Aasha - The hope books and stories free download online pdf in Gujarati

આશા - The hope

રણ ની નજીક નું ગામ અને સુંદર નદીના કિનારે એક મસ્ત ઝુપડી જેવું મકાન. બહાર થી ઝુપડી લાગે પરંતુ અંદર એઈર કન્ડીસંર અને બધી સુખ સુવિધા થી સંપન્ન એવું મકાન અને બહાર રણ માં ફરવા માટે ની જીપો પડેલી છે.રણ નજીક છે અને ત્યાં ફરવા માટે ઘણા લોકલ અને વિદેશી સહેલાણીઓ આવે છે.એમને રણ માં ફેરવાનું કામ અને બીજી સુવિધાઓ પૂરી પડતી એકજ એવી વ્યક્તિ છે રોસન.

રોસન ફરાટેદર અંગ્રેજી સિવાય ઘણી બધી ભાસા ની જાણકર છે.અને એ એક સરળ અને શાંત સ્વભાવ નો વ્યક્તિ છે. એની સરલા અને સલીતના ને લીધે રણ માં ફરવા આવનાર લોકો માટે આ ટ્રીપ યાદગાર બની જાય છે.

એક વરસાદી રાત્રી માં રોસન નો દરવાજો કોઈ ખખડાવે છે.રોસન આંખો ચોળતા દરવાજો ખોલે છે અને એની સામે એક વૃદ્ધ પરંતુ જુવાન દેખાતો મોહન ઉભો છે.મોહન ને જોઇને રોસન એને ગળે લગાવે છે.અને અંદર આવા માટે કહે છે.બંને ગરમ ચાય ની ચૂસકી લેતા વાતો કરવા લાગે છે.મોહન રોસન ને કહે છે તારું સપનું તે પૂરું કર્યું મેં બહાર જે જીપો જોઈ એ તારી છે.રોસન એ પોતાની વાત જણાવી અને કીધું કે આઈયા એને શાંતિ મળે છે. અને આવી જગ્યા પર રેવાનું એનું વરસો થી સ્વપ્ના હતું.મોહન તે આઈયા આવી અને મારા પ્રસ્તવા નો સ્વીકાર કર્યો એ મને ખુબ ગમ્યો આપડે બંને ઐયા આરામ થી બચેલી જીંદગી વિતાવીસું.અને રોસને કીધું હવે આપડે આરામ કરીએ સવારે આપડે રણ જોવા માટે જઈસુ

મોહન ઊંઘવાનો પ્રયત્ન કરે છે પર ઊંઘ નથી આવતી એ પથારી માં પડખા ફરે છે.અને એને વિચાર આવે છે.અને વિચારો માં ખોવાઈ જાય છે.મોહન ને રોસન સાથે ની પ્રથમ મુલાકાત યાદ આવે છે.જૈલ નો એ રોસન નો પ્રથમ દિવસ હતો રોસન માટે.મોહન તો વરસો થી આ જૈલ માં હતો.અને એની દુનિયા કોઈ નહતું એટલે એને જૈલ નેજ પોતાનું ઘર બનાવી દીધું છે.એના સારા વ્યવહાર ના લીધે એને જૈલ માંથી જવાનો મોકો મળતો પરતું એને જૈલ માજ રેવું હતું.બહાર ની દુનિયા એને જોયાના ઘણો સમય થઇ ગયો છે.જૈલ માં બધા કેદીઓ મોહન ને માંન આપતા હતા. મોહન કેદીઓ ને જરૂરી વસ્તુ ઓ નું સેટિંગ કરાવી આપતો. જેમકે બીડી,સિગારેટ,પોસ્ટર્સ અને બીજી ઘણી વસ્તુ પૈસા આપો એટલે મોહન કોઈ પણ વસ્તુ ની સગવડ કરી આપે.મોહન ને પોલીસ વાળા જોડે પર સારા સંબંધો હતા અને એના લીધે અને એમની મદદ થી એની જૈલ ની દુકાન ચાલતી હતી.

જયારે નવા કેદીઓ આવે એટલે જુના કેદીઓ ભેગા થઇ ને એમની ઉડાવે. કેદીઓ ભરેલી વાન જૈલ ના મેદાન માં પ્રવેશ કરે છે. અને એમાં રહેલ કેદીઓ ને પોલીસવાળો સુચના આપે છે એક પછી એક ઉતરવા માટે.બધા કેદીઓ એક લાઈન માં નીચે ઉતરે છે.જુના કેદીઓ એમને જોઇને કીકીયારીઓ પડે છે.આ જોઇને નવા કેદીઓ ઓ ગભરાઈ જાય છે. એમાં ચહેરા પર પરસેવો છૂટી જાય છે.એને એ ગભરાહટ જોઇને જુના કેદીઓ આનંદ લેછે.સૌથી છેલે રોસન ઉતરેછે. દેખાવ માં ગોરો,અને ચહેરા પર લાલસ અને દેખાવ એક દમ અકર્સક એને જોતા એવું લગેજ ની કે આ કોઈ કેદી હોય.મોહન ની નજર એના પર પડે છે.આવા વાતારણ માં પણ એ એક દમ સહજ હતો એના ચહેરા પર કોઈ ગભરાહટ નથી. અને એ લાઈન માં સહજતા થી ચાલે છે.

નવા કેદીઓને જૈલ ની પ્રક્રિયા ઓ પતાવી ને એમની ઓરડીઓ આપી દેવામાં આવે છે. રોસન ની ડાબી બાજુ ની ઓરડી માં મોહન છે અને જમણી બાજુ માં નવો કેદી છે.અંધરી અને વાસ મારતી ઓરડીઓ અને નિયમોનું પાલન ની કરનાર કેદી સાથએ એક દમ જાનવર જેવું વર્તન કરવા માં આવે છે.જમણી બાજુ વાળો કેદી પૂરી રાત રડતો રહ્યો અને રોસન ને રાતે ઊંઘ ના આવી.એ જાગતો રહ્યો.અને એનું આઈયા આવાનું જે કારણ હતું એને વિચારતો હતો.

રોસન ચર્ટેર એકાઉન્ટન્ટ હતો. શહેર માં એ સમય માં ખુબ ઓછા એના જેટલા હોશિયાર લોકો હતા અને એ સરકારી સલાહકાર કમિટી માં પણ હતો. એના લીધે અવાનવાર એ સમાચાર માં રહેતો. અને શહેર માં એની હોશિયારી ની ચર્ચાઓ હતી.ટેક્સ અને સરકારીઓ યોજનો નો લાભ કરી રીતે મેળવો અને ટેક્સ માં કઈ રીતે ફાયદો થાય એવું જાણનાર શહેર માં એ એક માત્ર વ્યક્તિ હતો.અને શહેર ના દરેક નામચીન લોકો એની સલાહ અને સુચન લેતા.અને એ ખુબ પૈસા કમાતો અને એક વૈભવી જીંદગી જોવાતો હતો.

રોસન ના લગ્ન રોસની સાથે થયેલા હતા અને એ બંને શહેર ના એક પોસ વિસ્ત્તર માં રહેતા હતા . બંને ખુબ સુખી હતા. રોસન અવાનવાર બહાર ગામ કામ માટે જતો અને એ રોસની ને ખુબજ ચાહતો હતો.એક દિવસ રોસન વિદેશ ગયો હતો અને એને કામ જલદી પૂરું થઇ ગયું એટલે એને એક સુંદર નેકલેશ રોસની માટે ખરીદ્યો અને એને વિચાર આવ્યો કે રોસની ની ને જાણ કાર્ય વહાર સીધો ઘરે પહોચીને એને સરપ્રાઇસ આપશે.

એને પહેલી ઇન્ડિયા આવતી ફલાઇટ પકડી અને ઘરએ પહોચે છે. ઘરે તાળું લાગેલું છે. અને પોતાની પાસે રહેલી ચાવી થી ઘર ખોલ્યું અને એને થયું એટલી મોડી રાત મેં રોસની ક્યાં ગઈ હશે.એને રોસની ના મોબાઇલ પર ફોન કર્યો ઘણી રીંગો વાગ્યા પછી રોસની એ ફોને ઉપડયો.રોહને ફોન ઉપાડ્તાજ પૂછ્યું રોસની તું ક્યાં છે. રોસની એ જવાબ આપ્યો ઘરેજ છું.રોસન બુજ હોશિયાર માણસ હતો એને થયું કેમ રોસની ને જુઠું બોલવાની જરૂરત પડી. એને રોસની ને કીધું એ કાલે સાંજે આવશે.અને ઘરે થી નજીક ની હોટલ માં રાત્રે જતો રહે છે. રોસને રોસની પર નજર રાખ્યું એને રોસની ની અમુક વસ્તુ શંકા ઉપજાવે એવી હતી.રોસન જ્યાં સીધું એને પોતાની આંખો થી ના જોવે ત્યાં સુધી માનવા વાળા માંથી હતો.એને એક દિવસ રોસની ને રંગે હાથ પકડવા માટે પ્લાન બનાવ્યો.

એને રોસની ને કીધું કે એને વિદેશ જવાનું છે અને એક અઠવાડિયા પછી આવશે. સામાન ભરી અને એ નીકળી ગયો અને એના ઘર ની સામે ની હોટલ માં ચાલ્યો ગયો. એને એ જે રૂમ માં હતો એની બારી માંથી એનું ઘર બરાબર દેખાતું હતું.એ બારી માં બેઠો હતો. એવા માં થોડા સમય પછી રોસની કાર લઈને ઘરે થી નીકળી.રોસન એનો પીછો કરવા લાગ્યો અને રોસની ની એ કાર એક ઘર ની સામે રોકી અને એ ઘર માં ગઈ એ ઘર રાકેશ નું હતું. રાકેશ અને રોસની કોલેજ માં જોડે હતા.અને એ અવાર નવાર રોસન ના ઘરે આવતો પરતું એને ક્યારેય એમાં બંને ના આવા સબંધ વિષે ખ્યાલ ના આવ્યો.

રોસની ઘર ની અંદર પ્રવેશ કરતાજ રાકેશ ની બાહુપાસ માં જાય છે અને એને ગાલ પર કિસ કરે છે.રોકેશ પણ સામે એવોજ પ્રતિભાવ આપે છે.રાકેશ અને રોશની બંને એક બીજા ના આલિંગન માં છે.રાકેશ રોસની ને ઉચકીને પોતાના શયનખંડ માં લઇ જાય છે. અને બંને એક બીજા માં ખોવાઈ જાય છે.રોસન બહાર બારી માંથી આ દ્રશ્ય જોઇને એક દમ અવેશ માં આવી જાય છે. અને એને પોતાની કાર માં રહેલી ગન કાઢી અને રાકેશ અને રોસની જે રૂમ માં હતા ત્યાં દરવાજો તોડી અને અંદર પ્રવેશ કરે છે. અને એક પણ શબ્દ બોલ્યા વગર બંને ને ગોળીઓ થી વીંધી નાખે છે.

બીજા દિવસે પોલીસ તપાસ કરતા ઝાલા સાહેબ ને ગુના પર મળેલા પુરાવા પર થી કાતિલ ને શોધવામાં બૌ સમય નથી લાગતો.રોસન ને કોર્ટ માં લઇ જવાય છે. અને જજ એને સવાલ કરે છે તું ગુનો કબુલ કરે છે.રોસન ને હવે આવી પરિસ્થિતિ માં હતો કે એને બહાર ની દુનિયા કરતા જૈલ માં જાઉં હતું.એ ગુનો કબુલે છે અને એને આજીવન કૈદ ની સજા થાય છે.

જૈલ માં રોસન નો બીજો દિવસ હતો રાત એને જાગી ને વિતાવી હતી.બધા કેદીઓ નો જમવાનો સમય હતો રોસન એક બાજુ ખૂણા માં બેઠો હતો એને કોઈ સાથે વાત કરવાની કોઈજ ઈચ્છા નથી.બધા જુના કેદીઓ અને નવા કેદીઓ એક બીજા નો પરિચય કરે છે.એવા માં ગૌતમ ની નજર રોસન પર જાય છે. ગૌતમ એક રીઢો ગુનેગાર હતો. અને જૈલ માં લોકોને પરેશાન કરીને વિકૃત આનંદ લેતો હતો.ગૌતમ રોસન પાસે જઈને એને ચીડવવા લાગ્યો.અને થોડું વધારે ચીડવા થી રોસન ગુસ્સા માં આવી ગયો અને એને ગૌતમ ને થપ્પડ મારી દીધી બન્નએ વચે હાથ પાઈ થઇ અને ત્યાં રહેલ લોકો બંને ને જુદા પાડવા લાગ્યા.

સાંજ માં સમયએ બધા કેદી મેદાન માં ટહેલતા હતા એમાં મોહન રોસન પાસે જઈને એની જોડે વાત કરવાનો પ્રયત્ન કરે છે.બંને વચે વાત ચિત થાય છે. અને ઘણી વાત કરવાના લીધે બંને વચે મિત્રતા થઇ જાય છે.મોહન રોસન ને અન્દર આવાનું કારણ પૂછે છે.રોસન કેછે એ નિર્દોષ છે. એને એની પત્ની ની હત્યા નથી કરી.મોહન હશે છે અને કહે છે મેં પણ નહતી કરી.

રોસન મોહન પાસે એક હથોડી અને દીપિકા પાદુકોણ નું મોટું પોસ્ટર મંગાવે છે.મોહન એને કોઈ સવાલ વગર લાવી આપે છે.

ચૌધરી સાહેબ જૈલેર છે અને એ બૈઉજ કડક અને ભ્રષ્ટ છે.કોઈ પણ જગ્યા એ જ્યાં એમને પૈસા ખાવા મળે એ મોકો છોડતા નથી અને આ મધ્યસ્થ જૈલ નો જુનો રેકોર્ડ છે. એમાં થી ક્યારેય કોઈ કેદી ભાગી સક્યો નથી.અને ચૌધરી સાહેબ એ ઘણા રૂપિયા બનાવે છે જૈલ માંથી.

ચૌધરી સાહેબ ને રોસન વિશે માહિતી છે અને એ એની હોશિયારી પણ જાણે છે.એટલે એ રોસન ને પોતાની ઓફીસ માં કામ કરાવે છે અને ધીમે ધીમે વિશ્વાસ માં લઈને પોતાની પાસે રાખેલા રૂપિયા ને કઈ રીતે સુદ્ધ કરી અને ખર્ચી સકે એ કામ રોસન ને સોપે છે. અને પોતાની ઓફીસ માં રહેલી ગુપ્ત તિજોરી ની ચાવી આપે છે. રોસન એના બધા રૂપિયા ને એક દમ ચોખ્ખા કરી આપે છે. અને એને એક પ્રસ્ત્વ મુકે છે કે એ જૈલ માં એક લાયબ્રેરી બનવા માંગે છે અને જૈલ ના પૈસા થી ની બનાવે એ કોઈ NGO ની મદદ લેશે. ચૌધરી સાહેબ ને આમ પણ પૈસા દેખાય છે. અને રોસન પોતાનું સપનું પૂરું કરે છે.

એની હોશિયારી નો લાભ ઘણા પોલીસ વાળા લઇ ચુક્યા છે.મકાન બનું છે, છોકરાઓ નું ભણતર,માંદગી, અને આવી ઘણી બાબતો જે રોસન માટે સામાન્ય બાબત હતી.એ બધું વસ્તુ નો લાભ એ લોકો મફત માં લેછે.લાયબ્રેરી માં એની સાથે એક વૃદ્ધ પણ હતા છગન કાકા. એ એક પોપટ પડી ને રાખતા પોતાની પાસે અને એને પોપટ નું બીટુ નામ રાખેલું હતું.એક દિવસ છગન કાકા ને પોલીસ વાળા એ બોલાવીને કીધું તમારી સજા પતિ ગઈ છે તમને કાલે જૈલ માંથી મુક્તિ મળી જશે.છગન કાકા એ વાત થી ખુબ પરેશાન છે બહાર જઈને સુ કરશે.કારણ કે એમને લગભગ પોતાની જીંદગી જૈલ માં નીકળેલી છે.

છગન કાકા બુજ ઉદાસ મને બહાર જાય છે અને એક બેકારી માં કામ કરે છે.ઉમર ના લીધે એમને કામ બૌ થતું નથી અને દુનિયા બુજ બદલાઈ ચુકી છે. એ રોજ ચકલો ને દાણા નાખે છે. એ ઉમ્મીદ માં કે એમને જે જૈલ ના છેલા દિવસે બીટુ ને આઝાદ કરેલો એ મળી જાય. પરંતુ બીટું આવતો નથી અને એ બુજ ઉદાસ અને આશા હીન થઇ જાય છે.અને એ જે બેકારી ની નજીક મેં જે ઓરડી માં રહે છે ત્યાં પંખા સાથે લટકી ને જાન આપી દે છે.અને દીવાલ પર પત્થર થી લખે છે આશા હીન.

જૈલ માં રોસન અને એના સાથી ઓ ને આ સમાચાર મળે છે એ લોકો આ વાત સાંભળી ને વિચલિત થઇ જાય છે.એને વિચારે છે છગન કાકા જૈલ માં કેટલા ખુસ હતા.બહાર ની દુનિયા થી ઘણા સમય થી સંપર્ક નહતો છતાં એ અઈયાજ એમની જીંદગી હતી.મોહન પણ હવે થોડા સમય માં એજ પરીસ્થિતિ માં આવાનો હતો.

ઘણા વરસો વીતી જાય છે રોસન અને મોહન એક વરસાદી મૌસમ માં સાથે બેઠા છે. મોહન રોસન ને પૂછે છે તને બહાર જવા મળે તો તું સુ કરે, "તારી ઈચ્છા શું છે'.રોસન કહે છે મેં શહેર ને બનાવતી જીંદગી ઘણી જીવી લીધી છે એને ઘણા સમય થી ઈચ્છા છે એ પોતાના ગામ ની પાસે આવેલા રણ માં શાંતિ થી જીંદગી વિતાવે.અને એ એક દિવસે જરૂર કરશે.રોસન મોહન ને કહે છે એના ગામ ની પાસે એક જંગલ છે અને ત્યાં એક વડ નું બુજ મોટું ઝાડ છે. એ ઝાડ ની નીચેજ રોસની સાથે એની પ્રથમ મુલાકાત થઇ હતી.તું જૈલ માં થી નીકળી અને ત્યાં જજે અને ત્યાં પથ્થર નું એક કાચું મંદિર છે એની બાજુમાં ખોદાજે તને એક ડાબો મળશે એમાં તારા માટે કઈ હશે.રોસન મોહન પાસે વચન માંગે છે.મોહન એને વચન આપે જે એ જરૂર ત્યાં જશે.

આ વાત થયા ને બીજા દિવસે સવાર માં જૈલ માં ચહલ પહલ છે.કેદીઓ ની ગણતરી થતી તી ત્યાં એક કેદી ઓછો હતો.અને તપાસ કરતા ખબર પડી એ રોસન છે.રોસન ની ઓરડી માં પોસીશ વાળા તપાસ કરે છે.પરંતુ કઈ મળતું નથી અને બહાર જવાનો કોઈ રસ્તો પણ નથી.ચૌધરી સાહેબ ખુબ ગુસ્સે થાય છે.અને દીપિકા ના આ પોસ્ટર ને જોઇને વધારે બગાડે છે અને એને પોસ્ટર ફાળે છે.પોસ્ટર ફટતાની સાથે ત્યાં રહેલ બધાની આંખો ફાટી જાય છે. ત્યાં દીવાલ માં એક સુરંગ છે. અને એ સુરંગ માં તપાસ કરતા ખબર પડી એ જૈલ ની મૈન ગટર લાઇન પાસે નીકળે છે એને ગટર લાઇન માં સુરંગ છે અને એ સીધી થોડે દુર બહાર એક નાની નદી માં નીકળે છે.

ચૌધરી સાહેબ બુજ ચિંતા માં છે એક તો કેદી ભાગી ગયો અને રોસન એના બધા રાજ જાણતો હતો.ચૌધરી સાહેબે પોતાની ગુપ્ત તિજોરી ખોલી એમાં રાખેલા એના કાળા હિસાબ ની ચોપડી ગાયબ હતી.

દરેક સમાચાર ચેનલ માં એકજ વાત હતી કેદી ના ભાગવાની એમાં એક દિવસ એક અજાણ્યું કવર સમાચાર ચેનલ વાળા ને કોઈને મોકલ્યું જેમાં ચૌદારી સાહેબ ના ગુનાહિત પ્રવૃત્તિ ની માહિતી હતી.અને દરેક ચેનલ માં આજ સમાચાર આવતા હતા. ચૌધરી સાહેબ અત્યાર સુધી વાત ભરી જીંદગી જીવતા હતા અને એમને ક્યાં ક્યાલ હતો જૈલેર પણ એક દિવસ કેદી બનશે.એમના થી આઘાત સહન ના થયો અને એમનો નીર્દોસ સાબિત થવાનો વિચાર આશા હીન હતો.એટલે એમને પોતાની જાતને ગોળી મારી અને પોતાની જીવન રેખા ટૂંકાવી દીધી.

રોસન એ થોડા પૈસા આપી અને પોતાની નકલી ઓધાખાણ ઉભી કરી અને એના જુના સરકારી મિત્રો ની મદદ અને પોતાની કલ્પનાની જીંદગી માં જીવવા ચાલ્યો જાય છે. એની જે આશાઓ જે એ જીવંત થતી લાગે છે.

બીજી બાજુ મોહન નો જૈલ માંથી નીકળવાનો સમય આવી ગયો છે. અને એ બહાર નીકળી ને છગન કાકા જે મકાન માં રહેતા હતા ત્યાં રહે છે અને એજ બેકારી માં કામ કરે છે જ્યાં છગન કાકા કરતા હતા.થોડા દિવસો કામ કાર્ય પછી મોહન એક દમ નીરસ થઇ જાય છે અને એને કોઈ આશા હીન થઇ જાય છે. એને જીવન જીવવામાં રસ નથી અને છગન કાકા એ લખેલું આશા હીન રોજ જોવે છે.અને એ પણ પંખા સાથે લટકી ને પોતાનું જીવન ટુંકાવવા વિચારે છે.એવા માં રોસન ને આપેલું વચન યાદ આવેછે અને એ જીવન તુંન્કાવાનો વિચાર મળી વાળે છે.

એને બીજા દિવસે સવારે એ રોસન ની બતાવેલી જગ્યા પર જાય છે.ત્યાં મંદિર ની બાજુ માં ખોદતા એને એક ડબો મળે છે અને એ ખોલે છે. એમાં એને થોડા પૈસા અને એક ચીઠી મળે છે. એમાં લખેલું છે. જીન્દજી જીવની આશા અને રોમાંચ માટે એ પોતાની નીચે બતાવેલી જગ્યા પર મળે અને એના માં હજુ ખુબ આશા છે.

મોહન કોઈ જાતના વિચાર વગર એ બતાવેલી રણ વાડી જગ્યા પર જવા નીકળી જાય છે.અને એના માં રોસન ના લીધે ફરી જિંદગી ના રોમાંચ અને જીવની આશા બંધાય છે.