LEKHIKA - 11 in Gujarati Magazine by lekhika books and stories PDF | લેખીકા-11

The Author
Featured Books
Categories
Share

લેખીકા-11

અંક - ૧

ભાગ – ૧

“યોનીપુજા” આ શબ્દ નજર સામે આવે તો ઘણા પ્રશ્નો મનમાં ઉદભવે છે, પરંતુ આપણા ભારત માં ઘણા રહસ્યો છુપાયેલા છે, તેમનું આ એક આધ્યાત્મિક અને તાંત્રિક પણ કહી શકાય તેવું આ રહસ્ય આપની સમક્ષ રજુ કરતા હર્ષની લાગણી થાય છે, સાથે સાથે માતૃભારતી એ આ રહસ્ય ને રજુ કરવાની આ સુંદર તક આપી તે બદલ અમે માતૃભારતીના આભારી છીએ.

યોનીની પુજા

પરંપરા વિશે તમે સાંભળ્યું જ હશે. પરંતુ જેમ પરંપરા તો વર્ષોથી ચાલતી આવતી હોય છે. તેમ જ અનેક મંદિરનું સ્થાપત્યની કહાની કઈક અલગ જ છે. આજ આવું જ એક મંદિર કામાખ્યા વિશે થોડું જાણીએ....... કામાખ્યા મંદિરમાં યોનીની પૂજા થાય છે. જે તમે વાંચી રહ્યા છો તે સત્ય હક્કિત છે. ૧૦૮ શક્તિપીઠોમાં આ મંદિર સામેલ છે.

એક દંતકથા ખૂબ જ રહસ્યમય છે. પૌરાણિક માન્યતા પ્રમાણે એકવાર દેવી સતી અને પોતાના પિતા દ્વારા કરવામાં આવેલ મહાન યજ્ઞમાં સામેલ થવા જઈ રહ્યા હતા, ત્યારે તેમના પતિ ભગવાન શિવે ત્યાં જતાં રોક્યા, અને બંને વચ્ચે ઝઘડો થયો અને દેવી સતી પોતાના પતિ શિવની આજ્ઞા વગર યજ્ઞમાં ચાલ્યા ગયા.

દેવી સતી આ યજ્ઞમાં પહોંચ્યા તો તેમના પિતા દક્ષ પ્રજાપિત દ્વારા ભગવાન શિવનું ઘોર અપમાન કરવામાં આવ્યું. પોતાના પિતા દ્વારા પતિના અપમાનને દેવી સતિ સહન ન કરી શક્યા અને યજ્ઞના હવન કુંડમાં જ કૂદીને પોતાની જીવનલીલા સમાપ્ત કરી દીધી.

જ્યારે આ વાત ભગવાન શિવે જાણી તો તેઓ ખૂબ જ ક્રોધિત થયા અને તેમને દક્ષ પ્રજાપતિ સાથે બદલો લેવાનો નિર્ણય કર્યો અને એ સ્થાને ગયા જ્યાં યજ્ઞ થઈ રહ્યો હતો. તેમને પોતાની પત્નીના મૃત શરીરને પોતાના ખંભા ઉપર રાખ્યું અને પોતે વિકરાળ રૂપ ધારણ કરીને તાંડવ નૃત્યુ શરૂ કર્યું.

ભગવાન શિવના ગુસ્સાને જોતા ભગવાન વિષ્ણુએ પોતાનું સુદર્શન ચક્ર છોડ્યું જેનાથી દેવીના શરીરના અનેક ટુકડા થયા જે અનેક સ્થાનો ઉપર પડ્યા જેને શક્તિપીઠોના નામે ઓળખવામાં આવે છે. એવું કહેવામાં આવ્યું છે કે સતીનો ગર્ભ અને યોની અહીં આવીને પડ્યા અને જેનાથી આ શક્તિપીઠનું નિર્માણ થયું.

કામાખ્યા એકવાર એક શ્રાપને લીધે કામના દેવ કામદેવે પોતાનું પૌરુષત્વ ખોય બેઠા. જેને પાછળથી દેવી શક્તિના જનનાંગો અને ગર્ભથી જ આ શ્રાપથી મુક્તિ મળી. ત્યારથી જ અહીં કામાખ્યા દેવીની મૂર્તિને રાખવામાં આવી અને તેમની પૂજા શરૂ કરવામાં આવી.

કેટલાક લોકોનું તો એવું માનવું છે કે આ એ જ સ્થાન છે કે જ્યાં દેવી સતિ અને ભગવાન શિવની વચ્ચે પ્રેમની શરૂઆત થઈ. સંસ્કૃત ભાષામાં પ્રેમને

કામ કહેવામાં આવે છે. આથી આ મંદિરનું નામ કામાખ્યા દેવી રાખવામાં આવ્યું. અમ્બુવાસી મેળા દરમિયાન આ ચાર દિવ અંદર અમાસમાં કોઈપણ શુભ કાર્ય નથી થતું, સાધુ અને વિધવાઓ અગ્નિને અડતા નથી અને આગમાં પકાવેલું ભોજન પણ નથી કરતા.

પટ ખુલ્યા પછી શ્રાદ્ધાળુઓ માતા ઉપર ચઢાવવામાં આવેલ લાલ કપડાંના ટુકડાઓને મેળવીને ધન્ય થઈ જાય છે. વિશેષ પૂજા પછી ભક્તોને દર્શન કરવાનો મોકો મળે છે. કામાખ્ય તાંત્રિકો માટે સૌથી મોટું આસ્થાનું કેન્દ્ર છે.

તેઓ તેને માતાનો સૌથી મોટું સિદ્ધિદાયક શક્તિપીઠ માને છે. આ મંદિરમાં લોકોની મનોકામના પૂરી થાય ત્યારે મરઘી અને બકરાની બલી ચઢાવે છે. અહીં તેમની બલીનો રિવાજ પણ છે એવી માન્યતા છે કે, રતિપતિ કામદેવે પોતાના પૂર્વ રૂપ પણ અહીં જ પ્રાપ્ત થયું હતું.

કામાંખ્યાને તત્રીકોની રાજધાની પણ સમજવામાં આવે છે, અને અહિયાં સ્ત્રી તાંત્રિકો પણ જોવા મળે છે, આમ માં કામાખ્યાની ઘણીજ રહસ્ય પૂર્ણ વાતો છે, જેનાથી આપણે અવગત નથી, હા માં કામાંખ્યાના દરબારમાં સાચી લાગણી ની કરેલી પ્રાથના માં કામાખ્યા સાંભળે છે, અને તેનો જવાબ પણ આપે છે.

એટલા માટે કામાખ્યા મંદિરમાં દર્શન કર્યા પછી બ્રહ્મપુત્રા નદીની વચ્ચે ઉમાનંદ મંદિર જવાનું પણ જરૂરી સમજવામાં આવે છે. તેનો જીર્ણોદ્ધાર રાજા નર નારાયણે કરાવ્યો હતો. કામાખ્યા મંદિર ગૌહાટીથી આઠ કિ.મી. દૂર પહાડી ઉપર સ્થિત છે.

Bani Dave

E-mail :