21 mi sadi nu ver - 7 books and stories free download online pdf in Gujarati

21મી સદીનું વેર - 7

21મી સદીનુ વેર

પ્રસ્તાવના

મિત્રો એક સામાન્ય કુટુંબ નો માણસ જ્યારે સંજોગોવસાત એક વેરના વમળમાં ફસાઇ જાય છે ત્યારે તેના વેર ને તે કેટલી ઉંચાઇ પર લઇ જઇ શકે અને એક વેર માંથી શરુ થયેલી લડાઇ એક સામાન્ય માણસ કેટલો વિર અને વિચારશિલ અને મહાન વિચાર પ્રગટાવી જાય છે તેની આ એક કથા છે. મિત્રો મારી આ પહેલી જ નવલકથા છે તેથી મારી આ નવલકથા તમને કેવી લાગી તેના સુચનો જરૂર મારા વ્હોટ્સ એપ નંબર પર મોકલજો.

***

સાંજે સાત વાગ્યે બધા મિત્રો સાથે કિશન ઇશિતાને ત્યાં પહોચ્યો ઇશિતા દુરથી તેમને જોઇને પાસે વેલકમ કરવા આવી આજે વ્હાઇટ ફ્રોક્માં ઇશિતા પરી જેવી લાગતી હતી.બધાએ ઇશિતાને વારાફરતી બર્થડે વિશ કર્યુ અને વાતો એ વળગ્યા

પ્રિયા:- ઇશિતા તુ આજે ખુબ સરસ દેખાય છે.

ઇશિતા:- થેંક્યુ વેરી મચ

હજુ તે લોકો વાત કરતા હતા ત્યા ઇશિતાના મમ્મી એ ઇશિતાને બોલાવી તેથી ઇશિતા હમણા આવુ કહીને તેના મમ્મી પાસે ગઇ

બધા મિત્રો વેલકમ ડ્રિંક માં કોલ્ડ્રિંક્સ પિતા પિતા ગપ્પા મારવા લાગ્યા પણ કિશનની નજર થોડી થોડી વારે ઇશિતા પર જતી રહેતી સામે ઇશિતા ની પણ નજર કિશન તરફ થોડી થોડી વારે જતા બન્નેની આંખો મળતી અને પ્રેમનો અહેસાસ બન્નેને ભિંજવી જતો.

આજુબાજુનુ ડેકોરેશન અને પાર્ટીની વ્યવસ્થા જોઇ કિશનને પોતાની અને ઇશિતાની આર્થીક સ્થીતિ મા રહેલ તફાવત સમજાતા તે થોડો ઉદાસ થઇ ગયો.

ત્યા કિશનનું ધ્યાન એક વ્યક્તિ પર ગયું તે વ્યક્તિ એ વ્હાઇટ સફારી પહેરેલુ હતુ અને આખી પાર્ટી મા સૌથી મોભાદાર વ્યક્તિ લાગતો હતો અને તેના હાવભાવ અને વ્યક્તિત્વ સામેવાળા વ્યક્તિ ને સંમોહિત કરી દેતા હતા. કિશન તેના થી દુર ઉભો હતો તેથી તેનો ચહેરો તેને વ્યવસ્થીત દેખાતો નહોતો.

ત્યાજ મનિષ તેને ઠોંસો મારતા બોલ્યો એલા કેમ ઉદાસ થઇ ગયો.

કિશન :- એલા મનિષ પેલા વ્હાઇટ સફારી પહેરેલ વ્યક્તિ કોણ છે?

મનિષ:- એલા ડફોળ જેના ઘરે આવેલો છે તેને જ નથી ઓળખતો. એ તારા ભાવિ સસરા છે.ઇશિતાના પપ્પા.તે જુનાગઢના એમ.એલ.એ છે મૌલીકભાઇ પટેલ

એ વાત કરતા હતા ત્યાજ ઇશિતા આવી અને કહ્યુ તમે બધા કેક કાપ્યા પછી જમવામાં મારી રાહ જોજો આપણે બધા સાથે ડીનર લેશુ.

ઇશિતા એ ફોટો ગ્રાફર ને બોલાવી બધા મિત્રો સાથે ફોટા પડાવ્યા અને પછી તે કેક કાપવાની વિધી માટે ત્યાથી જતી રહી.

ઇશિતા એ કેક કાપી અને તેના પપ્પા અને મમ્મી ને ખવડાવી અને તેણે કિશન સામુ જોયુ કિશન તેની આંખો થીજ કહેવાનો મતલબ સમજી જતા તેણે પણ સામે ઇસારાથીજ કહ્યુ કાઇ વાંધો નહિ ડીઅર આપણે જીંદગીમા હજું ઘણા બર્થડે સાથે મનાવવાના છે કે જેમા તારા હાથે પહેલી કેક ખાવાનો હક મારો હશે.

કિશન મૌલીક ભાઇ ને જોયા તો તેને એવુ લાગ્યુ કે આ ચહેરો તેણે કયાક જરૂર જોયો છે.

તેણે બહુજ યાદ કરવા પ્રયત્ન કર્યો પણ તેને કાઇ યાદ ના આવ્યુ.

ત્યાર બાદ બધા મિત્રો ઉભા હતા ત્યા ઇશિતા તેના પપ્પાને લઇને આવિ અને બધાનો પરીચય કરાવ્યો પણ જેવી મૌલીકભાઇ ની નજર કિશન પર પડી કે તરતજ તે ચોંકી ગયા અને તેના ચહેરા પરના ભાવ બદલાઇ ગયા. કિશને આ ફેરફાર ની નોંધ લીધી પણ તેઓ તરતજ સાવચેત થઇ ગયા અને મો પર સ્મિત લાવી બધા સાથે હાથ મિલાવ્યા અને બધા સાથે તેણે એક ફોટો પણ ઇશિતાના આગ્રહ્થી પડાવ્યો.

મૌલીક ભાઇ એ બધાને પાર્ટી અને ડીનર એન્જોઇ કરવાનું કહી ત્યાથી જતા રહ્યા અને જતા જતા કિશન તરફ જોતા ગયા.

કિશનને પાકી ખાતરી થઇ ગઇ કે તે ચોક્કસ ઇશિતાના પપ્પાને પહેલા ક્યાંક મળેલો છે.

પણ તે મને જોઇને નર્વસ શુ કામ થઇ ગયા?

શુ તેને મારા અને ઇશિતાના સંબંધની જાણ થઇ ગઇ હશે?

હવે મારે અને ઇશિતાએ સાવચેતી રાખવી પડશે કમસે કમ હું મારું કેરીયર સેટ ના કરી લઉ ત્યા સુધી તો સાવચેતી રાખવીજ પડશે. આવા વિચાર કરતા કરતા તે ડીનર લેવા માટે ગયો.

ઇશિતા એ કિશન ને વિચારોમા અટવાયેલો જોઇ ને પુછ્યુ શું થયુ?

પણ કિશને વાત ઉડાવી દીધી અને ઇશિતાને કાનમા કહ્યૂ કે મને તો તને આ ડ્રેસ મા જોઇ આજેજ લગ્ન કરવાનું મન થઇ ગયુ છે.

ઇશિતાએ પણ હસતા હસતા કહ્યુ મિ. કિશન પંડ્યા એમ ઇશિતા સાથે લગ્ન કરવા સહેલા નથી પહેલા મારા પપ્પાને ઇમ્પ્રેસ કરવા પડશે.

ઇશિતાને તો તે જીતી લીધી છે પણ હજુ તેના કરતા પણ મોટી ચેલેંજ મૌલીકભાઇ ને ઇમ્પ્રેસ કરવા ની છે.

કિશન;- એમા તો મને નથી લાગતુ કે હુ સફળ થઇશ, તારા પપ્પાની આગળ મારી કોઇ હેશિયત નથી આ બોલતા કિશન ગંભિર થઇ ગયો.

એ જોઇ ઇશિતા એ કહયુ એલા હુ તો મજાક કરૂ છુ મારા પપ્પા મને ખુબ પ્રેમ કરે છે તે મારી ખુશી આડે ક્યારેય નહિ આવે. ચાલ હવે જમી લઇએ આ બધી વાતો પછી થાશે.

ત્યાર બાદ બધા એ ડીનર લીધુ અને થોડા સેલ્ફી લીધા અને છુટા પડ્યા

***

કિશન કોર્પોરેશનમાં મેયર ની ઓફીસ સામેની વેઇટીંગ લોન્જ માં બેઠો પોતાનો વારો આવવાની રાહ જોતો હતો.તે સ્મૃતિ મેડમને મળવા આવ્યો હતો.કોલેજની વકૃત્વસ્પર્ધામાં મેડમે તેને અઠવાડીયા પછી ઓફીસ પર મળવા આવવાનું કહ્યુ હતુ એટલે તેણે આજે મળવા આવવાનું નક્કિ કર્યુ હતું.કોલેજથી છુટીને ઇશિતા તેને કોર્પોરેશનની ઓફીસે ઉતારી ગઇ હતી.

“કિશન પંડ્યા” છેલ્લે પ્યુને પોતાનું નામ બોલતા કિશન ઉભો થઇ મેયરની ઓફીસમા પરાવાનગી લઇ દાખલ થયો. ઓફીસ એકદમ આધુનિક અને બધીજ સગવડતાથી સંપન્ન હતી.કિશને સ્મૃતિ મેડમને નમસ્કાર કર્યા સામે મેડમે તેને બેસવાનું કહ્યું.અને સ્મિત સાથે બોલ્યા

તમને થોડી વાર રાહ જોવી પડી એ બદલ સોરી પણ તમારી સાથે શાંતિથી વાત થાય એટલે તમને છેલ્લે બોલાવેલા છે.પહેલા બોલો શુ લેશો ચા, કોફી કે કોલ્ડ્રિંક્સ

કિશન ;- કોફી ચાલશે

સ્મૃતિ મેડમે ઇંન્ટરકોમ પર કોફી નો ઓર્ડર આપ્યો અને હવે પછી તે કહે નહી ત્યા સુધી કોઇ ડીસ્ટબન્સ ન જોઇએ. એમ કહી તેણે કિશન સામે સ્મિત કર્યુ.

કિશને વિચાર્યુ મેડમને એવુ તે શુ કામ હશે કે જેથી તે મારી સાથે આટલી બધી અગત્યતા થી વાત કરવા માગે છે.

પ્યુન આવીને કોફી આપી ને ગયો ત્યા સુધી ઔપચારીક કોલેજની વાતો ચાલી

ત્યાર બાદ મેડમે કિશનને કહ્યુ કે તમને મે એક અગત્યના કામ માટે અહિં બોલાવેલા છે. તમારી સ્પીચ અને તમારૂ વ્યક્તિત્વ થી ખરેખર સામે વાળા ને સંમોહિત કરી દે તેવુ છે.

હું આજે તમારી સામે બે ઓફર મુકુ છું એક કે તમે મારી સ્ક્રિપ્ટ રાઇટર તરીકે ની પોષ્ટ સંભાળો મારે ઘણા બધા ફંકશન અને કાર્યક્રમમાં અને ઇલેક્શન પ્રચાર મા જવાનું થતુ હોય છે તો તમે મારી સ્ક્રિપ્ટ લખી આપો. અને બીજી ઓફર તમારા માટે છે કે તમે પોલીટીક્સ મા અમારી જંનશક્તિ પાર્ટી મા યુવામોરચા ના પ્રમુખ તરીકે જોઇન થાવ.અમારો જુનો પ્રમુખ હમણાજ દીલ્લી ઉપલા લેવલ પર જતો રહેતા આ પોષ્ટ ખાલી પડી છે.જે માટે મને તમે યોગ્ય લાગો છો.

મેડમની ઓફર સાંભળતાજ કિશન અચંબીત થઇ ગયો તેને વિશ્વાસ જ નહોતો આવતો કે પોતાના જેવા સામાન્ય માણસને મેડમે આવડી મોટી ઓફર કેમ કરી?

જો કે તેને પોલીટીક્સ મા ઇંન્ટ્રેશ નહોવાથી તે વિચારમા પડી ગયો કે શું જવાબ આપવો

તેની મુંજવણ મેડમ સમજી જતા તેણે કહ્યુ તારે અત્યારે અને અત્યારે જવાબ દેવાની જરૂર નથી તુ મને વિચારીને આવતા ગુરૂવારે જવાબ આપજે. અને બે માંથી કોઇ પણ ઓફર સ્વિકારવાની છુટ છે.ત્યાર બાદ થોડી આડાઅવળી વાતો કરી મેડમનો આભાર માની કિશન ત્યાથી નિકળી ગયો.

કોર્પોરેશનની ઓફીસની બહાર નિકળી તેણે ઇશિતાને ફોન કરી મળવા બોલાવી તે બન્ને પોતાના પ્રિય સ્થળ તળાવ પર જઇને બેઠા.ત્યાં બેસીને કિશને ઇશિતાને મેયર સાથે થયેલી બધીજ વાત કરી અને પોતાને મળેલી ઓફર ની પણ વાત કરી.આ સાંભળી ઇશિતા ખુશિથી ઉછળી પડી વાહ જોરદાર કિશન તારીતો નિકલ પડી. કોંગ્રેચ્યુલેશન. કિશન બાબુ .

કિશન:- ઇશિ, યાર મજાક નહિ તુ કહેને તને શું લાગે છે મારે શુ કરવું જોઇએ?

ઇશિતા;- કિશન મને તો લાગે છે કે તારે બન્ને ઓફર સ્વિકારવા જેવિ છે. પણ બીજી ઓફર મા થોડો વિચાર કરવો પડે કેમ કે તને પોલીટીક્શ મા રસ નથી અને મને ખબર છે કે તને પોલીટીશિયનો પ્રત્યે ચિડ છે.મારા પપ્પા પોલીટીશિયન છે એટલે તું ભલે મને દુ;ખ ન થાય તે માટે કાઇ બોલતો નથી પણ તુ એ ભુલે છે કે હુ તને પ્રેમ કરૂ છુ અને તુ ન બોલે તે પણ સમજુ છુ. તેથી તારે તે માટે વિચાર કરવો જોઇએ.

પણ અત્યારે પહેલી ઓફર તો સ્વિકરી જ લેવી જોઇએ

કિશનને ઇશિતા પ્રત્યે ખુબ જ માન થઇ ગયું કેમ કે ઇશિતાએ કહ્યુ એ ખરેખર સાચુજ હતુ અને પોતે ન કહેલી વાત પણ તે સમજી ગઇ તે જોઇ તે ફરીથી ઇશિતા ઉપર ફિદા થઇ ગયો.

કિશન;- મને પણ એવુ જ લાગે છે કે હમણા પહેલી ઓફર સ્વિકારી લેવી બિજી ઓફર માટે પછી જોઇશું. અને હા ઇશિ થેંક્યુ યાર આ બધું તારા લીધેજ થયું છે નહિતર મારા જેવા મામુલી માણસ ને કોઇ ઓળખતુ પણ ન હોત તે સ્પર્ધામા મારુ નામ લખાવિ ને મને અહિ સુધી પહોંચાડી દીધો.

ઇશિતા;- કિશન, આજે તું મને એક પ્રોમિસ આપ કે હવે આપણા બે વચ્ચે આ થેંક્યુ નહિ આવે કેમ કે હવે આપણા માટે કાઇ તારૂ મારૂ રહ્યુ જ નથી જ્યારે આપણે બન્ને જ એક થઇ ગયા છીએ ત્યારે તારૂ કે મારૂ કેવુ?

ત્યાર બાદ બન્ને એ ત્યાં તળાવ પર મળતો જુનાગઢનો પ્રખ્યાત કાવો પિધો. અને છુટા પડ્યા

ક્ર્મશ

પણ કહેછે ને કે યે ઇશ્ક નહી આશાન આગકા દરીયા હે ઓર ડુબકે જાના હે

.હવે કિશન અને ઇશિતા ની લવ સ્ટોરીનું શું થશે? મેયર મેડમે આપેલી ઓફરનો કિશન શું જવાબ આપશે? શું છે મનિશ નું સિક્રેટ ? આ બધા પ્રશ્નો ના જવાબ જાણવા માટે આગળ ના પ્રકરણ વાંચતા રહો કિશન કઇ રીતે વેર ના વમળ મા ફસાઇ છે? આ બધુ જાણવા માટે આગળના પ્રકરણ

વાંચતા રહો

***

મિત્રો તમે બધા મારી નવલકથા વાંચો છો અને મને રીવ્યુ પણ મોકલો છો તે માટે તમારા બધાનો ખુબ ખુબ આભાર .મીત્રો આ મારી પહેલી નવલકથા છે તેથી તમારા પ્રતિભાવ મારા whatsapp no પર જરૂર મોકલજો.

હિરેન કે ભટ્ટ- whatsapp no-9426429160