Miscellaneous - 18 books and stories free download online pdf in Gujarati

અપૂર્ણવિરામ - 18

અપૂર્ણવિરામ

પ્રકરણ - ૧૮

Shishir Ramavat


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


નવલકથા

અપૂર્ણવિરામ

શિશિર રામાવત

પ્રકરણ ૧૮

સુમન ઉપર લાગે છે, એના રૂમમાં.

બંગલાના કમ્પાઉન્ડમાં પ્રવેશતાં મોક્ષ બોહ્‌લયો. વોચમેન જોસેફ મોબાઈલ પર કોઈની સાથે વાત કરી રહ્યો હતો.મુકતાબેન કિચનમાં રાતના ભોજનની તૈયારીમાં પડયાં હતાં.

તું બેગ ભરી લે. હું સુમન પાસે છું, મોક્ષે કહ્યું, કેટલાં દિૃવસ માથેરાન રહેવાનો પ્લાન છે, માયા?

ડરોઈંગરૂમની ચક્રાકાર સીડી ચડતાં ચડતાં જાણે હાંફી ગઈ હોય તેમ માયાએ મોટેથી ર્શ્વાસ છોડયો. એણે કશો જવાબ ન આપ્યો. પોતાના કમરા તરફ નજર સુદ્ઘાં નાખ્યા વિના મોક્ષ સીધો સુમનના રૂમમાં પહોંચી ગયો. એ પલંગ પર બેઠી બેઠી નાના રંગીન મણકાઓમાં દૃોરો પરોવીને ભારે રસપૂર્વક તોરણ બનાવી રહી હતી. મેન્ટલી ચેલેન્જ્ડ બાળકો માટેની સ્કૂલમાં વર્ષો પહેલાં ટીચરે આ એકિટવિટી શીખવી હતી.

અરે વાહ સુમી, મસ્ત બનાવ્યું છે! મોક્ષ એની પાસે બેઠો, કલર કોમ્બિનેશન પણ ફાઈન છે, પણ તારો ફેવરિટ પિંક કલર કેમ નથી વાપર્યો?

સુમનના હાથ થંભ્યા. ક્ષણ માટે એ સ્થિર થઈ ગઈ. પછી પાછી કામમાં ગૂંચવાઈ ગઈ.

કોઈ સામાન મગાવવો છે, બેટા? લાલ-પીળા મોતી કે એવું કંઈ? જોસેફને મોકલું?

સુમને ગોઠણ વલૂરતાં વલૂરતાં મોક્ષની દિૃશામાં આંખો ઘુમાવી. માસૂમિયત ટપકતી, દૃુનિયાદૃારીથી તદ્દન અશ્પૃશ્ય રહી ગયેલી સ્વચ્છ આંખો. સંસારમાં જે કંઈ અનિષ્ટ અને અશુભ છે, જે કંઈ હાનિકર્તા અને નકારાત્મક છે તેનાથી બિલકુલ બેખબર આંખો. જે કેવળ પ્રેમ અને લાગણીની ભાષા જ ઉકેલી શકે છે એવી દૃંશ વગરની આંખો.

થોડી વાર સુમન એમ જ જોતી રહી. પછી સાવ ધીમેથી, લગભગ સ્વગત બોલી,ભાઈ....

મોક્ષનું હ્ય્દૃય દ્રવી ઉઠયું. આ ક્ષણ માટે એ તૈયાર નહોતો.

તું મજામાં છેને, બેના? એનો અવાજ ભરાઈ આવ્યો. આંખો તરલ થવા માંડી. ચિક્કાર વહાલથી એણે સુમનના મસ્તક પર હાથ ફેરવ્યો, "મારી સાથે વાત કર, સુુમી...

સુમન કશું બોહ્‌લયા વગર અબુધપણે મોક્ષને જોતી રહી. સાવ નાની હતી ને જપાની ગુડિયા જેવી દૃેખાતી ત્યારથી એને આવી આદૃત હતી- કશું બોહ્‌લયા વગર સામેની વ્યકિતને અપલક જોયા કરવાની.

સુમી, તું નાની હતી ત્યારે મને શું કહેતી હતી, યાદૃ છે? મોક્ષ કહેવા લાગ્યો, તેં સૌથી પહેલો શબ્દૃ"મા કે પાપા નહોતો બોહ્‌લયો. સૌથી પહેલું તું મારૂં નામ બોલતાં શીખી હતી. મને તું નૂનૂ કહેતી! યાદૃ છે? એક વાર બોલ તો સુમી... નૂનૂ!

સુમને આંખો પટપટાવી. હોઠનો એક ખૂણો સહેજ વંકાવીને મલકવા જેવું કર્યું. પછી ધીમેથી બોલી, નૂનૂ...

ઓ મારી બેની... મોક્ષ ભેટી પડયો, ખુશ રહેજે, હંમેશાં હસતી રહેજે...

માયા કમરામાં પ્રવેશી. આનંદૃપૂર્વક એ ભાઈ-બહેનને જોતી રહી.

"માયા, સુમી નાની હતી ત્યારે વાર્તાઓ ને બાળગીતો બહુ સાંભળતી. કોઈ વાર્તા કે ગીતો સંભળાવે તો જ ખાય, નહીં તો ન ખાય. એમાંય પવનકુમાર જૈનની પેલી કવિતા તો એેને હજુય બહુ ગમે છે, કેમ સુમી? "મારી વાલીબેન સંભળાવું તને?

સુમને માથું હલાવીને હા પાડી.

પવનકુમારની ચોપડી ક્યાં પડી છે, માયા?

આપણા રૂમમાં.

લાવે છે, પ્લીઝ?

તારે ચોપડીની શી જરૂર છે? માયાએ શાંતિથી કહ્યું, આખી કવિતા તને મોઢે છે.

કવિ પવનકુમાર જૈનની બહેન સુમનની જેમ ડાઉન્સ સિન્ડરોમ નામની જીનેટિક બીમારીનો ભોગ બની હોવાથી માનસિક રીતે વિકલાંગ રહી ગઈ હતી. આ કવિતામાં મોક્ષને હંમેશાં પોતાની લાગણીઓ અને અનુભૂતિઓનું ઝિલમિલાતું પ્રતિબીંબ દેખાતું.

ઓલરાઈટ, સુમી. સાંભળજે હં... કહીને મોક્ષે ભાવવાહી સ્વરે કવિતાનું ઉચ્ચારણ કરવા માંડયુંઃ

બિલાડીની જેમ

કોમળ સ્પર્શને ઝંખતી,

કૂતરાની આંખો

જેવી ભીની, ભોલી

આંખે મારી સામે

જોતી...

કૂતરા અને બિલાડીનો ઉહ્‌લલેખ થયો એટલે સુમનને મજા પડી ગઈ. ઘોઘરો અવાજ કાઢતી એ હસી પડી. મોક્ષ સંતોષપૂર્વક આગળ વધ્યોઃ

ખિલખિલ હસતી,

કાલું કાલું બોલતી,

આ પરી,

સાત ભાઈ-બહેનોમાં

મારી સહુથી નાની બહેન.

સુમને સામાનની થાળી બાજુ પર મૂકી માથું વલૂર્યું. મોક્ષ એની પ્રત્યક્ષ આવી ગયો. કવિની બહેન ચાલીસીમાં પહોંચી ગઈ હતી, પણ મોક્ષ સુમનની ઉંમર પ્રમાણે આંકડામાં ફેરફાર કર્યોઃ

એના જન્મથી

આજ સુધીમાં

૨૧ વર્ષનાં વહાણાં

વાઈ ગયાં છે.

છતાં એ રહે છે

૨-૩ વર્ષની

નિર્દૃોષ, અસહાય

બાલિકા.

ઈતિહાસ, ભૂગોળ, ગણિત,

રાજનીતિ, દૃેશ-પરદૃેશ,

કશું એને ન કળાય.

અહોહો, એટલાં રમકડાં

એની પાસે, તોય

નવું રમકડું મેળવવા

તલસે, વલવલે, નિત્યબાળા.

મોક્ષનો આ પ્રિય શબ્દૃ હતોઃ નિત્યબાળા! જે જન્મથી મૃત્યુ સુધી, આજીવન, ફકત બાળા જ રહેવાની છે... મનથી, બુઘ્ધિથી, સમજથી, વર્તનથી!

ઉંમરનું એેને શું?

રમકડાં જોઈએ

એમાં લાજ શેની?

કડવાઝેર આહ્‌લાદૃનું

કચોળું મારી સામે

ને સામે.

કડવાઝેર આહ્‌લાદૃનું

આ કચોળું નિતાંત

મારૂ છે.

પીશ એમાંથી

દૃમખમ રહે ત્યાં સુધી.

કડવોઝેર આહ્‌લાદૃ... કેટલો સરસ શબ્દૃપ્રયોગ છે, માયા! મોક્ષ ભાવવિભોર થવા માંડયો,કવિ કહે છે કે બહેનની નિર્દૃોષતા આહ્‌લાદૃક તો છે, પણ એ આહ્‌લાદૃમાં પીડા પણ છે. િંજદૃગીના છેહ્‌લલા ર્શ્વાસ સુધી આહ્‌લાદૃનો એ પ્યાલો પીતો રહેવાનો છે. મારી િંજદૃગીના છેહ્લલા શ્ર્વાસ સુધી અથવા બહેનનીિ ંજદૃગીના...

માયાનું હ્ય્દૃય ભરાઈ આવ્યું. એણે મોક્ષના પીઠ પર હાથ મૂક્યો. પછી સુમનની પાસે જઈને બેઠી. સુમન નાસમજીથી પણ ધ્યાનપૂર્વક ભાઈને સાંભળી રહી હતી. એના મોંમાંથી લાળ ટપકી ગઈ. મોક્ષે તરત રૂમાલથી એના હોઠ લૂછ્‌યા, ગળું ખંખેર્યું અને આગળ વધ્યોઃ

ખાતર-પાણી સીંચું

ને ફૂલ ખીલે,

તેમ,

આ બહેનીને

વહાલનું અમી સીંચી

વિષાદૃયુકત હરખથી

નીરખું.

ભોળી છે તોય

વાલીબેન કહી

ભરમાવું.

ભરમાઈને

સુખના આભમાં

એ વિહરે...

મોક્ષનો અવાજ તૂટવા લાગ્યોઃ

નહીં, નહીં,

બાળપણ નિત્ય રહે

એવું વરદૃાન

કોઈનેય ન ફળજો...

કવિતા પૂરી થઈ. મોક્ષની આંખો છલકાઈ આવી. માયા ઊભી થઈને એની પાસે આવી. એનો ચહેરો લૂછ્‌યો.

કેમ આજે આટલો બધો ઈમોશનલ થઈ રહ્યો છે, મોક્ષ?

ખબર નહીં!

આપણે સુમનને મૂકીને ફકત માથેરાન જઈ રહ્યાં છીએ, મેનહટન નહીં!

મોક્ષને અચાનક યાદૃ આવ્યું હોય તેમ સુમન પાસે જઈને બેઠો, સુમી, સાંભળ. અમે થોડા દિૃવસો માથેરાન જઈ રહ્યાં છીએ. હું ને માયા. આપણું હોલીડે હોમ છેને ત્યાં? પણ તારે ફિકર કરવાની જરૂર નથી. અહીં મુકતાબેન છે જ... અને આર્યમાન પણ આવી રહ્યો છે ઓસ્ટ્રેલિયાથી, તારૂં ધ્યાન રાખવા. તને આર્યમાન ગમે છેને, સુમી?

આરમાનભાઈ આવશે... રમકડાં લાવશે!

હા, તારા આરમાનભાઈ સરસ સરસ રમકડાં લઈ આવશે તારા માટે. એ એટલું જ કરી શકે તેમ છે...

"મોક્ષ, પ્લીઝ! માયાએ કહ્યું, આપણે હવે નીકળવું જોઈએ. ગિેંટગ લેટ. હું નીચે ઉતરૂં છું. તું આવ.

માયા નીકળી ગઈ. મોક્ષે સુમનનો હાથ પોતાના હાથમાં લીધો.

જો, સુમી. બરાબર જમી લેવાનું. ખાવા-પીવામાં ધાંધિયા નહીં કરવાના. હું પાછો આવું ત્યારે મુકતાબેન ફરિયાદૃ કરશે તે નહીં ચાલે.

સુમન નીચું જોઈ ગઈ.

કંઈ કહેવું છે તારે?

એ ચુપ રહી. મોક્ષનું મન પાછું ભારે થઈ ગયું. ખબર નહીં કેમ, આજે સુમનને જોઈને, સુમનની હાજરીમાં લાગણીનાં તીવ્ર સ્પંદૃનો જાગી રહ્યાં હતાં. એ ઊભો થઈને દૃરવાજા પાસે ગયો.

બાય સુમી...

સુમન સામે જોયા વિના પાછી મણકાનું તોરણ બનાવવામાં ગૂંચવાઈ ગઈ.

ધીમે ધીમે દૃાદૃરો ઉતરી રહેલા મોક્ષને એ ક્યાં ખબર હતી કે સુમન સાથે આ એનો અંતિમ મોં-મેળાપ છે અને હવે પછી વહાલી બહેનને એ ક્યારેય જોઈ શકવાનો નથી!

૦ ૦ ૦

એરપોર્ટ પરથી નીકળેલી એરકન્ડીશન્ડ ટેકસીના ડરાઈવરે ફરી એક વાર રિઅર મિરર પર અછડતી નજર ફેંકી.

પાછલી સીટ પર બેઠેલાં સ્ત્રી-પુરૂષ વાતો કરતાં કરતાં પાછાં ખામોશ થઈને એકબીજામાં ગુલતાન થઈ ગયાં હતાં.

ઈનફ, પ્લીઝ! મિશેલે બળપૂર્વક આર્યમાનનો ચહેરો દૃૂર કર્યો, "મારા હોઠ ચાવી જવા છે, જંગલી?

એ હાંફી ઉઠી હતી.

તું અને ઈનફ? આર્યમાનની શરારતી આંખો ચમકી રહી હતી, તારી ડિકશનરીમાં ઈનફ શબ્દૃ ક્યારથી આવી ગયો, મિશેલ? ઈન્ડિયામાં રહીને તું કમજોર થઈ ગઈ!

શટ અપ!

ઓકે... કૂલ! આર્યમાન સહેજ અળગો થઈને વ્યવસ્થિત બેઠો. અરીસામાં ડરાઈવર સાથે એની નજર ટકરાઈ.

અરે ભાઈસાબ, જરા રાસ્તે પર ભી દૃેખા કરો. મઢ આઈલેન્ડ કે બદૃલે ગોરાઈ બીચ મત પહૂંચા દૃેના!

નહીં નહીં સર... ડરાઈવર ઝંખવાણો પડી ગયો.

આર્યમાન હસતો રહ્યો. એણે મિશેલ સામે જોઈને એક આંખ મીંચકારી.

આર્યમાન, સાંભળ! મિશેલ ગંભીર થઈ ગઈ, આપણે મઢ આઈલેન્ડ જ જઈ રહ્યા છીએ, પણ આપણાં ઘરે નહીં.

એટલે?

એટલે એમ કે આપણે અત્યારે ઘરે નહીં જઈએ. મેં તારા માટે ધ રિટ્રીટ"માં સ્યુટ બુક કરાવ્યો છે.

આર્યમાન જોતો રહ્યો, કેમ વિચિત્ર વર્તન કરી રહી છે આજે? મેં કહ્યું હતું કે એરપોર્ટથી હું મારી રીતે પહોંચી જઈશ, તારે રિસીવ કરવા આવવાની જરૂર નથી, છતાં તું આવી... અને હવે મને ઘરને બદૃલે હોટલ લઈ જઈ રહી છે. કેમ?

એનું કારણ છે.

શું? મોક્ષનું કંઈ છે? તેં એના રૂમમાં ઓલરેડી તારી વિધિ કરી નાખી હતીને? તો હવે ઘરે જવામાં શું પ્રોબ્લેમ છે?

આપણું ઘર તારા માટે હજુ સેફ નથી! એ બધું હું તને પછી સમજાવીશ. અત્યારે તું પ્લીઝ હું કહું તેમ કર.

આર્યમાને વધારે દૃલીલ ન કરી. ધ રિટ્રીટ બંગલાથી ખાસ દૃૂર નહોતી. ચેક-ઈન કરીને બન્ને ટોપ ફ્લોર પર આવેલાં સ્યુટમાં પહોંચી ગયાં. આર્યમાને પડદૃો ખોલી નાખ્યો. ફ્રેન્ચ વિન્ડોની પેલી તરફ ક્ષિતિજને ભરી દૃેતો કાળાશનો વિરાટ ટુકડો ફેલાયેલો હતો. આર્યમાન અંધકારને તાકતો ખામોશ ઊભો રહ્યો. વતનનો અંધકાર, વતનનું આસમાન...

મિશેલ એને પાછળથી વળગીને ઊભી રહી. આર્યમાને એને પોતાની સામે ફેરવી. મિશેલની નીલી આંખોમાં, એના માંસલ હોઠો પર તોફાની આમંત્રણ હતું. આર્યમાન ઝુકીને હળવે હળવે એના હોઠ ચુમવા લાગ્યો. મિશેલની આંખો મીંચાઈ ગઈ. એક લાંબી ક્ષણ પછી ચહેરા અળગા થયા.

આ વખતે માણસની જેમ કિસ કરી છે. ફરિયાદૃ નહીં કરતી!

મિશેલ હસી પડી, ચાલ, કંઈક ખાઈ લે. નીચે જવું છે કે રૂમમાં જ કંઈ ઓર્ડર કરી દૃેવું છે?

"મારી ખરેખર ખાવાની કંઈ ઈચ્છા નથી. તારી?

બિલકુલ નહીં.

આર્યમાને બ્લેઝર કાઢીને એક તરફ ફંગોળ્યું. પગમાંથી શુઝ બહાર સરકાવ્યા. પછી મિશેલને ઢીંગલીની જેમ ગોદૃમાં ઊંચકીને કહ્યું, પણ હું ભૂખ્યો તો છું જ!

મિશેલ મલકી, પહેલાં તું નાહી લે. આટલી લાંબી ફ્લાઈટ હતી. ફ્રેશ થઈ જા.

હું એકલો નહીં નહાઉં! બાથરૂમ કઈ તરફ છે?

...અને શાવરમાંથી છૂટેલી હૂંફાળી જલધારાઓ, ભીંજાતાં દૃબાતાં વીંટળાતાં અનાવૃત્ત શરીરો, સરકતી આંગળીઓમાંથી વહેતા વિદ્યુતતરંગો, ગરમાતું લોહી, તીવ્ર બનતો જતો આદિૃમ આવેગ, ઊછળતી ઉષ્ણતા... અને એકાકાર થયેલાં અંગોમાં થયેલો એક અંતિમ પ્રસ્ફોટ...

દૃદૃડતા પાણી વચ્ચે બન્ને ક્યાંય સુધી હાંફતા રહ્યાં.

લવ યુ, આર્યમાન! રિઅલી મિસ્ડ યુ...

"મી ટુ!

આર્યમાન આખરે અળગો થઈને ઊભો થયો. મોટા અરીસામાં પોતાના ચહેરો ધ્યાનથી નીરખી ધીમે ધીમે શેવ કરવા લાગ્યો. મિશેલ પાછી શાવર નીચે ઊભી રહીને આર્યમાનની બદૃામી માંસલ શરીરને તાકતી રહી.

તારા પગના મસહ્‌લસ સરસ બની ગયા છે, આર્યમાન.

"મારા પગના મસહ્‌લસ પહેલેથી સારા છે. મોક્ષના બાયસેપ્સ અને ટ્રાયસેપ્સ સારા હતા. અમારા ભાઈઓ વચ્ચે હંમેશાં હરીફાઈ રહેતી, સારૂં બોડી બનાવવાની... અને હું હંમેશાં આગળ રહેતો.

તારૂં બોડી વધારે એથ્લેટિક અને જીમ-ટોન્ડ છે. મોક્ષનું શરીર વધારે રેગ્યુલર છે.

આર્યમાને અરીસામાંથી મિશેલ સામે જોયું, "મોક્ષનાં શરીર વિશે બહુ જાણવા લાગી છે તું!

આઈ ન્યુ ઈટ! મને હતું જ કે તું આમ બોલીશ!

થોડી ક્ષણો પછી બન્ને બેડરૂમમાં હતાં. ડરાયફુટ્‌સ અને એકાદૃ ડ્રિન્ક વચ્ચે વાતો ચાલતી રહી.

તું થાક્યો નથી, આર્યમાન? મિશેલે નાનું બગાસું ખાઈને બિસ્તર પર લંબાવ્યું.

નોપ્પ! આઈ એમ સુપરફ્રેશ!

એરકન્ડીશનર એડજસ્ટ કરી, લાઈટ બુઝાવી આર્યમાન પણ મુલાયમ રજાઈ નીચે ઘુસી ગયો.

તારા આ આફ્ટર શેવની સ્મેલ મને બહુ પસંદૃ છે, આર્યમાન.

અને મને તારી!

આર્યમાનનું શરીર પુનઃ ઉષ્ણ થવા લાગ્યું હતું. મિશેલ પીગળવા લાગી. એકાએક આર્યમાન હાથ થંભ્યો, આ તેં ગળામાં શું પહેરી રાખ્યું છે, મિશેલ?

મિશેલ થોડી વાર કશું બોલી નહીં. માત્ર તેના ઊંડા ર્શ્વાસનો દૃવાયેલો અવાજ ગૂંજતો રહ્યો.

મિશેલ, હું તને કશુંક પૂછી રહ્યો છું.

ફરગેટ ઈટ.

નો! મારે જાણવું છે. બાથરૂમમાં પણ તેં ઉતાર્યું નહોતું. શું છે આ?

અરે કશું નથી.

તો ઉતારી નાખ!

વેઈટ! મિશેલે એનો હાથ પકડી લીધો, આ કંઠી છે. અધોરી ગોરખનાથે બાંધી છે.

તો?

તો હું એને શરીરથી દૃૂર નહીં કરી શકું.

આર્યમાન ભીંજાયેલા અંધકારમાં મિશેલને જોઈ રહ્યો, તું આગ સાથે રમત કરી રહી છે, મિશેલ.

મિશેલ મૌન રહી.

આર યુ શ્યોર કે આ અઘોરી સાથે તું જે કંઈ કરી રહી છો એ બરાબર છે?

હા, મિશેલે સ્પષ્ટતાથી કહ્યું.

બહુ ભયાનક હોય છે આ અઘોરીવિદ્યા, મિશેલ. જો સાચી રીતે થાય તો ધાર્યું પરિણામ આપે, પણ જો ખોટાં પગલાં ભરાઈ ગયાં તો િંજદૃગી બરબાદૃ થતાં વાર ન લાગે...

આ તું મને શીખવે છે, આર્યમાન? તું મારા કરતાં વધારે જાણે છે? તું ફિકર ન કર.

છેહ્‌લલે મળી ત્યારે શી વાત થઈ હતી ગોરખનાથ સાથે?

મિશેલ એને તાકી રહી. આર્યમાનનો ચહેરો ફરી ગયો હતો.

તું શું કામ આટલી બધી પૂછપરછ કરી રહ્યો છે? તને ભરોસો નથી મારા પર? બધું પ્લાન પ્રમાણે જ જઈ રહ્યું છે...

તું ખૂલીને વાત કર, આર્યમાને કહ્યું, આઈ નીડ ટુ નો.

ઓકે, સાંભળ, મિશેલનો અવાજ ગંભીર થતો ગયો, બાબા ગોરખનાથે મને એક કાળો દૃોરો આપ્યો છે. મંતરેલો છે. એ મારે સુમનને પહેરાવવાનો છે.

શું થશે એ દૃોરાથી?

"મંતરેલા દૃોરાને એક રિમોટ કંટ્રોલ સમજી લે, આર્યમાન! એનાથી ગોરખનાથ પોતાનાં ઘરમાં બેઠાં બેઠાં સુમન સાથે કંઈ પણ કરી શકે છે... મિશેલની આંખો જંગલી પશુની જેમ ચમકવા લાગી, કંઈ પણ!