Ajanyo Prem - 2 books and stories free download online pdf in Gujarati

અજાણ્યો પ્રેમ - 2

અજાણ્યો પ્રેમ - ભાગ 2

પહેલ ભાગ માં આપણે જોયું કે ક્રિષા દેવ ને નફરત કરે છે પણ જયારે દેવ ક્રિષા ને પ્રેમ કરે છે. અચાનક વાર્તા એવો વરાંક લે છે અને એ જ દેવ ક્રિષા ને મુશ્કેલી માંથી બચાવે છે. દેવ પોતાનો જીવ જોખમ માં નાખી ને ક્રિષા ની ઈજ્જત બચાવે છે. જેના કારણે ક્રિષા ના મન માં દેવ ના વિચાર આવવા લાગે છે અને એને એ રાતે ઊંઘ નથી આવતી. હવે આગળ......

તે રાતે ક્રિષા ને ઊંઘ જ નહોતી આવતી. એ દેવ નો જ વિચાર કર્યા કરતી કે શું આ એ જ દેવ હતો શુજેને તે નફરત કરતી હતી અને એનું મોઢું પણ જોવા નહોતી માંગતી. આજે એને પોતાના પર જ ગુસ્સો આવતો હતો અને પછતાવો થતો હતો કે આજે આ દેવ ના હોત તો એનું શું થાત ???

હવે ક્રિષા પણ મનોમન દેવ પ્રત્યે આકર્ષવા લાગી હતી અને તે દેવ ને ચાહવા લાગી હતી. ક્રિષા ને દેવ માટે એક અજાણ્યો પ્રેમ થઇ ગયો હતો. આ એક એવો પ્રેમ હતો જેમાં ક્રિષા દેવ ને ઓળખતી પણ ના હતી કે એના વિષે કોઈ માહીતી પણ નહોતી. છતાં પણ તે દેવ પ્રત્યે આકર્ષવા લાગી હતી. એને તે રાતે સપના માં પણ દેવ નો જ ચેહરો દેખાતો હતો. જે દેવ પોતાના માટે માર ખાતો હતો. હવે બસ ક્રિષા સવાર ની રાહ જોતી હતી કે ક્યારે સવાર પડે અને તે દેવ નો ચેહરો જોવે. આજ નો દિવસ ક્રિષા માટે અલગ જ હતો. સવાર માં તે વહેલી ઉઠી ને ધાબા પર ગઈ અને રાહ જોવા લાગી કે કયારે દેવ ગેલેરી માં આવે. દેવ જયારે ગેલેરી માં આવ્યો કે એને જોયું કે ક્રિષા ધાબા પર જ હતી અને પોતાની સામે જોઈને ક્રિષા એ ખુબ જ સરસ સ્મિત આપ્યું. દેવે પણ સામે સ્મિત આપ્યું. હવે પછી તો આ રોજ ની વાત થઇ ગઈ રોજ ક્રિષા દેવ ની રાહ જોઈ ને ધાબા પર આવતી અને દેવ ને સ્મિત આપતી. હવે તો દેવ ને પણ ક્રિષા ની આંખો માં અને સ્મિત માં પોતાની માટે છલકાતો પ્રેમ દેખાતો હતો. પણ દેવ ને ડર હતો કે આ વાત કોઈ ના પણ ઘર માં જાણ થશે તો બેય ને તકલીફ થશે અને આ ડર ના લીધે દેવે ક્રિષા સામે ધીમે ધીમે જોવાનું બન્ધ કરી દીધું અને ક્રિષા ને નજર અંદાજ કરવા લાગ્યો. પણ ક્રિષા ??

એને તો ક્યાં કોઈ નો પણ ડર હતો જ ??

એની તો હવે હિંમત પણ વધતી જતી હતી અને એને તો ધીમે ધીમે દેવ ના ઘરે અવર જ્વર પણ વધારી દીધી હતી. તે તો કોઈ ના કોઈ બહાને દેવ ના ઘરે જતી અને દેવ સાથે વાત કરવાનો પ્રયત્ન કરતી. પણ દેવ એની બધી વાતો તાળી દેતો અને એને નજર અંદાજ કરતો. હવે ક્રિષા ને પણ સમજવા લાગ્યું જે દેવ તેનાથી દૂર જવાનો પ્રયત્ન કરી રહ્યો છે. ક્રિષા એ પણ હવે મનોમન વિચારી લીધું કે દેવ એનાથી દૂર થઇ જય એની પહેલા પોતાના મન ની વાત એને જણાવી દેવી જોઈએ.

એક દિવસ જયારે દેવ ના ઘરે કોઈ જ નહોતું તયારે ક્રિષા દેવ ના ઘરે ગઈ અને દેવ પાસે જઈને ધીમે થી બોલી.

ક્રિષા :- દેવ મારે તને કાંઈક કહેવું છે. હું તને ખુબ પ્રેમ કરું છું અને તારા વગર નહીં રહી શકું. આઈ લવ યુ સો મચ.

દેવ :- ક્રિષા આ તું શું બોલે છે ? ગાંડી થઇ ગઈ છે કે શું ? અને હું તને પ્રેમ નથી કરતો અને તને સારી ફ્રેન્ડ મનુ છું. તું મને ભૂલી જા અને કોઈ બીજો સારો છોકરો શોધી લે.

ક્રિષા :- આ વસ્તુ ઇમ્પોસીબલ છે. તારા સિવાય હું બીજા કોઈ ને પ્રેમ નહીં કરી શકું અને બીજા કોઈ માટે તો વિચારી પણ ના શકું. અને જો તું મને પ્રેમ નહતો કરતો તો અત્યાર સુધી કેમ રોજે ગેલેરી માં મારી રાહ જોતો હતો ?? અને હવે કેમ મારા થી દૂર ભાગે છે ??

દેવ :- એ તો બસ એમ જ બાય ચાન્સ હું આવી જતો હતો.

ક્રિષા :- ખોટું ના બોલીશ. હું કોઈ નાની છોકરી નથી કે કઈ સમજી ના શકું. મને ખબર છે કે તું પણ મને પ્રેમ કરે છે તો પણ તું આવું કેમ કરે છે ?? શું લેવા મારા થી દૂર ભાગે છે ????

દેવ :- ક્રિષા એવું નથી કે હું તને પ્રેમ નથી કરતો પણ તને તો ખબર છે કે આપડે બેય એક થાઇશું તો એ વાત આપડા પરીવાર ને નહીં ગમે અને એ લોકો આપણું મિલાન પણ નહીં થવા દે એટલે તું મને ભૂલી જ એજ આપડા બેય માટે સારું છે.

ક્રિષા :- મરી જઇશ પણ તને નહીં ભૂલું હું.

દેવ કઈ પણ બોલ્યો નહીં એટલે ક્રિષા ને ગુસ્સો આવ્યો.

તેને પાસે પડેલ પેન્સિલ કટર હાથ માં લીધું અને બોલી કે દેવ જો તું મને નહીં સ્વીકારે તો હું આ કટર હાથ પર મરી દઈશ.

દેવ ને થયું કે ક્રિષા મજાક કરે છે એટલે જોયા વગર બોલ્યો કે ભલે તારી મરજી અને પાછળ તરફ ફરી ગયો. ક્રિષા નો ગુસ્સો હવે વધી ગયો અને તરત જ એને હાથ પર કટર મારી દીધું અને આ સાથે જ ક્રિષા થી ચીસ નંખાઈ ગઈ. દેવે પાછળ ફરી ને જોયું કે સાચે જ બ્લેડ મારી દીધી હતી અને તેના હાથ માંથી લોહી નીકળતું હતું. તેને સમય બગડ્યા વગર પોતાનો રૂમાલ કાઢ્યો અને અને ક્રિષા ના હાથ પર બાંધી દીધો. ક્રિષા ના પણ નસીબ સારા હોવાથી વધારે મોટો ઘા નહોતો વાગ્યો. દેવે ક્રિષા ને આઈ લવ યુ કીધું અને બોલ્યો કે પાગલ હવે ક્યારેય આવું ના કરતી નહીં તો હું કયારેય પોતાને માફ નહીં કરી શકું.

આ સાંભળતા જ ક્રિષા એ દેવ ને હગ કરી લીધું અને રડવા લાગી. અને દેવ ની પણ આંખો માંથી હર્ષ ના આંસુ આવી ગયા.......

Share

NEW REALESED