The old diary - 5 books and stories free download online pdf in Gujarati

ધી ઓલ્ડ ડાયરી - 5

[BOOK OF DEATH]

[CHAPTER-5]

(8:15 P.M., વેક એન્ડ બેક રેસ્ટોરન્ટમાં...)

"હેલો સોફિયા, તું રોજની જેમ આજે પણ ખૂબસૂરત લાગે છે અને આજે હું તારી ખૂબસૂરતી વિશે બે શબ્દ બોલવા માંગુ છું. શું મને ઈજાજત છે?" (વિવેકે સોફિયાને પૂછ્યું.)

"હા, ઈજાજત છે." (ચહેરા પર હાસ્યની રેખા સાથે.)

"યું પલકે બિછા કર તેરા ઇન્તેઝાર કરતે હૈ,

યે વહ ગુનાહ હે જો હમ બાર-બાર કરતે હૈ;

જલ કર હસરત કી રાહ પર હમ

સુબહ ઔર શામ તેરે મિલને કા ઇન્તેઝાર કરતે હૈ."

"વાહ! જનાબ વાહ! તું ક્યારથી શાયરી કરવા લાગ્યો?" સોફિયાએ વિવેકને પૂછ્યું.

"આજે કૈંક અલગ કરવાની ચાહત થઇ દિલમાં, તો શાયરી લખી નાખી." (વિવેક)

"શું હું તારા વખાણમાં શાયરી બોલી શકું છું?" સોફિયા વિવેકને પૂછે છે.

"મને જરૂરથી ગમશે." (વિવેક)

"મેરે લફ્ઝ ફીકે પડ ગયે તેરી એક અદા કે સામને,

મેં તુજે ખુદા કહ ગયી અપને ખુદા કે સામને."

"કાબિલે તારીફ." (વિવેક)

"શું હવે આપણે જમવાનો ઓર્ડર આપી દઈશું?" (સોફિયા)

"ઓ... હેલો, તારું ધ્યાન ક્યાં છે?" (સોફિયા)

"સોરી... સોરી..." (વિવેક)

"મને જોઈને જ તારે પેટ ભરવાનું હોય તો ઓર્ડર આપવાનું રહેવા દઈએ. (વિવેકની મશ્કરી કરતાં.)

"કાશ, રોજ આ રીતે જ પેટ ભરવાનું હોય તો કેવી મોજ રહે જિંદગીમાં." (વિવેક હલકા અવાજે બોલ્યો.)

"અને હું એમ કહું કે આ શક્ય છે તો?" (સોફિયા)

"મતલબ આપણે બન્ને રોજ સાથે લંચ અને ડિનર કરીશું એમ?" (વિવેકે સોફિયાને પૂછ્યું.)

"ના. માત્ર લંચ અને ડિનર નહિ પરંતુ બ્રેકફાસ્ટ પણ સાથે કરીશું." (સોફિયા)

"એ કેવી રીતે?" (ઉત્તેજના સાથે વિવેકે સોફિયાને પૂછ્યું.)

"મારા મોટા પપ્પા કાલે સવારે 30 દિવસ માટે ધાર્મિક યાત્રા પર જાય છે તો હું ઘરે એકલી છું. તું ચાહે તો આવી શકે છે રહેવા. મને તારાથી કોઈ પ્રોબ્લેમ નથી. તું આવીશ તો મને ગમશે. (હાસ્ય સાથે સોફિયા.)

"હા તો હું કાલે જ મારો સામાન તારા ઘરે શિફ્ટ કરી નાખું." (સોફિયાનો આભાર માનતા વિવેકે કહ્યું.)

"સોફિયા, તને એક વાત કહું." (વિવેક)

"ના. પહેલા તું ઓર્ડર આપ. મને બહુ જ ભૂખ લાગી છે." (સોફિયા)

"સોરી..." (વિવેક વેઈટરને બોલાવીને ઓર્ડર આપે છે.)

"હવે હું મારી વાત કહી શકું?" (વિવેક)

"જરૂરથી" (સોફિયા)

"તું દિવસે ને દિવસે વધારે ખૂબસૂરત થતી જાય છે. હું ફ્લર્ટ નથી કરતો પણ તને જોઈને તારીફ કરવાનું મન કર્યા જ કરે છે. જયારે તને મુસ્કુરાતા જોઉં છું ત્યારે મને પણ મુસ્કુરાવાનું મન થઇ આવે છે. જયારે તારી આખોમાં જોઉં છું ત્યારે મારા અધૂરા સપના પુરા થતા દેખાય છે. તારી સાથે હોઉં છું ત્યારે એવું લાગે છે કે હમારી અધૂરી કહાની એક દાસ્તાનમાં ફેવરાઈ જશે." (વિવેક)

સોફિયા મૌન રહી અને વેઈટરને બોલાવીને રેડ વાઈન મંગાવે છે.

***

ટ્ક... ટ્ક... ટ્ક... ટ્ક. ઘણા પ્રયત્નો પછી અલીફાને શયાનના ઘરનો પત્તો મળે છે. (શયાનના ઘરનો ડોર અલીફા જોરથી ખટખટાવે છે.)

એ અવાજથી શયાન ઉઠી જાય છે અને ડોર તરફ આગળ વધે છે. ડોર ખોલતાં જ શયાન અલીફાનો ચહેરો જોવે છે.

"ફક! તું અહીંયા કેમ આવી?" (ગુસ્સા સાથે દરવાજા પર હાથ થપ-થપાવતા શયાન બોલ્યો.)

"શયાન, પ્લીઝ મને એક વાર તો મારી વાત કહેવાનો મોકો આપ." (અલીફા)

"પ્લીઝ તું મારી નઝરથી દૂર થઇ જા." (શયાન)

અલીફા શયાનની વાત નકારતા ત્યાંની ત્યાંજ ઉભી રહી છે. જેના પરિણામે શયાન આવેશમાં આવીને અલીફાને ધક્કો મારી દે છે.

"તું મને ધક્કો મારી શું સાબિત કરવા માંગે છે?" (શયાનને જોરથી લાફો મારતા અલીફાએ કહ્યુ.)

"તારા જેવા મૂરખ માણસ સામે મારે કંઈ પણ સાબિત કરવાની જરૂર નથી, હું તને માત્ર એક જ વાત કહેવા માંગુ છું. I HATE YOU. પ્લીઝ મારી નજરથી દૂર થઇ જા." (શયાન ગુસ્સામાં દાંત પીસતાં અલીફાને કહે છે.)

"મારા માટેની નફરત તને ભારે પડી શકે છે, કેમ કે 'બુક ઓફ ડેથ' મેળવવામાં હું તારી મદદ કરી શકું છું." (અલીફા)

ડોર ખોલતાં શયાન અલીફાને ઘરમાં આવવાનું કહે છે.

"તને 'બુક ઓફ ડેથ' ની કેવી રીતે ખબર પડી? (શયાન)

"મત ભૂલ કે હું અલીફા છું, કોઈ આટલી હદ સુધી સેલ્ફીશ કેવી રીતે હોઈ શકે?" (મોઢું બગાડતાં અલીફાએ શયાનને કહ્યું.)

"તું સોફામાં બેસ. હું આપણા બંને માટે ઠંડુ બિયર લઈને આવું." (શયાન હસતા હસતા કિચન તરફ જાય છે.)

"હું અહીંયા કંઈ ઠંડુ બિયર પીવા નથી આવી" (ગુસ્સા સાથે અલીફા સોફા પરથી ઉભી થઇ જાય છે.)

શયાન કિચનમાંથી ઠંડુ બિયર લાવે છે અને અલીફાને સોફા પર બેસાડે છે .

"અફકોર્સ તું મને સેલ્ફીશ કહી શકે છે અને ગાળો પણ બોલી શકે છે." (શયાને હલકા અવાજે અલીફાને કહ્યું.)

વધારે મોઢું બગાડતાં અલીફા શયાનની સામે જુએ છે.

"હું તને આજે એક સ્ટોરી કહું. ત્યાર બાદ તું મને કહેજે કે હું કેટલો સેલ્ફીશ છું." (શયાન)

"હંમમમમ." (અલીફા)

"ઘણા સમય પહેલાની વાત છે. બે મિત્રો હતા. એ બંને એક દિવસ જંગલ માંથી પસાર થતા હતા અને એમને એક સાધુને તપ કરતા જોયા, સાધુ તપ કરવામાં મશગુલ હતા અને ત્યાં જ એક કોબ્રા સાપ સાધુની આસ-પાસ ફરતો હતો. એક એવો સમય આવ્યો કે આ સાપ સાધુને ડંખ મારવા હવામાં અધ્ધર થયો. એ સમયે બે મિત્રો માંથી એક મિત્ર આગળ વઘી સાપ ને મારી નાખે છે.

સાધુની આંખ ખુલે છે. તો જોવે છે કે એક પુરુષ એના હાથમાં મરેલો સાપ લઈને ઉભો છે. આ જોઈને સાધુ પ્રસ્સન થાય છે અને એને ભેટ રૂપે એક બુક આપે છે, જેનું નામ હતું 'બુક ઓફ ડેથ'. પણ અહીંયા વાર્તા પૂરી નથી થતી, 'બુક ઓફ ડેથ' લઈને બંને મિત્રો ઘરે આવે છે. જે મિત્રને બુક મળી હોય છે એનું શંકાસ્પદ રીતે મૃત્યુ થઇ જાય છે અને એ બુક એનો બીજો મિત્ર લઇ લે છે.

જેનું મૃત્યુ થયું હોય છે એ મારા પૂર્વજ હતા અને જે 'બુક ઓફ ડેથ' લઇ લે છે એ સોફિયાના પૂર્વજ હતા. એ રાતે શું થયું મારા પૂર્વજ સાથે એ તો મને નથી ખબર પણ સોફિયાના પૂર્વજે બુક લઈને બહુ મોટી ભૂલ કરી દીધી છે. આજ સુધી અમારા વંશમાં બધા બુક મેળવવામાં નિષ્ફળ રહ્યા છે પણ હું 'બુક ઓફ ડેથ' મેળવીને બધાનું સપનું પૂરું કરીશ."

"સોરી શયાન, હું તને સમજી શકી નહિ." (અલીફા નિરાશ થઈને બોલી.)

"તું એકલી નહિ પરંતુ મને કોઈ સમજી શકતું નથી." (શયાન)

"આજથી અલીફા તારી સાથે છે. તું તારી જાતને એકલો ના સમજીશ." (અલીફા)

"થેન્ક યુ. પણ મારી માટે તું આટલું બધું શું કામ કરે છે?" (શયાન)

"Because I LOVE YOU યાર, મોર ધેન માય સેલ્ફ." (અલીફા)

"સાચું કહું તો તું પ્યાર માં બાવરી થઇ ગઈ છે, એટલે તારું દિમાગ પણ બહેર મારી ગયું છે." (અલીફાને સમજાવતા શયાને કહ્યું.)

"તું તો મારા કરતા પણ મોટો બાવરો છે. એક બુક પાછળ પડ્યો છે, જે સજીવ પણ નથી. હું જેના સાથે લવ કરું છું એ જીવિત તો છે. અને મારી સામે છે."
(અલીફા)

"પ્લીઝ અલીફા, એ ભાષણ આપવાનું બંધ કર." (શયાન ગુસ્સો કરતા બોલ્યો.)

"આ સેઈમ વાત હું પણ કહી શકું ને. ચલ હવે તારે ગુસ્સે થવાની કોઈ જરૂર નથી, હું તારા માટે ઠંડી બિયર લઈને આવું." (અલીફા કિચન તરફ જતાં બોલી.)

"પ્લીઝ અલીફા, બીયર સાથે વાઈન પણ લેતી આવજે ને." (શયાન)

"ઓકે." (અલીફા)

અલીફા કિચનમાંથી બિયર અને વાઈનની બોટલ લઈને આવે છે અને વાઈનનો ગ્લાસ શયાન તરફ ધરે છે.

"હવે આપણે કામની વાત કરીશું?" (વાઈન પીતાં પીતાં શયાન બોલે છે.)

"હા. પણ એક સવાલ છે મને. પૂછી શકું? (અલીફા)

"તું ક્યારથી આટલી તમીઝથી વાત કરતી થઇ ગઈ?" (મજાક ઉડાવતા શયાન હસવા લાગ્યો.)

"હા પૂછ. તારે જે પૂછવું હોય એ?" (શયાન)

"શું તને 'બુક ઓફ ડેથ' મળી જશે તો મારી સાથે લગ્ન કરીશ?" (નમ્રતાથી અલીફા શયાનને પૂછે છે.)

"What the fuck અલીફા!" (વાઈનનો ગ્લાસ પછાડતાં શયાન બોલ્યો.)

"શાંત થા શયાન, મને પણ ગુસ્સો કરતાં આવડે છે, હું પણ ગ્લાસ ફોડી શકું છું." (અલીફા)

"Chill શયાન chill... હમમમ!" (પોતાની જાતને શાંત પાડતા શયાન બોલે છે.)

"હું તને કોઈ પણ જાતનું પ્રોમિસ નથી આપતો કે હું તારી સાથે લગ્ન કરીશ કે નહિ પણ જો 'બુક ઓફ ડેથ' મળી જાય તો હું આ વાત પર વિચારી જરૂર શકું છું." (શાંતિ પૂર્વક શયાને અલીફાને કહ્યું.)

"ઓકે. નો પ્રોબ્લેમ." (મોઢું બગાડતાં અલીફાએ કહ્યું.)

"સોરી. પણ હું હવે વધારે જૂઠ બોલવા માંગતો નથી તારી સામે." (હતાશ થઈને શયાન બોલ્યો.)

અલીફા શયાનના કપાળ પર ચૂમી લે છે અને એને ભેટી પડે છે.

"પ્લીઝ મારા ગ્લાસમાં વાઈન ભરી લેને." (શયાન એના આંસુ લૂછતાં.)

અલીફા શયાનની ગ્લાસમાં વાઈન ભરતાં ભરતાં ખુદ રોઈ પડે છે અને ઉભી થઈને બાથરૂમ તરફ જાય છે.

ટ્ક... ટ્ક. "પ્લીઝ હું અંદર આવી શકું?" (શયાન બાથરૂમનો દરવાજો ખટખટાવતાં.)

"ના. હું બે મિનિટ એકલી રહેવા માંગુ છું." (રડતા રડતા અલીફા બોલી.)

"પ્લીઝ અલીફા દરવાજો ખોલ નહિ તો હું વધારે રડી પડીશ." (આંખમાં આંસુ સાથે શયાન બોલ્યો.)

અલીફા દરવાજો ખોલે છે.

"Fuck, તું અહીંયા કેમ આવ્યો? (અલીફા શયાનની એકટિંગ કરતા બોલે છે.)

શયાન પણ હસી પડે છે અને અલીફાને બાથ ભરી લે છે.

"માની ગયો અલીફા તને. તું તો તું જ છે." (હસતા હસતા શયાન બોલ્યો.)

"હોટેલમાં જે કર્યું હતું એ આજે ફરી કરીશું?" (મોંટેથી હસતા હસતા અલીફા શયાનને પૂછે છે.)\\

શયાન અલીફાના વાળ પકડતાં હોઠ પર કિસ કરે છે. અલીફા જયારે એના પોતાના હોઠ પર ટચ કરે છે તો જુએ છે કે એના હોઠ પર લોહી લાગેલું છે. લોહી જોઈને અલીફા શયાનની સામે જુએ છે અને હોઠ દાંત વડે દબાવે છે.

***

અલીફા, રોહન, વિવેક, શયાન અને સોફિયાના અંદરો અંદરના ઝઘડાના લીધે એમની જિંદગી કોમ્પ્લિકેટેડ થઇ ગઈ હતી પણ આતીફ અને પ્રિયા તો નસીબના કમજોર હતા. આતીફના મમ્મી-પપ્પા મુંબઈ આવવા નીકળ્યા હતા અને એ જ દિવસે પ્રિયાનો કારમાં એકસિડેન્ટ થઇ જાય છે. પ્રિયા એકસિડેન્ટમાં બચી તો જાય છે પણ એના બંને પગ ગુમાવી દે છે, પ્રિયા જીવનભર માટે હૅન્ડિકેપ થઇ જાય છે. જયારે આતીફ પ્રિયાના એકસિડેન્ટની વાત એના મમ્મી-પપ્પાને કરે છે ત્યારે તેઓ પ્રિયાને મળ્યા વગર જ ઘરે પાછા વળી જાય છે કેમ કે, તેઓ ક્યારેય પણ એવું નહોતા ઇચ્છતા કે એમનો પુત્ર કોઈ હૅન્ડિકેપ છોકરી સાથે એની આખી જિંદગી વીતાવે. જયારે પ્રિયાને ખબર પડે છે કે આતીફ ના મમ્મી-પપ્પા એને અને આતીફને મળવા આવવાના હતા પણ એના હૅન્ડિકેપ થઇ જવાના લીધે તેઓ એમને મળ્યા વગર જ ઘરે પાછા ફરી ગયા. આ વાતનો પ્રિયાને ગહેરો સદમો લાગ્યો હતો. એની સાથે સાથે પ્રિયાએ આતીફ ના મમ્મી-પપ્પાના આશિર્વાદ લેવાની છેલ્લી ઉમ્મીદ પણ ગુમાવી દીધી હતી.

***

(વેઈટર રેડ વાઈન લઈને આવે છે.)

"હું તને એક વાત કેહવા માંગુ છું પણ તું એને સમજવાનો પ્રયત્ન કરજે." (સોફિયા)

"હા બોલ" (વિવેક)

"આસમાન મેં મત ઢૂંઢ સપનો કો,

સપનો કે લિયે જમીં ભી જરૂરી હૈ;

સબ કુછ મિલ જાયે તો જીને કા ક્યા મજા.

જીને કે લિયે કમી ભી જરૂરી હૈ."

"મને માફ કરજે પણ તું શયાનની વાણી બોલવા લાગી છે." (વિવેક)

"વિવેક, એનું નામ મારી સામે ન લઈશ તો જ બહેતર રહેશે." (નારાજગી દર્શાવતા સોફિયા બોલી.)

"માફ કરજે મને પણ હું તારી વાતથી સહમત નથી. જિંદગીમાં અમુક કમી એવી હોઈ છે જે આખી જિંદગી પર ભરી પડી જાય. હું નહિ પણ તું પણ મારી જેમ અધૂરી છે. સોરી, જો હું કંઈ વધારે બોલી ગયો હોઉં તો." (વિવેક)

સોફિયાનું મૌન બેસી રહેવું વિવેકને ચિંતામાં લાવી દે છે.

"સોરી યાર, પ્લીઝ કૈંક બોલ. (રિકવેસ્ટ કરતા વિવેકે સોફિયાને કહ્યું.)

(OK બોલતા સોફિયાએ એનું મૌન તોડ્યું.)

"આજ પછી તું ક્યારેય પણ શયાનનું નામ મારા આગળ ના લઈશ." (સોફિયા)

"ઓકે. શું હવે હું સોફિયાને મુસ્કુરાતા જોઈ શકું?" (વિવેક)

"હા, કેમ નહી." (સોફિયાએ મુસ્કુરાતા કહ્યું.)

સોફિયા અને વિવેકની ડેટ ખતમ થાય છે અને વિવેક સોફિયાને કારમાં એના ઘરે મુકવા જાય છે.

(સોફિયાના ઘરની બહાર)

"BYE વિવેક, Good night!" (સોફિયા)

"એક મિનિટ સોફિયા, તારું ગિફ્ટ તો લેતી જા." (વિવેક મુસ્કુરાતા બોલ્યો.)

"ગિફ્ટ? મારા માટે?" (સોફિયા)

"હા, પણ એક શરતે જ ગિફ્ટ મળશે." (વિવેક)

"ગિફ્ટ આપવામાં પણ શર્ત!" (સોફિયા એ મોઢું ચડાવતા કહ્યું.)

"અરે! મારી પૂરી વાત તો સાંભળ." (વિવેક)

"બોલ." (સોફિયા)

"આ ગિફ્ટ તારા માટે જ છે પણ આ ગિફ્ટ તું આજથી એક મહિના પછી ખોલીશ." (વિવેક)

"પણ આવું કેમ?" (સોફિયા)

"સોફિયા પ્લીઝ." (રિકવેસ્ટ કરતા વિવેકે સોફીયાને કહ્યું.)

"OK, બાય." (સોફિયા, વિવેક પર થોડો ગુસ્સો કરતાં.)

"BYE Good night." (વિવેક)

***

શયાને રોહનને જે રેકોર્ડિંગ્સ મોકલ્યા હતા એમાં રોહન અને શયાનની અમુક ફોન કોલ્સની ડિટેઈલ્સ હતી અને એ રેકોર્ડિંગમાં રોહન શયાન સાથે સોફિયાનો સોદો કરતો હોય છે એ સાફ પણે જાહેર થતું હતું. એ સાથે સાથે મૂવી ની સ્ક્રિપ્ટ ની પણ ઘણી વાતો હતી.

(રોહન શયાનને કોલ કરે છે...)

"હેલો... શયાન."

"રોહન... રોહન તારો અવાજ સાંભળીને હું ધન્ય થઇ ગયો." (શયાન રોહનની મજાક ઉડાવતા.)

"તારે શું જોઈએ છે એ સાફ સાફ કહી દેને."

"તારે મારા ત્રણ કામ કરવા પડશે. અગર તું મારા બધા કામ કરી દઈશ તો બધી મૂવી ની સ્ક્રિપ્ટ પણ તારી અને કોર્ટ-કચેરીના રોજ રોજ ના ચક્કરમાંથી પણ આઝાદી."

"હું તારા ત્રણ કામ કરવા તૈયાર છું પણ શું તું તારા વાયદા પાર અડગ રહીશ?"

"હા પ્રિય મિત્ર." (શયાન હસવાની સાથે.)

"બોલ તારા કયા કયા ત્રણ કામ છે."

***

એવા તો કયા ત્રણ કામ છે જે શયાન રોહનને કરવાનું કહી રહ્યો હતો?

વિવેકે ગિફ્ટમાં શું આપ્યું હશે? એવું તો શું રાઝ હશે કે વિવેકે એક મહિના પછી ગિફ્ટ ખોલવાનું કહ્યું?

'બુક ઓફ ડેથ' મેળવવા શયાન અને અલીફા શું નવું ષડયંત્ર રચશે?

જો 'બુક ઓફ ડેથ' શયાનને મળી જશે તો એ અલીફા સાથે મેરેજ કરશે?

પ્રિયા અને આતીફના જીવનમાં કોઈ નવો વળાંક આવશે?

આ બધું જાણવા માટે પ્રકરણ-૬ જરૂર થી વાંચજો.

Contact Author:-
E-mail: shahidhasan98@gmail.com
Phone no: 8866102992