Pravasi Bhag - 1 books and stories free download online pdf in Gujarati

પ્રવાસી ભાગ-1

પ્રવાસી ભાગ-૧

શું તમે રોજ બરોજની લાઇફથી કંટાળી ગયા છો? સતત જીવાતી યંત્રવત જિંદગીનો થાક અનુભવી રહ્યા છો? વહેલી સવારના એલાર્મથી શરુ કરી બોસની ટકટક કે ટાર્ગેટ પુરા કરવાની મથામણ કે કસ્ટમર્સ સાથે થતી લમણા જીંક કે ઘરમાં થતા કકળાટ કે રોજના બોરીંગ લેક્ચર્સથી પરેશાન છો? જો ઉપરના સવાલોનો જવાબ હા માં છે તો આ લેખ તમારા માટેજ છે. ત્યાંજ થોભો, થોડા ઉંડા સ્વાસ લો, તમારી બેગ પેક કરો અને નીકડી પડો મારી સાથે. હું તમને બધી જંજાળથી દુર લઇ જઇશ. સિમેન્ટ-કોંક્રીટના જંગલોથી દુર, ઘડીયારના કાંટા સાથે હાંફતી જિંદગીથી દુર, ઓલમોસ્ટ રોબોટ બની ચુકેલા માનવીથી દુર અને વોટ્સએપ અને એફબીની વર્ચ્યુઅલ દુનિયાથી દુર એક એવી દુનિયામાં જ્યાં તમે નીરાંત મેળવી શકો, જ્યાં પરીવાર સાથે બેસીને કુદરતને માણી શકો. શું કહો છો? ક્યાં જવુ છે? “પ્રવાસે”. શું હું કોણ છુ એમ? હું એક “પ્રવાસી” છુ.

હા હું એક પ્રવાસી છુ. મારા ફરવાના શોખને લીધે અને ઇશ્વર ક્રુપાથી કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતથી લઇ આસામ સુધી પ્રવાસ કરવાનુ સૌભાગ્ય પ્રાપ્ત થયુ છે. કુદરતનુ સાનીધ્ય માણવુ મને ખૂબજ પસંદ છે. ક્યાંક અફાટ સમુદ્ર હોય તો ક્યાંક વડી અનંત વીસ્તરેલુ રણ હોય. ક્યાંક ખળ ખળ વહેતી નદી હોય તો ક્યાંક ઊંચાઇએ થી પડતો ધોધ હોય. ક્યાંક ઘનઘોર જંગલ હોય તો વડી ક્યાંક આકાશને આંબતા પહાડો હોય. અને આ બધા વચ્ચે જીવતો માનવી હોય. ક્યાંક કોઇ હિલ ઉપર આખે આખુ ગામ વસેલુ હોય તો વડી ક્યાંક ખીણમા પનપતી કોઇ વસ્તી હોય. વળી જુદા જુદા સ્થળોએ ફરવાની ખાસ મજા એ છે કે તમે જે-તે સ્થળોની સંસ્ક્રુતિ, ત્યાંના લોકોની ભાષા, એમનો ટ્રેડીશનલ પહેરવેશ અને ત્યાં ખવાતી કોઇ પારંપરીક વાનગી વીષે જાણી શકો અથવા કહું તો જીવી શકો. મારા ફરવાના અનુભવો પરથી હું દ્રઢ પણે માનુ છુ કે લોકોએ ફરવુ જોઇએ ઘરબાર વેચીને પણ પ્રવાસ ખેડવો જોઇએ કારણકે જે કાંઇ દુનિયાની કોઇ યુનિવર્સિટી કે સ્કુલ શીખવી નઇ શકે એ પ્રવાસ શીખવી દેસે અને જીવનને અંતે કમાયેલા પૈસા કે કોઇ મિલ્કત સાથે નઇ આવે પણ કરેલા પ્રવાસની યાદો, પ્રવાસ દરમિયાન થયેલા અનુભવો અને જોયેલા અદભુત સૌંદર્યો ચોક્કસ સાથે આવસે. મેં એવા ઘણા વિદેશી નાગરીકો વિષે વાંચેલુ છે કે જેઓ વર્ષના માત્ર છ મહિના કામ કરે પૈસા કમાય અને અન્ય છ મહિના કમાયેલા પૈસા પ્રવાસ કરવા પાછળ ખર્ચીનાખે. વળી પાછુ નવુ વર્ષ અને નવુ કામ અને નવુ શહેર. આપણા ભારતમાં હજી એવુ જોવા મળતુ નથી. એટલેજ સેન્ટ ઓગસ્ટાઇને કહ્યુ છે કે “દુનિયા એક મહાન પુસ્તક છે જેઓ કદી ઘરની બહાર નથી નીકળતા તે તેનું એક જ પાનું વાંચવા પામે છે”. એટલે વર્ષમાં એટલીસ્ટ એક વખત પ્રવાસ કરવોજ જોઇએ ભલે દુર નહી તો નજીકના કોઇ સ્થળે પરિવારના સભ્યો સાથે, કોઇ અંગત મિત્ર સાથે અને કોઇ સાથે આવવા વાડુ ન હોય ત્યારે એકલા પણ નીકડી પડવુ જોઇએ પ્રક્રુતીની ગોદમાં લટાર મારવા.

તો ચાલો થઇ જાવ તૈયાર, મારા પ્રવાસની યાદોના ભાથા માંથી આ વખતે હું તમને અમરનાથની યાત્રાએ લઇ જઇ રહ્યો છુ અને એ પણ વીના ટીકીટેસ્તો વડી. મારા શબ્દોની પાંખો વડે હું તમને પ્રવાસ કરાવીસ. સો લેટ્સ ગો.

એપ્રિલ મહિનો હતો. ઉનાળાની શરૂઆત થઇ ગઇ હતી. કોલેજની પરીક્ષાઓ લગભગ પુરી થઇગઇ હતી અને બસ વેકેશન પડવાની વાર હતી. ઘરમા બધા નક્કી કરતા હતા કે આ વેકેશનમા ક્યાં ફરવા જસુ? દક્ષિણ ભારત અને પુર્વ ભારતનો પ્રવાસ આ પહેલા કરેલો એટલે આ વખતે ઉતરભારત જઇએ એવુ નક્કી થયુ. બે ઓપ્શન્સ હતા બદ્રી-કેદાર જઇએ અથવા જમ્મુ-કાશ્મીર જઇએ. જ્યારથી હું સમજતો થયો કે કાશ્મીર એ ધરતી પરનુ સ્વર્ગ છે ત્યારથી કાશ્મીર જોવાની ઇચ્છા હતી વળી ફિલ્મોમાં અને ઇંટરનેટ પર કાશ્મીરના ફોટોસ અને વિડિઓસ જોએલા હતા. સર્વાનુ મતે કાશ્મીર જવાનુ નક્કી થયુ. અને બરાબર એજ વખતે કેદારનાથમાં પુર આવેલુ અમે અમારી જાતને નસીબદાર માનતા હતા કારણકે જો અમે કેદારનથ ગયા હોત તો કદાચ પાછાજ ન આવીશક્યા હોત. ખેર અમે કાશમીર જવાની તૈયારીઓ કરતા હતા એટલામા પપ્પના મોટા ભાઇ એટલે કે જેને અમે અદા કહીએ એમનો ફોન આવ્યો. “આ વેકેશનમા અમરનાથ જઇએ તો?” અમરનાથ પણ જમ્મુ-કાશ્મીરમાં જ આવેલુ છે એટલે અમરનાથ જવાનુ નક્કી થયુ. અમરનાથ જતા રસ્તામાં કાશ્મીર, અમરનાથ અને વળતી વખતે વૈષ્ણૌદેવી, અમ્રુતસર, રૂષીકેશ અને છેલ્લે હરીદ્વાર એવો રૂટ નક્કી થયો.

અમરનાથ જવા માટે ખાસ ચાર મહીના અગાઉ રજીસ્ટ્રેશન કરાવવાનુ રહેતુ હોય છે. (આ લખાઇ રહ્યુ છે ત્યારે આ વખતની યાત્રા કે જે ૨ જુલાઇ થી ૧૮ ઓગસ્ટ ૨૦૧૬ સુધી યોજાવાની છે તેનુ રજીસ્ટ્રેશન શરુ થઇ ચુક્યુ છે.) જેમાં ઓથોરાઇઝ્ડ ડોક્ટર્સ પાસે મેડિકલ ચેકપ કરાવાનુ હોય છે. કારણકે અમરનાથ ગુફા ખૂબજ ઊંચાઇ પર આવેલી છે. જ્યાં બરફ અને ઊંચાઇના લીધે હવા પાતળી પડી જાતી હોય તમારુ હ્યદય સ્વસ્થ હોવુ જરૂરી છે. ડોક્ટરે દરરોજના ૨-૫ કિલોમીટર ચાલવાની સલાહ આપી જેથી હ્યદય વધુ મજબુત બને.

અમારૂ રજીસ્ટ્રેશન થઇગયુ. દરરોજ સવાર સાંજ ચાલવાનુ પણ શરુ કરી દિધુ. જેમ જેમ દિવસો પસાર થઇ રહ્યા હતા તેમ તેમ અમારો ઉત્સાહ બેવડાતો હતો. પ્રવાસે જઇ રહ્યા હોઇએ ત્યારે પેકિંગની પણ એક અલગ જ મજા છે. પહાડો ખુંદવાના હોય તે પ્રકારના ખાસ બુટ લીધા હતા, સનગ્લાસ અને કપડા પેક થયા. ગુજરાતી લોકો નાસ્તા વગર તો કેમ પ્રવાસ કરે? થેપલા સુકીભાજી, મમરાનો ચેવડો અને ખાખરા પેક થયા. સાથે ત્યાં ઠંડી થી રક્ષણ મળી રહે એટલામાટે સુંઠ અને ત્યાં વાતાવરણનુ કાંઇ નક્કી ના હોય ગમે ત્યારે બરફ વર્ષા થાય અને રસ્તો બ્લોક થઇ જાય તો ઉંચાઇ પર ફસાઇ જઇએ અને જો કાંઇ ખાવાનુ ન મળે તો ડ્રાઇ ફ્રુટ્સ પણ સાથે લીધા.

જામનગરથી વહેલી સવારે પાંચ વાગ્યે અમારી ટ્રેન હતી જમ્મુતાવી એક્સપ્રેસ. જે વાયા મધ્ય પ્રદેશ, રાજસ્થાન, હરીયાણા, પંજાબ, દિલ્હી થઇને જમ્મુ પહોંચવાની હતી. ટ્રેનમાં લાંબી મુસાફરી કરવાની પણ એક અલગજ મજા છે. જુદા જુદા સ્ટેશન પર નવા નવા ચહેરા ટ્રેનમાં ચડે, દરેક ચહેરાને ક્યાંક પહોંચવુ હોય છે. નવી નવી વાતો જાણવા મડે અને અનેક નવા અનુભવો પણ થાય. જેમને આપણે ઓળખતા પણ ના હોઇએ અને ભવિષ્યમાં કદાચ ક્યારેય મળવાના પણ ના હોઇએ તો પણ એ મુસાફરી દરમિયાન આપણા નજીકના બની જતા હોય છે. આપણી જીંદગી પણ ટ્રેન જેવીજ તો છે સાહેબ જ્યાં નવા નવા મુકામ પર નવા નવા લોકો જીંદગીમા આવે અને પોત પોતના સ્ટેશન પર ઉતરી જાય અને આપણુ સ્ટેશન આવે ત્યારે આપણે પણ ઉતરી જાવુ પડે. તો આમ અમારી મુસાફરીની શરુઆત થઇ. સ્ટેશન પછી સ્ટેશન અને રાજ્ય પછી રાજ્ય બદલતા ગયા. દરેક રાજ્યની એક નવી ઓળખ એક નવી પહેચાન. સ્ટેશન પર છોલે કુલચા વહેંચાતા જોવા મળે એટલે સમજી જવાનુ કે નક્કી પંજાબ છે. રત્લામ સ્ટેશન પર રત્લામી સેવ તો હોયજ. જમ્મુ પહેલા ચકી બેંક નામનુ સ્ટેશન આવે જ્યાંથી તમારા મોબાઇલનુ નેટવર્ક ચુટણી વખતે કોઇ નેતાએ કરેલા વાયદાની જેમ તમારા મોબાઇલ માંથી ગાયબ થઇજાય. જમ્મુ કાશ્મીરમાં ત્યાંથી ખરીદાએલ સીમ કાર્ડ જ ચાલે. ચકી બેંક પછી બારીની બહાર અદભુત નજારો જોવા મળે. ક્યાંક ઊંચી ટેકરીઓ દેખાય તો વડી ક્યાંક વહેતા ઝરણા દેખાય, માત્ર ટ્રેન માંથી જો આટલુ સુંદર દેખાતુ હોય તો વાસ્તવમાં તો કેટલુ સુંદર હસે કાશ્મીર એ વીચાર અમારો ઉત્સાહ વધારતો હતો. તો આમ ટ્રેનમાં મસ્તિ-મજાક કરતા, ગીત ગુનગુનાવતા છેક બીજા દિવસે સાંજે લગભગ પાંચ વાગ્યે અમે જમ્મુ પહોંચ્યા. ટ્રેનની મુસાફરીને અલવીદા કહી હવે આવતા અંકે આપણે રોડ ટ્રીપ પર જમ્મુથી બાલટાલ વાયા શ્રીનગર અને ગુલમર્ગ જઇશુ.