Upasana ane Manas books and stories free download online pdf in Gujarati

ઉપાસના અને માણસ

ઉપાસના અને માણસ

અરે રમેશભાઈ ક્યાં ચાલ્યા. ત્યારે રમેશભાઈ એ જવાબ આપ્યો કે મને શરીર માં કમરનો દુખાવો છે, તેની દવા લેવા જાઉં છું. પણ ક્યાં, આ સામેથી પૂછાતા સવાલમાં રમેશભાઈ ગરમ થઈ ને બોલ્યા તારે શું કામ છે.ત્યારે કૌશિકભાઈ એ પૂછ્યું કે ભાઈ રમેશ તું ક્યાં જાય છે. એ સાચું તો બોલ. પછી મારૂ કામ બતાવું ત્યારે રમેશ ભાઈ એ વિગતવાર કહ્યું કે મારે દવા લેવા નહીં, પણ દોરા ધગ માટે ભુવા પાસે જવાનું છે. ત્યારે એ બોલ્યા કે અલ્યા રમેશભાઈ ભુવા પાસે તો કઈ દોરા ધાગા કરવા થઈ મટતું હસે. ના ભાઈ ગણા લોકોને દવા કરતાં આ ભુવા ભગત ના દોરાથી ગણા લોકો સાજા થઈ ગયા છે. આ સાભાળી ને કૌશિકભાઈ બોલ્યા.

‘લોભિયા હોય ત્યોં ધુતારા ભૂખે ના મારે’

ત્યારે રમેશ ભાઈ બોલ્યા ચલ મારી સાથે આજે રવિવાર છે, એટલે ભુવા ભગત ના ત્યાં જઈ ને એ પરચા બતાવે છે, તે આપણે જોઈશું અને મારી કમર ના દુખાવા ની દવા લઈને આપણે આવીશું, ત્યારે કૌશિકભાઈ એ કહ્યું કે કે નહીં માત્ર દવા નું તો નામ હોય છે, અને દરેક જાણ ને મટી જાય છે. આ એક શ્રધા હોય છે. અને દવા મો માત્ર મુરડી આપે છે, તે મુરડી માં છું હોય છે આ મુરડી ભગવાન આગળ મંતરેલી હોય છે. અને એમો શરીર ના કોઇપણ દર્દ મટાડવા ની તાકાત હોય છે. આ મુરડી ને આપણે કશું કરવાનું હતું નથી, ફક્ત તેને આપના શરીર પર બોધી રાખવાની હોય છે.

બસ આટલુ જ કરે આપના શરીર માં દર્દ માટી જાય છે, ના ભાઈ આપણે ત્યાં જઈશું ત્યારે બધી ખબર પડશે, ચલ ને તું મારી સાથે ભુવા ભગત પાસે અને બધા પ્રસ્નો ના જવાબ તને મળી જશે. એને બંને મિત્રો ત્યાં ભગત પાસે જાય છે, અને ત્યાં જઇને ભગત ને જુએ છે, ત્યારે ખબર પડે છે કે ભગત તો ધુને છે અને દરેક લોકો દવા લેવા માટે લાઇન માં બેસી રહ્યા છે રમેશ ભાઈ પણ બધા ની લાઇન માં ગોઠવાઇ જાય છે, તે પછી તેમની પાસે કૌશિભાઈ પણ બેસે છે.

આમ સવારે નવ વાગ્યે તે પહોચ્યા હતા, પણ તેમનો નંબર બપોર ના બાર વાગ્યે આવ્યો અને તેઓ રમેશભાઈ ને ભુવા ભગતે પૂછું કે ભાઈ શું તકલીફ છે ત્યારે તેમણે કહ્યું કે મારે કમર નો દુખાવો છે. અને હું દરેક હોસ્પિટલ માં સોનોગ્રાફી અને એક્સરે પડાવી ને દવા લઈ ને આવ્યો છું.પણ કઈ ફરક પડતો નથી, અને ડોક્ટર કહે છે કે નોરમલ છે, પણ મને અસહિય દુખાવો થાય છે, એટલે હું અહી આવ્યું છું આપના ત્યોથી કેશુભાઈ દવા લઈ ગયા હતા તેથી તેમણે મને કહ્યું કે ભગત ના ત્યથી બાધા લઈ આવ એટલે બધા દરદ માટી જશે એટલે હું આવ્યો છું, તો ભગત મને મારા બધા શરીર ના દર્દ મટી જશે.

ભગત બોલ્યા માતાની કૃપા થી બઠું હેમખેમ મટી જશે કોઈ ચિતા કરવા ની જરૂર નથી આ સાભાળી ને રમેશા ભાઈતો રાજી ના રેડ થઈ ગયા, અને મનોમન વિચારવા લાગ્યાકે આતો ચમત્કાર થઈ ગયો પણ રમેશભાઈ ને એ ખબર ન હતી કે આગળ શું થવાનું છે અને ભુવા ભગતે કહ્યું કે ક્યાં દુખાવો થાય છે ત્યારે તેમણે કહ્યું કે કમર ના દસમા અને આગિયાર માં મણકા વચે દુખાવો થાય છે,આ માટે નો ઉપાય છે ગુરુજી,

ગુરુજી બોલ્યા બેટા તું ચિંતા ના કર તારા દરેક દુખ માતાજી દૂર કરશે તું એકદમ સ્વસ્થ થઈ જઈશ વચે કૌશિકભાઈ બોલ્યા તમે દૂર કરશો કે માતાજી. આ સાભળી ને ભુવજી બોલ્યા બેટા તને ખબર ના પડે આમાં વ્ચે બોલવા નું બંદ કર તેનું ફળ શું આવે છે, તે તને ખબર નથી બાળક એટલે તું બોલ્યા કરે છે, માતાજી કોપાયમન થાય તો તારા સંપૂર્ણ વંશ નો નાસ થશે આ સાભાળી ને પણ કૌશિકભાઈ એ તો બોલવાનું ચાલુ રાખ્યું ત્યારે ગરમ અવાજે રમેશભાઈ બોલ્યા તું અહીથી ચાલ્યો જા ને ભાઈ મારા.

ભુવાજી ના મંદિર માથી કૌશિકભાઈ બહાર નીકળ્યા અને ઓટલા બેસી રહ્યા અને મનોમન વિચારવા લાગ્યા કે આ શું કરાવવા અહી આવ્યો છે. ત્યાર બાદ અડધો કલાક પછી રમેશભાઈ આવ્યા અને તેમનું મોઢું પડી ગયેલું અને ગભરાયેલું હતું આ જોઈને કૌશિકભાઈ ને રહેવાયું નહીં અને તેમણે પૂછું કે શું થયું ત્યારે રમેશભાઈ ધડીકભર તો બોલયાજ નહીં ને થોડીવાર પછી તેમણે કહ્યું કે મારી સાથે ના બનવાનું બન્યું છે. પણ થયું છે શું એ તો કહોને વિગતવાર ત્યારે રમેશભાઈ એ કહ્યું કે ભુવાજી એ મને પહેલા એમ કહ્યું કે દુખાવો ક્યાં થાય છે, તો મે કહ્યું કે કમર માં અને ત્યાર પછી ભુવાજી મને તેમના અંગત રૂમમાં લઈ ગયા અને તેમણે મને એક મુરાડી આપી અને એમાંને મને કહ્યું કે તમારા હાથ ઉપર ગસો ત્યાર બાદ મે ગસવા નું ચાલુ કર્યું અને ભુવજી બોલય કે આ રીતે ના ગસાય, અને તેઓએ પહેલા મારા પેટ ઉપર ઘસી અને તે ધીમે ધીમે નીચે ઉતરતા ગયા અને કહેવા લાગ્યાકે હજી નીચે એમ કરતાં કરતાં મારા પાઈવેટ પાટ્સ ઉપર ગસવા લાગ્યા અને પછી તો તેને સ્પર્સ કરીને અવનવા નખરાં કરવા લાગ્યા અને ત્યાર પછી હું બોલ્યો આ શું કરો છો ભૂવાજી તો તે કહેવા લાગ્યા કે આ તારી દવા થાય છે, પછી મે કહ્યું કે મારે કોઈ દવા કરવી નથી અને હું ત્યાંથી ચાલ્યો અને સીધોજ તારી પાસે આવ્યો છું.

કૌશિકભાઈ એ કહું કે ચિંતા કરીશ નહીં આભુવા ને આપણે સબક શીખવાડી શું ત્યારે રમેશભાઈ અને કૌશિકભાઈ એ પૉલિસ નો સંપર્ક કર્યો, અને પોલીસ મિત્રો એ આ ધૂતારા ભુવા ને પકડવા માટે એક ચોખટુ ગોઠવ્યું અને તેને પકડી ને જેલ હવાલે કરી દીધો .

શ્રદ્ધા એ ભક્તિમાં જરૂરી છે પણ જ્યારે અતિ થાય ત્યારે અનશ્રધા માં પરિણામે છે.

આનંદ.બી પટેલ