21 mi sadi nu ver - 6 books and stories free download online pdf in Gujarati

21મી સદીનું વેર - 6

21મી સદીનુ વેર

પ્રસ્તાવના

મિત્રો એક સામાન્ય કુટુંબ નો માણસ જ્યારે સંજોગોવસાત એક વેરના વમળમાં ફસાઇ જાય છે ત્યારે તેના વેર ને તે કેટલી ઉંચાઇ પર લઇ જઇ શકે અને એક વેર માંથી શરુ થયેલી લડાઇ એક સામાન્ય માણસ કેટલો વિર અને વિચારશિલ અને મહાન વિચાર પ્રગટાવી જાય છે તેની આ એક કથા છે. મિત્રો મારી આ પહેલી જ નવલકથા છે તેથી મારી આ નવલકથા તમને કેવી લાગી તેના સુચનો જરૂર મારા વ્હોટ્સ એપ નંબર પર મોકલજો.

***

ચાલ ભાઇ મન્યા જલદી કોઇ રેસ્ટોરન્ટ મા લઇલે પેટમાં ઉંદરડા દોડે છે. આ કિશનને તો ઇશિતા સાથે છે એટલે ભુખ તરસ કાઇ નહી લાગે.

ત્યાર બાદ બધા વેરાવળમાં જઇ હળવો નાસ્તો કર્યો અને ત્યાંથી ભાલકા તિર્થ ગયા ત્યા જઇ કિશને કહ્યુ આ જગ્યાએ ભગવાન કૃષ્ણએ પોતાની લીલા પુર્ણ કરી કરી હતી અહિજ તેને પગમા બાણ વાગ્યુ હતુ ત્યાર બાદ કિશને થોડી તેના વિશે માહિતી આપી અને કહ્યુ કે આ સ્થળ અને આ સમય વિશે કાજલ ઓઝા વૈદે ક્રિશ્નાયન બુક્માં ખુબજ જોરદાર વર્ણન કર્યુ છે. બધા કિશનના નોલેજ અને વાંચનથી પ્રભાવિત થઇ ગયા. ઇશિતા તો જાણે કિશન મા ખોવાઇ ગઇ હોય એમ જ મંત્રમુગ્ધ બની ગઇ હતી ત્યા મનીશ બોલ્યો એ ભાઇ એ ચોપડા તુજ ફેદે રાખ અમને એ બધા ચોપડા મા કાઇ રસ નથી તુ જ વાંચજે અને સારુ હોય તે અમને કેજે.અને ચાલો હવે જુનાગઢ પાછા ફરીએ નહિતર લેટ થઇ જઇશુ

આમ પણ સાંજ તો થઇ જ ગઇ હતી તેથી બધા એ જ કમને વાત સ્વીકારવી પડી.બધાનેજ આજનો આ સમય જલદી જતો રહ્યો એવુ લાગ્યું.

બધાજ ગાડીમાં ગોઠવાઇ ગયા કિશન ડ્રાઇવ કરતો હતો અને મનીશ તેની બાજુમા બેઠો હતો.મસ્ત સોંગ આવ્યુઅને બધા જુમી ઉઠયા

હમે તુમસે પ્યાર કિતના યે હમ નહિ જાનતે

મગર જી નહી શક્તે તુમ્હારે બીના”

કિશને ગ્લાસ માથી ઇશિતા સામે જોયું ઇશિતા પણ તેના સામેજ જોતી હતી અને બન્ને ની નજર મળી અને આંખો આંખો મા ધણુબધુ કહેવાય ગયું.

આ જોઇ મનિષ બોલ્યો એલા કિશન એ તારી હિરોઇન ક્યાય ભાગી જવાની નથી તુ આગળ ડ્રાઇવિંગમાં ધ્યાન રાખ નહિતર તને તો તારી હિરોઇન મળી ગઇ છે પણ અમે તો એમ જ ઉપર પહોંચી જશુ.

આ સાંભળી બધા હસી પડ્યા

વચ્ચે કણજા ગામા આવાતા ત્યાની પ્રખ્યાત વચ્છરાજ કાઠીયાવાડી હોટ્લ મા જમવા માટે ગાડી ઊભી રાખી. સવાર થી અત્યાર સુધી મા માત્ર હળવો નાસ્તો જ કર્યો હોવાથી બધાને ભુખ લાગી હોવાથી બધા ભોજન પર તુટી પડ્યા મસ્ત બાજરીનો રોટલો અને રીંગણનું ભડથુ છાસ માખણની મજા માણી.

મનીષ;- એલા કિશન ભાઇ તુ મને ચાવી આપ હું જ ચલાવુ તુ તારી હિરોઇન સાથે વાતો કર અમારે રિસ્ક નથી લેવુ.

ત્યાર બાદ બધા ગાડીમા ગોઠવાઇ ગયા ઇશિતા કિશન અને પ્રિયા પાછળ બેઠા વાતો નો દોર ફરીથી ચાલુ થઇ ગયો.

પ્રિયા:- કિશન પેલુ મનિષનુ સિક્રેટ તો કે હવે આપણે તો બધા મિત્રો જ છીએ એમા કાઇ છુપાવવાનું ના હોય

કિશન:- પણ આ સિક્રેટ તો મનિષ કહે તો જ ખુલે એમ છે

ઇશિતા:- એવુ તો એક સિક્રેટ મારીપાસે પણ છે જે તે વ્યક્તિ કહે તોજ ખુલે

આ સાંભળતાજ પ્રિયા એ કોઇ ને ખબર ના પડે તેમ ઇશિતા સામે ડોળા કાઢયા આ જોઇ ઇશિતા ચુપ થઇ ગઇ પણ કિશન ની નજર મા આ વાત આવી ગઇ

કિશન:- હું પણ ઇચ્છુ છુ કે મનિષ સિક્રેટ ખોલવાની પરવાનગી જલદી આપે. અને એમા એનોજ ફાયદો છે.

મનિષ:- જો મિત્રો હુ પણ તમને યોગ્ય સમયે ચોક્કશ કહી દઇશ પણ થોડી રાહ જુઓ.

આમ વાતો ચાલતી રહી અને ગાડી વાડલા ફાટક થઇ અને મધુરમ અને ટીંબાવાડી થઇ જુનાગઢમાં દાખલ થઇ. ત્યાર બાદ બધા જયંત ની સોડાસોપ પર સોડા પીધી અને છુટા પડ્યા

***

ઇશિતા એ કોલેજના કેમ્પસમાં દાખલની થતાની સાથેજ બધા મિત્રોને ગ્રાઉન્ડમા ઉભેલા જોઇ ને તેની પાસે પહોંચી ગઇ બધાને હાઇ હેલ્લો કરી તેણે બધાને એક-એક કાર્ડ આપ્યું

મનિષ;- આ શુ ઇશિતા તુ આટલી જલદી લગ્ન કરી રહી છે અને આ કિશન તો કાઇ કહેતો પણ નથી કે એલા કિશન તારૂ પતુ કપાઇ ગયુ કે શુ?

પ્રિયા:- મન્યા તુ ખોટી મજાક રેવાદે એ તારુ સિક્રેટ ખોલી નાખશે હો?

સુનિલ:- ઓહો આ તો મેડમ નો બર્થડે છે તેનું કાર્ડ છે.

પ્રિયા:- હા આપણી ઇશિતા 21 મા વર્ષમાં પ્રવેશે છે મિત્રો

ઇશિતા:- જો બધાએજ ફેમિલી સાથે આવવાનું છે.

મનિષ:- અમે તો ચોક્કસ આવશું ફેમિલીનું કાઇ નક્કી નહી.

કિશને મનોમન નક્કિ કર્યુ કે ઇશિતાએ મારા માટે ઘણું કર્યુ છે તેનો આ જન્મદીવશ યાદગાર બનાવી દેવો છે.

***

બર્થડે ની આગળના દીવશે 12 રાતેવાગતાજ કિશને ઇશિતા ને ખુબ સરસ મેસેજ કર્યો

Dear ISHITA

I want to tell you some thing special on your special day

Dear are heartbeat of my heart. I cant imagine my life without you. I can’t believe that a girl like you love me. I don’t deserve you.I am thankful to God for sending you in my life. Today I want to promise that I try my best to keep smile on your face.

Dear I cannot express my feelings in words.

Dear I love you so much

Happy birthday my sweety.

Only yours kishan

ઇશિતા.ઉંઘવાની તૈયારી કરતી હતી ત્યા તેના મોબાઇલ મા મેસેજ ટોન વાગતા તેણે મેસેજ જોવા મોબાઇલ લીધો અને કિશનનો મેસેજ જોઇ ખુબ ખુશ થઇ ગઇ અને મેસેજ વાંચવા લાગી અને જેમજેમ મેસેજ વાંચતી ગઇ તેમ તેમ તેની આંખો મા ખુશિના આસુ ચમકી ઉઠ્યા તેણે મેસેજ ચાર થી પાંચ વખત વાંચ્યો અને હજુ પણ વાંચતી જ રહેત પણ તેને યાદ આવ્યુ કે પોતે મેસેજ વાંચી ને રીપ્લાય નથી આપ્યો તેથી તે રીપ્લાઇ મેસેજ ટાઇપ કરવા લાગી

Dear kishan

Your massage and feeling make my birthday special. Dear I love you too

Thank you very much

Only yours ishita

મેસેજ સેન્ડ કરીને ઇસીતા એ ફરીથી કિશનનો મેસેજ વાંચ્યો અને તેને કિશનને કોલ કરવાનું મન થઇ ગયું પણ બાજુના રૂમમાં તેના મમ્મી પપા ઉઠી જવાની ડરથી કિશનનો મેસેજ વાંચતા વાંચતા તે ક્યારે ઉંઘી ગઇ તે તેને ખબર ના પડી સવારે મેસેજ ટોન વાગતા તેની ઉંઘ ઉડી ગઇ. મેસેજ ખોલી તો કિશનનો જ મેસેજ હતો

Happy birthday dear કોલેજ જતા પહેલા તળાવ પર સુભાસ ગાર્ડન માં 10 વાગે મને મળજે

ઇશિતાએ જલદી જલદી તૈયાર થઇ અને નીચે નાસ્તો કરવા ગઇ મમ્મી પપ્પા ને પગે લાગી અને કોલેજ જવા નિકળતીજ હતી ત્યા તેના પપ્પા એ તેને જલદી કોલેજ થી પાછી આવીને પાર્ટીમાટે તૈયાર થઇ જવા કહુયુ અને તેની કોઇ ખાસ ડીમાન્ડ હોય તો કહેવાનું કહયુ.ઇશિતાએ પપ્પાને ના પાડીને પાર્ટી માટે થેંક્યુ કહીને કોલેજ જવા માટે નિકળી ગઇ તે સિધી જ સુભાસ ગાર્ડન પર ગઇ તેણે ગેટ પરથીજ કિશન ને એક બેંચ પર બેઠેલો જોયો અને તેનીપાસે પહોંચી તો કિશન ઉભો થઇ તેને ભેટી પડ્યો બન્ને એ એક બીજાને એકદમ ટાઇટ હુગ કર્યુ કિશને ઇશિતાને ધીમેથી કાનમાં કહ્યું

Happy birthday darling,may God fulfill your all wishes.

તેણે ઇશિતાનો હાથ પકડી બેંચ પર બેસાડી એક રેડ રોઝ આપ્યુ અને એક ગિફ્ટ બોક્સ આપ્યુ અને ઇશિતાને ખોલવાનું કહ્યુ ઇશિતાએ ગિફ્ટ્પેક ખોલ્યુ તો તેમા એક હાર્ટ ના શેપ વાળી એક વિંટી હતી તે જોઇને ઇશિતા ખુબજ ખુશ થતા બોલી વા..વ મસ્ત છે લે તુજ મને પહેરાવી દે .કિશને વિંટી લઇને ઇશિતાને હાથમા પહેરાવી દીધી અને બન્ને એકબીજાની આંખમા જોઇ રહ્યા જાણે કાઇ પણ બોલ્યા વગર ઘણા બધા કોલ આપી દીધા હોય એમ બન્ને લાગણી મા તણાઇ ગયા.થોડીવાર બન્ને એમજ એક્બીજાનો હાથ પકડી ને બેસી રહ્યા.ત્યાર બાદ કિશને કહ્યુ ઇશિતા હવે કોલેજ જશુ ને ઇશિતા એ ફક્ત આખોથીજ હા પાડી અને બન્ને સ્કુટી તરફ ચાલ્યા

કિશન અને ઇશિતા સ્કુટીપર કોલેજ ના કેમ્પસ મા એન્ટર થયા ત્યા તો બધા તેને જ જોઇ રહ્યા હતા કિશને ઇશિતાને કહ્યુ આ બધા મને ગાળો આપતા હશે કે કોલેજ ની બ્યુટી ક્વિન ને આ પટાવી ગયો. ઇશિતા એ પાછળથી ધબો મારતા કહ્યુ જા હવે બહુ ચાપલુસી નહી કર.

બન્ને ગ્રાઉન્ડ મા પ્રિયા અને તેનુ ગૃપ ઉભેલું હતુ ત્યા જઇ કિશને સ્કુટી પાર્ક કર્યુ.

સુનીલ:- ઓહોહોહો... ડેટીંગ ચાલુ પણ થઇ ગયું

ત્યાર બાદ બધાએ ઇશિતાને બર્થડે વિશ કર્યુ

ઇશિતા એ કિશને આપેલી ગિફ્ટ બતાવી એ જોઇ મનિષે હસતા હસતા કિશનને કહ્યુ એલા મજનું હજુ હમણા સુધીતો એ બધા વેવલા વેડા મને ના ફાવે એવી DDDડંફાસ મારતો હતો અને એટલી વારમાં આ હિરોઇન પાછળ ઘેલો થઇ ગયો.

કિશન:- એમા મારો કોઇ વાંક નથી આ ઇશિતા કોઇ જાદુ ટોણા જાણે છે તેણે જ મારી મતી ફેરવી નાખી છે.

સુનિલ:- હવે બોવ હોશિયારી ના કર આતો કાગડો દહિથરૂ લઇ ગયો એવુ છે.

પ્રિયા:- એય સાવ એવું નથી હો આપણો કિશન પણ કાઇ કમ નથી.

મનિષ:‌ આમાં તો સારા સારા સંત મહાત્માના પણ તપોભંગ થઇ ગયા છે ભાઇ તો આ તો એક તુચ્છ માણસ છે. અને આનુંતો નામજ કિશન છે એટલે એ લીલા તો કરેજ ને ભાઇ

આ સાંભળી બધા હસી પડ્યા અને કોલેજનો બેલ પડતા સાંજે ઇશિતાના ધરે મળવાનું નક્કી કરી કલાસમા જવા ઉપડ્યા.

D

ક્ર્મશ:

પણ કહેછે ને કે યે ઇશ્ક નહી આશાન આગકા દરીયા હે ઓર તેરકે જાના હે

.હવે કિશન અને ઇશિતા ની લવ સ્ટોરીનું શું થશે? મેયર મેડમે શા માટે કિશન ને મળવા બોલાવ્યો હશે? શું છે મનિશ નું સિક્રેટ ? આ બધા પ્રશ્નો ના જવાબ જાણવા માટે આગળ ના પ્રકરણ વાંચતા રહો કિશન કઇ રીતે વેર ના વમળ મા ફસાઇ છે? આ બધુ જાણવા માટે આગળના પ્રકરણ વાંચતા રહો

***

મિત્રો તમે બધા મારી નવલકથા વાંચો છો અને મને રીવ્યુ પણ મોકલો છો તે માટે તમારા બધાનો ખુબ ખુબ આભાર .મીત્રો આ મારી પહેલી નવલકથા છે તેથી તમારા પ્રતિભાવ મારા whatsapp no પર જરૂર મોકલજો

હિરેન કે ભટ્ટ- whatsapp no-9426429160

Mail id – hirenami.jnd@gmail.com