Khalnayika - 3 books and stories free download online pdf in Gujarati

ખલનાયિકા - 3

વેશ્યા – 3

આખી રાત હું સુઈ શક્યો નહિ, છોડ.. જે પ્યાર સમજી શકતું નથી, તેની સાથે માથા ફોડવા બેકાર છે...મને તેની સમજ પર દયા આવતી હતી, તેના પ્રમાણે સેક્સ ને જ પ્યાર કહેવાય.....

મને હવે કામ પર ધ્યાન આપવું જોઈએ, નોવેલ પુરી કરવી જ પડશે, હવે પ્રકાશકની ધીરજ પણ ખૂટવા આવી હતી, મારા પર વિશ્વાસ કરીને તેણે મને પૈસા પણ એડવાન્સ આપ્યા હતા, એટલે હવે જે કઈ થોડી-ઘણી માહિતી લેવાની બાકી છે તે લઇ ને માલતીથી કોઈ જ સબંધ રાખવો નથી.

તેના ફોન કે મેસેજ આવતા નહોતા. મેં તેને ફોન કર્યો, તે જાણે કશું જ થયું ન હોય એમ તેમ મારી ખબર-અંતર પૂછી, મેં કહ્યું ''ફાલતુ વાતો ના કર, હવે આપણો કોઈ સબંધ નથી.''

''તો જખ મારવા ફોન કર્યો?''

''મને તારું કામ છે, અને હજુ થોડું પૂછવાનું બાકી છે, અને તે માટે તને મહેનતાણું પણ મળશે.

અને તને પૂછવાનું કારણ એટલું જ કે હવે મારી પાસે સમય બચ્યો નથી બીજે રખડવાનો કે બીજી શોધવાનો.''

''ભલે, ક્યારે આવે છે?''

'' હું તારે ઘેર નહિ આવું, આપણે બહાર જ મળીએ.''

ને અમે બીજે દિવસે મળવાનું નક્કી કર્યું, પણ સવારે તેનો ફોન આવ્યો કે તે નહિ મળી શકે, લગભગ ત્રણ-ચાર દિવસ પછી મળાશે. સાલ્લી...ભાવ ખાઈ રહી હતી, મને તેની ગરજ હતી તો પણ મેં મારી ગરજ બતાવી નહિ, ને કહ્યું કે તું ફ્રી થાય ત્યારે...ઉતાવળ નથી.

ત્રણ દિવસ પછી તેનો ફોન આવ્યો, ને તેણે પોતાના ઘરથી નજીકની રેસ્ટોરન્ટમાં મળવાનું નક્કી કર્યું. હું ત્યાં તેની રાહ જોતો બેઠો, કલાકેક જેટલો વીતી ગયો પણ તે આવી નહિ, જયારે પણ ફોન કરતો ત્યારે બીઝી જ બતાવતો હતો. હવે મને કાંટાળા સાથે ગુસ્સો પણ આવતો હતો, હું નીકળવા જ કરતો હતો ને તેનો ફોન આવ્યો, બોલી ''ત્યાં જ છે ને? હું પાંચ મિનિટમાં જ આવું છું.'' કહીને ફોન કાપી નાખ્યો.

તે આવી, તેનું મોઢું ચઢેલું હતું, કે પછી મને એવું લાગતું હતું. તે ખુબ થાકેલી અને ઉજાગરા કર્યા હોય તેવી દેખાતી હતી. તે બેગ ને સ્કૂટરની ચાવી ટેબલ પર મૂકીને બોલી ''સોરી, પણ હું ખુબજ બીઝી છું, હમણાં પણ માંડ ટાઈમ કાઢીને આવી છું. પંદર મિનિટ જ બેસીસ, જલ્દી જે પૂછવું હોય તે પૂછી લે.''

મેં કટાક્ષમાં બોલ્યો ''હા, મેડમ.. મને ખબર છે તમે ખુબ બીઝી છો, આભાર પંદર મિનિટ પણ આપવા માટે...''

''મારો મૂડ ખરાબ છે, વધારે ખરાબ ના કર...''

''ઓકે, મનેય ઘણું કામ છે, સીધો સવાલ અને જવાબ પણ સીધો જ આપજે, એ કહે કે કેવા કેવા ક્લાયન્ટ આવે છે? અને કેવી કેવી ડિમાન્ડ કરે છે? અને ખાસ તો તમે, તું તેવા લોકોને હેન્ડલ કઈ રીતે કરે છે?''

''હંમેશા એક અજાણ્યો ડર તો હોય જ છે,કેવો હશે ? જંગલી હશે? મેનિયાક હશે? સાયકો હશે? વિકૃત દિમાગનો હશે? જે સંગઠિત વ્યવસાય કરે છે, તેમને આ બધા ડરનો સામનો કરવો પડતો નથી, તેઓનું આખું નેટવર્ક હોય છે, અને ખાસ તો પોતાના સીનીઅર ની વાતો અને અનુભવોથી ઘણું શીખવા મળે છે. જયારે અમને જાતે અને અનુભવ થતા જાય તેમ શીખતાં જઇયે છીએ. હા, અમને આર્થિક ફાયદો વધારે છે, પણ રિસ્ક પણ ઘણું છે. અમારા બધા ક્લાયન્ટ વ્હાઇટ કોલર જ હોય છે, ને મોટાભાગના બહારના જ હોય છે, બિઝનેસમેન, એક્ઝિકયુટિવ્સ, ઓફિસર્સ, વગેરે..''

''હુંહ ... આગળ વધ...''

''સારી સર્વિસ આપો, ખુશ થવો જોઈએ....પણ પોતાના હાડકા-પાંસળા એક કરાવીને ખુશ ના કરાય...હવે હું ઘણું શીખી છું, બંને ખુશ થવા જોઈએ....ચાર આનાનું આપીને રૂપિયો મેળવીને હું ખુશ અને તે રૂપિયો આપીને બે જેટલું મેળવ્યું એમ માનીને ખુશ...''

''ચાર આના આપીને કેવી રીતે રૂપિયો મેળવાય? અને રૂપિયો આપીને બે જેટલું મેળવ્યાનો સંતોષ કેવી રીતે થાય?''

''અનુભવ... હવે હું માણસોને ઓળખતા શીખી ગઈ છું, જોતા જ હું સમજી જાઉં છું કે તે કેવા પ્રકારનો છે અને તેને શું જોઈએ છે. મોટાભાગે એક જ ફોર્મ્યુલા બધા પર કામ કરે છે, તેને કશું કરવાનો મોકો જ ના આપો, તમે જ કશું કરતા રહો, તે ખુશ ખુશ થઇ જશે ને વધારાની ટીપ પણ આપતો જશે. દાખલા તરીકે,...''

મેં હાથ ઊંચો કરીને બોલ્યો, ''બસ, બસ સમજી ગયો.''

તે ચૂપ થઇ ગઈ, થોડીવારે બોલી ''હવે હું જાઉં?''

''હા, જો કે પંદર મિનિટ તો થઇ નથી, પણ તારી વાતો થી હું પચીસ પેજ જેટલું લખી શકું એટલો મસાલો મને મળી ગયો છે.'' કહીને હુંએ ખીસામાંથી વોલેટ કાઢીને ટેબલ પર તેની તરફ સરકાવ્યું, ને કહ્યું ''જેટલા તને યોગ્ય લાગે તેટલા તું આમાંથી લઇ શકે છે.''

''ફરી કોઈવાર ફુરસતમાં હિસાબ કરીશું.'' કહીને વોલેટ મારી તરફ ધકેલ્યું, ને જવા લાગી.

''એક વાત પૂછું? તું બીમાર છે? મને લાગે છે....''

તે જતા જતા ઉભી રહી ગઈ, ને બોલી ''પિંકી બીમાર છે.''

હું ઉભો થઇ ગયો, ''શું? શું થયું છે? ક્યારથી??''

''કમળો થયો છે, ત્રણ દિવસથી હોસ્પિટલમાં એડમિટ હતી, આજે સવારે જ ડિસ્ચાર્જ કરી.''

''ત્રણ દિવસથી હોસ્પિટલમાં...અને તું કહેતી પણ નથી, તું એકલી..ઓહ માય ગોડ, ચાલ મારે જોવી છે.''

પિંકી બેડ પર હતી, સાવ નંખાઈ ગયેલી લાગતી હતી, મેં ઝૂક્યો, તે મને જોઈને હસી પડી અને ચોકલેટ માટે હાથ લંબાવ્યો, મારી આંખમાં ધુમ્મસ છવાયું, ''સોરી બેટા, આજે નથી લાવ્યો'' કહીને તેને ઊંચકી લીધી ને સેંકડો કિસ તેના ગાલ પર, હોંઠ પર કરી. તેની હથેળીની પાછળ નસમાં થી હજુ નીડલ કાઢી નહોતી.

ત્રણ દિવસ..અને ચોવીસે કલાક ખડે પગે.. અને એકલી... ખરેખર ખૂબ જ બહાદુર અને હિમ્મતવાળી અને પહાડ જેવી અટલ... માલતી … જો તે મારી સાથે હોય તો હું દુનિયા જીતી શકું....

''માલતી, મારી વાત માને તો અહીં એકલી મૂંઝાયા કરે એના કરતા મારે ઘેર ચાલ, પિંકી સાજી ના થાય ત્યાં સુધી...મારી બહેન અને માં છે એટલે તને હિમ્મત અને સપોર્ટ રહેશે. અહીં તું એકલી, અને જો તું બીમાર પડીશ તો તો બધું પડી ભાંગશે.''

''ના, મને બીમાર થવું તો પોસાય જ નહિ...હું તારે ઘેર નહિ આવું, તું કહ્યું એટલું જ મારા માટે બહુ મોટી વાત છે. અને કશું કામ હશે તો તને કહીશ જ ને...''

''હા, હું આવતો-જતો રહીશ, ટ્રીટમેન્ટમાં જરાય કચાશ રાખીશ નહિ, પૈસા-બૈસાની જરૂર હોય તો કહે.''

તેણે મારો હાથ પકડ્યો અને મુસલમાનો કરે છે તેમ પોતાની બંને આંખે અડાડ્યો ને પછી મારી હથેળીનો પાછળનો ભાગ ચૂમ્યો.

''માલતી, જે વાક્યની તને જરાય નવાઈ નથી, તે જ વાક્ય પર હું આજે પણ કાયમ છું. તું કહે તો આજે જ લગન કરવા હું તૈયાર છું.''

તે મારી આંખમાં જોઈ રહી હતી, તેની આંખમાંથી પાણીના રેલા દડવા લાગ્યા, મેં તેને છાતી સાથે ભીંસી દીધી. તે બોલી ''હું પણ તને...''

મેં તેને અળગી કરીને કહ્યું ''બસ, વાત પુરી થઇ...ચાલ ક્યારે શાદી કરીએ? ને ક્યારથી મને ચાહે છે?''

''તારાથી પણ પહેલાથી...''

''તો પછી? તારો વ્યવહાર? મને સમજાયો નહિ...''

''તારે માટે... મારા સ્વાર્થ માટે હું કઈ તારું ભવિષ્ય બગાડી શકું નહિ, મારે કારણે કોઈ તારા પર આંગળી ઉઠાવે તે મારાથી સહન થાય નહિ, અને તું મારા કરતા સો ગણી સારી છોકરી ડિઝર્વ કરે છે, એટલે જ હું વારે ઘડી પૈસા અને સેક્સની વાતો કરીને મારી છાપ બગાડવા પ્રયત્ન કરતી રહેતી હતી, પણ એટલી બધી પણ બગાડવી નહોતી કે તું મારાથી દૂર થઇ જાય, દોસ્ત તરીકે મને તારી જરૂર છે, અને તારા જેવો દોસ્ત તો મને જોઈએ જ...''

''ફાલતુ વાતો ના કર, હું કાગળનો વાઘ છું પણ પુરા સમાજનો હું એકલે હાથે સામનો કરી શકું છું, ચાલ લગનની વાત કર...''

''ના, તું દોસ્ત તરીકે જ સારો છે, હું ગમે ત્યારે ફોન કરું તો જલ્દી આવી જજે..મોડું કરતો નહિ... જા હવે, મને ઘણું કામ છે.''

માલતીને મનાવવી અને તેની સાથે લગન કરવા, બસ તે જ મારુ લક્ષ હતું. આમતો હું મન માનવી લેતો કે હું ચાહું છું પણ મારા એકલાના ચાહવાથી તો કશું થાય નહિ ને... પણ જ્યારથી ખબર પડી કે તે પણ મને ચાહે છે, ત્યારથી તો બસ........

અમે અવાર-નવાર મળતા, બહાર ફરવા, જમવા જતા. હું કોઈકવાર તેને ઘેર પણ જઈ આવતો.

પિંકી હવે મારાથી ઘણી હળી ગઈ હતી. તેને હું મારુ નામ આપવા માંગતો હતો. અને છેવટે પિન્કીને કારણે જ અને તેની ઓઠ લઈને જ મેં માલતીને મનાવી લીધી. ને નક્કી કર્યું કે પંદર દિવસ પછી લગન કરી લેવા, ત્યાં સુધી માલતી બધું સમેટી લેશે.

સાંજે ચાર થયા ને માલતી નો ફોન આવ્યો '' જલ્દી ઘેર જા ને પિંકી ને સંભાળ, હું પોલીસ સ્ટેશને છું.''

હું ઉડતો માલતીને ઘેર ગયો, તેની મેઇડ પાસેથી પિંકી ને લીધી અને તેની જરૂરી વસ્તુઓ ડાયપર, કપડાં, બોટલ વગેરે એક થેલામાં મુકાવી, ને મેઈડને માલતીને આવતા મોડું થશે, હું પિન્કીને લઇ જાઉં છું, તું જા, કહીને છૂટી કરી ને ઘર લોક કર્યું.

મારા પ્રકાશકને ફોન કર્યો, તેની વગ સારી હતી, ''વકીલ જોઈશે, જામીન કરાવવી છે.''

''કોની?''

''મારી વાઇફની..ફાર્મ હાઉસમાં રેડ માં પકડી લાવ્યા છે.''

''તારી વાઈફ? ફાર્મ હાઉસ? રેડ? તું ક્યાં હતો?''

''પછી સમજાવીશ, મારે તાત્કાલિક જામીન જોઈએ.''

જામીન થઇ, માલતી બહાર આવી, ઇન્સ્પેક્ટર મને જોઈને તુચ્છકારથી બોલ્યો, ''કોણ છે આ?''

''મારી પત્ની છે.''

''હા હા હા! સાલા ભડવા, બાયડીને ધંધા પર મોકલે છે? બાયડીની દલાલી ખાતા શરમ નથી આવતી? ઈટીવી વાળા આવ્યા કે નહિ?''

માલતી ભડકી ગઈ ''ઇન્સ્પેક્ટર મોં સાંભળીને બોલો, તે લેખક છે ને તે ઇજ્જતદાર છે ને તમે કલ્પના પણ નહિ કરી શકો તેટલો શરીફ અને નિર્દોષ છે, અને તેઓ મારા પતિ નથી.''

'' રાંડ ના તેવર તો જુઓ, આ રાંડનું મોં ઢાંકજો, પણ આ બે કોડીના લેખકડાને બરાબર એક્સપોઝ કરજો, બાયડી કમાય છે ને તે ખાય છે, મારુ ચાલે તો તેને નાગો કરીને ચોરાહા પર લઇ જઈને ફટકારું...સમાજનું કલંક છે આવા ભડ્વાઓ....''

માંડ માંડ કેમેરા અને સવાલોથી પીછો છોડાવીને અમે સ્કૂટર લઈને ભાગ્યા.

માલતી કશું બોલતી નહોતી, તે પિન્કીને લઈને પાછળ બેઠી હતી. તેની બિલ્ડિંગના પાર્કિંગમાં સ્કૂટર ઉભું રાખ્યું.

માલતી ઉતરી અને પિન્કીને મને ઊંચકાવી દીધી, ને બોલી '' આ કોણ છે?''

''કોણ?''

''પિંકી...''

''મારી દીકરી છે, કેમ?''

'' સાચે? ફરી બોલ..''

''હા, મારી દીકરી છે, એકસો દસ ટકા...''

તે કશું બોલી નહિ, ને બિલ્ડિંગના દાદર ચઢવા લાગી, મેં ડીકી માંથી પિંકીની વસ્તુઓનો થેલો કાઢ્યો ને પિન્કીને લઇ ને ઉપર ગયો. માલતી મારાથી પહેલા ગઈ હતી, હું બીજે માળ પહોંચ્યો તો માલતી જોવાઈ નહિ, ઘરની ચાવી તો મારી પાસે હતી. ઉપર જોયું તો માલતી ઉપર ચઢી રહી હતી, મેં બૂમ પાડી તો તે ઝડપથી ચઢવા લાગી, મને સ્ટ્રાઇક થઇ ને હું પણ તેની પાછળ ઉપર ભાગ્યો, તે પાંચમો માલ વટાવીને અગાશી પર પહોંચી ગઈ હતી, અને હું તેને પકડી પાડું તે પહેલા તો તે ફરી નીચે પહોંચી ગઈ હતી... મેં ઝૂકીને જોયુ તે તે પાર્કિંગના કોંક્રિટના ફ્લોર પર ઉંધી પડી હતી.

સમાપ્ત.