Dharti ko aakash Pukare books and stories free download online pdf in Gujarati

ધરતી કો આકાશ પુકારે

“ ધરતી કો આકાશ પુકારે”

મે ના અંતનું ખુબ જ ખુશનુમા વાતાવરણ હતું અને વ્હાઈટ કલરની ઈનોવા કશ્મીર ઘાટીની છ દિવસની આહ્લાદક ટુર ખતમ કરીને સડસડાટ કટરા તરફ એકધારી દોડી રહી હતી.આકાશ કારની સિસ્ટેમમા ચાલી રહેલા ગીતમા અને કારના કાચની બહાર સતત પાછળની તરફ છુટી રહેલી ઘાટીના સૌંદર્યમાં ડુબેલો હતો ત્યાં અચાનક જ રસ્તામાં મોટામોટા અણીવાળા પથ્થરો વાળૉ ઉબડખાબડ રસ્તો શરૂ થઈ ગયો પણ ડ્રાઈવરે કારની સ્પીડ ઓછી ન કરી.ત્યાં જ એકદમ મોટેથી ફટાક કરતો અવાજ આવ્યો અને ગાડીએ એનું બેલેન્સ ગુમાવ્યું.પણ ડ્રાઈવરની સમયસુચકતાથી કાર ખીણમા જતા બચી ગઈ.ડ્રાઈવરની સાથે જ આકાશ નીચે ઉતર્યો અને તપાસ કરી તો આગલું એક ટાયર જ પુરેપુરું ફાટી ગયેલું.જેમતેમ કરીને ટાયર ચેન્જ કરીને ગાડી શરૂ કરી ત્યા જ કારના બોનેટમા થી ધુમાડા નીકળવા લાગ્યા.

સાંજ પડવા આવી હતી ડ્રાઈવરે જણાવ્યું કે “ઓલ્ટિનેટરમા કાંઈક પ્રોબ્લેમ છે છતાં કન્ફર્મ તો ગેરેજ લઈ જઈએ તો જ ખબર પડે અને હજી કટરા ૧૦૦કી.મી. દુર છે બે ઓપ્શન છે કાં તો કટરાથી બીજી ગાડી મંગાવીએ એમાં ઓછામાં ઓછી પાંચેક કલાક તો લાગે કેમકે ટુરિસ્ટ વિનાની ફ્રી કારનો બંદોબસ્ત કરવો અને પછી અહીં લઈને આવવી ખુબ જ કપરુ છે કેમકે હાલ સીઝન ફુલ હોવાથી ખાલી કાર હોવાની સંભાવના ઓછી છે અથવા થોડી વારમા કાર ઠંડી થઈ જાય એટલે પાણી નાખીને ચારેક કિ.મી. દુર રામનગર નામનું મોટુ સેન્ટર છે ત્યાં સુધી ધીરે ધીરે લઈ જઈએ ને ત્યાં રીપેરીંગ કરાવી લઈએ જો રીપેર થઈ જાય તો એકાદ બે કલાકમાં નીકળી જઈશું.”

વધુ સમય ન બગડે માટે આકાશે રામનગર જઈને પહેલા કાર બતાવીને પછી જ આગળ વધવાનું નક્કી કર્યું.ગેરેજ હાઈવે પર ઓન ધ વે જ હતું ત્યાંથી નીચે આગળ જતા રામનગર ગામ હતું.રામનગર સીતારામ ગેરેજ પર પહોંચ્યા એટલે ડ્રાઈવર પાસે વધુ કેશ નહીં હોવાથી આકાશ કેશ માટે ગેરેજથી ખાસ્સું દુર રામનગરમા એન્ટર થતાં જ ડાબી તરફ જકાત નાકાની સામે જ આવેલ એ.ટી.એમ. તરફ ધીમે પગલે ચાલ્યો પણ એ.ટી.એમ. મા પહેલાથી જ કોઈ હતું આથી આકાશ બહાર વેઈટ કરવા લાગ્યો.અંદર કોઈ યુવતી હતી કોઈ ટેકનીકલ પ્રોબ્લેમ ને કારણે કેશ મળવામા વિલંબ થઈ રહ્યો હતો.થોડી વાર મથ્યા પછી એ યુવતી બહાર આવી બંન્ને ની એકબીજા પર અલપ ઝલપ નઝર પડી ને આકાશ એ.ટી.એમ. મા અંદર જવા આગળ વધ્યો અને એ યુવતી ત્યાં થી ઉપર રોડ તરફ ચાલવા લાગી.અચાનક જ અંદર જઈને આકાશ ચોંક્યો અને વીજળીક વેગે બહાર આવ્યો એ લેડી પણ એટલી જ ઝડપથી પાછી ફરી અને એ બંન્ને લગભગ એકીસાથે જ બોલી ઉઠ્યા “તું!!!”

આકાશ બોલ્યો “ ધરતી તું અહીં ક્યાંથી? વોટ એ પ્લેઝન્ટ સરપ્રાઈઝ? “

ધરતી બોલી “ યેસ ઓફ કોર્સ ઈટ ઈઝ “

બંન્ને પોતાની ખુશી અને આશ્ચર્ય છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતાં પણ નહોતા છુપાવી શકતાં.અચાનક જ એ બંન્નેની ઉંમર સાતેક વર્ષ નાની થઈ ગઈ હોય એવું લાગ્યું. એ બંન્ને એક જ કોલેજમાં ત્રણ વર્ષ સાથે જ અભ્યાસ કરતાં હતાં.

આકાશ બોલ્યો “ તું તો હજી પણ એવીજ દેખાય છે સ્લીમ,ટ્રીમ,બ્યુટીફુલ.”

ધરતી બોલી “ જો કે તું થોડો હેવી થયો છે કોલેજમા તો કેવો ટીટમકોડી જેવો હતો? પણ સાથે જ વાતો કરતાં પણ શીખી ગયો છે યાર કોલેજમાં તો જાણે તને જીભ જ નહોતી !!! “

અચાનક જ આકાશને કંઈક યાદ આવતાં જ બોલ્યો “ આર યુ મેરીડ? “

ધરતી બોલી “ ઓફ કોર્સ યેસ.(પછી થોડું વિચારીને બોલી) ને તું? “

આકાશ બોલ્યો “ યેસ યેસ હેપ્પિલી મેરીડ.સો વ્હેર ઈઝ યોર હસબન્ડ? “

ધરતી બોલી “ એ કારમાં છે એક્ચ્યુઅલી અમારી કારમાં થોડો ફોલ્ટ આવ્યો છે એટલે નજીકમાં સીતારામ ગેરેજ છે ત્યાં જ એ રોકાયો છે કારમાં સામાન હોય એટલે અજાણી જગાએ રેઢો તો ન મુકાય ને? એન્ડ યોર વાઈફ? “

આકાશ બોલ્યો “ સેમ ગેરેજ સેમ પ્રોબ્લેમ” અને બંન્ને ખડખડાટ હસવા લાગ્યા.

આકાશ બોલ્યો “ જો તારા હસબન્ડને વાંધો ન હોય તો થોડી વાર આપણે બંન્ને એકલા જ બેસીએ તો?કોલેજની જુની યાદો વાગોળીએ એન્ડ રીકોલ ધેટ ગ્રેઈટેસ્ટ પાર્ટ ઓફ અવર લાઈફ કોલેજ ટાઈમ.તું એને કોલ કરીને જણાવી દે. “

ધરતી બોલી “ નહીં અહીં મોબાઈલનો ટાવર પકડાતો નથી અને ગેરેજ થોડું દુર છે એટલે કહેવા જઈશું તો ઢાળ ચડીને જવું પડશે.પણ એને મારા પર પુરો ભરોસો છે હવે હું એને છોડીને ક્યાંય ભાગી જવાની નથી.(ફરી બંન્ને ખડખડાટ હસી પડ્યાં) હા તારે તારી વાઈફને કહેવા જવું હોય તો જઈ શકે છે હું અહીં જ વેઈટ કરીશ. “

આકાશ બોલ્યો “ નહીં જરૂર નથી.એ પણ ચિંતા નહીં જ કરે થોડી જ મિનિટોની તો વાત છે.હું કોઈ કાફે હોય આ ગામમાં તો તપાસ કરતો આવું ” આકાશ થોડે દુર એક લોકલ વ્યક્તીને કંઈક પુછવા ગયો અને પરત આવીને બોલ્યો “ ધરતી એમ તો આ ખુબ જ નાનું ગામ છે પણ પેલા વ્યક્તીએ બતાવ્યું કે મેઈન માર્કેટમાં એક નાનું કાફે છે.આપણે થોડી વાર ત્યાં જઈને બેસીએ.

અને બંન્ને મેઈન માર્કેટમાં આવેલ સ્ટાર કાફે પર આવ્યાં.સાંજનો સમય હોવાથી ખુબ જ ઓછા કસ્ટમર હતાં.તેઓ લેફ્ટ કોર્નર પર આવેલ ટેબલ પર બેઠાં ત્યાંથી બિલકુલ અડીને બારી હતી જેમાંથી દુર દુર કશ્મીરની ઘાટીઓ દેખાતી હતી.

થોડી વાર કોઈ કંઈ જ ન બોલ્યું.ધરતી કશ્મીરની ઘાટીની સુંદરતા નિહાળી રહી હતી અને આકાશ ધરતીને.અચાનક જ ધરતી આકાશ તરફ ફરી આકાશ અનિમેષ નયને ધરતીને નિહાળી રહ્યો હતો ધરતીની નજર પડવા છતાં ય આકાશે એની નજર હટાવી નહીં આથી ધરતી થોડી ઝંખવાઈ ગઈ.આથી આકાશે નજર ફેરવી લીધી અને એ પણ કાશ્મીરની ઘાટીઓને નિહાળવા લાગ્યો.ત્યાં જ એક સગીર પહાડી છોકરો ઓર્ડર લેવા આવ્યો બંન્ને એ હોટ કોફી ઓર્ડર કરી.

ધરતીએ જ મૌન તોડ્યું “ સો મિસ્ટર આકાશ શુક્લા.ફક્ત ક્લાસ જ નહીં પુરા કોલેજના સૌથી સિન્સીયર અને હોનહાર સ્ટુડન્ટ આજકાલ શું કરે છે?”

આકાશ બોલ્યો “ બસ એક એમ.એન.સી.માં જોબ કરું છું અને તુ? “

ધરતી બોલી “ હું પણ એક એમ.એન.સી. મા જોબ કરું છું ? “

આકાશ બોલ્યો “ તને યાદ છે આપણી કોલેજના છેલ્લા વર્ષમાં થયેલી આબુની ટુર ? “

ધરતી બોલી “ ઓફ કોર્સ કેવી આઝાદી હતી એ દિવસોમાં,ન કાલની ચિંતા ન આજની ફિકર બસ બિલકુલ બેફિકર. “

આકાશ “ હા હું કોલેજના ત્રણેય વર્ષ તને ફક્ત જોતો જ રહેતો પણ વાત કરવાની ક્યારેય કોઈ તક જ નહોતી મળી કેમકે તુ તો પેલા કોલેજના સૌથી હેન્ડસમ હંક નિશિથના ગ્રુપ મા હતી જ્યા બધાજ જિંદગીની મોજને માણનારા આઝાદ એક્ષ્ટ્રોવર્ટ પંખીઓ હતા જ્યા મારા જેવા ઈન્ટ્રોવર્ટ ને સ્થાન જ નહોતું. “

ધરતી “ પણ આબુની એ ટુરના છેલ્લા દિવસે કેમ્પ ફાયરમાં જ્યારે સૌ પોતપોતાની એક વિશ કે જે આ જીવનમા કોઈપણ રીતે પુરી કરવા માંગે છે એમા મેં જ્યારે મેં કશ્મીરની ટુર એટલુ કહ્યુ ત્યાં જ તેં અચાનક જ વચ્ચેથી “ મારે પણ “ કહીને ત્યાં હાજર સૌને ચોંકાવી દીધેલા અને પછી તરત જ હસાવી.”

આકાશ બોલ્યો “ હું ત્યારે પણ કેમ્પ ફાયર બાદ તારી સાથે કશ્મીર વિશે કોલેજ લાઈફ પછીના ભવિષ્ય વિશે ઘણી બધી વાતો કરવા માગતો હતો પણ મને લાગ્યુ કે પુરી કોલેજ લાઈફ દરમિયાન તારા જેવી ખુશનુમા અને સુંદર યુવતીએ કદાચ મારા અસ્તિત્વની નોંધ પણ લીધી નહીં હોય.આથી હિંમ્મત જ ન ચાલી અને ... “

ધરતી બોલી “ અરે યાર એવું નથી તારા જેવા કાયમ યુનિવર્સીટી ટોપર અને ડીબેટમા

પણ ટોપર વિદ્યાર્થી વિશે કોણ અજાણ હોય?હું પહેલા જ દિવસથી તને નોટીસ કરતી હતી.ઈનફેક્ટ તારી આંખોના ભાવ પણ વાંચી શકતી હતી જેમાં મારા તરફનું તારું ખેંચાણ પણ સ્પષ્ટ વંચાતું હતું પણ જેની સાથે બે મિનીટ વિતાવવા પુરી કોલેજ પાગલ હોય એ ધરતી સામેથી કોઈને એપ્રોચ કરે એ એની મગરુરી ને માફક આવતુ નહોતું અને .... “

આકાશ બોલ્યો “ અને ધી રેસ્ટ ઈઝ હિસ્ટરી વિચ ઈઝ ઇન કાર? “ અને આકાશ અને ધરતી ખુબ જ હસ્યા જેની પાછળ નું દર્દ બંન્ને ને મહેસુસ થતુ હતું.પણ કોઈ કશી જ સ્પષ્ટતા કરવા હજી પણ કદાચ તૈયાર નહોતું અને બીજી અલપઝલપ વાતો કરતા કરતા જવાનો સમય થઈ ગયો.કાફેમાંથી ગેરેજ પર જતા પહેલા બંન્ને એ પોતપોતાના મોબાઈલ નંબર એકબીજાને આપ્યા અને ઘેર પરત જઈને ફરીથી મળવાનું ખોખલું પ્રોમિસ.

ગેરેજ પર જઈને બંન્ને પોતપોતાની કારમાં જઈને ગોઠવાઈ ગયા અને પેમેન્ટ કરીને પોતપોતાના રસ્તે નીકળી પડ્યા.કટરા પહોચતા સુધીમાં આકાશે પોતાની જાતને રોકવાની ઘણી નિરર્થક કોશિશ કર્યા બાદ ધરતીનો નંબર ટ્રાય કર્યો અને નંબર ડાયલ કરતાં જ એ ખડખડાટ હસી પડ્યો કેમકે એ નંબર ખોટો હતો જેવી રીતે એણે ધરતીને આપેલ નંબર પણ ખોટો જ હતો એમ.

પરત ફરીને આકાશે ધરતીને શોધવાના નિરર્થક પ્રયત્નો કરી જોયા પણ એ પણ શક્ય ન બન્યું કેમકે આકાશ અમદાવાદ માં હતો અને ધરતી મુંબઈમા.બંન્નેના કોઈ જ કોમન મિત્રો હવે નહોતા.આથી થોડા દિવસોમા થાકીહારીને આકાશ પોતાના રુટિન મા ગોઠવાઈ ગયો પણ એક અજીબ બેચેની એને ઘમરોળતી ચાલી.એને લાગ્યું કે ધરતી કશુંક છુપાવી રહી છે પણ શું?એને ખોટો નંબર આપવા બદલ પોતાની જાત પર ભયંકર ગુસ્સો આવ્યો પણ હવે શું થઈ શકે?આમ ને આમ પુરું વર્ષ ચાલ્યું ગયુ અને ફરીથી મે મહિનાની એ જ તારીખ નજીક આવતી ચાલી અને આકાશને એક અજીબ છટપટાહટ મેહસુસ થતી ચાલી.પણ અચાનક જ એણે એક નિર્ણય લીધો જમ્મુની ફ્લાઈટ બુક કરી અને શ્રીનગર ના રસ્તે નીકળી પડ્યો બરાબર એજ દિવસે એ જ સમયે એ ફરીથી એ જ એ.ટી.એમ. પર પહોંચ્યો જ્યાં એ ગત વર્ષે ધરતીને મળ્યો હતો અને એણે ધડકતા હૈયે એ.ટી.એમ. નું ડોર ઓપન કર્યું અને પવન વેગથી ધરતી આકાશને વળગી પડી જાણે કે વર્ષોથી આકાશની રાહ જોઈને એ અહીં જ બેઠી હોય.થોડીવાર બાદ આકાશે પુછ્યુ પણ “ તારો હસબન્ડ ના આવ્યો? “

ધરતી બોલી “ એ તારી વાઈફ જોડે ભાગી ગયો.” અને બંન્ને ખડખડાટ હસતા હાથમા હાથ પરોવીને સ્ટાર કાફે તરફ ચાલ્યા.