Mandakini books and stories free download online pdf in Gujarati

મંદાકીની

“મંદાકીની”

Dr. Bhasmang K. Trivedi


આજે ફરીથી સાધુ અસીમાનંદ નિંદરમાથી ઝબકીને જાગી ગયો અને પરસેવે રેબઝેબ થઈ ગયો.ઘડીમા એ ખુલ્લા આકાશ નીચે આકાશના તારાઓને જોઈ રહ્યો અને ઘડીકમા ગંગા મૈયાના ખળ-ખળ વહેતા જળને જોઈ રહ્યો.પાંચ વર્ષથી એ પ્રયત્ન કરી રહ્યો હોવા છતાયે એ એના જીવનના એ ઝંઝાવાતોને નથી ભુલી શક્યો.સવાર થવામા જ હતી એ દુર દુર સુધી ગંગામૈયાના ભયંકર વમળો સાથે વહેતા જળમા જ પોતાની ઝિંદગીના વમળોની કલ્પના કરતા કરતા યાદ કરી રહ્યો કે જે ભુલવા માટે એ પાંચ વર્ષથી એ અહી પડ્યો હતો.
અચાનક જ એને યાદ આવી ગયો રાજકોટ-સરધાર રોડ.જેના ઉપર મોટરસાઈકલ ઉપર એ પોતે અક્ષય અને એની પાછળ બેઠેલી મંદાકીની.એ બંન્ને કાયમ આ રીતે ક્યારેક આજી ડેમ ની પાળે કે ક્યારેક મુડ આવી જાય તો ત્રંબા સુધી બાઈક ઉપર ચક્કર મારી આવતા.વળતા પાછા પાણીની સામે પથ્થરો ઉપર બેસીને અલક-મલકની વાતો કરતા.
શાંત પાણીમા પથ્થર ફેંકીને એ કહેતો કે “ક્યારેક આ શાંત પાણીમા ઉભા થતા વમળૉની જેમ આપણી ઝિંદગીમા પણ વમળો તો નહી આવી જાય ને?આપણી વચ્ચે ની આ હેસીયતની દિવાર ક્યાંક કાયમી તો નહી બની રહે ને?હુ ઝિંદગીમા કાઈક મોટો માણસ બની જાઉ ત્યા સુધી તુ રાહ તો જોઈશ ને?”
ત્યારે મંદાકીની કહેતી કે “હુ તો લગ્ન કરવા જ નથી ઈછ્છ્તી.બસ આમ જ આપણે અહી બેઠા રહીએ.એક્બીજાની બાહોમા.” અને જેવો અક્ષય એની નજીક જવાનો કે ઈવન કિસ કરવાનો પણ પ્રયત્ન કરતો ત્યારે મંદાકીની કોઈને કોઈ બહાનુ કાઢીને એને દુર હડ્સેલી દેતી. પણ એ અક્ષય પાસેથી મોંઘીદાટ ગિફ્ટ લેવાનુ ક્યારેય નહોતી ચુકતી.એમની વચ્ચે ક્યારેય બે વર્ષોમા કોઈ જ શારીરીક સંબંધો મંદાકીની એ થવા જ નહોતા દીધા એમ કહીને કે લગ્ન બાદ તો સર્વસ્વ તારુ જ છે ને?
અને આ સાંભળીને અક્ષય પણ આ સમયમા આટલી સમજદાર પ્રેમીકા મેળવવા બદલ ગર્વ અનુભવતો.પણ અચાનક જ મંદાકીનીએ અક્ષયને મળવાનુ બંધ કરી દીધુ.અક્ષય ઘાંઘો થઈ ગયો પણ મંદાકીનીએ એના ફોન ઉપાડવાના પણ બંધ કરી દીધા. ત્યાં જ એક દિવસ એના ફોનમા એક એસ.એમ.એસ. આવ્યો “ડીયર અક્ષય,હું લગ્ન કરીને અમેરીકા જાઉ છુ.શક્ય હોય તો મને ભુલી જજે.સોરી Forever Yours-Mandakini!!!!.”
અક્ષયને તો શુ કરવુ એ જ સમજમા ના આવ્યુ.એણે સામે એસ.એમ.એસ. કર્યો “તુ નહી આવે તો કાલે સવારે નવ વાગ્યે હુ આજી ડેમ ઉપર જઈને ઝેર પીને આત્મહત્યા કરી લઈશ.”
સામેથી કોઈ જ જવાબ ના આવ્યો.અક્ષય સવારે આજી ડેમ ગયો,નવ વાગ્યા અને એ ઝેરની શીશી ગટગટાવી ગયો.આ તો ત્યા થી પસાર થતો એક છકડાવાળૉ આ જોઈ ગયો અને એને તાત્કાલીક દવાખાને લઈ ગયો.એ બચી ગયો.
પણ એ ભાનમા આવ્યો ત્યારે મંદાકીની ચાલી ગયેલી અમેરીકા કાયમ માટે એને છોડીને.થોડા દિવસો એ સુનમુન રહ્યો પછી ધીરેધીરે એ નોર્મલ લાઈફ જીવવા લાગ્યો.સારી નોકરી પણ મળી ગઈ.લગ્ન થઈ ગયા.સુંદર પત્ની અને એક બાળકીનો જન્મ થતા જ એ બધું જ ભુલી ગયો.એની લાઈફમા મસ્ત રહેવા લાગ્યો.હા ક્યારેક ક્યારેક આજી ડેમ પાસેથી નીકળવાનુ થાય ત્યારે બધુ જ આછુ પાતળુ યાદ આવી જતુ પણ લાઈફ સડસડાટ ચાલવા લાગેલી ત્યા જ અચાનક એક દિવસ એના મોબાઈલમા એક મેસેજ આવ્યો
“ડીયર અક્ષય,હુ કાલે આજી ડેમ પાસે આપણી જગાએ તારી રાહ જોઈશ.અને જો તુ નહી આવે તો હુ ઝેર પીને ત્યા જ આત્મહત્યા કરી લઈશ.-Forever Yours-Mandakini!!!!”
અક્ષય મુઝાયો એ એની લાઈફમા ખુબ જ ખુશ હતો.એ મંદાકીનીને ભુલી જ ગયેલો અને ઘણૉ આગળ નીકળી ગયેલો.ત્યા જ આવીને મંદાકીનીએ શાંત પાણીમા વમળો સર્જી દીધા.એણે નક્કી કર્યુ કે સવારે નથી જ જવુ.એ મંદાકીનીને મળશે પણ નહી.પણ પછી થયુ કે ક્યાંક મંદાકીની સાચે જ આત્મહત્યા કરશે તો?એને દયા આવી ગઈ અને એ ત્યા પહોચી ગયો.
મંદાકીની એ પણ ઝેરની શીશી હાથમા પકડી જ રાખેલી.અક્ષયને જોતાં જ એ દોડીને સીધી જ અક્ષયને વળગી પડી.એ હજી પણ એટલી જ સુંદર અને સુડોળ હતી.આટલા વર્ષે આમ થતા અક્ષયનો સંયમનો બંધ તુટી પડ્યો અને એ બધું જ ભુલીને મંદાકીનીને ચુંબનોથી નવડાવતો રહ્યો.પણ આજે મંદાકીનીએ એને રોક્યો નહી.ત્યાંથી સીધા જ એ લોકો એક હોટેલમા ગયા અને અક્ષયની મનના ખુણે ધરબી રાખેલી ઈછ્છા પુરી કરી લીધી.એ દિવસે એણે મનભરીને મંદાકીની સાથે આટલા વર્ષોનો હિસાબ પુરો કરી લીધો.
તનની આગ ઠંડી થતા જ અક્ષયે મંદાકીનીને પુછ્યુ
“પણ તુ અચાનક જ આમ કઈ રીતે આવી?”
મંદાકીની બોલી ”મે અમેરીકા જઈને તને ભુલવાની ઘણી જ કોશીશ કરી પણ ના ભુલી શકી.આથી તને મળવા માટે પાછી ફરી ગઈ.હવે હુ ક્યારેય અમેરિકા નહી જાઉ.”
જ્યારે વાસ્તવિકતા કાઈક જુદી જ હતી.એનો પતિ ત્યા કોઈ અન્ય સ્ત્રી સાથે રહેવા લાગ્યો હતો આથી એ એના પતિ સાથે ઝગડો કરીને પાછી આવેલી એમ માનીને કે એનો પતિ એને થોડા સમયમા એને પાછી બોલાવી જ લેશે.પણ એના પતિએ એવુ કાઈ જ કર્યુ નહી.આથી છંછેડાઈને એ ફરીથી અક્ષય તરફ વળી.
અક્ષયે કહ્યુ “પણ એ કેમ શક્ય બને?મારે એક પત્ની છે,બાળકી છે.એમનુ શુ?”
આથી મંદાકીની છણકો કરીને બોલી “હજી થોડા કલાકો પહેલા પથારીમા પત્ની અને બાળકી યાદ નહોતા આવતા?હવે યાદ આવવા લાગ્યા?”
આ સાંભળીને અક્ષય ભોંઠો પડ્યો અને એક એવા વમળમા ફસાઈ ગયો કે જેમાથી નીકળવુ અશક્ય હતુ.પહેલા એ લોકો છુપાઈને મળતા હતા.હવે તો એ લોકો જાહેરમા મળવા લાગ્યા.મંદાકીની હવે તો ખુલ્લેઆમ અક્ષયના ઘરે આવન-જાવન કરવા લાગી.અક્ષયની બાળકી અક્ષયને નફરત કરવા લાગી.અક્ષયની પત્નીએ શરુઆતમા ખુબ જ વિરોધ કર્યો પણ અક્ષયે એનુ એક ના માન્યુ અને મંદાકીની એમની સાથે જ રહેવા આવવાની તૈયારી કરવા લાગી.આ બાબતમા અક્ષય અને એની પત્ની વચ્ચે મોટો ઝગડો થયો.પણ અક્ષય ટસનો મસ ના થયો.
ત્યાં જ બીજે દિવસે સવારે એના મોબાઈલમા મેસેજ આવ્યો “ડીયર અક્ષય,મારો પતિ મને લેવા આવ્યો છે.હું તારી અને તારી પત્નીની વચ્ચે આવવા નથી માગતી!!!!!આથી આપણા સૌની ખુશીને માટે હુ ફરીથી અમેરીકા જાઉ છુ.Forever Yours-Mandakini!!!!”
અક્ષયનુ મગજ સુન્ન થઈ ગયુ. આ વખતના મંદાકીનીના દગાથી એ પુરી રીતે ભાંગી ગયો હતો.જ્યારે આ વાતની જાણ એની પત્નીને થઈ એ કાઈ જ બોલી નહી બસ એક કાતીલ સ્મિત એના ચેહરા ઉપર આવ્યુ.ત્યારથી એ બંન્ને વચ્ચે એક છત નીચે રહેવા છતા પણ કોઈ જ સંબંધ ના રહ્યો.અક્ષય એ સ્મિતને ક્યારેય ભુલી ના શક્યો.સુતા જાગતા એની પત્નીનુએ સ્મિત એને ચેન નહોતુ લેવા દેતુ.એ બધુ જ ભુલવા માંગતો હતો પણ કાઈ જ ભુલી નહોતો શકતો. જ્યારે હવે તો એની પત્નીનો સાથ પણ નહોતો.એ એની પત્નીના સ્મિતથી પીછો છોડાવવા માટે એ બધુ જ છોડીને હરિદ્વાર આવી ગયો.અક્ષયમાથી સાધુ અસીમાનંદ બની ગયો.
પણ સાધુ થવા છતા પણ એ સ્મિત એનો પીછો છોડતુ નહોતુ.સપનામા પણ એને પરેશાન કરતુ હતુ.એ અત્યારે ગંગા કિનારે બેઠો હતો હાથમા પથ્થરો લઈને એક પછી એક પથ્થરો એ ફેંકતો જતો હતો એને વમળો પેદા કરતો હતો!!!!!!!!!!!!!!!!