Kayo Love - Part - 14 books and stories free download online pdf in Gujarati

કયો લવ ભાગ : ૧૪

કયો લવ ?

ભાગ (૧૪)

પ્રસ્તાવના

“કયો લવ ?” સંપૂર્ણપણે એક કાલ્પનિક પ્રેમકહાની છે. વાર્તામાં આવતા નામ, ઘટના, સ્થળ અને બીજા બધા જ બનાવો અને ચિત્રણ કાલ્પનિક છે.

પ્યારમાં પડનારા પ્રેમી પંખીડાઓની લવ ઘટનામાં પ્યાર, ધોખા અને સેક્સ જેવી વાતો તો બનતી જ રહે છે.

“કયો લવ ?” ની મુખ્યપાત્ર પ્રિયાની જિંદગીમાં કયો વળાંક આવશે ? ફેંસલો, કોને ક્યાં સુધી લઈ જશે?

જાણવાં માટે વાંચતા રહો “ કયો લવ ? ” ભાગ : ૧૪

ભાગ (૧૪)

“ખોલને દરવાજો...પ્રિયા પ્લીઝ...પ્રિયા ફોર ગોડ સેક...દરવાજો ખોલ...”સોની દરવાજા પર બંને હાથે પછાડા કરતી આંસુ સારતી,કરગરતી,મોટા અવાજમાં તાણમાં કહેવાં લાગી.

પ્રિયાએ પોતાને બેડરૂમમાં પૂરી દીધી હતી, તે કોઈની સાથે પણ વાતો કરવા માંગતી ન હતી.

રાતના સમયે,બધી જ લાઈટ્સ ઓફ કરી, અંધકારમય બેડરૂમનાં એક ખૂણે, પોતાનું માથું ટેકીને, લાંબા છુટ્ટા વાળો લઈ, બંને હાથે માથું દબાવતી પ્રિયા, ટગરટગર એક પણ પલકારા માર્યા વગર અંધારામાં પણ સીલીંગ પર લટકેલું કાચના ઝુંમરમાં જાણે સર્વસ્વ ભાન ભૂલીને એવાં ગાઢ વિચારોમાં ધકેલાઈ ગઈ હતી, કે આંખમાંથી આંસુની અવિરતપણે ધારા ક્યાં વહીને, એના જ કપડાને ભીંજવીને સુકવી પણ નાંખતા, એનો ક્રમ અશ્રુનાં ટપ ટપ કરતા ટપકા જ જાણતા.

પ્રિયાને, ગાંડાની જેમ ચાહનારો એ વ્યક્તિના શબ્દો, કાનમાં જાણે કોઈ તીષ્ણ વસ્તુનાં ઘાથી થતાં દર્દોની જેમ ભોંકાતા હતાં....“ કયો લવ ? અરે કયો લવ...વવવવવવ...”

“ આય એમ પ્રેગનેન્ટ, કેમ નથી સમજતો તું........પ્રિયા કરગરતી હતી ”

( જો તમે, ‘કયો લવ? ભાગ : ૧ થી ૧૩ ’વાંચી શક્યા ન હોય તો વાંચી શકો છો. અહીં ટુંકમાં પણ, કહી દેવા માગું છું, ભાગ:(૧) થી ભાગ:(૧૩) સુધીમાં આપણે વાચ્યું કે, મુખ્યપાત્ર પ્રિયા, બિન્દાસ બ્યુટીફૂલ કોલેજ ગર્લ હોય છે, જેની બેસ્ટ ફ્રેન્ડ સોની, બંને એક જ બિલ્ડીંગમાં રહેતા હોય છે.

SYBCOM નાં ક્લાસમાં ભણાવનાર હેન્ડસમ સર “નીલ વોરા” પ્રત્યે પોતે કેવી રીતે આકર્ષાઈ હતી અને કેવા સંજોગોમાં ૧૦ મિનીટની, છ મહિના પહેલા મુલાકાત થઈ હતી.....અને ફરી છ મહિના બાદ નીલ વોરા પ્રિયાની જિંદગીમાં કેવી રીતે આવે છે....

પ્રિયા પોતાને ઓળખાવી શકે, અને નીલને પોતાની તરફ આકર્ષવા માટે જાત જાતનાં અખતરા કરે છે...એક દિવસ નીલ સર પ્રિયાને ઓળખી જાય છે, એવામાં કુલદીપ નામના છોકરાનું, પ્રિયાના ગ્રૂપમાં એન્ટ્રી થાય છે...ક્રિસમસ વેકેશન દરમિયાન પ્રિયા ફરી, નીલને એક મોલમાં શોપિંગ કરતો જોય છે, અને ત્યાં બંનેની ફરી મુલાકાત થાય છે.

ક્રિસમસ વેકેશન પત્યા બાદ, પ્રિયા, કુલદીપનો ઇરાદો શું હતો, પોતાનાં ગ્રૂપમાં શામિલ થવાનો એ જાણી જાય છે, અને પોતાનો પિત્તો ગુમાવતા એક જોરદારની થપ્પડ ખેંચી દે છે, આ જોઈ વિનીત ગુસ્સામાં આવી પ્રિયાના બાવડે પોતાનાં આંગળીના લાલ નિશાન પાડી નાંખે છે.

રવિવારના દિવસે પ્રિયા પોતાનાં ફેમિલી સાથે એક લગ્ન પ્રસંગમાં જાય છે, જેમાં રુદ્ર નામના છોકરા સાથે મુલાકાત થાય છે, પણ તે પણ તોછડી મુલાકાત, જેઓ બંને નથી જાણતા કે, એકમેકના પરિવારજન, બંનેને ભાવી જીવનસાથીમાં જોવા માંગે છે.

રૂદ્ર અને પ્રિયા બંને મળે તો છે…સૌમ્ય અને રિંકલ બંને મળી હોટેલની ડાબી બાજું સ્થિત, એક ગાર્ડનવાળી જગ્યે બંનેને છોડીને આવે છે, જ્યાં બંને બેસીને પીગળેલી આઈસ્ક્રીમનો સ્વાદ માંડે છે, પરંતુ પ્રિયા, એના પહેલા રુદ્રના એકપણ સવાલનો જવાબ આપતી નથી.

રુદ્ર, પ્રિયાનો મોબાઈલ નંબર માંગે છે. પ્રિયા રોજની જેમ કોલેજ જાય છે ત્યાં જ વિનીત માંફી માંગવા માટે મોકાની તલાશ કરતો રહેતો હોય છે, પ્રિયા વિનીતની વાત સાંભળવામાં રસ દાખવતી નથી, ત્યાંજ વિનીત પ્રિયાનો હાથ પકડી, કુલદીપ વિશેની સફાઈ આપે છે, ત્યાં જ રુદ્રનો કોલ આવે છે.

પ્રિયા શોર્ટ જીન્સ પહેરીને પહેલી મુલાકાત માટે રુદ્રને મળવા માટે જાય છે, તે દરમિયાન, પ્રિયા, રુદ્રને પ્રશ્ન પૂછે છે કે,“મારા પ્રમાણે, હું બધાની જ વાત નથી કરી રહી, અમુક લોકોની વાત, જે લગ્ન પહેલા તો બલુનની જેમ રહેતા હોય છે, અને લગ્ન બાદ હસબન્ડ, રબરબેન્ડની જેમ થઈ જતા હોય છે, લગ્ન પહેલા હોટ અને સેક્સી કહી વખાણોનાં ફૂલો ઉગાવી દેતા હોય છે, અને લગ્ન બાદ આ બધી જ બાબતો માટેની, કરમાયેલી મર્યાદાઓ બતાવતા હોય છે.”

રૂદ્રે અને પ્રિયાની મુલાકાતમાં, સારી એવી વાર્તાલાપ થાય છે, એ દરમિયાન રુદ્ર પ્રિયાને “આય લાઈક યું” કહી દે છે...કોલેજમાં પ્રિયા, વિનીત સાથે વાત નથી કરતી...શનિવારે જ વિનીતનો બર્થડે હોય છે અને તે જ દિવસે પ્રિયાએ રુદ્રને, કોલેજ રોડને ત્યાં, લાસ્ટ લેકચર પત્યાં બાદ, મળવા માટે બોલાવ્યો હતો.

પ્રિયા, વિનીતને બર્થડે વિશ નથી કરતી, તેથી વિનીતને ઘણું ખોટું લાગે છે...પ્રિયા, રુદ્રને મળવા માટે કોલેજ રોડને ત્યાં જઈ ઉભી રહે છે, ત્યાં તો વિનીત સ્પીડમાં પોતાનું બાઈક લઈ, પ્રિયાના ફરતે, બાઈકનાં ગોળ ચક્કર લગાવે છે, ત્યાં જ રુદ્રની કાર ઉભી રહે છે....રુદ્ર અને વિનીતની વચ્ચે ઝપાઝપી થાય છે, પ્રિયા આ જોઈ રુદ્ર સાથે મુલાકાત કરવા વગર પોતાનાં ઘરે ચાલી જાય છે, રુદ્ર ખૂબ નારાજ થઈ જાય છે, તે ઘરે આવી પ્રિયા અને પોતાની વચ્ચે પ્રઘાડ ચુંબન કરતું સપનું નિહાળે છે.

રુદ્રને પ્રિયા વગર જરા પણ ન ગમતું હતું, તેથી તે રવિવારે પ્રિયાના ઘરે જવા માટે નિર્ધાર કરે છે...બીજી તરફ સોની અને પ્રિયા લગ્ન સમારોહનો કાર્યક્રમ પતાવી, ઓટોમાં પોતાની બિલ્ડીંગને ત્યાં પહોંચે છે ત્યાં તો કુલદીપ પહેલાથી જ ઊભેલો હતો, આ જોઈ પ્રિયા અને સોની કુલદીપને ધમકાવે છે. બીજી તરફ રુદ્ર પણ પ્રિયાનાં ઘરે મળવાં માટે આવેલો હોય છે, પરંતુ તે પ્રિયાની રાહ જોઈ, હવે નીકળવાની તૈયારી કરે છે.

રુદ્ર અને પ્રિયાની અણધારી મુલાકાત દાદરા પર થાય છે, જ્યાં બંનેનો ટકરાવ થાય છે, એવામાં જ પ્રિયા પોતાનું બેલેન્સ ગુમાવતાં, રીતસરનો રુદ્રની છાતીનો ટેકો લેવાઈ જાય છે...પ્રિયા પોતાને સ્વસ્થ કરતાં ત્યાંથી શરમાઈને દોડી જાય છે...રુદ્રને સ્ટેશન છોડવા આવતી પ્રિયાને, કુલદીપ તેની આસપાસ હોય એવો આભાસ થતો હોય છે.

પ્રિયા ફિક્કી પડી જાય છે, પરંતુ તરત જ પોતાને સ્વસ્થ કરી લે છે....રુદ્ર અને પ્રિયા એક હોટેલમાં જઈ બેસે છે, ત્યાં લગ્ન કરવાં માટેની ઈચ્છા શું છે એ અગત્યની વાત પ્રિયા, રુદ્રને જણાવે છે, ત્યાં જ પ્રિયાને વાંકડિયા વાળ વાળો કુલદીપનો ફ્રેન્ડ હોટેલમાં દેખાઈ આવે છે, પ્રિયા, એ છોકરાની પાછળ ભાગતી હોટેલની બહાર આવી જતાં કુલદીપ અને તેનો ફ્રેન્ડ બાઈક પર સવાર થઈ રફતારમાં જતાં રહે છે.......ઈન્ટરેસ્ટીંગ સ્ટોરી છે, એના માટે ભાગ:૧ થી ભાગ:૧૩ જરૂર વાંચજો..)

હવે આગળ...........

“પ્રિયા પ્યાર અંધા હોતા હે.” કુલદીપ ઘણો આરામથી કહી રહ્યો હતો.

પ્રિયાને કુલદીપના વાહિયાત જવાબો સાંભળીને ક્રોધથી ચહેરો લાલઘુમ કરી લેતા, કુલદીપને એક જોરનો, બધા સામે તમાચો ચોળતા કહે છે, “ પર મેં અંધી નહી હું, ફિર સે મેરા પીછા કિયા તો જેલ કી હવા ખાની પડેગી.”

આ અચાનક બનેલો બનાવ જોતાં જ કોલેજનાં છોકરા છોકરીઓનું ટોળું જમાં થઈ જાય છે.

પ્રિયા ફરી બે ચૂટકી કુલદીપને ત્યાં વગાડતાં કડક શબ્દોમાં કહ્યું, “અન્ડસ્ટેન્ડ, યુ બેટર અન્ડસ્ટેન્ડ.”

કુલદીપ થપ્પડ ખાઈને પણ પ્રિયાની સામે જ જોતો ઊભો રહ્યો.

“હેય, આંખ શું દેખાડે છે ?” પ્રિયાએ ફરી મોટા સ્વરે કહ્યું.

“પ્રિયા, આઈ લવ યુ.” કુલદીપે ઠંડા સ્વરે કીધું.

“અબે, પગલા ગયા ક્યાં ? બેવકૂફ લડકા !!” મેં તુમ્હે જાનતી ભી નહી હું ..” પ્રિયા કંટાળતા, અદપ વાળીને આંખો ઉપર કરી કહેવાં લાગી.

વિનીત, રોનક અને અક્ષય, કુલદીપને ત્યાં આવીને સમજાવા લાગે છે.

વિનીતે, કુલદીપને જ સંભળાય એવી રીતે નજદીક આવતાં, કાનમાં કહ્યું, “ ભાઈ કાયકો નાટક કર રેલા હે, મેરા ભી યહી હાલ હુવા થા ભાઈ, બહોત પહેલે...ચલના ભાઈ બાતકો યહી પે ખતમ કર લે..”

વિનીતનું આટલું સમજાવ્યાં બાદ પણ પ્રિયા સામે જોતા કુલદીપ ફરી કહી રહ્યો હતો, “પ્રિયા, વાત તો સાંભળો.”

પ્રિયા ફરી મોટા સ્વરે કહેવાં લાગી, “ હેય, તું નીકળ તો અહિંયાથી...!!”

કુલદીપનું અપમાન આજે બરોબરનું થઈ ગયું હતું, તે પોતાનાં ગાલ પર હાથ મૂકતો ટોળામાંથી રવાનાં થઈ જાય છે.

સોનીએ પ્રિયાનાં ખભે હાથ થપથપાવતાં શાંત થવા માટે કહ્યું.

વિનીત,રોનક,કોમલ,કાયા,અક્ષય સહિત ગ્રૂપમાંના બધા જ ફ્રેન્ડોમાં ચૂપકી છવાઈ ગઈ હતી.

કોલેજનું ટોળું છુટું પડતાં પોતપોતાની દિશામાં જવાં લાગ્યું.

માહોલને ફરી ઠીક કરવાં માટે રોનક જ ઉત્સાહિત થતાં એકશ્વાસે શબ્દો ઉચ્ચારતા કહેવાં લાગે છે, “હેય ફ્રેન્ડ્સ એસ.વાય.બીકોમ ની ફાઈનલ એકઝામ્સ તો હમણાં આવી જ રહી છે. અને આપણે બધાએ જ ટી.વાય.બીકોમ માટેનું કલાસીસનું એડમિશન પણ લઈ લીધું છે, તો એ ક્લાસ તો નક્કી જ વેકેશન પણ ગાળવા નહી દેશે, એના પહેલા જ સ્ટાર્ટ થઈ જશે, તો એના પહેલા આપણે થોડું એન્જોય કરી લઈએ?”

સોની પણ ઉત્સાહથી કહેવાં લાગી, “ કેવું એન્જોય??”

“ક્યાંક જઈએ બહાર, મજા માંણીએ બીજું શું...!!” ફરી એવો જ ઉત્સાહ દેખાડતો રોનક મોટેથી બોલ્યો.

વિનીતે સૂર પૂરાવ્યો, અને રોનકનાં ખભે શાબાસી ભર્યો ધબ્બો આપતાં કહ્યું, “ ક્યાં બાત કર રહા હે ભાઈ, મેરી મુંહ કી બાત છીન લી.”

ત્યાં જ કોમલ કહે છે, “ ટ્રેકિંગ ટ્રીપ ??”

ત્યાં જ અક્ષય વચ્ચે બોલી પડ્યો, “તને અને પ્રિયાને દર વર્ષે માઉન્ટેન ટ્રેકિંગ અને હાઈકિંગ જ દેખાય છે, બીજું નવું બોલ હવે.”

“પ્રિયા, બોલો, તુમ ક્યાં કહેતી હો..” વિનીત પ્રિયા તરફ નજર માંડી કહેવાં લાગ્યો.

આખા ગ્રૂપની નજર પ્રિયા તરફ હતી, કે પ્રિયા કશું બોલે તો સારું !!

પ્રિયા પોતાનું મૂડ સારું કરતાં કહેવાં લાગી, “ હા ચલો યાર જહાં ચલના હે વહા ચલતે હે, જીતનાં ઘૂમના હે વહા ઘૂમ લેતે હે, ક્યુંકી લાસ્ટ યઅર હે, કિસીકો ભી ટાઈમ નહી મિલ પાયેગા.”

આખુ ગ્રૂપનો સ્વર એકસાથે ગુંજવા લાગ્યું, “ યેયેયેયેયેયેયેયે......યે....યસસસ્સ્સ્સ........ચલો ટ્રીપપપપપપ...”

“ઓ.કે ઓ.કે પણ આ વખતે ક્યાં જવાનું છે, એ હું જણાવીશ.” રોનકે કીધું.

બધાએ સાથે મળીને કહ્યું , “ઓ.કે.કેકેકેકે......

“પ્રિયા આજે સાંજે શું કરો છો, મને મારી બર્થડે પાર્ટી આપવી છે.” વિનીતે કહ્યું.

ત્યાં જ સોનીએ વચ્ચે જ કહ્યું, “આજે સાંજે અમારી મોબ ડાન્સની પ્રેક્ટિસ છે, અને આ વખતે પ્રિયા, ફ્લેશ મોબ લીડર છે.”

ઓહ્હ! તો તમે લોકો એમાં બિઝી છો, શું હેતુ છે તમારો આ વખતનાં મોબ ડાન્સનો?”

“એ નથી જણાવવું, જયારે મોબ ડાન્સ તું જોવા આવશે ત્યારે સબ્જેક્ટ ખબર પડી જશે.” પ્રિયાએ વિનીતની સામે જોતા કહ્યું.

“હમણાં આવશો, હું હમણાં આપવાં માગું છું પાર્ટી.” વિનીતે કહ્યું.

પ્રિયાએ કહ્યું, “ઓ.કે ચાલો, પાર્ટી મનાવીએ...વિનીતના બર્થડેની પાર્ટી..”

પ્રિયાનું મૂડ સારું જોતા ગ્રૂપનું ટોળું, કોલેજનો ગેટ વટાવી બહાર નીકળી જાય છે.

વિનીત કોલેજની નજદીકની હોટેલમાં જાનદાર અને શાનદાર બર્થડે પાર્ટી આપે છે.

ગ્રુપનાં દોસ્તોએ ઘણા દિવસો બાદ આજે પહેલી વાર મોજથી પાર્ટી માણી હતી, અને આજે બધા જ ભેગા મળ્યા હતાં, તેથી ઘણું એન્જોય કર્યું.

એક અઠવાડિયા બાદ રવિવારનાં દિવસે, રુદ્ર ફરી પ્રિયાને મળવા માટે કહે છે, રુદ્રને તો, એ બે છોકરા કોણ હતાં, એ જાણવા માટે જ પ્રિયાને આ રવિવારે મળવા માટે કહેતો હતો, પ્રિયાનાં ડરનું કારણ શું હતું, પ્રિયા કોઈ મુસિબતમાં તો નથી ને ? ફક્ત એ જ જાણવું હતું.

પ્રિયા, રુદ્રને મળે છે અને બધી જ વિગતમાં વાત જણાવે છે. રૂદ્રે આ વાતને, ગંભીરતાપૂર્વક લેવા માટે પ્રિયાને ચેતવણી આપી દે છે. પરંતુ પ્રિયાએ કહ્યું કે હવે કુલદીપ ક્યારે પણ વળીને નહી જોય, એવો બોધપાઠ ભણાવ્યો છે.

લગભગ એક મહિના બાદ, મોબ ડાન્સનો દિવસ આવી જ ગયો. કેટલા મહિનાની પ્રેક્ટિસ આજે કામ લાગવાની હતી, કારણકે પ્રેક્ટિસ કરાવનાર, મોબ લીડર, પ્રિયા પોતે જ હતી.

ટુકમાં, ફ્લેશ મોબ ડાન્સ એટલે, રસ્તાની વચ્ચે, મોલમાં, રેલ્વે સ્ટેશન, એરપોર્ટ કે બીજે, જ્યાં લોકોનું આવનજાવન વધારે હોય ત્યાં ચાર પાંચ ડાન્સરો મળીને કે ટોળુંમાં, અચાનક લોકોનું ધ્યાન પડે એવી રીતે ડાન્સ કરવો અને ડાન્સ પત્યા બાદ લોકોનું ધ્યાન ન પડે એવી રીતે અદ્શ્ય થઈ જવું. આ મોબ ડાન્સ કોઈ ઓર્ગેનાઈઝેશન દ્વારા કે સામાજિક સંસ્થા કે ક્લબ કે ગ્રૂપ દ્વારા યોજવામાં આવે છે, જેમાં કોઈ મુખ્ય હેતુ કે સંદેશ આપવા માટે કરવામાં આવતો ડાન્સ હોય છે.

માહિતી પ્રમાણે, મોબ ડાન્સ માટે, ગ્રૂપનાં ડાન્સરોને પ્રિયાની કોલેજને ત્યાં, જ્યાં ચાર રસ્તાઓ મળતા હતાં, જ્યાં એક મોટો વિશાળ શોપિંગ માટેનો મોલ આવ્યો હતો. લોકોની અને સાથે જ કોલેજ સ્ટુડેન્ટસ્ ની ભીડભાડ રહેતી હોય તે એરિયામાં ભેગા થવા માટે કહ્યું હતું.

શનિવારનો દિવસ હતો, લગભગ સાડા અગ્યાર વાગ્યાંનો સમય હતો. ત્યાં જ કોલેજથી થોડી દૂર એક વિશાળ મોલની, ઇમારતને ત્યાં પાર્કિંગ માટેની પુષ્કળ જગ્યા ખાલી હતી, બધું જ મેનેજ, સુયોજિત કરવામાં આવ્યું હતું. સોંગ માટેનું સ્પીકરનું મેનેજ, ડાન્સ ગ્રૂપને ક્યાં મળવાનું હતું, કયા સમયે મળવાનું હતું, કયા સ્થળે આવીને ડાન્સ કરવાનું હતું તે બધું જ નક્કી પહેલાથી થઈ ગયું હતું.

ત્યારે લોકો, મોલમાંથી કોઈ શોપિંગ કરતા આવી રહ્યાં હતાં, તો કોઈ શોપિંગ કરવા માટે મોલની અંદર જઈ રહ્યાં હતાં, ત્યાં જ બીજી તરફ કોલેજનાં વિદ્યાર્થીઓનો કોલેજથી છુટવાનો સમય થયો હતો, ત્યારે લોકોની ભીડ પણ વધી રહી હતી અને કોલેજના વિદ્યાર્થીઓ પણ આવી રહ્યાં હતાં.

આ મોબ ડાન્સ એક સામાજિક ક્લબ દ્વારા યોજવામાં આવ્યો હતો, ગ્રુપના ડાન્સરો કોઈને ખબર નાં પડે એવી રીતે આજુ બાજુ અજાણતા ફરતાં હતાં. લગભગ ૫૦ જેટલા ડાન્સરોએ આ મોબ ડાન્સમાં ભાગ લીધો હતો.

અચાનક સ્પીકરો દ્વારા સોંગ વાગવા લાગ્યું, પ્રિયા પાર્કિંગ કરવા માટેની મોટી વિશાળ ખાલી પડેલી જગ્યે, વચ્ચે જ અચાનક આવી ડાન્સ કરવાં લાગી. સોંગ આવી રીતે વાગી રહ્યું હતું,“ એય ગનપત બજા ના કાય કો બંધ કિયા.......”

પ્રિયા ધૂનથી પોતાનાં ડાન્સનાં સ્ટેપ લેતી નાચવા લાગી...

પ્રિયાએ જે ડાન્સની શરૂઆત કરી હતી તે તો જોવા જ રહી !!

એટલી ઊર્જાથી નાચી રહી હતી કે, બધાની નજર પ્રિયા સામે પડવા લાગી, ધીરે ધીરે, જોતામાં જ લોકોનું ટોળું એકઠું થઈ રહ્યું હતું.

એવામાં જ પ્રિયા નાચતી રહી હતી, જેવી સ્ટ્રોંગ સોંગની ધૂન વાગતી હતી એવો જ પર્ફોમેન્શ પણ આપી રહી હતી, એવાં એવાં ડાન્સનાં સ્ટેપ લઈ રહી હતી કે બીજા બધાને પણ નાચવા પર મજબૂર કરી દે...

એના પછી બીજા બે છોકરા ક્યાંકથી અચાનક આવી જોડાઈ જાય છે, સોંગ આવી રીતે ત્યારે વાગી રહ્યું હતું ...ફેંક....પૈસા...ફેંક......

તે દરમિયાન પ્રિયાએ પોતાનાં મોઢામાં બે આંગળી રાખીને સીટી વગાડીને હજુ ઝડપી નાચવામાં બધાને ઉત્સાહિત કરી રહી હતી.

લોકો પોતપોતાનાં મોબાઈલ કાઢી ડાન્સ કરતાં ડાન્સરોનો વિડીઓ લેવા લાગ્યાં હતાં.

બધા જ ડાન્સરોએ પીળા કલરનું ટી શર્ટ અને ઉપર વાઈટ કલરનો ખુલ્લો શર્ટ પહેર્યો હતો, અને નીચે બ્લુ જીન્સ અને પોતપોતાનાં મનગમતા કલરના શુઝ પહેરેલા હતાં.

એના પછી બીજા છ છોકરા છોકરી, અચાનક નાચતા જોડાઈ જાય છે, સોંગ આવી રીતે વાગી રહ્યું હતું... “એય ગનપત પૈસા દીયેલા હેં નાં..કાયકો બંધ કરેલા હૈ....”

એના પછી દેખ...દેખ...દેખ... એજ ગીત પર બીજા પણ બચેલા હતાં એ બધા જ ડાન્સરો જોડાઈ ગયા, જેમાં સોની પણ હતી. અને બધા જ એક જ સ્ટેપમાં નાચવા લાગ્યાં. એવી રીતે સોંગ(‘ એય ગનપત બજા ના કાય કો બંધ કિયા..’) નું આખુ સોંગ પૂરું કર્યું.

એવામાં જ લોકોની ભીડ અને આવતાં જતા વિદ્યાર્થીઓની ભીડ વધીને ડાન્સ જોવા માટે જોડાવા લાગ્યાં. તો બીજા તો આ ભીડ જમા થયેલી એ જોઈને, ભાગતાં આવીને જોવા લાગ્યાં હતાં કે, શું થયું છે ?

એવી રીતે, ટુંકમાં બીજા બધા ઇંગ્લિશમાં, હિન્દીમાં, રિમિક્ષ સોંગ વાગવા લાગ્યાં અને પચાસ ડાન્સરોનું ટોળું સ્ટેપ ટુ સ્ટેપ, અલગ અલગ પ્રકારનાં સ્ટાઈલનાં સ્ટેપ લઈ રહ્યાં હતાં જેમાં ક્લાસિક, હીપ હોપ, ફ્રી સ્ટાઈલ એમ બધા પ્રકારના એકદમ પરફેક્ટ સ્ટેપ લઈ નાચવા લાગ્યાં.

એવામાં આ સોંગ પર ભીંડનાં ટોળુંમાંથી તાળીઓનો અવાજ, તો ક્યાંકથી ચિચિયારીઓનો અવાજ આવા લાગ્યો, લોકોના પગ પણ થનગનવાં લાગ્યાં, સોંગ હતું, “ થોડી સી ધૂલ મેરી ધરતી કી મેરી વતન કી.....”

મોહે મોહે તું રંગ દે બસંતી....”

આ સોંગ પર તો ગ્રુપના ડાન્સરોની એકસાથે તાળીનો સ્વર ગુંજવા લાગી હતી.

લોકોનું ટોળું પણ ડાન્સરોની તાળીઓની સાથે પોત પોતાની તાળીઓનો તાલ મેળવતા થનગની રહ્યાં હતાં.

લાસ્ટ સોંગ હવે વાગી રહ્યું હતું, “ જય હો, જય હો....”

લોકોનાં ટોળામાંથી “ ઓ ઓ ઓ ઓ ઓ ઓ ....” નો તાળીઓથી મોટો અવાજ સંભળાવા લાગ્યો.

“આજા આજા જિંદ શામિયાને કે તલે, આજા જરીવાલે નીલે આસમાન કે તલે...”

ડાન્સરો એક સાથે તાલ માં તાલ મેળવતા, ઘણા જોશથી નાચવા લાગ્યાં.

“ જય હો, જય હો...જય હો, જય હો....”

એવી રીતે સોંગને ન્યાય આપી, ઘણા ઉત્સાહથી નાચીને મોબ ડાન્સ પૂરો કર્યો.

લોકોએ તાળીઓથી ડાન્સરોને વધાવી લીધા હતાં.

અને લાસ્ટમાં જે મુખ્ય ઉદેશ્યનો બેનર દ્વારા સંદેશો લોકોને દેખાડવો હતો, મોબ ડાન્સથી, એ હતો “ ડોન્ટ સ્મોક ” જે આગળ આવી બે ડાન્સરો બેનરો લઈને ઊભા થઈ ગયા હતાં.

પછી બધા જ ડાન્સરો કોઈને ખબર નાં પડે એવી રીતે પોત પોતાની દિશામાં જવા લાગ્યાં, જેવી રીતે કંઈ બન્યું જ નાં હોય એવી રીતે..

પ્રિયા પણ પોતાની દિશામાં જવા લાગી, બધાને ફરી નક્કી કરેલી જગ્યે મળવા માટે કહ્યું હતું.

પ્રિયા કોલેજનાં એક શોર્ટકટ રસ્તાની એક નાનકડી ગલી પકડીને પોતાની દિશામાં જવા લાગી હતી, જ્યાં લોકોની ભીડ ઘણી કમી હતી. પ્રિયાએ આંખ પર ગોગલ્સ પહેરી લીધા હતાં.

ત્યાં જ પ્રિયા શેરી વટાવી ચૂકવાની જ હતી, પરંતુ તેને સતત એવું લાગી રહ્યું હતું કે, તેનો કોઈ પીછો કરી રહ્યું છે, કોઈના ધીમા પગલા તેની તરફ જ વળી રહ્યાં હોય તેવો આભાસ થવા લાગ્યો.

પ્રિયાનું અનુમાન ખોટું નાં પડતાં, અચાનક જ પ્રિયાની સામે રસ્તો રોકતા બે નવજુવાન છોકરા છોકરી આવીને ઊભા થઈ ગયા.

છોકરો દેખાવમાં ટોટલી વ્યસની લાગતો હતો, જયારે છોકરીનાં ખુલા વાળ ખભા સુધી કરલી વાળા દેખાતાં હતાં. સ્લીવ્લેશ બાયનું ઓરેન્જ કલરનું ઈનર ટોપ એવી રીતે પહેર્યું હતું કે એના પાછળના જમણા હાથનાં ખભા પરનું ટેટું સાફ દેખાતું હતું, અને નીચે શોર્ટ જીન્સ નું પેન્ટ પહેર્યું હતું, જેમાં ડાબા પગ પરની ઘુંટીનાં ઉપરનાં ભાગ પર જેમ પાયલ પહેરેલી હોય એવી રીતે ટેટું મોટા આકારનું ચિતરાવેલું હતું. એના ઉપરના હોઠનાં મધ્ય ભાગમાં એક નાનકડી ગોલ્ડ કલરની બુટ્ટી વીંધાવેલી હતી.

પ્રિયા એ જોતા જ, એ લોકોની સ્ટાઈલમાં જ ઉભી રહેતાં કહેવાં લાગી, “ લૂકિંગ ફૂલ મેન.”

ત્યાં જ છોકરીએ જવાબ આપ્યો, “હમ્મ.. યેપ..”

થોડી શાંતિ છવાઈ ગઈ.

ત્યાં પ્રિયા ફરી બોલી, “હેય બોસસસ... યે...એસે રાસ્તા કયું રોક કર રખ્ખા હે મેરા, જાન સકતી હું મેં..?”

(ક્રમશ...)