Vichitra khuni books and stories free download online pdf in Gujarati

વિચિત્ર ખૂની

"એ થા ખૂની" મુવી નો ઇન્ટરવલ પડ્યો.

"તને શું લાગે છે કે કોન ખૂની હશે." વિનોદે કહયું.

"હજી કશું કહી શકાય નહી?" વિનોદના નાના ભાઈ વિપુલે કહયું.

બ્રેક પૂરો થયો અને મુવી ફરીથી ચાલુ થઈ.

બાલ્કનીમાં છેલ્લેથી ત્રીજી હરોળમાં વિનોદ અને વિપુલ બેઠા હતા.

પાંચ-છ મિનિટ પછી ....

"ધડામ.....,ધડામ....,ધડામ.......,"ગોળી માર્યાનો અવાજ આવ્યો. છેલ્લી હરોળમાથી સળંગ ત્રણ ગોળીઓ વિનોદના પીઠ પર મારવામાં આવી હતી. થીયેટરમાં બેસેલા બધા લોકો ભાગવા લાગ્યા.

"આહ....વિપુલ." વિનોદે તડપતા તડપતા કહ્યું.

"હા ભાઈ, હું અહિયાં જ છું હું હમણાં જ 108 બોલાવું."

"ના...મને લાગે છે કે મારો હવે સમય થઇ ગયો છે. તારી અને મમ્મીની સંભાળ રાખજે અને...આહ....અને...." કહેતા કહેતા વિનોદનું પ્રાણપંખેરું ઉડી ગયું.

" ભાઈ...ભાઈ..." વિપુલ જોરજોરથી રડવા લાગ્યો. ત્યાં થીયેટરના મેનેજર અને બીજા બધા કર્મચારીઓ આવ્યા.

"શું થયું? શું થયું?" થીયેટરના મેનેજર હાંફતા હાંફતા વિપુલ અને વિનોદ પાસે આવ્યા.

" oh my god , મને તો વિશ્વાસ જ નથી થતો. હે ભગવાન આ શું?" મેનેજરે કહ્યું. મેનેજરે તરત જ પોલીસને ફોન કર્યો અને થીયેટરના હોલની લાઈટ ચાલુ કરવા કહ્યું.

થોડી વાર પછી......

ઇન્સ્પેકટર સિદ્ધાંત, હિમાંશુ અને રાહુલ ઘટનાસ્થળ પર પહોચે છે. હિમાંશુ ડેડ બોડીની આજુબાજુ તપાસ કરે છે અને રાહુલ ફોટા પાડે છે.

" ગોળી ક્યાંથી મારવામાં આવી હતી?" ઇન્સ્પેકટર સિદ્ધાંતે પૂછયું.

"પાછળથી" વિપુલે કહ્યું.

"હમમ..." સિદ્ધાંત પાછળની હરોળમાં જાય છે.

"ઓહ માય ગોડ....આ શું? " સિદ્ધાંતથી બોલાઈ જવાય છે.

શું થયું? શું થયું? કહેતા કહેતા બધા પાછળ આવે છે.

"કદાચ આએ જ ગોળી મારી હશે." સિદ્ધાંતે ડેડબોડીના હાથમાની ગન તરફ આંગળી બતાડતા કહયુ. સિદ્ધાંત નસ તપાસે છે.

" મરી ગયો છે."

" પણ આને કોણે માર્યો હશે?" રાહુલે પુછયુ.

" એનુ તો ખબર્ નહિ પણ આનુ મૃત્ય ઝેર ખાવાથી થયુ છે." સિદ્ધાંતે કહ્યુ.

"હિમાશુ આના હાથમાંથી ગન લઈ લે અને આ બંને ડેડબોડીઝ્ને પોસ્ટમોટમ માટે મોકલી દે."

" હાય, હું ઇન્સ્પેક્ટર સિદ્ધાંત છું. તારુ અને આનું નામ શું છે?"

" સર મારુ નામ વિપુલ્ છે અને આ મારા મોટા ભાઈ વિનોદ છે."

" તું આને ઓળખે છે?" સિદ્ધાંત બીજા મૃત માણસના શરીર તરફ આંગળી બતાડતા પુછે છે.

" ના સર, હું નથી ઓળખતો."

બંને બોડીઝ્ને પોસ્ટ્મોટમ માટે મોકલી દેવામાં આવે છે અને વિપુલને એની જરુર પડશે ત્યારે બોલાવવામાં આવશે એમ કહીને એને જવા કહેવામાં આવે છે.

ઇન્સ્પેક્ટર સિદ્ધાંત , હિમાશુ અને રાહુલ ત્રણેય જણા પોલિસ સ્ટેશન જવા થિયેટરની બહાર આવે છે, ત્યારે સિદ્ધાંતની નજર ટિકિટ બારી પર પડે છે. ટિકિટબારીની ઉપર CCTV કેમેરા લગાવેલો હોય છે. ત્રણે જણા થિયેટરના મેનેજરની પાસે જાય છે.

" થિયેટરની ટિકિટબારી પર CCTV કેમેરા લાગેલા છે એનુ જરા વિડિયો રેકોડિગ બતાડશો."

" હા કેમ નહિં. " એમ કહીને મેનેજર તેમને વિડિયો રેકોડિગ બતાડવા લઈ જાય છે.

વિડિયો રેકોડિગમા વિનોદ ટિકિટ લે છે, ત્યારબાદ પાંચ-છ મિનિટ પછી ખૂની ટિકિટની લાઇનમા જોડાય છે. પણ તે વારંવાર તેની ઘડિયાળમા જોયા કરે છે. તે ખૂબ જ ટેન્શનમા લાગે છે.

" સર લાગે છે કે આને કોઇએ વિનોદનુ ખૂન કરવા મજબૂર કરી દીધો હશે." હિમાશુ કહે છે.

" હા મને પણ લાગે છે." સિદ્ધાંતે કહ્યુ. પછી તેઓ પોલિસ સ્ટેશન જાય છે.

બે-ત્રણ કલાક પછી......

રાહુલ પોસ્ટમોટમની રિપોટ્સ લઈને આવે છે.

" શું છે રિપોટ્સમા?" સિદ્ધાંતે પુછ્યું.

" સર, વિનોદનુ મૃત્યુ તો તેને ત્રણ ગોળીઓ વાગવાથી જ થયું છે અને આ બીજા માણસનું મૃત્યુ ઝેર ખાવાથી થયું છે. આ ઝેર ખાવાથી માણસ બે કલાક સુધીમાં તો મરી જાય છે." રાહુલે જવાબ આપતાં કહ્યું. ત્યાં હિમાંશુ આવે છે.

"શું કંઇ ખબર પડી પેલા બીજા માણસની?" સિધ્ધાંતે પૂછ્યું.

" ના સર, કંઇ ખબર ના પડી." હિમાંશુએ જવાબ આપ્યો.

" આ ઝેર્ શેની સાથે આપવામાં આવ્યું હતું એની ખબર પડી." સિધ્ધાંતે પુછયું.

" હા, આ ઝેર કદાચ પિત્ઝા સાથે આપવામાં આવ્યું હતું. "

" સર, થીયેટરની સામેજ ' H.V. Pizza' છે." હિમાંશુએ કહ્યું.

" હા નક્કી જ ત્યાં આને પિત્ઝા ખાધા હશે. ચાલો, ' H.V. Pizza' ના ત્યાં પિત્ઝા ખાવા." સિધ્ધાંતે કહ્યું.

  • તેઓ ' H.V. Pizza' જાય છે.
  • " આહા.....આહા....... શું સુગંધ છે, સર." રાહુલ સુગંધ લેતા કહે છે.
  • " તમારા માટે એક ખરાબ સમાચાર છે." સિદ્ધાંતે કહ્યું.
  • " શું? "
  • " તમારા અહીંયાના પિત્ઝા ખઈને એક જણનું મૃત્યુ થઈ ગયું. "
  • " મૃત્યુ......... અને એ પણ અમારા પિત્ઝા ખઈને."
  • " હા આ જ સાચું છે."
  • " તમે શું આને જાણો છો?" હિમાંશુએ મેનેજરને ફોટો બતાવતા પુછ્યું.
  • " હં... આ કદાચ અહીંયા પિત્ઝા ખાવા આવેલો."
  • " કોણે આને પિત્ઝા આપેલા." સિદ્ધાંતે પુછ્યું.
  • " એતો યાદ નહિં, સર"
  • " વાંધો નહિં અમારે અહિયાંની તલાશી લેવી પડશે."
  • ' H.V. Pizza' ની તલાશી લેવાય છે. તેના રસોડાની કચરાપેટીમાંથી ઝેરની બોટલ મળે છે.
  • " આ શું છે? " ઝેરની બોટલ બતાવતા સિદ્ધાંત મેનેજર ને પુછે છે.
  • " હા સર, હવે મને યાદ આવ્યું કે આ માણસને પિત્ઝા તો રાજુએ આપ્યા હતા અને રાજુ તો આને પિત્ઝા આપ્યાની થોડીવાર પછી જલ્દી જલ્દીમાં અડધી રજા લઈને ઘરે જતો રહ્યો હતો.
  • " રાજુનો ફોન નંબર આપો."
  • મેનેજર રાજુનો નંબર આપે છે. સિદ્ધાંત રાજુને ફોન લગાવે છે, પણ ફોન સ્વીચ ઑફ હોય છે.
  • " ફોન તો નથી લાગતો. તમારી પાસે રાજુનો એડ્રેસ તો હશે જ ને તો એ આપો." સિદ્ધાંતે કહ્યું.
  • " સર, અમારું કમ્પ્યુટર હાલ બંધ છે. તો એ જેવું ઠીક થાય હું તમને રાજુનો એડ્રેસ મેસેજ કરી દઉ." મેનેજરે માફી માગતા કહ્યું.
  • " વાંધો નહિં અમે રાહ જોઇશું." સિદ્ધાંત શકની નજરોથી જોઇને કહે છે. મેનેજર ગભરાઇ જાય છે.
  • ત્રણે જણા ત્યાંથી વિનોદના ઘરે જાય છે. વિનોદના ઘરે વિનોદનું બેસણું હોય છે. તેઓ ત્રણે જણા પણ બેસણામાં બેસે છે. થોડીવાર પછી બધા મહેમાનો જાય છે અને પછી વિનોદના ઘરમાં બધા ઘરના જ રહે છે.
  • " હેલ્લો સર" વિપુલે કહ્યું.
  • " નમસ્તે" સિદ્ધાંતે કહ્યું.
  • ઘરમાં વિપુલ અને તેના વિધવા મમ્મી સુમીતાબેન તથા તેના કાકા અજયભાઇ અને કાકી વિજયાબેન હતા. તેમનો પરિચય વિપુલ ત્રણેય જણાને કરાવે છે.
  • " વિનોદના કોઇ દુશ્મન હતાં? " સિદ્ધાંતે પુછયું.
  • બધા એકબીજાની સામે જોવે છે અને.....
  • " ના એવું તો કોઇ નહોતું. " અજયભાઇએ કહ્યું.
  • " વિનોદ શું કામ કરતો હતો?"
  • " વિનોદભાઇ સોફ્ટવેર એન્જિનિયર હતા." વિપુલે કહ્યું.
  • સુમીતાબેન રડવા લાગે છે. વિપુલ તેમને સંભાળે છે. ત્યાં સિદ્ધાંતને મેસેજ આવે છે.
  • " ચાલો સારું થયું રાજુનું એડ્રેસ મળી ગયું. "સિદ્ધાંતે કહ્યું.
  • " ચલો તો અમે નીકળીએ." સિદ્ધાંતે કહ્યું.
  • " અરે જરા ચા તો પીને જાઓ" અજયકાકાએ કહ્યું.
  • " હા હા કેમ નહિં? " રાહુલે કહ્યું.
  • સિદ્ધાંત અને હિમાંશુ રાહુલની સામે ગુસ્સાથી જોવે છે. સુમીતાબેન ત્રણેને ચા પીવડાવે છે.
  • " ચલો તો અમે હવે નીકળીએ."
  • તેઓ ઘરની બહાર આવે છે અને જોવે છે કે તેમની જિપનું ટાયર તો પંચર છે એ પણ એક નહિં બે!
  • " હિમાંશુ , બે ટાયર એકસાથે કેવી રીતે પંચર થઈ શકે. ક્યાંક કશુંક તો ગરબડ છે." સિદ્ધાંતે કહ્યું.
  • " હા સર"
  • " રાજુનો જીવ જોખમમાં છે. આપણે જલ્દીથી રાજુના ઘરે જવું પડ્શે." સિદ્ધાંતે કહ્યું.
  • " રાહુલ જિપને છોડ જલ્દીથી એક રીક્ષાને રોક આપણે જલ્દીથી રાજુના ઘરે જવું પડ્શે." હિમાંશુએ કહ્યું.
  • તેઓ બધા રીક્ષાથી રાજુના ઘરે પહોંચે છે. રાજુના ઘરનો દરવાજો ખુલ્લો હોય છે. ઘરનો હાલ બેહાલ હોય છે. બધી વસ્તુઓ અસ્તવ્યસ્ત હોય છે. રાજુની લાશ ખાટલા પર પડેલી હોય છે. તેની પર ચાકુના ઘણાં બધા વાર કરેલા લાગે છે. ત્રણેય જણા રાજુના ઘરની તપાસ કરે છે. તેમને હીરાજડિત હાથમાં પહેરવાનું બ્રેસલેટ મળે છે.
  • " આ બ્રેસલેટ નક્કી જ ખૂનીનું હશે. રાજુ સાથે હાથાપાઇ વખતે તેના હાથમાંથી પડી ગયું હશે." સિદ્ધાંતે કહ્યું.
  • " આ કેસ બહુજ વિચિત્ર છે. આ ખૂની તો બહુ જ ખતરનાક છે. ત્રણ-ત્રણ જણાનું ખૂન કરી દીધું. " હિમાંશુએ કહ્યું.
  • " આ બ્રેસલેટ બહુજ કિંમતી લાગે છે." સિદ્ધાંતે કહ્યું.
  • " હા સર, ઘણા ઓછા લોકો હશે જે આ બ્રેસલેટ પહેરતા હશે." હિમાંશુએ કહ્યું.
  • " ડિટેક્ટીવ રાઘવનને બોલાવવાનો સમય આવી ગયો છે." સિદ્ધાંતે કહ્યું.
  • ડિટેક્ટીવ રાઘવનએ ખૂબ જ ચતુર હતો અને પુરા અમદાવાદ શહેરની ગલી ગલીથી તે જાણકાર હતો. તેથી તે કોઇ પણ માહિતી થોડા જ સમયમાં મેળવી લેતો. ડિટેક્ટીવ રાઘવન પોલીસ સ્ટેશનમાં આવે છે.
  • " હાય, રાઘવન કેમ છે?" સિદ્ધાંતે કહ્યું.
  • " હાય, સિડ હું તો ઠીક છું. તું કેમ છે? " રાઘવને કહ્યું.
  • " હું તો એકદમ મસ્ત છું. "
  • " તું કેમ છે હિમાંશુ?"
  • " એકદમ મજામાં."
  • " તું કેમ છે જાડિયાં?"
  • " સર, આમને કહી દો આવી રીતે વાત કરવી હોય તો મારી સાથે વાત ના કરે."
  • " હા..........હા.........." રાઘવન હસવા લાગ્યો.
  • સિદ્ધાંત રાઘવનને પેલું બ્રેસલેટ આપે છે અને કેસની બધી વિગતો આપી દે છે.
  • બીજા દિવસે સવારે.......
  • " મને તો લાગે છે કે વિનોદના ઘરમાંથી જ કોઇ ખૂની છે. કારણ કે જ્યારે આપણે વિનોદના ઘરેથી રાજુના ઘરે જવા નીકળ્યા ત્યારે જ આપણી જીપના ટાયર પંચર થઈ ગયા. તારું શું કહેવું છે, હિમાંશુ? " સિદ્ધાંતે કહ્યું.
  • " હા સર, તમારી વાત તો સાચી જ છે." હિમાંશુએ કહ્યું.
  • " મને તો લાગે છે કે પેલો ' H.V. Pizza' નો મેનેજર જ આ કરતો હશે."
  • " સર, આનો જીવ તો હજી પેલા ' H.V. Pizza' પર જ અટક્યો છે." હિમાંશુ હસતાં હસતાં કહે છે.
  • " હેલ્લો એવરી બડી." રાઘવન આવે છે.
  • "શું કંઇ ખબર પડી?" સિદ્ધાંતે આતુરતાથી પુછ્યું.
  • " કંઇ નહિં બહુ બધી ખબર પડી."
  • " જલ્દીથી બોલ."
  • " અજયકાકા. તેમણે જ આ બ્રેસલેટ ખરીધ્યું હતું. તે જમીનના દલાલ છે. તે તેમની ખાનદાની જમીન વેચવા માંગતા હતા, પણ વિનોદ તેમને જમીન વેચવા દેતો ન હતો. તેથી જ તેમણે વિનોદનું ખૂન કરાવ્યું. "
  • પછી અજયકાકાની ધરપકડ કરવામાં આવે છે.
  • " હા હા મેં જ વિનોદનું ખૂન કરાવડાવ્યું હતું, જેથી હું કરોડોની જમીન વેચી શકું. મેં સૌ પ્રથમ રાજુને પૈસાની લાલચ આપીને વ્રજેશ પટેલની દીકરીને કીડનેપ કરવા કહ્યું હતું, જેથી વ્રજેશ ખૂન કરવા મજબૂર થઈ જાય્. પછી મેં રાજુને વ્રજેશને ગન આપવા કહ્યું અને તેને ઝેર ખવડાવવા કહ્યું , જેથી મારા પર કોઇ વાકં ના આવે. પછી ખબર નહિં કેવી રીતે તમને રાજુની ખબર પડી ગઈ. પછી મને લાગ્યું કે રાજુનું ખૂન કરવું જ પડશે. એટલે મેં તમારી જીપના ટાયર પંચર કર્યા અને રાજુનું ખૂન કરી દીધું. " અજયભાઇએ કહ્યું.
  • " તમારા જેવા સ્વાર્થી માણસને મેં કદી જ જોયા નથી. ત્રણ-ત્રણ જણાનું ખૂન કર્યું તમે, તમને તો નક્કી ફાંસી જ થશે." સિદ્ધાંતે કહ્યું.
  • ⚫ ⚫ ⚫ ⚫ ⚫