Bhagirath na varas books and stories free download online pdf in Gujarati

ભગીરથના વારસ - પ્રકરણ - 3

ભગીરથના વારસ

૩. મુકામ નાયગામ

વીણા ગવાણકર


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૩. મુકામ નાયગામ

નાયગામ એક દુષ્કાળગ્રસ્ત ગામ. ત્યાંના દેવસ્થાનની જમીન તો ક્યાંથી લીલીછમ અને ઉપજાઉ હોય ? એ પણ પાણીના અભાવે શુષ્ક, કસહીન, ઉજ્જડ, ખડકાળ અને ઢાળની, ખાડા, પથરીલી. તેની પર કાંઈ પાકતું ન હતું. વરસાદ પડે, છતાંય બધું પાણી તેની પરથી વહી જતું. માંડમાંડ ઠીંગરાયેલું ઘાસ થોડા દિવસ દેખાતું. એય પછી રખડતાં ઢોર ખાઈ જતાં. દમડીનીય આવક ન હતી એવી આ ચાળીશ એકર જમીન વાર્ષિક રૂ. ૧૨૦૦/-ના કરારથી પચાસ વર્ષ માટે દેવસ્થાન ટ્રસ્ટે વિલાસરાવને આપી. ‘ગ્રામગૌરવ પ્રતિષ્ઠાન’ મારફત તે તેની ઉપર પ્રયોગ પ્રકલ્પ ઊભો કરવાના હતા.

દેવસ્થાન જમીન પરના કામની શરૂઆત થઈ. જમીન ખડકાળ અને ઢાળવળી હોવાથી વિલાસરાવે પહેલાં તેને ઠેરઠેર સમથળ બનાવી લીધી. ઢાળ પર તબક્કાવાર કન્ટૂર બંધ બાંધ્યા. વરસાદી પાણી રોકવાની વ્યવસ્થા થઈ. જમીનનું ધોવાણ થવા પર અટકાવ આવ્યો. જમીન ટેકરીના ઢાળ પરની હોવાથી બસો એકરનો પાણી ઢાળ (ઉટ્ઠીંિ જરીઙ્ઘ) ક્ષેત્ર સ્રાવ તળાવ માટે ઉપલબ્ધ હતો. એટલે ઢોળાવ પર નીચેના ભાગમાં એક દસલક્ષ ઘનમીટર પાણી સંગ્રહ કરી શકાય એવું સ્રાવ તળાવ બાંધ્યું. તળાવના નીચેના ભાગમાં કૂવા બનાવ્યા. ૭.૫ હો.પા.નો પંપ બેસાડ્યો. તે પંપ દ્વારા ૪૦’ ઊંચાઈ પર પાણી લઈ જવાની સગવડ થઈ. જમીનની નીચેથી પાણી ઢાળના ઉપરના ભાગમાં ઢોરોના ચરાણ પર પ્રતિબંધ મૂક્યો. ત્યાંનું ઘાસ નાશ ન પામે એની તકેદારી લીધી. બંધ ઉપર બે હજાર ફળાઉ વૃક્ષો વાવ્યાં. જ્યારે ઉપરના ખડકાળ ભાગમાં ચાર હજાર વૃક્ષો વાવ્યાં. કડવા લીમડા, આંબા, સીતાફળ ઇત્યાદિ. ક્યાં રોપાં માત્ર વરસાદના પાણી પર ઝડપથી વધે છે એનો તે અભ્યાસ કરવા ઇચ્છતા હતા. બંધ પર પણ સર્વત્ર એરંડાનાં વૃક્ષો વાવ્યાં. (તેને કારણે બંધ પાકો થયો, ઉપરાંત તે એરંડાના બિયામાંથી ઊપજ પણ મળી, સુકાયેલા એરંડાનો ઇંધણ તરીકેય ઉપયોગ થયો.) જે જમીન પર વાવેતર કર્યું ન હતું ત્યાં ઘાસ, ઝાડવાં વધ્યાં, પાણી અને જમીન બંને વહી જતા અટક્યા. જમીનના પાછળના ભાગ હેઠળના પાણીનું સ્તર વધ્યું.

આ રીતે વરસાદમાં વહી જનારું પાણી અટકાવવામાં આવ્યું. ચાલીસ એકર જમીન પૈકીની ૨૦ એકર જમીન માટે અપેક્ષિત સિંચાઈની સુવિધા થઈ. ૧૦ એકર વરસાદના પાણી પર પાંચ એકર ઘાસ, ઝાડવા માટે અને પાંચ એકર પર સ્રાવ તળાવ, કૂવા, બંધ ઇત્યાદિ જેવી વ્યવસ્થા થઈ. આ કામમાં તેમને એક નિવૃત્ત ફૉરેસ્ટ ઑફિસર, એક ખેતીવાડી અધિકારીનોય સાથ મળ્યો.

પાકની પસંદગીનો વિચાર

પાણી મળવાથી વિપુલ પાક થયો અને પ્રશ્ન ઉકલ્યો એવુંય ન હતું. પાક પદ્ધતિનો, પાકની પસંદગીનોય વિચાર વિલાસરાવે કર્યો હતો. જુવાર, બાજરી, ચણા, મગફળી અને પછી દ્રાક્ષ બાગ, ગુલાબના ક્યારા પણ.

વિલાસરાવે નાયગામમાં પ્રયોગ યોજના ઊભી તો કરી, પણ તેની મોટાભાગની બધી કાર્યવાહી કલ્પનાબહેને જ કરી. વિલાસરાવ અઠવાડિયામાં બે દિવસ એટલે ‘ઍક્યુરેટ’માં અઠવાડિક રજા હોય ત્યારે શનિવાર-રવિવારે નાયગામ રહેતા. બાકીના દિવસ કારખાનામાં જ. તેમની કૅબિનના પાછળના ભાગમાં બે સાદી ઓરડીઓ હતી. તેમાં તે રહેતા. કારખાનાની જ કેન્ટિનમાં જમતાં.

પુણેની કૃષિ કૉલેજમાં અવારનવાર જઈને કલ્પનાબહેન પાકની માહિતી મેળવતા, ઘાસની વિવિધ જાતની જાણકારી મેળવતા. એ જાત વાવી જોઈને, તેના પરિણામ ચકાસીને વિવિધ પ્રકારના બિયારણ મેળવવાનું કામ તેમનું જ. તેમનો બી.એસસી.નો વિષય વનસ્પતિશાસ્ત્ર હતો. આ એક જમા બાજુ, પણ પ્રત્યક્ષ ખેતીનાં કામો માત્ર તે પહેલી વાર જ કરતાં હતાં. ખરું તો ત્યાં ગયા પછી તેમને ત્યાંના ગાજર ઘાસનો ખૂબ ત્રાસ હતો, છતાંય તેમણે ખેતીમાં કામ કરવાનું બંધ કર્યું નહિ. રોજ સવારે નિયમિત તે ખેતરમાં ત્યાંની ખેડૂત સ્ત્રીઓ સાથે પ્રત્યક્ષ અનુભવ લેતાં. તે સ્ત્રીઓ સાથે ચર્ચાય કરતાં. તેમની મુશ્કેલીઓ જાણતાં. કલ્પનાબહેને તેમની સાથે બે યુવાનો પણ તૈયાર કર્યા હતા. સોમા દેવકર અને વિઠ્ઠલ હોલે. તેમને પોતાની ચંપલો ક્યાં ઉતારવી, કેવી રીતે વ્યવસ્થિત મૂકવી, હાથોની સ્વચ્છતા કેવી રીતે રાખવી વગેરે બધું કલ્પનાબહેને શીખવ્યું. તે બંને સાળુંખેના ઘરે જ રહેતા. વિલાસરાવે જણાવેલા કામો કલ્પનાબહેન, વિઠ્ઠલ હોલે પાર પાડતા. એક અર્થમાં કલ્પનાબહેન જ વિલાસરાવના વિચાર વાસ્તવમાં સાકાર કરતા હતા એમ કહીએ તો ખોટું લેખાશે નહિ.

નાયગામના લોકો સાથે વિલાસરાવને પહેલાથી પરિચય એટલે કે સ્રાવ તળાવના કામથી થયેલો હતો જ. પોપટરાવ ખેસે, અણ્ણાસાહેબ કડ સાથે તો આત્મીય સંબંધ બંધાયા હતા. સાળુંખેને જોઈતી હોય તે મદદ, સલાહ તેમની પાસેથી મળતી. દેવસ્થાનની જમીન પર રોજબરોજ કાંઈક ને કાંઈક નવું થઈ રહેલું, તૈયાર થયેલું જોવા મળતું. એ જોઈને ગામલોકોને કુતૂહલ લાગતું. પછી તે સાંજે મોડેથી, કામધામ આટોપીને વિલાસરાવને મળવા આવતા. વિલાસરાવ પોતાના કામનો ખુલાસો કરતા. કૃષિ વિષયક વાતો કરતા. અનુભવી લોકોને તેમના અનુભવ પૂછતા. આમ આપલે ચાલતી. અંગત પોતાનું કાંઈ કામ ન હોય છતાં ત્યાં જવાથી ચાર સારી વાતો સાંભળવા મળશે, તેથી આવનારાય તેમાં રહેતા. દર રવિવારે પછી ઘરની ઓસરી પર બેઠક થતી.

ઓસરી પરની બેઠકો

સાળુંખેની ઓસરી એટલે ચાવડી જ થઈ. રોજ સાંજે ત્યાં જઈને બેસવું એ અનેક લોકોને નિત્યક્રમ થયેલો. ડ્રાઇવર શુક્રવારે સાંજે વિલાસરાવને લઈને હડપસરથી નીકળતો, સોમવારે સવારે જ હડપસર પાછા લાવીને મૂકતો. એ બે દિવસમાં વિલાસરાવને મળવા આવનારાઓની ભીડ જામતી. ત્યાં આવનારા-જનારાઓની સરભરા, ખાવાપીવાની વ્યવસ્થા અર્થે કલ્પનાબહેને બે-ત્રણ બહેનોને મદદ માટે રાખી.

આ અરસામાં જ બાળકો માટે ખાસ નીમેલા શિક્ષક જતા રહ્યા. કલ્પનાબહેન પર એય જવાબદારી આવી પડી. સંધ્યાકાળે મોડેથી ઘરની ઓસરી પર ફાનસના અજવાળામાં અભ્યાસ કરનારા વિક્રમ, આદિત્ય અને તેમને ભણાવનારાં કલ્પનાબહેનનું દૃશ્ય નાયગામના રહેવાસીઓ માટે પરિચિત બન્યું.

વધી રહેલા વ્યાપમાં વિક્રમના અભ્યાસ તરફ ધ્યાન આપી શકાતું ન હતું. એટલે કલ્પનાબહેને નિરુપાય અને પોતાની બહેનને ત્યાં - મીનાબહેન પવારને ત્યાં - પુણે મૂક્યો. એ હવે ત્રીજા ધોરણમાં ગયો હતો. ના કહીએ છતાં બાળકોથી આમ દૂર રહેવું કલ્પનાબહેનના હૈયાને વલોવી નાંખતું. પરંતુ હાથમાં લીધેલું કામ એટલું મોટું અને મહત્ત્વનું હતું કે વ્યક્તિગત સુખ-દુઃખનો વિચાર કરતાં બેસી રહેવું તેમને માટે શક્ય પણ ન હતું. ‘એક અનેરો વાયરો તે સમયે અંગમાં સંચાર કરી રહ્યો હતો. મેં એ કઈ રીતે નિભાવ્યો, સમજાતું નથી.’ કલ્પનાબહેન મૃદુ હાસ્ય સાથે કહે છે.

દેવસ્થાનની જમીન પર પ્રયોગ કરવામાં વિલાસરાવ રોકાયેલા હોવા છતાં, ‘ઍક્યુરેટ’માં ઉત્પાદન વિકસિત કરવા તરફ તેઓ બેધ્યાન ન હતા. વર્નિયર કૅલિપર માટે (સૂક્ષ્મમાપન યંત્ર) આવશ્યક એવું આધુનિક તંત્રજ્ઞાન વિકસિત કરવાનું ચાલુ જ હતું. ફૅક્ટરીનો વ્યાપ વધ્યો હતો. કામદારોની સંખ્યા દોઢસો સુધી પહોંચી હતી. નવાં ઉત્પાદનો વિકસિત કરવા માટે તેમણે પચ્ચીસ યુવાન એન્જિનિયર્સ કારખાનામાં લીધા હતા. ઉપરાંત તૈયાર થનારાં ઉત્પાદનો માટે વિદેશી બજારો શોધવાં, ત્યાની કંપનીઓ સાથે વેપારી સંબંધ બાંધવા માટે તેમની વાર્ષિક વિદેશ મુલાકાતો હોય જ. કંપનીના કામ માટે ભારતમાં પણ તેમનો સતત પ્રવાસ થતો. હવે આ પ્રવાસોને વધુ એક પરિમાણ પ્રાપ્ત થયું હતું. તે જ્યાં જતા, ત્યાંના કૃષિ વિષયક પ્રયોગો વિશે, જળસંચય વિશે તે જાણકારી મેળવતા. એવી યોજનાઓ અચૂક નિહાળતા. નાયગામ આવ્યા પછી તે વિશે ગ્રામ્યજનો સાથે ચર્ચા કરતાં. તેમને સમજાય એવી ભાષામાં બહારની ઘટનાઓ સમજાવતા. આવા સમયે દુકાળ વેઠનાર, દુકાળ પર અભંગો રચનાર સંત તુકારામ તેમની મદદે આવતા.

વ્યાપક કાર્યાનુભવ

વિલાસરાવ એ લોકોમાંના જ એક લાગે એટલા તેમનામાં ભળી ગયા. આ દુકાળિયા, ગ્રામ્ય વિસ્તારના ખેતમજૂરોના દુઃખ સમજાય એટલે વિલાસરાવે શું કર્યું ન હતું ? ઉપવાસી, ભૂખ્યા પેટે કામ કરવાનો અનુભવ થાય એ માટે બે-બે દિવસ અન્ન સિવાય પસાર કરીને કામ કર્યું. પથ્થર ફોડ્યા, પથરાથી ભરેલા તગારા માથે મૂકી લઈ ગયા. બધા અનુભવ મેળવ્યાં. પોતાની સાથે રોજમદારી કરીને મસ્ટર પર સહી કરનાર આ ‘એન્જિનિયર સાહેબ’ ખેતમજૂરોને પોતાના લાગવા લાગ્યા. એ બોલતાંય તેમની જ ભાષા. તુકારામના અભંગના દાખલા આપતા પોતાની વાત તેમની સમક્ષ રજૂ કરતા. ઘરેથી આવતી વખતે બાંધીને લાવેલી ચટણી-ભાખરી તે સહુની સાથે વહેંચીને ખાતા. ખેતીની, જમીનની, પાણીની, પાકની વાતો કરતાં. ઘરડા માણસોના અનુભવોની વાતો સાંભળતા. કોઈક માડી ખેતરમાં આડશ કરીને ત્રણ પથરા ગોઠવીને (મંગાળો) રાંધતી દેખાય કે આ કેવી રીતે કર્યું, એ કેવી રીતે બાફ્યું, એ પૂછતાં, ક્યારેક ક્યારેક પરદેશમાં ખેતી-પાણી વિશે કાંઈ નવું સાંભળ્યું-વાંચ્યું હોય તો તે કહેતા. બોલવુંય કેવું, ધીમે ધીમે. સમજાવીને. સામેવાળાનું માન રાખીને. સાંભળનારાના મનનો તાગ લેનારું. નિર્મળ.

વિલાસરાવ જે કહી રહ્યા છે તે પોતાના હિતનું જ હશે, એમ લાગવા જેટલું વિશ્વાસનું વાતાવરણ નિર્માણ થવા લાગ્યું.

પુણેથી નાયગામ આવતી વખતે તે ઓછા પાણી પર પાકનારા કોઈક ને કોઈક ફળો લઈને આવતા. સીતાફળ, બોર, જામફળ વગેરે. સામે મળે એ બધાને તે વહેંચતા. બોર તો થેલો ભરીને લાવીને બાળકોને મુઠ્ઠે મુઠ્ઠા ભરીને વહેંચતા. ‘બાળકો હોય ત્યાં બોર જોઈએ જ’ કહેતાં. ‘એ બોર ખાઈ લીધા પછી તેના બિયાં વાવો.’ એમ કહેતા. ઘરની આસપાસના પરિસરમાં પપૈયા, જામફળ, મોસંબી, આંબળા, બોર, સીતાફળ જેવાં વૃક્ષો વાવો. ફળ વેચાતા લાવીને ખાવામાં પૈસા નાંખવાને બદલે ઘરના વપરાશી પાણી પર ઉછરેલા ફળાઉ વૃક્ષોનાં ફળો ખાવ’ કહેતા.

‘પોતાની આસપાસ જે ફળ પાકી શકે એ જ માણસોએ ખાવા, કારણ એ જ તે હવામાનને યોગ્ય’ એમ તે આગ્રહપૂર્વક જણાવતા.

વિલાસરાવનાં બાળકોને નાનપણમાં બે વસ્તુઓ મળતી ન હતી. બિસ્કિટ અને સફરજન. બિસ્કિટ પરદેશી હોવાથી આરોગ્ય માટે પોષક નથી એટલે, અને સફરજન ઉષ્ણ હવામાનનું ફળ નથી. ઉપરાંત હિમાલયમાંથી તે પરિવહન કરવા માટે લાકડાની ફળોની ખૂબ પેટીઓ બનાવવી પડે છે એટલે પર્યાવરણ વિનાશ. એથી સફરજન પણ ઘરમાં આવતા ન હતા. બાળકોના મન પર વિલાસરાવે આ વિચાર સુંદર રીતે અંકિત કર્યો હતો. એકાદ મહેમાન હાથ પર બિસ્કિટનું પેકેટ અથવા સફરજન મૂકવાનો પ્રયત્ન કરે કે, તેને આદિત્ય અને વિક્રમ તરફથી આ બધું સાંભળવું પડતું.

પૂરક પ્રયોગ

ખેડૂતોને વિશેષતઃ દુષ્કાળગ્રસ્ત વિસ્તારના સિમાંત ખેડૂતોને માત્ર ખેતી પર પૂરું કરવું આકરું જ. ખેતીને પૂરક ધંધાનો સાથે મળે તો ખેડૂતોને ચાર પૈસા વધારે મળે. એટલે વિલાસરાવ ખેતીની જેમજ પૂરક વ્યવસાયનોય પ્રત્યક્ષ પ્રયોગ કરવા, અનુભવ લેવા તૈયાર થયા. ધાયપાત, શેતૂરનું વાવેતર કરી જોયું. લિંબોળીઓ એકઠી કરીને પુણેથી તેનું ખાતર બનાવીને લાવ્યા. એ ખાતર વાપરવાનાય પ્રયોગ થયા. પણ વિલાસરાવ અને કલ્પનાબહેનને દૂધ વ્યવસાય વધુ ફાયદામંદ નીવડશે એમ લાગતું હતું. એટલે તેનોય અનુભવ લેવાનું નક્કી કર્યું. તે માટે વિલાસરાવે પુણેમાં બીએઆઇએફ (મ્છૈંહ્લ - ભારતીય એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ફાઉન્ડેશન)ની મુલાકાત લીધી. ત્યાંથી બધી જાણકારી મેળવી.

વિલાસરાવ ‘ઍક્યુરેટ’ના કામ નિમિત્તે બેંગલૂરુ ગયા. ત્યાં તેમને અનેક ઘરોમાં જર્સી ગાયો પાળતાં અને ત્યાંનો દૂધ વ્યવસાય લાભદાયક નીવડ્યો છે એમ જોવા મળ્યું. પુણે પાછા આવ્યા બાદ તેમણે કલ્પનાબહેન અને કેટલાક સહકાર્યકરોને એ બધું એક વખત જાતે જોઈ આવવા બેંગલૂરુ મોકલ્યાં અને તરત જ બેંગલૂરુથી ચાળીશ જર્સી ગાયો નાયગામમાં આવી. તેની સાથે ત્યાંના સાત-આઠ માણસોય તેની વ્યવસ્થા કરી આપવા આવ્યા.

દરમિયાન જર્સી ગાયો માટે કોઢ બાંધવાનું કામ ચાલુ હતું. તેની ભીંતો તૈયાર થઈ, પણ તેની ઉપર છાપરું ગોઠવવાનું હતું. કામચલાઉ ઊભા કરેલા શેડમાં ગાયો રાખી અને એટલામાં જોરદાર વરસાદ પડવા લાગ્યો. આ કિંમતી ગાયોને એ વરસાદ નહિ સદે તો ? પછી બધાએ ઝડપથી કલ્પનાબહેન રહેતાં હતાં એ ઘરની ઓસરી અને બેઠક ખાલી કરી. ગાયોને ઘરમાં લાવીને રાખી, રાતે કલ્પનાબહેન બાળકો સાથે અંદરની રૂમમાં જેમતેમ ઊંઘ્યાં. ઘરમાં હતાં ન હતાં એટલાં સૂપડાં, તગારાં, ડોલો લઈને બેઠકમાં અને ઓસરી પર વિલાસરાવ સહિત પાંચ-છ જણ પહેરા પર. એકાદ ગાય પોદળો મુકવા જતી હોય એમ દેખાય કે હાથમાં સૂપડું લઈને છાણ તેમાં ભેગું થવા દઈને બહાર લઈ જઈને તે નાંખતા. એકાદ ગાય મૂત્રવિસર્જન કરવા લાગે કે, ચટ દઈને ડોલ ધાર હેઠલ સરકાવવાની. પછી બહાર જઈને ખાલી કરી આવવાની. વિલાસરાવ અને બીજા લોકો વરસાદ બંધ થતા સુધી એ ચોવીસ કલાક આ ગોસેવામાં રોકાયેલા હતા.

ગાયોનું ‘કૅલેન્ડર’ : નવો અભ્યાસ વિષય

કોઢ બાંધવાનું કામ ઝડપથી પૂરું થયું. જર્સી ગાયોનું ‘કૅલેન્ડર’ સમજી લેવું એ કલ્પનાબહેનનો એક નવો અભ્યાસ. એ મુજબ પોતાનાં કામોનું આયોજન કરવું, સમયપત્રક ગોઠવવું એ આવ્યું જ. હવે બારામતીના બજારમાં જઈને બળદ પસંદ કરવામાં તે કુશળ થયાં હતાં. બળદોની ઉંમર કેવી રીતે જાણી શકાય, તેની ખોડ કઈ, વગેરે રહસ્યો પણ તે ઉકેલી શકતાં.

હવે પ્રશ્ન હતો દૂધનો

નાયગામમાં ચા માટે દૂધ વેચાતું લેવાના સાંચા. ત્યાં આટલું દૂધ નિયમિત ક્યાં નાંખવું ? એને માટે સ્થાનિક બજાર જ ન હતું. પછી વિલાસરાવના ભાઈ વિજયરાવ પહેલા પરોઢિયે મોટર સાઇકલ પર દૂધના મોટામોટા હાંડા ભરાવીને હડપસર જતા. કારખાનાના કારીગરોને સસ્તામાં દૂધ આપવું. સાથે ખેતરના તાજાં શાકભાજી પણ.

કારખાનામાં અઠવાડિયામાં બે દિવસ રજા રહેતી. તે વખતે ખૂબ દૂધ બચતું. કલ્પનાબહેન તેનું દહીં બનાવીને વેચવા મોકલતાં. વિસ્તાર એ એક જ. તે સમયે તે વિસ્તારમાં એસ.ટી. બસો ખૂબ ઓછી હતી. દિવસમાં એકાદ જ ખેપ. તેને કારણે દૂધ પુણે અથવા સાસવડ પહોંચાડવું મુશ્કેલભર્યું હતું. પાસે આવેલા માવડી દૂધ સંગ્રહ કેન્દ્રમાં પણ દૂધ પહોંચાડવાના પ્રયત્ન કરી જોયા, પણ રસ્તા અત્યંત ખરાબ. પ્રવાસમાં દૂધ છલકાઈને ખરાબ થતું. એ સિવાય સમય પણ વધુ જતો. આ બધા પ્રયત્નોમાં વિલાસરાવ પોતે સક્રિય સહભાગી રહેતા. પ્રત્યક્ષ અનુભવ લેતા. દૂધ લઈને જનારાને પાછા આવતી વખતે એસ.ટી. ન હોવાથી ખાલી ગાગરો લઈને બે-અઢી કલાક ચાલતા આવવું પડતું. આવા કેટલાક પ્રસંગે વિલાસરાવ પોતેય તેમની સાથે ચાલતા આવતા. આપણે જેને કામ કહીએ તેને કઈ મુશ્કેલીઓનો, હેરાનગતીનો સામનો કરવો પડે છે, તેનો પ્રત્યક્ષ અનુભવ લેવાનું વિલાસરાવ ક્યારેય ચૂકતા ન હતા. ઇન્ડસ્ટ્રીઝમાં ટાર્ગેટ નક્કી કરી આપતી વખતે તે પહેલા જે પદ્ધતિએ ગણિત માંડતા, તે જ દૃષ્ટિકોણ અહીં યથાવત હતો.

તેમણે જુદા જુદા ચારાના પાકોનોય વિચાર કર્યો. ગજરાજ, ઓટ, આફ્રિકન જાયન્ટ મકાઈ, સોયા વગેરે ચારા પાકોનુંય વાવેતર કરી જોયું. આમાંની કેટલીક ચારાની જાતો તો અહીં નહિ પાકનારી હતી. બાકી કાંઈ તો ઠીક, પણ આ ચારા ખાનારી ગાયોના છાણિયા ખાતરનો ખૂબ સુંદર ઉપયોગ ખેતી માટે કરી શકાયો, એ માત્ર નક્કી હતું.

ગોપાલનની જેમજ વિલાસરાવે બકરી-પાલનનોય પ્રયોગ કર્યો. તે માટે નારાયણ ગામના શ્રીકાંત સબનિસ પાસે જઈને તેમણે બકરીપાલનના પ્રયોગ જોયા. ત્યાંથી સાનેન જાતનો એક બકરો અને બે બકરીઓ લાવ્યા.

નાયગામમાં ખૂબ જ બકરીઓ હતી. ખેડૂતોને તેમનાથી સંકર જાત મળે એટલે સાનેન બકરાનો ઉપયોગ કરવામાં આવે, એવો વિલાસરાવ વિચાર કરી રહ્યા હતા. તેને કારણે પાંચ રૂપિયા આપીને પોતાની બકરી માટે ‘બકરો ફેરવવા માટે’ લઈ જવો એવું તેમણે ગામલોકોને કહ્યું, પણ ગ્રામ્યજનો એવો ખરચ કરવા ઇચ્છતા ન હતા. એ રાતે ચૂપચાપ બોકડો ભગાવી લઈ જતા. ‘ફેરવી’ લાવતાં. વિલાસરાવને પાંચ રૂપિયા પ્રમાણે પૈસા તો મળ્યા નહિ, છતાં ગામમાં સંકર લવારાની ભરપૂર પેદાશ થઈ.

પ્રયોગોની સફળતા ૧૦૦ ટકા !

આ સમયગાળામાં વિલાસરાવ કલ્પનાબહેન સાથે ભારતમાં અનેક સ્થળે જઈને ખેતી, પશુપાલન, ગોપાલન વગેરેના પ્રયોગ જ્યાં ચાલી રહ્યા હોય ત્યાં મુલાકાત લઈ આવ્યા.

વિલાસરાવે દેવસ્થાનની જમીન પર કરેલા પ્રયોગોનું, લીધેલ પરિશ્રમનું દૃશ્યસ્વરૂપ અત્યંત મનોહર, આકર્ષક નીવડ્યું. ત્રણ હજાર રોપા વાવ્યા હતા. એ ૧૦૦% જીવ્યા. ઝાડવાં, ઘાસ માટે સાચવી મૂકેલો વિસ્તાર લીલોછમ બન્યો. શરૂઆતમાં રાસાયણિક ખાતર તેમજ સંકર બિયારણનો ઉપયોગ અને ત્યાર બાદ કેવળ સુધારેલ જાત અને સેન્દ્રિય ખાતરના વપરાશ દ્વારા ત્યાં પાક લીધો હતો. તે ક્યારેય નહિ એટલો આવ્યો. પૂર્વે એ ચાળીસ એકરમાં થઈને માંડમાંડ દસ ક્વિન્ટલ અનાજ થતું. હવે ખેતી માટે સાચવી રાખેલા પંદર એકર પર બસો ક્વિન્ટલ અનાજ આવ્યું અને તેય ઓછામાં ઓછું પાણી આપીને. કેવળ પાક જ ભરપૂર આવ્યો એવું ન હતું, પણ આ જમીન પર પંદર મજૂરોને પૂર્ણ સમયનો રોજગાર મળતો હતો અને પંદર જનાવરોનુંય પોષણ થતું હતું.

સંકર ગાયો ગામલોકો પાળે એ માટે તેમને તૈયાર કરવા વિલાસરાવ પ્રયત્નશીલ હતા. કારણ પાણીના અને લીલા ચારાના અભાવે જિરાયત ખેડૂતો માટે આવી સંકર ગાયો પાળવી સંભવ જ ન હતી. દોઢ એક વર્ષ પછી તેમણે એ ગાયો ઓછી કિંમતે વેચવા કાઢી, તો તે લેવા કોઈ ગ્રામ્યજન આગળ આવ્યા નહિ. પછી વિલાસરાવે તે માટે વર્તમાનપત્રમાં જાહેરાત આપી. ત્યારે ફલટણના ખેડૂતોએ આવીને એક દિવસમાં બધી ગાયોનો સોદો પૂરો કર્યો. ખેતીનો મૂળભૂત પ્રશ્ન પાણીની અનિશ્ચિત ઉપલબ્ધતા જ હોવાની વિલાસરાવને ખાતરી થઈ.

દેવસ્થાનની જમીનનો કાયાકલ્પ થયો હોવા છતાં કેટલાક ગણ્યાગાંઠ્યા બાગાયતદાર સિવાય બાકીના જિરાયતી ખેડૂતોની ઉપજ વરસાદ પડવા છતાંય નગણ્ય જ હતી. પાકની વૃદ્ધિની અવસ્થામાં વરસાદે દેખા ન દેતાં ઉપજ પર અસર થઈ હતી. આવા ખેડૂતો સાથે ચર્ચા કરતા વિલાસરાવના ધ્યાને આવ્યું. પછી તેમણે અણ્ણાસાહેબ સાથે બેસીને વરસાદના પાણીનું ગણિત માંડ્યું. આસપાસના ખેડૂતો સાથે તેમની જરૂરિયાત કેટલી જમીન પર, કેટલા પાણીથી પૂરી થઈ શકે, એ અંગેની ચર્ચા કરી અને તેમાંથી માથાદીઠ અર્ધા એકરને પાણી જોઈએ એ જવાબ મળ્યો.

વિલાસરાવે લોકોને ક્યારેય કોઈ પણ કામ માટે છંછેડ્યા નહિ, ચેતવ્યા નહિ. તે હંમેશા સ્પષ્ટ, શાંત સ્વરમાં પોતાના વિચાર કહેતાં, પોતાના પ્રયોગ સિદ્ધ પ્રકલ્પ આધારે રચેલા ગણિત અને નિષ્કર્ષ તેમની સમક્ષ મૂકતાં. ખેત અને સિંચાઈ અંગેના પોતાના અનુભવ કહેતાં. ‘માથાદીઠ અર્ધા એકર જમીનને પાણી મળે તો તેમાં એક માણસની એક વર્ષની સર્વ જરૂરિયાતો પૂરી કરી શકાય.’ આ કહેતી વખતે તે પાણી-જમીન-રોજગારનો પરસ્પર સંબંધ ખુલાસાવાર વર્ણવતાં, પાણી સંભાળીને વાપરીએ તો જમીનનું સંરક્ષણ થાય છે. તેમાંથી મળનારી ઉપજ વધે છે અને રોજગાર પણ મળે છે. માથાદીઠ અર્ધા એકર જમીનને પાણીના હિસાબે ખેડૂતનું એક કુટુંબ પાંચ માણસનું (૨ મોટા + ૩ નાના) ગણીએ તો અઢી એકર એટલે એક હેક્ટર જમીન પર વ્યવસ્થિત જીવી શકે. આ પાણી એટલે બારમાસી સિંચાઈની સગવડ નહિ. ખરીફ અને રવિ મોસમમાં જુવાર, બાજરી જેવા અનાજના પાક જિવાડતા પૂરતું જ તે પાણી હશે, એમ પણ તેઓ સ્પષ્ટ કરતાં. ‘વરસાદના તરંગીપણાને કારણે થનારું નુકસાન નિવારવું હોય તો યોગ્ય સમયે ચોક્કસ પાણી પાકને આપો. આમ થશે તો જ ઓછા વરસાદના દુકાળિયા પ્રદેશમાંય સારી ખેતી કરી શકાશે.’ આ કહેતી વખતે તે પાણી-જમીન-રોજગારનો પરસ્પર સંબંધ ખુલાસાવાર વર્ણવતાં, પાણી સંભાળીને વાપરીએ તો જમીનનું સંરક્ષણ થાય છે. તેમાંથી મળનારી ઉપજ વધે છે અને રોજગાર પણ મળે છે. માથાદીઠ અર્ધા એકર જમીનને પાણીના હિસાબે ખેડૂતનું એક કુટુંબ પાંચ માણસનું (૨ મોટા + ૩ નાના) ગણીએ તો અઢી એકર એટલે એક હેક્ટર જમીન પર વ્યવસ્થિત જીવી શકે. આ પાણી એટલે બારમાસી સિંચાઈની સગવડ નહિ. ખરીફ અને રવિ મોસમમાં જુવાર, બાજરી જેવા અનાજના પાક જિવાડવા પૂરતું જ તે પાણી હશે, એમ પણ તેઓ સ્પષ્ટ કરતાં. ‘વરસાદના તરંગીપણાને કારણે થનારું નુકસાન નિવારવું હોય તો યોગ્ય સમયે ચોક્કસ પાણી પાકને આપો. આમ થશે તો જ ઓછા વરસાદના દુકાળિયા પ્રદેશમાંય સારી ખેતી કરી શકાશે.’ આ કહેતી વખતે તે એક નવો વિચાર પણ તેમની સમક્ષ મૂકતાં. ‘પાણી એ સામૂહિક મિલકત છે, વૈયક્તિક નથી. એટલે પાણીનો લાભ બધા ગ્રામ્યજનોને તો મળવો જોઈએ. આધુનિક યંત્રણાથી, તંત્રજ્ઞાનથી પાણી સહુને આપી શકાશે...’

બે વર્ષના દ્રષ્ટિયુક્ત અને અચૂક પ્રયાસો દ્વારા વિલાસરાવે જે સિદ્ધ કરી બતાવ્યું હતું, તે માટે કોઈ પણ કાગળના પ્રમાણો અથવા પ્રસિદ્ધિ ચોપાનિયાની આવશ્યકતા ન હતી.

ઉપલબ્ધ પાણી આયોજનપૂર્વક વ્યવસ્થિત ઉપયોગમાં લેવાય તો શું થાય, મનુષ્ય-પ્રાણી-જમીન વચ્ચેનો સંબંધ કેવી રીતે જાળવી શકાય, એની વૈજ્ઞાનિક રજૂઆત કરવા માટે આ પ્રયોગ ‘પથદર્શક પ્રકલ્પ’ નીવડ્યો. આ નિમિત્તે વિલાસરાવે બધા પક્ષના નેતાઓને - શ્રી એસ. એમ. જાશી, શ્રી ના. ગ. ગોરે, શ્રી પન્નાલાલ સુરાણા, શ્રી દત્તા દેશમુખ, શ્રી દાદાસાહેબ જાધવરાવ વગેરે - સાથે આમંત્રિક કરીને આ સંબંધી જાગૃતિ સહુએ પક્ષમાં રહીને કરવી એવો વિચાર રજૂ કર્યો. આ શિબિર દિવસભરની હતી.

કોઢ પરિષદ

ભોપાળ-મુંબઈ પ્રવાસમાં રેલવેના પ્રથમ શ્રેણીના ડબ્બામાં બે જ પ્રવાસી હતા - વિલાસરાવ અને શ્રી પ્રતાપરાવ બોર્ડે. બોર્ડે ‘રૅલીજ કંપનીમાં ઍગ્રોકેમિકલ્સ વિભાગના સેલ્સ મૅજનેજર તરીકેનો કાર્યભાર સંભાળતા હતા. ખેતી વિષયક ભરપૂર ગપ્પા, ચર્ચા એ પ્રવાસમાં થયા. ઈ.સ. ૧૯૭૩માં થયેલો આ પ્રથમ પરિચય આગળ જતાં ગાઢ મૈત્રીમાં રૂપાંતરિત થયો. એટલો કે નોકરી સિવાયનો બાકીનો નવરાશનો સમય પ્રતાપરાવ વિલાસરાવના કામે મદદમાં આપતાં. તે જ્યાં જ્યાં પોતાના વ્યવસાય નિમિત્તે જતાં, ત્યાં ત્યાં વિલાસરાવની યોજનાઓ-વિચારોનો પરિચય કરાવતાં.

પ્રતાપરાવ બોર્નો તે સમયના કેન્દ્રિય કૃષિ મંત્રી શ્રી અણ્ણાસાહેબ શિંદેસાહેબ સાથે નિકટનો પરિચય. તે અણ્ણાસાહેબને નાયગામ લઈ ગયા અને યોજના બતાવી.

ઈ.સ. ૧૯૭૪માં એક વખત શ્રી યશંવતારવ પુણેમાં સર્કિટ હાઉસમાં ઊતર્યા હતા, ત્યારે તેમને મળવા વિલાસરાવ ગયા. યશવંતરાવે નાયગામ યોજના વિશે, જળસંચય પ્રયોગ વિશે જાણકારી મેળવી કહ્યું : ‘વિલાસરાવ, તમે ખૂબ સરસ કામ કરી રહ્યા છો. એક વખત આડા માર્ગે તે જોવા મને આવવું ગમશે.’

‘સાહેબ, હું જાઉં છું. એ માર્ગ સરળ છે. રાજકારણનો માર્ગ આડો હોય છે. આપ અમારી યોજના જોવા આવો એવી મારી વિનંતિ છે. પરંતુ આપે આખો દિવસ એ માટે આપવો પડશે. ઊડતી મુલાકાત ચાલશે નહિ.’ વિલાસરાવે કહ્યું. શ્રી યશવંતરાવે સંપૂર્ણ દિવસ આવવાનું સ્વીકાર્યું. ઈ.સ. ૧૯૭૫ના ઑગસ્ટ મહિનામાં શ્રી યશવંતરાવ ચૌહાણ, શ્રી શરદ પવાર, શ્રી સી. સુબ્રમણ્યમ્‌, શ્રી અણ્ણાસાહેબ શિંદે નાયગામમાં સવારના સાડા સાતથી સાંજના સાડા સાત એમ દિવસભર માટે આવ્યા. આટલા મહાનુભાવો આવી રહ્યા છે. કહેતાં જ જિલ્લાધિકારી, અન્ય સરકારી અધિકારીઓ, ખેતીવાડી અધિકારી ઇત્યાદિ મોટા સરકારી લોકોય આવ્યા જ. વિલાસરાવના ઘર પાછળની જગા ગાડીઓથી ભરાઈ ગઈ. પંચકોશીના ખેડૂતોય મોટી સંખ્યામાં આવ્યા. સવારે નાસ્તામાં લાડૂ-સરબત, બપોરે ભોજનમાં પીઠલું - ભાખરી, ચહાના સમયે કુળથીની વાનગીની ગોઠવણ કરી.

ચર્ચા, વાતો કરવા માટે મોકળી જગા જોઈએ. તે માટે કોઢમાંની ગાયો તત્પૂરતી ખુલ્લામાં ખસેડવામાં આવી. કોઢ સાફ કરીને લીંપીને, શેતરંજી વગેરે પાથરીને સજ્જ કરી. શ્રી યશવંતરાવનું સ્વાગત કરતી વખતે વિલાસરાવે કહ્યું, ‘આ દુકાળિયો વિસ્તાર. અહીં અન્નધાન્ય માંડમાંડ પાકે છે. આ વગડામાં ફૂલો નથી. નારિયેળ પણ નથી. વેચાતાં ફૂલો અને શ્રીફળ લાવીને અમે સ્વાગત કરવાના નથી.’

દિવસભર આ કોઢ પરિષદ ચાલી. યશવંતરાવ અને અન્ય સન્માનનીય મહેમાનો વચ્ચે ‘જળસ્રાવ’ની વ્યાખ્યા નક્કી કરવા માટે ખાસ્સી ચર્ચા થઈ. ગામનો સીમાડો કહીએ કે જળસ્રાવ વિસ્તાર એની પર ખાસ્સી મસલતો થઈ. ભાષણોય થયાં. આટલા મોટા નેતાઓ, અધિકારી સાહેબો અહીં આપણી વચ્ચે આવ્યા. આપણી સાથે ઊઠ્યા-બેઠા, જમ્યા, સમાન ભાવે વર્ત્યા, બોલ્યા, વિલાસરાવને કારણે નાયગામને મહત્ત્વ મળ્યું. મોટા લોકોનાં દર્શન થયાં. પોતાની મુશ્કેલીઓ તેમણે શાંતિથી સાંભળી એની ખૂબ જ નવાઈ ખેડૂતોએ અનુભવી. બપોરે અડધો કલાક આરામ લેવા માટે યશવંતરાવ કોઢમાં જ એક બાજુએ શેતરંજી પર આડા પડ્યા, તેનીય તેમને નવાઈ લાગી. આ કોઢ પરિષદ કેટલાક દિવસ ગામવાળાઓ માટે વાતોમાં, ચર્ચામાં હતી. ‘જળસ્રાવ ક્ષેત્ર વિકાસ’ સંજ્ઞા ત્યારથી પ્રચલિત થઈ.

નાયગામ યોજનાની પ્રસિદ્ધિ

વિલાસરાવનો દેવસ્થાન જમીન પરનો પ્રયોગ હવે નાયગામ બહાર ‘નાયગામ યોજના’, ‘નાયગામ પેટર્ન’ તરીકે ઓળખાવા લાગ્યો. તેની ચર્ચા થવા લાગી. ગ્રામ્ય સ્તર પરના જળસ્રાવ વિસ્તાર વિકાસનું આયોજન, તેની અમલબજવણી, વ્યવસ્થાપન જમીનની ઉત્પાદકતા વધારવાની દૃષ્ટિએ કેટલું મહત્ત્વનું છે, એ યોજના દ્વારા સિદ્ધ થયું. જળસ્રાવ વિસ્તારની કેટલીક જમીન વનીકરણ અર્થે, કેટલીક ઘાસ, ઝાડવા અર્થે જાળવવી સુદ્ધાં કેટલી આવશ્યક છે, એય આ પ્રકલ્પે દર્શાવી આપ્યું. વરસાદનું વહી જનારું પાણી અટકાવવાથી, ઉતારવાથી જમીનનું ધોવાણ અટકે છે. ભૂગર્ભ જળ સ્તર વધે છે. આ પાણીનાં વપરાશનું વ્યવસ્થિત આયોજન કરીએ તો સંરક્ષક સિંચાઈ હેઠળ (ઁર્િીંષ્ઠૈંદૃી ૈિંિૈખ્તટ્ઠર્ૈંહ) વાવેતર વિસ્તાર વધારી શકાય. એ બધાયનો પ્રત્યક્ષ અનુભવ આ યોજના આપતી હતી. આ યોજના તરફ અનેકોનું ધ્યાન ખેંચાયું.

મુંબઈના પ્રખ્યાત એન્જિનિયર, સફળ કારખાનેદાર ‘ઑટોમેટિક ઇલેક્ટ્રિક કું’ના માલિક શ્રી એમ. જી. ભટના કાને નાયગામ પ્રકલ્પની વાત આવી. તે જાતે યોજના જોવા નાયગામ આવ્યા. પ્રથમ મુલાકાતમાં જ વિલાસરાવ સાથે તેમનું વૈચારિક સખ્ય જોડાયું. તેમની મૈત્રીનો દૃઢ આશીર્વાદ - સંત તુકારામ. બંનેય સંત તુકારામ જેવા જ પ્રેમાળ. વિલાસરાવના માંગ્યા વગર શ્રી ભટે ‘ગ્રામગૌરવ પ્રતિષ્ઠાન’ માટે ખાસ્સી મોટી રકમનો ચેક આપ્યો. ત્યાર પછીય અનેક વાર આર્થિક મદદ આપી. વિલાસરાવના કાર્ય પ્રત્યે ભટ હંમેશા જ આસ્થા, આત્મીયતા દર્શાવતા.

પુણેના શ્રી શાંતનુરાવ કિર્લોસ્કર, શ્રી હસ્તિમલજી ફિરોદિયા, શ્રી એસ. કે. ખાંડેકર જેવા કેટલાક ઉદ્યોગપતિઓની, અનેક ખ્યાતનામ લોકોની નાયગામ યોજના માટે મદદ મળતી જ હતી. તેમના પૈકીના કોઈક ને કોઈક યોજનાની મુલાકાતે આવતા હતા. યોજનાને પ્રસિદ્ધિ મળ્યા બાદ તો અનેક રાજકીય નેતા, સામાજિક કાર્યકરો, અભ્યાસુઓ, વિદ્યાર્થીઓ પણ મુલાકાત લેવા લાગ્યા. યોજનાની નામના વધતી ગઈ. કવિવર્ય શ્રી બા. ભ. બોરકર પણ આવી ગયા.

શ્રી જે. પી. અને ડૉ. ચિન્નાબહેન નાઈક, શ્રી ગ. મુણગેકર પણ નાયગામની મુલાકાતે આવતાં. શ્રી ના. ગ. ગોરે, શ્રી એસ. એમ. જોશી, શ્રી ગ. પ્ર. પ્રધાન જેવા વરિષ્ઠ સમાજવાદીઓ પણ નાયગામ આવતાં. તેમની પ્રથમ મુલાકાત તો સમસ્ત પંચકોશીના ધ્યાને રહી જાય એવી જ.

હજુ હમણાં જ વરસાદ બંધ થયેલો. જેજૂરીથી નાયગામ આવવાના રસ્તા ઉપર છેડાના ગામે ખાસું પાણી એકઠું થયેલું. કાદવ પણ ખાસ્સો થયેલો. વિલાસરાવ પોતાની જીપ દ્વારા આ ત્રણેને લઈને આવતા હતા. જીપ એ જ વખતે આ કીચડમાં ખૂંપી ગઈ. તે મથામણમાં તેમના સફેદ કપડાં પર ભરપૂર કાદવ ઊડ્યો અને ગુરુજીના મથામણ કરી રહેલા આ ત્રણેય બાળકો, એ ડાઘા પડેલા કપડાં એવા ને એવા શરીરે ચડાવેલા દિવસભર મહાલતા રહ્યા.

પાણીના રેશનિંગનો વિચાર

કટોકટીના (૧૯૭૫-૭૬) ગાળામાં દેશમાં વાતાવરણ રાજકીય દૃષ્ટિએ અસ્થિર, ધૂંધવાયેલું હતું. વિદ્યાર્થીવર્ગ પર પણ તેની અસર થતી હતી. વૈચારિક મંથન ચાલુ હતું. સંગમનેરના સ્વાતંત્ર્યસેનાની શ્રી ભાઉસાહેબ થોરાટના પુત્ર બાબાસાહેબ થોરાટ પુણેમાં કૉલેજ શિક્ષણ લઈ રહ્યા હતા. તેમણે ‘સમતા સમાજ’ નામનું સંગઠન ઊભું કર્યું. (પુ. લ. દેશપાંડેએ તેનું સૂત્ર પણ તૈયાર કરી આપ્યું હતું - સમતા વર્તાવી, અહંતા ખંડાવી.) બાળાસાહેબ થોરાટ પોતે દુષ્કાળગ્રસ્ત વિસ્તારના. પ્રતાપરાવ બોર્ડે તેમને લઈને નાયગામ યોજના પર ગયા. એ યોજના જોઈને થોરાટ પર ખૂબ જ અસર થઈ. ત્યાર પછીય અવારનવાર તે યોજનાની મુલાકાત લેતા. જતી વખથે સાથે અનેક વિદ્યાર્થીમિત્રોને લઈ જતાં. પુણેની મોટાભાગની બધી કૉલેજોના છાત્રાલયોમાં થોરાટે વિલાસરાવનાં વ્યાખ્યાનો યોજ્યા. ચર્ચાસત્ર ગોઠવ્યા. વિલાસરાવને પણ તરુણો સમક્ષ પોતાના વિચાર રજૂ કરવાની તક મળી. ‘કેવળ ઉપરછલ્લી મલમપટ્ટી કર્યે ચાલશે નહિ, મૂળમાં જ હાથ નાખવો જોઈએ. પાણી એ જ બધી સમસ્યાઓનું મૂળ. તેની ઉપર જ સર્વ સમૃદ્ધિ અવલંબે છે. ગરીબ જિરાયત ખેડૂતોની સમૃદ્ધિ માટે પ્રયત્ન કરવાં, એ જ સમાજમાં સમતા લાવવાનો પ્રયત્ન.’ સહુ માટે પાણી અને પાણી પર રેશનિંગ વિચાર પ્રથમ વખત જ રજૂ કરવામાં આવી રહ્યો હતો.

વિલાસરાવની યોજનાને કારણે, તેની પાછળના હેતુને કારણે, તેમની વૈચારિક રજૂઆતને કારણે અનેક વ્યક્તિ પ્રભાવિત થતા હતા. પોતાના ઉદ્યોગના કામે તે પરદેશ જતા. ત્યાંય વ્યાવહારિક વાતો પૂરી થયા પછી તે પોતાની યોજના તરફ વળતા. ચર્ચા કરતાં. ‘ઍક્યુરેટ’ કંપનીના કામ સંબંધે વિદેશથી પુણે આવેલા લોકો નાયગામ અચૂક જતાં.

અમેરિકાની શિકાગોમાં આવેલ નોત્રદામ યુનિવર્સિટીના એક વિભાગના વિદ્યાર્થીઓની પરંપરા હતી. અઠવાડિયામાં એક વખતનું ભોજન જતું કરીને તેના પૈસા એકઠા કરીને તે સામાજિક કાર્ય કરનાર એકાદ સંસ્થાને દર વર્ષે આપતાં. વિલાસરાવ આ યુનિવર્સિટીમાં ગયા હતા. ત્યાં તેઓનો સંપર્ક આ વિદ્યાર્થીઓ સાથે અને તેમના પ્રાધ્યાપક ડૉ. બાઝિલ ઓ’લિઅરી સાથે થયો.

વિલાસરાવની યોજનાની અગત્યતા પારખીને પ્રા. બાઝિલ અને તેમના વિદ્યાર્થીઓ પોતાની બચતનાં નાણાં ‘ગ્રામગૌરવ પ્રતિષ્ઠાન’ને મોકલવા લાગ્યા. પ્રા. બાઝિલ સ્વખર્ચે વર્ષ-બે વર્ષમાં નાયગામ અચૂક આવતાં. આમ તેમણે પાંચ-સાત મુલાકાતો લીધી.

વરિષ્ઠજનોનો અમૂલ્ય સાથ

વિલાસરાવના વિચારોને કૃતિશીલ દાદ આપનાર શ્રી વિ. સ. પાગે દુષ્કાળ કામો માટે નવેસરથી યોજના ઘડી રહ્યા હતા. વિલાસરાવના જળસંચયના, જમીન સંરક્ષણના પ્રયોગ અને વિચારો સમજવા, પ્રત્યક્ષ નિરીક્ષણ કરવા માટે તે ૧૯૭૫-૭૬માં બે-બે દિવસ નાયગામ જઈને રહ્યા. વિલાસરાવ સાથે ચર્ચા કરી. સમલત કરી. એ ચર્ચાની ફળશ્રુતિ એટલે જમીન સંરક્ષણ અને જળસંચયના બાંધકામોનો દુષ્કાળનાં કામોમાં સમાવેશ થયો. વિ. સ. પાગેને ‘રોજગાર બાંહેધરી યોજનાના જનક’ તરીકે મહારાષ્ટ્ર ઓળખે છે. એ યોજના તૈયાર કરતી વખતે તેમણે વિલાસરાવના કાર્યની, વિચારોની નોંધ લીધી. એવાં કામોનો ‘રોજગાર બાહેંધરી યોજના’માં સમાવેશ કર્યો. એ વિલાસરાવનું બહુમૂલ્ય યોગદાન.

જમીન સંરક્ષણ અને જળસંચય માટેના બાંધકામ કરતી વખતે વિલાસરાવને અમૂલ્ય સાથ પ્રા. ભાગવતરાવ ધોંડે પાટીલે આપ્યો. પુણેની કૃષિ કૉલેજમાં તે કેટલાંક વર્ષ અધ્યાપક રહ્યા, પણ ચોકઠાબદ્ધ વિચારોમાં અને ચાકરીમાં તેમનું મન ગોઠ્યું જ નહિ. તેમણે ખેતી માટે આવશ્યક અનેક ઉપયોગી સાધનો ઓછામાં ઓછા ખર્ચે બનાવ્યા. બધા યંત્રો, કન્ટૂર માર્કરની પેટન્ટ મેળવી. વિલાસરાવના પ્રયોગોએ તેમને આકર્ષિત કર્યા. ઈ.સ. ૧૯૭૬-૭૯ એમ ત્રણ વર્ષ તે ‘ગ્રામગૌરવ પ્રતિષ્ઠાન’ના સલાહકાર હતા. તે ગાળામાં તેમણે વિલાસરાવને જમીનોનું સર્વેક્ષણ, કન્ટૂર, આંકણી વગેરેમાં મૂલ્યવાન મદદ કરી. તેમના નાયગામના કન્ટૂર પદ્ધતિના બંધ તો વૈશિષ્ટ્યપૂર્ણ જ નીવડ્યા. તેમના જ્ઞાનનો અને હોશિયારીનો તેમને યોગ્ય લાભ મળે એથી વિલાસરાવે પોતાની ઓળખાણથી તેમને નોઇજીરિયા મોકલ્યા.

યુવાન, ઉત્સાહી ધારાસભ્ય શ્રી શરદ પવાર નાયગામ પ્રકલ્પ વિષયે ઉત્સુકતા, આસ્થા ધારવાત હતા. તે અનેક વખત નાયગામની મુલાકાત લેતાં. ભૂમિપુત્રોની સમસ્યા વિષયે વિલાસરાવ સાથે તેમની ચર્ચા થતી. મહારાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારના ભૂમિપુત્રો માટે કાંઈક નક્કર કરવું એવો વિચાર શરદ પવાર હંમેશા પ્રદર્શિત કરતા. ‘ભૂમિપુત્ર સેના (ન્ટ્ઠહઙ્ઘ છદ્બિઅ) ઊભી કરવી જોઈએ’ એમ કહેતાં.

ગ્રામ્ય વિસ્તારો માટે કાંઈક કરવા ઇચ્છનારાઓને વિલાસરાવની યોજના પથદર્શક નીવડે એટલી સફળતા નાયગામ યોજનાએ નિશ્ચિત જ મેળવી હતી.

‘ઍક્યુરેટ’ કંપનીએ પણ વર્નિયર કૅલિપર્સ સફળતાપૂર્વક બનાવીને ઈ.સ. ૧૯૭૭માં કેન્દ્ર સરકારનો આયાત પર્યાય પુરસ્કાર મેળવ્યો. તે પહેલાં ‘મરાઠા ચેમ્બર ઑફ કૉમર્સ’નો ‘હરિમાલિની જોશી પુરસ્કાર’ અને ગ્રામ્ય વિસ્તારમાં આપેલ યોગદાન માટે ઈચલકરંજીનો ‘ફાય ફાઉન્ડેશન’નો પ્રતિષ્ઠાપૂર્ણ પુરસ્કાર મળ્યો હતો. ઇજનેરી ઉદ્યોગ અને સમાજસેવાના બંનેય ક્ષેત્રોમાં અભિમાન જાગે એવી સફળતા વિલાસરાવે મેળવી હતી.

હડપસર પાછા ફરવાનો કલ્પનાબહેનનો નિર્ણય

નાયગામનાં ત્રણ વર્ષના વસવાટ પછી કલ્પનાબહેને હડપસર પાછાં ફરવાનો નિર્ણય લીધો. બાળકોની દુર્દશા, તેમના શિક્ષણની ઉપેક્ષા તેમને અસ્વસ્થ બનાવતી હતી.

વિલાસરાવ હવે કેવળ પોતાના કુટુંબ પૂરતા રહ્યા નથી. તે એ ચોકઠામાં પુરાઈને રહેવાનાય નથી એ તેમને સમજાયું. આવું જીવન કેટલા સમય માટે હશે, એનોય તાગ તે મેળવી શકતા ન હતા. વિલાસરાવના વિચાર, વર્તન અત્યંત પારદર્શી, નિઃસંદિગ્ધ, બધા વ્યવહાર જ પારદર્શી. તેને કારણે જ એકલા થતાં જવું, ઐહિક વાતોથી અલિપ્ત થતા જવું એ કલ્પનાબહેનના ધ્યાને આવવા લાગ્યુ.ં

કલ્પનાબહેનને એક પત્રમાં (૯-૧૧-૧૯૭૬) તે લખે છે -

‘...વખતોવખત આપણે આપણા કામ વિશે ચર્ચા કરીએ છીએ. તેમાં મુખ્યત્વે આપણું વૈયક્તિક જીવન જુદું રહે નહિ એવું અંતિમ ધ્યેય હોવું જોઈએ, એવો વિચાર હું વ્યક્ત કરું છું. તે બાબતે સાહજિક જ આપણા વિચારોમાં થોડો સંઘર્ષ થાય છે, પરંતુ હાથમાં લીધેલાં કામો વધુ સારી રીતે યશસ્વી થતાં જશે, તેમતેમ વિચારોની એકવાક્યતા વધતી જશે એ વિશે મને શ્રદ્ધા છે.’

વિલાસરાવને ચોકઠામાં અટકાવી રાકવા કરતાં બાળકોનું શિક્ષણ વ્યવસ્થિત થાળે પાડવું. પોતાની ધ્યેયપ્રાપ્તિમાં તેમની ઉપેક્ષા ન થાય તેથી તે હડપસર પાછા ફર્યા. આવતી વખતે દુષ્કાળના કામ પર કામ કરનારી રત્નાને સાથે લાવ્યાં. પહેલાનો જ બંગલો ભાડેથી રાખીને રહેવા લાગ્યા. બાળકોને પાસે આવેલા ‘સાને ગુરુજી વિદ્યાલય’માં મરાઠી માધ્યમમાં દાખલ કરાવ્યા. હડપસર રહેવા આવ્યા પછી કલ્પનાબહેન કેવળ પોતાના સંસારમાં ગૂંચવાઈ રહ્યાં એમ પણ ન હતું. ઊલટ તેમની દોડધામ અધિક જ વધી. પરોઢિયે ઊઠીને ઉતાવળે બધાં કામો આટોપતાં બાળકોને શાળાએ જવાની તૈયારી કરી આપવી, વહેલી એસ.ટી. પકડીને નાયગામ પહોંચવાનું, સાંજે પાછા આવવાનું. આવી મુસાફરી અનેક વખત થતી. આવતા-જતા થઈને એકસો કિ.મી.નો આ કષ્ટપૂર્ણ પ્રવાસ. વિલાસરાવ પોતે ‘ઍક્યુરેટ’ના સર્વેસર્વા. પણ પોતાના સાર્વજનિક કામો માટે કંપનીની ગાડી વાપરતા ન હતા. કલ્પનાબહેનનોય એ જ નિયમ.

પાણી વહી જાય નહિ, એથી પોતાને સમર્પિત કરનારા પતિને સાથ આપતી વખતે કલ્પનાબહેન પણ એ કાર્યની મુખ્યધારામાં જ હતા. સ્વેચ્છાએ, બાળકો માટે હડપસર આવવા છતાંય તેમનો જીવ નાયગામમાંજ રહેતો.

ગરીબ, જરૂરિયાતવાળા ખેડૂત વધુ નજીકના !

નાયગામમાં શરૂઆતના ગાળામાં વિલાસરાવને મળવા આવનારાઓમાં ઘણુંખરું સંપન્ન ખેડૂતો હતા. વિલાસરાવ પાસે આવનારા રાજકીય, સામાજિક નેતા, સરકારી અધિકારી, નામાંકિત વ્યક્તિઓને જોઈને લોકોને થતું, વિલાસરાવ સરકારી દરબારી, શહેરી સમાજમાં ખૂબ જ પ્રતિષ્ઠા, વજન ધરાવનાર વ્યક્તિ છે. આવા માણસ સાથે ઓળખપાળખ રાખવી સારી. એટલે પછી છોકરાને નોકરીએ ચડાવવા, સરકારમાંથી બંદૂકનો પરવાનો મેળવવામાં આ ઓળખ ઉપયોગી બની રહેશે. આવું બધું ચાલુ થયા પછી વિલાસરાવે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, ‘હું નાયગામમાં આવ્યો છું એ કેવળ સિંચાઈ સમસ્યા જાણી લઈને એ અંગેની યોજના ઘડવા માટે. એ પણ તે યોજનાનો ઉપયોગ ગરીબ ઉપેક્ષિત ખેડૂતોને થવાનો હોય તો ! ખેતી સુધારણા યોજના અમલમાં મૂકવા માટેની જેમને પોતાની મહેનત કરવાની તૈયારી છે, તેમને જ મદદ કરવામાં મને રસ છે.’

તુર્ત જ સંપન્ન ખાધેપીધે સુખી ખેડૂત વિલાસરાવથી દૂર ગયા. તેમનું સ્થાન જેમને સિંચાઈની સગવડ ન હતી એવા ગરીબ જરૂરિયાતવાળા ખેડૂતોએ લીધું.

નાયગામમાં વિલાસરાવની અવર-જવર, રહેવાનું વધ્યા પછી તેમનો જનસંપર્ક પણ વધ્યો. હવે ધીમેધીમે આસપાસનાં ગામોના ખેડૂતોય ઉત્સુકતાભેર નાયગામ યોજના ‘જોઈ તો આવીએ’ કહી બળદગાડા જોડીને, સાઇકલ પર ઓછામાં ઓછા દસ-દસ કિલોમીટરનું અંતર કાપીને આવતા. વિલાસરાવની કાર્યશક્તિ જોઈને આશ્ચર્યચકિત થઈ જતા. આપણે શું કરવું, કેવી રીતે કરવું એની તેમની પાસે સલાહ માંગતા.

માણસ દીઠ અર્ધો એકર જમીન : નવું સૂત્ર

ગ્રામ્ય સ્તરે કેવળ પાણીનો સંગ્રહ કરીને અથવા પાણી ઉપલબ્ધ કરાવી આપવાથી દુષ્કાળનો પ્રશ્ન ઉકેલાવાનો નથી, એ વિલાસરાવે ધ્યાને લીધું જ હતું. અનુશ્રવણ તળાવોનાં કામો પૂરા કરતી વખતે જ કેટલીક બાબતો તેમનાં ધ્યાને આવી હતી. જમીન અને માનવશક્તિની દૃષ્ટિએ પાણી અપર્યાપ્ત તો હોય છે જ. પણ જે હોય છે તેનો લાભ સહુને મળે છે એવુંય નથી. જળસિંચાઈની સરકારી સગવડો આ સમગ્ર વિસ્તારમાં પહોંચાડવી તાંત્રિક દૃષ્ટિએ શક્ય છે. તળાવના નીચેલા ભાગમાં જેમના કૂવા હોય છે, જેઓ ત્યાનું પાણી પોતાના ખેતર સુધી લઈ જઈ શકતા હતા તેટલાઓને જ અનુશ્રવણ તળાવોની યોજનાઓનો વધુ લાભ મળતો હતો. તે પોતાની વધુમાં વધુ જમીન શેરડી હેઠળ લાવીને અધિક પૈસા મેળવતા હતા. તે પૈસાને આધારે આધુનિક તંત્રજ્ઞાનના ઉપયોગ દ્વારા વધુ પાણી ઉલેચતા હતા. વધુ જમીન ધરાવનારા વધુ પાણી વાપરતા હતા. એટલે ધનવાન અધિક ધનવાન થતા હતા અને જિરાયત, સિમાંત અધિકાધિક ગરીબ. એટલે જ પાણીના સંગ્રહ નિર્માણ કરવાની સાથે જ તેની વહેંચણીમાંય સમાનતા લાવી શકાય એ બાબત મહત્ત્વની હતી. તેમાંથી જ પાણીની વહેંચણી એ માણસના પ્રમાણમાં જોઈએ અને તે માણસદીઠ અર્ધા એકર જમીનને મળવી જોઈએ એવો પાક્કો નિષ્કર્ષ તેમણે પોતાની યોજના પરના પ્રયોગમાંથી તારવ્યો હતો.

માનવવસવાટ પાણીની આસપાસ જ હોય છે. પ્રત્યેક ગામમાં એકાદ બીજા નાના મોટા વહેળા, નાળા હોય છે જ. ગામની વસતિ જ મૂળે પાણીના પ્રવાહ નજીક હોય છે. વરસાદમાં આ વહેળા, નાળા છલોછલ વહેતાં હોય છે. પણ એ પાણી રોકીને જમીનમાં ઉતારી દેવામાં આવતું નથી. વરસાદમાં તો આવા અનેક વહેળા, ઝરણા, ડુંગરનાળા ખળખળ વહીને મોટા વહેળાને મળતા હોય છે. પણ એ બધું પાણી વહીને નીકળી જાય છે. બંડિગ, પાળા વગેરે નાંખીને એ પાણી ગામના પાદરમાં જ અટકાવી શકાય છે. વરસાદના અભાવને કારણે અથવા અનિશ્ચિતતાને કારણે સર્જાતા દુષ્કાળની તીવ્રતા તે સંગ્રહના આધારે ઘટાડી શકાય છે. પાણી અટકાવીને, તેને જમીનમાં ઉતારીને ફરીથી વાપરી શકાય છે, એ નાયગામ યોજના દ્વારા સચોટ રીતે સિદ્ધ થયું. સરકારનું ધ્યાન પણ આ યોજના તરફ ખેંચાયું. અનેક સરકારી અધિકારીઓ આવીને યોજનાનો અભ્યાસ કરી ગયા. મહારાષ્ટ્ર રાજ્યના મુખ્ય ઇજનેર શ્રી પી. આર. ગાંધીએ તો તેની પર એક પુસ્તિકા જ લખી.

સરકારી પરિપત્રમાંની ‘એ’ ભલામણ

૭ ઑગસ્ટ ૧૯૭૮ના રોજ પરિપત્ર બહાર પાડીને સરકારે રાજ્યમાં દરેક જિલ્લાઓમાં નાયગામ શૈલીની એક યોજના તૈયાર કરવા આદેશ કર્યો. તેમાં ગામને એક યુનીટ સ્વીકારીને પાણીનું સંરક્ષણ, પુનર્ભરણ, સિંચાઈનો વિચરા રજૂ થયો. આવી નાની સિંચાઈ યોજનાઓ દ્વારા જ ખાસ્સી મોટી જમીન સિંચાઈ હેઠળ આવી શકે એ સરકારેય સ્વીકાર્યું હતું. સર્વગ્રાહી જળસ્રાવ ક્ષેત્ર વિકાસનું (ર્ઝ્રદ્બિીરીહજૈદૃી ઉટ્ઠીંજિરીઙ્ઘ ડ્ઢીદૃીર્ઙ્મદ્બીહં ઁર્િખ્તટ્ઠિદ્બદ્બી = ર્ઝ્રંઉડ્ઢઈઁ) આયોજન કરતી વકતે સરકારે નાયગામ પ્રકલ્પને આધારભૂત માન્યો. વિલાસરાવની યોજના અનુરૂપ પાણી અટકાવવાનો, ઉતારવાનો વિચાર આ પરિપત્રમાં કર્યો હોવા છતાં, ક્યાંય વિલાસરાવની જેમ પાણી વહેંચણીનો અથવા પાકની પસંદગીનો ભૂલથીય ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. એ કામ તેમણે સ્થાનિક જનતાને સોંપ્યું અને અહીં જ વિલાસરાવનો વિચાર જુદી દિશામાં જતો હતો. ગ્રામ્ય ખેડૂતોને ‘સહુને પાણી અને તેની સમાન વહેંચણી’ જેવો પરિવર્તનનો નવો વિચાર આપવાની, ત્યાં નવાં મૂલ્યો વાવીને તે અમલમાં મૂકવાની મુશ્કેલ કામગીરી વિલાસરાવ પાર પાડી રહ્યા હતા અને આ કામગીરી ઝડપથી પાર પાડી શકાય એવી ન હતી. તે માટે તેમના અથાગ પ્રયત્ન ચાલુ હતા. જેને માટે વખત આવ્યે પોતાના ઉદ્યોગ તરફ દુર્લક્ષ્ય કર્યું, શહેરમાંથઈ ગ્રામ્ય વિસ્તારમાં આવ્યા, પોતાના કુટુંબસુદ્ધાંને સુવ્યવસ્થિત સ્થિતિમાંથી ઊંચકીને નાયગામમાં લાવ્યા. તે ખેડૂત ભાઈઓ શરૂઆતમાં તેમને જોઈએ તેવો પ્રતિસાદ આપતા ન હતાં. કેટલીક નવી યોજનાઓ શરૂ કરીને તે ખેડૂતોના હિતની જ છે, એ ગળે ઉતારવા છતાંય તેમનામાં નિષ્ક્રિયતા જોવા મળતી. કોઈ પણ વાત, પછી એ ખાતરની હો અથવા બિયારણની, સામૂહિક પદ્ધતિએ કરવાની તેમની તૈયારી ન હતી. ‘ગામમાં વિજળી નથી, એ પહેલા લાવો.’ એ જ ગામલોકોની માંગણી, પરંતુ તે માટે કાંઈ કરવાનું કહો તો સહકારનું નામ નહિ.

ઈ.સ. ૧૯૭૬-૭૭માં ગામમાં ઘઉંનો ઉત્તમ પાક થયો, પણ ઉંદરોની ભરમાર થઈ. ઘરમાં, ખેતરમાં બધે ઉંદર જ ઉંદર. એ વર્ષે મહારાષ્ટ્રના ઘણા પ્રદેશોમાં ઉંદરોનો ઉપદ્રવ મોટા પ્રમાણમાં થવાને કારણે સરકારે ઉંદર મારવાની ઝુંબેશ હાથ ધરી. એક ગામને ઉંદર મારવાની દવાઓ પહોંચાડી. ગ્રામસેવકોને તે અંગેનાં ચોપાનિયાં મોકલ્યાં.

વિલાસરાવની અઠવાડિક સભામાં આ અંગેની ચર્ચા થઈ. સરકારી દવાઓ, ગ્રામસેવકો માટેનાં ચોપાનયાં વગેરે નાયગામ સુધી પહોંચ્યાં ન હતાં. આ અરસામાં જ વિલાસરાવના મિત્ર શ્રી એમ. જી. બટ નાયગામમાં આવ્યા. તેમની સાથે વિલાસરાવની ઉંદરોના ઉપદ્રવ અંગે ચર્ચા થઈ. ભટે તેમના મિત્ર શ્રી પુ. જ. દેવરસ (સેવા નિવૃત્ત ડાયરેક્ટર, હાફકિન ઇન્સ્ટિટ્યૂટ)ને આ વાત જણાવી. બીજા જ દિવસે તે જાતે નાયગામ આવ્યા, એ દવાઓ લઈને જ. બે દિવસમાં ત્યાં રહીને તેમણે પાકનું નિરીક્ષણ કર્યું. ઉંદરોના દર કેવી રીતે શોધવા, તેમાં દવા નાંખીને પછી એ કાંટા વડે કેવી રીતે પૂરી દેવા એનું તેમણે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું. મોટા પ્રમાણમાં આવી દવાઓ નાંખવામાં આવી. આઠ દિવસે સરવૈયું કાઢ્યું. ત્યારે ઉંદરોનો ઉપદ્રવ ઓછો થવાનો સંતોષ ગ્રામ્યજનોએ વ્યક્ત કર્યો. હવે સરસ પાક હાથમાં આવવામાં મુસ્કેલી દેખાતી ન હતી. આમ સહુએ મળીને યોજના અલમી બનાવવી, સામૂહિક કાર્ય કરવું એ દુર્લભ જ. પરંતુ અહીં આમ થયું એનો વિલાસરાવને આનંદ હતો.

લાભાર્થીઓ તરફથી અપેક્ષાભંગ

ત્યાર બાદ થોડાં અઠવાડિયામાં ઘઉંની કાપણી થઈ. તે વખતે વિલાસરાવે પ્રતિક્રિયા અજમાવવાનો પ્રયત્ન કર્યો. ‘ઉંદરોની દવા નાંખી ન હોત તો ખૂબ નુકસાન થયું હોત.’ એમ દરેકને કહ્યું. અઠવાડિક સભામાં આ યોજનાને કારણે એકરે બે ક્વિન્ટલ ઘઉંનું અધિક ઉત્પાદન હાથમાં આવશે એવો અંદાજ બાંધવામાં આવ્યો. વિલાસરાવે પછી તેમની સમક્ષ એક પ્રસ્તાવ મૂક્યો - એકરે બે ક્વિન્ટલ જેટલું વધારે ઉત્પાદન મળવાનું હોય તો તેમાંનો નાનકડો ભાગ સામૂહિક રીતે જમા કરવો. તેમાંથી ‘ગ્રામગૌરવ પ્રતિષ્ઠાને’ કરેલો ખર્ચ રૂ. ૫૦૦ પરત કરવો. ભવિષ્યમાં ફરી આવી પરિસ્થિતિ સર્જાય તો તે સિલક ઘઉંમાંથી ઉપાય યોજના કરવી અને સ્વાવલંબી થવું. આ બેઠકમાં ત્રીસ ખેડૂત ઉપસ્થિત હતા. તેમની ચર્ચામાંથી એકરે દસ કિલો ઘઉં દરેક જણે આપવા એવો નિર્ણય કરવામાં આવ્યો. તેમાંથી દવાનો ખરચ બાદ કરતાં પંદર ક્વિન્ટલ ઘઉં સિલક રહેશે અને ગામલોકોની ઘઉંની બૅન્ક શરૂ થશે.

પણ વાસ્તવમાં થયું જુદું જ. કોઈએ કાંઈ પણ આપ્યું નહિ. તપાસ કરતા અનેક મત સાંભળવા મળ્યા :

• ‘અમને લાગ્યું હતું, દવા મફત મળશે.’

• ‘અમારી પાસેથી વસુલાત કરવામાં આવશે, એમ ખબર હોત તો અમે જ દવા વેચાતી લાવ્યા હોત.’

• ‘વસુલાત કરવાની હોય, તો જે મોટા છે તેમની પાસેથી કરો.’

• ‘આ ખર્ચ “ગ્રામગૌરવ પ્રતિષ્ઠાન” જ ભોગવે તો સારું...’

આ મતાંતર સાંભળ્યા પછી વિલાસરાવે એક ચોપાનિયું તૈયાર કર્યું. તેમાં સમગ્ર ઘટનાનો ઉલ્લેખ કર્યો. છેવટે આહ્વાન કર્યું કે ‘સ્વેચ્છાએ જેઓ કાંઈ આપવા ઇચ્છતા હોય તેમણે બે દિવસની અંદર સંસ્થા પાસે અનાજ જમા કરાવવું. તેની રસીદ મળશે. ત્યાર પછી અનાજ લેવામાં આવશે નહિ. હવે પછી આ વિષયની ચર્ચા કરવામાં આવશે નહિ.’ આવું ચોપાનિયું ગામમાં લગાવ્યા પછી બે દિવસમાં બધું મળીને ત્રણ ક્વિન્ટલ અનાજ એકઠું થયું. તેમાંથી દવા પાછળ થયેલો ખરચ માંડમાંડ વસૂલ થયો. વિલાસરાવને થયું હતું પ્રેમના સંભારણારૂપે ડૉ. દેવરસને એક ક્વિન્ટલ અનાજ મોકલાવીશું, પણ તેમ થઈ શક્યું નહિ.

કડવા અનુભવ

કુદરતી આપત્તિ આવે તો જ પ્રજા અને સરકાર સાથે મળે છે. કામચલાઉ સહકારનું વાતાવરણ ઊભું થાય છે. આપત્તિ ટળી જતાં વળી જૈસે થે, નિષ્ક્રિય, ઉદાસીન.

નાયગામમાં અનુશ્રવણ તળાવ તૈયાર થયું હતું. અનુશ્રવણ તળાવનો મુખ્ય વિચાર તળાવમાંનું પાણી ફેબ્રુઆરી સુધી શોષાય એવો હતો, પણ કેટલીક તાંત્રિક ભૂલોને કારણે ઓછું શોષાય છે. ઉનાળામાં ઉપરનું પાણી બાષ્પીભવનથી વેડફાય છે અને જે જમીનમાં ઊતરે છે તે તળાવની નીચે અને નજીકમાં જે ખેડૂતો છે, તેમનાં જ કૂવાઓને મળે છે અને પછી આંગળીના વેઢે ગણાય એટલા જ ખેડૂતો એ પાણીનો લાભ લે છે. તળાવ ભલે ગામ માટે હોય છતાં લાભ મુઠ્ઠીભર લોકોને જ મળે છે. સહુને આ પાણીનો લાભ થવાની દૃષ્ટિએ વહેંચણી થાય તે માટે યંત્રણા ગોઠવાય, એ માટેનાં સામુદાયિક પ્રયાસ થતાં નથી. સ્થાનિક નેતૃત્વ તે માટે આગળ આવતું નથી. આમ કોઈક ઊભું થાય તો જ તેને કાયમ ટેકો મળશે એની ખાતરી નથી. આ બધી વાતો વિલાસરાવને સમજાતી હતી. અઠવાડિક સભામાં તે તેની પર ચર્ચાય કરતાં. ઉપયોગ થતો ન હતો, પરંતુ આવા કડવા અનુભવ થવા છતાંય વિલાસરાવ પોતાના માર્ગેથી પાછા હઠવા તૈયાર ન હતા.

વિલાસરાવનો વ્યવહાર, વાતો, આચારવિચાર ખેડૂતોને હવે પોતીકો લાગવા છતાંય તે હજુય પૂર્ણતઃ વિલાસરાવ પર વિશ્વાસ મૂકવા તૈયાર ન હતા. તેમના પેટમાં ઊંડે ઊંડે ક્યાંક બીક હતી. શંકા હતી. આ ભણેલોગણેલો, પોતાનું કારખાનું ધરાવનારો ‘ઈજનેર’ અહીં આટલું મથી રહ્યો છે, અહીંની આપણી જમીન ઓળવી લેવી હશે આને. આ તલના ડાઘની જેમ આપણામાં ભળી તો ગયો છે, પણ પછી આની તાકાત કેટલી ? આ એકલો માણસ શું પૂરું કરવાનો ? એનો સફેદ શુભ્ર, કડક આરનો ખાદીનો પહેરવેશ અને એના રાજકીય નેતાઓ સાથેના સંબંધોને કારણે ગામલોકો સાશંક રહેલાં. આગળ પાછળ ચૂંટણીમાં ઝંપલાવીને વિલાસરાવ મંત્રી થવાનો પ્રયાસ કરશે એવો ગણગણાટ સુદ્ધાં ચાલુ હતો. નિષ્ક્રિયતાને, ઉદાસીનતાને આવા આ શંકાના વાંધાવચકા. વિલાસરાવ પાસે દેશી વિદેશી વ્યક્તિઓ આવતાં. અગ્રણીઓ, નેતાઓ આવતાં, સરકારી અધિકારીઓ પણ આવતાં. આવા લોકો સાથે વાત કરતી વખતે વિલાસરાવ અંગ્રેજીમાં બોલતાં. ત્યાં ઉપસ્થિત રહેનારાઓમાં અંગ્રેજી ન સમજનારાઓને થતું ‘આપણે ખેતીમાં શું કરી રહ્યા છીએ, એમ કહીને આ સાહેબ પોતાનું મહત્ત્વ વધારી રહ્યા છે. પોતાની આરતી ઉતરાવી રહ્યો છે !’ પણ આય લાંબો સમય ચાલ્યું નહિ.

શંકાગ્રસ્તોમાં ભંગાણ

જ્યાં એકરે અર્ધો ક્વિન્ટલ જુવાર આવતી ન હતી, ત્યાં આઠ-નવ ક્વિન્ટલ સંકર જુવાર થતી હતી. નાયગામના ખેડૂત કહેતાં, ખેતી પરવડતી નથી, પણ આ સાહેબ તો આટલું અનાજ કાઢીને બતાવી રહ્યો છે ! શંકા કરનારાઓમાં ધીમે ધીમે ભંગાણ પડવા લાગ્યું. કેટલાક લોકો પછી વિલાસરાવ પાસે સલાહ માંગવા આવતા. પછી વિલાસરાવ તેમની સાથે ચર્ચા કરતાં. આળી ચર્ચામાં એક વખત બિયારણ બદલવું જોઈએ, એવો નિષ્કર્ષ નીકળ્યો. વિલાસરાવે સોલાપુરથી બિયારણ મંગાવી પૂરું પાડ્યું. તે વર્ષે અનાજનો ભરપૂર ઉતાર આવ્યો.

ખેડૂત વિલાસરાવને હંમેશા કહેતા, ‘એમને તમારા જેવું પાણી મળે તો અમે તમારાથીય વધુ પાક મેળવી બતાવીશું.’ પછી વિલાસરાવ તેમને પૂછતાં, ‘તમારે ત્યાં પાણી શાથી નથી ? લિફ્ટ કર્યા વગર પાણી કેવી રીતે મળશે ? આ બધું સમજાવતાં વિલાસરાવનો ખૂબ સમય પસાર થતો અને છતાંય પોતાના માર્ગ પરથી પાછા હઠવાનું વિલાસરાવના મનમાં આવ્યું નહિ. ના ના કહેતાં યુવાન ખેડૂતો તેમની વધુ ને વધુ નજીક આવવા લાગ્યા. અણ્ણાસાહેબ કડ, પોપટરાવ ખેસે એ તો તેમની નિકટ હતા જ, પણ વિઠ્ઠલ હોલે, એકનાથ કડ, મહાદેવ ખેટે, ગણપત સોનાવણે જેવા રોજના લોકો પણ વિલાસરાવ સાથે હતા. આ માણસ સતત ગરીબ ગ્રામ્ય ખેડૂતોનો વિચાર કરે છે. તેમના જેવું જ સાદું જીવન જીવે છે. વર્તે છે અને પોતાના માટે કંઈ જ નથી જોઈતું. એની ખાતરી તેમને ક્યારનીય ગળે ઊતરી હતી.

છેલ્લાં ચાર વર્ષમાં દેવસ્થાનની જમીનમાં થયેલા રૂપાંતરને કારણે ના કહેવા છતાં સહુ કોઈ વિચારી રહ્યા હતા. આ અહીં થઈ શકે છે. દુષ્કાળનો સામનો કરવો શક્ય છે. આપણે આ કરી જોવું જોઈએ એવી ભાવના મનમાં દૃઢ થવા લાગી. સિંચાઈનું મહત્ત્વ તો તેમને સમજાયું જ હતું, પરંતુ સિંચાઈ ક્ષમતા અને તેનો ઉપયોગ કરવા વચ્ચે અંતર છે. એ પણ દેવસ્થાન જમીન પરના પ્રયોગ દ્વારા તે પ્રયોગોનાં પરિણામોએ સ્પષ્ટ કર્યું.

વિલાસરાવને મનોમન થતું હતું કે, ખેડૂતોને ઓછામાં ઓછા આઠ મહિના પાણીની સિંચાઈની સુવિધા જોઈએ. તેને કારણે કૃષિમાલનું ઉત્પાદન વધશે. ખેડૂત પોતાની ઓછામાં ઓછી જરૂરિયાતો તેનાથી પૂરી કરી શકશે. તેમના કૃષિ માલને યોગ્ય ભાવ મળીને જ્યારે તેમના હાથમાં થોડા પૈસા રહેશે, ત્યારે જ તે પૂરક ધંધો પણ કરી શકશે. તેને કારણે ‘પ્રથમ પાણીની ઉપલબ્ધતા’ એ જ વિષય પર તેમણે ધ્યાન કેન્દ્રિત કર્યું.

સર્વસામાન્ય ખેડૂત માટે વૈયક્તિક રીતે કૂવા ખોદીને તેની ઉપર ડિઝલ એન્જિન અથવા મોટર ગોઠવીને ખેતી કરવી દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં તો ફાયદેમંદ નીવડે નહિ. સામુદાયિક ધોરણ આધારિત પાણી ઉલેચીને સિંચાઈ યોજના તૈયાર કરવા સિવાય આરો નથી. દુષ્કાળગ્રસ્ત ગ્રામ્ય ખેડૂતોનું દારિદ્રય દૂર કરવા માટે આવી યોજનાઓ અમલમાં મૂકવી જરૂરી છે. એની પર વિલાસરાવને શ્રદ્ધા હતી.

વસંતદાદાની ‘દત્તક કૃષિ કન્યા’

વિલાસરાવ - કલ્પનાબહેન સાથે રહેનાર સોમા દેવકર નાયગામ નજીકના માવડી ગામના. ત્યાં અનુશ્રવણ તળાવ થયેલું. અનુશ્રવણ તળાવના કાંઠા પર જ સોમા દેવકરની જમીન. તેમણે વિલાસરાવને આગ્રહ કર્યો કે, એ અનુશ્રવણ તળાવ પર તેમણે એકાદ લિફ્ટ ઊભી કરવી. દેવકરે અન્ય ગામલોકો સાથે ચર્ચા કરી. કામનું આયોજન થયું. આ યોજનાનો સંપૂર્ણ ખર્ચ ‘ગ્રામગૌરવ પ્રતિષ્ઠાન’ પ્રાયોગિક ધોરણે કરવો એમ નક્કી થયું. યોજનાના કેટલાક લાભાર્થીઓએ શ્રમદાન દ્વારા નીક ખોદી. આ લાભાર્થીઓમાં બે એકરથી દસ એકર જમીન ધરાવનારા ખેડૂતો હતા.

આ માવડી યોજનાનું ઉદ્‌ઘાટન તત્કાલીન મુખ્યમંત્રી શ્રી વસંતદાદા પાટીલના હસ્તે ખૂબ ધામધૂમથી થયું. તે પ્રસંગે કૃષિમંત્રી શ્રી શરદ પવાર પણ ઉપસ્થિત હતા. વિલાસરાવનું કામ જોઈને વસંતદાદા એટલા પ્રભાવિત થયા કે કહ્યું, ‘આવી જળઉવદહન સિંચાઈ યોજના એટલે અમારા માટે ‘કૃષિ કન્યા’ જ. અમે તેને ‘દત્તક’ લઈએ છીએ...!’

વસંતદાદા પાટીલે ‘પાણી અટકાવો, પાણી ઉતારો !’ એવી જાહેરાત સૌ પહેલા કરી, તે અહીંની યોજના જોઈને જ. પણ તુર્ત જ વસંતદાદાની સરકાર તૂટી પડી.

પાણી વહેંચણીના વિચાર અને વ્યવસ્થાપનમાં ત્રુટિઓ રહેવાથી આ યોજના ચાલુ-બંધ-ચાલુ જેવી હાલતમાં રહેતી. કોઈ પણ પોતાના આખાય ખેતરને પાણી આપ્યા વગર બીજા પાસે પાણી જવા દેતો ન હતો. તેમાંથી ઝઘડા થતાં. વિલાસરાવને પછી વારંવાર બેઠકો યોજવી પડતી.

આમાંથી જ પછી વિલાસરાવે નાના લાભાર્થીનેય પાણી મળવું જોઈએ, એ વિચારમાંથી ‘માણસ દીઠ અર્ધા એકર જમીનને પાણી’ સૂત્ર રજૂ કર્યું અને ‘ગ્રામગૌરવ પ્રતિષ્ઠાને’ યોજનાનો સમગ્ર ખર્ચ ન ઉઠાવતા ૨૦% ખર્ચ લોકભાગીદારીમાંથી જ થવો જોઈએ એ નિયમ કર્યો. દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં દુર્લભ રહેતું પાણી વધુ ને વધુ ખેડૂતોને કેવી રીતે પૂરું પાડી શકાય એ નક્કી કરતી વખતે માવડી ઉદવહન સિંચાઈ યોજનાનો અનુભવ માર્ગદર્શક નીવડ્યો.

ગામની હદમાંના પાણી પર ગામલોકોનો અધિકાર એ ધોરણે પ્રથમ માન્ય કરવું જોઈએ. એ માન્ય થયા પછી તે પાણીની વહેંચણી કેવી રીતે કરવી, એનાય નિયમ નક્કી કરવા જોઈએ આવો વિચાર કરતી વખતે કુટુંબની આવશ્યકતા અનુસાર ન્યાયી પદ્ધતિએ વહેંચણી થવી જોઈએ. કેટલાકને ગમે તેટલું પાણી વાપરવાની છૂટ, જ્યારે બાકીનાઓને જરૂરિયાત હોવા છતાં એ વાપરવા પર બંધી - એ અત્યાર સુધીની પરંપરા, ધારો બદલાવો જ જોઈએ. એ સિવાય સામાજિક ન્યાય પ્રસ્થાપિત થશે નહિ. જે આજ સુધી વધુ પાણી વાપરતાં આવ્યા, તેમનું પાણી કોઈક ધોરણો અનુસાર ઘટાડ્યા વગર બીજાઓને તે ઉપલબ્ધ કરાવી આપી શકાશે નહિ. આમ કરવાનો કોઈક પ્રયત્ન કરે તો હિતસંબંધીઓ દ્વારા તેનો વિરોધ થશે અને તેમ થવું સ્વાભાવિક પણ છે. ઉત્પાદન, સાધનો પરનો અધિકાર કોણ જતો કરે ? દુષ્કાળગ્રસ્ત પ્રદેશોમાં તો આ પાણી અત્યંત મૂલ્યવાન ઉત્પાદન-સાધન, એવામાં જ કોણ પાણી છોડે ? જેમની પાસે ખૂબ પાણી છે અને જેમની પાસે લગીરેય પાણી નથી, તેમનામાં પાણી વહેંચણી પરથી સંઘર્ષ જાગશે. જૂના હિતસંબંધ વિરુદ્ધ નવી ન્યાયી સામાજિક રચનાનાં મૂલ્યોનો એ સંઘર્ષ હશે. સંચિત વર્ગ વિરુદ્ધ વંચિત વર્ગ. આ બધું ધ્યાનમાં લઈને જનમાનસ તૈયાર થવું આવશ્યક હતું.

કૃષિ સિંચાઈ આયોગની સ્થાપના

દરમ્યાન સામૂહિક ઉદવહન સિંચાઈ યોજનાઓ હાથ ધરવામાં આવે એથી સરકારે ખેડૂતોને સવલતો આપવાનું જાહેર કર્યું, પણ પ્રત્યક્ષ કાંઈ જ થયું નહિ. વિલાસરાવ તે માટે અનેક સરકારી અધિકારી, જનપ્રતિનિધિ, રાજ્યકર્તાઓને મળ્યા, ચર્ચા કરી પણ કોઈને જ આવા કામમાં રસ નથી એ તેમના ધ્યાને આવ્યું.

ઈ.સ. ૧૯૭૮ના શિયાળુ અધિવેશનમાં ધારાસભ્ય શ્રી વસંત ઉપાધ્યેએ (નાસિક) પાણીના પ્રશ્ન પર ચર્ચા કરીને ‘મહારાષ્ટ્ર રાજ્ય કૃષિ સિંચાઈ આયોગ’ની સ્થાપના અર્થે ઠરાવ રજૂ કર્યો. તે સમયે નહેર અને બંધ મંત્રી ગોવિંદરાવ આદિકે આવા આયોગની નિમણૂક થશે એમ જાહેર કર્યું. અણ્ણાસાહેબ શિંદેની અધ્યક્ષતા હેઠળ આયોગની નિમણૂક કરવામાં આવી.

મહારાષ્ટ્રમાં કૃષિ વિકાસને મોટા પ્રમાણમાં વેગ આપનારી, કૃષિ ઉત્પાદનને ગતિમાન બનાવનારી યોજનાના આયોજનની દૃષ્ટિએ સર્વાંગી અભ્યાસ કરીને સરકારને અહેવાલ સાદર કરવાની કામગીરી આ આયોગને સોંપવામાં આવી હતી.

આ આયોગની સ્થાપના થતાં પહેલાં પ્રા. વિ. મ. દાંડેકર, શ્રી દત્તા દેશમુખ, શ્રી વિ. રા. દેઉસકરની એક ત્રણ સભ્યોની સમિતિની મહારાષ્ટ્ર સરકારે નિમણૂક કરી હતી. રાજ્યની નહેર અને બંધ યોજનાઓના પાણીની વહેંચણી કરવા માટે આ સમિતિ હતી. આ સમિતિની એક બેઠક નાયગામમાં વિલાસરાવ સાથે થઈ. તે વખતે વિલાસરાવે પોતાના વિચાર સમિતિ સમક્ષ રજૂ કર્યા :

૧. પાણીનું રેશનિંગ થવું જોઈએ અને તે સાથે જ આખુંય વર્ષ પાણી પુરવઠાની ખાતરી જોઈએ.

૨. ઉદવહન સિંચાઈને મોટા પ્રમાણમાં નહેર આધારિત સિંચાઈનો સાથ જોઈએ.

૩. વિભાગીય સ્તરે (તાલુકા ક્ષેત્ર) પાણીની ઉપલબ્ધતા અનુસાર પાકની પસંદગી અને જુદાં જુદાં પાકક્ષેત્રોનું યોગ્ય આયોજન હોવું જોઈએ.

૪. નાનીમોટી સિંચાઈ યોજનાઓ સામાજિક દૃષ્ટિએ પણ વ્યાપારી નિયમો દ્વારા ચલાવવાનું વ્યવસ્થાપકીય કૌશલ્ય હોવું આવશ્યક છે.

૫. ઉપયોગમાં ન લેવાતાં (ગ્રામ્ય) માનવબળનો યોગ્ય એવો ઉપયોગ થવો જોઈએ.

૬. મહારાષ્ટ્રમાં રાજ્ય પૂરતાં પાણીનું રાષ્ટ્રીયકરણ અને સામાજિકીકરણ વિષયે વિચાર થવો જોઈએ.

વર્ષભરમાં સમિતિએ પોતાનો અહેવાલ સરકારને સાદર કર્યો, પણ બીજા જ વર્ષે સરકાર ગબડી પડી. મુખ્યમંત્રી શ્રી શરદ પવારની જગાએ શ્રી એ. આર. અંતુલે આવ્યા... નવી સરકારમાં એ અહેવાલ વીંટાળીને અભરાઈએ ચડાવી દેવામાં આવ્યો.