ધ લાસ્ટ યર
સ્ટોરી ઓફ એન્જીનીયરીંગ
- લેખક -
હિરેન કવાડ
READ MORE BOOKS ON
www.matrubharti.com
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as MatruBharti.
MatruBharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.
અર્પણ
મારા એન્જીનીયરીંગના મીત્રોને, જેમની લાઈફ જોઈને આ સ્ટોરી લખવાની ઈન્સ્પીરેશન મળી છે. મારા વાંચકોને જેમણે હંમેશા મારી સ્ટોરીઝને એપ્રીશીએટ કરી છે અને પ્રેમ આપ્યો છે.
પ્રસ્તાવના
ઘણીવાર સ્ટોરીઝ વાંચ્યા પછી રીડર્સ પુછતા હોય છે કે આ સ્ટોરી તમારી લાઈફની છે? એટલે પહેલા જ કહી દવ. ના આ સ્ટોરી મારી લાઈફની નથી. આ સ્ટોરી કમ્પ્લીટલી ફીક્શન છે.
બીજું મારે એક રીક્વેસ્ટ કરવી છે. આ સ્ટોરીમાં ઘણી એવી વસ્તુઓ છે ઘણાને ગમે ઘણાને ન પણ ગમે, એ તો રહેવાનુ જ. સ્ટોરીનો પ્લોટ પણ એવો જ બોલ્ડ છે. વિનંતી એ કે આ સ્ટોરી વાંચ્યા પછી, સ્ટોરી પરથી બસ મને જજ ન કરવો. દરેક લેખકને સ્ટોરી લખતી વખતે એને જીવવાની પણ હોય છે, એનો મતલબ એવો નથી કે પાત્રોના વિચારો એ જ લેખકના વિચારો છે. સો માય હમ્બલ રીક્વેસ્ટ ઈઝ ટુ નોટ ટુ જજ મી આફ્ટર રીડીંગ ધીઝ સ્ટોરી. કારણ કે સ્ટોરી ઘણી બોલ્ડ અને ઈરોટીક પણ હશે.
મારી લગભગ બધી સ્ટોરીઝ એન્જીનીયરીંગની હોય છે. એનુ એક જ કારણ છે, મેં એન્જીનીયરીંગને ખુબ એક્સપ્લોર કર્યુ છે. આ એન્જીનીયરીંગ સ્ટુડન્ટ્સની રીઆલીટી, ઈમેજીનેશન અને ફેન્ટાસીની વચ્ચે હીલોળા લેતી સ્ટોરી છે. આશા રાખુ છુ તમને ગમશે.
ચેપ્ટર - ૧ - ગેમ્બલીંગ
“ક્યા હૈ ના અપુન કી લાઈફ મે કોઈ ક્વીન નહિ હૈ ના ઈસ લીયે પતો મે ભી નહિ આતી”, બાદશાહ, એક્કો અને ગલાના પતા ફેંકતાની સાથે નીલે જન્ન્ત મુવીનો ડાયલોગ માર્યો. ગેમ હજુ ચાલુ હતી.. વસીમ અને રોહન સામસામે પચાસ પચાસની બંધમાં ચાલ કરી રહ્યા હતા. ડેવીડ પણ તેના પત્તા જોઈને ફેકી ચુક્યો હતો.
વીસ વીસ રૂપીયાની ટાઈમ પાસ તીન પતીનો નશો, રોહન અને વસીમ ઉપર દારૂ કરતા પણ વધુ ચડી ચુક્યો હતો.. કારણ કે આટલી નાની ગેમમાં ઓલરેડી બે-હજાર રૂપીયા પડી ચુક્યા હતા. હું, નીલ અને રોહન ની વચ્ચે થોડી જગ્યામાં બેઠો હતો. વસીમ પાસે રૂપીયાની કમી નહોતી, પણ રોહન અમારી જેમ મીડલ ક્લાસ મેન. એટલે મે અને નીલે રોહન કહ્યુ કે ‘પત્તા ઉઠાવી લે અને જો શું છે એમા..’ લગભગ વીસેક ચાલ પછી રોહને તેની બાજી ઉઠાવી, પહેલુ પત્તુ જોયુ તો હતો એક્કો, બાદશાહ અને પંજો.. મારી ધડકન વધી ગઈ.. કારણ કે નીલ ઓલરેડી આનાથી સારી બાજી પડી ચુક્યો હતો.
“એકસો”, રોહન ચાલ ચાલ્યો. વસીમના ચેહરા પર કોઈ ખાસ ભાવ નહોતા. તેણે બંધમાં જ સો રૂપીયાની ચાલ કરી. ફરી બસો રૂપીયાની ચાલ રોહને કરી, અને ફરી વસીમે બસો રૂપીયાનુ બંધ કરાવીને માન આપ્યુ. હવે રોહનને તેનુ વોલેટ કાઢવાનો વારો આવ્યો હતો કારણ કે બહાર પડેલા બધા જ રોકડા થોડા આગળ જઈને વચ્ચે પહોચી ચુક્યા હતા. રોહનના વોલેટમાં હવે માત્ર બે હજાર રૂપીયા હતા. અને વસીમ ક્યારે બાજી ઉપાડે તેનુ કંઈ નક્કિ નહોતુ. રોહનને પણ હવે શો કરાવવો જોઈએ એવુ મને લાગી રહ્યુ હતુ. પણ તેને એમ હતુ કે હજુ બરાબર ટાઈમ નથી. ચાલ હતી ચાર-સો રૂપીયાની અને રોહને પાચસોની નોટફેંકી. વસીમનો હાથ પત્તા તરફ ગયો અને તેણે પત્તા ઉઠાવ્યા, અને ચારસો રૂપીયા વચ્ચે ફેંક્યા.
રોહને મારી અને નીલની સામુ જોયુ. નીલે રોહનને પુછ્યા વગર તેના નીચે પડેલા રૂપીયામાથી પાંચસોની નોટનો ઘા કર્યો અને પાંચસોની ચાલકરી. વસીમે કઈ બોલ્યા વગર હજારની ચાલકરી. હવે રોહન માટે એક જ રસ્તો હતો અને એ હતો શોનો.. કારણ કે હજાર ની એક જ હરી પતી રોહન પાસે હતી. “અરે યાર બતાવી દે તારા પત્તા, અને મને છુટો કર, મહીનાની પાંચમી તારીખ છે અને ઘરે થી મંગાવેલા બધા પૈસા વચ્ચે પડયા છે.. મારી તો બરાબરની લાગી જશે જો...., શો કરને ભાઈજાન”..વધુ ના બોલતા રોહન બોલ્યો.
વસીમે તેનુ પહેલુ પત્તુ કેંક્યુ એક્કો.. અમારા ત્રણેય ની ધડકનો વધી ગઈ, રોહને પણ સેમ પત્તુ કેક્યુ. વસીમે બાદશાહનુ પત્તુ ધીરે થી મુક્યુ. “બુક્સ લાવવાના પૈસાને ભુલીજા, આજે તારી વાટ લાગવાની છે”, હું રોહનની સામે જોઈને બોલ્યો.
પત્તુ ફેકવાનો વારો તો હતો વસીમનો પણ રોહને તેનો પંજો ફેક્યો અને કહ્યુ, “હવે મારાથી નથી રહેવાતુ પ્લીઝ જલદીથી તારૂ પત્તુ બતાવ”. “અડધી કલાક થી આ બાઈટ રમે છે તો પાંચ મિનિટ માટે રહી નહિ શકે..?”, વસીમે કહ્યુ., “કોણ જીતે એનાથી મને કઈ લેવા દેવા નથી, મારે તો આજે જોઈએ બીયર પાર્ટી જે જીતે એના તરફથી”, ડેવીડેકહ્યુ. “હા હા એમ પણ જો હું હારીશ તો આ મહિનાની મારી આ પહેલી અને છેલ્લી રમત છે, જીતુ તો એક નહિ બે કીંગ ફીશર ટીન મારા તરફથી અને સાથે તીખો મસાલો પણ. ઓ વસીયા બોલને હવે મારાથી નથી રહેવાતુ”, રોહને કરગરતો હોય એમ કહ્યુ.
આખરી પત્તુ ફેક્યુ અને એ પણ ઉલટુ પડયુ, પણ કોઈએ હજુ તેને જોયુ નહોતુ. ડેવીડે કહ્યુ કે ચલ અંદર બહાર થઈ જાય આ બાઈટ પર જો વસીમને બાજી આવે તો US PIZZA મારા તરફથી અને નહિ તો કાલનુ મારૂ ડીનર તારા તરફથી બોલ નીલ શું કહેવુ છે તારૂ.?”
‘ડન’, નીલે કહ્યુ. અને ઉલટુ પડેલુ પત્તુ મે ચત્તુ કર્યુ.
‘વોટ ધ ફક...?, શીટ... શીટ....શીટ’, ડેવીડ ચીલ્લાઈને બોલ્યો.
‘હુહુહુહુહુહુહુ.......વોવોવોવોવો..’ હું રોહન અને નીલ રીતસરની ચીસો પાડવા લાગ્યા.. રોહન એક પોઈંટ થી જીત્યો હતો.. વસીમનુ પત્તુ હતુ લાલનો ચોક્કો. મારી ધડકનો પણ જોરજોરથી બેલની જેમ વાગી રહી હતી. આખરે રોહનના ચેહરા પર ખરેખર ખુશી હતી કારણ કે હવે તેની પાસે ઘરેથી જે ત્રણ હજાર રૂપીયા મંગાવ્યા હતા તેના કરતા ત્રણ ગણા રૂપીયા હતા.
‘થેંક્સ ડુડ, થેંક્સ થેંક્સ કાલ રાતના જમવાના પૈસા તારા લીધે બચી ગયા,... ડેવીડ તૈયાર થઈ જજે.. US PIZZA C.G. ROAD… હાહાહા.’, નીલે ડેવીડને કહ્યુ અને ડેવીડની સામે જોઈને હસવા લાગ્યો. ‘કાલની વાત કાલે આજની બીયર પાર્ટીનુ શુ છે એનો બંદોબસ્ત પહેલા કરો’, વસીમ બોલ્યો
“લે આ ૧૮૦૦, આઠ કિંગ ફીશર, ચાર આમલેટ, દસ બોઈલ અને તારે જે ખાવુ પીવુ હોય તે લઈ આવ, હર્ષ તુ પણ ડેવીડ સાથે જા ગુલબાઈ ટેકરા હોલીવુડમાં લગભગ બધુ મળી રહેશે.”, પૈસા આપતા રોહને કહ્યુ.
***
હું અને ડેવીડ બન્ને બાઈક લઈને ચાલતા થયા. એ દિવસે હું નીલના ઘરે ત્રીજી જ વાર ગયો હતો. એ વખતે પણ તેના ઘરે કોઈ નહોતુ. જ્યારે તેના ઘરે કોઈ ના હોય ત્યારે લગભગ પાર્ટી જ હોય છે. નીલ મારો ક્લાસ મેટ હતો. તે અહિ વર્ષોથી અમદાવાદમાં જ રહેતો. લગભગ તે ક્લાસના રેંકર્સમાં પણ આવતો હોય, રોહન મારો ક્લાસ મેટ નહોતો બટ કોલેજ મેટ હતો તે કોમ્પ્યુટર બ્રાન્ચમાં હતો, અમે બન્ને રૂમ પાર્ટનર્સ હતા અને તે પણ લગભગ યુનીવર્સીટી ટોપર્સમાં જ હોય... ડેવીડ અને વસીમ બન્ને આઈ.ટીમાં અમારા ક્લાસમેટ જ હતા પણ તે લોકો એક રીતે અમારા સીનીયર્સ હતા, ડીટેઈન થઈને જો આવ્યા હતા, એન્જીયરીંગ પુરૂ કરવા ? નો વે..! જલસા કરવા.
વસીમ લાલદરવાજા રહેતો એના પોતાના ઘરે, અને ડેવીડ ક્રિષ્ચીયન હતો, એનુ વતન હતુ વલસાડ અને તે એલ.ડીની હોસ્ટેલમાં રહેતો મારે હજુ અમદાવાદમાં આવ્યે બેજ મહિના થયા હતા. કારણ કે મે D2Dમાં એડમીશન લીધેલ હતુ એટલે ડાયરેક્ટ સેકન્ડ યરમાં.. હું અને રોહન શીવરંજની પાસે રૂમ રાખીને રહેતા. નીલના ઘરે કોઈ ના હોય ત્યારે તે બધાને તીન પતી રમવા અવાર નવાર ઈન્વીટેશન મળતુ. બે મહીનામાં આ ત્રીજીવાર તીન પતીની રમત હતી. નીલનુ ફેમીલી અવાર નવાર ક્યાંક પીકનીકમાં જતુ હોય એવુ નીલ કહેતો.. બટ નીલ ક્યારેય ક્યાંય જતો નહિ.. જાય તો તો પાર્ટી મીસ થઈ જાય.
‘ભાઈ ક્યા ખોવાઈ ગયો..’, ડેવીડે તેની બાઈકના સાઈડ ગ્લાસમાં મારી સામે જોઈને કહ્યુ.’
‘કંઈ નહિ યાર મીડ સેમ એક્ઝામ્સનુ ટેન્શન છે, તને તો ખબર જ હશે કે D2D વાળાનુ મેથ્સ કેવુ હોય છે’, મે ટેન્સ થઈને કહ્યુ.
‘છોડને ભાઈ એક્ઝામની વાતો અને હવે બીયર ચાલુ કરી દે, કોલેજમાં આવી ગયો છે તુ, ક્યાં સુધી એપ્પી-ફીઝના ઘુંટડા ભરીશ’, નહેરૂ નગરનુ સર્કલ પાર કરતા ઈશારા અને એકશન સાથે ડેવીડે મને સલાહ આપી.
ઝુઝુઝુઝુઝુમ....ઝુઝુઝુમ.. ધુમ સ્ટાઈલમાં બે ગર્લ્સે પલ્સર લઈને ચીસો પાડતા પાડતા અમારી સાઈડ કાપી, ડેવીડનો ઈગો હર્ટ થયો અને તેણે એની સીબીઝીને ફુલ લીવર આપ્યુ.
બાર વાગી ગયા હતા એટલે રસ્તાઓ લગભગ ખાલી હતા અને અત્યારે રાત પણ ઘણી થઈ ગઈ હતી, એકલી છોકરીઓ બહુ ઓછી જ જોવા મળે, પણ આતો બે છોકરીઓ ફુલ-સ્પીડ પર બાઈક ચલાવી રહી હતી.
‘કેચમી, કેચમી, કેચમી’, પાછળ બેસેલી છોકરી ડેવીડને ચીડવી રહી હતી... ડેવીડે પાંચમાં ગીયરમાં ગાડી નાખી હોય એવુ લાગ્યુ એટલે મારે કસીને પકડીને બેસવુ પડયુ. નહેરૂ નગરથી પાંજરાપોળનો રોડ બાઈકના અવાજથી રીતસર નો ગાજી રહ્યો હતો.. ખરેખર પેલી છોકરીનુ કહેવુ પડે તેણે ડેવીડને આગળ ના થવા દીધો એટલે ના જ થવા દીધો. ગુજરાત યુનીવર્સીટી પાસે પેલી ગર્લ્સ્ાનુ પલ્સર એક આઈસક્રિમની લારી પાસે ઉભુ રહી ગયુ. અમારી બાઈક પણ એમની પાછળ પાછળ જઈ રહી હતી, ડેવીડે થોડે દુર હતા ત્યારે બાઈક ધીમી પાડી. પેલી ગાડી ચલાવતી છોકરીએ ચહેરા આડો દુપ્પટો બાંધ્યો હતો એવુ મને દુરથી દેખાયુ.
‘ઓ મીસ્ટર્સ આઈસક્રિમ ચાલશે..?’ પાછળ બેસેલી છોકરી ત્યાંજ ઉભી હતી તેણે અમને બાઈક પર હતા ત્યારે બુમ પાડીને આમંત્રણ આપ્યુ. નાઉ ધીઝ વોઝ ઓકવર્ડ ફોર મી. અડધી રાતે કોઈ અજાણી છોકરી તમારી સાથે રેસ લગાવે, પછી તમને આઈસક્રિમ માટે ઈનવાઈટ પણ કરે ?
‘જા તુ આઈસક્રિમનો ટેસ્ટલે તારે આવવાની જરૂર નથી મને બીયર લાવતા અહિંથી પાંચ મિનિટ જ લાગશે તુ અહિંજ ઉભો રહે હું લઈને આવુ છુ’ ડેવીડે બાઈક સ્ટોપ કરી અને મને ઉતારી દીધો.
‘સોરી યાર તમને થોડો ચીડવ્યા, પણ શું કરૂ ? મારી તો આ શ્રૃતી સાથે શરત હતી કે જો તે આજે કોઈ પણ અજાણ્યા છોકરા સાથે રેસ લગાવે અને જીતી જાય તો એને હું બેનજી કહિને નહિ બોલાવુ અને આજે તેને આઈસક્રિમની પાર્ટી.’. તેણે ચોકોલેટ ચીપ્સ આઈસક્રિમની પ્યાલી આપતા મને કહ્યુ.
‘થેંક્સ બટ...’ મેં ના પાડવાની ફોર્માલીટી પુરી કરી.
‘ઓય ચલ હવે વધારે ભાવ શાને ખાય છે..? મારા તરફ થી છે. એન્ડ બાય-ધ-વે તારો ફ્રેન્ડ ક્યાં ગયો.?’, તેણે મારા હાથમાં આઈસક્રિમની પ્યાલી પકડાવી દીધી, અને ડેવીડ વીશે પુછ્યુ. આ બધુ જ મારા માટે પહેલી વાર હતુ. મને શું બોલવુ એનો કંઈ ખયાલ નહોતો આવી રહ્યો.
‘તેને થોડી વસ્તુ લેવી હતી એટલે તે ગયો છે હમણા આવી જશે.’ મેં સીધોસાદો જવાબ આપ્યો.
‘આવો બહેનજી આવો’, પેલી બાઈક ચલાવનાર છોકરી આવી. ‘ચૈતીઈઈઈઈ, હું તને મારીશ હો....’, તેણે પોતાના મોં પર બાંધેલો દુપ્પટો છોડયો અને બીજી છોકરીને હાથ બતાવીને ધમકાવતા બોલી.
એણે જ્યારે પોતાના ચહેરા પરથી દુપ્પટો હટાવ્યો ત્યારે બે ઘડી મારી આખો ફાટી રહી હતી.
એણે જીન્સની બ્લુ શોર્ટ પહેરેલી હતી, ઉપર ચે-ગુએરાના ફોટા વાળુ રેડ એન્ડ બ્લેક ટી શર્ટ. ખબર નહિ આટલી રાતે એણે એના ચહેરા પર દુપ્પટો શામાટે બાંધ્યો હતો? રાતની નજર ન પડે એટલા માટે ? કારણ કે એનો ગોરો ચહેરો જોઈને મારી નજર ચીપકી ગઈ હતી, બટ ધીરે ધીરે મારી આંખોએ એના શરીરની સુંદરતાને માણી લીધી. ઉપરથી નીચે સુધી એકદમ ગોરો વર્ણ. કાતીલ આંખો, સીલ્કી લાંબા વાળ, બીજી અજીબ વસ્તુ એ હતી કે એણે હાથમાં કંગણ પહેર્યા હતા અને કપાળની વચ્ચે બીંદી હતી. શોર્ટ અને ટી-શર્ટ પર કંગણ અને બીંદીનુ મેચીંગ ? મને સમજાણુ નહિ. પગમાં બ્લેક ટ્રેડીશનલ મોજડી હતી.
‘હુ ચૈતાલિ, પેટ નેમ ચૈતી અને આ છે બહેનજી સોરી સોરી શ્રૃતી.. અને તુ ?’, ચૈતાલિએ એનુ નામ કહ્યુ અને ખાટી આમલી મોમાં નાખી હોય એ રીતે મો પર એક્સપ્રેશન્સ લાવી શ્રૃતીને ચીડવી.
‘હું હર્ષ અને પેલો મારો ફ્રેન્ડ હતો, ડેવીડ. પણ બાઈક સારી ચલાવતા આવડે છે, રેસીંગમાં પાર્ટીસીપેટ કરવુ જોઈએ તારે’, મે ફ્લર્ટ કરતા કહ્યુ
‘હાહાહા, ઓહોહોહ, ખરેખર તારે તો હવે નેશનલ રેસીંગમાં પાર્ટીસીપેટ કરવુ જ જોઈએ, કારણ કે જે છોકરી લાઈફમા બીજી-ત્રીજી વાર બાઈક ચલાવતી હોય અને તેને પહેલી જ વારમાં આટલી બધી સારી કોમ્પ્લીમેન્ટ.? વાહવાહ, વાહવાહ.’ ચૈતાલિ ખડખડાટ હસતા હસતા બોલી પડી.
‘ચલ હવે બસ થયુ, મારી ઉડાવવાની બંધ કર અને જો કોઈનો કોલ આવે છે તે રીસીવ કર.’ શ્રૃતીએ ચૈતીના મોબાઈલ સામે જોઈને કહ્યુ.
‘આન્ટી નો છે’, ચૈતીએ ફોનમાં જોઈને કહ્યુ.
‘મમ્મી?’, શ્રૃતિએ મોં પહોળુ કરીને કહ્યુ.
‘હા આન્ટી આવીએ જ છીએ બસ સર્કલે આઈસક્રિમ ખાવા આવ્યા હતા બે જ મિનિટમાં આવીએ’, ચૈતીએ ફોન પર વાત કરી..
‘ચલ જલદીથી, કહ્યુ કે તારો ભાઈ આવી જાય તે પહેલા આવી જાવ.’. ચૈતીએ શ્રૃતીને કહ્યુ.
‘કેટલા થયા ભૈયાજી ?’, શ્રૃતીએ આઈસક્રિમ વાળાને પુછ્યુ.
‘૯૦ રૂપીયા મેડમ’, આઈસક્રિમ વાળો બોલ્યો.
‘ઓ હર્ષ ચલ ચુકવી દે પૈસા આ પાર્ટી તારા નામની’, ચૈતીએ મને કહ્યુ.
હું બે ઘડી વિચારમાં પડી ગયો કે લાગે છે કે અમદાવાદની છોકરીઓ આમ જ લુંટતી હશે. મને લાગ્યુ કે હવે આપવા જ પડશે એટલે મેં મારૂ વોલેટ કાઢવા પાછળના ખીસ્સામાં હાથ નાખ્યો.
‘ચૈતી તને તો જ્યારે હોય ત્યારે મજાક જ સુજે છે ક્યારેક તો સીરીયસ બન, હર્ષ વોલેટ કાઢમાં ચૈતી મજાક કરે છે... સાવ સનકી છે..”, શ્રૃતીએ મને વોલેટ કાઢતા અટકાવ્યો. ચૈતીએ પૈસા ચુકવ્યા.
‘સો વીઆર ફ્રેન્ડસ નાઉ,... નંબર જોઈએ છે ..? હાહાહા.’, પેલી સનકી ચૈતી હસતા હસતા બોલી.
હું તો હક્કા બક્કા થઈ ગયો કે નંબરની ના પાડવી કે હા અને હા પાડતા પણ હું તો થોડો ખચકાતો હતો.. મારી હાલત મીઝરેબલ હતી. અમદાવાદ ઘણુ અલગ હતુ, આજે જે બન્યુ હતુ એ તો ક્યાંય અલગ..!
‘ચૈતીઈઈઈઈ મમ્મીનો ફોન આવી ગયો છે એ તો યાદ છે ને ? ચલને હવે શાને હેરાન કરે છે તેને... ચલ હવે’, શ્રૃતી બોલતા બોલતા ચૈતાલિ નો હાથ પકડીને તેને બાઈક તરફ લઈ ગઈ અને હુ શ્રૃતી સામે જોઈ રહ્યો. શ્રૃતી મને ખુબ સીધી છોકરી લાગી હતી. નો ડાઉટ હું શરૂઆતમાં જજમેન્ટલ હતો. એના ડ્રેસીંગ પરથી એવુ લાગ્યુ કે એણે પહેલા ટ્રેડીશનલ કપડા પહેર્યા હતા. ચૈતાલિ ભલે એને ‘બહેનજી’ કહીને સંબોધતી હતી બટ એ મને કોઈ એંગલથી બહેનજી નહોતી લાગી.
હોટ, સેક્સી, બ્યુટીફુલ આ બધુ જ હું એના વિશે કહી શકુ.
‘ફેસબુક આઈ.ડીતો આપ’, મેં હિમ્મત કરીને ખચકાતા ખચકાતા શ્રૃતીને તેની બાઈક પાસે જીને પુછ્યુ.
‘ચૈતાલિ ભટ્ટ, સર્ચ મારજે..! બહેનજી ફેસબુક પર નથી. હાહાહા.’ ચૈતાલિ વચ્ચે બોલી અને મને આન્સર આપ્યો.
‘ઓકે... બાય’, મેં કહ્યુ.
‘હો જાયે એક ઔર રેસ શ્રૃતી...?’, ચૈતીએ શ્રૃતીને પુછ્યુ.
‘ના તુજ ચલાવીલે અને ધીમી ચલાવજે’, શ્રૃતીએ ચૈતીને કહ્યુ.
‘બબાય...સીયુસૂન...’ ચૈતાલિ બોલી અને શ્રૃતીએ પણ હાથ હલાવતા ટાટા કર્યુ. જતા જતા જે રીતે એણે નિર્દોષ સ્માઈલ આપી હતી. મારૂ મન એ સ્માઈલ જોઈને તરબતર થઈ ગઈ ગયુ હતુ. ચૈતાલિએ બાઈક ચલાવી મુકી.
ઓલ રેડી ત્રીસેક મિનિટ વીતી ચુકી હતી, હવે હું ડેવીડની વાટ જોતો હતો. મેં ડેવીડને કોલ કરીને પુછ્યુ. ક્યારે આવે છે ? તેણે કહ્યુ કે આમલેટની લારી પર છુ આમલેટ બની રહ્યુ છે. તૈયાર થઈ જાય એટલે આવુ જ છુ.
ડેવીડને કેટલી વાર લાગશે એના વિચાર મને હવે નહોતા આવતા, પણ મારા મનમાં શ્રૃતી અને ચૈતાલિ જ ઘુમી રહી હતી. મને શ્રૃતી તરફ અટ્રેકશન થઈ ગયુ હોય એવુ લાગતુ હતુ. હું શ્રૃતીથી ટોટલી અટ્રેક્ટ થઈ ગયો હતો. સતત વિચાર આવતા હતા કે હવે તો શ્રૃતી સાથે ક્યારે મુલાકાત થશે..? બટ એના માટે ચૈતાલિની શોધ કરવી જરૂરી હતી.
હવે તો જલદી હતી કે ક્યારે રૂમ પર જાવ અને ફેસબુક પર સર્ચ મારૂ. બધા પાસે ગર્લ-ફ્રેન્ડ છે અને મારા પાસે જ નહિ. ફરી એક ચૈતાલી પણ હોટ હતી. ચૈતાલીની બ્રોડ માઈન્ડનેસ જોઈને મને લાગ્યુ કે એની સાથે ટાઈમ પાસ સેટીંગ થઈ જશે. ખબર નહિ એ વખતે મારા વિચારો કેવા હતા. મને તરત કોઈ મુવી જોયેલુ એમા આવેલો એક ડાયલોગ યાદ આવ્યો કે જ્યારે બે સાચા રસ્તામાંથી એક પસંદ કરવાનો હોય ત્યારે તે ખુબ અઘરૂ કામ છે અને કદાચ અત્યારે આવુ જ કંઈક બની રહ્યુ હતુ, પણ મારે તો હજુ ડેસ્ટીનેશન ડીસાઈડ કરવાનુ હતુ. બીકોઝ ઈટ વોઝ જસ્ટ અટ્રેક્શન...
‘આમલેટ સીવાય બીજુ કંઈ મળ્યુ નથી, ચવાણુ, ચીઝ અને શીંગ ભજીયા ક્યાંય મળ્યા નથી’, ડેવીડ બાઈક ઉભી રાખતા બોલ્યો. ‘કદાચ શ્યામલ પાસે મળી જાય તો, ચાલ’, હું બાઈક પર બેઠો અને અમે શ્યામલ તરફ બાઈક ચલાવી.
‘માલીયા ક્યાં ગયા ? તને તો જામો પડી ગયો હશે નઈ ? શું કહેતી હતી બન્ને અને કોણ હતી ?’, ડેવીડ મને પુછવા લાગ્યો.
‘તારી સાથે જેની રેસ હતી એ હતી શ્રૃતી અને પાછળ બેસેલી હતી એ ચૈતાલિ બસ બીજી મને કંઈ ખબર નથી. ચૈતાલિ ફ્રી માઈન્ડ છોકરી લાગી. તેણે તેનુ ફેસબુક આઈડી કીધુ છે ચૈતાલિ ભટ્ટ. ઘરેથી ખોટુ બોલીને આવી હોય એવુ લાગતુ હતુ.’, મેં કહ્યુ.
‘મારે તો પેલી રેસરને જોવી હતી’, ડેવીડ બોલ્યો.
‘તારે ક્યા હવે કોઈની જરૂર છે એકને સાચવ તો બસ અને કદાચ તારા લકમાં એને જોવાનો મોકો નહિ હોય.’, મેં ડેવીડના ખભા પર હાથ થપથપાવતા કહ્યુ.
‘બટ મને એમ એમ લાગે છે કે તને કંઈક કંઈક થયુ છે..હાહા ?, કેવો માલ હતો એ તોકે ?’, ડેવીડે મને હસતા હસતા પુછ્યુ.
‘માલ નહિ, ભાભી થાય તારી’, મેં હસતા હસતા જવાબ આપ્યો. ડેવીડે જોર જોરથી હસતા હસતા બાઈક ઉભી રાખી અને બોલ્યો, ‘સપના જોવાના બંધ કરી દે, નામ સિવાય કંઈ ખબર નથી અને ભાભી ભાભી કરે છે.. ભાભી નુ ડીફ્લોરેશન ક્યારનુ કોઈએ કરી નાખ્યુ હશે. હાહાહા. જા સામે પાનનો ગલ્લો ખુલ્લો છે ત્યાથી શીંગ ભજીયા લઈ આવ, અને શીંગ ભજીયા ન મળે તો મસાલા વેફરના પેકેટ લેતો આવજે.’
હું ગલ્લેથી વસ્તુ લઈને આવ્યો. મે ડેવીડને કહ્ય, ‘યાર જો ડીફ્લોરેશન થઈ ગયુ હોય તો અલગ વાત છે, બાકી જો નહિ થયુ હોય તો હું જ એ કામ કરીશ. મેં હાથ એના ખભા પર થપથાવતા ચેલેન્જ કર્યો.’ અમે લોકો નીલના ઘરે પહોચ્યા.
‘બીયર બનાવવા ગયા હતા કે લેવા, એક કલાક થયો’, વસીમની આજે વાટ લાગેલી હતી. તેને વધારે ઉતાવળ હતી એટલે થોડા મોટા અવાજે એણે પુછ્યુ.
‘કાચા ઈંડા ચાલત તારે,? આમલેટ કંઈ તૈયાર ન હોય બે. એના માટે લાઈનમાં ઉભુ રહેવુ પડે એમ હતુ. વધારે ઉતાવળ હોયને તો તારે જ જવુ હતુ’, ડેવીડનો એમ પણ થોડો તીખો મિજાજ એટલે એણે વસીમના મોઢા પર મારી દીધુ.
‘ઓય... તમારે આમ બાધવુ છે કે બીયર પણ પીવો છે ? માલ બહાર કાઢ ચલ.’, નીલે વસીમ અને ડેવીડની વચ્ચે બોલતા બન્નેને કહ્યુ.
બધા લોકો બીયર પીવા લાગ્યા. મેં મારા માટે જે એપ્પી ફીઝ લીધેલી એ પીધી. એ લોકોએ મને પરાણે આજે બીયર પાયો. મને બીયર કડવો લાગ્યો એટલે મને ના ભાવ્યો પણ ડેવીડે મારા મોઢામાં ચીઝનો ટુકડો ભરાવી દીધો. પછી મને મજા આવી એટલે હું બીયરનુ આખુ ટીન ગટકાવી ગયો. છતા મારી અને ડેવીડ સીવાય બધાએ બે-બે ટીન પીધા હતા. બધાનો બીયર પતી ગયો એટલે ડેવીડે નાનુ ક્વાર્ટર કાઢ્યુ અને તેણે પેગ બનાવ્યો. દારૂ તો ડેવીડ અને વસીમ સીવાય કોઈ પીતુ નહોતુ પણ મજાકમાં નીલે કહ્યુ,
‘ઓ ભાઈ આમ ના ચાલે હો એકલા એકલા પીવે એને ગાલ પચોળા થાય.’, વસીમના ચેહરા પરના આંકારો બરાબર લાગતા નહોતા.
અચાનક વસીમ ઉભો થયો અને તેણે ડેવીડનુ ક્વાર્ટર લઈને એક ખુણામા ફેકી દીધુ ત્યા તો ડેવીડે મુઠ્ઠી વાળીને એક મુક્કો વસીમના ગાલ પર ચડાવી દીધો. વસીમે ડેવીડનો કાઠલો પકડયો અને ડેવીડને પણ એક લાફો ચોડી દીધો. મેં અને રોહને ડેવીડને પકડી રાખ્યો. નીલ વસીમને થોડો દૂર લઈ ગયો. હું અને રોહન ડેવીડને બીજી રૂમમાં લઈ ગયા.
‘બેનચોદને મારાથી જલન થાય છે.’ ગુસ્સામા ડેવીડ બોલ્યો.
‘અરેયાર એવુ કંઈ ના હોય એતો તે એને ના પુછ્યુ એટલે એને ખોટુ લાગી ગયુ, બાકી એના મનમાં એવુ કંઈ ના હોય, તુ પણ એવુ મનમાં ના રાખ’, રોહને ડેવીડને સમજાવતા કહ્યુ.
ડેવીડના મોબાઈલમાં કોઈનો કોલ આવ્યો તેણે રીસીવ કરીને કહ્યુ, ‘થોડીવાર પછી તને મેસેજ કરૂ’ અમે થોડીવાર સુધી ડેવીડને સમજાવ્યો પછી તે કોઈ સાથે ચેટ કરવા લાગ્યો, ક્દાચ એ તેની ગર્લ-ફ્રેન્ડ હશે. હું વસીમ અને નીલ હતા એ રૂમમાં ગયો. મેં અને નીલે વસીમને સમજાવ્યો.
‘ડેવીડ એવુ નથી કે એ એક બોટલ પોતાના માટે જ લાવ્યો હતો, હું ડેવીડની સાથે જ હતો ડેવીડ બે જ લેવાનો હતો પણ ત્યા છેલ્લુ ક્વાર્ટર જ બચ્યુ હતુ. તે કહેતો હતો કે આજે બે વચ્ચે એકમાં જ ચલાવવુ પડશે. બટ તારી અને ડેવીડની બોલાચાલી થઈ એટલે એ તને કહે તો કેવી રીતે કહે, કે લે એક ઘુંટડો ભરીલે.’ મેં વસીમને સમજાવ્યો. હું ઘણુ બધુ ખોટુ પણ બોલ્યો હતો.
આખરે બન્ને ને મનાવ્યા અને બન્ને માની ગયા. ડેવીડને હોસ્ટેલે જવાનુ હતુ અને વસીમ તો ઘરે ખોટુ બોલીને જ આવ્યો હતો કે કોલેજમાં આજે ડી.જે નાઈટ છે એટલે મોડે ઘરે આવીશ. ડેવીડ અને વસીમ પોતપોતાની બાઈક લઈને સાથે જવા નીકળ્યા.
‘હાશ. માંડ માંડ બન્નેને મનાવ્યા, પણ ડેવીડે ખરેખર આવુ ના કરવુ જોઈએ લાવવા હોય તો બે ક્વાર્ટર લાવવા જોઈએ ને’, મેં કહ્યુ.
‘ઓ ભાઈ છોડને હવે મને આવે છે ઉંઘ એટલે તુ હવે એ વાતને મુક સાઈડમાં. મોબાઈલમાં જો બે વાગવા આવ્યા.’, નીલે કહ્યુ.
હું અને રોહન એ દિવસે ત્યાંજ રાત રોકાઈ જવાના હતા નીલ એકલો હતો. તેના મમ્મી પપ્પા બે દિવસ પછી આવવાના હતા એટલે પછી અમે નક્કિ કર્યુ કે અહિં જ રોકાઈ જીએ. આવતી કાલે કોલેજ જવાનુ હતુ. મીડ સેમ પછીનો આ પહેલો દિવસ હતો. કદાચ કાલે રીઝલ્ટ પણ આવવાનુ હતુ એવી વાતો થતી હતી.
હું ઘણો એમેચ્યોર હતો એ તમને મારી વાતો પરથી લાગી જ રહ્યુ હશે. બોલવાથી માંડીને બીહેવીઅર સુધી. છોકરીઓથી થોડો શરમાતો, વાતો કરતા ખચકાતો બટ એનો મતલબ એ તો નહોતો કે મને ગર્લ્સ્ા પ્રત્યે અટ્રેક્શન નહોતુ થતુ. આ ઉંમર એવી હોય છે કે તમે સારી છોકરી જુઓ અને એને ચેઝ કરવા માટે દોટ મુંકો. સેક્સ એ ટોપીક ઓફ ધ ટોક હોય. બોય્ઝ ભેગા થાય એટલે ગર્લ, સેક્સ અને ગાળ સિવાય કંઈજ મોંમાંથી ન નીકળે. એવુ લગભગ અમારૂ પણ હતુ.
એમેચ્યોરીટીના લીધે જ મેં શ્રૃતિ વિશે હજુ કોઈને કહ્યુ નહોતુ. અત્યારે યાદ કરૂ તો હસવુ પણ આવે છે. પણ એ ઉંમરની પણ એક મજા હોય છે. મેચ્યોર બની ગયા પછી ઘણીવાર જીવવુ અઘરૂ બની જતુ હોય છે. ભલે એ દિવસે શ્રૃતિ સાથે મેં પંદરેક મિનિટ પસાર કરી હતી, બટ શ્રૃતિનો ચહેરો સુતા પહેલા મારી નજરો સામે જ હતો. મનમાં સતત વિચારો ચાલી રહ્યા હતા કે હું એનો કંઈ રીતે કોન્ટેક્ટ કરીશ. એને મળીશ તો શું વાત કરીશ એની સ્ટ્રેટેજી મન બનાવી રહ્યુ હતુ. મનમાં સતત શ્રૃતિ શ્રૃતિ શ્રૃતિ થઈ રહ્યુ હતુ.
***
‘હું કોઈ લેખક નથી, નથી મેં આ સ્ટોરી લખી. એ તમને ખબર છે.’, બ્લેક બ્લેઝર પહેરેલ એક યુવાને એની ચારે તરફ બેસેલા લોકો સામે જોઈને કહ્યુ. એ ખુબ જ શાંત દેખાઈ રહ્યો હતો. એની બોડી લેંગ્વેજ ખુબ જ વ્યવસ્થિત હતી, એક પણ જેશચર કે હેન્ડ મુવમેન્ટ વધારાની નહોતી. એના ચહેરા પર ચમક હતી. પ્રસન્નતા હતી. સ્મિત હતુ, પ્રેમ હતો. બધા ખુબ જ ધ્યાનથી સાંભળી રહ્યા હતા. એણે બોલવાનુ શરૂ રાખ્યુ.
‘આ સ્ટોરી નથી અત્યારના હર્ષ શાહની કે નથી ૭ વર્ષ પહેલાના હર્ષની. આ સ્ટોરી મારી જર્નીની સ્ટોરી છે. નાના એવા વિચારનુ બિંદુ કેટલુ મોટુ સ્વરૂપ ધારણ કરી શકે એની આ સ્ટોરી છે. એ વિચારને લીધે જ તમે મને અત્યારે સાંભળી રહ્યા છો. એ વિચારને લીધે જ તમે મને પ્રેમ કરો છો..!’, હર્ષ હસતા હસતા બોલ્યા પછી થોભ્યો.
‘પછી શું થયુ સર..? તમારો આ મીશન લવ પ્રોજેક્ટ..?’, સાંભળી રહેલા લોકોમાંથી અચાનક એક છોકરી ઉભી થઈને બોલી. બધા લોકો હળવુ હસ્યા. હર્ષે પણ સ્મિત કર્યુ.
‘બી પેશન્ટ યાર..! એ તો હજુ ઘણા ચેપ્ટર દુર છે.’, હર્ષે હસતા હસતા કહ્યુ. પેલી યંગ છોકરી પણ હસવા લાગી.
હર્ષે પોતાના હાથમાં રહેલા પુસ્તક પર નજર નાખી અને પેજ ફેરવ્યુ. એના પર ‘ચેપ્ટર – ૨ મર્ડર’ લખેલુ હતુ. પછી બુકમાં જોયા વિના જ બોલવાનુ શરૂ કર્યુ. ‘એ રાતની સવાર અમારા માટે કપરી હતી. કારણ કે અમે એ રાતે અમારા એક ફ્રેન્ડને હંમેશા માટે ખોઈ બેઠા હતા. સવારના છ વાગે જ્યારે ડોરબેલ વાગ્યો ત્યારે બધા ઉંઘમાં હતા. બટ દરવાજો ખુલ્યા પછી થોડી જ વારમાં બધાની ઉંઘ ઉડી ગઈ. કારણ કે દરવાજા પર પોલીસ ઉભી હતી.’
*
શું થયુ હતુ હર્ષ સાથે? નીલના ઘરની બહાર પોલીસ કેમ આવી હતી? શું ખરેખર કોઈનુ મર્ડર થયુ હતુ? થયુ હતુ તો કોનુ? કોણે કર્યુ હતુ? શામાટે? આ બધા જ સવાલોના જવાબ મેળવવા વાંચતા રહો, લાસ્ટ યર.
ચેપ્ટર - ૨ - મર્ડર
આગળ આપણે જોયુ,
હર્ષ અને એના ફ્રેન્સ જુગાર રમી રહ્યા છે. જુગાર પુરો થયો એટલે હર્ષ અને ડેવીડ બીયર લેવા માટે જાય છે. ત્યાં હર્ષની મુલાકાત ચૈતાલિ અને શ્રૃતિ સાથે થાય છે. બધા ફ્રેન્ડસ પાર્ટી કરે છે. એ લોકોએ રાતે પાર્ટી કરી. પાર્ટીમાં જ વસિમ અને ડેવીડનો ઝઘડો થયો. હર્ષ, નીલ અને રોહન એનુ સમાધાન કરાવે છે. વસિમ અને ડેવીડ પોતપોતાના ઘરે જવા નીકળે છે. પાર્ટી પુરી કરીને બધા સુઈ જાય છે. હવે આગળ.
***
‘ડિંગ ડોંગ, ડિંગ ડોંગ ડિંગ ડોંગ’, સવારે છ વાગ્યામાં ડોર બેલ વાગ્યો. મારી ઉંઘ ઉડી ગઈ હતી, એટલે મેં નીલ અને રોહનને જગાડયા.
‘લાગે છે કે તારા મમ્મી પપ્પા આવ્યા.’, મેં આંખો ચોળતા કહ્યુ.
‘પણ એ લોકો તો આવતી કાલે બપોરે આવવાના છે એવુ મને ફોન પર કહ્યુ હતુ’, નીલે ઉંઘમાં જ જવાબ આપ્યો. ડોર બેલ વાગી રહ્યો હતો. મોબાઈલની લાઈટ ચાલુ કરવા મેં અને નીલે મોબાઈલ હાથમાં લીધો. મોબાઈલનો લોક ખોલ્યો તો જોયુ કે વસીમના ચાર મીસકોલ હતા. રોહને મોબાઈલની લાઈટ શરૂ કરીને રૂમની લાઈટની સ્વીચ ઓન કરી. નીલે દરવાજો ખોલ્યો.
‘વસીયા તુ અહિં ?’, નીલે દરવાજો ખોલતાની સાથે પુછ્યુ. દરવાજા પર ત્રણ પોલીસ વાળા પણ હતા. વસીમ અંદર આવતાની સાથે નીલના ગળે વળગી ગયો. એણે ધ્રૂસકે ધ્રૂસકે રડવાનુ શરૂ કર્યુ.
‘શું થયુ વસીયા.? કેમ રડે છે અને બોલ શું થયુ છે ?’, મેં વસીમને પુછ્યુ.
‘ઓહ બીયરના ટીન અને દારૂ, માદર ચોદોએ પાર્ટી કરી લાગે છે..!’, કમર પર પીસ્તોલ અને માથા પર ઈન્સપેક્ટરના કપડા પહેરેલા પોલીસ વાળાએ આજુ-બાજુ નજર ફેરવતા કહ્યુ
‘સાહેબ પેલા શું થયુ છે એ કહો અને આમ ગાળો બોલોમા’, મેકહ્યુ.
‘તને નશો વધારે ચડયો લાગે છે થોડી વાર ખય્મ બધો રૂઆબ ઉતરી ઝાહે’, એણે મારો કાઠલો પકડીને મને એક બે વાર જોરથી હલાવ્યો.
‘પણ સાય્બ શુ થયુ છે એ કહો તો ખબર પડે, વસીમ તુ તો કે કે શું થયુ છે.?’, નીલે પેલા પોલીસ વાળાને અને વસીમને પુછ્યુ..
‘અજાણ્યા થવાની જરૂર નથી કે શું થયુ છે.’ ફરી તે બોલ્યો.
‘નીલ.. ડેવીડ’, વસીમ બોલ્યો...
‘શુ કર્યુ ડેવીડે.’,નીલે પુછ્યુ.
‘ડેવીડનુ ખુન થઈ ગયુ...!’, અચકાતા અચકાતા વસીમ બોલ્યો.
‘વોટ? શું બોલે છે? એનુ ભાન છે તને?’ હું નીલ અને રોહન લગભગ એક સાથે બોલ્યા.
‘ઓય ચાલો હવે તમે પોલીસ સ્ટેશન અને સ્ટેટમેન્ટ આપો કે તમે કાલે રાતે શુ કર્યુ અને કાલે રાતે શુ થયુ..?’ ફરી પેલો પોલીસ બોલ્યો.
એ દિવસ ખબર નહિ કેટલો લાંબો થવાનો હતો. ખરેખર એવુ જ છે ને, જ્યારે વ્યક્તિ પાસે કંઈ કામ ન હોય ત્યારે દિવસ લાંબો થતો જ હોય છે. હું નીલ અને રોહન એક બીજા સાથે વાતો કરી રહ્યા હતા.. આ કોણે કર્યુ હશે.. ક્યાંક વસીમે તો આવુ નહિ કર્યુ હોય ને. અને જો સ્ટેટમેન્ટ આપવાનુ થશે તો એના પરથી તો એવુ જ લાગશે કે આ બધુ વસીમે કર્યુ છે.
‘પણ વસીમ આવુ ના કરી શકે યાર.. ઝઘડા સુધી તો ઠીક પણ મર્ડર? ના યાર.. મને નથી લાગતુ કે આ વસીમે કર્યુ હોય.’ નીલે કહ્યુ.
તરત જ અમારી આંખો વસીમની સામે કંઈક અલગ ભાવથી જોઈ રહી હતી. વસીમ પણ સમજી ગયો કે આ લોકો મારા પર શક કરવા લાગ્યા છે..
અમને લોકોને પોલીસની ગાડીમાં બેસાડીને નવરંગપુરા પોલીસ-સ્ટેશન લઈ જવાના હતા. નીલે ઘરને લોક કર્યુ. બે પોલીસ વાળા આગળ અને એક અમારી સાથે પાછળ બેઠેલો હતો.
‘વસીમ, કઈ જગ્યાએ આ થયુ..? અને કેવી રીતે તને ખબર છે.?’, મેં પુછ્યુ.
‘અરે યાર મને પણ ખબર નથી.. ડેવીડની લાશ સૈફાલી સીટી બસ સ્ટેન્ડ પાસેથી મળી છે. તેની કોઈએ ગોળી મારી હત્યા કરી છે. મને ખબર છે કે અત્યારે તમે શું વિચારો છો પણ જે તમે વિચારી રહ્યા છો એવુ કશુ જ બન્યુ નથી.’, વસીમે તેની સફાઈ સાનમાં સમજાવી.
સવારના છ વાગ્યામાં મગજ પર આટલુ પ્રેશર મારી લાઈફમા પહેલી વાર આવ્યુ હતુ.. મારા સ્વભાવ પ્રમાણે મને એમ સરળતાથી આંસુ ન આવે. પણ આજે આંખોના ખુંણાઓ ભીના થઈ ગયા હતા. એક સાથે બે જટકા લાગવાના હતા. એમાનો એક તો ઓલરેડી લાગી ચુક્યો હતો. અમે લોકો ખોટુ બોલવા નહોતા માંગતા એટલે બીજો જટકો એ હતો કે વસીમ પર થોડી મુશ્કેલી આવી શકે એમ હતી.
‘ચાલો ઉતરો, અને પોત પોતાના પેરેન્ટસને બોલાવવા બોલાવી લો’, પોલીસ ઈન્સપેક્ટર રાણા બોલ્યો. અમે લોકો નીચે ઉતર્યા. કોઈ પોતાના મમ્મી પપ્પાને બોલાવવા નહોતુ માંગતુ. પણ વસીમે તેના પેરેન્ટસને બોલાવ્યા હતા. આટલી વહેલી સવારે સાત વાગ્યામા કોઈ પોલીસ સ્ટેશનમાં નહોતુ. અમને લોકોને ઈન્સ્પકેટર રાણાએ તેના ટેબલની સામે બેસાડયા.
‘હથીયારી...! ઓ હથીયારી..!’,
‘બોલો સાહેબ’, આખો ચોળતો ચોળતો અને પોતાના શર્ટના બટન ભીડતો એક બીજો કોઈ પોલીસવાળો આવ્યો. એણે રાણાને હોંકારો આપ્યો.
‘આ છોકરાઓનુ સ્ટેટમેન્ટ પુરે પુરૂ લખતો જા હું સાંભળુ છુ’, રાણાએ હથીયારીને ઓર્ડર કર્યો.
‘બોલો કોણ શરૂ કરશે મોઢામાંથી ફાટવાનુ ?’, રાણાએ રૂઆબથી કહ્યુ.
અમે ચારેયે જ્યાં સુધી સાથે હતા ત્યાં સુધીની ઘટના મેં કહી..
‘તીન-પત્તી, રોહનની જીત, બીયર, વસીમ અને ડેવીડનો ઝઘડો અને પછી એનુ સમાધાન’ આ બધુજ અમે કહ્યુ હવે વારો આવ્યો વસીમનો. છુટા પડયા પછી શુ થયુ હતુ...?
રાણાની નજર હવે વસીમ સામે ખોડાઈ ગઈ હતી, કારણ કે ગઈ રાતનો ઝઘડો કદાચ આવુ કરાવી શકે એવુ રાણાને પણ લાગતુ હતુ.
‘જો ભાઈ વસીમ જેટલુ તુ સાચુ બોલીશ એટલો તુ ઓછો ફસીશ, મારે રાતે જ્યારે છુટા પડયા ત્યાર પછીની એકે-એક વાત વિગતે જોયે છે. એ પણ સાચી.. તો હવે ચાલુ કર..’ રાણાએ વસીમને કહ્યુ. વસીમે રાતે છુટા પડયા ત્યારની વાત ચાલુ કરી.
‘અમે બન્ને ગુસ્સામાં નીકળ્યા હતા. બટ અમારા વચ્ચેનો ગુસ્સો વધારે ટકતો નથી. એ તમને પણ ખબર છે.’
‘સોરી યાર વાંક મારો હતો, મારો ઈન્ટેન્શન એવો નહોતો કે તારા માટે ક્વાર્ટર ના લાવુ. મને એમ હતુ કે એકમાં બન્નેને થઈ રહેશે.’, ડેવીડે પણ સોરી કહેતા કહ્યુ.
‘ઈટ્સ ઓકે યાર લે દમ લગાવ’, શ્યામલ પાસે આવીને અમે બાઈક ઉભી રાખીને સીગરેટ પીધી. એણે મેસેજ કરતા કરતા ફરી સિગારેટ ના બે કશ લગાવ્યા. અમે બન્ને પંદરેક મિનિટમાં બાઈક લઈને ચાલતા થયા.. મારી ગર્લ ફ્રેન્ડનો કોલ આવ્યો હતો એટલે મેં બાઈક ચલાવતા ચલાવતા વાત કરી. મારા ઘરેથી પણ કોલ આવ્યો એટલે મારે વહેલા જવુ હતુ.
‘બે ડેવીડયા........ તુ ભાભીને કોલ કરી લેને’, ડેવીડ મેસેજથી ચેટ કરતો કરતો બાઈક ચલાવતો હતો એટલે મેં કહ્યુ.
‘અરે યાર જોને તારી ભાભી ના પાડે છે’, એણે મેસેજ ચાલુ રાખ્યા.
‘પણ આ નવુ કોણ છે...? નામ તો કે’, મેં ડેવીડને પુછયુ.
‘કાલે ટાઈમે બસ-સ્ટોપે આવી જજે તને ડીટેઈલમાં કહીશ’,
‘હુ લેઈટ થઈ રહ્યો છુ એટલે તુ હવે ધીરે ધીરે જા... હું તો જાવ છુ... બાય..’ મેં મારી બાઈક તેને બાય કહીને ચલાવી મુકી. બસ સાહેબ હું લગભગ પચ્ચીસથી ત્રીસ મિનિટ ડેવીડ સાથે હતો.. અઢી વાગ્યાની આસપાસ.
‘તેના મોબાઈલમાં કોઈ મેસેજ નથી આવેલા, એના ડયુઅલ સીમ મોબાઈલમાંથી એક સીમકાર્ડ ગાયબ છે.. અને તેને બે ૦.૯mm ની બે ગોળી વાગેલી છે. એક ખભા પાસે. અને બીજી છાતીમા.. બોડી પર ના તો કોઈ બીજા ઘા છે કે ઈજા, હુમલો સામેની સાઈડથી કરવામા આવ્યો છે, તેની બાઈક સ્ટેન્ડ કરેલી મળેલી છે અને લાશ સૈફાલી બસ સ્ટોપ પાસેથી મળી છે.. આટલુ અમને પ્રાઈમરી તપાસમાં જાણવા મળ્યુ છે બાકી વધારે પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવશે ત્યારે ખબર પડશે.’, રાણાએ અમને એને જે માહિતિ ખબર હતી એ વિગત વાર કહી.
‘હવે તમારે આ શહેરની બહાર જવુ હોય તો પહેલા પોલીસ સ્ટેશનમાં જાણ કરજો. તમે ત્રણેય.... એન્ડ યુ મીસ્ટર વસીમ.. તપાસ બહુ કડક છે.. અત્યારે તો તમે ચારે તરફ થી સપડાયેલા છો, કારણ કે તુ છેલ્લો વ્યક્તિ છો જે ડેવીડની સાથે હતો.. જેની સાથે ડેવીડનો હત્યાની રાતે જ ઝઘડો થયો હતો. એ પણ આલ્કોહોલના નશામાં અને આલ્કોહોલ માટે. એટલે બોલાવવામા આવે એટલે તરત હાજર થઈ જજો.’ હથિયારીએ સ્ટ્રીક્ટ વોર્નીંગ આપી.
‘વસીમ..?’
‘વસીમ મન્સુરી સાય્બ’,વસીમનો ધ્રૂસક્તો અવાજ બોલ્યો.
‘હા તુ તારા પેરેન્ટ્સને લઈને આજે એક વાગે અહિ આવી જજે’, રાણાબોલ્યો.
‘ઓકે સર’, ફરી એ ડરેલો અવાજ.
***
‘વસીયા સાચુ બોલ આમા તારો કઈ હાથ તો નથીને..?.’,નીલે વસીમને કડક અવાજમા પુછ્યુ.
‘ના યાર ઝઘડો વાત અલગ છે, તને લાગે છે હું મર્ડર કરી શકુ? યાર ડેવીડ મારો જીગરી જાન હતો એના વિશે હું વિચારી પણ ના શકુ. એક લાફા સુધી તો બસ. તમે પણ યાર મારા પર શક કરો છો. આમ જ કરશો તો પછી આ પોલીસ વાળા તો મને ૧૫ વર્ષની કેદ અપાવીને જ રહેશે.’ વસીમે તેની સફાઈ ગળગળા થઈને આપી.
હું નીલ અને રોહન ત્રણેય વસીમને ભેટી પડયા અને અમને એના પર વિશ્વાસ છે એવી ખાતરી આપી.
પોલીસ સ્ટેશનમાંથી આવતી વખત્તે ડેવીડના પેરેન્ટ્સના નંબર લીધા હતા. પોસ્ટ મોર્ટમ પછી અમે તેના ફ્યુનરલમાં જવા માંગતા હતા. પણ કોલ કેવી રીતે કરવો..? ડેફીનેટલી એમને જ્યારે વસીમની વાત ખબર પડી હશે ત્યારે એમની આખો પણ વસીમ તરફ અને થોડી ઘણી અમારા તરફ લાલ થઈ જ હશે..
અમે લોકો LD COLLEGEની બહાર ચ્હાની કિટલી પર ચ્હા પીવા ગયા. અમે લોકો ડીસ્કસ કરી રહ્યા હતા કે આવુ કોણ કરી શકે.? ‘મને તો લાગે છે આ કોઈ જાણીતાનુ જ કામ છે.’, વસીમ બોલ્યો.
‘પણ કોણ.’, અમારા બધાનો એક જ સવાલ હતો.
‘એના મોબાઈલમાથી બીજુ કાર્ડ પણ નથી મળ્યુ. એ કાર્ડ તો એનુ ટેમ્પરરી કાર્ડ હતુ. લગભગ વીસેક દિવસ પહેલાજ લીધુ હતુ.’ મે કહ્યુ.
‘એ કાર્ડથી લગભગ એ કોઈને કોલ પણ નહોતો કરતો.’, નીલ બોલ્યો.
‘એ નંબર પણ આપડી પાસે નથી અને લગભગ કોઈ પાસે નહિ હોય કારણ કે એણે એ નંબર કોઈને આપ્યો જ નથી.. એ એની ગર્લ-ફ્રેન્ડ સાથે જ વાત કરતો હતો.. પણ હા એની આ નવી ગર્લ ફ્રેન્ડ કોણ છે...? એના વિશે એણે આપણને કંઈ નથી કહ્યુ, મને તો લાગે છે કે આ બધુ આના લીધે જ થયુ છે.’
‘હા એ પણ બની શકે હવે એ જોવુ રહ્યુ પોલીસ શુ કરે છે..?’
વસીમે એનો વાબ્રેટ થતો મોબાઈલ કાઢ્યો કોઈ અજાણ્યો નંબર હતો.. ‘હલો.... હા..હા.. ઓકે સર.’, વસીમે ફોન પર વાત કરી.. અમે એને પુછીએ કે કોનો ફોન હતો એ પહેલા જ એણે કહ્યુ, ‘ચાલો આપણને બધાને પોલીસ સ્ટેશન બોલાવ્યા છે’.
‘જવુ જ પડશે તો તો..’ મેં કહ્યુ. વસીમ અને નીલની બાઈક દ્વારા અમે નવરંગપુરા પોલીસ સ્ટેશન પહોચ્યા.
રાણાની ખુરશી સામે એક લેડીઝ અને કોઈ ભાઈ બેઠા હતા. કદાચ એ લોકો ડેવીડના પેરેન્ટ્સ જ હશે એવુ અમને લાગ્યુ.
‘આવો આવો... આ વસીમ અને બીજા ડેવીડના ફ્રેન્ડસ’, રાણા અમને ઈન્ટ્રોડયુસ કરતા બોલ્યો.. એણે વસીમના નામ પર ઘણો ભાર મુક્યો હતો.
એ લોકો ડેવીડના મમ્મી પપ્પા જ હતા. એમના ચેહરા પર અમારા માટે રાહત નામની કોઈ વસ્તુ નહોતી.. કંઈ હતુ તો એ હતો માત્ર અને માત્ર ગુસ્સો..
‘સર અમે વલસાડ આવવાના જ હતા’..વસીમે કહ્યુ.
‘તમારે લોકોને આવવાની કોઈ જરૂર નથી... તમે પાર્ટી કરી શકો છો.’ ડેવીડના મમ્મીનો ચોખ્ખો ચટ અવાજ આવ્યો.
‘કોઈ પણ નવી વાત જાણવા મળે એટલે અહિયા આવી જજો..’,રાણા બોલ્યો.
‘સાહેબ આટલુ કહેવા જ અમને અહિં બોલાવ્યા છે.?’,મેં પુછ્યુ.
“ના, તમને લોકોને પાર્ટી આપવાની છે..!’,.રાણા એના કડક અવાજમાં બોલ્યો.“
સર એની પાસે બે કાર્ડ હતા એમાંથી એક કાર્ડ જે ગાયબ છે, કદાચ એ નંબરથી એની ગર્લ ફ્રેન્ડ સાથે વાત કરતો હતો પણ અમને એ નથી ખબર કે એ કોણ છે.’, અમને જે શંકા હતી એ નીલે કહી.
‘અને આ વાત તમે લોકો અત્યારે કહો છો..?’, રાણા ઉભો થઈને એના હાથ ટેબલ પર પછાડતા બોલ્યો.
‘એ મોબાઈલ નંબર ખબર છે..?’
‘ના એજ તો નથી ખબર’, મેં કહ્યુ.
‘ઓકે તમે જી શકો છો તમારૂ કંઈ કામ નહોતુ જસ્ટ આ લોકો તમને મળવા માંગતા હતા, તમે લોકો જી શકો છો. કંઈ કામ હશે તો તમને બોલાવવામા આવશે.’, રાણાએ કહ્યુ.
‘સોરી સર પણ આમા અમારો કોઈ વાંક નથી. એક્ચ્યુલી અમને પણ ગીલ્ટી ફીલ થાય છે કે જો એ દિવસે અમે ભેગા ના થયા હોત તો કદાચ આ બધુ ના થાત..’, વસીમે માફી માંગતા ડેવીડના પેરેન્ટ્સને કહ્યુ.
અમે બધાએ સોરી કહ્યુ બટ ડેવીડના પેરેન્ટ્સે અમારી સામે શ્બ્દ સુદ્ધા ન ઉચ્ચાર્યો ન તો અમારી સામે જોયુ.
***
ત્રીજા સેમેસ્ટરમાં બનેલી આ ઘટના પછી અમે આ વિશે ઓછી જ વાતો કરતા. અમને ખબર છે અમે કેટલા ગભરાઈ ગયા હતા. એક હાલતો ચાલતો વ્યક્તિ જેની સામે તમે કેટલીય યાદગાર પળો વિતાવી હોય, એ ચપટી વગાડતાના સમયમાં તમારી સામેથી અલોપ થઈ જાય એ ઘણી મુશ્કેલ ક્ષણો હોય છે. સાલા ડેવીડયાએ અમને એની માયા લગાડી હતી. બે મહિના સુધી તો અમે એની વાતો જ કરતા રહ્યા, એ કેવી રીતે રહેતો, કેવી વાતો કરતો, પણ વાતો પુરી થતી ત્યારે બધાની આંખો ભીની થઈ જ જતી. અમને ચારેયને ખુબ જ ગીલ્ટ હતુ, એ રાતે અમે ભેગા ન થયા હોત તો કદાચ આવુ ન બન્યુ હોત.
પણ સમય અને ભાગ્યને કોઈ રોકી શકતુ નથી. જે ઘાવ સમય આપે છે, એને રૂઝવવાનુ કામ પણ સમય જ કરતો હોય છે. સમય એ બધા જ દુખોની દવા છે. અમારે પોલીસ સ્ટેશનના ઘણા ધક્કા ખાવા પડયા. ઈન્ક્વાયરી ઘણી ચાલી. પણ કોઈ ઠોસ નિર્ણય પર પોલીસ ન પહોંચી શકી. બધુ ધીરે ધીરે ધુંધળુ થવા લાગ્યુ. વસીમ એની લાઈફમાં બીઝી થઈ ગયો. એની સાથે મળવાનુ પણ ઓછુ થતુ. પણ ડેવીડને અમે કઈ રીતે ભુલી શકીએ? અમારો એક જીગરી હતો.
ત્યારે પણ મને એમ લાગતુ કે ક્યારેક તો ડેવીડ સાથે જે થયુ, કોણે કર્યુ એની ખબર પડશે. અમારા બધાના મનમાં એક જ સવાલ હતો. ડેવીડ સાથે આવુ કરવા વાળુ હતુ કોણ ? પરંતુ ઘણા સવાલોના જવાબ તમારે શોધવા નથી પડતા. તમારી સામે જ આવીને ઉભા રહેતા હોય છે. આપણે ઓળખી ન શકીએ એ વાત અલગ છે. આ સવાલનો જવાબ મારી સામે પણ આવવાનો હતો, આવ્યો પણ હતો. મારે ઓળખવામાં થોડીક વધારે વાર લાગી.
***
કોણ હતુ જેણે ડેવીડનુ મર્ડર કર્યુ હતુ? અને શામાટે? શું હર્ષ શ્રૃતિને શોધી શકશે? બધા જ સવાલોના જવાબ જાણવા માટે વાંચતા રહો લાસ્ટ યર.
ચેપ્ટર - ૩ - સેમેસ્ટર સેવન્થ સ્ટાર્ટ્સ
આગળ આપણે જોયુ,
જુગાર રમ્યા પછી હર્ષની શ્રૃતિ નામની એક છોકરી સાથે મુલાકાત થાય છે. એ જ રાતે બધા ફ્રેન્ડસ પાર્ટી કરે છે, ત્યારે જ વસીમ અને ડેવીડનો ઝઘડો થાય છે. એ ઝઘડાની રાતે જ ડેવીડનુ મર્ડર થઈ જાય છે. બધાને શક વસિમ પર છે. એના ફ્રેન્ડસ પણ શરૂઆતમાં એના પર શંકા કરે છે. પરંતુ વસીમ એ લોકોને વિશ્વાસ અપાવે છે કે એણે કંઈ નથી કર્યુ. આમ કરતા કરતા ઘણો સમય વીતી જાય છે.
હવે આગળ...
***
‘સ્ટેન્ડ અપ નીલ... વોટ વોઝ ધેટ..?’, IT ડીપાર્ટમેન્ટના HOD MR. VISHVARAJ S. VASAVA એ નીલની કોઈ હરક્ત જોઈ એટલે કહ્યુ.
‘સોરી સર. જસ્ટ ટેકીંગ પેન’, નીલ આગળ વાળી મિતાલી સાથે વાતો કરતો હતો અને એમા પણ એ HODની કાપતો હતો. સરના કાન એટલે ઉંદરના કાન. કોઈ પણ ખુણાનો ફુસફુસાહટ તો સાંભળી જ લે.
‘આઈ નો વોટ આર યુ ટોકીંગ, મીટ મી ઈન ઓફીસ આફ્ટર લેક્ચર’,
‘સર બટ મેં કંઈ નથી કર્યુ. જસ્ટ મારી પેન પતી ગઈ છે એટલે પેન જોઈતી હતી.’
‘ડોન્ટ આર્ગ્યુ, જસ્ટ મીટમી આફ્ટર લેકચર એન્ડ મીતાલી, યુ ઓલસો’
મે નીલનો શર્ટ ખેચ્યો અને કહ્યુ ‘વધારે બોલમા, બરાબરની મારશે નહિ તો..’ એન્ડધેન..
‘સ્ટેન્ડઅપ... યસ યુ. બીસાઈડ નીલ’ , મે મારા હાથને છાતી પર લઈ જીને ઈશારો કરતા પુછ્યુ, ‘હું..?’
‘યસ યુ.., વોટ આર યુ ડુઈંગ ? સપોર્ટીંગ યોર ફ્રેન્ડ હા...?’
‘નો સર આઈ એમ જસ્ટ ટેલીંગ હીમ ધેટ ડોન્ટ આર્ગ્યુ વીથ સર.’
‘ઓહ... ઈન જસ્ટ ફોર સેકન્ડ યુ પુલ્ડ હીઝ શર્ટ એન્ડ ઓલ્સો ગેવ ધીઝ લોન્ગ એડવાઈસ..? યુ ઓલસો કમ ઈન માય ઓફીસ... એન્ડ વોટ્સ યોર રોલ-નં ?’
‘સર ૧૦૦૬-D2D.’
રોલ નંબર પુછીને સરે સેલ્યુલર ટેલીફોનીનો ટોપીક આગળ વધાર્યો. લેકચર પત્યો...
‘શીટ યાર..ખબર નહિ આજે આ શું વાટ લગાવવાની છે.’
મિતાલ તેની બુક બેન્ચ પર પછાડતા બોલી.
‘આ સરને આવા તો નહોતા જ ધાર્યા કે કઈ વાંક ન હોય તો પણ હેરાન કરે. આજે બરાબર ઓળખાઈ ગ્યો.. ધ શીટ મેન.’, મેં ગુસ્સામાં કહ્યુ.
‘ચાલો જોઈએ કે શું ગુલ ખીલવે છે. મધર ફ_ર HOD..!!’, નીલે હસતા હસતા કહ્યુ.
‘મે આઈ કમ ઈન સર..?’ મિતાલીએ પરમીશન માંગી. HODએ આંખો પરથી ચશ્મા ઉતાર્યા અને સહેજ ગરદન હલાવી.
‘સર સાચુ કહીએ છીએ નીલ જસ્ટ મારી પાસે પેન માંગતો હતો.’
‘તમે કંઈ કહેવા માંગો છો..?’ HODએ હાથ અમારા તરફ કરતા પુછ્યુ.
‘સોરી સર ઈન્ટરપ્ટ થયુ એટલે’, નીલે એટીટ્યુડમાં કહ્યુ.
‘એન્ડ યુ ૧૦૦૫...?’
‘સર તમને જે લાગતુ હોય એ પણ હું તો નીલેને આર્ગ્યુમેન્ટ કરતા રોકવા માટે જ કહી રહ્યો હતો’
‘ઓકે..... મને એમ લાગે છે કે મને લેકચર આપતા આપતા બવ ઉંઘ આવે છે એટલે કદાચ તમને પણ આવતી હશે.. એન્ડ આઈ એમ ઓલ્સો બ્લેક ડાયમંડ..... હા..?’
‘ઓહ શીટ લાગે છે કે આયે બધુ સાંભળ્યુ છે.’ મે નીલના કાન પાસે જીને સાવ ધીમેથી કહ્યુ.
‘ઓહ મરમરીંગ વીથ ૦.૫ db સાઉન્ડ.’ એક ભૂલ ફરી કરી. જે એણે કદાચ સાંભળી.
‘સોરી સર જસ્ટ નર્વસ છીએ તમારી ઓફીસમાં, એટલે લાઉડલી વાત નથી થતી..’ નીલે કહ્યુ.
‘ઓકે નાવ આઈ કેન ગીવ યુ ચાન્સ.. રોલ નં ૧૦૦૫. મારે મારા કાન ચેક કરવા છે. જ્સ્ટ ટેલમી વોટ યુ સેઈડ ટુ નીલ. એન્ડ એલ્સ ધેર વીલ બી પનીશમેન્ટ્સ... ધેટ્સ ઓલ... ગો આઉટ સાઈડ એન્ડ ડીસ્કસ વોટ ટુ ડુ ?’ અમે લોકો ઓફીસની બહાર આવ્યા.
‘અરે તારે ઓફીસમા કાનાફુસી કરવાની શીં જરૂર હતી..?’, મિતાલી મારા પર થોડી ગુસ્સે થઈ.
‘અરે મેં એટલુ ધીમેથી કહ્યુ હતુ કે એણે સાંભળ્યુ પણ નહિ હોય.’,
મિતાલી તો બિચારી આમા લેવા દેવા વગરની ફસાણી હતી.. હમણા જ તો ક્લાસના ગર્લ્સ્ા બોય્સ ફરી એક બીજા સાથે ફ્રેન્કલી વાતો કરતા થયા છે.
‘ઓય હવે શું કરવાનુ છે. એ વિચારો એને કહેવુ શું..? સાચુ કહેશુ તો બધી પોલ ખુલશે અને ખબર નહિ પનીશમેન્ટ શુ આપશે..?’,નીલે કહ્યુ.
‘જો સાચુ કહેશુ તો વધારે ફસાઈશુ એના કરતા પનીશમેન્ટ લઈ લેવી સારી, વધી વધીને શું અસાઈમેન્ટ લખવા આપશે.’, મેં કહ્યુ. ‘લેટ્સ ગો..’
‘સર પનીશમેન્ટ્સ’.
‘ઓહ સાચુ બોલવાનો ડર.’, લીટલ ડાયલોગ ફ્રોમ HOD.
‘નીલ, ટેક અ પેન એન્ડ નોટ પનીશમેન્ટ’. પનીશમેન્ટ કદી નોટ ના કરવાની હોય. બટ આજે નીલે પેન અને બુક કાઢીને લખવાનુ ચાલુ કર્યુ.
૧) મોબાઈલ કમ્પ્યુટીંગની રેફરન્સ બુકના પેજનં ૧ થી ૧૦૦, ૫૦ વાર. સબમીટ આફટર ટુ ડેઝ...
૨) ફ્રોમ ટુમોરો યોર કોલેજ ટાઈમીંગ ઈઝ ૯ to ૫ઃ૪૫. ફ્રોમ ૯ to ૧૦ઃ૩૦ યુ વીલ ગીવ લેક્ચર્સ ટુ ઓવર આઈ.ટી સ્ટાફ ઓન મોબાઈલ કમ્પ્યુટીંગ ફોર થ્રી ડેઝ.’ એન્ડ લાસ્ટ,
૩) આપણી ૨૦૫ લેબના બધા જ કમ્પ્યુટર્સ ફોર્મેટ કરવાના.
‘મનાલી, યુ વીલ ઓલ્સો ટેક લેક્ચર ઓફ ERP આફ્ટર નીલ કમ્લીટસ હીઝ લેક્ચર્સ.’
‘એન્ડ ૧૦૦૫, યુ વીલ અટેન્ડ ઓલ લેક્ચર્સ, ધેટ ઈઝ ટેકન ઈન જુનીયર્સ ક્લાસ બીફોર. યોર કોલેજ ટાઈમીંન્ગ્સ.. ૮ to ૧૦, અને જે પણ ફેકલ્ટી બોલે એ વર્ડ બાય વર્ડ લખવાનુ છે. ગીવ મી રીપોર્ટ એટ એન્ડ ઓફ ધ ડે. એન્ડ વન મોર થીંગ, યુ વીલ નોટ સીટ ઓન બેન્ચ ફોર અવર રેગ્યુલર ફર્સ્ટ ટુ લેકચર્સ.. ફોર થ્રી ડેઝ’
‘સર બધુ જ બરાબર છે, બટ આ બેન્ચ પર ન બેસવાની વાત થોડી. આ થોડુ વધારે લાગે છે. અમે એવો મોટો પણ કોઈ ક્રાઈમ નથી કર્યો.’ મેં દલીલ કરી.
‘સ્યોર યુ કેન ડુ વોટેવર યુ લાઈક પણ પછી બ્લેક ડાયમંડ જેવા વર્ડઝ પ્રીન્સીપાલ સુધી પહોચશે ત્યારે કદાચ ઘરે આરામથી સોફા પર બેસવાની ખુબ મજા આવશે..’ HODએ ધમકી જેવા શબ્દો કહ્યા.
‘સર આ ધમકી છે...?’,
‘ના આ પનીશમેન્ટ છે.’,
‘સર ફરી એક વાર કહેશો મારે શું કરવાનુ છે..?’,
‘વ્હાય નોટ, યુ ડોન્ટ હેવ ટુ સીટ ઓન બેન્ચ ફોર થ્રી ડે ઝ.. સીમ્પલ’.
‘સર. નારણપુરા પોલીસસ્ટેશનમાંથી પોલીસ ઈન્સ્પેક્ટર આવ્યા છે.’, ડીપાર્ટમેન્ટના પ્યુને આવીને HODને કહ્યુ.
‘શું થયુ છે.’, HOD એ પુછ્યુ.
“સાહેબ મને એટલી જ ખબર છે કે આપડી લાસ્ટ બેચના કોઈ વિશેષ પરમારનુ ગઈ રાતે મર્ડર થઈ ગયુ છે’, પ્યુને કહ્યુ.
‘નાવ યુ કેન લીવ.. અને દર્શકભાઈ તમે ઈન્સપેક્ટરને અંદર મોકલો’, HOD એ અમને છુટાકર્યા... અમે આ વાત સાંભળીને સીરીયસ થઈ ગયા હતા. તરત જ મને ડેવીડ યાદ આવી ગયો હતો.
‘હેય એ કોણ વિશેષ પરમાર?’ મિતાલીએ પુછ્યુ.
‘જેને સૌથી વધારે પેકેજ મળ્યુ હતુ TCSમાં ’, મેં કહ્યુ.
‘એનુ મર્ડર ?’, નીલે ખુબ જ ગંભીર થઈને કહ્યુ. આ વાત સાંભળ્યા પછી અમે અમારી પનીશમેન્ટ ભુલી ગયા હતા. બટ HODને નહિ. એને ઘણી ગાળો પડવાની હતી.
‘ખરેખર HOD ઈઝ સન ઓફ અ બીચ. હું નીચે તો બેસવાનો છુ જ નહિ.!!!’.. મે કહ્યુ. મિતાલી મારા મોઢેથી ગાળ સાંભળી હસવા લાગી.
‘અરે તારે તો સાવ ઓછી પનીશમેન્ટ આવી છે અમારી તો બરાબરની વાટ લાગવાની છે. લેકચર આપવાના છે અને મારે તો લખવાનુ પણ છે’, નીલે એની દુખભરી કહાની પણ કહી.
‘એક વાર મોકો મળવાદે આની તો બરાબરની વાટ લગાડવાનો છુ’, મેં હસતા હસતા કહ્યુ.
‘જો જે હો, વાટ લગાડતા તારી વાટ ના લાગી જાય’.. મિતાલીએ પણ હસતા હસતા મને ફ્રી એડવાઈસ આપી.
‘હું તો લેક્ચર્સ બંક મારી રહ્યો છુ. પનીશ મેન્ટ લખવાની સ્ટાર્ટ કરી દઈએ અને કાલે લેકચર પણ આપવો પડશે. રોલનં ૧૦૦૫ તારે આવવુ છે તો રૂમ સુધી છોડી દવ.. હાહાહા”, નીલે મસ્તી કરતા કહ્યુ. હું એની બાઈક પાછ્ળ બેસીને રૂમ પર ગયો.
***
‘સેવેન્થ સેમનો ત્રીજો દિવસ, બીજા જ લેક્ચરમાં વાટ લાગી ગઈ’, રૂમમા અંદર આવ્યો અને મેં રોહનને કહ્યુ.
‘શું થયુ વળી આજે..?’,
‘HOD એ મારી લીધી બરાબરની.’,
‘અને મારી તો કારણ વિના જ લાગી છે... નીલને કહેતો ‘તો કે વધારે આર્ગ્યુમેન્ટ કરમા. HOD એ જોઈ ગયો.. એને એમ થયુ કે હું એની કંઈક વાત કરૂ છુ એટલે નીલ અને મિતાલી સાથે મને પણ ઓફીસમાં બોલાવી લીધો અને પનીશમેન્ટ મળી.. નીલને તો પુછજે એને શુંશું કરવાનુ છુ.’, મેં થોડુક હસીને કહ્યુ,
‘હાહાહા.... એટલે બરાબરની મારી એમને..??.’
‘લાલ કરી દીધી. કાલથી મારે જુનીયર્સની સાથે લેકચર્સ ભરવાના છે. લેકચરર જે પણ બોલે એને વર્ડ-બાય-વર્ડ નોટ બુકમાં લખીને HODને બતાવવાનુ છે. મને તો એણે એ પણ કહ્યુ કે તારે બેન્ચ પર નથી બેસવાનુ..! ’
‘તો બેન્ચ પર નહિ બેસવાનુ ચેઈર લઈ આવવાની ક્લાસમાં અને એના પર બેસવાનુ’, રોહને મોટેથી હસીને કહ્યુ.
‘અરે યાર એ આઈડીયા સારો છે હો.! ડન. હાહાહા..’, મેં રોહનને તાલી મારતા કહ્યુ.
‘હવે વધારે પકપક કરશે તો ચોખ્ખુ જ કહીશ કે સર તમારા ક્લાસમાં અડધો ક્લાસ ઉંઘે જ છ...’, હું થોડો ઈરીટેટ પણ થયો.
‘અરે તે આજનુ ન્યુઝ પેપર વાંચ્યુ..?’, રોહને પુછ્યુ.
‘ના..કેમ શું છે..?’...મે પુછ્યુ.
‘આપડી કોલેજના આઈ.ટી ડીપાર્ટમેન્ટના તમારા સીનીયરની લાશ મળી. એનુ મર્ડર ગોળીમારીને જ થયુ છે. જેવી રીતે ડેવીડનુ થયુ હતુ. વિશેષનો મોબાઈલ પણ મળ્યો નથી..’ વાતાવરણ થોડુ સીરીયસ બની ગયુ.
‘હા એ મને સવારે જ ખબરપડી. પણ ડેડ બોડી ક્યાંથી મળી હતી...?’. મેં પુછ્યુ.
‘પાંજરાપોળ પાસેથી જ ક્યાંકથી મળી છે. અને હા બુલેટ પણ એ જ છે, જે ડેવીડના મર્ડર માટે વપરાઈ હતી. એ બધુ આજે પેપરમાં લખેલુ છે. બીજી વાત એ કે વિશેષ ડેવીડનો ડીટેઈન થયા પહેલા ક્લાસમેટ હતો.’,
‘ખબર નથી પડતી ITના બોય્ઝ જ કેમ...? જો આવુ ને આવુ આપડી કોલેજમાં થતુ રહેશે તો આપણી કોલેજમાં કોઈ એડમીશન નહિ લે. એક જ બેચના ૨ બોય્ઝ. વસીમ વિશેષને ઓળખે છે...?’ મેં પુછ્યુ.
‘હવે એ તો ખબર નથી... પણ એટલી ખબર છે કે કોઈ આઈ.ટીયન્સની વાટ લગાવી રહ્યુ છે... ૧૦૦% આ ન્યુઝ સાંભળીને આપણી કોલેજમા આઈ.ટીમાં એડમીશન લેવા વાળાની સંખ્યા આવતા વર્ષે ઓછી જ હશે. પોલીસ પણ કંઈ ઉકાળતી નથી’,
‘જસ્ટ ઈન્વેસ્ટીગેશન, બીજુ કંઈ તો એ લોકોથી થાય એમ નથી..’,મેં કહ્યુ.
‘જવા દે ને યાર જે થવુ હોય તે થાય..!’, રોહને વાતને પુરી કરવા કહ્યુ.
‘ખબર નહિં શું થઈ રહ્યુ છે.’
‘છોડને બે, તુ બોલ આજે વહેલો આવી ગયો..?’,
‘ફર્સ્ટ બે લેકચર નહોતા થયા એટલે પછી આવી ગયો. જોઈએ કાલે શુ થાય છે.’, મેં કહ્યુ અને મારા બેડ પર પડીને બપોરનો આરામ કર્યો.
***
‘તૈયારી થઈ ગઈ લેક્ચરની..? હાહાહા’.. હું અને નીલ કોલેજે મળ્યા.
‘વાચ્યુ છે જેવુ તેવુ જોઈએ હવે કેવો અનુભવ થાય છે. તારે તો આજે મહાભારત વખતની સ્ટાઈલમાં ભણવાનુ હશેને...?’. નીતલાએ હસતા હસતા સામો ઘા કર્યો.
‘બેન્ચ પર બેસવાની ના પાડી છે ચેઈર પર બેસવાની નહિ...હાહાહા’, મેં પણ ચોડી દીધુ.
‘ભાઈ ભાઈ, લાયો તુ તો.’, મેં નીલને તાળી આપી.
‘ચાલ મારા લેકચરનો ટાઈમ થઈ ગયો છે લેબમાંથી ચેર લઈ આવુ અને પુછુ તો ખરો કે કોનો લેકચર છે..?’, હું જુનીયર્સના ક્લાસ તરફ ચેઈર લઈને ગયો અને એક જુનીયર ફ્રેન્ડ વિવાનને પુછ્યુ ‘શેનો લેક્ચર છે.....?’
‘મેનેજમેન્ટ-૨ સ્મિતા મેમનો લેક્ચર છે.’, વિવાને કહ્યુ.
‘ઓહ મેનેજમેન્ટ-૨ મીન્સ બ્યુટી, લેટ્સ એન્જોય.’, મેં વિવાનને કહ્યુ, અમે બન્ને ક્લાસમાં ગયા. હું ચેરને ઢસડતો ક્લાસમાં લઈ ગયો અને લાસ્ટ બેન્ચની દિવાલ સાથે ટેકાવી.
મેં એવુ સાંભળ્યુ હતુ કે આ મેડમ ખુબ બ્યુટીફુલ છે, પણ એકેય સેમમાં અમારો કોઈ સબજેક્ટ લીધો નહોતો.. ITના પણ અમુક સબજેટ તેઓ લે છે. અમારા સીનીયરો કહેતા કે મેડમ ખુબ જોરદાર ભણાવે છે. ઉમર તો ૩૬ છે પણ હજુ માલ લાગે છે. હું આ મેડમનો પહેલો લેકચર ભરવાનો હતો. ખબર નહોતી કે આ લેકચર ખુબ ઈન્ટેરેસ્ટીંગ બનવાનો હતો..!!!
‘ગુડમોર્નીંગ મેમ...’ મેડમ એન્ટર થયા એટલે બધાએ રીસ્પેક્ટફુલી ઉભા થઈને કહ્યુ.
Don’t need to stand up guys... take it like your friend is coming in your class મેડમે કહ્યુ અને પહેલાજ ડાયલોગમાં હું ઈમ્પ્રેસ થઈ ગયો. હું લગભગ બધા સ્ટુડન્ટથી અલગ તરી આવતો હતો કારણ કે હું ચેર પર બેઠો હતો.
‘Hey you are new student..? I never saw you in class.’
‘Ma’m I got punishment from h.o.d sir and I have to write your whole lecture, each word you speak and have to submit it to sir..’ મેં જવાબ આપ્યો.
‘Oh.. please introduce ur Slf in class..’ મેડમે મને કહ્યુ.
‘My self Harsh shah 7th semester student and I m here because I got interesting punishment from H.O.D sir. although I was innocent... that’s all’ મેં મારા તુટ્યા ફુટ્યા અંગ્રેજીમાં કહ્યુ.
‘હ્મ્મ.. interesting. so guys today we will not take just book’s topics, but real life example to reduce the efforts...”
મેડમે લેકચર ચાલુ કર્યો અને મેં મારી બુકમાં લખવાનુ શરૂ કર્યુ. મેડમનુ અંગ્રેજી ખુબ સરળ અને ઝડપથી સમજાઈ જાય તેવુ હતુ એટલે મારી સ્પીડ પણ સારી હતી.
‘As per definition of managent. management is an art as well as science to take out people’s naturality. To use that for daily life. If you people co-operate with others, they will too. Each people have different thoughts and different skill. No two people in the world can be same. They can be similar not same.’
‘So management emphasizes on the creativity rather than useless hard worked efforts. yes no doubt there is a need of human efforts but if you will do effort in right direction that’s meaningful otherwise it has no meaning...’
‘Our management scientists says that management is a process that involves planning, organizing and controlling but it is not just enough to define management..’
‘Management is everywhere..For example When I m giving lecture and I repeat one word repeatedly...without any need..Then there is no management..Some people and even some lecturers have habit..
I respect all those great man. I m not saying that they are degraded. just trying to say about if you are practical and natural there will be no place for such type of things... this is all results of fear in the mind... and management says, just be practical and let come out things which is coming from ur inside... don’t stop them.’
‘So we are not going to talk about how we can reduce our effort for mass production and other things. I will just take real life things that world should accept for proper management.. I can say, you young people utilizing your time, money and other resource very well..But tragedy is that some old and mythical people are not appreciating.’
‘For example today when you chat through message or on facebook you use short language. In place of “are” you are using r, am- m, you-u. people-ppl, please-plz, don’t-dnt (very very short form), this-diz, that. dat.... these r the few examples. As per my opinion this is the effort reduction. Management always says that reduce time and effort. Today’s generation is doing it naturally. Effort is always considered in terms of time and energy. You people type a 10 letter word in just 4 or 5. This is the effort reduction.
You are saving your energy for typing it. Once again I am saying, that although all teachers use dis chatting language at a time of messaging but at a time of checking the papers when students have written short word by mistake they gives zero..... Dis is the myth... and mentality of old people....”
‘So now you give me advice how to reduce effort in real life.... and in world that’s around us.’
‘Yes I m putting one condition.. ... I will fill attendance..Who will give example..Otherwise there will no attendance filling for you guys... is that ok...?
Let’s start from last bench... yes you can give ans in any language... no limitation about language..’
વિવાન ઉભો થઈને બોલ્યો... ‘’મેમ તો શું અમે તમારા પેપરમા આ રીતે આન્સર લખી શકીએ..?’
‘એ આપણે પછી નક્કિ કરીશુ... પહેલા તુ એક્ઝેમ્પલ આપ...’, મેડમે કહ્યુ.
‘આપણે કોઈ પણ વર્ક કરતી વખતે એવી મુવમેન્ટ્સ યુઝ કરી શકીએ કે જેથી એનર્જી ઓછી યુઝ થાય.’
‘ગુડ... નેક્સ્ટ’, એક પછી એક ઘણા સ્ટુડન્ટોએ પોતાના આઈડીયાઝ આપ્યા.
‘હેય હર્ષ નાવ યોર ટાઈમ...’, મેડમ થોડીવાર પછી બોલ્યા.
આમ પણ હું ઓછુ બોલતો અને મેડમે પુછ્યુ એટલે લગભગ ચુપ જ રહ્યો.
‘ઈફ યુ વીલ નોટ આન્સર ધેન આઈ વીલ ગીવ યુ પનીશમેન્ટ’, મેડમે સ્માઈલ સાથે કહ્યુ.
હું મન મા વિચારતો હતો જો આવી રીતે બધા જ ભણાવતા હોય તો કોણ લેક્ચર બંક કરવા તૈયાર છે..?
‘મેમ વી કેન યુઝ શોર્ટકટ કીઝ ફોર કમ્પ્યુટર ઓપરેશન વ્હેન યુઝીંગ કમ્પ્યુટર. કમ્પ્યુટર યુઝ કરતી વખતે કારણ વિના રીફ્રેશ ના કરવુ જોઈએ.’, મેં જવાબ આપ્યો. બધા લોકો થોડુ હસ્યા.
‘ગુડ એન્ડ એપ્રોપ્રીએટ એક્ઝેમ્પલ ફોર આઈટીઅન્સ.’, મેડમે કહ્યુ.
‘I think only 10 minuts left... so we will meet on Thursday... on Thursday there will be class test of this chapter. Please write down these two questions. You have to write answer tomorrow in class and who will absent in that test will get 0 out of 10 in internal marks. You know what is the scheme of internal markings. So write down.’
1) what is the role of 4p’s in management ...?
2) Explain diffrerent methods of market research..’
મેડમ આ બે સવાલ લખાવીને ક્લાસની બહાર નીકળી ગયા.. આ લેકચર પછીના લેકચરની ફેકલ્ટી હજુ અસાઈન નહોતી થઈ એટલે લેકચર ફ્રી હતો, તેથી હું ક્લાસની બહાર નીકળ્યો અને નીલના ક્લાસ તરફ ગયો.. એ પણ લેકચર પતાવીને બહાર જ ઉભો હતો..
‘કેવો રહ્યો લેકચર...? મને તો જલસો પડી ગયો..’ મેં એક્સાઈટમેન્ટમાં નીલને પુછ્યુ.
‘અરે બધા જ સરો એક બીજા સાથે ટાઈમ પાસ કરતા હતા અને મારી બરાબરની મારતા હતા. પેલા ત્રીવેદીનુ તો ખુન કરી નાખુ, એમ થઈ ગયુ. સાલો કેટલા સવાલ પુછ્તો હતો, કદી ના સાંભળ્યા હોય એવા..’ નીલેનો ચહેરો જોવા જેવો હતો.
‘હાહાહા..... હું તો હવે ગુરૂવારની વાટ જોવ છુ....હાહાહા’,
‘કેમ જુનીયરમાં કોઈ પટી નથી ગઈને...?’,
‘અરે ના, ડુડ સ્મિતા મેમ કરીને કોઈ મેમ છે એમનો લેકચર હતો. મને એમ નહોતુ લાગતુ કે હું મેનેજમેન્ટના લેકચરમાં છુ જ નહિ. મજા આવી ગઈ, પણ યાર ગુજરાતી સાડીમાં શું લાગતા‘તા બે... એમના પરથી મારી તો નજર જ નહોતી હટતી... પરમ દિવસ એમનો લેકચર છે. અને મારી પનીશમેન્ટનો છેલ્લો દિવસ. યાર આ શ્રાપતો વરદાન બની ગયુ, હાહાહા...’, મેં દિલ ખોલીને મેમ ના વખાણ કર્યા.
‘એ તારા માટે, મારા માટે તો આ મોત કરાતાંય બત્તર છે...’, રોહને નિરાશામાં કહ્યુ.
‘ચાલ ચાલ હવે તારા રોદડા રોવાનુ બંધ કર ચ્હા પીવા જીએ. સવારથી કંઈ પેટમા નથી ગયુ..’ હું અને નીલ બન્ને કેન્ટીન તરફ ચાલતા થયા.
‘રોહનીયાને કોલ કર, એ કોલેજમાં હોય તો એને પણ લેતા જીએ ને’, મેં કહ્યુ.
‘અમે એ’ બ્લોક પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યાં તો રોહન સામે જ મળ્યો.
‘તને જ ફોન કરતા હતા, ચાલ નાસ્તો કરવા’, નીલે કહ્યુ.
‘ચાલો, નાસ્તામાં થોડી ના પડાય છે’ રોહન બોલ્યો.
‘ભાઈ, કોઈની બુક્સ સેકન્ડ હેન્ડ પડી હોય તો કહેજે ને મારી ફ્રેન્ડ ને લેવાની છે.’, કેન્ટીનની અંદર એન્ટર થતી વખતે નીલની સીસ્ટર બહાર નીકળી અને એણે નીલ ને પુછ્યુ. ઘણા સમય પછી હું નીતુને મળી રહ્યો હતો.
‘હર્ષ, તે તારી બુક્સ કોઈને આપી દીધી...?’, નીલે પુછ્યુ.
‘ના, આપી તો નથી પણ ફીફ્થ સેમની મારે એક બુક જોઈએ છે. CN ની, એ નહિ હોય તો ચાલશે...?’, મેં નીલને પુછ્યુ.
‘ઓકે ચાલશે...!!!’, નીતુ બોલી.
મેં જ્યારે નીતુને પહેલી વાર જોઈ હતી ત્યારે મને ચેતન ભગતની થ્રી મીસ્ટેક્સ ઓફ માય લાઈફ નોવેલ યાદ આવી. નીતુ ખુબ જ બ્યુટીફુલ દેખાતી હતી એણે પંજાબી ચુડીદાર ડ્રેસ પહેર્યો હતો. એની બોલવાની સ્ટાઈલ ખરેખર ચાક્કા જેવી હતી. મેં એના વિશે જુનીયરો પાસે સાંભળ્યુ હતુ એના કરતા એ ઘણી જ સારી હતી. પણ મારે થ્રી મીસ્ટેક ઓફ માય લાઈફ નોવેલમાં જે મીસ્ટેક ગોવિંદથી થઈ હતી એ નહોતી કરવી.
‘તુ તો આજે મેનેજમેન્ટના લેકચરમાં હતો ને...?’, નીતુએ મને પુછ્યુ.
‘આપ જવાબ’, મેં નીલ ને કહ્યુ.
‘હા અમારા ક્લાસના ત્રણ સ્ટુડન્ટને પનીશમેન્ટ મળી છે, એમા હું પણ શામેલ છુ.’, નીલે હસતા હસતા નીતુને કહ્યુ.
‘કેમ, મજા આવી ગઈને બાકી મેડમને જોઈએ ને જ...હાહાહા?’, નીતુ ખડખડાટ હસવા લાગી.
‘બી ફ્રેન્ક હર્ષ આને બકવાસ કરવાની આદત છે જ...’, નીલે નીતુને ઈગ્નોર કરતા કહ્યુ.
‘હા ખરેખર લેકચર મા ખુબ મજા આવી. સવારની શરૂઆત આજની સારી થઈ છે.’, મેં મેડમના વધારે વખાણ ન કરતા એના લેકચરના વખાણ કર્યા.
‘ઓય તમારી વાતો પુરી થઈ હોય તો હવે નાસ્તો કરવા જીએ...? મારાથી નથી રહેવાતુ...!’, નીલે કહ્યુ.
‘ઓકે તો બુક્સ લાવવાની હોય એ દિવસે મને કહેજે હું લઈ આવીશ..”, મેં નીતુને કહ્યુ.
‘હા કહીશ, પણ મારી પાસે પેલાના ȗષી મુનીયો જેવો સુપર પાવર નથી કે હું તારી સાથે મોબાઈલ વિના જ કોન્ટેક કરી શકુ.. તમે છોકરાવ છોકરીઓ પાસેથી મોબાઈલ નંબર માંગવાની હિમ્મત તો ધરાવતા નથી એટલે તુ પણ નંબર નહિ માંગે. બોલ તારો નંબર, હું તને કોલ કરીને કહિશ કે બુક લાવવાની છે કે નહિ.’, નીતુએ મારો નંબર માંગ્યો અને મેં એને મારો નંબર આપ્યો.
નીતુએ મારામાં મીસકોલ કર્યો. મે એનો નંબર સેવ કરી લીધો.
‘તમે નાસ્તો કરી લો મારે પણ થોડુ કામ છે.’, નીતુએ કહ્યુ. અમે લોકો નાસ્તો કરવા માટે કેન્ટીનમાં ગયા. ચ્હા-પૌઆ નો ઓર્ડર આપ્યો.
‘શુ ભાઈલોગ કેવી ચાલે છે તમારી પનીશમેન્ટ..?’, કહેવા વાળો રોહન હતો..
‘તારે સારો રીવ્યુ સાંભળવો છે કે ખરાબ..?’,મે કહ્યુ.
‘તારા ચહેરા ઉપરથી તો લાગે છે કે સારો રીવ્યુ તારા તરફ થી છે અને નીલની મરાણી લાગે છે.. હાહાહા’, રોહન હસી પડયો.
‘હા યાર બધા સરો ખબર નહિ કદી ન સાંભળ્યા હોય એવા સવાલો પુછતા હતા. મોબાઈલ કમ્યુટીંગમાં હાર્ડ હેન્ડઓફ અને સોફ્ટ હેન્ડોફ સિવાય કંઈ જ ખબર નથી. અરે યાર આ HOD ખરેખર ચુત્યો માણસ છે. આનુ કંઈ કરવુ પડશે. એને રિઝલ્ટ તો સારૂ આપીએ છીએ એનાથી વધારે એને શુ જોઈએ છે. એજ ખબર નથી પડતી.’, લમણે હાથ દઈને નીલે કહ્યુ.
‘તમને ખબર છે એક નવી અને ખુબજ કોમેડી ઘટના ની?’, રોહને કહ્યુ.
‘કઈ ઘટના? આપડી કોલેજમાં કોમેડી ઘટના પણ બનવા લાગી?’, નીલે પુછ્યુ.
‘હા, આજે તમારા HODએ કોમ્પ્યુટર્સના જે ફર્સ્ટ યરના સ્ટુડન્ટ્સ આવ્યા છે, એમા બોય્ઝ અને ગર્લ્સ્ાના ક્લાસ અલગ કર્યા’ રોહને કહ્યુ,
‘વોટ ધ ફક..? એટલે ?’,
‘એટલે એમ કે આપડી કોલેજમાં કમ્યુટરની ૧૨૦ સીટ્સ છે. એમાંથી છોકરા અને છોકરીઓ માટે સેપરેટ ક્લાસ થશે. એક ડિવિઝન ગર્લ્સ માટે અને બીજો બોય્ઝ માટે.’,રોહને કહ્યુ.
‘વોટ ધ...!”,
‘હવે ખરેખર આ HODનુ કંઈક કરવુ પડે એમ છે આના નખરા વધતા જ જાય છે.’, નીલ બોલ્યો.
‘હા આતો રીતસરનો અન્યાય જ કહેવાય ને. કોલેજ વાળાએ હવે જાહેરાત આપવી જોઈએ કે બહેનો માટે અલગ ક્લાસ રૂમની વ્યવસ્થા હાહાહા’, મેં કહ્યુ.
‘તને હસવુ આવે છે, બિચારા જુનીયર્સે કેટલા સપના સેવ્યા હશે. કોલેજમાં જશુ તો એકાદ માલ પટાવશુ. ફટકા જોઈશુ. પણ આપણા HODએ તો એ લોકોના સપનાને ચુર ચુર કરી નાખ્યા.’, રોહને કહ્યુ.
‘મારી પાસે એક આઈડીયા છે. જો તમારામાં હિમ્મત હોય તો કહુ’, પાછળથી અવાજ આવ્યો અને એ અવાજ નીતુનો હતો.
‘તારે કંઈ કામ ધંધો નથી...?’, નીલે પુછ્યુ.
‘તમે લોકો એવા તે કેવા મશગુલ થઈ ગયા છો કે તમને તમારી આસપાસ કોણ છે એની પણ ખબર નથી..?’, નીતુએ કહ્યુ.
‘એ બેરી સાંભળને તારે લેકચર નથી..?’, ભાઈજાન બોલ્યા.
‘ઓ ભઈલુ તુ ક્યારનો મને સલાહ આપવાનુ શીખી ગયો..?’
‘જ્યારથી તુ અમારી વાતો છુપી છુપીને સાંભળવા લાગી..’
‘લેકચર લેવા વાળા સર જ નથી આવ્યા.’
‘હા બોલ, તારી પાસે વળી શું આઈડીયો છે?’
‘પેલા તમે કહો તમને ગાળો કેટલી આવડે છે..?’
જ્યારે નીશાએ આ સવાલ કર્યો ત્યારે ખરેખર હું તો હક્કા બક્કા જ રહી ગયો હતો. કારણ કે એક છોકરી આવો સવાલ પુછે અને એ એનો ભાઈ હોય ત્યારે? આઈ કુડન્ટ બીલીવ..
‘મોઢામાં મગ ભર્યા છે ત્રણ માંથી કોઈક તો બોલો..’, નીશાએ એટલા અવાજથી કહ્યુ કે આજુબાજુના સ્ટુડન્ટ્સ અમારી સામે જોવા લાગ્યા અને ધીમે ધીમે હસ્યા પણ ખરા.
નીશાએ આમતેમ જોયુ અને એ પણ હસવા લાગી. એને જોઈને મને પણ હસવુ આવ્યુ.
‘ઓકે, આ કોઈ HODને પનીશમેન્ટ આપવાનો આઈડિયા નથી. ઉપનામ આપવાનો આઈડીયા છે. જસ્ટ આ પેન અને કાગળ પર નજર નાખો. એણે પેનથી કાગળ પર કેપ્સ લેટરમાં મોટી સાઈઝમાં લખ્યુ. C.HOD.D means CHODU માત્ર તમારે C અને D આગળ પાછળ લગાવવાના છે ઓફિસમાં બીજુ બધુ તો લખેલુ જ છે’
‘ઓય તુ પાગલ તો નથી થઈ ગઈ ને ? કોઈક જોઈ જશે તો વાટ લાગી જશે.’. રોહને કહ્યુ.
‘બધા ફટ્ટુ છે સાલા. એટલે જ પુછ્યુ હતુ કે હિમ્મત છે ને..?’. નીતુએ મો ચડાવતા કહ્યુ.
‘ચાર દિવસ પછી કોલેજ એસ્ટાબ્લીશમેન્ટ ડે છે એ દિવસ આ કામ માટે કેમ રહેશે..?.’ નીલે કહ્યુ.
‘હા હું પણ આમા શામેલ છુ. પણ થોડુ પ્લાનીંગ કરવુ પડશે.’, મેં કહ્યુ.
‘અરે યાર મારાથી આ રીસ્ક નહિ લેવાય. એટલે હું આ નહિ કરી શકુ.’, રોહને કહ્યુ. એનુ આવુ જ હતુ. લગભગ આડો જ ફાટતો.
‘ઓકે ધેન નો પ્રોબ્લેમ આવા કામમાં જેટલા ઓછા એટલુ વધારે સારૂ.’, મેં કહ્યુ.
‘વોઓઆઓઓઆઓ. માચો.., મેન્સ કેન આઈ જોઈન યોર ટીમ ?’, નીતુએ એની સુપર્બ્ા સ્ટાઈલમાં કહ્યુ.
‘છોકરીઓએ આવા કામથી દુર રહેવુ જોઈએ.’, રોહને કહ્યુ.
‘નીશા જો અમારી સાથે તને કોઈ જોશે ને તો તુ પણ ફસાઈશ. તે આઈડીયા આપ્યો એ જ ઘણુ કન્ટ્રીબ્યુશન છે.’, નીલે નીતુને કહ્યુ,
‘ઓય્ય! તારી સલાહ તારી પાસે જ રાખ. યુ હેવ ફોર ડેઝ ટુ પ્રીપેર. મારી ફ્રેન્ડનો મેસેજ આવ્યો બોલાવે છે. બબ્બાય્ય’, નીતુ જેવી આવી એવી જ કેન્ટીનની બહાર ગઈ.
‘હવે આપણે પણ ડિપાર્ટમેન્ટ તરફ જવુ જોઈએ લેકચર હોય તો ભરીએ નહિતર આજની પનીશમેન્ટ બતાવી ને ચાલતા પડીએ.’, મેં કહ્યુ.
***
‘શશશ. તારા અવાજ નુ વોલ્યુમ ઓછુ કર ને, મેં નીતુને કહ્યુ.
‘હા હવે સલાહ આપમાં’, નીતુએ કહ્યુ.
‘તમે બન્ને તમારૂ મો બંધ કરશો..? આપણી પાસે બવ ટાઈમ નથી.’, નીલે કહ્યુ.
અમે લોકો HODની ઓફીસ તરફ ગયા. ‘ઓય તુ સ્ટીકર બરાબર તો લાવ્યો છો ને..?’, નીલે પુછ્યુ.
‘અરે ઉખાડે નહિ ઉખડે’, મેં હળવેથી કહ્યુ.
‘ચલો યાર જલદી.. હમણા ચોકીદાર આવી જશે, સાડા છ તો વાગી ગયા છે.’, નીલે કહ્યુ.
‘નૈના રે નૈના તુજસે બુરા ના કોઈ.’, નીતુના મોબાઈલમાં રીંગ વાગી.
‘ઓહ શીટ. ઓય તારો મોબાઈલ બંધ કર ને સ્ટીકર આપ.. લાગે છે તુ આજે વાટ લગાવવાની છે.’ મેં કહ્યુ.
‘આ લે પકડ જલદી લગાવી દે.. એટલે નીકળીએ..’ નીતુએ કહ્યુ.
‘ઓય. રોહનનો કોલ આવે છે.’, નીલે કહ્યુ.
‘તમે કોલેજની બહાર નીકળતા થાવ.. રઘુના પૌવાની લારીએ, હું આવુ છુ. જલદી નીકળો’, મેં કહ્યુ.
નીતુ અને નીલ ચાલતા થયા. ત્યાં ક્યાંય ટેબલ નહોતુ મળી રહ્યુ અને HODનુ લેબલ ડોર ઉપર હતુ. મે એક રીવોલ્વીંગ ચેઈર જોઈ અને એ લીધી. એના ઉપર હું ચડયો. મે સ્ટીકરનુ ગ્લુ વાળુ પડ અલગ કર્યુ. એક પછી એક મેં બન્ને C અને D આલ્ફાબેટને HODની આગળ પાછળ લગાવ્યા. પરફેક્ટ CHODU. પણ ઉતરતી વખતે ચેઈરનો એક લેગ હતો નહિ એટલે ઈમ્બેલેન્સ થઈ ગઈ અને હું પડયો. દરવાજાની બાજુમાં જ પ્યુનનુ ટેબલ હતુ એની સાથે મારૂ માથુ ભટકાણુ અને ખાસ્સુ વાગ્યુ. થોડીવાર માથામાં તમ્મર ચડી ગઈ. ત્યાંજ ખબર પડી કે માથામાં ફુટ પણ થઈ છે. લોહી નીકળી રહ્યુ હતુ. પણ ત્યાંથી જલદીથી જલદી નીકળવુ પડે એમ હતુ.
‘શીટ શીટ શીટ’, હું એકલો એકલો બબડયો. માથામાંથી નીકળતુ લોહી લોબી પર પડવા લાગ્યુ. હવે જો આ લોહી રહેવા દવ તો ખબર પડી જી શકે. મેં મારૂ ટીશર્ટ કાઢ્યુ. હીલ-ફીગરનુ ટી-શર્ટ હજુ હું આગળના દિવસે જ લાવ્યો હતો અને પહેલી વાર પહેર્યુ હતુ. મેં ટીશર્ટને ઉલટુ કર્યુ અને બધુ લોહી સાફ કર્યુ. છતા ડાઘા તો હતા જ. વોટર જગ પડયો હતો એમાથી મેં પાણી કાઢ્યુ અને લોહીના ટીપાં પડયા હતા ત્યાં પાણી છાંટીને ફરી પોતુ લગાવ્યુ. નાઉ ધેટ વોઝ ઓકે.
મેં ટીશર્ટ ફરી બરાબર કર્યુ અને એ ભીનુ ટીશર્ટ પહેર્યુ. હું જલદીથી બ્લોકની બહાર નીકળી રહ્યો હતો ત્યારે સ્મિતા મેડમ સામે મળ્યા. એણે આજે પીંક કલરનો પંજાબી ડ્રેસ પહેર્યો હતો. શી વોઝ લુકીંગ એબ્સોલ્યુટલી ફેઈરી.
‘હેય આર યુ ઓલરાઈટ..?, શું થયુ..?’, મારા માથા પર લોહી વાળો રૂમાલ અને ટીશર્ટ જોઈ મેમ બોલ્યા.
‘ઈટ્સ ઓકે મેમ, હું જલદીમાં છુ.’, મેં કહ્યુ અને મેં ત્યાથી ચાલતી પકડી.
‘હે, કમ વીથ મી.. લેટ્સ ગો ફોર ફર્સ્ટ એઈડ.’, મેમ બોલ્યા.
‘નો મેમ ઈટ્સ ઓકે. હું પછી મળુ.”, મેં દુરથી જ કહ્યુ.
જો તે દિવસે હું એવી સીચુએશનમાં અને ટેન્શનમાં ન હોત તો ચોક્ક્સ હુ એમની સાથે થોડી વાત કરત. પણ બહાર નીતુ એન્ડ નીલ રાહ જોઈ રહ્યા હતા.
‘હેય હર્ષ આ શુ થયુ..?’, બહાર આવ્યો એટલે તરત જ નીતુએ પુછ્યુ.
‘ફક ધીઝ ગવર્મેન્ટ ચેઈર્સ. સ્ટીકર લગાવતી વખતે પડયો..’, મેં કહ્યુ.
‘ચાલો બાઈક પર બેસો કોઈ દવાખાને જી આવીએ અને પાટો બંધાવી લઈએ.. લોહી વહેતુ તો બંધ થાય.’, નીલે કહ્યુ.
મારો રૂમાલ આખો લોહી વાળો થઈ ગયો હતો.. ફિલ્મી સીન જેવુ થયુ હતુ. નીતુએ એનો કોટન નો દુપ્પટો મને આપ્યો અને કહ્યુ. ‘આ લે આ દુપ્પટો, કસી ને બાંધી દે.. નીલ હેલ્પ કર ને.’, નીતુએ કહ્યુ.
‘હું બાઈક ચાલુ કરૂ છુ, ચાર હાથ નથી તુ બાંધી દે ને ભગવાને તને હાથ નથી આપ્યા?’, નીલે થોડો ગુસ્સ્યો કરતા નીતુને કહ્યુ.
નીતુએ મને એનો દુપ્પટો બાધવામાં હેલ્પ કરી મેં એને થેંક્યુ કહ્યુ. હું બાઈક પર વચ્ચે બેસ્યો. અમે લોકો નજીકમાં કોઈ નાના દવાખાનાની શોધ માટે ચાલતા થયા.
‘કદાચ હોલીવુડમાં કોઈ દવાખાનુ હોય તો ત્યા ચાલ’, મેં કહ્યુ. નીલે બાઈક ગુલબાઈ ટેકરા તરફ લીધી. બટ સાત વાગ્યામાં કોઈ ક્લિનીક ખુલ્લુ નહોતુ. નીલે એક મોટી હોસ્પીટલ જોઈ. ત્યાંજ મેં ડ્રેસીંગ કરાવ્યુ.
‘શું કહેતો હતો રોહન..?’, મેં નીલ ને પુછ્યુ.
‘બસ પુછતો હતો કે ક્યા છો..? મેં કહ્યુ, તારી જેમ પથારીમાં થોડા પડયા રહીએ, પ્લાન હતો એને સકસેસ તો કરવાનો જ હતો.. હું હર્ષ અને નીતુ કોલેજ આવ્યા છીએ.. કોલેજ આવતો મળજે એમ કહ્યુ’, નીલે રોહન સાથે થયેલી વાત કહી.
અમે લોકો ફરી રઘુની પૌઆની લારીએ ગયા..
‘લે આ પેઈન રીલીફ માટેની ટેબ્લેટ છે પી લે’, ડોકટરે આપેલી ટેબલેટ નીતુએ મને આપી. મેં ટેબલેટ મોંમા નાખી અને પાણીનુ પાઉચ ચુસી ગ્યો..
‘અરે યાર એક દાવ થઈ ગ્યો છે સ્મિતા મેડમે મને બ્લોકની બહાર નીકળતા જોયો છે.’, મેં કહ્યુ.
‘શીટ યાર’,
‘સારૂ થયુ ને તમે લોકો સાથે નહોતા નહિંતર બધાની વાટ લાગત..’, મેં કહ્યુ.
‘એક દમ મુર્ખ છે. અમે પણ કે તારૂ કહ્યુ માની ને બહાર આવી ગ્યા. અમે લોકો હોત તો તુ પડત જ નહિ અને આટલી બધી વાર જ ના લાગત અને સ્મિતા મેમ તને મળત જ નહિ.’ નીતુએ થોડો ગુસ્સો બતાવતા કહ્યુ. પણ એ ગુસ્સો નફરત વાજબી હતા.
‘આજે તારે લેકચર છે કે નહિ.’, નીલે નીતુને પુછ્યુ. ‘હા છે આઠ વાગ્યાથી શરૂ થવાના છે..’ નીતુએ કહ્યુ. ‘હવે તુ જા અમે લોકો ઘર તરફ જીએ છીએ.’, નીલે કહ્યુ.
‘ઓય. તુ આજે કોલેજ જજે હો.. શું ભવાડા થવાના છે એ નાટક હું તો નહિ જોઈ શકુ પણ તારે તો જોવુ જ પડશે. મારા વતી.. યાર’, મેં કહ્યુ. નીલ મને મારી રૂમ પર ઉતારી ગ્યો. એ એના ઘર તરફ ગયો..
‘ઓય આ બધુ શુ થયુ.?’, રોહને મને પુછ્યુ.
‘કંઈ નહિં બસ HODનુ મોઢુ વિલુ કરવાની કોશીષની સજા એડવાન્સમાં મળી ગઈ. બસ અફસોસ એક વાતનો રહેશે કે ટી શર્ટ મારા માટે અનલકી સાબીત થયુ છે. પહેલી વાર પહેર્યુ અને પહેલી જ વારમાં એને મે લાલ રંગે રંગી દીધુ. વ્હાઈટમાંથી રેડ બનાવી દીધુ એ મારી ક્રિએટીવીટી’, મેં કહ્યુ.
‘ગુડ ક્રિએટીવીટી. વાટ લગાવી ને આવ્યો છે છતા ક્રિએટીવીટી ની વાત કરે છે’, રોહને કહ્યુ. થોડુ ઈરીટેટીંગ લાગ્યુ.
‘ઓકે યાર જે નક્કિ કર્યુ તુ એ કરવાનુ જ હતુ અને એ કર્યુ મને કોઈ પછતાવો નથી. મારી ભુલને લીધે આ હાલત થઈ છે. હવે કોઈ બીજી સારી વાત કર.”, મેં કહ્યુ.
‘સારી વાત તો શુ કરૂ.? જોઈએ આજે આઈ.ટી બ્લોકમાં નાટક થવાનુ છે એને એન્જોય કરવા તો જવુ જ પડશે કોલેજનું નામ ઉંચુ તો છે જ પણ વધારે ઉંચુ થવાનુ છે હાહાહા’, રોહને કહ્યુ.
હું માથુ પલાળ્યા વિના ફરી નાહ્યો. નાઈટ ડ્રેસ પહેરીને તૈયાર થયો. આજે હું કોલેજ જવાનો નહોતો. ખાસ કરીને સ્મિતા મેમ અને આ વાગ્યુ હતુ એના લીધે. એટલે હું બેડ પર પડયો.
‘અરે હવે મને ઉંઘ આવે છે. તુ કોલેજ જવાની તૈયારી કર હું એક ઉંઘ ખેંચી લવ.’ મેં શાલને પગથી મોઢા તરફ ખેચી અને આંખો બંધ કરી.
હું ઉંઘીને ઉઠ્યો ત્યારે નીતુનો મેસેજ વાંચ્યો. ‘તારી વાટ લાગી ચુકી છે. યુ આર ફક્ડ અપ.’
***
ફરી એલ.ડી કોલેજના આઈ.ટીના સ્ટુડન્ટનુ મર્ડર. એ જ સ્ટાઈલમાં. શું આ કોઈ સીરીયલ કીલર છે કે પછી માત્ર દુર્ઘટના? શું સ્મિતા મેમ એચ.ઓ.ડીને કહેશે કે હર્ષ સવારમાં મળ્યો હતો? શું થયુ હશે કોલેજ પર? શું બધાને ખબર પડી ગઈ હશે કે આવી મજાક કોણે કરી હતી. જો ખબર પડી ગઈ હશે તો હર્ષની હાલત શું થશે? શું એને સસપેન્ડ કરવામાં આવશે? બધી જ પોસીબીલીટીના જવાબ જાણવા વાંચતા રહો. ધ લાસ્ટ યર!
ચેપ્ટર - ૪ - સરપ્રાઈઝ
આગળ આપણે જોયુ,
હર્ષ સ્મિતામેમનો લેક્ચર ભરે છે. જેમાં એને ઘણી મજા આવે છે. હર્ષની મુલાકાત નીતુ સાથે થાય છે. એ એચ.ઓ.ડીને પાઠ ભણાવવા એક પ્લાન સજેસ્ટ કરે છે. બટ સ્ટીકર ચોંટાડતી વખતે પડવાથી હર્ષનુ માથુ ફુટી જાય છે. સ્મિતા મેમ ડીપાર્ટમેન્ટમાંથી નીકળી રહેલા હર્ષને જોઈ જાય છે. હર્ષ ઘરે આરામ કરવા જાય છે. પણ ત્યારેજ હર્ષના મોબાઈલમાં નીતુનો મેસેજ આવે છે. ‘યુ આર ફક્ડ અપ!’. હવે આગળ..
હવે આગળ...
***
Life without surprise and secrets is nothing at all life should not be just like sine wave is should be like complex wave so no one can predict its behavior..’ આવા ક્વોટસ ને હું આજના દિવસ પછી લવ કરતો થઈ ગયો હતો. ખરેખર આવી લાઈફ જીવવાની મજા પણ કંઈક ઓર જ છે. જો કોઈ તમને મુવીના ક્લાઈમેક્સનુ સીક્રેટ કહી દે તો શું એ મુવી જોવામાં પહેલા જેટલી મજા આવશે..? એવુ જ કંઈક લાઈફ નુ પણ છે. હવે હું એમ માનવા લાગ્યો હતો કે કોઈ મને મારી લાઈફમાં સામેથી આવી ને પણ કહે કે આગળ શું થવાનુ છે, તો હવે હું એ જાણવા માંગતો નહોતો. કારણ કે મારી લાઈફ હવે ઈન્ટેરેસ્ટીંગ બનવા લાગી હતી.
જ્યારે કોઈ બાબતે અકળામણ હોય ત્યારે તમને એ સિવાય કોઈ વિચાર જ નથી આવતા. મન નવા નવા ઈમેજીનેશનના વિમાનોમાં ઉડવા લાગે છે. નીતુના એક મેસેજે મારી આવી જ હાલત કરી હતી. મને કોલેજમાંથી ડીટેઈન કરવામા આવશે.? પોલીસ કાર્યવાહી થશે? પેરેન્ટ્સને બોલાવવામા આવશે? શું થશે એવો સવાલ નહોતો પણ આમાથી કંઈક તો થશે એવો કોન્ફીડન્ટ હતો હું બેડમાં બેઠો થયો. પેટમાં ખબર નહિ અજીબ જ હીલચાલ હતી શું કરવુ કોલેજ જવુ કે ન જવુ પ્રશ્ન એજ હતો!!
ફાયનલી મે નક્કિ કર્યુ કે કોલેજ જાવ. હું બે જ મિનિટમાં તૈયાર થયો. મેં કોલેજ સુધીની ઓટો પકડી. એક સેકન્ડ પણ હું વેઈટ ન કરી શકુ એટલી ઉતાવળ હતી. એટલે જ તો હું નીતુ કે નીલને કોલ કરવાનુ પણ ભુલી ગયો હતો કે શુ થયુ છે? પણ ગેટ પાસે પહોચ્યો એટલે એમ થયુ કે પહેલા નીલને કોલ કરીને બોલાવુ. મે એને કોલ કર્યો. એનો ફોન આઉટ ઓફ કવરેજ બતાવી રહ્યો હતો. મે નીતુને કોલ લગાવ્યો એનો ફોન લાગ્યો. રીંગ વાગી રહી હતી. રીંગ પુરી થઈ ગઈ પણ એણે કોલ ના રીસીવ કર્યો. મેં ફરી ટ્રાય કરી. એણે ફરી કોલ રીસીવ ન કર્યો. આ એક એવો સમય હતો કે ત્યારે મારામાં વેઈટ કરવાની એક ટકા પણ તાકાત નહોતી. ડીપાર્ટમેન્ટ પાસે જવાની હિમ્મત તો નહિ જ. હું ગેટ પાસે જ ઉભો હતો ત્યાંજ નીતુનો કોલ આવ્યો
‘સોરી યાર. હું ક્લાસમાં હતી.’, નીતુએ કહ્યુ.
‘મારા હાથ પગમાં જીવ નથી અને તમે ટેસ થી ક્લાસ ભરો છો..?’, મેં કહ્યુ.
‘તને બધુ જ કવ તુ કેન્ટીનમાં આવ, ચાલ બાય..’, નીતુએ કહ્યુ અને ફોન કટ કર્યો.
પગમાં ધૃજારી હતી એની સાથે હું ઝડપથી કેન્ટીન તરફ ચાલતો થયો. હું કેન્ટીન બ્લોકમાં પહોચ્યો. અંદર જતો હતો ત્યાંજ.!!
‘તુ? અહિ?, બ્લુ જીન્સ અને ગ્રીન-રેડ ભરતકામ કરેલુ કાઠીયાવાડી સ્ટાઈલ લાંબુ ગોઠણ સુધીનુ ટોપ પહેરેલી એ હતી શ્રૃતિ
મને ઘણુ આશ્ચર્ય થયુ.
‘હું પણ એજ પુ્છુ છુ. માણસો પોતાની કોલેજમાં ન હોય તો બીજે ક્યાં હોય..?’, અંદરથી એની સાથે બવ બધી વાતો કરવાની ઈચ્છા અને બીજી તરફ પેટમાં પાણી નહોતુ ટકતુ એવી સીચ્યુએશન હતી. મને નીતુ પાસે જવાની ઉતાવળ હતી પણ છતા મેં શ્રૃતિ સાથે વાત કરી.
‘ઓહ તો તમે અહિના ભોમીયા છો એમને.?’, શ્રૃતિ અજબ સ્માઈલ સાથે બોલી.
‘હા પણ તુ?’ આટલુ બોલુ ત્યાં તો મોબાઈલ વાઈબ્રેટ થયો. નીતુનો કોલ હતો મેં રીસીવ કર્યો.
‘ઓય તુ ક્યારે આવે છે જલદી આવ ને.!!’ અચાનક અવાજ વધારે લાઉડ થયો.
એ વાત કરતી કરતી કેન્ટીનની બહાર આવી. અમે લોકો રસ્તા વચ્ચે જ ઉભા હતા. મેં કોલ કટ કર્યો. નીતુ અમારી તરફ આવી મેં એને આંખો બતાવી ને કંઈ ના બોલવાનો ઈશારો કર્યો.
‘તો તુ અહિ ગપ્પા મારે છેઅને...’ એ આગળ બોલવા જાય ત્યા મે ફરી આંખો બતાવી અને કહ્યુ.
‘નીતુ આ મારી ફ્રેન્ડ શ્રૃતિ.’, મેં કહ્યુ.
‘હાઈ, હું એવુ માની શકુ કે તમે બન્ને જસ્ટ ફ્રેન્ડસ જ છો. હાહા. સોરી, મને મજાક કરવાની આદત છે હો. બાય ધ વે હું નીતુ હર્ષની જુનીયર’, નીતુએ શ્રૃતિને કહ્યુ અને એણે હસ્તા મોઢે હાથ મેળવ્યા.
‘એક મિનિટ હા શ્રૃતિ.’ હું નીતુને થોડો દુર લઈ ગયો એ પહેલા શ્રૃતિને કહ્યુ.
‘શું થયુ.? એ પહેલા કે. હવે હું રહી નહિ રહી શકુ.’, મેં નીતુને પુછ્યુ.
‘શાંત શાંત.’, નીતુ બોલતી બોલતી હસવા લાગી.
‘મારો અહિં જીવ જાય છે અને તને મસ્તી સુજે છે? પ્લીઝ કે ને શું થયુ છે?’, મેં ફરી નીતુને પુછ્યુ.
‘એમા વાત એમ છે ને કે તુ પેલા ભાભીને મળી લે ટેનશન લેવાની કંઈ જરૂર નથી. કંઈ નથી થયુ ભાભી અત્યારે અહિ ના આવ્યા હોત તો કંઈક કહેત હવે જરૂર નથી.’, નીતુએ મને હાંશકારો અપાવ્યો. એ સતત હસી રહી હતી.
‘ઓય એ કાંય તારી ભાભી બાભી નથી જસ્ટ ફ્રેન્ડ છે અને યાર આવી મજાક હવે ના કરતી પ્લીઝ’, મેં નીતુ ને કહ્યુ અને અમે લોકો શ્રૃતિ પાસે ગયા
‘સોરી શ્રૃતિ, બોલ તુ અહિં કેમ.? તારી કોઈ ફ્રેન્ડસ સાથે આવી છે? ક્યાં છે ચૈતી.?’, મેં શ્રૃતિને પુછ્યુ.
‘એક્સક્યુઝમી, મારી ફ્રેન્ડનો કોલ આવી રહ્યો છે, જવુ પડશે.’, નીતુએ કહ્યુ.
‘હવે તારા બવ ફ્રેનડસ વધી ગયા કે આ ફ્રેન્ડસ માટે તો ટાઈમ જ નથી નહિ?’, મેં નીતુને ટોન્ટ મારતા કહ્યુ.
‘અરે એવુ કંઈ નથી પણ મારે થોડુ કામ છે’, એણે કહ્યુ.
‘બવ બીઝી. ઓકે, જા કામ પતે તો કોલ કરજે’, મેં કહ્યુ.
‘બાયડીઅર!’, નીતુએ કહ્યુ.
‘બાય’, અમે બન્ને એ કહ્યુ નીતુ ચાલતી થઈ,
‘તો ચ્હા-કોફી કંઈ ચાલશે?’, મેં શ્રૃતિને પુછ્યુ.
‘તારી કોલેજની કેન્ટીનમાં લાલ પાણી મળે છે, ચ્હા નહિ.’, એણે કહ્યુ.
‘ઓહ. હાઈફાઈ માણસોનો વાંધો જ આ છે હલકી વસ્તુ તો ચાલે જ નહિ.. ભારતના કેટલાંય લોકો ને.’ હું વાત પુરૂ કરૂ ત્યા.
‘ઓય ઓય બસ હવે અત્યારે રેવા દેપ્લીઝ..’, શ્રૃતિ વચ્ચે જ બોલી પડી. એણે એના આગળ આવી ગયેલા છુટ્ટા વાળને એના હાથથી પાછળ કરી દિધા.
‘તો આપડે બહાર જીએ કોફી માટે?’, મેં કહ્યુ.
‘નો, લેટ્સ ગો ફોર આઈસક્રિમ.’, શ્રૃતિએ એના ઉડતા વાળને ફરી સરખા કરતા કહ્યુ.
‘ઓકે તો ચાલીને જ જીએ તારી સાથે વધારે ટાઈમ વિતાવવા મળશે’, મેં ફ્લર્ટ કરતા કહ્યુ.
‘ઓ એમ કહી દે ને કે બાઈક નથીહાહા’, શ્રૃતિએ મારી ઉડાવી.
‘એવુ લાગે છે તું બે વર્ષમાં તો ઘણી બદલાઈ ગઈ છે. પહેલી વાર જોઈતી ત્યારે તો મોઢામાંથી એક શબ્દ નહોતો નીકળી શકતો અને અત્યારે તો બેફિકર બોલે છે?’, મેં શ્રૃતિને માથા પર ટપલી મારતા કહ્યુ.
‘હા બે વર્ષમાં ઘણી બદલાઈ ગઈ છું. પણ તારા માથા પર શું થયુ છે આ..?’,
‘અરે એ કંઈ નથી થયુ. જસ્ટ બાઈક સાથે એક્સીડેન્ટ થયુ હતુ.’, મેં મારા માથા પર હાથ ફેરવતા કહ્યુ.
‘તો છોકરીઓ સામુ ના જોવાય બાઈક ચલાવતા વખતે.’,અમે લોકો કોલેજના ગેટની બહાર નીકળ્યા.
‘ઉપ્પ્સ’, કોલેજની બહાર નીકળતા શ્રૃતિના પગમા ઠેસ આવી. એ પડવા જ જવાની હતી ત્યાં મે એનો હાથ પકડી લીધો.
પણ એનુ હાઈ હીલ સેન્ડલ તુટી ગયુ. હું એને સાઈડમાં લઈ ગયો અને પુછ્યુ પગમાં કંઈ થયુ તો નથી ને.
‘ના વધારે તો કંઈ પ્રોબ્લેમ નથી આવી. પણ થોડુ થોડુ દુખે છે’, એણે એનો કોમળ હાથ એના પગની પાની પાસે ફેરવતા કહ્યુ.
મન તો મારૂ પણ થતુ હતુ અને ચાન્સ પણ હતો એની મુલાયમ પાનીને સ્પર્શ કરવાનો એટલે..
‘અહિ દુખે છે?’, મેં એના ડાબા પગનો પોપચો દબાવતા કહ્યુ. નો ડાઉટ મારા મગજમાં કેટકેટલા લસ્ટફુલ વિચારો ચાલી રહ્યા હતા.
‘સ્સ્સ’, એણે ધીમેથી સીસકારો કર્યો.
‘દવાખાને જવુ છે?’, મેં પુછ્યુ.
‘ના એવુ બધુ ય મોટુ દર્દ નથી કંઈ, ચાલ એમ તો હું ચાલી શકુ છું. પણ લાગે છે હવે સેન્ડલ વિના ચાલવુ પડશે’
“તો કેવુ ચાલે છે સ્ટડી?”, શું પુછવુ એના કન્ફ્યુઝનમાં આવો બકવાસ સવાલ નીકળ્યો.
‘યાર આજે સ્ટડી સિવાય બીજી બધી વાતો કર પ્લીઝ....’, એ બોલી.
‘તો કહે તુ આજે અમારી કોલેજમાં કેમ?’,
‘તો સાહેબને મારા વિશે જાણવુ છે એમને.?”, એણે મારી સામે અલગ જ સ્માઈલ કરતા કહ્યુ.
‘હા, જો મેડમ જણાવે તો’, મેં પણ હસતા હસતા જવાબ આપ્યો. અમે લોકો CCDમાં પહોચ્યા.
નરમ સોફા, બાજુમાં કોમળ અને હસિન શ્રૃતિ. અને ઠંડા વાતાવરણમાં કોફી.
‘હું SLU કોલેજમાં કોમર્સ ફાયનલ યરમાં છુ. એન્ડ તારી કોલેજમાં મારી મમ્મી લેકચરર છે..’, એણે કહ્યુ.
‘મારી કોલેજમાં? તારા મમ્મી..? નામ કે તો’, મેં અચંબિત થઈને પુછ્યુ.
‘ઓય સવાલ કર પણ આવો કવેશ્ચન માર્ક વાળો ચહેરો ના કર.. મારી મમ્મીનુ નામ સ્મિતા ભટ્ટ છે.’, એણે કહ્યુ. રીયલી મારી આંખોં પહોળી થઈ ગઈ હતી.
‘ઓહ માય ગોડ, તુ સ્મિતા મેમની છોકરી છો ? સુપર્બ્ા ભણાવે છે હો.. ખરેખર તુ તારી મમ્મી પર જ ગઈ છે’, મેં એની મમ્મીના વખાણ કર્યા.
‘ખોટા વખાણ કરમા. અને ઓર્ડર આપ..’, શ્રૃતિએ કહ્યુ.
‘બે કોલ્ડ કોફી વીથ ચોકોલેટ ચીપ્સ’, મેં ઓર્ડર આપ્યો.
હવે મારી પાસે કોઈ વાતો નહોતી બસ કોફી અને શ્રૃતિ બે વસ્તુ સિવાય મને બીજુ કંઈ જ દેખાતુ નહોતુ
હું એક ધારો શ્રૃતિ સામુ જોઈએ રહ્યો હતો. એણે એના વાળ બરાબર કરવા વાળની બટરફ્લાય કાઢીને મોમા રાખી, એ બન્ને હાથે વાળને સરખા કરવા લાગી. મેં એના દાત વચ્ચે રાખેલ બટરફ્લાયને લેવા માટે હાથ લાંબો કર્યો. બોલાય એમ તો હતુ નહિ એટલે એણે એનો ચહેરો હાથથી દુર લઈ જવા પ્રયત્ન કર્યો. એણે બટરફ્લાયને એના હાથમાં લઈને વાળને બાંધી દીધા
‘શુ હેરાન કરે છે..યાર’, એણે કહ્યુ.
‘બટરફ્લાયને મોમાં રાખવી ફરજિયાત છે? ટેબલ પર ના મુકી શકાય.?’, મેં હસતા હસતા પુછ્યુ.
એ ચુપ જ રહી. હું એને જોતો રહ્યો એ મારી ખુબ જ નજીક બેસેલી હતી. એ કોફી પીતી રહી હું પણ કોફીના ધુટડા ભરતો રહ્યો. એના એ ગુલાબી હોઠ પર ક્રિમ ચોટી રહ્યુ હતુ. એનો સ્વાદ હોઠ પર પહોચ્યા પછી કેટલો મીઠો થઈ ગયો હશે એ હું વિચારતો હતો. એણે હવે મારી સાથે આંખો મીલાવવાની ચાલુ કરી. મારી હાર્ટબીટ ફાસ્ટ થઈ ગઈ હતી. હું પહેલીવાર આવી રીતે કોઈ છોકરી સાથે આવ્યો હતો.
કદાચ વર્ષો પહેલાની લવ સ્ટોરી જેવુ લાગે પણ આવુ જ બન્યુ હતુ મારી અને શ્રૃતિ ની બીજી મુલાકાતમાં.
એને જોવા સિવાય હું બીજી કોઈ વાત ના કરી શક્યો. કોફી પતી ગઈ.
‘થોડી વાર બેસવુ છે? બહાર આમ પણ વરસાદ આવે એવુ લાગે છે.’, શ્રૃતિ બોલી.
‘હા.. નો પ્રોબ્લેમ અને તારો નંબર તો આપ.’, મેં કહ્યુ.
‘ઓહ્હ્હ્હ્હ્હ નંબર? ના એતો હું નહિ આપુ..’, એણે કહ્યુ
‘જો જે હો કોફી સામે નંબર બવ સસ્તો છે. ક્યાંક કોફી મોંધી ના પડી જાય.’, મેં જવાબ આપ્યો..
‘ઓકે તો હવે મારે મોંધી જ પાડવી છે કોફી. તુ હવે બીજી વાર મને મળી શકે એટલી ઈન્ફો તો તારી પાસે છે જ. પણ શરત એક જ છે કે હું તને હવે મારા ઘરની અંદર જ મળીશ. બહાર જો તુ મને બોલાવીશ તો પણ હું તને નહિ બોલાવુ. તો તારે મારા ઘર સુધી પહોચવાનુ છે પછી જ તુ મને બીજી કોફી પીવડાવી શકીશ. ગોટ ઈટ?’, એણે કહ્યુ.
‘તો તુ ચેલેન્જ કરે છે હજુ વિચારી લે હું માંગીશ એ આપવુ પડશે..’, મેં શ્રૃતિને ફરી પુછ્યુ.
‘અરે એમા બીજી વાર વિચારવાનુ ન હોય..’, શ્રૃતિએ કહ્યુ. હું એની આંખોમાં જોઈને હસ્યો.
અમે લોકો ચાલતા ચાલતા કોલેજ પહોચ્યા. એ પણ ચુપચાપ. ક્યારેક ક્યારેક હું મારા હાથ એના હાથને અડે એ રીતે એની નજીક ચાલતો હતો. એને ખબર હોવા છતા એ કંઈ બોલતી પણ નહોતી એ જસ્ટ બ્લશ કરી રહી હતી. કોલેજના પાર્કિંગ પાસે આવીને અમે લોકો ઉભા રહ્યા.
‘ઓકે. તો આ મારૂ એક્ટિવા અને હવે મારે જવુ પશે. એન્ડ હવે ક્યારે મુલાકાત થશે. એ તારા હાથમાં જ છે.’, એણે કહ્યુ.
‘એક અઠવાડિયામાં ચેલેન્જ પુરો થઈ જ જશે.’, મેં કહ્યુ.
‘સીયા.એટ હોમ બાય માય સ્વીટ’, એટીટ્યુડમાં બોલી બટ એણે વાક્ય પુરૂ જ ના કર્યુ અને એનુ સ્કુટર ચાલુ કરી ને એ ચાલતી થઈ ગઈ.
આજની રાત માટે ફરી એ વિચારોનો ઢગલો કરતી ગઈ.
***
‘અરે રોહન આ નેટ કનેક્ટ કેમ નથી થતુ જો ને.?’, મેં રોહનને જગાડતા પુછ્યુ.
‘સુઈ જા ને આંઠ આંઠ વાગ્યામાં ઉંઘ બગાડે છે બીજાની’, રોહને ઉંઘમાં જવાબ આપ્યો.
‘અરે યાર એરર બતાવે છે પેકેટ ડેટા ફેઈલ’, હું બબડયો..
“એક્સેસ પોઈંટ સેટ કર TATA.DOCOMO.INTERNET”, રોહને ઉંઘમાં જ કહ્યુ.
‘અરે રોહનીયા વારી જાવ. અડધી કલાકથી મથુ છુ. બે ચાર ગાળો તો કસ્ટમર કેર વાળા એ ખાધી સવાર સવારમાં’, મેં રોહનની ચાદર ખેંચતા કહ્યુ. હું ફેસબુકમાં લોગીન થયો. એઝ યુઝુઅલ હંમેશાની જેમ બે મેસેજ હતા જ. નીતુના રોજ સવારે અને રાતે ગુડ મોર્નીંગમાં ફોનની સાથે ફેસબુકમાં પણ મેસેજ હોય જ. મેં ઝડપથી ચેક કરીને સર્ચ બારમાં સર્ચ શ્રૃતિ ભટ્ટ લખ્યુ.
અડધી કલાકની મથામણ પછી આખરે શ્રૃતિ મળી. પીંક ફ્રોકમાં સરદાર સરોવરનુ બેકગ્રાઉંડ વાળો ફોટો હતો. મેં રીક્વેસ્ટ સેન્ડ કરી.
કોલેજનો ટાઈમ થયો એટલે હું અને રોહન જવા નીકળ્યા
‘તને ખબર છે CPDPમાં અમારે સ્મિતા મેડમ આવ્યા છે બવ સોલીડ ભણાવે છે.’, રોહને એની બાઈક ચલાવતા કહ્યુ.
‘હવે આજે ખબર પડે અમારે કોણ અલોકેટ થયુ છે એ આવે તો સારૂ..’, મે કહ્યુ.
‘પણ માલીયો છે હો યાર..... કદી ક્લાસ બંક કરવાનુ મન જ ના થાય..’, રોહને કહ્યુ.
‘એન્ડ એની’, હું બોલવા જતા બંધ થઈ ગ્યો.
‘શું એન્ડ એની?’ રોહને પુછ્યુ.
‘એની ભણાવવાની સ્ટાઈલ મસ્ત છે.’, મેં વાત બલદતા કહ્યુ. હું નહોતો ઈચ્છતો કે અત્યારે હજુ આના વિશે વધારે કહુ. ફરી એમેચ્યોર વાતો. અમે લોકો કોલેજ પહોચ્યા. રોહન એના ડિપાર્ટમેન્ટમાં ગયો અને હું મારા.
‘તૈયાર થઈ જા એચ.ઓ.ડીને ફેસ કરવા માટે. જો નોટીસ બોર્ડ પર તારૂ અને મારૂ નામ લખેલુ છે. એક વાગે એચ.ઓ.ડીએ ઓફીસમાં બોલાવ્યા છે.’ નીલે મને કહ્યુ અને અમે પર્સનાલીટી ડેવેલપમેન્ટના ક્લાસ તરફ ચાલ્યા.
***
‘So folks my self Smita Bhatt and I will take your CPDP, means “Contributor Personality Development Programme” and I think you will enjoy it.’, સ્મિતા મેડમે લેક્ચર શરૂ કર્યો.
‘Now introduce yourself one by one, name, native and hobbies’, ફરી એજ મીઠો અવાજ.
બધાએ પોતાનુ ઈન્ટ્રોડક્શન આપવાનુ ચાલુ કર્યુ. અમારી લાઈનના સ્ટુડન્ટ્સ હજુ પાંચેક લાઈન દુર હતા. હું વિચારતો હતો કે ઈન્ટ્રોડક્શનમાં શું બોલુ જેથી મેમ ઈમ્પ્રેસ થાય અને હું એમની સાથે કોન્ટેક્ટ વધારૂ જેથી એમના ઘરે જીને શ્રૃતિને મળી શકાય. ફાયનલી મારો ટર્ન આવ્યો.
હું ઉભો થયો અને મેં મારૂ ઈન્ટ્રોડક્શન ચાલુ કર્યુ.
‘માય સેલ્ફ’ આટલુ બોલતાજ મેડમ બોલ્યા.
‘હર્ષ શાહ સ્ટુડન્ટ ફ્રોમ સેવેન્થ સેમેસ્ટર, એન્ડ ધેન..?’. આ સાંભળીને થોડાક સ્ટુડન્ટ્સ હસ્યા.
‘આઈ એમ ફ્રોમ સુરત. સીટી ઓફ સીલ્ક એન્ડ ડાયમન્ડસ. આઈ લાઈક ટુ વોચ લવ સ્ટારી, ક્રાઈમ મુવીઝ એન્ડ રીડીંગ બુક્સ. અમ્મ્મ્મ એન્ડ આઈ એમ વેરી ફીટ ફીઝીકલી!!’, મેં મારૂ ઈન્ટ્રોડક્શન આપ્યુ.
‘વોટ્સ યોર પોઝીટીવ એન્ડ નેગેટીવ પોઈન્ટસ?’, આ સવાલ આખા ક્લાસમાં મને જ પુછાણો હતો. પુછાણો ત્યારે સ્મિતા મેમના ચહેરા પર સ્માઈલ હતી.
‘આઈ કેન ઈમ્પ્રેસ પીપલ એટ ફર્સ્ટ સાઈટ એન્ડ આઈ ડોન્ટ હેવ નેગેટીવ પોઈંટ.’, નર્વસનેસમાં હું શું બોલ્યો હતો એ મને જ ખબર નહોતી.
‘ગુડ વન.’, મેડમે સ્માઈલ સાથે કહ્યુ.
એક પછી એક બધા ના ઈન્ટ્રો પત્યા અને મેડમે ભણાવવાનુ ચાલુ કર્યુ.
‘લેટ મી ગીવ બ્રીફ આઈડીયા અબાઉટ માય ટીચીંગ સ્ટાઈલ ફર્સ્ટ I don't Follow the rules of Teaching Because I don't want to create students, I want to make you friends because you always remember Gossips. Why can’t you remember Integration and differentiation formulas ? because,You believe that there is no fun and you are not interested. So we are here to gossip and to create sweet memories so that you can use it in Exams. One more thing upto our class and lecture we are rule breakers or rulers of our Life and outside of class we are Teacher-Student.... it is quite reverse.... ok guys...?’, મેડમે કહ્યુ.
‘યસ મેમ’, ક્લાસમાંથી એક મોટો અવાજ આવ્યો.
‘યુઝુઅલી આઈ ગીવ લેકચર્સ ઈન ઈન્ગ્લીશ. પણ આજે હુ ગુજરાતીમાં બોલીશ કે પછી હિન્દીમાં એનીવન ઈઝ ધેર હુ ડઝન્ટ અન્ડર્સ્ટેન્ડ ગુજરાતી.?’, મેડમે એનો હાથ ઉંચો કરતા પુછયુ.
ક્લાસ મા કોઈએ હાથ ઉંચો ના કર્યો
‘તો આજે હું કંઈ જ ભણાવવાની નથી, આ સબજેક્ટમાં આપણે કંઈ ભણવાનુ પણ નથી. વી આર હીર ટુ શેર, સોરી ઈન્ગ્લીશ, આપણે અહિ જલસા અને ગપ્પોડીયા મારવા જ ભેગા થયા છીએ પણ આપણે એ શીખીશુ કે આ ટોળટપ્પા માંથી આપણે કેવી રીતે મોટીવેટ થઈ શકીએ. ?’, સ્મિતા મેમ એની હેન્ડ મુવમેન્ટ અને સ્માઈલીંગ ફેસ સાથે બોલ્યા.
મેડમોનો લેકચર પોણો કલાલ ચાલ્યો. એમના લેકચરમાં અમને જરા પણ કંટાળો નહોતો આવ્યો. કારણ કે એમણે એમના સબજેક્ટ પ્રમાણે સ્ટડી તો ચલાવ્યુ જ હતુ બટ અમે કોઈ સબજેક્ટ ભણી રહ્યા હોય એવુ લાગ્યુ જ નહોતુ. બધા જ યુવાનોના ફેવરીટ સબજેક્ટ મુવી પર ગૃપ ડીસ્કશન ચાલ્યુ હતુ જેનાથી અમને કેમ્પસ ઈન્ટરવ્યુ વખતે તકલીફ ના પડે. ક્લાસની બે ત્રણ છોકરીઓ સિવાય. બધાજને આમા ઈન્ટરેસ્ટ હતો. દિપિકા, સહેલી અને તનુષ્કા ક્લાસની રેન્કર હતી અને એ લોકોને મુવીની ફેવર કે મુવીના અપોઝમાં શું બોલવુ એ ખબર નહોતી. એમની આ અકળામણ એ માટે હતી કારણ કે એ લોકો સબજેક્ટ ને વાચવામાંથી સમય મળે તો કોઈ મુવી જોવે ને.
‘ફીલ્મોની યુવાનો પર અસર’, જેના પર ડીસ્કસ કરવા માટે બે ગૃપ પાડી દેવામા આવ્યા હતા, એક ગૃપમાં જે લોકો મુવીની પોઝીટીવ ઈફ્ફેક્ટ તરફ હોય તે લોકો અને બીજી તરફ મુવીની નેગટીવ અસર વાળા સ્ટુડન્ટ્સ. જેમા આ ત્રીપુટી મુવીની નેગેટીવ ઈફ્ફેક્ટ તરફ એકલા જ હતા. એમનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો. જેથી એમને ખાસ કંઈ મજા નહોતી આવી.
લેકચર પત્યો એટલે હું ક્લાસની બહાર નીકળ્યો અને મેડમની સાથે વાત કરવા માટે એમની પાછળ ગયો.
‘મેમ મેમ..’, મેં સ્મિતા મેડમને સાદ પાડયો.
મેડમે એમના માથા પરની લટને કાનની પાછળ ગોઠવતા પાછળ જોયુ અને થોભી ગયા. હવે મારો પ્લાન મેડમના ઘર સુધી પહોચવાનો હતો. જેથી હુ શ્રૃતિને મળી શકુ. એટલે હું આગળ વધ્યો.
‘હા, હર્ષ જ ને?’,મેડમે પુછ્યુ.
‘યસ મેમ. મારે તમારી હેલ્પ જોઈએ છે.’, મે કહ્યુ.
‘યસ સ્યોર. મેં સાંભળ્યુ છે કે તમારી પાસે નોવેલ્સનુ ખુબ મોટુ કલેક્શન છે? તો મને શું થોડીક નોવેલ એમાથી વાંચવા મળી શકે?’,
‘સ્યોર. કઈ નોવેલ જોઈએ છે?’, મેડમે પુછ્યુ.
નોવેલ આ શબ્દ જ્યારે મને સંભળાય ત્યારે માત્ર એક જ નોવેલ યાદ આવતી થ્રી મીસ્ટેક્સ ઓફ માય લાઈફસ કારણ કે આ નોવેલ સિવાય મેં કોઈ જ નોવેલ નહોતી વાંચી અને એ પણ રોહનના વાંચવાના શોખ ને કારણે એ લઈ આવેલો, એણે મને પરાણે વાંચવા કહ્યુ હતુ. હું એકવાર લઈને બેઠો અને પછી મેં બે દિવસ કોલેજ બંક મારીને એ પુરી કરી નાખેલી. મને કોઈ નોવેલના નામ પણ પર્ફેક્ટ યાદ નહોતા. થ્રી ઈડીયટ્સ એક નોવેલ પરથી બન્યુ એ ખબર હતી પણ એનુ નામ એક્ઝેક્ટલી મને યાદ નહોતુ આવી રહ્યુ.
‘કોઈ ફેમસ નોવેલ જે વાંચવાની તમને મજા આવી હોય.’, મેં નોવેલના નામ આપવાનુ ટાળતા કહ્યુ.
‘ઓકે. એક કામ કર.. તુ પાંચ વાગે સ્ટાફ રૂમમાં આવજે. હું મારા ડરોઅરમાં જોઈ લવ કોઈ નોવેલ પડી હોય તો’, મેડમે કહ્યુ અને એમણે એમના પર્સમાથી એમનો મોબાઈલ કાઢ્યો.
‘જો હું સ્ટાફરૂમમાં ના હોવ તો મને કોલ કરજે. મારો નંબર નોટ કરીલે અને મને મીસકોલ કરી દે.’, મેડમે એમના મોબાઈલને ઉચો કરી ઈશારો કરતા કહ્યુ.
મેં મારા જીન્સમાંથી મોબાઈલ કાઢવા હાથ નાખ્યો હડબડાટમાં મોબાઈલ નીકળતો નહોતો કારણ કે એક તો મારૂ જીન્સ ખુબ જ ફીટીંગ વાળુ હતુ, અને બીજુ હું મેડમસાથે વાત કરતી વખતે નર્વસ પણ હતો. મેં મારો મોબાઈલ કાઢ્યો. સ્મિતા મેડમે મને નંબર લખાવ્યો એ મે ડાયલ કર્યો અને એમને મીસકોલ કર્યો.
‘ઓકે તો પાંચ વાગે સ્ટાફરૂમમાં.’, મેડમે કહ્યુ અને એ એની આછી ગુલાબી પ્લેઈન સાડીનો છેડો હાથમાં લઈ ચાલતા થયા.
પ્લાન ફેઈલ્ડ.. કારણ કે હું એમના ઘરે પહોચી શકુ એવુ કંઈક કરવાનુ હતુ. નોવેલથી કંઈ કામ બને એમ લાગતુ નહોતુ. પણ મેડમ પાસે તો જવાનુ જ હતુ. એમ પણ એમની ખુબસુરતી જોઈને જ ધક્કો વસુલ થઈ જાય. હું પાંચ વાગવાની રાહ જોવા લાગ્યો. બટ એ પહેલા ૧.૩૦ વાગે એચ.ઓ.ડી સાથે મીટીંગ હતી. ખબર નહિ ત્યાં શું થવાનુ હતુ.
***
ચેપ્ટર - ૫ - હેડ ઓફ ડીપાર્ટમેન્ટ સાથે મુલાકાત
આગળ આપણે જોયુ,
હર્ષને એક સરપ્રાઈઝ મળે છે. બે વર્ષ પછી એની મુલાકાત શ્રૃતિ સાથે થાય છે. શ્રૃતિ અને નીતુની મુલાકાત થાય છે. શ્રૃતિ વિશે એ વધુ જાણકારી મેળવે છે. બીજી તરફ હર્ષને ચિંતા હોય છે કે કોલેજમાં શું થયુ હતુ? નીતુના મેસેજે એને ચિંતામાં નાખી દીધો હતો. નોટીસ બોર્ડ પર હર્ષ અને નીલનુ નામ હોય છે જેમાં એ લોકોને એચ.ઓ.ડીને મળવા જવાનુ હોય છે. હવે આગળ..
હવે આગળ...
***
‘મેમ થોડાક વધારે જ પસંદ આવી ગયા લાગે છે..?’, નીલે પાછળથી એનો ખભો મારા ખભા સાથે ટકરાવતા કહ્યુ.
‘ઓહ્હ્હ હર્ષ આ બધુ શું છે લેકચરનો ટાઈમ ઓછો પડયો કે તુ ક્લાસની બહાર પણ એક્સ્ટ્રા ક્લાસ લેવા લાગ્યો?’, નીતુએ પણ આવીને ટોન માર્યો.
‘ઓય, ન તો મારે એક્સ્ટ્રા ક્લાસ ભરવા છે ન તો મેડમ મને વધારે પસંદ આવી ગયા છે.’, મેં ઈરીટેટ થઈને આંગળી બતાવતા નીતુ અને નીલને કહ્યુ (ઓબવીઅસલી બીજા વાક્યમાં હું ખોટુ જ બોલ્યો હતો).
‘અને તારે લેકચર નથી ? જ્યારે હોય ત્યારે સીનીયર સાથે જ ફર્યા કરતી હોય..’, મેં નીતુને ચીડવતા કહ્યુ.
‘ઓકે તો હું જાવ છુ એકલાજ વિચારો કે એક વાગે જ્યારે એચ.ઓ.ડીને મળવા જશો ત્યારે શુ બોલવાનુ છે..’, નીતુએ એનું નાક મચકોડતા જવાબ આપ્યો.
‘મેં નોટીસબોર્ડ પર તમારા બન્નેના નામ વાંચ્યા છે.’, નીતુએ મેં સવાલ પુછ્યો એના પહેલા જ કહ્યુ એને કેમ ખબર પડી.
‘બસ બસ, આમ મોં બગાડમાં હું જસ્ટ મજાક કરૂ છુ.’, મેં હસતા હસતા કહ્યુ.
‘તો આપણે ક્યાં જવુ જોઈએ? કેન્ટીન કે લાઈબ્રેરીમાં..?’, નીલે પુછ્યુ.
‘લેટ્સ ગો ટુ કેન્ટીન..!’, મેં કહ્યુ.
અમે કેન્ટીન તરફ ચાલતા થયા. મારો મોબાઈલ વાઈબ્રેટ થયો. રોહનનો કોલ હતો. મેં રીસીવ કર્યો અમે ક્યાં છીએ એ એણે પુછ્યુ. મેં એને કેન્ટીનમાં આવવા કહ્યુ. મને એચ.ઓ.ડીની પાસે જવાનુ કોઈ ટેન્શન નહોતુ પણ, બીકોઝ મનમાં શ્રૃતિના ઘર સુધી કેવી રીતે પહોચવુ એ જ વિચારો આવતા હતા.
‘એ રોહના ચાર ચ્હા લેતો આવજે ને’, રોહનને કેન્ટીનમાં આવતો જોઈ મેં ટેબલ પરથી જ બુમ લગાવી.
‘તો તમને શું લાગે છે. સર પનીશમેન્ટ કરશે..?’, નીલે પુછ્યુ.
‘સવાલ જ નથી આપણા બન્નેના નામ એકસાથે હોય એનો અર્થ એ જ છે’, મેં કહ્યુ.
‘પણ એ દિવસે તો હું પણ તમારી સાથે હતી જો કોઈએ જોયા હોય તો આપણે ત્રણેયને જોયા હોવા જોઈએ..”, નીતુએ કહ્યુ.
‘એ મને નથી ખબર પણ આપણે જવાબ શું આપવાનો છે એ વિચારીએ.. તો વધારે સારૂ રહેશે..’, મેં કહ્યુ.
‘આજે બધા ફરી ભેગા થયા છો..? કંઈ ખાસ ઓકેશન..?’, રોહને પુછ્યુ.
‘હા તારા મેરેજ કરવાના છે અત્યારે’, નીતુએ એની હસી ઉડાવતા કહ્યુ અને એણે એનો જમણો હાથ એના મોં પર એની હંસી છુપાવવા રાખ્યો.
‘અરે યાર.. નોટીસ બોર્ડ પર અમારા નામ છે અને એચ.ઓ.ડીને મળવા જવાનુ છે.’, નીલે કહ્યુ.
‘મેં તો તમને પહેલા જ કહ્યુ હતુ કે તમે લોકો જાણી જોઈને પગ પર કુહાડી મારો છો પાછળથી પ્રોબ્લેમ આવશે..’, રોહને પ્રોબ્લેમ સોલ્વ કરવાને બદલે એનુ ભાષણ ચાલુ કર્યુ.
‘જો રોહન અત્યારે તુ કંઈ હેલ્પ કરી શકતો હો તો કે આમ પહેલાની વાત કરી કરીને અમને લેકચર આપમા, અમે જે કર્યુ એનો અમને કોઈ પછતાવો નથી..’, નીલે કહ્યુ.
‘ઓકે.. નાસ્તો કરો કંઈક વિચારીએ..’, રોહને કહ્યુ.
‘અરે હર્ષ તારી ફ્રેન્ડ શ્રૃતિ શું કરે છે?’, નીતુએ પુછ્યુ. રોહન અને નીલે મારી સામે જોયુ.
‘ઓય આ શ્રૃતિ કોણ છે..?’, રોહન અને નીલે લગભગ એક્સાથે પુછ્યુ.
‘સ્મિતા મેમની છોકરી.’, મેં કહ્યુ.
ત્રણેય ચ્હાનો કપ પકડીને મારી સામે જ જોતા રહ્યા. એ લોકોને હવે ખબર પડી કે સ્મિતા મેમ સાથે હું શામાટે વાત કરતો હતો.
‘એ ખુબ લાંબી કહાની છે હું પછી ક્યારેક કહીશ અત્યારે પહેલા આપણે એચ.ઓ.ડી પાસે જીને શું કરવાનુ છે..? એ વિશે વાત કરીએ. હું નથી ચાહતો કે આપણા બન્નેના એચ.ઓ.ડીના સવાલોના જવાબ અલગ અલગ હોય.’, મેં કહ્યુ
‘ધર્મેશ. હા ધર્મેશ..’, નીતુ એકાએક બોલી
‘ધર્મેશ ? કોણ ધર્મેશ?’, નીલે પુછ્યુ.
‘ધર્મેશ મારા ક્લાસનો એક છોકરો છે. હોસ્ટેલમાં રહે છે. તમે એમ કહી શકો કે અમે ધર્મેશને મેથ્સ શીખવાડવા માટે કોલેજમાં આવ્યા હતા.’, નીતુએ એનો આઈડીયા સંભળાવ્યો પણ કંઈ જામ્યો નહિ.
‘એટલે ધર્મેશ, હોસ્ટેલનો છોકરો, સવારે સાત વાગે વહેલા ઉઠીને મેથ્સ શીખવા માટે આવ્યો હશે એવુ સર માની લેશે.. પાગલ’, નીલે કહ્યુ.
‘સર ને પણ ખબર જ હશે કે હોસ્ટેલના છોકરાઓ એક્ઝામના દિવસોને બાદ કરતા દસ વાગ્યા સિવાય સવારે પોતાની ઉંઘ ઉડાડતા નથી..”,મે કહ્યુ.
‘તો શું જવાબ આપી શકાયયાર.. મારૂ મગજ તો હવે ચાલતુ નથી..’, મેં ટેબલ પર હાથ પછાડતા કહ્યુ.
‘એક કામ કરીએ. પણ આમાં રીસ્ક છે તારે તારા બધા ફ્રેન્ડસને ખોટુ બોલાવવુ પડશે.. અને મારે પણ મારા બધા ફ્રેન્ડસ ને..’, નીતુએ એના હાથને જોડી રાખ્યા અને થોડુ સીરીયસ થઈને કહ્યુ.
‘હા બોલને શું કરવુ પડશે?’, નીલે કહ્યુ.
અમારા ગૃપમાં એવુ બની ગયુ હતુ કે મોસ્ટઓફ કોઈ પ્રોબ્લેમ હોય ત્યારે નીતુ જ એનુ સોલ્યુશન આપતી. એવુ નહોતુ કે અમને સોલ્યુશન કાઢતા આવડતુ નહોતુ. પણ એનુ સોલ્યુશન થોડુ ઈઝી અને પરફેક્ટ હોય. રોહન તો લગભગ શાંતીથી બેઠો જ હતો. એ આવ્યા પછી ખાસ કંઈ બોલ્યો નહોતો. ખબર નહિ એને હમણા હમણા શું થયુ હતુ. એ જરૂર વિના બોલતો નહોતો.
‘તમારે તમારા ફ્રેન્ડસને મનાવવાના છે. એમ કહેવાનુ છે કે એસ્ટાબ્લીશમેન્ટ ડે ના દિવસે બધા એ કેક કાપવાનો પ્લાન કર્યો હતો પણ કોઈક રીઝનના લીધે એ પ્લાન કેન્સલ રાખ્યો અને એ ઈનફોર્મ કરતા નીલ અને હર્ષને ભુલાઈ ગયુ. એટલે જ એ લોકો સવારે વહેલા આવ્યા હતા. હું પણ મારા ક્લાસની અમુક ગર્લ્સ્ાને આ સમજાવી દઈશ. એટલે જો કદાચ સર તમને પુછે કે તમે કેમ આવ્યા હતા..? તો આ સ્ટોરી સંભળાવી શકો. પણ આના માટે કદાચ જે સત્ય છે એને તમારા ફ્રેન્ડસ ને કહેવુ પડશે. આ બાબતમાં કોઈ ફ્રેન્ડસ ના પણ નહિ પાડે’, નીતુએ એનો પ્લાન સંભળાવ્યો. નીતુનો “સત્ય” શબ્દ સાંભળીને બધા હસી પડયા.
‘રીસ્ક તો આમા પણ છે. એમ કરીએ તુ અત્યારેજ તારી ફ્રેન્ડસને અહિ બોલાવીલે અને હું પણ મારા ત્રણ ચાર ફ્રેન્ડસને બોલાવી લવ છુ..’, નીલે કહ્યુ.
નીલે અને નીતુએ એના ફ્રેન્ડસને કોલ કરીને કેન્ટીનમાં તરત જ આવવા કહ્યુ. મેં પણ મને જે જુનીયર્સ ઓળખતા હતા એને કોલ કર્યા પણ એમાંથી બે લોકો આવી રહ્યા હતા બીજા લોકો પોતપોતાના ઘરે જ હતા.
બધા લોકોને કેન્ટીનની બહારના ગ્રાઉન્ડ પાસે ઉભા રાખ્યા. મેં નીતુને એની વાત શરૂ કરવા હાથનો ઈશારો કર્યો.
‘હેય ફ્રેન્ડસ તમારી થોડી હેલ્પ જોઈએ છે.. અને એના માટે કદાચ તમારે ખોટુ પણ બોલવુ પડે, તો તમારે શું કરવાનુ છે એ પહેલા હું આ બધુ શામાટે કરવાનુ છે એ કહી દવ.’, નીતુએ એસ્ટાબ્લીશમેન્ટ ડેના દિવસે જે બન્યુ હતુ એ બધુ કહ્યુ.
‘તો ફ્રેન્ડસ, આજે એ દિવસ છે જે દિવસે તમારે તમારા ફ્રેન્ડસને હેલ્પ કરવાની છે. ફેસબુક પર ફ્રેન્ડસ વિશેની સારી સારી વાતના ક્વોટ્સ તો બવ શેર કર્યા.. ફોર્માલીટીવાળા મેસેજ પણ બવ શેર કર્યા, પણ આ દિવસ પછી તમારી પાસે એક સાચી ફ્રેન્ડશીપની સ્ટોરી હશે.. જે તમે ભવીષ્યમાં કોઈને ગર્વથી સંભળાવી શકશો કે અમે અમારા ફ્રેન્ડસ માટે આવુ બધુ કર્યુ હતુ. સો બી રેડી ફોર ટ્રુ હેલ્પ.’, નીતુએ એના ભારે અવાજમાં એવી તે મોટીવેશનલ સ્પીચ આપી કે બધા ફ્રેન્ડસના ચેહરા પર સ્માઈલ આવી ગઈ.
“અરે યાર સ્યોર થોડુ ખોટુ બોલવુ પડે એમા શું આવા કામમાં કામ નહિ આવીએ તો ક્યારે આવીશું..”, લગભગ બધા ફ્રેન્ડસ નો આવો સુર હતો.
તો પોણો એક વાગવા આવ્યો હતો બધુ જ ફાઈનલ હતુ. શું કહેવાનુ અને જો જરૂર પડે તો એ દિવસે કોણ કોણ આવવાનુ હતુ એ લોકોના નામ આપવાનુ.
‘ઓકે નીલ આપડે લોકોને હવે જવુ જોઈએ..’, મેં નીલને કહ્યુ.
‘હા ચાલ, રોહન તારે આવવુ છે..? કે લેકચર નથી ભરવો.’,મેં પુછ્યુ.
‘હા આવુ છુ, મારે પણ JAVA નો લેકચર છે’, રોહન પણ ચાલતો થયો.
***
ધોળા થઈ ગયેલા વાળ, આંખ પર જુનવાણી કાળી ફ્રેમ વાળા ચશ્મા, વ્હાઈટ એન્ડ બ્લુ લાઈનીંગ વાળો શર્ટ અને ભુરી આંખો જે સામાન્ય કરતા થોડી વધારે જ બહાર આવી ગઈ હતી, HODની આંખો અમારી સામે એકધારી તાકી રહી હતી. પ્યુન અંદર આવ્યો.
એણે એક દળદાર રજીસ્ટર જેવો ચોપડો સરના ટેબલ પર મુક્યો, રજીસ્ટરમાં પેનથી પોઈંટ કરતા કહ્યુ. ‘અહિ સર..!’. વસાવા સરે એના ઝાડા સફેદ રૂવાંટી ભર્યા હાથ રજીસ્ટર પર મુક્યા અને એ રજીસ્ટરમાં કંઈક વાંચવાનુ ચાલુ કર્યુ. દસ મિનિટ સુધી એમણે પોતાની આંખોને રજીસ્ટરમાં ડુબાડી રાખી, એમણે એમના ડેસ્કટોપ પાસે પડેલ પેનબોક્સમાંથી બ્લેક કલરની સેલો ગ્રીપર ઉઠાવી અને રજીસ્ટરમાં સાઈન કરી આપી. મે અને નીલે એક્બીજા સામુ જોઈને નેણ ઉચા કર્યા.
થોડી વાર સુધી એ એના ડેસ્કટોપ કમ્પ્યુટરમાં મોઢાને ઘુસાડીને એમની ધીમી અને શીથીલ પડી ગયેલી આંગળી દ્વારા વિક્ટરના કીબોર્ડમાં ટાઈપ કરવા લાગ્યા, ટાઈપીંગનો કટાકટી ભર્યો અવાજ અમે ખુબ સહેલાઈથી સાંભળી રહ્યા હતા. અત્યારે એ અવાજ મને અને નીલને ખુબ જ ઈરીટેટ કરી રહ્યો હતો. અમારા બન્નેમાંથી કોઈની પુછવાની હિમ્મત નહોતી કે અમને અહિ શામાટે બોલાવવામાં આવ્યા છે..?
‘એક્સક્યુઝમી સર!!’, હું અચકાતો અચકાતો બોલ્યો.
ટાઈપીંગનો અવાજ બંધ થઈ ગયો.. રોલીંગ ચેઈર અચાનક અમારી તરફ ફરી એનો ‘કીચુડ કીચુડ’ અવાજ આવ્યો. કારણ કે સરનુ શરીર પણ બવ વધારે હતુ.
‘અમારે ડીસ્ટ્રીબ્યુટેડ ડાટાબેઝ નો લેકચર છે જો તમે બીઝી હોવ તો અમે પછી આવીએ’, મેં કહ્યુ.
એમણે એમનો ચેહરો નીચે જુકાવ્યો અને ચશ્માની ઉપરથી અમને સીરીયસ નજરથી જોયા.
‘એમણે એમની ચેઈર ફરી ડેસ્કટોપ તરફ ઘુમાવી અને મોનીટર પાસે પડેલ લેન્ડલાઈન ફોન પર ત્રણ ડિજીટનો નંબર ડાયલ કર્યો.
‘મેડમ પેલા બે છોકરાવને બોલાવ્યા છે તમે અને શાહ સર આવી જાવ..’, મી. વસાવાએ એના ભારે અને ખરડાયેલા અવાજમાં ફોન પર વાત કરી અને ફોન મુકી દીધો. ‘મેડમ’ શબ્દ યુઝ કર્યો એટલે મારા ધબકારા અચાનક વધી ગયા. મારા હાથની આંગળીઓ સહેજ ધ્રૂજવા લાગી. ફરી એ પોતાના ડેસ્કટોપ કમ્પ્યુટરમાં કઈક ટાઈપ કરવા લાગ્યા.
પાંચ મિનિટ પછી પાછળથી કોઈ મીઠો અવાજ કોઈ ભારે અવાજ સાથે વાતો કરતો હોય એવુ સંભળાયુ. પણ એ મીઠો અવાજ ડર પણ ઉત્પન્ન કરી રહ્યો હતો.
સ્મિતા મેમ સાથે કમ્પ્યુટર ડીપાર્ટમેન્ટના હેડ એન. જે. શાહ પણ આવ્યા.
‘તમે લોકો બહાર બેસો હું બોલાવુ છુ’, સરે અમને સખતાઈથી કહ્યુ.
અમે ઓફીસના ફાઈબર અને કાચથી બનેલા પાર્ટીશન પાસે રાખેલા સોફા પર બેઠા. જ્યાંથી અંદરની બધી જ વાતો ક્લીઅર સંભળાતી હતી.
‘આ જ એ બે છોકરાઓ છે જેને દિનેશભાઈએ સવારમાં આઈ.ટી બ્લોક પાસે જોયા હતા.. એટલે મને એમ લાગે છે કે એ દિવસે જે.....”, એચ.ઓ.ડીએ મેમ અને સરને કહ્યુ.
અમે લોકો ઓફીસની બહાર નજર નાખીને બેઠા હતા કારણ કે પાછળ ફરીને જોવાની હિમ્મત નહોતી. મેં અને નીલે તૈયારી કરી જ રાખી હતી કે શું કહેવુ.
‘પણ સર. આ બન્ને છોકરાઓ ને હું ઓળખુ છુ. એસ્ટાબ્લીશમેન્ટ ડેના દિવસે એ લોકો મારી સાથે જ ગેટમાં અંદર આવ્યા હતા. એ દિવસે મેં એ લોકોને વહેલા બોલાવેલા કારણ કે મારે બે કામ હતા. એ લોકોએ મારી પાસે નોવેલ્સ મંગાવેલી અને બીજુ અમારા ડીપાર્ટમેન્ટ માટે અમે કેકનો ઓર્ડર આપ્યો હતો જે લેવા એ લોકોને મોકલવાના હતા.’, સ્મિતા મેડમે આટલુ કહ્યુ, મારૂ મગજ આ સાંભળીને ઉંડા આશ્ચર્યમાં ડુબી ગયુ. આટલુ સાંભળતા તો મારા Ì્દયના ધબકારા એબનોર્મલ અને ફાસ્ટ થઈ ગયા.
મેં અને નીલે એમનીજાની સામે આશ્ચર્ય અને ખુશીથી જોયુ. બન્નેના મનમાં સવાલોના ઢગલા થવા લાગ્યા હતા. જેના જવાબ મેમ સિવાય કોઈ પણ આપી ના શકે. પણ એક વાત નક્કિ હતી સ્મિતા મેમ અમને બચાવવા માંગતા હતા. કેમ ? એ એક સવાલ હતો.
‘તમે સ્યોર છો?’, શાહ સરે કહ્યુ.
‘હાસ્તો તમે ચાહો તો અમારા ડીપાર્ટમેન્ટના પ્યુનને પણ પુછી શકો કે એ દિવસે કેક આપવા માટે આ બન્ને છોકરા આવ્યા હતા કે નહિ..?’, સ્મિતા મેડમે કહ્યુ.
‘હા દિનેશભાઈ એમ પણ કહેતા હતા કે એમણે બીજા બે છોકરવને પણ જોયા હતા પણ એ લોકો ડીપાર્ટમેન્ટની બહાર હતા. પણ આ બન્ને છોકરાવની ભુતકાળની કેટલીક હરકતો પરથી મને એમ લાગ્યુ કે આ બન્ને હોવા જોઈએ’, મી. વસાવા આટલુ બોલ્યા પછી મેં અને નીલે એકબીજા સામે કોઈ જ એક્સપ્રેશન વિના એક ક્ષણ માટે જોયુ. પણ હસ્યા નહિ, કારણ કે કાચ ટ્રાન્સપરન્ટ હતો.
ડીંગ ડોંગ બેલ વાગ્યો મેં અને નીલે પાછળ જોયુ, સરે હાથ હલાવીને અંદર આવવાનો ઈશારો કર્યો. અમે અંદર ગયા.
‘યસ સર’, મેં અને નીલે કહ્યુ.
‘તમે તમારા લેકચરમાં જાવ. એન્ડ નો ક્વેશ્ચન્સ’, સરે એના ગંભીર ચહેરે કહ્યુ.
સ્મિતા મેડમે મારી સામે વિના કોઈ એક્સપ્રેશન્સ જોયુ. અમે મનમાં જ ખુશીયો મનાવતા લેકચરમાં ગયા.
***
ડીડીએના લેકચરમાં સવાલો સિવાય મગજમાં બીજુ કંઈ નહોતુ ઘુમી રહ્યુ. જે રીતે સ્મિતા મેડમે અમને બચાવ્યા હતા એના પરથી ઘણા વિચારો મારા મનમાં આવી રહ્યા હતા, આખા લેકચર દરમ્યાન મારૂ ધ્યાન એક વાર પણ બોર્ડ તરફ કે સરના ફાલતુ જોક્સ તરફ નહોતુ ગયુ, કે ન તો અમારા ક્લાસની સૌથી બ્યુટીફુલ છોકરી દ્રષ્ટિ તરફ મારી દ્રષ્ટિ ગઈ હતી. મારા મગજમાં શ્રૃતિને રાતે પહેલી વાર જોઈ હતી અને જેટલા વિચાર એકસાથે એના આવતા હતા એ કરતા પણ વધારે આજે આવી રહ્યા હતા.
‘શું મેડમને ખબર હતી કે અમે જ આ બધુ કર્યુ હશે?’
‘હા એ દિવસે હું એમને જલદીમાં મળ્યો હતો અને એમણે ફર્સ્ટ એઈડ માટે પણ પુછ્યુ હતુ. પણ તે એ દિવસે આટલા વહેલા કોલેજમાં શુ કરી રહ્યા હતા.?, બધા પ્રોફેસરો અને પટાવાળાના સ્ટાફ સિવાય કોઈ વહેલા આવવાનુ નહોતુ.’
‘આખરે અમને બચાવવાથી એમને શુ ફાયદો થવાનો..?’, મારા મનના વિચારો હું રોકી શકતો નહોતો અને કદાચ મેં વિચારોને રોકવાની કોશીષ પણ ના કરી.
‘કદાચ મેમ તારા પર ફિદા થઈ ગયા છે.’, નીલે મારા ડાબા સાથળ પર એની પેન મારતા ધીમેથી કહ્યુ. નીલે પણ મને કહ્યુ કે મને તો એક જ સવાલ વારંવાર ઉઠી રહ્યો છે કે,
‘મેડમને આખરે આપણા વિષે ખોટુ બોલીને આપણને બચાવવાથી શું મળવાનુ છે..? અને શા માટે બચાવ્યા?’
પણ મને ખબર હતી મારી પાસે આ જવાબ મેળવવાનો એક ખુબ જ સોનેરી મોકો છે જ્યારે હું એમની પાસે પાંચ વાગે બુક્સ લેવા માટે જાવ.
ડીડીએના કે.બી દલવાની સર આજે એમનુ ડેટાબેઝનુ સમજાય નહિ એવુ જ્જ્ઞાન ઓકી રહ્યા હતા. બટ મને તો કોઈ માણસ જસ્ટ એના હોઠો ને હલાવી રહ્યો હોય એવુ જ લાગ્યુ. એક કલાક પછી લેક્ચર પુરો થયો. અમે બહાર નીકળ્યા. બે વાગી ચુક્યા હતા અને હજુ પાંચ વાગવાને ખુબ વાર હતી. હવે ચાર વાગે લેકચર હતો. એટલે જેમ અમે નક્કિ કર્યુ હતુ એમ એચ.ઓ.ડીની મીટીંગ પછી અમારે ફરી કેન્ટીનમાં જ મળવાનુ હતુ. અમે લોકો કેન્ટીનમાં ગયા. ત્યાં ઓલરેડી, નીતુ અને રોહન આવી ચુક્યા હતા. રોહન કોઈ વાત પર હસતા હસતા નીતુનો ડાબો હાથ મરડી રહ્યો હતો અને ચીસ પાડીને બોલી રહ્યો હતો. ‘બોલ કહીશ હવે..,? ખીજવીશ હવે?’.
અમને કેન્ટીનમાં આવતા જોઈને રોહને નીતુનો હાથ ધીમેથી છોડયો અને કહ્યુ, ‘આજે બચી ગઈ તુ..!!!’
કેન્ટીનમાં આવતા પહેલા મેં અને નીલે નક્કિ કર્યુ હતુ કે એ લોકોને પહેલા એમ નથી કહેવુ કે અમને લોકોને કોઈ જ પનીશમેન્ટ નથી થઈ. ઘણા બધા ખોટા અને ગંભીર ગપ્પા મારવાના હતા. એટલે અમે અમારા મોઢા પર કોઈ ખુશીની રેખાઓ દેખાવા ના દીધી અને મોઢુ લટકાવેલુ જ રાખ્યુ. અમે ચેઈર પર બેઠા. હું મારૂ માથુ ચેઈર પર ઢાળીને સુઈ ગયો હોવ એમ નાટક શરૂ કર્યુ.
‘મારે એ પુછવાની જરૂર નથી કે શું થયુ. તમારા મોઢા ઉપરથી તો ખબર પડી જાય એમ જ છે કે કંઈ સારૂ નથી થયુ..?’, નીતુ બોલી. મેં મારૂ માથુ ટેબલ પરથી ઉંચુ કર્યુ.
‘એક ખરાબ ખબર છે.!!’, મેં કહ્યુ. નીતુએ એની આંખોના નેણ અને આંખો સંકોચીને મારા તરફ એનો ચેહરો લાવતા બોલી. ‘ખરાબ. એટલે.?’
‘એટલે કે આપણે ત્રણેય આ સેમેસ્ટર માટે ડીટેઈન થઈ ગયા છીએ..’, મેં કહ્યુ.
‘વોટ.??? નીતુનું નામ તો નોટીસ બોર્ડ પર નહોતુ.’, રોહન નીતુ બોલે એ પહેલા જ બોલ્યો.
‘હા, પણ એ લોકો એ સી.સી.ટી.વી કેમેરાનુ રેકોર્ડીંગ અમને પ્લે કરીને બતાવ્યુ એટલે અમારી પાસે આપણા બનાવેલા પ્લાન પર ચાલવાનો મોકો જ ના મળ્યો. અમને નહોતી ખબર કે આપડા ડીપાર્ટમેન્ટમાં કેમેરા પણ લગાવેલા છે. સોરી સીસ અમારા કારણે તને પણ ડીટેઈન કરવામાં આવી.’,નીલે કહ્યુ.
અચાનક નીતુના ચહેરા પર પણ થોડી ઉદાસી છવાઈ ગઈ. ‘આ બધો પ્લાન મારો જ હતો, મારા કારણે જ આપણે ત્રણેય લોકો ફસાયા છીએ. નો પ્રોબ્લેમ પણ મમ્મી પપ્પાને શુ જવાબ આપીશુ?’, નીતુની આંખો લગભગ ભીની થઈ ગઈ.
હું અને નીલ મનમાં ને મનમાં નીતુને ચીડવવાની મોજ લઈ રહ્યા હતા પણ હવે બીક પણ લાગતી હતી કે આને સાચુ શું થયુ હતુ એ કહીશુ તો એ લોકોની ખુબ જ રાડો અને ગાળો સાંભળવાની છે.
‘તમે લોકો એચ.ઓ.ડીને રીક્વેસ્ટ કરી શકો’, રોહને ગંભીર થઈને હંમેશાની જેમ શરણાગતી ભરી સલાહ આપી.
અમને એમ લાગ્યુ કે હવે નીતુને વધારે ખોટુ ના બોલવુ જોઈએ નહિતર નીતુની આંખોમાંથી પટ પટ આંસુડાઓ પડવા લાગશે. એટલે મેં નીલેને મારો પગ માર્યો અને નીલે મને ફરી એનો પગ મારા પગ પર મારતા ઈશારો કર્યો કે તુ જ એને આ સદમામાંથી બહાર કાઢ.
‘પણ નીતુ એક ખુશી ની વાત પણ છે’, મેં કહ્યુ.
‘કોઈ ડીટેઈન થઈ જાય એના પછી એને કદાચ ૯ એસ.પી.આઈ આવે તો પણ ખુશી ના થાય.’, એણે એના હળવા સ્વરમાં એના લાલ થઈ ગયેલા ચેહરા પર સુકાયેલા એક્સપ્રેશન લાવતા કહ્યુ.
‘પણ સાંભળ તો ખરી, નીલ જ્યારે ડીડીએની ક્લાસમાં સુઈ ગયો હતો ત્યારે એને એક સપનુ આવ્યુ હતુ..’, મેં કહ્યુ. હું અને નીલ બન્ને એક્દમ ખડખડાટ હસી પડયા.
નીતુ સમજી ગઈ. એના લાલ થઈ ગયેલા ચેહરા પર અચાનક જ ગાલ પાસે ખાડો પડયો અને એકાએક એણે મારા ટેબલ પર રાખેલો હાથ મરડવાની કોશીષ કરી અને કહ્યુ.
‘સાલા, રાક્ષસો બીજો કોઈ ધંધો જ નથી તમને તો સાચે જ ડીટેઈન કરવા જોઈએ, હું જાવ છુ એચ.ઓ.ડી પાસે તમે શુ કર્યુ એ કહેવા.’, નીતુએ અમને બોલવાનો મોકો જ ના આપ્યો. એણે મારો હાથ છોડયો અને નીલ તરફ વળી અને એના માથામાં એના હાથથી ફટકારવા લાગી.
‘ઘરે પહોચવાદે, તારા જીન્સનો શું હાલ કરૂ છું આજે જો તુ!!!’ રોહન પણ ગંભીરતા દુર કરીને મીઠું મીઠું હસવા લાગ્યો.
‘શાંત મેડમ શાંત. બસ ખમ્મા કરો..’, હું તળપદા ગુજરાતી શબ્દો બોલ્યો. નીતુ મારા તરફ વળીને એણે એનો હાથ ઉચો કરીને મને મારવાની ચેતાવણી આપતી હોય એમ બંધ જ રહેવા કહ્યુ. પછી એની ચેઈર પર બેસી ગઈ. એ ખુલીને હસવા લાગી. એના વાળને એના હાથથી બરાબર કરવા લાગી. અમારા બન્નેની તરફ જોઈને એણે વિશાળ સ્માઈલ કરી. એનો બધો ઉત્પાત શાંત થઈ ગયો.
‘તો આપણો પ્લાન કામિયાબ થઈ ગયો એમને..?’, નીતુએ પુછ્યુ.
‘આપણા પ્લાનની જરૂર જ નથી પડી.’, નીલે કહ્યુ.
‘શું? શું..? તો તમને કોઈ બીજા કારણથી બોલાવ્યા હતા.?’, રોહને કુતુહલતાથી પુછ્યુ.
‘બવ જ મેજીકલ કહી શકાય એવી વાત છે જેના કારણો અમારા માટે સવાલો બનીને અમારી સામે તરી રહ્યા છે.’, મેં કહ્યુ.
સ્મિતા મે’મે અમારા વિશે સરને જે કહ્યુ હતુ એ નીલે-નીતુ ને કહ્યુ. એનુ મો પણ ખુલ્લુ રહી ગયુ. રોહન પણ પોતાનુ મો ફાડીને મુતિtoા બની ગયો.
‘હા, ખબર નહિ સ્મિતા મેડમે આવુ શા માટે કર્યુ હશે.? કે પછી સ્મિતા મેમને બધા સ્ટુડન્ટની સાઈડ લેવાની આદત હશે’, રોહન બોલ્યો.
‘હા આજનો લેકચર પણ સ્ટુડન્ટ ફ્રેન્ડલી હતો. અને રૂલ બ્રેકીંગની જે વાત કરતા હતા એના પરથી તો એવુ જ લાગે છે કે મેડમે આપણને એમની આ ઈમેજ કાયમ રાખવા બચાવ્યા હોય.’, નીલે કહ્યુ. પણ મને હજુ આ બધુ ગળે નહોતુ ઉતરતુ.
હું પાંચ વાગ્યાની રાહ જોઈ રહ્યો હતો. મારે જાણવુ હતુ કે સ્મિતા મેડમે આવુ શાંમાટે કર્યુ હતુ. મારા મનમાં કેટલાય પ્રકારના વિચારો હતા. નોર્મલ બોય્ઝના વિચારો કેવા હોય એ તો લગભગ બધાને ખબર જ હશે. હું પણ પુરૂષ છુ. મને પણ એવા વિચારો આવ્યા જ હતા. પરંતુ હું કોઈ નિર્ણય પર તો નહોતો જ આવ્યો. લોકોને જજ કરવાની આદત મને નથી. પરંતુ પાંચ વગાડવા મારા માટે ઘણો લાંબો સમય હતો...! સ્મિતા મેમ સાથે વાત કરવી કોને ન ગમે....? સ્મિતા મેમ.
***
શામાટે સ્મિતા મેડમે હર્ષ અને નીલને બચાવ્યા હતા. શું એટલા માટે જ કે એ માત્ર એમના સ્ટુડન્ટ હતા કે પછી બીજા કોઈ અગંત કારણો હતા. શું સ્મિતા મેમને હર્ષ તરફ કોઈ સ્વાર્થ હતો? હર્ષ અને નીલને બચાવવાનુ કારણ શું હતુ. જાણવા માટે વાંચતા રહો – ધ લાસ્ટ યર ?
ચેપ્ટર - ૬ - 5.00 PM
આગળ આપણે જોયુ,
ત્રીજા સેમેસ્ટરની દારૂની પાર્ટી પછી ડેવીડનુ ખુન થઇ જાય છે. એ જ રાત્રે હર્ષને શ્રુતિ મળી હોય છે. બધાને વસીમ પર શક જાય છે. બે વર્ષ પછી ફરી કોલેજ શરૂ થાય છે. નવા વર્ષમાં હર્ષની મુલાકાત શ્રુતિ અને સ્મિતા મેમ સાથે થાય છે. એચ.ઓ.ડીની પનીશમેન્ટ મળે છે. પનીશમેન્ટનો બદલો લેવા માટે હર્શ, નીલ અને નીતુ કેટલીક કરતુત કરે છે. એ દિવસે સવારે જ સ્મિતા મેમ હર્ષને કોલેજમાં જોઇ જાય છે. એચ.ઓ.ડી હર્ષ અને નીલને મીટીંગ માટે બોલાવે છે. સ્મિતામેમ હર્ષનો બચાવ કરે છે.
હવે આગળ…
***
નીલ, નીતુ અને રોહન સાડા ચાર પહેલા જ કોલેજથી ઘરે જવા માટે નીકળી ગયા ગતા. હવે મેડમ પાસે બુક લેવા જવાનુ એક કારણ જ નહોતુ પણ સવાલો પણ એમને મળવાનુ કારણ બની ચુક્યા હતા. મને નહોતુ લાગતુ કે તે બધા સ્ટુડન્ટને આવી રીતે બચાવે. હું મારી જાતને એના માટે કારણભુત ગણતો હતો. હું મનમાં એક વિચાર ઠસાવીને બેસી ગયો હતો કે મેડમને મારા તરફ અટ્રેક્શન થઇ ગયુ છે…!!! હું જનરલ ડીપાર્ટમેન્ટમાં પાંચ વાગ્યા પહેલા જ પહોંચી ગયો હતો. પણ સ્ટાફરુમમાં મેથ્સના રશ્દિ સર સિવાય કોઇ નહોતુ. એ પણ એના ટેબલના ડ્રોઅરમાં ટેબલ પરની બધી વસ્તુઓને મુકીને જવાની તૈયારીમાં હતા.
‘સર સ્મિતા મેમ…..?’, હું રશ્દિ સર પાસે ગયો અને મેં પુછ્યુ. એમણે એમના ટેબલથી ડાબી તરફના ટેબલ તરફ નજર કરી.
‘મેડમનું બેગ તો અહિં પડ્યુ છે એટલે એ લેકચરમાં હશે. બસ લેકચર પુરો થવાની તૈયારીમાં જ હશે.’
‘ઓકે. થેંક્યુ સર’,
હું જનરલ ડીપાર્ટમેન્ટના સ્ટાફરૂમમાંથી બહાર નીકળ્યો અને બહાર એક બારમાસી ફુલના છોડ પાસે જઇ એના પાંદડાને તોડી બેચેનીમાં પાંદડા ને મસળવા લાગ્યો.
‘હર્ષ…!! તો તુ આવી ગયો…?’, મેડમે ઠંડાઇથી પુછ્યુ.
‘હા મેમ તમે પાંચ વાગે બોલાવ્યો હતો ને નોવેલ લેવા માટે….!’,
‘અંદર આવ… માત્ર નોવેલ જ…? મને તો એમ હતુ કે તારી પાસે આજે એક વાગ્યા પછી ઘણા બધા સવાલો હશે…?’, મેડમે એમના ગોરા ચહેરા પર હલકુ સ્મિત લાવતા કહ્યુ જેનાથી એમનો ચહેરો કોઇ મીસ વર્લ્ડથી કમ નહોતો લાગતો.
‘અરે મેમ શું વાત કરુ….. સાચુ કહું તો બપોર પછી હું મારુ ધ્યાન કોઇ પણ કામમાં લગાવી નથી શક્યો, એક જ સવાલ વારંવાર આવે છે કે મેડમે જુઠુ બોલીને અમને શા માટે બચાવ્યા….?’, હું ધીમા અવાજે સ્માઇલ કરતા બોલ્યો.
‘મને તો આ કોણે કર્યુ. એ તે દિવસે જ ખબર પડી ગઇ હતી જે દિવસે તારા કપાળ પરથી લોહી વહેતુ જોયુ હતુ. પણ એ નહોતી ખબર કે આમા તારી સિવાય કોઇ બીજુ પણ શામેલ છે…!’, મેડમે ખુલાસો કર્યો.
‘સાચુ કહુ તો તે દિવસે અમે ત્રણ સ્ટુડન્ટ હતા. નીતુ મારી જુનીયર અને નીલની સીસ્ટર પણ એ દિવસે અમારી સાથે હતી.’, મેં સ્ટીકર ચોટાડવાથી માંડીને હોસ્પીટલ સુધીની વાત મેડમની સામેની ચેઇરમાં બેસીને ડીટેઇલમાં કહી.
‘બટ મેમ તમે અમને શામાટે બચાવ્યા એ તમે ના કહ્યુ.’, મે પુછ્યુ.
‘હું જાણતી હતી કે આ બધુ કોણે કર્યુ હતુ, જો મારે આ બધાની જાણ તમારા એચ.ઓ.ડીને કરવી હોત તો એ દિવસે જ કરી દેત જે દિવસે આ બધુ બન્યુ હતુ. અને વાત રહી બચાવવાની તો આજે તમને ડીટેઇન કરવાનો પ્લાન હતો અને તમારા પર પોલીસ કેસ કરવાનો પણ. તમારા પેરેન્ટ્સને પણ અમે બોલાવવાના હતા. આજે મારા પહેલા જ લેક્ચર પછી હું મારા બે સ્ટુડન્ટને મારા ક્લાસમાં એબસન્ટ જોવા નહોતી માંગતી. સ્ટુડન્ટનુ સાહસ મને બવ ગમે છે. કારણ કે હું જાણુ છુ કે મેં મારી કોલેજ લાઇફમાં ખુબ જ ધમાલ કરી છે અને હું જાણુ છુ કે એની મજા કેવી હોય છે. પણ કદાચ તમારા વસાવા સર ભુલી ગયા હશે…!!’, મેડમે ફરી એકવાર મને મોહી લીધો હતો. હું એમનાથી ટોટલી પ્રભાવીત થઇ ચુક્યો હતો.
‘થેંક્યુ મેમ. જો તમે આજે બે લાઇનમાં ના પતાવ્યુ હોત તો અમારે દસેક સ્ટુડન્ટ્સને બોલાવવા પડત અને સરને સમજાવવા કેટકેટલુ કરવુ પડત, એનાથી પણ સર માની જ જાત એ કોને ખબર…?’, મેં મેડમનો આભાર માન્યો.
‘માય સ્ટુડન્ટ્સ, મોસ્ટ વેલકમ.’ એમણે એમની ઘડીયાળ જોઇ અને કહ્યુ.
‘અરે હા તારે નોવેલ જોઇએ છે… ને..!! અહિ કોઇ પણ સારી નોવેલ નથી પડી…. તુ એક કામ કરીશ..?’
‘શુ મેમ બોલો ને…’
‘હું ચાર દિવસ રજા પર છુ…. બુધ ગુરુ શુક્ર અને શનિ અને ત્રણ દિવસ હું આઉટ ઓફ ટાઉન છુ એટલે તુ શનિવારે મારા ઘરે આવીને લઇ જજે, હું તને મારુ એડ્રેસ વોટ્સએપ કરી દઇશ…’, મેડમ એમના મોબાઇલમાં ફરી ટાઇમ જોઇને બોલ્યા.
‘મેડમ વાર લાગશે…? તો પહેલા હું બીજા બ્લોક બંધ કરી આવુ..’, સ્ટાફરૂમના દરવાજા પાસે ઉભેલા પ્યુને મેડમને પુછ્યુ.
‘ના બસ બે જ મિનિટ હું નીકળી જ રહી છુ…’, મેડમે જવાબ આપ્યો.
‘તો શનિવારે સવારે અગિયાર વાગે, હવે મારે નીકળવુ પડશે… ખાસ્સો ટાઇમ થઇ ગયો છે.’, સ્મિતા મેડમ બોલ્યા અને એ ચાલતા થયા. હું એમની સાથે ડોર સુધી ગયો એ ડાબી સાઇડની લોબીમાંથી પાર્કિંગ તરફના રસ્તે ગયા. મેં સામેની લોબીમાં થઇને ગેટ તરફનો રસ્તો પકડ્યો.
***
‘પીપ….પીપ…પીપ..પીપ..’, સીલ્વર કલરની મારુતી સ્વીફટ કારે હોર્ન માર્યો. હું રસ્તા વચ્ચે ચાલી રહ્યો હતો અને એ કારને ગેટની બહાર તરફ નીકળવુ હતુ. એટલે હું રસ્તાની ડાબી તરફ ખસી ગયો. મેં પાછળ જોયુ. સ્વીફ્ટ ધીમેથી ધુળ ઉડાવતી મારી સાઇડમાંથી પસાર થઇ ગઇ. મેં મારો રૂમાલ લઇને મારા ચેહરા પર ફેરવ્યો અને હું ચાલવા લાગ્યો.
‘પીપ…પીપ…પીપ…પીપ..’, કોઇ બાઇકનો અવાજ હોય એવો હોર્ન વાગ્યો. હું ફરી એકવાર થોડો ડાબી તરફ ખસ્યો. મારી આંખો મારા રીબોકના નવા ખરીદેલા શુઝ પર હતી.
‘પીપ…પીપ..પીપ..પીપ..’, આગળથી હોર્નનો અવાજ આવ્યો. મેં મારો ચહેરો આંખો ને ઉપર કરતા ઉઠાવ્યો. બ્લેક કલરની એક્ટિવા પર વસાવા સર બેસેલા હતા. એમણે એમનુ સ્કુટર ડાબી તરફ ઉભુ રાખ્યુ હતુ. એમની ચશ્મા પહેરેલી આંખો મારી તરફ સતત તાકી રહી હતી. એમણે એમનો ફુલ સ્લીવ પહેરેલો જાડો હાથ હવામાં ઉઠાવ્યો અને મને હવામાં હાથ હલાવીને એમની તરફ આવવાનો ઇશારો કર્યો. મારી ધડકનોમાં ખાસ કંઇ ફરક ના પડ્યો. કારણ કે મારાથી પાંચેક પગલા દુર એમનુ હેલ્મેટ નીચે પડ્યુ હતુ. મેં આગળ ડગલા ભર્યા એમનુ બ્લેક કલર નુ આઇ.એસ.આઇ માર્ક વાળુ હેલ્મેટ ઉઠાવ્યુ અને હું સરની તરફ ચાલ્યો.
ચાલતા ચાલતા પણ મારા વિચારોમાં સ્મિતા મેમ જ હતા. પળ ભર માટે પણ હું સ્મિતા મેમ સિવાય કંઇ વિચારી શકતો નહોતો. મને હજુ એમ જ લાગતુ હતુ કે એમણે મને ખોટુ જ કહ્યુ છે. હું એમના પાસે કબુલાવવા માંગતો હતો કે એ મને પસંદ કરે છે.
મેં હેલ્મેટ સરને એમના હાથમાં પકડાવ્યુ.
‘એક મિનિટ આ પકડ તો’, એમણે ફરી એ હેલ્મેટ મને પકડાવ્યુ. એ સ્કુટર પરથી ઉતરી ગયા, એમણે સ્ટેન્ડ ચડાવ્યુ. મને ખબર નહોતી પડી રહી કે સર શું કરી રહ્યા છે. એમણે ઇગ્નીશન કી એમના સ્કુટર માંથી કાઢી અને સ્કુટરની ડેકી ખોલી. એમાથી મરૂન કલરનો ઓઇલના ડાઘા થી ડઘાઇ ગયેલો ગાભો કાઢ્યો. એમણે મારા તરફ હાથ લંબાવ્યો એટલે મે તરત જ હેલ્મેટની પકડ ઢીલી કરી નાખી હતી. એમણે ધુળથી ખરડાયેલ હેલ્મેટ ગંદા ગાભાથી સાફ કર્યુ અને ડેકી બંધ કરીને સ્કુટર પર બેસી ગયા.
‘બીજી કોઇ હેલ્પ… સર..’, મેં પુછ્યુ. એમના ચેહરા પર કોઇ પણ ખુણામા સ્માઇલ નહોતી દેખાતી.
‘નો થેંક્સ’ સરે કહ્યુ અને એમણે સ્કુટરની ચાવી જમણા હાથથી ઘુમાવી.
‘પીપ… પીપ.. પીપ..પીપ..’, ફરી હોર્નનો અવાજ સંભળાણો. વ્હાઇટ કલરનુ એક્ટિવા મારી જમણી તરફ આવીને ઉભુ રહી ગયુ.
પીંક કલરની સાડી પહેરેલા એ સ્મિતા મેમ હતા, એમણે એમનો ચેહરો વ્હાઇટ કલરના સુતરાઉ કપડાથી બાંધી દીધો હતો અને બ્લેક કલરના ગોગ્લ્સ પહેરેલા હતા. ‘હેલો…. સર.. કઇ પ્રોબ્લેમ..?’, મેડમે પુછયુ. એમણે મારી તરફ સંસ્કાર ભરી સ્માઇલ આપી, મેં પણ એમને હળવી સામાન્ય સ્માઇલ આપી.
‘ના ના… બસ હેલ્મેટ પડી ગયુ હતુ…’, સરે મારી તરફ જોતા જવાબ આપ્યો.
‘ઓકે તો ગુડબાય સર….’, એમણે વિદાય માંગી અને એક્ટિવાનુ એક્સલરેટર દબાવ્યુ.
સરે પણ એમની બાઇક સ્ટાર્ટ કરી અને મારી તરફ જોયુ.
‘મને ખબર છે… એ તુ જ છે....’, એમણે એનો ચેહરો મારી તરફ કરતા કહ્યુ.
‘હહ… હું મુર્ખ નથી…. સીયુ સુન…..’, એમણે એમના દાંત બતાવતા હળવી પણ દુષ્ટ હંસી કાઢી. એમણે એમનુ સ્કુટર તરત ભગાવી માર્યુ.
એક જ ક્ષણમાં મારા પેટમાં ખળભળાટ મચી ગયો હતો. પેટનુ પાણી ઉલળવા લાગ્યુ હતુ. ધડકનો એકાએક વધી ગઇ હતી. ડરવાનો એ પ્રશ્ન હતો જ નહિ કે સરને ખબર છે કે એ દિવસે સ્ટીકર મેં લગાવ્યા હતા, પણ સ્મિતા મેડમ પર સરને વિશ્વાસ કેમ નહિ હોય…? એ સવાલ મગજમાં એકાએક આવ્યો. તરત જ મારા મનની આંખો સામે બે જ મિનિટ પહેલાની મેડમની મારી સામેની સ્માઇલ આવી ગઇ. મે મારી જાતને સવાલ પુછ્યો ‘ક્યાંક આ જોઇને તો સરને શક નહિ પડ્યો હોય ને..?’
‘ના એવુ ના બની શકે…. સ્ટુડન્ટ ટીચર એકબીજાને સ્માઇલ તો આપતા જ હોય.’, ફરી મારા અંતર આત્માએ અવાજ આપ્યો.
‘સરને શક થઇ શકે કે હું અત્યાર સુધી કોલેજમાં શુ કરતો હોઇશ. ક્યાંક સરે મને અને મેડમને સ્ટાફરુમમાં જોયા હશે..?’ ફરી સવાલો ઉઠવા લાગ્યા. આ વખતે અંદરથી કોઇ જ જવાબ ના આવ્યા અને અકળામણ વધી ગઇ.
તમને જ્યારે એમ લાગે કે તમે કોઇ ખોટુ કામ કર્યુ છે, ત્યારે તમને એમ જ લાગતુ હોય છે કે સજા દેવાવાળાને તમારા પર પુરેપુરો શક છે. આજે હું આ જ સ્થિતિનો સામનો કરી રહ્યો હતો. મારા મનમાં બુદ્ધિને અકળાવે એવા એક પછી એક સવાલોની સીક્વન્સ શરુ જ હતી. સ્મિતા મેમની સ્માઇલથી આ અકળામણ સુધી આવતા માંડ દસ મિનિટ જ થઇ હશે.
***
આજે પહેલીવાર હું એવુ ફીલ કરી રહ્યો હતો કે મને મારી રૂમ પર પહોચવાની ઉતાવળ નહોતી. એટલે જ હું ઓટોમા બેસવા નહોતો ઇચ્છતો. મને અત્યારે એકલુ રહેવાનુ મન થઇ રહ્યુ હતુ. બટ મારા વિચારો મને એકલા રહેવા દેય એમ નહોતા. જ્યારે અમે લોકો એચ.ઓ.ડીને એની ઓફીસમાં મળવા ગયા હતા ત્યારે જેટલો ડર નહોતો એનાથી વધારે મુંજવણ અત્યારે થઇ રહી હતી.
આ અજંપાનુ કારણ શું હતુ..? સરે મને કહ્યુ કે સીયુ સુન….!! મારા મતે આ કારણ તો હતુ જ નહિ…! એક નવુ જ કારણ, જેના લીધે મારા મનમાંથી વિચારો જવાનુ નામ જ નહોતા લઇ રહ્યા. એ કારણનુ નામ સ્મિતા મેમ. હવે મને એ ચિંતા થઇ રહી હતી કે મારા લીધે સ્મિતા મેમને તો કોઇ તકલીફ નહિ ભોગવવી પડે ને..? બીજી જ ક્ષણે મારી અંદરથી પેટમાં ગોળ ચકરડા લેતો લેતો સ્વાર્થી જવાબ આવ્યો.
‘મેડમને અમે તો નહોતુ જ કહ્યુ કે અમારી તરફદારી કરે, અમને બચાવે.’,
‘પણ એવુ પણ બની શકે કે મેડમે બધુ પ્લાન કરી ને જ જવાબ આપ્યો હોય, એમને ખબર જ હોય કે કોઇ પ્રોબ્લેમ આવી શકે એમ નથી.’, બીજી જ ચારેક સેકન્ડમાં ફરી એક નવો તર્ક.
હું એ.એમ.ટી.એસના બસ સ્ટેન્ડ પર જઇને બેસી ગ્યો. બસ થોડીવાર સુધી ના મળે એવી મનમાં જ પોતાની પાસે જ માંગણી કરી. પણ બસ તરત જ આવી. બસ ઉભી રહી, હું બસમાં ચડી ગયો.
ખચોખચ ભરેલી બસમાં શીવરંજની ટીકીટ ફડાવી. મારૂ ધ્યાન વિચારો સિવાય ક્યાંક જાય એમ જ નહોતુ. મારી નજીક ઉભેલી છોકરી એ કાનમાં ઇયરફોન્સ ભરાવેલા હતા એટલે મને પણ એમ થયુ કે હું પણ ગીતો સાંભળુ જેથી હું આ સ્મિતા મેમને મારા વિચારોથી દુર રાખી શકુ. હવે મેં સ્વિકારી લીધુ હતુ કે આ મારુ સ્મિતા મેમ તરફ અટ્રેકશન જ છે. મેં મારો મોબાઇલ મારા જીન્સમાંથી કાઢ્યો અને એસન્ટના સોંગ શરુ કર્યા. મારુ ફેવરીટ ધેટ્સ માય નેમ શરુ કર્યુ. પણ આજે આ સોંગમાં પણ ખાસ્સુ મન નહોતુ લાગતુ…!!
મેં મારી નજર બસમાં ચારે તરફ ફેરવી. મારી આંગળની તરફ એક છોકરો અને એક છોકરી જેણે સાદો ડ્રેસ પહેર્યો હતો બન્ને એકબીજાના ખભા પર પોતપોતાનો હાથ રાખીને ઉભા હતા. બીજા હાથે બસનુ હેન્ડલ પકડી રાખ્યુ હતુ. બન્ને એકબીજાની વાતોમાં મશગુલ હતા. આજે મારા વિચારો થોડા થોડા ઇન્ટરવલમાં બદલાતા હતા. ધીઝ વોઝ થોટ્સ સ્વીચીંગ….!!!
મને તરત જ શ્રુતિ યાદ આવી ગઇ જેને મેં સવારે જ ફેસબુકમાં ફ્રેન્ડ રીક્વેસ્ટ સેન્ડ કરી હતી અત્યારે મને એની મમ્મી પ્રત્યે અટ્રેક્શન થઇ ગયુ છે. કદાચ બન્ને જ એટલા ખુબસુરત હતા. શ્રુતિની સ્ટાઇલ તરફ હું અટ્રેક્ટેડ હતો તો બીજી તરફ સ્મિતા મેમના હેલ્પફુલ બીહેવીઅર અને ફ્રી માઇન્ડનેસ તરફ. મને હવે એવુ લાગતુ હતુ કે મારે બન્નેમાંથી એકને જ સીલેક્ટ કરવી જોઇએ. એક સ્ત્રીને સીલેક્ટ કરવી જોઇએ જેને એક હોટ છોકરી છે. કેવા વિચારો હતા મારા. મારૂ ચસકી તો નહોતુ ગયુ ને? અત્યારે મને આશ્ચર્ય થાય છે. નોડાઉટ. ઇટ વોઝ શ્રુતિ, એટલે સ્મિતા મેમના વિચારોને મારા મનમાંથી ના છુટકે કાઢવાના જ હતા. મેડમના ઘરે શ્રુતિ માટે જવાનુ છે. એ પણ મને યાદ આવ્યુ. શ્રુતિનો બ્યુટીફુલ સોફ્ટ ચહેરો યાદ આવતા જ બધુ ભુલાઇ જાય. કારણ કે એનો ગોળ, ગોરો, અને નમણો ચહેરો, એના ખભાથી સહેજ નીચે સુધીના રેશમી વાળ. એમા લાગેલ વ્હાઇટ કલરના રોઝની બટરફ્લાય. જે લગભગ સાચા ગુલાબ જેવી જ લાગતી હતી. એણે જે આંખોમાં કાજળ લગાવેલુ હોય અને કપાળની વચ્ચે સાવ ઝીણી બીંદી જોઇને કોઇની પણ ધડકનો બે ઘડી માટે વધી જાય. આ ચહેરા સાથે હું આઇસક્રિમ ખાઇ આવ્યો હતો જે બવ ઓછાના નસીબમાં હોય. એનો ચેલેન્જ પણ ભાગ્યે કોઇના જ નસીબમાં હશે….!!!
તો આજના દિવસમાં બધાજ પ્રકારના વિચારો ને જોયા હતા. વસાવા સરના ભયંકર ચહેરાથી માંડીને ‘સીયુ સુન’, સ્મિતા મેમ પાસે જતી વખતે એમને કેમ પુછવુ કે ‘શા માટે બચાવ્યા’ થી માંડીને ‘મેડમે આ બધુ શામાટે કર્યુ હશે’ ત્યા સુધીના અને છેલ્લે શ્રુતિ નો ચહેરો પણ નજર સામે આવી ગયો.
‘શીવરંજની…!!’ કન્ડક્ટરે બુમ પાડી. મારુ બસ-સ્ટેન્ડ આવી ગયુ અને હું ભીડના લીધે પાછળના દરવાજાથી જ નીચે ઉતરી ગયો.
***
‘અરે યાર આજે માથુ ફાટી જાય એટલુ માથુ દુખે છે, કાલે સવારે બધી વાત ડીટેઇલમાં કહીશ.’, હું રૂમ પર આવ્યો એટલે રોહને મને ‘પછી શુ થયુ’ એમ પુછ્યુ. બટ અત્યારે હું આ બાબતમાં કોઇ ચર્ચા કરવા માંગતો નહોતો કારણ કે મારા માથામાં હtoદયની ધડકનો જેટલી જોરથી ધડકતી હોય એવા ચાસકા આવતા હતા. હું જેમ બને એટલો જડપથી બેડમાં પડી જવા માંગતો હતો. મેં મારો નાઇટ ડ્રેસ પહેર્યો.
‘મારા ડ્રોઅરમાં એનાસીન પડી હશે, લઇલે થોડી રાહત થઇ જ્શે.’, રોહને એની સીગારેટ સળગાવતા કહ્યુ અને એ ફરી એના લેપટોપમાં મુવી જોવા લાગ્યો.
મેં રોહનનુ ડ્રોઅર ખોલ્યુ. એના ડ્રોઅરમાં એનુ નેટ સેટર, દસેક અલગ અલગ ઓથરની નોવેલ્સ હતી. જેમા ત્રણેક ગુજરાતી લેખકોની પણ હતી. ડ્રોઅરમાં જમણી સાઇડમાં એક નાનુ બોક્સ હતુ જેમાં બામ, અલગ અલગ ટેબ્લેટ્સ અને કેટલીક ક્રીમ હતી. મેં એમાથી ગ્રીન કલરના પેકીંગ વાળી એનાસીન લીધી. ક્બાટની બાજુમા પડેલ પાણીના જગમાંથી એક ગ્લાસ પાણી ભર્યુ અને હું ટેબ્લેટને ગળી ગયો.
‘જસ્ટ ટેબલેટથી આ રોગ જાય એમ નથી.’, હું ટેબ્લેટને ગળે ઉતારતા ગણગણ્યો. રોહને એના લેપટોપની સ્પેસ કી દબાવી. નો ડાઉટ એ VLC Media પ્લેયરમાં જ મુવી જોતો હશે.. એક હાથમાં સીગારેટ પકડી રાખીને એણે મારા તરફ આંખો ફાડી.
‘મારી પાસે તારા દર્દનો ઇલાજ છે.’ એ ગણગણ્યો.
‘શુ…?’, હું બેતાબ થઇને બોલી ઉઠ્યો.
‘લે આ સીગારેટ. દમ લગાવી લે એટલે થોડોક તો ફરક પડી જ જશે.’, રોહને એની સીગારેટ મારા તરફ હાથથી લંબાવતા કહ્યુ.
‘બીજી સીગારેટ છે….?’, મેં માંગણી કરી. એણે ગોલ્ડફ્લેકનુ પેકેટ કાઢ્યુ અને એમાથી એક સીગારેટ મને આપી, સાથે માચીસ પણ આપ્યુ. મેં સીગારેટને મારા બે હોઠ વચ્ચે મુકી, માચીસ બોક્સમાંથી એક દિવાસળી કાઢી. હોઠોથી સીગારેટને ડાબીતરફ ખસેડવા જતા એ નીચે પડી ગઇ. રોહન ખુબ જ ઓછા અવાજમાં થોડુ હસ્યો. મારા ચહેરા પર પણ સ્માઇલ આવી. મેં સીગારેટ ઉઠાવી અને સળગાવી. સીગારેટનો મારી લાઇફનો પહેલો ઘુટડો એટલો બધો ખાસ ના રહ્યો. જેવો મેં પહેલો ઘુટડો નીચે ઉતાર્યો મને ખુબ જ જોર થી ઉધરસ આવી. મારી ખાંસી સતત બે મિનિટ સુધી ચાલુ રહી. બાજુમાં રોહન હસી રહ્યો હતો. થોડી વાર સુધી શ્વાસ લેવામાં તકલીફ પડી ગઇ. પણ એનો ટેસ્ટ સારો લાગ્યો. થોડોક વધારે જ સ્ટ્રોંગ હતો. ગળામાં ઘણો ઘસારો લાગી રહ્યો હતો. બટ હું રીલેક્સ ફીલ કરી રહ્યો હતો. હું આખે આખી સીગારેટ ચુસી ગયો.
‘થેંક્સ રોહના….!! થેંક્સ…’, મેં રોહનને કહ્યુ. રોહને સાંભળ્યુ નહિ કારણ કે એ કાનમાં ઇયરફોન્સ નાખીને મુવી જોવામાં મશગુલ હતો. મેં પણ વિચાર્યુ કે કોઇ મુવી ચાલુ કરૂ, કદાચ જોતા જોતા જ ઉંઘ આવવા લાગે. મેં રૂમની લાઇટ્સ બંધ કરી અને મારૂ લેપટોપ ચાલુ કર્યુ. ધીરે ધીરે માથુ ઉતરવા લાગ્યુ હતુ.
મેં લીઓનાર્ડો દ કેપ્રીઓ નુ એવીએટર મુવી શરુ કર્યુ. ત્યાંજ મારો ફોન વાઇબ્રેટ થયો. મે મુવી પોઝ કર્યુ. મારા બેડમાં મોબાઇલને શોધવા ફાંફા માર્યા. નીતુનો કોલ હતો. ‘અત્યારે…?’,હું મનમાં ને મન માં ગણગણ્યો. મેં વોટર જગમાંથી પાણીનો એક ગ્લાસ ભર્યો. ગ્લાસ લઇને હું બાલકનીમાં ગયો..
‘હા, નીતુ….!!’, મેં કોલ રીસીવ કરીને કહ્યુ.
‘શું કામ હતુ અત્યારે….?’
‘બસ અમસ્તા જ કોલ કરેલો, મને એમ થયુ કે લાવને તને પુછી જોવ કે શું કહ્યુ તારા સાસુજીએ….’
‘નીતુ…!!’ મે ખુબ જ લાંબા સ્વરમાં કહ્યુ.
‘ઓહ્હ્હ્હ્હ આઇ એમ સોરી… સ્મિતા મેમ.. તો શામાટે બચાવ્યા હતા એમણે તમને લોકોને…? તે પુછ્યુ ?’
‘બસ એના સ્ટુડન્ટ છીએ એટલે…. એન્ડ પ્લીઝ અત્યારે આ બધી વાતોને યાદ ના અપાવ..’
‘કેમ કેમ…?’
‘બીજુ ઘણુ બધુ થયુ હતુ, જે અત્યારે ફોન પર કહેવાય એમ નથી. આપણે મળીશુ ત્યારે કહીશ, માથાના દુખાવામાં હમણા જ થોડોક ફરક પડ્યો છે…!’
‘ઓકે…. બોસ. દવા લીધી?’
‘હા, હવે મુવી ચાલુ કર્યુ હતુ એવીએટર…!!’
‘ઓહ્હ્હ્હ તો તો ઉંઘ આવી જશે...!!! હાહાહા…’ સામેની તરફ એ કેવી રીતે હસતી હશે એ હું સારી રીતે ઇમેજીન કરી શકતો હતો. એક હાથે મોબાઇલ પકડ્યો હશે અને બીજા હાથ એના હોઠો પર હશે. પણ થોડુક હસતા તરત જ એની આદત સુધારવા એણે એ હાથ મોં પરથી ઉચકી લઇને વાળ ને બરાબર કરવામા કામે લગાડી દીધા હશે.
‘વાળ તો બરાબર છે. શાને એના ચાળા કરે છે…?’, મેં નીતુને ચીડવવા કહ્યુ.
‘ઓય તને કેમ ખબર કે હું વાળને જ બરાબર કરુ છુ…??’ એ ઉતાવળી થઇને પુછવા લાગી. મારી પાસે કોઇ જવાબ નહોતો એટલે હું થોડુ હસ્યો.
‘શુ હસવુ આવે છે…? હમણા વસાવા ને કોલ કરીને કહેવુ પડશે..!!’
‘ઓય એનુ નામ અત્યારે શાને લેય છે…? બીજી કોઇ સારી વાત હોય તો કરને…’
‘ઓકે ઓકે… શુ કરે છે રોહન..?’
‘તો સીધે સીધી ટોપીક પર આવને રોહનનુ કામ છે એમને…?’
“ઓય બસ હો. હું જસ્ટ પુછુ છું, તુ તારુ ચાલુ ના કર..’ એણે ધમકાવતા અવાજમાં કહ્યુ. આઇ એમ સ્યોર એ હવામાં એના હાથની આંગળી ઉછાળીને બોલી રહી હશે.
‘આજે તો રોહન તારો હાથ પકડી પકડી ને તને બધુ સમજાવતો હતો….’
‘ઓહ્હ્હ તો તમને જલન શાને થાય છે…? મારે તો એને કીસ પણ કરવી હતી, ઘણા માણસો મારા વિશે આટલુ બધુ નોટીસ શામાટે કરે છે…?’
‘ઓ મેડમ મનમાંથી બધો જ ભ્રમ કાઢી નાખો, હું તને એટલા માટે કહું છુ કારણ કે નીલને ખોટો વ્હેમ ના પડે.’ મેં ચોખવટ કરી અને હું હસ્યો.
‘મારે તો મારી શ્રુતિ છે…’
‘હા તો જા ને એના ઘરે જ ચાલ્યો જા ને રહેવા…’, એણે મને પજવવા કહ્યુ. પણ મને ખાસ ફરક ના પડ્યો. એ થોડી ચીડાઇ ગઇ હોય એવુ લાગ્યુ.
‘બસ બસ મેડમ, શાંત થઇ જાવ… નીલ શું કરે છે….?’, મેં ટોપીક બદલ્યો.
‘હમણા જ એ જમીને નીચે ગયો છે, કોલ્ડડ્રીંક પીવા જાય છે એમ કહીને ગયો છે.. તે જમી લીધુ કે..?’
‘બોલ યાર અત્યારે ખબર પડી કે હું નથી જમ્યો. મને જમવાનુ યાદ જ નથી આવ્યુ. કદાચ આજે ટીફીન નહિ આવ્યુ હોય એટલે રોહને પણ નાસ્તો કરી લીધો હશે..’
‘માણસો કેટલા બીઝી છે કે જમવાનુ પણ ભુલી જાય છે.’, ફરી એણે કટાક્ષમાં કહ્યુ.
‘હા ભઇ વેફર્સ એન્ડ થોડો નાસ્તો પડ્યો હશે એ કરી લઇશ. એમ પણ ભુખ જ નથી લાગી.’, મેં કહ્યુ.
‘ઓકે. ચાલ હવે રાખુ, મમ્મી પપ્પા કહેતા હતા આઇસક્રિમ ખાવા જવુ છે એટલે હમણા સાદ પાડશે.’, નીતુએ કોલ કટ કરવાનુ કારણ કહ્યુ.
‘ઓકે. મેડમ, શરદી થઇ જાય એવો આઇસક્રિમ તમને મળે, હાહા’, હું ચીડવતો ચીડવતો હસી પડ્યો.
‘બસ આવીજ આશા રાખો હો. ચાલ બાય, ટેક કેર ગુડનાઇટ.’
‘બાય ગુડનાઇટ’, મેં કોલ કટ કર્યો.
‘નીતુનો કોલ હતો…?’, હું જેવો ફરી રૂમમાં આવ્યો એટલે રોહને પુછ્યુ.
‘હા, પુછતી હતી રોહન શુ કરે છે…?’, મેં હળવુ હસતા કહ્યુ અને બેડ પર જઇને લાંબો થઇ ગયો.
‘તારુ ક્યાંક સેટીંગ તો નથી ને…? અને તુ આ વાત છુપાવી રહ્યો હોય…?’, રોહને મારી સાથે પહેલી વાર આવી શંકાશીલ વાત કરી હતી. હું અંધારામાં એનો ચહેરો નહોતો જોઇ શકતો. પણ એના શબ્દો પરથી એક્સપ્રેશન્સ મને ખબર પડી ગયા હતા.
‘તુ કેમ આવી વાત કરે છે…? નીતુ મારી એક સારી ફ્રેન્ડ છે અને ફ્રેન્ડ જ રહેશે…’, મેં રોહન સાથે ચોખવટ કરી.
‘કદાચ એ તને લવ કરે છે… અને થોડી ઘણી ફીલીંગ્સ તો તને પણ હશે…’, રોહન આ શબ્દો બોલીને અચાનક ચુપ થઇ ગયો.
‘જો રોહન થ્રી-મીસ્ટેક્સ તે પણ વાંચી છે અને મેં પણ મારે એમા જે બન્યુ એવુ મારી સાથે નથી બનવા દેવુ અને એટલે હું આ બધાથી દુર જ રહુ છુ. નીલ જેવા સારા ફ્રેન્ડ સાથે હું કોઇ સંબંધો બગાડવા નથી માંગતો, એન્ડ નીતુ મારી એક સારી અને સ્પેશ્યલ ફ્રેન્ડ સિવાય બીજુ કંઇજ નથી…’ મેં રોહનને થોડુ આક્રમક સુરમાં કહ્યુ.
‘અરે સોરી સોરી, આટલો બધો ગુસ્સે ન થા, હું તો જસ્ટ પુછુ છુ, ચાલ જવાદે એ બધી વાતને, લાઇટ ચાલુ કર. હું ફરસાણ લાવ્યો છુ, થોડી સ્વીટ્સ પણ, ભુખ લાગી છે આપણે નાસ્તો કરીએ..’, રોહને મને શાંત પાડવા કહ્યુ.
રોહન જલારામ સ્વીટ્સમાંથી બારડોલીના તળેલા પાત્રા, જલેબી, બે સમોસા, મીક્સ ચેવડો જે ચવાણુ જેવો જ લાગતો હતો, અને ગુલાબજાંબુ નુ પેકેટ લાવ્યો હતો. સાથે આમલીની જલારામની પ્રખ્યાત ચટણી. ઘણા દિવસો પછી બારડોલીના પાત્રા ખાઇ રહ્યો હતો. એકદમ કડક પણ થોડા ગળ્યા, અમે લગભગ ૪૦૦ ગ્રામ જેટલા પાત્રા ઉલાળી ગયા. નાસ્તો ડીલીસીયસ હતો એમ કહી શકાય. નાસ્તો કરીને ફરી અમે લોકોએ પોતપોતાના મુવી ચાલુ કર્યા. લીઓનાર્ડો હાવર્ડ હ્યુજ નામનુ કેરેક્ટર કરી રહ્યો હતો. જેને ફીલ્મો અને વિમાન બનાવવામાં ખુબ જ પેશન છે, એ એક ખુબ મોટા બજેટની મુંગી ફીલ્મ બનાવવા માંગે છે. મુવી ખુબ ધીમુ ચાલતુ હોય એવુ લાગ્યુ એટલે આંખો ઘેરાવા લાગી. મેં મારા લેપટોપનુ પાવર બટન ડાયરેક્ટ જ દબાવી દીધુ અને લેપટોપ મારા બેડની નીચે સાઇડમાં મુકી દીધુ.
***
શું એચ.ઓ.ડીને ખબર હતી કે સ્ટીકર હર્ષે લગાવ્યુ હતુ. જો એને ખબર હતી તો સ્મિતામેમ હતા ત્યારે એણે વિરોધ શામાટે નહોતો કર્યો? શું સ્મિતામેમ હર્ષ તરફ અટ્રેક્ટેડ હતા. શું હર્ષ શ્રુતિને મળવામાં સફળ રહેશે? શું નીતુ હર્ષના પ્રેમમાં છે? શું આ ત્રણેય સ્રી હર્ષના જીવનમાં આવશે? જાણવા માટે વાંચતા રહો – ધ લાસ્ટ યર.
ચેપ્ટર - ૭ - ફેસબુક ચેટ
આગળ આપણે જોયુ,
સ્મિતા મેમ અને હર્ષની મીટીંગ થાય છે. મેડમે નોવેલ માટે હર્ષને ઘરે આવવા કહે છે. કોલેજના ગેટની બહાર નીકળતી વખતે હર્ષનો ભેટો એચ.ઓ.ડી સર સાથે થાય છે. ‘મને ખબર છે… એ તુ જ છે....’, શબ્દો સાંભળીને હર્ષ ચિંતામાં પડી જાય છે. ત્યારે જ સ્મિતા મેમ પણ બાજુમાંથી નીકળે છે, હર્ષ અને મેમ વચ્ચે સ્માઇલની આપ લે થાય છે. રાતે નીતુનો કોલ આવે છે. રોહન હર્ષ પર નીતુ વિશે શંકા કરે છે…. હવે આગળ.
***
મને યાદ છે, જ્યારે મને પહેલી વાર એક છોકરી તરફ આકર્ષણ થયુ હતુ, મને એકદમ યાદ છે એ છોકરીને જોઇ એના બીજા દિવસે મને બરાબર ઉંઘ નહોતી આવી. હું સતત એના વિચારોમાં ખોવાયેલ રહેતો હતો. આ કોઇ ફીલ્મી વાતો નથી. આવુ બધા સાથે થતુ જ હોય છે. કદાચ હું વાસનાયુક્ત થઇ ગયો છુ..? હું એક છોકરી અને એની મમ્મી બન્નેના વિચાર કેવી રીતે કરી શકુ..? હું એમ નથી કહેતો કે પ્રેમ એટલે ઉંઘ હરામ પણ એટલુ તો ખરુ કે પ્રેમ એટલે એકરુપતા, પ્રેમ એટલે એક વિચાર જે વારંવાર ઘુટાયા કરે. પ્રેમ એટલે ખુબ જ સ્થિર ધ્યાન. જે સ્થિર હોય એને જ ધ્યાન કહેવાય. કદાચ આ કારણે જ હું સતત શ્રુતિને યાદ કરી રહ્યો હતો.
મેં અલાર્મ નહોતુ લગાવ્યુ. મેં મારી આંખો ખોલીને આસપાસ હાથ ફેરવ્યો, મને મારો મોબાઇલ ના મળ્યો. હું બેડમા પંગ લાંબા રાખીને બેઠો થયો. મારી એક આદત પડી ગઇ હતી. સવારે મારી ત્રીકાળ સંધ્યા મોબાઇલમાં વોટ્સએપ મેસેજીસ ચેક કરીને અને ફેસબુકની નોટીફીકેશન જોઇને જ પુરી થતી. હું થોડો અકળાયો કારણ કે મારે બેડમાંથી ઉભુ થવુ પડે એમ હતુ. મેં રોહનના બેડ તરફ નજર કરી. એની આદત પ્રમાણે એના બેડની ચાદર એના ઉઠ્યા પછી વ્યવસ્થિત રીતે પથરાઇ ગઇ હતી. પણ એ ક્યાં ગ્યો હતો..? કેટલા વાગ્યા છે એ મને નહોતી ખબર. કારણ કે રૂમમાં મોબાઇલ એક માત્ર ટાઇમ બતાવવાનુ યંત્ર હતુ. મેં બારી બહાર નજર કરી સુર્ય ખાસ્સો ઉપર આવી ચુક્યો હતો. વાતાવરણ થોડુ ગરમી વાળુ હતુ. પણ વરસાદ આવવાની શક્યતા હતી. એટલે થોડો બફારો હતો, અમદાવાદની ગરમીની કંઇ વાત ના કરવાની હોય. કાશ્મિરમાં શિયાળામાં હિમવર્ષા થાય છે, અમદાવાદમાં ઉનાળામાં ગરમ કોલસાનો વરસાદ આવે છે.
‘રોહના મારા મોબાઇલમાં મીસકોલ માર ને’, એક પ્લાસ્ટીક બેગ હાથમાં લઇને આવેલા રોહનને મેં કહ્યુ.
‘તારો મોબાઇલ મારી પાસે છે, મારે મારુ ફેસબુક ઓપન કરવુ હતુ એટલે લીધો હતો.’
‘મેં શ્રુતિ ને રીકવેસ્ટ મોકલેલી છે.’
‘રીક્વેસ્ટ એક્સેપ્ટેડ…ડુડ. મેં નોટીફીકેશન જોઇ હતી. તે લોગઆઉટ નહોતુ કર્યુ. નીતુનો મેસેજ પણ હતો ચેક કરી લેજે.’
‘કેમ આજે ફેસબુક મારા મોબાઇલમાં…?’
‘મારુ નેટ પેક પતી ગ્યુ છે.’
‘ઓકે….!!’
‘મોં ધોઇ આવ નાસ્તો કરી લઇએ, મારે કોલેજ જવુ છે’”, રોહને નાસ્તાની પ્લાસ્ટીક બેગ ટેબલ પર મુકી.
‘થોડો ઘોડો ખય્મ, મારેય આવવાનુ જ છે.’
‘તારો મોબાઇલ ચેક કર, મેસેજ વાંચતા જ તારો વિચાર બદલાઇ જશે.’
મે તરત જ મારો મોબાઇલ ચેક કર્યો. નીતુનો મેસેજ હતો. સવારના ૫-૧૭ મિનિટે આવેલો. મેં મેસેજ વાંચ્યો.
‘હેય આજે તારુ ખાસ કામ છે, હું કોલેજ નથી જવાની મને આજે ઇસ્કોન મંદિરે સવારે સાડા દસ વાગે મળજે એન્ડ નીલને ના કહેતો, ધીઝ ઇઝ અ સીક્રેટ.’
હું બ્રશ કરતો કરતો વિચાર કરતો હતો કે નીતુને મારા એકલાનુ વળી શું કામ હશે.? હું બ્રશ કરીને મોઢુ ધોવા માટે બાથરુમમાં ગયો. નળ ચાલુ કરતા જ નળ મારા હાથમાં આવી ગયો અને પાણીનો બંબોડો મને પલાળવા લાગ્યો.
‘રોહના…. એ રોહના… અહિં આવ જલદી..’, મેં રોહનને બુમ પાડી.
‘હાહાહા….’, પાછળથી રોહનનો હસવાનો અવાજ આવ્યો.
‘વાલ બંધ કર…!’, મેં ચીલ્લાઇને કહ્યુ.
‘હવે નાહી જ લે ને, નાહ્યા વિના નીતુને કીસ કરીશ..?’, એના અવાજમાં કટાક્ષ અને જલન દેખાઇ.
મેં નળની પાઇપ આડેથી હાથ હટાવ્યો. હું રોહન પાસે ગયો. મારા ચહેરા પર ગુસ્સો હતો મારા નેણ કપાળમાં સંકોચાઇ ગયા. આંખો રોહનને જોઇ ને પહોળી થઇ.
‘એટલે તુ કહેવા શું માંગે છે…?’, મેં રોહનની ખુબ જ નજીક જઇને કહ્યુ.
‘કુલ યાર, મને કહેવામાં તુ બીલકુલ સેફ છે, હું નીલને નહિ કહુ બકા.’, એણે ખુબ સરળતાથી બકી દીધુ. એના ચહેરા પર મારા પ્રત્યેની ધૃણાને હું સાફ રીતે જોઇ રહ્યો હતો. હા એ કદાચ મારાથી બળી રહ્યો હતો. એને મારાથી જલન થઇ રહી હતી. એવુ મને લાગ્યુ હતુ.
‘જો, તને સીધી રીતે કહી દવ છુ. મારા અને નીતુ વચ્ચે કંઇજ નથી. તારે આ વિષે વધારે વિચારવાની જરુર નથી.’
‘ઓકે, ઓકે નાહીલે, હું તારી રાહ જોવ છુ. નાસ્તો કરવો છે.’, એણે કહ્યુ અને એ રૂમમાં ચાલ્યો ગયો.
‘બબ્બે છોકરી બેડ પર, સાલા ને જલસા છે.’,જતા જતા એ ધીમેથી ગણગણ્યો.
મેં આ સાંભળ્યુ ત્યારે મને એના ગાલ પર બે લાફા ચોડી દેવાનુ મન થયુ. પણ મેં મારા પર કંટ્રોલ કર્યો.
પહેલી વાર મને ન્હાતા ન્હાતા વિચાર આવી રહ્યા હતા. શું ખરેખર હું નીતુ તરફ આગળ વધી રહ્યો છુ…? એકવાર મને લાગ્યુ કે રોહનની વાત એક રીતે વ્યાજબી છે, કારણ કે નીતુ જ એ રીતે વર્તન કરે છે કે કોઇને પણ એવુ જ લાગે કે અમારા બન્ને વચ્ચે કંઇક હશે. બીજી જ ક્ષણે બીજો વિચાર આવ્યો કે નીલને પણ ખબર છે કે નીતુ ખુબ જ ફની છે, બ્રોડ માઇન્ડ છે. નીતુ ક્યારેય નીલથી કોઇ વાત છુપાવતી નહોતી. તો પછી આજે એણે શામાટે કહ્યુ કે નીલને ન કહેતો. રોહન ઉપર મેં ગુસ્સો કર્યો એ મને નહોતુ ગમ્યુ, પણ મને એણે છેલ્લે જે કહ્યુ એ મને પણ નહોતુ ગમ્યુ, બીકોઝ નીતુ તરફ મારા આવા કોઇ જ વિચાર નહોતા. અને વાત હતી શ્રુતિની તો હા એને હું પસંદ કરતો હતો. પરંતુ લસ્ટનો એક તણખો પણ તમને ઘણુ બધુ કરવા મજબુર કરી દેતો હોય છે.
હું નાહીને તૈયાર થયો ત્યારે રોહન એના મોબાઇલમાં કોઇની સાથે ચેટીંગ કરી રહ્યો હતો. મેં એની સાથે વાત કરવાની ટાળી. નાસ્તા માટે એ મારી રાહ જોઇ રહ્યો હતો.
‘તુ નાસ્તો કરી લે, હું બહાર નાસ્તો કરી લઇશ.’, મેં કહ્યુ.
‘નો પ્રોબ્લેમ.’, એ ઉભો થયો અને નાસ્તાથી ભરેલી કોથળી ડસ્ટબીનમાં નાખી. એનુ બેગ લઇને મોબાઇલમાં નજર ઘુસાડી રાખીને ચાલતો થઇ ગયો.
મેં એને રોક્યો નહિ. હું બહારથી ચ્હા અને બીસ્કીટ્સ લઇ આવ્યો. દસ વાગી ચુક્યા હતા. મારે ઇસ્કોન જવાનુ હતુ. પણ મારુ મન નહોતુ માનતુ કે આજે હું નીતુ ને મળુ. એટલે મેં નીતુને મળવાનુ ટાળ્યુ. મેં આજે કોલેજ જવાનુ પણ બંધ રાખ્યુ.
મેં મારા મોબાઇલમાં બીજુ સીમ કાર્ડ ચડાવ્યુ અને નેટ કનેક્ટ કર્યુ. આજે હું કોઇ સાથે વાત કરવાના મુડમાં નહોતો. એનુ એક કારણ નીતુ પણ હતી. મારી પાસે એને આપવા માટે અત્યારે કોઇ જવાબ નહોતો. એટલે મેં મારો નંબર બંધ રાખ્યો. મારે નીતુ અને નીલને ખોટા જવાબ ન્હોતા આપવા એટલે મે કોલ ડાયવર્ટ કરવાનુ પણ ટાળ્યુ અને મોબાઇલ સ્વીચ ઓફ જ રાખ્યો.
ફેસબુક ઓપન કરીને મેં મારી નોટીફીકેશન્સ જોઇ. મારી નજર સીધે સીધી ફ્રેન્ડ રીક્વેસ્ટ એક્સેપ્ટેડની નોટીફીકેશન તરફ ગઇ. રોહને કહ્યુ એમ શ્રુતિએ ફ્રેન્ડ રીક્વેસ્ટ ગઇ કાલે રાતે ૧૦ વાગે એક્સેપ્ટ કરી હતી. મેં એનુ પ્રોફાઇલ ઓપન કર્યુ અને એનાલીસીસ ચાલુ કર્યુ.
એના અકાઉન્ટમાં ૩૪૬ ફ્રેન્ડ્સ હતા અને સ્મિતા મેમ એના મધર તરિકેના રીલેશનશીપમાં હતા. મેં એના ફોટા જોવાનુ ચાલુ કર્યુ. બે કલાક પછી લગભગ એના બધા જ ફોટાને હું લાઇક કરી ચુક્યો હતો. મારા મનમાં એક જ ધુન હતી જ્યારે શ્રુતિ એનુ અકાઉન્ટ ઓપન કરે ત્યારે એના અકાઉન્ટમાં ૫૦૦ નોટીફીકેશન તો હોય જ. એના મોટા ભાગના ફોટા ડ્રેસમાં જ હતા. એના ડ્રેસનુ ફીટીંગ બરાબર એને ભળતુ હતુ. એના ડ્રેસનુ કલર સીલેક્શન એના જેમ જ ખુબ અટ્રેક્ટીવ હતુ. એના ખુલ્લા વાળ વાળા ફોટા મારી નજર સામેથી દુર હટવાનુ નામ નહોતા લેતા. અમુક ફોટા સ્મિતા મેમ સાથે પણ હતા. આ ફોટાઓ જોતા મારે ખાસ્સો એવો ટાઇમ લાગ્યો. જોકે મારી અંદર થી અવાજ આવતો હતો કે, “આ ફોટાને સ્કીપ કરી દે.”
‘તો મછવારા મછલી પકડ ને બેઠા હૈ…!!’, ટુડુંગ… ફેસબુકમાં નીતુનો મેસેજ આવ્યો એટલે સાઉન્ડ આવ્યુ. એના જેમજ એના ચેટની શરુઆત પણ કઇક અલગ જ હતી.
‘જબ મછવારા ભુખા હોગા તો, શિકાર પે જાયેગા હી ના’, મેં મેસેજ કર્યુ.
‘તો માછલીને ગુજરાતી નથી આવડતુ..?’
‘માછલીઓને કદી ભાષા નથી હોતી.. એ બસ ઇશારાઓથી જ વાતો કરે છે.’
‘એ હરકતોને કારણે જ માછલી જાળમાં ફસાઇ જાય છે.’
‘પણ હું બવ ચંચળ માછલી છુ.’
‘પણ આ મછવારા પાસે માછલીને પકડવાના બધા જ પ્રકારના સાધનો છે.’
‘જો સાધનો હોય તો તો, માછલીએ કરેલો ચેલેન્જ અત્યાર સુધીમાં પુરો થઇ ગયો હોત.”
‘આ મછવારો નદીને તાકીને જ બેઠો છે. એટલે માછલીને ચિંતા કરવાની જરુર છે.’
‘તો માછલી ક્યાં છે..? એના ઘરે?’
‘ના, હું બહાર મારી ફ્રેન્ડસ સાથે મુવી જોવા આવી છુ.’
“ઓહ્હ્હ્હ્હ્હ્હ્હ્હ, અમને આમંત્રણ આપ્યુ હોત તો અમે પણ પધાર્યા હોત ને.”,
‘ફર્સ્ટ ચેલેન્જ એન્ડ ધેન એવરી થીંગ…!!’,
‘એવરીથીંગ…????’, મેં જડપથી ટાઇપ કર્યુ.
‘બસ હો, બવ આગળ વધવાની કંઇ જરુર નથી…’, સામેથી તરત વોર્નીંગ આવી.
‘બાય-ધ-વે ક્યુ મુવી જોવા ગ્યા છો..?’
‘ડેલ્લી બેલ્લી….!!’
‘હ્મ્મ્મ્મ, રીવ્યુ આપજે, શો કેટલા વાગ્યા નો છે..?’
‘૧૧, પણ તારે આજે કોલેજ નથી.? અત્યારમાં ફેસબુક દેવતાની પુજા ચાલુ કરી દીધી..?’
‘એમ કરને મારી પણ ટીકીટ લઇલે લે ને.. ટુ કોર્નર સીટ્સ’
‘નો…વે.. સપનામાં, ઓકે..?’
‘સપનામાં તો હું રોજે જોવ છુ, એને હકિકત કરવી એ તારા હાથમાં જ છે.’
‘ના, એ તારા હાથ મા છે,’
‘એમ હોય તો, હું ડગલા ભરી રહ્યો છુ. તારા ઘરે પણ આવી રહ્યો છુ.’
‘ક્યારે..????, કેવી રીતે..?????.......’, ટુડુંગ, ટુડુંગ, ટુડુંગ, ટુડુંગ લગભગ દસેક વાર વાગ્યુ. સાતેક વારતો મેસેજમાં ક્વેશ્ચન માર્ક જ હતા. હું વાટ જોઇ રહ્યો હતો કે ફેસબુકના ચેટ બોક્સમાં શ્રુતિ ઇઝ ટાઇપીંગ ક્યારે ગાયબ થાય અને એ હજુ શુ લખશે.
‘ના, આ વખતે હું તને સરપ્રાઇઝ આપવાનો છુ. જોવ છુ તારા ભાગ્યમાં મને મળવાનુ છે કે નહિ..?’
‘લોલ…. લોલ, મારા ભાગ્યમાં..?, તારા ભાગ્યમાં કહ, મારી ડીમાન્ડ કેટલી છે એ હું બવ સારી રીતે જાણુ છુ’, આ લખતી વખતે એણે એના હોઠ ભીંસી રાખ્યા હશે એ હું વીઝ્યુલાઇઝ કરી શકતો હતો, ચોક્ક્સ એના ચહેરા પર સ્માઇલ હશે. પણ એણે દેખાવા નહિ દીધી હોય, જે એના ગાલ પર ડીમ્પલ (ગાલ ના ખાડા) થઇને બહાર આવી હશે.
‘તો આટલી બધી આતુરતા તારા મેસેજમાં કેમ દેખાણી..?’
‘આતુરતા…?, એને આતુરતા ના કહેવાય, મને વિચાર આવ્યો કે હું તારા ચેલેન્જને પુરો કરતા કેવી રીતે રોકી શકુ..?’,
‘ઓહ….. તો તો સારુ કે’વાય કે મે તને મારો પ્લાન ના કહ્યો…લોલ.’ મને હસવુ આવી ગ્યુ.
‘ઓકે હવે શો ટાઇમ થવા આવ્યો છે. મારે જવુ જોઇએ’,
‘તો મુવી પતે એટલે ફરી વાત થઇ શકશે.?’
‘ડીપેન્ડ્સ..!!’
“ડીપેન્ડ્સ..? ઓન વોટ?’,
‘બે કલાકમાં મને ૪૦૦ નોટીફીકીશેન્સ તારા કારણે મળશે કે નહિ..?, એન્ડ આઇ એમ સીરીયસ અબાઉટ ધીઝ’
‘એટલે તારે મને ધંધે લગાવવો જ છે, એમને..’
‘મેં તો એવુ નથી કહ્યુ… એઝ યુ વીશ.’
‘હેય હેય.. તારી ફ્રેન્ડ ટીકીટ બારી પર છે..’,
‘કોણ..?’
‘પેલી, એ દિવસે કેન્ટીનમાં મળી હતી એ.’, આ મેસેજ વાચતા મારા મોંમાથી ઓહ્હ શીટ નીકળી ગયુ.
‘નીતુ..?, ત્યાં..?’
‘ઓકે શો ચાલુ થવામાં છે, પછી વાત કરુ… બાય.. હેવ એ હાર્ડ ટાઇમ ઓન એફ.બી’, હું વધારે પુછુ એ પહેલા જ એણે બાય કહ્યુ એ ઓફલાઇન થઇ ગઇ. હવે મારી પાસે વિચારવા અને ચિંતા કરવા જેવુ ઘણુ બધુ હતુ.
***
હાય, યે લડકીયા કભી ચેહરે પે અજીબ અંગડાઇયા લાતી હૈ તો કભી ઇન અંગડાઇઓ કો રૂલાતી હૈ. જ્યારે કોઇ મુંજવણ હોય ત્યારે એમ જ લાગે છે કે આટલી મુંજવણ પહેલીવાર જ આવી છે. પણ આ જ સમયની તાકાત અને સમયની નચાવનારી સંતાકુકડી છે. કદાચ હું પણ એમ જ કે’ત કે આવી મુંજવણ મને કદી નથી થઇ. પણ મને ઓલરેડી આવી મુંજવણ થઇ જ છે. આપણે ક્ષણ ના ગુલામ છીએ. આઝાદી માટે માત્ર આપણે એ ક્ષણને વિના તર્ક જીવી શકીએ.
ઉપરના બધા જ વિચાર જ્યારથી શ્રુતિ ઓફલાઇન થઇ હતી ત્યારની એક પ્રોડક્ટ હતી. હવે મને ખ્યાલ આવી ગયો હતો. મારા એન્જીનીયરીંગનુ છેલ્લુ વર્ષ મારા માટે ખુબ ભારે હતુ. હું જ્યોતિષમા નથી માનતો પણ મારુ આ વર્ષ કદાચ લોઢાના આંકરા પાયે ચાલુ થયુ હશે.
નો ડાઉટ શ્રુતિ નીતુ ને મળી જ હશે. એ પણ બની શકે કે એણે એમ પણ કહ્યુ હશે કે, ‘હર્ષ સાથે હમણા જ વાત થઇ.’. આટલા વિચારો આવતા હતા ત્યાંજ એક બીજો જટકો લાગ્યો, જે હું સહન કરવા હવે સક્ષમ નહોતો. શ્રુતિ જ્યારે ઓફલાઇન થઇ એટલે પછી મેં ફેસબુકની ન્યુઝફીડ પરની પોસ્ટ વાંચવાનુ ચાલુ કર્યુ. મારી નજર ફેસબુક પેજ ની જમણી સાઇડના ભાગમાં ગઇ. જ્યાં ઇવેન્ટ્સ અને બર્થ-ડેની ઇનફોર્મેશન બતાવે. આજે ત્રણ જણાના બર્થ ડે હતા. બે મારા ડિપ્લોમાના ફ્રેન્ડ્સ અને ત્રીજી વ્યક્તિ હતી નીતુ.
મને સમજાયુ કે હું કોઇના જીવનનો ખુબ અગત્યનો દિવસ બગાડી ચુક્યો હતો. બર્થ-ડે કોઇ પણના જીવનનો એવો દિવસ હોય છે જે દિવસે બધા પોતાના ચહેરા પર સ્માઇલ રાખવા માંગે છે. દુશ્મન પણ એ દિવસે એના દુશ્મનને હર્ટ ના કરે. હું તો મારી એક બેસ્ટ ફ્રેન્ડને મળવા નહોતો જઇ શક્યો. કદાચ એ મુવી એન્જોય કરી રહી હશે. એણે મને એના બર્થ-ડેમાં શામિલ થવાનુ ઇન્વીટેશન આપ્યુ હતુ. જોકે મેં હજુ એને વિશ નહોતુ કર્યુ એ છતા.
બર્થ-ડેની નોટીફીકેશન જોઇ એટલે તરત જ મેં મારો મોબાઇલ ચાલુ કર્યો અને નીતુને કોલ લગાવ્યો. એનો ફોન બીઝી બતાવી રહ્યો હતો. હું એને વિશ કરવા માટે ખુબ જ ઉતાવળો હતો. પણ નીતુની કોઇ સાથે વાત ચાલી રહી હતી. હું વેઇટીંગમાં હતો. કોલ વેઇટીંગમાં હતો એ દરમ્યાન મેં નીતુની ફેસબુક ટાઇમ લાઇન ખોલી. નીતુની ટાઇમલાઇન કેકના પીક્સ અને બર્થ ડે વીશથી ભરેલી હતી. મેં પણ બર્થ ડે વિશ પોસ્ટ કરી. ટાઇમ લાઇન જોતા જોતા મેં જોયુ તો રોહને પણ વિશ કરેલુ હતુ. મારી નજર તરત જ રોહનની પોસ્ટના ટાઇમ તરફ ગઇ. ૯-૩૪ મિનિટે આ પોસ્ટ હતી. મારી નજરમાં રોહનનો ચહેરો બદલાઇ ગ્યો. હવે એ મારી નજરમાં ખુબ જ નીચે આવી ચુક્યો હતો. એને ફ્રેન્ડ કેવી રીતે કહેવો એ હું વિચારી રહ્યો હતો. કારણ કે મેં એને પુછ્યુ હતુ ત્યારે એને કહેવુ જોઇતુ હતુ કે આજે નીતુનો બર્થ ડે છે. નીતુનુ નામ આવ્યુ હતુ ત્યારે તો એને કહેવુ જોઇતુ હતુ કે નીતુનો આજે બર્થ ડે છે. કદાચ આ રોહનનો નીતુ તરફ નો લવ હશે.
‘હલો’, વેઇટીંગમાં હતો એ કોલ રીસીવ થયો અને હળવો સોફ્ટ અવાજ સામેથી આવ્યો.
‘હેપ્પી બર્થ ડે ટુ યુ માય ડીઅર…’, મેં નીતુને વીશ કરી.
‘થેંક્સ, બટ આ વિશ એક્સેપ્ટ નહિ થાય, હું મારા ફ્રેન્ડ્સની જ વીશ એકસેપ્ટ કરુ છુ.’, એના અવાજમાં ગુસ્સો હતો જ, એ હંમેશાની જેમ હાઇ વોલ્યુમમાં નહિ પણ ધીમા અને શાંત લયમાં વાત કરી રહી હતી. નીતુનો આ અવાજ હું પહેલી વાર સાંભળી રહ્યો હતો. હું નીતુનો એનર્જેટીક અને મસ્તીભર્યા અવાજ સાંભળવાથી ટેવાયેલો હતો. જ્યારે મેં “ફ્રેન્ડની જ વીશ એક્સેપ્ટ કરુ છુ” એ શબ્દો સંભળાયા ત્યારે મને જટકો લાગ્યો. મને મારી ભુલ સમજાઇ હતી.
‘સોરી નીતુ, હું તને ખોટુ નથી કહેવા માંગતો, એટલે મારા માટે લાંબા લાંબા જુઠ્ઠા ડીસ્કીપ્શન્સ નથી...’, બોલીને હું ચુપ થઇ ગયો.
‘હા, આવુ તુ શામાટે કહે છે એ હું સમજી શકુ. શ્રુતિ કહેતી હતી તુ ઓનલાઇન હતો’,
‘ક્યાં છે તુ…?, મારે તને મળવુ છે.!’, મેં એને મળવાની ઇચ્છા બતાવી.
‘વીશ તો કરી દીધુ હવે મળવાની કંઇ જરુર નથી’, નીતુનો અવાજ શાંત જ હતો.
‘સોરી, યાર. સમજ ને, મારે થોડી પ્રોબ્લેમ હતી, પ્લીઝ, તુ ક્યા થીયેટરે મુવી જોવા ગઇ છે..? મને કહે હું ત્યા આવુ..’, મેં ખુબ જ ઝડપથી કહ્યુ.
‘હું ઘરે જઇ રહી છુ. મુવી જોવા નહિ.’
‘મને તો શ્રુતિ કહી રહી હતી કે તુ મુવીની ટીકીટ લઇ રહી હતી’, મેં પુછ્યુ.
‘જેને હું મારો બેસ્ટ ફ્રેન્ડ સમજતી હતી એની સાથે બર્થ-ડે સેલીબ્રેટ કરવાનો પ્લાન હતો, એ આવ્યો જ નહિ એટલે હું ટિકિટ પાછી આપવા ગઇ હતી.’, એનો અવાજ ખુબ જ શાંત થઇ ગ્યો હતો. એ બવ ધીમા અવાજે બોલી રહી હતી. અત્યારે માત્ર નીતુના ચહેરા પર સ્માઇલ આવી જાય એ સિવાય હું કંઇ જ નહોતો ચાહતો.
‘સોરી યાર, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ, ઓનેસ્ટલી કવ તો મને તારા બર્થ ડેની ખબર નહોતી અને સવારમાં મારે જે રોહન સાથે બન્યુ એના લીધે મારો મુડ બેન્ડ મારી ગ્યો તો. એટલે મેં મારો મોબાઇલ પણ બંધ કરી દીધેલ, સોરી યાર, સોરી પ્લીઝ કહે ક્યાં મળે છે..?’, મેં એને મળવાની ખુબ જ રીકવેસ્ટ કરી.
‘હું તને એકલી તો નહિ જ મળુ, મારા ઘરે ૧૦૦% બર્થ ડે પાર્ટી હશે ત્યાં પહોચી જજે’,
‘પ્લીઝ ડીઅર, હું તારો દિવસ આવી રીતે બગાડવા નથી માંગતો’
‘એ ઓલરેડી તુ કરી ચુક્યો છે’
‘નીતુ, તને તો ખબર છે આપણે કેટલા ફ્રેન્ક છીએ, એક બીજાની ભુલો માફ કરવામા કદી નથી ખચકાતા અને તને યાદ હોય તો આપણે બધાએ પ્રોમીસ કરેલુ છે કે આપણા વચ્ચે કોઇપણ કારણે ઝઘડો થશે તો એક જોકની સાથે એના બધા કારણોને ઇગ્નોર કરી ને ભુલી જઇશુ, તુ ભુલી ગઇ..?’, મેં એને અમારા ગૃપમાં કરેલુ પ્રોમીસ યાદ અપાવ્યુ.
‘ઓકે, તુ મને મળવા માંગે છે ને તો તમે બધા લોકો આવો, રોહન, તુ અને નીલ. હું ઇસ્કોન મંદિર બેઠી છુ’
‘નીતુ હું તને એકલો મળવા માંગુ છુ. બાકી તો તે કહ્યુ એમ રાતે બર્થ-ડે પાર્ટી છે જ’, મારે નીતુને એકલા મળવુ હતુ કારણ કે મારે એની સાથે જેવી ફ્રેન્ડશીપ પહેલા હતી એવી જ જાળવવી હતી અને એટલે જ હું એને મનાવવા માંગતો હતો.
‘હું, એકલો આવી રહ્યો છુ. માત્ર વીસ મિનિટ, ડિઅર’,
‘ના આવે તો પણ ચાલશે’
‘બાય, આઇ એમ કમીંગ..!’
‘બાય’, નીતુએ કોલ કટ કર્યો.
***
નીતુ મારી એક ખુબ સારી ફ્રેન્ડ હતી અને એનો બર્થ ડે હું ભુલ્યો હતો, નીતુ ટુક ઇટ વેરી સીરીયસલી. વાંક મારો હતો એટલે મારે એને મનાવવાની જ હતી હું સારી રીતે તૈયાર થયો, એ દિવસોમાં નાની નાની વાતો ખુબ મોટી લાગતી. મેં મારી ગજની સ્ટાઇલ કોટી અને ફોર્મલ્સ પહેર્યા. મેં ગીફ્ટશોપમાંથી ગીફ્ટ ખરીદ્યુ. હું ઇસ્કોન પહોંચ્યો.
નીતુ ઇસ્કોન મંદિરની ડાબી તરફની લોનમાં બન્ને ગોઠણને પાછળ તરફ વાળીને બેસી હતી. એનો ચહેરો નીચે નમાવેલો હતો, જાણે એ એના સાથળ સાથે વાત કરતી હોય, એનો ડ્રેસ કોડ રેડ હતો એણે ગોઠણથી સહેજ ઉપર સુધીનુ ટોપ પહેર્યુ હતુ. એના કપડા શરીર સાથે ચુસ્ત હતા. એના વાળા ચંપી કર્યા વિનાના હતા. ડાબી સાઇડના માથા મા કાળા કલર ની કાર્ટુન પીન નાખેલી હતી. છતા વાળ ખુલ્લા જ હતા. એ બર્થ ડે ગર્લ લાગતી હતી, પરફેક્ટ.
‘હેપ્પી બર્થ ડે ટુ યુ, હેપ્પી બર્થ ડે ટુ યુ, હેપ્પી બર્થ ડે નીતુ… હેપ્પી બર્થ ડે ટુ યુ.’, હું ગાર્ડનમાં એન્ટર થયો કે તરત જ ગાવાનુ ચાલુ કર્યુ.
‘હેપ્પી બર્થ ડે’, મેં નીતુની સામે પલાઠી વાળીને બેસીને કહ્યુ. મને નહોતી ખબર કે આગળ શું બોલવુ, એટલે એના બોલવાની હું રાહ જોઇ રહ્યો હતો.
‘થેંક્સ’, નીતુએ એનો ચહેરો ડાબી તરફ ફેરવ્યો, એણે મારી સામુ સુધ્ધા ના જોયુ ત્યારે મને બવ બેડ ફીલ થયુ. હવે હું કોઇ પણ આર્ગ્યુમેન્ટ કરુ એટલે સામે કોઇ આર્ગ્યુમેન્ટ આવશે અથવા તો એનો કોઇ આન્સર નહિ આવે એ મને ખબર હતી મારે કોઇક બીજો રસ્તો શોધવો પડે એમ હતો.
મેં મારો મોબાઇલ બહાર કાઢ્યો. મેમરી કાર્ડ્સમાં સ્વીટ મેમરીઝ નામનુ ફોલ્ડર ઓપન કર્યુ. મેં સ્પીચ.વેવ ફાઇલ મીડીયા પ્લેયરમાં વગાડી.
‘યસ આઇ એમ લેસ્બીયન, બીકોઝ આઇ લવ ગર્લ્સ, બોય્સ ડઝન્ટ ગીવ્સ મી પ્લેઝર, આઇ લાઇક અનટાઇડ હેઇર ઓફ ગર્લ્સ, આઇ લાઇક ટુ ફીલ વાર્મનેસ ઓફ ગર્લ્સ, બીકોઝ આઇ લવ ગર્લ્સ’, નીતુને ટ્રુથ એન્ડ ડેરની ગેમમાં ડેર કરવાનુ હતુ અને અમે એને આ સ્પીચ વાંચવા કહ્યુ હતુ. એ આ સ્પીચ વાંચતા ખુબ જ હસી રહી હતી.
નીતુના ચહેરા પર સ્માઇલ આવી. એના હોઠ પહોળા થયા. મેં તરત જ મોન્જીન્સમાંથી લીધેલી મીની કેક બહાર કાઢી. એક કેન્ડ્લ સળગાવી અને પ્લાસ્ટીકનુ ચાકુ મેં નીતુના હાથમાં આપ્યુ.
‘ઓય છોકરાઓ… અહિં આવો તો’, આજુબાજુ જે ટાબરીયાવ રમતા હતા એને મેં બોલાવ્યા. ફરી અમે હેપ્પી બર્થ ડે ટુ યુ સોન્ગ ગાયુ. નીતુએ કેક કાપી. કેકનો એક ટુકડો મને ખવરાવ્યો. મે પણ કેકનો એક ટુકડો એના મોઢામા મુક્યો, સાથે કેક ક્રીમ ના બે લોંદા એના ગાલ પર પણ ચોપડ્યા. ચોપડતી વખતે એ એના હાથ આડા કરી રહી હતી એટલે એના હાથ પર પણ ક્રીમ પડ્યુ.
હું એના માટે ફ્રેન્ડ્સ ફોરેવર લખેલુ રેડ કલરનું બ્રેસલેટ લઇ ગયો હતો એ મેં એના હાથ પર પહેરાવ્યુ. એ માત્ર મારી સામુ જોઇ જ રહી. એના ચહેરા પર આજ સુધી કદી નહોતી એવી ખુશી જોઇ. એના ચહેરા પર કોઇના ચહેરા પર ન જોયેલુ સેટીસ્ફીકેશન જોયુ. એણે મારા હાથ પર હાથ મુકીને કહ્યુ, ‘થેંક્સ’, જવાબમાં મે કહ્યુ, ‘સોરી’, અમે બન્ને હસી પડ્યા. ત્યારે મને સમજાયુ કે ક્યારેક ફ્રેન્ડશીપમાં સોરી અને થેંક્સની જરૂર પણ પડતી હોય છે.
હું એને સરપ્રાઇઝ આપવા માંગતો હતો. સરપ્રાઇઝ મારા વોલેટમાંથી કાઢી. મેં એને સીનેમેક્સની મુવી ટીકીટ્સ બતાવી. એણે માત્ર મારા હાથ પર હાથ મુક્યો, આંખોને નીચે નમાવી, ફરી ઉંચી કરી. જેનો મને ડર હતો એ જ થઇ રહ્યુ હતુ. નીતુ મને લવ કરતી હતી એ પાક્કુ થઇ ગ્યુ હતુ, બસ એ એના હોઠો પર નહોતુ આવ્યુ.
અમે નીતુના સ્કુટરમાં બે જ મિનિટમાં સીનેમેક્સ દેવ આર્ક મોલ પહોચ્યા. એક વાગ્યા નો શો હતો, દસેક મિનિટની વાર હતી.
‘હેય, કઇક તો બોલ, આટલી સીરીયસ તને કદી નથી જોઇ, બર્થ-ડેના દિવસે તો તારા મોમાં જીભડી ના સમાવી જોઇએ. એવુ હું એક્સપેક્ટ કરતો હતો.’, નીતુને ખુબ શાંત, છતા ખુશ જોઇ હસતા હસતા પુ્છી નાખ્યુ.
‘બધુ બદલાઇ ગયેલુ લાગે છે’, મને હવે ડર લાગતો હતો એટલે હું આગળ ના બોલ્યો.
મે ડેલ્લી બેલ્લીની ટીકીટ્સ લીધી હતી. કોણ કહે છે લવમાં લોકો સીરીયસ નથી થતા. જે છોકરીને મેં કદી સીરીયસ નહોતી જોઇ આજે એ જ છોકરી આટલી બધી સીરીયસલી કેમ બીહેવ કરતી હતી.
‘ઓય, તારો બર્થ ડે છે હો, મને આમ તારી સાથે રહીને કંઇ નહિ સાંભળવાની ટેવ નથી, એકલુ એકલુ લાગતુ હોય તો રોહન અને નીલને બોલાવી લઇએ’, મેં કહ્યુ.
‘ના, હવે બોલ શું બોલુ.’, એ હસવા લાગી.
‘એ મારે તને ના કહેવાનુ હોય, જે મન ફાવે એ બોલવાની તારી આદત ક્યાં ગઇ.?’, એ હસતી’તી અને હું એને જોતો જોતો બોલતો હતો.
‘કે પછી મંદિરમાં મુકી આવી..?? હાહા’, મેં ફરી હસતા હસતા કહ્યુ.
‘બસ, બસ…. હો, વધારે કંઇ બોલવાની જરુર નથી’, એણે પહેલા મારી તરફ જોયુ અને પછી આજુ બાજુ નજર નાખતા બોલી. ‘એમ…? મૌન વ્રત લાગે છે…!!, હાહાહા’, મેં એને ચીડવતા કહ્યુ.
‘હર્ષ……’, હું એને ચીડવવામાં પહેલી વાર જીત્યો હતો. એણે મારુ નામ લીધુ અને એના ચહેરા પર અજીબ આંકારો કોતરાઇ ગયા.
‘કેમ, આજે ખબર પડી કોઇને પજવવામા કેટલી પ્રોબ્લેમ થાય…!’, મેં હસતા હસતા કહ્યુ.
‘હા હો, ચાલ હવે મુવીને બવ વાર નથી અંદર જઇએ.’, એ મારા હાથ ને પકડવા ઇચ્છતી હોય એમ મારા હાથ તરફ હાથ લંબાવ્યો, મેં એ જોયુ જ ના હોય એવુ વર્તન કર્યુ.
ફર્સ્ટ ટાઇમ હું કોઇ છોકરી સાથે એકલો મુવી જોવા આવ્યો હતો, કહી તો ના શકાય પણ આ એક ટાઇપની ડેટ જ હતી. મુવીમાં કોઇ લવ સ્ટોરી નહોતી, પણ અમે મુવીમાં અમુક સીન્સ વખતે સામા સામુ જોઇ હસી રહ્યા હતા. ખાસ કરીને જ્યારે મુવીમાં ગાળા ગાળી આવતી ત્યારે. અમુક સમયે નીતુએ મારો હાથ પણ એના હાથમાં જકડી રાખ્યો હતો, પણ મેં ધીમેથી સરકાવી લીધો હતો. સીચ્યુએશન ધીમે ધીમે આઉટ ઓફ કન્ટ્રોલ થઇ રહી હતી. મને બરાબર યાદ છે એ સીન કારણ કે એ સીન પછી મને ઘણુ બધુ ભુલાઇ ગ્યુ હતુ. જ્યારે તાષી(ઇમરાન ખાન) અને મેનકા બન્ને મેનકાના હસબન્ડ થી ભાગતા ભાગતા એક હોટેલમાં કોઇકના રૂમમાં ઘુસી જાય છે એજ વખતે નીતુ મને એના હાથથી મારા હાથ પર ટપલી મારે છે મે એની સામે જોયુ તો એણે મારો કાન એના તરફ લાવવા કહ્યુ.
‘શુ છે..?’, મેં પુછ્યુ.
‘કેન યુ ગીવ મી વન થીંગ’, નીતુ સ્માઇલ સાથે સીરીયસ થઇને બોલી..
‘શું, પણ.?’, મેં ફરી પુછ્યુ.
એણે મારા માથાની પાછળ હાથ નાખી ને, મારો ચહેરો એના ચહેરા તરફ ખેંચ્યો. એના હોઠ અને મારા હોઠ વચ્ચે લગભગ એક સેન્ટીમીટર કરતા પણ ઓછુ અંતર હશે. મારૂ હાર્ટ જોર જોરથી ધડકવા લાગ્યુ હતુ. આ સમયે મને કોઇનો ડર નહોતો, પણ મને મારી જાતનો ડર હતો. મને ડર એ હતો કે મન આ ક્ષણને પકડી લેવા માંગતુ હતુ અને હ્રદય આવી ક્ષણ કોઇ માટે રીઝર્વ કરી ચુક્યુ હતુ. મને ડર હતો કે હું વહી ના જાવ. મને ડર હતો કે કદાચ મારા ફાટી ગયેલા હોઠ નીતુના હોઠને લોહી લુહાણ ના કરી દે. આખા શરીરમાં જાણે પેરાલીસીસ થઇ ગ્યુ હોય એમ શરીર હલવા માટે તૈયાર નહોતુ. અંધારામાં મને નીતુની મોટી મોટી આંખો સિવાય કંઇજ દેખાતુ નહોતુ.
ત્યારે જ નીતુએ એનો ચહેરો ડાબી તરફ કોઇક યંત્ર જેમ રોટેટ થાય એમ રોટેટ કર્યો અને મારી તરફ સરકાવ્યો.
***
શું થશે જ્યારે નીતુ અને હર્ષ વિશે નીલને ખબર પડશે? રોહન સાથે પડેલી તીરાડોને કારણે શું કોઇ પ્રોબ્લેમ્સ ઉભી થશે? શું થશે જ્યારે હર્ષ શ્રુતિને મળશે? બધુ જ જાણવા માટે વાંચતા રહો – ધ લાસ્ટ યર.
ચેપ્ટર - ૮ - ગીલ્ટ
આગળ આપણે જોયુ,
હર્ષ નીતુને મળવા જવાનુ ટાળે છે. ફેસબુક પર હર્ષની શ્રુતિ સાથે વાત થાય છે. શ્રુતિ મુવી જોવા ગઇ હોય છે. ત્યારે જ તે નીતુને ત્યાં જુએ છે. શ્રુતિ હર્ષને આ વાત મેસેજ પર કહે છે. હર્ષને ફેસબુક થ્રુ ખબર પડે છે કે નીતુનો બર્થડે છે. હર્ષ નીતુને કોલ કરે છે. નીતુ મળવાની ના પાડે છે. હર્ષ ઇનસીસ્ટ કરે છે. હર્ષ નીતુને મળે છે, બર્થડે વીશ કરે છે. નીતુ હર્ષ પાસે કંઇક માંગે છે. હર્ષ ન તો હા પાડી શકે છે, ન તો ના પાડી શકે છે.
***
અત્યાર સુધીની ઘણી સીચ્યુએશનમાંની આ પણ એક એવી સીચ્યુએશન હતી જ્યારે મને નહોતુ સમજાતુ કે શું કરવુ.? તરત મારી સામે રોહનનો ચહેરો સામો આવી ગ્યો. સવારે કહેલા એના શબ્દો મારા કાનમાં ફુંકાયા.
‘હું નહિ કરી શકુ.’, મેં મારો ફેસ નીતુના ફેસ સામેથી હટાવી લીધો, પણ આંખો નહિ.
‘મને ખબર છે તુ શ્રુતિને લવ કરે છે, તને મારા ભાઇની ફ્રેન્ડશીપનો પણ ડર છે. પણ તુ એક ફ્રેન્ડને એના બર્થ ડે પર એને માત્ર એક ગીફ્ટ નહિ આપે…?’, એની આંખો ચમકતી હતી કારણ કે એ ભીની હતી.
‘એક, ફ્રેન્ડ જે ગીફ્ટ આપી શકે એ આપી ચુક્યો છે, આ ગીફ્ટ એક ફ્રેન્ડ ના આપી શકે.’, મેં જ્યારે આ કહ્યુ ત્યારે મુવીમાં એક સીડ્યુસીવ સીન ચાલી રહ્યો હતો.
‘મારે આ ગીફ્ટ મારા બેસ્ટ ફ્રેન્ડ પાસેથી જ જોઇએ છે.’, એણે મારો હાથ પકડ્યો. એ એ.સી ના કારણે ઠંડો હતો. મેં કહ્યુ હતુ ને, લસ્ટનો એક તણખો પણ મનના કોઇ ખુણામાં હોય ને તો એ ઘણી મુસીબતો લાવી શકે. હવે હું મારા કન્ટ્રોલમાં નહોતો. મારા મનના કંન્ટ્રોલમાં હતો.
મેં મારો હાથ એના હાથમાંથી છોડાવી લીધો અને એના મુલાયમ વાળમાં પરોવી દીધો. બીજો હાથ એના કોમળ ગાલ પર રાખી દીધો. હું મારો ચહેરો એની ગરદન તરફ લઇ ગયો. એની ગરદનને ઢાંકેલા વાળ મેં મારા હાથથી પાછળ ધકેલ્યા. એની ગરદન પર સ્ટ્રોન્ગ સ્પ્રે છાંટેલો હોય એવી ફ્રેગરન્સ આવી રહી હતી. એની ગરદનને ચુમતો ચુમતો હું એના ગાલ તરફ પહોંચ્યો. કદાચ મારી દાઢી એને ખુંચી હશે. મેં મારા ચહેરો ત્રાંસો કરીને મારા હોઠ એના હોઠ સાથે કનેક્ટ કરી દીધા. ફીલીન્ગ્સનો ડેટા ટ્રાન્સફર થવા લાગ્યો. એના મોં માથી ચોકલેટ કેકનો ટેસ્ટ હજુ ગયો નહોતો. એટલે હું ક્રીમ ચોકોલેટ ખાઇ રહ્યો હોવ એવો એહસાસ એની જીભ કરાવી રહી હતી. એના મોં નો રસ મને રસ મલાઇ નહિ પણ રસ ચોકોલેટ જેવો લાગ્યો. આ મીઠાઇ હું પહેલી વાર ખાઇ રહ્યો હતો અને પહેલી જ વારમાં હું દિવાનો થઇ ચુક્યો હતો. મને મુવીમાં જે સીન ચાલતો હતો એનો અવાજ સંભળાતો હતો. મેનકા સેક્સ કરતી હોય એવા બરાડા નાખતી હતી. એ સાંભળીને નીતુએ એના હાથ મારા માથાની પાછળ જકડી દીધા. એ જેટલુ જોર લગાવી શકે એટલુ જોર લગાવી મારો ચહેરો એના ચહેરા તરફ ખેંચી રહી હતી. મારા હોઠ પહેલી વાર કોઇક નવી કસરત કરી રહ્યા હતા. આટલી લાંબી કસરત ના તો મેં કરી હતી કે ના તો મારા હોઠોએ. આ કસરત કંઇક નવી જ હતી. કસરત પછી થાક લાગે, આ કસરત પ્રાણાયમ જેવી હતી જે થાક ઉતારી રહી હતી. નીતુના હોઠો અને જીભને ચાવવા જેવો નાસ્તો મેં આજ સુધી કોઇ દિવસ નહોતો કર્યો. કદાચ આ નાસ્તો નહોતો. નીતુ પણ મારા ફાટેલા હોઠોને મલમ લગાવવામાં મશગુલ થઇ ગઇ હતી. મને ચોક્ક્સ યાદ નથી કે આ કેટલી મિનિટ ચાલ્યુ. પણ જ્યારે મારા હાથ એની પીઠને જકડેલા હતા ત્યારે જ મારો મોબાઇલ વાઇબ્રેટ થયો, મેં મારો હાથ એની પીઠ પરથી હટાવ્યો અને મોબાઇલ બહાર કાઢવા હટાવ્યો. એણે એના બીજા હાથે મારો હાથ પકડી રાખ્યો. એણે એક હાથથી મારા માથાને જકડેલુ હતુ. આજે મને મારી બધી સ્ટ્રેન્થ પતી ગઇ હોય એવુ લાગ્યુ કારણ કે એક છોકરીનો હાથ મારા માથા પરથી છોડાવી શકતો નહોતો. મોબાઇલ વાઇબ્રેટ થતો બંધ થઇ ગયો. છતા મારા અને નીતુના હોઠ વાઇબ્રેટ કરી રહ્યા હતા. મોબાઇલ ફરી વાર વાઇબ્રેટ થયો. મેં મારો ચહેરો નીતુના ચહેરા ઉપરથી ખેંચી લીધો.
મેં મોબાઇલ બહાર કાઢ્યો. નીલનો કોલ હતો. મે મોબાઇલ નીશાની તરફ કર્યો અને એને દેખાડ્યો. બસ જેનો ડર હતો એ જુઠ્ઠુ બોલવાનુ હતુ અને પછી ગીલ્ટી ફીલ કરવાનુ હતુ. મારે એને શું કહેવુ એ હું વિચારતો હતો. નીતુએ એનો હાથ મારા હાથ ઉપર મુક્યો અને કોલ રીસીવ કરવા કહ્યુ.
‘હા, નીલ’, મે કોલ રીસીવ કર્યો.
‘ક્યાં છે એલા તુ…? કેમ કોલેજ નથી આવ્યો…?’, નીલે પુછ્યુ.
‘આજે કોલેજ આવવાનો મુડ નહોતો, એમ પણ નીતુનો બર્થ ડે છે એટલે હું એનો કોલ આવ્યો એટલે ઇસ્કોન મળવા આવ્યો હતો.’, મેં કહ્યુ.
‘ઓકે, એની સાથે કોણ કોણ છે..?’, આ પુછ્યુ એટલે શું કહેવુ એ વિચારવુ પડ્યુ.
‘બે સ્કુલ ફ્રેન્ડ છે કોઇ એની સાથે, પણ માલ છે’, મેં નાટક કરતા સહજ ધીમા અવાજે કહ્યુ જેથી નીલને વિશ્વાસ બેસે.
‘ઓકે. રાતે બર્થ ડે પાર્ટીમાં આવવાનુ છે એ માટે કોલ કર્યો છે, સાડા સાત વાગે આવી જજે. ડીનર મારા ઘરે જ છે.’
‘ઓકે.. બીજુ કંઇ કામ તો નથી ને..?’
‘ના, ચાલ બાય.’
‘ઓકે, બાય.’ મેં કોલ કટ કર્યો.
મેં નીતુ સામુ જોયુ. એના ચહેરા પર કંઇક મોટુ કામ કર્યુ હોય એવો ગર્વ અને સ્માઇલ હતા.
‘વન્સ મોર…?’, નીતુએ કહ્યુ.
‘તને તારુ ગીફ્ટ મળી ગયુ છે, પ્લીઝ હવે ભુલી જા કે મેં તને કંઇ આપ્યુ છે કે તે કંઇ લીધુ.’, મેં હવે હાર્શ થઇને કહ્યુ જે મને થોડુ ના ગમ્યુ.
‘ઓકે. બટ આઇ…’, મેં એના મોં પર હાથ મુકી દીધો.
‘બટ આઇ ડોન્ટ, તને ખબર છે.’, મેં કહ્યુ અને હું મુવી જોવાનો ઢોંગ કરવા લાગ્યો.
‘સોરી’, મેં થોડી વાર રહીને કહ્યુ.
‘થેંક્યુ ફોર એવરીથીંગ….’, એણે સ્માઇલ સાથે કહ્યુ.
પછીનુ મુવી સામાન્ય હતુ. બહાર નીકળ્યા ત્યારે બહારની દુનિયામાં કોઇ બદલાવ નહોતો. પણ મારી અંદર ઘણુ બદલાઇ ગયુ હતુ. મેં મારી લાઇફની ફર્સ્ટ કીસ કરી હતી.
‘ભુખ લાગી છે તને ?’, નીતુએ પુછ્યુ.
અમે લોકોએ નેશનલ હેન્ડલુમમાં પીઝા ખાધા.
‘હવે મારે જવુ જોઇએ’, મેં કહ્યુ.
‘તને છોડી દવ રુમ સુધી..!’, નીતુએ પુછ્યુ.
‘ઓકે..’, હું નીતુની એક્ટીવા પાછળ બેસી ગયો. મેં શીવરંજની પાસે સ્કુટર ઉભુ રખાવ્યુ.
‘બાય’, મેં ઉતરીને કહ્યુ.
‘બાય, રાતે મળીએ’, નીતુએ કહ્યુ.
‘બાય’, મેં કહ્યુ, એણે સ્કુટર ચલાવી મુક્યુ.
***
‘નીતુએ ફોર્સ કર્યો હતો, મારે તો એના બર્થ-ડે પર એની વીશ પુરી કરવાની હતી.’, કંઇક ખોટુ કર્યા પછી આપણુ મન કેટલીય છટક બારી શોધતુ હોય છે. મારા મનમાં સતત સવાલ ઉઠી રહ્યા હતા કે હું જે કરી રહ્યો છુ એ બરાબર છે કે નહિ, નીતુ સાથે આ બધુ કરવુ મને યોગ્ય નહોતુ લાગ્યુ. ડર તમને વિચારોના વિશ્વમાં લઇ જતુ હોય છે. જો શ્રુતિને આ વાત ખબર પડે તો? ડર શંકાઓનો વરસાદ શરૂ કરતો હોય છે. જો નીતુ શ્રુતિને આજે જે બન્યુ એ કહેશે તો? ડર તમને હંમેશાની જેમ ડરાવતો હોય છે. જો નીલને આ વાતની ખબર પડશે તો?
વોટ ટુ ડુ…. આઇ ડોન્ટ નો. કદાચ આ સમયે તો હું નક્કિ નહોતો જ કરી શક્યો. ફર્સ્ટ ટાઇમ મેં કદાચ આજે કોઇ પાસે માંગણી કરી હતી. આ માંગણી માફીની હતી. મને એ ખબર નહોતી કે મેં ગુનો કોનો કર્યો હતો? હું નાસ્તીક હતો. મારી યાત્રા નાસ્તીકતાથી આસ્તીકતા તરફની હતી.
***
હું નીલના ઘરમાં પ્રવેશ્યો. અંદર કોઇ જ દેખાણુ નહિ. ઉપરના રૂમમાંથી અવાજ આવી રહ્યો હતો.
‘હેય હર્ષ આવ, આવ.’, નૈતીકા આન્ટી ઉપરનો દાદર ઉતરતા મને જોઇ ગયા અને બોલ્યા.
‘ગુડ ઇવનીંગ આન્ટી, નીલ ક્યાં છે..?’, મેં પુછ્યુ.
‘નીલ અને નીતુ બન્ને બહાર ગયા. છે, એ આવે એટલે પાર્ટી ચાલુ કરવાની છે. ઉપર નીલ અને નીતુના ફ્રેન્ડ્સ છે, તુ જા’, નૈતીકા આન્ટીએ કહ્યુ. બીજી રૂમમાંથી નીમેષ અંકલ આવ્યા. અંકલ આન્ટી બન્ને કિચન તરફ ગયા.
હું ઉપર ગયો, લગભગ ત્યાં બધા જ હતા. રોહન પણ ત્યાં જ હતો. સાથે વિનીતા, જાનવી, વસુંધરા. પ્રણય, વિશાલ અને સુધીર, આ બધા જ નીતુના કલાસ મેટ હતા. હું રોહનની પાસે ગયો. આજે મને ખુબ બેડ એન્ડ ગીલ્ટી ફીલ થઇ રહ્યુ હતુ, જો કીસ કર્યા પછી આવુ ફીલ થતુ હોય તો હું કોઇ દિવસ કીસ કરવા નથી માંગતો એવુ વિચારી રહ્યો હતો.
‘સોરી રોહન, સવારમાં મારાથી થોડુ વધારે બોલાઇ ગયુ હોય તો’, મેં રોહન ને સોરી કહ્યુ.
બે ગાળો આપી દેવી એ હિમ્મત નુ કામ નથી પણ એ ગાળો આપ્યા પછી સોરી કહેવુ એ કરવા માટે ખુબ જ હિમ્મત જોઇએ. એટલે જ મેં રોહનને સોરી કહ્યુ.
‘ઇટ્સ ઓકે યાર, કદાચ હું જ વધારે બોલ્યો હોઇશ.’, રોહને કહ્યુ. અમે બન્ને ગળે મળ્યા.
રોહનના મોબાઇલમાં મેસેજ આવ્યો.
‘હેય, પેલા લોકો આવે છે, ચાલો ચાલો જલદી.’, રોહને કહ્યુ. ડેકોરેટ કરેલો રૂમ અમે જ્યાં હતા એની બાજુનો જ રૂમ હતો. અમે જલદીથી અંદર પ્રવેશ્યા. લાઇટો બંધ કરીને અમારે અંદર ઉભુ રહેવાનુ હતુ. હું રૂમમાં અંદર આવ્યો એટલે મેં મારી નજર રૂમમાં બધે જ ફેરવી દીધી. બાજુની બે અને સામેની એક દિવાર પર નીતુના મોટા મોટા ફોટાઓ હતા, એક ફોટામાં એ ટેડીબેઅર લઇને બેઠી હતી. ડાબી બાજુની દિવાલ પરનો ફોટો એના નાનપણનો હતો. તે એમાં રડતી હતી અને આંખો ચોળતી હતી. જમણી બાજુનો ફોટો ખુબ જ ગુસ્સામાં હોય એવા એક્સપ્રેશન્સમાં હતો, તુટેલો મોબાઇલ એના ડાબા હાથમાં કોઇની સામે ઘા કરવાનો હોય એમ પકડી રાખ્યો હતો. કેક પીંક કલરની હતી, જેના પર ચોકોલેટ્સ પણ હતી. કેકની ચારે તરફ નાના રમકડા મુકેલા હતા. જેમા પ્લાસ્ટીકના ઘોડાઓ, ગેંડાઓ, પ્લાસ્ટીકના નાના નાના ટ્રકો, પાંચ L.E.D લાઇટ, બે બીપીએલ કંપનીના કાટ ખાઇ ગયેલા પાવર સેલ, અને એક લેસર લાઇટ હતી.
કેકના ટેબલની ચારે ફરતે ફાટેલા ફોટાઓથી રાઉન્ડ કરેલુ હતુ. મને આ બધુ જ અજીબ લાગતુ હતુ, થોડો ઘણો તો ખ્યાલ આવી ગયો હતો કે આ બધી વસ્તુઓ બાળપણમાં નીતુની જ હ્શે. ફરી રોહનના મોબાઇલમાં મેસેજ આવ્યો. એટલે બધાએ લાઇટ બંધ કરવાનુ નક્કિ કર્યુ. અંકલ આન્ટી પણ રૂમમાં આવી ગયા.
રૂમનું બંધ બારણુ ખુલ્યુ. એટલે તરત જ નીતુનો ટેડીબીઅર વાળો ફોટો હતો ત્યાં સફેદ કલરનો પડદો પડ્યો અને પ્રોજેક્ટરથી વિડીયો ચાલુ થયો.
હેપ્પી બર્થ ડેના સંગીત સાથે અમે પણ બર્થ-ડે સોંગ ગાઇ રહ્યા હતા. સ્ક્રીન પર હેપ્પી બર્થ ડે નીતુ લખેલુ હતુ. મેં નીતુ સામે જોયુ. એના ચહેરા પર ખુશી અને આશ્ચર્ય હતુ. હવે સોંગ ચેન્જ થયુ અને તાલ મુવીના ઇશ્ક બીનાની ઇન્સ્ટ્રુમેન્ટલ થીમ વાગવા લાગી. સાથે સ્ક્રીન પરનો સીન પણ બદલ્યો.
જે ફોટો ડાબી સાઇડ હતો એ જ આવ્યો. જેમા નીતુ પાંચ વર્ષ જેટલી ઉમરની હતી, અને રડી રહી હતી. નીચે… “એં… એં.. એં….” લખેલુ હતુ. પછી તો જે જે રમકડા મેં રૂમના અંજવાળામાં જોયા હતા, એ બધા આવ્યા. દસ વર્ષની ઉમરે એ રમકડાથી રમી રહી હતી એનો વિડીયો આવ્યો. વિડીયોમાં ડીસ્ક્રીપ્શન પણ લખાઇને આવી રહ્યુ હતુ. પછી ફાટેલા ફોટાની સ્ટોરી આવી. એક વાર નીલ સ્ટુડીયોમાંથી એનો સરસ મોડેલીંગ ફોટો પડાવીને આવે છે, નીતુને ચીડવે છે અને નીતુ પોતાના અને નીલના બધા ફોટા ફાડી નાખે છે. લાસ્ટમાં નીતુનો મોબાઇલ વાળો વિડીયો પણ આવ્યો, જે કદાચ એના મમ્મીએ શુટ કર્યો હશે, જેમાં હમણાની જ નીતુ હતી. નીલ સાથે થયેલા ઝઘડાને એના મમ્મીએ કેમેરામાં મસ્ત કેદ કર્યો હતો, મોબાઇલનો છુટ્ટો ઘા નીલ તરફ કરેલો, પણ નીલને વાગ્યો નહિ પણ મોબાઇલના બે ટુકડા થઇ ગયા. લાસ્ટમાં વન્સ અગેઇન હેપ્પી બર્થ ડે ટુ નીતુ આવ્યુ. લાઇટ ચાલુ થઇ.
નીતુ હર્ષઘેલી થઇ ગઇ હતી. એ એના મમ્મીને ગળે મળી રહી હતી. એના પપ્પાએ અને નીલે પણ એને બાહોંમાં જકડી. હા એની આંખોમાં ખુશીયોથી આંખો ભીની હતી.
પછી નીતુએ કેક કાપી. એક પછી એક બધાએ કેકનો ટુકડો નીતુના મોંમાં મુક્યો. મારો વારો પણ આવ્યો. આ કેક તો ફીક્કી જ લાગવાની હતી. હસતા હસતા મેં પણ એના મોંમા કેકેનો ટુકડો મુક્યો. બધા જ્યારે એકબીજાના મોંમાં કેક મુકતા હતા ત્યારે બધા ચીસો પાડતા હતા. નીલે કેકનો એક મોટો પીસ લઇને નીતુના મોં પર ચોપડી દીધો. એક પછી એક બધા જ આ રીપીટ કરવા લાગ્યા. નીતુનો ચહેરો આખો કેક કેક થઇ ગયો હતો. મારું મન ત્યારે ક્યાંક બીજે જ આંટા મારી રહ્યુ હતુ. હું આ પાર્ટીથી આઘો આઘો હતો. ખબર નહિ, આજે ક્યાંય ચેન ન્હોતો. ક્યાંક કંઇક ખુટે છે એમ લાગતુ હતુ.
સાંજનુ ડીનર ચાલુ થવામા જ હતુ. મારા ઘરેથી કોલ આવ્યો, મારી મમ્મી બોલી રહી હતી.
‘હર્ષ તારા પપ્પાને એટકે આવ્યો છે.’, મારી મમ્મી બોલી.
હું બે-ઘડી સ્તબ્ધ થઇ ગયો, કંઇ બોલી શક્યો નહિ. હું કોઇની પાર્ટીમાં ભંગ પાડવા નહોતો માંગતો એટલે હું સાઇડમાં ચાલ્યો ગયો.
‘કેમ છે, હવે સારુ છે ને…?’, હું એમ તો મને હેન્ડલ કરી શકુ એવો છુ, એટલે ઢીલો ના પડ્યો.
‘સ્મીમેરમાં દાખલ કર્યા છે… તુ જલદીથી આવી જા બેટા, હું એકલી છુ’, મારી મમ્મી ગળગળી થઇ ગઇ.
મારે જવુ પડે એમ જ હતુ. કારણ કે મારુ ત્રણ મેમ્બરનુ ફેમેલી હતુ અને મમ્મી એકલી હતી. મારા માસા માસી સુરતમાં જ હતા પણ એ લોકો અમુક કારણો ને લીધે અમારી સાથે નહોતા બોલતા.
‘મમ્મી તુ જરા પણ ચિંતા ના કર, હું અત્યારે જ નીકળુ છુ…. પપ્પા નો ખયાલ રાખજે.’, મેં કહ્યુ.
‘બેટા, જલદી આવજે,’ હું મારી મમ્મીના અવાજમાં માત્ર આંસુ સાંભળી રહ્યો હતો.
‘મમ્મી રડમા… હું નીકળુ છું.’, મેં ફોન મુક્યો.
મે નીલ અને રોહનને સાઇડમાં બોલાવ્યા અને બધી વાત કરી. સાથે મેં કહ્યુ કે નીતુને આ વિષે ના કહેતા, પ્લીઝ પાર્ટી ચાલુ રહેવી જોઇએ. હું અત્યારેજ સુરત જવા નીકળુ છુ.
***
અત્યાર સુધી કોઇ પ્રોબ્લેમ્સ આવી જ નહોતી. જો આવી હોય તો પણ કઇ..? એચ.ઓ.ડી વાળી પ્રોબ્લેમ..? કે પછી રોહન સાથે ફ્રેન્ડશીપ તુટવાનો ડર..? કે પછી નીતુ સાથેની કીસની ખબર શ્રુતિને ના પડે. પણ અત્યારે જે સ્થિતી હતી એ પ્રમાણે તો હું મનમાં જ ઘણુ સમજી ગયો હતો. હવે મારે શું કરવાનુ હતુ, એ મને જ ખબર હતી.
મારા પપ્પા રમેશભાઇ સહારા દરવાજા ટેક્સટાઇલ માર્કેટ પાસે ખમણની દુકાન ચલાવતા હતા. અમે લોકોએ અમારૂ વરાછાનુ મકાન વેંચીને માર્કેટમાં પપ્પા માટે દુકાન ખરીદી. પણ દુકાન ખાસ નહોતી ચાલતી, ધીરે ધીરે દુકાન સેટ થઇ અને હમણા જ રાગે ચડી હતી. પાટીયા રોડ પર અમે ભાડેના ફ્લેટમાં રહેતા. હવે પ્રોબ્લેમ એ થઇ કે અમારૂ મીડલ ક્લાસ ફેમીલી. દર મહિને ઘરેથી સાત-આંઠ હજાર હું મંગાવતો. પપ્પા માંડ માંડ કરીને કરી આપતા. હવે પપ્પા સાથે જે થયુ પછી. મારા ખીસ્સા તો ખાલી થવાના જ હતા. પણ સાથે મારે જોબ પણ ગોતવાની હતી. ક્યાં..? મને નહોતી ખબર…!
***
આ ટાઇમમાં હું પોતાની જાતને જેમ બને એમ શાંત પાડવા માંગતો હતો. બટ વિચારો કોને છોડે છે. એને કંઇ બસમાં સાથે આવવા ટીકીટ લેવી નથી પડતી. મેં પહેલી વાર ઉંઘની ગોળીઓ મેડીકલ માથી ખરીદી. હું પહેલીવાર હકીકત થી છટક્યો જે મને અત્યારે બરાબર નથી લાગતુ.
સાડા નવ તો ઓલરેડી વાગી ચુક્યા હતા. અમદાવાદથી સુરતની પ્રાઇવેટ બસ રાતે સાડા દસે ઉપડે. હું મોસ્ટ ઓફ ટ્રેઇન કે સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસમાં જ જવાનુ પસંદ કરૂ બટ મારે જેમ બને એમ જલદીથી પહોંચવુ હતુ. હું નહેરુનગર ગયો, અમદાવાદ જતી પવન ટ્રાવેલ્સમાં પુછ્યુ. ટીકીટનો ભાવ સીટીંગ માટે ૨૫૦ અને સ્લીપીંગ માટે ૩૦૦ હતો. મેં સ્લીપીંગની જ ટીકીટ ખરીદી. એક કલાકમાં બસ આવી.
મેં સ્લીપીંગ પીલ ખાતા પહેલા મોબાઇલમાં પાંચ વાગ્યા નુ એલાર્મ સેટ કર્યુ. મેં ગોળી ખાધી. આ ગોળી માટે મારે બવ મહેનત કરવી પડી. કારણ કે મેડીકલ વાળો પ્રીસક્રીપ્શન વિના ટેબ્લેટ આપવા તૈયાર નહોતો. મને ઉંઘવાનો શોખ નહોતો. પણ જો હું ઉંઘની ટેબ્લેટ ના ખાત તો હું આખા રસ્તે વિચારો જ કર્યા કરત. આખી રાત ઉંઘ ના આવત અને આવતી કાલે મારે મારા પપ્પા ને સંભાળવાના હતા એ વખતે મને થાક લાગે એ હું નહોતો ચાહતો. મને બસના સોફાની ઉપર જોતા જોતા ક્યારે ઉંઘ આવી ગઇ ખબર જ ના રહી.
***
બસમાંથી ઉતરીને હું સીધો સ્મીમેર હોસ્પીટલમાં જ પહોંચ્યો. મે કાર્ડીયો વોર્ડ શોધ્યો મારી મમ્મીની આંખોમાં હું ઉંઘ સ્પષ્ટ પણે જોઇ રહ્યો હતો. એની આંખોમાં ચિંતા હતી. એ મને મારા પપ્પા પાસે લઇ ગઇ. મારા પપ્પા પલંગ પર ઉંઘેલા હતા. એને હું જગાડવા માંગતો નહોતો. હું થોડી વાર માટે ત્યાંજ બેસ્યો.
‘મમ્મી તુ ઘરે જા થોડો આરામ કરી લે’, મેં મમ્મીને કહ્યુ.
‘પણ, અહિ મારી જરૂર પડશે’, મારી મમ્મી બોલી.
‘એ હું સંભાળી લઇશ’, મેં કહ્યુ.
મારી મમ્મીને મેં ઘરે મોકલી. હું બાજુમાં જ બેઠો અને પપ્પા ઉઠે એની વાટમાં બાજુમાં જ પલંગ પર માથુ રાખી ઉંઘી ગયો.
આઠ વાગ્યા એટલે નર્સ આવી. મેં નર્સને પપ્પાની સીચુએશન અને તબીયત વિશે પુછ્યુ.
મારા પપ્પા સાડા નવ વાગે ઉઠ્યા… એમની આંખો મારા પર પડી.
***
‘સોરી પપ્પા….’, આંખો ઉઘડી એટલે મેં મારા પપ્પાને કહ્યુ કારણ કે આ સોરી અત્યારે ખુબ જરૂરી હતી. આ સોરીને લીધે મને ઘણી બધી ઉંડી વાતો સાંભળવા મળશે એ પણ મને ખબર હતી કારણ કે મારા પપ્પા એના સપના પુરા કરી શક્યા નહોતા. છતા એમની વાતો મને મોટીવેટ કરતી.
‘”સોરી” એક એવો શબ્દ જે ગમે ત્યારે દવાનુ કામ કરે છે, જો કેટલા ઘા રૂજાઇ ગયા…’, પપ્પાએ થોડુ હસીને કહ્યુ.
હું ખુશ થયો, હાશ. પપ્પાએ મને માફ કર્યુ હતુ. મારી આંખો ભીની થઇ ગઇ. પેલી કહેવત છે ને છોરૂ કછોરૂ થાય પણ માવતર કમાવતર ના થાય. બે મહિના પહેલા પપ્પા સાથે જઘડો થયો હતો. જેના અબોલા એ દિવસે તુટ્યા.
મારી પાસે પપ્પા સાથે શું વાત કરવી એ વિષે કોઇ જ સમજ નહોતી.
ત્યારેજ નર્સ ત્યાં આવી. ‘મેડમ, ઘરે ક્યારે લઇ જઇ શકાશે…?’, મેં નર્સને પુછ્યુ.
‘આવતી કાલે.’, નર્સે કહ્યુ.
‘પપ્પા ચિંતા ના કરતા બધુ બરાબર થઇ જશે. હવે મારે એક સેમેસ્ટર જ બાકી છે. હું મારા ખર્ચ માટે કોઇ પાર્ટ ટાઇમ જોબ શોધી લઇશ.’, મેં મારા પપ્પાને કહ્યુ.
‘શુ કરે છે ગર્લફ્રેન્ડ્સ…..?’, પપ્પાએ હસતા હસતા પુછ્યુ જે અનએક્સપેક્ટેડ હતુ.
‘પપ્પા મારે ગર્લફ્રેન્ડ નથી…’, મે કહ્યુ. હું આશ્ચર્યચકિત થઇ ગયો હતો. પપ્પાએ મારી સાથે આવી રીતે ક્યારેય વાતો નહોતી કરી.
‘જો બેટા અત્યાર સુધી હું મારા સપનાઓ તારા પર થોપતો આવ્યો છુ. હું બાર સુધી ભણ્યો. પછી મારે મેડીકલમાં જવુ હતુ. ફેમેલી પાસે એડમીશનના પૈસા નહોતા. મેં હીરા ઘસ્યા. ઘર ઉભુ કર્યુ. તારો જન્મ થયો. તારું ભણતર અને નવી દુકાન ખરીદી. ત્યાં સુધી મેં તો એક જ સપનુ જોયુ છે કે તુ એન્જીનીયર થા અને આપણે આપણા બધા સગાઓને દેખાડી દઇએ કે મારો દીકરો પણ કંઇ કમ નથી. પણ દિકરા આ ઉચ્ચાકાંક્ષાઓમાં હું એ તો ભુલી જ ગયો કે મારે એક દિકરો છે જેને પોતાના પણ સપના છે.
મેં પણ મારી ઉમરમાં પ્રેમ કર્યો છે, મે તારી મમ્મી ને જોવા માટે એના ઘરની સામેના પાનના ગલ્લે ખુબ રાહ જોઇ છે. એને મળવા માટે તો કેટલા પાપડ વણ્યા છે. છેવટે તારી મમ્મી અને હું પ્રેમમાં પડ્યા. જ્ઞાતિનો પ્રોબ્લેમ હતો એટલે ઘરેથી પણ વિરોધ હતો જ. અમે બધાની વિરૂધ્ધ જઇને લગ્ન કર્યા. પણ બેટા મને માફ કરજે.’ મારા પપ્પાએ બોલવાનુ સતત ચાલુ રાખ્યુ.
‘પણ પપ્પા..’ મેં કહ્યુ પણ.
‘મને બોલી લેવા દે આજે, કેટલા દિવસો પછી મારી આકાંક્ષાઓ હેઠી બેઠી છે. ઉમરે મને બધુ જ ભુલવાડી દીધુ કે યુવાનીમાં પ્રેમ જ બધુ હોય છે. પોતે જોયેલા સપના માં-બાપના સપનાઓ કરતા મોટા હોય છે. મારે એટલા માટે તારી માફી માંગવી છે કારણ કે હું એ ભુલી ગયો કે તારી ઉમરે મેં પણ જલસા જ કર્યા હતા, અને એ કરવા હું તને રોકતો હતો. હું એમ માનુ કે મારે તને મારા જેવો બનાવવો છે તો હું એ કેવી રીતે ભુલી શકુ કે એ સમયે હું પણ કોઇનુ નહોતો માનતો… બેટા આજે તને છુટ છે તારે જે કરવુ હોય એ કર… તને કોઇ જ નહિ ટોકે…’, મારા પપ્પાએ કહ્યુ.
‘પપ્પા ભુલ મારી પણ છે, મે જ તમને કદી સમજવાની કોશીષ નથી કરી. હવે પપ્પા તમે જેમ કહેશો એમ જ થશે.’, મેં પણ કહ્યુ.
પહેલીવાર હું અને પપ્પા એકબીજાને સમજ્યા હતા.
‘પપ્પા હમણા તો દુકાન બંધ રાખવી પડશે… તો પૈસાનુ મેનેજમેન્ટ કેવી રીતે કરીશુ..?’, થોડી વાર પહેલા મને જે સવાલ કેમ પુછવો એ અકળામણ હતી, હવે એ સવાલ સહજ પુછી નાખ્યો.
‘એ તુ શાને ટેન્શન લે છે…!, થોડી બચત કરેલી જ છે, થોડુ ઘણુ સારુ થાય એટલે દુકાન ચાલુ કરી દઇશુ.’, પપ્પા બોલ્યા.
‘હું પણ પાર્ટ ટાઇમ જોબ શોધી લઇશ…’, મેં કહ્યુ.
મારી મમ્મી આવી. અમે બધાએ નાસ્તો કર્યો. હું જેવી રીતે મારા પપ્પા સાથે વાતો કરી રહ્યો હતો, એ જોઇને મારી મમ્મીને પણ નવાઇ લાગી.
‘આમ શું સામુ જુવે છે..? પપ્પાને હું બરાબર સમજી ગયો છુ.’, મે મારી મમ્મીને મારી સામે આશ્ચર્યથી જોઇને કહ્યુ. મારી મમ્મી હસવા લાગી.
બીજે દિવસે સ્મીમેરમાંથી રજા લીધી. ઘરે જઇને પપ્પા ને બેડ પર જ સુવડાવ્યા. મારા મામાના ઘરેથી મારા મામાની છોકરી આવવાની હતી. જે રાજકોટ રહે છે એ પણ આવી ગઇ. ઘરના કામમાં મદદ રહે એટલે મારા મામાએ પ્રીયાને મોકલી હતી.
રાતે અમે બધા સાથે જ જમવા બેસ્યા. જમવાનુ પપ્પાના પલંગ પાસે જ ગોઠવવામાં આવ્યુ.
‘હર્ષ તારે જવુ હોય તો તુ કાલે નીકળી જા, હવે તો પ્રીયા અને તારી મમ્મી બન્ને છે જ.’, જમતી વખતે પપ્પાએ કહ્યુ.
‘ઓકે પપ્પા કાલે બપોર પછી ઇન્ટરસીટીમાં નીકળી જઇશ, મારા અહિના ફ્રેન્ડ્સને મળી લવને’, મેં કહ્યુ.
***
ઘણા સમય પછી સુરત આવ્યો હતો, એટલે એમનો એમ તો ના જ ચાલ્યો જાવ. સુરતના ખમણ કે લોચો ના ખાવ તો હું સુરત આવ્યો જ નહોતો એવુ લાગે. સુરત એટલે હિરા અને સાડીઓનુ શહેર. સુરત નામ આવે એટલે મારી સામે ગોપાલનો લોચો અને ગાયત્રીના ખમણ તો આવે જ. પપ્પાના ખમણ તો સુરત આવુ ત્યારે રોજ મળે પણ ગાયત્રીના ખમણ તો ખાવા જ પડે. ગીતાંજલી પાસેના વિડીયોમાં સસ્તામા મુવી જોવા કે પછી પાંચ રૂપીયામાં કોલેજીયન ભેળ ખાવી. સાથે ખાઉધરા ગલીના મૈસુર. ડુમસની બીચ. રાજ એમ્પાયર નુ મુવી. નાનપુરાના પકોડા. એ બધુ એકવાર તો ચાખવુ જ પડે.
બીજે દિવસે બપોર પછી ક્યાંય જવાનુ નહોતુ. એટલે હું મારા ડિપ્લોમાના ફ્રેન્ડ વિશાલને લઇને ખમણ અને લોચો ખાવા ગયો.
સાડા બાર વાગ્યા એટલે મારે ઘરેથી નીકળવાનો ટાઇમ થઇ ગયો હતો. મેં ના પાડી છતા પપ્પાએ મને બે હજાર રૂપીયા પરાણે આપ્યા. હું અમદાવાદ જવા નીકળ્યો. અત્યારે હું ખુબ સારૂ ફીલ કરી રહ્યો હતો.
હું વડોદરા પહોંચ્યો ત્યારે મારા મોબાઇલમાં મેસેજ આવ્યો. એ મેસેજ સ્મિતામેમનો હતો.
406, પાર્શ્વનાથ એપાર્ટમેન્ટ, નહેરુનગર ચાર રસ્તા પાસે, લેનોવો કેરની સામે.
મને યાદ આવ્યુ કે આજે તો શુક્રવાર છે. અને આવતી કાલે શનિવાર મેડમના ઘરે આ દિવસે જવાનુ નક્કિ થયુ હતુ. અમદાવાદમાં એક નવી જ લાઇફ મારી વાટ જોઇ રહી હતી.
સાત વાગ્યે હું અમદાવાદ પહોંચ્યો. મુસાફરીમાં થાકી ગયો હતો એટલે રૂમે જઇને ઉંઘવાનુ જ પસંદ કર્યુ હતુ. રોહને મારા પપ્પા વિશે પુછ્યુ. મે પણ હવે સારૂ છે એવો જવાબ આપ્યો. અમે રાતે ટીફીન આવ્યુ હતુ એ ખાધુ. રોહન સાથે પપ્પા વિશેની બધી વાતો કરી. જે રીતે પપ્પાએ મારી સાથે વાતો કરી એ બધી. માણસ જ્યારે ખુશ હોય ત્યારે એ ખુશી શેર કરવા વાળુ કોઇ હોવુ જ જોઇએ એવુ પણ મને આજે લાગ્યુ.
‘રોહના આજે સાવ થાકી ગયો છુ, બીજી વાતો કાલે કરીએ… અને કાલેતો મેમ ના ઘરે જવાનુ છે એટલે કાલે વહેલા જાગવાનુ છે.’, મેં કહ્યુ.
‘કેમ…?’, રોહને પુછ્યુ.
‘તારા માટે નોવેલ્સ લેવા.’, મેં હસતા હસતા કહ્યુ.
મેં મારા લેપટોપમાં અધુરુ હતુ એ લીયોનાર્ડોનુ એવીએટર શરૂ કર્યુ. આજે ઉંઘ ના જ આવી. મુવી તો બોરીંગ લાગ્યુ પણ, ઇન્સ્પાયર કરે એવુ મુવી હતુ. છતા આજે ઉંઘ ના આવી. શ્રુતિ અને સ્મિતા મેમને મળવાની એક્સાઇટમેન્ટ જ એટલી હતી. એમના વિચારો પીછો છોડે ત્યારે ઉંઘ આવે ને. પણ છેલ્લે એ દિવસે મે જ્યારે મોબાઇલમાં જોયુ હતુ ત્યારે એક વાગ્યો હતો. પછી મને ઉંઘ આવી ગઇ હતી.
***
‘લવ યુ લવ યુ’, એવો મેસેજ મેં આંખો ચોળતા જોયો. એ મેસેજ નીતુનો જ હતો. પણ એ દિવસે મેં ઇગ્નોર કર્યો. આ દિવસ ખબર નહિ કેવી રીતે ચાલી રહ્યો હતો. મેં રોહનને ક્યાંય જોયો નહિ. હું તૈયાર થઇને સ્મિતા મેમ ના ઘરે જવા નીકળ્યો. હું ઘરના ગેટની બહાર નીકળ્યો. શીવરંજનીથી નહેરુ નગર જવાનુ હતુ. એટલે હું ચાર રસ્તા તરફ ચાલતો થયો. મારી રૂમના ગેટથી શીવરંજની તરફ ચાલતા ચાલતા મેં જોયુ કે ખમણની એક દુકાનનુ ઉદઘાટન થઇ રહ્યુ હતુ. મે વિચાર્યુ ખમણ ખાવ કે નહિ. પણ હું ચાલતો જ ગયો. મને ફરી વિચાર આવ્યો કે ચાલને ખમણ ખાઇ લવ. એટલે હું પાછો ફર્યો. એ દુકાનનુ નામ પણ ગાયત્રી ખમણ જ હતુ. દુકાનની અંદર એન્ટર થયો એટલે ખમણ અને લોચો બન્ને જોયા. મેં વીસ રૂપીયાના ખમણ માંગ્યા. ખમણની બદલે એણે લોચો આપ્યો પણ મેં વિચાર્યુ કે ચાલ ને લોચો કે ખમણ આપણે નાસ્તો કરવાથી કામ છે ને..! એટલે મેં લોચો ખાઇ લીધો. લોચાનો ટેસ્ટ સુરતના ગોપાલના લોચાથી જરાય પણ ઉતરે એવો નહોતો.
હું લોચો ખાઇને ત્યાંથી તરત જ નીકળ્યો. શીવરંજની ચાર રસ્તા પાસે પહોંચ્યો. મેં ચારે તરફ જોયુ. મારે રીક્ષા અથવા તો બસ પકડવાની હતી. ફરી એક આશ્ચર્ય દેખાયુ. AMTSની બધી બસો પર નહેરૂનગરનુ બોર્ડ જ મારેલુ હતુ. કદાચ કોઇ કામ ચાલતુ હશે એટલે ડાયવર્ઝન અપાયેલ હશે. મેં મારા મોબાઇલમાં ટાઇમ જોયો. હજુ તો સાડા નવ જ વાગ્યા હતા. દોઢ કલાકની વાર હતી. હું એક્સાઇટમેન્ટમાં ને એક્સાઇટમેન્ટમાં વહેલા નીકળી ગયો હતો. એટલે પછી મે વિચાર્યુ કે થોડુ ચાલીને જાવ. શીવરંજનીથી હું નહેરૂનગરના BRTS રોડ પર ચાલતો થયો. આજે ચાલવાનો કંટાળો નહોતો આવતો. બટ મને સ્મિતામેમના ઘરે જવાની ઉતાવળ તો હતી જ. પણ હજુ અગિયાર વાગવાને તો ઘણી વાર હતી.
હું ચાલતો ચાલતો વીસેક મિનિટમાં ઝાંસી કી રાનીના BRTS પાસે પહોંચ્યો. પણ હું જે તરફ ચાલી રહ્યો હતો. એ ડાબી તરફ મેં થોડે દુર જોયુ કે ઘણુ બધુ પબ્લીક ટોળુ વળીને ઉભુ હતુ. કેટલીક પોલીસની ગાડીઓ પણ આવી ચુકી હતી. મેં મારી જડપ વધારી. મને દુરથી એમ લાગ્યુ કે કોઇ ઝઘડો થયો લાગે છે. લોકો ટોળુ વળીને વચ્ચે કંઇક જોઇ રહ્યા હતા. મેં ડોકાવાની કોશીષ કરી પણ માણસોનુ ટોળુ એટલુ મોટુ હતુ કે મને અંદરનુ સહેજેય ના દેખાયુ. ત્યાંજ વધુ એક પોલીસ વાન આવી. એમાથી ઇન્સપેક્ટર રાણા ઉતર્યો બીજા કોન્સ્ટેબલોએ રાણાને અંદર જવા જગ્યા કરી આપી. એમા મને પણ અંદર જોવા માટે થોડી જગ્યા મળી ગઇ, પણ છતા મારે અંદર જોવા માટે થોડુ ઉંચુ જોવુ પડતુ હતુ. વચ્ચે કોઇ જીન્સ અને રેડ કલરનુ ટી શર્ટ પહેરેલો છોકરો પડ્યો હતો. મેં મારી બાજુ વાળા ભાઇને પુછ્યુ. શું થયુ છે..?
‘ખુન થયેલ છે…’, એ ભાઇએ કહ્યુ.
‘કેવી રીતે….?’, મે પુછ્યુ.
‘છાતી પાસે ગોળી મારેલ છે…! વહેલી સવારથી અહિં લાશ પડી છે.’, એ ભાઇએ કહ્યુ, મને તરત જ ડેવીડ યાદ આવ્યો. આવુ ત્રીજી વાર બન્યુ હતુ. મારી જમણી તરફનો એક છોકરો વાત કરી રહ્યો હતો કે આ છોકરો L.D કોલેજનો છે. મને તરત જ ધ્રાસ્કો પડ્યો.
‘ક્યાંનો છોકરો છે?’, મેં એ છોકરાને પુછ્યુ.
‘L.D કોલેજ, થોડી વાર પહેલા જે કોન્સ્ટેબલ્સ આવ્યા હતા એ લોકોએ આ છોકરાના ખીસ્સામાંથી આઇ.કાર્ડ કાઢ્યુ હતુ એમાં TCS કંપનીનુ અને એક વર્ષ પહેલાનુ L.D કોલેજનુ આઇ કાર્ડ નીકળ્યુ હતુ.’, એ છોકરાએ કહ્યુ.
તરત જ મેં અંદાજો લગાવ્યો કે સ્ટુડન્ટ આઇ.ટી કંમ્યુટરનો હોવો જોઇએ. જેનુ આઇ કાર્ડ આ છોકરાના ખીસ્સામાંથી નીકળ્યુ હતુ. એ છોકરાની લાશને એમ્બ્યુલન્સમાં લઇ જવામા આવી. આ બધુ જોતા જોતા પોણોએક કલાક જેવો ટાઇમ વીતી ગયો. રાણાની નજર જતા જતા મારી સામે પડી. મને બોલાવ્યા વીના જ એ એની જીપમાં ચાલ્યો ગયો.
અગિયાર વાગવામાં પદંરેક મિનિટ બાકી હતી એટલે પછી મે ઝાંસી કી રાનીથી નહેરૂ નગર BRTSમાં જવાનુ નક્કિ કર્યુ. બે જ મિનિટમાં હું નહેરૂનગર ઉતર્યો. હવે મારે નહેરૂનગર સર્કલ પાસેથી પાર્શ્વનાથ એપાર્ટમેન્ટ શોધવાનો હતો. હું સર્કલપાસે ગયો. સવાર સવારમાં ઉભેલા એક પાણી પુરીની લારી વાળાને જઇને પાર્શ્વનાથ એપાર્ટમેન્ટ વીશે પુછ્યુ. એણે મને એના હાથથી આમથી આમ જાવ એમ કહીને રસ્તો બતાવ્યો. હું પાર્શ્વનાથ એપાર્ટમેન્ટ પહોંચ્યો.
મેં એલીવેટર શોધી. મારી ધડકનો ધીમે ધીમે વધવા લાગી હતી. હવે શ્રુતિ યાદ આવી. મનમાં એવુ પણ થયુ કે શ્રુતિ અહિં નીચે જ ક્યાંક દેખાઇ જાય તો..? મેં લીક્ટમાં ૪ નંબરનુ બટન દબાવ્યુ. આંચકા સાથે લીફ્ટ ઉપર ચાલી એટલે મને એમ થયુ કે લીફ્ટમાં કઇંક પ્રોબ્લેમ હશે. લીફ્ટની અંદર દરવાજાની ઉપરની સાઇટ મા હું LED જોઇ રહ્યો હતો. એક પછી એક માળ જેમ લીફ્ટ ઉપર જઇ રહી હતી, એમ LEDમાં ડીજીટ ચેન્જ થઇ રહ્યા હતા. સાથે મારી ધડકનોની સ્પીડ પણ વધી રહી હતી. પેટમાં પાણી હલી રહ્યુ હોય એવુ લાગતુ હતુ. માથાનાં લમણા પાસેની રગ પાસ જ્યારે મારો હાથ માથાના વાળ બરાબર કરતી વખતે ગયો ત્યારે મેં નોટીસ કર્યુ કે એ રગમાં લોહીનુ પ્રેશર વધી ગયુ હતુ અને માથુ ભારે થઇ ગયુ હતુ. લીફ્ટ ઉભી રહી ગઇ અને મેં દરવાજો ખોલ્યો. લીફ્ટમાંથી બહાર નીકળી હું ડાબી તરફ ગયો. ત્યાં એક દરવાજા પર ૪૦૬ નંબર લખેલો હતો. મારા હાથ ડોરબેલની સ્વીચ દબાવવા થોડા વાઇબ્રેટ થતા હતા. મેં બે વાર સ્વીચ દબાવી. હું પેટમા હીલોળા લેતા પાણી સાથે ઉભો રહ્યો. મારું શરીર તો નહોતુ હલી રહ્યુ પણ અંદર બધુ જ હલી રહ્યુ હતુ.
એકાદ મિનિટ હું ઉભો રહ્યો પણ કોઇએ બારણુ ખોલ્યુ નહિ, મેં ફરી ડોરબેલ વગાડી.
‘દરવાજો ખુલ્લો જ છે, અંદર આવી જાવ.’ અંદર થી મીઠો અવાજ આવ્યો. હું તરત અવાજ વરતી ગયો. અવાજ સ્મિતા મેમનો હતો.
મેં બારણાને ધક્કો માર્યો. હું અંદર પ્રવેશ્યો અને દરવાજાને પાછો બંધ કર્યો. ફ્લેટના ડ્રોઇંગ હોલમાં મેં કોઇને જોયા નહિ. આખો ડ્રોઇંગ હોલ ખાલી હતો. મને સમજાતુ નહોતુ એ શું કરવુ? બેસવુ કે પછી આમ ને આમ ઉભુ રહેવુ.? બે મિનિટ હું ઉભો રહ્યો પણ કોઇ આવ્યુ નહિ. ડાબી સાઇડના રૂમમાંથી કંઇક ખખડ્યુ એનો અવાજ મને સંભળાયો. એ રૂમનુ બારણુ થોડુક ખુલ્લુ હતુ. કદાચ મેમ ત્યાં હશે એવુ મને લાગ્યુ એટલે હું એ રૂમ તરફ ગયો.
એ રૂમના અડધા ખુલ્લા દરવાજા પાસે હું ગયો અને અંદર જવા જતો હતો ત્યાંજ મે અંદર જે દ્રશ્ય જોયુ એ જોઇને મારા પગ ધ્રુજી ગયા. મારા આખા શરીરમાં ધ્રુજારી ઉપડી ગઇ. મેડમ એની બ્રા અને પેન્ટીમાં મને પીઠ દેખાય એ રીતે કપડા ચેન્જ કરી રહ્યા હતા. એ વખતે મને કંઇ ના સમજાયુ. હું ત્યાંજ ઉભો રહી ગયો. એમણે પીંક કલરની બ્રા અને પીંક કલરની પેન્ટી પહેરી હતી. મેડમે એનો હાથ એના પાછળ જવા દીધો. એણે બ્રાની ક્લીપ ખોલવાનો પ્રયત્ન કર્યો. મેડમની પીઠ એકદમ માખણ જેવી હતી. એમની કમર પરથી તો મલાઇ ઝરતી હતી. એની કોમળતા મારી આંખો મહેસુસ કરી રહી હતી. એક પણ ડાઘ મેં એમની પીઠ પર ના જોયો. મારી ધડકનો આટલી જડપથી ધડકતા મેં કદી જ મહેસુસ નહોતી કરી. મેં મારા પેન્ટના ખીસ્સામાં હાથ નાખી નીચેનુ અવ્યવસ્થિત બધુ વ્યવસ્થિત કર્યુ. મેમ હજુ ક્લીપ ખોલવા માટે મથી રહ્યા હતા. એ મારી તરફ ફર્યા. આહહ્હ… એમની છાતી પીંક કલરની બ્રામાં ગુલાબની પાંખડી કરતાંય કોમળ હોય એવો આભાસ કરાવતી હતી. મેડમ બ્રા પેન્ટીમાં હોય એવી બાર્બી ડોલ જેવા લાગતા હતા. હજુ એમના હાથ પાછળ તરફ હતા. પણ એમનો ચહેરો મારા તરફ હતો મને ડર હતો કે એ મને જોઇ ના જાય, પણ હું દરવાજા પાસેથી ખસવા તૈયાર નહોતો. ત્યારેજ મેમની નજર દરવાજા પાસે પડી. અધુરો ખુલેલો દરવાજો અને એમાંથી અંદર આવતી આંખો મેડમો જોઇ ગયા….
‘હર્ષ….?, મેડમ બોલ્યા, મારી ધડકનો એટલી વધી ગઇ કે મને થયુ કે મારી છાતી આજે ફાટી જશે. પેટમાં પતંગીયાઓ ઉડવા લાગ્યા. હું મેડમની પીંક બ્રા પર આંખો રાખી ઉભો રહી ગયો.
***
શું હર્ષ લસ્ટમાં ડુબી જશે? શું થશે જ્યારે નીલને હર્ષ અને નીતુની ખબર પડશે? હર્ષને પોતાની લાઇફમાં શું કરવુ છે એ શોધી શકશે? કઇ રીતે? બધુ જ જાણવા માટે વાંચતા રહો – ધ લાસ્ટ યર.
ચેપ્ટર - ૯ - શ્રુતિ’ઝ હોમ
આગળ આપણે જોયુ,
હર્ષ અને નીતુની મુલાકાત ઘણી ઇન્ટીમીટ રહે છે. હર્ષ નીતુને જે થયુ એ બધુ ભુલી જવા કહે છે. હર્ષ જ્યારે નીતુની બર્થ ડે પાર્ટીમાં હોય છે ત્યારે હર્ષના ઘરેથી એના મમ્મીનો કોલ આવે છે. હર્ષના પપ્પાને હાર્ટ એટેક આવ્યો હોય છે. હર્ષ ત્યારે જ ઘરે જવા નીકળે છે. હર્ષની તેના પપ્પા સાથે ખુલ્લા મને વાત થાય છે. હર્ષ અમદાવાદ રીટર્ન આવે છે. હર્ષ સ્મિતામેમના ઘરે જાય છે. જ્યારે હર્ષ સ્મિતામેમના બેડરૂમમાં એન્ટર થાય છે, ત્યારે સ્મિતામેમ કપડા ચેન્જ કરી રહ્યા હોય છે. હર્ષ બધુ જુએ છે, સ્મિતામેમને જોઇ રહેલા હર્ષને મેડમ જોઇ જાય છે…..! હવે આગળ.
***
મેં બારણુ આખુ ખોલી નાખ્યુ. મને ડર હતો કારણ કે હું છુપીને જોઇ રહ્યો હતો, બટ એ ડર ત્યારે જતો રહ્યો જ્યારે મેડમ મને જોઇને કંઇ ન બોલ્યા. હું પહેલીવાર કોઇ સ્ત્રીને લાઇવ આ રીતે જોઇ રહ્યો હતો. અત્યાર સુધી મુવીઝ અને પોર્ન મુવીઝમાં મે ઘણી સ્ત્રીઓને બ્રા પેન્ટી કે સાવ ન્યુડ જોઇ હશે. બ્રામાં લાઇવ મેં કોઇ જ સ્ત્રીને જોઇ નહોતી.
‘મેમ,… મેમ..’, હું બોલતા બોલતા થોથરાયો.
‘સારુ થયુ હર્ષ તુ આવી ગ્યો, થોડી હેલ્પ કરને…’, મેડમે કહ્યુ અને મારો ડર ભાગી ગયો. આ સમયે મને ખબર નહોતી કે શું ખોટુ છે અને શું સાચુ..? શું કરવુ એ પણ ખબર નહોતી પડી રહી. મારા હાથમાં ધ્રુજારી હતી. મારા હાથ મેમની પીઠને સ્પર્શ કરવા માટે ઉતાવળા થઇ રહ્યા હતા.
‘હર્ષ..? ક્યાં ખોવાઇ ગયો..?, જરા આ ક્લિપ ખોલી આપને..’, મેડમે મને કહ્યુ.
હવે મારાથી રહેવાય એમ નહોતુ. હું આગળ ચાલ્યો, મારી ધડકનોનો અવાજ હું સ્પષ્ટપણે સાંભળી રહ્યો હતો. પંદર પગલા દુર મેડમ એનો ફ્રન્ટ લુક મારી સામે રાખીને ઉભા હતા. જે પીવામા હું કોઇ કસર ન્હોતો છોડી રહ્યો. હું મેડમ તરફ ચાલ્યો. મે મારા મોંમાથી આ વખતે એક શબ્દ પણ બહાર ન્હોતો કાઢયો.
હું એમની નજીક પહોચવા આવ્યો. એમણે એની પીઠ મારા તરફ કરી. મે માત્ર એમની બ્રાની ક્લીપ પકડવાની કોશીષ કરી. હું હજુ ફોર્મલ બની રહ્યો હતો. મેડમે મારા હાથ પકડીને એના પેટ પર મુકી દીધા અને મને પોતાની સાથે ભીંસી લીધો. એમનુ પેટ ઠંડુ અને ફ્રેશ હતુ. એમના વાળમાંથી ઓરેંજ ફ્રેશ સ્મેલ આવતી હતી. એમના પેટ પર હાથ મુક્યો એટલે મારા પેંટ પર વજન વધ્યો. એ નીચેથી ફુલવા લાગ્યુ.
‘હર્ષ….’, ત્યારેજ પાછળથી અવાજ આવ્યો, મેડમે પકડેલા હાથ પાછળ ફંગોળ્યા. હું અચાનક પાછળ ધકેલાયો એટલે મારી પાછળ પડેલા સ્કેટીંગ પર મારો અચાનક પગ પડ્યો અને હું, ચહેરો છતને જુએ એ રીતે પડ્યો.
સામે શ્રુતિ ઉભી હતી. ‘હર્ષ..’, એણે ફરી ચીસ પાડી. એ મારા તરફ આવી. એણે મને લાતો મારવાનુ ચાલુ કર્યુ.
‘ઉભો થા હર્ષ….. ઉભો થા…”, એનો ગુસ્સો હું જોઇ રહ્યો હતો. એ ગુસ્સાથી લાલઘુમ ટમેટા જેવી થઇ ગઇ હતી. એના મોંમાંથી હું બે જ વાક્યો સાંભળી રહ્યો હતો.
‘હર્ષ….’,
‘હર્ષ ઉભો થા…’,
‘ઉભો થા હર્ષ.. સાડા દસ વાગ્યા,..!!’, શ્રુતિનો અવાજ જાડો થવા લાગ્યો.
ત્યાંજ શ્રુતિનો ફુલ તાકાતથી આવતો પગ મારા પેટ પર વાગ્યો અને હું ઉભો થઇ ગયો. મારા ચહેરા પર પરસેવો વળી ગયો હતો. બધુ જ બદલાઇ ગયુ. રોહન ઉભો ઉભો હસતો હતો.
‘અલ્યા ક્યારનો તને જગાડુ છુ, કેવી ઉંઘ છે તારી..?’, રોહને કહ્યુ. રોહનની એક લાતે મને ઉંઘમાંથી જગાડી દીધો. મેં એક ભયંકર સપનુ જોયુ હતુ. હું બે મિનિટ આંખો જ ચોળતો હતો. જો રોહને મને દસેક મિનિટના જગાડ્યો હોત તો આજે સ્વપ્નદોષ થઇ જાત. આ સપનુ આનંદદાયક હતુ, જેટલુ આનંદદાયક હતુ એટલુ જ ડરાવવાળુ. અત્યાર સુધી મેં આવુ સપનુ ક્યારેય જોયુ નહોતુ.
‘તારે સ્મિતા મેમના ઘરે નથી જવાનુ…?, સાડા દસ વાગ્યા છે.’, રોહને મને કહ્યુ.
‘હા, જવાનુ છે ને..’, મેં ઓરેન્જ જ્યુસ પી રહેલા રોહનને કહ્યુ.
‘તારૂ જ્યુસ ટેબલ પર પડ્યુ છે.., હું બહાર જાવ છુ.’, રોહને કહ્યુ.
‘ઓકે..’, મેં કહ્યુ અને હું નાહવા માટે બાથરૂમમાં ગયો. દસ જ મિનિટમાં હું નાહીને તૈયાર થઇ ગયો. અગિયાર વાગવામાં પંદર મિનિટની જ વાર હતી. મેં ઓરેંન્જ જ્યુસ પીધુ. હું બહાર શિવરંજની ચાર રસ્તા તરફ ચાલતો થયો. મેં રસ્તામાં ક્યાંય ગાયત્રી ખમણની દુકાન ના જોઇ. સપના પણ કેટલા વિચિત્ર હોય છે. આપણી સ્મૃતિનો ઉપયોગ ખુબ સારી રીતે કરી જાણે છે.
હું BRTS પકડીને નહેરૂનગર પહોંચ્યો. મેં સપનામાં પુછ્યુ હતુ એમ જ મેં એક દુકાન વાળાને પુછ્યુ. એણે મને પાર્શ્વનાથ એપાર્ટમેન્ટ બતાવ્યો. હું મારાથી જેમ ઝડપથી ચલાય એ રીતે ચાલતો ચાલતો પાર્શ્વનાથ એપાર્ટમેન્ટ સુધી પહોંચ્યો. લીફ્ટમાં મેં ૪ નંબરનુ બટ દબાવ્યુ. અમુક વાતો સપનામાં હતી એવી જ હતી. મારા અંદર એક એક્સાઇટમેન્ટ હતી, મારી અંદર એક થ્રીલ પેદા થઇ જ રહ્યુ હતુ. મારા મગજમાં સપનુ ઘુંટાઇને ઘુમી રહ્યુ હતુ. મારા મનમાં એવી ઇચ્છા પણ જન્મી રહી હતી કે અધુરૂ સાચુ પડે. એટલે મારી ધડકનો તેજ પણ હતી. ચોથા માળે લીફ્ટ ઉભી રહી એટલે મેં દરવાજો ખોલીને ૪૦૬ નંબરનો ફ્લેટ ક્યાં છે એ જોયુ. મને ફ્લેટ મળી ગયો. દરવાજાનુ ફર્નીચર ઉચ્ચ કક્ષાનુ હતુ,
દરવાજા ઉપર ઓશો રજનીશનો ફોટો ચીપકાવેલો હતો. એના પર એક વાક્યનુ સ્ટીકર પણ લગાવેલુ હતુ, “સબસે બડા રોગ ક્યા કહેંગે લોગ..?” મને ક્વોટ ગમ્યુ, ઓશો રજનીશ વિશે ત્યારે હું વધારે ન્હોતો જાણતો એટલે લાગ્યુ કે મેડમ ધાર્મિક પણ છે..? મેં આ વિચારને અત્યારે ઇગ્નોર કર્યો. મેં બેલ માર્યો. ત્રીસ સેકન્ડમાં જ ડોર ખુલ્યો.
શ્રુતિ બ્લેક કલરના જીન્સ અને વ્હાઇટ કોટન ટોપમાં હતી. કમરથી થોડુ નીચે સુધીનુ ટોપ હતુ. એની છાતીનો ઉભાર ચોખ્ખો દેખાતો હતો. એના કાંડાથી સહેજ ઉંચી ટોપની સ્લીવ્સ હતી, એના જમણા કાંડા પર એક બ્રેસલેટ લટકાવેલુ હતુ. એજ જમણો હાથ દિવાલ ઉપર ટેકવીને શ્રુતિ ઉભી હતી.
શ્રુતિના ચહેરા પર થોડીક સ્માઇલ વેરાઇ જેમાં થોડુક આશ્ચર્ય હતુ.
‘મેમ છે…??’, મેં પુછ્યુ.
‘મમ્મી….? ઓ મમ્મી…? તને કોઇ મળવા આવ્યુ છે..!!’, શ્રુતિએ એની મમ્મીને સ્મિત કરતા કરતા સાદ પાડ્યો.
હું દરવાજાની અંદર પ્રવેશ્યો, ઘરમાં એન્ટર થતા જ મેં સૌથી પહેલા ફ્રેગરન્સ નોટીસ કરી. ઘરમાં મોગરાના ફુલની સુગંધ આવી રહી હતી. ઘરની દિવાલો લાઇટ બ્લુ રંગથી રંગાયેલી હતી, જેના પર વ્હાઇટ કલરમાં માત્ર લીટા કરેલા હોય એવા પેઇન્ટીંગ્સ લટકાવેલા હતા, મને એમા કંઇજ ટપ્પો નહોતો પડ્યો. ફર્શ વ્હાઇટ કલરની માર્બલ્સની હતી. ડ્રોઇંગ હોલમાં તો બવ ઓછુ જ ફર્નીચર જોયુ. પીંક કલરાના કાઉચ હતા જે દુરથી જ કમ્ફર્ટેબલ લાગી રહ્યા હતા. હું શ્રુતિ સામે કતરાતો કતરાતો હોલની વચ્ચે ઉભો રહ્યો. એ બ્લશ કરી રહી હતી.
સ્મિતામેમ એક રૂમમાંથી એની સાડીનો છેડો પાછળ નાખતા આવ્યા. સાડી પર્પલ કલરની હતી. જેમા મોરપીંછનું ભરતકામ કરેલુ હતુ.
‘આવ, આવ હર્ષ…’, મેડમે સોફા તરફ હાથ લંબાવીને બેસવાનો ઇશારો કર્યો.
મેડમ મારી જમણી તરફના સોફામાં બેસ્યા. હું કાચની મોટી ટીપોઇ સામે બેસ્યો, જેના પર એક ગુલદસ્તો. કેટલીક ઇંગ્લીશ મેગેઝીન અને મેલોડી ચોકોલેટ્સ એક બાઉલમાં હતી.
‘શ્રુતિ પાણી લઇ આવ…’, મેડમે શ્રુતિને કહ્યુ. શ્રુતિ કિચન તરફ ગઇ.
‘કેવુ ચાલે છે સ્ટડી હર્ષ…?’, મેડમે પુછ્યુ. મેડમને કેમ કહેવુ કે સ્ટડી સિવાય બધુ જ ચાલે છે.
‘થોડા દિવસથી કોલેજ જ નથી ગયો.’, મેં કહ્યુ.
‘ઓહ્હ, કેમ મીડટર્મ ચાલે છે..?’, મેડમે પુછ્યુ.
‘ના. બસ એમ જ.’, મેં મારો એક પગ બીજા પગ પર ચડાવતા કહ્યુ.
‘મમ્મી…!! મને મારૂ ત્રીપલ એક્સ વાળુ ટી-શર્ટ નથી મળતુ.’, અંદાજે ૨૮-૩૦ વર્ષનો હેન્ડસમ, ઉંચો મોટું માથુ જે એના શરીરના બાંધા પ્રમાણે બરાબર હતુ, ગોરો, છોકરો એના ખુલ્લા શરીરે એક રૂમમાંથી બહાર આવ્યો.
‘આજે બીજુ કોઇ પહેરીલે ને, બેટા..!! અને અહિં આવ..!’, મેડમે પેલા છોકરાને બોલાવ્યો.
‘સંગિત, આ હર્ષ છે. મારો સ્ટુડન્ટ. હર્ષ આ મારો સન સંગિત’, મેડમે ઇન્ટ્રોડક્શન કરાવ્યુ. હું ઉભો થયો અને સંગિત સાથે મેળવવા માટે હાથ લાંબો કર્યો. એણે કોઇ જ ખુશી કે સ્માઇલના ભાવ વિના હાથ મેળવ્યો.
‘ગયા સોમવારે તો પહેર્યુ હતુ,’
‘બીજુ કોઇ પહેરી લેને, એ પહેરવુ જરુરી જ છે.?”, મેડમે સંગિતને કહ્યુ.
‘હું બે દિવસ માટે ટ્રેકીંગ માટે જાવ છુ,’, સંગિતે કહ્યુ.
‘શ્રુતિના બેડરૂમના કબાટમાં જો તો કદાચ ભુલમા ત્યાં રખાઇ ગયુ હોય તો.’, મેડમે એની સાડીને એની છાતી ઉપર ખેંચતા કહ્યુ.
સંગિત થોડાક ગુસ્સાના ભાવથી એક એક રૂમમાં ચાલ્યો ગયો. મેં એ રૂમને શ્રુતિનો રૂમ એઝ્યુમ કર્યો.
‘સોરી એના બીહેવીઅર માટે, પણ એના પપ્પાની ડેથ પછી એ મેન્ટલી ડીસ્ટર્બ છે.’, મેડમે શાંત થઇને કહ્યુ.
‘આઇ એમ સો સોરી મેમ.’, મેં વધારે ના બોલતા પુ્છ્યુ.
‘એ પોલીસમાં હતા, એક વખત કોઇ બાતમીના આધારે ક્રીમીનલ્સને પકડવાની રેડમાં એમના પર બંધુકથી હુમલો થયો, જેના લીધે એમના શ્વાસ રોકાઇ ગયા.’, મેડમે કહ્યુ. એમના ચહેરા પર કોઇ વધારે ઉદાસીના ભાવ પણ નહોતા.
‘સોરી મેમ..’, મેં ફોર્માલીટી નીભાવી.
‘અરે હર્ષ, એમા સોરી ના કહેવાનુ હોય, હવે આદત પડી ગઇ છે, સમય જે કરવાનુ હતુ એ કરી ચુક્યો, એક વાત પકડીને થોડુ ઉભુ રહી જવાય છે, જીંદગીમાં મુવ ઓન જ કરવાનુ હોય. સમય જતા ઘટનાઓના દુખોનુ ફોર્સ પણ ઓછુ થઇ જતુ હોય છે’, મેડમના પ્રેક્ટીકલ વિચારોથી મને પણ ઘણુ સારૂ ફીલ થયુ.
આ શ્રુતિ પાણી લેવા ગઇ છે કે પછી હાઇડ્રોજન અને ઓક્સીનજ ભેગુ કરીને પાણી બનાવવા એવુ મને મનમાં જ થયુ. ‘શ્રુતિ… ઓ શ્રુતિ..’,મેડમે અવાજ લગાવ્યો.
‘આવુ મમ્મી, કોફી તૈયાર થવા આવી છે.’, શ્રુતિ નો કીચનમાંથી અવાજ આવ્યો.
‘તો બોલ બીજુ શું ચાલે છે, H.O.D સાથે પછી તો કોઇ પ્રોબ્લેમ નથી થઇ ને..?’, મેડમે પુછ્યુ.
‘ના, પછી કોલેજ જ નથી ગયો, એટલે પ્રોબ્લેમ ક્યાંથી થાય..?’, મેં હસતા હસતા કહ્યુ.
શ્રુતિ એક ટ્રેમા ત્રણ કપ અને એક પાણીનો ગ્લાસ લઇને આવી.
‘તને ક્યારથી કોફી બનાવતા આવડી ગઇ..?’,મેડમે શ્રુતિને પુછ્યુ.
‘તમારા સ્ટુડન્ટ્સને ગમે તેવી કોફી ચાલી જાય.’, શ્રુતિએ ટ્રેને ટીપોઇ ઉપર મુકતા કહ્યુ અને હસી.
‘તો તમે બન્ને એકબીજાને ઓળખો છો…?’, મેડમ બોલ્યા.
‘હા, અમે બન્ને કોલેજમાં મળ્યા હતા’, મેં કહ્યુ.
‘એ પહેલા પણ એકવાર, દોઢેક વર્ષ પહેલા એકવાર આઇસક્રીમ ખાવા માટે અમે ગ્યા’તા ત્યાં મળ્યા હતા, ચૈતાલી પણ સાથે હતી.’, શ્રુતિએ કહ્યુ.
‘ઓહ્હ તો, તો બવ જુની ઓળખાણ છે…!’, મેડમે ઉદગાર વાક્યો કાઢ્યા.
‘ચૈતાલી ક્યાં…?’, મેં પુછ્યુ.
‘એ મારી કઝીન છે, એ એના ઘરે…!!’, શ્રુતિ બોલી. મેં પહેલા પાણી પીધુ અને પછી કોફી ચાલુ કરી.
‘તો કઇ કઇ નોવેલ જોઇએ છે..?’, મેડમે પુછ્યુ અને કપ પકડ્યો.
‘તમને જે રીડીંગ કરવાની મજા આવી હોય એ.’, મે કહ્યુ.
‘શ્રુતિ, બેસ ને બેટા..!’, મેડમે કહ્યુ.
‘ભાઇ ને કોફી આપી આવુ.’, શ્રુતિએ ટ્રે ઉઠાવી.
‘એ તારે જ પીવી પડશે.. એ ચ્હા જ પીવે છે તને તો ખબર છે…!’, મેડમે શ્રુતિને રોકી.
શ્રુતિ સુફા પર બેસી અને કોફી પીવા લાગી, એ દરમ્યાન સંગિત શ્રુતિના રૂમમાંથી પોતાના રૂમમાં ગયો.
‘ચાલ તને અમારી નાનકડી લાઇબ્રેરી બતાવુ.’, મેડમે કહ્યુ. શ્રુતિ ટ્રે લઇને કિચનમાં ગઇ. મેડમ મને એના બેડરૂમમાં લઇ ગયા. હોલની જેમ જ મેમના બેડરૂમનુ ઇન્ટરીઅર ખુબ જ હટકે અને ફેબ્યુલસ હતુ. આવો ફ્લેટ હું રીયલમાં તો પહેલી જ વાર જોઇ રહ્યો હતો. બેડરૂમની ચારે દિવાલો અલગ અલગ કલરની હતી. બેડની પાછળની દિવાલ બ્લુ કલરની હતી, જેના પર પાણી ભરેલ માટલુ કમર પર રાખી લઇ જઇ રહેલ સ્ત્રીનુ ચિત્ર હતુ, જેમાં શરીરના અંગોના વળાંકો દેખાતા હતા. બેડની ડાબી સાઇડની દિવાલ પીંક હતી. બેડની ડાબી સાઇડમાં એક સ્લીક ટેબલ અને ચેઇર હતા, જેના પર કોમ્પ્યુટર હતુ. બેડની જમણી સાઇડની દિવાલ કોફી કલરની હતી અને એક નાનકડો દરવાજો હતો. જ્યાં નાની રૂમ હતી એવુ દેખાતુ હતુ. બેડની સામેની દિવાલ વ્હાઇટ કલરની હતી. જેના પર બ્લેક કલરમાં મોટા અક્ષરે હેપ્પીનેસ લખેલુ હતુ અને નીચે સ્માઇલ દોરેલી હતી. મેમ મને બેડની જમણી સાઇડના દરવાજામાં લઇ ગયા. ત્રણેક જણને બેસાય એવી નાનકડી જગ્યા હતી, પણ એકદમ સોફ્ટ ત્રણ ચેઇર હતી, જે દેખાવમાં જ કમ્ફર્ટેબલ હતી. રૂમમાં A.C પણ હતુ. બે શેલ્ફ હતા, જેમાંથી એક શેલ્ફમાં ઘણી બધી બુક્સ હતી અને બીજા શેલ્ફમાં મુવીઝની સી.ડીઝ હતી.
‘તુ બેસ હું તને નોવેલ કાઢી આપુ.’, મેડમે મને કહ્યુ.
‘હું સી.ડીઝ જોઇ શકુ..?’, મેં મેમને પુછ્યુ.
‘સ્યોર…’, મેમ નોવેલ શોધવામા વ્યસ્ત થઇ ગયા. હું સી.ડીઝ જોવા લાગ્યો. હવે તો શ્રુતિનો નંબર મળી જશે…. એન્ડ લાઇફની ફર્સ્ટ કીસ પણ, એવુંજ કંઇક હું વિચારતો ત્યારે હતો. પછી યાદ આવ્યુ કે હું ફર્સ્ટ કીસ તો કરી ચુક્યો હતો.
મેં ડી.વી.ડી શેલ્ફમાં ધ પર્ફ્યુમ નામના એક મુવીની ડી.વી.ડી જોઇ. એકવાર નીલે મને આ મુવી જોવાનુ સજેસ્ટ કર્યુ હતુ, મેં એ ડી.વી.ડી શેલ્ફમાંથી કાઢી. મેડમ પાછળ ફર્યા અને એમના હાથમાં ત્રણ બુક્સ હતી.
‘ચાલ હર્ષ’, મેડમે કહ્યુ.
અમે મેમના બેડરૂમમા ગયા. બેસતી વખતે મેમની કમર થોડીક દેખાણી ત્યાં મારી નજર ચાલી ગઇ, પણ મે તરત જ નજર બીજે ફેરવી લીધી.
‘જો આ ત્રણેય નોવેલ મસ્ત છે, તને વાંચવાની પણ મજા આવશે. બે નોવેલ એવી છે જેનાથી તારો વર્ડ પાવર પણ વધશે.’, મેડમે કહ્યુ. હું ઓકે ઓકે કહેતો ગયો.
‘ધ આલ્કેમીસ્ટ - પૌલો કોહેલોની ફેમસ નોવેલ છે, જે વર્લ્ડ બેસ્ટ સેલર છે.’,
‘હ્હ્મ્મ્મ’
‘વેરોનીકા ડીસાઇડ્સ ટુ ડાઇ પણ એની જ છે અને ટુ સ્ટેટ્સ પણ રોમેન્ટીક લવ સ્ટોરી છે જે ચેતન ભગતની છે, એ પણ તને મજા આવશે’, મેડમે કહ્યુ.
‘આટલી વંચાઇ જાય એટલે કહેજે હું તને બીજી આપીશ’, મારા મનમાં થયુ કે હવે તો હું બીજી નોવેલ તમારી પાસેથી શાને લેવા આવુ..? આ નોવેલ પણ મારે તો રોહન ને જ વાંચવા આપવાની છે.
‘ઓકે, થેંક્યુ મેમ…. આટલી બધી હેલ્પ માટે’, મેં બુક્સનુ વજન કરવાની સ્ટાઇલમાં કહ્યુ. શ્રુતિ આવી.
‘ઓહહ… શ્રુતિને તો જોઇએ એટલી નોવેલ વાંચવા મળતી હશે ને..?’, હું શ્રુતિ સામે જોઇએ ને બોલ્યો.
‘એ મારા બેડરૂમમાં આ મહિનામા બીજી જ વાર આવી છે.’, મેડમ બોલ્યા.
‘ઓહ્હ્હ’, મેં કહ્યુ.
‘તો, શું નાસ્તો ચાલશે..?’, મેડમ બોલ્યા.
‘કંઇ જ નહિ, કોફી અને બુક્સથી જ પેટ ભરાઇ ગયુ…’, મેં શ્રુતિ સામે જોતા કહ્યુ જે હજુ અમારી સામે ઉભી હતી.
‘ઓકે, મેમ હવે હું જાવ… મારે થોડુ કામ છે.!’, મેં કહ્યુ.
‘અરે કંઇક તો લેવુ જ પડ્શે…’, મેડમ બોલ્યા.
‘ઓકે, એક ગ્લાસ પાણી મળશે…?’,
‘સ્યોર…’ એમ કહીને મેમ ઉભા થયા. અમે હોલમાં જવા તૈયાર થયા. આ વખતે મેમ પાણી ભરીને આવ્યા. હું શ્રુતિની સામે સ્મિત સાથે જોઇ રહ્યો હતો. એ મારી સામે જોઇ રહી હતી. કોઇ જ શબ્દો અત્યારે બોલાય એમ નહોતા. મેમ કિચનમાં ગયા એટલે મેં મારો મોબાઇલ કાને લગાવવાનો ઇશારો કરતા શ્રુતિને નંબર વિષેનુ કહ્યુ. એણે એના હોઠ ભીંસીને જ હસવાનુ પસંદ કર્યુ. મેમ પાણી લઇને આવ્યા. મે પાણી પીધુ.
‘મેમ હું વાંચી લવ એટલે તમને નોવેલ પાછી આપી જઇશ..’, મેં કહ્યુ.
‘નો પ્રોબ્લેમ ડીઅર…’,
‘થેંક્યુ મેમ’
‘યુ આ મોસ્ટ વેલકમ’
‘ઓકે આવજો મેમ, બાય શ્રુતિ’, મેં કહ્યુ અને હું ડોર તરફ ચાલતો થયો. હું ડોરની બહાર હાથમાં બુક અને ડી.વી.ડી લઇને નીકળ્યો. પાછુ ફરીને મેં ના જોયુ. હું લીફ્ટથી નીચે આવ્યો.
મેં મારો મોબાઇલ કાઢ્યો અને ફેસબુક ઓપન કર્યુ. શ્રુતિનો એક મેસેજ આવી ચુક્યો હતો.
‘બુક્સ લેવા આવો એના માટે નવા કપડા પહેરવા પડે…?’ સાથે એક આંખ બંધ કરેલી હોય એ સ્માઇલી પણ હતી.
‘હા, આવવુ જ પડે ને. પણ તુ વાત બદલાવમાં’, મેં મેસેજ કર્યો.
‘હું એક મહિના માટે બહાર જાવ છુ, બોમ્બે વેકેશન માટે એટલે તારે નંબરની જરુર નહિં પડે.’, દસેક સેકન્ડમાં એનો મેસેજ આવ્યો. ‘ધીઝ ઇઝ નોટ ફેઇર’, મેં મેસેજ કર્યો.
‘એવરી થીંગ ઇઝ ફેઇર ઇન.... યુ નો ઇન વોટ..!!’, શ્રુતિનો જવાબ આવ્યો.
‘તો આપણે આજે મળીએ પછી જ તુ બોમ્બે જા’, મેં શ્રુતિ ને મેસેજ કર્યો.
‘હું બે કલાક પછી જ નીકળુ છુ, એટલે એ પોસીબલ નથી’, એનો મેસેજ આવ્યો.
‘ઓકે, ધેન હવે મેં ચેલેન્જ પુરો કર્યો, પણ હવે જ્યાં સુધી તુ અહિં પાછી નહિ આવે ત્યાં સુધી હું તારી સાથે ફેસબુક પર પણ વાત નહિ જ કરૂ’, મેં પણ મેસેજ કર્યો.
‘ફાઇન મને તારો નંબર તો આપ.. ક્યારેક કોલ કરી શકુ’, એનો થોડી વારમાં મેસેજ આવ્યો.
‘નો..વે., ફર્સ્ટ યોર નંબર એન્ડ ધેન… માઇન.. વધારે જો વાત કરવાનુ મન થાય તો તારા મમ્મીના મોબાઇલમાં સેવ છે લઇ લેજે… ઓકે..?’, મે મેસેજ કર્યો ત્યારે હું BRTSના બસ સ્ટેન્ડ પર હતો. બસ આવી એટલે બસમાં એન્ટર થયો. એ વખતે હું થોડો એગ્રેસીવ હતો.
‘ઓકે બાય, હવે થોડુ પેકીંગ કરવાનુ છે’, શ્રુતિનો મેસેજ આવ્યો.
‘બાય’, મેં પણ વટથી બાય કહ્યુ. મેં નક્કિ કર્યુ હતુ કે જ્યાં સુધી શ્રુતિ કોન્ટેક્ટ ન કરે ત્યાં સુધી હું એને કોલ નહિ કરૂ.
***
ખીસ્સામાં પચ્ચીસો રૂપિયા હતા. એટલે મગજમાં વિચારોનો ધોધ પણ ચાલુ હતો. મારી સામે ગુજરાતના ત્રણેય મેજર ન્યુઝ પેપર પડ્યા હતા. રવિવાર એટલે ન્યુઝપેપરના પેજીસ પણ વધારે. મેં ટચુકડી જાહેરાતના બધા જ પેજ ફંફોળવાનુ શરૂ કર્યુ. જાહેરાતના આખે આખા પેજ ભરેલા હતા. પણ મારે જેવી પાર્ટ ટાઇમ જોબ જોઇતી હતી એ નહોતી મળી રહી.
‘ઘરે બેઠા ડેટા એન્ટ્રી’,
‘સેલ્સ મેન જોઇએ છે’,
‘જોઇએ છે, ડીલીવરી બોય (બાઇક જરૂરી)’
‘રીસેપ્શનીસ્ટ ફોર હોટેલ’
‘પીત્ઝા ડીલીવરી બોય’,
આવી બધી એડવર્ટાઇઝમેન્ટ મેં જોઇ, આ સિવાય પણ ઘણી બધી ટચુકડી જાહેરાતો જોઇ જે જોઇને મને થોડી વાર હસવુ પણ આવ્યુ. જેમકે ‘પરચુરણ કામ માટે છોકરાઓ જોઇએ છે’. પણ જોબ તો કરવાની જ હતી. હોટેલ મેનેજરની જોબ મને ગમી. પણ એ પાર્ટ ટાઇમ નહોતી. ડેટા એન્ટ્રી સિવાય બધી જ જોબ લગભગ ફુલ ટાઇમ જ હતી. કોલ સેન્ટરની જોબ પણ હતી. પણ એમાં મારી અત્યારે તો ઇચ્છા નહોતી. પણ જો બીજી કોઇ જોબ ના મળે તો કોલ સેન્ટરની જોબ જ કરવી પડે એમ હતી. અમારા ક્લાસમાં બે ત્રણ સ્ટુડન્ટ કોલ સેન્ટરની જોબ કરતા હતા. પણ છાપા ખંખોળતી વખતે જ અરિહંત યાદ આવ્યો. એ કંઇક પાર્ટ ટાઇમ જોબ જેવુ કરતો હતો. એક્ઝેક્ટલી મને નહોતી ખબર. બટ એ પૈસા કમાવવા માટે કંઇક તો કરતો જ હતો.
બોરડમનુ પહેલુ કારણ નવરાશ છે. અત્યારે મારી કંઇક આવી જ સીચ્યુએશન હતી. હાલ તો મારી પાસે મારી લાઇફનો ગોલ પણ નહોતો. મોટીવેશન તો બધી બાજુથી મળતુ હોય, પણ આપણને એજ ના ખબર હોય કે આપણે શામાટે બન્યા છીએ ત્યાં સુધી આ બધુ શાં કામનુ. B.E પતવાને કંઇ હવે ખાસ વાર નહોતી. મીડસેમ એકઝામ તો બે વીક પછી શરુ થઇ જવાની હતી. કોલેજ તો એમ પણ કોણ ક્યાં જતુ હતુ.? મારા માટે તો આજ નો દિવસ જ એક સવાલ હતો. આજે શું કરવુ. કદાચ મને ખબર હોત કે હુ શામાટે બન્યો છુ તો મારે આ સવાલનો જવાબ ન શોધવા જવો પડત.
જવાબ તો કદાચ ઘણા હતા પણ મને એ પચે એવ નહોતા. શુક્રવારે આવેલા મુવી જોવા જઇ શકાય એમ હતા. આજે રૂમમાં બેસીને જ લેપટોપ સાથે ટાઇમ પાસ કરવો. નીલ લોકોને જઇને અમદાવાદમાં ક્યાંક આંટા મારીએ. જો એજ્યુકેશન વિશે વિચારૂ તો IT ફીલ્ડની કોઇ ટેકનોલોજી શીખુ જે આવતા સેમમાં પ્રોજેકટ બનાવવા માટે યુઝફુલ થાય. બટ હું આમાંથી કંઇ ડીસાઇડ ના કરી શક્યો.
એટલે રૂમની બહાર નીકળવાનો કોઇ સવાલ જ નહોતો. રોહન મુવી જોવા જઇ રહ્યો હતો. એણે મને કહ્યુ પણ મારે આજે મુવીની ઇચ્છા નહોતી એટલે ના પાડી. રોહને 3G નેટની કોઇ ટ્રીક શોધી હતી એ કહી એટલે લેપટોપ ઓપન કરીને બેઠો.
નેટ ઓપન કરીએ એટલે એટ ફર્સ્ટ બ્રાઉઝરમાં શું ઓપન થાય..? એક્ઝેક્ટલી ફેસબુક…!! વોટ એલ્સ…? મેં ફેસબુક ઓપન કર્યુ. ત્રણ મેસેજ એક ફ્રેન્ડ રીક્વેસ્ટ અને પંદર નોટીફીકેશન્સ હતી. મેં ફ્રેન્ડ રીકવેસ્ટ જોઇ. અનએક્સપેક્ટેડ…!! ફ્રેન્ડ રીકવેસ્ટ સ્મિતા મેમની હતી. મને એમના વિષે જાણવાની ઇચ્છા હતી એટલે અબાઉટ લીંક પર ક્લિક કરી. અબાઉટ સેક્શનમાં એમણે એમના વિષે એક જ લાઇન લખી હતી જેણે મને થોડી વાર વિચારતો પણ કરી મુક્યો….. એમા લખ્યું હતુ. “ I AM WOMEN ”. આ સિવાય બીજી કોઇ જ ડીટેઇલ અપડેટ નહોતી કરી. મેડમનો એટીટ્યુડ તો એવો છે જ, કે એ કોઇ પણને અટ્રેક્ટ કરે. મેં રીક્વેસ્ટ એક્સેપ્ટ કરી અને નોટીફીકેશન્સ જોઇ. નોટીફીકેશન્સમાં તો ખાસ કંઇ નહોતુ. ફ્રેન્ડ્સે કોઇ ફોટામાં ટેગ કર્યા હોય અને એ ફોટા પર આવેલી કોમેન્ટની નોટીફીકેશન્સ હતી, અમુક નોટીફીકેશન્સ ગેમ્સ એપ માટેની હતી. મેં એ ઇગ્નોર કરી. મેસેજ જોયા એમાં શ્રુતિનો મેસેજ હતો.
‘સોરી ડીયર… તને મળવાનો ટાઇમ નહોતો. પ્લીઝ તારો નંબર આપ, મારે વાત કરવી છે, ઓર મને મારા નંબર પર કોલ કર.’, મેસેજમાં એનો નંબર પણ લખેલો હતો. મેં ડીસાઇડ કરેલુ હતુ કે કોલ ના કરવો કે મેસેજ પણ ના કરવો એટલે મેં મેસેજનો આન્સ ના આપ્યો.
યુ ટ્યુબ પર નવા મુવીઝના ટ્રેઇલર જોતા અને ફંફોળતા ફંફોળતા સ્ટીવ જોબ્સની સ્પીચ હાથ લાગી. આજે તો ૩જી નેટ હતુ એટલે એ વિડીયો ડાઉનલોડ કરતા સાત મિનિટથી વધારે વાર ના લાગી. એ સ્પીચ અદભુત અને મોટીવેટીંગ હતી. વિડીયો આજે સવારે હું જે વિચારતો હતો એના ઉપર હતો. આ વિડીયો જોયા પછી મારી અંદર મને શું કરવુ ગમે છે એ વિશે સવાલો ઉઠવા લાગ્યા.
આ વિડીયોમાં સ્ટીવ જોબ્સે કહ્યુ હતુ કે જ્યાં સુધી તમને જે વસ્તુ ગમે છે એ ના મળે ત્યાં સુધી સેટલ ના થાવ. એ વસ્તુ શોધવાની પાછળ પડી જાવ. બસ હવે તો મારે આ જ કરવાનુ હતુ. બટ અત્યારે મારે શાંત થવાની જરૂર હતી કારણ કે મને એ પણ ખબર હતી કે આ ઇન્સપાઇરેશનલ સ્પીચનો નશો છે. જે થોડી વાર પછી ઉતરશે એટલે હું હતો એવો ને એવો જ થઇ જઇશ. ધીરજપુર્વક અને શાંતીથી વિચારવાનુ હતુ કે મને શું ગમે છે..?
હાલ મારે કોઇ ટેમ્પરરી જોબની જરૂર હતી, અરિહંતનો નંબર કદાચ નીલ પાસે હોઇ શકે…!! એટલે નીલને કોલ કરવો પડે એમ હતો. મેં મારો ચાર્જીંગમાં મુકેલો મોબાઇલ લીધો અને કોલ લગાવ્યો. આખી રીંગ પુરી થઇ ગઇ પણ એણે રીસીવ ના કર્યો. કદાચ એ ઉંઘતો હોઇ શકે એવુ મને લાગ્યુ, મેં ફરી કોલ લગાવ્યુ. અડધી રીંગ પતી એટલે કોલ રીસીવ થયો. કોલ નીતુએ રીસીવ કર્યો.
‘નીલ નથી…?’, મેં પુછ્યુ.
‘એ નહાવા ગયો છે..!’, નીતુએ જવાબ આપ્યો.
‘એ આવે એટલે એને કોલ કરવાનુ કહેજે ને..’, મેં કહ્યુ.
‘હુ કંઇ મેસેન્જર નથી…’, એણે કડક અવાજમાં કહ્યુ.
‘બટ, તુ ફ્રેન્ડ તો છે ને..??’,
‘બીઝી માણસોની ફ્રેન્ડ, જેમને એક કોલ કરવાનો પણ ટાઇમ નથી….!!’,
‘અરે, યાર હું ઘરે ગયો હતો…’,
‘સીરીયસ ના થા..!! હું જસ્ટ મજાક કરૂ છુ…!’, નીતુએ હસતા હસતા જવાબ આપ્યો.
‘ઓકે.. ઓકે, નીલ આવે એટલે એને કહી દેજે..’, મેં ફરી કહ્યુ.
‘ઓકે, સાંજે આવ ને ઘરે… બધા નસ્તો કરવા જઇએ….!!’, નીતુએ કહ્યુ.
“જોવ છું, પણ નક્કિ નહિ…!!’,
‘ઓકે,, બાય…’, મેં કોલ કટ કરવા માટે કહ્યુ.
‘બ બાય…’, એ બોલી અને મેં કોલ કટ કર્યો.
થોડી વારમાં નીલનો કોલ આવ્યો, મેં નીલ પાસેથી અરિહંતનો નંબર લીધો. મે અરિહંતને કોલ કર્યો. જન્ન્ત મુવીની “હા તુ હૈ, હા તુ હૈ” ની કોલરટ્યુન સાંભળી.
‘હેલો..’, એક વજનદાર અને એકદમ ક્લીઅર અવાજ આવ્યો.
‘હા, અરિહંત હર્ષ બોલુ છુ.’, મેં મારૂ નામ આપ્યુ.
‘હા, બોલ હર્ષ, શું ચાલે છે.?’,
‘બસ, જલસા હો, તુ બોલ…!!’, આવુ બોલવાની આપણને આદત પડી ગઇ છે. અથવા તો પ્રીટેન્ડ કરવાની. બધા એમ જ કહે છે કે જલસા છે. તો પણ લોકો દુખી કેમ છે?
‘હમણા સચીનભાઇ રમે છે, એટલે વાંધો નથી’, અરિહંતના જવાબ પરથી ખ્યાલ આવી ગયો કે હાલ તે સટ્ટો રમે છે.
‘રમે છે ને, તો વાંધો નહિ.’, મેં હસતા હસતા કહ્યુ. બટ હું જરાંય ઇન્ટરેસ્ટેડ નહોતો.
‘હા, હાલ તો કોઇ વાંધો નથી. બોલ કંઇ કામ હતુ…?’, અરિહંતે પુછ્યુ.
‘હા, યાર કોઇ પાર્ટ ટાઇમ જોબની જરૂર છે, એટલે જ તો તને કોલ કર્યો…’, હું ટોપીક પર આવ્યો.
‘અરે, વાહ વાહ, મારે પણ માણસોની જરૂર છે. પણ કામ આપડી ફીલ્ડનુ નથી.’, અરિહંતે થોડા શાંત અવાજે કહ્યુ.
‘કામ શું કરવાનુ છે.?’
‘હાલ હું હોસ્પીટાલીટી સર્વીસ એન્ડ ઇવેન્ટ એન્ડ મેનેજમેન્ટમાં છુ. એટલે જે મોટી કંપનીઓના એક્ઝીબીશન્સ હોય એમાં સર્વીસ આપવાની હોય છે.’, અરિહંતે કહ્યુ, પણ મને મનમાં થયુ કે વેઇટરનુ કામ આપણાથી ના થાય એટલે આ જોબમાં મેળ નહિ આવે.
‘અરે, યાર આવુ કામ તો ના થાય આપડાથી’, મેં કહ્યુ.
‘પણ હર્ષ તુ સાંભળ, તુ વિચારે એવુ આ કામ નથી. આપડે લોકોએ VIP માણસોને ઇંગ્લીશમાં બધી ઇનફોર્મેશન આપવાની અને ગાઇડન્સ આપવાનુ હોય છે. કોઇ આલતુ ફાલતુ કામ નથી. ઇવેન્ટ પણ કોઇ નાની સુની નથી હોતી, ગુજરાત સરકાની વાઇબ્રન્ટ સમીટ જેવી ઇવેન્ટ્સમાં કામ કરવાનુ હોય છે. અરિહંતે કહ્યુ. અરિહંતે થોડી ચોખવટ કરી એટલે મને આગળ સાંભળવાનુ મન થયુ.
‘જો, કામ કંઇજ નથી. જલસા જ કરવાના છે. આખો દિવસ જે કાઉન્ટર કે ડીપાર્ટમેન્ટ આપ્યો હોય એ સંભાળવાનો. ચોક્લેટ્સ ખાવાની, સેલીબ્રીટીઝ સાથે વાતો કરવાનો મોકો પણ મળશે, બપોરનુ લંચ અને રાતનુ ડીનર સાથે પાંચસો રૂપીયા. બીજા જે જલસા છે એતો તુ આવીશ ત્યારે જ ખબર પડ્શે. આખો દિવસ માલ જોવાના અને ક્યારેક ટોપી ચડાવવાનો મોકો પણ મળી જાય એ ફ્રીમાં…’, અરિહંતે બધુ ડીટેઇલમાં કહ્યુ. મને અરિહંતની વાતમાં રસ પડ્યો. ખાવા પીવા સાથે પાંચસો રૂપિયા સારા જ કહેવાય એવુ મને લાગ્યુ.
‘ઓકે બોસ ચાલશે, ક્યારથી જોઇન થઇ કરી શકાશે.’, મેં પુછ્યુ.
‘આવતા વીકમાં જ એક ઇવેન્ટ છે. જે વાઇઅબ્રન્ટ ગુજરાતને લગતી છે. ૩૦ જુલાઇએ ઇવેન્ટ છે. પાંચ દિવસ પહેલા મીટીંગ હશે. હું તને જણાવી દઇશ.’, અરિહંતે કહ્યુ.
‘ઓકે..! થેંક્સ’,
‘અરે એમા થેંક્સ ના કહેવાનુ હોય, જલસા કરને, ચાલ મળીએ તો..!’,
‘ઓકે, મળીએ.’, મેં કોલ કટ કર્યો. ખરેખર એ દિવસે મને થોડી રાહત થઇ કારણ કે મને પૈસાનો કોઇ સોર્સ મળ્યો હતો.
પરંતુ આ વિચારમાં ને વિચારમાં ઘણો સમય ચાલ્યો ગયો. કોલેજ જવાનુ મેં આ દિવસોમાં રેગ્યુલર કરી દીધુ. એ સિવાય એક વાર હું અરિહંતની એક ઇવેન્ટમાં પણ હોસ્પીટાલીટી સર્વિસમાં પણ અનુભવ લઇ ચુક્યો હતો. સ્મિતા મેમને પણ હું આ દિવસોમાં ન્હોતો મળ્યો. જો શ્રુતિ વિષે કહુ તો લાસ્ટ મુલાકાત પછી મે એને કોલ કરવાની ટ્રાય જ ન્હોતી કરી, ન તો એનો કોલ કે મેસેજ આવ્યો. એ જે રીતે મને ઇગ્નોર કરી રહી હતી એ શરૂઆતમાં મને થોડુ ફtoસ્ટ્રેટ કરતુ હતુ, બટ ધીરે ધીરે બધુ શાંત થઇ ગયુ. કેમ્પસ માટે ત્રણ કંપનીઓ આવી હતી, બટ એમાં કઇ ચાન્સ ના લાગ્યો. હવે નવરાત્રી આવી રહી હતી. જે થોડુ મને થ્રીલ કરી રહ્યુ હતુ.
***
‘હેય રોહના, કેમ આજકાલ તુ રૂમમાં રાત સિવાય નથી દેખાતો..?’, રોહન રૂમમાં એન્ટર થયો. એણે વ્હાઇટ શર્ટ અને જીન્સ પહેર્યુ હતુ, એનો વ્હાઇટ શર્ટ પુરેપુરો પલળી ગયો હતો, સાંજ ના છ વાગ્યા હતા, રોહનના હાથમાં એનુ કોલેજ બેગ હતુ, જે કદાચ ખાલી જ લાગતુ હતુ. પણ આજે રોહન ક્યાં ગયો હતો..? આજે તો કોલેજ ચાલુ નહોતી…!!
‘અરે, કામ હતુ એટલે બહાર ગયો હતો, બાકી તો આખો દિવસ રૂમમાં જ હોવ છુ.’, રોહને કપડા ઉતાર્યા અને રીલેક્સ વેરમાં આવી ગયો, એટલે કે માત્ર જોકીની ચડ્ડી.
‘ઓય, કપડા પહેર.’, મેં રોહનને કહ્યુ.
‘કેમ..? તને શું થાય છે….?, આઇ હોપ તુ ગે નથ..!’, એણે પંખા નીચે ઉભો રહીને પવન ખાતા કહ્યુ.
‘બસ રેવાદે, મને તો તુ ગે લાગે છે…?’, મેં મારા કાનમાથી એક ઇયર ફોન દુર કરતા કહ્યુ.
‘ઓકે, તો એમ રાખ..’, એણે ટાવલ લીધો અને એ નહાવા માટે તૈયાર થયો.
‘મે કાઢેલુ ઇયર ફોન ફરી કાનમાં નાખ્યુ, બે મહિના પહેલા મેમ પાસેથી લાવેલુ “પરફ્યુમ” મુવીનો એન્ડ ચાલી રહ્યો હતો. મેમના મુવી કલેક્શન પરથી એવુ લાગ્યુ કે મેમ ને ફીલોસોફીકલ મુવીઝ ગમતા હશે.
દસ જ મિનિટમાં રોહન નાહીને આવ્યો. એ એના નાના છોકરા જે યુઝ કરે એવા ટોમ એન્ડ જેરી પીકચર વાળા ટાવલથી એનુ શરીર લુછી રહ્યો હતો.
‘બટ પપ્પુ કાન્ટ સાલા….’ની રીગ રોહનના મોબાઇલમાં વાગી. મોબાઇલ ચાઇનાનો હતો એટલે એનુ સાઉન્ડ પણ વધારે હતુ. રોહને દુરથી જ બેડ પર પડેલ મોબાઇલ પર નજર નાખી. એ બેડથી દુર જઇને એના ટાવલને ઉલાળતા ઉલાળતા ડાન્સ કરવા લાગ્યો અને મોટે મોટેથી “પપ્પુ કાન્ટ ડાન્સ સાલા”નુ સોંગ ગાવા લાગ્યો. એણે એનો ટાવલ ઉપર ઉલાળ્યો, જે પંખા સાથે ફસાઇ ગયો. પંખો એની ફાસ્ટ સ્પીડમાં ફરી રહ્યો હતો. ટાવલ ચારે તરફ ફંગોળાઇ રહ્યો હતો. કપડા પહેરવાને બદલે અંડરવેરમાં જ રોહન ટાવલને નીચે ઉતારવા મથવા લાગ્યો. એ પણ પંખાની સ્વીચ બંધ કર્યા વિના.
‘ઓય, રોહના સ્વીચ બંધ કરને…!!’, મેં રોહનને કહ્યુ, મુવી પુરૂ થઇ ગયુ હતુ એટલે લેપટોપને હાયબર નેટ કર્યુ.
‘છોકરાઓ, ગયા મહિનાનુ…………’, દરવાજામાંથી એક થોડોક ઝાડો અવાજ આવ્યો અને એ અવાજની સાથે મકાન માલીક રમિલાબેન પણ અંદર આવ્યા. એણે રોહનને અન્ડરવેરમાં જ જોયો, તરત જ એ દરવાજા તરફ મોં ફેરવી ગયા. એ જ ક્ષણે એ દરવાજામાંથી બહાર નીકળી ગયા. રોહને રમિલાબેનને જોયા કે તરત બેડની ચાદર ખેંચી લીધી હતી. પંખા પર ટાવલ હજુ ગોળ ગોળ ચક્કર ખાઇ રહ્યો હતો. હું ઉભો થયો અને હું સ્વીચબોર્ડ તરફ ગયો અને સ્વીચબોર્ડ પરની પહેલી સ્વીચ બંધ કરી. પંખો ધીમો થવા લાગ્યો. રોહન મારી સામે જોઇને હસી રહ્યો હતો. એ સાથે અમે થોડા ગભરાઇ પણ ગયા હતા.
‘બોસ, આજે વાટ લાગવાની છે’, મેં રોહનને મારા નેણ ઉંચા કરીને પ્રોબ્લેમ થવાની હોય એવા ટોનમાં કહ્યુ. રોહન ઉભો ઉભો હસી રહ્યો હતો. એણે એના શરીર પરથી બેડશીટ હટાવી. ઓબવીઅસલી એ અન્ડરવેરમાં તો ના જ રહી શકે, રોહન જડપથી કબાટ તરફ ગયો અને કબાટમાંથી એનો બ્લેક વ્હાઇટ ચેક્સ કોટન બરમુડા પહેર્યો.
‘કેમ લાગે છે..? બુઢે અંકલ ક્યા બોલેંગે?’, રોહન મારા બેડ પર આવીને બેસ્યો.
‘આઇ, ડોન્ટ નો.. ડુડ. બટ બુઢ્ઢો ખોંચરી વિકેટ તો છે જ, ઉપરથી એક મહિનાનુ રેન્ટ પણ બાકી છે. પહેલી તારિખે બે મહિના થઇ જશે. એટલે સાંભળવુ તો પડશે જ’, મેં પણ થોડા ટેન્સમાં આવીને કહ્યુ પણ છતા અમે હસતા જ હતા. ખરેખર જતી વખતે આન્ટીનો ચહેરો જોવા જેવો હતો.
‘બટ પપ્પુ કાન્ટ ડાન્સ સાલા’, ફરી રોહનના મોબાઇલની રીંગ ટોન વાગી.
‘અબ પપ્પુ બુઢ્ઢે કે સામને ડાન્સ કરેગા’, રોહન ફોન લેવા જઇ રહ્યો હતો ત્યારે મેં કહ્યુ.
રોહન ફોન લઇને બહાર તરફ જતો રહ્યો. અત્યાર સુધીમાં ક્યારેય રોહન ફોન લઇને વાત કરવા બહાર તો નહોતો જ જતો. બે મિનિટ માંજ રોહન અંદર આવ્યો. પણ એ બે મિનિટ મને ઘણી લાંબી લાગી હતી.
‘રોહના, ભાભીનુ નામ તો કે…’, મેં રોહન અંદર આવ્યો એટલે કહ્યુ. મેં મેડમે આપેલી બુક્સમાંથી ટુ સ્ટેટ્સની બુક હાથમાં લીધી.
એના ચહેરા પર હળવી હળવી સ્માઇલ આવી. મીન્સ કે એણે કોઇ છોકરી પટાવી હતી.
‘ઓહ્હ્હ્હ્હ્હ્હ્હ, રોહના માલ પટાવ્વો શું વાત છે…? કોણ છે… યાર,..? નામ શુ છે..? ચાલો આજે તો તારે ટ્રીટ આપવી જ પડશે..!!’, હું મારા બેડ પર ઉભો થઇ ગયો.
‘હા, કવ છુ, કવ છુ… શાંતિ રાખ..’, રોહને ઉંડો શ્વાસ લેતા કહ્યુ.
‘હું, નીલને બોલાવી લવ..?, પછી આપણે લોકો ક્યાંક નાસ્તો કરવા જઇએ.’, આજે ટીફીન તો આવવાનુ નહોતુ એટલે મેં વિચાર્યુ કે અમે ત્રણેય કોઇ સારી જગ્યાએ જમવા માટે જઇએ.
‘હા, કોલ કર એને’, રોહને કહ્યુ..
રોહનની ટ્રીંગ ટ્રીંગ વાળી ઓર્ડીનરી કોલરટ્યુન વાગી રહી હતી.
‘હા, હર્ષ હું તને હમણાજ કોલ કરવાનો હતો’, નીલે કહ્યુ.
‘ઓકે, પણ મારી વાત સાંભળ. રોહનાએ નવો માલ પટાવ્યો છે. એટલે એની પાસેથી પાર્ટી લેવાની છે, તો ક્યાંક જઇએ…’, મેં નીલને એક્સાઇટમેન્ટમાં કહ્યુ.
‘ઓકે, પણ નીતુ એની કોઇ ફ્રેન્ડ પાસેથી ‘મિકા કોન્સર્ટ’ના પાસ લાવી છે. હેલ્મેટ સર્કલ GMDC ગ્રાઉંન્ડ પાસે ક્યાંક છે, એ એમ બકી રહી છે. ચાર પાંચ પાસ એક્સ્ટ્રા છે તો આપડે ત્યાં જઇએ તો..?’, નીલે કહ્યુ. મેં મોબાઇલ સ્પીકર ફોન કર્યો એટલે રોહન પણ સાંભળી શકે.
‘ઓકે, સ્યોર પણ જમવા ક્યાં જઇશુ..’, મેં પુછ્યુ.
‘અરે, એ તુ ટેનશન લેમાં, પપ્પાએ આજે સ્વીફ્ટની ચાવી આપી દીધી છે, એટલે આજે જલસા જ છે, પણ રોહનને પુછ કે વધુ એક વ્યક્તિને પણ પાર્ટી આપવી પડશે હો, નીતુ પણ સાથે હશે.’, નીલે કહ્યુ જે રોહન સાંભળી રહ્યો હતો. મેં નીલ સામે જોયુ અને આંખોના એક્સપ્રેશનથી જ પુછી લીધુ કે શું કરવુ. એણે એનો ચહેરો ઉપર તરફ કરીને હા પાડવાનુ એક્સપ્રેશન આપ્યુ.
‘ઓકે, ફાઇનલ. પણ કેટલા વાગે જવાનુ છે..?’, મેં પુછ્યુ.
‘બસ તમે તૈયાર રહો, અમે તમને લેવા માટે આવીએ છીએ.’, નીલે કહ્યુ.
‘ઓકે, ચાલ રાખુ છુ.’, મેં કહ્યુ અને કોલ કટ કર્યો.
‘ચાલ રોહન તૈયાર થઇ જા, જેબ ખાલી કરવા માટે, હાહાહા’,
મેં આજે મારો વ્હાઇટ કોટન શર્ટ પહેર્યો જે એકદમ આછો હતો, સાથે ડેનીમનુ નેવી બ્લુ જીન્સ પહેર્યુ. મરીન સ્ટોનનુ મેન્સ બ્રેસલેટ જે મારી મમ્મી સોમનાથથી લાવી હતી એ પણ પહેર્યુ. વધારે ગરમીમાં બીજુ કંઇ પહેરાય એવુ નહોતુ. પણ બોડી સ્પ્રે તો છાટવો જ પડે એમ હતો. મેં રોહનનો વાઇલ્ડ સ્ટોન સ્પ્રે લીધો. શર્ટની અંદર તો ઠીક મેં છેક પગ સુધી છાંટ્યો. રોહન પણ એના નવા પોલો સ્ટાઇલ કપડામાં તૈયાર થઇ ગયો.
અડધો કલાક થઇ ગયો હતો. હવે અમે લોકો નીલના કોલની રાહ જોઇ રહ્યા હતા. ૭.૩૦ વાગી ચુક્યા હતા. મારો મોબાઇલ વાઇબ્રેટ થયો. મે રૂમની લાઇટ્સ બંધ કરી. અમે લોકો બહાર નીકળ્યા, રોહને રૂમને લોક માર્યો.
મકાનની બહાર નીકળતાજ રેડ કલરની સ્વીફ્ટ પડી હતી. હું અને રોહન બહાર નીકળ્યા….
‘છોકરાઓ…’, પાછળથી ધનંજય અંકલનો કડક અવાજ આવ્યો. મેં અને રોહને પાછળ જોયુ. એણે પોતાના હાથના ઇશારા વડે અમને ઉપર બોલાવ્યા. હું અને રોહન ઝડપથી ઉપર ચડ્યા. અમને ખબર હતી કે આજે એ અમારા ઉપર બગડશે. અમે હોલમાં એન્ટર થયા. એ પોતાના હીંડોળા પર આવીને બેસી ગયા હતા. એણે પોતાના પગ વડે હીંચકો થોભાવ્યો.
‘આવતી કાલે મને રેન્ટ આપી દેજો અને દસ દિવસ પછી મકાન પણ ખાલી કરવાનુ છે…’, બુઢઢા બોલા.
‘પણ, અંકલ દસ દિવસમાં અમારે મકાન કઇ રીતે શોધવુ…?’, રોહને કહ્યુ.
‘એ હું નથી જાણતો, ઘરમાં કપડા વિના રહેતા આવડે છે, તો ઘર શોધતા પણ આવડી જશે.’, અમે સાંભળીને ચુપ જ રહ્યા.
‘ઓકે અંકલ, કાલે રેન્ટ આપી જઇશુ.’, મેં કહ્યુ.
‘ઓકે, જઇ શકો છો…!’, પોતાનુ મોઢુ ચડાવતા અંકલે કહ્યુ. અમે બહાર નીકળ્યા….
દસ દિવસમાં અમદાવાદમાં રૂમ ક્યાંથી શોધવી,…? બસ આ જ સવાલ મારા અને રોહનના મનમાં ઉઠી રહ્યો હતો. અમે બહાર નીકળ્યા એટલે જોયુ કે સ્વીફ્ટની ડ્રાઇવર સીટના ડોર પાસે પોતાની આંગળીથી નીતુ ચાવી ફેરવી રહી હતી. એનો ચહેરો હંમેશની જેમ ખુબ સુરત લાગતો હતો…. એને દુરથી જોતા જ રૂમ શોધવાની બધી જ ચિંતાઓ દુર થઇ ગઇ……
***
શું હર્ષને શ્રુતિ સાથે પ્રેમ થવા લાગ્યો છે? શ્રુતિ, નીતુ અને સ્મિતામેમનુ ત્રીશંકુ ક્યારે તુટશે? કઇ રીતે હર્ષ પોતાના ગોલ્સને શોધશે? બધુ જ જાણવા માટે વાંચતા રહો – ધ લાસ્ટ યર.
ચેપ્ટર - ૧૦ - ડેથ
આગળ આપણે જોયુ,
હર્ષ બુક્સ લેવા માટે શ્રૃતિના ઘરે જાય છે અને શ્રૃતિનો ચેલેન્જ પુરો કરે છે. એ પછી બન્ને વચ્ચે નાની રકઝક થાય છે. બધા કોન્સર્ટમાં જવાનુ નક્કિ કરે છે. નીતુને જોઈને હર્ષ ફરી એના પર મોહી જાય છે. હવે આગળ.
હવે આગળ...
***
નીતુને જોતા બધુ ભુલાઈ જતુ હતુ, બટ ત્યારે જ શ્રૃતિ યાદ આવી જતી. હતી. નીતુએ આજે વન પીસ પહેરેલુ હતુ. રેડ કલરના ગોઠણ સુધીના વન પીસમાં નીતુ અફલાતુન લાગી રહી હતી. એ રેડ કલરની સ્વીફ્ટને ટેકો રાંખીને ઉભી હતી. એણે કારના કલર સાથે મેચીંગ કર્યુ હતુ. વાળની હેઈર સ્ટાઈલ પણ આજે કંઈક અલગ હતી. એના કાનમાં લાંબા બીજના ચંદ્ર જેવા બ્લેક કલરના એરીંગ્સ હતા. નાક પર બ્લેક સીરામીકથી બનેલી નથણી હતી. એનો હાથ વાળ બરાબર છે? એ જોવા માટે માથા પર ફરી રહ્યો હતો. એણે બ્લેક કલરની નેઈલ પોલીશ કરેલી હતી. આંખોમાં કાજળ હતુ અને કપાળની બરાબર વચ્ચે એક નાની એવી બ્લેક કલરની બીંદી હતી. ઈન શોર્ટ લાલ રંગમાં નીતુ કોઈના પણ મનમાં આગ લગાવે એવી લાગી રહી હતી. હું એમા સળગ્યો નહિ, દાજી ગયો.
‘અરે, યાર જલદી કરોને તમે લોકોએ ખાસ્સુ લેઈટ કર્યુ’, નીલ કારના બીજા ડોરમાંથી નીકળ્યો અને કહ્યુ.
‘હા, તુ અંદર બેસ અમે અંદર જ આવીએ છીએ..’, મેં કહ્યુ.
‘હાઈ, નીતુ.’, મેં કહ્યુ.
‘હાઈ!’, નીતુએ હાથ વેવ કરીને કહ્યુ અને એ સ્ટીયરીંગ સીટ પર બેસી.
‘હેય, નીલ તને નથી લાગતુ આપણે લોકોએ નીચે ઉતરી જવુ જોઈએ..?’, મેં કહ્યુ.
‘કેમ.?’, રોહને સીરીયસ થઈને પુછ્યુ અને મને હસવુ આવ્યુ.
‘અરે, આજે મેડમ કાર ચલાવશે, એટલે નક્કી નહિ ઉપર પણ પહોચી જીએ.’, મેં હસતા હસતા કહ્યુ.
‘હેય, તારા કરતા સારી આવડે છે.’, નીતુ પાછળ ફરીને સ્માઈલ કરતા કરતા બોલી. નીતુએ કાર ચાલુ કરી. એણે એક્સલરેટ આપ્યુ એટલે કારે જટકો માર્યો અને થોડી ચાલીને ઉભી રહી ગઈ.
‘શું, કરે છે? ધીમે ધીમે એક્સલરેટ કર ને!!’, નીલે નીતુને કહ્યુ.
‘હા, ખબર છે’, નીતુએ કારનુ એન્જીન ફરી શરૂ કરતા કહ્યુ. કાર ચાલી પડી. કારમાં રીઅર ગ્લાસથી હું નીતુનો ચહેરો જોઈ શકતો હતો. એ પણ મારી સામે મિઠી નજરોથી જોઈ રહી હતી.
‘હેય, મીડસેમની ડેટ આવી કે નહિ..?’, નીલે પુછ્યુ.
‘અહિં કોણ કોલેજ જાય છે, રોહનને પુછ એને ખબર હોય તો..’,
‘હા, રોહન તને કંઈ ખબર છે..?’, નીલે પુછ્યુ.
‘હા, બે વીક પછી TCS આવે છે. આવતા વીકથી મીડસેમ શરૂ થાય છે, એટલે કે નેક્સ્ટ મન્ડેથી.’, રોહને કહ્યુ.
‘ઓહ્હ્હ.. શીટ. ત્રણ દિવસ પછી તો નવરાત્રી પણ શરૂ થાય છે, વાંચવુ કે નાચવુ..? યાર’, મારા મોંમાંથી શબ્દો નિકળ્યા.
‘હા, યાર વાંચવુ પડશે..’, નીલે કહ્યુ.
‘વાંચવાનુ તો ઠિક. GMDCમાં વાઈબ્રન્ટ નવરાત્રીનુ મેનેજમેન્ટ આ વખતે અરિહંતના હાથમાં જ છે, એટલે મારે તો ત્યાં પણ રહેવુ પડશે.’,
‘તારે તો જલસા છે, નવરાત્રીમાં પૈસો પણ આવશે.’, નીલ બોલ્યો.
‘પણ તને ખબર છે? હમણા હમણા આપડા રોહને કંઈક નવુ કર્યુ છે..!!’, મેં રોહન સામે કતરાતા કહ્યુ.
‘શું. શું..? જલદી કહે.’, નીલ ઉત્સુક થઈને પાછલી સીટ તરફ ખેંચાઈ આવ્યો.
‘એતો હવે આપણે લોકોને આજે ડીટેઈલમાં સાંભળવાનુ છે.’, મેં કહ્યુ.
‘ઓહ્હ્હ, સમજી ગયો..’, નીલે વાતનો ખ્યાલ આવી ગયો હોય એમ કહ્યુ.
‘ઓકે, બટ કોઈ રૂમ ખાલી હોય તો કહેજે ને, અમને ખાલી કરવાનો ઓર્ડર આવી ગયો છે.’, રોહને કહ્યુ.
‘ઓકે, પપ્પાને પુછી જોઈશ’, રોહને કહ્યુ.
‘અરે એક ફ્લેટ ખાલી છે.’, નીતુ બોલી.
‘ક્યાં..?’, મેં પુછ્યુ.
‘બટ એ તમને ફાવે તો, ત્યાં તમારે ત્રણ છોકરીઓ અને એક છોકરાની સાથે રહેવુ પડશે.’, નીતુએ કહ્યુ.
‘કોણ છે એ લોકો..?’, મેં પુછ્યુ.
‘હમણા તને ઈન્ટ્રોડયુઝ કરાવુ, એ લોકો આવવાના જ છે.’, નીતુએ કહ્યુ. હેલ્મેટ સર્કલ આવ્યુ. એટલે નીતુએ ગાડી ડાબી સાઈડ ગુજરાત કોન્વોકેશન સેન્ટરમાં લીધી. ગાડી પાર્કીંગમાં પાર્ક કરી. અમે લોકો એન્ટ્રી ગેટ તરફ ચાલતા થયા.
‘પ્રિયા, તુ ક્યાં છે..?’, નીતુએ ફોન પર વાત કરતા કહ્યુ.
‘ઓકે’,
‘એ લોકો અંદર છે.’, નીતુએ કારની ચાવી નીલ તરફ લંબાવી. અમે એન્ટ્રી ગેટ તરફ ચાલતા થયા. હું નીતુ સામે જોઈ રહ્યો હતો. એના વાળની હેઈર સ્ટાઈલ આજે એના ચહેરાને અલગ જ ઘાટ આપી રહી હતી.
‘ઓય, સામુ શું જુએ છે..?’, નીતુએ મારી તરફ વળીને બધાની સામે કહ્યુ. એ મોં આડે પર્સ રાખીને હસવા લાગી. મને થોડો સંકોચ થયો, ‘એને બધા હતા ત્યારે બોલવાની શું જરૂર હતી.?’ એવુ હું મનમાં વિચારી રહ્યો હતો.
‘તુ આજે અપ્સરા જેવી લાગે છે ને, તો નજર જ હટતી નથી’, મેં પણ બધાની સામે કહ્યુ. નીલ અને રોહન મારી સામુ જોઈ રહ્યા. ‘બસ હવે જોક કરમાં’, નીતુને પણ હવે થોડોક સંકોચ થયો.
‘માણસોની સામે પણ નથી જોવાતુ હવે’, મેં મોં બગાડતા કહ્યુ.
‘નીલ, આજે નીતુ કંઈક વધારે જ હવામાં ઉડે છે.’, મેં નીલને હસતા હસતા કહ્યુ. નીતુએ થોડુ મોં મરોડયુ.
‘નિતુ..’, પીંક કલરનુ ગોઠણ સુધીનુ સ્કર્ટ અને સ્લીવલેસ ગ્રે ટોપ પહેરેલ, ઉંચી, ફીટ, જેના હોઠની ડાબી બાજુએ તલ ડાબી સાઈડના હાથ પર કલરફુલ ડરેગન ટેટ્ટુ, ખુલ્લા વાળ વાળી એક છોકરી પોતાના હાથ લાંબા કરીને નીતુ તરફ દોડતી દોડતી આવી.
‘પીયુ, કેટલી લાંબી થઈ ગઈ.? એક મહિનામાં..?’, નીતુએ એનો ગાલ પેલી છોકરીના ગાલ સાથે અથડાવતા કહ્યુ,
‘પાગલ, લાંબી નહિ, હાઈ હીલ સેન્ડલ પહેરેલ છે.’, એ છોકરીએ પોતાનો પગ થોડો વાળીને સેન્ડલ બતાવતા કહ્યુ. રોહન અને નીલ બન્ને એ છોકરી તરફ એકટીસે જોઈ રહ્યા.
‘વોઓઓઓ’, પોતાનુ મોઢુ પહોળુ કરીને નીતુએ અવાજ કાઢ્યો એન્ડ અમારી ત્રણેય તરફ નજર કરી.
‘પ્રિયા..’, નીતુએ પેલી છોકરી તરફ હાથ કરીને કહ્યુ.
‘નીલ, હર્ષ અને રોહન’, નીતુએ અમારી તરફ હાથ બતાવતા કહ્યુ.
‘હાઈ..’, અમે ત્રણેય એકસાથે બોલ્યા. પ્રિયા થોડુ હસી.
‘બીજા લોકો ક્યાં છે..?’, નીતુએ પ્રિયાને પુછ્યુ.
‘એ લોકો આગળ છે, ચાલો એ તરફ જીએ’, પ્રિયાએ કહ્યુ અને એ આગળ ચાલતી થઈ.
‘બાકી માલ છે હો..’, નીલે રોહનના કાન પાસે જીને કહ્યુ. પણ એનો અવાજ મેં અને નીતુએ પણ સાંભળ્યો, નીતુએ રોહન સામે તીક્ષ્ણ નજર કરી. એ પાછળ ફરીને ચાલતી થઈ ગઈ.
‘બસ ભુખ..! એક તો મળી છે, હવે કેટલી ભુખ છે..?’, મેં રોહનની ડોક, પાછળથી પકડતા કહ્યુ.
‘રોહના નામ તો કે..!!, ક્યાં છે..? બોલાવને મળવા.!!’, નીલે રોહનને પુછ્યુ.
‘નામ!!’, રોહને બોલવામાં વાર લગાવી.
‘ભાઈ, બોલવુ હોય તો બોલ ને, ખોટો ભાવ ખામા’, મેં રોહનને ફરી પાછળથી બોંચી પકડીને કહ્યુ.
‘શીના.’, રોહન કહેતા થોડો શરમાયો..?
‘વોઓઓઓ.. સેક્સી શીના.!!’,
‘એક્ઝેક્ટલી!!’, રોહન બોલ્યો.
નીતુ ઝડપથી આગળ ચાલી રહી હતી. કોન્સર્ટ હોલમાં ખાસ્સુ એવુ પબ્લીક હતુ. મ્યુઝીક ટેસ્ટીંગ ચાલી રહ્યુ હતુ, મિકા સીંઘના ડી.જે સોંગ્સ વાગી રહ્યા હતા. જડપથી આગળ જવામાં થોડી વાર લાગી રહી હતી. હજુ કોન્સર્ટ શરૂ નહોતી થઈ. પણ બધાના પગ અત્યારથી જ જુમવા લાગ્યા હતા. અમે આગળ પહોંચ્યા. નીતુ અને પ્રિયા ભીડની વચ્ચે બીજી બે છોકરીઓની સાથે ઉભી હતી. એ લોકો સાથે એક છોકરો પણ હતો. રોહને અચાનક ચાલવાની સ્પીડ વધારી. મેં એનો શર્ટ પાછળથી ખેંચી રાખ્યો.
‘હેય.. ગાય્ઝ. નીલ, રોહન એન્ડ હર્ષ..’, નીતુએ અમારૂ ઈન્ટ્રો કરાવ્યુ.
‘હાઈ, રિકેતા’, બ્રેસ્ટ દબાઈ રહ્યા હતા એટલુ ટાઈટ બ્લેક કલરનુ ટી-શર્ટ એન્ડ જીન્સ પહેરેલ થોડી નીચી બટ બ્યુટીફુલ છોકરીએ કહ્યુ.
‘હાઈ, શીના..!!!’, જાણે માત્ર છાતી પર ઢાકવા પુરતુ જ લટકાવેલુ હોય એવુ વ્હાઈટ, બ્લુ બોર્ડર્ડ પહેરેલ ટોપ એન્ડ કમરથી બે વેંત નીચે સુધીનુ બ્લેક કલર સ્કર્ટ પહેરેલ છોકરીએ કહ્યુ. રોહન મોં ફાડીને જોતો રહ્યો. શીના વોઝ સો સેક્સી. એના ગોરા ગોરા મજબુત બાવડા. એના વેક્સ કરેલ ક્લીન સાથળ અને પગ. જાણે કોઈ ભરાવદાર હરણી હોય. દુરથી જ સ્ટ્રોંગ પરફ્યુમની સુગંધ આવી રહી હતી. આજે તો નીલ પણ લાળો પાડી રહ્યો હતો. મારે તો એ તરફ જોવામાં કંઈ મજા હતી જ નહિ. નીતુ સામે જ ઉભી હતી. શ્રૃતિ વિશે પણ એ જાણતી હતી અને એના બર્થડે પર જે થયુ એના વિષે પણ.
‘એન્ડ હું, કેવલ’, અમારી જેવા જ એક હેન્ડસમ છોકરાએ નીલ સામે હાથ લંબાવતા કહ્યુ. અમે હાથ મેળવ્યા. એ ફરી કોઈ વાતમાં રિકેતા સાથે વાતોમાં વળગી ગયો.
‘શીના? તુ અહિં..?’, રોહને આશ્ચર્યથી પુછ્યુ.
‘યા ડીઅર!!’, શીનાએ એની અનોખી અદામાં જવાબ આપ્યો. એ એના ખુલ્લા વાળને હાથ સાથે વીટળવા લાગી.
‘આજે આ છોકરીઓને શું થયુ છે, બધીએ ખુલ્લા વાળ જ રાખ્યા છે..?’, મેં નીલના કાન પાસે જીને કહ્યુ.
‘ભાઈ, કંઈ નથી થયુ.. એ લોકો બહાર જાય એટલે આ જ લુકમાં હોય!!’, નીલે મારા કાનમાં કહ્યુ. રોહન અને શીના બન્ને એકબીજાના હાથમાં હાથ નાખીને વાતો કરવા લાગ્યા. નીતુ, પ્રિયા, રિકેતા અને કેવલ બીજી તરફ વાતો કરવા લાગ્યા. હું અને નીલ થોડા એકલુ એકલુ અનુભવવા લાગ્યા.
‘હર્ષ, પ્રિયા એન્ડ રિકેતા પણ જોરદાર ફટકાઓ છે. પણ લાગે છે કે કેવલનુ રિકેતા સાથે સેટીંગ છે..’, નીલે કેવલનો હાથ રિકેતાની કમરમાં નાખેલુ જોયો એટલે કહ્યુ.
‘હા, એ બન્નેનુ સેટીંગ તો લાગે છે’, મેં નીલના કાન પાસે મોં લઈ જીને કહ્યુ.
‘પણ પ્રિયા, સાથે આપડુ સેટીંગ થઈ જાયતો?’, નીલે કહ્યુ.
‘તારી હાઈટ ની છે, ફીટ છે, તારે થોડીક મારા જેવી મસલ્સ બનાવવી પડશે’, મેં નીલને હસતા કહ્યુ.
‘મસલ્સ વિના પણ હું એને સંભાળી લઈશ. નીતુને વાત કરવી પડશે..!!’, નીલે મારા કાનમાં કહ્યુ.
‘ઓય.., તમે લોકો દુર ઉભા ઉભા એકબીજાના કાનમાં શું કાના ફુસી કરો છો’, નીતુએ અમારી તરફ રાડ પાડી. એનો અવાજ મ્યુઝીકને કારણે ઓછો સંભળાયો. અમે લોકો બધાની પાસે જીને ઉભા રહી ગયા.
‘શુ.. છે..?’, નીલે નીતુને પુછ્યુ.
‘એન્જોય.. મ્યુઝીક શરૂ થાય છે..!’, નીતુએ મારી તરફ પણ નજર નાખી અને કહ્યુ. લાઈટ ડીમ થઈ. સ્ટેજ પરથી મિકા સિંઘ આવી રહ્યો છે, એવુ અનાઉન્સ થયુ. લોકોએ જેટલી તાકાત હતી એટલી તાકતથી ચીસો પાડી. મને મિકા સિંઘમાં કોઈ ઈન્ટરેસ્ટ નહોતો. અમારી આસપાસ દરેક છોકરા પાસે છોકરી હતી. હું અને નીલ જ હતા કે જેની સાથે છોકરીઓ હતી પણ હાથ પકડીને નાચી શકાય એવુ કોઈ નહોતુ. થોડુક બેડ ફીલ થયુ. શ્રૃતિ યાદ આવી. મિકા સ્ટેજ પર આવ્યો. બધા સ્ટેજ તરફ મોં રાખીને ઉભા રહી ગયા. લાઈટ્સ બંધ થઈ ગઈ અને કલરફુલ લાઈટ્સ ચાલુ થઈ, પણ અંધારા જેવુ જ લાગી રહ્યુ હતુ.
‘હેય, બ્યુટી.. વુડ યુ લાઈક ટુ ડાન્સ વીથ મીં..?’, નીલ અચાનક પ્રિયા પાસે જીને બોલ્યો.
‘અહિં સાલ્સા મ્યુઝીક નથી વાગવાનુ’, પ્રિયાએ ચહેરો આશ્ચર્યથી ભરીને કહ્યુ.
‘આઈ ડોન્ટ નો સાલ્સા, આઈ નો અમદાવાદી સાલ્સા.. એન્ડ યુ વીલ લાઈક ઈટ.’, નીલે કોન્ફીડન્ટથી કહ્યુ.
‘ધેન, આઈ વુડ લાઈક ટુ લર્ન ફ્રોમ યુ’, પ્રિયાએ નીલની પ્રપોઝલ એક્સેપ્ટ કરી અને બન્નેએ એકબીજાનો હાથ પકડયો.
મિકાનુ મ્યુઝીક ચાલુ થયુ. એણે એના ફેમસ સોંગ મોજા હી મોંજાની ધુન ધીમે ધીમે ઉપાડી, લોકો પાગલની જેમ ચીલ્લાવા લાગ્યા. નીતુ મારી સામે જોઈ રહી. એની આંખો એમ કહેતી હતી કે મારો હાથ પકડ અને આપણે બન્ને એકસાથે ડાન્સ કરીએ. મિકાએ હવે બધાને નચાવવાનુ ચાલુ કર્યુ. રોહનતો ક્યારનોય એની શીના સાથે જ હતો. એ શીનાની કમર પર હાથ રાખીને વાગી રહેલા મ્યુઝીક પર ડાન્સ કરી રહ્યો હતો. શીના પણ રોહનમાં પુરેપુરી રંગાઈ ગઈ હતી. એના બન્ને હાથ રોહનના ગળામાં પરોવાયેલા હતા. એ રોહન ઉપર ખાસ્સી જુકેલી હતી. રોહન એને સંભાળીને મોજ કરી રહ્યો હતો. કેવલ અને રિકેતાની ટીપીકલ જોડી પણ નાચી રહી હતી. એન્ડ નીલ એન્ડ પ્રિયા તો જાણે વર્ષોથી એકબીજાને જાણતા હોય એ રીતે ડાન્સ કરી રહ્યા હતા. નીલે એક હાથ પ્રિયાની કમર પર રાખેલો હતો. બીજો હાથ પ્રિયાના ગળામાં પરોવેલ હતો. પ્રિયા પીધેલ હોય એ રીતે પોતાના વાળ હાથમાં ઉંચા કરીને કરીને ડાન્સ કરી રહી હતી. એનો ડાન્સ પાગલ ડાન્સ હતો. હું નીતુ તરફ ગયો. નીતુ એકલી એકલી કુદી રહી હતી. મેં પણ નીશા સાથે એકલા એકલા કુદવાનુ ચાલુ કર્યુ.
મીકા કોન્સર્ટ હવે પુરેપુરૂ જામ્યુ હતુ. કોઈ પોતાના પગ થોભાવવાનુ નામ નહોતા લેતા. નીતુ નાચતા નાચતા મારી સામે કાતીલ નજરોથી જોઈ રહી હતી. મારે એની વધારે નજીક ન જવા માટે મારા પર કંટ્રોલ રાખવો પડયો.
‘કેમ જામી ગયુને નીલનુ..?’, નીતુએ મારા તરફ આવીને કહ્યુ.
‘આટલુ જલદી સેટીંગ થતા મેં પહેલી વાર જોયુ છે.’, મેં કહ્યુ.
‘નીલે અત્યાર સુધી મને કદી મારી ફ્રેન્ડ જોડે સેટીંગ કરાવવા માટે નથી કહ્યુ. એન્ડ આજે એણે મારી ફ્રેન્ડ જોડે મને કહ્યા વિના જ’, લાઉડ મ્યુઝીકમાં હું એની વધારે નજીક ગયો જેથી હું એને સાંભળી શકુ.
‘નીલને આટલો ફાસ્ટ તો નહોતો ધાર્યો.’, મેં કહ્યુ. હું ડાન્સ કરતા કરતા થોડો થાક્યો.
‘આ એની ફર્સ્ટ ગર્લફ્રેન્ડ છે, મને આશ્ચર્ય થાય છે કે આટલી હિમ્મત એ ક્યાંથી લઈ આવ્યો..?’, નીતુએ એનો એક હાથ મારા ખભા પર રાખતા કહ્યુ. મેં એનો હાથ મારા હાથ વડે ધીમેથી નીચે ઉતારી દીધો.
‘હેય, વી આર જસ્ટ ફ્રેન્ડસ’, નીતુએ કહ્યુ.
‘યસ, વી આર. ધેટ્સ વ્હાય’, મેં કહ્યુ.
‘તને ખબર છે..? તમારા લક કેટલા સારા છે..?’, નીતુએ આ વખતે પોતાના બન્ને હાથ મારા ગળામાં પરોવ્યા અને મારી વધારે નજીક આવી. મે આજુબાજુ જોયુ. નીલ થોડો દુર પ્રિયામાં તલ્લીન હતો.
‘નીતુ, પ્લીઝ..!’, મેં નીતુનો ગળામાં નાખેલો હાથ પકડતા કહ્યુ. એક્ચ્યુઅલી આ બધુ જ હું ચાહતો હતો, હજુ હું કન્ફ્યુઝ હતો. જ્યારે નીતુ મારી નજીક આવતી એટલે શ્રૃતિ યાદ આવી જતી. જો શ્રૃતિ યાદ ન આવતી હોત તો હું અત્યારે નીતુના ગળામાં હાથ નાખી ચુક્યો હોત.
‘બટ, વી આર જસ્ટ એન્જોયીંગ’, નીતુએ દલીલ કરતા કહ્યુ.
‘ઓકે’, એનો ચહેરો પડી ગયો, એણે પોતાના હાથ મારા ગળામાંથી કાઢી લીધા.
‘તુ લક વિશે કહેતી હતી..?’, નીતુ થોડી વાર પહેલા કંઈક બોલી હતી એ વિશે મે પુછ્યુ.
‘હા, તમે લોકો રૂમ શોધતા હતા ને ? આ લોકો ૨મ્ૐદ્ભ ફ્લેટ રાખીને રહે છે. એ લોકોને થોડુ કોસ્ટલી પડે છે, એટલે રૂમમેટ્સ શોધી રહ્યા છે.’, નીતુએ અને મેં ડાન્સ બંધ કરી દીધો હતો. હું અને નીતુ ડાન્સ કરતા ટોળાની બહાર નીકળ્યા. મ્યુઝીક એટલુ લાઉડ હતુ કે સ્ટેજ આગળ એકબીજાની નજીક હોઈએ તો પણ કાન પાસે જીને બોલવુ પડતુ હતુ. અમે લોકો થોડા દુર જીને ઉભા રહી ગયા. જ્યાં મ્યુઝીક ઓછુ હતુ.
‘ક્યાં રહે છે.? એ લોકો..?’,
‘નેહરૂ નગર. જો તમારે કાલે શીફ્ટ થવુ હોય તો પણ તમે થઈ શકો છો. હવે તો રોહનને પણ જલસા’, નીતુએ હસતા હસતા કહ્યુ.
‘હા, જે થાય છે એ બરાબર જ થાય છે.’, મેં ટોળામાં નજર રાખીને કહ્યુ.
‘બે બેડરૂમ્સ, બે કપલ્સ..’, નીતુ મારી ડાબી બાજુમાં જ ઉભી હતી, એણે ફરી મારો હાથ પકડતા કહ્યુ.
‘હા, નો ડીસ્ટર્બ્ાન્સ’, મેં મારો હાથ છોડાવતા કહ્યુ.
‘તને મારામાં કંઈ પ્રોબ્લેમ દેખાય છે..?’, નીતુએ મને એના તરફ ફેરવતા કહ્યુ.
‘ના, યુ આર પરફેક્ટ’, મેં એની સાથે નજરો મેળવતા કહ્યુ.
‘તો..?’, એણે પુછ્યુ.
‘નીતુ, હું આ બધી વસ્તુ માટે તૈયાર નથી’, મેં નીતુને સમજાવતા કહ્યુ, હું મારી જાતને છળી રહ્યો હોવ એવુ લાગ્યુ.
‘ડુ યુ નો ? આઈ લવ યુ.’,
‘આઈ નો યુ ડુ. બટ આઈ ડોન્ટ નો, આઈ ડુ ઓર નોટ.’, મેં નીતુના હાથ પર હાથ મુકતા કહ્યુ, એન્ડ હાલ મારે નીલ સાથે કોઈ બબાલ કરવાની ઈચ્છા નથી.’, મેં નીતુને કહ્યુ. એનો ચહેરો ઉદાસ થઈ ગયો. એની આંખો થોડી ભીની થઈ ગઈ હોય એવુ લાગ્યુ. ચોક્કસ મને એ નહોતુ ગમી રહ્યુ. એ ચુપ થઈ ગઈ. એક તરફ શ્રૃતિ હતી જેને હું ચેઝ કરી રહ્યો હતો. જેને હું ત્રણ વાર જ મળ્યો હતો. જેને મારા પ્રત્યે અટ્રેક્શન હતુ કે સીરીયસ ફીલીંગ્સ એ પણ મને નહોતી ખબર. એક્ચ્યુલી મને પણ નહોતી ખબર. મારા મનમાં વિચારો ચાલુ થયા. જો એને થોડીક ફીલીંગ્સ પણ હોત તો એણે મને કોન્ટેક્ટ કરવાની ટ્રાય કરી હોત. બીજી તરફ નીતુ હતી જે મને લવ કરતી હતી. જેને મારા તરફ લાગણીઓ હતી. મેં એનો ચહેરો જોયો. ખુબ માસુમ અને ઈનોસન્ટ દેખાઈ રહી હતી. ભીની આંખો. એણે મારી સામે જોયુ. હું એની આંસુ વાળી આંખો ના જોઈ શક્યો. મેં નીતુના હાથ પર હાથ મુક્યો. એણે મારા તરફ જોયુ. મારી અને નીતુની આંખો મળી. એ કોઈ જ એક્સપ્રેશન્સ નહોતી આપી રહી. હું મારો ચહેરો ધીરેથી એના ચહેરા તરફ લઈ ગયો. મેં હળવી સ્માઈલ કરી અને ધીમેંથી એના હોઠને ચુમ્યા. પાંચ સેકન્ડમાં આ બધુ બની ગયુ. આ કીસ કમીટમેન્ટની કીસ હતી. આ કીસ કેરની કીસ હતી. આ કીસ પ્રેમની કીસ હતી. નીતુ મને ગળે વળગી પડી. એ ખુશીથી ડુસકા ભરવા લાગી. થોડીજ પળોમાં હું ઘણો મેચ્યોર થઈ ગયો હતો એવુ લાગ્યુ. મેં પણ નીતુને મારી કડક બાંહોંમાં ઝકડી રાખી હતી. નીતુ ખુબ ખુશ હતી. મને પણ સારૂ લાગી રહ્યુ હતુ. હું મનમાં જ ડીસાઈડ કરી ચુક્યો હતો કે શ્રૃતિ કે બીજા કોઈ વિશે હવે વિચારવુ નહિ. થોડીક જ ક્ષણોમાં મારા વિચારો કેટલા બદલાઈ ગયા હતા એ હું જોઈ શકતો હતો. નીતુએ મારી બાહોંમાંથી છુટીને મારી સામે જોયુ. એ જે રીતે મારી સામે જોઈ રહી હતી, મને ખબર હતી એ શું કહી રહી હતી. આઈ કુડન્ટ કંટ્રોલ. આઈ ડીડન્ટ કેર!
મારા હોઠ સીધા જ નીતુના હોઠ પર લેન્ડ થયા. મારી આંખો બંધ થઈ ગઈ હતી. આ ક્ષણો એવી હોય છે કે તમને કંઈજ ભાન નથી રહેતુ. આંખ બંધ ક્યારે થઈ જાય એ તમને ખબર નથી રહેતી. હું નીતુના હોઠને પીતા થાકતો નહોતો. થોડીક ક્ષણો પછી અમે છુટા પડયા. અમારા બન્નેના ચહેરા પર સ્માઈલ હતી. અમે બન્નેએ હાથ પકડેલા હતા. અમે બન્ને એકબીજાની આંખોમાં જ જોઈ રહ્યા હતા.
એજ વખતે કોઈનો હાથ મારા ખભા પર પડયો. મેં પાછળ ફરીને જોયુ. એ નીલ હતો. મારી ધડકનો ડરના કારણે વધી ગઈ. નીશા પણ થોડી ગભરાઈ ગઈ હોય એવુ લાગ્યુ. નીલનો ચહેરા પર કોઈ ખુશીના એક્સપ્રેશન્સ નહોતા. એ મારી પાસેથી નીતુ પાસે ગયો. એણે નીતુના ખભા પર હાથ મુક્યા.
‘નાઈસ ચોઈસ!’, નીલ સ્માઈલ કરતા બોલ્યો. નીતુની ખુશીઓનો પાર ન રહ્યો. એ તરત જ નીલના ગળે વળગી પડી.
‘આઈ લવ યુ ભાઈ! લવ યુ બ્રધર..! થેંક્સ’ એવા કેટલાય શબ્દો એ બોલી હશે. નીલ અને હું પણ ગળે મળ્યા.
‘ટેક કેર, શી ઈઝ માય સ્વીટ હાર્ટ..!’, નીલ આટલુ જ બોલ્યો. હું ખુશ હતો કે મારો ફ્રેન્ડ હીપ્પોક્રેટ નહોતો. નીતુ મને સતત સ્માઈલ સાથે જોઈ રહી હતી. હું પણ એને સ્માઈલ આપી રહ્યો હતો. પાછળ ઉંચા અવાજમાં બેકગ્રાઉડ મ્યુઝીક વાગી રહ્યુ હતુ એ તો મેં નોટીસ જ ન કર્યુ.
રોહન અને કેવલ પોતપોતાની ગર્લફ્રેન્ડસ લઈને આવ્યા. પ્રિયા પણ એ લોકોની પાછળ આવતી દેખાઈ. એ લોકોના શર્ટ્સ પરસેવાથી નીતરી રહ્યા હતા. શીનાતો નાહી લીધી હોય એવુ લાગી રહ્યુ હતુ, એનુ ટોપ એની છાતી સાથે ચીપકી ગયુ હતુ.
‘ચાલો બહાર જીશુ? ડીનર માટે..?’, શીનાએ કહ્યુ.
‘સ્યોર’, રોહન બોલ્યો.
‘યાર, અમે નહિ આવી શકીએ..!’, કેવલ બોલ્યો.
‘કેમ..?’, મેં પુછ્યુ.
‘અરે, હું થાકી ગયો છુ, રિકેતા પણ કહે છે, એનો બહાર જમવાનો મુડ નથી..!’, કેવલે કહ્યુ.
‘કામ હશે, નહિ રિકેતા ?’, શીનાએ રિકેતા સામે જોઈને હસતા હસતા કહ્યુ.
‘બસ, શીના!’, રિકેતાએ પોતાના હાથનો પંજો બતાવતા હસીને કહ્યુ.
‘ઓકે, નો પ્રોબ્લેમ એન્જોય!!’, પ્રિયા બોલી. બધા સમજી ગયા. અમે લોકો બહાર નીકળ્યા.
‘શું ખાવા ની ઈચ્છા છે..?’, રોહને પુછ્યુ કારણ કે પાર્ટી એને આપવાની હતી.
‘પીત્ઝા’, ‘પંજાબી’, ‘ચાઈનીઝ’, બધા અલગ અલગ બોલ્યા. નીતુએ મારા હાથમાં હાથ પરોવ્યો. રોહનની નજર મારા પર પડી. એને કંઈ ખબર ના પડી. હું એની સામે જોઈને હસ્યો.
‘ઓય, એક જગ્યાએ જવાનુ છે..!’,
‘શીનાને જ પુછ’, મેં કહ્યુ.
‘પીત્ઝા’, શીનાએ કહ્યુ.
‘જી. ય્. ૐૈખ્તરૂટ્ઠઅ ?’, પ્રિયાએ સજેશન આપ્યુ.
‘ઓકે!!’, રોહને કહ્યુ.
રોહનને જ્યારે મેં નીતુ વિશે કહ્યુ ત્યારે એ પણ ખુશ થઈને મને ગળે મળ્યો. નીલ-પ્રિયા અને રોહન-શીના પાછળની સીટ પર બેઠા. નીતુ ડરાઈવર સીટ પર અને હું ડરાઈવર સીટની બાજુમાં બેઠો. પાછળની સીટ પર ચારેય લોકો ખુબજ ઓછી જગ્યામાં ભીસાઈને બેઠા હતા, પણ કોઈને ફરિયાદ નહોતી. એન્ડ શીના. માય ગોડ એતો રોહન સાથે ચીપકીને જ બેસી હતી.
‘રોહન, તારે તારી સ્ટોરી કહેવાની છે..!! યાદ છે ને..?’, મેં કાંચમાં રોહનનો ચેહરો જોતા કહ્યુ.
‘હા!’, રોહને જ્યારે કહ્યુ ત્યારે શીનાના હાથ રોહનના શર્ટમાં હતા. રોહન બસ શીનાને કીસ કરવાની તૈયારીમાં હતો. કદાચ નીલ પણ એજ કરી રહ્યો હતો.
‘આગળ જો..!’, નીતુએ મને કહ્યુ. હું રોડ તરફ નજર રાખીને બેસી રહ્યો, નીતુ મારા પર હક જમાવી રહી હતી. હું હસી રહ્યો હતો.
નીતુ ખુબ ધીરે ધીરે કાર ચલાવી રહી હતી.
‘ઓય્ય.. આ બધુ કારમાં નહિ હો..!’, નીતુ બોલી. ચારેય છુટ્ટા પડયા.
‘રોહન સ્ટોરી..!’, હું ફરી બોલ્યો. રોહને એની અને શીનાની સ્ટોરી ટુંકમાં કહી. સ્ટોરી પુરી થતા ફરી એક વાઈલ્ડ કીસ કરી.
મારો મોબાઈલ વાઈબ્રેટ થઈ રહ્યો હતો. મેં અંદાજો લગાવ્યો કે ઘરેથી કોલ હશે. બટ ના ઘરેથી કોલ નહોતો. મારા માસાનો કોલ હતો. આ ટાઈમ પર માસાનો કોલ? મને આશ્ચર્ય થયુ. એમનો લગભગ કોઈ દિવસ કોલ નહોતો આવતો. મેં અંદાજો લગાવ્યો કે કદાચ ઝઘડો થયો હશે. મેં કોલ રીસીવ કર્યો.
‘હા માસા..!’,
‘બેટા. શું કરે છે?’
‘માસા બહાર છુ..!’
‘બેટા. એક્સીડન્ટ થયુ છે..!’, માસાનો અવાજ ખુબ ધીમો અને ગંભિર થઈ ગયો. મારા પેટમાં ફાળ પડી. હું ગભરાઈ ગયો.
‘કોનુ..?’, મને અંદાજો આવી ગયો હતો, છતા મેં પુછ્યુ.
‘બેટા શાંત થઈ જા! તુ સુરત આવવા નીકળી જા.’
‘પણ શું થયુ છે, એ તો કહો..!’
‘હર્ષ, ટ્રકે તારા પપ્પાની બાઈકને ટક્કર મારી છે. તારા મમ્મી પણ સાથે હતા.’, મારી ધડકનો આ સાંભળીને વધી ગઈ.
‘વોટ? હવે કેમ છે એમને?’, હું ઉતાવળમાં બોલી ગયો. નીતુ ચિંતીત થઈને મારી સામે જોઈ રહી હતી.
‘બેટા એ લોકો હવે! તુ આવીજા.’, માસા વધારે આગળ ન બોલી શક્યા. હું રડી પડયો. હું બોલવાની હાલતમાં નહોતો. મેં કાર રોકાવી. હું કંઈજ બોલ્યા વિના નીચે ઉતરી ગયો. રોહન અને નીલ મારી પાછળ દોડતા આવ્યા.
‘શું થયુ એલા?’, હું કંઈ બોલી ન શક્યો. હું એમના ખભા પર ટેકો રાખીને રડી પડયો.
‘હેય હેય શું થયુ છે..?’, નીલે મને સંભાળતા પુછ્યુ.
‘મમ્મી પપ્પાનુ એક્સીડેન્ટ’, હું વધારે બોલી ન શક્યો.
‘હેય કામ ડાઉન!’, રોહને મને પોતાની છાતીએ લગાવતા કહ્યુ.
‘ધે આર નો મોર!’, હું રડતા રડતા બોલ્યો.
પાછળથી નીતુ આવી. હું એને ગળે વળગી પડયો. એ પણ મારી સાથે રડી રહી હતી. હું એને કેટલીય સેકન્ડો સુધી હગ કરતો રહ્યો.
***
મૃત્યુ એ આપડુ અંતિમ ડેસ્ટીનેશન છે. એનાથી આગળ આ શરીર નહિ જી શકે. પોતાના મમ્મી પપ્પાનુ ઠંડુ થયેલુ શરીર કોઈને પણ થીજવી મારતુ હોય છે. રડી રડીને આંખોના આંસુઓ સુકાઈ જતા હોય છે. અંદર એક ઉંડી ગંભીરતા અને ડાર્કનેસ છવાઈ જાય છે. જ્યારે શરીરને અગ્નિદાહ આપવામાં આવે છે. ત્યારે વૈરાગ્ય પેદા થતુ હોય છે. જે પણ કરી રહ્યા હોઈએ એ બધુ જ નિરર્થક લાગતુ હોય છે. એક તરફ અગ્નિ નશ્વર દેહને માટીમાં ભેળવી રહી હોય, એ સાથે તે અગ્નિનો છાયા ઈચ્છા અને મોહના વરખને બાળી દેતો હોય છે. સમયના જથ્થાને સંકોચીને પળોની ટુંકડીઓમાં વહેંચી દેતો હોય છે. જીવવાના કારણોની ભસ્મ બની જતી હોય છે. અંતે જીવનના હેતુઓનો જન્મ થતો હોય છે. હેતુ રહીત હેતુનો જન્મ થતો હોય છે. આપડે જન્મ અને મૃત્યુની રેખાની સીમામાં રહીને પ્રકૃતિ સંતુલીત રહે એ રીતે અમુક હેતુઓ પુર્ણ કરવાના હોય છે. એ હેતુઓ શોધવા જવાના નથી હોતા, તારાઓની ધુળથી બનેલી આ દુનિયા, તારાઓની ધુળથી બનેલા શરીર પાસે કોઈને કોઈ રીતે એ હેતુઓ પુર્ણ કરાવતી જ હોય છે. અંતે આપડે ધુળમાં જ મળવાનુ હોય છે. પ્રેમ અને અભિમાનને ઓગાળવાના હોય છે. શુન્ય થવાનુ હોય છે. અનંત થવાનુ હોય છે. એની શરૂઆત છે મૃત્યુ.
ચેપ્ટર - ૧૧ - પર્પઝ
આગળ આપણે જોયુ,
બધા ફ્રેન્ડ્સ ઝુગાર પછી પાર્ટી કરવાના હોય છે, બીયર લેવા જતી વખતે હર્ષની મુલાકાત શ્રુતિ સાથે થાય છે. એજ રાત્રે ડેવીડનુ રહસ્યમય રીતે ખુન થઇ જાય છે. ભેદી ખુનનો કોઇ ઉકેલ મળતો નથી. હર્ષ અને નીલને એચ.ઓ.ડીની પનીશમેન્ટ મળે છે. એ પનીશમેન્ટનો બદલો લેવા બન્ને એચ.ઓ.ડીની કેબીન બહાર એક ગાળ વાળુ સ્ટીકર લગાવે છે. હર્ષનુ માથુ ફુટે છે, લોહી વાળા શર્ટે હર્ષ બહાર નીકળતો હોય ત્યારે જ સ્મિતામેમ ત્યાંથી નીકળે છે. બીજે દિવસે નોટીસ બોર્ડ પર હર્ષ અને નીલનુ નામ હોય છે, એ લોકોને એચ.ઓ.ડીને મળવા જવાનુ હોય છે. ત્યારે જ એક ખુન થયાની ખબર આવે છે. સાતમાં સેમેસ્ટરમાં જ હર્ષની ફરી શ્રુતિ સાથે મુલાકાત થાય છે. સ્મિતામેમ હર્ષ અને નીલને ખોટુ બોલીને બચાવે છે. નીતુનો બર્થડે હર્ષ ભુલી જાય છે. નીતુ હર્ષ પાસે પ્રેમ માંગે છે, હર્ષ થોડુ અનકમ્ફર્ટેબલ ફીલ કરે છે, બન્ને વચ્ચે અમુક ક્ષણો પસાર થાય છે. હર્ષ મેમને મળવા અને બુક્સ લેવા એમના ડીપાર્ટમેન્ટમાં જાય છે. મેમ હર્ષને ઘરે આવવા કહે છે. હર્ષ શ્રુતિએ આપેલો ચેલેન્જ પુરો કરવા મેમના ઘરે બુક્સ લેવા માટે જાય છે. હર્ષ બુક્સ લઇને આવે છે અને એ જ દિવસે શ્રુતિ અને હર્ષ વચ્ચે નાની રકજક થાય છે. નીતુ પાસે કોઇ કોન્સર્ટના પસ હોય છે. બધા એ દિવસે કોન્સર્ટમાં જવાના હોય છે. રૂમમાં રોહનની હાલત જોઇને મકાન માલીક એમને ઘર ખાલી કરવા કહે છે. હર્ષ કોન્સર્ટ માટે તૈયાર થઇને આવેલી નીતુને જોઇને દંગ રહી જાય છે. કોન્સર્ટમાં જ બન્ને વચ્ચે પ્રેમનો એકરાર થાય છે. ત્યારે જ સુરતથી હર્ષના માસાનો હર્ષના મમ્મી પપ્પાની ‘ડેથ’ નો કોલ આવે છે. હવે આગળ.…
***
ડરનો જન્મ હંમેશા ઇગોમાંથી થતો હોય છે. જ્યારે આપણી પાસે ગુમાવવા માટે કંઇ ના હોય ત્યારે ડર અદ્રશ્ય થઇ જતો હોય છે. પરંતુ મારી પાસે ગુમાવવા માટે હજુ ઘણુ બધુ હતુ. જ્યારે ડરનુ મૃત્યુ થાય ત્યારે એક નવો જન્મ મળતો હોય છે. એક એવી વ્યક્તિ જન્મતી હોય છે જેને કોઇ સીમાઓ ન હોય. પરંતુ મારો ડર હજુ મૃત્યુ નહોતો પામ્યો. પરંતુ મારાથી ડર ભાગી જરૂર રહ્યો હતો.
***
બધા જ ઉત્પાતમાંથી શાંત થઇ ગયેલા બે શરીર મારી સામે હતા. આંખો રડી રડીને સુકાઇ ગઇ હતી, હ્રદયમાં એક વીઅર્ડ શાંતી છવાઇ ગઇ હતી. મારી કંઇજ બોલવાની ઇચ્છા નહોતી થઇ રહી. હું કંઇજ બોલવા નહોતો માંગતો. બે શાંત પડેલા શરીરના સંસર્ગને કારણે મારા શરીરનો ઉત્પાત પણ શાંત થઇ ગયો હતો. હું સુન્ન થઇ ગયો હતો. બધી લાગણી સુન્ન થઇ ગઇ હતી. જાણે હવે આ દુનિયામાં કંઇજ કરવા જેવુ ન રહ્યુ હોય એવુ હું મહેસુસ કરી રહ્યો હતો. મન કોઇ જ ઘટનાને તરત રીસ્પોન્સ નહોતુ આપી રહ્યુ. કદાચ આ ક્ષણોને જ એનલાઇટનમેન્ટ કહેવાતી હશે. મારૂ શરીર લોકો દોરી જતા ત્યાં દોરાઇ જતુ હતુ. હું કોઇ જ પ્રયત્ન નહોતો કરી રહ્યો.
લોકો અલગ અલગ પ્રયોજન માટે યજ્ઞ કરતા હોય છે. એમાં અલગ અલગ આહુતી હોમાતી હોય છે. યથા યજ્ઞ એનુ કંઇક ફળ પણ મળતુ હોય છે. એ દિવસે મેં મારા મમ્મી પપ્પાના શરીરની આહુતી આપીને યજ્ઞ કર્યો હતો. ચિતા યજ્ઞ.
***
હું ફ્લેટના ટેરેસ પર બેઠો બેઠો ગોલ્ડ ફ્લેકના લાંબા લાંબા કશ મારી રહ્યો હતો. મને સીગરેટ પીવામાં કોઇ જ હાની નહોતી દેખાતી. ‘વધી વધીને શું થઇ જશે? મરી જઇશ.’ એવુ હું માની રહ્યો હતો. ‘મરવાનુ તો એક દિવસ છે જ.’ ‘કંઇજ કરવુ ખોટુ નથી. આપણે જસ્ટ પપેટ્સ છીએ..!’, એવુ હું ફર્મલી બીલીવ કરવા લાગ્યો હતો. એટલે જ મને કંઇ સારૂ ખરાબ નહોતુ લાગતુ. જે છે તે છે જ અને રહેશે. જે વસ્તુ જેવી છે એને સ્વિકારવી જ રહી. જ્યારે પણ મમ્મીનો ચહેરો યાદ આવતો ત્યારે મારે સીગરેટ પીવી જ પડતી. સુરતથી આવ્યે ત્રણ દિવસ જ થયા હતા. એ દિવસે મમ્મી પપ્પાની એનીવર્સરી હતી. ટ્રેજેડી એ હતી કે હું સેલીબ્રેશન સીગરેટ ઉંડા ઉંડા દમ લગાવીને કરી રહ્યો હતો. ઓલ બુલ શીટ ફેડ્સ અવે…..!
હું સીગરેટ ચુસી રહ્યો હતો ત્યારે જ મારા ખભા પર પાછળથી કોઇનો હાથ પડ્યો. હું પાછળ ફર્યો. નીતુ હતી. એણે મારા હાથમાંથી ધીરેથી સીગરેટ સરકાવી લીધી અને મને એની છાતી સરસો ચાંપી લીધો. મારા ગળે ડુમો ભરાઇ ગયો. હું ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. નીતુ મારા વાળમાં હાથ ફેરવતી રહી. મારી પીઠ પર હાથ ફેરવતી રહી. કોઇ તો હતુ જે મારી કેર કરી રહ્યુ હતુ. નીતુ જ્યારે પણ મને હગ કરતી ત્યારે મને ઘણુ રીલીફ મળતુ. એ જ્યારે પણ મારી સાથે હોતી ત્યારે મારે સીગરેટની જરૂર નહોતી પડતી. એ મારા વાળમાં હાથ ફેરવતી રહી, ફેરવતી રહી, ફેરવતી રહી.
‘વી ઓલ હવ ટુ મુવ ઓન…!’, નીતુ બોલી. હું એની છાતીએથી વળગીને છુટો પડ્યો. મેં એની આંખમાં જોયુ, એ પણ મારી આંખમાં જોઇ રહી હતી. એની આંખો પણ ભીની હતી.
‘બટ વ્હાય…?’, એણે મારા હાથની આંગળીઓમાં આંગળીઓ પરોવી.
‘કોઝ વી ઓલ હેવ ટુ…! ધેર ઇઝ નો અદર વે..!’,
‘આઇ ફીલ લાઇક, આઇ ડોન્ટ હેવ અ પર્પઝ…!’
‘ધેન ફાઇન્ડ ઇટ..! આમ સીગરેટ પીતા રહેવાથી થોડુ કંઇ થઇ જશે..?’ નીતુની વાત પણ સાચી હતી. જવાબમાં હું કંઇ ન બોલી શક્યો. અમે લોકો ટેરેસની દિવાલને ટેકો રાખીને નીચે બેઠા. મેં મારૂ માથુ નીતુના ખોળામાં મુક્યુ. એ મારા ચહેરા પર હાથ ફેરવી રહી હતી.
‘નીતુ, વ્હાય ડુ યુ લવ મી ધીઝ મચ…?’, મેં નીતુનો હાથ ચુમતા કહ્યુ.
‘સીરીયસલી, આઇ ડોન્ટ નો…!’
‘ધેન ડોન્ટ લવ મી પ્લીઝ, ઇટ વીલ હર્ટ.’, હું એવુ બોલ્યો જેનાથી નીતુને આંચકો લાગવો સહજ હતો. બટ એણે કોઇજ રીસ્પોન્સ ન આપ્યો.
‘આઇ લવ યુ ધેટ્સ ઓલ…! નથીંગ એલ્સ મેટર ફોર મી.’, નીતુએ હળવી સ્માઇલ સાથે કહ્યુ.
‘આઇ લવ યુ ટુ…! એટલે જ કહુ છુ.’
‘ઇફ યુ લવ મી…! ધેન એક્સપ્રેસ ઇટ…!’, એણે મારા હાથને ચુમતા કહ્યુ. મેં પણ મારા હાથ નીતુના ગાલ પર ફેરવ્યા.
મારો મોબાઇલ એજ વખતે વાઇબ્રેટ થયો. રોહનનો કોલ હતો. મેં રીસીવ કર્યો.
‘અમે લોકો જઇ રહ્યા છીએ….! નીચે આવીને ચાવી લઇ જા.’, હું શાંત થયો.
‘ઓકે…!’, કહીને હું અને નીતુ નીચે ઉતર્યા. રોહન, શિના, રિકેતા, કેવલ અને પ્રિયા જમવા માટે જઇ રહ્યા હતા. મેં રોહનને લોક ન મારવા કહ્યુ. એણે મને જમવાનુ પુછ્યુ. મને સ્હેજેય ભુખ નહોતી. નીતુ અને રોહને ખુબ ઇનસીસ્ટ કર્યુ એટલે મેં કંઇ લઇ આવવા કહ્યુ. હું અને નીતુ રોહનના બેડરૂમમાં બેઠા.
‘મંડેથી એક્ઝામ્સ છે…!’, અમે બન્ને બેડ પર આડા પડ્યા. એણે ફરી મારો હાથ એની છાતી સરસો ચાંપતા કહ્યુ.
‘આઇ નો, બટ આઇ ડોન્ટ કેર…!’,
‘હેય, ધેર ઇઝ લોંગ લાઇફ ટુ લીવ…!’,
‘યા આઇ નો…!’, મેં સ્માઇલ કરીને કહ્યુ.
‘ધેન વ્હાય…!’, એ મારા માથામાં એની આંગળીઓના ટેરવાથી મસાજ કરી રહી હતી. મેં કંઇજ જવાબ ન આપ્યો. માત્ર હળવી સ્માઇલ કરી. હું માત્ર ફ્લો સાથે જઇ રહ્યો હતો.
‘આઇ નો યુ નીડ મી…!’, એણે પણ હળવી સ્માઇલ કરી. નીતુએ સાચુ કહ્યુ હતુ. આઇ હેડ ટુ મુવ ઓન. આજે નહિ, કાલે નહિ, અત્યારે. એ મારી વધુ નજીક આવી. હું પણ એની નજરો મેળવતો એની તરફ ખસ્યો. શી કીસ્ડ ઓન માય લીપ્સ. શી વોઝ ઓન મી. કીસીંગ મી વાઇલ્ડલી એવરીવેર ઓન માય ફેસ. એણે લાઇટ ડીમ કરી દીધી. ત્યારે મારામાં લસ્ટ નહોતો. જે પણ થઇ રહ્યુ હતુ એ મોમેન્ટરી હતુ, પર્પઝફુલ નહોતુ. મેં પણ એની નેક પર હળવેથી કીસ કરી. શી ઓલ્સો સ્ટાર્ટેડ કીસીંગ ઓન માય બોડી. એણે આંખો બંધ કરી લીધી. મેં એના ચહેરાના દરેક ખુણા પર કીસ કરી. મારો હાથ એના ટોપમાં જઇને ઉભો રહ્યો. એણે માત્ર આંખો બંધ કરી દીધી હતી. આઇ પુટ ઓફ હીઝ ટોપ એન્ડ સ્ટાર્ટેડ કીસીંગ ઓન હીઝ બોડી. નેક, ચેસ્ટ, બ્રેસ્ટ, બેલ્લે એન્ડ બેલ્લે બટન…! એની બંધ સંકોચાયેલી આંખો પરથી જ લાગી રહ્યુ હતુ કે શી મસ્ટ બી ફીલીંગ ગુડ. એણે મારા હાથને કસીને પકડી રાખ્યા હતા. અગેઇન વી લોક્ડ અવર લીપ્સ..! વી કીસ્ડ એન્ડ કીસ્ડ, કીસ્ડ એન્ડ કીસ્ડ…! એ થોટલેસ મોમેન્ટ્સ હતી. વી મેડ લવ ધેટ નાઇટ…..!
અમે બન્ને એકબીજાની બાહોંમાં, એકબીજાને વીંટળાઇને બેડમાં પડ્યા હતા. રીયલી ધેટ વોઝ પ્રાઇસલેસ મોમેન્ટ્સ ઓફ માય લાઇફ. અમારા બન્ને વચ્ચે કોઇજ કપડાનુ આવરણ નહોતુ. હું એક શબ્દ પણ ઉચ્ચારવા નહોતો માંગતો. હું માત્ર એ પળોને ચુપચાપ માણી લેવા માંગતો હતો. હું માત્ર નીતુની સોડમાં પડ્યો રહેવા માંગતો હતો.
‘આઇ લવ યુ…! માય સ્વીટ હાર્ટ’, એણે કહ્યુ.
‘આઇ લવ યુ ટુ..! ડાર્લીંગ..!’, મેં પણ ચુમતા કહ્યુ.
***
સુરત સાથે હવે મારો કોઇ ખાસ સંબંધ નહોતો રહ્યો. અમુક સંબંધીઓ હતા જે નજીકના હતા, બટ નજીક નહોતા. એટલે મેં નક્કિ કર્યુ હતુ કે સુરતની બધી જ પ્રોપર્ટીને વેંચીને અમદાવાદ જ પરમનન્ટ થઇ જાવ. માસાને મેં આ બાબતે કહી રાખ્યુ હતુ. માસાનો કોલ આવ્યો હતો કે કોઇ વ્યક્તિ શોપ લેવામાં ઇન્ટરેસ્ટેડ છે. મેં મીડસેમ પહેલા જ સુરત જઇ આવવાનુ નક્કિ કર્યુ હતુ. મેં શુક્રવારે જ નીકળી જવાનુ નક્કિ કર્યુ. નીલ અને રોહને મીડસેમની તૈયારી શરૂ કરી દીધી હતી. એ લોકોએ કહ્યુ કે અમે લોકો સાથે આવીએ બટ મેં જ ના પાડી. નીતુની મીડસેમ બુધવારથી શરૂ થઇ રહી હતી. નીતુએ પણ આવવાનુ કહ્યુ. મેં એને પણ ના જ પાડી. નીતુએ ખુબ ઇનસીસ્ટ કર્યુ. એટ લાસ્ટ એવુ નક્કિ થયુ કે હું અને નીતુ જઇએ અને બે દિવસમાં રીટર્ન આવી જઇશુ.
***
સવારે છ વાગે અમે માસાના ઘરે ઉતર્યા. મારી સાથે નીતુ પણ હતી. બસમાં ખાસ ઉંઘ નહોતી આવી, એટલે જ સવારમાં આંખોમાં ઉંઘ ભરેલી હતી. માસી જાગી ગયા હતા. મમ્મી પપ્પાને માસા માસી સાથે ઓછુ બનતુ. એના કારણે કદાચ એ લોકો મારી સાથે પણ ઓછુ બોલી રહ્યા હતા. હું મનમાં જ વિચારી રહ્યો હતો કે હવે તો એ લોકો નથી રહ્યા, મેં એમનુ કંઇજ બગાડ્યુ નથી, મારી સાથે પણ આવુ વર્તન શામાટે? માસા કે માસી બન્નેમાંથી કોઇના ચહેરા પર ખાસ કોઇ સારા ભાવ નહોતા. એમા પણ નીતુ મારી સાથે હતી. અમે થોડીવાર ઉંઘી જવાનુ નક્કિ કર્યુ. હું દ્રશ્યની રૂમમાં જઇને સુઇ ગયો. નીતુને માસી દ્રષ્ટિની રૂમમાં લઇ ગયા. તરત જ ઉંઘ આવી ગઇ હતી.
‘હર્ષ…! ઓ હર્ષ…!’, જ્યારે દ્રશ્યએ મને ઉઠાડવા માટે સાદ પાડ્યો ત્યારે દસ વાગી ચુક્યા હતા.
‘ભાભી બોલાવે છે…! ઉભો થા.’, એ મારી સામે હસતા હસતા જોઇ રહ્યો હતો.
‘હું નાહી આવુ…!’, હું ઉભો થયો અને દ્રશ્યનુ બાથરૂમ યુઝ કર્યુ.
નીતુ તૈયાર થઇ ગઇ હતી. મને યાદ છે એ દિવસે એણે રેડ ડ્રેસ અને બ્લેક ચુડીદાર પહેરેલ હતી. એ ડાયનીંગ ટેબલ પર બેઠી બેઠી દ્રષ્ટિ સાથે વાતો કરતી કરતી પોતાના વાળને કાનની પાછળ કરી રહી હતી. હું, નીતુ, દ્રશ્ય અને દ્રષ્ટિ ત્રણેય નાસ્તા માટે ડાયનીંગ ટેબલ પર બેઠા.
‘કેવી ચાલે છે જોબ…?’, મેં દ્રષ્ટિને પુછ્યુ.
‘ઠીકા ઠાક…!’, એણે થોડી સ્માઇલ લાવીને કંટાળા સાથે કહ્યુ.
‘અને તારી કોલેજ…!’, મેં દ્રશ્ય સામે જોયુ.
‘જબરદસ્ત..!’, એણે ઉછળતા ઉછળતા કહ્યુ. ગીતામાસી ભાખરી અને ચ્હા ટેબલ પર મુકી ગયા.
‘મમ્મી રોજ રોજ આ ભાખરી નથી ભાવતી….!’, અચાનક દ્રષ્ટિએ ચીલ્લાઇને કહ્યુ. એ ગુસ્સામાં બોલી હતી.
‘તારા નાટક અમને નથી પોસાતા. છાનીમાની ખાઇ લે…!’, અંદરથી એવો જ ગુસ્સા વાળો અવાજ આવ્યો.
‘હું નથી કરતી તારો નાસ્તો…!’, દ્રષ્ટિ ઉભી થઇ ગઇ.
‘ઓય ઓય…!’, મેં દ્રષ્ટિને સાદ કર્યો. દ્રશ્યએ મારો હાથ પકડીને મને બેસારી દીધો.
‘શું થયુ છે…?’, મેં દ્રશ્યને પુછ્યુ.
‘નાટક હવે એના…!’, દ્રશ્યએ જવાબ આપ્યો. નીતુ કોઇ દખલગીરી કર્યા વિના ચુપચાપ બેસી રહી. માસી કંઇક લઇને ટેબલ તરફ આવી રહ્યા હતા. એણે અમારી સામે જોયા વિના જ નાનો ડબ્બો ટેબલ પર મુક્યો. જડપી ચાલે એ કિચનમાં ચાલ્યા ગયા. મને ના ગમ્યુ. હું ઉભો થઇને દ્રષ્ટિની રૂમમાં ગયો. એ એના બેડ પર બેઠી બેઠી ટી.વી જોઇ રહી હતી.
‘ઓય્ય..! શું થયુ તને…?’, હું બેડ પર બેઠો.
‘કંઇ નઇ. તુ નાસ્તો કરી લે..!’, એ મારી સામે જોયા વિના જ બોલી.
‘દ્રષ્ટિ, આમ સવાર સવારમાં ગુસ્સો ન કરાય..! ચાલ નાસ્તો કરી લે..!’,
‘હર્ષ યાર, મને ભુખ નથી…! પ્લીઝ તુ નાસ્તો કરી લે ને..!’, એણે ઇરીટેટ થઇને કહ્યુ.
‘એમ તુ અહિં રીસાઇ હોય અને અમે નાસ્તો કરી લઇએ..! કેટલુ સારૂ લાગે એ તુ જ કહે..!’, મેં કહ્યુ.
‘હર્ષ, પ્લીઝ ડોન્ટ ફોર્સ મી યાર.’, દ્રષ્ટિ બોલી.
‘ભાખરીનો પ્રોબ્લેમ નથી. કોઇ બીજી મેટર છે…?’, મેં અંદાજો લગાવતા કહ્યુ.
‘બધાના લક તારી જેવા નહોતા…!’, આ સાંભળીને મને સહેજ આંચકો લાગ્યો. મારા જેવા નસીબ? હમણાંજ તો મારા મમ્મી પપ્પાની એક્સીડેન્ટમાં ડેથ થઇ ગઇ છે અને મારા જેવા નસીબ..?
‘એ સારૂ છે કે મારા જેવા નસીબ નથી…! ચાલ હવે નાસ્તો કરી લે..!’, મેં ગંભીર થઇને કહ્યુ. દ્રષ્ટિએ મારી સામે જોયુ. મેં પણ એની આંખોમાં જોયુ. ગંભીરતા એની આંખોમાં ઘર કરીને બેઠી હતી. મને સમજાણુ નહિ પણ કંઇક તો હતુ.
‘હર્ષ…’, એ બોલે એ પહેલા જ મેં એનો હાથ પકડીને ઉભી કરી અને ખેંચીને ડાયનીંગ ટેબલ પર લઇ ગયો. એણે દ્રશ્ય સામે ત્રાંસી નજરે જોયુ. દ્રશ્ય હસ્યો.
‘શેમાં જોબ કરો છો તમે..?’, નીતુએ દ્રષ્ટિને પુછ્યુ.
‘અકાઉન્ટન્ટ છુ..! અને તુ?’, દ્રષ્ટિએ પ્લાસ્ટીક સ્માઇલ સાથે નીતુ સામે જોઇને કહ્યુ.
‘હર્ષની ક્લાસમેટ છુ..!’, નીતુએ પણ સ્મિત સાથે જવાબ આપ્યો. દ્રષ્ટિ અને દ્રશ્ય નાસ્તા દરમ્યાન એકબીજા સામે કતરાઇને જોતા રહ્યા.
કોઇના મૃત્યુનુ દુખ એ વ્યક્તિને જ થતુ હોય જે વ્યક્તિને લાગણી હોય. મમ્મી પપ્પાની ડેથને હજુ થોડા દિવસો જ વિત્યા હતા અને માસીના ઘરમાં બધુ નોર્મલ લાગી રહ્યુ હતુ. એકચુઅલી હું પણ નોર્મલ જ થઇ ગયો હતો ને. એમાં કંઇ ખોટુ પણ નહોતુ, પરંતુ જો ખરેખર કોઇ દુખ ન થતુ હોય તો ખોટો દેખાડો કરવાની જરૂર નથી. ખોટી સહાનુભુતીના કપડા પહેરવાની જરૂર નથી.
માસાએ દુકાનનુ ઓલમોસ્ટ બધુ ફાયનલ કરી રાખ્યુ હતુ. બધુ જ પેપર વર્ક તૈયાર જ હતુ. મારે માત્ર અમુક ફોર્માલીટીઝ પુરી કરવાની હતી. બપોરે અમે લોકો પાર્ટીને મળ્યા અને બધુ ડોક્યુમેન્ટેશન પતાવ્યુ. દુકાનનો સોદો ૪૦ લાખમાં થયો હતો. મારા ઘરનો સામાનનો વહીવટ પણ માસાએ કરી રાખ્યો હતો. હું કોઇ જ વસ્તુઓ રાખવા નહોતો માંગતો. મારે એક નવી શરૂઆત કરવી હતી એટલે જ હું આ બધુ કરી રહ્યો હતો. બધો વહીવટ પતાવીને રાતે ૬ વાગ્યા આસપાસ ઘરે પહોંચ્યા.
નીતુના ચહેરા પરથી જ લાગી રહ્યુ હતુ એ આખો દિવસ કેટલી કંટાળી હશે. મેં નક્કિ કર્યુ કે ફ્રેશ થવા માટે અમે લોકો ક્યાંક બહાર આંટો મારવા જઇએ.. દ્રશ્ય ક્યાંક બહાર હતો એટલે અમે નક્કિ કર્યુ કે હું, નીતુ અને દ્રષ્ટિ જઇશુ. મેં ગીતામાસી અને ભુપતમાસાને કહ્યુ કે અમે ક્યાંક બહાર જઇએ.
‘દ્રષ્ટિનુ થોડુ કામ છે, તમે લોકો જઇ આવો..!’, ગીતામાસીએ મોં ચડાવતા કહ્યુ.
‘શું કામ છે મમ્મી…?’, દ્રષ્ટિ ગુસ્સામાં બોલી.
‘બેટા, મારે થોડુ કામ છે..!’, ભુપતમાસા બોલ્યા.
‘પપ્પા કહો તો ખરા કે શું કામ છે? હું તમારૂ કામ પુરૂ કરીને પછી નીકળુ..!’, દ્રષ્ટિ ગુસ્સાના ટોનમાં જ બોલી રહી હતી. મને ખબર નહોતી પડી રહી કે શું થઇ રહ્યુ હતુ.
‘માસી આવવા દોને. થોડીવારમાં આવી જઇશુ.’, મેં કહ્યુ. માસા માસી કંઇ ન બોલી શક્યા. દ્રષ્ટિ તૈયાર જ હતી. અમે દ્રષ્ટિનુ સ્કુટર લઇને જ બહાર જવા નીકળ્યા. અમે કોઇ એવી જગ્યાએ જવા માંગતા હતા જ્યાં થોડી શાંતી હોય. બેસીને વાત કરી શકાય અને સારૂ ફુડ પણ મળી રહે. અમે લોકો પીપલોદ રોડના એક ગાર્ડન રેસ્ટોરન્ટમાં બેઠા…! નીતુ સાથે હતી એટલે મને ખુબ સારૂ ફીલ થઇ રહ્યુ હતુ. મેં અને નીતુએ એકબીજાનો હાથ પકડી રાખ્યો હતો. દ્રષ્ટિ કદાચ અમને એકાંત આપવા માંગતી હતી એટલે થોડે દુર ચાલી ગઇ હતી અને કોઇ સાથે ફોનમાં વાત કરવા લાગી હતી.
‘આઇ નો તુ કંટાળી ગઇ હોઇશ…!’, મેં નીતુ સામે જોઇને કહ્યુ.
‘ચુપ..! થોડો ટાઇમ તો તારા વિના રહી જ શકુને માય બેબી…!’, એણે હસીને વાતાવરણને હળવુ બનાવ્યુ.
‘માસા માસી માટે સોરી..!’, અત્યાર સુધી અમારા બન્ને વચ્ચે એટલી ટ્રાન્સપરન્સી તો નહોતી જ આવી કે આવા કારણો માટે સોરી ન કહુ. પરંતુ એની શરૂઆત ધીરે ધીરે થઇ રહી હતી. મેં સોરી કહ્યુ એટલે એણે સ્માઇલ સાથે આંખો બતાવી. હું પણ હસવા લાગ્યો.
‘આખો દિવસ માં દિકરી જગડ્યા છે..!’, નીતુએ એ રીતે કહ્યુ જાણે એને એન્ટરટેઇનમેન્ટ મળ્યુ હોય.
‘પણ જગડતા શાને હતા…?’, મેં પુછ્યુ.
‘કોઇ ટુ ધ પોઇંટ વાત નહોતી…! દ્રષ્ટિ કંઇક કહી રહી હતી કે કાલથી તો એ જોબ પર જશે જ. ’
‘જોબ પર જશે જ…?’
‘વાત વાતમાં તારા માસી એને ટોકતા હતા અને દ્રષ્ટિ વાત વાતમાં ઉશ્કેરાઇ જતી હતી…!’ નીતુને જેટલી ખબર હતી એટલી કહી.
‘કંઇક હશે, માં દિકરીનો જગડો છોડ…! કાલે ક્યાં ફરવા જવુ છે બોલ..!’, મેં કહ્યુ, નીતુ મારી સામે જોઇ રહી. હું એ નજર શું કહેવા માંગતી હતી એ સમજી રહ્યો હતો.
‘હવે મારી પાસે એક લાઇફ છે જે હું જીવી લેવા માંગુ છુ. આખી જીંદગી શોંકમાં તો નહિં જ રહેવાય..!’, મેં સ્માઇલ સાથે કહ્યુ. એણે મારા હાથ સાથે મને પણ બાજુથી જકડી લીધો.
‘યુ નો વોટ..! હવે મારી પાસે તારા સિવાય ગુમાવવા જેવુ કંઇજ નથી…!’
‘યુ નો વોટ..! તુ મને ક્યારેય ગુમાવી જ નહિ શકે. કારણકે હું તારાથી અલગ જ નથી..!’, એણે ખુબ સીરીયસ થઇને કહ્યુ.
‘ડાયલોગ ચાલુ કર્યા…!’, મેં હસતા હસતા કહ્યુ.
‘ડાયલોગ ચાલુ કર્યા…!’, એણે મારી મીમીક્રી કરી. મેં હસીને એને મારી બાહોંમાં જકડી લીધી. મેં એના કપાળ પર કીસ કરી. એની સ્મિત જોઇને હું કેટલો ખુશ થઇ રહ્યો હતો એ તો મને જ ખબર છે. નીતુનુ સ્મિત જ મારા માટે હવે સર્વસ્વ હતુ. ખરેખર હવે મારા પાસે ગુમાવવા જેવુ કંઇજ નહોતુ. કુદરતે મારો ડર ભગાડવા કેટલીક ઘટનાઓ સર્જી હતી જે ઘટી ચુકી હતી. હું બેફીકર હતો, બે પરવાહ નહિં.
‘ઓ પ્રેમ પંખિડાઓ., છુટા પડો..!’, દ્રષ્ટિ આવી અને સ્માઇલ સાથે બોલી. આ હતી અસલી દ્રષ્ટિ, સવારથી હું કોઇ અલગ દ્રષ્ટિને જ જોઇ રહ્યો હતો.
‘કઇ દુનિયામાં ખોવાઇ ગઇ હતી..!’, મેં સ્માઇલ સાથે કહ્યુ.
‘છોડની. મારે તારી લવ સ્ટોરી સાંભળવી છે.’, દ્રષ્ટિ ટેબલની સામેની ચેઇર પર બેસી.
‘એ તુ અમદાવાદ આવે ત્યારે…!’
‘મેં અત્યારે જ સાંભળા…!’, ત્યારે જ એના ફોનમાં રીંગ વાગી. એ કોલ ઉપાડવા થોડી દુર ગઇ. હું અને નીતુ દ્રષ્ટિની જીદ સાંભળીને હસવા લાગ્યા. ત્યારે જ મારા મોબાઇલમાં પણ રીંગ વાગી. દ્રશ્યનો કોલ હતો.
‘હા ભાઇ ક્યાં છે…?’
‘પીપલોદ રોડ પર..!’
‘ઓકે હું આવુ છુ.’
‘ઓકે, લેક વ્યુ પાસે આવીને કોલ કરજે.’
‘ઓકે..!’, એણે કોલ કટ કર્યો.
અમે બન્ને દ્રષ્ટિને જોઇ રહ્યા હતા. એ ફોન પર વાત કરતી કરતી અમારી તરફ આવી રહી હતી. અમારાથી થોડે દુર હતી ત્યારે જ એણે કોલ કટ કરી નાખ્યો.
‘બોલ શું ખાઇશ…?’, એણે આવતાવેત પુછ્યુ.
‘સમથીંગ લાઇટ..!’, નીતુ બોલી.
‘યા…!’, મેં પણ કહ્યુ.
‘વોટ ડુ યુ સે…? ચાઇનીઝ?’, દ્રષ્ટિ બોલી.
‘ઓક..!’, મેં કહ્યુ.
‘મારો એક ફ્રેન્ડ આવી રહ્યો છે, થોડુ વેઇટ કરી શકીએ…?’, એ થોડી અચકાતા બોલી.
‘વ્હાય નોટ..!’, અમે કહ્યુ.
થોડા દિવસો પહેલા જ મારા મમ્મી પપ્પાની ડેથ થઇ ગઇ હતી, એ છતા હું અત્યારે એક છોકરીના વાળમાં પોતાની આંગળીઓ ફેરવી રહ્યો હતો. આ બધુ જ અનકોન્શીયસલી થઇ રહ્યુ હતુ. કદાચ દ્રષ્ટિને પણ આનુ આશ્ચર્ય હતુ. હવે હું બધા જ દુખમાંથી બહાર આવી ચુક્યો હતો. આઇ હેડ સ્ટાર્ટેટ સેલીબ્રેટીંગ માય લાઇફ…!
***
એક યંગ, ડેશીંગ, મોડલ લુક, જીન્સ અને બ્લુ ટી શર્ટ પહેરેલ છોકરો આવ્યો. દ્રષ્ટિ તરત જ ઉભી થઇ અને બન્ને એકબીજાને કેટલીય ઘડી સુધી હગ કરતા રહ્યા. એ છોકરાએ દ્રષ્ટિના કપાળ પર કીસ કરી. દ્રષ્ટિ ઇમોશનલ થઇને એ છોકરાને જોતી રહી. બન્નેએ એકબીજાની આંખોમઆં જોતા રહ્યા. હું અને નીતુ આ સુંદર પ્રેમથી ભરપુર ક્ષણોને જોતા રહ્યા.
‘સટાક…!’, ત્યારે જ દ્રશ્યએ આવીને દ્રષ્ટિના ગાલ પર એક તમાચો લગાવી દીધો.
‘સટાક…!’, પેલા છોકરાએ એ જ ક્ષણે કંઇ પણ વિચાર કર્યા વિના દ્રશ્યના ગાલ પર એક તમાચો મુકી દીધો. હું અને નીતુ અમુક ક્ષણોમાં બનેલી ઘટનાઓના અવાચક બનીને સાક્ષી બની રહ્યા. મને સમજમાં નહોતુ આવી રહ્યુ કે આ શું બની રહ્યુ હતુ.
‘દ્રશ્ય… પ્લીઝ…!’, દ્રશ્ય પેલા છોકરા તરફ ખેંચાઇ રહ્યો હતો, દ્રષ્ટિ દ્રશ્યનુ મોટા અવાજમાં નામ બોલીને રોકી રહી હતી. મેં પણ દ્રશ્યનો હાથ પકડ્યો અને એને રોકવાની કોશીષ કરી.
‘શું થયુ ભાઇ…?’, મેં દ્રશ્યને રોકતા પુછ્યુ. એ કંઇ ના બોલ્યો.
‘ઓળખતો નથી હું કોણ છુ…! કાલની સવાર નહિ પડવા દવ..!’, દ્રશ્ય ગુસ્સામાં એના અભિમાનને ઓકી રહ્યો હતો. પેલો છોકરો ખુબ જ શાંત ભાવથી આ સાંભળી રહ્યો હતો.
‘જયદીપ પ્લીઝ..! તુ ચાલ્યો જા..!’, દ્રષ્ટિ પેલા છોકરા પાસે જઇને બોલી.
‘કોઇ તારા પર હાથ ઉપાડે એ મારાથી સ્હેજેય સહન નહિં થાય…!’, એ છોકરાએ ત્રાડ નાખીને કહ્યુ. આજુબાજુ ટોળુ જમા થવા લાગ્યુ હતુ.
‘આપડે અહિંથી નીકળવુ જોઇએ..!’, મેં કહ્યુ.
‘એની ફીકર કરવા વાળા અમે છીએ..! ગેટલોસ્ટ…! તારી માને…..’, દ્રશ્યએ ગંદી ગદી ગાળો કાઢવાનુ ચાલુ કર્યુ.
‘દ્રશ્ય ગાળ બોલમાં અહિં લેડીઝ છે…!’, મેં દ્રશ્યને કહ્યુ.
‘લેડીસની માંનો…..’, ફરી એ ગાળ બોલ્યો.
‘સટાક…..!’, મારાથી સહન ન થયુ. મેં ખેંચીને એક તમાચો દ્રશ્યના ગાલ પર ચોડી દીધો. એના હોઠમાંથી લોહીં નીકળી ગયુ..! એ મારી સામે ખુન્નસ નજરે જોઇ રહ્યો.
‘ભાયુમાં ભડવાઇ…!’, એ ધીમેંથી બોલ્યો.
‘તને બોલવાનુ ભાન છે….? ચાલ..!’, હું દ્રશ્યનો હાથ પકડીને બહાર લઇ ગયો. દ્રષ્ટિએ જયદીપને ચાલ્યા જવા કહ્યુ. જયદીપ જવા માટે આના કાની કરી રહ્યો હતો. મેં જયદીપને ઇશારાથી જ સમજાવ્યુ કે ‘હું બધુ સંભાળી લઇશ.’.
‘સોરી મારે હાથ ઉઠાવવો પડ્યો, પણ આટલા બધા લોકો વચ્ચે આવી ગાળો, તને કંઇ ભાન જેવુ છે..?’, મેં દ્રશ્ય પર ગુસ્સો કરતા કહ્યુ.
‘એની માના ઘા……..એ, મારી બેન..! હું એને નહિં છોડુ.!’, દ્રશ્યના વાક્યે વાક્યે ગાળ નીકળી રહી હતી. મેં દ્રશ્યને એની બાઇક પર બેસાડ્યો અને હું એની પાછળ બેઠો. દ્રષ્ટિ અને નીતુ બન્ને દ્રષ્ટિના સ્કુટર પર હતા. અમે લોકો હવે ઘરે જ જઇ રહ્યા હતા. જે બન્યુ હતુ એના પછી કોઇને ખાવાની ઇચ્છા નહોતી. અમે લોકો ઘરે પહોંચ્યા.
‘ભેનચોદ તમારી છોકરીને પેલા વિના એક ઘડીયે ની ચાલતુ…!’, ઘરની અંદર એન્ટર થતાની સાથે જ દ્રશ્યએ મોટા અવાજમઆં બોલવાનુ ચાલુ કર્યુ. અમારી પાછળ પાછળ જ દ્રષ્ટિ અને નીતુ એન્ટર થયા. માસા અને માસી તરત જ અમારી સામે આવીને ઉભા રહી ગયા.
‘પેલો માં-ચો....ણાને તમારી લાડલીયે ત્યાંય બોલાવી લીધો.’, દ્રશ્યએ એના મમ્મી પપ્પા સામે પણ ગાળ કાઢી.
‘સટાક…!’, તરત જ માસા દ્રષ્ટિ તરફ ગયા અને એમણે દ્રષ્ટિને એક તમાચો ચોડી દીધો. મને ખબર નહોતી પડતી કે આ શું બની રહ્યુ હતુ.
‘માસા….!’, હું માસાને રોકવા ગયો.
‘એય, તુ તારૂ કામ કર..!’, માસાએ ગુસ્સામાં ત્રાડ નાખીને મને કહ્યુ.
‘પણ માસા….!’, હું કંઇ બોલુ એ પહેલા જ માસાએ મને રોકાઇ જવા માટે હાથ બતાવ્યો.
‘આને રૂમમાં લઇ જા…!’, માસાએ માસી સામે જોતા કહ્યુ. માસી દ્રષ્ટિને ખેંચીને લઇ જઇ રહ્યા હતા.
‘ભાઇ દસ દસ છોકરીઓ રખડાવે, મને મારો લાઇફ પાર્ટનર સીલેક્ટ કરવાની પણ ફ્રીડમ નહિ…! તમે કસાઇ છો પપ્પા…! કસાઇ છો…!’, માસાએ ફરી દ્રષ્ટિ પાસે જઇને એક જોરદાર તમાચો ચોંટાડી દીધો. માસીએ પણ એક તમાચો માર્યો. વાતાવરણ એકદમ ગરમ થઇ ગયુ હતુ. મને આ બધુ જોઇને માસા, માસી અને દ્રશ્ય પર સખત ગુસ્સો આવી રહ્યો હતો. ત્રણેયના રૂવાંટે રૂવાંટેથી દંભની વાંસ આવી રહી હતી.
એ ગુસ્સાની ક્ષણ જ હતી ત્યારે મારે હવે આગળ શું કરવાનુ છે એ સમજાણુ, મારી લાઇફનો હેતુ શું હતો એ સમજાણો. મને કોઇ પરમ શક્તિએ સુરત શામાટે મોકલ્યો હતો એ સમજાયુ. પ્રોપર્ટી વેંચવી એ એક નાનુ કારણ હતુ. આ પ્રકૃતિ આપણને આપણી લાઇફના પર્પઝ સુધી ખેંચી જ લાવતી હોય છે. આપણે માત્ર એ ક્ષણને ઓળખી લેવાની હોય છે, એ પર્પઝને ઓળખવાનો હોય છે.
મારી લાઇફનો પર્પઝ હતો ચારે તરફ પ્રેમની સુગંધ ફેલાવવાનો, દંભ સાથે લડવાનો…!
‘હર્ષ, આ અમારા ઘરનો અંગત મામલો છે. તારે કોઇ દખલ કરવાની જરૂર નથી…!’, માસાએ મારી પાસે આવીને આંગળી ચીંધીને કહ્યુ. હવે હું કોઇ જ ખોટી વાત સહી લેવાનો નહોતો.
‘માસા, આ બરાબર નથી.’, મેં આટલુ જ કહ્યુ.
‘એય, તુ તારૂ કામ કર…!’, માસાએ મારી સામે ત્રાડ નાખી. વાતાવરણ એકદમ તંગ બની ચુક્યુ હતુ. મેં નીતુને ઇશારાથી દ્રષ્ટિના રૂમમાં જવાનો ઇશારો કર્યો. નીતુ દ્રષ્ટિના રૂમમાં ચાલી ગઇ. મને ત્યારે ખયાલ નહોતો આવી રહ્યો કે શું કરવુ….? પરંતુ કંઇક તો કરવુ પડે એમ જ હતુ.
આપણા લોકોનો ઇગો એટલો વધી ગયો છે કે પ્રેમ માટે આપણે સ્હેજેય જગ્યા નથી રાખી. કેવી ગંધાતી માનસીકતા..? તમે જ્યારે યંગ હોવ ત્યારે ભરપુર જલસા કરો. પોતાના પ્રેમની પળો પોતાના પેરેન્ટ્સનો વિરોધ કરીને પણ જીવો. બટ જ્યારે તમે જ પેરેન્ટ્સ બનો ત્યારે ? પોતાના ઉપર આવેલી રીસ્ટ્રીક્શન્સનો બદલો પોતાના જ બાળકો પાસેથી વાળવાનો…! એ બધુ જ ભુલીને કે મેં પણ મારી યુવાનીમાં પ્રેમની પળો માણી હતી.
‘તુ તારૂ કામ પતાવ અને તારો રસ્તો પકડ…!’, માસાએ જે કહ્યુ એ પછી મને ત્યાં એક પણ રહેવાની પણ ઇચ્છા નહોતી. બટ મારે રહેવુ હતુ. હું દ્રષ્ટિની પ્રોબ્લેમ સોલ્વ કર્યા વિના ત્યાંથી નીકળવાનો નહોતો.
‘માસા ખુબ ખુબ આભાર તમારો…!’, હું બેડ પર પડ્યો. મારા મનમાં કેટલાય વિચારો ધમધમી રહ્યા હતા. શું કરવુ જેથી આ લોકોના સંકુચિત મગજમાં પ્રેમની વાત ઘુસે. એ સાથે ધીરે ધીરે મારૂ મન કંઇક મોટા વિચારો પણ કરી રહ્યુ હતુ. આ માત્ર દ્રષ્ટિની એકની પ્રોબ્લેમ નહોતી. કેટલાય યંગસ્ટર્સ આ પ્રોબ્લેમને ફેસ કરી રહ્યા હતા. હું દુરનુ વિચારતો હતો…! કદાચ હું અત્યારના પેરેન્ટ્સમાં ચેન્જ ન લાવી શકુ પરંતુ હું અત્યારના જે યંગસ્ટર્સ છે, એ આપણા પેરેન્ટ્સની જેમ ભુલ ન કરે એ માટેના કોઇક બીજ તો રોપી જ શકુ..! ધીરે ધીરે મનમાં આછી આછી રૂપરેખા બની રહી હતી.
ત્યાંજ મારા મનમાં એક વિચાર ઝબુક્યો. પરંતુ એ વિચાર ખરેખર કામ કરે એમ હતો કે નહિ એ જાણવા મારે દ્રષ્ટિની આખી વાત જાણવી પડે એમ હતી. દ્રશ્ય વિશે પણ અમુક વાતો જાણવી પડે એમ હતી. દ્રષ્ટિ સાથે વાત કઇ રીતે કરવી….? મેં નીતુને કોલ કર્યો અને કહ્યુ કે, ‘હું રાતે દ્રષ્ટિના રૂમમાં આવીશ…!’ હું બધાની ઉંઘવાની રાહ જોવા લાગ્યો…! ૧ વાગ્યો એટલે ઘરમાં શાંતિ છવાઇ ગઇ. હું એક વાગે છાના પગે મારા રૂમમાંથી બહાર નીકળ્યો. નીચે કીચનની લાઇટ શરૂ હતી. છતા મેં દ્રષ્ટિના રૂમ તરફ ચાલવાનુ શરૂ રાખ્યુ. હું રૂમના ડોર સુધી પહોંચી ગયો. મેં રૂમનો દરવાજો ખખડાવ્યો. કોઇએ ખોલ્યો નહિ. મેં ડોરબેલ માર્યો. દરવાજો ખુલ્યો.
બટ દરવાજો દ્રષ્ટિએ નહિ મારા માસીએ ખોલ્યો…! મારી ધડકનો તેજ થઇ ગઇ. બધુ જ જાગરણ પાણીમાં. હવે શું કહેવુ માસીને…? હું શું બોલવુ એ વિચારતો માસી સામે ઉભો રહ્યો….
***
નીલના મનમાં એવા તે ક્યા વિચારો આવ્યા હતા કે એ કહી રહ્યો હતો કે ‘મને મારી લાઇફનો પર્પઝ મળી ગયો છે.’ શું હર્ષ અને નીતુના પ્રેમમાં શ્રુતિના કારણે કોઇ દરાર પડશે? શું દ્રષ્ટિ અને જયદીપ એકબીજાને મળી શકશે..? હર્ષ અને નીતુ એને કઇ રીતે હેલ્પ કરશે…? અડધી રાતે માસીના દરવાજા બહાર ઉભો રહેલ હર્ષ એના માસીને શું જવાબ આપશે….?
ચેપ્ટર - ૧૨ - લેટ્સ મેક અ ચેન્જ
આગળ આપણે જોયુ,
‘માસી સોરી, બટ ભુખ લાગી છે કંઇ હશે…?’, અચાનક જ મારા મોં માંથી નીકળી ગયુ. જે કામ પણ કરી ગયુ.
‘કીચનમાં જમવાનુ પડ્યુ હશે અને ફ્રીજમાં પણ હશે….!’, માસીએ નોર્મલ રીસ્પોન્સ આપ્યો.
‘ઓકે, માસી તમે સુઇ જાવ. હું લઇ લઇશ..!’, મેં માસીને કહ્યુ. હું કીચન તરફ જવા સીડીઓ ઉતર્યો. માસીએ દરવાજો બંધ કર્યો. તરત જ મેં નીતુને કોલ કર્યો. મેં ભુલથી માસીનો રૂમ જ ખખડાવ્યો હતો. મેં નીતુને કોલ કરીને દરવાજો ખોલવા કહ્યુ. હું ફરી ઉપર ગયો..! નીતુએ બાજુના રૂમનો જ દરવાજો ખોલ્યો….!
***
દ્રષ્ટિ એના બેડ પર ગોઠણ વચ્ચે માથુ મુકીને રડી રહી હતી.
‘મેં બહુ સમજાવી….!’, દરવાજો અંદરથી બંધ કરીને નીતુએ મને કહ્યુ. દ્રષ્ટિએ મારી સામે જોયુ. એની આંખો રડી રડીને સોજી ગઇ હતી. હું બેડ પર બેઠો…!
‘આઇ કાન્ટ લીવ વીધાઉટ જયદીપ…!’, દ્રષ્ટિ ડુસકા ભરતા ભરતા બોલી.
‘તારે જયદીપ વિના રહેવાનુ પણ નથી…! કોઇકને કોઇક રસ્તો નીકળી જ જશે…!’, મેં એને શાંત પાડવા કહ્યુ.
‘ના એમ કોઇ રસ્તો નહિં નીકળે..! એ લોકોએ મને સાત દિવસથી ઘરથી બહાર નથી નીકળવા દીધી. આજે તમે આવ્યા ત્યારે મને મોકો મળ્યો.’,
‘દ્રષ્ટિ ડોન્ટ ક્રાય..!’, નીતુએ દ્રષ્ટિને ખુબ સ્નેહથી કહ્યુ.
‘રીયલી, યુ આર સો લકી….! તમે એકબીજા સાથે તો છો.’,
‘દ્રષ્ટિ મારી પાસે એક આઇડીયા છે, બટ એ સક્સેસફુલ જાય એની કોઇ ગેરન્ટી નથી…!’
‘એટલે…?’
‘પહેલા તો તારે ખુબ ધીરજ રાખવી પડશે. મમ્મી પપ્પા સાથે સારો વ્યવહાર કરવો પડશે.’
‘જયદીપ મને મળતો હોય તો હું બધુ જ કરવા તૈયાર છુ.’
‘તો મને કહે, દ્રશ્યને કોઇ ગર્લફ્રેન્ડ છે..?’
‘વોટ…?’, દ્રષ્ટિનુ મોં પહોળુ થઇ ગયુ.
‘હા, પાંચમી. બટ તનવી બાબતે એ બહું સીરીયસ છે.’
‘ગ્રેટ, મને થોડુ તનવી વિશે જણાવ…!’
‘તનવી આર્ટસની છોકરી છે. દ્રશ્ય અને તનવી ૬ મહિનાથી રીલેશનમાં છે. તનવી અમારી જેમ જ અમીર પરિવારની છોકરી છે. એના પપ્પાને લુમ્સનો બીઝનેસ છે. ખાસા ફોર્વડ લોકો છે. અમારી જેમ સાંકડા મગજ વાળા નહિ.’, દ્રષ્ટિએ ફ્રસ્ટ્રેસ્ટ થઇને કહ્યુ.
‘ધેટ ઇઝ વન્ડરફુલ…! જો મારો આઇડીયા કામ કરશે તો. જયદીપ અને તારા મેરેજ થઇને જ રહેશે. અરે હા તનવીની કાસ્ટ કઇ છે..?’, મને હવે ઘણી આશાઓ દેખાઇ રહી હતી.
‘એ લોકો મારવાડી છે, કાસ્ટની ખબર નહિ.’,
‘દ્રશ્ય અને તનવી વિશે તારા મમ્મી પપ્પાને ખબર છે..?’,
‘હાસ્તો. તનવી અઠવાડીયામાં ત્રણ દિવસ અહિં જ હોય છે.’
‘અને તનવીના ઘરે…?’, નીતુએ સુર પુરાવ્યો.
‘એના ઘરે પણ.’
‘તુ તનવીને ઓળખે છે…?’
‘વી આર વેરી ગુડ ફ્રેન્ડ્સ….!’
‘તો તેરી બાત બન ગઇ સમજ……!’
‘પણ કઇ રીતે….?’, એ ઉત્સુકતાથી બોલી.
મેં નીતુ અને દ્રષ્ટિને મારા મનમાં જે પણ હતુ એ કહી સંભળાવ્યુ. અમુક કન્ફ્યુઝન્સ હતા. જે મેં એમને સમજાવ્યા પણ….! બટ મારો આઇડીયા બન્નેને ગમ્યો હતો.
‘દ્રષ્ટિ…! તારે મને તનવી અને એના પપ્પાનો નંબર લાવી આપવાનો છે. મોસ્ટ ઓફ ધ કામ તો તારે જ કરવાનુ છે….! તારે માત્ર તનવીને કનવીન્સ કરવાની છે…! એ પણ વાત દ્રશ્ય સુધી ના પહોંચે એ રીતે.’
‘આઇ વીલ ડુ માય બેસ્ટ…!’
‘ધેટ ઇઝ ધ ઓનલી વે…! યુ વીલ હેવ ટુ…!’, મેં દ્રષ્ટિના હાથ પર હાથ મુકીને કહ્યુ.
‘થેંક્સ હર્ષ, થેંક્સ નીતુ…! ફોર હેલ્પીંગ મી…!’, દ્રષ્ટિ થોડી ગળગળી થઇ ગઇ.
‘હજુ હેલ્પ તો કરી જ નથી માય ડીઅર. અમારી એક્ઝામ પતે ત્યાં સુધીમાં મેં કહ્યુ એટલુ કરી નાખવાનુ છે…!’
‘હું એ પહેલા જ વાત કરી લઇશ બધા સાથે…!’
‘ધેન ડન…!’, હું બેડમાંથી ઉભો થયો. નીતુ અને દ્રષ્ટિ પણ નીચે ઉતર્યા.
‘નાઉ સ્લીપ વેલ…! કોઇ ટેન્શન વિના…!’, દ્રષ્ટિ મારા ગળે વળગી ગઇ.
‘એનીથીંગ ફોર યુ માય સીસ…!’, મેં એને હગ કરતા કહ્યુ. દ્રષ્ટિ બાજુમાં જ ઉભી હતી. એણે મારી સામે સ્માઇલ કરી. મેં પણ હસતા હસતા સ્માઇલ આપી અને હાથ ફેલાવ્યા. એ તરત જ મારી બાહોંમાં આવી ગઇ.
‘લવ યુ માય બેબી….!’, મેં કહ્યુ અને એની ગરદન પર એક મસ્ત કીસ આપી. દ્રષ્ટિ બીજી તરફ ફરી ગઇ.
‘માય નોટી બેબી….!’, કહીને એણે એના હોઠ મારા હોઠ પર મુકી દીધા. બન્નેએ એક હોટ કીસ કરી. નીતુ સામે હું લગભગ અનકંટ્રોલ્ડ બની જ જાવ છુ.
***
સવારે માસા માસીનો ગુસ્સો શાંત થઇ ગયો હતો. હું અને નીતુ બપોરે ટ્રેઇનમાં જ નીકળી જવાનુ વિચારતા હતા. મારા લગભગ બધા કામ પતી ગયા હતા. મારા બેંક અકાઉન્ટમાં ૪૧ લાખ રૂપિયા આવવાના હતા. મારી આગળ પાછળ કોઇ નહોતુ. મારે શેનુ ટેન્શન અને કોની ચિંતા. મારે મારી જીંદગી જીવવાની શરૂ કરવાની હતી….! સવારમાં અમને બાય બાય કરતી વખતે બધાના ચહેરા પર સ્માઇલ હતી. ભલે એ નકલી હોય પણ, સ્માઇલ તો હતી. મેં અને નીતુએ દ્રષ્ટિને બેસ્ટ ઓફ લક કહ્યુ અને અમે લોકો ચાલત થયા.
મુસાફરી એક એવી વસ્તુ છે જે તમને કેટલાંય આઇડીયાઝ આપતી હોય છે. મને પણ મીશન લવ નો આઇડીયા ટ્રેઇનમાં જ આવ્યો હતો. બે ઘડી હું એવી સ્થિતીમાં ચાલ્યો ગયો હતો કે મારા રૂંવાટા ઉભા થઇ ગયા હતા. મેં તરત જ નીતુને આ સંભળાવ્યો. એણે તરત એપ્રીશીએટ કર્યો…! આખરે હું કોમ્પ્યુટર એન્જીનીયર હતો. મારી ટેકનોલોજી ક્યારે કામ આવવાની હતી….?
***
આજે રવિવાર હતો અને આવતી કાલે મારી એક્ઝામ હતી. નીલ મારી રૂમ પર જ આવી ગયો હતો. રોહન અને નીલ બન્ને વાંચવામાં પુરેપુરા ડુબેલા હતા. જો કે આ ફાયનલ તો નહોતી જ, મીડસેમ હતી. નીલનુ અમારી રૂમ પર આવવાનુ બીજુ કારણ માત્ર એક્ઝામ તો હતી જ નહિ. નીલને પ્રીયાથી અલગ પડવાનુ સ્હેજેય મન નહોતુ થતુ અને શીના…! શી વોઝ મેડ ગર્લ..! ઓલ ટાઇમ ક્રેઝી એન્ડ ચીપકુ…! બટ ધીઝ વોઝ સીરીયસ રીડીંગ ટાઇમ…! ઇનફેક્ટ એન્જીનીયરીંગમાં આવા સીરીયસ રીડીંગ ટાઇમ જેવુ કંઇ હોતુ જ નથી.
હવે હું બધી જ પળોઝણમાંથી બહાર આવી ગયો હતો. મને ખબર હતી મારે શું કરવુ છે. હું એક નોબલ વર્ક કરવાનો હતો. જે આ સોસાયટીમાં થોડોક ચેન્જ લાવી શકે. હું કોઇ ફોર્માલીટીમી નહોતો માનતો, અને આ એક્ઝામ્સ મને હવે ફોર્માલીટી જ લાગી રહી હતી. ગ્રેજ્યુએશન પુરૂ કરવાની ફોર્માલીટી. એટલે જ હું મોબાઇલ કમ્પ્યુટીંગ વાંચવાને બદલે એન્ડ્રોઇડ એપ ડેવેલપમેન્ટ શીખી રહ્યો હતો. નીતુએ મને વાંચવા માટે કહ્યુ હતુ. મારી એની સાથે સવારથી વાત નહોતી થઇ, એણે મને સ્ટ્રીક્ટ બનીને વાંચવા માટે જ કહ્યુ હતુ. બટ મારૂ મન વાંચવામાં સ્હેજેય નહોતુ લાગતુ. બટ એન્જીયીનર્સ જાણતા હશે….! એક્ઝામના દિવસોમાં રીડીંગ બહુ જ ઓછુ.
‘ડીંગ ડોંગ….! મે આઇ કમ ઇન…!’, નાઇટ ડ્રેસ પહેરેલ શીનાએ અડધો દરવાજો ખોલીને અંદર આવીને રોહન સામે જોઇને કાલાઇથી કહ્યુ.
‘યા માય જાનુ…! પ્લીઝ…!’, રોહન પણ એવા જ સુરમાં બોલ્યો. શીનાએ દરવાજો બંધ કર્યો.
‘ડીંગ ડોંગ…! મે આઇ કમ ઇન ગાય્ઝ…!’, ફરી દરવાજો ખુલ્યો. પ્રિયાએ પણ એ જ સુરમાં કહ્યુ. નીલે એક નોટી સ્માઇલ આપી. પ્રિયા પણ દરવાજો બંધ કરીને નીલના ખોળામાં જઇને સુઇ ગઇ. નીલ અને રોહને પેમ્પર કરવાનુ શરૂ કર્યુ. મને હવે એવુ લાગવા લાગ્યુ કે મારે રૂમમાંથી બહાર નીકળી જવુ જોઇએ.
‘ડીંગ ડોગ…! મે આઇ કમ ઇન…?’, જે અવાજ હું હંમેશા સાંભળવા માંગતો હોવ એ અવાજ આવ્યો. આઇ ડીડન્ટ એક્સપેક્ટેડ ધીઝ..! નીતુ આવી હતી. એ પણ એના નાઇટરટ્રેકમાં હતી. મારા ચહેરા પર એક મોટી સ્માઇલ આવી ગઇ. એવી જ મોટી સ્વીટ સ્માઇલ એના ચહેરા પર હતી. મેં મારૂ માથુ ધુણાવીને એને અંદર આવવા કહ્યુ. એ મારા બેડ પર બેસી ગઇ. મેં મારૂ લેપટોપ સાઇડમાં મુક્યુ અને હું એના ખોળામાં માથુ મુકીને સુઇ ગયો. અમારો ફ્લેટ લીવ-ઇન માટેનો પરફેક્ટ ફ્લેટ બની ગયો હતો. નીલ લગભગ અહિં જ હોય. શીના-રોહન અને કેવલ-રિકેતા તો હતા જ. એટલે જ અમે ફ્લેટનુ નામ વરદાન રાખી દીધુ હતુ. નીલ અને રોહન માટે આ ફ્લેટ ભગવાનના વરદાનથી ઓછો નહોતો.
એ પળો અદભુત હોય છે જ્યારે જેને તમે દીલોજાનથી ચાહતા હોવ અને એના ખોળામાં તમે પડ્યા હો…! એ વ્યક્તિની કોમળ આંગળીઓ તમારા વાળમાં ધીમી ધીમી ફરી રહી હોય ત્યારે તમે અદભુત ક્ષણોને માણી રહ્યા હોવ. તમારા આંગળીઓ કોઇના હાથ પર ફરી રહી હોય અને બન્નેની આંખો એકબીજા સાથે વાત કરતી હોય. ધીરે ધીરે હું નીતુના ગાઢ પ્રેમમાં બંધીત થઇ રહ્યો હતો. એવા પ્રેમમાં તન્મય થઇ રહ્યો હતો જેમાંથી છુટવુ અશક્ય બની જાય. નીતુનુ એડીક્શન ધીરે ધીરે બની રહ્યુ હતુ. જેના લીધી ક્યારેક મને થોડોક ડર પણ લાગતો. પરંતુ જ્યારે પણ નીતુનો કોમળ હાથ મારા ચહેરા પર મારી આંખો ફરતો ત્યારે મને બધુ જ ભુલાઇ જતુ. એ જ્યારે પણ એના નાઇટ ટ્રેક અને પીંક ટી-શર્ટમાં હોય, કોઇ જ મેકઅપ ના કરેલ હોય, એના ખુલ્લા વાળ લહેરાતા હોય, એણે ગળામાં કોઇજ નેકલેસ ના પહેર્યુ હોય અને એણે કોઇ જ શ્રુંગાર ન કર્યો હોય ત્યારે મને એ સૌથી સુંદર લાગતી. એના શરીર પર લગાવેલા બોડીલોશન, સ્પેશીયલી ગરદન પાસેની સુગંધ. જ્યારે પણ મારો ચહેરો એની ગરદન પાસે જતો ત્યારે હું પાગલ બની જતો. હું એના પર મોહી જતો. બટ ત્યારે તો હું એના સુંવાળા હાથની માલીશ માણી રહ્યો હતો. આખા દિવસના થાક પછી તમે તમારા બીલોવ્ડના ખોળામાં હોવ અને એની કોમળ આંગળીઓ ધીમે ધીમે તમારા વાળમાં ફરી રહી હોય, એનાથી મોટુ સુખ ક્યુ હોઇ શકે...? આખા દિવસના થાક પછી તમે તમારા બીલોવ્ડના ખોળામાં હોવ અને એની કોમળ આંગળીઓ ધીમે ધીમે તમારા વાળમાં ફરી રહી હોય, એનાથી મોટુ સુખ ક્યુ હોઇ શકે...?
‘માય બેબી..! થાક્યુ નથી હજુ…? અગિયાર વાગી ગયા.’, શીનાએ રોહનના ગાલ પર હાથ ફેરવતા કહ્યુ.
‘યસ માય બેબી…! બટ ટુમોરો ઇઝ એક્ઝામ…!’, રોહન પોતાની ઇચ્છા વિરૂધ્ધ બોલ્યો.
‘નીલ તે કેટલુ વાંચ્યુ…!’, નીલની છાતી પર પડેલી પ્રિયાએ પુછ્યુ.
‘બસ એક ચેપ્ટર બાકી છે..!’
‘ઓય્ય..! વંચાઇ જાય એટલે મને ટોપીકનો ઓવરવ્યુ આપી દેજે..!’, હું નીતુના ખોળામાં પડ્યો પડ્યો જ બોલ્યો.
‘હા, મહારાજા…!’, નીલ કટાક્ષમાં બોલ્યો.
‘પ્રિયા, સાક્ષિએ કોઇ નવો બકરો પકડ્યો છે…!’, અચાનક શીના રોહનની બાહોંમાંથી બોલી.
‘તો આપડે શું કરીશુ…?’, પ્રિયા હસતા હસતા બોલી. બધા લગભગ હસ્યા.
‘કંઇ નહિં જસ્ટ કહુ છુ…!’, શીના વધુને વધુ રોહનને પોતાની જકડમાં લઇ રહી હતી.
‘આઇ નો…! મને આજે જ સાક્ષિ કહેતી હતી..!’
‘તમે લોકોએ નવરાત્રીનુ કંઇ પ્લાન કર્યુ છે….?’, પ્રિયા બોલી.
‘ના, એક્ઝામ અને પછી TCS.’, આમાં ગરબા ક્યારે રમવા અને ક્યારે એપ્ટીટ્યુડની તૈયારી કરવી.
‘હું તો નથી બેસી રહ્યો TCSમાં.’, મેં કહ્યુ.
‘કેમ…!’, લગભગ બધા મોં ફાડીને બેસી રહ્યા.
‘ઓહ્હ, એન્ટ્રેપ્રેન્યોરશીપ…?’, નીલ બોલ્યો.
‘નોટ સ્યોર…! બટ જોબ માટે તો હું નથી બન્યો..! એક આઇડીયા આવ્યો છે. બટ એ પ્યોરલી સોસાયટીમાં ચેન્જ માટે છે. એક એન્ડ્રોઇડ એપ બનાવવાનો છુ. એમ પણ મારી પાસે ૪૨ લાખ રૂપિયા છે. ક્યારે ખાલી થશે…?’, હું હસતા હસતા બોલ્યો.
‘સોશીયલ ચેન્જ…? તુ હોશમાં તો છો ને..?’, રોહન બોલ્યો.
‘કંઇક વધારે કહેને….?’, નીલે રસ દર્શાવતા કહ્યુ.
‘આઇ ડોન્ટ નો તમને પચશે કે નહિ, બહુ સાદો આઇડીયા છે…!’, હું ખચકાતા ખચકાતા બોલ્યો. નીતુ મારા હાથને હાથમાં લઇને એની આંગળીઓ મારા હાથની આંગળીઓમાં પરોવી રહી હતી અને આંગળીઓ સાથે રમત કરી રહી હતી.
‘હું અને નીતુ સુરત ગયા હતા ત્યાં અમે જોયુ કે એક છોકરી કે એક છોકરો, પોતાની પસંદનો લાઇફ પાર્ટનર સીલીક્ટ નથી કરી શકતા. પેરેન્ટ્સનો દંભ એને રીસ્ટ્રીક્ટ કરે છે. આઇ ડોન્ટ નો હાઉ ટુ બ્રીંગ ચેન્જ ઇન ઓવર પેરેન્ટ્સ. બટ મારી પાસે આપણા છોકરાવ માટે એક સીમ્પલ રસ્તો છે.’
‘વોટ…?’, શીના લહેકાથી બોલી.
‘લવ પ્લેજ…! એક ફેસબુક એપ બનાવીએ..! જેવી રીતે મહાભારતના કેરેક્ટર્સની એપ આવે, કઇ બોલીવુડ સેલીબ્રીટી તમે છો. એવી જ રીતે આપણે માત્ર ક્લિક કરાવીને લોકો પાસે પ્લેજ લેવરાવીએ..!’,
‘પણ શેની પ્લેજ…!’, રોહને રસ બતાવ્યો.
‘જુઓ..! જ્યાં સુધી મેં ઓબ્ઝર્વ કર્યુ છે. યંગ એજમાં લગભગ બધાને લવ થતો હોય છે. તારા પેરેન્ટ્સ કે મારા પેરેન્ટ્સ લગભગ બધાને કોઇને કોઇ સાથે લવ થયો હશે, એટલીસ્ટ અટ્રેક્શન તો થયુ જ હશે. એ લોકોના પેરેન્ટસે પણ એમને બીજી કાસ્ટના લીધે ના પાડી હોઇ, રીસ્ટ્રીક્શન્સ…! હવે એ લોકોનો ટર્ન આવ્યો…! એ લોકોને પણ લવ થયો હતો. એ લોકો આપડી ઉંમરના લોકોને એકબીજા સાથે પ્રેમ કરતા એટલા માટે રોકે છે કારણ કે એ લોકો ભુલી ગયા છે કે આ ઉંમર જ એવી હોય છે કે જ્યારે યંગ હોઇએ છીએ ત્યારે લવ થતો હોય છે, ઇટ્સ પરફેક્ટલી ફાઇન. એમને પણ લવ થયો હતો. બધા લોકોને આ ઉંમરમાં લવ થતો હોય છે, પણ સમય જતા બધા ભુલી જતા હોય છે. જો આ સીસ્ટમમાં ચેન્જ લાવવો હોય તો આપણે આપણી એજ થી લાવવો પડશે….! આપણે એવુ કંઇક કરવુ પડશે જેથી આપડે લોકો યાદ રાખીએ કે યંગ એજમાં કેવી લાગણીઓ હોય છે. જેથી આપડે આપણા બાળકોને દંભના અંધાપામાં રહીને પ્રેમ કરવા માટે ન રોકીએ…!’
‘તારા વિચારો એકાએક બદલાઇ ગયા…!’, રોહન અને નીલ મને સાંભળીને ચોંકી ગયા.
‘બદલાયા નથી, નવા વિચારો પ્રગટ્યા છે…!’,
‘તો આ એપ કઇ રીતે વર્ક કરશે….?’, નીલે પુછ્યુ.
‘આપણે બધા જ પાસે વન ક્લિક પ્લેજ લેવ રાવીશુ અને એની ઇમેજ તૈયાર કરીને એમની વોલ પર પોસ્ટ કરીશુ…!’
‘અને એ ઇમેજમાં શું લખ્યુ હશે…?’, રોહન વચ્ચે બોલ્યો.
‘કે આઇ ટેક પ્લેજ ફોર સ્પ્રેડીંગ લવ…! આઇ વીલ નોટ રીસ્ટ્રીક્ટ એનીવન ટુ લવ. આઇ વીલ ગીવ ગીવ કમ્પ્લીટ ફ્રીડમ ટુ માય ચીલ્ડ્રન્સ ફોર સીલેક્ટીંગ ધેઇર લાઇફ પાર્ટનર્સ. બીકોઝ આઇ નો હાઉ ઇટ ફીલ્સ વ્હેન યુ આર ઇન લવ…! આવુ કંઇક લખીશુ…! જસ્ટ ઇમેજીન યંગસ્ટર્સમાં આ કેટલુ વાયરલ થશે…?’, મેં ખુબ એક્સાઇટમેન્ટમાં કહ્યુ.
‘સીમ્સ ગુડ આઇડીયા…! સમથીંગ ડીફરન્ટ…!’,
‘હું તો આના પર કામ શરૂ કરવાનો છુ. આપણે એન્ડ્રોઇડ એપમાંથી પણ રેવન્યુ જનરેટ કરી શકીએ..!’, હું બેઠો થઇને બોલ્યો.
‘પણ એનાથી અત્યારના યંગ સ્ટર્સને શું ફાયદો..! એ લોકોને તો જે રીસ્ટ્રક્શન છે એમાં જ જીવવાનુને..! કાંતો ભાગીને મેરેજ કરવાના..!’, રોહને ઘણા ટાઇમ પછી સેન્સીબલ સવાલ પુછ્યો હતો.
‘તારો સવાલ ખુબ ઇમ્પોર્ટન્ટ છે. બટ હજુ મેં એ બાબતે કંઇ વિચાર્યુ નથી.’
‘આઇ હેવ વન આઇડીયા, ઇફ યુ કેન ડુ..!’, પ્રિયા બોલી.
‘બોલને ડાર્લીંગ…!’,નીલે પ્રિયાને પંપાળતા કહ્યુ.
‘તમે એપમાં એવી એક ફીચર નાખી શકો કે, જે લોકોના પેરેન્ટ્સ ના માનતા હોય એ લોકો તમને એમના પેરેન્ટ્ને કનવીન્સ કરવા માટે બોલાવે. જે અત્યારે તે અમને કહ્યુ એ કદાચ તુ પેરેન્ટ્સને કહે અને એમનુ માઇન્ડ ચેન્જ થઇ જાય તો.’
‘માર પણ પડી શકે…!’, શીના વચ્ચે બોલી.
‘નો નો, પ્રિયા..! કેરી ઓન.’, હું બોલ્યો.
‘જો દરેક પેરેન્ટ્સ એના છોકરા છોરીઓનુ સારૂ જ ઇચ્છતા હોય છે. તમે જો એમને થોડા પણ પોઝીટીવ પોઇંટ્સ કહો અને એમને એનાથી માન મળશે. લોકો એમને એક સારી નજરથી જોતા થશે જો એવો વિશ્વાસ અપાવી શકો તો એ લોકો માની જ જાય. એ લોકોને એમની કાસ્ટના સમાજનો ડર હોય છે જો તમે એ કાઢવામાં સફળ રહો તો તમે કરી શકો….! એવરીથીંગ ઇઝ ઇન યોર હેન્ડ..! જો તમે સમજાવી શકો તો..!’, પ્રિયા બોલીને થોભી.
‘આઇ અગ્રી કમ્પ્લીટલી..! વોટ યુ સે…?’, મેં પ્રિયાને કહ્યુ અને પછી નીતુ પાસે ફીડબેક માંગ્યો.
‘આઇ એમ ઓલવેઝ વીથ યુ..!’, નીતુએ સ્માઇલ સાથે કહ્યુ. બસ નીતુ મારી સાથે હોય તો મારે શું જોઇએ..!
‘હું તો આ કરી રહ્યો છુ..! બોલ નીલ હેલ્પ કરીશ…? સાથ આપીશ…?’, મેં નીલ સામે જોઇને કહ્યુ.
‘અરે તારા માટે કંઇ પણ…!’, નીલે મને તાળી મારતા કહ્યુ.
‘રોહન..!’, મેં રોહનને બોલાવવા એનુ નામ લીધુ.
‘પણ તમને…’
‘એમ નહિ, તુ સાથે છો કે નહિ, મારે બીજુ કશુંજ સાંભળવુ નથી..!’, મેં એનો નકાર કાપતા કહ્યુ.
‘ડાર્લીંગ આઇ એમ ઇન. યુ હેવ ટુ જોઇન..!’, શીના બોલી.
‘ઓકે, આઇ એમ ઇન..!’, એ પરાણે પરાણે બોલ્યો.
‘ઓકે, ગાય્ઝ..! ધેન લેટ્સ ટેક સ્ટેપ્સ ટુવર્ડઝ ચેન્ઝીંગ વર્લ્ડ…!’, મેં હાથ વચ્ચે કર્યો.
‘લેટ્સ ડુ ઇટ..!’, એક પછી એક, નીતુ, નીલ, પ્રિયા, રોહન અને શીનાએ મારા હાથ પર હાથ મુકતા કહ્યુ.
‘લેટ્સ મેક અ ચેન્જ..!’, અમે બધા એક સાથે મોટેથી બોલ્યા અને હાથને હવામાં ઉછાળ્યા.
આ હતો મીશન લવના આઇડીયાનો પહેલો દિવસ…..!
‘કોઇને ભુખ નથી લાગી…?’, પ્રિયા બોલી.
‘અત્યારે…?’, નીતુએ પુછ્યુ.
‘લેટ્સ ગો ફોર આઇસક્રિમ…!’, શીનાએ રોહનની બાહોંમાંથી નીકળતા કહ્યુ.
‘કુલ..!’, મેં કહ્યુ.
‘ચલો..!’, રોહન પણ બોલ્યો.
તરત જ બધા ઉભા થયા. હું હજુ નીતુના ખોળામાં માથુ ઢાળીને પડ્યો હતો. બધા બહાર નીકળ્યા.
‘હું લાઇટ બંધ કરીને આવુ તમે લોકો નીચરે ઉતરો..! સર્કલ પર જ જઇએ..!’, મેં કહ્યુ.
‘ભાઇ બાર વાગ્યા, હવે સર્કલ પર મળે ન મળે… કેવલની બાઇક લઇ લે જે..!’, બહારથી નીલનો અવાજ આવ્યો. ખરેખર દરેકની ગર્લફ્રેન્ડને નીલ જેવા ભાઇ મળે. એના જેવા ઓનેસ્ટ અને દંભમુક્ત વ્યક્તિ મેં આજ સુધી ખુબ ઓછા જોયા છે.
હું નીતુની આંખોમાં જોઇ રહ્યો હતો. એ મારી આંખોમાં જોઇને સ્માઇલ કરી રહી હતી.
‘શું…?’, એ ધીમેંથી બોલી. મેં એના ચહેરા પર મારા હાથ મુક્યા. એના ગાલ પર જમણો હાથ ફેરવ્યો.
‘ખબર નહિં તુ મારી લાઇફમાં ના હોત તો શું થાત…!’,
‘એવુ બનત જ નહિ…!’, એણે મારી આંખો પર હાથ ફેરવતા કહ્યુ.
‘આઇ લવ યુ નીતુ..!’, મેં એનો હાથ ચુમતા કહ્યુ.
‘લવ યુ ટુ માય જાનેમન…!’, એણે સ્માઇલ સાથે મારો હાથ ચુમ્યો. ફરી અમે બન્ને એકબીજાની આંખોમાં જોવા લાગ્યા. હું એના ખોળામાંથી ઉભો થયો. ડોર તરફ ચાલવા માટે આગળ વધ્યો. એણે મારો હાથ પકડી રાખ્યો હતો. એના ચહેરા પર નોટી સ્માઇલ હતી. એણે મારો હાથ ખેંચ્યો અને તરત મારો ચહેરો એના ચહેરાની ૨ સેમી દુર હતો. મારા હાથ સીધ્ધા એના બેલ્લે બટન પાસે હતા.
મેં એની સુવાસીત ગરમ ગરદન પાસે પાંચ મિનિટ સુધી ચુંબન કર્યુ, એ પછી મેં કીસીંગ માટેની મારી ફેવરીટ જગ્યા એના બેલ્લે બટન પર અગણીત કીસો કરી અને છેલ્લે અમારા બન્નેના હોઠ મળી ગયા. બન્નેની આંખો બંધ થઇ ગઇ. અમે બન્ને એકબીજામાં ડુબતા ગયા. દ્બેતમાંથી અદ્વેત બનતા ગયા.
***
પંદર મિનિટ પછી અમે બન્ને કેવલની બાઇકની ચાવી લઇને નીચે ઉતર્યા. મેં નીલને કોલ કર્યો. એ લોકો નહેરૂ નગર સર્કલ પાસે જ હતા. નીશા મને પકડીને બાઇક પર બેસી ગઇ. નીશા વોઝ રીઅલી કેરીંગ ગર્લ. મારી આટલી બધી કેર અત્યાર સુધીમાં કોઇએ નહોતી કરી. હું બાઇક ચલાવતો હતો ત્યારે સતત એ મારી ગરદ પર ધીમે ધીમે કીસ કરી રહી હતી. મને ખુબ સારૂ પણ લાગી રહ્યુ હતુ અને ગલી પચી પણ થઇ રહી હતી.
ત્યાંજ બાજુમાંથી ઝુમ્મ્મ કરતી બે પલ્સર બાજુમાંથી નીકળી. મને તરત જ કંઇક યાદ આવી ગયુ. પલ્સર ચલાવવા વાળી બંને છોકરીઓ હતી. મને ડાઉટ હતો કે એમાંની એક શ્રુતિ હતી. એ બાઇક અમારાથી થોડે દુર આઇસક્રીમની લારી પર ઉભી રહી ગઇ, જ્યાં રોહન લોકો ઉભા હતા. મેં બાઇક લારી પાસે ઉભી રાખી. હું અને નીતુ નીચે ઉતર્યા. નીતુએ મારો હાથ પકડેલો હતો. પેલી બન્ને છોકરીમાંથી એકે પોતાના ચહેરા પર વીંટાળેલો દુપ્પટો છોડ્યો. એ શ્રુતિ હતી.
બે ઘડી શ્રુતિ મને અને નીતુને જોઇ રહી. પછી એ લારી વાળા ભૈયાજી તરફ ફરીને બોલી.
‘ભૈયાજી, ત્રણ ચોકોલેટ ચીપ્સ…!’ એ મારા તરફ ફરી.
‘ચોકોલેટ ચીપ્સ ચાલશેને હર્ષ….? તારોતો ફેવરીટ છે. નઇ?’, શ્રુતિએ મારી સામે ગુસ્સાની નજર કરીને મને કહ્યુ.
***
શું જવાબ આપશે હર્ષ શ્રુતિને ? મીશન લવ સક્સેસ જશે? શું નીતુ શ્રુતિના રીએક્શન્સ પરથી રીસ્પોન્ડ કરશે…? જાણવા માટે વાંચત રહો. ધ લાસ્ટ યર…
ચેપ્ટર - ૧૩ - ફીઅર
આગળ આપણે જોયુ,
હર્ષ સુરતથી આવી જાય છે. બધા એક્ઝામ્સના રીડીંગમાં પડ્યા હોય છે. હર્ષ બધાને મીશન લવ અને લવ પ્લેજ વિશે વાત કરે છે. બધાને આ વાત ગમે છે. બધા પોતપોતાની ગર્લફ્રેન્ડ્સ સાથે રીલેક્સ ટાઇમ સ્પેન્ડ કરે છે. શીના આઇસક્રિમ ખાવા જવાનો આઇડીયા આપે છે. બધા આઇસક્રિમ ખાવા માટે જાય છે. ત્યાંજ શ્રુતિ ત્યાં મળી જાય છે. ‘ચોકોલેટ ચીપ્સ ચાલશેને હર્ષ….? તારોતો ફેવરીટ છે. નઇ?’, શ્રુતિ ગુસ્સમાં હર્ષને કહે છે… હવે આગળ.
***
‘ભૈયાજી, ત્રણ ચોકોલેટ ચીપ્સ…!’ શ્રુતિ મારા તરફ ફરી.
‘ચોકોલેટ ચીપ્સ ચાલશેને હર્ષ….? તારોતો ફેવરીટ છે. નઇ?’, શ્રુતિએ મારી સામે ગુસ્સાની નજર કરીને મને કટાક્ષથી કહ્યુ.
‘મીટ, શ્રુતિ અને ચૈતાલી’, મેં બધા સામે જોઇને કહ્યુ.
‘રોહન, શીના, પ્રિયા, નીલ અને ની….’,
‘નીતુ….! હું ઓળખુ છુ…!’, એણે મારૂ ઇનટ્રો કાપતા જ કહ્યુ.
‘હાઇ..!’, નીતુએ હાથ મેળવવા હાથ લંબાવ્યો.
‘એને ચોકોલેટ ચીપ્સ બહુ જ ભાવે છે…!’, એણે મારી તરફ કટાક્ષભરી સ્માઇલ કરીને કહ્યુ. બધા આ જે થઇ રહ્યુ હતુ એને આશ્ચર્યથી સાક્ષી ભાવે જોઇ રહ્યા હતા.
‘ભૈયાજી, એક કામ કરો આઇસક્રિમ પાર્સલ કરી દો…!’, એ લારી વાળા તરફ ફરી અને કહ્યુ. જે થઇ રહ્યુ હતુ એ મને પણ નહોતુ ગમ્યુ. ખાસ કરીને જે રીતે શ્રુતિ વાત કરી રહી હતી. થોડી વાર સુધી કોઇ બોલ્યુ નહિ….!
‘અચ્છા બાય….! હો જાયે એક ઔર રેસ…!’, એ મારા તરફથી ચૈતાલી તરફ ફરીને બોલી. બન્ને પોતપોતાના પલ્સર પર બેસી. એણે મારી સામે ખુન્નસથી જોયુ. એ જ ક્ષણે એણે બાઇક ત્યાંથી ભગાવી મુક્યુ.
***
‘આઇ કેન અન્ડરસ્ટેન્ડ….!’, શ્રુતિ ગઇ એટલે તરત જ નીતુએ મારા હાથને ભીંસીને હળવી સ્માઇલ સાથે કહ્યુ. બીજુ મારે શું જોઇતુ હતુ. જે વસ્તુની મારે સૌથી વધારે જરૂર હતી એ વસ્તુ મને મળી ગઇ હતી. નીતુની સમજણ. શ્રુતિએ આપેલો આઇસક્રિમ જ મેં અને નીતુએ એકબીજાને ચમચીથી ખવરાવ્યો.
‘કોણ હતી….? અને શું હતુ ચોકોલેટ ચીપ્સ…?’, શીનાએ પુછ્યુ.
‘એ એક લાંબી સ્ટોરી છે. થર્ડ સેમેસ્ટર વખતની…!’, મેં હસતા હસતા કહ્યુ. બટ મારા પેટમાં વંટોળ ચાલી રહ્યુ હતુ. મને થોડુ સોરી ફીલ થઇ રહ્યુ હતુ. એટલીસ્ટ મારે શ્રુતિને સોરી તો કહેવુ જ હતુ.
‘શું થયુ હતુ….?’ પ્રિયાએ પુછ્યુ.
તરત મને થર્ડ સેમેસ્ટરની પાર્ટી યાદ આવી ગઇ. પાર્ટી યાદ આવી એટલે તરત જ ડેવીડ યાદ આવી ગયો…!
‘એ દિવસે અમે પાર્ટી કરવાના હતા, એટલે હું અને ડેવીડ બન્ને બીયર લેવા માટે ગયા હતા. એ દિવસે જ હું શ્રુતિને પહેલીવાર મળ્યો હતો. એ દિવસે શ્રુતિએ ડેવીડ સાથે રેસ લગાવી હતી. અમે એકબીજાને નહોતા જાણતા. હું પણ અમદાવાદમાં નવો જ હતો. એ દિવસે ફર્સ્ટ ટાઇમ કોઇ છોકરીએ મને ટ્રીટ આપી હતી. અમે થોડી વાતો કરી અને સાથે આઇસક્રિમ ખાધો. હું ખુશ થયો હતો, મને કોઇ છોકરીએ ભાવ આપ્યો હતો. બટ એ દિવસે એક દુખદ ઘટના બની હતી. એ દિવસે અમારા જીગરી જાને આ દુનિયામાંથી વિદાય લઇ લીધી.’, મેં જે થયુ હતુ એ ખુબ જ ટુંકમાં કહ્યુ. નીલે મારી પીઠ પર હાથ થપથપાવ્યો. નીતુએ મારા હાથને ભીંસ્યો અને આંખોમાં જોયુ. એણે પાંપણો ઢાળીને કહેવાની કોશીષ કરી કે ‘એવરીથીંગ ઇઝ ફાઇન…!’
‘ઓય્ય્ય…! આપણે અહિંયા ચીલ મારવા આવ્યા છીએ..! કાલે એક્ઝામ છે ખબર છે ને..!’, શીના બોલી.
‘યા આઇ નો ડાર્લીંગ…!’, રોહને સ્માઇલ કરતા કરતા કહ્યુ.
‘તુ રોકાઇ જાને અમારી રૂમ પર…!’, શીનાએ નીતુને કહ્યુ.
‘ના મમ્મી પપ્પાને કહ્યુ છે, રાતે તો આવી જ જઇશ..!’, નીતુ ધીમેથી બોલી.
‘કોલ કરી દેને…!’, શીનાએ કહ્યુ.
‘ના પપ્પાએ આવી જવા કહ્યુ છે..!’, નીતુએ કહ્યુ.
‘ક્યારથી ચાલુ કરવો છે મીશન લવ….?’, પ્રિયાએ એક મસ્ત વાત ઉખેળી.
‘આઇ એમ રેડી, આ બધાની એક્ઝામ પતે એટલે તરત જ.’, મેં કહ્યુ.
‘મારી કોઇ હેલ્પ જોઇએ તો કહેજો…!’, પ્રિયાએ કહ્યુ.
‘તમારા બધાની જ જરૂર પડશે…!’, મેં સ્માઇલ કરીને કહ્યુ.
‘ઓકે તો જઇશુ…?’, બધાનો આઇસક્રિમ પુરો થયો એટલે નીતુએ કહ્યુ.
‘યા…!’, નીલ બોલ્યો.
‘તમે લોકો પહોંચો. હું નીતુને ડ્રોપ કરીને આવુ છુ.’, મેં બધાને કહ્યુ.
‘ચાલોને બધા જ જઇએ. લોંગ ડ્રાઇવ પણ થઇ જશે.’, રોહન બોલ્યો.
‘ડાર્લીંગ..! એક્ઝામ નથી…..?’, શીના હસતા હસતા આંખો બતાવતા બોલી.
‘ક્યારે…? કાલે કે આજે ?’, પ્રિયા ખડખડાટ હસીને બોલી. અમે બધા પણ હસ્યા.
‘ઓકે ગાય્ઝ, આવુ હમણા…!’, મેં કહ્યુ અને બાઇકનુ સ્ટેન્ડ ચડાવ્યુ. નીતુ મારી પાછળ બેસી ગઇ. મેં બાઇક ચલાવી મુકી. હું બાઇકને ધીમી જ ચલાવી રહ્યો હતો. નીતુએ મને પાછળથી પકડેલ હતો.
‘નીતુ મારે શ્રુતિને સોરી કહેવુ જોઇએ…?’, મેં નીતુને પુછ્યુ.
‘યા યુ શુડ…! આઇ કેન અન્ડરસ્ટેન્ડ હર ફીલીંગ્સ..!’, નીતુએ સમજણ પુર્વક કહ્યુ. હું આજે સ્ટ્રગલ એક્સપેક્ટ કરતો હતો બટ નીતુની મેચ્યોરીટીએ મને વિચારતો કરી દીધો હતો.
‘હું એને કોલ કરીને કહી દઇશ…! તને ખબર છે હું તારી સાથે હોવ છુ ત્યારે મને કોઇ જ ચિંતા નથી હોતી.’, મેં નીતુના ચહેરાની ગરમી મારી ગરદન પાસે મહેસુસ કરતા કહ્યુ.
‘મી ટુ ડાર્લીંગ…!’
‘તને નથી લાગતુ આજે હું વધારે જ ઇમોશનલ અને રોમેન્ટીક છુ…?’, મેં બ્લશ કરતા કહ્યુ,
‘યુ નોટી બોય…!’, એણે મારા ટી-શર્ટમાં હાથ નાખ્યો. મને ગલી પચી થઇ એટલે હું થોડો હલ્યો.
‘હેય ડોન્ટ ડુ ધેટ, બેલેન્સ નહિ રહે…!’, મેં હલતા હલતા કહ્યુ. એ છતા એણે ગલી પચી કરવાનુ શરૂ રાખ્યુ. મેં બાઇકને એક્સલરેટર આપ્યુ. એ મને ચુસ્ત પકડીને બેસી ગઇ. પાંચ જ મિનિટમાં નીતુનુ ઘર આવી ગયુ. મેં ઘરની બહાર બાઇક ઉભી રાખી.
‘ઓકે બાય…!’, એ ઉતરીને સીધી દરવાજા તરફ હસતી હસતી ચાલતી થઇ ગઇ.
‘ઓકે…!’, હું હસતો હસતો બોલ્યો. એ થોડુ ચાલીને ફરી. એણે સ્માઇલ કરી અને ફરી મારી તરફ આવવા લાગી. હું બાઇક પરથી નીચે ઉતર્યો.
મેં એને ટાઇટ હગ આપી. વી કીસ્ડ…. લાઇક ફોર લોંગ ટાઇમ…! મેં એને હસતા હસતા બાય કહ્યુ. મેં બાઇક ચલાવી મુકી. નીતુ મારા મનમાં ઘુસી ચુકી હતી. બાઇક ચલાવતા ચલાવતા હું નીતુ વિશે જ વિચારી રહ્યો હતો. આઇ વોઝ ક્રેઝીલી ઇન લવ વીથ નીતુ. હું એને મારી લાઇફ પાર્ટનર બનાવવા ઇચ્છતો હતો. બટ એ પહેલા અમારે ઘણુ બધુ કરવાનુ હતુ. ‘મીશન લવ…!’, એક્ઝામ પછીનુ પહેલુ કામ આ જ હતુ. અમારે સુરત જવાનુ હતુ. દ્રષ્ટિને પ્રોમીસ કર્યા પ્રમાણે અમારે એને હેલ્પ કરવાની હતી. અમને વિશ્વાસ હતો કે અમારા પ્લાન પ્રમાણે દ્રષ્ટિ કામ કરી રહી હશે….! આ બધુ જ વિચારતો વિચારતો હું રૂમ પર જઇ રહ્યો હતો.
નહેરૂનગરનુ સર્કલ આવી ગયુ હતુ. મને તરત જ શ્રુતિ યાદ આવી. મારે જેમ બને એમ જલદી સોરી કહેવુ હતુ. મેં ત્યારે જ નીર્ણય કર્યો કે હું શ્રુતિને અત્યારે જ કોલ કરીને સોરી કહુ. હું ચાલુ બાઇકે ખીસ્સામાંથી મોબાઇલ કાઢી રહ્યો હતો ત્યાંજ મારી બાજુમાંથી સડસડાટ કરતુ એક બુલેટ પસાર થયુ. અડધી રાતે બ્લેક રેગઝીન કોટ? ચહેરો પણ ન દેખાણો. મને આશ્ચર્ય થયુ. હું ઝબકી ગયો. બે જ સેકન્ડમાં એ બુલેટ મારાથી કેટલુય દુર ચાલ્યુ ગયુ હતુ. મારા મોંમાંથી ઓલમોસ્ટ ગાળ નીકળી ગઇ હતી. મેં મારી ધીમી ગતીએ બાઇક ચલાવવાનુ શરૂ રાખ્યુ. મેં ચાલુ બાઇકે શ્રુતિને કોલ કર્યો, એનો મોબાઇલ સ્વીચ ઓફ બતાવી રહ્યો હતો. મને કેટકેટલા વિચાર આવવા લાગ્યા, ક્યાંક એ મને અને નીતુને જોઇને વધારે અપસેટ તો નહિ થઇ ગઇ હોય ને? એણે જાણીજોઇને જ મોબાઇલ સ્વીચ ઓફ કર્યો હશે, જેથી હું એને કોલ ન કરી શકુ. પરંતુ મેં નક્કિ કરી લીધુ હતુ કે હું શ્રુતિ સાથે વાત કરીશ જ. મેં સ્મિતામેમને કોલ લગાવ્યો, જેથી હું શ્રુતિ સાથે વાત કરી શકુ. બટ સ્મિતામેમનો ફોન બીઝી આવી રહ્યો હતો. છેવટે મેં શ્રુતિ સાથે વાત કરવાનો આઇડીયા ડ્રોપ કર્યો….! હું ધીમે ધીમે બાઇક ચલાવતો ચલાવતો મારા ફ્લેટ પર પહોંચ્યો. બધા જ પોતપોતાના બેડમાં સુઇ ગયા હતા….! હું પણ નીતુના પ્રેમ અને શ્રુતિના સોરી સાથે ધીરે ધીરે ઉંઘમાં સરી પડ્યો…..!
***
નહેરૂનગરનુ સર્કલ આવી ગયુ હતુ. મને તરત જ શ્રુતિ યાદ આવી. મારે એની જેમ બને એમ જલદી સોરી કહેવુ હતુ. મેં ત્યારે જ નીર્ણય કર્યો કે હું શ્રુતિને અત્યારે જ કોલ કરીને સોરી કહુ. હું ચાલુ બાઇકે ખીસ્સામાંથી મોબાઇલ કાઢી રહ્યો હતો ત્યાંજ મારી બાજુમાંથી સડસડાટ કરતુ એક બુલેટ પસાર થયુ. હું ઝબકી ગયો. બે જ સેકન્ડમાં એ બુલેટ મારાથી કેટલુય દુર ચાલ્યુ ગયુ હતુ. મારા મોંમાંથી ઓલમોસ્ટ ગાળ નીકળી ગઇ હતી. મેં મારી ધીમી ગતીએ બાઇક ચલાવવાનુ શરૂ રાખ્યુ. મેં ચાલુ બાઇકે શ્રુતિને કોલ કર્યો, એનો મોબાઇલ સ્વીચ ઓફ બતાવી રહ્યો હતો. મને કેટકેટયા વિચાર આવવા લાગ્યા, ક્યાંક એ મને અને નીતુને જોઇને વધારે અપસેટ તો નહિ થઇ ગઇ હોય ને? એણે જાણીજોઇને જ મોબાઇલ સ્વીચ ઓફ કર્યો હશે, જેથી હું એને કોલ ન કરી શકુ. પરંતુ મેં નક્કિ કરી લીધુ હતુ કે હું શ્રુતિ સાથે વાત કરીશ જ. મેં સ્મિતામેમને કોલ લગાવ્યો, જેથી હું શ્રુતિ સાથે વાત કરી શકુ. બટ સ્મિતામેમનો ફોન બીઝી આવી રહ્યો હતો. મેં શ્રુતિ સાથે વાત કરવાનો આઇડીયા ડ્રોપ કર્યો. ત્યાંજ મને બંદુકની ગોળી ફુટવાનો અવાજ આવ્યો. અવાજ નહેરૂનગર સર્કલ પાસેથી જ આવ્યો હતો. મેં તાત જ મારી બાઇકને ભગાવી. ત્યાંજ બીજી ગોળી છુટવાનો અવાજ આવ્યો. હું ઓલમોસ્ટ સર્કલ પહોંચી ગયો હતો. બુલેટ રાઇડ કરવા વાળી વ્યક્તિ બુલેટ શરૂ કરીને ભાગી રહી હતી. મેં બાઇક ઉભી રાખી. સર્કલ પાસે પલ્સર બાઇક હતુ અને શ્રુતિ રોડ પર પડી હતી. એનો મોબાઇલ બાજુમાં પડ્યો હતો. મેં શ્રુતિના શ્વાસ ચેક કર્યા. એની ડેથ થઇ ચુકી હતી. હું ખુબ જ ડરી ગયો…! હું શ્રુતિની લાશને બેસીને જોતો રહ્યો. મેં શ્રુતિનો મોબાઇલ હાથમાં લીધો. એ સ્વીચ ઓફ હતો. મેં મોબાઇલ ઓન કર્યો. તરત એમા ‘મમ્મી’ લખેલો કોલ આવ્યો….! ત્યારે જ મારા ખભા પર કોઇનો હાથ પડ્યો..! હું ધ્રુજી ઉઠ્યો…! નીલ મારી પાછળ હતો.
‘તે મને ડરાવી જ દીધો…!’, હું શ્વાસ લેતા લેતા બોલ્યો.
‘ચાલ ઉભો થા…’, નીલે મારો હાથ ખેંચતા કહ્યુ.
‘ના…! શ્રુતિ..!’, હું રડવા લાગ્યો.
‘હર્ષ ઉભો થા, ખુન થયુ છે….!’ નીલ મને ખેંચવા લાગ્યો. ત્યાંજ રોહન બીજી તરફથી હાથમાં ડોલ લઇને આવ્યો અને મારા પર પાણી રેડ્યુ…!
હું સપનામાંથી જાગી ગયો. નીલ મારા ચહેરા પર પાણી છાંટીને મને જગાડી રહ્યો હતો.
‘ખુન થયુ છે કોલેજ પાસે…!’, હું જાગ્યો એટલે તરત જ નીલ બોલ્યો. મારૂ સપનુ અડધુ તો સાચુ પડ્યુ જ હતુ.
‘મને એવુ જ સપનુ આવ્યુ હતુ…! શ્રુતિનુ ખુન થઇ ગયુ ?’, હું ગભરાઇ ગયો હતો.
‘ના. આપડા જુનીયર વિવાનનુ…!’, નીલના ચહેરા પર ચોખ્ખો ડર હતો. હું વિવાનનુ નામ સાંભળીને આશ્ચર્ય સાથે ગભરાઇ ગયો. મેં તરત જ શર્ટ પહેર્યો અને હું, નીલ અને રોહન કોલેજ તરફ નીકળી પડ્યા. નહેરૂનગરથી એલ.ડી કોલેજના રસ્તા પર ખુબ જ ટ્રાફીક હતો. અમે ટ્રાફીકમાંથી પસાર થતા થતા. પાંજરાપોળ પહોંચ્યા. પોલીસની ગાડીઓ અને લોકોનુ ટોળુ જોઇને ખ્યાલ આવી ગયો કે ખુન આ જ જગ્યાએ થયુ હતુ. ટોળામાંથી જે ડીટેઇલ જાણવા મળી એ પ્રમાણે વિવાનના ખીસ્સામાંથી એક મોબાઇલ અને વોલેટ નીકળ્યુ હતુ. મોબાઇલમાંથી એક સીમ કાર્ડ આ વખતે પણ ગાયબ હતુ. વિવાનને બે ગોળી વાગી હતી. એક ખભા પર અને બીજી પીઠમાં. બાઇક સ્લીપ થઇને પડી હતી. એટલે વિવાનને ચાલુ બાઇકે શુટ કરવામાં આવ્યો હશે. એ અંદાજો મારી શકાતો હતો. અમે ત્રણેયે આ બધુ જોઇને એકબીજાના હાથ પકડી લીધા.
ફરી એકવાર આઇ.ટીના સ્ટુડન્ટનુ મર્ડર થયુ હતુ. અમે ત્રણેય ખુબ જ ડરી ગયા હતા. એકવાર બેચમેટ, એકવાર સીનીયર અને એકવાર જુનીયર. ત્રણ મર્ડર થઇ ચુક્યા હતા. એક જ રીતે. એક જ ડીપાર્ટમેન્ટના…! પોલીસ કોઇ જ પતો નહોતી લગાવી શકી કે આ કોણ કરી રહ્યુ હતુ. ખુનના ડરની સાથે મને એવો પણ એક ડર પેદા થઇ રહ્યો હતો કે ‘ટુંક જ સમયમાં મારી ખુની સાથે ભેટ થવાની હતી….!’, અથવા તો આ મારો વિચાર માત્ર હતો. પરંતુ હું ખુબ જ ડરી ગયો હતો….!
***
અમને મેસેજ મળ્યો હતો કે આજે આઇ.ટીના સ્ટુડન્ટ્સ સ્ટ્રાઇક પર ઉતર્યા હતા એટલે એક્ઝામ કેન્સલ થઇ હતી. હું, નીલ અને રોહન ત્રણેય તૈયાર થઇને તરત જ કોલેજ પહોંચી ગયા. સ્ટુડન્ટ્સ ‘નો સેફ્ટી, નો સ્ટડી..!’, હોર્ડીંગ્સ લઇને નારા લગાવી રહ્યા હતા. ડીપાર્ટમેન્ટમાં પોલીસ ભરેલી હતી. ધીઝ વોઝ સીરીયલ કીલીંગ. અમે લોકો પણ નારા લગાવી રહેલા ટોળામાં ઉભા રહી ગયા હતા. આઇ.ટીના બધા સ્ટુડન્ટ ખુબ જ સીરીયસ હતા. કમ્યુટરના સ્ટુડન્ટ્સ એક્ઝામ કેન્સલ થઇ એટલે ખુશ હતા અને આ બધુ જ હળવાશથી લઇ રહ્યા હતા.
ધીઝ વોઝ અ મીસ્ટ્રી, એક જ સ્ટાઇલમાં, એક જ ડીપાર્ટમેન્ટના સ્ટુડન્ટના ત્રણ ત્રણ મર્ડર….! એક ક્ષણ માટે તો મને શ્રુતિ વિશે પણ શંકા થઇ હતી. જે દિવસે ડેવીડનુ ખુન થયુ એ દિવસે પણ મને શ્રુતિ મળી હતી, એ દિવસે પણ શ્રુતિ પાસે બાઇક હતી. ગઇ રાતે પણ શ્રુતિ પાસે બાઇક હતી. બીજી તરફ એક થોડો ડર એ પણ હતો કે ગઇ રાતે હું પણ એકલો જ હતો. જો એ કોઇને ખબર પડે તો મારા પર પણ શંકા પડે એમ હતી. આ કેસ પણ હથિયારી જ હેન્ડલ કરી રહ્યો હતો. આ વખતે એમના પર પણ પુરેપુરૂ પ્રેશર હતુ જ. એક કોલેજના ત્રણ ત્રણ સ્ટુડન્ટના મર્ડર…! નો ડાઉટ થોડા જ દિવસોમાં પેરેન્ટ્સના હુલ્લડો થવાના જ હતા. એ બાબતે હું ૧૦૦% સ્યોર હતો.
***
‘એક વાત કહુ…?’, હું, નીલ અને રોહન અમારી રૂમમાં બેઠા હતા. ચર્ચાનો વિષય આજે જે બન્યુ હતુ એ જ હતો.
‘બોલ…!’
‘મને કોઇક પર શંકા છે, આ ખુન બાબતે..!’, મેં હિમ્મત કરીને કહ્યુ.
‘શું…?’, રોહનના મોં ખુલ્લુ રહી ગયુ.
‘કોણ…?’, નીલે ખુબ જ સીરીયસ થઇને કહ્યુ.
‘શ્રુતિ….!’
‘વોટ…?’, બન્નેના ચહેરા પર ડર સાથે આશ્ચર્ય હતુ.
‘કઇ રીતે કહી શકે તુ…?’, રોહને પુછ્યુ.
‘જે દિવસે હું અને ડેવીડ બીયર લેવા ગયા હતા એ દિવસે પણ શ્રુતિ પાસે બાઇક હતી, એ દિવસે રાતે એ બહાર હતી. ગઇ કાલે રાતે પણ એ બહાર હતી. કંઇક તો છે જે દેખાઇ નથી રહ્યુ..! મને પણ ક્યારેક ડર લાગે છે, આ બધામાં હું ક્યાંક સપડાયો તો નથીને..?’, મેં ખુબ જ સીરીયસ થઇને કહ્યુ. આ વિચારીને પણ મને ડર લાગતો હતો કે ‘આ બધા પાછળ શ્રુતિ ક્યાંક હશે…!’
‘તને લાગે છે આપણે પોલીસને જાણ કરવી જોઇએ..?’, નીલે કહ્યુ.
‘આઇ ડોન્ટ થીંક સો…!’,
‘તો આ શંકાનો કોઇ ફાયદો નથી…!’, રોહન બોલ્યો.
‘હું વિચારૂ છુ કે કદાચ આપડે….’
‘વિચાર પણ કરમાં, કારણ વિના આપણે લોકોએ આમા ના પડવુ જોઇએ.’, નીલની વાત પણ એકદમ બરાબર હતી. કારણ વિના અમારે પડવુ ન જોઇએ…!
‘પણ..’
‘પણ સચેત રહેવુ જોઇએ, જો તને એમ લાગતુ હોય કે તુ પણ આમા ક્યાંક ફસાયો છો તો ધ્યાન રાખજે, ક્યારેય પણ એવુ લાગે એટલે કોલ કરી દેજે…!’, રોહન અને નીલ એકદમ ગંભીર થઇ ગયા હતા. ખરેખર એવુ લાગી રહ્યુ હતુ કે અમે લોકો પણ કોઇ મુસીબતમાં મુકાઇ શકીએ એમ હતા. અમે પણ આઇ.ટીના સ્ટુડન્ટ હતા, બીજુ કે હું શ્રુતિને ઓળખતો હતો, ત્રીજુ કે શ્રુતિને મારા પર ગુસ્સો હતો.
***
બપોર પછી હું એન્ડ્રોઇડ એપ ડેવલપમેન્ટનુ વાંચવા બેઠો. કોલેજેથી સતત ન્યુઝ મળી રહ્યા હતા કે સ્ટ્રાઇક હજુ ચાલુ જ છે. નીલ એના ઘરે આંટો મારવા ગયો હતો. નીતુ સાથે સવારે એક જ વાર વાત થઇ હતી. નીતુ પણ ખુનની વાત જાણીને ગભરાઇ ગઇ હતી, નીતુને મેં મારી શંકા વિશે વાત કરી નહોતી. હું એને વધારે ટેન્શનમાં નાખવા નહોતો માંગતો.
સાંજે મેં શ્રુતિને કોલ કરવાનુ નક્કિ કર્યુ, પહેલીવાર મારે એક કોલ માટે ઘણુ બધુ વિચારવુ પડ્યુ હતુ.
મેં કોલ લગાવ્યો, શ્રુતિએ તરત જ કોલ રીસીવ કર્યો.
‘બોલ…!’, એનો અવાજ એકદમ ફ્લેટ હતો.
‘શ્રુતિ હું તારી સાથે વાત કરવા માંગુ છુ.’,
‘અબાઉટ વોટ..?’, એણે આશ્ચર્યથી કહ્યુ.
‘નીતુ…!’
‘ઓહ્હ, યસ..!’, મને એમ લાગ્યુ કે એ કંઇક બીજુ એક્સપેક્ટ કરી રહી હતી. તરત જ મનમાં ખુન વિશેનો જબકારો થયો.
‘શ્રુતિ આ બધુ એટલુ જલદી થયુ કે ખબર જ ના પડી. તારી સાથે કોન્ટેક્ટ તુટ્યા પછી મને એમ લાગ્યુ કે આપડા બન્ને વચ્ચે કંઇ આગળ થઇ શકે એમ નથી. હું નીતુની ફીલીંગ્સને ઇગ્નોર કરવા નહોતો માંગતો…!’
‘આપડા બન્ને વચ્ચે કંઇ હતુ પણ નહિ અને થશે પણ નહિ. હું મેરેજ ટાઇપની ગર્લ છુ જ નહિ, આઇ થોટ વી વીલ હેવ સમ ફન…!’, એ ગુસ્સામાં બોલી રહી હતી એ હું વર્તી શકતો હતો.
‘આઇ થોટ યુ હેડ ફીલીંગ્સ ફોર મી…!’, મેં કહ્યુ.
‘હહ, નો વે…!’,
‘થેંક્સ….!’, મેં પણ કટાક્ષમાં કહ્યુ.
‘ઇફ યુ વોન્ટ ટુ હેવ અ ફન….! ટેલ મી વેનેવર યુ આર ફ્રી…!’, એણે જે કહ્યુ એનાથી મને જરાય પણ અસર ના થઇ.
‘નો થેંક્સ…!’,
‘નો પ્રોબ્લેમ…! બટ યુ આર વેલકમ એનીટાઇમ…! માય આર્મ્સ આર ઓપન ફોર યુ માય બોય…!’
‘ઓકે બાય…..!’
‘બાય ડાર્લીંગ….!’, એણે કહ્યુ મેં કોલ કટ કરી નાખ્યો. આજે એક પછી એક જટકા મળી રહ્યા હતા. મારૂ મન આજે થયેલા ખુન અને શ્રુતિ વચ્ચે જ અટકી ગયુ હતુ. મન સતત શ્રુતિ ખુન શામાટે કરી શકે એના કારણો શોધી રહ્યુ હતુ.
આજે જે વાત થઇ એના પરથી પણ મારા મને કેટલીય વાતો ઘડી લીધી હતી. શું શ્રુતિ બોય્ઝને યુઝ કરીને એનુ મર્ડર કરી નાખતી હશે…? આવા કેટલાય વિચારો મનને ઘેરી રહ્યા હતા.
ખુનની મીસ્ટ્રી મને પણ પજવી રહી હતી. મારૂ મન સતત શ્રુતિ પાછળ પડ્યુ હતુ. ‘શુ એણે ખુન કર્યુ હશે…?’
***
હવે રહસ્ય ખુલવાના પ્રકરણો શરૂ થશે… શું ખરેખર શ્રુતિ જ ખુન કરતી હશે…? તમારા ફીડબેલ અને સજેશન્સ મને મોકલો. તમને શું લાગે છે કોણ મર્ડર કરતુ હશે.
ચેપ્ટર - ૧૪ - સીલી ડ્રીમ્સ
આગળ આપણે જોયુ,
હર્ષ અને બધા ફ્રેન્ડ્સ આઇસક્રીમ ખાવા માટે એમના ફ્લેટથી નહેરૂ નગર સર્કલ આવે છે. ત્યાંજ શ્રુતિની મુલાકાત ત્યાં થઇ જાય છે. શ્રુતિ અને હર્ષ વચ્ચે તીખી વાતો થાય છે. હર્ષ નીતુને એના ઘરે મુકવા જાય છે. હર્ષને શ્રુતિનુ ખુન થયાનુ સપનુ આવે છે. જાગે છે ત્યારે નીલ વિવાનના ખુનના સમાચાર આપે છે. કોલેજમાં સ્ટુડન્ટ્સની સ્ટ્રાઇક થાય છે. હર્ષ શ્રુતિને સોરી કહેવા કોલ કરે છે. બન્ને વચ્ચે અજીબ પ્રકારની જ વાત થાય છે. હર્ષ એનાથી કન્વીન્સ નથી થતો. બટ હર્ષને હવે ધીરે ધીરે શ્રુતિ પર ડાઉટ થવા લાગે છે. ફોન પર વાત થઇ એના પરથી હર્ષનુ મન અલગ અલગ દીશાઓમાં દોડવા લાગે છે… હર્ષ વિચાર કરે છે, શું શ્રુતિ જ ખુની હશે..? હવે આગળ….
***
‘કોલ મી વેન યુ વેક અપ…!’, દ્રષ્ટિના બે મીસકોલ હતા અને એક મેસેજ હતો. મેં આંખો ચોળતા ચોળતા જ મેસેજ વાંચ્યો. હું બેડ પરથી નીચે ઉતર્યો અને સીધો બ્રશ કરવા માટે ગયો. આજે છેલ્લુ એડવાન્સ કમ્પ્યુટર નેટવર્કનુ પેપર હતુ. આ મારા ફેવરીટ સબજેક્ટમાંનો એક હતો. અમે લોકોએ બાર વાગ્યા સુધી વાંચ્યુ હતુ. પછી મેં હેરી પોર્ટરના બે પાર્ટ જોયા હતા. રોહન આખી સીરીઝ લઇ આવ્યો હતો. તો આ સીરીઝ હમણા ચાલવાની હતી. ADCNના પાંચ ચેપ્ટર પરફેક્ટ થઇ ગયા હતા. આ સબજેક્ટ હું કેટલી વાર પણ વાંચુ મને ખુબ જ મજા આવતી, બાકી માર્ક પાછળ ભાગવા વાળો હર્ષતો ક્યારનોંય મરી ચુક્યો હતો. નીલ ગઇ કાલે અહિં જ આવી ગયો હતો. પ્રિયાના લીધે એને ઘરે જવાનુ મન જ નહોતુ થતુ.
નીતુ સાથે રોજ વાત થતી હતી. એની એક્ઝામ હજુ બે દિવસ ચાલવાની. મેં એને સખતાઇથી કહ્યુ હતુ કે ઓનલી રીડીંગ, મારી સાથે એક વીક વાત નહિં થાય તો ચાલશે. બટ એ પાગલ માને એમ નહોતી. મેં એને શ્રુતિ સાથે થયેલી વાહિયાત વાત પણ કહી દીધી હતી. હું નહોતો ચાહતો કે અમારા બન્ને વચ્ચે સંબંધોના ગુંચવાડા ઉભા થાય.
‘હા બોલ કેમ છે…?’, મેં દ્રષ્ટિને કોલ લગાવીને કહ્યુ.
‘હર્ષ..! પહેલુ સ્ટેપ સક્સેસફુલ રહ્યુ, આઇ એમ હેપ્પી..!’, દ્રષ્ટિ ખુબ જ એક્સાઇટમેન્ટમાં બોલી રહી હતી.
‘એને તે કહ્યુ તો ખરૂને કે એ દ્રશ્યને કંઇ ના કહે..!’, મેં પુછ્યુ.
‘યા..! શી ઇઝ વીથ અસ. શી કેન અન્ડરસ્ટેન્ડ મી..!’, દ્રષ્ટિ બોલી.
‘ધેટ્સ ગ્રેટ..!’
‘યા અને મમ્મી પપ્પા સાથે પણ સારૂ ચાલી રહ્યુ છે. બધુ નોર્મલ ચાલી રહ્યુ છે. હું બને એટલી એમને ખુશ રાખવા કરૂ છુ. મારી જોબ પણ ફરી જોઇન કરી લેવાની છુ…! પપ્પાએ હા પાડી દીધી.’, દ્રષ્ટિ સતત બોલતી રહી.
‘વન્ડરફુલ..! બસ હવે તને ખબર છે. શું કરવાનુ છે…!’,
‘યા..! થેંક્સ હર્ષ..!’, દ્રષ્ટિએ નરમાઇથી કહ્યુ.
‘યો ઓલવેઝ વેલકમ…! બાકી બધા મજામાં ને..!’
‘યા એબ્સોલ્યુટલી. તુ બોલ એક્ઝામ પુરી…?’
‘બસ આજે લાસ્ટ પેપર છે…..!’,
‘ઓલ દ બેસ્ટ…!’
‘થેંક્સ…! એ માટે પણ થેંક્સ કે તારા લીધે મને એક પર્પઝ મળ્યો…!’, મેં પણ પ્રેમથી કહ્યુ.
‘એટલે..?’
‘એ પછી ક્યારેક નિરાંતે વાત…!’
‘ઓકે..! નો પ્રોબ્લેમ.’
‘ચાલ હજુ તૈયાર થવાનુ છે…!’
‘ઓકે, બાય બેસ્ટ ઓફ લક..!’
‘થેંક્સ બાય…!’ મેં કોલ કટ કર્યો…!
મેં ઘડીયાળમાં જોયુ, સાડા સાત વાગ્યા હતા. બ્રશ કરીને મોં ધોયુ હોવા છતા ઉંઘ આવી રહી હતી. એક્ઝામ તો સાડા દસ વાગે હતી. એટલે હું ફરી બેડ પર લંબાણો…! ક્યારે ઉંઘ આવી ગઇ એ ખબર જ ના પડી.
***
‘હર્ષ, એ અંધકાર છે, તુ એમાં ખોવાઇ જઇશ…!!’, એક સફેદ કપડા પહેરેલ વૃદ્ધ જેના વાળ અને દાઢી ખુબ જ લાંબા હતા એણે આખા શરીર પર પહેરાઇ જાય એવુ કુર્તુ પહેરેલ હતુ એના હાથમાં એક વિચિત્ર પ્રકારનો દંડ હતો, જેના પર સ્ટારનો આકાર ચોડેલ હતો.
‘કોણ છો તમે..?’, હું એમને જોઇને આશ્ચર્યથી પુછતો રહ્યો.
‘હું, તારી આવતી કાલ છુ..! તુ ઇચ્છાઓથી ભાગમાં..! એને સ્વિકારતા શીખ..!’, એ વૃધ્ધે માથા પરથી જાય એવા શબ્દો ફરી ફેંક્યા.
‘મને કંઇ સમજાતુ નથી’, મેં કહ્યુ.
‘કેટલીક ક્ષણો ન સમજાય એવી જ હોય છે. એને જીવી લેવી જોઇએ. હકીકતોથી ભાગવુ કાયરતા છે. સિદ્ધાંતો તમને સારા બનાવવામાં ચોક્ક્સ મદદ કરશે. પરંતુ એ સિધ્ધાંતોથી તમે ઉંચાઇ પ્રાપ્ત નહિ કરી શકો. સિધ્ધાંતો તમારા પગે બાંધેલી સાકળ છે, એને તોડવા માટે બે-પરવાહ થવુ પડે.’ એ વૃધ્ધ મારી પાસે આવીને મારી ચારે તરફ ફરતો ફરતો બોલી રહ્યો હતો. હું ઉભો ઉભો બધુ સાંભળી રહ્યો હતો.
‘શું એક સમયે એક કરતા વધારે ફુલને સુંઘવાથી કે એ ફુલનો રસ પીવાથી ભમરો બીમાર પડી જશે..?, ના..! ક્ષણોને સમજવા કરતા એને જીવી લેવાની તાકાત ભેગી કર. ડર એ આગ છે. એ આગ આસપાસના લોકો દ્વારા ઉભી કરવામાં આવેલ છે. પ્રશ્ન એ છે કે તારે એ આગમાં બળવુ છે..? કે પછી એ આગની ઉપેક્ષા કરીને આગળ વધવુ છે. કારણ કે આગળ એક ઠંડો દરિયો છે. જે તને હરપળ ટાઢક આપશે…. એટલે તુ આગળ વધ, વિચારમા. જે પરિસ્થિતિઓ આવે છે એની સામે ઉભો રહે. કોઇ પરિસ્થિતિ અનુકુળ નથી હોતી. એટલે તારે એ પરિસ્થિતિમાં ડુબવુ પડશે, ડુબતા જ તુ એક નવી દુનિયામાં પહોચી જઇશ. જ્યાં કોઇ સિધ્ધાંતોના બંધન નહિ હોય…!’ એ વૃધ્ધ અચાનક ગાયબ થઇ ગયો. મારી સામે એકદમ સફેદ અંજવાળુ છવાઇ ગયુ. મારી આંખો ખુલી ગઇ. રોહન મારી આંખોમાં હસતા હસતા એના મોબાઇલની ટોર્ચલાઇટ કરી રહ્યો હતો.
હું ઉભો થઇ ગયો. આ સપનુ મને બરાબર યાદ હતુ. હું બેડમાં બેઠો બેઠો માથુ ખંજવાળતો રહ્યો. હેરી પોર્ટર ઇફ્ફેક્ટ.
‘સાડા નવ થયા…!’, રોહન ટોર્ચ બંધ કરતા બોલ્યો.
‘સાલા અઘરા સપના આવે છે હમણા…!’, હું બબડ્યો.
‘આજકાલથી નહિં, પહેલેથી જ વિચિત્ર સપનાઓ આવે છે તને.’ હું ફટાફટ તૈયાર થયો. હજુ મારા મગજમાં પેલો બુઢ્ઢો ઘુમી રહ્યો હતો. શું કહેવા માંગતો હતો. આખરે એ બુઢ્ઢો મારા અનકોન્શ્યસ માઇન્ડની જ પેદાશ હતો. પરંતુ કંઇ મગજમાં નહોતુ બેસી રહ્યુ…! અમે લોકો એક એક પેન ખીસ્સામાં નાખીને કોલેજે ચાલતા પડ્યા…!
***
મને પેપર લખવાની ખુબ જ મજા આવી હતી. હું ઝડપથી ક્લાસરૂમની બહાર નીકળી રહ્યો હતો ત્યાંજ બાજુના ક્લાસમાંથી નીકળેલ સ્મિતામેમ સાથે ટકરાણો. એમના હાથમાંથી આન્સર શીટ પડતા પડતા બચી ગઇ. મેડમે નવરંગી કલરની સાડી પહેરી હતી. હંમેશાની જેમ મેડમ અફલાતુન લાગી રહ્યા હતા. બટ આજે એવુ કોઇ ખાસ અટ્રેક્શન નહોતુ, આઇ વોઝ કમીટેડ ટુ નીતુ…! માય લવલી નીતુ.
‘કોલ મી ઇન ઇવનીંગ…!’, મેડમે ફ્લેટ ચહેરે કહ્યુ. એ ઉતાવળમાં હતા એટલે મેં પણ વધારે વાતો ના કરી.
‘ઓકે..! કંઇ થયુ છે…?’, મેં સ્માઇલ આપતા કહ્યુ.
‘જસ્ટ કોલ મી.’, મેમ એજ પેસમાં ચાલતા થઇ ગયા.
ત્યાંજ મારા ખભા પર પાછળથી હાથ પડ્યો…!
‘કેવુ રહ્યુ…?’, નીલે પુછ્યુ.
‘મસ્ત. તુ બોલ.’
‘જબરદસ્ત…! ફાયનલી એક્ઝામ ઇઝ ઓવર…!’
‘હવે..?’,
‘હવે નવરાત્રી..!’
‘એપ કોણ બનાવશે…?’
‘તુ તો લ્યા પુરેપુરો ડુબી ગ્યો છે..?’,
‘આ વસ્તુ કરીને બતાવવાની છે….!’, મેં નીલને હાઇફાઇ કરતા કહ્યુ. અમે લોકો રૂમ પહોંચ્યા. હવે મીશન લવનો આખો પ્લાન તૈયાર કરવાનો હતો. આ બાબતે હું ખુબ મોટુ વિચારી રહ્યો હતો. હું આ વાતને વાઇરલ બનાવવા માંગતો હતો. ફેસબુક, બ્લોગ, વેબસાઇટ, એપ્લીકેશન્સ, વોટ્સએપ જે પણ રીતે આ વાતને લોકો સુધી પહોંચાડી શકાય એટલી પહોંચાડવા માંગતો હતો. એ માટે હું લેટેસ્ટ ટેકનોલોજીના વિડીયોઝ જોવા લાગ્યો હતો. આવીને તરત જ મેં ફેસબુક એપ ડેવેલપમેન્ટના વિડીયો શરૂ કરી દીધા હતા. હું નહોતો ચાહતો કે મારી જનરેશન હીપોક્રેટ બને. એ એના બાળકોને સમજે અને ફ્રીડમ તો એટલીસ્ટ આપે જ. મેં ઓલરેડી રફ કામ શરૂ કરી દીધુ હતુ. નીલને પણ મેં સમજાવી દીધુ હતુ કે શું કરવાનુ છે. નીલ સોશીયલ મીડીયા હેન્ડલ કરવાનો હતો. ફેસબુક પોસ્ટથી માંડીને ટ્વીટ સુધીનુ બધુ જ નક્કિ હતુ. એ બધુ જ નીલ હેન્ડલ કરવાનો હતો. નીતુની એક્ઝામ પછી એ પણ અમને સાથ આપવાની જ હતી. આ બધુ જ માત્ર એક વાક્ય પર આધારિત હતુ.
‘લેટ્સ ગીવ ફ્રીડમ ફોર લવ…..!’
શામાટે આપણે એટલા જીદ્દી બનીએ છીએ ? શું એક વ્યક્તિ પોતાનો લાઇફ પાર્ટનર પસંદ ના કરી શકે…? પોતાની કાસ્ટ, પોતાના સમાજમાં જ લગ્ન કરવા જરૂરી છે. જો બીજી કાસ્ટમાં મેરેજ થાય તો માન ઘટી જાય….? શામાટે ? આ બધો જ અભિમાનનો ખેલ હતો. ઇગોનો ખેલ હતો. મારે લોકોના ઇગોને પીગાળીને પ્રેમમાં રૂપાંતર કરવાનો હતો. માટલાને ખાલી કર્યા વિના એમાં પાણી ના ભરી શકાય…!
સાંજે પાવરનેપ માટે લાંબો થયો…! ત્યાંજ ફરી એ જ સપનુ આવ્યુ. હું સ્મિતામેમના ઘરે જઇ રહ્યો હોવ, જલારામના ખમણ, રોડ પર થયેલુ ખુન, કપડા ચેન્જ કરી રહેલા સ્મિતામેમ અને ગભરાઇને જોઇ રહેલો હું. તરત જ શ્રુતિ મને પીટવા લાગે છે. હું સપનામાંથી સફાળો ઉભો થઇ ગયો. ખબર નહિં આ સપનુ વારંવાર શામાટે આવી રહ્યુ હતુ. હવે તો મને મેમ તરફ કોઇ અટ્રેક્શન પણ નહોતુ. નો ડાઉટ શ્રુતિ સાથે અજાણતા મારાથી જે થયુ એના લીધે મને થોડુ નહોતુ ગમ્યુ…! ઉભો થયો એટલે તરત જ મને યાદ આવ્યુ કે મેમને કોલ કરવાનો હતો. મેં થોડી વાર પછી કોલ કરવાનુ વિચાર્યુ…!
હું ફરી મારા કામમાં પરોવાણો. ત્યાંજ નીતુ આવી. એના ચહેરા પર મસ્ત સ્માઇલ હતી. એની નાની એવી સ્માઇલ મારા ચહેરા પરથી બધો જ સ્ટ્રેસ દુર કરી દેતી.
‘હાઇ…!’, એ અંદર આવતા જ બોલી.
‘હેલો…!’, એ મારા ખોળામાં માથુ રાખીને સુઇ ગઇ. નીતુમાં ખબર નહિં આટલી હિમ્મત આવી જતી કે નીલ બેઠો હોય તો પણ એ સીધી હું બેઠો હોવ ત્યાંજ પહોંચી જાય.
‘કેમ અચાનક..?’
‘મમ્મી સાથે થોડી ખરીદી કરવા આવી છુ. થોડી વારમાં જવુ પડશે..!’, એ નાટકીય રીતે મોં બગાડતા બોલી.
‘આઇ કેન અન્ડરસ્ટેન્ડ…!’, હું હસતા હસતા બોલ્યો.
‘પછી આવ્યો તો કોલ દ્રષ્ટિનો?’, એણે પુછ્યુ.
‘ના, બટ તારી એક્ઝામ પુરી થાય એટલે જવાનુ જ છે લગભગ….!’,
‘ઓકે ડાર્લીગ…!’,
‘અમે આવીએ…!’, કહીને નીલ અને રોહન બહાર નીકળ્યા. હું અને નીતુ બન્ને એકબીજાની સામે જોઇને હસ્યા. બન્નેની આંખો વાતો કરી રહી હતી. ત્રણ દિવસ થઇ ગયા હતા. અમે બરાબર મળ્યા પણ નહોતા. ત્રણ દિવસ પહેલા કરેલુ રીચાર્જ પુરૂ થઇ ગયુ હતુ. હોઠોને નાના ટોપઅપની જરૂર હતી. બન્નેની આંખોએ નક્કિ કરી લીધુ. તરત જ બન્નેના હોઠ એકબીજાના હોઠ પર રમવા લાગ્યા. વી કીસ્ડ ફોર મોર ધેન ફાઇવ મીનીટ્સ. ખબર નહિં આ કેવી તરસ હતી. જેટલુ પીવો એટલી વધે…! આઇ વોઝ ક્રેઝીલી ઇન લવ વીથ નીતુ, સો નીતુ. હું એના વાળને સંવારતો સંવારતો એના નાક પર, કપાળ પર ચુમતો રહ્યો. મને અને નીતુ બન્નેને આ ખુબ જ પસંદ હતુ. જ્યારે પણ એ મારા કાન પર બચકુ ભરતી ત્યારે ખુબ જ સારૂ લાગતુ. પછી હું પણ એના કાન અને ગરદન પાસે બચકા ભરતો. ક્યારેક તો લવ બાઇટ પણ બની જતા…..!
‘હર્ષ હું ચાહુ છુ કે આ મોમેન્ટ્સ ક્યારેય ના પતે..!’, નીતુ થોડી ઇમોશનલ થઇને બોલી.
‘મી ટુ…!’, મેં એના કપાળ પર કીસ કરીને કહ્યુ. અમે લોકોએ એક ટાઇટ હગ કરી. ફરી અમે બન્નેએ એક કોમળ કીસ કરી.
‘મમ્મીને હું ૧૫ મિનિટનુ જ કહીને આવી છુ.’, એણે સ્માઇલ સાથે કહ્યુ.
‘તો જા, આન્ટીને કામ પણ હશે. બે જ પેપર બાકી છે. રીડીંગમાં ધ્યાન રાખજે.’, મેં એના ચહેરા પર હાથ ફેરવતા કહ્યુ.
‘યા માય બેબી…!’, એણે મને ગાલ પર પપ્પી કરી. મેં પણ રમત કરતા કરતા એને પપ્પી કરી લીધી. એ ઉભી થઇ.
‘હું જાવ…?’
‘બાય….!’, હું એને દરવાજા સુધી મુકવા માટે ગયો. એણે નીચેથી એક ફ્લાઇંગ કીસ આપી. હું પણ કંઇ ઓછો તો નથી. મેં પણ ફ્લાઇંગ કીસ આપી. જે એણે કેચ કરી લીધી….!
***
હું કોઇ અજાણી જગ્યાએ હતો. નીચે જમીન નહોતી. હું વાદળો પર ઉભો હતો. મેં ચારે તરફ જોયુ. ચારો તરફ ખુબ જ વધારે પ્રકાશ હતો. અચાનક મારી બન્ને તરફ શ્રુતિ અને નીતુ આવી ગયા. શ્રુતિ અને નીતુ મને હાથના ઇશારાથી પોતાની તરફ બોલાવી રહ્યા હતા. હું મુંજાયો. કોની પાસે જવુ..? શ્રુતિના ચહેરા પર નફરત અને ગુસ્સો હતો. બીજી તરફ નીતુ વાઇડ સ્માઇલ સાથે ઉભી હતી. હું ઉભો ઉભો વિચારતો રહ્યો. બન્ને ધીરે ધીરે ગાયબ થવા લાગ્યા. હું અકળાયો. કોની પાસે દોટ લગાવવી. મેં મારા બન્ને હાથ બન્ને તરફ લંબાવ્યા. નીતુ અને શ્રુતિ ગાયબ થઇ ગયા, અચાનક પેલો વૃધ્ધ મારી સામે પ્રગટ થઇ ગયો. એ મારાથી વીસેક ઇંચ દુર હશે. અચાનક પ્રગટ થવાથી હું ડરી ગયો. મારા કપાળે પરસેવો વળી ગયો હતો.
‘મુંજવણનુ કારણ ડર હોય છે.’, એ વૃધ્ધ મારા ફરતે પ્રદક્ષિણા શરૂ કરતા બોલ્યો.
‘ડર- ઇચ્છાઓને સંતોષવાનો, ડર-વ્યક્તિને ગુમાવવાનો, ડર ત્યાગનો.’
‘આ દુનિયામાં એક જ હર્ષ છે.’, મેં એજ જગ્યાએ ઉભા રહીને કોઇ પણ હીલચાલ વિના કહ્યુ.
‘એક હર્ષ કાફી છે, ઇશ્વર એક જ છે, એ આખી દુનિયાને સંભાળે છે.’ એ વૃધ્ધ મારી આંખો સામે આવીને ઉભો રહી ગયો.
‘મને આ બધી વાતો નથી સમજાતી’
“તુ સત્યનો સ્વિકાર કર. તુ શ્રુતિ અને તારા સ્મિતામેમ પ્રત્યેની વાસનાનો સ્વિકાર કર. સ્વિકાર એક જ રસ્તો છે.’ એ વૃધ્ધે મારી આંખોમાં આંખો પરોવી.
‘બધાનો સ્વિકાર મારા ચરિત્રને હણી નાખશે.’, મેં પણ હિમ્મતથી કહ્યુ.
‘ચરિત્રનુ નિર્માણ આપણા નિર્ણયોથી થાય છે. તો તારે એક નિર્ણય લેવો પડશે.’, વૃધ્ધે મારા બન્ને ખભા પર એના હાથ મુક્યા.
‘આઇ એમ નોટ રેડી’, મેં કહ્યુ.
‘વિચારોની શ્રુંખલાનો કોઇ જ અંત નથી. એક વિચારને ગ્રહિત કરીને એની પાછળ પાગલ થઇ જવુ એટલે પ્રેમ’, એ બોલવા લાગ્યો.
‘તને ખબર છે, તારે ક્યાં જવાનુ છે. રસ્તો પકડી લે.’ વૃધ્ધ મારી વિરૂધ્ધ દિશામાં ચાલવા લાગ્યો. એનો ચહેરો મારા તરફ હતો.
‘પણ તમે કોણ છો..?’
‘તારો રસ્તો..!’ એ મારાથી દુર દુર જતો રહ્યો.
‘મારે શું કરવુ જોઇએ..?’
‘મુંજવણમાં સમયને જીવી લેવો જોઇએ, જીંદગી પોતાનો રસ્તો કોઇ પણ જગ્યાએ બનાવી લેશે. ક્ષણને જીવીલે. પરિણામ કોઇ જગ્યાએ તો પહોંચાડશે જ.’ એ વૃધ્ધ ગાયબ થઇ ગયો. હું મારા બેડમાં બેઠો થઇ ગયો. મારા માથા પર પરસેવો વળી ગયો હતો. મેં રોહનને ઉંઘતો જોયો. મેં ઘડીયાળ સામે જોયુ. સાડા સાત વાગ્યા હતા. હું ચાર કલાકની ઉંઘ લઇ ચુક્યો હતો. ખબર નહિ આ વૃધ્ધનુ સપનુ વારંવાર કેમ આવી રહ્યુ હતુ. આજે બપોરે પણ મેં હેરી પોર્ટર જોયુ હતુ. કદાચ ડમ્બલડોર ઇફ્ફેક્ટ હતી. પણ આજે આ સપનાએ મને વિચારતો કરી મુક્યો હતો. ક્યાં સુધી હું શ્રુતિને મારા વિચારોમાં રાખીશ. મારે એને સાથે શાંતીથી બેસીને સમજાવવી જ રહી. બટ એ સમયે પણ મને સમજાતુ નહોતુ કે શું કરવુ ?
મેં ઉઠીને જોયુ તો સ્મિતામેમના ૪ મીસકોલ અને નીતુનો એક મીસકોલ હતો. આજે નવરાત્રીનો પાંચમો દિવસ હતો. મીશન લવની એપ ડેવેલપમેન્ટમાં હું એટલો ડુબી ગયો હતો કે મને નવરાત્રીના ચાર દિવસ ક્યારે ચાલ્યા ગયા હતા એ ખબર જ નહોતી પડી. બટ નીતુએ આજે ખુબ જ ઇનસીસ્ટ કર્યુ હતુ, એમ પણ કોલેજમાં ‘લા’ ગરબા થતા, એ પણ બે દિવસ જ. એક દિવસ તો ઓલરેડી ચાલ્યો ગયો હતો. સો નીતુએ મને ખુબ જ ફોર્સ કર્યુ હતુ. હું બેડમાંથી ઉભો થયો….!
‘રોહન, સાડા સાત વાગ્યા છે ઉભો થા..!’, મે રોહનને જગાડવા માટે એના પગ હલાવ્યા.
ઉંઘવા દેને યાર..!’, રોહન ઉંઘમાં બોલ્યો.
‘બહાર જો અંધારૂ થઇ ગયુ છે…!’, મેં એને હલાવતા કહ્યુ. એણે કોઇ રીસ્પોન્સ ના આપ્યો.
મેં મોં ધોઇને નીતુને કોલ લગાવ્યો.
‘જનાબ સો રહે થે…?’, કોલ રીસીવ કરીને એ તરત જ બોલી.
‘તને કોણે કહ્યુ…?’
‘પ્રિયાને કોલ કર્યો’તો’
‘ઓહ્હ્હ..! શું કરે છે નીલ?’
‘એ પણ ઉંઘે જ છે. આખી આખી રાત જાગો અને પછી આખો દિવસ ઉંઘો એમાં ફાયદો શો?’
‘કંઇ નહિ. રાતે કામ કરવાની મજા આવે…!’, મારા મોબાઇલમાં બેટરી લોની વોર્નીંગ આવવા લાગી.
‘આજે રાતે તૈયાર રહેજે હો..! બન્નેએ સાથે રમવાનુ છે યાદ છે ને પ્રોમીસ..?’, એ મને ઘમકાવતી હોય એમ બોલી.
‘હા હા મેડમ…! સાડા નવ વાગે બરાબરને..?’, મેં હસતા હસતા કહ્યુ.
‘યા બરાબર..! અને હા કુર્તુ પહેરીને આવજે હો…!’
‘ચાલ મારા મોબાઇલની બેટરી લો છે, મળીયે…!’,
‘ઓકે બાય માય બેબી….! આઇ વીલ વેઇટ ફોર યુ..!’, એણે મને ફોન પર જ કીસ આપી. મેં પણ એને ફોન પર કીસ આપી.
મેં સ્મિતામેમને કોલ કર્યો. એમણે પણ તરત જ રીસીવ કર્યો.
‘તુ તો ભુલી જ ગયો હર્ષ…!’, મેડમે અલગ જ ટોનમાં કહ્યુ.
‘સોરી મેમ. હું થોડો કામમાં હતો.’, મેં ખુબ ધીમેથી કહ્યુ.
‘સાંભળ હવે, આજે મારે પેલી પરફ્યુમ મુવીની ડી.વી.ડી અને બુક્સ જોઇએ છે. બીજા કોઇને આપવાની છે. તો પ્લીઝ તુ અત્યારે આપી જા ને…!’, સ્મિતામેમે મને થોડા દિવસ અગાઉ જ કહ્યુ હતુ બટ હું ભુલી ગયો હતો. મેડમે આટલી આટલી હેલ્પ કર્યા પછી હું મેડમને હેલ્પ ના કરી શકુ તો કંઇ નહિ, જે વસ્તુઓ એમની પાસેથી લીધી હોય એ ટાઇમ પર તો પહોંચાડી જ શકુ ને…! જો મેમ ના હોત તો અત્યારે હું ક્યારનોંય ડીટેઇન થઇ ગયો હોત…..! મેમના અવાજ પરથી લાગી રહ્યુ હતુ કે એ થોડા ગુસ્સામાં હતા. મને તરત જ એમને લાસ્ટ ટાઇમ એક્ઝામ હોલની બહાર મળ્યો હતો એ યાદ આવ્યુ. ત્યારે પણ એમના ચહેરા પર કોઇ સ્માઇલ નહોતી. બટ હું શામાટે આટલુ બધુ વિચારી રહ્યો હતો.
‘ઓકે મેમ, થોડી વાર પછી આવુ….!’, મેં કહ્યુ.
‘ઓકે સી યુ…! બાય’, મેમે કહ્યુ.
‘બાય..!’, મેં કોલ કટ કર્યો.
સૌથી પહેલા તો મારે મેમે આપેલી પરફ્યુમ મુવીની સી.ડી શોધવાની હતી. મને તરત જ પરફ્યુમ મુવી યાદ આવી ગયુ. એમાં જે રીતે પરફ્યુમ બનાવતી વ્યક્તિ મર્ડર કરતી હોય. એની સુંઘવાની ગજબ શક્તિ. મેમે આપેલી નોવેલ્સ ભેગી કરી. જલદીથી જીન્સ અને ટી-શર્ટ પહેર્યુ. મોબાઇલમાં ટાઇમ જોયો. ૮-૪૦ થઇ ગઇ હતી. બેટરી ૫% જ હતી. મારે જલદીથી બુક્સ આપીને પાછુ આવવાનુ હતુ. મેં ટેબલ પર પડેલી રોહનની બાઇકની ચાવી ઉઠાવી.
‘ઓય્ય ઉભો થા…! ‘લા’ માં ગરબા રમવા જવાનુ છે.’, મેં રોહનને લાત મારીને કહ્યુ.
‘હા, હમણા ઉઠુ જ છુ.’, એ ઉંઘમાં બોલ્યો.
‘હું આવુ હમણા..!’, એ કંઇ ના બોલ્યો. મેં બુક્સ ભરેલ બેગ ખભે ચડાવ્યુ.
‘ક્યાં જાય છે? આવવાનુ નથી તારે…?’, ચોલી પહેરેલી પ્રિયા રૂમમાંથી બહાર આવી અને પુછ્યુ.
‘હા આવવાનુ છે, થોડી વારમાં આવુ…!’
‘ઓકે…!’, એણે કહ્યુ અને હું ઝડપથી બહાર નીકળી ગયો. મેં મેમના ઘર તરફ બાઇક ભગાવી…!
એક ક્ષણ માટે મને મારા બધા જ સપના યાદ આવ્યા. મેમના ઘરે જઇ રહેલ હોવ એ સપનુ. પેલા બુઢ્ઢા વાળુ સપનુ…? એક ક્ષણ એ પણ વિચાર આવ્યો કે આ સપનુ સાચુ પડશે…? સાચુ પડશે તો..? મેં ફ્લેટના પાર્કિંગમાં બાઇક પાર્ક કરી અને લીફ્ટ દ્વારા ઉપર પહોંચ્યો…! મેં મારી આંગળી ડોરબેલની સ્વીચ પર જવા દીધી. મેં બેવાર સ્વીચ દબાવી. હું દરવાજો ખુલે એની વાટે ઉભો રહ્યો. દરવાજો ધીમેંથી ખુલ્યો. જેવો દવાજો ખુલ્યો એવી માદક સુગંધ અંદરથી બહાર પ્રસરી આવી. મેડમે સ્કાય બ્લુ નાઇટી પહેરી હતી. એમના વાળ ખુલ્લા હતા. એમના હાથ બોડી લોશનને કારણે ચમકતા હતા. એમના ચહેરા પર એક અજીબ સ્માઇલ હતી, જે મેં આજ સુધી ક્યારેય નહોતી જોઇ. મારી ધડકનો ક્યારનીંય તેજ થઇ ચુકી હતી. આજે એવુ કંઇક બનવાનુ હતુ જે ક્યારેય નહોતુ બન્યુ….! હું પથ્થરની શીલાની જેમ બહાર જ ઉભો રહી ગયો હતો….! કોઇ રીએક્શન કે કોઇ એક્સપ્રેશન નહિ. હું કહી શકુ એક ક્ષણ માટે હું માદક સુગંધના લીધે કામુક થઇ ગયો હતો……
‘અંદર નહિ આવે…..?’, મેડમે મીઠ્ઠા શબ્દો કાઢ્યા. હું મારા વિચારોમાંથી બહાર આવ્યો. મને મારો ડર હતો ક્યાંક મારાથી એવુ કંઇ ના થઇ જાય જે મારે ન કરવુ જોઇએ. ત્યાંજ પેલા સપના વાળા બુઢ્ઢાના શબ્દોના ભણકારા વાગ્યા, ‘ડર- ઇચ્છાઓને સંતોષવાનો’. મને ડર લાગી રહ્યો હતો મેમની બોડીમાંથી આવી રહેલ માદક સુગંધનો, એમના ખભા પર આવી રહેલા ખુલ્લા વાળનો, એમની વિચિત્ર આંખોનો. આ સપનુ નહોતુ. આ હકીકતમાં બની રહ્યુ હતુ. મેં મારો ધ્રુજતો પગ મેમના ફ્લેટમાં મુક્યો.
***
શું હર્ષના સપના સાચા પડશે..? શું જે હર્ષ વિચારી રહ્યો હતો એ જ સ્મિતામેમના મનમાં હશે…? શું હર્ષ નીતુનો ટ્રસ્ટ તોડશે…? શું હર્ષ પોતાના પરનો કંટ્રોલ ગુમાવી બેસશે..? જાણવા માટે વાંચતા રહો.
ચેપ્ટર - ૧૫ - લસ્ટ
આગળ આપણે જોયુ,
હર્ષની દ્રષ્ટિ સાથે વાત થાય છે. ત્રણેયે કરેલો પ્લાન કામ કરી રહ્યો હતો. હર્ષે નીતુને આ ખબર આપી. હર્ષને વિચિત્ર સપનાઓ આવે છે. નીતુ હર્ષને ૯.૩૦ વાગે કોલેજમાં ગરબા રમવા જવાનુ છે એ રીમાઇન્ડ કરાવે છે. સ્મિતમેમના આવેલા મીસકોલના કારણે હર્ષ મેમને કોલ કરે છે. મેમ બુક્સ અને ડી.વી.ડી આપવા આવવાનુ કહે છે. હર્ષ ઓછો ટાઇમ હોવાને કારણે તરત જ નીકળી જાય છે. હર્ષ ડોરબેલ મારીને બહાર ઉભો રહે છે. મેમ દરવાજો ખોલે છે. હર્ષનુ મન કેટલાંય વિચારોથી ઘેરાઇ જાય છે. હવે આગળ….
***
દરવાજો ધીમેંથી ખુલ્યો. જેવો દવાજો ખુલ્યો એવી માદક સુગંધ અંદરથી બહાર પ્રસરી આવી. મેડમે સ્કાય બ્લુ નાઇટી પહેરી હતી. એમના વાળ ખુલ્લા હતા. એમના હાથ બોડી લોશનને કારણે ચમકતા હતા. એમના ચહેરા પર એક અજીબ સ્માઇલ હતી, જે મેં આજ સુધી ક્યારેય નહોતી જોઇ. મારી ધડકનો ક્યારનીંય તેજ થઇ ચુકી હતી. આજે એવુ કંઇક બનવાનુ હતુ જે ક્યારેય નહોતુ બન્યુ….! હું પથ્થરની શીલાની જેમ બહાર જ ઉભો રહી ગયો હતો….! કોઇ રીએક્શન કે કોઇ એક્સપ્રેશન નહિ. હું કહી શકુ એક ક્ષણ માટે હું માદક સુગંધના લીધે કામુક થઇ ગયો હતો……
‘અંદર નહિ આવે…..?’, મેડમે મીઠ્ઠા શબ્દો કાઢ્યા. હું મારા વિચારોમાંથી બહાર આવ્યો. મને મારો ડર હતો ક્યાંક મારાથી એવુ કંઇ ના થઇ જાય જે મારે ન કરવુ જોઇએ. ત્યાંજ પેલા સપના વાળા બુઢ્ઢાના શબ્દોના ભણકારા વાગ્યા, ‘ડર- ઇચ્છાઓને સંતોષવાનો’. મને ડર લાગી રહ્યો હતો મેમની બોડીમાંથી આવી રહેલ માદક સુગંધનો, એમના ખભા પર આવી રહેલા ખુલ્લા વાળનો, એમની વિચિત્ર આંખોનો. આ સપનુ નહોતુ. આ હકીકતમાં બની રહ્યુ હતુ. મેં મારો ધ્રુજતો પગ મેમના ફ્લેટમાં મુક્યો.
ડ્રોઇંગ હોલની લાઇટ ડીમ હતી. એક ટેબલ પર મેમના હસબન્ડનો ફોટો મુકેલો હતો અને ત્યાં દીવો પ્રગટાવેલો હતો. મેમે મને સોફા પર બેસવા કહ્યુ. મેડમે આગળ આવેલા વાળ પાછળ કર્યા અને મારી બાજુમાં બેસ્યા.
‘મેમ….!’, મેં ફોટા તરફ આંગળી ચીંધતા કહ્યુ. મેડમે પોતાનો ચહેરો ફોટા તરફ ફેરવ્યો. એમનો ચહેરો અચાનક ઉદાસ થઇ ગયો. એ પોતાના ચહેરા આડો હાથ રાખીને રડવા લાગ્યા.
‘મેમ આઇ એમ સોરી…! શું થયુ..?’, મેમના રડવાના કારણે મેં પુછ્યુ. મેડમે ધીંમે ધીંમે ડુસકા ભરવાનુ શરૂ રાખ્યુ.
‘આજે એમની ડેથ એનીવર્સરી છે….!’,
‘મેમ કામ ડાઉન…!’, મેં મેમના ખભા પર ધ્રુજતા ધ્રુજતા હાથ મુક્યો. નો ડાઉટ મારો હાથ લસ્ટથી ભરેલો હતો. મેડમે તરત જ મારો હાથ પકડ્યો.
‘સોરી હું તારી સાથે આ બધુ શેર કરી રહી છુ….!’, મેમે ઉદાસ ચહેરે કહ્યુ. એમણે એમના આંસુ લુંછ્યા.
‘ઇટ્સ ઓકે મેમ…!’, મેં પણ મેમને સાંત્વના આપવા એમનો હાથ થપથપાવ્યો.
‘સંગિત પણ મારૂ માનતો નથી… એકતો એ મેન્ટલી ઇલ છે અને હું એને સંભાળી નથી શકતી. કાલે એના અને શ્રુતિના ઝઘડા વચ્ચે હું પડી ત્યારે એણે મારા પર હાથ ઉપાડી લીધો.’, મેડમે શેર કરવાનુ ચાલુ કર્યુ. એ મારા ખભા પર માથુ રાખીને રડવા લાગ્યા. આપણુ મન ખુબ જ ચાલાક હોય છે, મારૂ મન એ વિચારી રહ્યુ હતુ કે મેમ આ બધુ નાટક કરી રહ્યા છે. જેથી એ મારી વધારે નજીક આવી શકે. હું એમને સીમ્પથી આપુ અને એ મારો સાથે મેળવી શકે. એટલે જ મારૂ મન એ જ રીતે રીએક્ટ કરી રહ્યુ હતુ. મેં મેમના માથા પર હાથ ફેરવ્યો.
‘ડોન્ટ વરી, એવરીથીંગ વીલ બી ફાઇન…!’, મેં હાથ ફેરવતા કહ્યુ.
‘નો એવરીથીંગ વોન્ટ બી ફાઇન…!’, એ ઉભા થયા અને મને એમના રૂમ તરફ ખેંચી ગયા.
‘જો મારા રૂમની આ હાલત કરી છે સંગિતે…!’, મેમે મને તુટેલા પેઇન્ટીંગ્સ બતાવ્યા. મારા મનમાં તો હજુ એ જ ચાલી રહ્યુ હતુ કે આ બધુ મેડમે પ્લાન કરી રાખ્યુ હશે. મેમ એમના બેડ પર બેઠા.
‘હું કંટાળી ગઇ છુ હવે….!’, મેડમે ફરી એ જ ટોનમાં કહ્યુ.
‘મેમ બધુ ઠીક થઇ જશે….!’, મેં મેડમને સાંત્વના આપતા કહ્યુ.
‘કેન યુ હગ મી પ્લીઝ….?’, મે્ડમે એક જટકો આપ્યો. હું ‘ના’ ના કહી શક્યો. મેડમ મને બેઠા બેઠા જ ગળે વળગી ગયા. એમના રેશમી વાળા મારા ચહેરા પર આવી ગયા. એમની ગરદન પાસેથી આવતી સુગંધ વધારે તીવ્ર બની ગઇ. ખબર નહિં મેડમે ક્યો પરફ્યુમ છાંટ્યો હશે. ત્યાંજ મને પર્ફ્યુમ મુવીના કેટલાંક ઇરોટીક સીન યાદ આવી ગયા. અચાનક મેં મારી ગરદન પાસે કંઇક મહેસુસ કર્યુ. મેડમ મારી ગરદન પાસે કીસ કરી. મેં મેમની બાહોંમાંથી છુટવાની કોશીષ કરી.
‘હર્ષ પ્લીઝ….!’, ફરી એમણે મારી ગરદન પાસે કીસ કરી. આ વખતે મેમ ઇન્ટેન્સ હતા.
‘મેમ, આ ઠીક નથી…!’
‘ડોન્ટ કોલ મી મેમ. આઇ એમ નોટ યોર મેમ… કોલ મી સ્મિતા…!’, એમણે મારા ટી-શર્ટમાં હાથ નાખ્યો. હું વધારે કંટ્રોલ કરી શકુ એમ નહોતો.
‘મેમ…!’
‘ધીઝ ઇઝ જસ્ટ ફીઝીકન નીડ..! નથીંગ ઇઝ રોંગ હર્ષ, આઇ નીડ યુ.’
‘મેમ પ્લીઝ…’, મેં ફરી છુંટવાની કોશીષ કરી. કારણ કે મારી અંદરનો એક ભાગ નહોતો ચાહતો કે આ બને. મેડમે એમના સુંવાળા હાથ મારી પીઠ પર ફેરવ્યા. આઇ વોઝ સીડ્યુસ્ડ. એમણે મારી ગરદન પર કીસ કરવાનુ શરૂ રાખ્યુ અને મારી પીઠ પર હાથ ફેરવવા લાગ્યા. હું એમની બાહોં પાશમાં જકડાઇ રહ્યો એમના ફ્રેશ વાળ, એમની ગરદન પાસેની માદક સુગંધ. હું બધુ જ ભુલી ગયો. મેં મારા હાથ મેમની પીઠ પર ધીમેંથી ફેરવ્યા. એમની નાઇટી ખુબ જ સુંવાળી હતી. એમણે મારૂ ટી-શર્ટ ઉતારીને મને બેડમાં ધક્કો મારી દીધો. એ પણ બેડમાં આવી ગયા. એ મારી ચેસ્ટ પર કીસ કરવા લાગ્યા.
‘મેમ…’,
‘ડોન્ટ કોલ મી મેમ. કોલ મી સ્મિતા. આઇ એમ નોટ યોર મેમ..!’, એમણે ચુમવાનુ શરૂ રાખ્યુ. ખરેખર એ સ્મિતા મેમ નહોતા. એ કોઇ બીજી જ વ્યક્તિ હતી. મારા મને આ વિચાર્યુ. મનને તો બહાના જ જોઇતા હોય છે. મનને બહાનુ મળી ગયુ.
મેં મેમનો ચહેરો મારા હાથમાં લીધો. આઇ સ્ટાર્ટેડ કીસીંગ ઓન હર નેક…! એણે મારા હાથ એમની ચેસ્ટ પર મુકી દીધા. હવે હર્ષ હર્ષ નહોતો. એક કામી માણસ હતો. લસ્ટથી ભરેલો વ્યક્તિ હતો. એને એક સ્ત્રીના શરીર અને ઇંદ્રિયોની ઉતેજના સિવાય કંઇજ નહોતુ સુજતુ. સ્મિતાએ એની નાઇટીના બટન ખોલી દીધા….!
***
આઇ વોઝ ઇન બેડ ઓફ સ્મિતા, આઇ મીન સ્મિતામેમ. શી વોઝ કડલીંગ મી. વી હેડ અ સેક્સ…! અમે બન્ને નગ્ન અવસ્થામાં એક ચાદર નીચે હતા. મેમ મને પકડીને સુતા હતા. શી વોઝ રીલેક્સ્ડ. વી હેડ અ વાઇલ્ડ સેક્સ. મેં ક્યારેય એક્સપેક્ટ નહોતુ કર્યુ કે મેમ આટલા વાઇલ્ડ હશે…! હું એ.સીમાં પણ ગરમી મહેસુસ કરી શકતો હતો. મારી નજર સામેના એક પેઇંટીંગ પર હતી. ત્યારે જ ડોર બેલ વાગ્યો. મેમ તરત જ બેડમાંથી ઉભા થઇ ગયા. એમણે તરત જ નાઇટી પહેરી લીધી. મને ખબર નહોતી પડી રહી કે શું કરવુ…? શ્રુતિ હશે તો…? મેમનો સન સંગિત હશે તો…? મને આ ટાઇમે અહિં જોશે તો..? શું વિચારશે…? કંઇ થશે તો નહિ…? ડર સાથે કેટકેટલાંય વિચારો આવવા લાગ્યા. મેડમે મને કપડા પહેરી લેવાનો ઇશારો કર્યો. મેં તરત જ જીન્સ અને ટી-શર્ટ પહેરીને મારી હાલત ઠીક કરી. મેડમે એમના બેડરૂમની લાઇટ બંધ કરી દીધી અને બેડરૂમ બંધ કરી દીધો. ડ્રોઇંગ હોલની બધી જ લાઇટ મેમે તરત શરૂ કરી. હું સોફા પર બેસી ગયો. જાણે કંઇજ ના બન્યુ હોય. સ્મિતામેમે દરવાજો ખોલ્યો. શ્રુતિ હતી. હું ઉભો થયો. હું ખુબ જ નર્વસ હતો. મેડમે હજુ નાઇટી પહેરી હતી ક્યાંક એને ખબર તો નહિં પડી જાય ને….?
શ્રુતિ મારી સામે ગુસ્સાથી જોયુ. જ્યારે તમે ડરેલા હોવ ત્યારે તમારૂ મન એજ વિચારતુ હોય જેનાથી તમે ડરેલા હોવ.
‘સોરી શ્રુતિ…!’, હું બોલ્યો. મેમ મારી સામે આંખો ફાડીને જોઇ રહ્યા.
‘શેના માટે…?’, એ ગુસ્સામાં જ બોલી.
‘તને ખબર છે, યાર. આઇ ડીડન્ટ મીન ટુ હર્ટ યુ…!’, મેં મારો અને શ્રુતિનો જઘડો કાઢ્યો. તરત જ મને નીતુ યાદ આવી ગઇ. નીતુ યાદ આવી એટલે તરત એ પણ યાદ આવ્યુ કે મારે સાડા નવ વાગે એલ.ડી પહોંચવાનુ હતુ. ઓલમોસ્ટ બે કલાક વિતી ચુક્યા હતા. મેં મારો મોબાઇલ ખીસ્સામાંથી કાઢ્યો. મોબાઇલ બેટરીના કારણે સ્વીચ ઓફ થઇ ચુક્યો હતો. હવે હું બરાબરનો ફસાણો હતો. નીતુએ કેટલાય કોલ કર્યા હશે..! એ મારો વેઇટ કરતી હશે. એ વ્યક્તિ વેઇટ કરતી હશે જે તમને પ્રેમ કરે છે. અને હું ત્યાં મારો કામ સંતોષી રહ્યો હતો. સેક્સ પહેલા આપણે બધા અંધ હોઇએ છીએ, ઇચ્છા સંતોષવા કંઇ પણ કરી છુટતા હોઇએ છીએ. બટ સેક્સ પછી લોકો સેક્સને ધીક્કારવા લાગતા હોય છે. મને હવે ખુબ જ ગીલ્ટી ફીલ થઇ રહ્યુ હતુ. જે મારે નહોતુ કરવાનુ એ હું કરી ચુક્યો હતો. મેં ઘરની ઘડીયાળમાં જોયુ. પોણા અગિયાર વાગી ચુક્યા હતા.
‘બટ આ ટાઇમે સોરી…?’, શ્રુતિ બોલી. શું જવાબ આપવો એ મને ન સમજાણુ.
‘શ્રુતિ હર્ષે મને તારી આખી વાત કહી. એ તને હર્ટ કરવા નહોતો માંગતો…!’, સ્મિતામેમે અંદાજો મારીને કહ્યુ.
‘હર્ષ મેં તને કહી દીધુ છે, મને કોઇ ફરક નથી પડતો…!’, શ્રુતિ ગુસ્સામાં કિચન તરફ ગઇ. હું શ્રુતિ પાછળ ગયો.
‘શ્રુતિ જ્યાં સુધી તુ મને ફરગીવ નહિં કરે ત્યાં સુધી મને ચેન નહિં પડે…!’, મેં જુઠ્ઠુ બોલતા કહ્યુ.
‘હર્ષ આઇ ડોન્ટ કેર યાર…! મને કોઇ ફરક નથી પડતો કે તુ કોની સાથે રહે..! મેં તને કહી દીધુ છે કે હું શું ચાહતી હતી.’, એકતરફ અહિંથી હું જલદી થી જલદી નીકળવા માંગતો હતો અને બીજી તરફ મારે શ્રુતિ સાથે એવી રીતે વાત કરવાની હતી કે એને ખબર ના પડે કે મારા અને મેમ વચ્ચે કંઇ થયુ છે.
‘ઓકે…! જો તુ કહેતી હોય તો…’, હું આગળના બોલ્યો અને કિચનની બહાર તરફ વળ્યો. ત્યાંજ શ્રુતિએ મારો હાથ પકડ્યો. હું પાછળ ફર્યો.
‘આઇ હેડ ફીલીંગ્સ…..!’, એકાએક શ્રુતિ બોલી. એ મારી આંખોમાં જોઇ રહી હતી.
‘આઇ એમ સો સોરી શ્રુતિ…!’, મેં શ્રુતિનો હાથ પકડીને કહ્યુ.
‘જો આવુ કરવુ હતુ તો….’,
‘શ્રુતિ, આ બધુ એકાએક થયુ કે કંઇ ખબર જ ના રહી…! તને મારા કરતા પણ સારૂ કોઇ મળી જશે..!’, મેં કહ્યુ.
‘ડઝ શી લવ્સ યુ…?’, એણે ધીમેંથી પુછ્યુ.
‘યા લોટ…!’, મેં પણ પ્રેમથી કહ્યુ.
‘ધેન ડોટ હર્ટ હર…’, એ મને ગળે વળગી ગઇ. એ થોડી સેન્ટી થઇ ગઇ હતી. એનો ગુસ્સો પીગળી ગયો હતો. બટ મને થોડુ થોડુ બનાવટી જ લાગી રહ્યુ હતુ.
‘શી ઇઝ માય લાઇફ…! એન્ડ રીલેક્સ…!’, મેં એને કહ્યુ. એ મારા ગળેથી છુટી પડી. અમે બન્ને ડ્રોઇંગ રૂમમાં ગયા. શ્રુતિના ચહેરા પર થોડી સ્માઇલ આવી ગઇ હતી. એ સ્માઇલ એક અસત્યના પાયા પર ચણાયેલી હતી. મને પણ આશ્ચર્ય હતુ કે શ્રુતિના બીહેવીઅરમાં આટલો બધો સડન ચેન્જ આવી ગયો ? બટ મને એનાથી કોઇ ફરક નહોતો પડતો. હું બે કલાકમાં કેટલુ ખોટુ બોલ્યો હતો અને હજુ કેટલુ ખોટુ બોલવાનો હતો.
‘મમ્મી હર્ષે કંઇ લીધુ કે નહિ? કોલ્ડ્રીંક…?’, શ્રુતિ સ્મિતામેમ તરફ વળી.
‘હું બસ સુવાની તૈયારી કરતી હતી અને એ આવ્યો…!’, મેડમે પણ ખોટુ બોલતા કહ્યુ.
‘શું લઇશ બોલ….?’
‘ના કંઇ નહિં, બધા મારી રાહ જોતા હશે…!’
‘એમ થોડુ ચાલે હર્ષ…!’, શ્રુતિએ હસતા હસતા કહ્યુ. એ કિચનમાં જઇને કોક લઇ આવી. સ્મિતામેમે ત્રીજો ગ્લાસ ભરવાની ના કહી.
‘ટુ આવર ફ્રેન્ડશીપ…!’, શ્રુતિએ ગ્લાસ ઉંચો કરતા કહ્યુ.
‘ટુ આવર ફ્રેન્ડશીપ…!’, મેં ગ્લાસ ટકરાવતા કહ્યુ. સ્મિતામેમે મારી સામે જોઇને એવીલ સ્માઇલ કરી.
‘આઇ એમ બીઇંગ લેઇટ…! હું નીકળુ..?’,
‘બેસને’, શ્રુતિએ કહ્યુ.
‘ના મારે જવુ પડશે, ફ્રેન્ડ્સ રાહ જોઇ રહ્યા હશે…!’, મેં કહ્યુ. હું ખુબ જ અનકમ્ફર્ટેબલ ફીલ કરી રહ્યો હતો. હું ઉભો થયો. મારી નજર સ્મિતામેમ તરફ ગઇ. એમના ચહેરા એજ એવીલ સ્માઇલ હતી. જે મારા સમજમાં નહોતી આવી રહી. હું દરવાજા બહાર નીકળ્યો.
‘બાય…!’, મેં કહ્યુ. સ્મિતામેમ પોતાનો હાથ નાઇટીના બટન તરફ લઇ ગયા.
‘બાય સી યા…!’, શ્રુતિ બોલી.
‘બાય હર્ષ..!’, સ્મિતામેમ પણ બોલ્યા. હું ધ્રુજતા પગે અંદર આવ્યો હતો. ધ્રુજતા પગે જ બહાર નીકળ્યો. સાથે હું ગીલ્ટથી ભરેલો હતો.
***
મને સતત નીતુ યાદ આવી રહી હતી. એણે મને કેટલાય કોલ કર્યા હશે. મેં રૂમે પણ કોઇને નહોતુ કહ્યુ કે હું ક્યાં જઇ રહ્યો છુ એટલે નીતુને વધારે ચિંતા થઇ રહી હશે. મને ગીલ્ટ એ વાતની હતી કે મેં ભાન ભુલીને કોઇનો વિશ્વાસ તોડ્યો હતો. હું માત્ર ઇમેજીન જ કરી શકતો હતો કે જો નીતુને આ વાત ખબર પડશે તો શું થશે…?
મને વિશ્વાસ હતો કે નીતુ આ વાતને જીરવી નહિં જ શકે. હું બાઇક પર ટોપ સ્પીડમાં જઇ રહ્યો હતો. મારે જલદીથી જલદી કોલેજ પહોંચવુ હતુ. મારી આંખો સામે નીતુ સિવાય કોઇનો ચહેરો નહોતો. હું નીતુના વિચારોમાં એલ.ડી હોસ્ટેલના ગેટ થઇને ગરબા મૈદાન તરફ ગયો. મારો મોબાઇલ ડેડ હતો હું કોઇને કોલ કરી શકુ એમ નહોતો. હું કોઇ જાણીતાને શોધવા લાગ્યો. ગરબાની રમઝટ બરાબર જામેલી હતા. બહારથી હું જોઇ રહ્યો હતો કે ગરબા રમવામાં બધા જ ડુબેલા હતા.
‘હેય્ય….હેય..હેય…!’, હું મારા ક્લાસના એક છોકરાને જોઇ ગયો.
‘તેરે પાસ નીલકા નંબર હૈ..?’, મેં એને પુછ્યુ.
‘હા બોલના..!’,
‘મેરી બેટરી ડેડ હૈ, એક કોલ કરના હૈ..!’, એણે તરત ફોન કાઢીને કોલ લગાવી આપ્યો.
આખી રીંગ પુરી થઇ પણ કોઇએ ફોન રીસીવ ન કર્યો. મેં ફરી કોલ લગાવ્યો. આ વખતે કોઇએ કોલ રીસીવ કર્યો. બટ ગરબાના અવાજને કારણે કંઇ સંભળાઇ નહોતુ રહ્યુ. હું માત્ર ‘હેલો હેલો’ કરી રહ્યો હતો. ધીરે ધીરે અવાજ આવ્યો. પ્રિયાએ કોલ રીસીવ કર્યો.
‘હર્ષ બોલુ છુ…!’, મેં મોટેથી કહ્યુ.
‘હા બોલ..!’, સામેથી પણ ખેંચીને બોલેલો અવાજ આવ્યો.
‘ક્યાં છો તમે લોકો…?’, મેં ફરી મોટેથી કહ્યુ.
‘લા ગરબામાં… તુ?’,
‘બહાર છુ..!’,
‘બટ નીતુ ઘરે છે.’, એણે ચીલ્લાઇએ કહેતી હોય એમ કહ્યુ. બેકગ્રાઉન્ડમાં ગરબાનો ખુબ જ ધોધાંટ આવી રહ્યો હતો.
‘કોના…. આપડા કે એના…?’,
‘આપડા, જો ના હોય તો ચાવી રોહનના શુઝમાં હશે.’,
‘શું..?’
‘જો નીતુ ના હોય તો ચાવી રોહનના શુઝમાં હશે…!’
‘ઓકે, બાય…!’, મેં કોલ કટ કર્યો. ફરી હું પાર્કીંગમાં ગયો અને અમારા ફ્લેટ તરફ બાઇક ભગાવી. મને અત્યારે નીતુ સિવાય કોઇ જ યાદ નહોતુ આવી રહ્યુ. હું નહોતો આવ્યો એટલે નીતુ પણ નહોતી આવી. આટલી ફાસ્ટ બાઇક મેં ક્યારેય નહોતી ચલાવી. હું ત્રણ જ મિનિટમાં એલ.ડી કોલેજથી નહેરૂનહર સર્કલ હતો. મેં બાઇક મારા ફ્લેટ તરફ લીધી. નીચે પાર્કીંગ કરીને હું સી.ડીઓ ચડવા લાગ્યો. દરવાજો અંદરથી લોક્ડ હતો. મેં દરવાજો ખખડાવ્યો. બટ કોઇએ ખોલ્યો નહિં. ફરી મેં જોર જોરથી દરવાજો ખખડાવ્યો. બટ કોઇએ ખોલ્યો નહિ. ડરનુ કારણ અસત્ય જ હોય છે અને ડરનુ પરિણામ કેટકેટલાંય ખરાબ વિચારો. મને કેટલાંય વિચારો આવી રહ્યા હતા. મેં ફરી દરવાજો ખખડાવ્યો. નીતુએ ના ખોલ્યો. મેં રોહના શુઝમાં જોયુ. સદભાગ્યે ત્યાં ચાવી હતી. મેં એ ચાવીથી દરવાજાનો લોક ખોલ્યો. બધા જ રૂમની લાઇટ બંધ હતી. મેં મારા રૂમમાં જોયુ. ત્યાં કોઇ નહોતુ. હું પ્રિયાના રૂમમાં ગયો. લાઇટ શરૂ કરી. નીતુ ટુંટીયુ વાળીને ઉંઘી ગઇ હતી. એણે હજુ ચોલી પહેરેલી હતી. બધો જ મેકઅપ અને શણગાર સહિત એ સુઇ ગઇ હતી.
એક ક્ષણ માટે થયુ એને જગાડુ. બટ બીજી ક્ષણે જ વિચાર આવ્યો કે એને જગાડી હું કહીશ શુ…? બટ મારે કંઇક તો કહેવુ જ પડે એમ હતુ. કાંતો બધુ સાચુ અને કાંતો બધુ જ ખોટુ. ડરના કારણે મન તો એમ પણ કહેતુ હતુ કે ‘નીતુને ઉંઘમાંથી જગાડ નહિ.’ મેં લાઇટ બંધ કરીને ડીમ લાઇટ શરૂ કરી.
હું નીતુ પાસે બેઠો. મેં એના માથા પર ધીમે ધીમે હાથ ફેરવ્યો. એ થોડી સળવળી. મેં એના ચહેરા પર આવી ગયેલા વાળ વ્યવસ્થિત કર્યા.
‘નીતુ….?’, મેં ધીમેંથી એના કાન પાસે જઇને કહ્યુ.
‘ઉંઉઉઉઉઉ’, એ પડખુ ફેરવી ગઇ અને મારો હાથ દુર કર્યો.
‘નીતુ માય બેબી…?’, હું કાલુ કાલુ બોલ્યો.
‘ઉંઘ આવે છે, સુઇ જા..!’, એણે મારો હાથ ફરી દુર ખસેડ્યો.
‘મારૂ બેબી નારાઝ છે મારાથી…?’, મેં એના ગાલ પર ધીમેથી પપ્પી ભરીને કહ્યુ.
‘મારે વાત જ નહિં કરવી તારી સાથે…!’, એણે ફરી પડખુ ફેરવ્યુ.
‘માય બેબી…. જો હું તારા માટે શું લાવ્યો છુ.’, ખરેખર તો મારી પાસે એને આપવા માટે જુઠ સિવાય કંઇ જ નહોતુ.
‘મારે કંઇ જ નથી જોઇતુ.’, એ એની આંખો આડો હાથ કરીને સુઇ ગઇ.
‘સોલી, નીતુ…!’, મેં ફરી મનાવતા કહ્યુ.
‘તે પ્રોમીસ કર્યુ તુ હર્ષ….!’, એણે પોતાની આંખો આડેથી હાથ હટાવ્યા.
‘યસ આઇ નો…!’
‘એટલુ બધુ ઇમ્પોર્ટન્ટ ક્યુ કામ આવી ગ્યુ…?’, એની આંખો થોડી ભીની હતી. એ સીરીયસ હતી. પહેલીવાર મેં નીશાને રડાવી હતી. એની ઉદાસીનુ કારણ હું હતો. જે મને સ્હેજેય નહોતુ ગમી રહ્યુ.
‘તારાથી ઇમ્પોર્ટન્ટ મારા માટે કોઇ નથી. બટ ક્યારેક કેટલીક વસ્તુઓ આપડા હાથમાં નથી હોતી.’
‘આમ ગોળ ગોળ ફેરવમા શું થયુ એ કહે…!’
‘મને પણ ખબર નહોતી કે આવુ કંઇ થશે…!’ હું વિચારી રહ્યો હતો કે સાચુ કહુ કે નહિ. મારી હિમ્મત તો નહોતી જ થઇ રહી.
‘તો તુ શ્રુતિ પાસે ગયો હતો…?’, એણે પુછ્યુ.
‘ના…! હું સ્મિતામેમને એમની બુક્સ આપવા ગયો હતો.’, મારો અવાજ ધ્રુજી રહ્યો હતો. મારા હાથ ધ્રુજી રહ્યા હતા. મારાથી હવે આગળ બોલાય એમ નહોતુ.
‘તો… તારી પાસે બધી વસ્તો માટે ટાઇમ છે. મેં જસ્ટ તારી પાસે એક દિવસ માંગ્યો હતો.’
‘સોરી નીતુ. હું ત્યાં પહોંચ્યો, આવતો હતો ત્યાંજ શ્રુતિ ટપકી પડી. તને તો ખબર છે. હું એને સોરી કહેવા માંગતો હતો. એણે એના ચહેરા પર ગુસ્સો ચડાવીને રાખ્યો હતો. જે મને નહોતુ ગમતુ. હું એને આપડા બન્ને વિશે કહી રહ્યો હતો. એને સમજાવવામાં ને સમજાવવામાં ક્યારે કેટલો ટાઇમ ચાલ્યો ગયો એ ખબર જ ના પડી. છેલ્લે મેં એને બધુ સમજાવ્યુ તો એણે એમ પણ કહ્યુ કે તને હું હર્ટ ના કરૂ…! હવે તુ જ કહે કે મારે એને સમજાવવી જોઇએ એમ હતી કે નહિ…?’
‘બટ એટલીસ્ટ તારે મને કોલ તો કરવો જોઇએ યાર…! હું કેટલી ચિંતામાં હતી.’
‘ડાર્લીંગ મોબાઇલની બેટરી ડેડ થઇ ગઇ હતી.’, મેં એના વાળમાં આંગળીઓ પરોવતા કહ્યુ.
‘હર્ષ તને ખબર છે, મને તારી કેટલી ચિંતા થતી હોય છે. પ્લીઝ હવે ક્યાંય જા તો કોઇને કહીને જજે યાર…!’, એ ખુબ જ ચિંતામાં બોલી.
‘ઓક માય બેબી…! સો સોલી બસ…!’, મેં મારા કાન પકડીને કહ્યુ.
‘હ્મ્મ્મ….!’, એણે કહ્યુ.
‘એક સ્માઇલ નહિં મલે…?’, મેં સ્માઇલ કરતા કહ્યુ. એણે સ્હેજ ચહેરો મલકાવ્યો.
‘આવી નહિં…. મોટી સ્માઇલ. નીતુની સ્માઇલ…!’, મેં કાલુ કાલુ બોલીને કહ્યુ. નીતુએ વિશાળ સ્માઇલ કરી. એ દિવસે ન તો હું એને હગ કરી શક્યો કે નતો પ્રેમભર્યુ ચુંબન.
મેં અસત્યનો તકલાદી પહાડ રચીને એના પર પ્રેમનુ ઝુપડુ બનાવ્યુ હતુ.
***
શું નીતુને ખબર પડશે કે હર્ષે એ રાતે ક્યાં ગયો હતો? શું થશે જ્યારે નીતુને ખબર પડશે? શું શ્રુતિ જ મર્ડર કરતી હશે. જાણવા માટે વાંચતા રહો.
ચેપ્ટર - ૧૬ - લવ
આગળ આપણે જોયુ,
હર્ષ સ્મિતામેમના ઘરે જાય છે. ત્યાં બન્ને વચ્ચે ઇન્ટીમેટ ફીઝીકલ રીલેશન બંધાય છે. ત્યાંજ શ્રુતિ આવી પહોંચે છે. હર્ષને યાદ આવે છે કે એણે નીતુની સાથે ગરબા રમવાનુ પ્રોમીસ કર્યુ હતુ. હર્ષ શ્રુતિને સોરી કહેવા આવ્યો હતો એવુ બહાનુ બનાવે છે. હર્ષના મનમાં ગીલ્ટ ભરાઇ જાય છે. હર્ષ જલદીથી જલદી ફ્લેટ પર પહોંચે છે. નીતુ સુઇ ગઇ હોય છે. હર્ષ નીતુને ખોટુ બોલીને મનાવે છે. હવે આગળ….
***
તમારા કર્મો તમને ક્યારે છોડતા નથી. મને એ વાતનો કોઇ અફસોસ નહોતો કે આઇ હેડ અ સેક્સ વીથ સ્મિતામેમ. બટ મને ગીલ્ટ એ બાબતનુ ભરેલુ હતુ કે મેં નીતુને નહોતુ કહ્યુ. મેં કોઇને કમીટમેન્ટ આપી હતી, હું કોઇને અંધારામાં રાખી રહ્યો હતો. પરંતુ મેં મારા મનને હાલ પુરતુ તો સમજાવી લીધુ હતુ. હું નીતુને કોઇ વાત નહિં કહુ. પરંતુ અસત્ય કોઇ દિવસ વધારે છુપાયેલુ નથી રહેતુ. એ ક્યારેક તો ઉછળીને બહાર આવે જ છે. એ એક બવંડર લઇને આવતુ હોય છે. એ બવંડર ત્યારે આવતુ હોય છે જ્યારે તમે સુકુનથી જીવી રહ્યા હોવ. એ બવંડર બધુ જ વેરવીખેર કરીને ચાલ્યો જાય છે. ત્યારે સમય થંભી જતો હોય છે.
***
‘તને કંઇ થયુ છે….?’, બીજે દિવસે અમે લોકો રાજપથ ક્લબમાં ગરબા રમવા જવાના હતા. હું ગેલેરીંમાં ઘણા ટાઇમ પછી સીગરેટ પી રહ્યો હતો ત્યારે એ તૈયાર થતી થતી આવી.
‘નહિં તો…?’, હું પાછળ ફરીને બોલ્યો.
‘તો આ શું છે…?’, એણે સ્માઇલ કરતા કરતા સીગરેટ સામે જોઇને કહ્યુ.
‘અરે બસ એમ જ…!’, મેં અચકાતા કહ્યુ. એ મારી વધારે નજીક આવી.
‘તને ખબર છે હર્ષ, તુ સીગરેટ કોઇ કારણ વિના નથી પીતો.’, એણે મારી આંખોમાં જોઇને કહ્યુ.
‘ના એવુ કંઇ જ નથી… બસ ?’, મેં સીગરેટ ફેંકીને સ્માઇલ કરતા કહ્યુ.
‘હર્ષ હું તને જેવો છો એવો સ્વિકારવા માંગુ છુ. જો કંઇ હોય તો ડર્યા વિના કહી દેજે…! મને કંઇ ફરક નહિં પડે.’, એણે મારો હાથ એના હાથમાં લેતા કહ્યુ. હવે તો મને એ પણ શંકા થઇ રહી હતી કે ક્યાંક નીતુને કોઇ રીતે ખબર તો નહિં પડી ગઇ હોય ને ? અને એ મારા મોઢે જ સાંભળવા માંગતી હોય. ડર આપણી પાસે શું શું વિચારાવે છે.
‘ના ના એવુ કંઇ નથી. ડોન્ટ વરી.’, મેં સ્માઇલ કરતા કહ્યુ. એણે મારા ગળામાં હાથ પરોવ્યા અને મારી આંખોમાં જોવા લાગી.
‘યુ ડીડન્ટ નોટીસ્ડ માય ડ્રેસીંગ…?’, એણે હસતા હસતા કહ્યુ.
‘ઓહ્હ, યુ લુક બ્યુટીફુલ ડાર્લીંગ…!’, મેં હડબડાઇને એને જોઇને કહ્યુ. મારૂ નાટકીય રીએક્શન જોઇને એ સીરીયસ થઇ ગઇ.
‘કંઇક તો થયુ છે હર્ષ….!’, એણે ફરી મારી આંખોમાં જોઇને કહ્યુ.
‘નીતુ ડોન્ટ વરી, હું થોડો ડીસ્ટર્બ છુ બસ.’, મેં એનો ચહેરો મારા હાથમાં લઇને કહ્યુ.
‘યુ કેન શેર ઇફ યુ વોન્ટ…!’, એણે મારા હાથ નરમાઇથી દાબતા કહ્યુ.
‘નથીંગ જસ્ટ. મમ્મી પપ્પાની યાદ આવી ગઇ હતી…!’, આ વખતે હું ખોટુ તો નહોતો બોલ્યો બટ પુરેપુરૂ સાચુ પણ નહોતો બોલ્યો. મને આજે મમ્મી પપ્પા યાદ આવી રહ્યા હતા. નીતુએ તરત જ મને હગ કરી. એ મારી પીઠમાં હાથ ફેરવવા લાગી.
‘યુ વીલ બી ફાઇન…!’, એણે મારી પીઠ પર હાથ ફેરવતા કહ્યુ. હું થોડો ગળગળો થઇ ગયો. એનુ એક કારણ હું નીતુથી છુપાવી રહ્યો હતો એ પણ હતુ. હું એને કહેવા માંગતો હતો પણ કહી નહોતો શકતો. ખરેખર મારી સ્થિતિ ન કહેવાય કે ન સહેવાય જેવી હતી.
‘ઇટ્સ ઓકે…!’, મેં એને કહ્યુ. અમે બન્ને છુટ્ટા પડ્યા.
‘સોરી, મારા લીધે આજનો મુડ પણ બગડ્યો….!’, મેં એની આંખમાં જોઇને કહ્યુ.
‘ઓય્ય….!’, એણે મને સ્માઇલ સાથે મુક્કો બતાવતા કહ્યુ. હું પણ થોડુ હસ્યો. હું નીતુને હંમેશા ખુશ જોવા માંગતો હતો.
‘ચાલ હવે જભ્ભો પહેર, આપડે થોડીવારમાં નીકળવાનુ છે…!’, એ મને અંદર ખેંચી ગઇ. એણે કબાટમાંથી લાલ કલરનો ભરતકામ વાળો ઝભ્ભો કાઢી આપ્યો.
‘બે મિનિટમાં તુ તૈયાર જોઇએ…!’, એણે મને ધમકાવતા કહ્યુ.
‘ટાઇમ તો લાગશે હો… હજુ મારે મેકઅપ કરવાનો છે…!’, મેં એને હસાવવા કહ્યુ. એ મારી સામે જોઇને હસતી હસતી રૂમમાંથી બહાર ગઇ. હું થોડી જ વારમાં તૈયાર થઇ ગયો. આજે છઠ્ઠુ નોરતુ હતુ. હું બધુ ભુલીને આજે રમી લેવા માંગતો હતો. કોઇને ખુશ કરવા નહિ. માત્ર મારા માટે.
***
નવરાત્રી પહેલેથી જ મારો ફેવરીટ તહેવાર રહ્યો છે. નવરાત્રી શક્તિનો તહેવાર છે, ઉર્જાનો તહેવાર છે, ઉજાશનો તહેવાર છે. એટલે જ આ તહેવારમાં ચારેતરફ લાઇટો અને એનર્જીથી ભરપુર લોકો જોવા મળતા હોય છે. અમે પહોંચ્યા ત્યારે રાજપથમાં ગરબા શરૂ થઇ ગયા હતા. ઘણા સમય પછી અમારૂ ટોળુ એક સાથે હતુ. હું, નીતુ, નીલ, પ્રિયા, રોહન, એની ચીપકુ શીના, શાય કેવલ અને રીકેતા. બધા જ ટ્રેડીશનલમાં હતા. અમે લોકોએ એક જગ્યા પકડી લીધી હતી. જય આદ્યાશક્તિની આરતી પછી ધીમી પેસમાં ગરબા શરૂ થયા. શરૂઆત સાદા સ્ટેપથી જ કરી. કારણ કે બધાને ગરબા નહોતા આવડતા. બધા પોતાપોતાનામાં ખુબ જ એનર્જી મહેસુસ કરી રહ્યા હતા. નીતુ અને હું આગળ પાછળ હતા. બધી જ ગર્લ્સ ફુલ ટ્રેડીશનલમાં હતી. હું ખુબ જ સારૂ ફીલ કરી રહ્યો હતો. ગરબાની સાથે પગ વિના પ્રયાસ ઉપડી જતા હતા. હું ચારે તરફ નજર કરતો હતો. લોકો કેટલા જોશ અને ઉમંગથી ગરબા રમી રહ્યા હતા. અમારૂ આઠ લોકોનુ ટોળુ ધીરે ધીરે વધવા લાગ્યુ. અમારા જ ક્લાસના કેટલા ગર્લ્સ બોય્ઝ પણ એમાં ઉમેરાણા. એક પછી એક ગરબા ગવાઇ રહ્યા હતા અને લોકોની એનર્જી ઘટવાને બદલે વધી રહી હતી….. ગરબા અહિં લખી શકુ પણ તમે વાંચી શકો સાંભળી તો ન જ શકો…… માથે મટુકડી મહીની ગોળી હું મણીયારણ હાલી રે ગોકુળમાં. ઓ મોરા શ્યામ મુજને હરિ વ્હાલા… ઓ મોરા કાન મુજને હરિ વ્હાલા….!
ગરબા બદલતાની સાથે અમે લોકોએ સ્ટેપ બદલ્યુ. અમુક લોકો સ્ટેપ ન આવડતુ હોવાને લીધે નીકળી ગયા. હું તો નીતુને જ જોઇ રહ્યો હતો. કેટલી ખુશ હતી. એ મારી સામે જોઇને કેટલુ બ્લશ કરી રહી હતી. એની સ્માઇલના લીધે પણ મારામાં કેટલી એનર્જી આવી જતી હતી. ધીરે ધીરે ગરબાએ ચલતી પકડી હતી. બેસી ગયેલા લોકો કહી રહ્યા હતા કે એવુ કોઇ સ્ટેપ લઇએ જે બધાને આવડતુ હોય. અમે લોકોએ ફરી છઠીયુ શરૂ કર્યુ. છઠીયુ સહેલુ સ્ટેપ છે. બટ જેને ચકરડી ફરતા ના આવે એ ચક્કર ખાઇને પડી જાય. એવુ જ કેવલ સાથે થયુ. એને અમે લોકોએ સ્ટેપ શીખવાડ્યુ. બટ બીજા જ રાઉન્ડમાં ચક્કર ખાતો ખાતો એ રાઉન્ડની બહાર પડ્યો અમારામાંથી બે લોકો એની પાસે ગયા અને એને પાણી પાઇને આરામ કરવા કહ્યુ. કોઇ એક ક્ષણ પણ મીસ નહોતુ કરવા માંગતુ…! કારણ કે બધાને કુકડાની બોલી ખુબ મીઠી મીઠી લાગી રહી હતી……!
સવા કલાક ઉપર વીતી ચુકી હતી. ફર્સ્ટ હાફનો એન્ડ થવાનો હતો એટલે ગરબાએ બરાબરની પેસ પકડી હતી. અમે લોકોએ સામ સામે લાઇન કરીને દાંડીયા રાસ ચાલુ કર્યા હતા. દાંડીયા તો નહોતા બટ અમે લોકો તાળી આપીને રમી રહ્યા હતા. જ્યારે જ્યારે પણ મારા સામે નીતુ આવતી ત્યારે જે રીતે આંખોની આપ લે થતી એ હું હજુ નથી ભુલી શકતો. અમારા રીલેશનને ઘણો સમય વીતી ચુક્યો હતો છતા બન્ને વચ્ચેનો પ્રેમ વધતો જ જતો હતો. અત્યારે તો મારા અંદરથી હેતના ઉછાળા આવી રહ્યા હતા. આ શક્તિ જ કરી શકે….! ચલતી શરૂ થઇ ગઇ હતી. અમે લોકો ફરી બધાના કહેવાથી સાદા સ્ટેપ્સ પર આવી ગયા હતા. કોઇ મીસ કરવા નહોતુ માંગતુ…..! બધા પોતપોતાનુ બધુ જોર કાઢીને રમી રહ્યા હતા. કોઇ કંઇ વિચારતુ નહોતુ. કાનમાં માંના ગરબા વાગી રહ્યા હતા અને અમારૂ આખુ શરીર એને રીસ્પોન્ડ કરી રહ્યુ હતુ…….!!!
ચલતી એની ટોપ સ્પીડમાં હતી, બધા ફુલ સ્પીડમાં રમી રહ્યા હતા. એક પછી એક થાકના કારણે ખડી રહ્યા હતા. છેલ્લે હું, નીતુ, શીના અને નીલ જ વધ્યા હતા. અમે ચારેયે ચલતીમાં દોઢીયો રમવાનુ નક્કિ કર્યુ. સાદા સ્ટેપમાંથી સીધો જ દોઢીયો ચેન્જ થયો…! ફુલ ઓન એનર્જી. અમે લોકો ઓલમોસ્ટ પલળી ગયા હતા. પરંતુ આજે અમે રમી લેવા માંગતા હતા…..! અમે લોકો અમારામાં ડુબી ગયા હતા….! ત્યાંજ…! ગરબો પુરો થયો અને ફર્સ્ટ હાફ પુરો થયો…! અમે લોકો હાંફી ગયા હતા. સ્ટેજ પરથી જાહેરાત થઇ કે પંદર મીનીટના બ્રેક પછી ફરી ગરબા શરૂ થશે.
અમે લોકો બ્રેકમાં પાણી પીવા માટે ગયા. બધા જ ‘ખુબ જ મજા આવી’ એવુ કહી રહ્યા હતા. બધા જ પોતપોતાની સખીઓના હાથ પકડીને ચાલી રહ્યા હતા. મેં પણ નીતુનો હાથ પકડેલો હતો. રોહને બે પાણીની બોટલ ખરીદી. પીવાતા પીવાતા મારા અને નીતુ પાસે બોટલ આવી ત્યારે ઓલમોસ્ટ ખાલી થઇ ગઇ હતી. મેં અને નીતુએ એક એક ઘુટડો પાણી પીધુ. બટ તરસ હજુ હતી, મેં રોહનને હજુ એક બોટલ લેવા કહ્યુ…! એણે બોટલ ખરીદી. શીનાએ બોટલ પાણી પીવા માંગી. રોહને અમારી પહેલા એને એક ઘુંટડો ભરવા આપી ત્યાં તો બોટલ અમારી પાસે આવવાને બદલે વારાફરતી બધા પાસે ચાલી ગઇ. અમારી પાસે પહોંચી ત્યાં તો ખાલી ફરી થઇ ગઇ હતી. બધા હસવા લાગ્યા. આ વખતે હું પોતેજ બોટલ લેવા ગયો અને મેં અને નીતુએ પાણી પીધુ. અમે અડધી બોટલ ગટગટાવી ગયા. સ્ટેજ પરથી જાહેરાત થઇ ચુકી હતી કે ગરબા શરૂ થઇ રહ્યા છે.
‘તને એક સરપ્રાઇઝ મળવાની છે….!’, મેં નીતુને કહ્યુ.
‘શું….?’ એણે ક્યુરીઅસ થઇને કહ્યુ.
‘સરપ્રાઇઝ છે, એ થોડો હું કહેવાનો…!’, મેં હસતા હસતા કહ્યુ.
‘તો તે મને કહ્યુ જ શામાટે કે સરપ્રાઇઝ મળવાની છે…?’, એણે મને ધમકાવતા કહ્યુ.
‘મારાથી રહેવાયુ નહિ, કારણ કે મને આ સરપ્રાઇઝ આજે બપોરે જ મળી છે.’, મેં હસતા હસતા કહ્યુ.
‘હર્ષ પ્લીઝ….!’, એણે ઉભા ઉભા નાચતા કહ્યુ.
‘થોડી વાર થોભી જા…!’, મેં સ્માઇલ કરતા કહ્યુ.
‘પણ કોઇ હીન્ટ તો આપ…!’, એણે વધારે ક્યુરીઅસ થઇને કહ્યુ….!
‘ના સરપ્રાઇઝ એટલે સરપ્રાઇઝ…!’, હું મારા શબ્દો પર ટકી રહ્યો.
‘ઓય્ય, ગરબા શરૂ થઇ ગયા છે….!’, શીના બોલી.
‘ચલો ચલો…!’, તરત જ રોહન બોલ્યો. અમે બધા રોહન સામે જોઇને હસ્યા.
અમે લોકો ગ્રાઉન્ડ તરફ ચાલતા થયા. ‘તુ દર વખતે આવુ જ કરતો હોય છે….!’, નીતુ સ્માઇલ કરતા બોલી. આઇ લવ્ડ ધેટ સ્માઇલ. અમે બન્ને એકબીજાના હાથ પકડીને જ ચાલી રહ્યા હતા. જેમ જેમ અમે ગ્રાઉન્ડની અંદર જઇ રહ્યા હતા એમ એમ ગરબાનુ સાઉન્ડ વધતુ જતુ હતુ. જેમ જેમ સાઉન્ડ વધતુ જતુ હતુ, એમ એમ પગ થીરકવાનુ શરૂ કરી રહ્યા હતા. જ્યારે અમે અમારી જગ્યા પર પહોંચ્યા ત્યારે ‘તારા વિના શ્યામ મને એકલડુ લાગે…!’ એ ગરબો ચાલુ હતો. અમે લોકોએ રમવાનુ શરૂ કર્યુ. હવે અમારી પાસે બાર વાગ્યા સુધીનો સમય હતો એટલે કે સવાથી દોઢ કલાક….! મેં અને નીતુએ તો નક્કિ કર્યુ હતુ કે આજે નોન સ્ટોપ આરતી સુધી રમવુ છે……! પરંતુ નીતુ નોન સ્ટોપ તો નહોતી જ રમી શકવાની. એને એક મોટી સરપ્રાઇઝ મળવાની હતી. બપોરે જ્યારે મને આ સરપ્રાઇઝ મળી ત્યારે મારૂ મોં પણ ખુલ્લુ રહી ગયુ હતુ. મને પણ જટકો લાગ્યો હતો.
ગરબામાં ધીરે ધીરે બધા રંગાવા લાગ્યા હતા. હું નીતુને જોઇને સ્માઇલ કરતો કરતો રાસ લઇ રહ્યો હતો અને નીતુ મને જોઇને. આનાથી હસીન પળો કઇ હોઇ શકે. બધા જ પોતાની પ્રિયતમાંને જોતા જોતા ગરબા લઇ રહ્યા હતા. કેવલ અને રિકેતા, પ્રિયા અને નીલ, રોહન અને શીના. બધા એકબીજાની આંખોમાં આંખો નાખીને સ્ટેપ્સ લઇ રહ્યા હતા. ધીમી પેસમાં ગરબા રમવાની આ જ તો મજા હોય છે. ધીમે ધીમે રમતા રમતા એકબીજા સાથે આંખો મેળવી શકે. જે લોકો સીંગલ્સ હોય એમના માટે તો ધીમી સ્પીડના ગરબા બેસ્ટ હોય છે. ક્યારેક ક્યારેક ઇશારા અને અદાઓ ખુબ કામ કરી જતી હોય છે. આજનો દિવસ ખબર નહિં કઇ રીતે શરૂ થયો હતો ? સવારે ઉદાસ હતો. બપોરે ખુશ હતો. સાંજે ફરી ઉદાસ અને અત્યારે હું ખુબ જ ખુશ હતો. અત્યારે હું ખુશીઓના પીક પર હતો…! ગરબા ચાલુ હતા….! મારા મોબાઇલની રીંગ વાગી.
‘હું આવુ…!’, કહીને હું રાઉન્ડમાંથી નીકળી ગયો. પાંચ જ મિનિટમાં હું મારૂ કામ પુરૂ કરીને ફરી રાઉન્ડમાં આવી ગયો. નો ડાઉટ આ પાંચ મિનિટ માટે નીતુએ વિચાર્યુ જ હશે હું ક્યાં ગયો હતો. હું બ્લશ કરતો કરતો ફરી ગરબા રમવા લાગ્યો. મેં આવીને જાણી જોઇને નીતુ સામે ન જોયુ. નો ડાઉટ એના ચહેરા પર એક મોટી સ્માઇલ હતી, એ પણ મને જોઇને. એ મારી પાછળ આવીને જોડાઇ ગઇ…!
‘હર્ષ…. પ્લીઝ કહેને..!’, એણે ગરબા રમતા રમતા કહ્યુ.
‘શું કહુ….?’, મેં અજાણ્યા બનતા કહ્યુ,
‘હર્ષ પ્લીઝ. સરપ્રાઇઝ..! મારાથી નથી રહેવાતુ…!’, એણે નાના બાળકની જેમ કહ્યુ.
‘કઇ સરપ્રાઇઝ…?’, મેં હસતા હસતા કહ્યુ. ગરબો બદલાણો.
‘હર્ષ, પ્લીઝ…!’, મને એને આવી રીતે આતુર કરવાની મજા આવી રહી હતી.
‘ખરેખર તારે જાણવુ છે…..?’, મેં કહ્યુ.
‘હા…..!’, એ બોલી.
મેં એનો હાથ પકડ્યો અને અમે રાઉન્ડની બહાર નીકળ્યા. મેં એને પાછળ ફેરવી.
‘ઓહ્હ્હ…માય ગોડ…!’, એનો હાથ સીધો જ એના મોં પર આવી ગયો. એકાએક ઉદગારો નીકળી ગયા. એના એક્સપ્રેશન્સ તો ત્યારે જોવા જેવા હતા. એ સીધી જ દોડી પડી.
દ્રષ્ટિ ફુલ ટ્રેડીશનલ કપડામાં હતી અને એની સાથે જયદીપ પણ ટ્રેડીશનલમાં હતો. બન્ને હસી રહ્યા હતા. નીતુ સીધી જ દોડીને દ્રષ્ટિ પાસે ગઇ અને એને ગળે વળગી ગઇ. પાછળ મસ્ત ગરબાનુ બેકગ્રાઉન્ડ ચાલુ હતુ.
‘તમે બન્ને…..?’, એણે માત્ર એક જ પ્રશ્ન કર્યો.
‘હા અમે બન્ને….!’, દ્રષ્ટિએ જવાબ આપ્યો.
‘હજુ એક સરપ્રાઇઝ બાકી છે….!’, મેં ઉમેરતા કહ્યુ.
‘હર્ષ….!’, એણે મારી સામે જોઇને આંખો પહોળી કરી. મેં હું ડરી ગયો હોવ એવી એક્ટીંગ કરી. પછી મેં એના ખભા પર હાથ મુક્યો. અને દ્રષ્ટિ અને જયદીપને થોડા ખસવા કહ્યુ.
‘કોંગ્રેચ્યુલેશન્સ…..!’, એ જોઇને નીતુના મોંમાંથી ડાયરેક્ટ આ જ શબ્દો નીકળ્યા. મેં ઇશારો કરીને દ્રશ્ય અને તનવીને અમારા તરફ બોલાવ્યા. માસા માસી, અને એક અંકલ અને આંટી પણ આવી રહ્યા હતા. દ્રષ્ટિએ મને કહ્યુ હતુ તનવીના મમ્મી પપ્પા પણ આવવાના હતા.
નીતુ ખુબ ખુશ થઇ ગઇ હતી. માસાએ આવીને મને પ્રેમથી ગળે લગાવી લીધો. જે વસ્તુ મમ્મી પપ્પાની હાજરીમાં નહોતી બની. એ મમ્મી પપ્પાની ગેરહાજરીમાં બની. હું માસીને પગે લાગ્યો. નવરાત્રી ખરેખર ઉમંગનો તહેવાર હતો. આનાથી સુંદર પળો કઇ હોઇ શકે. પાછળ વાગી રહેલા સુંદર ગરબા અને બધાના ખુશખુશાલ ચહેરા…!
‘આ હર્ષ, જેમણે અમને હેલ્પ કરી છે.’, દ્રષ્ટિએ તનવીના પપ્પા સામે જોઇને કહ્યુ.
‘ખરેખર અમે કંઇજ હેલ્પ નથી કરી….! એ તારો પ્રેમ છે.’, મેં વિનયપુર્વક કહ્યુ.
દ્રશ્યએ તનવીના મમ્મી પપ્પાનો પરિચય કરાવ્યો. નીતુ ફરી દ્રષ્ટિને વળગી ગઇ અને કોન્ગ્રેચ્યુલેશન્સ કરવા લાગી…..! અમે લોકો બધાને ગ્રાઉન્ડ તરફ ખેંચી ગયા. કારણ કે ધીરે ધીરે ગરબા ચલતી તરફ જઇ રહ્યા હતા.
‘કઇ રીતે થયુ આ બધુ….?’, નીતુ ખુબ જ ખુશ હતી.
‘એ તને કાલે દ્રષ્ટિ જ કહેશે….!’, મેં દ્રષ્ટિ સામે નજર કરતા કહ્યુ. એ સ્માઇલ કરી રહી હતી. અમારો એક નાનો અમથો આઇડીયા, એક વિચાર કામ કરી ગયો હતો. અમે લોકો ફરી ગરબા રમવા ચડી ગયા.
નીતુ જે રીતે દ્રષ્ટિનો હાથ પકડીને રાઉન્ડમાં લઇ ગઇ એના પરથી લાગી રહ્યુ હતુ કે એ કેટલી ખુશ હતી. દ્રષ્ટિએ પણ મને કેટલીવાર થેંક્યુ કહ્યુ હતુ. બટ મેં એને એમ જ કહ્યુ કે મેં કંઇ નથી કર્યુ. બધી મહેનત તમારી જ છે. મેં એક પછી એક બધાને ગરબા રમવા રાઉન્ડમાં ખેંચ્યા. ગ્રાઉન્ડમાં અમારૂ ગૃપ ખુબ મોટુ થઇ ગયુ હતુ. બધાના ચહેરા પર સ્માઇલ હતી. બધા જ ખુશ હતા. એનાથી વધારે હું કંઇ જ નહોતો ચાહતો. દ્રષ્ટિને જયદિપ મળી ગયો. મામા-માસી સાથેનો બગડેલો સંબંધ ફરી બંધાઇ ગયો. એ દિવસે હું ખુબ ખુશ હતો.
અમે લોકો ફરી ગરબા રમવામાં રંગાઇ ગયા. બટ નીતુ સતત મારી આંખોમાં જોઇ રહી હતી. એની આંખોમાંથી છલકાતો પ્રેમ હું જોઇ શકતો હતો. એની આંખો જ એની ખુશીઓને વ્યક્ત કરી રહી હતી. અમે બન્ને સતત પાંચ મિનિટથી એકબીજાની આંખોમાં જોઇને ગરબા રમી રહ્યા હતા. એ રાઉન્ડમાં મારી સામેની સાઇડ હતી. ધેટ વોઝ વેરી ઇમોશનલ એન્ડ ટચી મોમેન્ટ ફોર મી. નીલ, પ્રિયા, રોહન, શીના, કેવલ, પ્રિયા, જયદિપ, દ્રષ્ટિ, દ્રશ્ય અને તનવી બધા જ ખુબ જ ખુશીમાં ગરબા રમી રહ્યા હતા. મારી અને નીતુની નજર એકબીજાથી દુર નહોતી હટતી. અમે તો રોજ મળતા હતા. રોજ એકબીજા સાથે વાત કરતા હતા. રોજ એકબીજાને ભેટતા હતા. એ છતા અમારા વચ્ચે આજે કોઇ અલગ રીતે જ નજરો મળી રહી હતી. આજે પાક્કુ થઇ ગયુ હતુ હું અને નીતુ એકબીજા માટે જ બન્યા હતા….! એ ચાલુ ગરબે રાઉન્ડમાંથી બહાર નીકળી. તરત જ હું પણ નીકળી ગયો અને એની પાસે ગયો….!
અમારા બન્નેની આંખો ભીની થઇ ગઇ….! અમે ભીની આંખે થોડીક ક્ષણો એકબીજા સામે જોઇ રહ્યા.
‘હર્ષ…!’, કહીને એ મને ભેટી પડી. હું મહેસુસ કરી શકતો હતો એ કેટલી ખુશ હતી. જેટલી એ ખુશ હતી, એની ખુશીઓના કારણે હું બે ગણો ખુશ હતો…!
પરંતુ ખુશીઓની સાથે ડર પણ વધતો જતો હતો….! હું ડરતો હતો કે ક્યાંક એવી કોઇ વીજળી ના પડે જે બધી જ ખુશીઓને બાળીને ખાખ કરી નાખે.
***
કઇ રીતે દ્રષ્ટિ અને જયદીપ એકબીજાને મેળવી શક્યા? શું હતી એમની સ્ટોરી.? કેવી હાલત થશે જ્યારે નીતુને ખબર પડશે કે હર્ષે એનાથી શું છુપાવ્યુ છે.. જાણવા માટે વાંચતા રહો.
ચેપ્ટર - ૧૭ - બોટલ
આગળ આપણે જોયુ,
હર્ષ અને સ્મિતામેમ વચ્ચે ફીઝીકલ રીલેશન બંધાય છે. હર્ષ અને બધા ફ્રેન્ડ્સ ગરબા રમવા જાય છે. નીતુ અને હર્ષ બન્ને ખુબ જ એન્જોય કરે છે. બટ હર્ષને હજુ ક્યાંક ને ક્યાંક ગીલ્ટ તો છે જ. હર્ષ નીતુને દ્રષ્ટિ અને જયદિપની સરપ્રાઇઝ આપે છે. હવે આગળ….
***
આ બધો જ ખેલ અભિમાનનો છે, દંભ એ અભિમાનનો ખોરાક છે. દ્રષ્ટિ દુખી હતી તો દંભના કારણે હતી અને જો ખુશ હતી તો અભિમાનના સંતોષને કારણે જ.
અમે માસા માસીને રીકવેસ્ટ કરીને જયદિપ અને દ્રષ્ટિને અમારી સાથે રહેવા માટે રોક્યા હતા. રૂમમાં ધમાલનું વાતાવરણ હતુ. નીતુ પણ ગઇ કાલથી અહિં જ હતી. અમારો ફ્લેટ ઓલમોસ્ટ લીવ ઇન રીલેશનનુ પરફેક્ટ એક્ઝેમ્પલ બની ગયો હતો. સવારે બધા જ તૈયાર થઇને બેઠા હતા. નીતુએ મારો બરમુડો અને મારૂ જ મોટું ટી શર્ટ પહેર્યુ હતુ. એમા એ ખુબ જ ક્યુટ લાગી રહી હતી. દિવસે દિવસે મારો નીતુ તરફનો પ્રેમ વધી રહ્યો હતો. એ મને વધારે ને વધારે ખૂબસુરત લાગવા લાગી હતી. જ્યારથી સવારે એ નાહીને તૈયાર થઇ હતી ત્યારથી એના ખુલ્લા ભીના વાળ સાથે રમવાનુ મન થઇ રહ્યુ હતુ. એ પણ એના વાળ સાથે રમતી રમતી મારી સામે જોઇ રહી હતી. મારા બરમુડા અને ટીશર્ટમાં એ ખુબ જ હોટ લાગી રહી હતી. જો બધા ન હોત તો અમે બન્ને એકબીજા સાથે રમ્યા પણ હોત.
બધી જ ગર્લ્સે મળીને આજે બ્રેકફાસ્ટ બનાવ્યુ હતુ. શીનાએ એને આવડતી બેસ્ટ આઇટમ ઈંડા કરી બનાવી હતી. સાથે બ્રેડને બટરમાં ફ્રાય કરી હતી. મસ્ત બ્રેકફાસ્ટ તૈયાર થયુ હતુ. બધી જ ગર્લ્સે મળીને પોતપોતાના બોયફ્રેન્ડ્સ માટે દિલથી બ્રેકફાસ્ટ તૈયાર કર્યુ હતુ. હું ઇંડા નથી ખાતો એ ધ્યાનમાં રાખીને નીતુએ મારા માટે સ્પેશીયલી બ્રેડ બટર અને કોફી બનાવી હતી. બધા જ લોકો ડ્રોઇંગ હોલમાં એક મોટુ રાઉન્ડ બનાવીને બેઠા હતા.
‘આજે ક્યાં જવાનુ છે…?’, શીનાએ રોહનના મોંમાં બ્રેડનો ટુકડો મુકતા કહ્યુ.
‘જી.એમ.ડી.સી…?’, પ્રિયા બોલી.
‘ના યાર ત્યાં બવ ભીડ હોય છે…!’, શીના બોલી.
‘તો…?’,
‘આરામ કરીએ આજે…!’, નીલ બોલ્યો.
‘મારે પણ આજે કામ છે…!’, મેં કહ્યુ.
‘લેટ્સ ગો યાર, હવે કેટલા દિવસ બાકી રહ્યા ?’, શીના બોલી.
‘મારા તો પગ દુખે છે.’, નીલે પ્રિયાના ખોળામાં માથુ રાખીને લાંબા થતા કહ્યુ.
‘ચલને બે.’, રોહન બોલ્યો.
‘ઓય્ય જોરૂ કે ગુલામ તને અચાનક ગરબાનો ચસકો જાગી ગયો ને.’, નીલ હસતા હસતા બોલ્યો. રોહન તરત જ બોલતો બંધ થઇ ગયો. જ્યારે પણ રોહન શીનાની સાઇડ લેતો ત્યારે રોહનની ખેંચાઇ જ જતી.
‘અમે તો જઇશું જ.’, શીનાએ ચીડાઇને કહ્યુ.
‘અરે જસ્ટ કીડીંગ. મારે પણ થોડુ કામ છે. તમે બધા જઇ આવજો ને, પ્રિયા પણ આવશે.’, નીલે બધાને સમજાવતા કહ્યુ.
‘આપણે રેડ એફ.એમમાં જઇએ. ઓન ધ સ્પોટ પાસ પણ મળી રહેશે.’, પ્રિયા બોલી.
‘ડન…!’, રિકેતા બોલી.
‘અને તમે…?’, મેં દ્રષ્ટિ અને જયદિપને જોઇને કહ્યુ.
‘અમે લોકો સાંજે નીકળી જવાના.’, દ્રષ્ટિ બોલી.
‘એક દિવસ રહી જાવને યાર…’, નીતુએ કહ્યુ.
‘ના યાર જયદિપની ઓફીસ….’, દ્રષ્ટિએ અધુરૂ વાક્ય પૂરૂ કર્યુ.
‘નો પ્રોબ્લેમ બટ ચલ હવે કહે આ બધુ કઇ રીતે થયુ….?’, નીતુ જે રીતે બોલી એના પરથી લાગી રહ્યુ હતુ કે એ જાણવા માટે ખુબ આતુર હતી.
‘ઓહ્હ… હા કહુ કહુ નાસ્તો તો કરી લે…’
‘નાસ્તો તો થતો રહેશે, ચાલુ કરને…!’, નીતુ બોલી.
‘ઓકે… ટૂંકમાં કહી દવ..’, દ્રષ્ટિએ કહ્યુ.
‘ઓકે…!’, નીતુ બોલી.
“હર્ષ તે ખૂબ સાચુ કહ્યુ હતુ નફરતથી કંઇ જ નથી થતુ. પ્રેમ જ બધી પ્રોબ્લેમ્સનુ સોલ્યુશન છે. મમ્મી પપ્પા મારી સાથે રૂડ બીહેવીઅર કરતા અને હું પણ એના બદલામાં એજ આપતી. તે કહ્યા પછી મેં મમ્મી પપ્પાની સાથે પ્રેમ ભર્યુ વર્તન શરૂ કર્યુ. શરૂઆતમાં એમને પણ આશ્ચર્ય થયુ. બટ પછી એમનુ મારા પ્રત્યેનુ વલણ પણ બદલાણુ. બીજી તરફ બીજા સ્ટેપ્સ પણ ચાલુ જ હતા. હું ખૂબ ટુંકમાં કહુ છુ એટલે કદાચ તમને અજીબ લાગી શકે. હું દ્રશ્યની ગર્લફ્રેન્ડ તનવીને મળી. એની સાથે વાતો કરીને મને વધારે ખબર પડી કે બન્ને એકબીજાના રીલેશન માટે કેટલા સીરીયસ હતા. મેં તનવીને મારા અને જયદિપ વિશે કહ્યુ. જે પ્રોબ્લેમ હું ફેસ કરી રહી હતી, એ પણ કહી.
‘આઇ કેન અન્ડરસ્ટેન્ડ, પહેલી વારમાં મારા પપ્પા પણ નહોતા માન્યા.’, તનવીએ કહ્યુ.
‘યાર, મેં બહુ જ સમજાવવાની ટ્રાય કરી એ લોકો સાંભળવા તૈયાર જ નથી.’,
‘હું દ્રશ્યને સમજાવવાની ટ્રાય કરૂ…?’
‘ખબર નહિં એ માનશે કે નહિં ? બટ મેં તારી સાથે વાત કરી એ એને ના કહેતી પ્લીઝ.’
‘કેમ પણ ? ધીઝ ઇઝ નોટ ફેઇર. એ કોઇ છોકરી સાથે રીલેશન રાખી શકે, એની સીસ્ટર નહિં એમ..?’
‘એ તુ સમજે છે, મારો ભાઇ નહિં’
‘આ તો નહિં જ ચાલે યાર. હું કંઇ હેલ્પ કરી શકુ એમ હોય તો કહેજે.’, એણે મારા હાથ પર હાથ મુકીને કહ્યુ.
‘મારી પાસે કદાચ એક રસ્તો છે.’, મેં કહ્યુ.
‘કહે તો ખરી.’
‘તુ દ્રશ્યને કહે કે તારા ઘરેથી હવે એન્ગેજમેન્ટનું પ્રેશર છે. એટલે દ્રશ્ય સગાઇ માટે ઉતાવળો થશે. મારી પ્રોબ્લેમ તારા પપ્પાને પણ કહીએ. એ તને સમજે છે તો મારી પ્રોબ્લેમને એ સમજી શકશે. જો જયદિપને એ રીકમેન્ડ કરે તો કદાચ મમ્મી પપ્પા માની જાય.’ એ પછી હું તનવીના પપ્પાને મળી અને મારી બધી જ વાતો કરી. એ માની ગયા. તનવીએ જે નક્કિ કર્યુ હતુ એ પ્રમાણે દ્રશ્યને કહ્યુ. તનવીના ફેમીલીને મળવા માટે એક દિવસ નક્કિ થયો. એ દિવસે બન્ને ફેમીલીની ફર્સ્ટ મીટીંગ હતી. મારા ઘરે પણ ઘણી બધી તૈયારી થઇ હતી.
તનવી એના મમ્મી પપ્પા સાથે ઘરમાં દાખલ થઇ. એની પાછળ જ જયદિપ પણ એન્ટર થયો. મમ્મી પપ્પાએ બધાનુ જ ખુબ હોંશે હોંશે સ્વાગત કર્યુ. બટ જયદિપને જોઇને બધાએ થોડોક ખચકાટ અનુભવ્યો. બધાને ન ગમ્યુ. હું બધા માટે શરબત લઇ આવી. બધાએ એકબીજાના સમાચાર પુછ્યા અને ઔપચારીક વાતો થઇ.
‘તો સગાઇની તારીખ કઇ રાખીંશુ?’, મારા પપ્પાએ મૂળ વાત મુકતા કહ્યુ.
‘તમે કહો ત્યારે, પણ એ પહેલા મારે તમારી સાથે થોડીક વાતો કરવી છે.’, તનવીના પપ્પાએ કહ્યુ.
‘અરે બોલોને’, પપ્પાએ થોડુક ચિંતીત થતા કહ્યુ.
‘આ છે જયદિપ. તમને ખબર જ હશે કદાચ. જયદિપ એક ખુબ જ સારો છોકરો છે. મેં પર્સનલી એના વિશે બધુ જાણ્યુ છે. વ્યવસ્થિત કમાય છે. સ્વભાવ સારો છે. પોતાનુ મકાન છે અને છેલ્લે દ્રષ્ટિ અને જયદિપ એકબીજાને પસંદ કરે છે.’, આ સાંભળીને મમ્મી પપ્પા ને ભાઇના ચહેરા પર હું તંગ રેખાઓ જોઇ શકતી હતી.
‘જુઓ હું ખુબ સરળ માણસ છુ. મને સરળ માણસો વધારે પસંદ છે. હું મારી દિકરીને એવા ઘરમાં મોકલવા માંગુ છું જ્યાં સ્ત્રીની રીસપેક્ટ થતી હોય. એને આચાર વિચારની સ્વતંત્રતા મળી રહેતી હોય.’
‘મારી સમાજમાં કોઇ ઇજ્જત નહિં રહે..!’, પપ્પા ધીમેંથી બોલ્યા.
‘તમે સમાજમાં પ્રતિષ્ઠા વાળા વ્યક્તિ છો. જો તમે આવી એક નવી શરૂઆત કરશો તો તમારૂ માન વધારે વધશે. જો દ્રષ્ટિ અને જયદિપને તમે સ્વિકારશો તો સમાજમાં તમે કંઇક નવુ કર્યાનું માન મેળવશો. એનાથી વધારે તમારી દિકરી ખુશ થશે. એનાથી મોટી ખુશી એક બાપ માટે કઇ હોઇ શકે. હું તનવીને તમારા ઘરમાં આપુ છુ એટલા માટે જ કે એ ખુશ રહે. આશા છે કે તમે મને સમજતા હશો.’, એક ક્ષણ માટે પપ્પા કંઇ બોલી શક્યા નહિં. ખબર નહિં પપ્પાનો શોં રીસ્પોન્સ હશે.
‘આ બધુ તમને દ્રષ્ટિએ કહ્યુ…..?’, પપ્પા બોલ્યા.
‘જુઓ દિનેશભાઇ, હું સમજી શકુ કે તમને તમારી દિકરીની ચિંતા હશે જ. મને પણ છે. પરંતુ હું તમને વિશ્વાસ અપાવુ છુ કે તમારી દિકરી ખૂબ ખુશ રહેશે. તમે હા પાડો એટલે આપણે એકબીજાના મોં મીઠા કરીએ. એમ જ સમજો કે જયદિપ મારો જ દિકરો છે.’
‘એના માં-બાપ ન…’,
‘એના માં-બાપ નથી એનો મતલબ એ તો નથી કે એ છોકરામાં કોઇ ખામી છે. એમ પણ આજે કેટલા દિકરા એના લગ્ન પછી પોતાના માબાપ સાથે રહે છે? લગ્ન માટે માં-બાપ જરૂરી, પણ લગ્ન પછી એ જ માં-બાપ ખટકતા હોય છે. તમે તો ભાગ્યશાળી છો.’, તનવીના પપ્પા હસતા હસતા બોલ્યા. મારા પપ્પા પણ હસી પડ્યા. મેં થોડો રાહતનો શ્વાસ લીધો.
‘લ્યો ત્યારે કરો મોં મીંઠુ…!’, તનવીના પપ્પાએ પ્લેટમાં મુકેલો લાડુ પપ્પા તરફ લંબાવ્યો. પપ્પાએ લાડુ ખાધો અને તનવીના પપ્પાનુ મોં પણ મીંઠુ કર્યુ.
‘એક વાત કહુ દિનેશભાઇ, જો તમે આજે ના પાડી હોત તો ખરેખર અમે પાછા ચાલ્યા જતે. હું ખુશ છું કે તમે સમજી શક્યા…’,
‘મારા માટે મારી દિકરીનુ સુખ જ બધુ છે. તમે કહી દીધુ એટલે પતી ગયુ.’, પપ્પાએ પણ કહ્યુ. બન્ને ગળે મળ્યા. મારી ખુશીઓનો પાર ન રહ્યો. આખરે અમારો આઇડીયા કામ કરી ગયો. કોઇ જ વધારે સ્ટ્રગલ ના થઇ.
પ્રેમથી બધી જ પ્રોબ્લેમ્સ સોલ્વ થતી હોય છે. તે એ દિવસે મેં જોઇ લીધુ. અમે પહેલેથી જ નક્કિ કર્યુ હતુ કે તનવીના પપ્પા બધુ પ્રેમથી જ સમજાવશે. જો એ થોડાક પણ ઉગ્ર બન્યા હોત તો પપ્પા પણ ઉગ્ર જ બનત. એ દિવસે મારી અને પપ્પાની વાત પણ ખુબ જ પ્રેમથી થઇ. પપ્પાએ મારા માથા પર હાથ ફેરવ્યો. એ હું કેમ ભુલી શકું? પપ્પા એ દિવસે ખુશ હતા. પપ્પા ખુશ, મમ્મી ખુશ. વાત રહી ભાઇની તો તનવીએ એને પણ મનાવી લીધો હતો.
હું કંઇ છુપાવવા નહોતી માંગતી. મેં જે જે વાત આપણે લોકોએ કરી હતી, મેં તનવી અને એના પપ્પા સાથે કરી હતી એ બધી જ કહી દીધી. પપ્પાને એ ગમ્યુ. એના લીધે જ મમ્મી પપ્પાનુ હર્ષ પ્રત્યેનુ વલણ બદલાઇ ગયુ. સો ધીઝ વોઝ ઇટ….!”
બધા જ દ્રષ્ટિની સ્ટોરી સાંભળીને તાળીઓ પાડવા લાગ્યા. બધા દ્રષ્ટિને ગળે મળ્યા અને ‘કોન્ગ્રેચ્યુલેશન્સ’ કહ્યુ. આખરે અમારો નાનકડો વિચાર કામ કરી ગયો હતો. મારો ‘મીશન લવ’ પ્રત્યેનો કોન્ફીડન્સ વધી ગયો હતો. આ વિચારને હું દૂર સુધી લઇ જવા માંગતો હતો, ભલે થોડો સમય લાગી જાય….!
***
દ્રષ્ટિ અને જયદિપ લોકો બપોર પછી સુરત માટે નીકળી ગયા હતા. ગરબા રમવા જવાનુ ઓલમોસ્ટ બધાએ કેન્સલ જ રાખ્યુ હતુ. કેવલ અને રિકેતા એમના બીજા ગૃપ સાથે ગરબા રમવા ગયા હતા અને અમે લોકો આજે કંઇક બીજુ જ કરવાના હતા. ‘બોટલ’. નીલે આજે બોટલની વ્યવસ્થા કરી રાખી હતી. જ્યારથી બોટલ વાત આવી હતી ત્યારથી હું, નીલ અને રોહન ત્રણેય ડેવિડને યાદ કરી રહ્યા હતા. બે વર્ષ વીતી ચુક્યા હોવા છતા અમે ડેવિડને ભુલી શક્યા નહોતા. હું એ દિવસને કેમ ભુલી શકું ? અમે મજાકમાં એ પણ વાત કરી રહ્યા હતા કે ‘સાલુ હમણા હમણા કોઇનું ખૂન પણ નથી થયુ.’
કમ્પ્યુટર પર અલ્તાફ રાજાના ગીતોનુ યુટ્યુબ પરનુ પ્લે લીસ્ટ શરૂ થઇ ગયુ હતુ. શેકેલા કાજુ, શીંગ ભજીયા, શીંગ, ચીઝ ક્યુબ્ઝ નીલ લઇ આવ્યો હતો. પ્લેટ્સમાં બધુ જ ગોઠવાઇ ચુક્યુ હતુ. નીતુ મારા ખોળામાં ચહેરો રાખીને સુતી હતી. અમારી સાથે પીવામાં શીના સાથ આપવાની હતી. રોહને એને ન પીવા માટે ઘણુ કહ્યુ, બટ શીના રોહનનુ માને એમાંની નહોતી. નીલ બે બોટલ લાવ્યો હતો, એક અત્યારે અને એક પછી ક્યારેક માટે.
નીલે ચાર પેગ તૈયાર કર્યા. કાચના ગ્લાસ ટકરાવીને અમે ચીયર્સ કર્યુ. મેં વોડકાની પહેલી સીપ ભરી.
‘આ પાર્ટી દ્રષ્ટિ અને જયદિપના પ્રેમને નામ…!’
‘યો….’, બધાએ ગ્લાસ ટકરાવ્યા.
‘આજે જે જે લોકો પીવે છે એમણે ત્રણ ત્રણ પેગ પછી લવ ઉપર સ્પીચ આપવાની છે.’, મેં પાર્ટીમાં ટ્વીસ્ટ લાવવા કહ્યુ.
‘અને અમે લોકો…..?’, નીતુ બોલી.
‘તમે લોકો ઓડીયન્સ…!’
‘એમ તો ના જ ચાલે.’, પ્રિયા પણ બોલી.
‘તો તમારે પણ પેગ મારવા પડશે.’, નીલ હસતા હસતા બોલ્યો.
‘નો પ્રોબ્લેમ, આઇ એમ રેડી…!’, નીતુ મારા ખોળામાંથી બેઠી થતા બોલી. મેં એને થોડી શાંત કરી.
‘યુ ડોન્ટ નીડ ટુ ડુ ધીઝ….!’, મેં કહ્યુ.
‘આઇ વોન્ટ ટુ ડુ ધીઝ ડાર્લીંગ.’, એણે ખુબ પ્રેમથી કહ્યુ.
‘નીલ…?’
‘નીલ તને હું પીવુ એમાં કોઇ વાંધો છે…?’, નીતુએ નીલને પુછી લીધુ.
‘બે પેગથી વધારે નહિં….!’, નીલે કહ્યુ.
‘સ્પીચનો રૂલ ત્રણ પેગનો છે…!’, મેં હસતા હસતા કહ્યુ.
‘હું બે પેગ પછી જ સ્પીચ આપીશ….!’,
‘થ્રી પેગ ઓર નો સ્પીચ.’, શીના બોલી.
‘આઇ એગ્રી’, જોરૂ કા ગુલામ ભી બોલા.
‘તુ આજકાલ બવ એગ્રી થવા લાગ્યો છે ને.’, મેં રોહનની ખેંચતા કહ્યા.
‘બસ હો…!’, એણે મને હાથ બતાવતા ચેતવ્યો.
‘ઓકે થ્રી પેગ..’, નીલે નીતુને મંજુરી આપી. અમારો ફર્સ્ટ પેગ પુરો થઇ ગયો. પ્રિયા અને નીતુ માટે બે પેગ બનાવવામાં આવ્યા. પ્રિયા એક જ ઘુંટડે આખો પેગ ગટકી ગઇ.
‘આપડે ધીરે ધીરે…!’, મેં નીતુની પીઠ પર હાથ ફેરવતા કહ્યુ.
‘ઓકે બેબી….!’, એણે મને જકડીને કહ્યુ.
રોહને પાંચ પેગ બનાવ્યા. હું ધીરે ધીરે કાજુ ખાતો ખાતો સીપ લઇ રહ્યો હતો. આ વખતે શીના એક જ ઘુંટડામાં આખો પેગ ગટકી ગઇ.
‘મેડમ ધીરે ધીરે પીવોને મજા આવશે.’, નીલ બોલ્યો.
‘થોડુ સ્ટ્રોંગ બનાવ….’, શીનાએ કહ્યુ. એ એવી રીતે કહી રહી જાણે એ વર્ષોથી પીતી હોય.
‘હા ભાઇ સ્ટ્રોંગ મને પણ’, રોહન પણ બોલ્યો. અમે બધા જ હસ્યા.
‘T.C.S આવે છે એ તો યાદ છે ને…?’, નીલ રોહનને જોઇને બોલ્યો.
‘કેન્સલ….!’, એ બોલ્યો.
‘ભાઇ આને બીજા જ પેગમાં ચડી ગઇ કે શું?’, નીલે ખાલી ગ્લાસ ભર્યા.
‘T.C.S નુ કેમ્પસ પ્લેસમેન્ટ પોસ્ટપોર્ન થયુ, 8th સેમમાં’, નીતુ એનો પહેલો પેગ પુરો કરતા બોલી.
‘કાજુ અંબાવ તો…’, પ્રિયાએ કહ્યુ.
‘નીલે એક મુઠ્ઠી ભરીને કાજુ એક પ્લેટમાં મુક્યા..!’
‘દર વર્ષે તો 7th માં જ આવે છે, આ વખતે ?’, નીલે પુછ્યુ.
‘ફક TCS’, શીના ત્રીજો પેગ પણ એક જાટકે ગટકી ગઇ..
‘હવે ટલ્લી…!’, નીતુએ હસતા હસતા કહ્યુ. શીનાએ આંખો પહોળી કરીને નીતુ સામે જોયુ.
‘શાંત શાંત….!’, રોહને કહ્યુ અને શીના હસી પડી. શીનાએ કીસ કરવા પોતાનુ મોં રોહનના ગાલ તરફ કર્યુ.
‘આજે તારી બીજી બોટલ પણ પુરી….!’, મેં નીલ સામે જોતા કહ્યુ. અમે લોકો અમારો ત્રીજો પેગ ધીમેં ધીમેં માણી રહ્યા હતા.
‘એય આ રંડાપાને બંદ કર….’, શીનાએ કમ્પ્યુટર તરફ ઇશારો કરતા કહ્યુ. અમને ખબર નહોતી પડી રહી કે શીનાને ચડી હતી કે એ નાટક કરી રહી હતી.
‘આઇ વીલ ડુ ઇટ બેબી…!’, રોહન પોતાનો ગ્લાસ લઇને ઉભો થયો.
‘શું કરૂ બેબી….?’, એણે યુટ્યુબ ઓપન કરીને કહ્યુ.
‘ફક ઇટ મેન, ગીમ્મી કીસ…..! કમ હીઅર’, શીના બોલી.
‘હની સીંઘ લગાવ….!’, મેં કહ્યુ.
‘યો યો….!’, શીના બબડી. રોહન સોંગ્સ લગાવીને પાછો એની જગ્યાએ આવી ગ્યો.
નીતુ સિવાય બધાના ત્રણ ત્રણ પેગ પુરા થઇ ચુક્યા હતા એક બોટલ પુરી થઇ ગઇ હતી. નીલ રૂમમાંથી બીજી બોટ્લ લઇ આવ્યો.
‘ઘટશે…!’, નીલ આવીને મારી પાસે બેઠો એટલે મેં કહ્યુ.
‘નહિં ઘટે, હજુ એક છે…!’, એણે મારા કાનમાં કહ્યુ.
‘સન ઓફ અ બીચ..!’, શીના બબડી.
નીલે છ પેગ બનાવ્યા.
‘આઇ વીલ હેવ નીટ.’, શીના બોલી. નીલે રોહન સામે જોયુ.
‘બેબી નો નીટ.’, રોહને કહ્યુ, શીનાએ રોહન સામે આંખો ફાડીને જોયુ.
‘નીટ નીટ નીટ…..!’, શીનાએ જીદ પકડી. રોહન અને નીલે એકબીજા સામે જોયુ.
‘ઇસકે બાદ…!’, નીલે ગ્લાસ શીનાને લંબાવતા કહ્યુ.
‘નાઉ સ્પીચ.’, મેં કહ્યુ.
‘કોણ શરૂ કરશે પહેલા……?’, નીલે પુછ્યુ.
‘રોહન….!’, શીના બોલી. અમે બધા હસ્યા. રોહન થોડો શરમાયો. એ સંકોચાઇને ઉભો થયો.
‘શું બોલવાનુ છે…?’, એણે ઉભા થઇને પુછ્યુ.
‘લવ વિશે, એના પહેલા વોલ્યુમ સ્લો કર..!’, મેં કહ્યુ. એ કમ્પ્યુટર પાસે ગયો અને ગીતનુ વોલ્યુમ ધીમુ કર્યુ.
રોહનની આંખો થોડીક ઘેરાઇ રહી હોય એવુ લાગી રહ્યુ હતુ. એણે હાથમાં પકડેલ ગ્લાસનો ઘુંટડો ભરીને નીચે મુક્યો.
‘લવ…. અમ્મ્મ. લવ એટલે પ્રેમ. હું શીનાને પ્રેમ કરૂ છુ. આઇ કેર ફોર યુ શીના. ધીઝ ઇઝ લવ.’, શીનાએ પીતા પીતા ફ્લાઈંગ કીસ આપી.
‘લવ ઇઝ ફોરેવર. લવ નેવર ડાય્ઝ…..! મને નથી ખબર લવ એટલે શું..? હું જસ્ટ શીનાને લવ કરૂ છુ…! ધેટ્સ ઓલ.’, રોહને કહ્યુ અને એ પોતાની જગ્યા તરફ આગળ વધ્યો.
‘વન મિનિટ…!’, શીના પ્રિયાને ટેકો દઇને ઉભી થઇ.
‘હાવ મચ ડૂ યુ લવ મી….?’, શિનાએ રોહન પાસે જઇને કહ્યુ.
‘ધીઝ મચ….!’, રોહને હાથ ફેલાવતા કહ્યુ.
‘વોટ કેન યુ ડુ ફોર મી…..?’, શીનાએ કહ્યુ.
‘એનીથીંગ….!’, રોહન એવી રીતે બોલ્યો જાણે એ સીરીયસ હોય.
‘ગીમ્મી વન…!’, શીનાએ નીલ પાસે હાથ લંબાવ્યો. નીલે તરત જ એક પેગ બનાવી આપ્યો.
‘પી જા…!’, શીનાએ કહ્યુ. રોહન તરત જ એ ગટકી ગયો. રોહને પેગ પુરો કર્યો કે તરત જ શીના રોહનના હોઠે વળગી પડી. બન્નેએ એક હોટ એગ્રેસીવ કીસ કરી. બન્ને ફરી પોતપોતાની જગ્યા પર બેઠા.
‘ધીઝ ઇઝ નોટ ફેર…! હવે મીનીમમ બે મિનિટ બોલવુ પડશે.’, નીતુ બોલી.
‘યો….!’, શીના તાનમાં જ બોલી. શીનાને હવે વોડકા ચડી ગઇ હતી. એના મોંમાંથી ગાળ સિવાય કંઇ જ નહોતુ નીકળતુ. બટ એ પુરેપુરી હોશમાં હતી. નીતુએ ત્રીજો પેગ પણ પુરો નહોતો કર્યો. એને ખબર હતી એ શું કરી રહી હતી. રોહન ખબર નહિં એક ઉદાસીમાં ચાલ્યો ગયો હતો. શરાબનું આવુ જ હોય છે, કાંતો એ તમને ખૂબ ખુશી તરફ લઇ જાય અથવા તો એક ઉદાસીમાં લઇ જાય. રોહન સ્પીચ આપ્યા પછી વધારે નહોતો બોલી રહ્યો. એ શાંત પડી ગયો હતો. બટ શીના તો હજુ એક્સાઇટેડ હતી. લોકો કોલેજથી માંડીને એની જુની રૂમ પરની બબાલોની વાતો કરી રહ્યા હતા.
‘એ કોઇ સારા સોંગ ચડાવો.’, નીલ બોલ્યો. હું ઉભો થયો અને ડેવીડ ગુએટાના સોંગ લગાવ્યા. મેં કમ્યુટરમાં ટાઇમ જોયો. એક વાગી ગયો હતો. તરત જ મને કેવલ અને રિકેતા યાદ આવ્યા.
‘પેલા લોકો આવવાના છે કે નહિં ?’, મેં પુછ્યુ. નીતુએ કોલ કર્યો.
‘ક્યારે આવો છો….?’,
‘શું…?’,
‘ઓકે.’,
‘એ લોકો આજે એમના ફ્રેન્ડ્સને ત્યાંજ રોકાવાના છે..!’, નીતુએ ફોન કટ કરીને કહ્યુ. નીલે સીગરેટ કાઢી.
‘એક આપ તો લ્યા..’, રોહને નીલને કહ્યુ. નીલે સીગરેટ બોક્સ રોહન તરફ લંબાવ્યુ. રોહને લાઇટરથી સીગરેટ સળગાવી. નીતુ અને પ્રિયા સિવાય બધાએ સીગરેટના કશ લગાવ્યા. નીતુ સિવાય બધાના પાંચ પાંચ પેગ થઇ ચુક્યા હતા. કોલેજના H.O.D ની ઉડાવવામાં લવ ઉપરની સ્પીચ બધાને ભુલાઇ ગઇ હતી. ત્રણ વાગી ગયા હતા. ત્રણ ચાર સીગરેટ પીધા પછી રોહનને બરાબરની ઉંઘ ચડી હતી. એટલે એ ઉંઘી જ ગયો હતો. હવે અમે પીવાનુ ધીમુ કરી દીધુ હતુ. હવે મને પણ ચડી રહી હતી એવુ લાગી રહ્યુ હતુ.
‘ભાઇલોગ લવ સ્પીચ કા ક્યા હુઆ…’, મને યાદ આવ્યુ એટલે કહ્યુ.
‘આઇ વીલ.’, પ્રિયાએ કહ્યુ.
‘બીચ રોક દ ફ્લોર….!’, શીના મોંટેથી બોલી. પ્રિયાએ ગ્લાસ ઉંચો કરીને શીનાએ કહ્યુ. અમને પ્રિયા પાસેથી એક સારી સ્પીચની એક્સપેક્ટેશન્સ હતી. કારણ કે એ ફીલોસોફીની સ્ટુડન્ટ હતી. એટલે જ મેં મારા મોબાઇલનુ વોઇસ રેકોર્ડર ઓન કરી દીધુ હતુ. પીધા પછી યાદ રહે ના રહે. એણે બેઠા બેઠા જ બોલવાનુ શરૂ કર્યુ.
‘સી આઇ વોન્ટ ટુ ટેલ ગ્રાઉન્ડ લેવલ થીંગ્સ. લવ, પ્રેમ, મોહબ્બત આ એક એવી વસ્તુ છે જેના લીધે જ આપડે જીવી રહ્યા છીએ. એક્ચ્યુઅલી એમ પણ કહી શકાય કે લવ ઇઝ અ એબ્સન્સ ઓફ ઇગો. અથવા તો પ્રેમ અને ઇગો એકબીજાના પૂરક છે. જેટલો ઇગો ઓછો એટલો લવ વધારે. જેટલો લવ વધારે એટલો ઇગો ઓછો.
પ્લેટોનુ કહેવુ છે કે પ્રેમ હંમેશા કોમળ ઘરમાં રહે છે. એટલે કે પ્રેમ કઠોર વસ્તુથી હંમેશા દૂર જ ભાગતો હોય છે. લગભગ આપણે એમ કહેતા હોઇએ છીએ કે તારા હાર્ટમાં મારા પ્રત્યે કેટલો પ્રેમ છે? કોઇ દિવસ એમ નથી કહેતા કે તારી ખોપરીમાં કેટલો પ્રેમ છે? કારણ કે પ્રેમ એટલો સોફ્ટ છે કે એને હાર્ડ વસ્તુ પાસે ફાવતુ જ નથી. માણસને ફુલો જોઇને કેમ આટલી પ્રસન્નતા પ્રગટે ? કેમ ફાફડા થોર જોઇને એને જોયા જ કરવાનુ મન ન થાય? કોઇ સ્ત્રીની બોડી જ લઇ લો. સ્થુળ રૂપમાં કોઇ સ્ત્રીની બોડી જેટલી કોમળ હશે એટલા વધારે લોકો એના તરફ આકર્ષાશે. સીક્સ પેક્સ એબ્સ વાળી સ્ત્રી બહુ ઓછાને ગમતી હોય છે.
પ્રેમને સુંદરતા સાથે ખુબ જ ગાઢ સંબંધ છે. પ્રેમનો ખોરાક જ સુંદરતા છે. પ્રેમ ક્યારેય કદરૂપી વસ્તુને નહિં આરોગે. તમે એક દેખાવડો અને એક દેખાવે ઠીક ઠાક છોકરાને ઉભો રાખો, એવી જ રીતે બે છોકરીઓને પણ ઉભી રાખો. બન્ને છોકરા પહેલા તો સુંદર છોકરી તરફ જ આકર્ષાશે. એવી જ રીતે બન્ને છોકરીઓને પહેલા હેન્ડસમ છોકરો જ ગમશે. આ પ્રેમનો સ્વભાવ છે. સુંદર છોકરો છોકરી એકબીજાને પસંદ કરી લેશે અને બીજો છોકરો અને છોકરી કોમ્પ્રોમાઇઝ.
એકબીજા સાથે સમય વિતાવ્યા પછી બે વ્યક્તિ વચ્ચે પોતપોતાની આપ લે થાય અને પછી સમજણની સુંદરતા પાંગરે અને પ્રેમ થાય એ બીજી વાત છે. બાકી સુંદરતા વિના પ્રેમ જીવી શકે નહિ…..!
અને ત્રીજી વસ્તુ પ્રેમ હંમેશા હળવો હોય છે., એટલો હળવો કે અવકાશમાં ઉડી શકે. એનામાં નકામો ભાર નથી હોતો. એ ક્યારેય વજનને કારણે નમતો નથી, હંમેશા હળવા પણાને લીધે જ નમે છે. એટલે જો કોઇ બે વ્યક્તિ એકબીજા સાથે જગડતા હોય તો જે વ્યક્તિ નમતુ મુકે એનામાં ઇગોનો ભાર ઓછો હશે. સો ધીઝ આર માય થોટ્સ ઓન લવ…!’, પ્રિયાએ બોલવાનુ બંધ કર્યુ એટલે બધાએ ગ્લાસ સાઇડમાં મુકીને તાળીઓ પાડી. પીધા પછી તો એમ પણ માણસ ફીલોસોફર બની જતો હોય છે, અને પ્રિયા તો ફીલોસોફર હતી જ. જ્યારે મેં આ રેકોર્ડીંગ સાંભળ્યુ હતુ ત્યારે હું એના વિચારો ઉપર વિચારતો થઇ ગયો હતો.
નીલે પ્રિયાને બથ ભરી લીધી. એમ પણ હવે બધા જ લથડીયા ખાઇ રહ્યા હતા. મને તો ખબર જ નહોતી પડી રહી કે હું શું બોલીશ. પ્રિયાની સ્પીચ સાંભળીને બધા વિચારવા લાગ્યા હતા.
‘નાઉ આઇ વીલ…!’, નીલે કહ્યુ અને પોતાનો ગ્લાસ ગટકી ગયો. હવે બોટલમાંથી ત્રણ જ પેગ બને એમ હતા. પ્રિયાએ નીલને કીસ કરી. એકદમ શાંત માહોલ હતો. બેકગ્રાઉન્ડમાં ધીમા ધીમા પોપ સોંગ્સ વાગી રહ્યા હતા. એવુ લાગી રહ્યુ હતુ કે બધા ‘લવ સ્પીચ’ ને સીરીયસલી લઇ રહ્યા હતા.
‘હું પ્રિયાની જેમ ફીલોસોફીનો સ્ટુડન્ટ નથી, બટ લવ વિશે હું જે વિચારૂ છુ એ કહીશ. હું ક્રિષ્નમાં ખુબ જ માનુ છું. ઘરનુ એટમોસ્ટફીઅર પહેલેથી જ ક્રિષ્નફુલ રહ્યુ છે. ગોપીઓ અને ક્રિષ્નના પ્રેમને જીવ્યો છે એમ કહી શકુ.’, આ રીલીજીઅસ નીલને હું પહેલીવાર સાંભળી રહ્યો હતો. મદિરા પાન કર્યા પછી લોકો પોતાને પૂરેપુરા એક્સપ્રેસ કરતા હોય છે એ તો પાક્કુ. દારૂ ટેમ્પરરી દંભ મીટાવવાનુ એક મસ્ત સાધન બની શકે, એવુ હું માનુ છુ. પીધા પછી વ્યક્તિ પોતાના લેયર્સ ઉતારીને લગભગ પારદર્શક બની જતો હોય છે. નીલ અત્યારે જે હતો એ ક્યારેય નહોતો.
‘પ્રેમ એટલે એક પ્રકારની તડપ. તડપ વિના પ્રેમનો કોઇ સ્વાદ જ નથી. જો તડપ ના હોય તો પ્રેમ પરસીસ્ટ ના કરી શકે. તડપ જ પ્રેમની ભુખ પેદા કરતી હોય છે. આપણે જમ્યા પછી આરામ કરવો પડતો હોય છે, કામ કરવુ પડતુ હોય છે, થોડો સમય જવા દેવો પડતો હોય છે ત્યારે જ ભુખ લાગે. એવુ જ પ્રેમનુ પણ છે. પ્રેમમાં પણ વિરામ લેવો જોઇએ. એ ચાહે ઇશ્વરને પ્રેમ કરતા હોવ, કોઇ વ્યક્તિને કે કોઇ વસ્તુને. બે વ્યક્તિ વચ્ચેનુ વૈચારીક અને ભૌતીક અંતર પ્રેમમાં વધારો કરતુ હોય છે. બે વસ્તુ વચ્ચેના અંતરને લીધે એક બીજાની તલબ ઉભી થતી હોય છે, એક તડપ ઉભી થતી હોય છે અને એમાંથી પ્રેમનો જન્મ થતો હોય છે. એટલે જ હું પ્રિયા વિશે વધારે જાણતો નથી, એને રોજ મળુ છુ બટ એક ડીસ્ટન્સ મેઇન્ટેઇન કરૂ છુ. જેથી મને કંઇક ને કંઇક પ્રિયામાં નવુ દેખાય. હું રોજ પ્રિયાને નવી નજરથી જોવ છુ. આ નવીનતા જ મારા માટે પ્રેમ છે.’, નીલ અડધાથી વધુ સ્પીચ પ્રિયાને જોઇને બોલ્યો હતો. એણે પ્રેમના અદભુત વિચારો પ્રેઝન્ટ કર્યા હતા.
‘બધા જ ફકર્સ આજે ફીલોસોફર બની ગયા છે.’, શીના હસતા હસતા અને ડોલતા ડોલતા બોલી. બધા જ એની સાથે હસ્યા.
‘યાર પ્રેમ એટલે બેવફાઇ, ધોખાધડી…! એ બધુ ક્યાં ગયુ.’, શીના બોલી.
‘વોડકા….!’, નીતુએ ગ્લાસ ઉંચો કર્યો.
‘યો બીચ…!’, શીનાએ પોતાનો ગ્લાસ ટકરાવતા કહ્યુ.
‘નાઉ હર્ષ યોર ટાઇમ….!’, પ્રિયાએ કહ્યુ. એ ટાઇમે મને ખબર જ નહોતી પડી રહી કે હું શું બોલુ.
‘આઇ ડોન્ટ નો વોટ ટુ સ્પીક…!’, મેં કહ્યુ.
‘આઇડીયા તારો અને તને જ નથી ખબર શું બોલવુ…?’, પ્રિયાએ કહ્યુ.
‘મીશન લવ ઉપરથી કંઇક બોલ….!’, નીલે મસ્ત આઇડીયા આપ્યો. નીલે છેલ્લા ત્રણ પેગ બનાવ્યા. મને શું બોલવુ એનો ખયાલ આવી ગયો હતો.
‘મેં એકવાર કોઇ સાયન્સ મેગેઝીનમાં વાંચ્યુ હતુ. વી ઓલ આર કનેક્ટેડ. આપણી એક વ્યક્તિની નાની હરકત આખા વિશ્વને અસર કરતી હોય છે. કદાચ આ કનેક્શન જ લવ છે. આપણે બધા જ પ્રેમના બનેલા છીએ. આપણે અહિં છીએ તો પણ પ્રેમ માટે જ.’, હું બોલી રહ્યો હતો.
‘બટ વી હેવ ટુ ટોક ઓન લવ એઝ યુ સેઇડ…!’, શીનાએ મારી ખેંચતા કહ્યુ.
‘ઓકે…! સો લવ ઇઝ ધીઝ કનેક્શન. પ્રેમ એક એવુ ઇનવીઝીબલ કનેક્શન છે જે આપણે મહેસુસ કરી શકીએ. લવ ઇઝ એવરીવેર. એને મહેસૂસ કરવા માટે હ્રદય હોવુ જોઇએ. તમે બધાએ કહ્યુ લવ ક્યાંથી જન્મે છે ક્યાં રહે છે. મારા મતે પ્રેમ છે જ. આપણે શું કહેવાય યાર…? હા પ્રગટે…! મારા મતે પ્રેમ જન્મતો નથી. એ છે જ. એ જસ્ટ પ્રગટતો હોય છે. જ્યાં સુધી વિશ્વાસ એસ્ટાબ્લીશ નહિં થાય ત્યાં સુધી પ્રેમ હોવા છતા પ્રગટશે નહિં. સો પ્રેમ એક કેન્ડલ હોઇ શકે, અથવા કોઇ પણ યંત્ર જે ચારે તરફ લાઇટ ફેલાવે. બે વ્યક્તિ વચ્ચે જ્યાં સુધી વિશ્વાસ નહિં હોય ત્યાં સુધી પ્રેમ અધૂરો અધૂરો હશે. આપણે લોકો નથી કહેતા પ્રેમમાં એકબીજાને સરન્ડર કરી દેવાનુ હોય છે. એ સરન્ડર કરી દેવાની હિમ્મત વિશ્વાસ પછી જ આવતી હોય છે. જો જરાં પણ શંકા હશે તો વિશ્વાસ જ કાચો હશે. જ્યાં સુધી પ્રેમનો જન્મદાતા જ કાચો હોય ત્યાં સુધી એનુ બાળક તો એમેચ્યોર ગર્ભ જેવુ જ હશે ને.’, એક તરફ હું વિશ્વાસની વાતો કરી રહ્યો હતો. બીજી તરફ હું પોતેજ દંભને જન્મ પણ આપી રહ્યો હતો. મેં નીતુથી જે જે છુપાવ્યુ હતુ એ પછી હું આવી રીતે કઇ રીતે બોલી શકુ. કદાચ મારામાં હિમ્મત નહોતી. કદાચ મને જ હજુ નીતુ ઉપર અર્ધ વિશ્વાસ હતો. મગજ તો એવો તર્ક પણ રજૂ કરી રહ્યુ હતુ કે ‘તો પછી આ પ્રેમ છે જ નહિં…!’ હું મારા છેલ્લા પેગ પર બળી રહ્યો હતો. એ હું ભુલી શકુ એમ નથી…! મેં તરત જ બોલતા બોલતા નીલ પાસે એક સીગરેટ માંગી. સીગરેટ ચુસતા ચુસતા જ મેં બોલવાનુ કન્ટીન્યુ કર્યુ.
‘ક્યારેક બે વ્યક્તિ વચ્ચે અમુક વાતો અજાણી રહેતી હોય છે. ક્યારેક એ જરૂરી પણ હોય છે. પ્રેમને પણ નગ્ન ફરવુ નથી ગમતુ હોતુ. પ્રેમને રહસ્યોના કપડા પહેરવા ગમતા હોય છે.’, હું શું બોલી રહ્યો હતો એનુ મને હવે ખરેખર ભાન નહોતુ. મેં કંઇક બીજુ બોલવાની ટ્રાય કરી.
‘ટ્રસ્ટ ઇઝ ઇમ્પોટન્ટ, ઇફ ધેર ઇઝ લવ ધેર મસ્ટ બી ટ્રસ્ટ. ઇફ ધેર ઇઝ નો ટ્રસ્ટ, ધેર ઇઝ નો લવ…! ધેટ્સ ઓલ..!’, મેં મારૂ છેલ્લુ વાક્ય કહ્યુ. મને એવુ લાગી રહ્યુ હતુ કે હું કોઇને કન્વીન્સ કરવા બોલ્યો હોવ. હું બોલતો બંધ થયો એટલે નીતુએ મને હગ કરી. એણે એનો ત્રીજો પેગ હજુ અડધો જ પીધો હતો. ફરી એણે મને ગાલ પર કીસ કરી. બધા જ મારી સામે જોઇ રહ્યા હતા જાણે મેં કોઇ ચોરી કરી હોય, અથવા તો મને એવુ લાગી રહ્યુ હતુ કે એ લોકો મારા સામે જોઇ રહ્યા હતા. ડર તમને કેટ કેટલી આભાસી ફીલ્મો બતાવતો હોય છે. મેં એક સીપ લઇને, ચીઝનો ટુંકડો ખાધો અને ઉપર બે ચાર કાજુ મોંમાં નાખ્યા. ફરી એક સીગરેટ સળગાવી અને હું સીગરેટ ફુંકવા લાગ્યો.
‘બે…. સીગરેટ લાવ. હવે મારો ટર્ન છે…!’, શીનાએ મને સીગરેટ પીતા જોઇને કહ્યુ.
‘બીજી સળગાવી લે ને યાર….’, મેં ઇરીટેટ થઇને કહ્યુ. નીતુએ મારા હાથમાંથી ધીરેથી સીગરેટ સરકાવી અને શીનાને આપી દીધી.
‘એનીથીંગ રોંગ બેબી…?’, નીતુએ મને પુછ્યુ.
‘નોપ…!’, મેં સ્માઇલ સાથે કહ્યુ.
‘ધેન કુલ ડાઉન બેબી…!’, એણે મને પપ્પી કરીને કહ્યુ.
‘ગાય્ઝ દીઝ ઇઝ માય લાસ્ટ પેગ…!’, શીનાએ ઉભા થવાની કોશીષ કરી. બટ એનુ બોડી એના કંટ્રોલમાં નહોતુ. અમને વિશ્વાસ હતો એ ઉભી રહી શકવાની નહોતી.
‘મેડમ નીચે બેસીને જ બોલો…!’, મેં કહ્યુ.
‘નો….!’, એણે એક હાથમાં સીગરેટ અને એક હાથમાં ગ્લાસ પકડીને ઉભા થતા કહ્યુ.
‘એવરી મેન એન્ડ વુમન વોન્ટ્સ ઓનલી વનથીંગ….! પ્લેઝર. આઇ વીલ બી વેરી બીટર ટુડે બીકોઝ આઇ એમ સેઈંગ ટ્રુથ. લવ ઇઝ અ પ્રોસેસ ઓફ ગેટીંગ પ્લેઝર. એની બોય ઓર ગર્લ ગેટ્સ અટ્રેક્ટેડ ટુર્ડ્સ ઇચ અધર્સ બોડી. આઇ એમ ગર્લ સો મને કોઇ હેન્ડસમ મેનની મસ્ક્યુલર બોડી તરફ અટ્રેક્શન થશે જ. પહેલી નજરમાં ક્યારેય પ્રેમ થતો જ નથી. પહેલી નજરમાં ઓલવેઝ, ધેર વીલ બી અટ્રેક્શન ટુવર્ડ્સ બોડી. જો કોઇ એમ કહેતુ હોય કે મને પહેલી નજરમાં પ્રેમ થયો છે, તો એ અટ્રેક્શન જ છે અને મારા માટે આ જ લવ છે. આમાં કોઇ ખરાબ વસ્તુ નથી. ધીઝ ઇઝ ટ્રુ. એવરીવન વોન્ટ્સ ટુ ફક…! સો એવરીવન વીલ સે, આઇ લવ યુ…! અલ્ટીમેટલી એવરીવન વોન્ટ્સ ઇન્ટરકોર્સ, પ્લેઝર. સેઈંગ “આઇ વોન્ટ ટુ ફક યુ” ઇઝ ટુ રૂડ. એટલે જ બધા ગુડ લેંગ્વેજમાં “આઇ લવ યુ” કહે છે. સો લવ ઇઝ અ પ્રોસેસ ઓફ ફકીંગ. સી, વી ઓલ વોન્ટ લવ. બટ લવ ઇઝ ડીલીવર્ડ થ્રુ ધીઝ બોડી. ઇટ મે બી હગ, કીસ, પેમ્પરીંગ ઓર સેક્સ. વ્હાય વી ઓલ પ્રીટેન્ડ ધેટ વી હેટ સેક્સ. સેક્સ ઇઝ વન કાઇન્ડ ઓફ લવ યાર…! બટ વી ઓલ આર મદર ફકીંગ હીપ્પોક્રેટ્સ…! રોહન મેં બી ઇડીયડ ઓર ડમ્બ. બટ યુ નો વ્હાય આઇ લવ હીમ…! એણે મને પહેલા આઇ લવ યુ નહોતુ કહ્યુ. એણે મને એમ જ કહ્યુ હતુ કે આઇ લવ યોર બોડી. આઇ ડોન્ટ નો ઇટ ઇઝ લવ ઓર નોટ. બટ આઇ વોન્ટ ટુ બી એડીક્ટેડ ઓફ યોર બોડી. એ ચાહત તો કહી શકત, આઇ લવ યુ… યુ આર સો બ્યુટીફુલ એન્ડ બ્લા બ્લા ફકીંગ થીંગ્સ. બટ શી સેઇડ વોટ શી બીલીવ્સ. સો આઇ લવ હીમ…! આઇ લવ હીસ ટફ બોડી, આઇ લવ લવ મેકીંગ વીથ હીમ…! એન્ડ ધીઝ ઇઝ લવ ફોર મી. આઇ ડોન્ટ ડીસ્ક્રીમીનેટ સેક્સ એન્ડ લવ…! બીકોઝ ઇટ ઇઝ અલ્ટીમેટલી એઝ વી સે “લવ મેકીંગ…!” સો ગાય્ઝ ફક, ઈટ એન્ડ સ્લીપ…! નથીંગ લાઇક પ્લેઝરસ ધેન ધીઝ…! નથીંગ મેટર્સ એટ ડેથ ટાઇમ. વન લાસ્ટ થીંગ. ઇફ એનીથીંગ ગીવ્સ યુ પ્લેઝર ધેન યુ આર લવીંગ ધેટ થીંગ. આઇધર યુ નો ઓર નોટ..! યુ લવ ઇટ…!’, શીનાએ અદભુત સ્પીચ આપી હતી. એ છેલ્લી લાઇન પુરી કરતા પહેલા એનો પેગ ગટકી ગઇ હતી અને સીગરેટ ચુસી ગઇ હતી. અમે બધાએ ખુબ તાળીઓ અને ચીસો પાડીને એની સ્પીચને એપ્રીશીએટ કરી હતી.
‘વન્ડરફુલ…!’, રોહન ઉંઘમાંથી ઉભો થયો.
‘સ્લીપ બેબી સ્લીપ…!’, શીનાએ એને માથા પર હાથ ફેરવીને ફરી ઉંઘાડી દીધો.
‘સ્પીચલેસ શીના….!’, નીતુએ કહ્યુ.
‘યા રીઅલી…!’, પ્રિયા પણ બોલી. આ નાઇટ શીનાને નામ હતી.
ચખણુ પુરૂ થઇ ચુક્યુ હતુ. ત્રણ બોટલ અમે લોકો ગટકી ગયા હતા. સવારના ચાર વાગ્યા હતા. છતા નીતુનો ત્રીજો પેગ પુરૂ નહોતો થયો. અમારી કન્ડીશન હતી કે જેણે ત્રણ પેગ પીધા હોય એ જ સ્પીચ આપી શકશે…!
‘કમઓન બીચ, ફીનીશ ઇટ એન્ડ સ્ટાર્ટ…!’, શીના બેઠી બેઠી બોલી. બધાને હવે ધીરે ધીરે ઉંઘ આવી રહી હતી. ઇઝ ઇટ કમ્પલ્સરી….?
‘યો બીચ…!’, શીના મોંટેથી કહ્યુ. નીતુ એક ઘુંટડામાં એનો અડધો પેગ ગટકી ગઇ.
‘ઓકે ધેન લીસન, તમારા લોકોના બોલ્યા પછી મારી પાસે કંઇ જ બાકી નથી રહ્યુ. આઇ એગ્રી વીથ શીના, નીલ, ર્પિયા એન્ડ યુ માય ડીઅર..! આઇ ડોન્ટ નો વોટ ટુ સ્પીક…!’, નીતુએ છેલ્લે મારી સામે જોઇને કહ્યુ.
‘નો, ધીઝ ઇઝ કમ્પ્લસરી…!’, પ્રિયાએ કહ્યુ.
‘યાર…’, એણે અકળાઇને કહ્યુ. મેં એનો હાથ પકડ્યો અને એની સામે જોયુ.
‘સે એનીથીંગ વોટ યુ થીંક અબાઉટ લવ..!’, મેં કહ્યુ.
‘ઓકે..!’, એણે શાંત થઇને કહ્યુ.
‘આઇ ડોન્ટ નો હાવ ટુ એલાબોરેટ લવ. બટ જેમ નીલે કહ્યુ એમ પ્રેમ એક તડપ છે. હું બે વ્યક્તિ વચ્ચેના જ લવની વાત કરૂ તો. હું જ્યારે પણ હર્ષથી દુર હોવ છુ તો એક તડપ હંમેશા હોય છે. ક્યારે હું એને મળીશ, અમે શું વાતો કરીશું ? હમણા હમણા તો હું જે પણ કરૂ છુ એ હર્ષ માટે જ કરી રહી હોવ એવુ લાગી રહ્યુ છે. એ ચાહે મારા કપડા હોય કે પછી મારી બીંદી. હર્ષના ચહેરા પર સ્માઇલ લાવવા જ આ બધુ કરૂ છુ. આ જ મારા માટે લવ છે…! પ્રિયાએ કહ્યુ એમ પ્રેમનો ખોરાક સુંદરતા છે. મારા માટે હર્ષથી સુંદર કોઇ નથી. હું હર્ષને કાચેકાચો ખાઇ જાવ એવું પણ ક્યારેક ક્યારેય થાય…! કદાચ આ જ લવ છે. આઇ એગ્રી વીથ શીના. પહેલા હું હર્ષ પ્રત્યે અટ્રેક્ટ જ થઇ હતી. પછી એમાં સમજણની સુંદરતા આવી. અને હર્ષ એ પછી વિશ્વાસ આવ્યો. અને છેલ્લે પ્રેમ…! મારા માટે મારો હર્ષ જ મારો પ્રેમ છે…!’, પહેલીવાર નીતુએ મારી આંખો ભીની કરી દીધી હતી. તમે પ્રેમ કરતા હોવ એ વ્યક્તિ પાસેથી જ્યારે આ શબ્દો નશામાં સાંભળો ત્યારે તમારી આંખો ભીની થઇ જાય. નીતુ બોલ્યા પછી સીધી જ મને ગળે વળગી ગઇ. શી કીસ્ડ ફોર લોંગ ટાઇમ ઓન માય લીપ્સ…!
અમે બોટલ પીધી હતી બટ આ લવની બોટલ હતી. આ લવ નાઇટ હતી…!
***
જ્યારે તમે તમારૂ ગમતુ કામ કરી રહ્યા હોવ ત્યારે સમય ક્યારે અને ક્યાં ચાલ્યો જાય એ તમને ખબર નથી પડતી. છ મહિના એ ઘણો લાંબો સમય છે. બટ જ્યારે તમે કોઇ વસ્તુ પાછળ પડી જાવ ત્યારે ઘડીયાળના કાંટાઓ ફુલ સ્પીડ પર ફરતા હોય છે. નવરાત્રી પુરી થઇ ચુકી હતી. દિવાળી પણ ચાલી ગઇ. સબમીશન પતી ગયા હતા. H.O.D એ સબમીશન વખતે ખુબ ખુન્નસાઇથી મારી સામે જોયુ હતુ અને એવુ પણ કહ્યુ હતુ કે ‘હજુ તને ભુલ્યો નથી…!’, એ હું પણ હજુ ભુલ્યો નથી. અમે બધાએ ખુબ સારી રીતે એક્ઝામ્સ આપી હતી. જ્યારથી મેં ‘મીશન લવ’ પર કામ કરવાનુ શરૂ કર્યુ હતુ ત્યારથી હું એની પાછળ હાથ ધોઇને પડી ગયો હતો. સવાર બપોર સાંજ રાત મારા મનમાં એક જ વસ્તુ દોડી રહી હતી. ફાયનલી આંઠમું સેમ શરૂ થઇ ગયુ. આંઠમાં સેમમાં પણ H.O.D એક સબજેક્ટ લેતા હતા. સ્મિતામેમનો પણ સબજેક્ટ હતો જ. આંઠમાં સેમેસ્ટરમાં મેં બહુ ઓછા જ લેક્ચર ભર્યા હતા. હું બને ત્યાં સુધી સ્મિતામેમથી દૂર જ રહેવા માંગતો હતો. T.C.S નુ કેમ્પસ પણ આવી ચુક્યુ હતુ. નીલ અને રોહન બન્નેનુ એમાં પ્લેસમેન્ટ થઇ ગયુ હતુ. બટ નીલને કંઇક બીઝનેસ સ્ટાર્ટ કરવો હતો એટલે એણે T.C.S છોડી દીધી. રોહન T.C.Sમાં પ્લેસમેન્ટથી ખૂબ ખુશ હતો. ફાયનલ સેમેસ્ટર એક્ઝામ્સની ડેટ આવી ગઇ હતી. ૨૫ માર્ચથી એક્ઝામ્સ સ્ટાર્ટ થવાની હતી. મેં આ દિવસો દરમ્યાન ‘લવ’ અવેરનેસ માટે વેબસાઇટ, એન્ડ્રોઇડ એપ, ફેસબુક, ટ્વીટ્ટર અકાઉન્ટ, યુ ટ્યુબ ચેનલ, બધુ સેટઅપ કર્યુ હતુ. આના સિવાય મેં ઘણુ સ્ટેટીસ્ટીક્સ એનાલીસીસ પણ કર્યુ હતુ. હું ફીઝીકલ કેમ્પેઇન વિશે પણ વિચારી રહ્યો હતો. મેં કોલેજ ફ્રેન્ડ્સને સમજાવીને એક મોટુ ગૃપ તૈયાર કર્યુ હતુ. અમે બધા જ સાથે મળીને કામ કરવાના હતા. ૨૫ માર્ચને ૧૭ દિવસની વાર હતી. લાસ્ટ સબમીશન સ્મિતામેમનુ હતુ. મારા બધા જ અસાઇનમેન્ટ લગભગ નીતુએ જ લખ્યા હતા. બધા ક્લાસમાં પોતપોતાના એક્સ્ટર્નલ વાઇવા એન્ડ સબમીશન ટાઇમની રાહ જોઇ રહ્યા હતા. હું, નીલ, શશી, વિકાસ અને વિવેક પોતપોતાના સબમીશનની રાહ જોઇ રહ્યા હતા. સ્મિતામેમના સબજેક્ટનું સબમીશન એ પોતે જ લઇ રહ્યા હતા. દરેક વખતની જેમ મેમ દરેક સ્ટુડન્ટને સબમીશન માટે પર્સનલી બોલાવતા હતા. મેમ મારી સાથે શું વાતો કરશે એ થોડુ એક્સપેક્ટેડ જ હતુ. સેવન્થ સેમેસ્ટરનુ સબમીશન પણ એવુ જ હતુ. મેમે મને સીડ્યુસ કરવા ઘણી બધી બોલ્ડ વાતો કરી હતી. હું નીલ અને બીજા ક્લાસમેટ્સ અમારો ટર્ન આવવાની રાહ જોઇ રહ્યા હતા. અમારા ડીસ્કશનનો ટોપીક ‘મીશન લવ’ નુ કેમ્પેઇન જ હતો. આવતી કાલથી અમે લોકો આ કેમ્પેઇન શરૂ કરવાના હતા. બધુ જ રેડી હતુ. સાથે ઘણા રીસ્ક પણ રેડી હતા. કારણ કે આપણા દેશના હીપ્પોક્રેટ લોકો, સાંસ્કૃતિક લોકો, બે વ્યક્તિ વચ્ચેના પ્રેમને કેટલો આવકારે છે એ આપણે જાણીએ જ છીએ.
અમે લોકો ડીસ્કશનમાં ડુબેલા હતા ત્યાંજ પુર્વી ક્લાસમાં આવી અને મને સાદ પાડ્યો અને કહ્યુ…!
‘નેક્સ્ટ તારો નંબર છે…..!’, મેં મારી ફાઇલ લીધી અને હું લેબ તરફ ગયો. અંદર જાનવીનુ સબમીશન ચાલી રહ્યુ હતુ. હું બહાર ઉભો રહ્યો. આખરે જાનવી પોતાની ફાઇલ મેમને આપીને ઉભી થઇ. મેં લેબનો દરવાજો ખોલ્યો…! મારી અને મેમની નજરો લગભગ બે મહિના પછી મળી…..!
***
ફરી એક વર્ષ વીતી ગયુ. શું હજુ કોઇના ખૂન થશે? શું ફરી એકવાર કોઇ ભૂલ કરશે? સબમીશનમાં શું વાત થશે? જાણવા માટે વાંચતા રહો.
ચેપ્ટર - ૧૮ - મીશન લવ
આગળ આપણે જોયુ,
બધી જ ઘટનાઓને એક વર્ષ વીતી જાય છે. એન્જીનીયરીંગના સબમીશન્સ ચાલી રહ્યા હતા, એક્ઝામ્સ શરૂ જ થવાની હતી. એક્ઝામ્સ પુરી થતા જ હર્ષ મીશન લવ પર કામ પણ શરૂ કરવાનો હતો. હર્ષ સ્મિતામેમના સબજેક્ટનુ સબમીશન અને વાઇવા આપવા માટે જાય છે.. હવે આગળ….
***
મને જ્યારે હોશ આવ્યો ત્યારે હું રસ્તા વચ્ચે પડ્યો હતો. મારા માથા પર સખત દુખી રહ્યુ હતુ. મારો જમણો હાથ દુખી રહ્યો હતો. જાણે ઘણુ બધુ વાગ્યુ હોય. મેં આસપાસ નજર કરી. મારી બાઇક બાજુમાં જ હતી. મેં બીજો હાથ મોબાઇલ કાઢવા મારા ખીસ્સામાં નાખ્યો. મેં એ જ હાથે કોલ કરીને રોહનને બોલાવ્યો.
***
‘જો ૨૪ કલાકમાં વેબસાઇટ અને ફેસબુક પેજ બંધ ન થયુ તો શરીરનુ એક હાડકુ સાજુ નહિં રહે…!’, એણે મને કહ્યુ.
‘જે થાય એ કરી લો…! સાઇટ બંધ નહિં જ થાય.’,
‘એમ ? ખરેખર તારે મરવુ જ છે….?’, મેં સાંભળીને ફોન કટ કરી નાખ્યો.
***
‘મને તારા વિશે બધી જ ખબર છે…!’, H.O.D એ અટ્ટહાસ્ય કરતા ખુબ ધીમેંથી કહ્યુ.
‘બધી એટલે…?’, મને થોડી ધ્રુજારી ચડી ગઇ.
‘મીન્સ એવરીથીંગ… વોટેવર હેપ્પન્ડ ઇન ધીઝ હોમ..!’, બુઢ્ઢાએ એ જ શૈતાની સ્માઇલ કરતા કહ્યુ.
***
‘વેલકમ હર્ષ શાહ…!’, મેડમે મોટી ઇરોટીક સ્માઇલ સાથે કહ્યુ અને હું ચેઇરમાં બેઠો અને મેડમને ફાઇલ આપી. હું કંઇ ના બોલ્યો. મેડમે ફાઇલ ખોલી અને ચેક કરવા લાગ્યા.
‘બધા અસાઇનમેન્ટ્સ લખ્યા છે ને…?’, મેડમે પુછ્યુ.
‘યા…!’
‘ધેર ઇઝ નો અસાઇનમેન્ટ નંબર 9.’, મેડમે કહ્યુ.
‘છે જ મેમ.’, મેં કહ્યુ.
‘ઓનલી ટુ ક્વેશ્ચન ? આઇ ગેવ 11.’, એમણે કહ્યુ.
‘મેમ પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. હું થોડો બીઝી છુ.’, મેં કહ્યુ.
‘ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ મી..!’, એમણે એમનો પગ મારા પગને ટેબલ નીચેંથી ટચ કરાવ્યો.
‘પ્લીઝ મેમ આઇ કાન્ટ ડુ ધીઝ…!’, હું થોડો ઇરીટેટ થઇ ગયો.
‘ધેટ ડે યુ એન્જોય્ડ અ લોટ, સો ડીડ આઇ. નાવ વોટ હેપ્પન્ડ?’, એમણે પોતાનો હાથ મારા હાથ પર લાવતા ખુબ જ પ્રેમથી કહ્યુ.
‘કોઇ જોઇ જશે પ્લીઝ..’, મેં હાથ દૂર હટાવી લીધો.
‘હર્ષ ધીઝ ઇઝ નોટ ફેઇર.’, મેડમે કહ્યુ.
‘મેમ આઇ હેવ અ ગર્લ ફ્રેન્ડ, આઇ વીલ બી ગેટીંગ એન્ગેજ્ડ.’,
‘ધેન વોટ ? કાન્ટ ટુ પીપલ મેક ફીલ ઇચ અધર ગુડ..!’,
‘મેમ આઇ કાન્ટ ડુ ધીઝ એનીમોર. ધેટ્સ ઇટ.’, મેં થોડુ ગુસ્સે થતા કહ્યુ.
‘લાગે છે કે હવે H.O.D ને બધુ સાચે સાચુ કહેવુ પડશે.’, એમણે એમના ચહેરા પરથી સ્માઇલ હટાવી. હું કંઇ ના બોલ્યો.
‘આઇ ગેવ યુ ફેવર ફોર વોટ ? સર ઓલરેડી નો વોટ યુ ડીડ. મેં જ એમને મારા જાદુથી મનાવ્યા છે. એલ્સ યુ આર ફક્ડ અપ.’, આ સાંભળીને મને ખરેખર જટકો લાગ્યો હતો. સરને બધી ખબર હતી ? મેડમે એમને મારા માટે મનાવ્યા હતા. શું મેડમને મેં નહિં, પણ મેડમે મને સીલેક્ટ કર્યો હતો ? હું હવે ઇમેજીન કરી શકતો હતો કે મેડમ કેટલા બુદ્ધિશાળી હતા. મને એમ લાગતુ હતુ કે નોવેલના બહાને હું મેમના ઘરે જઇને શ્રુતિને મળીશ, બટ જો મેમ ચાહત નહિં તો હું ક્યારેય એમના ઘરમાં એન્ટર જ ન થઇ શકત.
‘મીન્સ ? યુ સ્લેપ્ટ વીથ સર..?’, મેં પુછ્યુ.
‘યસ, એન્ડ ઓનલી ફોર યુ..!’, એમણે થોડુ કઠોરતાથી કહ્યુ.
‘મેમ યુ આર સાયકો…!’, હું પણ મારૂ થોડુ બેલેન્સ ગુમાવી બેઠો. મેં તરત જ લેબના ડોર તરફ જોયુ. બહાર નેક્સ્ટ સ્ટુડન્ટ વેઇટ કરી રહ્યો હતો. અમારા બન્ને વચ્ચે કંઇક અલગ જ વાતાવરણ હતુ. બહાર જઇને હું બધાને શું જવાબ આપીશ કે અંદર આ બધુ શું ચાલી રહ્યુ હતુ..? એવા વિચારો સતત દોડી રહ્યા હતા.
‘હેય માઇન્ડ યોર લેંગ્વેજ..!’, મેમ પણ ગુસ્સે થઇ ગયા.
‘સોરી મેમ, આઇ ડોન્ટ મીન ઇટ. બટ આઇ કાન્ટ ડુ ધીઝ એનીમોર…!’
‘હર્ષ ધીઝ ઇઝ જસ્ટ માય ફીઝીકલ નીડ. આઇ એમ નોટ સ્લટ. આઇ ડોન્ટ હેવ એની ઇમોશનલ ફીલીંગ ટુવર્ડ્સ યુ. એન્ડ તુ પણ મારા પ્રત્યે કોઇ ઇમોશનલ ફીલીંગ્સ ના રાખીશ. યુ સ્ટે કમ્લીટલી ઓનેસ્ટ વીથ યોર ગર્લફ્રેન્ડ. આઇ જસ્ટ વોન્ટ યુ ટુ મેક મી ફીલ ગુડ. જસ્ટ સે વોટ ડુ યુ વોન્ટ…!’, એમણે ખુબ જ શાંતીથી સમજાવતા કહ્યુ.
‘મેમ પ્લીઝ ટેક માય સબમીશન એન્ડ લેટ મી ગો..!’, હું પણ ખુબ જ શાંતીથી બોલ્યો.
‘એઝ યુ વીશ…!’ એમણે કહ્યુ અને મારી ફાઇલમાં સાઇન કરી. મેં સબમીશન લીસ્ટમાં સાઇન કરી અને હું ઉભો થયો. એમણે મારી સામે સુધ્ધા ના જોયુ. હું ઇગ્નોરન્સ ફીલ કરી રહ્યો હતો જે મને નહોતુ જ ગમ્યુ. હું તરત જ બહાર નીકળ્યો. મારા પછીનો નેક્સ્ટ સ્ડુડન્ટ તૈયાર જ હતો. હું બહાર નીકળ્યો એવો તરત જ મારા પછીનો સ્ટુડન્ટ એન્ટર થયો. મેં શુઝ પહેરતા પહેરતા અંદર જોયુ. મેમના ચહેરા પર ફરી સ્ડુન્ટને જોઇને સ્માઇલ આવી ગઇ. બટ હું જજ ના કરી શક્યો કે એ અસલી સ્માઇલ હતી કે નકલી.
***
‘થ્રી….’, બધાએ એકસાથે મોટા અવાજે કાઉન્ટ ડાઉન શરૂ કર્યુ હતુ.
‘ટુ……’,
‘વન….’
‘ઝીરો…!’, બધાએ મારો હાથ પકડી રાખ્યો હતો અને મેં એન્ટર કી દવાવીને મીશન લવની વેબસાઇટને લાઇવ કરી. તરત જ બધા સોશીયલ અકાઉન્ટ્સ એક્ટીવેટ કર્યા…! રૂમમાં બધા જ ચીસો પાડવા લાગ્યા…!
***
ઓનલાઇન એપ જેને અમે લવ રીમાઈન્ડર નામ આપ્યુ હતુ. કોઇ પણ વ્યક્તિ એનું નામ અને બર્થ ડેટ એડ કરે એટલે એની લવ પ્લેજ જનરેટ થતી.
‘આઇ પ્લેજ ટુ ગીવ ફ્રીડમ ટુ માય ચીલ્ડ્રન. આઇ પ્લેજ ટુ ગીવ ફ્રીડમ ઓફ લવ એન્ડ ધેઇર ચોઇસીસ. આઇ નો વોટ ઇટ ફીલ્સ ઇન યંગ એજ. ધીઝ ઇઝ માય વન સ્ટેપ ટુવર્ડ્સ લવ.’, માય લવ પ્લેજ કરીને અમે ઇમેજ સર્ટીફીકેટ જનરેટ કરાવી રહ્યા હતા. જે લોકો સોશીયલ મીડીયા પર શેર કરી શકે. એના માટે અમે ફેસબુક પેજ અને ફેસબુક એપ બન્ને બનાવી હતી. એ સિવાય અમે એન્ડ્રોઇડ એપ બનાવી હતી. એમાં લોકો પોતપોતાની સ્ટોરી અને પ્રોબ્લેમ્સ શેર કરી શકે. ઓવર ઓનલી ગોલ વોઝ ટુ સ્પ્રેડ લવ. વેબસાઇટનો અને પ્લેજનો કન્ટેન્ટ અમે સાયકોલોજી સ્ટડી કરીને એવો સેટ કર્યો હતો કે એ શેર કરતા લોકોનો ઇગો સેટીસ્ફાઇડ થાય. એટલે દરેક વ્યક્તિ એને શેર કરે અને અમે અમારી વાતને વધારે ને વધારે લોકો સુધી પહોંચાડી શકીએ.
જેવો બધો કન્ટેન્ટ લાઇવ કર્યો એટલે અમે લોકો ફેસબુક પેજથી માંડીને ટવીટ્ટર સુધીના બધા સોશીયલ નેટવર્ક પર પોસ્ટ કરવાનુ શરૂ કરી દીધુ. અમે બધાએ અમારા બધા ફ્રેન્ડ્સને ફેસબુક પેજ માટે ઇન્વીટેશન મોકલવાનુ શરૂ કરી દીધુ હતુ. ત્રણ જ કલાકમાં અમારા ફેસબુક પેજની લાઇક ૧૫૦૦ થી વધારે હતી.
નીતુએ અમારા આ આખા કામને કે પ્રોજેક્ટને ‘મીશન લવ’ નામ આપ્યુ હતુ. એક વીકમાં અમારી ફેસબુક ‘લવ પ્લેજ’ એપ વાઇરલ થઇ ચુકી હતી. રોજ ૧૦૦૦ થી વધારે પ્લેજ પોસ્ટ થતી. જેમાં મોસ્ટ ઓફ યંગ સ્ટર્સ જ હતા. અમારે જે કરવુ હતુ એ અમે કરી ચુક્યા હતા. બટ મારે આજના યુવાનોની કાસ્ટના લીધે મેરેજની લવ પ્રોબ્લેમ્સને પણ ધ્યાનમાં લેવી હતી. અને હવે હું ખુબ જ ફર્મલી બીલીવ કરવા લાગ્યો હતો કે કોઇ પણ પ્રોબ્લેમનુ સોલ્યુશન પ્રેમથી જ આવી શકે. એક વીકમાં લોકોના હોઠ પર અમારી એપનુ નામ પહોંચી ચુક્યુ હતુ. હવે હું ચાહતો હતો કે આ એપનો વિચાર માત્ર ઇન્ટરનેટ પર ના રહીને લોકોના મન સુધી પહોંચે. એટલે અમે ગુજરાતના દરેક સીટીમાં પાંચ પાંચ લીડર બનાવ્યા જે રોજ આવી પ્રોબ્લેમ્સ ઉપર ખૂબ શાંતીથી ચર્ચા કરે. એક્ઝામ્સ માત્ર દસ દિવસ હોવા છતા અમે દરેક સીટીના લીડરને પર્સનલી મળ્યા. અમે એવા વ્યક્તિઓ ઇચ્છતા હતા કે જે એગ્રેસીવ ના બને અને બધુ કામ ખૂબ પ્રેમ પુર્વક કરે. અમારા કોર વિચારો લોકો સુધી પહોંચાડી શકે. કોલેજમાં ગૃપ ઇવેન્ટ્સ અને ડીસ્કશન કરે. આખરે અમે એન્જીનીયર્સ હતા અને રીમેમ્બર એન્જીનીયર્સ કંઇ પણ કરી શકે છે…!
પહેલુ વીક ખૂબ જ થકાવનારૂ હતુ. અમે અમારી કોલેજમાં પણ ઇવેન્ટ કરવા માંગતા હતા. બટ અમે પ્રીન્સી પાસે પરમીશન લેવા જઇએ એ પહેલા કોઇ સરને મળવા માંગતા હતા. આઇ.ટીમાં એવા કોઇ સર નહોતા કે અમે સમજાવીએ અને માની જાય. ત્યારે જ નીતુએ એક સારો અને ભયંકર આઇડીયા આપ્યો. મીશન માટે સારો અને મારા માટે ભયંકર. સ્મિતામેમને મળીને એમને રીક્વેસ્ટ કરવાનો. હું સ્મિતામેમને મળવા નહોતો માંગતો. મેં ખોટી આર્ગ્યુમેન્ટ્સ પણ કરી. બટ નીતુની વાત સાચી હતી. જો સ્મિતામેમ કોઇ વાત કોલેજના સ્ટુડન્ટ્સ સામે મુકશે તો સ્ટુડન્ટ્સને વધારે રસ પડશે. બધા વધારે વિચારતા થશે અને વિચારતા કરશે. અમારે સ્ટુડન્ટ્સના પેરેન્ટ્સ સુધી આ આઇડીયા લઇ જવો હતો. હું જાણતો હતો કે એક જનરેશનથી બીજી જનરેશનમાં આઇડીયા ટ્રાન્સમીટ કરવો કેટલો અઘરો હોય છે. સાથે પેરેન્ટ્સના રીસ્પોન્સનો પણ મને અંદાજો હતો જ. એટલે અમે એ જ વિચારી રહ્યા હતા કે સામાન્ય લોકો સુધી કઇ રીતે આ આઇડીયાને લઇ જવો. એજ્યુકેટેડ યંગસ્ટર્સ તો સમજી જાય બટ સામાન્ય લોકોના ગળે ન ઉતરે એવી વાત હતી. એક કાસ્ટમાંથી બીજી કાસ્ટમાં મેરેજ અથવા મનગમતી વ્યક્તિ સાથે મેરેજ…? વર્ષોથી આવતી પ્રથા ઉપર એક જાટકે તલવારના ઘા જેવુ કામ હતુ…! એક્ઝામ્સને હવે એક વીક જ બાકી હતુ. એટલે જો કોઇ ઇવેન્ટ કરવી હોય તો પણ એક્ઝામ્સ પછી જ પોસીબલ થાય એમ હતી. એક્ઝામ્સ પછી લગભગ બધા જ સ્ટુડન્ટ્સ ઘરે જ જતા રહેતા હોય છે. એ પણ એક પ્રોબ્લેમ હતી. બટ બધાએ નક્કિ કર્યુ કે સ્મિતામેમની હેલ્પ લઇએ તો વધારે સારૂ રહેશે. એટલે મારે હવે સ્મિતામેમનો એક ફેવર માંગવા પણ જવાનુ હતુ. જે અમારે કરવુ હતુ એટલીસ્ટ એ તો સક્ક્સેસફુલ થઇ ગયુ હતુ. ‘લવ પ્લેજ’. હવે જે પણ થવાનુ હતુ એ બોનસમાં થવાનુ હતુ. સારૂ કે ખરાબ.
***
મારી આંગળી સ્મિતામેમના ડોરબેલ પર ઉભી રહીને ધ્રુજી રહી હતી. હું નહોતો ચાહતો છતા મારે સ્મિતામેમને મળવુ પડે એમ હતુ. નીતુએ સ્મિતામેમ સાથે વાત કરીને એને મળવા માટેનો ટાઇમ લઇ લીધો હતો. મેં નીતુને ઘણી વાર કહ્યુ કે ‘હું એકલો નહિં જાવ.’ બટ નીતુને એના ફેમીલી સાથે કોઇ ફેમીલી ફંકશનમાં જવાનુ હતુ. આખરે નક્કિ થયુ કે હું પહોંચુ અને મેમને બધી વાત ડીટેઇલમાં કહુ, નીતુ ફ્રી થાયે એટલે એ મને જોઇન કરી લેશે. વાત તો મીશન લવની જ કરવાની હતી બટ મને વિશ્વાસ હતો, મેડમ શું વાત કરશે? હું એ પણ વિચારી રહ્યો હતો કે કદાચ તો મેડમે શ્રુતિને બહાર જ મોકલી દીધી હશે. બટ જ્યારે મેં ડોરબેલ વગાડ્યો અને શ્રુતિએ દરવાજો ખોલ્યો ત્યારે મારી આ ધારણા ખોટી પડી. ઘણા ટાઇમ પછી મેં શ્રુતિને જોઇ હતી. બટ અંદર આવ્યો એટલે એક નાનો જટકો લાગ્યો. H.O.D પણ ત્યાં બેઠા હતા.
‘ગુડ મોર્નીંગ સર..!’, મેં ફોર્માલીટી પુરી કરી.
‘મોર્નીંગ..!’, એમણે એના ખડુસ અવાજમાં કહ્યુ.
હું સોફા બર બેઠો. મારા મનમાં એકજ વિચાર દોડી રહ્યો હતો. H.O.D શાંમાટે અહિં હતા ? મારી સામે સ્માઇલ કરતી કરતી શ્રુતિ કિચનમાં ગઇ. મેં પણ વળતી સ્માઇલ કરી.
‘મને તારા વિશે બધી જ ખબર છે…!’, H.O.D એ અટ્ટહાસ્ય કરતા ખુબ ધીમેંથી કહ્યુ.
‘બધી એટલે…?’, મને થોડી ધ્રુજારી ચડી ગઇ.
‘મીન્સ એવરીથીંગ… વોટેવર હેપ્પન્ડ ઇન ધીઝ હોમ..!’, બુઢ્ઢાએ એ જ શૈતાની સ્માઇલ કરતા કહ્યુ.
‘શું લેશો અંકલ…?’, ત્યાંજ શ્રુતિ એક પ્લેટમાં પાણીના ગ્લાસ લઇને આવી.
‘કોફી..!’,
‘અને તુ હર્ષ..?’,
‘સેમ…!’, શ્રુતિ ફરી કિચનમાં ગઇ.
‘વોટ હેપ્પન્ડ ઇન ધીઝ હોમ…?’, હું ગભરાયેલો હતો એટલે મેં અજાણ્યા બનતા પુછ્યુ.
‘યુ ડોન્ટ નો ! ઇન સ્મિતા’ઝ બેડ. ઓન ધીઝ સોફા. શુડ આઇ સે મોર ?’, એ જે બોલ્યા એના પછી હું થોડો વધારે ગભરાયો.
‘ધીમે બોલો…!’, મેં વિનંતી કરતા કહ્યુ.
‘કેમ ડરે છે આટલો બધો..?’, એમણે ખુબ જ શાંત અને આરામદાયક બનીને કહ્યુ. જાણે મારી દોરી એના હાથમાં હોય.
‘મારી સાથે આવુ કેમ કરી રહ્યા છો…?’, મેં ખુબ જ ધીંમેથી કહ્યુ.
‘બીકોઝ ઓફ વોટ યુ ડીડ ટુ મી…! ચોદુ. સ્મિતા ટોલ્ડ મી એવરીથીંગ ઓન ધેટ વેરી ડે.’,
‘યા આઇ નો, બટ સર એ એમેચ્યોર સ્ટુડન્ટ્સની મીસ્ટેક્સ હતી. આઇ એમ સોરી ફોર ઇટ.’
‘હહ સોરી…’
‘સર વોટ ડુ યુ વોન્ટ…?’, હું વધારે સહન કરી શકુ એમ નહોતો એટલે મેં સીધો જ મેઇન સવાલ કર્યો. ત્યાંજ કિચનમાંથી શ્રુતિ કોફી લઇને આવી. એના ચહેરા પરથી એવુ લાગ્યુ કે જાણે એણે બધુ જ સાંભળ્યુ હોય. ડર આપણામાં અજબ ગજબની ભ્રમણાઓ પેદા કરતો હોય છે. આપણે નક્કિ ના કરી શકીએ હકિકત શું છે. એણે કોફી ટ્રે ટેબલ મુકી.
‘મમ્મી ક્યારે આવશે ? શું કહીને ગઇ છે..?’, સંગીત અમારી પાછળના રૂમમાંથી આવીને ઓલમોસ્ટ ચીસો પાડતો બોલ્યો. અચાનક અવાજ સાંભળીને હું ડરી ગયો.
‘મને નથી ખબર ઓકે..?’, શ્રુતિ બોલી. એ મને ઘુરતો ઘુરતો ઘરની બહાર નીકળવા ડોર પાસે ગયો. એ જોરથી બારણુ પટકીને ઘરની બહાર નીકળી ગયો.
‘સોરી. હી ઇઝ લીટલ બીટ ડીસ્ટર્બ્ડ.’, શ્રુતિએ કહ્યુ. એ મારી સામે જોતી જોતી ફરી કીચનમાં ગઇ અને તરત જ હાથ નેપકીનથી લુંછતી લુંછતી હોલમાં આવી અને મારી સામેના સોફા પર બેસી ગઇ. દસ મિનિટ સુધી હું ત્રીપોઇ પર પડેલી મેગેઝીન વાંચતો રહ્યો. અમારા ત્રણેયમાંથી કોઇ કંઇ ના બોલ્યુ. મને વિશ્વાસ આવી ચુક્યો હતો કે શ્રુતિ અમારી વાતો સાંભળી ચુકી હતી. શ્રુતિ તો ઠીક મને તો સંગીતે અમારી વાતો સાંભળી એવુ પણ લાગી રહ્યુ હતુ. મેગેઝીન બંધ કરી રહ્યો હતો ત્યાંજ દરવાજો ખુલ્યો. સ્મિતામેમ એન્ટર થયા.
‘શ્રુતિ ચૈતીને તારૂ કંઇક કામ છે, એણે તને મળવા જવાનુ કહ્યુ છે.’, અંદર આવતાની સાથે જ મેમ બોલ્યા.
‘મને કોઇ કોલ નથી આવ્યો..’, શ્રુતિએ થોડુ રૂડ થઇને કહ્યુ.
‘એણે મારી સાથે કહેવરાવ્યુ છે. કોલ કરી લે વિશ્વાસ ના હોય તો.’, મેડમને પહેલીવાર આવી રીતે વાત કરતા જોયા. શ્રુતિ તરત જ ઉભી થઇ અને દિવાલ પર લટકાવેલી સ્કુટરની ચાવી લઇને ગુસ્સામાં બહાર નીકળી ગઇ. મને ખબર હતી, મારી સાથે એકાંતમાં વાત કરવા માટે શ્રુતિને ઘરથી બહાર મોકલી દેવામાં આવી છે.
‘કદાચ શ્રુતિને પણ હવે ખબર પડી ગઇ છે.’, H.O.Dએ કહ્યુ.
‘વોટ…?’, મેડમની જીભ બહાર નીકળી ગઇ.
‘અમે બન્ને વાતો કરી રહ્યા હતા, એ કદાચ સાંભળી ગઇ છે. એના ચહેરા પરથી એવુ જ લાગી રહ્યુ હતુ.’, સર બોલ્યા.
‘તુ મને ફસાવવાની કોશીષ તો નથી કરતો ને…?’, મેડમે સરને તુકારે બોલાવ્યા ત્યારે મને ખુબ જ આશ્ચર્ય થયુ.
‘નોપ ડાર્લીંગ, કદાચ તો સંગીતે પણ અમારી વાતો સાંભળી છે.’, સરે મેડમના ખભા એનો કામુક હાથ ફેરવ્યો. સાંભળીને મેડમ છંછેડાયા.
‘યુ સન ઓફ અ…’, મેડમ સરનો હાથ ફગોળતા બોલ્યા. હું બધુ જ સાક્ષી બનીને જોતો રહ્યો. હું આવ્યો હતો શાંમાટે અને શું થઇ રહ્યુ હતુ.
‘વોટ ડુ યુ વોન્ટ…?’, મેડમ દૂર ખસતા બોલ્યા.
‘જે તુ પહેલા મને આપતી હતી અને હવે હર્ષને આપે છે.’,
‘ડોન્ટ ટોક રબીશ…! વી આર હીઅર ટુ ટોક અબાઉટ હર્ષ.’,
‘હહ, મને શું મળશે…? કંઇ નહિં.’, સર ઠંડા કાળજે બોલ્યા. મેમ ગુસ્સાથી સરને જોઇ રહ્યા હતા.
ત્યાંજ ડોરબેલ વાગ્યો. મેડમે દરવાજો ખોલ્યો. નીતુ હતી.
‘હેય… વેલકમ.’, અચાનક મેમના બીહેવીઅરમાં ઓસીલેટીંગ ચેન્જ જોઇને હું દંગ રહી ગયો. મેડમે નીતુને હગ કર્યુ અને એને સોફા પર બેસારી.
‘ગુડ મોર્નીંગ સર.’
‘મોર્નીંગ..’, H.O.D ના ચહેરા પર એના ખડુસ ચહેરા જેવા જ એક્સપ્રેશન્સ હતા.
‘વાત કરી…?’, નીતુએ મને પુછ્યુ.
‘યા થોડી…’
‘વી અગ્રીડ નીતુ. તમે લોકો કોલેજના સ્ટુડન્ટ્સને ભેગા કરી શકો. કોઇ ઇવેન્ટ રાખી શકો. બટ કોઇ ટીચર્સ હેલ્પ નહિં કરી શકે.’, એવુ H.O.D સર કહી રહ્યા છે.
‘સર પ્લીઝ. વી આર ડુઇંગ નોબલ એફોર્ટ.’, નીતુએ રીક્વેસ્ટ કરી. એ કેટલી ઇનોસન્ટ લાગી રહી હતી. એની સામે હું કેટલુ ભારે ભારે ફીલ કરી રહ્યો હતો.
‘વી કાન્ટ સપોર્ટ પ્રાઇવેટ મુવમેન્ટ. ઇટ્સ નોટ પોસીબલ.’, સરે કડક થઇને કહ્યુ.
‘યુ કેન સ્ટાર્ટ ઇવેન્ટ્સ, વી કન્વીન્સ્ડ સર ફોર ધેટ.’, સ્મિતામેમ સર સામે જોતા જોતા બોલ્યા.
‘ધેટ ઇઝ વેરી નાઇસ ઓફ યુ સર એન્ડ મેમ. થેંક્યુ વેરી મચ.’, નીતુ મોટી સ્માઇલ કરતા કરતા બોલી.
‘આઇ હેવ ટુ ગો નાઉ..!’, અચાનક સર ઉભા થયા.
‘બેસોને…!’, મેડમે આગ્રહ કર્યો.
‘આઇ હેવ સમ વર્ક..!’, સર મારી સામે જોઇને બોલ્યા. જાણે મારા માટે જ કંઇક કરવાનુ હોય.
‘ઓકે… નો પ્રોબ્લેમ..!’, મેડમ બોલ્યા. સર દરવાજા તરફ આગળ વધ્યા. અમે ત્રણેય દરવાજા સુધી એમને મુકવા માટે ગયા. સર એમના શુઝ પહેરી રહ્યા હતા.
‘નીતુ ચાવી અંદર રહી ગઇ છે, કેન યુ પાસ મી..?’, સર નીતુને જોઇને બોલ્યા.
‘સ્યોર’, કહીને નીતુ અંદર ચાવી લેવા ગઇ.
‘મર્ડર કોણ કરે છે…!’, કહીને સર થોડુ મુસ્કાયા. હું કમ્પ્લીટલી શોકમાં ડુબી ગયો. મેડમ સરને જોતા રહ્યા અને સર મેડમને. જે રીતે સર હસ્યા હતા એના પરથી તો એવુ જ લાગ્યુ હતુ કે સર જ ખૂની હશે. બટ બીજો જ વિચાર મેમનો પણ આવ્યો હતો કે સરે આવુ અત્યારે જ શાંમાટે કહ્યુ. મેડમને સંભળાવવા ? મર્ડર શબ્દ સાંભળતા જ ડેવીડ યાદ આવી ગયો અને એની સાથે આઇ.ટીના જેટલા પણ સ્ટુડન્ટ્સના મર્ડર થયા હતા એ યાદ આવી ગયા.
‘લ્યો સર..!’, નીતુએ સરને ચાવી આપી.
‘બાય નીતુ. ટેક કેર, ટેક કેર ઓફ હર્ષ એઝ વેલ..!’, સર જતા જતા બોલ્યા. સરે મને પુરેપૂરો ડરાવી દીધો હતો.
મારા મનમાં એક જ વાત દોડી રહી હતી. શું હવે મારો નંબર હતો. શું મારે નીતુને આ બધુ કહેવુ જોઇએ ? શું મારે પોલીસને જઇને કહેવુ જોઇએ ? પણ આ બધુ એટલુ કોમ્પ્લેક્સ હતુ કે મને ખબર નહોતી પડી રહી કે મારે સમજાવવુ કઇ રીતે. બીજી પ્રોબ્લેમ એ હતી કે મને જ હજુ પુરેપૂરી ખબર નહોતી.
‘બાય..!’, નીતુ બોલી.
‘આપણે પણ નીકળીએ..?’, મેં નીતુને કહ્યુ. હું એક પળ પણ હવે ત્યાં રહેવા નહોતો માંગતો.
‘ઓકે.!’, નીતુ બોલી અને પોતાનુ સોફા પર પડેલુ પર્સ લઇ આવી.
‘બાય મેમ. થેંક્યુ સો મચ ફોર હેલ્પીંગ અસ..!’,
‘યુ આર ઓલવેઝ વેલકમ..!’, મેડમે નીતુને હગ કરી. બટ કહેતી વખતે એમની નજર મારી સામે હતી. એમની આંખોમાં પ્રેમ કરતા વધારે ગુસ્સો હતો.
***
‘હર્ષ….! હર્ષ…! ઉઠ..!’, મેં સાંભળ્યુ અને હું સફાળો ઉઠી ગયો. રોહનના ચહેરા પર ચિંતાઓ હતી. મેં ઘડિયાળમાં જોયુ. ચાર વાગ્યા હતા.
‘બોલ…!’, મેં પુછ્યુ.
‘ન્યુઝ જો ચલ…!’,
‘પણ શું થયુ?’
‘હિન્દુ પરિષદના અમુક લોકોએ રાજકોટના સ્ટુડન્ટ્સને પીટ્યા.’
‘વોટ….?’ હું તરત જ ટી.વી પાસે ગયો. ન્યુઝમાં ઇન્જર્ડ થયેલા સ્ટુડન્ટ્સને દેખાડવામાં આવી રહ્યા હતા. ન્યુઝમાં એવુ પણ આવી રહ્યુ હતુ કે મારવાવાળુ કોણ હતુ એની ઓળખાણ નથી થઇ, બટ સ્ટુડન્ટ્સ એમ કહી રહ્યા હતા કે એ લોકો વિ.હિ.પના લોકો જ હતા. થયુ એમ હતુ કે સવારમાં રાજકોટની આત્મીય કોલેજના સ્ટુડન્ટ્સ કિટલી પર ચ્હા પી રહ્યા હતા. સ્ટુડન્ટ્સે એક દિવસ અગાઉ પ્લાન કર્યુ હતુ કે બધા વહેલી સવારે મળીને ચાય પે ચર્ચા કરશે. એ લોકો ચ્હા પી રહ્યા હતા ત્યાંજ કેટલાક લોકો હોકી અને બેટ લઇને આવ્યા અને સ્ટુડન્ટ્સને પીટવા લાગ્યા. સાથે બકી પણ રહ્યા હતા કે ‘લવ મેરેજ કરાવવા છે…? હિન્દુ સંસ્કૃતિને મીટાવવી છે..?’ આવુ મને એ સ્ટુડન્ટ્સ તરફથી જાણવા મળ્યુ હતુ. પોલીસે આવીને બધો મામલો થાળે પાડ્યો. એક પછી એક ડરાવનારી ઘટનાઓ બની રહી હતી. હું થોડો ડરી ગયો હતો. ક્યાંક કોઇ મોટી ઘટના મારા કારણે ન થઇ જાય. એવો ડર મને લાગવા લાગ્યો. મેં એજ દિવસે બધા લીડર્સને રીક્વેસ્ટ કરી કે એક જગ્યાએ બહુ બધા લોકો ભેગા ન થાય.
એ દિવસે ગુજરાતી ન્યુઝ ચેનલોએ લવ મેરેજ અને અરેન્જ મેરેજ સબજેક્ટ પર ડીબેટો ચલાવી. એ સિવાય હવે આ મુદ્દામાં પોલીટીક્સ પણ ઘુસી ચુક્યુ હતુ. એક ન્યુઝ ચેનલે હિંદુ પરિષદના નેતાઓને લઇને ડીબેટ ચલાવી હતી. એ લોકો એટલો બકવાસ કરી રહ્યા હતા કે લીટરલી મને એમ થઇ રહ્યુ હતુ કે ‘એ લોકોને બોલવાનુ ભાનુ કે કોઇ સેન્સ છે ખરી…?’ શું બે અલગ કાસ્ટના લોકો મેરેજ કરે તો શું હિંદુ સંસ્કૃતિ કે સમાજને કોઇ નૂકસાન થઇ શકે? મારા પર આરોપો લગાવવામાં આવી રહ્યા હતા કે આ બધુ કરવાનો હેતુ ‘હિન્દુ સંસ્કારોને નષ્ટ કરવાનો હતો.’ એક ન્યુઝ ચેનલની મારા પાસે પણ ડીબેટ માટે રીક્વેસ્ટ આવી હતી મેં એક્સેપ્ટ ના કરી કારણ કે હું નહોતો ચાહતો કે મારા કામને કોઇ ખરાબ અંજામ આપુ. મારે બધુ જ કામ પ્રેમથી કરવુ હતુ. બધાને સાથે લઇને કરવુ હતુ. બટ ધીઝ ઇઝ ઇન્ડીયા. કોઇને કોઇ તો આડુ ફાટે જ. મેં કોઇ એક્શન ન લીધા હોવા છતા ધીરે ધીરે વાતાવરણ ઉગ્ર બનતુ ગયુ. એક્ઝામને હવે માત્ર પાંચ દિવસ બાકી રહ્યા હતા. મેં કંઇજ નહોતુ વાંચ્યુ. સાથે નીલ, રોહન અને નીતુ પણ ધ્યાન ઓછુ જ આપી શક્યા હતા. જે ઘટના બની એ પછી રોહને મને આ મીશનમાં સાથ આપવાનુ છોડી દીધુ હતુ. મને એનાથી કોઇ વાંધો નહોતો. એના ઘરેથી જ પ્રેશર હતુ એ હું જાણતો હતો. નીલ અને નીતુને પણ કહેવામાં આવ્યુ હતુ કે ‘આ બધામાં વધારે પડતા નહિં’ છતા નીલ એ વાતને ધ્યાનમાં લીધા વિના મારી બાજુમાંથી એક પળ પણ હટ્યો નહોતો, નીતુતો મારી સાથે હતી જ.
આ ઘટના બની એના પછી મારા મગજમાં બેજ વિચારો ચાલી રહ્યા હતા. H.O.D એ કહેલ ‘મર્ડર કોણ કરે છે?’ અને જે હાલ બની રહ્યુ હતુ એ. હું ખુબ જ ઇચ્છી રહ્યો હતો કે દિલ ખોલીને નીતુને બધુ જ સાચે સાચુ કહી દવ…! બટ મારામાં હિમ્મત નહોતી. હું ખુબ જ ટફ ટાઇમમાંથી પસાર થઇ રહ્યો હતો.
બે દિવસ પછી ફરી ન્યુઝ આવ્યા કે જામનગરની એક કોલેજના સ્ટુડન્ટ્સને પણ અમુક લોકો મારવા આવ્યા તો સ્ટુડન્ટ્સ પણ સામે પડ્યા. સામ સામે અથડામણ થઇ. બન્ને જુથો લડ્યા અને બન્ને જુથોને વાગ્યુ. છેલ્લે કોઇએ પોલીસને કોલ કર્યો. ત્યારે બધા જ સ્ટુડન્ટ્સ છટકી ગયા. ફરી બધાની નજર મારા પર જ આવી. એવુ કહેવાઇ રહ્યુ હતુ કે આ બધુ જ મારા કહેવાથી જ થઇ રહ્યુ હતુ. હું જ એ લોકોને વધારે ઉગ્ર બનાવી રહ્યો હતો. હવે તો મને ડર લાગવા લાગ્યો હતો કે જો કોઇ સ્ટુડન્ટો વચ્ચે જઘડો થશે અને એનુ કારણ કંઇક બીજુ હશે તો પણ વાંક મારો જ આવવાનો હતો. મેં અને નીલે બધાને ફરી કોલ કર્યા અને કહ્યુ કે હમણા કેમ્પેઇનમાં કોઇ જ કામ નથી કરવાનુ..! બટ સ્ટુડન્ટ્સનો ઇગો હર્ટ થઇ ચુક્યો હતો. NSUI ના લોકો રેલી પર ઉતરી આવ્યા. આખો મુદ્દો ફંટાઇ ચુક્યો હતો. ‘મીશન લવ’ સાઇડમાં રહી ગયુ હતુ અને મુદ્દો આવ્યો હતો વિદ્યાર્થી સુરક્ષાનો. NSUI મેમ્બરોએ વિ.હિ.પનો વિરોધ કરતી રેલી કાઢી. આખરે એનુ સેન્ટર પણ હું જ બની ગયો. ન્યુઝમાં એવુ જ આવ્યુ કે આ રેલીને બેકગ્રાઉન્ડમાં રહીને મેં જ લીડ કરી હતી. હું ફ્રસ્ટ્રેટ થઇ ચુક્યો હતો. નો ડાઉટ મેં શરૂ કરેલા મુદ્દાને લીધે ઘણુ બધુ થઇ રહ્યુ હતુ, બટ એની પાછળ મારો કોઇ હાથ નહોતો. અમારી વાત લોકોએ સાઇડમાં રાખીને પોતપોતાની વાત પોલીટીકલ રીતે રજૂ કરી હતી. ખરેખર ત્યારે મને એવુ લાગ્યુ હતુ કે ઇન્ડીયા એ એવો દેશ છે જ્યાં બધાએ કંઇને કંઇ કરવુ છે. બટ કોઇને શરૂઆત નથી કરવી. માત્ર કોઇ શરૂઆત કરી આપે પછી શરૂઆતનો મુદ્દો ભલે ગમે તે હોય બધા જ પોતપોતાની વાત મુકવા માટે તલપાપડ થાય છે. આવુ જ થયુ હતુ. અમે સ્ટુડન્ટ્સની એનર્જીને ભેગી કરી હતી, એ એનર્જી હવે કોઇ અલગ દિશા પકડી ચુકી હતી. હું ચાહતો હતો કે આ બધુ જ શાંત થઇ જાય. એટલે જ મેં વેબસાઇટ પર મોટા અક્ષર હાઇલાઇટ કરાવ્યુ કે ‘અમે અમારૂ કેમ્પેઇન બંધ કરી દીધુ છે. ડોન્ટ વર્ક ઓન ઇટ.’ હું ટેમ્પરરી બધુ જ બંધ કરવા માંગતો હતો.
એક્ઝામ્સને બે દિવસની વાર હતી. એ દિવસે રાતના નવ વાગ્યા હશે. હું નીતુને મંગાવેલી બુક્સ આપીને મારા ફ્લેટ પર આવી રહ્યો હતો. ત્યારે જ કોઇ અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો…!
‘જો ૨૪ કલાકમાં વેબસાઇટ અને ફેસબુક પેજ બંધ ન થયુ તો શરીરનુ એક હાડકુ સાજુ નહિં રહે…!’, એણે મને કહ્યુ.
‘જે થાય એ કરી લો…! સાઇટ બંધ નહિં જ થાય.’,
‘એમ ? ખરેખર તારે મરવુ જ છે….?’, મેં સાંભળીને ફોન કટ કરી નાખ્યો. આટલુ બધુ થયા પછી પહેલી વાર હું આઉટ ઓફ કંટ્રોલ થયો હતો. હું ફ્લેટ તરફ આગળ વધ્યો. થોડી વાર પછી અચાનક મારા માથા પર ઘા જીંકાણો.
મને જ્યારે હોશ આવ્યો ત્યારે હું રસ્તા વચ્ચે પડ્યો હતો. મારા માથા પર સખત દુખી રહ્યુ હતુ. મારો જમણો હાથ દુખી રહ્યો હતો. જાણે ઘણુ બધુ વાગ્યુ હોય. મેં આસપાસ નજર કરી. મારી બાઇક બાજુમાં જ હતી. મેં બીજો હાથ મોબાઇલ કાઢવા મારા ખીસ્સામાં નાખ્યો. મેં એ જ હાથે કોલ કરીને રોહનને બોલાવ્યો. રોહનની આવવાની હું રાહ જોઇ રહ્યો હતો. જાણે ટાઇમ સ્ટોપ થઇ ગયો હતો. મારા મગજમાં સતત H.O.D એ કહેલુ વાક્ય ઘુમી રહ્યુ હતુ. સાથે ડર લાગી રહ્યો હતો કે જો નીતુને મારા અને સ્મિતામેમ વચ્ચે જે થયુ હતુ એ ખબર પડશે તો? અમારા મીશનને કારણે જે થઇ રહ્યુ હતુ એ વધારે ઉગ્ર સ્વરૂપ તો ધારણ નહિં કરે ને? પરંતુ સૌથી વધારે જો મને ડર હતો તો એ હતો નીતુનો….!
***
શું હર્ષ બધી પ્રોબ્લેમ્સમાંથી છુટકારો મેળવી શકશે? કોણ હશે ખૂની? હર્ષ? શ્રુતિ ? સ્મિતામેમ કે એચ.ઓ.ડી? જાણવા માટે વાંચતા રહો.
ચેપ્ટર - ૧૯ - ઓસીલેશન્સ
આગળ આપણે જોયુ,
હર્ષ સ્મિતામેમના સબજેક્ટના સબમીશનમાં જાય છે. સ્મિતામેમ હર્ષ પાસે ફરી એ જ માંગણી કરે છે. હર્ષ ના કહી દે છે. નીતુ હર્ષને મીશન લવ માટે સ્મિતામેમની હેલ્પ લેવા કહે છે. પોતાની ઇચ્છા વિરૂધ્ધ હર્ષ સ્મિતામેમની હેલ્પ માટે એમના ઘરે મળવા જાય છે. ત્યાં હર્ષ અને H.O.Dની વાત થાય છે. H.O.D કહે છે એને બધી જ ખબર છે. હર્ષ અને H.O.D બન્નેને શ્રુતિને ખબર પડી ગઇ હોય એવો વ્હેમ જાય છે. H.O.D જતા જતા હર્ષ અને સ્મિતામેમની સામે જતા જતા બોલે છે. ‘ખૂન કોણ કરે છે?’ મીશન લવને કારણે સ્ટુડન્ટ્સને અમુક પોલીટીકલ પાર્ટી દ્વારા મારવામાં આવે છે.. હર્ષ પર હુમલો થાય છે.. હવે આગળ….
***
મારી લાઇફ પુરેપૂરી ગુંચવાઇ ચુકી હતી. કેટલીક વાર સમય આપણને આંગળી પકડીને ખુબ દૂર લઇ જતો હોય છે. આપણે ચાલતા પણ ન શીખ્યા હોઇએ અને એ આગળી છોડી દે. મેં મારો એક ફ્રેન્ડ ગુમાવ્યો હતો. એનુ મર્ડર કરવા વાળી વ્યક્તિ મારી આસપાસ જ હતી, છતા મારી લાચારી તો જુઓ હું કંઇજ બોલી નહોતો શકતો. એટલે કદાચ સમયને દોષ ન પણ આપી શકાય. હું જેને સૌથી વધારે ચાહુ છુ એવી વ્યક્તિ મારી લાઇફમાં હોવા છતા હું મારાથી બે ગણી ઉંમરની વ્યક્તિ સાથે એના જ બેડમાં સુતો હતો. મેં શરૂ કરેલુ મીશન તુટીને પડ્યુ હતુ. સ્ટીવ જોબ્સે એની સ્પીચમાં ખરેખર સાચુ કહ્યુ છે, ‘ક્યારેક લાઇફ તમને તમારા માથા પર જોરથી એક ઇંટ મારતી હોય છે.’ મારો એ જ સમય ચાલી રહ્યો હતો.
***
એક્ઝામના બે દિવસ પહેલા જે ઘટના બની હતી ત્યાર પછી આખા ગુજરાતમાં સ્ટુડન્ટોએ બવંડર ઉભુ કર્યુ હતુ. જેવા મીડીયાને સમાચાર મળ્યા કે મારા ઉપર હુમલો કરવામાં આવ્યો છે, એ લોકો ઇન્ટરવ્યુ માટે લાઇન લગાવવા લાગ્યા. અમુક એન્જીનીયરીંગ કોલેજના સ્ટુડન્ટો એક્ઝામ્સનો બહિષ્કાર કરવા લાગ્યા. હું હોસ્પીટલમાં પડ્યો પડ્યો જે દુઃખદ ઘટનાઓ બની રહી હતી એ જોતો રહેતો. મેં ક્યા હેતુ માટે આ બધુ શરૂ કર્યુ હતુ અને શું થઇ રહ્યુ હતુ. સ્ટુડન્ટ્સ બજરંગ દળ અને વિ.હિ.પના પૂતળા દહન કરી રહ્યા હતા. ફરી એકવાર મોટી અથડામણ થઇ. જેમાં સ્ટુડન્ટ્સ ઘાયલ થયા. અમારી વેબસાઇટને બ્લોક કરી દેવામાં આવી. એ દિવસે ગુજરાત સરકારે પરીસ્થિતીની સેન્સીટીવીટી જોઇને સોશીયલ મીડીયા અને વોટ્સએપ બ્લોક કરી દીધુ. હું દુખી હતો કે આ બધુ મારા કારણે થઇ રહ્યુ હતુ. આખરે એક્ઝામ્સ શરૂ થઇ ગઇ. મારો હાથ ક્રેક થયો હતો એટલે હું એક્ઝામ આપી શકુ એવી હાલતમાં નહોતો. એ છતા મેં રાઇટર બેસાડીને લખવાનો નિર્ણય કર્યો.
નીલ અને નીતુને થોડા સમય માટે મારી સાથે રહેવા માટે ચોખ્ખી મનાઇ કરવામાં આવી હતી. બટ સાચા ફ્રેન્ડ્સ ક્યારેય તમારી પડખેથી નથી હટતા. રોહન પણ હિમ્મત કરીને મારો સાથ આપી રહ્યો હતો. હું સમજી શકતો હતો કે એને ડર લાગે છે અને ઘરેથી પણ પ્રેશર હતુ. બટ એ છતા એ મને સાથ આપી રહ્યો હતો. નીલ અને નીતુ તો હતા જ. નીતુ મને રોજ એની કાર લઇને એક્ઝામ માટે લેવા આવતી. નીલ મને રોજ મેઇન મેઇન ટોપીક સમજાવી દેતો. મારો રાઇટર અમારો સુપર જુનીયર જ હતો, એને અમુક સબજેક્ટનુ ખાસ્સુ નોલેજ હતુ, એટલે એની પણ ખુબ હેલ્પ રહી. એક્સામ્સની સાથે સાથે ધીરે ધીરે બધુ શાંત પડવા લાગ્યુ. આખરે એક્ઝામ્સ પુરી થઇ ચુકી હતી. ન તો હું સ્મિતામેમને મળ્યો હતો, ન તો H.O.Dને. એમ પણ મારી H.O.D સાથેની મીટીંગ્સનો રેકોર્ડ એટલો બધો સારો નથી રહ્યો. એન્જીનીયરીંગની લાસ્ટ એક્ઝામ્સ પુરી થઇ ચુકી હતી. બધાની એક્ઝામ્સ ઠીક ઠાક ગઇ હતી, છતા બધાને હાંશકારો હતો. આખરે લાઇફનુ એક મહત્વનુ સ્ટેપ પુરૂ થઇ ચુક્યુ હતુ. મેં જે રસ્તા પર ચાલવાનુ શરૂ કર્યુ હતુ એ રસ્તો પણ તુટી ચુક્યો હતો. હવે શું કરવુ એ જ પ્રશ્ન હતો…! હું બસ આ જ વિચારતો રહેતો…! હજુ હું ‘મીશન લવ’ પર કામ કરવા માંગતો હતો. બટ ફરી એવો ડર લાગતો કે ક્યાંક ફરી હુલ્લડો ઉભા થશે તો…?
***
એક્ઝામ્સ પુરી થયાને બે જ દિવસ થયા હતા. બધાએ પીકનીક પર જવાનો પ્લાન કર્યો હતો. મારી મેન્ટલ કન્ડીશન હમણા બરાબર નહોતી. એટલે મેં જવાનુ કેન્સલ રાખ્યુ હતુ. મારા લીધે નીતુએ પણ કેન્સલ જ રાખ્યુ હતુ. હું થોડા દિવસ કમ્પ્લીટલી સોલીટ્યુડમાં રહેવા માંગતો હતો. એ લોકોએ આબુ જવાનો પ્લાન કર્યો હતો. રાતના અગિયાર વાગે એ લોકો ટ્રેઇનમાં નીકળ્યા. હું અને નીતુ એમને સી ઓફ કરવા ગયા હતા.
‘ઇટ વીલ બી ઓલરાઇટ બેબી’, નીતુ મારા ખભા પર ટેકો રાખીને બેસી હતી. મારા મનમાં એટલા વિચારો ચાલી રહ્યા હતા કે મને એના સાથથી પણ ખાસ્સો ફરક નહોતો પડી રહ્યો. મારૂ મગજ ભારે થઇ ગયુ હતુ. આવા સમયે મને ખબર હતી શું કરવુ જોઇએ. ચુપ રહેવું જોઇએ.
‘હેય... બેબી. ડોન્ટ થીંક ટુ મચ.’, એણે ફરી કહ્યુ.
‘નીતુ આઇ નીડ ટુ બી અલોન ફોર સમ ડેઝ…!’, હું બોલી ગયો.
‘હર્ષ બધુ જ બરાબર થઇ જશે. ડોન્ટ વરી.’, એણે મારી પીઠ પર હાથ ફેરવ્યો.
‘યા આઇ નો. બટ આઇ વોન્ટ ટુ બી અલોન નીતુ.’, મેં પ્રેમથી કહ્યુ.
‘નો પ્રોબ્લેમ. કેન વી ટોક ફોર વ્હાઇલ એટ યોર રૂમ.’,
‘ઓકે.’, મેં બાઇક રૂમ તરફ લીધી.
‘યુ કેન શેર હર્ષ..!’, નીતુ બોલી. એને જાણવાનો પૂરેપુરો હક હતો. હું શેર કરવા માંગતો હતો બટ મને ખબર નહોતી પડી રહી કે કઇ રીતે….?
‘ધેર ઇઝ નથીંગ ટુ વરી.’, હું જુઠ્ઠુ બોલ્યો.
‘આઇ નો…! તારે નથી કહેવુ.’, એણે થોડુ ઉદાસ થતા કહ્યુ. હું કંઇ ના બોલ્યો. મેં ફ્લેટનો લોક ખોલ્યો. અમે અંદર ગયા. મારા રૂમના બેડ પર હું લાંબો થયો.
‘હર્ષ ફીલ ફ્રી ટુ સે..!’, એણે મારો હાથ પકડીને કહ્યુ. હું છત પર જોતો રહ્યો.
‘આઇ નો ઇટ્સ હાર્ડ ફોર યુ…! લેટ મી હેલ્પ.’, એણે ફરી પ્રેમથી કહ્યુ. એ એનો ચહેરો મારા ચહેરાની નજીકમાં લાવી.
‘નો…!’, હું થોડો દૂર ખસી ગયો. એના ચહેરા પર વધારે ઉદાસી છવાઇ ગઇ.
‘ડોન્ટ ઇગ્નોર મી લાઇક ધીઝ હર્ષ..!’, એણે કહ્યુ. એની આંખોએ ભીનાશ પકડવાનુ શરૂ કરી દીધુ હતુ.
‘નીતુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. આઇ વોન્ટ ટુ સ્ટે અલોન ફોર સમ ડેઝ.’,
‘અને હું એ કહી રહી છુ કે તુ મને જણાવી શકે. વી લવ ઇચ અધર રાઇટ…? સોરી, આઇ મસ્ટ બી ડીસ્ટર્બીંગ યુ.’, એની આંખમાંથી આંસુ પડી ગયુ. હું તરત જ સભાન થઇ ગયો. જે હું નહોતો થવા દેવા માંગતો એ તો અત્યારે થઇ રહ્યુ હતુ. મેં તરત જ નીતુને જકડી લીધી.
‘હેય હેય ડોન્ટ ક્રાય. આઇ એમ સોરી…!’, મારી આંખો પણ ભીની થઇ ગઇ હતી.
‘હર્ષ, ઇફ યુ ડોન્ટ લાઇક મી. સે ઇટ. બટ આઇ કાન્ટ હેન્ડલ ધીઝ ઇગ્નોરન્સ.’, એ રડતા રડતા જ બોલી.
‘હેય બેબી, એવું કંઇક જ નથી. પ્લીઝ ડોન્ટ ક્રાય. આઇ એમ ફીલીંગ ગીલ્ટી.’, મેં એને ભીંસીને જકડી રાખી. એ રડતી રહી.
‘આઇ જસ્ટ ડોન્ટ વોન્ટ ટુ મેક યુ ક્રાય.’,
‘બટ યુ આર મેકીંગ મી, હર્ષ.’, મેં કંઇજ બોલ્યા વિના એના આંસુઓ લુંછ્યા. હું એની આંખોમાં જોતો રહ્યો. રડ્યા પછી ઘણો ભાર હળવો થઇ જતો હોય છે, બટ રડાવ્યા પછી ભાર વધી જતો હોય છે.
‘આઇ લવ યુ નીતુ એન્ડ આઇ ડોન્ટ વોન્ટ ટુ મેક યુ ક્રાય…!’, મેં પ્રેમથી કહ્યુ અને એના કપાળ પર કીસ કરી.
‘લવ યુ ટુ…!’, ફરી એ મને ભેટી પડી.
‘તને ખબર છે હું તને મળ્યા વિના એક દિવસ પણ નથી રહી શકતી. બટ ટેક યોર ટાઇમ…!’, એણે મને કહ્યુ.
‘હેય, હું ક્યાંય નથી જઇ રહ્યો.’
‘મને તો એવુ જ લાગી રહ્યુ છે.’, એ ફરી ઇમોશનલ થઇ ગઇ.
‘આજે આપડે રડવાનુ નક્કિ જ કર્યુ છે ? કમ હીઅર…!’, મેં એનો ચહેરો મારા હાથમાં લીધો. હું મારા હોઠ એના હોઠ પાસે લઇ ગયો. એણે એનો ચહેરો થોડો દુર ખસેડી લીધો. એ થોડી ઉદાસ થઇ ગઇ હતી.
‘હેય મારી લાઇફમાં અત્યારે તારા સિવાય કંઇજ નથી.’,
‘આઇ એમ સોરી…!’,
‘ડોન્ટ બી સોરી….!’, આ સોરીના લીધે આખુ વાતાવરણ ચેન્જ થઇ ગયુ હતુ. અમે બન્ને થોડીવાર સુધી આ સોરીના કારણે બોલ્યા વિના જ પડ્યા રહ્યા. છત પર ફરતા પંખાને જોતા જોતા હું એના વાળમાં હાથ ફેરવતો રહ્યો અને એ મારા હાથ પર હાથ ફેરવતી રહી.
થોડીવાર પછી હું પડખુ ફર્યો અને એની સામે જોયુ. એણે પણ મારી સામે જોયુ. મેં સ્માઇલ કરી. એણે પણ સ્માઇલ આપી. અમે બન્ને હસી પડ્યા. સ્માઇલ ઓલવેઝ હેલ્પ્સ. તરત જ અમે બન્ને એકબીજાની નજીક આવ્યા. બન્નેના હોઠ મળ્યા. મળતા રહ્યા, રમતા રહ્યા…! કેટલીય મિનિટો સુધી અમે બન્ને એકબીજાને મોં મીઠુ કરતા રહ્યા. બટ પ્યાસ હજુ અધુરી હતી….!
***
હું કોઇ જ વિચાર નહોતો કરવા માંગતો. એટલે મેં લેપટોપમાં નેશનલ ટ્રેઝર નામનુ મુવી શરૂ કર્યુ. પણ ક્યારેક વિચાર તમારો પીછો ન છોડે એટલે ન જ છોડે. મારા મગજ ખુનના વિચારે ચડ્યુ હતુ. હું અત્યાર સૂધીની તમામ ઘટનાઓ યાદ કરી રહ્યો હતો. જ્યારથી હું અહિં આવ્યો હતો ત્યારથી અત્યાર સુધીની. જ્યારે તમે પાછુ વળીને ભૂતકાળમાં જુઓ ત્યારે ઘણુ બધુ બદલાઇ જ ગયુ હોય છે. મને યાદ છે જ્યારે હું પહેલી વાર શ્રુતિને મળ્યો હતો. હું એના પર મોહી ગયો હતો. અમદાવાદ મને ખુબ જ અજીબ લાગ્યુ હતુ. એ જ રાતે મેં મારો ફ્રેન્ડ ગુમાવ્યો. આ વિચારતા વિચારતા મર્ડરના ડોટ્સ પણ હું કનેક્ટ કરી રહ્યો હતો. એ જ રાતે ડેવીડનુ મર્ડર થયુ. એ પછી તો હું શ્રુતિને છેક ફીફ્થ સેમમાં મળ્યો. ત્યારે જ હું ફર્સ્ટ ટાઇમ સ્મિતામેમને મળ્યો. H.O.Dની કેબીન પર અમે ચોદુ લખ્યુ. એજ સેમેસ્ટરમાં ફરી એક ખૂન થયુ. બહાર નીકળતી વખતે મેમ મને જોઇ ગયા. બટ એમણે H.O.Dને કંઇજ ન કહ્યુ. ઉલટાનો એમણે મારો પક્ષ લીધો. મોટો જટકો તો મને એ લાગ્યો કે કોઇન્સીડન્ટલી શ્રુતિ સ્મિતામેમની ડોટર નીકળી. પછી શ્રુતિને ચેઝ કરવા મારે મેમના ઘરે જવુ પડ્યુ. મારૂ લસ્ટફુલ મન મેમ વિશે શું શું વિચારતુ હતુ. મને સપના પણ કેવા ઇરોટીક આવતા હતા. મેમ હતા પણ એવા જ. શ્રુતિને મળવાનુ ઓછુ જ થતુ. એ દરમ્યાન મારા અને નીતુનો કોન્ટેક્ટ વધ્યો. એના બર્થડે ઉપર એણે કરેલુ મને પ્રપોઝ, મેં પાડેલી ના. બટ ફરી હું મારી અંદરના લસ્ટને કંટ્રોલ ન કરી શક્યો અને એ દિવસે નીતુ સાથે થોડો ઇન્ટીમેટ થઇ ગયો. એ પછી તો રોહનનો ડાન્સ અમને રૂમ ખાલી કરવાની મળેલી વોર્નીંગ. મીકા સિંઘ નાઇટ. ફાયનલી નીતુ અને હું. બટ ફરી એક જટકો. મમ્મી પપ્પાનુ એક્સીડેન્ટ. પ્રોપર્ટીઝને કારણે સુરતની ટ્રીપ. દ્રષ્ટિની પ્રોબ્લેમ. મેં અને નીતુએ આપેલ નાનો આઇડીયા. સુરતથી આવીને કંઇક કરવાનો લાગેલો ચસકો. મળેલુ પર્પઝ. ચેન્જ લાવવા માટે તાલાવેલી. એ જ દિવસે શ્રુતિ સાથે બહુ લાંબા સમય પછીની આઇસક્રિમની લારીએ જ મુલાકાત. એ જ દિવસે ફરી એક ખૂન, મારા જુનીયર પ્રિતનુ. આવા કોઇન્સીડન્ટ પછી તમારો કોન્ફીડન્ટ વધી જતો હોય છે. એ પછી તો નવરાત્રી. મેમનુ ઘર, મેમનો બેડરૂમ અને મારી એક મોટી ભૂલ. જેની ગીલ્ટ મને ઉંઘવા પણ નહોતી દેતી. નીતુ અને મારો નાનો જઘડો. સીમ્પોઝીયમ, મીશન લવ અને એક જ જાટકે મીશન લવ ફેઇલ. એ સાથે ફરી એક જટકો. મેમના ઘરે થયેલુ કન્વર્સેશન.
અત્યાર સુધી જે પણ થયુ હતુ એમાં અમુક કડીઓ નહોતી મળતી. મેડમે મને H.O.Dથી શામાટે બચાવ્યો હતો એ તો ક્લિઅર હતુ. બટ H.O.Dને હવે શું જોઇતુ હતુ. હું H.O.Dને આપી શકુ એવી કોઇ જ વસ્તુ મારી પાસે નહોતી. શું H.O.D માત્ર પોતાનો કામ સંતોષવા મેમનો યુઝ કરવા માંગતા હતા. H.O.Dને મેડમે કહ્યુ હતુ કે મેં એમની સાથે નાઇટ સ્પેન્ડ કરી હતી. અને H.O.Dએ એવુ શામાટે કહ્યુ કે ‘ખૂન કોણ કરે છે…!’ શું H.O.D ખૂન કરતા હતા? પણ શાંમાટે? શું શ્રુતિ ખૂન કરતી હતી? પણ શ્રુતિ આઇ.ટીના સ્ટુડન્ટ્સના ખૂન શાંમાટે કરે? તો શું સ્મિતામેમ ખૂન કરતા હતા…? એ પણ આઇ.ટીના સ્ટુડન્ટ્સને ભણાવતા હતા. પણ શામાટે? એને અને ડેવીડને શું લેવા દેવા હોઇ શકે? શું દુશ્મની હોઇ શકે..? જો મેમ ખૂન નહોતા કરતા તો જ્યારે H.O.Dએ કહ્યુ કે ‘ખૂન કોણ કરે છે…?’ ત્યારે મેમ આટલા બધા ગભરાઇ શાંમાટે ગયા હતા. શામાટે H.O.Dએ હજુ શ્રુતિને નહોતુ કહ્યુ કે મેં શ્રુતિ સાથે નાઇટ સ્પેન્ડ કરી હતી. મને સૌથી વધારે શંકા શ્રુતિ પર હતી, કારણ કે ડેવીડ અને પ્રિતના ખૂનની રાતે એની પાસે બાઇક પણ હતી અને એ રાતે ફરવા પણ નીકળેલી. બટ હજુ અમુક કડીઓ નહોતી મળી રહી. મેં નક્કિ કરી લીધુ હતુ કે હું મર્ડર મીસ્ટ્રી સોલ્વ કરીશ જ. કારણ કે હવે હું આમાં ઇનવોલ્વ થઇ ચુક્યો હતો. હું મોટી મુસીબત ઉભી કરવા નહોતો માંગતો. મેં એ પણ નક્કિ કરી લીધુ હતુ કે મેં જે પણ સ્મિતામેમ સાથે કર્યુ હતુ એ બધુ જ વહેલી તકે નીતુને જણાવી દઇશ….!
મુવી ચાલી રહ્યુ હતુ બટ મારૂ મગજ વિચારોને કારણે ફાટી રહ્યુ હતુ. હું લેપટોપ શરૂ રાખીને જ સીગરેટ લેવા માટે નીચે ગયો. ગલ્લે મેં સીગરેટ પીધી પણ કંઇ ફરક ન પડ્યો. મારા અંદર ભરેલી ગીલ્ટ અંદરને અંદરને મને ફોલી રહી હતી. મને શું સુજ્યુ મેં મારા જુના દોસ્ત અરિહંતને કોલ કર્યો.
‘હા બોલ ભાયા…! બવ દિવસે યાદ કર્યો ને..!’, એણે કોલ રીસીવ કરીને કહ્યુ.
‘કામ હતુ તારૂ…!’, મેં કહ્યુ.
‘અરે બોલ બોલ….’, એણે ખુબ એનર્જીથી કહ્યુ.
‘એક બોટલ જોઇએ છે…!’,
‘શું જોઇએ છે બોલ. વોડકા, રમ, વ્હીસ્કી’,
‘વ્હીસ્કી…!’
‘આઇજા રૂમ પર…!’, એણે કહ્યુ. એ દિવસે, એ રાતે જે પણ બન્યુ હતુ ત્યાર બાદ હું પૂરેપુરુ બીલીવ કરવા લાગ્યો હતો કે આપડા હાથમાં કંઇ નથી હોતુ. બધુ જ પ્રીડીસાઇડેડ હોય છે. કારણ કે કોઇન્સીડન્સની પણ એક હદ હોય છે.
હું અરિહંતની રૂમ પર પહોંચ્યો. ત્યા પાર્ટી શરૂ જ હતી. એણે મારૂ ગળે મળીને સ્વાગત કર્યુ.
‘ચાલ ચાલ લગાવ તુ પણ…’, એણે મને ગાદલા પર બેસારતા કહ્યુ. એણે મને પેગ પકડાવી દીધો.
‘ભાર્ગવ આ છે આપડો ખાસ મીત્ર હર્ષ..!’, એણે મારૂ ઇન્ટ્રો એની સાથે બેસેલા છોકરાને આપ્યુ.
‘અને આ છે મારો કઝીન ભાર્ગવ..!’
‘હાઇ.’, મેં ભાર્ગવને કહ્યુ.
‘કોણ કોણ કરો છો પાર્ટી…?’, અરિહંતે પુછ્યુ.
‘હું એક જ છુ લ્યા…!’, મેં કહ્યુ.
‘કેમ એકલો…..? ક્યાં ગયા બધા ફટકાઓ..?’,
‘અરે એ લોકો બધા આબુ ગયા છે.’
‘તો તુ એકલો પીશ એમ..?’
‘અરે થોડુ મન થયુ હતુ…!’
‘તો બેસને અહિં….? આખી બોટલ થોડો પી જવાનોં છે કાંય..?’, એણે પોતાના ગ્લાસ ભર્યા.
‘શું ચાલે છે હમણા…?’,
‘હમણાને…? હમણા આપડે બધાએ એક્ઝામ પુરી ના કરી..?’
‘એમ નહિં ધંધામાં…? કોહલી ધોની રમે છે કે નહિ…?’,
‘ભાઇ ક્રિકેટ બંધ કરે તો વર્ષો થઇ ગયા. અત્યારે તો તીન પત્તી ચાલે છે.’
‘ઓહ્હ…! જીતમાં છો કે હારમાં…?’, મને યાદ આવ્યુ કે મેં તીન પત્તી ક્યારે રમી હતી. એણે તરત જ બાજુમાં પડેલા ચશ્માં બતાવ્યા. લાલ કલરના કાચ વાળા ચશ્મા એણે મને પહેરાવ્યા. મને બધુ લાલ દેખાવા લાગ્યુ. તરત જ એણે કાર્ડ્સની એક ડેક ખોલી અને પત્તા મારી સામે મુક્યા. હું ઉંધા પડેલા પત્તાને જોઇ શકતો હતો. દરેક ઉંધા પત્તા પર જે પત્તુ હતુ એ લખેલુ હતુ. એ હું ચશ્મા વડે જોઇ શકતો હતો.
‘તો તુ ચશ્મા પહેરીને રમે છે..?’, એ સાંભળીને હસવા લાગ્યો.
‘આંખોમાં પહેરવાના લેન્સ આવે છે…! ભઇલુ. ’, મેં પેગ બનાવ્યા.
‘ભાઇ ભાઇ તો તો બખ્ખા એમને…?’
‘સારૂ ચાલે છે..!’, એણે કહ્યુ.
‘સારૂ નહિં ભાઇને બહુ સારૂ ચાલે છે. રોજની એક પેટી કાઢે છે.’, ભાર્ગવે કહ્યુ.
‘તારા તો નસીબ ખુલી ગ્યા…!’, મેં એની પીઠ થપથપાવતા કહ્યુ.
‘પૂરેપુરા’, ભાર્ગવ બોલ્યો.
‘બીજુ કંઇ નવીનમાં…?’, મેં સીપ લેતા કહ્યુ.
‘અરે હા, હમણા એક નવો ફટકો પટાવ્યો છે.’, અરિહંત એક્સાઇટેડ થઇ ગયો.
‘વોવોવો…. શું નામ છે..?’
‘અરે તુ આપડી કોલેજની સ્મિતામેમને ઓળખે છે..? પેલી હોટ ફટાકડી..?’, મારી ધડકનો તરત જ વધી ગઇ. ફરી શાંત થયેલ વિચારોનુ બવંડર ઉભુ થઇ ગયુ.
‘હા..? તે મેમને પટાવ્યા…?’, મેં એક્સાઇટમેન્ટનુ નાટક કરતા પુછ્યુ.
‘ના લ્યા, એની છોકરી. શ્રુતિ..! સખત માલ છે…!’, એણે મોં ખોલીને કહ્યુ.
‘ના હોય..!’
‘અરે ફોટો બતાવુ…!’, એણે મને એના મોબાઇલમાં શ્રુતિનો ફોટો બતાવ્યો.
‘ક્યારે થ્યુ લ્યા આ બધુ..!’,
‘એક અઠવાડીયુ જ થયુ છે. અને પુછ આજે ક્યાં જવાનુ છે..?’,
‘ક્યાં…?’
‘ભઇલુ કામ પતાવવા જવાનો છે..!’, ભાર્ગવ બોલ્યો.
’૧૧ તો વાગી ગ્યા…!’
‘સાડા અગિયારનો ટાઇમ આપ્યો છે…! હાહાહા’,
‘તારો કોન્ટેક્ટ કઇ રીતે થયો..!’
‘અરે મારી એક ફ્રેન્ડ થ્રુ. ખબર પડી છે કે લાંબી લપ નથી. કામ પતાવો અને પોતપોતાના રસ્તે.. બહુ બ્રોડમાઇન્ડ છે. એવુ મારો એક ફ્રેન્ડ કહેતો હતો..!’,
‘ઇમ્પોસીબલ…!’
‘દસ બારને તો ઓલરેડી રમાડી ચુકી છે..! તારોય મેળ પડી જશે. બોલ કરવો છે…?’,
‘ના ભાઇ ના…! મારે મારી નીતુ બરાબર છે…! તુ કર મૌજ…!’, શ્રુતિનો અસલી ચહેરો મારી સામે આવી ગયો હતો. એ ફેમીલી પ્રત્યે મારૂ પરસેપ્શન બદલાઇ ચુક્યુ હતુ. મમ્મી અને દિકરી બન્ને સેક્સ મેનીયાક…?
‘ચાલ મારે થોડીવારમાં નીકળવાનુ છે. હવે કંઇ જોઇએ છે…?’, બોટલ પણ પુરી થઇ ચુકી હતી. એકવાર બોટલ ખુલે એટલે લગભગ પુરી જ થતી હોય છે.
‘અહિં સુધી આવ્યો છુ તો એક બોટલ આપી દે..!’, મેં ખુશીથી હસતા હસતા કહ્યુ. એણે મને રોયલ સ્ટેગની બોટલ આપી. મેં એને પૈસા આપ્યા બટ, પાર્ટી જોરમાં હતી.
‘પૈસા, તારી પાસેથી…?’, એમ કહીને પૈસા પાછા આપી દીધા.
‘એન્જોય, કર જલ્સા..!’, મેં અરિહંતને કહ્યુ.
‘ધબધબાટી જોને હમણા…!’, એણે હસતા હસતા કહ્યુ. હું ઘરે પહોંચ્યો અને મેં નેશનલ ટ્રેઝર ફરી રીઝ્યુમ કર્યુ. વ્હીસ્કી પીતા પીતા મેં રાતના બાર વાગ્યા સુધી મુવી જોયુ હશે. છેલ્લે બે સીગરેટ ફુંકી અને હું ઉંઘી ગયો.
***
સવારે જ્યારે હું ઉઠ્યો ત્યારે મારા મોબાઇલમાં શ્રુતિના બે મીસકોલ હતા અને શ્રુતિનો મેસેજ હતો.
‘યુ ફક્ડ માય મોમ, નાઉ યુ આર ફક્ડ અપ…!’, મેસેજ રાત્રે સાડા બાર વાગે આવેલો હતો. મારા હાથ પગમાંથી જીવ ચાલ્યો ગયો હતો.
નીતુના ચાર મીસકોલ હતા અને થોડા ટાઇમ પછી આવેલો મેસેજ હતો.
‘યુ આર લાયર, યુ લાઇડ ટુ મી…! યુ આર અ બ્લડી ચીટર…! યુ પવર્ટ. યુ લસ્ટ..! ગેટ લોસ્ટ ફ્રોમ માય લાઇફ’, આ મેસેજ સવા એકે આવેલો હતો. મેં મેસેજ વાંચ્યો હું હોશ ખોઇ બેઠો…! હું રડી રહ્યો હતો.
‘ડોન્ટ ટેલમી યુ કીલ્ડ શ્રુતિ…!’, બીજો મેસેજ મેં વાંચ્યો જે એક કલાક પહેલા જ આવ્યો હતો. મારા શરીરમાંથી બધી જ શક્તિ જાણે દરિયાના પાણી ઓસરે એમ ઓસરી ગઇ…!
હજુ તો હું એક જટકામાંથી બહાર નહોતો નીકળ્યો ત્યાં ડોરબેલ વાગ્યો. મેં દરવાજો ખોલ્યો એ પહેલા મેસેજ ડીલીટ કરી નાખ્યા. દરવાજો ખોલ્યો એટલે ફરી એક જટકો…!
‘અંદર નહિ બોલાઓગે…? થોડી પુછપરછ કરની હૈ..!’, મારી સામે રાણા અને હથિયારી બન્ને ઉભા હતા.
***
શું થશે હર્ષ અને નીતુની હાલત? શું શ્રુતિનુ ખૂન થયુ હતુ? કોણે કર્યુ હતુ? હર્ષે? જાણવા માટે વાંચતા રહો. ધ લાસ્ટ યર – સ્ટોરી ઓફ એન્જીનીયરીંગ.
ચેપ્ટર - ૨૦ - પેઇન
આગળ આપણે જોયુ,
મીશન લવ ફેઇલ થાય છે, કોલેજ પુરી થઇ જાય છે. બધા પીકનીક પર જવાનો પ્લાન કરે છે, હર્ષ અને નીતુ વચ્ચે નાની ફાઇટ થાય છે. હર્ષ અરિહંત પાસે જાય છે. ત્યાં એને શ્રુતિ વિશે કેટલીક નવી વાતો ખબર પડે છે. સવારે હર્ષ શ્રુતિ અને નીતુના મેસેજ વાંચે છે. હર્ષ સાથે પૂછપરછ કરવા માટે રાણા અને હથિયારી આવે છે. હવે આગળ….
***
‘જ્યારે પણ આ હવે પછીના ચેપ્ટર વાંચુ છુ ત્યારે મને ખબર પડે છે કે હું એકલો જ નહોતો કે જે ટફ ટાઇમ્સમાંથી નીકળી રહ્યો હતો. લગભગ કોઇ બુક્સ આ સ્ટાઇલમાં લખાઇ નહિ હોય. લખાઇ હશે તો મને ખયાલ નથી. આ ચેપ્ટરનો થોડોક પાર્ટ નીતુના પોઇંટ ઓફ વ્યુથી લખાયો છે.. એટલે હવે આગળ એ જ વાંચશે.’, હર્ષે રેડ કલરની બેંગોલી સાડી પહેરેલ, કપાળમાં મોટો ચાલ્લો કરેલ નીતુ તરફ જોઇને કહ્યુ. નીતુ સાડીમાં એકદમ મેચ્યોર સ્ત્રી લાગતી હતી. નીતુએ સ્માઇલ કરી અને ચેપ્ટરનુ પેજ ફેરવ્યુ.
***
એ દિવસનુ હર્ષનુ વર્તન મારા માટે થોડુ વિચિત્ર હતુ. બટ પ્રેમમાં વિશ્વાસ એ પાયો હોય છે. એવું હું જાણતી હતી, કદાચ માનતી નહોતી. અમે બન્ને છુટ્ટા પડ્યા. ઘરે પહોંચીને કોઇ જ કામ નહોતુ. મમ્મી પપ્પા ડીનર કરી ચુક્યા હતા. મારા અને હર્ષ વચ્ચે ખુબ જ અન્ડરસ્ટેન્ડીંગ હતી. પરંતુ અનસેટીસ્ફીકેશન શું શું કરી શકે એ મને એ દિવસે ખબર પડી.
હું તો ચેનથી ઉંઘી ગઇ હતી. અંદાજે સાડા બાર વાગ્યા આસપાસ મારો મોબાઇલ મારી ઉંઘને ડીસ્ટર્બ કરી રહ્યો હતો. મેં મોબાઇલમાં જોયુ. કોઇ અજાણ્યો નંબર હતો.
‘હેલો…!’, મેં ઉંઘમાં જ કોલ રીસીવ કરીને કહ્યુ.
‘હાઇ, શ્રુતિ હીઅર.’, સામેથી અવાજ આવ્યો. શ્રુતિનો અત્યારે કોલ આવવાથી મને આશ્ચર્ય થયુ હતુ.
‘હાઇ..’, હું થોડી ઉંઘમાંથી બહાર આવી.
‘સારી ઉંઘ આવી ગઇ હતી…?’, એ જે રીતે બોલી રહી હતી એના પરથી જ મને લાગી રહ્યુ હતુ કે કંઇક તો ગડબડ છે.
‘ના બોલને શું કામ હતુ..?’, મેં કહ્યુ.
‘તો સાંભળ, તારા બોયફ્રેન્ડને સમજાવી દેજે કે હવે મારા ઘરમાં એક સ્ટેપ પણ ન મુકે.’, એ અચાનક ઊંચા અવાજે બોલવા લાગી. આ સડન ચેન્જ મને ગળે ન ઉતર્યો.
‘અરે પણ થયુ છે શું…?’, મેં પુછ્યુ.
‘થયુ છે શું…? એ જાણવુ છે. તો સાંભળ, હર્ષ ફક્ડ માય મોમ…!’
‘હેય માઇન્ડ યોર લેંગ્વેજ. તુ હોશમાં તો છે…?’, હું હર્ષ વિશે આવુ સાંભળીને થોડી ડીસ્ટર્બ થઇ ગઇ.
‘પુરેપુરી. યુ નો વોટ. હી ઇઝ કમ્પ્લીટલી લસ્ટફુલ મેન. પહેલા મને ફસાવવાની ટ્રાય કરી. મારી સાથે મેળ ના પડ્યો તો મારી મમ્મી. અને પછી તુ.’, શ્રુતિ જે બોલી રહી હતી એમાં વિશ્વાસ નહોતો બટ શંકા વધી રહી હતી.
‘સંભાળીને બોલ. તારો બકવાસ સાંભળવાનો મારી પાસે ટાઇમ નથી.’, મેં ગુસ્સામાં કહ્યુ.
‘હહ, બકવાસ તને લાગતો હશે. એકવાર હર્ષને તો પુછ, મારા મમ્મીની ગરમા ગરમ બાહોંમાં સુઇને કેવું લાગ્યુ…!’, એ કટાક્ષ કરતા થોડુ હસી. મારા મનમાં શંકા જાગી ચુકી હતી. મેં તરત જ કોલ કટ કરી નાખ્યો અને હર્ષને કોલ લગાવ્યો.
‘હ્મ્મ..!’, તરત જ કોલ રીસીવ થયો.
‘હર્ષ શ્રુતિનો કોલ આવ્યો હતો…!’, જે રીતે શ્રુતિ હસી હતી, હું ગભરાઇ ગઇ હતી.
‘સોરી…સો…’, હર્ષ જે રીતે બોલી રહ્યો હતો. એના પરથી લાગી રહ્યુ હતુ કે એણે ચીક્કાર દારૂ પીધો હતો. એ નશામાં બોલી રહ્યો હતો.
‘હર્ષ…! ડીડ યુ સ્લીપ વીથ સ્મિતામેમ..!’, હર્ષના સોરી પછી મારી આંખો ભીની થઇ ચુકી હતી. છેલ્લા થોડાક કલાકોમાં હું હર્ષના લીધે બીજીવાર રડી હતી. મારૂ મન સમજી રહ્યુ હતુ કે શામાટે હર્ષ એકલો રહેવા માંગતો હતો. મગજ તર્કો ઉપર તર્કો પ્રેઝન્ટ કરી રહ્યુ હતુ.
‘સોર..સોરી નીતુ..!’, હર્ષ નશામાં જ બોલ્યો.
‘યુ ચીટર…’, મેં રડતા રડતા જ કોલ કટ કરી નાખ્યો. તરત જ હર્ષના કોલ આવવા લાગ્યા. પણ હું વાત કરવા નહોતી માંગતી. એના નશાની હાલતમાં તો નહિં જ. ત્યાંજ ફરી શ્રુતિનો કોલ આવ્યો..!
‘કેમ વાત થઇ…? કહ્યુ કેવી મજા આવી હતી….?’, મેં કોલ રીસીવ કર્યો અને એ તરત જ બોલી.
‘ડોન્ટ કોલ મી યુ બીચ…!’, મેં કહ્યુ અને કોલ કટ કરી નાખ્યો. ફરી હર્ષનો કોલ આવ્યો…!
‘સોરી…. ફરગીવ મી..!’, એ હજુ નશામાં જ બોલી રહ્યો હતો. ખબર નહિં એણે કેટલો દારૂ પીધો હતો. મને એમ હતુ કે એ એના કોઇ ફ્રેન્ડ્સ સાથે હશે અને બધાએ સાથે જ પીધો હશે.
‘હું તારી સાથે કોઇ વાત કરવા નથી માંગતી…!’, મેં કોલ કટ કરી નાખ્યો. મારૂ મગજ વિચારે ચડી ગયુ હતુ. મારા વિચારોમાં અત્યાર સુધીની હર્ષ સાથે વિતાવેલી પળો અને યાદો જ હતી. હર્ષ મારી સાથે આવુ કઇ રીતે કરી શકે..? મેં એના માટે શું નહોતુ કર્યુ..? આવા કેટલાંય વિચારો એકપછી એક ફેંકાવા લાંગ્યા હતા.
હું ના રહી શકી. મેં ફરી હર્ષને કોલ કર્યો. પણ એણે રીસીવ ના કર્યો. મેં ફરી ટ્રાય કરી બટ એણે કોલ રીસીવ ના કર્યા. છેલ્લે મને વિશ્વાસ આવી ગયો હતો કે ‘હર્ષે મારો વિશ્વાસ તોડ્યો હતો.’
‘યુ આર લાયર, યુ લાઇડ ટુ મી…! યુ આર અ બ્લડી ચીટર…! યુ પવર્ટ. યુ લસ્ટ..! ગેટ લોસ્ટ ફ્રોમ માય લાઇફ’, મેં મેસેજ ટાઇપ કર્યો અને એને મોકલી દીધો…! આખી રાત હું ઉંઘી ના શકી. રડતી રહી. આઇ વોઝ થીંકીંગ ‘ઇઝ ધીઝ એન્ડ ઓફ અવર રીલેશન…?’
***
હું એવુ દર્દ પાળીને બેસી હતી. કહેવુ તો કોને જઇને કહેવુ…? મેં મારી નજીક ખુબ ઓછા લોકોને આવવા દીધા હતા. એમાં હર્ષ હતો. નીલ હાજર નહોતો. મમ્મી પપ્પાને કહેવુ મને બરાબર ના લાગ્યુ. હું મારા રૂમમાંથી તૈયાર થઇને નીચે આવી. પપ્પા ટી.વી જોઇ રહ્યા હતા. પપ્પાએ મને જોઇને એમની પાસે બેસવા કહ્યુ. એ જે ન્યુઝ જોઇ રહ્યા હતા એ ન્યુઝ જોઇને હું ચોંકી ગઇ. શ્રુતિના મર્ડરના સમાચાર આવી રહ્યા હતા. તરત જ મને હર્ષ યાદ આવ્યો. કાલે રાતે જે થયુ હતુ એ પછી મને ડર હતો કે ક્યાંક આ મર્ડર એણે જ ના કર્યુ હોય…! તરત જ મેં એને મેસેજ કર્યો. ‘ડોન્ટ ટેલમી યુ કીલ્ડ શ્રુતિ…!’ કોઇ આન્સર ના આવ્યો. હું ડરી ગઇ હતી. હર્ષે જે પણ કર્યુ હતુ એ બરાબર નહોતુ કર્યુ….! ન્યુઝમાં આ મર્ડરની લીંક L.D. સ્ટુડન્ટ મર્ડર કેસ સાથે જોડવામાં આવી રહી હતી. ખૂન જે રીતે આ મર્ડર કેસમાં થતા હતા એ જ સ્ટાઇલથી કરવામાં આવ્યુ હતુ. મનમાં ખુબ ભયંકર શંકાઓ ઉઠી રહી હતી. ‘ક્યાંક આ બધા ખૂન હર્ષે તો નહિં કર્યા હોય ને…?’ હું મનમાં જ અકળાઇ રહી હતી. શું કરવુ? કોને કહેવુ એ વિચારમાં જ બપોર પડી ગઇ. એવુ લાગ્યુ કે મારે નીલને કોલ કરીને કહેવુ જોઇએ. આખરે મેં નીલને કોલ કર્યો..!
‘બોલો મેડમ..!’, એને તો ત્યાં કંઇ ખબર પણ નહોતી.
‘નીલ તમે બધા રીટર્ન આવી જાઓ..!’,
‘કેમ શું થયુ…?’, એ મારા અવાજની ગંભીરતા જાણી ગયો.
‘શ્રુતિનું મર્ડર થયુ છે અને..’,
‘ના હર્ષ એવું ક્યારેય ના કરી શકે, એ અત્યારે ક્યાં છે…?’, નીલે તરત જ પુછ્યુ.
‘મને નથી ખબર, અમારા બન્ને વચ્ચે ફાઇટ થઇ છે. તુ પ્લીઝ જલદી અહિં આવી જા..’,
‘હું નીકળુ છુ અત્યારે જ. ડોન્ટ વરી…!’, એણે કહ્યુ. હું એને ફાઇટનુ કારણ તો ના જ કહી શકી. આ હાલતમાં નીલ જ એક હતો જે મને સમજી શકે એમ હતો.
‘ઓકે…!’, કહીને મેં કોલ કટ કર્યો.
થોડીવારમાં તરત જ નીલનો કોલ આવ્યો.
‘હર્ષને પોલીસ પૂછપરછ માટે લઇ ગઇ છે.’, નીલે તરત જ કહ્યુ. હું ધ્રુજી ઉઠી. મારી શંકા વધારે મજબુત થઇ રહી હતી.
***
‘સટાક…..’, મારો હાથ આખરે હર્ષના ચહેરા પર પહોંચી ગયો. જ્યારે એણે કહ્યુ.
‘યસ આઇ ફક્ડ સ્મિતામેમ…! આઇ ચીટેડ ઓન યુ…! આઇ ડોન્ટ લવ યુ…!’, મારા પછી તરત જ નીલે હર્ષના પેટમાં એક લાત મારી. હર્ષ એક ખૂણામાં ફેંકાઇ ગયો. હું સતત રડી રહી હતી. ધીઝ વોઝ રીઅલી હાર્ડ ફોર મી…! મેં ક્યારેય સપનામાંય નહોતુ વિચાર્યુ કે આવુ થશે. નીલ અને હું તરત જ એ ફ્લેટમાંથી નીકળી ગયા…!
***
‘હું પોલીસ સાથે ફુલ્લી સપોર્ટીવ હતો…!’, પેજ ફેરવતા હર્ષે રીડીંગ રીઝ્યુમ કર્યુ.
એ લોકો મને પોલીસ સ્ટેશન લઇ ગયા. ઓલમોસ્ટ સાંજ પડી ચુકી હતી. નીલનો કોલ આવ્યો હતો મેં એને ‘મને પૂછપરછ માટે બોલાવ્યો છે’ એમ કહ્યુ. બીજુ કહેવાની મારી હિમ્મત પણ નહોતી અને સમય પણ. મને પોલીસ સ્ટેશનમાં સવારથી જ બેસાડી રાખવામાં આવ્યો હતો. હું શ્રુતિના મર્ડરનો સસપેક્ટ હતો. હવે એમ કહુ તો વધારે યોગ્ય રહેશે કે માત્ર શ્રુતિ મર્ડર કેસનો જ નહિં. એમના મતે શ્રુતિના મોબાઇલમાંથી છેલ્લા કોલ મારા મોબાઇલમાં આવેલા હતા. બટ આશ્ચર્યની વાત એ હતી કે પોલીસે કોઇ જ મેસેજનો ઉલ્લેખ નહોતો કર્યો. હું વિચારી રહ્યો હતો કે મને ક્યાંક જાણી જોઇને ફસાવવામાં તો નહોતો આવી રહ્યો? અત્યાર સુધી હું વિચારતો હતો કે સ્ટુડન્ટ્સના મર્ડર શ્રુતિ કરી રહી હતી. બટ એ શંકા હવે મરી ચુકી હતી. શ્રુતિનુ એ જ સ્ટાઇલથી મર્ડર….? મર્ડરર કોઇક બીજુ જ હતુ. સ્મિતામેમ અથવા H.O.D. બટ એ લોકો શ્રુતિનું મર્ડર શાંમાટે કરે ? હું ભલે પોલીસ સ્ટેશનમાં હતો બટ, મારૂ મન સતત નીતુ પાસે હતુ. હું પોલીસ સ્ટેશનેથી છુટો થાવ એટલે તરત જ નીતુને કોલ કરીને વાત કરવાનો હતો. રાણા મને બધુ ડીટેઇલમાં પુછી રહ્યો હતો. ગઇ કાલે હું ક્યાં હતો? લાસ્ટ ટાઇમ શ્રુતિ સાથે વાત ક્યારે થઇ? શું વાત થઇ? એની સાથેનો મારો રીલેશન? આ બધુ જ સમજાવવુ મને ખુબ જ કોમ્પ્લીકેટેડ લાગી રહ્યુ હતુ.
‘હર્ષ, જે હોય તે સાચે સાચુ બોલી દે. જો કેસ CBIને સોંપાશે તો બહું લાંબી પડશે.’,
‘સર મને કંઇ જ ખબર નથી.’
‘અચ્છા, તો એમ કહે શ્રુતિએ તને કાલે રાતે કોલ શાંમાટે કર્યો હતો.’
‘વોટ…?’, એના મોબાઇલમાંથી રેકોર્ડ મળ્યા પ્રમાણે તમારા બન્નેની ૨ મિનિટ સુધી વાત કરી છે. મેં તરત જ મારો મોબાઇલ ચેક કર્યો. પહેલા શ્રુતિનો કોલ આવેલો હતો અને પછી નીતુનો. મને નહોતી ખબર કે મેં નીતુ કે શ્રુતિ સાથે શું વાત કરી હતી. ફરી મને જટકો લાગ્યો.
‘સાહેબ કાલે હું નશામાં હતો. મને નથી ખબર મેં શું વાત કરી છે…?’,
‘બેટા તુ બરાબરનો ફસાયો છે. આ સીરીયલ મર્ડર કેસની બધી જ કડીઓ તારી પાસે આવીને થોભે છે. ડેવીડના મર્ડર વખતે પણ તમે લોકો નશામાં હતા.’
‘સર બીલીવ મી. મેં કોઇનું મર્ડર નથી કર્યુ. હું મારા ફ્લેટ પર જ હતો. એના પહેલા….’, એના પહેલા જે પણ થયુ હતુ એ કહ્યુ. ‘અરિહંત, એની શ્રુતિ સાથે થવાની હતી એ મીટીંગની વાત…’, મારાથી જેટલુ કહેવાની હિમ્મત હતી એટલુ મેં કહ્યુ. રાણા મારી પૂછપરછ કરી રહ્યો હતો ત્યારે જ હથિયારી સાથે સ્મિતામેમ અને વસાવા સર એન્ટર થયા. હજુ સુધી કોઇ એવુ સ્ટેટમેન્ટ નહોતુ આવ્યુ કે મારો અને શ્રુતિનો જઘડો થયો હતો.
‘એમને બહાર બેસાડ.’, રાણાએ હથિયારીને આદેશ આપ્યો.
‘જો હર્ષ, કેસ ખાસ્સો ક્લીઅર છે, થોડી હીન્ટ્સની જરૂર છે. જો તુ કોઓપરેટ કરીશ તો બધુ જ ક્રીસ્ટલ ક્લિઅર થઇ જશે.’
‘સર હું કંઇ જ નથી જાણતો. આ બધુ જ કોઇન્સીડન્ટલી લીંક થાય છે. એકપછી એક હું ઘણી મુસીબતોમાં ઓલરેડી ફસાયો છુ. મને ફસાવવામાં આવી રહ્યો છે.’
‘હર્ષ, ચાર મર્ડર એક જ સ્ટાઇલમાં. જો પછી કંઇક થશે તો બહુ મોડુ થઇ જશે.’
‘સર આઇ એસ્યોર યુ, આઇ એમ નોટ ઇનવોલ્વ્ડ ઇન ઓલ ઓફ ધીઝ.’, મેં કહ્યુ.
‘આ અરિહંત કોણ છે…?’
‘મારો એક ફ્રેન્ડ છે. કાલે રાતે હું એના ઘરે આલ્કોહોલ લેવા માટે ગયો હતો. ત્યારે જ મને ખબર પડી કે શ્રુતિ અને અરિહંત વચ્ચે રીલેશન છે. એ બન્ને નાઇટ સ્પેન્ડ કરવા માટે મળવાના હતા.’, મેં થોડુ ક્લિઅર કરતા કહ્યુ.
‘હર્ષ. હવે જે પણ થશે એ ભયંકર થશે. એટલે હું તારા સારા માટે કહુ છુ તુ તારૂ અને તારા બધા જ ફ્રેન્ડ્સનુ ધ્યાન રાખજે. બી એલર્ટ. જો એ લોકો ક્યાંય પણ ઇનવોલ્વ થશે તો હવે ખબર નહિં શું થશે.’, રાણાએ ખુબ જ ગંભીર ટોનમાં કહ્યુ. હું કેસની સીરીયસનેસ સમજી શકતો હતો.
‘હથિયારી…..?’, રાણાએ સાદ પાડ્યો.
‘બોલો સાહેબ…!’
‘આ અરિહંત કોણ છે એની તપાસ કરો. અને હા મેડમ અને સાહેબને અંદર મોકલ.’,
‘યુ કેન ગો. હું બોલાવુ એટલે પાછો આવી જજે.’, એણે કહ્યુ. હું બહાર નીકળ્યો. સ્મિતામેમની આંખો રડી રડીને સોજી ગઇ હોય એવુ લાગી રહ્યુ હતુ. એમના ગાલ પર કોઇ માર મારયાના નીશાન પણ હતા. H.O.Dએ મારી સામે ઘુરી ઘુરીને જોયુ. એમની આંખોમાં હું ચોખ્ખો ડર જોઇ શકતો હતો. હથીયારીએ જે કહ્યુ હતુ એ મેં ગંભીરતાથી લીધુ હતુ. હું મારા કોઇ ફ્રેન્ડને આમાં ફસાવવા નહોતો માંગતો. નીતુની વાત શ્રુતિ સાથે થઇ જ હશે. એ બાબતે હું સ્યોર હતો. એના પરથી મેં એ પણ અંદાજો લગાવ્યો હતો કે પોલીસે ટેલીકોમ કંપની પાસેથી કોલ રેકોર્ડ્સ નહિં મંગાવ્યા હોય. મને ડર હતો કે જો ટેલીકોમ કંપની પાસેથી કોલ રેકોર્ડ્સ મંગાવવામાં આવશે તો નીતુ પણ આ બધામાં ફસાશે જ. મારા લીધે ઓલરેડી નીતુ ઘણુ પેઇન ભોગવી રહી હતી. હું નહોતો ચાહતો કે એ વધારે હર્ટ થાય. ભલે મને યાદ નહોતુ કે હું નશામાં નીતુને શું બોલ્યો હતો બટ મને મારા પર એટલો વિશ્વાસ તો હતો જ કે મેં નીતુને સાચુ જ કહ્યુ હશે. મેં મારી ભૂલ તો સ્વિકારી જ હશે. બીજી વાત એ કે હું થાકી ચુક્યો હતો. મને સૌથી વધારે ડર નીતુને ફેસ કરવાનો હતો. સૌથી વધારે થાક તો આ વિચારીને જ લાગી રહ્યો હતો. પણ મેં વિચારી લીધુ હતુ કે હું નીતુને શું કહીશ. એના સિવાય કોઇ રસ્તો જ નહોતો. હું એને કોઇ મુસિબતમાં મુકવા નહોતો માંગતો.
***
પાર્કીંગમાં નીલની બાઇક પડી હતી. એનો મતલબ એ હતો કે મારે ઘણા બધા પ્રશ્નોના જવાબ ફેસ કરવાના હતા. ફ્લેટનો દરવાજો ખુલ્લો જ હતો. હું હોલમાં એન્ટર થયો. ન્યુઝ ચેનલ શરૂ હતી. બધા મારા વિશે જ ડીસ્કસ કરી રહ્યા હતા. બટ હું એન્ટર થયો એવી જ શાંતી છવાઇ ગઇ. મારી સામે બધા જ હતા. શીના, રોહન, પ્રિયા, રિકેતા, કેવલ, નીલ અને નીતુ. બધાના ચહેરા ફ્લેટ થઇ ગયા. મારી આંખો એ બધાને જોઇને ભીની થવા લાગી. દુખ એ વાતનુ હતુ કે હું એન્ટર થયો અને મને ગળે લગાવવા માટે મારા બન્ને બેસ્ટ ફ્રેન્ડમાંથી કોઇ આગળ ન આવ્યુ…..! કોઇ સ્ત્રી સાથે એકરાત સ્પેન્ડ કરવાની આટલી આંકરી સજા મળતી હોય છે એ મને ખબર નહોતી. એ દિવસે મને શીના તરફ માન થઇ આવ્યુ. બધાથી પહેલા એ આગળ વધી.
‘એવરીથીંગ્સ ગોના બી ઓલરાઇટ.’, શીનાએ મારી પાસે આવીને મને હગ કરીને કહ્યુ. કોઇ તો હતુ જે મને સમજતુ હતુ.
‘આઇ ડીડન્ટ કીલ્ડ શ્રુતિ.’, મેં નીતુ સામે જોઇને કહ્યુ. એ કંઇજ ન બોલી. બધા જ ઉભા હતા.
‘જો મેં શ્રુતિનુ મર્ડર કર્યુ હોત તો હું પોલીસ સ્ટેશનમાંથી બહાર ન આવ્યો હોત.’
‘તને પણ ખબર છે, વાત અહિં મર્ડરની નથી.’, નીલ નીંચા અવાજે ગુસ્સામાં બોલ્યો.
‘નીલ આઇ કેન એક્સપ્લેઇન.’,
‘તારા એક્સપ્લેઇન કરવાથી જે થયુ છે એ બદલાઇ તો નહિં જ જાય.’
‘નીતુ ડોન્ટ બી ધીઝ મચ રેશનલ.’, મેં નીતુ સામે જોઇને લાચાર બનીને કહ્યુ.
‘તો તુ રેશનલ બનીને એક્સપ્લેઇન નહોતો કરવાનો….?’, નીતુ જે રીતે બોલી રહી હતી, મારી પાસે એને આપવા જવાબ નહોતા.
‘આપડે લોકોએ હર્ષની વાત સાંભળવી જોઇએ.’, શીના બોલી.
‘શીના આ અમારા બન્નેની પર્સનલ મેટર છે પ્લીઝ.’, નીતુએ કહ્યુ. રોહને શીનાનો હાથ પકડીને પાછળ ખેંચી લીધી. હું નીલ અને નીતુની નજીક ગયો.
‘નીતુ મારે કોઇ ફોલોઅપ નથી લેવો. હું બસ એટલુ જાણવા માંગુ છુ. આપડો રીલેશન આગળ વધી શકે એમ છે…?’
‘બહુ જલદી ગીવ અપ કરી દીધુને હર્ષ તે તો….!’, હું સતત નીતુની આંખમાં જોઇ રહ્યો હતો.
‘કદાચ આપડો સાથ અહિં સુધી જ હશે.’, મેં પ્રેમથી કહ્યુ.
‘હર્ષ યુ હર્ટીંગ મી અ લોટ’, એ રડી પડી. નીલે એને જકડી લીધી. હું ચાહતો હતો કે હું પણ એને હગ કરૂ. બટ અમારા બન્ને વચ્ચે થોડાક સમયમાં ઘણુ મેન્ટલ ડીસ્ટન્સ વધી ગયુ હતુ.
‘ડોન્ટ ક્રાય નીતુ, ધીઝ વોઝ જસ્ટ મીસ્ટેક.’, મેં નીતુના ખભા પર હાથ મુકવા હાથ લંબાવ્યો.
‘ડોન્ટ ટચ હર….!’, નીલે આંખો કાઢીને કહ્યુ.
‘આઇ લવ્ડ યુ, યુ બાસ્ટર્ડ.’, એ રડતા રડતા બોલી રહી હતી.
‘નીતુ…..!’, મારી આંખોમાંથી પણ આંસુ આવી ગયા હતા.
‘વ્હાય ડોન્ટ યુ એક્સેપ્ટ યુ નેવર લવ્ડ મી….’, નીતુ બોલી અને હું સહી ન શક્યો. મને નીતુ સિવાય બીજા કોઇ પ્રત્યે આટલી ફીલીંગ્સ નહોતી. હું વાક્ય સાંભળી ન શક્યો. મારા મનમાં થોડો રોષ પણ ઉભરાણો. આઇ લોસ્ટ કંટ્રોલ્ડ.
‘યસ આઇ ફક્ડ સ્મિતામેમ…! આઇ ચીટેડ ઓન યુ…! આઇ ડોન્ટ લવ યુ…!’, હું ખુબ જ મોટા અવાજે ગુસ્સામાં બોલ્યો. તરત જ નીતુનો હાથ મારા ગાલ સુધી પહોંચી ચુક્યો હતો. તરત જ નીલે મને એક જોરદાર લાત પેંટમાં મારી. હું હોલના બીજા ખૂણામાં ફેંકાઇ ગયો. નીલ નીતુનો હાથ પકડીને તરત ફ્લેટની બહાર ચાલ્યો ગયો…..! પહેલીવાર કોઇએ મારા પર હાથ ઉપાડ્યો હતો. બટ શરીરના ઘાવ સ્થુળ હતા. આખરે મારી પાસે ગુમાવવા જેવું કંઇ જ નહોતુ.
***
‘સટાક…..’, મારો હાથ આખરે હર્ષના ચહેરા પર પહોંચી ગયો. જ્યારે એણે કહ્યુ.
‘યસ આઇ ફક્ડ સ્મિતામેમ…! આઇ ચીટેડ ઓન યુ…! આઇ ડોન્ટ લવ યુ…!’, મારા પછી તરત જ નીલે હર્ષના પેટમાં એક લાત મારી. હર્ષ એક ખૂણામાં ફેંકાઇ ગયો. હું સતત રડી રહી હતી. ધીઝ વોઝ રીઅલી હાર્ડ ફોર મી…! મેં ક્યારેય સપનામાંય નહોતુ વિચાર્યુ કે આવુ થશે. નીલે મારો હાથ પકડ્યો. નીલ અને હું તરત જ ફ્લેટમાંથી નીકળી ગયા…! જે રીતે નીલે હર્ષને પેટમાં લાત મારી હતી, હું અંદાજો લગાવી શકતી હતી કે હર્ષને કેટલુ વાગ્યુ હશે. જ્યારે નીલે હર્ષને માર્યુ ત્યારે જ હું હર્ષને ઉભો કરીને એને ગળે લગાડવા માંગતી હતી.
‘તારે આટલા જોરથી નહોતુ મારવુ જોઇતુ…!’, મેં નીલને કહ્યુ.
‘હી ડીઝર્વ્સ ઇટ’, નીલે ગુસ્સામાં કહ્યુ. હું નીલની બાઇક પર ઘર સુધી રડતી રહી. બાઇક પરથી ઉતરીને સીધી જ હું મારા રૂમમાં ચાલી ગઇ. હું કોઇ સાથે વાત કરવા નહોતી માંગતી. મારે રડવુ હતુ. બસ રડવુ હતુ. ધીઝ વોઝ બ્રેકઅપ. એ ટાઇમનુ પેઇન તો જેણે અનુભવ્યુ હોય એજ જાણતા હોય છે. હું મારા બેડમાં પડી પડી રડતી રહી. મારા મનમાં હજારો વિચારો હતા. ‘જે મેં હર્ષ સાથે કર્યુ હતુ એ બરાબર હતુ..? શું મેં હર્ષ ઉપર હાથ ઉઠાવ્યો એ બરાબર હતુ..?’, હું જે પણ બોલી હતી એનો મને પછતાવો હતો. ક્યારેક મન એમ કહેતુ કે તે જે કર્યુ એ બરાબર કર્યુ છે. તો ક્યારેક મને એમ થતુ હું જે બોલી એ ન બોલી હોત તો સારૂ હતુ. ક્યારેક મગજ લોજીક આપતુ કે ‘હર્ષે હવે તો એક્સેપ્ટ કરી લીધુ છે કે હી ડોન્ટ લવ્સ મી.’ તો મારૂ હાર્ટ આર્ગ્યુમેન્ટ કરતુ કે ‘હર્ષ સ્ટીલ લવ્સ મી. આવુ કરવા પાછળ કંઇક કારણ હશે.’ એક એક વિચાર પર મારી આંખ ભરાઇ આવતી. જ્યારે બ્રેકઅપ થતુ હોય છે ત્યારે આખી સ્ટોરી રીવાઇન્ડ થઇને પહેલેથી તમારી સામે આવી જતી હોય છે.
***
શું થશે હર્ષ અને નીતુની હાલત? શું શ્રુતિનુ ખૂન થયુ હતુ? કોણે કર્યુ હતુ? હર્ષે? જાણવા માટે વાંચતા રહો. ધ લાસ્ટ યર – સ્ટોરી ઓફ એન્જીનીયરીંગ.
ચેપ્ટર - ૨૧ - કીલર
આગળ આપણે જોયુ,
શ્રુતિ નીતુને કોલ કરીને હર્ષ અને સ્મિતામેમના રીલેશાની વાત કરે છે. નીતુની હર્ષ સાથે વાત થાય છે પણ એ નશામાં હોય છે. હર્ષ પોલીસ સ્ટેશન પર બધુ જણાવે છે. પણ પૂરેપુરૂ કહેવાની હજુ એનામાં હિમ્મત નહોતી. પોલીસ સ્ટેશનથી સીધ્ધો જ હર્ષ ફ્લેટ પર પહોંચે છે. નીતુ અને નીલ હર્ષ પર હાથ ઉપાડી લેય છે... હવે આગળ….
***
સાબરમતી ખુબ શાંત હતી. એલીસબ્રીજ પર લોકો ઠંડી હવા માણી રહ્યા હતા. બટ મારી અંદર કોઇ જ ઉન્માદ નહોતો. નીતુ મારી સાથે નહોતી. એનુ એકમાત્ર કારણ હું જ હતો. મેં જે રીતે નીતુને રડાવી હતી. આઇ ડીડન્ટ ડીઝર્વ્ડ હર. મને એ વાતની ગીલ્ટ નહોતી કે આઇ ફક્ડ સમવન. બટ મને એ વાતનુ ગીલ્ટી ફીલ થતુ હતુ કે મેં એનાથી છુપાવ્યુ. મેં એ વ્યક્તિથી બધુ છુપાવ્યુ જેને હું સૌથી વધારે પ્રેમ કરતો હતો. બટ હવે નીતુ મારી પાસે કે મારી સાથે નહોતી. હવે તો રડવુ પણ નહોતુ આવતુ. આખરે મારી પાસે ગુમાવવા જેવું કંઇ જ નહોતુ. મારી પાસે કોઇ કારણ નહોતુ. જીવીને પણ શું? એવો વિચાર આવ્યો હતો. બટ મરીને પણ શું? એ પણ વિચાર આવ્યો. એટલે હું મરતા પહેલા બધુ ક્લીઅર તો કરવાનો જ હતો.
***
હું રાતના એક વાગ્યા સુધી એલીસબ્રીજ બેઠો બેઠો સાબરમતીના શાંત પાણીને જોતો રહ્યો. હું વિચારી રહ્યો હતો કે હવે શું કરવુ. આખરે મેં નક્કિ કર્યુ કે હું જે પણ જાણતો હતો એ બધુ જ પોલીસને વિગતવાર કહી દવ. બટ રાત પડી ચુકી હતી. અત્યારે પોલીસ સ્ટેશન જઇશ તો પણ રાણાને નહિં જ મળી શકુ. હું મારા ફ્લેટ પર જવા નહોતો માંગતો. હું નહોતો ચાહતો કે મારા લીધે કોઇ પ્રોબ્લેમ્સમાં પડે. શ્રુતિનું મર્ડર થયા પછી હું સ્મિતામેમને નહોતો મળ્યો. એટલીસ્ટ મારે એમને એકવાર તો મળવા જવુ જ હતુ. મને વિશ્વાસ હતો કે એમને ખબર જ હતી કે મર્ડરર કોણ છે.
‘મેમ હું હર્ષ…!’,
‘ઇટ્સ ટુ લેઇટ હર્ષ…!’
‘આઇ જસ્ટ કોલ્ડ યુ ટુ સે સોરી…! સોરી ફોર યોર લોસ..!’, સામેથી કોઇ અવાજ ન આવ્યો.
‘ડુ યુ વોન્ટ મી ટુ કમ ઓવર…? આઇ વોન્ટ ટુ ટોક.’, મારી પાસે વાતો કરવા માટે બહુ બધો ટાઇમ હતો.
‘આઇ ડોન્ટ નો…’, સ્મિતામેમે કહ્યુ.
‘ઓકે.. આઇ એમ કમીંગ. હું સર સાથે પણ વાત કરવા માંગુ છુ, એમને બોલાવી લો.’, મેં કહ્યુ.
‘હી ઇઝ હીઅર. કમ’,
‘ઓકે.’, મેં કોલ કટ કર્યો..!
મારી પાસે કોઇ જ વસ્તુ માટે ધીરજ નહોતી. હું H.O.D અને મેમ સાથે બેસીને બધુ જ ક્લિઅર કરવા માંગતો હતો. હું હવે કોઇથી કંઇજ છુપાવવા નહોતો માંગતો. પોલીસથી પણ નહિ. મને નહોતી ખબર કે આ મર્ડર મીસ્ટ્રી કેટલી ઉંડી હતી. હું નહોતો ચાહતો કે હવે કોઇનો ભોગ લેવાય. મેં મારી બાઇક શરૂ કરી.
***
‘ટી.વીમાં ન્યુઝ આવી રહ્યા હતા. L.D. Engineering Serial Murdering Case. મીસ્ટ્રી સોલ્વ થઇ ગઇ હતી. બટ એની સાથે હું જે જોઇ રહી હતી એ મારા માટે ખુબ ટફ હતુ.’, નીતુએ વાંચવાનુ શરૂ કર્યુ.
હર્ષને ગોળી વાગી હતી. એ જીંદગી અને મૃત્યુ વચ્ચે જોલા ખાઇ રહ્યો હતો. હું સાક્ષી બનીને બધુ જોઇ રહી હતી. નીલ પણ મારી બાજુમાં જ હતો. અમારા બન્નેનો ગુસ્સો શાંત પડી ચુક્યો હતો. બન્નેને થોડોક પછતાવો તો હતો જ કે અમે બન્નેએ ગઇ કાલે જે પણ કર્યુ હતુ એ બરાબર નહોતુ. પરંતુ બોલે કોણ…? સવારે જ્યારથી ન્યુઝ આવ્યા હતા ત્યારથી નીલ પણ અકળામણમાં હતો જ. સમટાઇમ્સ ઓલ વી નીડ ઇઝ કોમ્યુનીકેશન. બટ આ ઇગો એવી વસ્તુ છે ને જે કોમ્યુનીકેશન થવા જ નથી દેતો.
આપણા લોકોમાં હીપ્પોક્રેસી ખુબ ઉંડે સુધી ઉતરી ગયેલી છે. એમાં હું પણ બાકાત નહોતી. હું ઘણી વાર મુક્ત સેક્સની વાતો તો કરતી બટ, જ્યારે મારી સામે એ વાત ઘટના બનીને આવી ત્યારે હું એને સ્વિકારી ના શકી. અનૂભવ વિના વાતો કરવી વ્યર્થ છે. જો હર્ષ ચાહત તો મને બધુ જ રેશનલ બનીને સમજાવી શકત. પણ એણે એવુ નહોતુ કર્યુ. એણે બધુ જ મારા પર છોડ્યુ હતુ. મને એવુ પણ લાગી રહ્યુ હતુ કે એણે વિશ્વાસ પર છોડ્યુ હતુ. કદાચ હું જ હતી જે એને સમજી નહોતી શકી.
‘નીલ, વી શુડ ગો…!’, મેં નીલની સામે જોઇને કહ્યુ.
‘આઇ ડોન્ટ થીંક સો.’, નીલે કહ્યુ.
‘નીલ યુ નો આઇ લવ હીમ.’,
‘સો ડુ આઇ. હી ઇઝ માય ફ્રેન્ડ.’, નીલ થોડો ઇમોશનલ થઇ ગયો હતો.
‘કાલે જે બન્યુ એના પછી, એ કદાચ તુ એનો ફ્રેન્ડ હતો એવુ માનવા લાગ્યો હશે.’, મેં નીલને સમજાવ્યુ.
‘આઇ ડોન્ટ નો વોટ ટુ ટોક’,
‘તુ જોઇ તો રહ્યો છો, અત્યારે એ વાત કરવાની હાલતમાં પણ નથી. એની કેર કરવા માટે ત્યાં કોઇ નહિં હોય. હી ઇઝ સ્ટ્રગલીંગ ફોર લાઇફ અલોન.’
‘રોહન અને શીના છે ત્યાં….’,
‘વોટ…?’
‘હા એ લોકોનો કોલ આવ્યો હતો.’
‘અને તે ના કહી.’
‘આઇ ડોન્ટ વોન્ટ ટુ ગો…..’
‘નીલ……’
***
પહેલીવાર, મેમનો દરવાજો ખખડાવતી વખતે મારામાં કોઇ ડર નહોતો. મેડમે દરવાજો ખોલ્યો. અડધી રાત હોવા છતા એમની આંખોમાં સહેજ પણ ઉંઘ નહોતી. એમની આંખો થોડી ભીની હતી. કદાચ એ હમણા જ રડ્યા હતા. બટ હવે મને વિશ્વાસ નહોતો આવી રહ્યો. સ્મિતામેમ એવી સ્ત્રી હતા જે ઇમોશનલી તમને કંટ્રોલ કરીને પોતાનુ કામ કરાવી લેતા હતા. એ છતા મેં ગળે મળીને સહાનુભૂતિ દર્શાવી.
‘સર ક્યાં છે…?’, મેં સરને ક્યાંય જોયા નહિં એટલે પૂછ્યુ.
‘યુ સીટ ફર્સ્ટ….!’, એમણે મને બેસાડ્યો.
‘કોલ હીમ, આઇ વોન્ટ ટુ ડીસ્કસ સમથીંગ…!’, મેં તરત જ કહ્યુ. હવે હું કોઇ પણ વાતને વધારે કોમ્પ્લીકેટેડ બનાવવા નહોતો માંગતો.
‘શું લઇશ…? ટી ઓર કોફી..?’, મને ખબર નહોતી પડી રહી કે મેમ મીનીટે મીનીટે રંગ બદલતા હતા, હવે એ જાણે કંઇજ ન થયુ હોય એ રીતે રીએક્ટ કરી રહ્યા હતા.
‘નથીંગ…’, મેં રૂડલી કહ્યુ.
‘હર્ષ, યુ આર ઇન માય હોમ. સો કીપ યોર એટીટ્યુડ અપ ટુ યુ.’, એમણે કહ્યુ. આઇ વોઝ શોક્ડ. એ કીચનમાં જઇને કોફી લઇ આવ્યા અને ટેબલ પર મુકી. કોફી પીવાની મારી સ્હેજેંય ઇચ્છા નહોતી.
‘યુ નો અબાઉટ મર્ડર્સ…!’, મેં એમની સામે ગુસ્સાની નજરથી જોઇને કહ્યુ.
‘હાવ કેન યુ સે ધેટ…?’
‘એ દિવસે સરે સારકાઝમમાં કહ્યુ હતુ, મર્ડર કોણ કરે છે.’,
‘તો તને એમ છે કે મર્ડર હું કરૂ છુ.’,
‘ના, મેં એમ નથી કહ્યુ, મેં એમ કહ્યુ કે તમે જાણો છો મર્ડર કોણ કરે છે…!’
‘આઇ ડોન્ટ નો એનીથીંગ અબાઉટ મર્ડર્સ. હું મારી ડોટર ગુમાવી ચુકી છો. યુ નો ધેટ.’, એ હડબડાઇને બોલ્યા. હવે પાક્કુ થઇ ગયુ હતુ, મેમ મર્ડર વિશે જાણતા હતા.
‘પણ મને તો એવુ પણ લાગી રહ્યુ છે કે તમને એનાથી કંઇ પણ ફરક નથી પડતો…!’
‘હર્ષ સંભાળીને બોલ.’
‘જે દેખાય છે એ જ બોલી રહ્યો છુ. મારે એ જાણવુ છે કે મર્ડર કોણ કરે છે એ ખબર હોવા છતા તમે પોલીસને કેમ નથી જણાવતા. એટલીસ્ટ ડુ ઇટ ફોર યોર ડોટર. આઇ એમ ફીલીંગ ડીઝગસ્ટ.’
‘શી વોઝ માય ચાઇલ્ડ, ડોન્ટ ટેલ મી, મારે શું કરવુ જોઇએ.’
‘આઇ નો, કોણ મર્ડર કરે છે…..’
‘મીસ્ટર વસાવા….!’, મેડમ મારી વાત કાપતા જ બોલ્યા.
‘વોટ…? વ્હાય ડીડ હી કીલ્ડ શ્રુતિ ધેન…?’,
‘આઇ ડોન્ટ નો હુ કીલ્ડ શ્રુતિ.’, એમણે કહ્યુ.
‘બટ એ શાંમાટે ખૂન કરે છે…?’
‘આઇ ડોન્ટ નો…!’,
‘વિશેષ, પ્રિત અને મારો ફ્રેન્ડ ડેવીડ ત્રણેય ખૂન સેમ સ્ટાઇલથી થયા છે. ત્રણેય આઇ.ટીના સ્ટુડન્ટ્સ હતા.’
‘અને H.O.Dના સ્ટુડન્ટ્સ પણ.’
‘અને તમારા સ્ટુડન્ટ્સ પણ.’
‘આઇ ડીડન્ટ કીલ એનીવન. યુ આર એક્યુઝીંગ રોંગ પર્સન.’, મેમ ગુસ્સામાં બોલતા બોલતા ઉભા થઇ ગયા.
‘એ તો અત્યારે તમારા ગુસ્સા પરથી જ ખબર પડી રહી છે.’
‘આઇ સેઇડ, યોર સર કીલ્ડ સ્ટુડન્ટ્સ’
‘ઓકે સરે સ્ટુડન્ટ્સના મર્ડર કર્યા છે, તો શું શ્રુતિનુ મર્ડર તમે કર્યુ છે….?’,
‘હર્ષ…’, એમણે હાથ ઉપાડ્યો. મેં એમનો હાથ વચ્ચે જ પકડી લીધો. એમનો હાથ મરડીને મેં એમને કંટ્રોલમાં લીધા.
‘ટેલ મી વ્હાય યુ કીલ્ડ….!’, મેં એમનો હાથ વધારે મરડ્યો. એ સોફા પર જુકી ગયા.
‘હર્ષ લીવ મી…! એલ્સ આઇ એમ ગોઇંગ ટુ કોલ પુલીસ.’, એ ચીસ પાડતા બોલ્યા.
‘આઇ એમ રેડી ફોર ઇટ…! બટ એના પહેલા મને કહે કે તે ખૂન શાંમાટે કર્યા..?’, હું વધારે હિંસક બન્યો. બીજા હાથે મેં એમના વાળ ખેંચ્યા.
‘આઇ ટોલ્ડ યુ હર્ષ આઇ ડીડન્ટ કીલ્ડ એનીવન..’
‘તો પોલીસને તુ કેમ નથી કહેતી કે વસાવાએ ખૂન કર્યા છે.’
‘લીવ મી. હર્ષ ધીઝ ઇઝ ગોઇંગ ટુ કોસ્ટ યુ…!’, મારા મોબાઇલમાં કોલ આવી રહ્યો હતો.
‘હવે મારૂ પણ મર્ડર કરીશ…?’, હું ગુસ્સામાં હસતા હસતા બોલ્યો. મોબાઇલ કાઢવા મેં ખીસ્સામાં હાથ નાખ્યો. મેડમે પોતાને છોડાવવા ધક્કો માર્યો. હું ફેંકાઇ ગયો. ઉભો થઇને ફરી હું મેડમ પર ઉછળી પડ્યો. એમના હાથમાં કાચનો જગ આવી ગયો હતો. એમણે મારા પર ફેંક્યો. બટ એમનુ નીશાન ફેઇલ ગયુ. હું ફરી આગળ વધ્યો. મેં એમને પકડવાની કોશીષ કરી. મેં મારા પેન્ટમાં છુપાવેલુ ચાકુ કાઢ્યુ અને એમના ગળા પાસે ધરી દીધી.
‘પોલીસ તને શોધી કાઢશે.’,
‘આઇ ડોન્ટ કેર…! બટ જો તુ મને કહી દઇશ કે ખૂન કેવી રીતે અને કોણે કર્યા છે તો તુ જીવીશ.’, મેં એમના વાળ ખેંચીને એમની ગરદન પકડી. મારો ફોન વાગી રહ્યો હતો. બટ મારા એક હાથમાં ચાકુ હતુ અને બીજા હાથમાં મેડમના વાળ.
‘હું પોલીસને બધુ જ કહેવા માટે જઇ રહ્યો છુ….!’, મેં જોરથી ચાકુનો હાથો મેમના માથામાં માર્યો. એ ચીસો પાડવા લાગ્યા.
‘ડોન્ટ પ્લીઝ…. મેડમ રડવા લાગ્યા.’, એમણે તાકાત લગાવવાનુ છોડી દીધુ. ફરી મારા મોબાઇલમાં કોલ આવ્યો. મેં મોબાઇલ હાથમાં લઇને જોયુ. રોહનનો કોલ હતો. મેં તરત જ મોબાઇલ ખીસ્સામાં મુકી દીધો.
‘ધેન ટેલમી.’
‘આઇ એમ સેક્સ મેનીયાક, ધેટ ડઝન્ટ મીન આઇ એમ અ કીલર. તારા એક સ્ટેટમેન્ટના લીધે મારી બધી રેપ્યુટેશન ધૂળમાં મળી જશે.’, એ રડતા રડતા બોલ્યા.
‘તો કહે કે મર્ડર કોણ કરે છે….? શામાટે?’
‘પ્રોમીસ મી તુ પોલીસને નહિં કહે.’
‘આઇ પ્રોમીસ, નાવ સ્પીક અપ.’, મેં ફરી બુમ પાડી.
‘મર્ડર મારા કારણે જ થયા છે, બટ મેં નથી કર્યા.’
‘હુ ઇઝ મર્ડરર…?’, મેં ફરી ચીસ પાડીને કહ્યુ.
‘આઇ વીલ નોટ સ્લીપ વીથ એનીવન એનીમોર..!’, એમણે રડવાનુ શરૂ રાખ્યુ. ત્યાંજ કોઇએ દરવાજો ઠોકવાનુ શરૂ કર્યુ.
‘ડોન્ટ મુવ…!’, મેં મેમને સોફા પર બેસાર્યા અને હું દરવાજા તરફ ગયો. મેં ડોર-આઇમાંથી બહાર જોયુ. બહાર મેમનો સન સંગિત હતો. મને વિશ્વાસ હતો જો મેમ અને એમનો સન બન્ને તુટી પડશે તો હું નહિં બચી શકુ. મારે ઘરની બહાર નીકળવાનુ જ હતુ. એણે ફરી ગુસ્સામાં દરવાજો ઠોક્યો.
‘મમ્મી દરવાજો ખોલ….’, એણે જોરજોરથી દરવાજો ઠોકતા કહ્યુ. મારા મોબાઇલમાં સતત રોહનના કોલ આવી રહ્યા હતા. ‘હેલ્લો…!’,
‘હર્ષ કોઇએ H.O.D નું ખૂન કરી નાખ્યુ.’, રોહન ફટાફટ બોલી ગયો.
‘વોટ…?’,
‘તુ અત્યારે જ પોલીસ સ્ટેશન જા અને ત્યાં કહે કે હું સ્મિતામેમના ઘરે છુ.’, મેં ફોન પર કહ્યુ ત્યાંજ મારા માથા પર કંઇક વાગ્યુ અને હું બેહોશ થઇ ગયો.
***
અડધી રાત થઇ ચુકી હતી છતા નીલ ઉંઘ્યો નહોતો. એણે બે દિવસથી પ્રિયા સાથે વાત પણ નહોતી કરી. જેવી હાલત મારી હતી એવી જ એની પણ હતી. એ સીગરેટ ફુંકતો ફુંકતો ટેરેસ પર આમથી તેમ આંટા મારી રહ્યો હતો. હું એની પાસે ગઇ મેં એની સીગરેટ ખેંચી લીધી. પહેલીવાર મેં સીગરેટ ફેંકી નહિ. મેં સીગરેટનો ઉંડો કશ માર્યો. મને ઉધરસ આવી ગઇ. નીલે મારી પીઠ પર હાથ ફેરવ્યો.
‘ડોન્ટ સ્મોક…’, નીલે મારા હાથમાંથી સીગરેટ છીનવી લીધી.
‘ઇટ હર્ટ્સ અ લોટ…!’, ફરી આજે હું નીલના ખભા પર રડી પડી.
‘આઇ નો…! માય ડીઅર, આઇ નો.’, એ પણ ગળગળો થઇ ગયો.
‘આઇ કાન્ટ લીવ વીધાઉટ હીમ…! આઇ ડોન્ટ વોન્ટ ટુ લીવ વીધાઉટ હીમ.’, હું પુરેપૂરી ભાંગી ચુકી હતી.
‘યુ નો વોટ હી ડીડ.’, નીલે મારી આંખોમાં જોઇને કહ્યુ.
‘આઇ નો, હી જસ્ટ સ્લેપ્ટ વીથ સમવન. આઇ કાન્ટ પનીશ હીમ ફોર અ હોલ લાઇફ…!’,
‘યુ ડોન્ટ હેવ ટુ પનીશ. યુ જસ્ટ હેવ ટુ મુવ ઓન…!’, નીલે કહ્યુ.
‘મને ખબર છે, અંદર અંદરથી તારી હાલત પણ મારા જેવી જ છે.’, એણે સીગરેટ સળગાવી. અને એ કશ લેવા લાગ્યો.
‘હર્ષ વી આર ઓવર રીએક્ટીંગ વીથ સીચુએશન…!’
‘કોને ખબર એણે જ શ્રુતિનુ ખૂન કર્યુ હશે તો…? હી ઇઝ અ સસ્પેક્ટ.’
‘આઇ નો, હર્ષ આવુ ના કરી શકે. જે પ્રેમ ફેલાવવા માટે રાત દિવસ જાગતો હોય એ કોઇનું ખૂન ના કરી શકે.’, ત્યાંજ નીલનો મોબાઇલ વાગ્યો. મેં ગેસ કર્યુ કે પ્રિયાનો જ કોલ હશે. નીલે મોબાઇલમાં જોયુ. પ્રિયાનો જ કોલ હતો. નીલે કોલ રીસીવ કર્યો.
‘વોટ….?’, કોલ રીસીવ કરીને સાંભળતા જ નીલ બોલ્યો.
‘શું થયુ….?’, મેં તરત જ પૂછ્યુ.
‘મર્ડર…’, આઇ કમ્પ્લીટલી શોક્ડ.
‘સમવન કીલ્ડ H.O.D’, નીલે મારી સામે ખુબ જ સીરીયસ થઇને કહ્યુ. હું ખુબ જ ડરી ગઇ હતી. એકપછી એક એવા વ્યક્તિઓના મર્ડર થઇ રહ્યા હતા જે લોકો સાથે હર્ષ કોઇને કોઇ રીતે રીલેટ કરતો હતો.
‘કોણે કહ્યુ તને…?’, નીલે ફોન પર પુછ્યુ.
‘હું આવુ છુ.’, નીલે કહ્યુ અને કોલ કટ કર્યો.
‘હર્ષ કોઇ પ્રોબ્લેમમાં તો નથી…?’, મેં નીલને પૂછ્યુ.
‘એ હવે કદાચ બહુ મોટી પ્રોબ્લેમમાં છે. કારણ કે H.O.Dનુ મર્ડર થયુ છે. કદાચ એણે મર્ડર કર્યુ છે. આઇ થીંક હી ઇઝ ગોન મેડ.’, નીલ ગુસ્સામાં બોલ્યો. ‘હું પણ આવુ છુ.’, મેં કહ્યુ.
‘નો…! યુ આર સેફ હીઅર..! આઇ કાન્ટ મેક યુ ઇન ડેન્જર.’,
‘નીલ…! હર્ષ કાન્ટ ડુ ધીઝ…! એ મર્ડરર નથી..!’,
‘એવુ તારૂ કહેવુ છે. આપડા ગયા પછી એ ફ્લેટ પર નથી આવ્યો.’, નીલે કહ્યુ અને ઘરની બહાર નીકળી ગયો.
વ્હેન યુ આર ઇન પેઇન, સ્પેશીયલી પેઇન ઓફ લવ. ત્યારે આલ્કોહોલ ખુબ જ હેલ્પ કરતો હોય છે. શું કરવુ એ મને કંઇજ સૂજી નહોતુ રહ્યુ. હું નીચે ગઇ અને પપ્પાની વ્હીસ્કી લઇ આવી. આઇ એમ નોટ આલ્કોહોલીક નોર આઇ વોઝ. જે થઇ રહ્યુ હતુ એ બરાબર નહોતુ થઇ રહ્યુ. હર્ષની શું હાલત હશે એ વિચારીને મારી હાલત મીઝરેબલ થઇ ગઇ હતી. મને એવુ લાગી રહ્યુ હતુ કે હવે હું હર્ષને ક્યારેય પામી નહિં શકુ. એ દિવસે હું નશા વિના રહી શકુ એમ નહોતી. કારણ કે મારે હર્ષનો નશો ભુલવો હતો. મારે મારી ગરદન પર થયેલ હર્ષની દરેક કીસને ભૂલવી હતી. એની મારા હોઠો પર થયેલ દરેક કીસને ભૂલવી હતી. એની મારા કપાળ પર થયેલ દરેક કીસને ભૂલવી હતી. મેં નીટ મારવાનુ શરૂ કર્યુ. નીટથી મારૂ ગળુ લીટરલી બળતુ હોય એવુ લાગી રહ્યુ હતુ. બટ ત્રણ પેગ પછી જે હાલત હતી એ ત્યારે ખૂબ આનંદ દાયક લાગી રહી હતી.
જ્યારે તમે નશામાં કોઇને યાદ કરોને, ત્યારનુ પેઇન તમને ઝેરની જેમ મારતુ હોવા છતા મીઠુ લાગતુ હોય છે. એકવાર નશામાં કોઇને યાદ કરો એટલે પછી બધી ઘટનાઓમાં મનમાં તરવા લાગતી હોય છે. દરેક ઘુંટ પર હર્ષની યાદ હતી. દરેક ઘુંટ પર હર્ષનુ નામ હતુ…! આઇ રીમેમ્બર, હું એકલી એકલી. ‘આઇ લવ યુ હર્ષ.’ ‘આઇ ટ્રસ્ટ યુ હર્ષ’ બબડી રહી હતી. પણ મને આનંદ મળી રહ્યો હતો. ક્યારેક પેઇન ખુબ માણવા લાયક હોય છે. હું બીજી જ વાર પી રહી હતી બટ એવુ લાગી રહ્યુ હતુ કે મારો વ્હીસ્કી સાથે ખૂબ ડીપ રીલેશન બંધાઇ ચુક્યો છે. ફરી મેં એક પેગ બનાવ્યો અને એક જ ઘુંટડે પી ગઇ. ઇટ વોઝ સો જોયફુલ. બટ આલ્કોહોલ સાથે કોઇની યાદો ભેળવો એટલે તમને વધારે ચડતી હોય છે. એવી ચડે કે પછી તમે વધારે ને વધારે પીવા ઇચ્છો. બટ મારા માટે હર્ષના નામનુ રટણ જ વધારે નશાકારક હતુ. હું ‘હર્ષ હર્ષ હર્ષ…..’ બોલતી રહી અને નશો માણતી રહી.
***
‘યુ બીચ, આઇ વીલ સેવ માય ડેડ્ઝ રેપ્યુટેશન. થાઉઝન્ડ્સ ટાઇમ.’, મને થોડો થોડો હોશ આવ્યો ત્યારે મેં જોયુ કે સંગિતે સ્મિતામેમના માથામાં ગન મારી. એમના કપાળ પરથી લોહી નીકળવા લાગ્યુ હતુ. સંગિત મારા તરફ વધ્યો. એના ચહેરા પર ભયંકર ગુસ્સો હતો. હી વોઝ અ સાયકો…! પોતે શું કરી રહ્યો હતો એનુ ભાન નહોતુ.
‘ડોન્ટ કીલ હીમ, હી વોન્ટ સે એનીથીંગ…’, મેડમ પાછળથી ચીલ્લાઇને બોલ્યા. તરત જ પ્રચંડ અવાજ આવ્યો. બુલેટ પારા ખભાને વીંધી ચુકી હતી. હવે હું હલી શકુ એવી પણ સ્થિતીમાં નહોતો. દુખાવો અસહ્ય હતો. હું ફરી બેહોશ થઇ ગયો.
***
મને હોશ આવ્યો એવો જ બે બુલેટ ફુંટવાનો એકસાથે અવાજ આવ્યો. સંગિત ઢળી પડ્યો. બીજી બુલેટ મારા પેટમાં ઘુસી ચુકી હતી. હવે હું કોઇ જ પેઇન ફીલ નહોતો કરી શકતો. તરત જ મારી આંખો સામે અંધારૂ છવાઇ ગયુ.
***
શું થશે હર્ષનુ? શું નીતુ અને હર્ષ ફરી મળી શકશે? જાણવા માટે વાંચતા રહો. ધ લાસ્ટ યર – સ્ટોરી ઓફ એન્જીનીયરીંગ.
ચેપ્ટર - ૨૨ - સ્ટેટમેન્ટ
આગળ આપણે જોયુ,
નીલ, નીતુ અને હર્ષ વચ્ચે જગડો થાય છે. નીલ ફાયનલી બધી બાબતે ગીવ અપ કરી દેય છે. એ બધુ ક્લિઅર કરવા માટે સ્મિતામેમના ઘરે જાય છે. સ્મિતામેમ અને હર્ષ વચ્ચે જપાજપી થાય છે. સ્મિતામેમ પાછળથી હર્ષના માથા પર મારે છે, સંગિત હર્ષને ગોળી મારી દેય છે. ત્યારે જ સંગિતને પણ પાછળથી ગોળી વાગે છે. હવે આગળ….
***
માય નેમ ઇઝ સ્મિતા ભટ્ટ, એન્ડ આઇ એમ નીમ્ફોમેનીયાક. મારા હઝબન્ડની ડેથ સાત વર્ષ પહેલા થઇ હતી. માય હઝબન્ડ ડાઇડ સર્વીંગ ધીઝ કન્ટ્રી. હી વોઝ અ આર્મી ઓફીસર. નો ડાઉટ મને દુખ હતુ. મારા હઝબન્ડની ડેથ પછીનો ટાઇમ મારા માટે ખુબ ટફ હતો. બટ ધેટ ડઝન્ટ મીન આઇ શુડ બી સેડ ફોર માય એન્ટાયર લાઇફ. આઇ એમ મુવીંગ ઓન કાઇન્ડ વુમન. આઇ ડીસાઇડેડ ટુ મેરી અગેઇન. બટ ધીઝ હીપ્પોક્રેટ સોસાયટી. અમારા ફેમીલીમાં આટલા જલદી મેરેજના નિર્ણય પર પ્રશ્ન ઉઠવા લાગ્યા. અમે બ્રાહ્મણ છીએ. એટલે અમારી સૌથી ઉંચી જાત. અમારૂ ફેમીલી ખુબ રેપ્યુટેડ ફેમીલી. એટલે જો હું કોઇ આવો નિર્ણય લવ તો એની બીજા લોકો પર શું અસર પડે? ધેટ વોઝ ધ ક્વેશ્ચન. એના લીધે હું બીજા મેરેજ ના કરી શકી.
મારે એક સન છે, નહિ હતો અને એક ડોટર. સંગિત અને શ્રુતિ. શ્રુતિ મારા પર ગઇ હતી અને સંગિત એના પપ્પા પર. મેં એમને પહેલેથી જ પ્રેમ કર્યો છે. ખાસ કરીને શ્રુતિને. બટ સંગિત ક્યારેય મારા કંટ્રોલમાં નથી રહ્યો. એ લગભગ મારા બધા જ ડીસીઝન્સની અગેઇન્સ્ટમાં જ રહ્યો છે. એના પપ્પાની જેમ. મારી લાઇફ સ્ટાઇલથી એને હંમેશા જ નફરત થતી. મારૂ બધા લોકો સાથે રહેવુ, વાતો કરવી. આ બધુ એને ખુબ જ બોધર કરતુ. બટ હું એને મારી મીઠી બોલીથી સમજાવી લેતી. વાત હતી શ્રુતિની તો એ પહેલેથી જ ખુબ સમજદાર હતી.
ધેર ઇઝ અ ફીઝીકલ નીડ્સ ઓફ એવરી વુમન. મારે મેરેજ કરવા હતા કારણ કે મને મારા શરીરની જરૂરીયાતોનુ ભાન હતુ. આઇ નીડેડ અ મ્યુચુઅલ સપોર્ટ. બટ આઇ ડીડન્ટ ગેટ ઇટ. ધીઝ સોસાયટી ડીડન્ટ અલાવ મી. પણ શરીર જે ચાહે છે એ તો ચાહે જ છે. કામના આવેગને કોઇ રોકી નથી શકતુ. શરીર પોતાની જરૂરીયાત પુરી કરવા કંઇ પણ કરી શકે છે. એ ચાહે પેટની જરૂરીયાત હોય કે બીજા કોઇ અંગની. મેં મારા શરીરને રોકવાની ખુબ જ કોશીષ કરી. હું કોઇ પુરૂષ વિના જ એની જરીરીયાતો પુરી કરૂ. બટ એક સમય એવો આવી જતો હોય છે જ્યારે તમે નથી રહી શકતા. તમારૂ શરીર નથી રહી શકતુ. જ્યારે શરીરની આદતો સ્વભાવમાં કનવર્ટ થઇ જાય ત્યારે હાલત વધારે સીરીયસ થઇ જતી હોય છે. સેક્સની જરૂરીયાત ધીરે ધીરે વધવા લાગી. હું કોઇને કહી શકુ એવુ કોઇ મારી પાસે નહોતુ. એક યંગ સન અને ડોટર. આઇ નીડેડ લવ. પણ આપવા વાળુ કોઇ નહોતુ.
હું ઉંમરના ખેલ સારી રીતે જાણુ છુ અને સાયકોલોજી પણ ભણી છુ. હું પ્રોફેસર હતી અને એવી કોલેજમાં જ્યાં મેલ હોર્મોન્સની કોઇ કમી નહોતી. હું ખુબસૂરત છુ, અટ્રેક્ટીવ છુ. મને ખબર છે સ્ટુડન્ટ્સ મારા વિશે કેવી કેવી વાતો કરતા હોય છે. એમની ફેન્ટાસી કેવી હોય છે એ હું જાણુ છુ. બટ મારી એક રીસ્પોન્સીબીલીટી પણ હતી. આઇ વોઝ ગુડ એટ ટીચીંગ. મારી ટીચીંગ સ્ટાઇલ બધાને ખુબ જ ગમતી. મારા વિચારો પહેલેથી જ લાર્જ રહ્યા છે. મને વિચારોની સાંકડી ગલીમાંથી પસાર થવુ નથી ફાવ્યુ. મારા વિચારો સતત એ જ વિચારી રહ્યા હતા, આઇ શુડ સેટીસ્ફાઇડ માય બોડી. આઇ વોઝ બીઇંગ રેશનલ.
આઇ વોઝ સ્યુગર ફોર ઓલ સ્ટુડ્ન્ટ્સ. એક દિવસ એક સ્ટુડન્ટનો મને એડોર કરતો મેસેજ આવ્યો. એક સ્ત્રીને ખબર પડી જ જતી હોય છે, જ્યારે સામે વાળી વ્યક્તિ બટરીંગ કરતી હોય. બટ એ કહેતી નથી કારણ કે એને એ ગમતુ હોય છે. મેં પણ એ સ્ટુડન્ટને રીસ્પોન્સ આપવાનુ શરૂ કર્યુ. અમે બન્ને રોજ મોબાઇલ સેક્સ કરવા લાગ્યા. આખરે એક દિવસ બપોરે મેં એ સ્ટુડન્ટને મળવા માટે બોલાવ્યો. વી હેડ અ મ્યુચુઅલ પ્લેઝર. એ સ્ટુડન્ટ હતો ડેવીડ. ડેવીડ વોઝ સો કુલ. અમે બન્નેએ પહેલેથી જ નક્કિ કર્યુ હતુ. આ ફીઝીકલ ઇન્ટરકોર્સથી વધારે કંઇજ નથી. નો ફીલીંગ્સ, જસ્ટ સેક્સ. ડેવીડ કમ્પ્લીટલી અગ્રી થયો હતો. વીકમાં એકેય દિવસ એવો ખાલી નહોતો કે જ્યારે અમે એકબીજાને એન્ટરટેઇન ના કરતા. બટ એક દિવસ ડેવીડ મારા ઘરે હતો ત્યારે જ H.O.D આવ્યા. ડેવીડને મારા ઘરે જોઇને એમને આશ્ચર્ય થયુ. મેં બુક્સનુ જ બહાનુ કાઢ્યુ. પણ જુઠ વધારે છુપ્યુ ના રહી શકે. એક દિવસ H.O.D ફરી ઘરે આવ્યા. એમણે મને સલાહ આપી કે કોલેજના સ્ટુડન્ટ્સને આવી રીતે ઘરે બોલાવવાથી મારી ઇમ્પ્રેશન ખરાબ પડશે અને અલ્ટીમેટલી કોલેજની. મેં એમને એ જ શબ્દો થોડા ફેરવીને કહ્યા. આમ તમે મારા ઘરે આવો એનાથી તમારી અને મારી બન્નેની ઇમ્પ્રેશન ખરાબ પડી શકે છે, અલ્ટીમેટલી કોલેજની. ધેટ ડે વી સ્લેપ્ટ ટુગેધર. મેં એમને બાંધી લીધા હતા. હવે એ કોઇને મારા વિશે કહી શકે એમ નહોતા. કારણ કે જો મારા વિશે કહેત તો એમણે પોતાના વિશે પણ કહેવુ પડત. પોતાની ઇજ્જત બધાને વ્હાલી હોય છે. આ બધુ જ શ્રુતિ અને સંગિતની નજરોથી છુપાઇને થતુ હતુ.
એક દિવસ ડેવીડ ઘરની બહાર નીકળી રહ્યો હતો ત્યારે જ સંગિત આવી પહોંચ્યો. મેં સંગિતને ડેવીડનો ઇન્ટ્રો કરાવ્યો. ડેવીડના ગયા પછી સંગિતે મારી સાથે ઝઘડવાનુ શરૂ કર્યુ. દર વખતે એ ‘પપ્પાની રેપ્યુટેશન’ લઇ આવતો. એને એના મરી ગયેલા પપ્પાની રેપ્યુટેશનની જીવી રહેલી મમ્મી કરતા વધારે ચિંતા હતા. એ મારા પર શક કરી રહ્યો હતો. નો ડાઉટ એનો શક સાચો હતો. એ દિવસે મારી અને સંગિત વચ્ચે ખુબ બોલાચાલી ચાલી.
ધેટ ડે, ઓલમોસ્ટ રાત થઇ ચુકી હતી. સંગિત એના કોઇ ફ્રેન્ડના ઘરે ચાલ્યો ગયો હતો. ડેવીડ અને હું ચેટીંગ કરી રહ્યા હતા. હું એને ફોન પર જ સીડ્યુસ કરી રહી હતી. એ કહી રહ્યો હતો કે એ એના ફ્રેન્ડના ઘરે છે અને આવી શકે એમ નથી. એ દિવસે હું બહુ જ નીડફુલ ફીલ કરી રહી હતી. આઇ વોઝ લસ્ટફુલ. એટલે મેસેજમાં જ હું ડેવીડને ખુબ પ્રવોક કરી રહી હતી. બટ ડેવીડ એજ કહી રહ્યો હતો કે એ આજે નહિં આવી શકે. એ એના ફ્રેન્ડ્સ સાથે છે, મેં એને કહ્યુ કે તુ ફ્રી થાય એટલે કોલ કરજે. શ્રુતિ ઘરે હતી. ચૈતાલી પણ આવી હતી. એ બન્ને બહાર આંટો મારવા જવાના હતા. મેં એમને પરમીશન આપી. ડેવીડનો મેસેજ આવ્યો કે ‘એ અરાઉન્ડ બે વાગ્યા આસપાસ ફ્રી થશે.’ મેં એને આવી જવા માટે કહ્યુ. સંગિત ઘરે હતો નહિં, સવાલ હતો શ્રુતિનો. એ લોકો બહાર ગયા એના થોડા ટાઇમ પછી કોલ કરીને કહ્યુ કે હવે બહુ લેઇટ થઇ ગયુ છે ઘરે આવી જાવ. એ લોકો ઘરે આવ્યા. હું વિચારતી હતી અમે બધા જ ચૈતાલીના ઘરે જઇએ અને પછી હું એકલી ઘરે આવી જાવ. બટ એવુ કરવુ જ ન પડ્યુ. શ્રુતિએ સામેથી જ પુછ્યુ કે ‘હું ચૈતાલીના ઘરે જાવ…?’ મેં કોઇજ હિચકીચાહટ વિના પરમીશન આપી દીધી. હવે ઘરે કોઇ નહોતુ. ડેવીડ સવા બે વાગ્યા આસપાસ આવ્યો. હું એની ડેસ્પરેટલી રાહ જોઇ રહી હતી. જેવો એ આવ્યો હું મારા શરીરની તરસ છીપાવવા લાગી ગઇ. બટ હજુ મને સંતોષ નહોતો ત્યાંજ ડોરબેલ વાગ્યો. સંગિત દર વખતે એવા જ સમયે આવી પહોંચતો જ્યારે હું કોઇને મળી રહી હોવ. મેં તરત જ મારી નાઇટી પહેરી અને ડેવીડને સંતાઇ જવા કહ્યુ. સંગિત અંદર આવ્યો. એને ડેવીડના શુઝ દેખાઇ ગયા. એ મારા પર બુમો પાડવા લાગ્યો કે ‘કોણ આવ્યુ છે…?’ આખરે ડેવીડ મારા રૂમમાંથી બહાર આવ્યો. સંગિત એના પર હાથ ઉઠાવવા જતો જ હતો ત્યાં મેં એને રોકી લીધો. મેં ડેવીડને ભાગી જવા કહ્યુ. ડેવીડ દોડીને ઘરની બહાર નીકળી ગયો.
સંગિત એની રૂમમાં ગયો અને પીસ્તોલ લઇને બહાર આવ્યો. મેં એને રોકવાની કોશીષ કરી બટ એણે મારા પર હાથ ઉપાડી લીધો. મને ધક્કો મારીને એ બહાર નીકળી ગયો. અડધા કલાકમાં એ પાછો આવ્યો અને કહ્યુ. ‘આઇ વીલ સેવ માય ડેડ્ઝ રેપ્યુટેશન..! એનીવે’ એ ડેવીડનુ ખુન કરી ચુક્યો હતો. એ દિવસે એ ખુબ જ વાયોલન્ટ હતો. મને પણ એણે ખુબ જ માર માર્યો. બીજા દિવસે હું ન્યુઝમાં જોઇ રહી હતી. કઇ રીતે એનુ ખુન થયુ. સંગિતે મારૂ સીમકાર્ડ લઇ લીધુ અને બીજુ સીમકાર્ડ લાવી આપ્યુ. એણે ડેવીડના મોબાઇલમાંથી એ સીમકાર્ડ કાઢી લીધુ હતુ જે નંબર પરથી ડેવીડ મારી સાથે વાત કરતો હતો. એકબીજા સાથે વાતો કરવા મેં જ ડેવીડને એ પોસ્ટપેઇડ સીમકાર્ડ લઇ આપ્યુ હતુ. ધેટ વોઝ અ એન્ડ….! આઇ વેન્ટ ઇન ટુ શોક. આફ્ટર ધીઝ ઇન્સીડન્ટ. કેટલાય મહિનાઓ સુધી મારા શરીરને કોઇ જ ઇચ્છા ના થઇ. હું કોઇના બ્લડ ઉપર પ્લેઝર નહોતી ચાહતી. બટ શરીરની જરૂરીયાત ક્યારેય પુરી નથી થતી.
એક વર્ષ વીતી ગયુ. હું મારી ઇચ્છાઓને ખુબ જ કંટ્રોલમાં રાખતી. બટ જ્યારે કંટ્રોલ ના કરી શકતી ત્યારે Mr. વસાવા મારી શરીર જરૂરીયાતો પુરી કરતા. બટ એક શરીરથી હું બોર થઇ ચુકી હતી. એજ વર્ષે મારી મુલાકાત હર્ષ સાથે થઇ. ત્યારે હું સેવન્થ સેમેસ્ટરના વિશેષના કોન્ટેક્ટમાં હતી. વી હેડ એન્જોય્ડ મેની ટાઇમ્સ. હર્ષ સાથે એક બે દિવસમાં જ સારો સ્ટુડન્ટ-ટીચર રીલેશન બંધાઇ ચુક્યો હતો. એ દિવસ કોલેજનો એસ્ટાબ્લીશમેન્ટ ડે હતો. સો હું તૈયારી માટે વહેલા આવી હતી. ત્યારે હર્ષની સાથે મારી મુલાકાત થઇ. એ ખુબ જ ઉતાવળમાં હતો. પછી ખબર પડી કે H.O.Dની ઓફીસ પર એબ્યુઝીવ સ્ટીકર લગાવવાની ઘટના બની છે. મને અંદાજો આવી ગયો હતો કે આ કામ હર્ષનુ જ હતુ. મને એ પણ ખબર હતી કે હર્ષની વાત H.O.D સુધી પહોંચશે જ. મારા મનમાં આખો પ્લાન સેટ થઇ ગયો હતો. મેં હર્ષને બચાવ્યો. મીસ્ટર વસાવા કંઇજ ન બોલી શક્યા. કારણ કે અમે બન્ને એકબીજાના સીક્રેટ્સ સાચવીને બેઠા હતા.
જે ઘટના ડેવીડ સાથે બની હતી એ જ ઘટના વિશેષ સાથે બની. સંગિતને ખબર પડતા જ એ મારા પર વાયોલન્ટ થઇ ગયો. એ જ દિવસે ફરી એક હોરીબલ ઘટના બની. વિશેષનુ મર્ડર થયુ. એ દિવસે મારી અને મીસ્ટર વસાવાની વાત થઇ. એમને ખયાલ આવી ગયો હતો કે મર્ડર મારા કારણે જ થઇ રહ્યા હતા. પણ મારા શરીરે એમની બોલતી બંધ કરી દીધી હતી. મને આવી ઘટના થવાનો ડર હતો જ એટલે મેં વિશેષને નવુ સીમકાર્ડ આપ્યુ જ હતુ. સંગિતે એવી રીતે મર્ડર કર્યુ હતુ કે કોઇ સબુતના નિશાન ના રહે. હું ઓલરેડી નીમ્ફોમેનીયાક બની ચુકી હતી. રોજ મારે કોઇને કોઇ રીતે સેક્સ્યુઅલ પ્લેઝર જોઇતુ જ. હર્ષને મેં બુક્સ લેવા માટે ઘરે ઇન્વાઇટ કર્યો. બટ એ દિવસે શ્રુતિ ઘરથી બહાર જ ના નીકળી. પાછળથી એ પણ ખબર પડી કે હર્ષ અને શ્રુતિ એકબીજાને ઓળખતા હતા. બટ મેં હર્ષ સાથે સારો રીલેશન બનાવવાનુ શરૂ કરી દીધુ હતુ. એ દરમ્યાન હર્ષના જ જુનિયર અને મારા સ્ટુડન્ટ પ્રિત સાથે મુલાકાત થઇ. એની સાથે મારો ફીઝીકલ રીલેશન રહ્યો. હવે હું સંગિતની બાબતે ખુબ જ કોશીયસ થઇ ચુકી હતી. જ્યારે ૧૦૦% કનફર્મ હોય કે સંગિત ઘરે નથી આવવાનો ત્યારે જ હું કોઇને ઇનવાઇટ કરતી. અત્યાર સુધીમાં હર્ષ જ એક એવો સ્ટુડન્ટ હતો જેને હું પુરેપૂરો અટ્રેક્ટ નહોતી કરી શકી. એટલે એની બાબતે હું થોડી ડેસ્પરેટ પણ હતી. બધુ જ બરાબર ચાલી રહ્યુ હતુ. આમ ઘણો ટાઇમ વીતી ગયો. બટ ફરી એકવાર એ દિવસ આવ્યો. શ્રુતિ ચૈતાલીના ઘરે ગઇ હતી. સંગિત એના ફ્રેન્ડ સાથે બહાર જવાનો હતો. એ દિવસે મેં પ્રિતને ઇનવાઇટ કર્યો હતો. બટ અચાનક સંગિત આવી પહોંચ્યો. હું બહુ ડરી ગઇ હતી. મેં પ્રિતને છુપાવવાની પુરેપૂરી કોશીષ કરી હતી. બટ સંગિતને શક થઇ ગયો હતો. એણે મારૂ બેડરૂમ ચેક કર્યુ. સંગિતે પ્રિતને જવા દીધો. એણે ફરી મને મારવાનુ શરૂ કર્યુ. પ્રિત ઘરેથી નીકળ્યો એની થોડીજ વારમાં સંગિત પણ ઘરેથી નીકળી ચુક્યો હતો. એ રાત્રે સંગિત ઘરે ન આવ્યો. એણે મારા કોલ્સને પણ રીસ્પોન્ડ ન કર્યા. મને એની ખૂબ જ ચિંતા થઇ રહી હતી. ક્યાંક એણે ખૂન ન કર્યુ હોય. આખરે સવારમાં ખબર પડી કે પ્રિતનુ મર્ડર થઇ ચુક્યુ હતુ.
બીજે દિવસે સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ સ્ટ્રાઇક પર હતા. કોઇ એક્ઝામ આપવા તૈયાર નહોતુ. હવે મને વાતાવરણ વધારે સીરીયસ લાગી રહ્યુ હતુ. મને ડર લાગી રહ્યો હતો કે ક્યાંક પોલીસ અમારા સુધી પહોંચી ન જાય. જો પોલીસ અમારા સુધી પહોંચત તો હું, મીસ્ટર વસાવા અને સંગિત ત્રણેય સંડોવાત. એ જ દિવસે મારો અને વસાવા સરનો ખુબ મોટો જઘડો થયો. એમના મતે હું જે કરી રહી હતી એ ખૂબ જ ગંદુ હતુ. મેં પણ એને ચોખ્ખુ જ ચોડી દીધુ કે ‘જ્યારે તમે મારા ગરમ પડખા સુવા આવે છે એ ગંદી હરકત નથી..?’ એમની બોલતી બંધ થઇ ગઇ. હું સીચુએશનની સીરીયસનેસ સમજી ગઇ હતી. એટલે મેં નક્કિ કર્યુ હતુ કે ભલે બહુ જ ઇચ્છા થાય બટ હું કોઇ સાથે ફીઝીકલ રીલેશન નહિં બાંધુ.
હર્ષ એક એવો છોકરો હતો જે મને ઇગ્નોર પણ કરતો અને હું એના તરફ વધારે અટ્રેક્ટેડ પણ હતી. એ મને ઇગ્નોર કરતો એ સ્હેજેંય નહોંતુ ગમતુ. અત્યાર સુધી કોઇ છોકરાએ મને ઇગ્નોર નહોતી કરી. એનુ લાસ્ટ યર ચાલી રહ્યુ હતુ. નવરાત્રી ચાલી રહી હતી. સેક્સ વિના હું ખુબ બોરીંગ ફીલ કરી રહી હતી. મીડસેમ એક્ઝામ્સ ચાલી રહી હતી. ઘણા સમય પછી હર્ષ સાથે મુલાકાત થઇ હતી. મેં હર્ષને સાંજે કોલ કરવા કહ્યુ. લગભગ દરેક સ્ટુડન્ટ આટલુ કહેતા જ સમજી જતો હોય છે, બટ મને હર્ષ વિશે આશ્ચર્ય થતુ. આખરે સાંજે કોલ આવ્યો. મેં હર્ષને આપેલી બુક્સ અને સી.ડી લેવા માટે ઘરે બોલાવ્યો. આજે મને ચેલેન્જીંગ ફીલ થતુ હતુ. શું હું એક છોકરાને સીડ્યુસ ના કરી શકુ. હું એના માટે પુરેપૂરી તૈયાર થઇ હતી. પૂરૂષોને પરફ્યુમ સૌથી વધારે સીડ્યુસ કરતો હોય છે, એટલે મેં મારા આખા શરીર પર પરફ્યુમ છાંટ્યો. કહુ છુ ને સાયકોલોજીની સ્ટુડન્ટ છુ. ઇમોશનલ થઇને તમે કોઇ પણ પૂરૂષને કાબુમાં કરી શકો. એ દિવસે મેં એજ કર્યુ. એકવાર મારા શરીરને સ્પર્શ કર્યા પછી કોઇ જ પૂરૂષ વધારે ટકી નથી શક્યો. મારે જે કરવુ હતુ એ હું કરી ચુકી હતી. હર્ષે ખુબ જ રેઝીસ્ટ કર્યુ હતુ. એણે મને એમ પણ કહ્યુ કે ‘એને એક ગર્લફ્રેન્ડ છે.’ બટ મેં એને શબ્દોની રમતથી સમજાવી દીધુ. મારા હોટ શરીર સામે એ વધારે દલીલ ના કરી શક્યો. પૂરૂષ ક્યારેય સ્ત્રીના શરીર સામે જીતી નથી શકતો. એ મારા શરીરના કાબુમાં હતો. આખરે અમે બન્ને એક જ બેડમાં હતા. બટ ત્યાં રંગમાં ભંગ પડ્યો. ડોરબેલ વાગ્યો. હું ડરી ગઇ. મને ૧૦૦% વિશ્વાસ હતો કે બહાર સંગિત જ હશે. ફરી એક મર્ડરના ભણકારા મારા મગજમાં વાગવા લાગ્યા. હું નહોતી ચાહતી કે મારા લીધે કોઇનુ મર્ડર થાય. આ વખતે જો મર્ડર થાત તો કોલ રેકોર્ડ્સ સીધા જ મેચ થાત. કારણ કે હર્ષ પોતાના નંબર પરથી જ મને કોલ કરતો હતો. હું ડોર ઓપન કરવા ગઇ. શ્રુતિને જોઇને મને ઘણો હાંશકારો થયો. હર્ષ બચી ગયો હતો.
શ્રુતિને હર્ષે સમજાવી. એના બન્ને વચ્ચે શું હતુ એ મને નહોતી ખબર બટ મેં શ્રુતિને સમજાવવામાં હર્ષને સૂર પુરાવ્યો. આખરે શ્રુતિ માની ગઇ. બટ એ થોડા ટાઇમ માટે જ હતુ. જેવો હર્ષ ગયો એવુ જ શ્રુતિએ મને કહ્યુ, ‘તમારા બન્ને વચ્ચે કંઇ છે…?’ અમારા બન્ને વચ્ચે આ બાબતે ઘણી બોલાચાલી થઇ. બટ મેં એને મારી પ્રોબ્લેમ સમજાવી. હું એને મનાવવામાં સફળ રહી હતી. બટ એને હર્ષ ઉપર ગુસ્સો હતો એ હું જોઇ શકતી હતી.
ક્યારેક મને સ્યુસાઇડ કરી લેવાનુ મન થતુ. કારણ કે હું શરીરની આ પીડા સહન નહોતી કરી શકતી. જ્યારે જ્યારે લસ્ટ મારા મગજ પર ચડતો ત્યારે હું ખુબ જ અલોન ફીલ કરતી. લાસ્ટ યર ફાયનલ સેમેસ્ટરના સબમીશન ચાલી રહ્યા હતા. એ દિવસે હર્ષના ક્લાસનુ સબમીશન હતુ. હર્ષને ઘણા સમયથી મળી નહોતી. આજે સબમીશનમાં હું એને મળવાની જ હતી. હું ઇચ્છતી હતી કે ફરી અમે બન્ને એક રાત સાથે વિતાવીએ. સબમીશનમાં મારી અને હર્ષની બરાબર વાત ન થઇ. એણે મારી સાથે ખુબ જ રૂડલી વાત કરી. એ દિવસે હર્ષે મને ખુબ જ હર્ટ કર્યુ હતુ. એ દિવસે મેં પણ એને ઇગ્નોર કર્યો.
એક દિવસ નીતુનો કોલ આવ્યો. એણે મને હર્ષના ‘મીશન લવ’ વિશે કહ્યુ. નીતુએ મને મળવા માટે ટાઇમ લીધો. હર્ષ કોલેજમાં કેમ્પેઇન કરવા માંગતો હતો. જેમાં એને અમારી હેલ્પ જોઇતી હતી. મને ખબર હતી હર્ષ મારી પાસે હેલ્પ નહોતો માંગવાનો કારણ કે એને ખબર હતી હું એની પાસે શું માગવાની હતી. એટલે જ એણે નીતુ પાસે કોલ કરાવ્યો હતો. એ દિવસે જ્યારે હું ઘરે પહોંચી ત્યારે હર્ષ અને વસાવા સર આવી પહોંચ્યા હતા. મેં શ્રુતિને ચૈતાલીના ઘરે જવા કહ્યુ. એણે એ બાબતે થોડુ રેઝીસ્ટ કર્યુ. મેં એને ઇનસીસ્ટ કર્યુ એટલે એ ચાલી ગઇ. હર્ષ અને વસાવા સરે મને કહ્યુ કે શ્રુતિ અને સંગિતને મારા અને હર્ષના રીલેશનની ખબર પડી ગઇ છે. મને એ સાંભળીને ખુબ જ ડર લાગ્યો હતો. જો સંગિત હર્ષને મારી સાથે જોશે તો હર્ષનુ મર્ડર પાક્કુ હતુ. એ દિવસે અમે હર્ષના પ્રોજેક્ટ વિશે મળવા ભેગા થયા હતા બટ એ વિશે કોઇ ચર્ચા થઇ જ નહિ. નીતુ આવી એટલે ના છુટકે અમારે અમારી વાતો બંધ કરવી પડી. વસાવા સરે જતા જતા જે કહ્યુ એનાથી હું ગભરાઇ ગઇ હતી. ‘ખૂન કોણ કરે છે…?’ મારા, સંગિત અને વસાવા સર સિવાય મર્ડર મીસ્ટ્રી વિશે કોઇને ખબર નહોતી. જો એચ.ઓ.ડી કોઇ રીતે પોલીસને કહી દેત કે ખૂન કોણ કરે છે? તો સંગિતની જેઇલ પાક્કી હતી. વસાવા સર મારા પાસે વારંવાર શારીરિક માંગણીઓ કરતા. મારી ઇચ્છા વિરૂધ્ધ એ મારા શરીર સાથે ચેનચાળા કરતા. હું ખુબ જ ઇરીટેટ થતી હતી. મેં એમને ના કહી એટલે એ મને બ્લેક મેઇલ કરવા લાગ્યા હતા. હું કોઇ કાળે સંગિતને જેઇલ મોકલવા નહોતી માંગતી. એ મારો એકનો એક સન હતો.
એકવાર ટી.વી પર હું હર્ષના ‘મીશન લવ’ વિશેના ન્યુઝ જોઇ રહી હતી. એના લીધે જે કોન્ટ્રોવર્સીઝ ઉભી થઇ. હર્ષ જે રીતે ફસાઇ રહ્યો હતો. હર્ષ મને ઘણો અટ્રેક્ટ કરતો હતો. એટલે મને અંદરથી જ એને બચાવવાની ઇચ્છા થતી. એક્ઝામ્સ પતી ચુકી હતી. એક દિવસ શ્રુતિએ મને આવીને કહ્યુ કે એ એના ફ્રેન્ડ્સ સાથે નાઇટ આઉટ કરવાની છે. હું નહોતી ચાહતી કે શ્રુતિની હાલત મારા જેવી થઇ જાય. મેં એને ના કહી. એ મારા પર ભડકી ઉઠી. એણે મને ના કહેવાનુ કહી સંભળાવ્યુ એ પણ સંગિતની હાજરીમાં. એ મને કહી રહી હતી કે ‘હું કોઇ પણ છોકરા સાથે સેક્સ કરી શકુ, એ નહિં.’ એણે મને એ પણ કહ્યુ કે એ કોઇ છોકરા સાથે નાઇટ સ્પેન્ડ કરવા જ જવાની હતી. મને ગુસ્સો આવ્યો એટલે મેં શ્રુતિ પર હાથ ઉપાડી લીધો. એ ગુસ્સામાં આવીને બોલી ગઇ કે ‘આ વાત હું બધાને કહી દઇશ કે મારી મમ્મી સેક્સ મેનીયાક છે. એના કોલેજના સ્ટુડન્ટ્સ અને સરો સાથે રીલેશન્સ છે.’ સંગિતે આવીને એને ખુબ જ ફટકારી. એ કોઇનુ સાંભળ્યા વિના તરત જ ઘરની બહાર નીકળી ગઇ. એ દિવસે સંગિતે પણ મારા પર ખુબ જ ગુસ્સો કર્યો. ‘આ બધુ તારા લીધે જ થઇ રહ્યુ છે. તુ જ આ બધા માટે રીસ્પોન્સીબલ છો.’ હું બધી જ બાજુથી ફસાઇ ગઇ હતી. બધા જ મને હેટ કરવા લાગ્યા હતા. સંગિત મને માર મારીને ઘરની બહાર નીકળી ગયો. જેનો મને ડર હતો એ જ બન્યો. રાત્રે જ ખબર પડી કે શ્રુતિનુ મર્ડર થયુ હતુ. મારી દુર્દશા એ હતી કે મર્ડર કોણે કર્યુ છે એ ખબર હોવા છતા હું કહી શકતી નહોતી. મારી સીચુએશન ન કહેવાય અને ન સહેવાય એવી હતી. પણ હું મુંગી રહી. હું મારા એકમાત્ર સનને બચાવવા માંગતી હતી. એકને બચાવવા જતા ઘણા બધા મરી રહ્યા હતા.
બીજે દિવસે ખબર પડી કે પોલીસ હર્ષની પણ પૂછપરછ કરી રહી હતી. મને આશ્ચર્ય થઇ રહ્યુ હતુ કે શામાટે એ બધુ નહોતો જણાવી રહ્યો. એની પણ કોઇ મજબૂરી હતી. હર્ષના મીશન લવની કોન્ટ્રોવર્સીને મર્ડર કેસ સાથે પણ જોડવામાં આવી રહી હતી. કેટલીક પોલીટીકલ પાર્ટીઓએ સીરીયલ મર્ડર પાછળ હર્ષને જ દોષી કહ્યો હતો. મીડીયા વાળાએ હર્ષને ચગાવી માર્યો હતો. એની હાલત દયનીય હતી. હું અને વસાવા સર બન્ને ડરી ગયા હતા કે જો એ મોઢુ ખોલશે તો અમે બન્ને ફસાશું. પણ એણે પોલીસને કંઇજ ના કહ્યુ.
એ રાતે વસાવા સર મારા ઘરે આવ્યા હતા. પોલીસના અઘરા સવાલોથી એ થોથરાઇ ગયા હતા. પોલીસની તપાસ ખુબ જ ઇન્ટેન્સ થઇ ગઇ હતી. એ એક એક કડી મેળવી રહી હતી. દરેક વાતને ડીટેઇલમાં પૂછી રહી હતી. વસાવા સર એના કારણે ડરી ગયા હતા. એ દિવસે સંગિત, હું અને વસાવા સરે એકસાથે ચર્ચા કરી. કઇ રીતે આ આખા કેસમાંથી બચી શકાય અને હર્ષને બચાવી શકાય. હર્ષે હજુ પોતાનુ મોં નહોતુ ખોલ્યુ એટલે એ પણ ચાહતો હતો કે અમે બચી જઇએ. બટ વસાવા સર ખુબ જ ડરી ગયા હતા. એ કહી રહ્યા હતા કે હું સ્ટેટમેન્ટ આપી દઇશ. એ સ્વાર્થી બનીને પોતાનુ જ વિચારી રહ્યા હતા. અમે એમને સમજાવવાની ખુબ જ કોશીષ કરી. એ માની પણ ગયા. અમે ત્યાં હતા ત્યારે જ હર્ષનો કોલ આવ્યો. એ અમને મળવા માંગતો હતો. મેં એને ઘરે બોલાવ્યો. વસાવા સર હર્ષ સાથે કોઇ વાત કરવા નહોતા માંગતા એટલે એ ગુસ્સે થઇને ઘરે ચાલ્યા ગયા. સંગિતને વસાવા સર પર વિશ્વાસ નહોતો. એ નહોતો ચાહતો કે પોલીસ સુધી કોઇ પણ વાત પહોંચે. વસાવા સરની પાછળ પાછળ સંગિત નીકળ્યો. મને ખબર હતી શું થવાનુ હતુ. વસાવા સરનુ ખુન થવાનુ હતુ. મેં સંગિતને ન રોક્યો. હર્ષ આવ્યો, મેં એને ચીલ કરવા કહ્યુ. બટ એ પુરેપૂરો તપેલો હતો. એ સતત મને કહી રહ્યો હતો કે ‘મને મર્ડર કોણ કરી રહ્યુ છે એ ખબર હોવા છતા હું કેમ પોલીસને જાણ નથી કરતી.’ મારી દિકરીનુ ખૂન થઇ ચુક્યુ હતુ. હું સદમામાં હતી. હું બીજો સદમો હેન્ડલ કરી શકુ એમ નહોતી. હું મારા એકના એક દિકરાને ગુમાવવા નહોતી માંગતી. હર્ષ ધીરે ધીરે વધારે ઉગ્ર બની રહ્યો હતો. મેં એને શાંત પાડવા હાથ પકડ્યો. એણે મારો હાથ પકડી લીધો અને મરડ્યો. એ મને ખુબ જ એગ્રેસીવ થઇને પુછી રહ્યો હતો કે ‘મર્ડર કોણ કરે છે…?’ એ મારા વાળ ખેંચી રહ્યો હતો. એના મોબાઇલમાં કોલ આવી રહ્યો હતા. એણે ખીસ્સામાંથી મોબાઇલ કાઢવા મારો હાથ મુક્યો અને મેં એને ઘક્કો માર્યો. એ એક ખુણામાં ફેંકાઇ ગયો. બટ ફરી એણે મારો હાથ પકડીને મને કંટ્રોલમાં કરી. એવુ લાગતુ હતુ કે આજે મારે એને કહેવુ જ પડશે.
જ્યારે એણે મને કહ્યુ કે ‘જો તમે મને નહિં કહો તો હું પોલીસને બધુ જ કહી દઇશ.’ જે કારણે અમે બધુ છુપાવ્યુ હતુ એના પર પાણી ફેરવવા નહોતી માંગતી. હું રડવા લાગી. મેં હાથ છોડાવવાની મહેનત બંધ કરી દીધી. મેં હર્ષ પાસે પ્રોમીસ લીધુ કે એ કોઇને નહિં કહે. એના મોબાઇલમાં સતત ફોન આવી રહ્યા હતા. હું એને કહેવાની જ હતી ત્યાં તો ડોરબેલ વાગ્યો. મને ખબર હતી ડોર પર સંગિત હતો. હું નહોતી ચાહતી કે હર્ષને કંઇ થાય. હર્ષ ડોર ઓપન કરવા માટે ગયો. ત્યારે જ હર્ષે ફોન રીસીવ કર્યો. એને ફોન ઉપાડતા જ આંચકો લાગ્યો હતો. કદાચ એને કોઇ ખબર મળી હતી. એણે ફોન પર કહ્યુ કે ‘તુ અત્યારે જ પોલીસ સ્ટેશન જા અને ત્યાં કહે કે હું સ્મિતામેમના ઘરે છુ.’ હું નહોતી ચાહતી કે હર્ષ બીજુ કંઇ કહે. મેં તરત જ શો પીસ ઉઠાવ્યુ અને હર્ષના માથામાં મારી દીધુ. મેં દરવાજો ખોલ્યો અને સંગિત અંદર આવ્યો. સંગિતને કહ્યુ કે હર્ષ મારી સાથે વાયોલન્ટ થઇ ગયો હતો એટલ મારે એને મારવો પડ્યો. હર્ષે ફોન પર કહી દીધુ હતુ એટલે પોલીસ આવવાની જ હતી. હું નહોતી ચાહતી કે સંગિત વધુ એક મર્ડર કરે. હું સંગિતના પગે પડીને રડતી રડતી રીક્વેસ્ટ કરી રહી હતી કે ‘ડોન્ટ કીલ હર્ષ’. બટ એના મગજ પર એક જ વસ્તુ સવાર હતી ‘પપ્પાની રેપ્યુટેશન’ એ સાયકો હતો. હર્ષ જ્યારે ભાનમાં આવ્યો ત્યારે સંગિતે એક ગોળી મારી દીધી. હર્ષની ચીસ અને એનુ દર્દ હું જોઇ શકતી હતી. મારા કારણે એક નિર્દોષ તડપી રહ્યો હતો. હર્ષ ફરી બેભાન થઇ ગયો. હું રડતી રડતી સંગિતને સમજાવતી રહી બટ એ નહોતો માની રહ્યો. દરવાજા પર પોલીસ આવી ચુકી હતી. બટ અમે દરવાજો નહોતો ખોલી રહ્યા. અચાનક દરવાજો તુટ્યો.
હર્ષ થોડો હોશમાં આવ્યો. સંગિત એની સામે બંદુક તાકીને ઉભો હતો. સંગિતની પાછળ હથિયારી. સંગિતે ટ્રીગર દબાવી. ગોળી સીધી જ હર્ષના પેટમાં ઘુસી ગઇ. એ સાથે જ સંગિતની પીઠ પર પણ ગોળી વાગી. સંગિત ઢળી પડ્યો. ફરી એક ગોળી સંગિત પર. સંગિતમાં હવે જીવ નહોતો.
હું આખી જીંદગી એક ગીલ્ટ સાથે જીવવા નથી માંગતી કે મારા લીધે છ મર્ડર થયા. હર્ષ એની લાઇફ માટે લડી રહ્યો છે. મારા લીધે ઘણુ બધુ ખોટુ થયુ છે. હું સ્વિકારૂ છુ. હું પળે પળે મરીને જીવવા નથી માંગતી.. આ નોટ લખવાનુ એક જ કારણ છે. આ બધામાં સૌથી વધુ એક નિર્દોષ ફસાયો છે, હર્ષ. હું એને જીવતા ફેસ નહિં કરી શકુ. મે ગોડ બ્લેસ હીમ. મે ગોડ ગીવ હીમ માય લાઇફ. એટલે હું આ દુનિયાને હંમેશા અલવિદા કહી રહી છુ અને બીજી દુનિયામાં જઇ રહી છે. એક નવુ જીવન શરૂ કરવા….!
***
ડેવીડ, વિશેષ, પ્રિત, શ્રુતિ અને H.O.D સર ત્રણ મર્ડર, એક મર્ડર અટેમ્પ્ટ અને એક સ્યુસાઇડ પછી બધુ જ ક્રીસ્ટલ ક્લિઅર થઇ ચુક્યુ હતુ. સ્મિતામેમની સ્યુસાઇડ નોટ મીડીયામાં ફેલાઇ ચુકી હતી. આખો કેસ ક્રીસ્ટલ ક્લિઅર થઇ ચુક્યો હતો. સંગિતની ડેથ થઇ ચુકી હતી. બટ આ બધામાંથી હજુ એક વ્યક્તિ નહોતી છુટી, મારો હર્ષ હજુ એના જીવન સાથે લડી રહ્યો હતો. હું સમજી શકતી હતી કે હર્ષે શામાટે બધુ છુપાવ્યુ હતુ. એ નહોતો ચાહતો કે એ મને ગુમાવી બેસે. બટ એ છતા અત્યારે એ મારી પાસે નહોતો. આઇ વોઝ ગીલ્ટી. મેં અને નીલે કંઇજ જાણ્યા વિના એના પર હાથ ઉઠાવ્યો હતો. આઇ વોઝ બર્નીંગ ઇન ફાયર ઓફ ગીલ્ટ. મારી પાસે હર્ષને ફેસ કરવાની હિમ્મત નહોતી. નીતુની આંખમાંથી વાંચતા વાંચતા એક આંસુ સરી પડ્યુ.
***
શું હર્ષ બચી શકશે…? શું નીતુ અને હર્ષ એકબીજાને પામી શકશે..? કઇ રીતે. વાંચો ધ લાસ્ટ યરનુ છેલ્લુ પ્રકરણ.
ચેપ્ટર - ૨3 - ચીયર્સ
આગળ આપણે જોયુ,
નીલ, નીતુ અને હર્ષ વચ્ચે જગડો થાય છે. નીલ ફાયનલી બધી બાબતે ગીવ અપ કરી દેય છે. એ બધુ ક્લિઅર કરવા માટે સ્મિતામેમના ઘરે જાય છે. સ્મિતામેમ અને હર્ષ વચ્ચે જપાજપી થાય છે. સ્મિતામેમ પાછળથી હર્ષના માથા પર મારે છે, સંગિત હર્ષને ગોળી મારી દેય છે. ત્યારે જ સંગિતને પણ પાછળથી ગોળી વાગે છે. સ્મિતામેમ એમની સ્યુસાઇડ નોટ દ્વારા બધા જ ખૂન પરથી પરદો ઉઠાવે છે… હવે આગળ….
***
જ્યારે મારી આંખ ઉઘડી ત્યારે હું ડોક્ટોરોના ખુશ ચહેરા જોઇ શકતો હતો. મને યાદ નહોતુ કે હું કેટલા દિવસોથી બેહોશ હતો. હું હલી શકુ એવી સ્થિતીમાં પણ નહોતો. હું થોડુ થોડુ પેઇન ફીલ કરી શકતો હતો. જે રીતે ડોક્ટોરો મારી સારસંભાળ કરી રહ્યા હતા એના પરથી લાગી રહ્યુ હતુ કે મારી કન્ડીશન કેટલી સીરીયસ હશે. સૌથી પહેલા માસી અને દ્રષ્ટિ મળવા આવ્યા. મારાથી બોલી શકાય એમ નહોતુ. એટલે હું માત્ર એ લોકોને જોતો જ રહ્યો. માસીએ મારા માથા પર હાથ ફેરવ્યો. એમની આંખો ભીની હતી. એ ગયા પછી જયદિપ અને માસા આવ્યા. બધા આવી રહ્યા હતા બટ હું કોઇ ચહેરાને શોધી રહ્યો હતો. રોહન અને શીના પણ આવ્યા. શીના ચહેરા પર સ્માઇલ રાખીને એનર્જેટીક થઇને કહી રહી હતી કે ‘એવરીથીંગ વીલ બી ઓલરાઇટ. ડોન્ટ વરી.’ હું પૂછવા માંગતો હતો કે નીલ અને નીતુ ક્યાં છે, ખુબ એફોર્ટ લગાવીને હું ‘નીલ’ બોલ્યો. એ લોકો સમજી ગયા.
‘હી વીલ ઓલ્સો કમ. હી ઇઝ સ્ટક સમવેર.’, મને ખબર હતી શીના મને સમજાવવા ખાતર બોલી રહી હતી.
‘યુ ગોના બી ઓલરાઇટ. ચાલ જલદી સાજો થઇ જા…!’, રોહને પણ કહ્યુ. એની આંખ પણ ભીની થઇ ગઇ. મારી આંખોમાંથી પણ દડ દડ આંસુઓ વહેવા લાગ્યા.
‘અમે અહિં જ છીએ ડોન્ટ વરી….!’, શીનાએ કહ્યુ.
ત્યાર બાદ રિકેતા અને કેવલ આવ્યા. એમણે પણ મને એ જ સાંત્વના આપી. છેલ્લે પ્રિયા આવી.
હું એને નીલ અને નીતુ વિશે જ પૂછવા માંગતો હતો. એટલે મેં ફરી એફોર્ટ લગાવ્યો. ‘ની…’, હું બોલવા ગયો એવો જ મારા પેટ પાસે દુખાવાનો સણકો ઉપડ્યો. હું બોલી ના શક્યો. મેં હાથ હલાવીને ઇશારો કરવા પ્રયત્ન કર્યો બટ એ પણ ના હલાવી શક્યો.
‘હેય રીલેક્સ…!’, પ્રિયા બોલી.
‘નીલ અને નીતુ. ધે આર ગુડ.’, હું પ્રિયાની આંખોમાં જોઇ રહ્યો. એ પણ મારી આંખોમાં જોઇ રહી. જ્યારે જીભ કામ ન લાગે ત્યારે આંખો બોલતી હોય છે.
‘નીલ ઇઝ સ્ટીલ અપસેટ. આઇ ટ્રાય્ડ ટુ એક્સપ્લેઇન, બટ એ ન માન્યો.’,
‘આપડે એને મનાવી લઇશુ…!’, પ્રિયાએ કહ્યુ. હું જસ્ટ સાંભળતો રહ્યો. હું એની સામે જોતો રહ્યો. હું નીતુ વિશે પણ જાણવા માંગતો હતો.
‘આઇ ડોન્ટ નો મચ અબાઉટ હર…. એણે ઘરથી બહાર નીકળવાનુ જ બંધ કરી દીધુ છે.’, પ્રિયા બોલી. મારી અને પ્રિયા બન્નેની આંખોમાં આંસુ હતા. રોહન અને શીના બન્ને રાત દિવસ હોસ્પીટલમાં રહેતા હતા. માસા માસી પણ મારી કંડીશન થોડી સારી થઇ ત્યાં સુધી રોકાણા. એ કહી રહ્યા હતા કે થોડા દિવસ હું સુરત આવી જાવ. મારા સગા સંબંધીમાં એ એક જ હતા. બટ હું નહોતો ઇચ્છતો કે હું કોઇનો ભાર બનુ. આઇ હેડ લોટ ઓફ મની, હું પ્રાઇવેટ સર્વિસ પણ અફોર્ડ કરી શકુ એમ હતો. મારા સિવાય એ પૈસા વાપરવા વાળુ કોઇ જ નહોતુ. આખરે હું એકલો આટલા રૂપિયાનું શું કરવાનો હતો.? બટ મને એમ પણ લાગતુ હતુ કે જો હું રહીશ તો નીતુને વારંવાર યાદ કરતો રહીશ. એની રાહ જોતો રહીશ. આખરે મેં નક્કિ કર્યુ કે રીકવરી ના થાય ત્યાં સુધી હું સુરત ચાલ્યો જાવ…!
સ્પેશીયલ કેર એમ્બ્યુલન્સમાં મારે સુરત જવાનુ હતુ. હું છેલ્લી ઘડી સુધી રાહ જોતો રહ્યો કે નીલ-નીતુ આવશે બટ એ લોકો ના આવ્યા. મેં આશા છોડી દીધી હતી બટ નીતુ મારા મગજમાંથી નીકળે એમ નહોતી. ઇન્ટેન્સીવ કેરના બે મહિના મારી લાઇફના સૌથી લાંબાં દિવસો હતા.
***
એ દિવસે પ્રિયા ઘરે આવી હતી. અમે ત્રણેય મારા રૂમમાં બેઠા. એ હર્ષને મળીને આવી હતી. હું પણ ચાહતી હતી કે નીલ માની જાય. નીલ પણ અંદર અંદરથી બળી રહ્યો હતો બટ એ એક્સેપ્ટ નહોતો કરી રહ્યો.
‘હાવ ઇઝ હી…?’, મેં તરત જ પૂછ્યુ.
‘એ સુરત જઇ રહ્યો છે…!’, પ્રિયાએ કહ્યુ.
‘કેમ…?’, મને આંચકો લાગ્યો.
‘એની કેર કરી શકે એવુ કોઇ અહિં નથી.’, પ્રિયાના આ શબ્દો મને બહુ જ ખૂંચ્યા હતા.
‘ધેટ્સ ગ્રેટ. હી વીલ બી ગુડ સુન.’, નીલે બીજી તરફ ચહેરો ફેરવીને કહ્યુ.
‘નીલ, એ હજુ તમારી રાહ જુએ છે. એ હજુ તમને લોકોને પોતાના સમજે છે.’
‘ડીડ યુ રીડ સ્યુસાઇડ નોટ…?’, નીલ થોડો તણાયો.
‘યસ આઇ ડીડ. એટલે જ કહુ છુ. એણે એની ભુલ સ્વિકારી છે.’
‘એણે જે કર્યુ એનાથી કંઇ બદલી નથી જવાનુ નીલ.’, પ્રિયા સમજાવતા બોલી. હું નીલ સાથે કોઇ જ આર્ગ્યુમેન્ટ નહોતી કરવા માંગતી.
‘નીલ નથી સ્મિતામેમ આ દુનિયામાં કે નથી શ્રુતિ. નથી સંગિત કે જેણે આ બધા મર્ડર કર્યા. આ બધામાં હર્ષતો એક નાની ભુલને કારણે ફસાયો છે.’
‘એણે ઘણુ બધુ છુપાવ્યુ છે.’
‘જે હવે આખી દૂનિયા જાણે છે.’
‘મમ્મી પપ્પા પણ એને એક્સેપ્ટ નહિં જ કરે.’
‘ઇટ્સ લાઇક યુ આર એક્સપ્લેઇનીંગ યોર સેલ્ફ.’
‘પ્રિયા, હું એના વિશે ડીસ્કસ કરવા નથી માંગતો.’
‘યુ આર બીઇંગ સેલ્ફીશ. નીતુની હાલત તો જો. રડી રડીને એની આંખો સોજી ગઇ છે.’, નીલે મારી સામે જોયુ.
‘શી કેન ડુ વોટેવર શી વોન્ટ્સ. આઇ એમ નોટ ગોઇંગ ટુ હીમ.’, એણે મારી સામે જોઇને કહ્યુ.
‘નીલ થ્રો યોર ઇગો પ્લીઝ. ધીઝ ઇઝ અબાઉટ યોર ફ્રેન્ડશીપ.’
‘આઇ કાન્ટ ડુ ધીઝ. આઇ ડોન્ટ વોન્ટ ટુ ટોક એનીમોર અબાઉટ હીમ.’, હું રડી પડી. પ્રિયાએ મને એની બાહોંમાં જકડી લીધી. એ પછીના બે મહિના માટે હું તડપી તડપીને જીવવાની હતી.
***
હું આખો દિવસ બેડમાં પડ્યો પડ્યો અમે જે દિવસો વિતાવ્યા હતા એને યાદ કર્યા કરતો. નીતુને યાદ કર્યા કરતો. નીતુની સ્માઇલને જોઇને હસી પડતો અને ક્યારેક નીતુ મને રડાવી પણ દેતી. ક્યારેક મારી દરેક પ્રોબ્લેમમાં પડખે રહેવાવાળો મારો બેસ્ટ ફ્રેન્ડ નીલ યાદ આવી જતો. એન્જીનીયરીંગના રીઝલ્ટ્સ આવી ગયા હતા. મારે અનએક્સપેક્ટેડ ગ્રેડ્સ આવ્યા હતા. મેં નીલ અને રોહનનુ રીઝલ્ટ પણ જોયુ હતુ એમને પણ 8.5 આસપાસ GPA થતો હતો. થોડા વીક્સ પછી જુનીયર્સના રીઝલ્ટ આવ્યા. મેં નીતુનુ રીઝલ્ટ ચેક કર્યુ, એને એક સબજેક્ટમાં કે.ટી આવી હતી. કદાચ એ માટે હું જ રીસ્પોન્સીબલ હતો. મેં પણ સ્મિતામેમની સ્યુસાઇડ નોટ વાંચી હતી. એમણે એક સેન્ટસેન્સ ખુબ સાચુ લખ્યુ હતુ. ‘હું પળે પળે મરીને જીવવા નથી માંગતી’ આના કરતા તો હું મરી ગયો હોત તો સારૂ હતુ, એવુ હું ફીલ કરી રહ્યો હતો. હું પળે પળે મરી જ રહ્યો હતો. મારી પાસે જીવવાનું એક પણ કારણ નહોતુ. ક્યારેક સ્યુસાઇડના વિચારો પણ આવતા. બટ મરીને પોતાને સારા સાબીત કરવાનો કોઇ જ અર્થ નથી. હું નીતુને યાદ કર્યા વિના ના રહી શકતો. દોઢ મહિનામાં ઘણી રીકવરી આવી ગઇ હતી. હું વધારે માસીના ઘરે રહેવા નહોતો માંગતો. એ છતા હું થોડા દિવસો ત્યાંજ રહ્યો. મારી ફીઝીકલ કંડીશન ઓલમોસ્ટ નોર્મલ થઇ ચુકી હતી. એમણે મને બહુ જ સમજાવ્યો બટ મેં કોઇનુ ના માન્યુ. મેં રોહનને કોલ કરીને કહ્યુ કે આવતા વીકે હું આવી રહ્યો છુ. પણ એક બે દિવસ માટે જ. મેં ડોક્ટર સાથે મારી હેલ્થ બાબતે બધી વાતો કરી લીધી હતી. ટ્રાવેલીંગ વખતે ક્યા પ્રીકોશન્સ લેવા? ઇમરજન્સીમાં શું કરવુ? એ બધુ જ મેં જાણી લીધુ હતુ. મેં નક્કિ કર્યુ હતુ કે હું બધાથી દુર ચાલ્યો જાવ. મારી પાસે કોઇ પર્પઝ નહોતો, એટલે મેં ઇન્ડીયા ટ્રાવેલ કરવાનુ વિચાર્યુ હતુ. હું બધુ એક્સપ્લોર કરવા માંગતો હતો. મારી પાસે પૈસાની કમી નહોતી. મારે જસ્ટ બેગ પેક કરવાનુ હતુ અને ઉપડી જવાનુ હતુ. સૌથી પહેલા મારો વિચારો તીબેટ સાઇડ જવાનો હતો. હું બૌધ મઠમાં થોડો ટાઇમ સ્પેન્ડ કરવા માંગતો હતો. બટ એ પહેલા હું એકવાર મારા બધા ફ્રેન્ડ્સને મળવા માંગતો હતો. મેં બધી જ આશાઓ મુકી દીધી હતી. હવે તો મને મૃત્યુનો પણ ડર નહોતો. કારણ કે હું મૃત્યુને ટચ કરીને આવ્યો હતો. મને કંઇ નહોતુ થવાનુ. તમારી અસફળતા જ તમને મજબુત બનાવતી હોય છે. હું તો અસફળતાનો આદતી બની ચુક્યો હતો. એટલે હું એક નવો સફર ખેડવા નીકળી પડવાનો હતો. એની શરૂઆત અમદાવાદથી થવાની હતી.
***
એ દિવસે સાંજે હું અમદાવાદ જવા નીકળ્યો. સવારથી કાળા ડીબાંગ વાદળા ઘેરાયેલા હતા. વાતાવરણ ગઇ કાલના ઝાંપટાને લીધે ઠંડુ થઇ ગયુ હતુ. હું ટ્રેઇનમાં હતો, મોબાઇલમાં મેઇલ્સ ચેક કરી રહ્યો હતો. એક મેઇલ મેં વાંચ્યો જે વાંચ્યા પછી જો સૌથી પહેલુ કોઇ યાદ આવ્યુ હતુ તો એ નીતુ અને નીલ હતા. મેઇલ મીશન લવ વિશે હતો. ભલે અમે બહુ મોટો ચેન્જ નહોતો લાવી શક્યા બટ એટલીસ્ટ એક વ્યક્તિની લાઇફમાં તો અમે હેલ્પફુલ થયા હતા. મેં તરત જ એ ઇમેઇલ બધાને ફોર્વડ કરી દીધો, નીલ અને નીતુને પણ. મેઇલ ફોર્વડ કર્યા પછી થોડીવાર મગજ વિચારે ચડ્યુ પણ હતુ, મેઇલ કરવો જોઇતો હતો કે નહિં? બટ મેઇલ તો સેન્ડ થઇ ગયો હતો. હવે વિચારવાનો કોઇ ફાયદો નહોતો. આ નાની સક્સેસના હકદાર બધા હતા, હું એકલો નહિં. હું ખુશ હતો કે મીશન લવના કારણે એક વ્યક્તિને તો ફાયદો થયો હતો. હું જતા જતા નીલ અને નીતુ બન્નેને એકવાર મળવા માંગતો હતો. કારણ કે મને ખબર છે નફરતથી ક્યારેય કંઇજ નથી મેળવી શકાતુ.
***
મમ્મી પપ્પાને ખબર પડી ચુકી હતી કે નીલ અને હર્ષ વચ્ચે કંઇક બબાલ થઇ છે. મારી હાલત પરથી એમને અંદાજો આવી જ ચુક્યો હતો અમારા વચ્ચે પણ કોઇ રીલેશન નથી રહ્યો. મને મારા પેરેન્ટ્સ માટે પ્રાઉડ ફીલ થાય છે કે એ અમને સમજી શકે છે. હર્ષ આવવાનો છે એ ન્યુઝ અમને બધાને મળ્યા હતા. મમ્મી પપ્પાએ નીલને ખુબ જ પ્રેમથી સમજાવ્યો હતો. નીલ થોડો ઇમોશનલ પણ થઇ ગયો હતો. એને કદાચ હર્ષ પર ગુસ્સો હતો બટ એનો હર્ષ પ્રત્યેનો પ્રેમ તો હજુ હતો જ. હું પણ કંઇ ઇમોશનલેસ તો નહોતી જ. મારોતો એકેય દિવસ એવો નહોતો, દિવસ શું એકેય કલાક એવી નહોતી કે જેમાં મેં હર્ષને યાદ ન કર્યો હોય. નીલની હાલત પરથી અમને ખબર હતી કે એના મનની અંદર ઘુસી ચુકેલી ગીલ્ટ એને ખાઇ રહી હતી, ઇગોએ એની ગીલ્ટને જકડી રાખી હતી. મારા ઇગો અને મારા ભાઇના ઇગોએ જાણે ફ્રેન્ડશીપ કરી લીધી હોય એવુ લાગી રહ્યુ હતુ. જ્યાં સુધી નીલ અને હર્ષ એકબીજાને ગળે ના મળે ત્યાં સુધી મારા અને હર્ષનુ મળવુ અશક્ય હતુ. બે મહિના ઘણો લાંબો સમય હોય છે. સમય એકબીજા વચ્ચેનુ અંતર હંમેશા વધારતો જ હોય છે. હવે તો મારા મને માની લીધુ હતુ કે અત્યાર સુધી હર્ષે ક્યારેય કોન્ટેક્ટ કરવાની ટ્રાય પણ નથી કરી, એણે મુવ ઓન કરી લીધુ હશે. મનના વિચારોના ઓસીલેશન્સ બહુ જ કન્ફ્યુઝીંગ હોય છે. ક્યારેક આશા આપે અને ક્યારે આશા છીનવી લે. આટલા સમયમાં ડીસ્ટન્સ એટલુ બધુ વધી જતુ હોય છે કે આપણે એકબીજાને ન જાણતા હોઇએ એવો જ બીહેવીઅર કરીએ. બધુ જ નીલ પર ડીપેન્ડ હતુ.
***
રાત પડી ચુકી હતી હું ફ્લેટમાં એન્ટર થયો. રોહન, શીના અને પ્રિયા ત્રણ જ હતા. એ લોકો હસતા હસતા મને વેલકમ કરી રહ્યા હતા.
‘વેલકમ બેક મીસ્ટર હર્ષ…!’, શીનાએ ખુબ જ ઉત્સાહથી કહ્યુ. હું પહેલા રોહનને ભેટ્યો.
‘ગ્રેટ ટુ હેવ યુ હીઅર અગેઇન.’, રોહને મળીને કહ્યુ.
‘નાઇસ ટુ સી યુ બ્રો…!’, મેં પણ કસીને મળતા કહ્યુ. એ પછી હું શીનાને ભેટ્યો.
‘યુ આર ઓલરાઇટ નાવ…!’, એણે એ જ એનર્જીથી કહ્યુ. છેલ્લે પ્રિયા પાસે ગયો. અને એને પણ મેં હગ કરી.
‘આઇ એમ હેપ્પી ધેટ યુ આર હીઅર..!’, એ પણ બોલી.
‘કેવલ અને રિકેતા…?’, મેં પુછ્યુ.
‘એ લોકોએ રૂમ ચેન્જ કરી નાખ્યો. અત્યારે તો એ પોતપોતાના ઘરે છે.’,
‘કેમ…?’, મેં ક્યુરીઅસ થઇને પુછ્યુ.
‘એમને અહિં રહેવાની નહોતી મજા આવતી આઇ ગેસ.’, શીના બોલી.
‘ઓહ્હ…! તો શું કરો છો હમણા…?’, મેં હસતા હસતા જ પુછ્યુ.
‘અમારી તો કોલેજ ચાલે છે.’, શીનાએ કહ્યુ.
‘અને તુ શું કરે છે હમણા…?’, મેં રોહનને પુછ્યુ.
‘કોલ લેટરની રાહ…!’, અમે બધા જ હસ્યા.
‘T.C.S નુ એવુ જ છે, ટેમ્પરરી કંઇક શોધી લેને.’, મેં રોહનને કહ્યુ.
‘ફ્રીલાન્સ કરૂ છુ ને…. કંઇક તો કરવુને યાર.’, રોહને કહ્યુ. આટલી ફોર્મલ વાતો અમારા વચ્ચે ક્યારેય નહોતી થઇ. એકબીજાની ખેંચવા વાળા અમે લોકો આટલા બધા મેચ્યોર ક્યારે થઇ ગયા…? મનમાં તો હું એ જ વિચારી રહ્યો હતો. ત્યારેજ દરવાજો ખુલ્યો. બધાની નજર ત્યાં ગઇ. નીલ અંદર આવ્યો. પ્રિયા ઉભી થઇ.
‘હાઇ…’, શીનાએ કહ્યુ. આઇ વોઝ રીઅલી નર્વસ. છેલ્લે હું એને આ જ ઘરમાં મળ્યો હતો. એણે મારા પેટમાં એક લાત મારી હતી. એ હજુ મને યાદ હતુ. દરેક પ્લેસને પણ પોતાની મેમરી હોય છે. એ પ્રિયા પાસે આવીને ઉભો રહ્યો.
‘કેમ છે હવે તને…?’, એણે ખુબ જ ફોર્મલ બનીને કહ્યુ. હું ઉભો થયો. મારી અંદર અચાનક કેટલીય એનર્જી આવી ગઇ. મારો હાથ સીધો જ એના ગાલ પર પહોંચી ગયો. ‘સટાક..!’, રૂમમાં બધા જ ચોંકી ગયા. હું રડવા લાગ્યો.
‘બે નથી સારૂ તારા વિના….!’, હું રડતો રડતો એના ગળે વળગી ગયો. નીલે પણ મને જકડી લીધો. એ પણ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. બન્નેની આંખોમાં આંસુઓની ધાર હતી.
‘એટલો બધો બીઝી થઇ ગયો કે એક ફોન પણ કરવાનો ટાઇમ ના મળ્યો…!’, મેં એને ચોંટી રહીને જ કહ્યુ.
‘સાલા તને નથી આવડતુ..? બેલેન્સ ના હોય તો મને કહેવુ તુ ને, હું રીચાર્જ કરાવી દેત.’, એ પણ બોલ્યો. અમે બન્ને છુટ્ટા પડ્યા.
‘આઇ મીસ્ડ યુ બ્રો…! આઇ એમ સોરી..!’, ફરી નીલ મને ભેટી પડ્યો અને એણે કહ્યુ.
‘આઇ મીસ્ડ યુ ટુ યાર, મીસ્ડ યુ અ લોટ…!’, મેં પણ કહ્યુ. બન્ને છુટ્ટા પડ્યા. મેં પ્રિયા સામે જોયુ. એ પણ સ્માઇલ કરતી કરતી રડી રહી હતી. રોહનની પણ એ જ હાલત હતી. પહેલીવાર શીનાની આંખોમાં મેં આંસુ જોયા હતા. બધાના ચહેરા પર સ્માઇલ અને આંસુઓનુ કોમ્બીનેશન હતુ. ખરેખર એ ખુશીની ફીલીંગ્સ અદભૂત હોય છે. અમે પાંચેય એકસાથે ભેટી પડ્યા…..! બધાના ચહેરા પર ફરી એકવાર વિશાળ સ્માઇલ હતી.
‘સાલા મને લાફો કેમ માર્યો કેતો…!’, નીલે હસતા હસતા કહ્યુ અને મારી ગરદન પકડી.
‘એતો તને ભાનમાં લાવવા….!’, હું પણ હસતા હસતા બોલ્યો.
‘હવે કરીશ ક્યારેય…? બોલ..!’
‘નહિં કરૂ, કોઇ દિવસ નહિં..’, મેં ડરવાનુ નાટક કરીને હસતા હસતા જ કહ્યુ. ફરી અમે બન્ને ગળે વળગી ગયા.
‘લવ યુ બ્રો…!’
‘લવ યુ ટુ…!’, મેં પણ કહ્યુ.
‘બસ યાર હવે કેટલુ રડાવશો…? આટલુ તો હું ક્યારેય નથી રડી.’, શીના સ્માઇલ કરતા બોલી. અમે બધા જ હસ્યા.
‘વ્હેર ઇઝ નીતુ…?’, મેં નીલને ખુબ જ પ્રેમથી પુછ્યુ.
‘ઘરે છે…!’,
‘ઇઝ શી ફાઇન…?’
‘શી ઇઝ ડેસ્પરેટલી વેઇટીંગ ફોર યુ…! શી નીડ્સ યુ હર્ષ.’,
‘હા હર્ષ, એને તારી અત્યારે સૌથી વધારે જરૂર છે…’, પ્રિયાએ પણ મારા ખભા પર હાથ મુકીને કહ્યુ.
‘એટલી જ મારે પણ એની જરૂર છે…!’, મેં પણ કહ્યુ.
‘ડોન્ટ વેઇટ, ગો ફોર હર…!’, નીલે કહ્યુ.
‘યુ ગાય્ઝ ઓલ્સો કમ…!’, મેં કહ્યુ.
‘અમારે કબાબમાં હડ્ડી નથી બનવુ..!’, શીના બોલી
‘યસ વી ડોન્ટ વોન્ટ ટુ ઇન્ટરપ્ટ યુ…!’, નીલ બોલ્યો.
‘શી નીડ્સ યુ અલોન એટ ધીઝ ટાઇમ…!’, પ્રિયા બોલી. નીલે મને એની બાઇકની ચાવી આપી.
‘ગો…!’, એણે કહ્યુ.
‘લવ યુ ગાય્ઝ…!’, મેં જતા જતા સ્માઇલ કરીને કહ્યુ.
‘લવ યુ ટુ…! નાવ ગો.’, બધાએ કહ્યુ.
***
એ દિવસે નીલને મમ્મી પપ્પાએ ખુબ જ સમજાવ્યો. આખરે નીલ હર્ષને મળવા માટે તૈયાર થઇ ગયો. હર્ષ આવવાનો હતો એના એક કલાક પહેલા જ પ્રિયાનો કોલ આવી ગયો હતો. બટ નીલ હજુ વિચાર જ કરી રહ્યો હતો. અત્યાર સુધી હું કંઇ નહોતી બોલી. બટ હવે મારાથી ના રહેવાણુ.
‘ડોન્ટ બી સેલ્ફીશ બ્રધર…!’, હું નીલ પાસે ગઇ અને કહ્યુ. એ મારી સામે જોઇ રહ્યો. હું વધુ ના બોલી શકી. એ મને ભેટી પડ્યો. મેં એના ડૂસકાને શાંત કર્યા. એ પછી એ કંઇજ બોલ્યા વિના નીકળી ગયો. મને ખબર હતી હજુ એ હર્ષ સાથે શું વાત કરશે એ બાબતે એ કોન્ફીડન્ટ નહોતો. એટલે જ એણે મને સાથે આવવા નહોતુ કહ્યુ. મને ડર હતો કે ફરી હર્ષ અને નીલ વચ્ચે કંઇ ના થાય. હું મારા ફોનનો લોક ચાલુ બંધ ચાલુ બંધ કરી રહી હતી. હું હર્ષના કોલની વાટે હતી. મને વિશ્વાસ હતો કે જો નીલ અને હર્ષ વચ્ચે બધુ સોલ્વ થઇ જશે તો હર્ષનો કોલ આવશે જ. બટ મને એ સ્હેજેંય આઇડીયા નહોતો કે હું શું વાત કરીશ. આટલા મહિના પછી અચાનક, આટલુ બધુ થયા પછી કંઇપણ વાત કરવી, થોડુ ટફ હતુ. હું અકળાઇ રહી હતી. કેમ હજુ નીલનો કે હર્ષનો કોલ ન આવ્યો. મારાથી મારા રૂમમાં ન રહેવાયુ. હું ટેરેસ પર ગઇ. આમથી તેમ આંટા મારતા મારતા મારી નજર મોબાઇલ પર જ ચાલી જતી. ક્યારેક થતુ કે નીલને પૂછુ શું થયુ? તો ક્યારેક મન ચિંતા કરતુ બન્ને વચ્ચે કંઇ થયુ તો નહિં હોય ને? એ દિવસે હું મારા ઇમોશન્સના ટોચ પર હતી…
ત્યાંજ ટેરેસના દરવાજાનો ખુલવાનો અવાજ આવ્યો. મારી નજરે તરત જ ટર્ન લીધો. ટેરેસની ઓછા પ્રકાશવાળી લાઇટમાં જીન્સ અને ટી-શર્ટમાં હર્ષ ઉભો હતો. હું એને જોઇ રહી.
***
મેં ઘરનો બેલ માર્યો. આ વખતે પણ મારો હાથ ધ્રુજતો હતો. નીતુ દરવાજો ખોલશે તો? હું શું વાત કરીશ? એ શું કહેશે? અંકલ-આંટી શું વિચારશે? એ મને કંઇ કહેશે તો નહિં? આવા કેટલાય વિચારો મારા મનમાં ચાલી રહ્યા હતા. મારી ધડકનો તેજ હતી. પેટમાં વંટોળ ચાલી રહ્યુ હતુ. ત્યાંજ અંકલે દરવાજો ખોલ્યો.
‘હેય હર્ષ, વેલકમ.’,
‘હેલો અંકલ, કેમ છો….?’
‘આઇ એમ ફાઇન. તને કેમ છે હવે…? અંદર આવ.’, હું અંદર એન્ટર થયો. આંટી કિચનમાંથી બહાર આવ્યા. અમે બન્નેએ એકબીજાને સ્માઇલ આપી. હું આટી તરફ ગયો અને એમને પગે લાગ્યો.
‘ગોડ બ્લેસ યુ, કેમ છે હવે તને…?’, એણે મારા માથા પર હાથ ફેરવ્યો. મને મારી મમ્મી યાદ આવી ગઇ. આવો મમતા ભર્યો સ્પર્શ ઘણા સમયે મળ્યો હતો.
‘હવે સારૂ છે.’, અંકલે મને બેસાડ્યો. આંટી પાણી લઇ આવ્યા.
‘હાઉ ઇઝ હેલ્થ નાવ? એની પેઇન..?’
‘હવે એકદમ બરાબર છે.’,
‘નીલ મળ્યો…?’, આંટી બોલ્યા.
‘હા હમણાં જ અમે ફ્લેટ પર મળ્યા.’
‘થોડો જીદ્દી છે.’, અંકલે થોડુ હસીને બોલ્યા.
‘અંકલ આઇ એમ સોરી, ધેટ વોઝ માય બીગ મીસ્ટેક.’, મારાથી રહેવાયુ નહિં અને હું ગળગળો થઇને બોલી ગયો.
‘અરે અરે, ઇટ્સ ફાઇન. વી નો ધેટ વોઝ મીસ્ટેક.’, એમણે મને એમની છાતીએ લગાવી લીધો. આંટી પણ મારા માથામાં હાથ ફેરવવા લાગ્યા.
‘વી કેન અન્ડરસ્ટેન્ડ.’, આંટી બોલ્યા.
‘એટલે જ તો અમે નીલને સમજાવ્યો છે.’, અંકલે કહ્યુ.
‘થેંક્સ અંકલ’, મેં કહ્યુ અને મારા આંસુ પોંછ્યા.
‘વી આર હીઅર ફોર યુ…!’, એમણે સ્માઇલ કરીને કહ્યુ.
‘હાઉ ઇઝ નીતુ.’, મેં હિમ્મત કરીને પૂછ્યુ.
‘ઇન હર રૂમ…’, એમણે મને ઉપર તરફ ઇશારો કરતા કહ્યુ.
‘ગો…!’, આટીએ કહ્યુ. હું ઉપર એના રૂમમાં ગયો. રૂમનો દરવાજો ખુલ્લો હતો. હું તેજ ધડકનો સાથે એન્ટર થયો. બટ મેં નીતુને જોઇ નહિં. હું ગેલેરીમાં ગયો. બટ નિતુ ત્યાં નહોતી. હું રૂમની બહાર નીકળ્યો. મારૂ ધ્યાન ટેરેસની લાઇટ તરફ ગયુ. હું ઉપર ગયો. મેં ધીમેંથી ટેરેસનો દરવાજો ખોલ્યો છતા દરવાજાએ અવાજ કર્યો. નીતુ મારી સામે જ હતી. એણે એનો ચહેરો મારા તરફ ફેરવ્યો. લાઇટનો પ્રકાશના લીધે એના અડધા ચહેરા પર પ્રકાશ હતો. મારી અંદર સતત મૂંજવણ હતી, ગભરામણ હતી, અકળામણ હતી, થોડોક ડર પણ હતો.
***
એણે સાદો સ્લીવલેસ ડ્રેસ પહેર્યો હતો. કોઇ જ દુપ્પટો નહિં. એની આંખોમાં રહેલુ પેઇન હું જોઇ શકતો હતો. સ્ટ્રેસના લીધે એણે એના હાથથી વારંવાર વ્યવસ્થિત કરેલા વાળને હું જોઇ શકતો હતો. હોઠો પર કોઇ જ લીપસ્ટીક નહિં, કાનમાં કોઇ જ ઇયરીંગ્સ નહિં. હાથ પણ કોઇ જ બ્રેસલેટ વિનાના. પોતાના શરીરને છુટ્ટુ મુકીને એ ઉભી હતી. મેં એક પગલુ આગળ ભર્યુ. હું એની આંખોમાં જોઇ રહ્યો હતો. એ પણ એકટીસે મારી સામે જોઇ રહી હતી. એના ચહેરાની મસલ્સ ખેંચાવા લાગી. એની આંખો ધીરે ધીરે વધારે ચમક પકડવા લાગી હતી. અંદર ભરેલા બધા ઇમોશન્સ બહાર આવવા ઉભરાઇ રહ્યા હતા. તરત જ એની આંખોમાંથી એક આંસુ ગાલ પર સરકી આવ્યુ. હું હવે નહોતો ચાહતો કે એની આંખમાંથી એક પણ બુંદ આંસુ નીકળે. મેં નીતુને બહુ રડાવી હતી, બસ હવે નહિ. મેં તરત જ દોટ મુકી. મેં એને મારી બાહોંમાં જકડી લીધી. એ ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી.
‘હર્ષ….! હર્ષ…!’, એ બોલતી બોલતી મને વળગી રહી. હું એને રડતી રોકવા માટે ‘ડોન્ટ ક્રાય’ એમ પણ ન કહી શક્યો. એ જસ્ટ મને જકડીને રડતી રહી. હું એના માથા પર હાથ ફેરવતો રહ્યો. મારી આંખો પણ ભરાઇ આવી હતી. ભલે નીતુ અને હું બન્ને રડી રહ્યા હતા બટ મારા માટે આ જોયફુલ મોમેન્ટ હતી. ક્યારેક એક હગ તમારી બધી જ પ્રોબ્લેમ્સનુ સોલ્યુશન બની જતી હોય છે. આ એજ હગ હતી. કેટલીય મિનિટો સુધી અમે બન્ને એકબીજામાં જ રહ્યા. અમે બન્ને ટેરેસની દિવાલના ટેકે નીચે બેસ્યા. મેં એનુ માથુ મારા ખોળામાં રાખ્યુ. હું મારા હાથ એના ચહેરા પર લઇ ગયો અને એના આંસુ પોંછ્યા. મારા હાથ હું એના ચહેરા પર ફેરવતો રહ્યો.
‘કંઇ બોલીશ નહિ…?’, એણે મારી આંખોમાં ઉતરીને કહ્યુ. ખબર નહિં કેમ મને કંઇ બોલવાનુ મન પણ નહોતુ થઇ રહ્યુ. એનો ઇનોસન્ટ ચહેરો જોઇને હું ધરાતો નહોતો. બોલ્યા વિના એને જોયા કરવાનુ જ મન થઇ રહ્યુ હતુ. એણે મારા હાથની આંગળીઓ વચ્ચેની જગ્યાને ભરી. એણે મારો હાથ એની છાંતીએ ભીંસીને રાખ્યો હતો. એ કંઇ પણ બોલ્યા વિના મારા હાથને ચુમી રહી હતી. એની આંખોમાં જોતા જોતા મારી આંખમાંથી પણ આંસુ સરી પડ્યા.
‘હેય….’, એ તરત જ બેઠી થઇ ગઇ અને મારો ચહેરો એણે એના હાથમાં લઇ લીધો. હું રડી પડ્યો.
‘નીતુ, આઇ એમ સોરી….’, મેં રડતા રડતા જ કહ્યુ. નીતુને મળ્યા પછી આ મારૂ પહેલુ સેન્ટેન્સ હતુ. એણે મારો ચહેરો પોતાના હાથમાં કોમળતાથી ભીંસ્યો અને મારી આંખોમાં જોતા પોતાનો ચહેરો નકારમાં હલાવ્યો.
‘સ્માઇલ…’, એણે કહ્યુ. એણે મારો ચહેરો એની છાતીએ ભીંસી દીધો. એ મારા માથામાં હાથ ફેરવતી રહી અને મને ચુમતી રહી. અચાનક એણે મારા કાન પર બચકુ ભર્યુ. એ હસી. સ્માઇલ કરતા કરતા એણે મારી સામે જોયુ. મેં પણ સ્માઇલ કરી.
‘હેય બેબી, એવરીથીંગ ઇઝ ફાઇન નાવ…’, એણે મને પપ્પી ભરતા કહ્યુ.
‘આઇ ડોન્ટ નો વોટ ટુ સ્પીક. જો હું બોલીશ તો પણ સોરી સિવાય કંઇજ નહિં બોલાય.’, મેં મારી મુંજવણ કહી.
‘ધેન ડોન્ટ સ્પીક… જસ્ટ સ્માઇલ’, એણે સ્માઇલ કરીને કહ્યુ.
‘વ્હાય ડૂ યુ લવ મી ધીઝ મચ નીતુ…?’,
‘આઇ હેવ નો રીઝન, આઇ જસ્ટ ડુ.’, એણે મારી આંખોમાં જોઇને કહ્યુ.
‘વોન્ટ યુ આસ્ક હાવ મચ આઇ લવ યુ..?’, મેં સ્માઇલ કરીને પૂછ્યુ.
‘માય સ્ટુપીડ બેબી….!’, કહીને નીતુએ એના હોઠ વડે મારા હોઠને જકડી લીધા. મારી આંખો બંધ થઇ ગઇ. મેં ધીમેંથી એનો નીચેનો હોઠ ચાખ્યો. અગેઇન આ ટેસ્ટ હર લોવર લીપ. ધેન આઇ સ્લોલી વેન્ટ ટુ હર અપર લીપ….! શી વોઝ ઓન મી. મારા હાથ એના એની પીઠને ભીંસેલા હતા. એના હાથ મારા વાળમાં હતા. હું એના હોઠોને ચાખતો રહ્યો. નીતુના સોફ્ટ લીપ્સથી હું ક્યારેય ધરાતો નથી. આટલા મહિના પછીની મારી તરસ જેમતેમ છીપાઇ એમ નહોતી. અમે બન્ને એકબીજાના હોઠોની પાછળ પડી ગયા હતા. ગુલાબી હોઠો લાલ થઇ ગયા હતા. વી કીસ્ડ ફોર લોંગ.
મેં એના કાન પર બચકું ભર્યુ. એને ગલી પચી થઇ એટલે એ હસી પડી. હું પણ હસ્યો. અગેઇન આઇ ટુક અ બાઇટ. એન્ડ ધેન ઇટ વોઝ હર બ્યુટીફુલ નેક….! આઇ સ્લોલી કીસ્ડ ઓન હર નેક.
‘ઓહ્હ્હ હર્ષ…!’, મેં ફરી એની ગરદનની પાછળ કીસ કરી. એણે મારા હાથ પકડી રાખ્યા હતા. મેં એની ગરદન પર ફરી કીસ કરી. અમે બન્નેએ એકબીજા સામે જોયુ.
‘ઇટ ફીલ્સ લવલી ટુ હેવ યુ માય બેબી’, એણે સ્માઇલ કરીને કહ્યુ. હું કંઇ ના બોલ્યો. આઇ જસ્ટ ગ્રેબ હર લીપ્સ. એણે પણ પોતાની બધી જ તાકાત લગાવી દીધી. ધીઝ વોઝ સુપર એગ્રેસીવ કીસ. ખબર નહિં એના હોઠ પર મેં કેટલા બચકા ભર્યા હશે. અગેઇન વી કીસ્ડ ફોર લોંગ ટાઇમ….! જ્યારે અમે એકબીજામાંથી બહાર નીકળ્યા ત્યારે ખબર પડી કે બન્નેના કપડા ટેરેસના ફ્લોરને કારણે ધૂળ ધૂળ થઇ ગયા હતા. અમે બન્ને એકબીજાને જોઇને હસી પડ્યા. એણે મારા કપડા પરથી ધૂળ ખંખેરી. અમે બન્ને એકબીજાનો હાથ પકડીને ઉભા થયા. મારો હાથ એની કમરમાં રાખીને અમે બન્ને નીતુની રૂમમાં ગયા. એણે મને પાણી આપ્યુ. ખબર નહિં એને મારી દરેક જરૂરીયાતની ખબર કહ્યા વિના કેવી રીતે પડી જતી. શી વોઝ રીઅલી પાર્ટ ઓફ મી. એણે કપડા ચેન્જ કર્યા.
‘હાઉ એમ આઇ લુકીંગ…?’, એ મારી સામે જોઇને બોલી.
‘એઝ ઓલવેઝ, બ્યુટીફુલ..!’, મેં એની પાસે જઇને પાછળથી એની ગરદન પર કીસ કરી.
‘લેટ્સ કોલ એવરીવન…!’, એણે કહ્યુ.
‘યા લેટ મી કોલ…!’, હું બેડ પર બેઠો અને કોલ લગાવ્યો. એ પણ મારી બાજુમાં બેસી ગઇ.
‘ભાઇ, તારા ઘરે છુ, બધા અહિં આવો….!’, નીલે કોલ રીસીવ કર્યો એટલે તરત જ મેં કહ્યુ.
‘કેમ…?’, નીલે પુછ્યુ. મેં મારી ગરદન પાછળ કંઇજ ફીલ કર્યુ. નીતુ ધીમેં ધીમેં મને ચુમી રહી હતી. મને ખુબ જ પ્લેઝરસ ફીલ થઇ રહ્યુ હતુ.
‘બેસીએ અહિંયા…!’,
‘અહિં આવોને યાર, મમ્મી પપ્પા હશે…!’
‘એ લોકો બહાર જવાના છે….!’, મારો ગાલ ચુમી રહેલી નીતુ બોલી. મેં એનો ચહેરો ધીરેથી મારા ખોળામાં લઇ લીધો.
‘નીતુ કહે છે, એ લોકો બહાર જવાના છે…!’,
‘જુઠ્ઠી… ચલ આવીએ છીએ.’, નીલે કહ્યુ.
‘યો….!’, મેં કહ્યુ.
‘કંઇ લાવવુ છે…?’
‘સોફ્ટ ડ્રીંક્સ….?’, મેં કહ્યુ.
‘ફ્રીજમાં હશે જ…!’, નીતુ ફરી બોલી.
‘નથીંગ યુ જસ્ટ કમ…!’, મેં કહ્યુ અને કોલ કટ કર્યો. નીતુએ મને બટકુ ભરતી હોય એવા એક્સપ્રેશન્સ આપ્યા. હું હસી પડ્યો.
***
‘આઇ એમ મેડ ફોર યુ, હર્ષ…!’, અમે મારા બેડ પર બન્ને એકબીજાની બાજુમાં હતા. મેં એની આંખોમાં જોઇને કહ્યુ.
‘હું પણ. આઇ લવ યુ માય ડીઅર.’, એણે કહ્યુ. બે મહિના પછી આઇ વોન્ટેડ હીમ બેડલી. મારૂ આખુ શરીર એને ચાહતુ હતુ. ધીઝ વોઝ નોટ લસ્ટ, ધીઝ વોઝ લવ. વ્હાય ડૂ વી ઓલવેઝ કનેક્ટ બોડી પ્લેઝર વીઝ લસ્ટ? એ દિવસે મને સેક્સ્યુઅલ પ્લેઝરની જરાંય ઇચ્છા નહોતી થઇ. આઇ જસ્ટ વોન્ટેડ ટુ હગ હીમ, કડલીંગ ગીમ, પેમ્પર હીમ, ઇટ કીસ હીમ, ઇટ હીમ.
‘લવ યુ ટુ માય બેબી…!’, મેં હર્ષના નાક સાથે મારૂ નાક ટકરાવતા કહ્યુ. અગેઇન વી કીસ્ડ. હીઝ લીપ્સ એન્ડ માય લીપ્સ. વી વેર કીસીંગ એન્ડ કડલીંગ, કીસીંગ એન્ડ કડલીંગ. એ મારી લાઇફની સૌથી બ્યુટીફુલ મોમેન્ટ હતી….!
***
જે જગ્યાએ આ બધાની શરૂઆત થઇ હતી, એ જગ્યાએ અમે હતા. નીલના ટેરેસ પર. ફરક બસ એટલો હતો કે એ દિવસે અમે બધા બુઝ લઇને બેઠા હતા અને આજે અમે સોફ્ટ ડ્રીંક્સ લઇને. બધા જ હળવા મૂડમાં હતા.
‘તમે લોકોએ મેઇલ વાંચ્યો…?’, મેં કહ્યુ.
‘ક્યો મેઇલ…?’, રોહન બોલ્યો.
‘થોડા દિવસ પહેલા એક મેઇલ આવ્યો હતો, મીશન લવ બાબતે.’
‘શું…?’, બધાના ચહેરા પર સ્માઇલ સાથે આશ્ચર્ય હતુ.
‘આપણે જે કર્યુ એ સાવ નકામુ નહોતુ. કોઇકની લાઇફમાં તો પોઝીટીવ ચેન્જ આવ્યો છે…!’,
‘શું લખ્યુ હતુ…?’
‘લેટ મી રીડ….!’, મેં કહ્યુ અને મારો મોબાઇલમાં કાઢ્યો.
“હેય બડીઝ,
વિશ્વા હીઅર, પહેલા તો હું તમારી આંખી ટીમને થેંક્સ કહેવા માંગુ છુ. યોર વીઝન હેલ્પ્ડ મી અ લોટ. યોર વીઝન પોલીશ્ડ માય થોટ્સ. મેડ માય કન્વીક્શન મોર સ્ટ્રોંગર. થોડા મહિનાઓ પહેલા હું એક છોકરાના લવમાં હતી. વી બોથ સેઇડ એટ ઓવર હોમ. બટ મારા ઘરે મમ્મી પપ્પા રાજી નહોતા. અમે બહુ સમજાવવાની ટ્રાય કરી. બટ કાસ્ટ વોઝ અ પ્રોબ્લેમ. અમારા બન્નેના પેરેન્ટ્સ એજ્યુકેટેડ છે. અમે મીશન લવની એપ ડાઉન લોડ કરી હતી. અમે અમારી પ્રોબ્લેમ એપ પર પોસ્ટ કરી. પીપલ ગેવ અસ વેરીઅસ વે ટુ સોલ્વ આવર પ્રોબ્લેમ્સ. એમાંથી એક રસ્તો કામ કરી ગયો. અત્યાર સુધી હું જીદ કરીને પપ્પાને સમજાવી રહી હતી. આફ્ટર વી ટ્રાય્ડ ટુ એક્સપ્લેઇન ઇટ સોફ્ટલી, વીથ લવ. એક દિવસ મેં એમને તમારી વેબસાઇટ બતાવી. આઇ એક્સપ્લેઇન્ડ ધેમ યોર મીશન. પછી એક દિવસ અમે બન્નેએ મમ્મી પપ્પાને પ્રેમથી સમજાવ્યા. ધીઝ ઇઝ નોટ અ સ્પેસ ટુ ટેલ અ હોલ સ્ટોરી બટ ધીરે ધીરે એમનુ બીહેવીઅર ચેન્જ થયુ. આખરે એ માની ગયા. યુ ગાય્ઝ મોટીવેટેડ અસ અ લોટ. કીપ અપ અ ગુડ વર્ક. થેંક્સ થેંક્સ થેંક્સ અ લોટ…!’,
‘વોઓઓઓ…..’, બધાએ ચીઅર કર્યુ. અમે બધાએ એકબીજાને કોન્ગ્રેચ્યુલેટ કર્યુ. હું રોહન અને નીલ ત્રણેય ગળે મળ્યા. ભલે અમે લાર્જ સ્કેલ પર સક્સેસ નહોતા થયા. બટ વી વેર હેપ્પી.
‘હેય ગાય્ઝ, વી શુડ રીમેમ્બર હુ ડાઇડ.’, મેં બધા સામે જોઇને કહ્યુ.
‘ઇન્ક્લુડીંગ સ્મિતામેમ…!’, નીતુએ પણ સાથે આપ્યો. બધાએ પોતાનો સોફ્ટ ડ્રીંક્સનો ગ્લાસ ઉંચો કર્યો.
‘ડેવીડ’, હું બોલ્યો.
‘શ્રુતિ’, નીતુ બોલી.
‘H.O.D’, નીલ બોલ્યો.
‘સ્મિતામેમ’, પ્રિયા બોલી
‘વિશેષ’, રોહન બોલ્યો.
‘કોણ બચ્યુ…?’, શીનાએ પુછ્યુ.
‘પ્રિત…!’, મેં કહ્યુ.
‘પ્રિત….!’, શીનાએ કહ્યુ.
‘એ લોકોને નામ જે લોકો આપડી લાઇફનો પાર્ટ હતા.’, મેં કહ્યુ.
‘રેસ્ટ ઇન પીસ…!’, નીલ બોલ્યો.
‘રેસ્ટ ઇન પીસ…!’, અમે બધાએ ગ્લાસ ટકરાવતા કહ્યુ. અમે બધાએ ખુબ જ સારૂ ફીલ કર્યુ.
***
મેં નીતુ સામે સ્માઇલ કરી અને પત્તા ફેંક્યા. રાણી, બાદશાહ અને એક્કો. રોહનની આંખો ફાટી રહી. મેં વચ્ચે પડેલા બધા જ પૈસા પોતાના તરફ કર્યા.
‘ક્યા હૈ ના, અપુન કી લાઇફ મેં ક્વીન હૈ, ઇસલીયે પત્તો મેં ભી આતી હૈ..!’, મેં હસતા હસતા ડાયલોગ માર્યો. નીતુ મારી સામે જોઇને હસી પડી. અમે બધા હસ્યા. નીલનુ ફેમીલી એમના નવા બંગલો પર શીફ્ટ થઇ ચુક્યુ હતુ. એ દિવસે અમે લોકોએ તીન પત્તીનો ટાઇમ પાસ કરવાનુ નક્કિ કર્યુ હતુ.
‘હવે….?’, નીલે મને પૂછ્યુ.
‘વોટ…?’, મેં નીલને સામે પુછ્યુ.
‘આગળ શું પ્લાન છે….?’, નીલે ક્લિઅર કર્યુ.
‘આઇ ડોન્ટ નો…! સ્ટીલ બ્લેંક.’, મેં કહ્યુ.
‘ડુ સમથીંગ.’
‘થીંકીંગ ઓફ સમ સ્ટાર્ટપ…!’,
‘ઓનલાઇન સ્ટાર્ટપ….?’, પ્રિયાએ પુછ્યુ.
‘આઇ ડોન્ટ નો… કંઇક તો કરવુ જ પડશે ને..?’
‘યપ..’, પ્રિયા બોલી.
‘હાઉ ઇઝ યોર જોબ ગોઇંગ રોહન…?’, મેં પુછ્યુ.
‘નોટ ગુડ, બટ ચાલેબલ…!’, રોહનને સાંભળીને બધા હસ્યા. શીનાએ રોહનની વાત પર એક પપ્પી આપી.
‘આઇ હેવ વન આઇડીયા…!’, નીતુએ કહ્યુ. નીતુના આઇડીયાઝ કોલેજ ટાઇમ પર પણ વર્ક કરતા હતા.
‘એન્ડ વોટ ઇટ ઇઝ..?’, નીલે નીતુની ખેંચતા કહ્યુ.
‘લેટ્સ સ્ટાર્ટ કાફે….!’, નીતુ બોલી.
‘વોટ? ફાફે…? યક..!’, નીલે કહ્યુ.
‘ઓય્ય પહેલા સાંભળતો ખરો.’, નીતુએ કહ્યુ.
‘જો આ બંગલો હવે રેન્ટ પર જ આપવાનો છે…! વી હેવ અ ગુડ ટેરેસ હીઅર. પ્રિયા અને શીના પાસે ગુડ આર્ટીસ્ટીક ડીઝાઇનર માઇન્ડ છે. લેટ્સ ડુ સમથીંગ એક્ઝોટીક એન્ડ આર્ટીસ્ટીક.’, નીતુ એક્સાઇટમેન્ટમાં બોલી ગઇ.
‘આઇ ડોન્ટ ગેટ ઇટ..!’, મેં કહ્યુ.
‘જો આપણે એવો કાફે બનાવીએ જ્યાં સીટીના આર્ટીસ્ટ આવી શકે. જ્યાં શાંતીથી વાત થઇ શકે, પોતાની આર્ટ પર્ફોર્મ કરી શકે. પોતાનુ આર્ટ વર્ક કરી શકે. કેન ગેટ ગુડ એમ્બીઅન્સ એન્ડ કેન ફીલ ગુડ….! લોકોને એક એવા સારા પ્લેસની જરૂર હોય છે જ્યાં એ લોકો સેલ્ફી ખેંચી શકે અને ફેસબુક પર પોસ્ટ કરી શકે. અમદાવાદમાં આવા કાફે ખુબ ઓછા છે. અને આપડી પાસે એક સારૂ પ્લેસ અને ગુડ આઇડીયા છે…! વોટ ડૂ યુ સે…?’, નીતુએ સમજાવ્યુ.
‘નોટ અ બેડ આઇડીયા…!’, મેં નીલની સામે જોયુ.
‘વી કેન ડૂ ઇન્ટીરીઅર…!’, શીના બોલી.
‘યા…’, પ્રિયાએ પણ કહ્યુ.
‘મેં તો નામ પણ વિચારી રાખ્યુ છે…!’, નીતુ બોલી.
‘વોટ….?’, મેં કહ્યુ.
‘આર્ટીસ્ટો.’, નીતુએ કહ્યુ.
‘ગુડ નેમ…!’, નીલે કહ્યુ.
‘ધેન લેટ્સ ડૂ ઇટ..!’, મેં કહ્યુ.
‘લેટ્સ રોક…!’, અમે બધાએ કહ્યુ.
ફરી બધાએ સોફ્ટડ્રીંકના ગ્લાસનો ઉંચો કર્યો. અમે બધાએ ચીયર્સ કર્યુ….! હું અને નીતુ પોતપોતાનો ગ્લાસ લઇને ટેરેસના બીજા કોર્નર તરફ ગયા.
‘ધીઝ વીલ બી અવર પ્લેસ…!’, એણે કહ્યુ.
‘યા, આપણે અહિં જ રહેશું.’, મેં કહ્યુ.
‘તને ખબર છે હર્ષ…! ધીઝ વોઝ માય ડ્રીમ…! મારૂ એક કાફે હોય, બ્યુટીફુલ અને એક્ઝોટીક. હું અને મારો હઝબન્ડ એને ચલાવતા હોઇએ.’, એની વાતમાં હઝબન્ડ સાંભળીને મારા ચહેરા પર સ્માઇલ હું રોકી ન શક્યો. એ પણ મારી સ્માઇલ જોઇને હસવા લાગી.
‘વોટ…?’, મારી સ્માઇલ જોઇને એ હસતા હસતા બોલી.
‘આઇ નો ધીઝ ઇઝ ધ ટાઇમ.’, કહીને હું નીતુ સામે ગોઠણભર બેસી ગયો. મેં નીતુનો હાથ પકડ્યો. મેં મારા ખીસ્સામાંથી રીંગ બોક્સ કાઢ્યુ.
‘વુડ યુ લાઇક ટુ મેક મી પાર્ટનર ઓફ યોર ડ્રીમ્સ…? પાર્ટનર ઓફ યોર હેપ્પીનેસ એન્ડ પાર્ટનર ઓફ યોર સેડનેસ. પાર્ટનર ઓફ યોર હેલ્પ એન્ડ પાર્ટનર ઓફ યોર ક્રાઇમ. પાર્ટનર ઓફ યોર લવ…? વીલ યુ મેરી મી…?’, મેં અંગુઠી એની સામે ધરીને કહ્યુ.
‘યસ આઇ વુડ લવ ટુ….!’, એના ચહેરા પર મેં ક્યારેય ન જોયેલી ખુશી ભરેલી સ્માઇલ હતી. મેં પાછળથી બધાની ચીચીયારી સાંભળી.
તરત જ મેં નીતુને રીંગ પહેરાવી. વી સ્ટાર્ટેડ કીસીંગ ઇઝ અધર…..! એ દિવસે હું અને નીતુ બે માંથી એક થઇ ગયા…! બધાએ અમને બન્નેને કોન્ગ્રેચ્યુલેશન્સ કહ્યુ. આ વખતે નીલ ઘરમાંથી વોડકાની બોટલ લઇ આવ્યો અને બધા માટે એક એક પેગ બનાવ્યા…!
‘નીતુ અને હર્ષના પ્રેમને નામ….!’, નીલે પોતાનો ગ્લાસ ઉંચો કર્યો.
‘નીતુ અને હર્ષના પ્રેમને નામ….!’, બધા બોલ્યા અને પોતાપોતાનો ગ્લાસ ગટકી ગયા…!
***
હર્ષે આખી બુક વાંચીને બુકને બંધ કરી. ચારેતરફથી લોકોની તાળીઓનો અવાજ આવી રહ્યો હતો. હર્ષ અને નીતુ એકબીજાનો હાથ પકડીને સ્માઇલ કરી રહ્યા હતા.
‘ઇફ યુ હેવ જસ્ટ ટુ મિનિટ્સ ઓફ ટાઇમ, આઇ વુડ લાઇક ટુ સે સમથીંગ એન્ડ ઇન્ટ્રોડ્યુસ સમ પીપલ..!’, હર્ષે કહ્યુ. બધા શાંત થઇ ગયા.
‘અત્યારે તમે જે પ્લેસ પર છો. એ એક સમયે નીલનુ ઘર હતુ. આ ટેરેસ પર જ્યાં આપણે છીએ, અમે ઘણી બધી પાર્ટીઓ કરી છે અને હવે અહિં રોજ પાર્ટી હોય છે. આર્ટીસ્ટો બીકેમ અ પરફેક્ટ કાફે ફોર આર્ટ લવર્સ. બટ આ કાફે બનાવવા પાછળ મેં અને નીતુએ જ નહિં બીજા ઘણા લોકોએ પોતાની બધી જ એનર્જી ખર્ચી નાખી છે. સો લેટ અસ ઇન્ટ્રોડ્યુસ ધેમ…!’
‘નીલ મેહતા…!’, હર્ષે કહ્યુ અને પાછળથી એક બ્લેઝર પહેરેલ યંગ ડેશીંગ મેન આવ્યો.
‘મને ખબર છે તમે બધા નીલને જાણો છો. નીલ ઇઝ અન એન્ટ્રેપ્રેયોર. હી ઓન્સ નાવ અન આઇ.ટી ફર્મ. અને તમે જાણો છો એમ હી ઇઝ નીતુ’ઝ બ્રધર ઓલ્સો.’, હર્ષે ઇન્ટ્રો આપ્યુ અને બન્ને ગળે મળ્યા.
‘પ્રિયા નીલ મેહતા….!’, નીતુ નામ બોલી. બધાએ ચીચીયારીઓ કરી. ડીઝાઇનર સારી પહેરેલ, અદભૂત જ્વેલરીથી તૈયાર થયેલ યંગ સ્ટનીંગ બ્યુટીફુલ લેડી આવી.
‘આ કાફેમાં જે જે આર્ટીસ્ટીક વસ્તુઓ છે, એક લેંમ્પથી માંડીને એ લેમ્પના પાછળનુ કલર કોમ્બીનેશન. એના પાછળ પ્રિયાનુ આર્ટીસ્ટીક માઇન્ડ જવાબદાર છે. સો હ્યુઝ ચીઅર્સ ફોર પ્રિયા…! એન્ડ નાઉ નીલ એન્ડ પ્રિયા આર હઝબન્ડ વાઇફ..!’, બધાએ ખુબ જ જોરદાર ચીચીયારીઓ કરી.
‘હવે હું જેને ઇન્ટ્રોડ્યુસ કરવાનો છું, એ મારા બેસ્ટ ફ્રેન્ડ્સમાંનો એક છે. જે દરેક ગુડ એન્ડ બેડ મોમેન્ટ્સમાં મારી સાથે રહ્યો છે, પ્લીઝ વેલકમ રોહન પટેલ…!’, સ્ટાઇલીશ ગોગલ્સ, બ્લેઝર અને જીન્સ પહેરેલ એક યંગ મેન આવ્યો. એ હર્ષ અને રોહનને ગળે મળ્યો.
‘રોહને આ કાફેની વાત તમારા સુધી પહોંચાડવા અમને ખુબ જ હેલ્પ કરી છે. એ ચાહે અમારી વેબસાઇટ્ હોય, ફેસબુક હોય કે ટ્વીટ્ટર. એના સિવાય અહિંના મેનુની કેટલીક સ્પેશીયલ અને ફેમસ આઇટમ્સ પણ રોહનના મનની જ પ્રોડક્ટ છે…! સો ગીવ હીમ હ્યુજ રાઉન્ડ ઓફ એપ્લોડ્સ.’, બધા તાળીઓ પાડવા લાગ્યા.
‘એન્ડ લાસ્ટ બટ નોટ લીસ્ટ….! શીના રોહન ડીસોઝા પટેલ…!’, બધાને નામ સાંભળીને જ ઘણુ આશ્ચર્ય થયુ. બ્લેક જમ્પ્સ પહેરેલ બ્યુટીફુલ હોટ લેડી આવી. આવીને એણે નીતુ, હર્ષ, પ્રિયા, નીલ અને રોહનને ચીક કીસ આપી.
‘લેટ મી ગીવ આન્સર ઓફ યોર અનઆસ્ક્ડ ક્વેશ્ચન. શીનાના લાંબા નામ પાછળ એના લીબરલ થોટ્સ રીસ્પોન્સીબલ છે. શીના ઇઝ ઓલ્સો અ ગ્રેટ ફેશન ડીઝાઇનર. અહિંના દરેક બ્યુટીફુલ સ્કલ્પચર શીનાએ ડીઝાઇન કર્યા છે. આ ફાફેને બ્યુટીફુલ લાઇટ્સ અને એમ્બીયન્સ આપવા પાછળ શીના અને પ્રિયાનુ ઇક્વલ કન્ટ્રીબ્યુશન છે. અહિં તમારી પાસે રોજ જે પણ આર્ટીસ્ટ પર્ફોમ કરે છે એની પાછળ શીના જ જવાબદાર છે. સો ચીઅર્સ ફોર શીના….!’, બધાએ ફરી ચીયર્સ કર્યુ…!
‘વન મિનિટ…!’, શીનાએ હર્ષ પાસેથી માઇક લીધુ.
‘એન્ડ લાસ્ટ, જેને તમે ખુબ સારી રીતે જાણો છો. હર્ષ શાહ એન્ડ નીતુ હર્ષ શાહ. જેના કારણે આ કાફે છે, જેના કારણે આજે તમે અહિં છો…! હ્યુઝ રાઉન્ડ ઓફ એપ્લોડ્સ ફોર ધેમ…!’, શીનાએ ચીલ્લાઇને કહ્યુ. ચારેબાજુ લોકો ચીલ્લાયા અને તાળીઓ પાડવા લાગ્યા. હર્ષે નીતુના ખભા પર હાથ મુકીને પોતાની છાતીએ લગાવી. બધાના ચહેરા પર એક અદભુત ખુશી હતી…!
છએ છ ફ્રેન્ડ્સ ફાફેની એક સાઇડ પર જઇને ઉભા રહ્યા. ભૂતકાળનુ ટેરેસ આજે એક આર્ટ કાફે બની ગયુ હતુ. હર્ષે વેઇટરને ઇશારો કરીને ડ્રીંક લાવવા કહ્યુ.
‘વી ડીડ ઇટ….!’, નીલે કહ્યુ.
‘યસ વી ડીડ ઇટ…!’, હર્ષ પણ બોલ્યો…!
‘લુક એટ ધીઝ હેપ્પી ફેસીસ, આઇ જસ્ટ લવ ઇટ…!’, નીતુ બોલી. હર્ષે નીતુના કમરમાં હાથ નાખ્યો. બન્ને વચ્ચેના પ્રેમમાં તણખા ભર પણ કમી નહોતી આવી. બન્નેનો પ્રેમ ઉંમર સાથે વધુને વધુ મેચ્યોર થઇ રહ્યો હતો.
‘પ્લેસ બીકેમ રીઅલી…! વન્ડરફુલ…!’, હર્ષે કહ્યુ.
‘થેંક્સ ટુ શીના એન્ડ પ્રિયા..!’, નીતુએ કહ્યુ.
‘હેય નો ફોર્માલીટીઝ…!’, શીના બોલી.
‘યા રાઇટ…! ધીઝ ઇઝ આવર પ્લેસ..!’, પ્રિયા બોલી. નીતુ પ્રિયા અને શીનાને ફરી ગળે મળી.
‘લવ યુ બીચીસ…!’, નીતુએ કહ્યુ. વેઇટર સ્ટ્રોબેરી મોકટેઇલ્સ લઇને આવ્યો.
‘લેટ્સ ચીઅર અપ….!’, હર્ષ બોલ્યો…!
‘આ આર્ટીસ્ટોને નામ…!’, નીતુએ મોકટેઇલ ઉંચુ કરીને કહ્યુ.
‘બધા જ આર્ટીસ્ટને નામ…!’, શીનાએ કહ્યુ.
‘છ પાગલ ને નામ….!’, રોહન બોલ્યો.
‘ત્રણ લવલી કપલને નામ….!’, પ્રિયાએ કહ્યુ.
‘આપડા બધા જ ફ્રેન્ડ્સને નામ….!’, નીલે કહ્યુ.
‘ટુ આવ ફ્રેન્ડશીપ એન્ડ લવ…!’, હર્ષે મોટેથી કહ્યુ.
‘ટુ આવર ફ્રેન્ડશીપ એન્ડ લવ…! ચીયર્સ…!’, બધા મોંટેથી બોલ્યા અને ફ્રેન્ડશીપની એક એક સીપ ભરી. ત્રણેય કપલે એકસાથે મોકટેઇલના ટેસ્ટ સાથે એકબીજાના હોઠ મેળવ્યા.
***
ધ લાસ્ટ યર અહિં પૂરી થાય છે. આઇ હોપ તમને મજા આવી હશે. મારા માટે લાસ્ટ યરની જર્ની ખુબ જ જોયફુલ હતી. આઇ વુડ લાઇક ટુ થેંક્સ ટુ મહેન્દ્રભાઇ એન્ડ માતૃભારતી ટીમ. જેના વિના આ નોવેલ તમારા સૂધી પહોંચી જ ના હોત. ટુડે આઇ થેંક્સ ટુ માય એવરી ફ્રેન્ડ, જેણે મને કોઇને કોઇ રીતે આ બુક માટે હેલ્પ કરી છે. અને છેલ્લે, દરેક પુસ્તક એના વાંચકો માટે બન્યુ હોય છે. જેટલો લવ તમે રીડર્સે આપ્યો છે, એના માટે આઇ એમ રીઅલી ગ્રેટફુલ એન્ડ થેંકફુલ ટુવર્ડ્સ યુ. કદાચ થેંક્યુ આના માટે ઓછુ જ છે. તમારા વિના આ જર્ની પુરી થઇ જ ના હોત. જેટલો પ્રેમ તમે મને આપ્યો એની સાથે મારા કેરેક્ટર્સને પણ આપ્યો છે. આઇ લવ યુ ઓલ…! ક્યારેક લાસ્ટ યરની સ્ટોરી પાછળની સ્ટોરી પણ કહીશ….! કારણ કે લાસ્ટ યરની જર્ની સાથેની મારી જર્ની પણ ખુબ ઓસીલેશન વાળી રહી છે. તો ક્યારેક ફરી વાત…. સાથે બેસીશું અને શેર કરીશું….! બી ઇન ટચ…! લવ યુ માય ડીઅર્સ..!