Tu fasai gai books and stories free download online pdf in Gujarati

તું ફસાઈ ગઈ

“ તું ફસાય ગઈ “

મોનિકા નામની એક યુવાન છોકરી હતી,મોનિકા દેખાવમાં બહુ સુંદર,મસ્તીખોર અને નિર્દોષ હતી,તેને ક્યારેય ઘરે કે બહાર એકલું રહેવું ગમતું નહોતું,તે કોઈનો પણ સાથ વગર ક્યારેય બહાર એકલી જતી નહી કે ઘરે એકલી રહેતી નહી,મોનિકાને એકલા રહેવાની એલર્જી હતી.

મોનિકાના મમ્મી-પાપા પણ તેની દીકરીનો સ્વભાવ સારી રીતે જાણતા હતા,તેવો પણ ક્યારેય મોનિકાને ઘરે એકલી મુકીને બહાર જતા નહી,અને જો બહાર જાય તો તેને સાથે લઈને જતા,મોનિકા હમેશા તેની મમ્મી-પાપા સાથે જ રહેતી જેથી તેને એકલું રહેવાનું ના થાય,મોનિકાને જો ભૂલથી પણ તેના મમ્મી-પાપા એકલા છોડીને જતા રહે તો મોનિકા એકલતામાં પાગલ જેવી બની જાય અને ઘરમાં રહેલો બધો સમાન અસ્તવ્યસ્ત કરી મુકે.તોડફોડ કરી મુકતી.

મોનિકા હમેશ માટે પોતાની સાથે રહે અને તેની એકલતા દુર કરતો હોય તેવો એક ખાસ પ્રેમી રાખતી,મોનિકા હમેશા પોતાના પ્રેમીને પોતાની સાથે જ રાખતી,પોતાની સાથે જ સુવડાવતી,મોનિકા તેના પ્રેમીને પોતાના મમ્મી-પાપાના પ્રેમ જેટલો જ પ્રેમ કરતી.મોનિકાનો પ્રેમી કોઈ યુવાન નહોતો પણ તેનો એક મોબાઇલ હતો,જેને મોનિકા ક્યારેય પોતાનાથી અળગો કરતી નહી,

એક દિવસ મોનિકા પોતાની પથારીમાં પડીને ટેલિવિઝનમાં ફિલ્મ જોઈ રહી હતી,ઘરે કોઈ હતું નહી,અચાનક મોનિકાના મોબાઇલમાં મેસેજની ટોન વાગી,મેસેજની ટોન વાગી હોવાથી મોનિકાએ પોતાનો મોબાઇલ હાથમાં લઈને આવેલો મેસેજ જોયો પણ નંબર અજાણ્યા હતા,નંબર અજાણ્યા હોવાથી તે વળી કોણ હશે તે જાણવાની મોનિકાને મન થયું હોય તેમ તેણે સામે પ્રત્યુતરમાં મેસેજ કર્યો : “ તમે કોણ છો,અને મને કેમ મેસેજ કરો છો “

સામે મેસેજ ગયો તેવો જ જવાબ આપતો સામેથી ફરી મેસેજ આવ્યો : “મારું નામ નીલેશ છે,હું મારા મિત્રને મેસેજ કરતો હતો પણ ભૂલથી તમને મેસેજ આવી ગયો તે બદલ હું ખુબ દિલગીર છું “

“ ઇટ્સ ઓકે,હવે આવી ભૂલ નહી કરતા,નહિતર મારે ખોટી તમારા વિરુધ્ધ પોલીસ ફરિયાદ કરવી પડશે “ આવો મેસેજ કરીને મોનિકા ફરી ફિલ્મ જોવા લાગી.

હજી બે-ત્રણ દિવસ થયા હશે ત્યાં ફરી મોનિકાને પેલા અજાણ્યા નંબરમાંથી મેસેજ ઉપર મેસેજ આવવા લાગ્યા,મોનિકા પેલાના દોસ્તીના બધા મેસેજ વાંચીને ગુસ્સે થઇ ગઈ,તે ક્રોધિત થઇ ગઈ હોય તેમ તેણે ફરી પેલાને મેસેજ કર્યો : “મેં તમને ના પાડી છે છતાં તમે મને કેમ મેસેજ કરો છો,જો મારું માનશો નહી તો મારે ફરજિયાત તમારા પર પોલીસ કેશ કરવો પડશે,જો હવે ફરી તમારા મેસેજ આવશે તો તમારી ખેર નથી સમજી લેજો તમે ‘

નીલેશ મોનિકાનો આવા પ્રકારનો ધમકીભર્યો મેસેજ વાંચીને પહેલા તો સ્તબ્ધ થઇ ગયો.મોનિકાની ધમકીથી તે ખરેખર ડરવા લાગ્યો હોય તેમ તે ધ્રુજવા લાગ્યો,તેના શરીરેથી પરસેવાની ધારા વહેવા લાગી,મોનિકા પોલીસ કેશ ના કરે એટલે તે ફરી મોનિકાની માફી માંગતો મેસેજ મોકલ્યો : “ મને માફ કરી દો,હું તમને આજપછી એક પણ મેસેજ કરીશ નહી “

મોનિકાએ નિલેશના મેસેજનો પ્રત્યુતર વાચ્યો એટલે તે હસવા લાગી અને મનમાં ને મનમાં બોલવા લાગી “ ચાલો મારાથી ડરી ગયો હોય એમ લાગે છે,હા હા હા

મેસેજ આવતા બંધ થઇ ગયા હોવાથી મોનિકા તો ઘરે પોતાના મમ્મી-પાપા સાથે આખો દિવસ હસી-મજાક કરતી રહેતી.મમ્મી-પાપા પણ પોતાની દીકરીને ખોટું ના લાગે તે માટે હસી-મજાક કરવામાં પોતાનું બનતું યોગદાન આપવાની કોશીસ કરતા અને મોનિકા વધુને વધુને ખુશ રહે તેવી ઈચ્છા રાખતા,

ફરી એક દિવસ મોનિકાના મમ્મી-પાપાને કોઈ કામ માટે બહાર જવાનું થયું એટલે મોનિકાને ફરી ઘરે એકલા રહેવાનું થયું.મોનિકાને એકલતા બહુ ત્રાસ આપતી હોય તેમ તેણે પોતાનો મોબાઇલ હાથમાં લઈને જે નીલેશ નામનો અજાણ્યો છોકરો તેને મેસેજ મોકલતો હતો તેને સામેથી મેસેજ કર્યો : “ કેમ છે તમને.” સામેથી નીલેશ પણ નવરો હોય તેમ સામેથી મેસેજમાં જવાબ આપ્યો “ મજામાં અને તમને “

મોનિકા પોતાની એકલતા દુર કરવા અને એકલતાના ત્રાસમાંથી મુક્ત થવા નીલેશ ઉપર કોઈ અંધ પ્રકારનો વિશ્વાસ આવી ગયો હોય તેમ તેણે નિલેશને મેસેજ કર્યો : “તમે મારી સાથે મિત્રતા કરશો “

મોનિકાએ મેસેજમાં મિત્રતાનુ પૂછ્યું હોવાથી નીલેશે પણ હા હા કરતો હકારાત્મક જવાબ આપ્યો નીલેશે મિત્રતા સ્વીકારી લીધી હોવાથી મોનિકા તો રાજી રાજી થઇ ગઈ,તેણે ફરી મેસેજ કર્યો : “ તમારો ખુબ ખુબ આભાર,પણ હું તમને એક વાત જણાવી આપું કે હું તમારી સાથે દરોજ મેસેજથી વાત કરીશું નહી કે ફોન પર “

“ હા હા ,મને બધું મંજુર છે “ નીલેશને બધું માન્ય હોય તેમ તેણે પણ ફરી હકારમાં મેસેજ આપ્યો મિત્રતા થઇ ગઈ હોવાથી હવે દરોજ માટે નીલેશ અને મોનિકા મેસેજથી વાતો કરવા લાગ્યા.મોનિકા જયારે પણ એકલી હોય અથવા તો નવરી હોય ત્યારે નીલેશ સાથે મેસેજમાં વાતો કરવા લાગતી,દરોજ મોનિકા સાથે વાતો કરવાથી નિલેશને મોનિકા પ્રત્યે બીજા જ પ્રકારની લાગણી ઉત્પન્ન થવા લાગી,એટલે કે નિલેશને મોનિકા સાથે ધીમે ધીમે કરતા પ્રેમ થવા લાગ્યો,એકદિવસ કઈપણ વધુ વિચાર કરવાને બદલે પોતાની લાગણી કાબુમાં ના થતી હોય તેમ નીલેશે સામેથી મોનિકાને મેસેજ કર્યો :

“ હું તમને ખુબ જ પ્રેમ કરવા લાગ્યો છો,શું તમે પણ મને પ્રેમ કરવા લાગ્યા છો ?

નીલેશે મેસેજ કર્યો ત્યારે મોનિકા કામ કરવામાં વ્યસ્ત હતી પણ મોબાઇલમાં મેસેજ ટોન વાગી હોવાથી અત્યારે મને કોણે મેસેજ કર્યો હશે તે જોવા તેણે મોબાઇલમાં ઈનબોક્સ ખોલીને જોયું તો તેમાં નિલેશનો મેસેજ હતો.નીલેશ મને ક્યારેય સામેથી તો મેસેજ કરતો નથી અને હું મેસેજ કરું ત્યારે જ તે મને મેસેજ કરે છે તો આજે કેમ તેણે મને સામેથી મેસેજ કર્યો હશે,નક્કી કઈક હશે તે જોવા મોનિકાએ નિલેશનો મેસેજ વાંચન કરવા લાગી,મેસેજમાં પ્રેમનું વાંચીને મોનિકા તો સ્તબ્ધ થઇ ગઈ,તેની પગ નીચેની ધરતી જાણે હાલક-ડોલક થવા લાગી હોય તેમ તે ધ્રુજવા લાગી,તેણે નીલેશના મેસેજનો પ્રત્યુતર દેવાનો જરાપણ રસ નહોતો છતાં પણ તેણે મેસેજમાં પ્રત્યુતર આપ્યો : “નહી યાર,હું ફક્ત તને મારો ખાસ મિત્ર જ માનું છું,મને તારા પ્રત્યે એવી કોઈ પ્રકારની લાગણી નથી,આમપણ હુ ક્યારેય કોઈના પ્રેમમાં પડવા માગતી નથી “

મોનિકાનો પ્રત્યુતર મેસેજ વાંચીને નિલેશને થોડોક ઇલેક્ટ્રિક શોટ લાગવાથી જેમ ઝટકો લાગે તેમ ઝટકો લાગ્યો,મોનિકાએ શા માટે મને ના પાડી તે જાણવા નિલેશે ફરી મોનિકાને સામે મેસેજ કર્યો : “કેમ,મારામાં શું ખામી છે,હું તો તને અનહદ પ્રેમ કરું છું,દિવસ રાત મને તારા જ સ્વપ્નો આવે છે,હું જ્યાં નજર કરું ત્યાં મને તારા જ દર્શન થાય છે “

મને કઈ સમસ્યા નથી છતાં મને પ્રેમમાં પડવું ગમતું નથી,આપણે બન્ને એમ કરીએ તું તારા વિચાર પ્રમાણે મારી સાથે સંબધ રાખ અને હું મારા વિચાર પ્રમાણે સંબધ રાખું,જેથી આગળ જતા ભવિષ્યમાં કોઈ સમસ્યા ઉત્પન્ન ના થાય “ મોનિકાએ નિલેશનો મેસેજ વાંચીને પોતાની બુદ્ધિ પ્રમાણે સામે જવાબ આપ્યો

“ ઓકે,જેવી તારી મરજી,હું મોનિકા સૌગંધ ખાવ છું કે એક દિવસ તો હું તને તારા મોઠેથી તું મને પ્રેમ કરે છે એવું બોલાવીશ “ નિલેશ મનમાં સૌગંધ ખાતા મોનિકાને મેસેજ કર્યો

મોનિકા હવે પહેલા કરતા વધુ સમય નિલેશ સાથે વિતાવવા લાગી હતી,ધીમે ધીમે કરતા અને દરોજના સાનિધ્યમાં મોનિકાને પણ નીલેશ પ્રત્યે હદયમાં કુણી કુણી લાગણી જન્મવા લાગી હતી,મોનિકાને પણ નીલેશની જેમ નીલેશ પ્રત્યે ઇલુ ઇલુ થવા લાગ્યું હતું,પણ તે એટલી જિદ્દી હતી કે નીલેશને કઈ કહેવા માગતી નહોતી.

નીલેશ તો હવે આખો દિવસ મોનિકાના વિચારમાં ખોવાયેલો રહેતો,ક્યારેક ક્યારેક નીલેશ મોનિકાને મેસેજ કરવાને બદલે ફોન પણ કરી લેતો,મોનિકાને પણ હવે ફોન પર વાત કરવી ગમતી હોય તેમ તે જો નવરી હોય તો નિલેશનો ફોન ઉપાડતી અને જો કામમાં હોય તો નકારતી.

દરોજના સહવાસને લીધે,નીલેશના દરોજના મસ્ત મસ્ત મેસેજને લીધે મોનિકાને પણ નીલેશ વધુ ને વધુ ગમવા લાગ્યો,તેને પણ નીલેશ પ્રત્યે પ્રેમ થઇ ગયો,પણ તે નીલેશને કોઇપણ સંજોગોમાં કહેવા માગતી નહોતી કે હું પણ તમને ખરેખર પ્રેમ કરવા લાગી છું.

મોનિકા અને નીલેશ મેસેજથી વાતો કરવાને બદલે હવે ક્યારેક ક્યારેક નવરા હોય ત્યારે ફોન પર પણ વાતો કરવા લાગ્યા,બન્ને એકબીજા વગર રહી શકતા ના હોય તેવી સ્થિતિ થઇ ગઈ હોય એમ લાગતું હતું,એકવાર ફરી મોનિકા પોતાના ઘરનું બધું કામ પૂરી કરીને નવરી થઇને સમાચારપત્ર વાંચન કરી રહી હતી.વાંચન કરતી હતી તેમાં મોબાઇલમાં મેસેજની ટોન વાગી,મોનિકાએ મોબાઇલમાં જોયું તો મેસેજ તો નિલેશનો જ હતો,મેસેજમાં શું લખ્યું હશે તે વાંચવા મોનિકા ઉત્સાહિત હોય તેમ તેણે સમચારપત્રો વાંચવાનું પડતું મુકીને નિલેશનો મેસેજ વાંચવા લાગી,મેસેજમાં લખ્યું હતું કે :

“ હેલો અજય,પેલા તારે મને રૂપિયા આપવાના છે તે રૂપિયા તું મને ક્યારે પાછા આપી જાય,મારે યાર પૈસાની ખાસ જરૂર પડી છે,મારે હવે વેકેશન પડવાનું છે,મારે મારી ઘરે જવાનું છે અને ઘરે જવા માટે મારી પાસે ફૂટી કોડિય નથી,હવે હું કઈ રીતે મારી ઘરે જઈ શકીશ,તું ઝડપથી પૈસા મોકલી દે તો તારો ખુબ ખુબ આભાર “

નિલેશનો મેસેજ વાંચીને મોનિકાને ખુબ જ નવાઈ લાગી.મોનિકાને નીલેશ પ્રત્યે દયા આવવા લાગી,તેને લાગ્યું કે નીલેશ અત્યારે મુશીબતમાં લાગે છે,નિલેશને શું મુશીબત છે તે જાણવા મોનિકાએ નિલેશને મેસેજ કર્યો : “શું થયું નીલેશ,કેમ કઈ મુશીબત છે તને “

“ ના ના એવું કઈ નથી,હું તો મારા મિત્રને મેસેજ કરતો હતો પણ ભૂલથી તને આવી ગયો.”નીલેશે મોનિકાના મેસેજના પ્રત્યુતર આપતા સામે મેસેજ કર્યો.

મોનિકાને નીલેશના જવાબથી સંતુષ્ટ ના થઇ,તેને લાગતું હતું કે નીલેશ જરૂર કોઈક મુશ્કેલીમાં છે,તે મારાથી બધું છુપાવે છે.ભલે તે બધું મારાથી છુપાવવાની કોશીસ કરતો હોય તો હું ગમે તેમ કરીને તેની પાસેથી બધું જાણી જ લઈશ એવું મનમાં નક્કી કરીને મોનિકાએ ફરી નિલેશને મેસેજ કર્યો :

“ નીલેશ જે સત્ય હોય તે બોલ,નહિતર તને મારા સમ છે “

મોનિકાએ સમ આપ્યા હોવાથી નિલેશને કહેવું નહોતું છતાં તે મોનિકાને બધું સત્ય જણાવા લાગ્યો.મેસેજમાં નીલેશ વિગતવાર લખીને મોનિકાને જણાવા લાગ્યો : “ યાર, મારે રૂપિયાની ખાસ જરૂર પડી છે,મેં મારા મિત્રને પાંચ હાજર રૂપિયા ઉછીના આપ્યા છે પણ તે દેવાની ના પાડે છે,મારે ઘરે જવું છે,મારી પાસે એકપણ રૂપિયો નથી,હવે હું શું કરવું.

મોનિકા નિલેશનો મેસેજ વાંચીને ભાંગી પડી હોય તેમ ઉદાસ બની ગઈ,પણ મનમાં મારે નિલેશને ગમે તે રીતે મદદ તો કરવી જ છે એમ નિશ્ચય કરીને નિલેશને ફરી મેસેજ કર્યો : “તારે કેટલા રૂપિયાની જરુર છે નીલેશ “

“ પાંચ હજારની “ નીલેશે ટુકમાં જ મેસેજમાં જવાબ આપતા કહ્યું.

મોનિકા માટે પાંચ હજાર રૂપિયાની રકમ મામુલી હતી,પણ તેની પાસે પણ અત્યારે હાલમાં તેટલા રૂપિયા પડ્યા નહોતા,હા તેની પાસે તેના પાપાએ આપેલા ત્રણ હજાર રૂપિયા તો હતા,છતાં તેણે નિલેશને જરીક તો જરીક મદદ થાય થઇ શકે એ હેતુથી ફરી નિલેશને મેસેજ કર્યો.

“ મારી પાસે પાંચ હજાર રૂપિયા તો અત્યારે નથી પણ ત્રણ હજાર રૂપિયા જરૂર પડ્યા છે,જે રૂપિયા મારા પાપાએ મને દિવાળીની શોપિંગ કરવા આપ્યા હતા,હું તને ત્રણ હજાર રૂપિયાની મદદ કરી શકું એમ છું,બોલ ચાલશે તને તેટલા રૂપિયાથી “

મોનિકાનો મદદનો મેસેજ વાંચીને નીલેશ તો રાજી રાજી થઇ ગયો છતાં તેણે મારે તમારી મદદની કઈ જરૂર નથી એવો ખોટો મેસેજ મોનિકાને મોકલ્યો.: “ મોનિકા તારા રૂપિયા હું કઈ રીતે લઇ શકું,મારે તારા રૂપિયા જોતા નથી,”

મોનિકાને તો કોઇપણ સંજોગોમાં નિલેશને મદદ જ કરવી હતી આથી તેણે ફરી નિલેશને મેસેજ કર્યો :

“ ચાલ ચાલ હવે તારા બેન્કના ખાતા નંબર આપ,મેં નક્કી કર્યું છે કે હું તારી મદદ કરવાની જ છું,એટલે કોઇપણ સંજોગોમાં હું તારી મદદ કરીને જ રહીશ,અને હા હું તો ખોટું બોલીને પણ મારા પાપા પાસેથી ફરીથી રૂપિયા મેળવી શકીશ,નીલેશ તું મારો ખાસ મિત્ર છે,જો હું તારી મુશ્કેલીમાં મદદ નહી કરું તો મને ખુબ જ દુખ થશે સાથે ખોટું પણ બહુ લાગશે,”

મોનિકાનો મેસેજ વાંચીને નિલેશને પુરેપુરો ખ્યાલ આવી ગયો હતો કે હવે ઊંટ પહાડ નીચે આવી જ ગયો છે.નિલેશે હસતા હસતા મેસેજમાં મોનિકાને પોતાનું ખાતું કઈ બેંકમાં છે અને તેના ક્યાં ખાતા નંબર છે તે આપ્યા,

નીલેશે ખાતા નંબર આપ્યા હોવાથી મોનિકાએ ઝડપથી નીલેશને બાય બાય કહીને પોતાની તિજોરીમાં રાખેલા રૂપિયા લઈને નીલેશે જે બેંક કહી હતી,તે બેંકમાં જઈને નીલેશના ખાતામાં ત્રણ હજાર રૂપિયા જમા કરાવી દીધા.

પોતે આજે બહુ મોટું કામ કર્યું હોય તેમ મોનિકા ખુશખુશાલ થઇ ગઈ,સારું કાર્ય કરવામાં માણસને સંતોષ અને શાંતિ મળતી હોય તેમ મોનિકાને પણ સંતોષ અને શાંતિ મળી હોય હોય તેમ તે મનમાંને મનમાં પ્રફુલ્લિત થઇ ગઈ.

મોનિકાની જેમ નીલેશ પણ આનંદિત થઇ ગયો હતો કારણ કે તેને જે રૂપિયા જોઈતા હતા તે તેને મળી ગયા હતા,ખુશીમાંને ખુશીમાં કે બીજા કોઈ કારણને લીધે નીલેશને વધુ પૈસા લેવાની લાલચ જાગી હોય તેમ ફરી તેણે મોનિકાને મેસેજ કર્યો

“ હેલો મોનિકા,મારે હજી વધુ રૂપિયાની જરૂર છે,તું મારી વધુ મદદ કરી શકીશ,”

નિલેશનો મદદનો ફરી મેસેજ વાંચીને મોનિકાને ખુબ જ નવાઈ લાગી.મોનિકા મનમાં વિચારવા લાગી કે મારી પાસે જેટલા રૂપિયા હતા તેટલા બધા રૂપિયા તો મેં તેને આપી દીધા છે છતાં તે કેમ ફરી મારી પાસે મદદની માંગણી કરે છે,મોનિકાએ નીલેશના મેસેજનો ફરી પ્રત્યુતર આપતા લખ્યું :

“ નીલેશ મારી પાસે જેટલા રૂપિયા હતા તેટલા રૂપિયા તો મેં તને આપી દીધા છે,હવે હું તારી વધારે મદદ કરી શકું એમ નથી.વધારે મદદ નથી કરી શકતી તે માટે હું ખુબ દિલગીર છું.”

મોનિકાનો વધારે મદદ ના કરવાનો મેસેજ વાંચીને નીલેશે મોનિકાને મેસેજમાં આટલું લખીને મોકલી દીધો : “ આભાર દોસ્ત,ચાલ બાય હવે ,મારે થોડું કામ વચ્ચે આવી ગયું છે’

નીલેશેનો મેસેજ વાંચીને મોનિકાને પોતાના પર ગુસ્સો આવવા લાગ્યો,તેને મનમાં થવા લાગ્યું કે જો મારી પાસે વધારે રૂપિયા હોત તો હું નિલેશને ક્યારેય નિરાશ કરત નહી,અને જયારે જરૂર પડત ત્યારે તેની મદદ કરત.મોનિકાએ પછી નિલેશને હું ખુબ જ દિલગીર છું,હું ખુબ જ દિલગીર છું તેવા ધણા મેસેજ કર્યા પણ નીલેશે મોનિકાનો એકપણ મેસેજનો પ્રત્યુતર આપ્યો નહી.

મેસેજનો પ્રત્યુતર ના મળ્યો એટલે મોનિકાને પણ થવા લાગ્યું હતું કે નીલેશ ખરેખર કોઈ કામમાં વ્યસ્ત થઇ ગયો હશે,એટલે તે મારા મેસેજનો કોઈ જવાબ આપતો નથી.પણ દરોજની આદત પ્રમાણે તે મને દરોજ સવારમાં શુભ સવારનો તો મેસેજ કરે છે એટલે કાલે પણ કરશે ત્યારે તેને શું કામ વચ્ચે આવી ગયું તે હું જાણી લઈશ,

સમય જતા વાર નથી લાગતી,તેમ બપોર થયું.સાંજ થઇ અને સવાર પણ પડી ગઈ,પક્ષીઓ કલરવ કરવા લાગ્યા,સૂર્યના તેજસ્વી કિરણો ધરતી પર પડતા ધરતી પર જાણે ચેતનવંતી બની ગઈ હોય તેમ ઉભી થઇ ગઈ,મોનિકાએ પથારીમાં આળસ મરડીને ઉભી થઇને સીધો જ દરોજની આદત પ્રમાણે પોતાનો મોબાઇલ ચેક કર્યો.પણ હજી સુધી મોનિકાના મોબાઇલમાં નિલેશનો શુભ સવારનો એકપણ મેસેજ આવ્યો નહોતો.મેસેજ ના આવ્યો એ જાણીને મોનિકાને મનમાં થયું કે હજી સુધી નીલેશ જાગ્યો નહી હોય એટલે તેણે મને મેસેજ કર્યો નહી હોય નહિતર તો તે મને મેસેજ કરે જ,લોકો સવાર સવારમાં ભગવાનનું નામ લેતા હોય જયારે નીલેશ તો સવાર સવારમાં મારું નામ જ લે છે.એટલે તે મને મેસેજ તો જરૂર કરશે.

બપોર થયું છતાં નિલેશનો એક પણ મેસેજ મોનિકાને ના આવ્યો,ધીમે ધીમે કરતા સૂર્ય નારાયણની વિદાય સાથે સાંજ પણ પડવા આવી છતાં પણ નીલેશનો એક પણ મેસેજ ના આવ્યો,આખા દિવસમાં નિલેશનો એકપણ મેસેજ ના મળવાથી મોનિકા ખુબ જ નિરાશ થઇ ગઈ,મોનિકાએ નીલેશના મોબાઇલમાં કેમ છો કેમ છો ના ધણા મેસેજ કર્યા છતાં સામેથી નીલેશ પાસેથી એક પણ જવાબરૂપે મેસેજ ના આવ્યો;

આમને આમ એક બે દિવસ થઇ ગયા,છતાં મોનિકાના મોબાઇલમાં નિલેશનો મેસેજ આવવાનું નામ ના લેતો હોય તેમ બંધ જેવો પડ્યો હતો,મોનીકાથી હવે કોઇપણ સંજોગોમાં રહેવાતું નહોતું,તેને નીલેશ સાથે થોડીક પણ વાત કરવી હતી પણ મોનિકાના બધા પ્રયત્ન નિષ્ફળ જઈ રહ્યા હતા, મેસેજમાં તો જવાબ ના આપ્યો પણ ફોનમાં તો જવાબ આપશેને એમ માનીને મોનિકાએ પહેલી વખત નીલેશના નંબર પર ફોન કર્યો પણ તે ફોન પણ સ્વિસ ઓફ બતાવતો હતો,

મોનિકા પહેલા જેટલી જ આનંદથી જિંદગી જીવતી હતી તેટલા જ ગમથી જિંદગી જીવવા લાગી.ફરી તે એકલવાયી બની ગઈ હોય તેમ તેને થવા લાગ્યું.નીલેશ સાથે વાતો કરવામાં મોનિકાએ ઘણા પ્રયત્ન કર્યા હતા છતાં બધા પ્રયત્નમાં તે નિષ્ફળ રહી હતી,તે હવે પુરેપુરી થાકી ગઈ હતી,છતાં હજી એક પ્રયત્ન વધુ કરી લવ એમ માની મોનિકાએ ફરી નીલેશના મોબાઇલમાં ફોન કર્યો,તેમાં તેને સફળતા મળી હોય તેમ જે મોબાઇલ પહેલા સ્વિફ ઓફ આવતો હતો તેજ મોબાઇલમાં હવે રીંગ જઈ રહી હતી,સામેથી ફોન ઉપાડ્યો હોવાથી મોનિકાએ નિલેશને કહ્યું :

“ હેલો નીલેશ,તું કેમ મને હવે કોઈ મેસેજ કરતો નથી કે મારી સાથે મોબાઇલમાં વાત પણ કરતો નથી,શું તું મારાથી નારાજ થઇ ગયો છે,જો તને મારાથી ખોટું લાગ્યું હોય અથવા તો મારી કોઈ ભૂલ થઇ ગઈ હોય તો હું તારી દિલથી માફી માગું છું.પણ મહેરબાની કરીને તું મારી સાથે વાત કર,મેં તારી સાથે વાત કરવા કેટલા પ્રયત્ન કર્યા ત્યારે મને માંડ માંડ સફળતા મળી છે,હું નીલેશ ખરેખર તારી જેમ જ તારા પ્રેમમાં પડી ગઈ છું “

મોનિકાની લાચાર,ગરીબડી અને પ્રેમની વાત સાંભળી નીલેશ હસવા લાગ્યો અને હસતા હસતા જવાબ આપ્યો લાગ્યો : “ હેલો મોનિકા,મારે એવું કઈ નથી,કારણ કે મારે ખાલી પૈસાથી જ મતલબ હોય છે,દોસ્ત મેં તારા જેવી કેટલીય છોકરીઓનો મિત્રતામાં લાભ ઉઠાવ્યો છે,એટલે કે યાર તું ફસાય ગઈ છે ,છોકરીઓને મિત્રતા કે પ્રેમજાળમાં ફસાવવાનો મારો દરોજનો ધંધો છે દોસ્ત, છોકરીઓને મિત્રતા અને પ્રેમજાળમાં ફસાવીને રૂપિયા કમાવા તે મારું કામ છે,તું ફસાય ગઈ છે દોસ્ત આટલું બોલીને નીલેશ ખડખડાટ હસતા હસતા ફોન કાપીને પોતાનો મોબાઇલ સ્વિસ ઓફ કરી દીધો.

નિલેશની વાત સાંભળી મોનિકા તો રડવા જેવી થઇ ગઈ,આ સ્વપ્ન હતું કે હકીકત તે જ તેને ખબર પડી નહી.તેને ન આવાના વિચાર આવવા લાગ્યા કે ખરેખર લોકો જો મિત્રતામાં આવા પ્રકારનો ગેરલાભ ઉઠાવતા હોય તો પ્રેમમાં કેવો કેવો ગેરલાભ ઉઠાવતા હશે,મોનિકાથી રહેવાયું ના હોય તેમ તેની આખોમાંથી શ્રાવણ-ભાદરવો વરસવા લાગ્યો.

નીલેશે આપેલા દગાથી,ધોકાથી મોનિકાને બે ત્રણ દિવસ તો જમવું પણ ભાવ્યું નહી,અને પાગલ થઇ ગઈ હોય તેમ ક્યારેક મનમાં તો ક્યારેક મોટેથી બબડવા લાગતી :” શું હું ફસાય ગઈ છું,શું હું ખરેખર ફસાય ગઈ છું “

>>>>>>>>>>> BE HAPPY YAR <<<<<<<<<<

  • RIBADIYA JIGNESH
  • BE HAPPY YAR