Panchmi Girlfriend books and stories free download online pdf in Gujarati

પાંચમી ગર્લફ્રેન્ડ

પાંચમી ગર્લફ્રેન્ડ

“હેલ્લો, ક્યાં છે?”

“જોબ પર છું.”

“પ્લીઝ, એક અરજન્ટ કામ છે. આપણા ઘર પાસે રામમંદિર છે ત્યાં જલદી આવી જા ને.!!”

“શું થયું? અને કેમ રામમંદિર?”

“ભાઈ, તું કઈ સવાલ ના પૂછ. તને તારા બધા સવાલોના જવાબ મળી જશે. બસ, તું આવી જા.

“પણ, હમણાં કેમ કરીને અવાય. જોબ પર છું, અહિયાં બોસ ને શું કહીને આવું?

“બસ દોસ્ત, સમજી લે મારા જીવન-મરણનો સવાલ છે. કોઈ પણ બહાનું કાઢીને રામમંદિર જલ્દીથી પહોચ”.

“બે યાર, આ શું છે? કોઈ મઝાક તો નથી કરતો ને?”

“અને હા, વિવેકને પણ લેતો આવજે. અમે પણ બસ પહોંચીએ જ છીએ.”

“અમે એટલે? તારી સાથે બીજું કોણ છે? હલો??? અમિત???!!!!”

હું બોસ પાસેથી અરજન્ટ બહાનું કાઢીને રામમંદિર જવા નિકળ્યો. રસ્તામાંથી જ વિવેકને પણ આવવાનું કહી દીધુ હતું. એ પણ મારી જેમ જ ગુસ્સા અને આશ્ચર્યમાં હતો કે અમિત આ રીતે કેમ બોલાવે છે. પણ એનો જવાબ તો રામમંદિર પહોચ્યા પછી જ મળવાનો હતો એટલે ત્યાં સુધી દિમાગ ને શાંત રાખ્યું.

રામમંદિર પહોચતા જ અમિત એક છોકરી સાથે ઉભેલો જોયો. છોકરીને અવગણીને અમિતને સવાલો પૂછવાનું શરુ કરું એ પહેલા એણે મને સવાલ પૂછ્યો કે વિવેક ને લાવ્યો કે નહિ. મેં કીધું કે એ રસ્તામાં જ છે, આવતો જ હશે પણ મેં જયારે એમ પૂછ્યું કે અરજન્ટ કેમ બોલાવ્યા. તો અમિતની જગ્યા એ એની બાજુમાં ઉભેલી છોકરી એ જવાબ આપ્યો કે આજે એ અને અમિત અહિયાં રામમંદિર માં મેરેજ કરવાના છે અને ત્યાંથી પછી કોર્ટ મેરેજ. છોકરીના મોઢામાંથી આ સાંભળીને હું સીધો અમિત તરફ ફર્યો. અમિત મારો ગુસ્સો સમજી ગયો એટલે પુજારીને બોલાવવાનું બહાનું કરીને નીકળવાનો પ્રયત્ન કર્યો પણ મારા મજબુત બાવડા માંથી નીકળી ના શક્યો અને મેં છોકરી જે બોલી એ સાચું છે કે નહિ એ પૂછ્યું.

અમિતની “હા” થી મારું દિમાગ ફરી ગયું. હવે ખબર પડી કે એણે મને અને અમિતને કેમ બોલાવ્યા હતા- સાક્ષી તરીકે કોર્ટમાં સહી કરવા. હું અમિતને ખેંચીને બાજુ પર લઇ ગયો.

“કોણ છે આ છોકરી? અને મેરેજ? ગાંડો થયો છે કે શું? આ બધું શું છે?”

“ભાઈ તને બધું કહીશ. બસ હમણાં સમય સાચવી લે. મુહુર્ત નો સમય થઇ ગયો છે. બસ વિવેક આવે એટલી વાર.”

“શેનું મુહુર્ત? કેવું મુહુર્ત? ભાઈ, તું ભાન માં તો છે ને? આ બધું શું છે?”

“દોસ્ત, મારા પર વિશ્વાસ છે ને તને?”

પેલી છોકરી પણ બાજુમાં આવીને અમારી વાતો સાંભળતી હતી.

“ના, બિલકુલ નથી. ગર્લફ્રેન્ડ, પ્રેમ બાબતમાં તારા પર બિલકુલ વિશ્વાસ નથી. આ તારી પાંચમી ગર્લફ્રેન્ડ છે અને બધા સાથે તું મેરેજ કરવાની કસમ ખાતો હતો.”

“પાંચમી? તમે તો કીધુ હતું કે તમારી કોઈ ગર્લફ્રેન્ડ જ નથી.” પાંચમી ગર્લફ્રેન્ડ સાંભળીને પેલી છોકરી ઉશ્કેરાઈ.

“હા તો નથી જ ને, આ તો હતી, ભૂતકાળની વાત છે.” અમિતે એને વાળવાનો પ્રયત્ન કર્યો.

“ના, તમે મને જૂઠું કેમ બોલ્યા? મારે તમારી સાથે લગ્ન નથી કરવા. હું તો આ ચાલી.” અને છોકરી ગુસ્સામાં પગ પછાડતી રીક્ષા માં બેસી નીકળી ગઈ.

અમિત આ જોઇને બહુ ગુસ્સે થયો અને મારી સાથે ત્યાં જ ગાળા-ગાળી કરવા લાગ્યો. મેં શાંત કરાવવાનો પ્રયત્ન કર્યો પણ એ શાંત થવાની જગ્યા એ મને જ મારવા લાગ્યો. મારે પણ મારું ડિફેન્સ કરવું જરૂરી હતું. ત્યાં જ રિક્ષામાંથી વિવેક ઉતરીને અમારી સામે આવ્યો. અમને બંને ને આ રીતે મારામારી કરતા જોઇને એક સેકન્ડ તો એ પણ વિચારમાં પડી ગયો પણ તરત જ અમને બંનેને એણે છુટા પડ્યા.

વિવેકે મને પૂછ્યું કે આ બધું શું છે?

મેં ગુસ્સામાં વિવેકને કીધું: “આણે અહિયાં આપણને એના લગ્ન માટે બોલાવ્યા છે.”

અમિત હજી પણ ગુસ્સામાં ગાળો બોલતો બોલતો મને મારવા મારી તરફ આવે છે ત્યારે વિવકે એને રોક્યો અને પહેલા આખી વાત શું છે એ કહેવા જણાવ્યું.

“જાણવું છે તારે તને અહિયાં અમિતે કેમ બોલાવ્યો એ?”

“હા પણ શાંતિ થી કહે.”

“અમીતયો પેલી છોકરી સાથે લગ્ન કરવાનો હતો અને એ પણ આપણી સાક્ષીમાં. અહિયાં ફેરા લઈને કોર્ટ મેરેજ કરવાનો અને સાક્ષી તરીકે આપણે સહી કરવાની.”

“છોકરી ક્યાં છે?”

“ભાગી ગઈ.”

“ભાગી ગઈ નહિ ભગાડી દીધી તે સાલા?” અમિતે ફરી ઝેર ઓક્યું.

“જે હોય એ, આ લગ્નનું પાછુ શું ચક્કર છે? કોણ હતી એ છોકરી?”

“ખબર નહિ, કોઈ નવી જ હતી. હું તો નથી ઓળખતો. એ ભાઈ એ કોઈ દિવસ એના વિષે વાત નથી કરી.”

“શું વાત કરું હાં તને? સાલા દોસ્ત છે કે દુશ્મન, આ તારા જેવા દોસ્ત હોય તો કોઈ દિવસ દુશ્મન ની જરૂર જ ના પડે. દોસ્ત દોસ્ત કરે પણ સમય આવે ત્યારે તો કોઈ દિવસ કામ નથી લાગતા.”

અમિત ધીમે ધીમે કૈક વધારે જ બોલવા લાગ્યો હતો. વિવેકે બંને ને અલગ કર્યા અને ઘરે પહોચાડ્યા.

વિવેક અને મેં આખી ઘટના ને સમજવાનો નિર્થક પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ જતા છેલ્લે અમિતના ઘરે અમિતને જ પૂછવા પહોંચી ગયા.

બીજા દિવસે અમિતના ઘરે:

“ભાઈ કહે તો ખરી એ છોકરી કોણ હતી?” વિવેકે સીધી મુદાની જ વાત કરી.

“શિવાની. અમે બંને છેલ્લા ત્રણ મહિનાથી રિલેશનશીપમાં હતા. બંને એકબીજા ને બહુ પસંદ કરતા હતા. શિવાનીના ઘરે લગ્ન માટે બહુ પ્રેસર હતું એટલે આ રીતે અમે લગ્ન કરવાના હતા પણ સાલા તમે આખો પ્લાન ફોક કરી નાખ્યો. અધૂરા માં હવે શિવાની ફોન પણ નથી ઉચકતી. જો એને કઈ થઇ ગયું તો હું (મારી તરફ ઈશારો કરીને) આને કોઈ દિવસ નહિ છોડું.” અમિત હજી પણ ગુસ્સામ હતો.

પણ મારી પાસે પણ જવાબ તૈયાર હતો. એના આ પગલાથી મારું દિમાગ હટ્યું હતું.

“તું જેની સાથે લગ્ન કરવાનો હતો એ શિવાની ને અમે ઓળખતા હતા? ના, તો કઈ રીતે અમે તારા લગ્ન એની સાથે કરાવીએ? કાલે ઉઠીને કઈ થઇ જાય તો અમે બંને સૌથી પહેલા ફસાઈ જઈએ. કારણકે મને તારા પર તો બીલકુલ ભરોસો નથી, કાલે ઉઠીને કોઈ નવું પગલું ભરે અને અમને તો એની જાણ પણ ના હોય.”

“ત્રણ ત્રણ મહિનાથી રિલેશનશીપ માં હતો ત્યારે અમને કહેતા શું જોર આવ્યું. લગ્ન ના દિવસે સહી કરવાની હતી ત્યારે જ અમે યાદ આવ્યા? અને એ તને છોડીને ગઈ એનું કારણ શું છે એ કહે આ વિવેક ને.”

“મારા લીધે નથી ગઈ એ, તે એને તારો ભૂતકાળ કીધો જ નથી એટલે. ખાલી પાંચમી ગર્લફ્રેન્ડ શું બોલ્યો હું, એ તરત જ ભાગી ગઈ. એ જ બતાવે છે કે તમારી રિલેશનશીપ માં એકબીજા પર વિશ્વાસ હતો જ નહી. એકદમ જુઠાણા પર હતી. “

“અને તને ત્રણ મહિનામાં એવો તો કેવો પ્રેમ થઇ ગયો કે લગ્ન કરવા ઉપડી ગયો? આખી જિંદગી એની સાથે કાઢવી છે. બે વર્ષમાં આ તારો પાંચમો પ્રેમ હતો અને આ બધા સાથે તે લગ્ન કરવાની વાત કરેલી. આ વખતે થોડું વધારે થઇ ગયું અને વિચારેલી બેવકૂફ જેવી વાત અમલમાં મુકવા સુધી પહોંચી ગયો.

આ તો પેલું વૈજ્ઞાનિક વિધાન છે ને “ઉર્જા કોઈ દિવસ બનતી નથી કે નાશ પામતી નથી, માત્ર એક સ્વરૂપ માંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે”. બસ તારા કેસમાં એવું જ છે ખાલી ‘ઉર્જા’ ની જગ્યા એ ‘પ્રેમ’ શબ્દ આવે. એક છોકરીમાંથી બીજીમાં ટ્રાન્સફર જ થાય છે. પહેલા રિદ્ધી, પછી કોમલ, પછી કોણ હતી? અને છેલ્લે રૂપા, અને હવે આ શિવાની. અહિયાં તો બધાના નામ પણ યાદ નથી રહેતા અને તને ખબર નહિ કેમ નો સાચો પ્રેમ થઇ જાય છે અને સીધો લગ્ન સુધી જ પહોંચી જાય છે.”

“તારું રૂપા સાથે બ્રેકઅપ ક્યારે થયું?” અત્યાર સુધી શાંતિ થી સાંભળતો વિવેક બોલ્યો.

“જોયું, આ તો હજી રૂપા પર જ અટકેલો છે.” “અને ભાઈ છોકરી ને તું કેટલું ઓળખે છે? એ શું કરે છે? એના ઘર માં કોણ કોણ છે? એના પાપા શું કરે છે? એનો ભૂતકાળ શું છે? તું લગ્ન કરવાનો હતો અને લગ્ન માં માત્ર બે વ્યક્તિ જ નહિ બે ફેમિલી એક થાય છે.”

“હું હમણાં એની સાથે કોર્ટ મેરેજ કરીને થોંડા વખતમાં ઘરે કહેવાનો જ હતો. મને ખબર છે મારા મમ્મી નહિ માને પણ લગ્ન કરીને જ આવીશ તો ના થોડા પડવાના છે. આખરે એમનો એક નો એક દીકરો છું.”

યાર, વિવેક. શું થયું છે આપણી આ જનરેશનને? બધાના મગજમાં એક જ ભૂસું કેમ ભર્યું છે. બે-ત્રણ મહિના નથી થયા ત્યાં તો પોતે કેટલા છોકરા પેદા કરશે અને શું નામ રાખશે એ પણ વિચારવા લાગ્યા હોય. જરાક જેટલી ધીરજ નથી રહી. અને તારા મમ્મી લગ્ન કરીને આવ્યો હોવા છતાં ના માન્યા તો? તને કહી દીધું કે ઘર ની બહાર ચાલ્યો જા તો? છોકરીનું શું થાય એવું તે વિચાર્યું?” આપણે હમેશા એવું વિચારીએ છીએ કે અપના મમ્મી-પપ્પા આપણને સમજતા નથી. એ લોકો આ જનરેશન ને ક્યારેય માં સમજી શકે. પણ એ અપની સૌથી મોટી ભુલ છે. એ લોકો બહુ જ સ્માર્ટ છે. તારા એક નાના વર્તનથી પણ એમણે શું ચાલે છે એની ગંધ આવી જાય છે.”

“ભાઈ, તું મને ના સમજાવ. એમ પણ અમારા સમાજમાં નક્કી થઇ જાય એના બે-ત્રણ મહિના માં લગ્ન કરાવી જ દે છે. અને એમ પણ અમારા રિલેશનશીપને ત્રણ મહિના પુરા થઇ ચુક્યા છે.”

“દોસ્ત, તું જે વાત કરે છે એ એરેંજ મેરેજ છે. એરેંજ મેરેજ માં પતિ પત્ની ને લગ્નપછી એકબીજા ને ઓળખવાનો સમય મળે જ છે. બંને ફેમિલી એકબીજાને પહેલેથી જ ઓળખતા હોય છે એટલે છોકરા-છોકરી નું બેકગ્રાઉન્ડ તરત ખબર પડી શકે. તું તો લવ મેરેજ કરે છે અને એ પણ કોઈની સંમતિ વગર. લગ્ન પછી પણ તમે બંને અલગ જ રહેવાના. તું જે છોકરી સાથે મેરેજ કરવાનો હતો એ શિવાનીને તારું ફેમિલી તો છોડ અમે પણ નથી ઓળખતા.”

“પણ મને એ છોકરી બહુ જ ગમે છે. હું ખરેખર એને દિલથી ચાહું છું.”

“આ જ વસ્તુ તે ચાર મહિના પહેલા રૂપા માટે કહી હતી. ક્યાં છે આજે રૂપા? સાલા રૂપા સાથે તારું છ મહિના તો ટક્યું હતું. જો તું એ છોકરી સાથે કહે તો આજે પણ એની સાથે હું તારું કરાવી આપું કારણ કે એ છોકરીને અમે ઓળખીએ છીયે. આ તો તું કોઈ પણ છોકરી સાથે તારા મેરેજ કરાવી આપવાનું કહે એટલે અમારે કરાવી આપવાનું, એવું?!!!!! અને મને તું એ જણાવ કે તમે અત્યાર સુધી કેટલી વાર મળ્યા હશો?”

“આજે લગભગ ત્રીજી વાર.” અમિત બોલ્યો.

“અને પહેલી બે વખત ક્યાં મળ્યા હતા?”

“એકવાર એની બર્થડે પર અને બીજીવાર પિક્ચર જોવા.”

“સરસ, મતલબ માત્ર ચેટીંગ પર જ લવ થયો. આજકાલ એમ પણ આ સોશિયલ મીડિયા ને લીધે બધા બહુ જલ્દી થી એકબીજાના સંપર્ક આવી જાય છે અને એમ પણ આ ઉંમર પણ એવી કે તરત જ લપસી જવાય.”

“મારા ભાઈ, તને જે થયું એ લવ નહી, વિજાતીય જાતિ વિષે આકર્ષણ માત્ર છે અને એ થાય જ. બરાબર છે, એકદમ સામાન્ય છે. પણ એનો મતલબ નહી કે સીધા લગ્ન સુધી વાત આવી જાય. દોસ્ત અત્યારે તું તારી આસપાસ જ જો, તારા મારા કેટલાય મિત્રો રિલેશનશીપમાં હશે, પણ એમાંના કેટલા લગ્ન સુધી પહોચે છે? લગભગ કોઈ નહિ, કેમ? કારણકે એ એક આકર્ષણ જ છે. એના પછી બીજું કોઈ યોગ્ય પાત્ર મળે એટલે આગળ વાળું ક્યાં ભૂલી જવાય એ કોને ખબર. પ્રેમ ને સમય જોઈએ, માણસ એકબીજા ને સમજે, એકબીજા ઉપર વિશ્વાસ આવે, એકબીજા સાથે મિત્રતા થાય, સારું-નરસું જોય- સમજે ત્યારે પ્રેમ થાય.”

“પણ......”

“અને અહિયાં હું ક્યારનો એનર્જી બગાડું છું તારી પાછળ અને તું ફેસબુક પર કોની પ્રોફાઈલ ચેક કરે છે?

“કોઈક ‘નિશા પટેલ’ ની છે, મસ્ત લાગે છે.”

“હે ભગવાન. કોણ કહે કાલે આ માણસ લગ્ન કરવાનો હતો. હજી કાલે બ્રેકઅપ થયું અને આજે નવી શોધાવા પણ માંડ્યો.”

કઈ નહિ થાય, બધા ને ઠોકર વાગશે ત્યરે જ ઠેકાણે આવશે. કાલે આપણે કાલે લગ્ન કરાવી જ આપવાના હતા. પેલી અમિતયાના ‘બમ’ પર બે લાત મારતે ત્યારે જાતે ઠેકાણે આવી જાત.

“સાચી વાત છે. છોડ યાર કોઈ મતલબ નથી. તું એક કામ કર, ચા ને ભજીયા મંગાવ. આના પાંચમાં બ્રેકઅપ ની ખુશીમાં એક પાર્ટી થઇ જાય.”

બસ મિત્રો એક જ વાત.

“ખાલી પ્રેમ ના કરો, પ્રેમ નિભાવી જાણો.”