21mi sadino sanyas - 10 books and stories free download online pdf in Gujarati

21મી સદીનું વેર - 10

21મી સદીનુ વેર

પ્રસ્તાવના

મિત્રો એક સામાન્ય કુટુંબ નો માણસ જ્યારે સંજોગોવસાત એક વેરના વમળમાં ફસાઇ જાય છે ત્યારે તેના વેર ને તે કેટલી ઉંચાઇ પર લઇ જઇ શકે અને એક વેર માંથી શરુ થયેલી લડાઇ એક સામાન્ય માણસ કેટલો વિર અને વિચારશિલ અને મહાન વિચાર પ્રગટાવી જાય છે તેની આ એક કથા છે. મિત્રો મારી આ પહેલી જ નવલકથા છે તેથી મારી આ નવલકથા તમને કેવી લાગી તેના સુચનો જરૂર મારા વ્હોટ્સ એપ નંબર પર મોકલજો.

***

કિશન ની પ્રગતિ આમને આમ ચાલતી રહી તે ઇંટર યુનિવર્સિટી વકૃત્વ સ્પર્ધામાં પણ કિશન વિજેતા થયો અને સાથે સાથે સ્મૃતિમેડમ તેની સ્ક્રિપ્ટથી ખુબજ ઇમ્પ્રેસ હતા અને કોલેજ મા તેની અત્યારથી જ આવતા વર્ષના GS તરીકે ગણના થઇ રહી હતી અને કોલેજનો હાલનો GS પણ બધાજ કામમા કિશનની સલાહ લેતો.

આમને આમ દીવશો પસાર થતા હતા ત્યાં એક દીવશ સ્મ્રુતિ મેડમના રીશેપ્શનિષ્ટે કિશનને ફોન કરી કહ્યુ કે મેડમ તમને સાંજે મળવા માગે છે તો આવી જજો.

કિશન સાંજે ઇશિતા સાથે કોર્પોરેશનની ઓફીસે ગયો.ઇશિતા વેઇટીંગ લોંન્જ મા બઠી અને કિશન સ્મૃતિ મેડમને મળવા અંદર ઓફીસ મા ગયો.

મેડમ તેને જોઇ ખુશ થઇ ગયા અને તેણે કિશન ને બેસવા કહ્યુ અને પ્યુન ને કોફી માટે ઓર્ડર આપ્યો.

કોફી પીતા પીતા મેડમે કિશનને તેના અભ્યાસ તથા કોલેજ વિશે પુછ્પરછ કરી ત્યાર બાદ મેડમે કહ્યુ કિશન તુ ખરેખર ખુબ સરસ લખે છે અને તારી સ્ક્રિપ્ટ ખુબજ સરસ હોય છે લોકો મારુ વકતવ્ય ખુબ સરસ રીતે સાંભળે છે.અને તારૂ વિસ્તાર પ્રમાણેનુ વર્ગીકરણ અને ત્યાના લોકો ને સ્પર્શતા પ્રશ્નોની રજુઆત અને વિસ્તારને લગતુ ઐતિહાસીક બ્રેકગ્રાઉન્ડ મારા વક્તવ્યમા જોરદાર ઇફેક્ટ ઉભિ કરે છે.

કિશન- મેડમ એ તો તમારી વક્રુત્વ કળા જ એટલી સરસ છે કે તેને લીધે માણસો આકર્ષાય જ

સ્મૃતિ મેડમ;- કિશન આટલુ બધુ સીધુ રહેવાનો આ જમાનો નથી.અત્યારે તો માણસ બીજાના કામનો જશ પણ પોતે લઇલે છે ત્યારે તારે તારા કામનો જશ પણ મને આપી દેવો છે.

બોલ બીજુ શુ ચાલે છે એકલો જ આવ્યો છે કે કોઇ સાથે છે.

કિશન:- મારી મિત્ર ઇશિતા પણ આવી છે તે બહાર વેઇટીંગ લોંઝ મા બેઠી છે.

તરતજ ઇંન્ટર કોમ પર કહી ઇશિતા ને અંદર બોલાવી.

ઇશિતા અંદર આવી એટલે મેડમે તેને પણ બેસવા કહ્યુ અને પછી કહ્યુ કે આ તારો મિત્ર ખુબ ટેલેંટેડ છે.પણ તેનો એક માઇનસ પોઇંટ એ છે કે તે બહુજ સીધો છે તેને થોડો આડો કરવો પડે એમ છે તો પછી તેને પોલીટીક્સ મા કોઇ નહી પહોંચે.

ઇશિતા:- મેડમ એ તો તમારી પાસે બાકિ અમારી પાસે તો તે બધી રીતે આડાઇ કરી લે છે.

આ સાંભળી ત્રણેય હસી પડ્યા.

ત્યાર બાદ મેડમે કહ્યુ કે ખાસ તો કિશનને એટલા માટે બોલાવ્યો છે કે આવતા ગુરુવારે ગુજરાત એડવોકેટ એસોસીયેશન અને કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે એક પ્રોગ્રામ રાખેલ છે જેમા ગુજરાતના ટોચના વકિલો તથા બીજી મોટી હસ્તી ઓ હશે અને તેમા ખ્યાતનામ વક્તાઓ પણ આવવાના છે.

મે તારૂ પણ વક્તવ્ય તેમા ગોઠવાવેલુ છે એટલે તુ પુરી તૈયારી કરીને આવજે અને હા તારા મિત્રોને પણ લાવજે અને તેના પાસ રીસેપ્શન ઉપરથી લઇલે જે. અને આ એક તારા માટે ખુબ સરસ તક છે. તેનો પુરો ઉપયોગ કરી લે જે.જો કે તુ કરવાનોજ છો છ્તા તને જાણ કરૂ છુ.

ત્યાર બાદ થોડી કાર્યક્રમ વિશે વાતો ચાલતી રહિ.

છેલ્લે મેડ્મે કિશન ને કહ્યુ કે તુ હવે મારા માટે ઘરના સભ્ય જેવો છો તો ક્યારેક કોઇ અંગત કામકાજ હોય તો પણ તુ મને વાત કરી શકે છે આમ કહેતા મેડમ લાગણીશિલ થઇ ગયા

ત્યાર બાદ બને સ્મૃતિ મેડમની રજા લઇ ત્યાથી નિકળ્યા

ત્યાથી નિકળી બન્ને થોડીવાર પોતાના પ્રિય મિલન સ્થળ તળાવ પર જઇને બેઠા અને વાતો કરી અને પછી ઇશિતા કિશનને હોસ્ટેલ પર ઉતારી અને ઘરે જવા નિકળતી જ હતી ત્યા અચાનક કિશનનું ધ્યાન સામે પાનના ગલ્લા પર ઉભેલ એક માણસ પર પડી અને કિશનને લાગ્યુ કે આ માણસને તેણે હમણા હમણા ઘણી વાર જોયો છે. કિશને સહેજ ધ્યાન થી જોયુ અને યાદ કરવાનો પ્રયત્ન કર્યો તો તેને યાદ આવ્યુ કે તે કોર્પોરેશનની ઓફીસની બહાર પણ ઉભેલો તથા તળાવ પર પણ તે કાવાની લારી પર ઉભો હતો અને અત્યારે અહી પણ તે છે.તો શુ તે માણસ તેનો અને ઇશિતાનો પીછો કરતો હશે? કે પછી એ એક અકસ્માત થી તેને વારંવાર મળ્યો છે? કિશને વિચાર્યુ કે કોઇ મારો પીછો શુ કામ કરે? કિશનને એકધારો પોતાની તરફ જોતો જોઇ તે માણસ તેનું બુલેટ લઇ જતો રહ્યો.કિશને બુલેટ નો નંબર મનમા યાદ રાખી લીધો.અને રૂમ પર જવા ચાલી નિકળ્યો.

તે પછી કિશન એક બે દીવસ સાવચેત રહ્યો અને તેણે આવતા જતા સતત કોઇ પીછો કરે છે કે નહી તે ચકાશતો રહ્યો. પણ તેને પેલો માણસ કે તેનું બુલેટ કશેજ દેખાયુ નહી તેથી તેણે વિચાર્યુ કે એ પોતાનો ભ્રમ હતો.

પણ ત્યા અઠવાડીયા પછી એક દીવશ ફરી થી કિશને તેની પાછળ થોડા અંતરે તે દીવશ વાળુ બુલેટ આવતુ જોયુ અને કિશન સાવચેત થઇ ગયો.આ વખતે તેણે નક્કી કર્યુ કે તેને કાઇ ખબર જ નથી તે રીતે તેણે વર્તવુ છે અને પછે જોઇએકે શુ થાય છે?

પણ કિશનનો શક સાચો પડયો બે માણસો વારાફરતી તેનો પીછો કરતા હતા અને કિશને તે બન્નેને સતત તેની પ્રવૃતી પર નજર રાખતા હોય તેવુ લાગ્યુ. કિશનને જ્યારે વિશ્વાસ થઇ ગયો કે ચોકક્શ તેનો પીછો થાય છે ત્યારે તેણે તેના મિત્રો ને જણાવવાનું નક્કિ કર્યુ.

ક્ર્મશ:

પણ કહેછે ને કે યે ઇશ્ક નહી આશાન આગકા દરીયા હે ઓર ડુબકે જાના હે

.હવે કિશન અને ઇશિતા ની લવ સ્ટોરીનું શું થશે? શું છે મનિશ નું સિક્રેટ ?ઇશિતાના પપ્પા કિશનને જોઇને કેમ નર્વસ થઇ ગયા? શા માટે કિશનની માએ કિશનને ઇશિતાથી દુર રહેવા કહ્યુ ? શું છે કિશનના ફેમીલી અને ઇશિતાના ફેમીલી વચ્ચેનું રહસ્ય ?કિશન કઇ રીતે વેર ના વમળ મા ફસાઇ છે? આ બધુ જાણવા માટે આગળના પ્રકરણ વાંચતા રહો

***

મિત્રો તમે બધા મારી નવલકથા વાંચો છો અને મને રીવ્યુ પણ મોકલો છો તે માટે તમારા બધાનો ખુબ ખુબ આભાર .મીત્રો આ મારી પહેલી નવલકથા છે તેથી તમારા પ્રતિભાવ મારા whatsapp no પર જરૂર મોકલજો.

હિરેન કે ભટ્ટ- whatsapp no-9426429160

Mail id – hirenami.jnd@gmail.com