Jamo, Kamo ne Jetho - 11 books and stories free download online pdf in Gujarati

જામો, કામો ને જેઠો

કંદર્પ પટેલ

Twitter: @PKandarp

+91 9687515557

-: જામો, કામો ‘ને જેઠો :-

-કંદર્પ પટેલ


છેલ્લે એ મોજ કરી કે,

(સ્કૂલમાં સાફ-સફાઈ માટે રોકાવું – ચિઠ્ઠીથી મોબાઈલ નંબરની આપ-લે કરવી – ક્રિષ્નાના ઘરના નંબર પર કૉલ કરવો – નીચેના ખાલી મકાનમાં મારું વાંચવું – મમ્મીનો મોબાઈલ લઈને વાતો કરવી – લેન્ડલાઇન પર ચોરી-ચોરી થતી વાત – ક્રિષ્નાનો બીજી વખત કૉલ આવવો)

આગળ મોજ કરીએ ચાલો,


-: મોજ – ૧૧ : મિડનાઈટ ટોક અને ‘ગાંગાણી’ :-

ક્રિષ્નાનો ફરીથી કૉલ આવતા હું વિચારમાં પડ્યો. દરરોજ તો એક કૉલમાં જ પૂરું થઇ જતું. હજુ વાત બાકી હશે? કઈ થયું હશે? કે એમ જ કૉલ કર્યો હશે? આ હું વિચારું ત્યાં જ !

“ઓ, જાડિયા ! સૂઈ ગયો? ઊંઘ આવે છે બકુ?”

લાઈટ થઇ આ તો ! આંખો ચમકી. આ ‘બકુ’ શું? ‘બકુ’ કોઈ કહે તો રિપ્લે શું આપવાનો? એ ખબર નહોતી. હવે હું વિચારતો હતો કે ‘રિપ્લે’ શું આપવો? ત્યાં જ ક્રિષ્ના ફરી બોલી.

“હલો ! દિકું, કેમ કઈ બોલતો નથી? સુઈ ગયો કે શું? બોલ ને કંઇક !”

પણ શું બોલું? અને આ પાછળ ‘કુ’ પ્રત્યય લગાવીને નવું-નવું મટિરિયલ સાંભળવા મળી રહ્યું હતું. મમ્મી કહેતી, પરંતુ એ ‘દિકા’ કહેતી ! અહી તો, ‘કા’ નું ‘કુ’ થઇ ગયું. મને ડર હતો કે, ક્યાંક ‘કિકુ’ ન બોલે ! કૂતરાના ગલુડિયા જેવું લાગશે એ તો !

અંતે, મેં પણ રિપ્લે આપ્યો.

“હા, દિકુ બોલ ને !” એમાં ‘દિકુ’ ધીરેથી બોલ્યો. કારણ કે, કદાચ છોકરીને ‘દિકી’ કે એવું કંઇક કહેવાનું આવતું હશે તો? છતાં, તે સમજી ગઈ. કોઈ પ્રશ્ન વિના જ વાત આગળ ચાલી એટલે મને કન્ફર્મ થઇ ગયું કે, હું જે બોલ્યો તે બરાબર છે.

“ઊંઘ નથી આવતી ! ચલ ને આખી રાત વાત કરીએ ! સવારે સીધા વહેલા ઉઠીને સ્કૂલે મળીશું.”

ભારે કરી ! થોડા દિવસ પહેલા કહેલો એક શબ્દ - ‘હા’ કહેવાથી કોમ્પ્લીમેન્ટરી આઈટમો વધુ મળી. જો કે મને પણ મજા જ આવતી હતી. અંદરખાને, ગલગલિયાં જ થતા હતા.

“ક્રિશુ, સાંભળ ! તારી બહેન સૂઈ ગઈ છે?”

ક્રિષ્ના અને તેની સિસ્ટર બંને સાથે સૂતા. એ સમયે તેની બહેનને પણ બોયફ્રેન્ડ હતો. તેથી તે ક્રિષ્નાને વધુ કઈ કહેતી નહિ.

“હા. પણ કેમ?”

“તે મને થોડા દિવસ પહેલા કહેલું ને કે – તારી બહેન પાસે વોડાફોનનું સીમકાર્ડ છે ! તો હું એમાં કૉલ કરું. વોડા ટુ વોડા – ૨૦૦ નાઈટ મિનિટ્સ મળે છે. આપણે તેમાં વાત કરીએ.”

“તેને ખબર પડી જશે તો? તેનો મોબાઈલ કોઈક કહ્યા વિના હાથમાં લે તો પણ ખિજાય જાય છે.”

પાછો આઈડિયા આપ્યો. આઈડિયા આપવાની બાબતમાં હું પહેલેથી જ હોશિયાર હતો ! સામેની વ્યક્તિ તેને વેલ એક્ઝિક્યૂટ કરી શકે તેનો પ્લાન કરી આપતો.

“જો સાંભળ ! વાત પૂરી થાય એટલે કૉલ હિસ્ટ્રી ડિલીટ કરી દેવાની. ફોન ચાર્જમાં મૂકી દેવાનો. સવારે તું તેના કરતા વહેલા જ ઉઠે છે ને ! એટલે સવારે ઉઠીને ચાર્જરથી ફોન અનપ્લગ કરી દેવાનો. જ્યાંથી લીધો હોય ત્યાં જ પાછો ફોન મૂકી આવવાનો ! શક પડવાનું કોઈ કારણ જ નથી.”

“તું બહુ ચાલુ આઈટમ છે ! જેટલો સીધો દેખાય છે તેના કરતા અંદર વધુ છે. નોટી બોય !”

કેટલું ગમ્યું ! મજા આવી. આવું તો મને મારી મમ્મી રોજ કહેતી. પરંતુ, તે ‘તોફાની’ કે ‘ધમાલિયો’ આવો શબ્દ બોલતી. એ જ અંગ્રેજીમાં ‘નોટી’ બની જાય ત્યારે ‘નોટી-નોટી’ ફિલ થાય જ !

“સારું તો હું એ નંબર પર કૉલ કરું છું. મને તેમાંથી ‘મિસ’ કૉલ કર.”

“હા. ચલ કરું ! બાય !”

અરે યાર ! પણ હું ફોન કરવાનો જ છું ને ! એવું વચ્ચે – વચ્ચે ‘બાય’ કરવું જરૂરી છે? આ હું વિચારી રહ્યો હતો. ત્યાં જ તેનો કૉલ આવ્યો.

“આમાં કૉલ કર. અને સાંભળ ! હું તેનો ફોન લઈને હોલમાં આવી ગઈ છું. એટલે થોડું ધીરે બોલીશ. ઓકે?”

“સારું. કરું છું કૉલ !”

રાત્રે ૧૦ વાગ્યે હું એ ૧૯ રૂપિયાવાળું નાઈટ કૉલિંગનું કૂપન લઇ આવ્યો હતો. તે મેં સ્ક્રેચ કરીને રિચાર્જ કર્યું. ત્યારે સિસ્ટમ ફાસ્ટ નહોતી. બેલેન્સ ડેબિટ થયાનો મેસેજ આવતા થોડી વાર લાગી. ત્યાં ફરી તેણે કૉલ કર્યો.

“હેલો, શું કરે છે? કરે છે ને કૉલ? બાકી, હું લેન્ડલાઇનમાંથી થોડી વાર માટે કૉલ કરું ! જો કે ગયા મહિને વધુ બિલ આવ્યું છે. પપ્પા કદી બિલમાં નંબર નથી ચેક કરતા. બાકી, પકડાઈ જ જવાય. એટલે મોબાઈલથી જ વાત કરીએ !”

“અરે હા ! કરું છું. આ ચાર્જિંગમાં સેલ મૂકવાનો હતો એટલે ચાર્જર લેવા ગયો હતો.”

થોડી વાર પછી મેં ક્રિષ્નાને કૉલ કર્યો.

“હેય !”

“હેલો !”

“શું કરે કંદર્પ? નીની આવે ચે?” આટલું બોલી ત્યાં જ પ્રેમ ઉભરાઈ ગયો. એમ કહી દઉં કે – તારા ખોળામાં જ સુઈ જવું છે. પછી તું માથામાં હાથ ફેરવજે ! પરંતુ, કંટ્રોલ શેટ્ટી ! કંટ્રોલ. આવું બધું ન બોલાય.

“હાસ્તો ! રાત્રે ૨ વાગ્યે ઊંઘ તો આવે જ ને દિકા !”

“તો હું આવું?” આ શું બોલી એ? રાતના ૨ વાગ્યે મારે તેનો ‘વેજ’ મિનિંગ કરવો કે ‘નોન-વેજ’? એ આવે તો શું – શું થઇ શકે? આ વિચારો સેકન્ડોમાં આવવા લાગ્યા. હું તો બહુ આગળ નીકળી ગયો. ફરીથી આ ઉભરા ને શમાવ્યો. પરંતુ, મારા વિચારોના ઘોડા દોડવા લાગે એ પહેલા જ તે બહુ નાદાનીથી બોલી.

“વાતો કરાવવા !”

જાન માં જાન આવી ! હજુ અમે સીધા રસ્તા પર છીએ એવી ફીલિંગ આવવા લાગી. ઉપરાંત, મન ને મનાવવા લાગ્યો કે – કંટ્રોલ મહત્વનો છે. એક છોકરી અને છોકરી ફ્રેન્ડ્ઝ હોઈ જ શકે. ફોન પર વાત કરવાથી કશું ન થાય ! હા, આ દરેક વાતો મન ને મનાવવા ચાલી રહી હતી.

“આવો ને ! પછી આવીને શું કરશો?”

“જો, જો ! ફરીથી નોટી બોય ! શું કરશો? મેં તો વાતો કરવાનું કહ્યું હતું.”

“હું પણ ! વાતો કરવાનું જ મેં કહ્યું !” હસતા – હસતા હું બોલ્યો.

“હા, એ તો મને સમજાય છે !”

“શું સમજાય છે? મને તો કઈ નથી સમજાતું.”

“કઈ નહિ ! એ બધું છોડ ! પહેલી જ વાર વાત કરી આપણે ત્યારે મને ઘણું બધું તને કહેવું હતું – કહી જ ન શકી.”

“શું કહેવું હતું? હવે બોલ.”

“તને યાદ છે? આપણે છઠ્ઠામાં હતા ત્યારે એક નાટક કરેલું. તેમાં હું, તું, કિનલ, ધવલ અને નિકુંજ હતા. આપણે ‘કલર-એ-કલર | કેવો કલર?’ આ ગેમ રમતા હતા. ફ્રી પિરિયડમાં નાટકની પ્રેક્ટિસનું બહાનું કાઢીને ખાલી કલાસરૂમમાં જતા રહેતા ! ત્યાં જઈને પછી ખૂબ બધી વાતો અને રમતો રમતા !”

“હાસ્તો ! બધું યાદ છે. એ કઈ રીતે ભૂલાય? મને તો તારા કરતા વધુ તારા વિષે ખબર છે.”

“એવું એમ? અમુક વાતો શેર કર ચલ !”

ફરીથી ફેંક્મ-ફેક કરી મૂકી. હવે ભોગવવાનું મારે જ આવ્યું. મારી યાદશક્તિના બહાને હું દરેક જગ્યાએ લડી લેતો. બસ, તેમાં ઈમોશનના ઈમોટિકોન્સ જ એડ કરવાના હોય !

“તે ત્રીજા ધોરણમાં આપણી સ્કૂલમાં એડમિશન લીધેલું. ભાવનગર સરિતા સોસાયટીની પાંચમી શેરીમાં કોર્નર પરના પાનના ગલ્લા પાસેનો બંગલો તમારો હતો. મારા બાપુજીનું ઘર તેની સામે જ હતું, જે તને નહોતી ખબર ! હું જાણતો હતો. મેં તને બહુ બધી વાર ત્યાં જોયેલી છે. તારા મમ્મી-પપ્પાને પણ જોયેલા છે.”

“શું વાત કરે? સાચે જ? તને કેમ આટલી બધી ખબર?”

બસ, હવે હિરોગીરી બતાવવાનો સમય આવ્યો.

“અરે, ગાંડી ! તારી પાછળ ત્રીજા ધોરણથી હતો. ખબર તો હોય જ ને !”

“ઇન્ટરેસ્ટિંગ. તું તો યાર છૂપો રુસ્તમ નીકળ્યો. હજુ એવું કેટલું છુપાવીને બેઠો છે?”

“આઠમાં ધોરણમાં, તારું ઘર ઇન્દ્રવન સોસાયટી – ૭૨ નંબર ! ની બહારથી તારું નામ જોરથી બોલીને ભાગી ગયેલો એ હું પોતે જ – કંદર્પ પટેલ.”

“અબે યાર ! તું તો રાઝ પર રાઝ ખોલે છે. બીજું બોલ ફટાફટ !”

“ધીરે-ધીરે બધું જ કહીશ. પરંતુ, તું એક વાત બોલ ! તને મારી જેવો લંગૂર કેમ ગમ્યો? મારામાં તે શું જોયું?”

“એક નહિ - ઘણું બધું ગમ્યું.”

“શું વળી?”

“તું જે પહેલું બટન ખુલ્લું રાખે તે ! ‘તેરે નામ’ જેવી હેર-સ્ટાઈલ ! શર્ટના કફને છેક ઉપર સુધી વાળે તે ! બીજું તો, હોશિયાર સ્ટુડન્ટ. પોપ્યુલારિટી.”

મને જ ખબર નહોતી કે – આવા અસ્તવ્યસ્ત છોકરાઓ પણ કોઈ ને ગમી શકે. ક્રિષ્નાને ગમ્યું એ પણ મારી અસ્તવ્યસ્ત આદતો ! આ અઘરું હતું. મારી બુદ્ધિ ટૂંકી હતી. ત્યારે બહુ દિમાગ ન દોડાવ્યું.

“પણ હું તને કેટલા સમયથી લાઈક કરતી હતી ! ખબર છે તને? નવમાં ધોરણમાં આપણે સ્કૂલ નીચે ઉભા રહેતા. એકબીજા તરફ નજર પણ મિલાવતા !”

આ વાક્યનો રિપ્લે ધનહર હિંગ ભભરાવીને જ આપવો પડે !

“તને ખબર છે? હું તો તને છઠ્ઠામાં નાટકની પ્રેક્ટિસમાં જતા ત્યારની તું મને ગમતી હતી. મને ‘સાંકળ’ રમીએ ત્યારે તારો હાથ પકડવો બહુ ગમતો. તેથી હું તને સૌથી પહેલા આઉટ કરવાની ટ્રાય કરતો ! બહુ મજા આવતી !”

“આયે હાયે ! નોટી બોય ! ત્યારથી લાઈન મારતો મને એમ ને?”

“હા. પરંતુ, તોયે મેં ન કહ્યું જોયું ! તારે જ કહેવું પડ્યું ને સામેથી !”

“હા. જીદ્દી ! મારે તને એક વાત કહેવી હતી.”

“એકચ્યુઅલી, તને એવું નથી લાગતું કે આપણે બહુ ક્લોઝ આવી ગયા છીએ?” હજુ એકપણ વખત અમે ફેસ ટુ ફેસ પાંચ મિનિટ પણ વાત નહોતી કરી. એ સમયે આ વાત થઇ રહી હતી.

“હાસ્તો, ક્લોઝ જ છીએ ને ! વર્ષોથી !” હું દરેક વાતમાં ‘હા’ એ ‘હા’ મિલાવ્યે જતો હતો.

“તને એવું લાગે છે કે આપણે માત્ર ફ્રેન્ડ્સ જ છીએ? ફ્રેન્ડ્સ કરતા વધુ એટેચમેન્ટ આપણી બંને વચ્ચે છે, એવું નથી લાગતું?”

“લાગે છે ને ! ફ્રેન્ડસ કરતા વધુ નજીક છીએ.”

ફ્રેન્ડ્સની લિમિટ એટલે કોઈ શારિરિક અડપલાં ન હોય તે ! અને, જો વધુ કઈ કરવાનું મન થાય તો તે સંબંધને ‘લવ’નું નામ અપાઈ જતું. હજુ તો મળ્યા પણ નહોતા. માત્ર ફોન પર જ વાતો ચાલતી હતી. છતાં, કોઈ અલગ પ્રકારનું ઈન્ટીમેશન હતું. સંબંધની વ્યાખ્યા જ ન ખબર હોય તેવા લોકો વ્યાખ્યાકાર બનવા જઈ રહ્યા હતા.

“તને અજીબ ફીલિંગ્સ નથી આવતી? મને સ્કૂલેથી આવ્યા પછી પણ એજ વિચાર આવ્યા કરે છે કે – તું મારી સામે બેઠો હોય અને આપણે ચાલુ પિરિયડમાં એકબીજા તરફ છુપાઈને જોયા કરીએ. આગળ-પાછળ ફરીને જોવાનો આનંદ લીધા કરીએ !”

મને તરત લાઈટ થઇ. હિન્દી મૂવિઝમાં હિરોઇન જયારે એવું કહે – ચેન નથી, ઊંઘ નથી, સપનામાં આવે છે, ચાંદો, સૂરજ, આકાશ, વાદળ, ચિઠ્ઠી, ઓશીકું, ગાદલું, પવન આવા શબ્દો કહે ત્યારે તે પ્રેમમાં હોય છે.

આજના સમયમાં બેંચ, ક્લાસ, ટીચર, પિરિયડ, ટચ, કિસ, ઇલુ-ઇલુ, લવ યુ – આવું બધું આવી ગયું. આ મને તરત જ સમજાયું. ક્રિષ્ના મારી પાસે ‘આઈ લવ યુ’ બોલાવવાની વાત કરે છે. જો કે, મારે પણ બોલવું જ હતું. પરંતુ, થોડી મજાક-મસ્તી કર્યા પછી !

“કેમ એવું? માથું દુખે છે? તાવ આવે છે? મજા નથી હમણાં? આવું બધું કેમ થાય છે તને?”

“ડફ્ફર. મને કઈ નથી થયું. તું નહિ સમજે ! રહેવા દે !”

“અરે યાર, તું મને સમજાવે તો સમજુ ને !”

એટલામાં જ મારા ફોનની બેટરી ઉતરી ગઈ. ફોન ‘સ્વિચ ઓફ’ થઇ ગયો. હું વાત કરવામાં એ જ ભૂલી ગયો કે – ચાર્જર તો લઇ આવ્યો પરંતુ, સ્વિચ ઓન કરવાની જ રહી ગઈ છે.

અચાનક ફોન સ્વિચ ઓફ થયો એટલે ક્રિષ્ના પણ વિચારવા માંડી હશે.

થોડી વાર રહીને મેં ફરી કૉલ કર્યો.

“હેય, સોરી ! ફોન સ્વિચ ઓફ થઇ ગયો હતો.”

“પણ, ચાર્જર તો તું લાવ્યો હતો ને?”

“હા. પરંતુ, સ્વિચ ઓન કરતા જ ભૂલી ગયો.”

“જોયું? હવે કઈ સમજ્યો? મનેય આવું જ થાય છે. તું ખોટી એક્ટિંગ ન કર. તને પણ એવું અંદર થાય જ છે.”

અબે યાર ! પકડાઈ ગયો. હવે કઈ રીતે બચવું? મારે હજુ થોડો સમય લેવો હતો.

“હા. પરંતુ, સ્વિચ અને તારી વચ્ચે શું કનેક્શન હોઈ શકે?”

“બુદ્ધુ ! યાર, પાગલ જ છે સાવ તું ! સમજ ને તું ! મજાક ન કર.”

“હાસ્તો, પાગલ જ છું ને ! પાગલ લોકોને કઈ ન ખબર પડે !”

“બસ હવે ! મારે નથી બોલવું. જા ! તારે જે કરવું હોય તે કર !” હવે સમય આવ્યો. જે પળની રાજ જોઈ રહ્યો હતો તે આખરે આવી ગઈ. જયારે સૌથી વધુ ઈરિટેશન થાય ત્યારે બોલવું એ નક્કી કર્યું હતું.

“તું મજાક જ કર. હું સૂઈ જાઉં છું. ગુડ નાઈટ. બાય.”

છતાં, તેણે ફોન મૂક્યો નહિ. હું હસતો હતો. કઈ બોલ્યો નહિ.

“મુકું છું. બાય.”

“હા. મૂક ને પણ !”

“ના ! હવે તો નહિ જ મૂકું. તું જ્યાં સુધી ફોન કટ નહિ કરે, ત્યાં સુધી નહિ મૂકું.”

“એય દિકા ! ગુસ્સો આવ્યો?”

“ના ! મને શા માટે ગુસ્સો આવે?” થોડું ટરડાઈને બોલી.

“મને કોઈકનું નાક લાલ થઇ ગયું હોય એવું લાગે છે.”

“હા. એ તારી બીજી કોઈક ગર્લફ્રેન્ડ હશે ! મારું નથી.”

“મેં તો તારા નાક વિષે કહ્યું પણ નહોતું !”

“હા. હજુ બોલ. ગુસ્સો આપ મને ! મને નહિ તો બીજા કોને કહ્યું હશે વળી? મારા સિવાય બીજી કોણ તને સાચવે?”

“ઓહો ! એવું એમ? તારા જેવી બીજી કેટલીયે મારી ગર્લફ્રેન્ડસ છે.”

“હા. તો જતો રહેજે તેની પાસે ! મારા જોડે શા માટે વાત કરે છે?”

“કારણ કે....!”

“કારણ કે...?”

“આઈ હેટ યુ.” આ સાંભળતા સાથે જ તે હસી. જોરથી ખડખડાટ હસવાનો અવાજ આવ્યો.

“આઈ લવ યુ, ટુ !”

“પણ હું તો તને – હેટ યુ !”

“અને હું તને લવ યુ ! ઓ યાર ! અજીબ નથી લાગતું? કંઇક નવીન !”

“ના મને તો એવું નથી લાગતું.” મેં ફરી મજાક કરી. અને અમે બંને હસ્યા.

“તારે પહેલી જ વાર થોડું હશે? મારી પહેલા પણ કેટલીયે છોકરીઓને કહ્યું હશે !”

હજુ હું કઈ બોલવા જાઉં ત્યાં જ, ગાંગાણી એ બાજુમાં પડખું ફેરવ્યું. ગાંગાણી હિરાબાગની લાઈબ્રેરીમાં વાંચવા જતો. એ સમયે નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર અમારે મકાન ખાલી હતું. તેથી અમે બંને એ સાથે મળીને વાંચવાનું શરુ કર્યું. રોજ રાત્રે તે આવે અને અમે રાત્રે ઊંઘ ન આવે ત્યાં સુધી વાંચીએ. જો કે, વાંચવાનું માત્ર કારણ જ હતું. મોબાઈલમાં એફ.એમ. રેડિયો સાંભળીએ. નિલેશ મિસરાની સ્ટોરીઝ સાંભળવાની મજા આવતી. વળી, તેના ફોનમાં ઈન્ટરનેટ ચાલુ કરીને ગેમ્સ રમતા. જેમાં દસેક રૂપિયા કપાતા. વંદા મારવાની મજા આવતી. માળિયા પકડીને બોડી બનાવવાના ખેલ કરતા. ઊંઘ આવે એટલે આંખમાં પાણી છાંટીને પુશ-અપ્સ કરતા. ગાંગાણીનું મેથ્સ બહુ સારું હતું. સાઈન - કોસાઈન મને તેના શીખવાડ્યા પછી જ આવડ્યું હતું.

હું જયારે ક્રિષ્ના જોડે વાત કરતો, ત્યારે તે બાજુમાં જ હોય ! આજે આ ‘આઈ લવ યુ’ની વાર્તાઓ સાંભળીને ઊંઘમાં તેના કાન સરવા થયા.

બાજુમાં આવીને જોરથી બોલ્યો, “સૂઈ જાઓ હવે, લવ યુ વાળા થતા !”

“ગાંગાણી હતો?” ક્રિષ્ના બોલી.

“હા. હવે એ સૂઈ જવા માટેની વોર્નિંગ આપે છે.”

“બસ? સૂઈ જવું છે? મને તો આજે આખી રાત ઊંઘ નહિ આવે.”

“એમ? તો ભલે ન આવે ! હું કઈ આખી રાત વાત નહિ કરું.”

“બસ હવે ! હું પણ કઈ આખી રાત ફ્રી નથી તારા જોડે વાત કરવા ! હુહહહ...!”

“હા હા હા ! ચાલો સૂઈ જાઓ. ગુડ નાઈટ. સ્વીટ ડ્રીમ્સ. બાય.”

“ચલો મૂકું ?”

“હજુ કંઇક બાકી રહેતું હોય એવું નથી લાગતું?”

“શું? કઈ બાકી નથી. છે કઈ બાકી?”

“એ સારું ! તું જા ને...”

“લવ યુ દિકુ !”

“લવ યુ ટુ ! બાય !”

ફોન કટ કર્યો અને આખી રાત સૂવાની એક્ટિંગ કરી. હૃદય એડવેન્ચર પાર્કમાં ફરવા નીકળ્યું હોય તેમ ઉછળતું હતું. હવે, એકઝામ્સ નજીક આવી રહી હતી. દિવાળીની રજાઓ પસાર કરીને પાછા સ્કૂલ-ટ્યૂશન ધમધમતાં થઇ રહ્યા હતા. ટ્યૂશનમાં કોર્સ પૂરા થવા જઈ રહ્યા હતા. ચેપ્ટર-વાઈઝ રાઉન્ડ લેવાના શરુ થઇ ગયા હતા. કનુભાઈ સામાજિક વિજ્ઞાનના પેપર્સની નાની કાપલીઓ આપતા. જે અમે વાંચીને આવતા અને એક્ઝામમાં એ પાંચમાંથી કોઈ એક પેપર લખવા આપતા. એ સમયે અમારા આકર્ષણનું કેન્દ્ર પૂજા લાલીવાલા બનેલી !

(ક્રમશ:)

*****

Contact: +91 9687515557

E-mail: