Prem ke dago books and stories free download online pdf in Gujarati

પ્રેમ કે દગો!- નાટક!

પ્રેમ કે દગો!- નાટક!


શહેર માં આજકાલ"પ્રેમ કે દગો!" નામ ના ગુજરાતી નાટકે ધૂમ મચાવી હતી. એ નાટક ની ખાસિયત એ હતી કે એ દરેક ઉમર ના લોકો ને ધ્યાન માં રાખીને બનાવામાં આવેલું હતું. બાકી આજના યુવાનો તો બૉલીવુડ અને હોલીવુડ ની ફિલ્મોના દીવાના છે. પરંતુ, આ નાટક એટલું વાયરલ થયું કે જુવાનિયાઓ એ જોવા માટે પડા પડી કરી રહ્યા હતા. ફેસબુક અને વોટ્સએપિયા ઓતે ધમાસાણ મચાવી દીધી અરે! નાટક ના ડાયલોગ તો સોશ્યિલ મીડિયા પર ટ્રેન્ડિંગ થવા લાગ્યા હતા. નાટક ને મળેલા આટલા ભવ્ય પ્રતિસાદ બાદ નાટક ના શૉ વધારી દેવામાં આવેલ હતા. અરે લોકો નાટક જોવા બેઠા હોય એટલે ફેસબુક પર અપડેટ કરે ફોટા સાથે એટલે જેને નાટક ના જોયું હોય એના ઘરમાં તો બૈરાઓ અને છોકરો નો કકળાટ. જેમ મોટી નોટો બંધ થતા બેન્ક અને એ.ટી.એમ. ની બહાર જે રીતે મોટી મોટી લાઈનો લાગી હતી બસ એમજ આ નાટક જોવા માટે ની ભીડ હતી અને દરેક કે દરેક શૉ હાઉસફુલ.

નાટક ની જગ્યા થી થોડે દૂર એક સુંદર સ્ત્રી જેને ગુલાબી કલર નો સ્કિન ટાઈટ ડ્રેસ પહેર્યો હતો એ એના નિતંબ ને ધીમે ધીમે લચક આપી અને હરણીની માફક ચાલી રહી હતી.બરાબર એજ સમયે ત્યાંથી એક સફેદ કલર ની ઔડી કાર પસાર થઇ અને ચાલાક ની નજર આ સુંદર સ્ત્રી પર પડી એને કાર ને ધીમે કરી અને ધીમે ધીમે સ્ત્રી નો પીછો કરવા લાગ્યો અને પેલી સ્ત્રી નાટક જોવા માટે જે ટિકેટ ની લાઈન લાગી હતી એમાં ઉભી રહી ગઈ. એ સ્ત્રી ની સુંદરતા એ એને લાઈન માં ઉભા રહેવા માટે મજબુર કરી દીધો. કાર ને સાઈડ માં પાર્ક કરી અને એ પણ લાઈન માં લાગી ગયો.કાર ચાલાક ના સદ્નસીબે એની અને પેલી ગુલાબી ડ્રેસ વાળી નમણી સ્ત્રી વચ્ચે બે વ્યક્તિજ હતા એટકે એ કાર ચાલક પેલી સ્ત્રી ને જોઈને પોતાની આંખો સેકી રહ્યો હતો.

એકદમ પાતળી કમર, ડ્રેસ ની બનાવટ એવી હતી કે એની પા ભાગ ની સુંદર અને સફેદ ચટાકા જેવી પીઢ ના દર્શન થઇ રહ્યા હતા.સુંદર નાક નકશા વળી એ ગુલાબી નાર હતી અને એને છાંટેલા મોંઘા સ્પ્રેય ની મહેક પેલા ચાલાક ને ઉતેજીત કરી રહી હતી. ગુલાબી નાર વારેઘડીયે એની વૉચ માં ટાઈમ જોઈ રહી હતી.એને આમ કરતા જોઈને પેલા ઔડી કાર ચાલાક ને જાણે અચાનક યાદ આવ્યું હોય એમ એને પણ એની ઘડિયાળ સામે જોયું અને એ થોડી વાર માટે વિચલિત થયો અને એ એના મગજ માં જાણે કંઈક કેલ્ક્યુલેશન કરી રહ્યો હતો.એને કદાચ ક્યાંક જવું હતું પણ એ પેલી ગુલાબી નાર ના ચુંકીય આકર્ષણે એને રોકી રાખ્યો હતો.એ કદાચ જવા માંગતો હતો પણ એ એને પેલી સ્ત્રી ની પારદર્શક આકર્ષણ એને રોકી રહ્યું હતું.એકાદ કલાક સુધી લાઈન માં લાગ્યા બાદ પેલી સ્ત્રી નો નંબર આવ્યો એને બે ટિકેટ ખરીદી અને ઘડિયાળ માં જોયું તો નાટક શરુ થવામાં વિસ મિનિટ બાકી હતી.એને પોતાનો મોબાઈલ લીધો અને કોલ કર્યો પણ સામે વાળા નો નંબર લાગી નહતો રહ્યો એટલે એને એક ટિકેટ કાઉન્ટર પર આપી અને બોલી કે એક તમે આ ટિકેટ રાખો અને એક માણસ આવશે એને આપી દેજો એટલે કાઉન્ટર પર ના માણસે હા તો પડી પણ એને એ માણસ ના દેખાવ કે કંઈક એને ઓળખી શકાય એવી નિશાની માંગી. એટલે એને કીધું એક બત્રીસ વર્ષ ની ઉમર ફ્રેન્ચ કટ દાઢી અને ભૂરી આંખો વાળો, ગોરો છ ફિટ ઊંચાઈ વાળો માણસ આવશે અને તમારી પાસે ટિકેટ માંગશે એટલે એને આપી દેજો આ પુરી વાત પેલા ઔડી ચાલકે એકદમ ધ્યાનથી સંભાળી એના સદ્ નસીબે આ વખતે એને ફ્રેન્ચ દાઢી નો શોક કરેલો હા પણ એની આંખો ભૂરી નહતી.પેલી ગુલાબી નાર ધીમે ધીમે કાફેટ એરિયા માં ગઈ અને એ સતત એના મોબાઈલ માં જોઈ રહી હતી અને કોઈને કોલ કરવાનો પ્રયત્ન કરી રહી હતી પણ કોલ લાગી નહતો રહ્યો.

પેલા ઔડી ચાલાક નો થોડી વાર બાદ નંબર આવ્યો એટલે એને પેલી સ્ત્રી વિશે વર્હણ કરીને એને જે ટિકેટ અહીંયા મુકિતી એના વિશે પૂછ્યું અને એ એકદમ નમ્રતાતી વાત કરી રહ્યો હતો પેલા કાઉન્ટર વાળા માણસે એની સામે જોયું અને એને પ્લેઈ સ્ત્રી નું જે રીતે વર્હણ કરેલું એમાં કોઈ શક નહતો એટલે એને એ ટિકેટ પેલા માણસ ને આપી દીધી.જેમ ઓલમ્પિક માં ગોલ્ડ મેડલ હાથ માં હોય અને જે ખુશી થાય બસ એવીજ ખુશી પેલા માણસ ને થઇ રહી હતી.

નાટક શરુ થવા જઈ રહ્યું હતું અને એન્ટ્રી પણ ચાલુ થઇ ગઈ હતી ધીમે ધીમે લોકો અંદર જવા લાગ્યા હતા. પેલી ગુલાબીનાર પણ લાસ્ટ કોલ કરી અને અંદર ગઈ બધા અંદર જઈને પોત પોતાની સીટ પર ગોઠવાઈ ગયા અને થોડી વાર માં નાટક શરુ થઇ ગયું. દસેક મિનિટ થઇ હશે નાટક શરુ થયાને ત્યાં પેલો ઔડી ચાલાક અંદર ગયો અને એ એની પાસે રહેલી ટિકેટ ની સીટ શોધવામાં એને સમય ના થયો હોલ માં અંધારું હતું. એ પેલી ગુલાબી નાર ની બાજુ માં ગોઠવાઈ ગયો પેલી સ્ત્રી ની નજર એના પર જ હતી એને પેલા ના મોઢા સામે જોયું પેલા માણસ ના ચહેરા ને જોઈ એને મોઢું બગાડ્યું અને એ બોલી કોણ છો તમે? આ સીટ તો.... એની વાત કાપી અને પેલો ઔડી ચાલાક બોલ્યો તમને કોઈ સમસ્યા ના હોય તો હું અહીંયા બેસી શકું? એમ કહી એની પાસે રહેલી ટિકેટ પેલી સ્ત્રી ને બાતવ્યું અને બોલ્યો મેં કાઉન્ટર પર થી આ ટિકેટ ખરીદી છે. પેલી સ્ત્રી મન માં ને મન માં કદાચ પેલા કાઉન્ટર વાળા ને ગાળો ભાંડી રહી હતી.નાટક ત્રણ કલાક થી વધારે નું હતું એટલે વચ્ચે પંદર મિનિટ નો ઈન્ટરવલ હતો.એટલે કાફેટ એરિયા માં પેલી ગુલાબી નારે કોફી લીધી અને એક ટેબલ પર ગોઠવાઈ પેલા ઔડી ચાલકે પણ એક કોક લીધી અને એની પાસે ટેબલ પર પહોંચ્યો અને બોલ્યો જો તમને કઈ સમસ્યા ના હોય તો હું અહીંયા બેસી શકું. પેલી ની ઈચ્છા નહતી પણ છતાં પણ એ ત્યાં પેલી ની હા પડતા પહેલા ત્યાં બેસી ગયો. ગુલાબી નાર એના વ્યાકુળ થઇ ને મોબાઈલ સાથે રમી રહ્યા હતા.

પેલા ઔડી ચાલકે એની સામે જોઈ અને વિવેક થી એનું નામ પૂછ્યું? પેલી ની ઈચ્છા નહતી પણ ધીમે ધીમે પેલા એ વાત ચાલુ કરી એની વાત માં શરૂઆત માં તો એને રસ ના લીધો પણ પેલા એ એની વાત ચાલુ રાખી ધીમે ધીમે પેલી ગુલાબી નાર એની વાત માં રસ લેવા મંડી પેલા ની વાત કરવાની છતાં,આગવો અંદાજ અને ભાસ પર ની પકડે પેલી ને વાત કરવા માટે મજબુર કરી દીધી.અને એ સામેથી બોલી મારુ નામ સખી છે. ખુશ સરસ નામ છે મારુ નામ વિવેક છે. એમાં ધીમે ધીમે લોકો હોલ માં જઈ રહ્યા હતા નાટક શરુ થાવનું હતું એટલે સખી એ વિવેક ને કીધું ચાલો નાટક શરુ થવા જઈ રહ્યું છે આપડે અંદર જઇયે. બંને અંદર ગયા અને સીટ પર ગોઠવાઈ ગયા અને ધીમે ધીમે રંગ મંચ પર નાટક ના ભજવાઈ રહેલા પ્રેમ ના દર્સ્યો એ બંને ને નજીક લાવી દીધા વિવેકે ધીમે રહીને સખી ના હાથ પર પોતાનો હાથ મુક્યો સખી એ એનો વિરોધ પણ ના કર્યો એટલે વિવેકે એના બંને હાથ ની વચ્ચે સખી ના હાથ ને હસ્તમેળાપ ની જેમ પકડી લીધો અને બંને એક બીજા ની નજીક સરક્યા જો વચ્ચે સીટ નું પાટિયું ના નડતું હોત તો બંને કદાચ ચોંટી ગયા હોત.વિવેક ધીમે ધીમે સખી નો હાથ સહેલાવી રહ્યો હતો.

નાટક પુરી થઇ ગયું વિવેક અને સખી ને લાગ્યું કે આ સેકન્ડ હાફ કેટલો જલ્દી નીકળી ગયો બંને જાણે એક બીજા ને વારસો થી નહિ પણ ભાવો ભવ ના પ્રેમી હોય એમ એક બીજા ના હાથ માં હાથ નાખી અને હોલ ની બહાર નીકળી રહ્યા હતા સખી ની નજર વિવેક પર અને વિવેક ની નજર સખી પર ટકેલી હતી ત્યાં અચાનક એક જોરદાર થપ્પડ વિવેક ના ગાલ પર પડી અને ત્યાં આજુ બાજુ ના બધા લોકો અને ખુશી પણ ચોંકી ગયી એને સામે જોયું તો એ પણ ચમકી અને ત્યાં ફરી એક થપ્પડ વિવેક ના બીજા ગાલ પર પડી.અને બોલ્યો સાલા તારી ઔકાત ભૂલી ગયો તું! અરે પણ મોહિત મારી વાત તો સાંભળ. મારે તારી કોઈ વાત નથી સંભાળવી સખી તું ચાલ અહીંયા થી આ કોણ છે તને ખબર છે? આ મારો ડ્રાઈવર છે. સખી છ મહિના થી મોહિત ની સાથે હતી પણ એને ક્યારેય વિવેક નો જોયો નહતો એની એ શંકા નું સમાધાન કરતા મોહિત બોલ્યો આ સાલો એક તો સાત મહિના ની રજા લઇ અને ગામડે જતો રહ્યો એને મેં નૌકરી પર રાખ્યો અને સાલો મને એરપોર્ટ લેવા આવા ના બદલે અહીંયા તારી સાથે આ નાટક જોવા માટે આવી ગયો અને તું પણ આવી નીકળીશ મને ખ્યાલ નહતો.

સખી એટલે શહેર ના મોટા ઉદ્યોગપતિ ની દીકરી અને એના પિતા ના અકાળે અવસાન બાદ એ આખી કામોની ની સંભાળતી હતી અને મોહિત એટલે શહેર ના લુચ્ચા અને કંજૂસ ઉદ્યોગ પતિ નો દીકરો જેને સખી માં જરા પણ રસ નહતો એને એના બાપને તો એની મિલકત માં રસ હતો.એટલેજ સખી ના પિતા ના અવસાન બાદ મોહિત અને એના પિતાજે એ જે દેખાડા મળે મદદ કરી હતી એના લીધે સખી મોહિત પ્રતેય અકરશાયી હતી.

વિવેક બે થપ્પડ ખાઈ ને પણ ચૂપ હતો એને એના ભૂલ નો અહેસાસ હતો પણ એને સખી ની સામે જોયું સખી ની આંખો માં એના માટે દર્દ અને પ્રેમ હતો એટલે એ ચૂપ રહ્યો.મોહિત બેફામ ગાળો ભાંડી રહ્યો હતો વાતાવરણ ગરમ હતું મોહિત એની ચરમ સીમા ઓળંગી રહ્યો હતો એમાં એને સખી ને વિવેક સામે જોતા જોઈ અને એનું લોહી ઉકાળી ગયું અને એ સખી ને થપ્પડ મારવા જઈ રહ્યો ત્યાં વિવેકે એનો હાથ પકડ્યો. મોહિતએ છોડવાની કોશિશ કરી પણ એ છોડાવી ના શક્યો અને એ વધારે ગરમ થઇ અને સખી ને ગાળો ભાંડવા માંડ્યો અને સાથે સાથે વિવેક ને પણ વિવેક ની સહન શક્તિ ની હદ હવે એ ઓળંગી ચુક્યો હતો એટલે એને આંખ બંધ કરી અને મોહિત ને પેટ માં જોર થી લાત મારી પ્રહાર એટલે જોરથી હતો કે મોહિત ના મોઢા માંથી લાળ નીકળી ગઈ અને એ નીચે ચત્તો પડી ગયો.

વિવેક નું આ રૌદ્ર રૂપ જોઈ અને એ ઉભો થઇ અને ત્યાંથી ભાગી ગયો.સખી આવી અને વિવેક ને ગળે વળગી અને ખુબ રડી અને પછતાવો થઇ રહ્યો હતો બંને ત્યાંથી સખી ની ગાડી માં બેસી અને શહેર થી દૂર એક સુંદર પહાડ આવેલો હતો એના સાનિધ્ય માં જઈને બેઠા અને વિવેકે મોહિત અને એના બાપ વિશે બધી વાત સખી ને કરી વિવેક એ બંને ના દરેક કારસ્તાન થી વાકેફ હતો અને ક્યારેક એમનો અનિચ્છા એ સાથ પણ આપતો હતો.સખીએ વાત સંભાળી અને એના મન માં રહેલી પછતાવા ની ભાવના તો નીકળી ગયી સાથે સાથે એને ઈશ્વર નો પાડ પણ માન્યો કે એ આવા કાપતી લોકો ના ચંગુલ માં આવતા આવતા બચી ગઈ.વિવેકે સખી સામે જોયું અને બોલ્યો મને માફ કાર હું એક ડ્રાઈવર છું અને મેં આ વાત તારાથી છુપાવી એ આગળ બોલવા જઈ રહ્યો હતો ત્યાં સખી એ એના હોઠ પર એના ગુલાબી હોઠ મૂકી અને હપૂસ કેરી ની માફક ચૂસવા લાગી અને ક્યાંય સુધી બંને વચ્ચે લિપ લોક થયું અને સખી બોલી તું ડ્રાઈવર હતો આજ થી હું તને મારો પતિ માનું છું એટલે તું મારી કંપની નો મલિક છે.એમ કહી અને એ બંને એકબીજા ના અલીગન માં આવી ગયા.