21 mi sadi nu ver - 2 books and stories free download online pdf in Gujarati

21મી સદીનું વેર - 2

21મી સદીનુ વેર

પ્રસ્તાવના

મિત્રો એક સામાન્ય કુટુંબ નો માણસ જ્યારે સંજોગોવસાત એક વેરના વમળમાં ફસાઇ જાય છે ત્યારે તેના વેર ને તે કેટલી ઉંચાઇ પર લઇ જઇ શકે અને એક વેર માંથી શરુ થયેલી લડાઇ એક સામાન્ય માણસ કેટલો વિર અને વિચારશિલ અને મહાન વિચાર પ્રગટાવી જાય છે તેની આ એક કથા છે. મિત્રો મારી આ પહેલી જ નવલકથા છે તેથી મારી આ નવલકથા તમને કેવી લાગી તેના સુચનો જરૂર મારા વ્હોટ્સ એપ નંબર પર મોકલજો.

***

કિશનને ઇશિતાની લાગણી દુભાવવા બદલ ખુબજ દુઃખ અફસોસ થયો.કિશન હોસ્ટેલ પર જઇ સ્નાન કરી પોતાના પલંગ પર આડો પડ્યો હવે તેને ઇશીતા સાથે ના વર્તન બદલ પોતાની જાત પર ખુબ જ ગુસ્સો આવતો હતો. તે પણ ઇશિતાને ખુબ પ્યાર કરતો હતો અને ઇશિતા માટે તેને પણ ખુબ માન હતું પણ સાથે સાથે તે બન્ને વચ્ચેની આર્થીક અને સામાજીક ભેદરેખા પણ જોઇ શક્તો હતો.તે બીજા છોકરા જેવો ટાઇમપાસ સબંધ બાંધે એવો નહોતો તે માનતોકે મિત્રતા અને પ્રેમ હમેશા વફાદારી સાથે નીભાવવી જોઇએ.તેથી જ તેણે ઇશિતાને પોતાની અને તેની પરીસ્થીતી થી વાકેફ કરી હતી. આ વિચાર તંદ્રા માં તે ક્યારે ઉંઘી ગયો તે તેને ખબર ના પડી.તેના ખાસ મિત્ર અને રૂમ પાર્ટનર સુનીલે તેને ઉઠાડ્યો ત્યારે તેને ખબર પડી કે તેણે બે કલાક ની ઉંઘ ખેચી લીધી છે.સુનીલ જુનાગઢથી 70 કિલોમિટર દુર આવેલ બગસરા ગામનો વતની હતો તે પણ બહાઉદ્દીન કોલેજ મા બિ.એસ .સી કરતો હતો.

કોલેજ માં કિશનના મિત્ર મંડળમાં સુનિલ મનિશ પ્રિયા અને ઇશિતા એમ ચાર મિત્રો હતા જેમા ઇશિતા પ્રિયા અને મનીશ કિશન ની જેમ જ BB.A બિજા વર્શમા અભ્યાસ કરતા હતા.જેમા ઇશિતા અને કિશન એકદમ ક્લોઝ હતા અને બીજા બધા ને એમ જ હતુ કે તે બન્ને એક બીજાના પ્રેમમાં છે અને તે વાત અમુક અંશે સાચી પણ હતી કે તે બન્ને એકબીજાને પસંદ કરતા હતા પણ બે માથી એક પણે હજુસુધી પ્રેમનો એકરાર કર્યો નહોતો.પણ છેલ્લે ઇશિતા થી ન રહેવાતા તેણે કિશન્ ને પ્રપોઝ કરી દીધુ. કિશન તેના મિત્રો સાથે હમેશા બધી વાર શેર કર્તો એટલે બીજા દીવશે મિત્રો સાથે તેમણે ચર્ચા કરવાનું નક્કી કર્યુ.

કિશન અને સુનીલ હોસ્ટેલ માં રહેતા જ્યારે ઇશિતા પ્રિયા અને મનીશ ના ઘર જુનાગઢ મા જ હતા.કિશનનુ ગામ જુનાગઢ થી 40 કિમી દુર આવેલ માણાવદર તાલુકાનુ ડુંગરગઢ હતું.

હાય ...! ઇશિતાએ દુરથીજ બુમ પાડી

સુનીલ મનીશ કિશન અને પ્રિયા એ પણ સામે હાય કર્યુ

તે બધા કોલેજ કેમ્પસ મા આવેલા આગળના ખુલ્લા ગાર્ડન મા ઉભા હતા. ઇશિતા અને કિશનની આખો મળતા કિશનને કાલના પોતાના વર્તન બદલ ક્ષોભ થતા તેણે નજર ફેરવી લીધી પણ ઇશિતા એકદમ નોર્મલ હતી તે જોઇ કિશન ને થોડી રાહત થઇ બાકિ કાલના તેના વર્તન પરથી તો કિશન ને એમજ થયુ હતુ કે તે કિશન સાથે વાત જ નહિ કરે.

ઇશિતા: કેમ બધાને આજે લેક્ચરમાં બંક મારવો છે કે શું?

પ્રિયા:- ના વાત એમ છે કે કોલેજ ની વકૃત્વ સ્પર્ધા આવતા મહીને 10 તારીખે રાખેલ છે. તેની ચર્ચા ચાલે છે.

સુનિલ :- અમે બધા કિશનને તેમા નામ લખાવવા કહિ રહ્યા છીએ કે તે બહુ સરસ લખી શકે છે અને બોલી શકે છે તો તેણે આમા ભાગ લેવો જોઇએ.

કિશન:- હવે તમારી સાથે ગપા મારવા અને સ્ટેજ ઉપર જઇને બોલવુ એમા બહુ ફરક છે

ઇશીત:- બસ હવે તુ બહુ ભાવ ખામા.એક તો તે પહેલે થી જ નામ લખાવી આવ્યો છે અને અમારી પાસે ભાવ ખાય છે.

આ વાત સાંભળી ને મનીશે કહ્યુ તો એલા કિશન મારે તને એકાંતમાં બે ચાર સારા શબ્દો કહેવા પડશે. એ બોલે એ પહેલાતો સુનીલે એક ગાળ આપી દીધી.

પણ એક મિનિટ યાર મે તો નામ લખાવ્યુ જ નથી આ ઇશિતા ખોટુ બોલે છે કિશને આશ્ચર્ય સાથે કહ્યુ.

ઇશિતા:- જાવ બિજા નોટીશ બોર્ડ પર જોઇલો હમાણા જ દુધ નુ દુધ અને પાણી નુ પાણી થઇ જાશે

બધા નોટીશબોર્ડ પર આવીને જોયુતો સાચે જ કિશનનું નામ બીજુ લખેલ હતુ આ જોઇને કિશન તો અવાચક જ થઇ ગયો એ હજુ તો કાઇ બોલે એ પહેલા મનિશ અને સુનિલ એની પર તુટી પડ્યા અને બે ચાર મુક્કા મારી દીધા.હમસે સાણપટી કરતા હે મનીશે કહ્યુ.

કિશન:-પણ બિલીવ મી યાર મે મારુ નામ સાચે જ નથે લખાવ્યુ.મને સમજાતુ નથી કે મારુ નામ કેમ નોટીશ બોર્ડ પર છે.

પ્રીયા એ હસતા હસતા કહ્યુ:- તો તો પછી એમ જ થયુ હશે કે પ્રો. રાવલ ને કોઇ દેવી એ સપના મા આવીને એવુ કહ્યુ હશે કે શ્રી કિશન ભાઇ ધ ગ્રેટનુ નામ લખો.

ઇશિતા હસતા હસ્તા કહે હા એક્ઝેટ એવુ જ થયુ છે અને એ દેવીનું નામ છે ઇશિતા દેવી.

કિશન: અરે યાર ઇશિતા જે હોય તે સાચુ કહી દે નહીતર આ બન્ને રાક્ષસો મને ધોઇ નાખશે

ઇશિતા:- એમા એવુ છે કે કાલે જ્યારે તમે બધા જતા રહ્યા અને હુ ઘરે જતી હતી ત્યારેજ રાવલ સર નોટીસ બોર્ડ પર આ જાહેરાત લગાવતા હતા તો મે તેને તારુ નામ લખવાનુ કહ્યુ તો તેણે મારી સામેજ નામ લખી નાખ્યુ.

કિશને મનમા વિચાર્યુ કે તો તો તેને મળ્યા પછી ઇશિતા પાછી કોલેજ આવી હશે

ઇશિતા:- કિશન તુ તારી અંદર પડેલી જે શક્તિ છે તેનો ઉપયોગ કર અમને બધાને વિશ્વાસ છે કે તુ આ સ્પર્ધા જીતી શકિશ

કિશનને ઇશિતા માટે ખુબજ માન થઇ આવ્યું કે પોતે કાલે ઇશિતાની લાગણી ને ઠેસ પહોચાડી હોવા છતા તે મારા માટે વિચારે છે.શું આટલા બધા માન અને લાગણી ને અવગણી શકિશ.

ઇશિતા:- તો તુ તૈયાર છો ને સ્પર્ધામાં ભાગ લેવા

કિશને વિચાર્યુ કે કાલે તેણે ઇશિતાને રડાવેલી તો આજે તેની લાગણી દુભાવવી નથી તેથી તેણે હા પાડી દીધી.

પ્રીયા રીશ કરતા કરતા બોલી જોયુ આપણા બધાની તો કાઇ વેલ્યુ જ નથી આપણે ક્યારના મનાવિએ છીએ અને આ દેવી એ એક્વાર કહ્યુ ત્યા તો ભાઇ પાણી પાણી થઇ ગયા

કિશન:- ના યાર એવુ નથી તમારા બધાની મારા પ્રત્યેની લાગણી જોઇ ને મને મારા જાતમા વિશ્વાશ આવી ગયો છે હવે હુ ચોક્કશ ભાગ લઇશ પણ એક શરત છે તમારે બધાએ મને મદદ કરવી પડશે

બધા એક સાથે બોલ્યા જી હજુર ત્યાર બાદ બધા પોતપોતાના લેક્ચ્રર્શ ભરવા જતા રહ્યા.

કિશને ભલે બધાને મદદ માટે કહ્યુ પણ બધા જ જાણતા હતા કે તેને કોઇની મદદ ની જરૂર નથે કિશન નું વાંચન એટલુ હતુ કે ક્યારેક તે ગૃપ મા પણ પોતાના વિચારો રજુ કર્તો ત્તો બધા કલાક સુધી તેને સાંભળ્યા કરતા અને બધીજ બાબતમાં તેની પાસેથી જાણકારી મળતી.

ત્યાર બાદ કિશન તો તેની વકૃત્વ સ્પર્ધાની તૈયારીમા એવો મચી પડ્યો કે જાણે તે કોઇ મિશન પર આવેલ હોય આમને આમ વકૃત્વ સ્પર્ધાનો દીવશ આવી ગયો કોલેજનાં ઓડીટોરીયમ મા સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યુ હતુ કોલેજના આર્ટસ વિભાગ અને સાયન્સ વિભાગના બધાજ વિદ્યાર્થી અને બધાજ પ્રોફેસર સમગ્ર સ્ટાફ ઓડીટોરીયમમા બેસી ગયો હતો તથા મુખ્ય મહેમાન તરીકે શહેર ના મેયર શ્રીમતી સ્મૃતિ બેન જોષી પણ પોતાના સ્થાને ગોઠ્વાઇ ગયા હતા નિર્ણાયક તરીકે બિજી બે કોલેજ ના અધ્યાપકો તથા એક જાણીતા પત્રકાર મનુ ભાઇ પુરોહીત પણ આવી ગયા હતા.

સ્પર્ધાના સંચાલક અને કોલેજ ના પ્રો.રાવલ સાહ્રેબે સ્વાગત પ્રવચન અને ઓપચારીકતા બાદ જાહેરાત કરી કે આ સ્પર્ધામાં વિજેતા થનાર ને ઇંટર કોલેજ સ્પર્ધામા મોકલવામાં આવશે તથા તેનો વકૃત્વ સ્પર્ધાની સ્પીચ નુ લેખીત સ્વરૂપ એટલે કે લેખ સ્વરૂપે અભિનંદન મેગેજીન મા પબ્લીશ થશે અને તે વિજેતા નો ફોટો આપણી એન્યુઅલ બુકના કવર પેજ પર પણ છાપવામાં આવશે,આ જાહેરાત થતા જ બધાજ વિધ્યાર્થી ઓની તાલી ઓ ના ગળગળાટ થી હોલ ગુંજી ઉઠ્યો.

ક્રમશઃ

હવે આગળ શુ થશે કિશન સ્પર્ધા જીતશે કે નહી? કિશન ઇશિતા નો સંબંધ આગળ વધશે કે નહી? તે જાણવા માટે આગળ વાંચતા રહેજો

***

મીત્રો આ મારી પહેલી નવલકથા છે તેથી તમારા પ્રતિભાવ મારા whatsapp no પર જરૂર મોકલજો

હિરેન કે ભટ્ટ- whatsapp no-9426429160