Niyati - 3 books and stories free download online pdf in Gujarati

નિયતિ-3

પ્રસ્તાવના

‘સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય’

શું ખરેખર તમને એવું લાગે છે કે પરસેવે નહાવાથી સિદ્ધિ મળે છે? જો પરસેવે નહાવાથી જ સિદ્ધિ મળતી હોત તો, કાળી મજુરી કરનારો મજુર આજે દુનિયાનો સૌથી અમીર આદમી હોત. સૌથી વધારે મહેનત કરનાર આજે સૌથી ઓછું કમાય છે, જયારે સૌથી ઓછી મહેનત કરનાર, ક્યારેય પરસેવો ના પાડનાર સૌથી વધુ કમાય છે. આનું કારણ શું છે કે તેઓ બુદ્ધિશાળી છે? જો બુદ્ધિની જ વાત હોત તો બુદ્ધિશાળી વ્યક્તિઓ અમીર હોત. તેને બદલે અત્યારે મોટા વૈજ્ઞાનિકો અને એન્જીનીયરો બીજાને માટે કામ કરે છે. માનો યા ના માનો પણ આનું કારણ છે તેમની નિયતિ(ભાગ્ય). તેમનું કિસ્મત એવું હશે જે તેમને અમીર બનાવે છે.

જીંદગી કિસ્મત સે ચલતી હૈ દોસ્તો....
અગર દિમાગ સે ચલતી હોતી તો અકબર કી જગહ બિરબલ બાદશાહ ના હોતા ?

આ સ્ટોરી એક સ્ત્રીની છે જે નિયતિની દુશ્મન છે. તેનું ભાગ્ય ક્યારેય તેને સાથ આપતું નથી. જયારે જયારે તેને એવું લાગે છે કે હવે તે ખુશ છે તરત જ તેના જીવનમાં દુઃખો છવાઈ જાય છે. તે પોતાના દુઃખો દુર કરવા ઘણી મથામણો કરે છે, પણ નિયતિને તે પસંદ નથી. તે પલટવાર કરે છે.

આ સ્ટોરી મે મારા જીવનમાં બનેલા અમુક સાચા પ્રસંગોમાંથી પ્રેરણા લઈને લખી છે. તેમાં થોડી ફિલોસોફી પણ છે. અંત સુધી વાંચશો તો તે તમને જરૂર હચમચાવી મુકાશે.

નિયતિ-3

(વીતેલી ક્ષણો: સંધ્યાના પિતા તેને આંનદ સાથે જોઈ લેતા તે સંધ્યાને જોબ(નોકરી) કરવાનું કહે છે. સંધ્યા જયારે નોકરી માટે જવેલર્સમાં જાય છે ત્યારે તેનો માલિક મોહનલાલ તેની સાથે બળાત્કાર કરવાનો પ્રયત્ન કરે છે. સંધ્યા ત્યાંથી ભાગી જાય છે. ઘરે આવતા તેને ખબર પડે છે કે તેનો બાપ કે જે પોતાને રાજકુમારીની જેમ રાખતો હતો તેણે જ સંધ્યાને તેની પાસે મોકલી હતી. આ સાંભળીને સંધ્યા ડઘાઈ જાય છે.)

હવે આગળ....

આ બધું એટલું ઝડપી બની ગયું કે સંધ્યા તો આ બધું જોઇને જ ડઘાઈ ગઈ હતી. તેણે સપનામાં પણ નહોતું વિચાર્યું કે તેનો બાપ કે જેને બધા ભગવાન સમાન માનતા તે આવો નીકળશે. તેને આજે ખબર પડી કે તેનો બાપ તેને રાજકુમારીની જેમ કેમ રાખતો હતો. પોતાને આટલી છૂટ કેમ આપતો હતો. તેની મેલી મુરાદની આજે ખબર પડી. તે હજી પણ આ એક ખરાબ સપના જેવું લાગતું હતું. તેને થયું કે આ સપનું હમણાં પૂરું થશે. પોતે હમણાં જાગી જશે અને બધું પહેલા જેવું સારું થુઈ જશે. તેણે આજે પોતાના પિતાનું બીજું રૂપ જોયું હતું. તેને લાગ્યું કે તે એક સાધુના વેશમાં આવેલો રાવણ છે. અરે! આ તો રાવણથી પણ ભયાનક રાક્ષસ છે. રાવણ તો પરસ્ત્રીની ઈજ્જત લૂટવા આવેલો જયારે આ તો સગી દીકરીની ઈજ્જત લુંટવા બેઠો છે. આ બધું વિચારી તે ખુબ દુખી થઇ. તે તેની મમ્મીને વળગીને રડવા લાગી. તેની મમ્મીએ તેને છાની રાખતા કહ્યું કે “બેટા! બધા સારા વાના થશે. મે સાચી વાત તારાથી છુપાવી છે. આજે હું તને કહું છું. આ તારો સાચો બાપ નથી. તારો આ બાપ તારા જન્મ પહેલા બહુ દારૂ પીતો હતો. તેથી ઘરનો ખર્ચો કાઢવા માટે મારે જ બધું કામ કરવું પડતું. એક દિવસ તારા બાપે દારૂ પીવાના પૈસા ન હોવાથી ચોરી કરી. મારી પાસે તેમને જેલમાંથી છોડાવવાના પૈસા ન હતા. તેથી પૈસા માટે હું જે શેઠને ત્યાં કામ કરતી હતી તે શેઠ સાથે મે આડસબંધ બાંધ્યો. તેનાથી હું ગર્ભવતી થઇ અને તારો જન્મ થયો. મને બીક હતી કે તેને ખબર પડશે તો મને મારી નાખશે. પણ તેમણે આવું કઈ પણ ના કર્યું. તેના બદલે તને વધુ પ્રેમથી રાખવા લાગ્યા. તેમણે દારૂ પીવાનું પણ બંધ કરી દીધું. મને થયું કે તારા પ્રેમે તેને સુધારી નાખ્યો છે. હું ભોળા હૃદયની ભોળવાઈ ગઈ. મને તેના મેલા મનની મુરાદ ન આવી. આજે એ બધી ખબર પડી. બેટા! તારો સાચા બાપનું નામ મોહનલાલ છે. તે મુંબઈના જાણીતા મોહન જવેલર્સનો માલિક છે. તું તેને ત્યાં ચાલી જા. તેને બધી વાત કહેજે કદાચ એ તારી મદદ કરશે. મે કરેલી ભૂલ ક્યારેય ન કરતી ભલે ગમે તેટલું દુઃખ પડે તોય પૈસા માટે પરપુરુષ સાથે ક્યારેય આડસબંધ ના બાંધતી, નહીતર તારા બાળકની હાલત પણ તારા જેવી જ થશે. ચાલી જા બેટા! ચાલી જા! નહીતર હમણાં તારો બાપ આવશે અને ન કરવાની કરશે. મારી જિંદગી તો હવે ચાલી ગઈ છે, તારી જિંદગી હવે સુધારી લે.” આટલું કહી તે રડવા લાગી.

સંધ્યા પૂતળાની જેમ સુનમુન થઇ ગઈ હતી. જાણે તે નિર્જીવ હોય. તેને દુઃખ એ નહતું કે તેનો બાપ આવો નાલાયક છે, તેને તો મોટું દુઃખ એ હતું કે તેનો સાચો પિતા મોહનલાલ છે, કે જેણે થોડા સમય પહેલા તેની ઈજ્જત લુંટવાનો પ્રયત્ન કર્યો હતો. તેના સગા બાપે તેની સાથે સબંધ બાંધવાનો પ્રયત્ન કર્યો હતો. સારું થયું કે પોતે ત્યાંથી ભાગી આવી નહીતર ના થવાનું થઇ જાત. તેને તેના બાપ પ્રત્યે વધારે ધ્રુણા થઇ કે જેણે ખબર હતી કે મોહનલાલ તેનો સાચો બાપ હોવા છતાં પોતાને તેની સાથે સબંધ બાંધવા મોકલી. એક દીકરીને પોતાના સગા બાપ પાસે મોકલતા પણ તે ખચકાયો નહિ. તેને આજે થયું કે રાવણથી પણ મોટા રાક્ષસ આ દુનિયામાં હોય છે જે આવા નીચ કૃત્યો કરી શકે છે. તેણે ઘર છોડવાનો અને ફરી ક્યારેય આ બાજુ ન આવવાનો નિર્ણય કર્યો.

તેણે તરત જ આંનદને ફોન કર્યો. તેને કહ્યું “આંનદ આપણા સબંધ વિશે મારા માં-બાપને ખબર પડી છે. તે આપણા સબંધથી રાજી નથી અને હું તારા વગર રહી શકું તેમ નથી. મે તેમને સમજાવી જોયા પણ તે સમજે તેમ નથી. તે જલ્દીથી મારા લગ્ન કોઈ બીજા સાથે કરાવવા માંગે છે. તેથી હું તારી સાથે ભાગી જવા માગું છું. હું અત્યારે કોફી શોપ પાસે તારી રાહ જોવું છું. તું આવીને મને લઇ જા.” તેણે આંનદને સાચી વાત ન કહી. આંનદ આવ્યો ત્યારે તે તેની સાથે ચાલી ગઈ. તે આખી રાત તેને ઉંઘ ન આવી. બીજે દિવસે સવારે તેણે પેપરમાં વાચ્યું કે તેના બાપે ખુબ દારૂ પીને તેની માને ખુબ મારી હતી. તેથી તેની માનું મોત થયું હતું જયારે તેનો બાપ અત્યારે જેલમાં હતો. સંધ્યા આને ખરાબ સપનું માની ભૂલી જવાનું નક્કી કર્યું. તે હવે નવી જિંદગીની શરૂવાત કરવા માગતી હતી. તે પોતાની માની અંતિમક્રિયામાં પણ ન ગઈ કારણકે તે કોઈને પોતાની સાચી હકીકત જણાવવા નહોતી માગતી.

હજુ તો આ નિયતિએ (નસીબે) સંધ્યાને મારેલો પહેલો તમાચો હતો, જેણે સંધ્યાને આટલી હચમચાવી મૂકી હતી. હજી તો આ શરૂવાત હતી. સંધ્યા પાસે આખી જિંદગી પડેલી હતી. નસીબ પોતાની સાથે કેવા ખેલ ખેલશે તેની સંધ્યાને લેશમાત્ર ખબર ના હતી.

કહેવાય છે કે સમય એ દરેક દર્દની દવા છે. સમય દરેક જખ્મો ભરી દે છે. સંધ્યા સાથે પણ આવું જ થયું. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ તે પોતાનું દુઃખ વિસરી ગઈ. હવે તે આંનદ સાથે સારી રીતે ભળી ગઈ હતી. સંધ્યાના જીવનમાં પાર્ટી અને મોજમજા પાછા ચાલુ થઇ ગયા હતા. બંનેની જિંદગી શાંતિથી જતી હતી. સંધ્યા પોતાનો ભૂતકાળ સૌ ભૂલી ગઈ હતી. તે નવી જિંદગીમાં મશગુલ થઇ ગઈ હતી. તેને લાગતું હતું કે જિંદગી હવે એકદમ આરામથી જશે. નસીબ એ માનવી સાથે પણ અજબ ખેલ રમેં છે. ઉંદરડો માણસ સૂતો હોય ત્યારે તેના પગને કરડતા પહેલા મીઠી ફૂંક મારે છે. તેનાથી માણસને વધારે ઊંઘ અને મજા આવે છે. પણ માણસ જાગે ત્યારે તેને સાચું દુઃખ થાય છે. નિયતિ (નસીબ) પણ માણસ સાથે આવું જ કઈ કરે છે. માણસને એવું લાગે કે હવે તે સુખી છે ત્યારે નસીબ તેની બાજી જ પલ્ટી નાખે છે. સંધ્યા સાથે પણ કંઇક આવું જ થયું.

(હવે સંધ્યાને લાગે છે કે તે બધું ખરાબ સ્વપ્ન હતું. તે તેને ભૂલી જીંદગીમાં આગળ વધવા માંગે છે પણ તેને ખબર નથી તેની લડાઈ કોની સામે છે? તે તેનો ભૂતકાળ ભૂલી જશે પણ શું નસીબ તેને ભૂલી જશે? હવે જોવાનું રહ્યું કે નસીબ તેની સાથે કેવા કેવા ખેલ ખેલે છે. ન જાણ્યું જાનકીનાથે કે હવે શું થવાનું છે? જાણો આવતા ભાગમાં ત્યાં સુધી ખુશ રહો.)