Love Junction part-09 books and stories free download online pdf in Gujarati

Love Junction part-09

Love Junction

Part-09

By.Parth J. Ghelani

j. ghelani

કવર પેજ આ રાખવાનુ છે

Dedicated to

My parents and my family

Disclaimer

ALL CHARECTERS AND EVENT DEPICTED IN THIS STORY IS FICTITIOUS.

ANY SIMILARITY ANY PERSON LIVING OR DEAD IS MEARLY COINCIDENCE.

આ વાર્તા અને તેના દરેક પાત્ર કાલ્પનિક છે,તથા કોઈ પણ જીવિત અથવા મૃત વ્યક્તિ સાથે તેઓનો કોઈ સંબંધ નથી.અને અમારો મુખ્ય ઉદેશ્ય દર્શકો(વાંચકો) ને મનોરંજન પૂરું પાડવાનો છે.

આગળ જોયું,

મિત્રો,આપણે આગળ ના ભાગ માં જોયું કે પ્રેમ ,આરોહી ને જવાબ મોકલે છે અને ત્યારબાદ આરોહી પણ પ્રેમ ને પ્રપોઝ કર્યા બાદ ખુબજ વિચાર માં રહ્યા કરે છે અને તેઓ બંને ફાઈનલી શનિવારે મળવાનું નક્કી કર્યા મુજબ ફેસબુક પર ઓન થાય છે..

હવે આગળ...

(આગળ ની વાત પ્રેમ ના મુખેથી)

જેવી મને આરોહી ઓનલાઇન દેખાઈ એટલે મેં તેને મેસેજ કરવાનો વિચાર કર્યો,પરંતુ હું જેવો મેસેજ મોકલવા ગયો કે તેનો સામે થી મેસેજ આવ્યો,

હાય..

હેલ્લો..મેં તેણી ને રીપ્લાય આપ્યો

કેમ છો??આરોહી નો મેસેજ આવ્યો

તમારો ભૂતકાળ સાંભળીને તો મારી મઝા તે પછી આગળ ના બે દિવસ એકદમ બગડી ગઈ હતી પરંતુ હવે તો બિલકુલ મઝા માં છુ અને તમે??મેં પણ પૂછ્યું

મારી પણ એવી જ હાલત હતી મેં તમને વાત કર્યા પછી તો હું પણ બે દિવસ જેટલી ટેન્શન માં સરી ગઈ હતી અને શનિવાર ની રાહ જોતી હતી આખરેમાંડ માંડ શનિવાર આવ્યો.આરોહી એ કીધું

કેમ??મેં તેને પૂછ્યું

બસ,એવા જ વિચારો આવ્યા કરતા હતા કે મેં તમને આ વાત શા માટે કરી??અને વાત સુધી તો ઠીક છે મેં પાછુ પ્રપોજ પણ કરી દીધું તો શું થશે હવે મારું.મારા માં જરાય હિંમત જ ન હતી આજે તમારી સાથે વાત કરવાની પરંતુ..આરોહી એ કીધું

પરંતુ,ફાઈનલી વાત કરી જ લીધી કેમ??મેં પૂછ્યું

હમમમ.પરંતુ તમારા તરફ થી મળેલા જવાબ ને કારણે મારા માં હિંમત આવી ગઈ.આરોહી એ કીધું

તને મારા થી કેવા જવાબ ની અપેક્ષા હતી???મેં આરોહી ને પૂછ્યું

મને એમ હતું કે મેં પ્રપોઝ કરવામાં ખુબજ ઉતાવળ કરી દીધી છે.આરોહી એ કીધું

એ બધું છોડ ને મારા થી કેવા જવાબ ની અપેક્ષા હતી એ બોલ??એન પ્લીજ બી હોનેસ્ટ...મેં કીધું

સાચું કહું???આરોહી એ કીધું

હમમમ.મેં ટૂંક માં જ જવાબ આપ્યો

ખોટું તો નહી લાગેને??આરોહી એ પૂછ્યું

બિલકુલ નહી,અને તને શું લાગે છે કે મને ખોટું લાગે કે નહી???મેં આરોહી ને પૂછ્યું

મને અંદર ખાને એવું લાગી રહ્યું છે કે તમને થોડું એટલે કે લીટલ બીટ જેટલું જ ખોટું લાગી જશે.આરોહી કીધું

ચાલશે.ઓકે.હવે બોલ મારા થી કેવા જવાબ ની અપેક્ષા હતી??મેં ફરી મારો સવાલ દોહરાવ્યો

સાચું કહું તો મને એમ હતું કે તમે મારા પ્રપોઝ નો અસ્વીકાર કરશો એવું લાગી રહ્યું હતું.આરોહી એ કીધું

પરંતુ શા માટે??મેં તેને પૂછ્યું

બસ મને અંદર થી એવું થઇ રહ્યું હતું.આરોહી એ કીધું

જો પાછી,હજુ હમણાંજ તને કહી રહ્યો કે મને કોઈ પણ વાતનું જરાય પણ ખોટું નહી લાગે.જે હોય તે તું મને સાચું બોલી દે.મેં આરોહી ને વિન્તીપુર્વક કહ્યું

અરે કહી નહી,તને યાદ હોય તો તે જયારે મને તારો ભૂતકાળ કીધેલો ત્યારે તેમાં તે કીધેલું કે પેલી અક્ષરા ને માત્ર બોયફ્રેન્ડ હતો એવી ખબર પડી તો આજ સુધી તે તેની સાથે વાત પણ નથી કર,અને મારે તો બોયફ્રેન્ડ પણ હતો અને તેની સાથે....તેથી મને એવું લાગ્યું.આરોહી એ કીધું

તો પછી તને એ પણ યાદ જ હશે કે મેં તને તે દિવસે એ પણ કીધેલું કે મને જો શરૂઆત થી હકીકત જણાવી દે તો હું તેને કયારેય છોડતો પણ નથી.મેં આરોહી ને કીધું

એટલે જ તો મેં તને બધી જ વાત કરી દીધી.આરોહી એ જવાબ આપ્યો

ઓહો ગુડ.મેં કીધું

મને છે ને રીલેશન શીપ માં એકદમ હોનેસ્ટ રહેવું ગમે છે એટલે જ મેં તેને બધું જ શરૂઆત થી કહી દીધું.આરોહીએ કીધું

સેમ હિયર,માય ડીયર.મેં તેને જવાબ આપ્યો

ઓહ્હો,પંખી મેં જાન ભી આ ગઈ?આરોહી એ કીધું

હમમમ.મેં પણ કીધું

જો પ્રેમ તું મસ્કા મારવા માટે આ ડીયર શબ્દ નો ઉપયોગ કરતો હોય તો રેવા દેજે.આરોહી એ મને કીધું

આ શબ્દ મસ્કા મારવા માટે નો નથી પગલી,આ શબ્દ તો પ્રેમ ને વ્યક્ત કરવા માટે નો છે.સમજી??મેં આરોહી ને કીધું.

ઓક્કે,બીજું કઈ છે આવું??આરોહી એ પૂછ્યું

હાં તો.મેં કીધું

શું??આરોહી એ ફરી પૂછ્યું

કે જયારે કોઈ છોકરો કોઈ છોકરી ને અને કોઈ છોકરી કોઈ છોકરા ને આવા શબ્દો થી બોલાવે ત્યારે સમજવાનું કે તેઓ ખરેખર દિલ થી તેઓ ને પસંદ કરતા હોય છે,અને તે તેને ક્યારેય ગુમાવવા નથી માંગતા.મેં આરોહી ને કીધું

ઓહ્હો,આ ફિલ્ડ માં સારો એવો અનુભવ લાગે છે તેને તો.આરોહી એ મને કીધું

હમમ,એ તો હોય જ ને કેમ કે મારે આ બધું રીસર્ચ કરવું પડે અને ક્યારેક તો ખુદ ને ફિલ પણ કરવું પડે છે.મેં આરોહી ને કીધું

પરંતુ શા માટે??આરોહી એ મને પૂછ્યું

અરે,મારે મારી નોવેલ પૂરી કરવાની હોય છે અને તેમાં હું રીયલ ઘટના ને ઉમેરવાની કોશિશ કરું છુ.જેથી કરીને વાંચકો તેને પોતાની સમજીને ફિલ કરી શકે સમજી??મેં આરોહી ને કીધું

શુ,નોવેલ??અને તુ લખે છો??આરોહી એ મને પૂછ્યું

હમમમ.મેં કીધું

કઈ??આરોહી એ ફરી પૂછ્યું

લવ જંકશન.મેં કીધું

શું વાત છે..આરોહી એ મને કીધું

હા તો.મેં કીધું

તો તમને લખતા પણ આવડે છે એમ ને??આરોહી એ કીધું

હાં તો,અને અક્ષર પણ સારા કાઢું છુ વેરી ગુડ મળે એવા.મેં મઝાક કરતા કરતા કીધું

સારું લખે છો???કે પછી બિચારા વાંચવા વાળા ને ઊંઘ આવી જાય એવું??આરોહી એ પૂછ્યું

એ તો મારા વાંચકો ને જ ખબર પરંતુ ઊંઘ તો નથી જ આવતી તે લોકો ને એ મને ખબર છે.મેં આરોહી ને કીધું

તને કેમ ખબર??અઆરોહી એ મને કીધું

કારણ કે મને મારા વાંચક મિત્રો તરફ થી હોનેસ્ટ રીવ્યુ મળે છે એટલે..મેં આરોહી ને કીધું

શું છે સ્પેશ્યલ આ નોવેલ લવ જંકશન માં???આરોહી એ મને પૂછ્યું

નોવેલ નું તો એવું છે ને કે એ તો વાંચ્યા પછી જ ખબર પડે,પરંતુ તારે વાંચવાની જરૂર નહી પડે.મેં આરોહી ને કીધું

કેમ??આરોહી એ મને પૂછ્યું

કારણ કે આ નોવેલ માં આપણા બંને ની જ વાત છે.મેં આરોહી ને કીધું

શું વાત કરે છે??અને આપણી બંને ની કેવી વાત??આરોહી એ મને પૂછ્યું

અરે આપણે લોકો જે દિવસે પહેલીવાર મળ્યા તે દિવસ થી લઈને આજ સુધી ની બધી જ વાત છે આ નોવેલ માં.મેં આરોહી ને કીધું

તો પછી તો મારે વાંચવી જ પડશે.આરોહી એ કીધું

વાંચી ને મને તારો રીવ્યુ ચોક્કસ આપજે.મેં આરોહી ને કીધું

ચોક્કસ.આરોહી એ કીધું

તારા લીધે મારે ઘણીય વાર આ નોવેલ ના પાર્ટ્સ સમય કરતા મોડા પબ્લીશ કરવા પડ્યા છે એ તને ખબર છે??મેં કીધું

કેમ મારા લીધે???આરોહી એ મને પૂછ્યું

અરે એક તો આપણા બંને ની વાતચીત માત્ર ને માત્ર વિક માં એક જ વાર થાય છે એટલે અને વચ્ચે જયારે તે બે મહિના સુધી મારી સાથે વાત ના કરી ત્યારે મારી નોવેલ અધુરી રખડતી હતી..મેં આરોહી ને કીધું

ઓહ્હ આ યમ્મ સો સોરી..આરોહી એ કીધું

કઈ વાંધો નહી.મેં આરોહી ને કીધું

અને હવે આપણે બંને એક કામ કરીએ તો.આરોહી એ કીધું

શું??મેં તેને પૂછ્યું

આપણે બંને ભેગા મળીને આ વાત ને આગળ વધારીએ.આરોહી એ કીધું

થેન્ક યુ યાર.મેં આરોહી ને કીધું

અરે,પાગલ દોસ્તી મેં ઓર રીલેશનશીપ મેં નો થેંક્સ એન નો સોરી..આરોહી એ મને કીધું

ઓકે,પરંતુ જયારે જયારે આ સોરી,થેન્ક યુ અને લવ યુ થી આપણી આ રીલેશન ને વધુ જડપ મળતી હશે ત્યારે હું ચોક્કસ બોલીશ.મેં આરોહી ને કીધું

ઓકે બાબા.ખુશ હવે???આરોહી એ મને કીધું

ડબલ ખુશ,એન લવ યુ માય ડીયર.મેં આરોહી ને કીધું

લવ યુ ટુ.આરોહી એ સામે જવાબ આપ્યો

લવ યુ થ્રી...ડીયર.મેં ફરી આરોહી ને કીધું

બસ યાર,બધો પ્રેમ આજેજ મારા પર વરસાવી દેવાનો છે?કે પછી આગળ માટે રાખવાનો છે?આરોહી એ મને કીધું

અરે,ગાંડી બચાવીને તો એ રાખે,જે આગળ પ્રેમ વરસાવી જ ના શકે.પરંતુ આ પ્રેમ ની અંદર એટલો પ્રેમ છે ને કે આખી જિંદગી ખૂટે એમ નથી.અને પ્રેમ ને વરસાવવાથી તો પ્રેમ બે ગણો ઉત્સર્જીત થાય છે,નથી ખબર તને?મેં આરોહી ને જ્વાબ આપ્યો અને સાથે સાથે તેને પૂછ્યું

ખબર છે મને કે તમે લેખક સાહેબ છો એટલે આટલું બધું લાંબુ ની કરો અને સીધી રીતે જ ટૂંક માં કહી દેવાનું આઈ લવ યુ,ઓકે આરોહી એ મને કીધું

ઓકે.તને કોઈ શોખ નથી??મેં આરોહી ને કીધું

છે ને.આરોહી એ મને કીધું

શું??મેં તેને પૂછ્યું

તમારા જેવા લેખકો ની બુક્સ વાંચવાનો.આરોહી એ મને કીધું

ટૂંક માં કહી દે ને કે તને વાંચવાનો શોખ છે.મેં કીધું

હમમમ.અને મારો ફેવરીટ લેખક કોણ છે ખબર??આરોહી એ મને પૂછ્યું

કોણ છે??મેં તેને પૂછ્યું

યુ.આરોહી એ જવાબ આપ્યો

વોહ્ટ??મેં તેને કીધું

હમમ યુ.આરોહી એ મને ફરી કીધું

પરંતુ,હું કઈ રીતે તારો ફેવરીટ લેખક છુ??શું તે મારી બુક વાંચી છે??મેં તેને પૂછ્યું

હમમ.મેં તને આગળ જ કીધેલુ કે મને વાંચવાનો શોખ છે અને હું માતૃભારતી પર બુક વાંચું જ છુ અને ત્યાજ મને તારી લવ જંકશન મળી અને મેં વાંચવાની શરુ કરી.આરોહી એ કીધું

પછી??મેં પૂછ્યું

અને ત્યારે જ મને ખબર પડી ગઈ હતી કે તું મને લવ કરે છો અને તારી પેલી જે ભગવાન સાથે ની વાત,ચિઠ્ઠી બનાવીને તે મારા પ્રપોજ નો જવાબ આપ્યો એ બધું જ.આરોહી એ મને કીધું

પરંતુ બુક માં મેં એવું લખેલું કે મેં એક ચીઠી માં Yes અને બીજી ચીઠી માં No લખેલું,પરંતુ તે હકીકત નથી.મેં આરોહી ને કીધું

તો???આરોહી એ કીધું

મેં બંને ચીઠી માં Yes જ લખેલું.મેં આરોહી ને કીધું

વ્હોટ??આરોહી એ મને કીધું

હમમમ.મેં ટૂંક માં જ જવાબ આપ્યો

પરંતુ શા માટે??આરોહીએ મને કીધું

અરે,હું નસીબ ના જોરે જો નિર્ણય લેવા જાતે તો ખબર જ હતી કે હું જે ચીઠી ખોલીશ તેમાં NO જ લખેલું નીકળશે અને એ હું ઈચ્છતો ન હતો એટલે જ મેં મારા દિલ માંથી નીકળેલા વિચાર નો ઉપયોગ કર્યો.મેં આરોહી ને કીધું

પરંતુ આતો ચીટીંગ કહેવાય.આરોહી એ મને કીધું

Everything is fair in love and war..જાનેમન.મેં આરોહી ને કીધું

ઓહ્હ,એવું પરંતુ આ થોડું વધારે જ ફિલ્મી થઇ ગયું અને આ જુનું પણ છે તો કંઇક નવું લાવો સમજ્યા મિશટર??આરોહી એ મને કીધું.

નવું જોઈએ છે??મેં આરોહી ને કીધું

હમમમ.આરોહી એ કીધું

‘કમ્પ્યુટર’ પર મારે ને એને મળવાનું થયું,

બાગ-બગીચા વગર અમારે મળવાનું થયું,

,

ઠંડી ગરમી કે વરસાદ ની કોઈ ચિંતા નથી,

ઘરમાં બેસી ને જ ગમે ત્યારે મળવાનું થાય,

,

એને મળવા માટે ખોટું બોલવું પડતું નથી,

‘ફેસબુક’ થી જ દિવસે અને રાતે મળવાનું થાય છે ,

છબી એની મૂકી છે ‘કવરફોટો’ પર હવે,

દર્શન કરી નિત એની સાથે મળવાનું થાય,

‘આઈકોન’ એડ્રેસ નો હવે ‘ડેસ્કટોપ’ પર,

‘ડબ્બલ ક્લિક’ કરી રોઝ એને લખવાનું થયુ,

થઇ જાય છે ‘સર્વર’ જયારે જયારે ‘ડાઉન’ ,

‘કી-બોર્ડ’ પર થોડા આંસુ પડવાનું થયું,

વાત એની ‘સેવ’ કરી કરી ખૂટી છે જગ્યા,

એટલે તો ‘હાર્ડડીસ્ક’ ને મારે બદલવાનું થયું,

‘કટ’ ને ‘પેસ્ટ’ કરી ને સમય બચાવ્યો ઘણો,

મારા કેટલાક મિત્રો સાથે એને મળવાનું થયું,

‘મેસેજ’ એની હવે નથી આવતી કદી ચમન,

દુ:ખી દિલે બધું ‘ડીલીટ’ મારે કરવાનું થયું.

ઓકે,ચાલશે આ??મેં આરોહી ને આ મોકલીને કીધું

હમમમ,યાર લખેલું તો ખુબજ સારું છે અને આમાં એ પણ દેખાય છે કે તું લેખક પહેલા એક કમ્પ્યુટર એન્જીન્યર છે.મઝા આવી તારી આ LOVE ને DIJITAL ફોર્મેટ માં વાંચીને.આરોહી એ મને કીધું

તને મઝા આવી એ વાત તો મને ગમી પરંતુ આમાં નો એકપણ શબ્દ મારો નથી.મેં આરોહી ને કીધું

મને ખબર છે.આરોહી એ કીધું

કેવી રીતે??મેં આરોહી ને પૂછ્યું

કારણ કે આ ફોર્વડેડ મેસેજ મારા પર પણ આવેલો.આરોહી એ કીધું

હમમમ.મેં કીધું

એક સવાલ પુછુ??મેં આરોહી ને ફરી એક મેસેજ કર્યો

હાં,પૂછ.આરોહી એ મને કીધું

Why you want to my G.F.??મેં આરોહી ને પૂછ્યું

મતલબ??આરોહી એ મને પૂછ્યું

એટલે કે તે મને શું જોઇને પ્રપોજ કર્યું??મારા માં તો એવું શું છે કે તે મને જ પસંદ કર્યો.મેં આરોહી એ પૂછ્યું

અરે આ કેવો સવાલ છે???આરોહી એ મને કીધું

તું જવાબ આપને.બીજું પછી ઓકે.મેં આરોહી ને કીધું

સાચે જ જવાબ આપવો પડશે??આરોહી એ મને કીધું

હાસ્તો,જવાબ જાણવા માટે તો સવાલ પૂછવામાં આવે છે.એટલી પણ ખબર નથી પડતી??મેં આરોહી ને કીધું

કારણ કે તું એકદમ હોનેસ્ટ છોકરો છે અને દિલ નો એકદમ સાફ માણસ છે.અને હા દેખાવ માં થોડો ખરાબ છે પણ તું અંદર થી એકદમ સુંદર છે એટલે માટે મેં તને પસંદ કર્યો.આરોહી એ મને કીધું

પણ તને કેવી રીતે ખબર કે હું દિલ નો સાફ માણસ છુ??મેં તેને કીધું

બસ ખબર પડી ગઈ મને.આરોહી એ મને કીધું

પરંતુ કેવી રીતે??મેં તેને પૂછ્યું

અરે,આપણું દિલ થી દિલ નું કનેક્શન છે.આરોહી એ કીધું

બી,હોનેસ્ટ પ્લીઝ.મેં આરોહી ને કીધું

અરે,સાચે જ જે હતું એ જ મેં તને કીધું છે.આરોહી એ કીધું

અને હા યુ આર સો હેન્ડસમ.ખુશ હવે કે હજુ હોનેસ્ટ બનું..આરોહી એ જવાબ આપીને મને ફરી પૂછ્યું

પરંતુ આપને બંને તો હજુ એક પણ વાર મળ્યા નથી તો તને કેવી રીતે આ વાત ની ખબર પડી??મેં આરોહી ને પૂછ્યું

એ છે ને વાતો પર થી જ ખબર પડી જાય.ખબર પડી કે નહી???આરોહી એ રીપ્લાય આપ્યો

ઓહ્હો,ગુડ.પરંતુ માની લે કે હું માત્ર ને માત્ર તને ઈમ્પ્રેસ્સ કરવા માટે જ તારી સાથે આવી રીતે વાત કરતો હોવ તો.મેં આરોહી ને કીધું

ઈમ્પોસ્સીબ્લ,મને તારા પર પૂરો ભરોસો છે.આરોહી એ કીધું

થેંક્સ યાર મારા પર આટલો વિશ્વાસ મને મળ્યા વગર મુકવા મુકવા માટે.મેં આરોહી ને કીધું

પરંતુ મને એક પ્રોમિસ આપ કે મારો આ ભરોસો તું ક્યારેય તોડીશ નહી.આરોહી એ મને કીધું.

અરે,ડીયર જો હું મારા ૫૦૦૦ રૂપિયા ના મોબાઇલ ને પણ એક નાની ખરોચ પડવા ના દેતો હોવ તો,તું તો મારી life છે મારી થનાર wife છે તને થોડી કઈ થવા દેતો હઈશ.તું બેફીકર રે..મેં આરોહી ને જવાબ આપ્યો.

થેંક્સ યાર.આરોહી ને કીધું

લવ યુ.મેં આરોહી ને કીધું

અરે જયારે થેંક્સ કહીએ ત્યારે તો યોર વેલકમ કહેવામાં આવે છે અને તું તો લવ યુ કહે છો આવું કેમ??આરોહી એ મને કીધું

બસ,આપણા બંને વચ્ચે તો ઇન્ગ્રેજી નો આ જ નિયમ ચાલશે ઓકે.મેં આરોહી ને કીધું

ઓકે,બાબા.તુમ ખુશ તો મેં ખુશ.આરોહીએ મને કીધું

હમમમ.આરોહી એક વાત કહું??મેં આરોહી ને મેસેજ કર્યો

હમમમ.આરોહી એ કીધું

I Want to meet you..મેં આરોહી ને કીધું

To Be Continue…

મિત્રો,શું લાગે છે તમને??શું આરોહી પ્રેમ ને મળવા માટે હા કહેશે કે પછી ના કહેશે??અને જો હા કહેશે તો પ્રેમ અને આરોહી ની આ પહેલી ઓફિશ્યલી મુલાકાત કેવી રહેશે? મિત્રો સવાલો તો ઘણાય છે પરંતુ તે સવાલો ના જવાબ જાણવા માટે તમારે દર અઠવાડિયે Love Junction ની મુલાકાત લેવી પડશે.

મારા પ્યારા વાંચક મિત્રો ,જો તમને મારુ અને તમારુ એવુ આ Love Junction... ખરેખર મઝા કરાવતું હોય,તો તેને વાંચીને તેના પર મને તમારા સારા કે ખરાબ પ્રતિભાવ આપવાનું ચુકતા નહી.

મિત્રો તમને અહીં દરેક સ્ટોરી ના અંત માં એક સવાલ પૂછવામાં આવશે જેનો જવાબ તમારે આપવાનો છે,અને આ રહ્યો આજ નો સવાલ,

સવાલ :શું આરોહી પ્રેમ ને મળવા માટે હા કહેશે???

તમે આ સવાલ નો જવાબ અને તમારા ફીડબેક,matrubharti app પર પણ આપી શકો છો તથા,

facebook.com/parth j ghelani ,

,

,

instagram.com/parth_ghelani95

પર મોકલી શકો છો....