એને કોઇ લાઇફ ટાઇમ મ્યુચુઅલ સપોર્ટ આપી શકે એવુ નથી. આખો દિવસ એટલી ઉતાવળમાં હોય કે એને ખબર હોય કે એને શું કરવુ છે, કોઇ સાથે વાત કરે તો વાતો કરવા લાગે, કોઇ પણ જગ્યાએ જાય તો નાહકની વાતો કરે પાગલની જેમ, ફ્રસ્ટ્રેશન એટલુ કે એના ગોલ સિવાય એના હોઠો પર કોઇ શબ્દો હોય, એની હોબી સિવાય કોઇ વાતો હોય, બધુ પુરૂ થવાના કારણે સખત સ્ટ્રેસ.

    ફરી સ્ટ્રેસમાં એના ખભા પર હાથ રાખીને સમજાવવાળુ કે એને કસીને હગ કરવા વાળુ કોઇ નહિ. કોઇ નિઃસ્વાર્થ કંપની નહિ, એકલી સાવ એકલી. જેના કારણે પછી એને ટેમ્પરરી રીલીફ માટે એક રસ્તો દેખાય છે, સેક્સ.

    નો ડાઉટ સેક્સ્યુઅલ પ્લેઝર હેલ્પ્સ યુ ઇન સ્ટ્રેસ, માસ્ટરબેશન ઇઝ ગુડ ફોર ટેમ્પરરી સ્ટ્રેસ રીમુવલ. બટ વોટ હેપ્પન્સ વ્હેન ઇટ બીકમ્સ એડીક્શન. હવે સ્ત્રી કોઇ પણ વ્યકિત સાથે આસાનીથી સુઇ જાય છે. ટેમ્પરરી પ્લેઝર મેળવે છે, એટલે એને મોમેન્ટરી પ્લેઝર કહે છે, અમુક પળો સુધી બધુ બુલશીટ ગાયબ, બટ જેવી મોમેન્ટ પુરી થઇ, તરત ફરી વિચારો શરૂ. ફરી ફોકસ, ગોલ અને કામની ખોખલી વાતો. ક્યાંક પહોંચવા માટે કામ કરવુ જરૂરી છે, બટ કામ કરવા માટે શાંત રહેવુ અને ખુશ રહેવુ એટલુ જરૂરી છે, એટલે કોઇક સારી કંપનીની જરૂર પડે છે, સુંદર હુંફાળા સાથની જરૂર પડે છે. હવે સ્ત્રી સેક્સની એટલી એડીક્શન થઇ ગઇ છે કે એને રોજ થી વાર સેક્સ કે માસ્ટરબેશનની જરૂર પડે છે. એના ચરિત્ર પર કોઇ સવાલ છે નહિ, એનુ ફ્રસ્ટ્રેશન એટલી હદ સુધી વધી ગયુ છે કે મોમેન્ટરી પ્લેઝર એને હેલ્પ કરે છે. બટ એની પાસે કોઇ ઇમોશનલ કંપની નથી. કોઇ સારા ફ્રેન્ડ્સ નથી, કોઇ સારો લાઇફ પાર્ટનર નથી. મેરેજની ઉંમર પણ ચાલી ગઇ છે, બટ હજુ એના વિચારો છે કે કોઇ લાઇફ પાર્ટનર મળશે અને એને પોતાને જે કરવુ છે નહિ કરવા દેય ? ઇફ આઇ સે ઓનેસ્ટલી શી હેઝ બીન ગોન લીટલ મેડ. મને ખબર નથી એને રાતે ઉંઘ આવે પણ છે કે નહિ ? તો એક સ્ત્રીની વાત છે, આવી હાલતમાં ખબર નહિ કેટલી સ્ત્રીઓ હશે?

    સો સેક્સ ઇઝ નેસેસરી બટ, જ્યારે કોઇ વુમન પાસે ઇમોશનલ અટેચ્ડ પર્સન હોય અને ત્યારે માત્ર સેક્સ્યુઅલ પ્લેઝર માટે સેક્સ કરવામાં આવે ત્યારે એડીક્શન બનતુ જતુ હોય છે. કારણ કે સેક્સ એવી વસ્તુ છે જેનાથી સેટીસ્ફાઇડ થવુ ખુબ અઘરૂ છે.

    સેક્સ પહેલા લોકો પેશનેટ હોય છે, સેક્સ કરતી વખતે ખુબ પ્લેઝર્સ, સેક્સ કર્યા પછી કાંતો ગીલ્ટી અને કાં તો ઇમોશનલ, થોડા સમય પછી ડીટરમાઇન્ડ અને પાછુ શરીર પોતાની જરૂરીયાતનો સાદ પાડે. સર્કલ શરૂ રહે.

    સેક્સ ઇઝ સોલ્યુશન બટ નોટ પરમનન્ટ, ઇટ ગીવ્ઝ યુ પ્લેઝર નોટ હેપ્પીનેસ. જે સુખ કડલીંગ, પેમ્પરીંગ અને હગીંગ આપે જસ્ટ ફીઝીકલ સેક્સ ના આપી શકે.

    ***

    બટ વોટ ટુ ? શું વુમન એમ્પાવરમેન્ટ બંધ કરી દેવામાં આવે જેથી સ્ત્રીઓ કંઇ કરે નહિ? શું સ્ત્રીઓને મોટીવેટ થતા રોકવામાં આવ ?

    ના…! ધીઝ ઇઝ નોટ સોલ્યુશન..! હવે પછી જે લખુ છુ કોઇ સલાહ કે સુચન નથી. બટ જે મેં જાણ્યુ છે, થોડુક અનુભવ્યુ છે એના આધારેનુ એક વર્કાહોલીક, વર્ક પેશનેટ માટેનુ સોલ્યુશન્સ છે. કદાચ બધાને લાગુ પણ પડે અને એગ્રી પણ થાય, સો ઇટ્સ ફાઇન.

    જેમ પહેલા કહેવાયુ, વુમન સીક્સ લવ. લવ ઇઝ અલ્ટીમેટ સોલ્યુશન. હું એવુ નથી કહેતો કે કોઇ સ્ત્રી પુરૂષને શોધે અને એના પાસેથી પ્રેમ મેળવો, એકવાર ખબર પડે કે વર્ક એડીક્શન હવે ખુશીઓ નથી આપી રહ્યુ, રીલેશન્સ એના લીધે સ્પોઇલ થઇ રહ્યા છે એટલે ચેતી જવુ. થોડોક ટાઇમ મમ્મી પપ્પા માટે કાઢવો, લોકો સાથે બેસીને ટી.વી જોવી, બહાર જવુ, લોકોના ઇન્ટરેસ્ટની વાતો કરવી ઘણો આરામ આપશે.

    સ્પેન્ડ ટાઇમ વીથ ફ્રેન્ડ્સ, મેક સમ ગુડ ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ લાઇફ ટાઇમ જરૂરીયાત છે, જ્યારે બધી પ્રોફેશનલ સફળતા મળી ગઇ હશે, કોઇ મોટો એવોર્ડ મળ્યો હશે ત્યારે જો કોઇ એવો ફ્રેન્ડ નહિ હોય જે તમને કહે, ‘ચલ બે પાર્ટી આપ…!’ તો બધા એવોર્ડ નકામા છે. પ્રતિષ્ટા, પોઝીશન અને એવોર્ડના ડબલા શાં કામના જ્યારે તમારી સાથે ખુશીથી કોઇ સેલીબ્રેટ કરવા વાળુય છે નહિ, જય વસાવડાની બે લાઇન મારા દિલમાં વસી ગઇ છે.

    સ્પેન્ડ ટાઇમ વીથ નેચરજો કોઇ ફ્રેન્ડ હોય, કોઇ સારો કમ્પેનીયન હોય જેની સાથે તમે શેર કરી શકો તો કોઇક તો છે જેને તમે બધુ કહી શકો. કુદરતનો ખોળો હંમેશા પથરાયેલો હોય છે. પહોળા પહાડો, લીલા વરસાદી જંગલો, બર્ફીલા સૌંદર્યો, ઠંડા હીલ સ્ટેશનો પર એકલા જઇને થોટલેસ ટાઇમ ઘણો હેલ્પ કરશે. બટ જો તમે એક શરત રાખીને જશો કેકામનો વિચાર નહિ કરૂ…!’ જસ્ટ નેચરને ફીલ કરીશ. આખરે તો આપણે કુદરતના બનેલા છીએ, એજ ઘણુ બધુ ભરી દેશે બસ આપડે ખાલી થઇને જવુ પડે.

    છેલ્લે ફરી ફરીને ત્યાંજ આવુ છુ. ઇમોશનલ સ્પોર્ટ અને રીલેશન ખુબ જરૂરી છે. કમ્પેનીયનશીપ સિવાય આખી લાઇફ નહિ કપાય. કોઇ મ્યુચુઅલ સ્પોર્ટ જોઇએ. આપડે ગમે એટલી ફેમીનીઝમની વાતો કરીએ, બટ મ્યુચુઅલ સપોર્ટ હેલ્પ કરે છે. મેરેજ હેલ્પ્સ, આઇ ડોન્ટ બીલીવ ઇન ટીપીકલ મેરેજ, બટ યસ લાઇફ ટાઇમ કમ્પેનીયન એ અદભુત રીલેશન છે. એ મેરેજના ફોર્મમાં હોય તો પણ. જો તમારા કામના કારણે તમારા ચહેરા પર સ્માઇલ નહિ હોય તો કામનો કોઇ ફાયદો નથી, એવુ કામ શું કામનુ જે તમારી નિર્દોષ સ્માઇલ અને ખુશીઓ છીનવી લે. જો તમારા ચહેરા પર સ્માઇલ નહિ હોય તો દુનિયાનુ કોઇ સારૂ કામ તમારા હાથથી નહિ થઇ શકે.

    ક્મ્પેનીયનશીપ હેલ્પ્સ કારણ કે તમને ઇમોશનલ સપોર્ટ કરે છે, મેન્ટલ સપોર્ટ કરે છે અને ફીઝીકલ સ્પોર્ટ પણ કરે છે. જ્યારે સેક્સ માત્ર ફીઝીકલ નીડ માટે થતો હોય અને ઇમોશનલી અટેચ્ડ થઇને થતો હોય ત્યારે આનંદ અને સુખની પળો મળાતી હોય છે.

    રેશનલી જોઇએ તો ઇન્ડીયાની પોપ્યુલર વુમન્સ જેવી કે ઇન્દીરા ગાંધી, મેરી કોમ, સાનીયા મીર્ઝા બધી વુમન્સ વર્લ્ડ પોપ્યુલર છે, સક્સેફુલ છે. એવુ નથી કહેતો કે લોકોએ મેરેજ કર્યા એના કારણે સક્સેસફુલ છે, બટ લોકોએ વર્ક એન્ડ લાઇફનુ બેલેન્સ જાળવ્યુ છે. આના સિવાય મોસ્ટ પોપ્યુલર અને મોસ્ટ રેકોર્ડ સેલર સીંગર બીયોન્સે હો કે શકિરા, બન્ને હજુ ફેમીલીની સાથે કામને સંભાળે છે. યુ નીડ ટુ મેઇન્ટેઇન બેલેન્સ બીટવીન વર્ક એન્ડ રીલેશન્સ. બીકોઝ ધીઝ રીલેશન્સ આર નેસેસરી. બધી મહાન સ્ત્રીઓએ મેરેજ કર્યા છતા કામ કરે છે. સો મેરેજ ક્યારેય તમારા કામમાં બાધક બનતા નથી. બટ ઇટ હેલ્પ્સ. યુ નીડ ટુ ચુઝ રાઇટ પાર્ટનર એન્ડ યુ નીડ ટુ ટ્રસ્ટ.

    કાજલ ઔઝા પાસેથી મેરેજ વિશે મેં બે લાઇન સાંભળી હતી, ટોટલી અગ્રી તો નથી પણ સારી લાગે છે કે, ‘ દુનિયામાં બે વ્યક્તિ સુખી છે, પરણેલી સ્ત્રી અને પરણ્યા વિનાનો પુરૂષ.’, જોક્સ અપાર્ટ

    કામ કરવુ ખુબ સારૂ છે, બટ એટલુ પણ કામ કરવુ કે તમે એટ્લા દુર ચાલ્યા જાવ કે તમે પાછળ જોઇને કોઇને સાદ પાડો તો કોઇ સાંભળવા વાળુ હોય.

    આપણે અહિં ખુશીથી જીવવા માટે આવ્યા છીએ, ગંભિર થઇને મરવા માટે નહિ. આપણે કોઇના ચહેરા પર ગંભિરતા લાવવા નહિ, આપણે અહિં નિર્દોષ પણે હસવા અને હસાવવા આવ્યા છીએ. આપણે અહિં પ્રેમ કરવા આવ્યા છીએ.

    લેખક વિશે

    હિરેન કવાડ એન્જીનીયર, ફીલોસોફર, રાઇટર, એક્ટર, ફીલ્મ એન્ડ પ્લે સ્ક્રીપ્ટ રાઇટર છે. પણ એમના મતે તે એક એન્ટરટેઇનરથી વધુ કંઇ જ નથી. હાલ એ ફુલ ટાઇમ આર્ટ્સ એન્ડ લીટરેચર સાથે સંકળાયેલ છે. એમને નાટકો જોવા ખુબ જ ગમે છે. એક્ટીંગ અને રાઇટીંગ પ્રત્યે એ ખુબ જ પેશનેટ છે. શોર્ટ સ્ટોરીઝ એ એમની પહેલી ગર્લફ્રેન્ડ છે. એ સિવાય એ મ્યુઝીક પણ જાણે છે. ક્લાસીકલ મ્યુઝીકના એ જબરા શૌખીન છે.

    એમણે એમનુ એન્જીનીયરીંગ અમદાવાદની એક પ્રતિષ્ઠીત કોલેજમાંથી કર્યુ અને એન્જીનીયરીંગ પુરૂ કર્યાના બે વર્ષ પછી પોતાનો બધો જ સમય લીટરેચર અને આર્ટસમાં આપવાનુ નક્કિ કર્યુ. હાલ એ ‘એન્જીનીયરીંગ ગર્લ’, શોર્ટ સ્ટોરીઝ અને નાટકો પર કામ કરી રહ્યા છે.

    આ સ્ટોરીઝના રીવ્યુઝ અને ફીડબેક આપવાનુ ભુલતા નહિ.

    Facebook :

    Twitter :