Acid Attack - 5 in Gujarati Love Stories by Sultan Singh books and stories PDF | Acid Attack (Chapter_5)

Featured Books
  • My Devil Hubby Rebirth Love - 61

    अब आगे पीहू बताओ क्या आईडिया है मैं वो सब करूंगी जिससे वह मे...

  • Devil I Hate You - 13

    और वही दो दिन बाद, ,,,,,रूही पागलों की तरह अपनी मां को ढूंढ...

  • बैरी पिया.... - 64

    अब तक :शिविका ने आंसू पोंछे और बोली " आपका दर्द समझ सकती हूं...

  • Nafrat e Ishq - Part 10

    सहदेव के कमरे में सन्नाटा पसरा हुआ था। खिड़की के बाहर बहती ह...

  • साथिया - 135

    " भगवान सांझ की आत्मा को शांति दे।" जज साहब बोले। " जज साहब...

Categories
Share

Acid Attack (Chapter_5)

એસીડ અટેક

[~૫~]

“મનુભાઈ આખી વાત મને કહેશો હવે કે શું બન્યું હતું...?” સીગારનો ધુમાડો કાઢતા બોલેરોના દરવાજા પર પગ ટેકવીને નિમેષ ઓઝાએ પૂછ્યું. આ લગભગ હાલમાં ત્રીજી સીગાર સળગી રહી હતી. સીગારના કસ ઓઝાના મગજના તારોને બરાબર માપસર ખેંચવા માટે ઉપયોગી થઇ રહી હતી. જ્યારે આવી કોઈ પણ કેસની પરિસ્થિતિનો તાગ કાઢવાનો હોય ત્યારે ઓઝા માટે સીગારના કસ જાણે તરકીબો સુજાડવાનો સ્ત્રોત બની જતો હતો. અત્યાર સુધીની સાત મીનીટમાં આખી પરિસ્થિતિનો તાગ નીમેષે એના મગઝમાં કાઢી નાખ્યો હતો.

મનુભાઈએ વાત શરુ કરી “લગભગ ૧૧ અને ૧૨ મીનીટ આસપાસ પોલીસ સ્ટેશનમાં રીંગો ખખડી રહી હતી. જ્યારે મેં ફોન ઉપાડ્યો ત્યારે એ વ્યક્તિ જે સામા છેડે બોલતો હતો એ ઉતાવળમાં હોય એવું એના અવાજ પરથી લાગી રહ્યું હતું. એણે તેજેન્દ્ર સિંહ સાથે વાત કરવાનું કહ્યું હતું, પણ સાહેબ હાજર ના હોવાનું મે કહ્યા પછી એણે પોતાની વાત શરુ કરી હતી...” બોલતા બોલતા મનુભાઈ અટક્યા હતા. સામેના છેડે ટોળે વળેલા લોકોમાંથી થતા અવાજના કારણે એ અટક્યા અને હોળી વાર એ તરફ જોયા પછી ફરી પોતાની વાત કરવા તૈયાર થયા.

“એણે શું કહ્યું?” નીમેષે સીગરનો એક ઊંડો કસ ભર્યો અને હવામાં છોડતા છોડતા પૂછ્યું.

“એણે કહ્યું હતું કે ‘મારી સાથે એક છોકરીની સગાઇ થવાની છે, તેમ છતાંય એ છોકરી મારા સાથેના સબંધોને ધુત્કારી બીજા છોકરા સાથે ઐયાશી કરે છે. મારા લગ્ન જે છોકરી સાથે થવાના છે એજ છોકરી કોઈ બીજા સાથે અને, એ પણ મારા લાખ સમજાવવા છતાં ના માને અને આડા સબંધો રાખે છે. અને હું હવે છેલ્લા કદમ સ્વરૂપે એના રૂપનો ઘમંડ ઉતારવા માટેજ એના ચહેરાને બગાડી નાખવા એસીડ લઈને જ જઈ રહ્યો છું. મને રોકી શકાય તો રોકી લેજો અને એને બચાવી શકાય તો બચાવી લેજો.’ એનો અવાજ અટક્યો એટલે મેં એણે પૂછ્યું પણ ખરા કે એસીડ શા માટે... પણ સર હું કઈ બોલું કે કહું એ પહેલા એણે બસ એટલું જ કહ્યું કે ‘એને પોતાના રૂપનો જ ખુબ ઘમંડ છે. પણ એ મારી નહી થાય તો હું એને કોઈ બીજાની પણ નહિ જ થવા દઉં.’ હું વધુ બોલવા જતો હતો ત્યાં ફોન સામેથી કપાઈ ગયો.” મનુભાઈ અટક્યા એમને પોતાની વાત પૂરી કરી દીધી હતી.

“પછી...?”

“પછી એણે ફોન કાપી નાખ્યો હતો સર...”

“આગળની કાર્યવાહી વિષે??”

“અમારા માટે એને શોધવો ખુબ જ અઘરું કામ હતું. તેમ છતાં એના લોકેશન પરથી અમે એને શોધવા કોશિશ કરવાની યોજના બનાવી. એનુ લોકેશન એ સમયે JNP કોલેજ આસપાસ જાણવા મળ્યું હતું. અમે તરત અમારી એક ટુકડી એ દિશામાં રવાના કરી દીધી હતી પણ, ત્યાંથી કોઈ જાણકારી મળી શકી ના હતી. એટલે પછી સમસ્યા અમારા માટે વધુ અઘરી થતા અમે એક એક માણસ દરેક સ્કુલ કોલેજો તરફ રવાના કરી દીધા હતા. ત્યાર બાદ લગભગ અમારો પ્લાન અમલમાં મુકાયા ના દસ મીનીટમાં જ કોઈકનો કોલ આવ્યો અને અમે સીધા જ અહી પહોચી ગયા અને, ત્યાં સુધી બહુ વાર થઇ ચુકી હતી. પેલી કારમાં જે છોકરો છે એણે કબુલી લીધું છે કે ફોન એણે જ કર્યો હતો.” મનુભાઈએ એક કાબીલ કોન્સ્ટેબલની છટાથી આખો પ્રસંગ ઉજાગર કરી દીધો હતો.

“શોધમાં સ્કુલ-કોલેજ પસંદ કરવાનું કારણ...?” નીમેષે ફરી બારીકાઈ પુર્વક ઘટના તપાસતા પૂછી લીધું.

“સર એ તેજેન્દ્ર સરનું લોકેશન પર મળેલી માહિતીના આધારે વિચારાયેલું પગલું હતું. ત્યાં અમે કોઈ સ્કુલના વિદ્યાર્થી અંગે માહિતી મળી શકી હતી.”

“ઓકે, તેજેન્દ્ર સિંહને અહી મોકલજો.”

“જી સર.”

“સર કેસ અઘરો લાગે છે ને...?” મનુભાઈના ગયા પછી ડ્રાઈવર સીટ પર બેઠેલા સ્નેહલ વ્યાસે સવાલ કર્યો.

“હા કદાચ, અઘરો કહી શકાય પણ મુશ્કેલ તો નહિ જ, ગૂંચવણો ઘણી છે, કારણ ગુનેહગાર આંખો સામે છે પણ આ ઘટના પાછળના કારણો શોધવા અઘરું કામ છે.” સીગારનો ધુમાડો છોડતા છોડતા મોઢાનું આખું ચોખટુ દેખાય એમ ખડખડાટ હાસ્ય વેરતા નીમેષે જવાબ આપ્યો, અને ફરી સીગાર ને બે હોઠો વચ્ચે ભરાવી કસ ખેંચવા લાગ્યા. અને કસ ખેંચતા ખેંચતા સળગતા કિનારા તરફ જોઈ રહ્યા. પેલા પીળા પરપોટા ઉઠતા હતા એ કેલ્બા તરફ પણ નજર ફેરવી અને બોલ્યા. “આખી ઘટના હવે મને સમજાઈ ચુકી છે બસ ચોકસાઈ કરવી છે.”

“મને કઈ નથી સમજાયું સર.” સ્નેહલે વચ્ચે જ સવાલ કર્યો.

“રાહ જો તેજેન્દ્રને આવવા દે આખો સીન સમજાઈ જશે.” સીગારનો ઊંડો કસ લેતા સીગાર બારી બહાર ફગાવી દીધી અને નવી સીગારના ઉપર ઉપરી ધુમાડા છોડ્યા.

“આજે વધુ જ થઇ ગઈ ને સર...?” સ્નેહલે સીગારના ધુમાડા સામે નજર ફેંકતા પૂછ્યું.

“અરે આ તો બસ શોધખોળ વખતે દિમાગ માટે પેટ્રોલનું કામ કરે છે બાકી મને સીગાર પીવાની ઈચ્છા જ ન થાય. પણ સીગાર વગર મારું મગજ આટલું ચોક્કસ પણે નથી દોડતું એટલે આનો સહારો લેવો પડે છે.”

~~~~~~~~~~

“હવે અનીતાને કેમ છે ડોક્ટર...?” વિજયે સોફા પરથી ઝપાટાબંધ ઉભા થઇ રૂમના બહાર નીકળેલા ડોક્ટરને પૂછી લીધું. વેદના અને ભાવનાથી ભરેલા ચહેરા પર પ્રભાવ જાણે શૂન્ય થઇ ચુક્યો હતો.

“સોરી સર, તમારી તકલીફ હું સમજી શકું છું પણ, તબિયત હજુ સુધી ગંભીર છે એટલે અમને અમારી કોશિશો કરવા દો તો વધુ સારું છે.” મો પરનું માસ્ક હટાવતા ડોક્ટરે જવાબ આપ્યો અને વિજયના ખભે હાથ મુકીને થપથપાવી પોતે ફરી પોતાના કામે લાગ્યા.

“જી ડોક્ટર...” વિજયે હકારમાં ડોકું ધુણાવ્યું અને સોફામાં ગોઠવાઈ ગયો.

ઘડિયાળમાં સરકતો કાંટો પણ જાણે હથોડાની જેમ ઝીંકાતો હોય એવી વેદના અત્યારે વિજયને અનુભવાતી હતી. અનીતાનો ખીલખીલાતો ચહેરો વારંવાર એમના સામે ટળવળી ઉઠતો હતો અને એ કઈ પૂછે એ પહેલા જાણે ઓઝલ થઇ જતો હતો. અનીતાના શબ્દોના પડઘા હજુ સુધી વિજયના કાનોમાં પછડાઈ રહ્યા હતા. એ પડઘામાં જાણે ભૂતકાળ વર્તમાન સાથે અનુભવાતો હતો. અનીતા નિખાલસ પણે સમજાવી રહી હતી “પપ્પા, તમારી દરેક વાત સાચી છે અને હું સમજુ છું. મને તમારો નિર્ણય પણ સ્વીકાર્ય છે પણ, તોય સાચું કહું તો શૈલેશ સારો છોકરો નથી અને એની નિયત પણ...” અનીતા કઈ બોલે એ પહેલા વિજયે એને રોકી લીધી હતી એમની નીતરતી આંખો એણે કહી રહી હતી “મને માફ કરીદે દીકરા મારી જ આંખો પર દોસ્તીના પાટા બાંધેલા હતા. પણ તું સાચી હતી, તારે મારો વિરોધ કરવો જોઈતો હતો પણ શા માટે? શા માટે તું મારી વાતો માન્યા કરતી હતી.” વિજય ફરી શાંત બની એ ચહેરાને જોઈ રહ્યો. ‘તમારી આંખોમાં આંસુ! એટલે જ તો, હા બસ એટલેજ તો મારે તમને કઈ જ ન હતું કહેવું. તમારી આંખોમાં એક પણ આંસુ મને કેમ પોસાય...?” અનીતાનો ચહેરો આટલું કહીને જાણે આંખો સામેથી ઓઝલ થઇ ગયો. વિજયની આંખો ખુલી ત્યારે સામે જીજ્ઞા હતી અને સવિતા પણ અનીતા... અનીતા દરવાજાની પેલે પાર સફેદ પાટામાં વીંટળાયેલી જીવન-મરણ વચ્ચે જોલા ખાઈ રહી હતી જેનું કારણ પોતે બાંધેલા નિર્ણયો હતા. આજ વાતનું દુઃખ વિજયને કોતરી ખાતું હતું. પોતે જ પોતાની જાત સાથે જાણે જંગ લડી રહ્યો હોય એમ આંખોમાં આંસુ, વેદના, લાચારી, પ્રેમ અને વલોપાત સિવાય કઈ જ દેખાતું ના હતું. દીકરીની વ્યથા બાપના દિલમાં કેટલી પીડા છોડે તે વિજય ને જાણે આજે સમજાઈ રહ્યું હતું.

~~~~~~~~~~

“જી સર...” તેજેન્દ્ર સિંહ નિમેષ ઓઝા સામે આવીને સલામ ભરી ઉભા રહ્યા.

“તમે અહી, કોઈ કે કોલ કર્યો એવું મનુભાઈ...” નીમેષે વાતને માર્યાદિત અને ટૂંકા શબ્દોમાં પતાવી નાખી.

“જી સર, મિત નામ છે એ છોકરાનું, મિત શર્મા આજ કોલેજમાં ભણે છે.”

“શું કહ્યું હતું એણે...?”

“એણે જ્યારે કોલ કર્યો ત્યારે એના અવાજમાં ડર હતો. એણે કહ્યું કોઈ કે વી.એલ. કોલેજ કેમ્પસમાં એક છોકરીના ચહેરા પર એસીડ છાંટ્યું અને નાખનાર પણ પકડાઈ ગયો છે. તમે જલ્દી આવો અને એટલું કહ્યા પછી અમે બાકીની વિગત પૂછવાની જરૂર ના હતી અમે સીધા અડ્રેસ લઇ અહી આવી ગયા. અને કદાચ ૧૦૮ને પણ એણે જ...” તેજેન્દ્ર સિંહ અટક્યા.

“એ છોકરાને પણ અહી બોલાવી લો.” નીમેષે સીગાર બુજાવીને ફેંકી દીધી. હવે વખત હતો અત્યાર સુધી પોતાના ડીટેક્ટીવ માગઝ વડે શોધેલી ઘટનાનો પ્રાસંગિક ચિતાર આપવાનો. મિત પણ ત્યાં આવી ચુક્યો હતો. નીમેષે પોતાની વાત એક પછી એક કડીઓને જોડીને કહેવાની શરુ કરી દીધી હતી. સમય સમય પર મનુભાઈ, તેજેન્દ્ર સિંહ અને મિત હકાર પણ પુરાવતા હતા. ડ્રાઈવર સીટ પર બેઠેલો સ્નેહલ વ્યાસ આજે ફરી એક વાર નિમેષના અંદાઝ પર આફરીન પોકારી રહ્યો હતો. એક એક પ્રસંગ, એક એક વાત, ઝીણામાં ઝીણા બનાવની નોધ, શબ્દે શબ્દ પરની પકડ અને એક એક દ્વારા મળેલી માહિતીને મગઝમાં ગોઠવી આખી ઘટનાનું ચિત્ર એણે આબેહુબ તૈયાર કર્યું હતું. અને આ ચિત્રને ત્યાં હાજર બધા જોડાયેલા લોકો એ સ્વીકારી પણ લીધું હતું. આટલા વર્ષોનો અનુભવ બરાબર કામ કરી રહ્યો હતો.

“નાઉ યુ ઓલ કેન લીવ, યુ ટુ મિસ્ટર મિત. એન્ડ તેજેન્દ્ર સિંહ આઈ એમ ગોઈંગ ટુ હોસ્પીટલ ફોર મોર ઇન્ફોર્મેશન. યુ હેવ ટુ ગીવ ફૂલ રીપોર્ટ ટુ મી બિફોર સેવેન પી.એમ. મીટ એટ ઇવનિંગ.” નીમેષે કારમાં બેસી દરવાજો ઝાટકા સાથે બંધ કર્યો અને એના ઈશારે સ્નેહલ વ્યાસે કાર શહેરની મુખ્ય સડક પરથી સિવિલ તરફ હંકારી મુકી.

~~~~~~~~~~

લગભગ સરકારી અને પોલીસની કામગીરી પત્યા પછી મિત પોતાના ક્લાસ તરફ દોડ્યો અને પોતાની બેગ લઈને એણે બાઈક સીધું જ મનનના ઘર તરફ મારી મુક્યું. જે બન્યું એની વ્યથા કરતા આ બધું મનન ને જણાવવાની ઉત્સુકતા અત્યારે એનામાં વધુ હતી. એનું દિલ બમણી ગતિએ ધબકતું હતું.

~~~~~~~~~~

“જીજ્ઞા તને વિશ્વાસ છે ને કે એ છોકરો શૈલેશ...” થોડીક શાંતિ છવાયેલા વાતાવરણમાં સવિતાની ઉત્કંઠા ફરી જાગી પણ એ વધુ બોલે એ પહેલા વિજય તાડુકી ઉઠ્યો.

“એ પોલીસ કસ્ટડીમાં છે, એનથી વધુ એણે કોલેજ આગળ પડેલી ઢોરમાર એનાથી વધુ... શું જોઈએ તારે વિશ્વાસ કરવા માટે? કેતો મને?” વિજયે મંદ શબ્દો ઉચ્ચાર્યા હોય એમ જવાબ આપ્યો અને ફરી બોલવાનું ચાલુ રાખ્યું. “અનીતા સાચું જ કહેતી હતી પણ, આ દુનિયા અને સમાજના ડરથી આપણે જ એની વાતો... જવા દે હવે એ વાતોનો કોઈ અર્થ નથી.’

“મને કશું જ નથી સમજાઈ રહ્યું...” સવિતાના અવાજમાં ભારોભાર વેદના હતી. આંસુઓની ભીનાશ વાતાવરણમાં અનુભવાઈ રહી હતી.

“શૈલેશ વિષે અનીતા મને પણ કહેતી હતી, અને પરમ દિવસે આ બધું અમે બંને મળીને તમને સમજાવવા આવવાનું પણ હજુ આજે જ વિચાર્યું હતું. પણ એ પેલા તો...” જીજ્ઞાએ પોતાના ગાલ પર સરકતા પાણીને ખાળતા કહ્યું અને ફરી નીચું જોઈ સુન્ન્કારમાં જાણે કે ઓગળી ગઈ.

“પણ, શૈલેશ આવું કરી કેવી રીતે શકે અને, ઓહ હા હવે બધું જાણે સમજાય છે કે એનો બાપ સુરેશ મારો ફોન કેમ નથી ઉઠાવતો.” વિજયે અચાનક બધી વાતો વાગોળતા હોય એમ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે જાણે આંખો આભમાં માંડી.

“ભૂલ તો આપણી પણ છે... વિજય” સવિતાએ ફરી વાર ધીમા અવાજે જવાબ આપ્યો અને ચુપ થઇ ગઈ.

“તારી વાત સાચી છે સવિતા, ભૂલ આપણી પણ છે જ, અનીતા એ લગભગ દરેક વખતે આ વાત સમજાવવા આપણને પ્રયત્ન કર્યો જ હતો પણ...” વિજય વધુ બોલી ના શક્યો અત્યારે એની આંખોમાં વહેતા પાણી એની પીડા દર્શાવતા હતા. વેદના અને પીડા, પારાવાર દુઃખનો ચિત્કાર હતો એ...

“અંકલ હું કાલે ફરી આવીશ અને કોલ કરતી રહીશ મને સમાચાર આપજો એના.” જીજ્ઞાએ નીકળવાની મંજૂરી માંગી અને સોફા પરથી ઉભા થઇ દરવાજા તરફ પગ ઉપાડ્યા.

“સોરી પણ, થોડીક વાર માટે હજુય તમારે રોકાવું પડશે” હજુ માંડ ત્રણેક પગલા આગળ ભર્યા હશે ત્યાં નિમેષ ઓઝા એ જીજ્ઞાને અટકાવતા કહ્યું. સ્નેહલ વ્યાસ અને બીજા બે કોન્સ્ટેબલ સાથે નિમેષ પાછળથી લોબીમાં દાખલ થયા.

“જી સર, જલ્દી પતશે તો હું તૈયાર છું. બાકી મારે ઘરે પણ થોડુંક કામ છે.” જીજ્ઞા ત્યાજ રોકાઈને પાછી વળતી વખતે બોલી અને એને, માહિતી આપવામાં પોતાનો હકાર પણ સૂચવ્યો.

નીમેષે સામેના સોફા પર ગોઠવીને કોલેજ કેમ્પસમાં બનેલી ઘટના અંગે બધી ખુટતી વિગતો જીજ્ઞા પાસેથી મેળવી લીધી અને જીજ્ઞાને જવા મંજૂરી આપી. ત્યાર બાદ સવિતા અને વીજય સાથે પણ થોડોક સવાલ જવાબનો દોર ચાલ્યો. છેવટે શૈલેશ અને પોતાના મિત્ર અંગેની વીગતો આપીને વિજયે વાત પતાવી. નીમેષે ફરી આખો પ્રસંગ વિજય અને સવિતાને કહી સંભળાવ્યો જેના મુખ્ય કારણો હજુ ખુલવાના બાકી હતા. થોડીક વાર કઈક કાગળ પર લખ્યા પછી નીમેષે ત્યાંથી વિદાય લીધી.

~~~~~~~~~~

“ઓય મનન તું અહી બેસીને ગીતો સંભાળે છે... અને તને ખબર પણ છે કે શું થઇ ગયું?” મિત દોડીને આવ્યો હતો અને એટલી ઉતાવળે એ સીડીઓ ચડ્યો હતો કે એ હજુય હાંફતો હતો.

“શું થયું મિત?” આચાનક દોડીને આવેલા હાંફતાં મીતને જોઇને મનને તરત કાનમાંથી ઈયરફોન કાઢ્યા અને પૂછી લીધું. મીતના ચહેરા પર છવાયેલો ભય વાતની ગંભીરતા રજુ કરતો હતો.

“ગજબ થઇ ગયો મનન... ગજબ.” મિત હજુય હાયવે પર ચાલતી ટ્રકના એન્જીનના જેમ જોર જોરથી હાંફી રહ્યો હતો. એના ચહેરા પર ડરના વાદળો દોડાદોડ કરતા હતા એની છાતીમાં જાણે કેટલાય પમ્પો મુકાયા હોય એમ ધબકતી હતી.

“પણ શું થયું?”

“કેવી રીતે કહું?”

“જલદી કે ને? મનેય ચિંતા થાય છે હવે તો.” મીતના ચહેરા પર મણ મણની તોળાતી વેદના મનનને તડપાવી મુકે એટલી ગંભીર અને ભયાનક હતી.

“અનીતા, મનન અનીતા...” મીતની જીભ હજુય કઈ સ્પષ્ટ બોલી શકતી ના હતી એના શબ્દો લથડી રહ્યા હતા. જીવતી આંખે ભૂત જોઈ લીધા હોય એવી એની હાલત હતી.

“અનીતા! શું થયું અનીતા ને?” નામ સાંભળતાની સાથે જ મનનના મુખના ભાવ બદલાઈ ગયા. એના મન પર છવાયેલા ભાવો અચાનક શુંન્યવત્ત થઇ ચુક્યાં હતા. એના ચહેરાની પીડા એના દિલમાં ઉછળતા દર્દની સાબિતી આપી રહ્યા હતા. જાણે અચાનક કાળજામાં કટાર ભોકાઈ હોય એવી અસહ્ય વેદના એની આંખો માંથી ઉભરવા લાગી હતી.

“બોલને મિત... શું થયું અનીતા ને?” મનન ફરી એક વાર વિનંતીના સુરે ગળગળો થઇ ગયો.

“કાલે આપણે સોસાયટીના નાકે જે બાબત વિષે ચર્ચા કરતા હતા બસ એવો જ બનાવ આજે આપણી કોલેજ માં પણ બન્યો. તને ખબર છે મનન? આપણી કોલેજમાં આજે એજ બનાવ બન્યો, એસીડ એટેકનો...!!” મિત અચાનક અટક્યો અને મનનના ચહેરે બદલાતા હાવભાવ જોઈ રહ્યો.

~~~~~~~~~~

[ ક્રમશઃ ]

લેખક :- સુલતાન સિંહ

મેઇલ :-

(તમારા અમુલ્ય પ્રતિભાવો જરૂરથી ઈ-બુકની નીચેના કમેંન્ટ બોક્ષમાં આપો...)