Love Junction-Part-07 books and stories free download online pdf in Gujarati

Love Junction-Part-07

Love Junction

Part-07

By.Parth J. Ghelani

j. ghelani

કવર પેજ આ રાખવાનુ છે

Dedicated to

My parents and my family

Disclaimer

ALL CHARECTERS AND EVENT DEPICTED IN THIS STORY IS FICTITIOUS.

ANY SIMILARITY ANY PERSON LIVING OR DEAD IS MEARLY COINCIDENCE.

આ વાર્તા અને તેના દરેક પાત્ર કાલ્પનિક છે,તથા કોઈ પણ જીવિત અથવા મૃત વ્યક્તિ સાથે તેઓનો કોઈ સંબંધ નથી.અને અમારો મુખ્ય ઉદેશ્ય દર્શકો(વાંચકો) ને મનોરંજન પૂરું પાડવાનો છે.

આગળ જોયું,

પ્રેમ ને આરોહી નો મેસેજ આવે છે અને ત્યારબાદ આરોહી પ્રેમ ને તેના ભૂતકાળ વિષે વાત કરે છે,અને વાતવાતમાં આરોહી પ્રેમ ને I love you કહે છે,

હવે આગળ,

જેવો આરોહી નો I love you નો મેસેજ આવ્યો એટલે મારું મગજ જ્યાં હતું ત્યાંજ ઉભું રહી ગયું,મારે આરોહી ને શું રિપ્લાય આપવો તેની પણ ખબર ના પડી.હજુ હું વિચારતો જ હતો ત્યાંજ આરોહી નો ફરી મેસેજ આવ્યો,

પ્રેમ,I like you and I love you so much.

મેં હજુ સુધી કોઈ જ રીપ્લાય જ આપ્યો નહોતો.એટલે ફરી એનો મેસેજ આવ્યો,

પ્રેમ,તું કઈ બોલતો કેમ નથી,કંઇક તો જવાબ આપ.

થોડો સમય મળશે મને વીચારવા માટે??મેં આરોહી ને પૂછ્યું

હાં,ચોક્કસ.આરોહી એ મને કીધું

થેંક્સ,યાર.મેં કીધું

પરંતુ મને જવાબ જોઈશે જ,ઓકે.આરોહી એ કીધું

શ્યોર.મેં કીધું

તો,આવતા શનિવારે રાત્રે ૦૯:૩૦ ના ટકોરે આપણા માનીતા અને ચહિતા એવા ફેસબુક પર મળવા માટે નમ્ર વિનંતી.આરોહી એ કીધું

ઓકે,જરૂર.મેં કીધું

ઓકે,ગુડ નાઈટ.આરોહી નો રિપ્લાય આવ્યો

ગુડ નાઈટ.મેં કીધું

ઓકે,બાય.આરોહી નો ફરી રિપ્લાય આવ્યો.

બાય એન્ડ ટેક કેર.મેં કીધું

હમમમ,બાય એન્ડ ટેક કેર.આરોહી એ ફરી મેસેજ કર્યો.

હમમમ. મેં પણ આટલો જવાબ આપ્યો અને ઓફલાઇન થઇ ગયો.અને પછી વીચારવા લાગ્યો કે કોઈએ સાચુજ કહ્યું છે કે,”બાય કીધા પછી પણ એક કલાક વાત થાય તો બસ સમજી લો દોસ્તો પ્રેમ ની શરૂઆત થઇ ચુકી છે.....”અને આવુ પેલા હું આરોહી ની સાથે લાંબી વાત કરવા માટે કરતો હતો અને આજે આરોહી મારી સાથે આવુ કરે છે.તો શું ખરેખર આરોહી મને પ્રેમ કરતી હશે???મારા મન નો આવા જ વિચારો એ કબજો કરી લીધો હતો.

આરોહી નો ભૂતકાળ સાંભળતા સાંભળતા ક્યારે મોડી રાત થઇ ગઈ એ પણ ખબર ના પડી મને, અને કાલે ઓફીસ પર પણ જવાનું હોવાથી ફટાફટ ફ્રેશ થઈને પથારી માં લાંબો થયો.પરંતુ..

જેવો પથારી માં લાંબો થયો કે દર વખત ની જેમ આજે પણ મને આરોહી ની સાથે કરેલી વાતો વાંચવાની ઈચ્છા થઇ અને મેં મારો ફોન હાથ માં લીધો અને મેસેન્જર ઓપન કરીને વાતો વાંચવાનું ચાલુ કર્યું,શરૂઆત ની વાતો માં તો મને મઝા આવી પરંતુ જેવી આરોહી અને નૈતિક ની વાતો શરુ થઇ અને તેમાં પણ ખાસ કરીને નૈતિક ના બર્થડે ની વાત પર પહોંચ્યો કે મારું મન આગળ ની વાત વાંચવા માટે તૈયાર જ ના થયું તેથી મેં મારો ફોન બંધ કર્યો અને બાજુ માં મુક્યો અને આંખો બંધ કરી.

જેવી મારી આંખ બંધ થઇ કે મારી આંખો ની સામે આરોહી નો પાર્ટી માં જોયેલો ચેહરો યાદ આવ્યો અને મનોમન વીચારવા લાગ્યો કે ખરેખર શું આરોહી આવું કરી શકે???ખરેખર આ એ જ આરોહી છે જે મને થોડા મહિના ઓ પહેલા કહેતી હતી કે મારે કોઈ બોયફ્રેન્ડ જ નથી??અને જો છે તો તે આવું કરી શકે??હું પથારી માં અવાજ વિચારો સાથે એક પડખે થી બીજે પડખે અને બીજે પડખે થી એક પડખે ફર્યા કરતો અને બસ આરોહી ના વિશે જ વિચાર કર્યા કરતો હતો.

મારું મન આ વાત માનવા તૈયાર જ નથી થતું,અને ખબર નહી પરંતુ કેમ ફરી મારા માથા ફરેલ મનને શું થયું અને મારા હાથ ને આદેશ આપ્યો કે ફોન હાથ માં લે અને મેસેન્જર ઓપન કરીને ફરી વાર આરોહી સાથે કરેલી વાત વાંચ.આ આદેશ હતો મારા મન નો એટલે ના છુટકે મારા હાથ ને ફોન લેવો પડ્યો અને ફરી વાર મારે વાત વાંચવા નું શરુ કરવું પડ્યું.મેં ફરી મેસેજ વાંચવાનું ચાલુ કર્યું અને એક પછી એક મેસેજ વાંચતો જ ગયો.વાંચતા વાંચતા હું મનોમન તે બધી વાતો ને કોઈ મુવી જોઈ રહ્યો હોવ તે રીતે વિજ્યુલાઇજ પણ કરતો જતો હતો.ફરી પાછો હું નૈતિક ના બર્થડે વાળા મેસેજ પર પહોંચ્યો અને આ વખતે પણ મને તે મેસેજ વાંચવાની મઝા આવતી જ ના હતી તેથી જ મેં ફરી વાર અહીં થી વાંચવાનું બંધ કરી દીધું અને ફોન બાજુ માં મુકીને ફરી આંખો બંધ કરીને સુવાની કોશિશ કરી પરંતુ આજે મારી ઊંઘ ને પણ શું થઇ ગયું કે તે પણ આવતી જ ન હતી.ફરી પાછો હું આરોહી વિશે વિચાર કરવા લાગ્યો.

આરોહી ને મેં જયારે પહેલી જ વાર જોઈ તે દિવસ થી હું તેના એક તરફી પ્રેમ માં પડી ગયેલો અને પ્રેમ સુધી તો ઠીક છે પરંતુ તે જ દિવસ થી દરરોજ રાત્રે તેની સાથે જ લગ્ન કરવાના સપના પણ જોવા લાગ્યો હતો.મનોમન જ દરરોજ જ ભગવાન ને પ્રાથના કરતો કે ભગવાન હું લગ્ન કરીશ તો આ છોકરી સાથે જ કરીશ અને જો મને આનાથી પણ કોઈ સારી છોકરી મળશે તો પણ હું તેની સાથે લગ્ન નહી કરું અરે સારી શું મારી ફેવરીટ એક્ટ્રેસ પણ જો મને સામેથી પ્રપોજ કરે તો પણ હું તેની સાથે લગ્ન નહી કરું.બસ,એક જ ઈચ્છા છે મારી ભગવાન,આરોહી સાથે લગ્ન કરવાની બીજી કોઈ જ નહી,પ્લીઝ આ એક ઈચ્છા પૂરી કરી દો,અને આરોહી ને જે દિવસ થી જોઈ છે તે દિવસ થી મારું દરરોજ જ નું જ લગભગ આ શિડ્યુલ ફિકસ હતુ ભગવાના ની સાથે વાત કરવાનું.તે દિવસ થી લઈને દરરોજ જ રાત્રે તે મારા સપના માં આવે અને તે સપના માં અમારા બંને ના લગ્ન થઇ ગયા હોય છે અને અમે બંને એક બીજાના પતિ-પત્ની નહી પરંતુ એક બીજાના સારા ફ્રેન્ડ્સ બનીને અમારી લાઈફ પસાર કરી રહ્યા છીએ આવા જ સપના આવ્યા કરે.પરંતુ...

જયારે મેં આરોહી ની સાથે પહેલી વાર વાત કરી તે દિવસે મને જે ખુશી અંદર થી મળી હતી એતો મને એક ને જ ખબર છે,અને તે ખુશી નું વર્ણન શબ્દો માં થઇ શકે તેમ નથી એ તો ખુદ ફીલ કરવું પડે ત્યારે જ ખબર પડે.અને આનાથી પણ વધારે ખુશી ત્યારે થઇ જયારે આરોહી એ મને કીધું કે મારે કોઈ બોય-ફ્રેન્ડ્સ નથી.પરંતુ આજે તેણે જે રીતે તેના ભૂતકાળ ની વાત કરી ત્યાર પછી તો મને જે ખુશી મળી હતી તેના કરતા પણ બે-ગણું વધારે દુઃખ લાગ્યું હતું જેનું પણ વર્ણન હું શબ્દો માં કરી શકું તેમ નથી.

આવું બધું જ વિચારતા વિચારતા મારી આંખ માં આંસુ ઓ પણ આવી ગયા જેનું મને ખુદ ને પણ ભાન ન રહ્યું ન હતું અને તેથી હું ઉભો થયો અને બાથરૂમ માં જઈને મારો ચેહરો પાણી થી ધોઈ લીધો અને ફરી પાછો બેડ પર આવી ને લાંબો થયો અને ઊંઘ તો આવવાની જ ન હતી એતો મને ખબર જ હતી અને ફરી આરોહી ને પહેલી વાર જોઈ તે દિવસ યાદ આવી ગયો અને તે તેના પર્પલ કલર ના ડ્રેસ માં મારી આંખો ની સામે આવીને ઉભી રહી ગઈ અને પાર્ટી વાળા અખા દિવસ ની યાદ મારી સામે તાજી થવા લાગી,હજુ આવું જ વિચારતો હતો ત્યાં જ મારા મન ને ફરી પાછુ શું થયું કે ખબર નહી અને ફરી વાર આરોહી સાથે કરેલી વાત વાંચવા માટે નખરે ચડ્યું અને ના છુટકે ફરી વાર મેં ફોન હાથ માં લીધો અને વાંચવાનું ચાલુ કર્યું.વાંચતા વાંચતા ફરી વાર લગભગ હું નૈતિક ના બર્થડે પર પંહોચી ગયો અને ત્યારબાદ ફરી વાર મેં ત્યાંથી વાંચવાનું બંધ કરી દીધું અને ફોન બાજુ માં મૂકી દીધો.અને લગભગ આગળ ની એકાદ કલાક માં ત્યાં સુધી ફરી ફરી ને મેં લગભગ પાંચ થી છ વાર વાત વાંચી અને આ વખતે પાક્કું મન બનાવીને આગળ વાંચવાનું શરુ કર્યું.

તે બંને લોકો રૂમ માં ગયા કોલ્ડ્રીંક્સ પીધું ,કેક કાપી ત્યાં સુધી વાંચ્યુ પરંતુ જેવી બંને ની કીસ શરુ થઇ તે મેસેજ વાંચ્યો એટલે મારા મન માં તેનું આખું ચિત્ર ઉભું થઇ ગયું અને ફરી મારું દિલ આગળ નું વાંચવા માટે તૈયાર ના થયું પરંતુ આં ઝીદ્દી મન આગળ વાંચવા માટે તૈયારી બતાવી રહ્યું હતું પરંતુ દિલ ના નિર્ણય સામે મન ને જુકવું પડ્યું,તેથી ફરી એક વાર મેં ફોન પડતો મુક્યો અને આંખ બંધ કરીને સુવાની તૈયારી કરી અને જેમ તેમ કરીને મને ઊંઘ આવી.

હજુ તો મારી ઊંઘ ને ૨૬:૦૦ મીનીટ જ થઇ હતી ત્યાં તો મારા ફોન માંથી ટ્રીન.........ટ્રીન..........ટ્રીન.........ટ્રીન...... જેવો અવાજ સાંભળતા જ મારી ઊંઘ ઉડી ગઈ અને મેં મારા ફોનમાં સેટ કરેલા અલાર્મ ને snooze mode માં મુક્યું અને ફરી સુઈ ગયો.૧૦:૦૦ મીનીટ પછી ફરી અલાર્મ વાગ્યું અને મેં ફરી અલાર્મ ને snooze mode મુક્યું અને આવી રીતે દરરોજ સવાર ની જેમ મેં મારા અલાર્મ ને ચાર વખત snooze mode માં મુક્યું અને આખરે ૫:૫૦ ફરી અલાર્મ વાગ્યું અને પછી તો ના છુટકે ઉભું થવું પડે એમ જ હતું એટલે અલાર્મ ને dismiss કર્યું અને પથારી માં થી ઉભો થયો.

પથારી માં થી જેવો ઉભો થયો એટલે મારું મન ફરી આરોહી ના જ વિચારો માં ખોવાઈ ગયું અને મને એ પણ ખબર ના પડી હતી કે આજ ની આખી રાત માં મેં માત્ર 56-57 મીનીટ જેટલી જ ઊંઘ કરી હતી અને આવુંજ વિચારતા વિચારતા બાથરૂમ માં ગયો અને બ્રશ લઈને ઘસવાનું ચાલુ કર્યું અને તેમાં પણ એક થી બે વાર તો બ્રશ મારા હાથ માંથી તો નીચે પડી ગઈ કારણ કે હું હજુ પણ આરોહી ના વિચારો માં હતો અને બીજું કે મારી ઊંઘ હજુ પૂરી થઇ જ નહોતી.જેમ તેમ કરીને હું તૈયાર થયો અને સવાર નો બ્રેકફાસ્ટ કરવા બેઠો પરંતુ આજે મને મારા બ્રેકફાસ્ટ માં બનાવેલી સેન્ડવીચ પણ ના ભાવી,તો પણ પરાણે પરાણે ખાધી અને ઓફીસ પર જવા માટે નીકળી પડ્યો.

સાચુ કહું તો આજે મને ઓફીસ પર જવાની ઈચ્છા હતી જ નહી પરંતુ સાથે સાથે વિચાર આવ્યો કે જો હું એકલો અહીં ઘરે બેસી રહીશ તો મારા મગજ માં આં વાત ચાલ્યા જ કરશે એટલે ઓફીસ જાવ અને ત્યાં મારા મગજ ને કામ માં પરોવું,અને ઓફીસ જવા માટે નીકળી પડ્યો.ઓફીસ પર પહોંચ્યો ત્યાં સુધી માં તો અજય અને તે બધા આવી ચુક્યા હતા અને પોતપોતાના ડેસ્ક પર બેસીને પોતાનું કામ કરતા હતા.મને જોઈને તે લોકો એ મને ગુડ મોર્નિંગ ની વિશ્ કરી પરંતુ હું તો તેના બદલામાં તે કોઈને કોઈ જ રીપ્લાય તો ના આપ્યો,પરંતુ એક નાની અને ફ્રી માં મળી રહે તેવી સ્માઈલ પણ આપી શક્યો.નહી અને ચુપ ચાપ મારા ડેસ્ક પર બેસીને કામ કરવા લાગ્યો.કામ કરવામાં પણ મને આરોહી ના જ વિચાર આવ્યા કરતા હતા અને મારું મન કામ માં લાગતું જ ના હતું.મેં મારા થી થતા બધા જ પ્રયત્નો કર્યા તેના વિચારો ને અટકાવ્વા ના પરંતુ તેના વિચારો અટકવાનું નામ જ લેતા ન હતા પરંતુ વધતા જતા હતા અને હું હજુ વિચારો માં જ હતો ત્યાંજ,

હેય,પ્રેમ ક્યાં ખોવાયેલો છે???પાછળ થી કેયુર આવ્યો અને બોલ્યો.

અહીંયા જ છુ.મેં એકદમ શાંતિ થી જવાબ આપ્યો.

ઓકે,ચાલ જલ્દી થી ટેબલ પર આવી જા.કેયુર બોલ્યો

કેમ??મેં પૂછ્યું

કેમ વાળી,ઘડીયાળ માં જો લંચ નો સમય થઇ ચુક્યો છે.કેયુર બોલ્યો

ઉપ્સ,આ’યમ સોરી,કેયુર મને ખબર ના હતી.મેં કીધું

હાં,એતો દેખાય જ છે કે તું હજુ પણ પેલી લેડી સ્ટાર ના વિચારો માં ખોવાયેલો છે.કેયુર બોલ્યો

ના,ભાઈ એવું નથી.એક કામ કર તું જા હું બસ બેજ મીનીટ માં આવું છુ.મેં કેયુર ને કીધું

ઓકે,પણ જલ્દી આવજે.કેયુર બોલ્યો અને ટેબલ તરફ ચલતો થયો.

પાંચ મીનીટ પછી હું ટેબલ પર ગયો અને મારી જગ્યા પર જેવો બેસવા ગયો કે ખુશી બોલી,

હેય,પ્રેમ શું કરે અમારા ભાભી???

હમણાં લંચ કરીલે પછી બધું જ જણાવું છુ તને.ઓકે?મેં ખુશી ને કીધું

શું,થયું છે તને???હજુ મેં બોલવાનું પૂરું કર્યું ત્યાં તો પ્રિયા મારા તરફ જોઈને બોલી

કઈ જ નહી.કેમ??મેં પૂછ્યું

ભાઈ,તે રાત્રે ઊંઘ પૂરી નથી કરી કે શું???અજયે મને પૂછ્યું

હાં,તે જ ને.તારી આંખ કેમ લાલ છે??પ્રિયા બોલી

અરે,કાલે આખી રાત પેલી ની સાથે વાત કરેલી તેથી તેની ઊંઘ પૂરી નથી થઇ જેના કારણે જ તેની આંખ આટલી બધી લાલચોળ છે.કેમ પ્રેમ???ખુશી મઝાક ના મુડ માં બોલી

પેલા આપણે લોકો લંચ કરીએ અને પછી બધા ના સવાલો ના જવાબ હું આપીશ.ઓકે??હું મારું લંચબોક્સ ખોલીને ટેબલ ની વચ્ચે રાખતા રાખતા બોલ્યો

ઓકે,જેવી તારી ઈચ્છા.ખુશી બોલી

અમે બધા એ પછી લંચ શરુ કર્યું અને લગભગ ૧;૩૦ વાગ્યા ની આસપાસ લંચ પૂરું કર્યું અને પછી અમે બધા સાથે બેઠા હતા ત્યાં તો ફરી બધા એ શરુ કર્યું આરોહી વિશે પૂછવા લાગ્યા અને એટલામાં,

પ્રેમ,જો તારે અમારી સાથે વાતજ ના કરવી હોય તો અમને જણાવી દેજે એટલે અમે તને મેસેજ કરવાનું જ બંધ કરી દઈયે.ખુશી મારા તરફ મઝાક વાળા ગુસ્સા માં બોલી

હાસ્તો,સાચી વાત છે તારી ખુશી.જ્યારથી પેલી લેડી સ્ટાર તેની જીંદગી માં આવી છે ત્યાર થી જ આપણી સાથે સરખી રીતે વાત જ નથી કરતો.ખુશી નો સાથ પુરાવતા પુરાવતા પ્રિયા પણ બોલી

અરે,પણ એવું તો મેં શું કર્યું છે??કે તમે લોકો મારી સાથે આવી રીતે વાત કરો છો??મેં પણ તે બંને ને કીધું

અરે,હજુ ગઈ કાલ રાત ની જ વાત છે,મેં ભાઈ ને કાલે મેસેજ કર્યો તો મને કહે છે હમણાં મારી સાથે વાત ના કર આરોહી ની સાથે મીટીંગ છે.ખુશી બોલી

ઓહ્હ,તો કરી લીધી મીટિંગ???પ્રિયા બોલી

અરે,એ પણ પૂછવાની વાત છે જો તો ખરી તેની આંખ મ આજ તો તે દેખાય છે.કેયુર બોલ્યો

હમ્મ્મ્મ.ત્યાં તો અજય પણ બોલ્યો

શાંતિ થી કરી લીધી હતી ને વાત???ખુશી બોલી

(હું જે વાત ને ભુલાવવાની કોશિશ કરતો હતો તેજ વાત આ લોકો મને યાદ અપાવતા હતા.અને ગઈ કાલે મારી તેની સાથે શું વાત થઇ તેના વિશે પૂછી રહ્યા હતા પણ હું કેમ કરીને તેઓને જણાવું કે વાત તો શાંતિ થી થઇ પરંતુ તે વાત સાંભળીને મારામાં સુનામી ઉપડી ગઈ તેનું શું??હું મનોમન બોલ્યો)

ક્યાં ખોવાઈ ગયો પ્રેમ???પ્રિયા બોલી

ક્યાય નહી અહીં જ છુ મારી માં.હું પ્રિયા તરફ જોઈને બોલ્યો

શું થયું તને અચાનક???અજય બોલ્યો

કઈ જ નથી થયું મને અને હવે આપણે લોકો એ આ ટોપિક પર ફરી ક્યારેક ચર્ચા કરીશું,કારણ કે લંચ નો સમય પુરો થઇ ચુક્યો છે અને હવે આપણે લોકો એ કામ પર લાગી જવું જોઈએ.મેં કીધું

ના,કેવું હોય તો ના પાડી દે પ્રેમ.ખુશી બોલી

મેં કઈ સાંભળ્યું જ ના હોય તેવી રીતે ત્યાંથી ઉભો થઈને વોશરૂમ તરફ ચાલ્યો ગયો અને ત્યાંથી ફ્રેશ થઈને ડેસ્ક પર આવીને બેસી ગયો અને કામ પર લાગી ગયો.

***

સાંજે ઓફીસ પર થી રજા પડી એટલે દરરોજ ની જેમ જ કોફી પીઈને કાલે મળીશું એવું કહી ને છુટા પડ્યા.સાંજે ઘરે આવીએ ફ્રેશ થયો અને મારું ડીનર પતાવીને મારી દરરોજ ની આદત મુજબ હું તાપી કિનારે જઈને બેઠો હતો એટલા માં જ પ્રિયા નો મેસેજ આવ્યો,

હાય્ય.

મેં પણ સામે હાય રીપ્લાય કર્યો.

શું થયું છે??પ્રિયા એ મને પૂછ્યું

કઈ જ તો નહી.મેં કીધું

ના,નક્કી કંઇક તો થયું જ છે.પ્રિયા એ મને ફરી વાર કીધું

અરે કઈ નથી થયું,કેમ તને એવું લાગે છે???મેં થોડું ગુસ્સા માં કીધું

આજ તું કંઇક અલગ જ પ્રકારનું વર્તન કરતો હતો,નાખુશ હોય એવું લાગતું હતું,દરરોજ કરતા સાવ જ અલગ મુડ માં હતો અને દુઃખી પણ હતો જે મને તારી આંખ માં દેખાતું હતું.ખુશી એ મને મેસેજ કર્યો

ના,એ તો કાલે ઊંઘ પૂરી થઇ ન હતી ને એટલે.મેં પ્રિયા ને રીપ્લાય કર્યો

ઓહ્હ,તો કાલે આખી રાત વાત કરી એમ ને??પ્રિયા થોડું વાતાવરણ હળવું કરવાના મુડ માં બોલી

ના.મેં કીધું

પરંતુ,આખી રાત વાત શું કરી એતો કે??પ્રિયા નો મેસેજ આવ્યો

બસ,જનરલ વાત.મેં ટૂંક માં જ જવાબ આપ્યો

ના બને,કંઇક એવી વાત તો બની જ છે જેથી તું આજે દુઃખી હતો.અને જનરલ વાત માં માણસ દુઃખી ના થાય.પ્રિયા એ મને મેસેજ કર્યો

અરે,યાર તું તો પાછળ પાડી ગઈ,કહુ તો છુ કઈ જ નથી થયું.મેં ગુસ્સા ના અંદાજ માં કીધું

કુલ,ના કહેવું હોય તો ના પાડી દે.પરંતુ જયારે તું દુઃખી હોય છે ત્યારે તું મને એક સારી દોસ્ત ગણીને દર વખતે બધી જ વાત કરે છો એટલે તને પુછુ છુ.પ્રિયા ઈમોશનલ થઈને બોલી

(પ્રિયા ની વાત તો સાચી હતી કારણ કે હું જયારે પણ દુઃખી હોવ છુ ત્યારે સૌથી પહેલા હું જ તેને સામે થી મારી વાત કરું છુ પરંતુ આં એવી વાત હતી જે મને કહેવી યોગ્ય લાગતી ન હતી પ્રિયા નો મેસેજ વાંચી ને હું મનોમન જ આવું વિચારી રહ્યો હતો અને ફરી વિચાર કર્યો કે પ્રિયા ને વાત કરું તો થોડું મારું મન પણ હળવું થઇ જાય અને મને પણ કંઇક રસ્તો મળે એવું વિચારીને મેં પ્રિયા ને મેસેજ કર્યો)

મારે તને કેવી રીતે વાત કરવી તે મને ખબર પડતી નથી.મેં પ્રિયાને મેસેજ કર્યો

અરે દર વખતે જેમ તું વાત કરે છે તેમ.પ્રિયા એ મને રીપ્લાય કર્યો

આરોહી એ મને કાલે સામે થી પ્રપોઝ કર્યું છે.મેં પ્રિયા ને રીપ્લાય કર્યો

તો આ વાત તો ખુશ થવાની છે અને તું ટેન્શન લઈને બેઠો છે.પ્રિયા એ મને કીધું

હાં,આં ખુશ થવાની જ વાત છે,અને હું ખુશ પણ છુ પરંતુ તેને જવાબ શું આપવો તે મને ખબર પડતી નથી.મેં પ્રિયા ને કીધું

તું તો તેને પસંદ કરે છો અને પ્યાર પણ કરે છો તો પછી શા માટે જવાબ આપવામાં કન્ફ્યુંજ છો??પ્રિયા એ મને પૂછ્યું

કારણ કે તેને ભૂતકાળ માં બોયફ્રેન્ડસ હતો એટલે.મેં પ્રિયા ને કીધું

તો શું થયું???પ્રિયા એ મને કીધું

એક વાત નો જવાબ આપ તું મને કે તને એ પસંદ છે???શું તું એના વગર રહી શકે તેમ છો??પ્રિયા એ મને પૂછ્યું

મને તો એ પસંદ જ છે.મેં પ્રિયાને કીધું

તો પછી બસ follow your heart and ask your heart what is want??પ્રિયા મને કીધું

ઓકે,થેંક યુ પ્રિયા.મેં કીધું

હમમ.ચાલ હવે જલ્દી સુઈ જા કારણ કે તે ગઈ કાલે પણ ઊંઘ નથી કરી.

ગુડ નાઈટ.પ્રિયા એ મને કીધું

ઓકે,ગુડ નાઈટ વાળી મને શું કામ સુવા મોકલે છો મને ખબર છે કે તારા પર કેયુર નો મેસેજ આવી ગયો કેમ???મેં પ્રિયા ને ચીડવવા માટે કીધું

ઓહ્હ,તો ફોર્મ માં પણ આવી ગયો તું તો.પ્રિયા એ કીધું

હમમમ,ગુડ નાઈટ.મેં કીધું

બાય.પ્રિયા નો મેસેજ આવ્યો

પ્રિયા ને બાય કહી ને હું પણ ઘર તરફ આગળ વધ્યો અને ઘરે પહોચીને ફ્રેશ થઈને પાથરી માં લાંબો થયો અને પ્રિયા એ કીધું તેમ મારા heart પૂછ્યું કે તે શું ઈચ્છે છે પરંતુ તે પણ હજુ કન્ફ્યુંજ જ હતું એટલે મેં દેશી નુસખા ની જેમ હાથ માં મેં એક કાગળ લીધો અને એક પેન લીધી અને એક ચીઠી માં Yes અને બીજી ચિઠ્ઠી માં No લખ્યું અને બંને ને વાળી ને મૂકી અને મારા દિલ પર હાથ રાખ્યો અને એક ચિઠ્ઠી ઉપાડી ને ખોલી અને તેમાં જે લખેલું હતું તે મેં તરત જ ફેસબુક ખોલીને આરોહી ને મોકલી દીધું.

To Be Continue……….

મિત્રો,શું લાગે છે તમને??પ્રેમ એ જે ચિટ્ઠી ખોલીને વાંચી તેમાં શું લખેલું હશે???શું પ્રેમ એ આરોહીના પ્રપોજ નો સ્વીકાર કર્યો હશે??શું આરોહી ને જો પ્રેમ તરફ થી જવાબમાં ના મળશે તો તે ક્યારેય પ્રેમ સાથે વાત કરશે કે નહી??અને જો હાં મળશે તો પ્રેમ અને આરોહી ની આગળ શું થશે??મિત્રો સવાલો તો ઘણાય છે પરંતુ તે સવાલો ના જવાબ જાણવા માટે તમારે દર અઠવાડિયે Love Junction ની મુલાકાત લેવી પડશે.

મારા પ્યારા વાંચક મિત્રો ,જો તમને મારુ અને તમારુ એવુ આ Love Junction... ખરેખર મઝા કરાવતું હોય,તો તેને વાંચીને તેના પર મને તમારા સારા કે ખરાબ પ્રતિભાવ આપવાનું ચુકતા નહી.

મિત્રો તમને અહીં દરેક સ્ટોરી ના અંત માં એક સવાલ પૂછવામાં આવશે જેનો જવાબ તમારે આપવાનો છે,અને આ રહ્યો આજ નો સવાલ,

સવાલ :શું પ્રેમ એ આરોહી ના પ્રપોઝ નો સ્વીકાર કર્યો હશે કે નહી??અને જો તમે પ્રેમ અને આરોહી ની જગ્યા પર હોવ તો શું કરો??

તમે આ સવાલ નો જવાબ અને તમારા ફીડબેક,matrubharti app પર પણ આપી શકો છો તથા,

facebook.com/parth j ghelani ,

,

,

instagram.com/parth_ghelani95

પર મોકલી શકો છો....