The old diary - 4 books and stories free download online pdf in Gujarati

THE OLD DIARY - 4

પ્રકરણ – 4

[Flash-Back]

શયાન અલીફા તરફ આગળ વધે છે અને અલીફાને જડબાથી જોરથી પકડીને કહે છે, “ફક યુ બિચ, તે મારા આખા પ્લાન પર પાણી ફેરવી નાખ્યું.” અને શયાન એની કાર તરફ આગળ વધે છે. અચાનક તે અલીફા તરફ દોડીને આવે છે અને અલીફાનું માથું કારના કાચ સાથે અથડાવે છે. કંઈ પણ બોલ્યા વગર શયાન ફરી એની કાર તરફ ઝડપથી ચાલતો થાય છે.

અહિયાં અલીફાના કપાળમાંથી લોહી આવવાનું ચાલુ થઇ ગયું હતું પરંતુ એના ચહેરા પર એક અજીબ મુસ્કાન છવાયેલી હતી.

બીજી બાજુ આતીફ, પ્રિયા, વિવેક અને સોફિયા આ લોકોનો વેઇટ કરતા હોય છે. આતીફ પાર્કિંગમાં આ લોકોને બોલાવવા આવે છે પરંતુ પાર્કિંગમાં અલીફા અને રોહનને જોઈને માથું પકડીને ત્યાં ને ત્યાં જ બેસી જાય છે. થોડીક મિનિટ માં વિવેક, પ્રિયા અને સોફિયા પણ પાર્કિંગમાં આવી જાય છે. રોહન અને અલીફાને લઈને બધા હોસ્પિટલમાં જાય છે. અલીફા કાંઈક બહાનું બનાવીને ત્યાંથી છટકી જાય છે. હવે શયાન પછી અલીફા પણ બધાને મૂકીને ભાગી જાય છે.

***

શયાન અને અલીફા કેમ ભાગી ગયા એનો જવાબ માત્ર રોહન જ આપી શકે એમ હતો. ક્યારે રોહન હોશમાં આવે એની રાહ જોઈને બધા બેઠા હતા. 3 કલાક પછી રોહન હોશમાં આવે છે. હોશમાં આવવાની સાથે વિવેકને કહે છે તારી રાંડને સંભાળી લે.

વિવેક ગુસ્સેથી રોહન સામે જોઈ રહે છે અને કહે છે, “તું શું બોલી રહ્યો છે?”

“તને નહિ ખબર હોય પણ મારી આ હાલત અલીફા અને શયાનને લીધે થઇ છે.”

બધા આશ્ચર્યની નજરે રોહન સામે જોઈ રહે છે.

“સોફિયા મને માફ કરી દેજે, શયાન તારે લાયક બિલકુલ નથી.”, રોહન બોલ્યો.

“પણ આ બધું શું ચાલી રહ્યું છે મને કંઈ સમજ નથી પડતી અને અચાનકથી તું કેમ શયાનને ખરાબ કહેવા લાગ્યો છે?” સોફિયાએ રોહનને કહ્યું.

રોહને બોલવાની શરૂઆત કરી, “આપણે જયારે ગોવા આવ્યા ત્યારે શયાન અને અલીફા એક પાર્ટીમાં ગયા હતા. પાર્ટી પછી બંને હોટલમાં જઈને રોકાયા હતા અને એ રાત્રી દરમ્યાનના બંન્નેના નગ્ન ફોટો મેં આજે શયાનના ફોનમાં જોયા હતા. એટલું જ નહિ પરંતુ જયારે આપણે ગેઈમ રમતા હતા ત્યારે અલીફાએ કોઈ બીજાને નહિ પરંતુ શયાનને જ કિસ કરી હતી. આ વાતનો પુરાવો આપતો મેસેજ પણ મેં શયાનના મોબાઇલમાં જોયો હતો. સૌથી મોટો મૂરખ તો હું જ છું કે સોફિયાના મેરેજ શયાન સાથે કરાવા ચાલ્યો. અને વિવેક મને માફ કરી દેજે હું ગુસ્સામાં વધારે બોલી ગયો. પણ અલીફા અને શયાન બંન્નેએ ભેગા થઈને મને જાનથી મારવાનો પ્રયત્ન કર્યો હતો પણ એ બંન્ને નિષ્ફળ રહ્યા.”

સોફિયા ઉભી થાય છે અને રોહન આગળ હાથ જોડે છે અને કહે છે કે, “હવે તું પણ મારી પાસે ના આવતો. તું મને સમજી શું ગયો છે? હું તારી કઠપૂતળી છું? તું જેમ કહીશ એમ હું કરીશ? તારા અને શયાન બંન્નેથી હું કંટાળી ગઈ છું. મારે તમારા બંન્નેથી આજ પછી કોઈ સંબંધ નથી.” એમ બોલતા સોફિયા ચાલતી થઇ.

સોફિયા પછી વિવેક પણ કંઈ પણ બોલ્યા વગર ચાલતો થઇ જાય છે. એક દિવસ પછી રોહનને હોસ્પિટલ માંથી ડિસ્ચાર્જ મળી જાય છે. ત્યાર બાદ આતીફ અને પ્રિયા પણ ગોવા છોડીને ચાલ્યા જાય છે.

***

(32 કલાક પહેલા...)

3 P.M. એ બધા મેરેજ બ્યુરોની બહાર ભેગા થાય છે અને વેઇટ કરતા હોય છે કે ક્યારે શયાન અને સોફિયાને ઓફિસમાં બોલાવે પણ આ સમયે શયાનના મોબાઇલ પર એમિલીના ફોન થોડી-થોડી વારે આવતા હતા અને શયાન ફોન ઉઠાવતો ન હતો. છેવટે રોહન કંટાળીને શયાન પાસેથી મોબાઇલ લઇ લે છે. એમિલીનો ફોન શયાન નથી ઉપાડતો જેથી એમિલી શયાનના મોબાઇલ પર મેસેજ કરે છે. જયારે એમિલી શયાનને મેસેજ કરે છે ત્યારે શયાનનો ફોન રોહનના હાથમાં હોય છે.

એમીલીનો મેસેજ આ રીતે હોય છે, “હેય બેબી, તું જલ્દીથી સોફિયા સાથે મેરેજ કરી લે પછી આપણને ‘બુક ઓફ ડેથ’ મેળવવામાં કોઈ નહિ રોકી શકે.”

આ મેસેજ વાંચ્યા પછી રોહન શયાનને પાર્કિંગમાં લઇ જાય છે.

“તે મારા સાથે ધોખો કર્યો છે.” (રોહન ગુસ્સામાં શયાનને કહે છે.)

“રિલેક્સ રોહન, તને અચાનક શું થયું? અને કેમ મને પાર્કિંગમાં લાવ્યો છે.”

રોહન શયાનને મોબાઇલમાં એમિલીનો મેસેજ બતાવે છે.

“ચિલ રોહન ચિલ. આ બધાથી તારે કોઈ લેવાદેવા નથી. આ બાબત મારી પર્સનલ છે. તને તારા 50 કરોડ અને 5 ફિલ્મની સ્ટોરી મળી ગઈ છે. તું તારા કામ થી કામ રાખને.” (શયાન)

***

(1 મહિના પહેલા...)

જયારે રોહન એની ફિલ્મ પર કામ કરતો હોય છે ત્યારે એને અહેસાસ થાય છે કે એ શયાનની લાઈફનો રોલ પ્લે કરે છે અને શયાનને બીજું કોઈ નહિ પરંતુ મારી જ ફિયાન્સી સાથે લવ છે. રોહન અને શયાન બચપણના બેસ્ટ ફ્રેન્ડ હોય છે. બંન્ને એક બીજાને બહુ જ સારી રીતે જાણતા હોય છે. રોહનને ખબર હતી કે શયાન એના લવ ને મેળવવા કંઈ પણ એટલે કંઈ પણ કરી શકે છે.

રોહન અને સોફિયા વચ્ચે સારા સંબંધ હતા પણ રોહન સોફિયાને નહિ પણ એની ઇન્ડસ્ટ્રીની એક હિરોઈન જોડે લવ કરતો હતો. એ માત્ર સામાન્ય હિરોઈન ન હતી પણ બહુ જ ફેમસ હિરોઈન હતી. એની સામે રોહન બહુ જ નાનો હીરો હતો. આ હિરોઈનનું નામ જાનકી હતું. આ હિરોઈન સુધી રોહનને પહોંચવા માટે પૈસા અને સારા-સારા મૂવી કરવાની જરૂર હતી.

આ સમયે શયાન બહુ જ મોટો રાઇટર બની ગયો હતો અને એની બુક પર ફિલ્મ બનાવવા બધા ડિરેક્ટરની પડા-પડી થતી હતી. રોહનના મગજમાં આઈડિયા આવે છે કે હું શયાન પાસેથી મૂવીની સ્ક્રિપ્ટ અને બહુ બધા પૈસા માંગી લઉં તો હું મારુ ખુદનું મૂવી પ્રોડકશન ખોલી શકું અને એમાં હીરો તરીકે હું અને હિરોઈનમાં જાનકીને લઇ શકું.

આ બધી વાતોને ધ્યાનમાં રાખીને રોહન એક પ્લાન બનાવે છે કે હું શયાનને સોફિયા સાથે મળાવી લઇ એના બદલામાં હું એની પાસેથી 50 કરોડ રૂપિયા અને 5 મૂવીની સ્ક્રિપ્ટ લઇ લઉં. અને રોહનને પૂરો ભરોસો હતો કે શયાન આ શરત સ્વીકારી લેશે કેમ કે શયાન સોફિયા માટે કંઈ પણ કરી શકતો હતો. આ કારણે રોહન એની અધૂરી ફિલ્મ છોડીને શયાનને શોધવા ગોવા પહોંચી જાય છે.

જયારે રોહન 1st ટાઈમ ગોવામાં શયાનને એમિલી સાથે કિસ કરતા જોવે છે ત્યારે એને એવું લાગે છે કે શયાન સોફિયાને ભૂલી ગયો છે પણ જયારે રોહન શયાનના ઘરમાં દાખલ થાય છે ત્યારે અડધી દીવાલને ઢાંકતી સોફિયાની પેઇન્ટિંગ જોવે છે ત્યારે એને સમજાય છે કે ભલે એ બીચ પર એમિલીને કિસ કરતો હોય પણ લવ તો હજી એજ સોફિયા સાથે કરે છે. ત્યાર બાદ સોફિયાના મનગમતા ફ્લાવરના પોટ, પેઇન્ટિંગ, વોલનો ઓરેન્જ કલર, વાઈનનું કલેક્શન જોવે છે. એ પછી રોહન જાનકીના સપના જોવા લાગે છે કે હવે તો જાનકીનો હીરો હું જ બનીશ.

રોહન શયાનને વાતોના માયાજાળ માં ફસાવે છે અને સોફિયા જોડે મેળવવાની વાત કરે છે. અને એના બદલામાં 50 કરોડ રૂપિયા અને 5 મૂવીની સ્ક્રિપ્ટ માંગે છે. શયાન ઝટથી રોહનની વાત માની જાય છે અને તરત જ રોહનના એકાઉન્ટ માં 50 કરોડ રૂપિયા નાખી દે છે. કંઈ પણ જાતના સંકોચ વગર અને માત્ર 24 કલાકમાં એને મૂવીની સ્ક્રિપ્ટ પણ આપવાનું કહી દે છે. રોહનને નવાઈ લાગે છે કે આટલો જલ્દી શયાન કેમ માની ગયો?

મગજમાં ચાલતી મૂંઝવણને રોહન નકારે છે અને સોફિયાને લેવા ઘરે જાય છે. રોહનને પૂરો વિશ્વાસ હતો કે એ સોફિયાને શયાન સાથે મેરેજ કરવા મનાવી લેશે અને એ સફળ પણ રહ્યો. બીજી બાજુ સોફિયા પણ શયાનને સંપૂર્ણપણે ભૂલી ન હતી અને આજે પણ સોફિયાના દિલમાં શયાન માટે જગ્યા હતી. સોફિયાને સમજાવવા રોહનને ઝાઝી મજૂરી કરવી ન પડી કેમ કે સોફિયા પણ અમુક અંશે શયાનને જ પસંદ કરતી હતી.

રોહન જયારે સોફિયાને લઈને ગોવા શયાનના ઘરે જાય છે ત્યારે શયાન 5 મૂવીની સ્ક્રિપ્ટ પણ આપી દે છે. આ બાજુ શયાનને એની સોફિયા મળી જાય છે અને રોહન જાનકી સુધી પહોંચવાની સીડી ચઢવાની શરૂઆત કરે છે.

***

(31 કલાક અને 55 મિનિટ પહેલા...)

“આ ‘બુક ઓફ ડેથ’ શું છે? અને સોફિયા અને ‘બુક ઓફ ડેથ’ નું શું રિલેશન છે?” (રોહન)

“તેં જયારે મારી પાસે 50 કરોડ અને 5 મૂવીની સ્ટોરી માંગી ત્યારે મેં તને કોઈ પ્રશ્ન કર્યો હતો તે તું મને આજે પ્રશ્ન કરે છે?” (શયાન)

“મને પ્રશ્નનો ઉત્તર પ્રશ્ન થી નહિ પણ જવાબ થી જોઈએ છે.” (રોહન ગુસ્સેથી બોલ્યો.)

“તું તારા કામ થી કામ રાખ ને. મારી લાઈફ માં દખલ ના કરીશ.” (શયાને પણ ગુસ્સેથી જવાબ આપ્યો.)

“મતલબ તું સોફિયા સાથે લવ નથી કરતો. તું આ બુક ના ચક્કરમાં સોફિયા સાથે મેરેજ કરે છે.” (વધુ ગુસ્સા સાથે રોહન બોલ્યો.)

“તો તે પણ સોફિયાને 50 કરોડ અને 5 મૂવી ની સ્ટોરી માટે વેચી નાખી ને.” (હસવાની સાથે શયાન બોલ્યો.)

“તું કહેતો હતો ને કે મારી એક વિશ પૂરી કરીશ તો સાંભળ મારી વિશ એ છે કે તું ક્યારેય પણ સોફિયાને ન મળીશ.” (રોહન શયાનને થપ્પડ મારતા કહે છે અને મોબાઇલ પાછો આપે છે.)

આ સમયે અલીફા શયાન અને રોહનને મેરેજ બ્યુરોના અંદર જવા બોલાવવા આવે છે અને રોહનને થપ્પડ મારતા જોઈ જાય છે. રોહનનું શયાનને થપ્પડ મારવું અલીફાથી જોયું નથી જતું એટલે અલીફા ગુસ્સામાં આવીને રોહનને જોરથી ધક્કો મારી દે છે. એનું પરિણામ એ આવે છે કે રોહનનું માથું પથ્થર સાથે અથડાઈ જાય છે અને બ્લડ નીકળવાનું શરુ થઇ જાય છે.

રોહનને આ હાલતમાં જોઈ શયાન ગુસ્સે થઇ ગયો. કેમ કે જે બાબત એક થપ્પડમાં પતી ગઈ હોત એ મર્ડર સુધી પહોંચી ગઈ હતી. માત્ર અને માત્ર અલીફા ના કારણે.

શયાન અલીફા તરફ આગળ વધે છે અને અલીફાને ઝડબાથી જોરથી પકડીને કહે છે, "ફક યુ બિચ, તે મારા આખા પ્લાન પર પાણી ફેરવી નાખ્યું. શયાન એની કાર તરફ આગળ વધે છે. અચાનક તે અલીફા તરફ દોડીને પાછો આવે છે, અલીફાનું માથું કારના કાચ સાથે અથડાવે છે અને કંઈ પણ બોલ્યા વગર શયાન ફરી એની કાર તરફ ઝડપથી ચાલ્યો જાય છે.

અહીંયા અલીફાના કપાળ માંથી લોહી આવવાનું ચાલુ થઇ જાય છે છતાં પણ અલીફાના ચહેરા પર મુસ્કાન છવાયેલી હોય છે. અલીફાને જરા પણ એના કર્યા પર અફસોસ ન હતો. એને દુઃખ માત્ર એ વાત નું હતું કે શયાન એનાથી નારાજ થઇ ગયો હતો.

જયારે જયારે કોઈ શયાન પર હાથ ઉઠાવશે ત્યારે ત્યારે એની હાલત રોહન કે એનાથી પણ ખરાબ થશે.

***

‘બુક ઓફ ડેથ’ એ બુક હતી જે સોફિયાના પરિવારમાં પેઢી દર પેઢી તેમના વંશજને આપવામાં આવતી હતી પણ એક ભવિષ્યવાણી થયેલી કે જયારે વંશ માં ખાલી છોકરી જ હોય ત્યારે એ બુક એના પતિને આપવાની હતી અમુક શરતો હેઠળ. આ સમયે સોફિયાના પરિવારમાં સોફિયા સિવાય કોઈ બીજું વંશજ ન હતું માટે સોફિયા સાથે જે મેરેજ કરે એને બુક ઓફ ડેથ મળે.

વિવેકને તો દોસ્તી શબ્દથી જ નફરત થઇ ગયી હતી. એનાજ મિત્રો એની સાથે આવું કેવી રીતે કરી શકે! મિત્રો સુધી વિવેકનો ગુસ્સો સીમિત ન હતો, અલીફા થી પણ નારાજગી હતી.

પ્યાર મેં ધોખા ઓર દોસ્તી મેં ગદ્દારી જિસે મિલતી હે ઉસકો સિર્ફ એક હી ચીજ મંગતી હે, "બદલા" ઓર સિર્ફ "બદલા".

વિવેક નો હવે માત્ર એક જ ધ્યેય હતો કે કેમ કરીને શયાન અને અલીફાને બરબાદ કરવા. એવું તો વિવેક શું કરે કે જેથી સૌથી વધારે ચોટ અલીફા અને શયાન ને લાગે? વિવેક નો બદલો જાયજ પણ હતો .

બીજી બાજુ સોફિયા પણ શયાનથી બહુ જ નારાજ હતી એટલે નહિ કે એના મેરેજ શયાન સાથે ન થયા પણ એટલે કે શયાન એને મળ્યા વગર જતો રહ્યો. શયાનના સંબંધ અલીફા સાથે હતા એ બાબત ને લઈને પણ સોફિયા બહુ ગુસ્સે હતી. સોફિયાને સૌથી વધારે દુઃખ એના માટે નહિ પણ વિવેક માટે થતું હતું કેમ કે વિવેક અલીફાને બહુ જ પ્યાર કરતો હતો. પણ અલીફા વિવેક સાથે આવું કરશે એવું માનવામાં જ આવતું ન હતું અને આ ગુનો કરવામાં ભાગીદારી શયાન નિભાવશે એ તો સપનામાં પણ વિચાર ના આવે કેમ કે શયાન એ માણસ હતો જે દોસ્તી નિભાવવામાં ક્યારેય પણ પાછો પડતો ન હતો. આજે તો શયાને એના જ બેસ્ટ-ફ્રેન્ડ ની ગર્લફ્રેન્ડ સાથે સેક્સ કર્યું હતું. એ પણ એના મેરેજના થોડા જ સમય પહેલા.

જયારે રોહન બધાની નજરમાં નિર્દોષ હતો સિવાય કે સોફિયા. સોફિયાને એવું લાગતું હતું કે રોહનનો પણ આ બધામાં હાથ છે. જરૂર થી રોહને શયાન ને કઈક કહ્યું હશે.

***

આ વાત છે શિમલાની. શયાન સોફિયાને છોડીને ચાલ્યો ગયો ત્યાર બાદ સોફિયા તેના મોટા પપ્પાને ત્યાં શિમલા રહેવા ચાલી ગઈ અને ત્યાં જ એક NGO માં કામ કરવા લાગી. એક દિવસ તે એના મોટા પપ્પાને લઇ ને મેડિકલ કેમ્પ માં જાય છે, આંખની સારવાર માટે. ત્યાં એને વિવેક મળી જાય છે.

“ઓહ વિવેક, તું અહીંયા કેવી રીતે?” સોફિયાએ આશ્ચર્ય થી કહ્યું.

“સોફિયા! તું અહીં કેવી રીતે?” વિવેક પણ ચકિત રહી ગયો સોફિયા ને જોઈને.

"હું મારા મોટા પપ્પાને લઈને આંખોના નિદાન માટે આવી હતી. પણ તું અહીં ક્યાંથી? કઈ રીતે?"

"આ કેમ્પ મારી હોસ્પિટલ અને અહીંના એક ‘દૃષ્ટિ’ નામના NGO દ્વારા સહાયોજિત કરવામાં આવ્યો છે. તો એના ભાગ રૂપે હું અહીં લોકોની સારવાર કરી રહ્યો છુ."

"દૃષ્ટિ NGO! હું પણ એ NGO માં જ કામ કરું છું. હું અંધ બાળકોને બ્રેઇલ લિપિ શીખવાડું છું."

"એક્સિલેન્ટ!"

"થેન્ક યુ. અને તું પણ આ એક ઉમદા કાર્ય કરી રહ્યો છે."

"હંમમમ." (ચહેરા પર હાસ્યની રેખા સાથે.)

"તને કોઈ સમસ્યા ન હોય તો શું આપણે આજે રાત્રે ડિનર માટે મળી શકીએ?"

"હા જરૂર થી." (એક પળ પણ વિચાર્યા વગર વિવેક એ કહ્યું.)

"ઘણા દિવસો પછી કોઈ પોતાનું મળ્યું છે. જોઈને બહુ જ સારું લાગ્યું." (નરમ અવાજે સોફિયાએ કહ્યું.)

વિવેક એ સોફિયા ને ભેટતા કહ્યું કે હું થોડા મહિના અહીં જ છું. તારે એકલપણું મહેસૂસ કરવાની કોઈ જરૂર નથી.

સોફિયા મૌન રહી.

"તો પછી આપણે રાતે 8 વાગે ‘wake and bake’ રેસ્ટોરન્ટમાં ડિનર માટે મળીએ." (સોફિયા એ કહ્યું.)

ઓકે સાથે વિવેક એ સોફિયા ને અલવિદા કહ્યું.

***

હવે આ બાજુ રોહન એના ઘરે વિચાર કરતો બેઠો હોય છે ને ત્યાં જ ડોરબેલ વાગે છે. રોહન ઉભો થઇ દરવાજો ખોલે છે. સામે જુએ છે તો એક પોસ્ટમેન હાથમાં એન્વેલોપ લઈને ઉભો હોય છે. રોહન એન્વેલોપ લઈને જુએ છે તો તેને કોર્ટની નોટિસ દેખાય છે. એના પર ચોરીનો આરોપ હોય છે, મૂવીની સ્ક્રિપ્ટની ચોરી. હજી તો એન્વેલોપ એના હાથ માં હોય છે ત્યાં જ મોબાઇલ માં નોટિફિકેશન આવે છે. જુએ છે તો એ શયાનનો મેઈલ હોય છે. રોહન મેઈલ ઓપન કરે છે તો તેમાં વોઇસ રેકોર્ડિંગ હોય છે. એ સાંભળતા જ રોહનના હોશ ઉડી જાય છે.

***

એવું તે શું હતું એ રેકોર્ડિંગ માં? શું સોફિયા અને વિવેક વચ્ચેનું ડિનર કહાની માં કોઈ વળાંક લાવશે? અલીફાનું શું થયું હશે? એ ક્યાં ગઈ હશે?


આ બધું જાણવા માટે વાંચો આગામી પ્રકરણ-5.

Contact Author:-

E-mail: shahidhasan98@gmail.com

Phone no: 8866102992

Share

NEW REALESED