Farm housema khun books and stories free download online pdf in Gujarati

ફાર્મ હાઉસમાં ખૂન

" ડીજે વાલે બાબુ મેરા ગાના ચલા દો ......." આ ગીત ઉપર બધા મિત્રો ઝૂમી રહ્યા હતા. આ બધા મિત્રોનું MBA હાલ જ પૂરું થયું હતું. કેશવ અને તેના મિત્રો વિવેક, સેમ, મેહુલ, જય ,વિશાલ, કિરણ, વૈભવ, હર્ષ અને પાર્થ- આ દસ જણા કેશવના ફાર્મ હાઉસ આવ્યા હતા, જે અમદાવાદ શહેરથી થોડે દૂર હતું. એકદમ શાંત અને સૂમસામ હતું.

બધા મિત્રો ગીતો પર ઝૂમી રહ્યા હતા , ત્યારે હર્ષને એક ફોન આવે છે.

" કેશવ, હું જરા વાત કરીને આવું છું." હર્ષે કહ્યું.

"જલ્દી આવજે, મજા આવે છે." કેશવે કહ્યું.

" ok "

" અલ્યા, કેશવ કઈ ખાવા-પીવાની વ્યવસ્થા કરી છે કે નહિ?" મેહુલ કહ્યું.

"હા, કરી છે ને. હમણાં જ લાવું છું." કેશવે કહ્યું.

કેશવ રસોડામાં જાય છે.

" વિવેક, આ જીગર આવાનો હતો એનું શું થયું?" વિશાલે પૂછયું.

" એને હું ફોન કરીને પૂછું હં." વિવેકે કહ્યું.

" પાર્થ, હું જરા વોશરૂમ જઈને આવું." જયે કહ્યું.

" હા, વાંધો નહિ." પાર્થે કહ્યું.

પાર્થ, વિશાલ, કિરણ, વૈભવ, મેહુલ અને સેમ ગીતો પર ડાંસ કરી રહ્યા હતા. અચાનક કોઈની " આહ..." સંભળાઈ કોઈ ટેરેશ પરથી પડ્યું હોય તેમ " ધડામ....." અવાજ આવ્યો. બધા મિત્રો બહાર દોડ્યા અને જોયું તો.......

" આ તો હર્ષ છે! આ ઉપરથી કુદયો ?" પાર્થે ચીસ પાડતા કહ્યું.

" અરે રે બિચારો!" વિશાલે દુઃખ વ્યક્ત કરતા કહ્યું. વૈભવે તેના નાક આગળ આંગળી રાખીને

જોયું.

" oh my god ,આ તો મરી ગયો!" વૈભવ કહ્યું.

અંદરથી કેશવ આવ્યો. "શું થયું? શું થયું? oh my god આ શું?" કેશવ કહ્યું.

વિવેક અને જય બંને દોડતા આવ્યા. બંને જણા ચોકી ગયા.

" આપણે પોલીશને બોલાવવી જોઈએ." વિશાલે કહ્યું.

" હા જરૂર. હું હમણાં જ પોલીશને ફોન કરું." વિવેકે કહ્યું.

પંદર જ મીનીટમાં ઇન્સ્પેકટર સિધ્ધાંત અને તેમના સાથી ઇન્સ્પેકટર રાહુલ અને ઇન્સ્પેકટર હિમાંશુ ઘટનાસ્થળે આવી પહોંચે છે.

ઇન્સ્પેકટર રાહુલ હર્ષના શરીરની આજુબાજુ તપાસ કરે છે અને ઇન્સ્પેકટર હિમાંશુ ઘટનાસ્થળ ના ફોટા લે છે.

"આ ફાર્મ હાઉસ કોનું છે?" ઇન્સ્પેકટર સિધ્ધાંત પૂછે છે.

" મારા ડેડીનું છે." કેશવ જવાબ આપે છે.

" તમે અહી પાર્ટી કરવા આવેલા?" સિદ્ધાંતે પૂછ્યું.

"હા સર, અમે અહી પાર્ટી કરવા આવેલા." કેશવે કહ્યું.

"હર્ષ ટેરેસ પર કેમ ગયો હતો." સિદ્ધાંતે પૂછ્યું.

"એને કોઈ કોલ આવ્યો હતો અને અહી ગીતો વાગતા હતા એટલે તે ટેરેસ પર ગયો હશે." કેશવે કહ્યું.

" હિમાંશુ ફોટા પાડીને થઇ ગયું હોય તો બધાની પુછતાછ કરી લે." સિદ્ધાંતે કહ્યું.

"આ ઘટના બની ત્યારે કેશવ તું ક્યાં હતો?" હિમાંશુએ પૂછયું.

" હું તો સર કિચનમાં નાસ્તાની વ્યવસ્થા કરતો હતો." કેશવે કહ્યું.

" ઓહો નાસ્તો. ક્યાં છે નાસ્તો?" રાહુલે પૂછયું.

"સર, એ તો કિચનમાં છે. તમે કહોતો લઇ આવું." કેશવે કહ્યું.

" હા હા લઇ આવ. બહુ ભૂખ લાગી છે."રાહુલે કહ્યું. કેશવ નાસ્તો લેવા જાય છે.

" અલ્યા, વર્ષોના ભૂખ્યા! શું ભુખડા વેડા કરે છે! તારે પેટ છે કે પટારો?" હિમાંશુએ રાહુલના કાનમાં કહ્યું.

"અલ્યા હિમાંશુ, તું સમજ્યો નહિ. ખાવાથી દિમાગ ઘોડાની જેમ દોડે. સમજ્યો?" રાહુલે કહ્યું.

"આલો સર સમોસા." કેશવે કહ્યું.

રાહુલ ધપાધપ સમોસા ખાવા લાગ્યો.

"હં હં હં..... આ ઘટના બની ત્યારે તમે બધા ક્યાં હતા?" કેશવે પૂછયું.

" મેં કહ્યુંને સર હું તો કિચનમાં હતો." કેશવે કહ્યું.

" અને હું તો વોશારુમ ગયો હતો."જયે કહ્યું.

" હું તો સર અમારા દોસ્ત જીગર સાથે ફોન પર વાત કરતો હતો. તમારે એનું સબુત જોઈતું હોય

તો જીગરને ફોન કરીને પૂછી શકો છો." વિવેકે કહ્યું.

" હા હા અમે એ તો કરીશું જ." હિમાંશુએ કહ્યું .

"સર હું , વિશાલ, કિરણ, વૈભવ, મેહુલ અને સેમ તો અહિયા જ ડાંસ કરતા હતા." પાર્થે કહ્યું.

"ok " હિમાંશુએ કહ્યું.

બીજી બાજુ ઇન્સ્પેકટર સિધ્ધાંત ટેરેસ પર તપાસ કરી રહ્યા હતા. ટેરેસ પર સિદ્ધાંતને એક બટન મળ્યું હતું, જે ચોક્કસ જ હર્ષના શર્ટનું હતું. ઇન્સ્પેકટર રાહુલ અને હિમાંશુ ટેરેસ પર આવે છે.

"સર,હર્ષને જરૂર કોઈએ ધક્કો માર્યો હશે. કારણ કે તેના પેટ પર ઘસાવાના નિશાન હતા." રાહુલે કહ્યું.

"સર કેશવ, જય અને વિવેક જ હોલમાં ન હતા." હિમાંશુએ કહ્યું.

"મેં સર જીગરને ફોન કરીને પૂછ્યું એ વિવેક સાથે વાત કરી રહ્યો હતો." રાહુલે કહ્યું.

"એટલે રહ્યા કેશવ અને જય ." સિદ્ધાંતે કહ્યું.

"પણ સર બહારથી કોઈ આવ્યું હોય તો?" રાહુલે કહ્યું.

"બહારથી કોઈ કેવી રીતે આવી શકે? કારણ કે ટેરેસ પર આવવાની સીડી તો ઘરની અંદરથી છે એટલે ખૂની આપણી વચ્ચે છે." સિદ્ધાંતે કહ્યું.

"સર વિવેક પણ ફોન પર વાત કરતો હતો." રાહુલે કહ્યું.

"અલ્યા જાડ્યા ,વિવેકે કહ્યું તો ખરા કે એ હોલની બાજુના રૂમમાં જઈને વાત કરતો હતો. તારું ધ્યાન ખાવામાંથી બીજે જાય ત્યારે તને કઈ યાદ રહે ને." હિમાંશુએ કહ્યું.

"ચાલો, જરા હર્ષની બોડી પર કોઈ સુરાગ મળે છે કે નહિ તે જોઈએ." સિદ્ધાંતે કહ્યું.

તેઓ હર્ષની બોડીની તપાસ કરે છે. હિમાંશુને હર્ષના પગ પર ડાઘા દેખાય છે અને કઈક ગંધ આવે છે.

"સર, અહિયાથી કઈક ગંધ આવે છે." હિમાંશુએ કહ્યું.

" હં પણ આ ગંધ શેની છે?" સિદ્ધાંતે કહ્યું.

"સર હું સૂંઘું ." રાહુલે કહ્યું.

" કેમ નહિ?"

" અરે સર, આ સુગંધ તો સનફલાવર ઓઈલની છે અને સમોસા પણ આ જ તેલમાં તળેલા હતા. એટલે....."રાહુલે કહ્યું.

"જા જલ્દી એને બોલાવી લાવ." સિદ્ધાંતે કહ્યું.

રાહુલ કેશવને બોલાવી લાવે છે.

" કેશવ તું જે તેલમાં તળેલા સમોસા લાવ્યો હતો એ તેલ હર્ષના પગ પર કેવી રીતે આવ્યું?" સિદ્ધાંતે પૂછ્યું.

" તમને શું લાગે છે કે મેં હર્ષનું ખૂન કર્યું." કેશવે કહ્યું.

"અમે ક્યારે કહ્યું કે તે હર્ષનું ખૂન કર્યું છે." હિમાંશુએ કહ્યું.

"તમે કઈ આના આધારે મને ખૂની સાબિત ના કરી શકો." કેશવે કહ્યું.

"તે જે હાથથી હર્ષને ટેરેસ ઉપરથી ધક્કો દીધો તે હાથની આગળીયો ના નિશાન જરૂર હર્ષના પગ પર હશે અને એને મેચ થતા વાર નહિ લાગે. એટલે ચુપ ચાપ સાચું બોલવાનું શરુ કરીદે." સિદ્ધાંતે કહ્યું.

"મેં જ હર્ષને પગથી પકડીને તેને નીચે ફેક્યો હતો પણ...." કેશવે રડતા રડતા કહ્યું.

" પણ શું?" રાહુલે આતુરતાથી પૂછ્યું.

"મેં છેને કોલેજમાં પેપર લીક કર્યું હતું. એના ફોટા એની પાસે છે અને એ મને બ્લેકમેલ કરે છે." કેશવે કહ્યું.

" મને એને જ આ પાર્ટીનું આયોજન કરવા કહ્યું હતું અને હર્ષને મારવાનું પણ."કેશવે કહ્યું.

" એ કોણ છે?" સિદ્ધાંતે પૂછ્યું.

" મને ખબર નથી, સર" કેશવે કહ્યું.

"તને ખબર નથી?" હિમાંશુએ પૂછ્યું.

"મારી અને એની વાત ફોન પર જ થાય છે." કેશવે કહ્યું.

" એનો છેલ્લો કોલ ક્યારે આવ્યો હતો?" સિદ્ધાંતે પૂછ્યું.

"આ પાર્ટી શરુ થઈ પછી તરત જ."

" તો રાહ કોની જોવે છે એને ફોન લગાવ." સિદ્ધાંતે કહ્યું.

કેશવ ફોન લગાવે છે. બધા હોલમાં જાય છે.

"ફોનના રીંગ નો તો અવાજ આવતો નથી, સર" રાહુલે કહ્યું.

"પણ આમાં તો રીંગ વાગે છે." કેશવે કહ્યું.

"બધાની તલાશી લો." સિદ્ધાંતે કહ્યું.

બધાની તલાશી લેવાય છે, પણ કશું મળતું નથી. સિદ્ધાંતની નજર મેહુલના બેલ્ટ પર પડે છે.

" આ બેલ્ટ કાઢતો." સિદ્ધાંતે કહ્યું.

" ના સર, મારી પેન્ટ છે ને થોડી ઠીલી છે એટલે..." મેહુલે કહ્યું.

" વાંધો નહિ હં. હું કાઢી આપું." રાહુલે કહ્યું.

રાહુલ બેલ્ટ કાઢે છે. બેલ્ટનું બક્કલ ગોળ ફરાવતા તેમાંથી ફોન નીકળે છે. એ ફોન રાહુલ સિદ્ધાંતને આપે છે.

" તો મિસ્ટર મેહુલ આ શું છે?" સિદ્ધાંતે કહ્યું.

" હા સર મેં જ હર્ષનું ખૂન કરાવડાવ્યું હતું." મેહુલે કહ્યું.

" કેમ?" હિમાંશુએ પૂછ્યું.

"સર મેં મારું MBA એક વર્ષ પહેલા જ અને સારા પેકેજની જોબ સાથે પૂરું કર્યું હોત પણ...." મેહુલે કહ્યું.

"પણ આ હર્ષના લીધે હું ઈજાગ્રસ્ત થઈ ગયો અને મારા કરિયરની વાટ લાગી ગઈ." મેહુલે કહ્યું.

"એ કેવી રીતે?" રાહુલે પૂછ્યું.

"અમે કોલેજમાંથી સાપુતારા ફરવા ગયા હતા, ત્યારે હર્ષે મને ધક્કો માર્યો અને હું..." મેહુલે કહ્યું.

" પણ એ ધક્કો ભૂલથી વાગી ગયો હતો." વૈભવે કહ્યું.

" ધક્કો ભૂલથી વાગે કે જાણીજોઈને મારું કરિયર તો બગડી જ ગયું ને."મેહુલે કહ્યું.

" તને તો બીજી સારી જોબ મળી ગઈ હોત પણ શું હવે હર્ષ પાછો આવી શકે?" સિદ્ધાંતે કહ્યું