Premkahani books and stories free download online pdf in Gujarati

પ્રેમકહાની

"પ્રેમકહાની"

આજે તો દિલની વાત કહી જ દેવી એવું નક્કી કરીને એ જમણી બાજુના કાન પાછળથી નીકળી આવેલી ભીની લટને આંગળીઓમાં રમાડતી ડેસ્ક પર સ્થિત 14 ઇંચના કમ્પ્યુટર સ્ક્રિનમાં ખોવાઈ ગઈ, ડેસ્કટોપ પર વોલપેપર તરીકે રાખેલો પ્રેમ નો ફોટો તેને ખુબજ ગમતો. તે પ્રેમ ના ફોટા ને ખુબજ વ્હાલ ભરી નજરે જોઈ રહી હતી.

નિશા એ વિચાર્યું જયારે આજે તે ઓફીસે થી છૂટી ને પ્રેમ ને મળવા જાય ત્યારે દિલ ની વાત પ્રેમ ને કહી જ દેશેે. નિશા વિચારો માં ખોવાઈ ગઈ અને તેની આંખો સમક્ષ એ દ્રશ્ય આવી રહ્યું હતું જયારે તે અને પ્રેમ પહેલી વખત મળ્યા હતા.

પ્રેમ કોઈ એડ્રેસ ગોતી રહ્યો હતો, ગરમી ના કારણે અને કદાચ એડ્રેસ ના મળવા ના કારણે પ્રેમ વ્યાકુળ લાગતો હતો, તેના કપાળ પર પરસેવા ના ટીપા દેખાઈ આવતા હતા. તેનો વ્હાઇટ શર્ટ પણ પરસેવા થી ભીનો થઈ ચુક્યો હતો, છતાં પણ તે બ્લુ જીન્સ પર પહેરેલો સફેદ શર્ટ તેના ઉપર શોભી રહ્યો હતો. તે નિશા પાસે આવી ને બોલ્યો

એક્સકયુસ મી, મને ક્રિસ ઇન્ફોટ્રોનિક્સ ની ઓફીસ ક્યાં આવી છે બતાવશ?

હા, ચોક્કસ, સામે ની બિલ્ડીંગ ના ૮ માં ફ્લોર પર છે" નિશા રોડ ની સામે આવેલી બહુમાળી બિલ્ડીંગ તરફ આંગળી કરી ને બતાવી રહી હતી.

"થેન્ક્સ" બોલી પ્રેમ ત્યાંથી જઈ રહ્યો હતો ત્યાંજ નિશા બોલી

"તમને ત્યાં કોને મળવું છ?"

"મને ત્યાં નિશા દવે ને મળવાનું છે" પ્રેમ બોલ્યો.

"હું જ નિશા દવે છુ, અહીંયા કોઈ કામ થી નીચે આવી હતી. ઉભા રહો સાથે જઈએ".

પછી પ્રેમ અને નિશા સાથે ઓફિસે ગયા. ત્યાં પ્રેમે પોતાનો પરિચય આપ્યો. પ્રેમ પોતાની કંપની ની ઈ.આર.પી ના પ્રપોસલ માટે આવ્યો હતો અને નિશા ક્રિશ ઇન્ફોટ્રોનિક્સ ની સિનિયર ડેવલોપર હોવા ના નાતે બધી જરૂરિયાત સમજી ને પ્રપોસલ આપવાની હતી.

આ નિશા અને પ્રેમ ની પહેલી મુલાકાત હતી અને ત્યારબાદ તે લોકો અવારનવાર ઈ.આર.પી ના કામ સંદર્ભે મળતા હોવાથી એકબીજા ની ઘણા નજીક આવી ગયા હતા. નિશા તો પ્રેમ ની વાકછટા થી પ્રભાવિત થઈ ગઈ હતી અને ઉપર થી પ્રેમ નો સોહામણો ચહેરો નિશા ના હૃદય માં બહુજ ઊંડે સુધી છાપ છોડી ગયો હતો.

પ્રેમ ને પણ નિશા પસંદ હોય તેવું લાગતું હતું, તે લોકો સી.સી.ડી માં ઘણી વખત સાથે કોફી પીવા માટે પણ જતા હતા, ઓફીસ મીટીંગ તેમના માટે સાથે કોફી પીવાનું એક બહાનું પૂરું પાડતી.

નિશા ને આજે આ બધું યાદ આવી રહ્યું હતું, તે ડેસ્કટોપ પર રાખેલા પ્રેમ ના ફોટા ને જોઈને હસી ને બોલી

"શું ઈરાદો છે, આવી રીતે મને કેમ જોઈ રહ્યો છે, આટલું બોલી ને ફરી તે મલકાઈ અને પ્રેમ ના ફોટા ને ધીરે થી કીસ કર્યું" આજનો દિવસ નિશા નો આ રીતે જ પસાર થયો અને એ સમય આવી ગયો જેની તે સવાર થી રાહ જોઈ રહી હતી. આજે તે અને પ્રેમ પહેલી વખત ઓફીસ પછીના સમયે મળી રહ્યા હતા. નિશા એ જ પ્રેમ ને મળવા માટે બોલાવ્યો હતો.

નિયત કરેલા સ્થળે નિશા સમયસર પહોંચી ગઈ, પ્રેમ પણ તેનું બાઇક લઈ ને ત્યાં આવીજ ચુક્યો હતો. નિશા એ અને પ્રેમે એકબીજા ને ફોર્મલ સ્માઈલ આપી હાથ મિલાવ્યા.

"બોલ, શું કામ હતુ? કોઈ ચિંતા જેવું તો ન હતું ને !" પ્રેમે આશ્ચર્ય સાથે પૂછ્યું

ના, કઈ નહી. ખાલી બસ" નિશા શરમ ની ગભરાઈ રહી હતી.

"ખાલી એમજ!" પ્રેમ હસતા હસતા બોલ્યો.

નિશા ગભરાઈ રહી હતી, તેના હોઠ સુકાઈ રહ્યા હતા, છતાંપણ આજે તો પ્રેમ ના પ્રેમ નો એકરાર કરવાનો ખ્યાલ તેના મન માં જ હતો.

અચકાતા અચકાતા નિશા બોલી " પ્રેમ....આઈ...આઈ"

"હા બોલ" પ્રેમે નિશા ને અચકાતા જોઈ હાથ પકડી બોલ્યો.

પ્રેમ ના હાથ પકડતા જ નિશા ના આખા શરીર માં એક ધ્રુજારી ઉત્પન્ન થઇ અને તેણે તરત જ હાથ છોડાવ્યો અને એકદમ બોલવા ગઈ

"પ્રેમ, આઈ લવ.....આઈ લવ

..આઈ..આઈસક્રીમ"

"આઈસક્રી?" પ્રેમ નવાઈ પામતા બોલ્યો.

"હા મને બહુજ ભાવે, ચાલ સામે ના આઈસ્ક્રીમ પાર્લર માં જઈ ને ખાઈએ" નિશા નર્વસ થઈ ને બોલી.

હવે પ્રેમ અને નિશા આઈસક્રીમ ખાઈ રહ્યા હતા, ત્યાં પ્રેમે ફરી પૂછ્યું

"બોલ શું થયુ? આ એ નિશા નથી જેને હું છેલ્લા છ મહિના થી ઓળખું છુ, આટલી નર્વસ !" પ્રેમ બોલ્યો.

નિશા આઇસક્રીમ ખાઈ રહી હતી ત્યાં જ પ્રેમે નિશા ને ઈશારા થી નજીક બોલાવી અને પ્રેમે પોતાની પહેલી આંગળી નિશા ના હોઠ પર ધીરે થી ફેરવી અને ચોંટેલો આઇસક્રીમ દુર કર્યો. નિશા ફરી એકવાર કંપારી થી ધ્રુજી ગઈ. પ્રેમ અને નિશા હવે પાર્લર માંથી બહાર આવ્યા.

"હવે શુ?" પ્રેમ બોલ્યો

"મારે એક વાત કહેવી છે" નિશા આજે તો નક્કી કરી ને આવી હતી એટલે એણે ફરીવાર હિમ્મત ભેગી કરી.

"હવે કહી?" પ્રેમ બોલ્યો.

"ના, અહીંયા નહી. રિવરફ્રન્ટ જઈએ" નિશા બોલી

"ત્યાં કે?" પ્રેમ જાણે બધું સમજી ગયો હતો છતાં પણ મજા લઇ રહ્યો હતો.

"તું ચાલ" નિશા બોલી અને બંને ત્યાંથી રિવરફ્રન્ટ માટે નીકળ્યા. દશ મિનિટ માં તો તે બંને ત્યાં પહોંચી ગયા. નિશા તેના એક્ટિવા પર અને પ્રેમ તેના બાઇક પર સામ સામે બેઠા.

" હવે બોલ" પ્રેમ બોલ્યો.

નિશા હવે કંઈ બોલવા ના બદલે પ્રેમ ની નજીક ગઈ અને પ્રેમ ના ચહેરા પર હાથ રાખી હોઠ ચૂમવા લાગી. પ્રેમ પણ તેને પૂરો સહકાર આપ્યો. થોડીવાર સુધી એ બંને એકબીજા ને વળગી ને ઉભા રહ્યા....નિશા નું જાણે સપનું સાચું પડ્યું હોય તેવો અહેસાસ તેના ચહેરા પર થી થઈ રહ્યો હતો. થોડીવાર ત્યાં બેઠા પછી તે લોકો પોતાના ઘરે પહોંચવા માટે નીકળ્યા.....

પ્રેમ ઘરે પહોંચી ને પણ નિશા ના વિચારો માં જ ખોવાયેલો હતો, તેના ચહેરા પર એક અપ્રતિમ આનંદ તેની મમ્મી એ નોંધ્યો હતો. નિશા ના વિશે વિચારતા વિચારતા જ પ્રેમ ને ઊંઘ આવી ગઈ.

સવારે રોજ ની ટેવ મુજબ જ પ્રેમ ન્યુઝ પેપર વાંચી રહ્યો હતો ત્યાંજ તેની નજર ચોથા પેજ પર રહેલા સમાચાર પર પડી જેનું મથાળું કંઇક આવું હતું.

"રાત્રી ના સમયે એક્ટિવા ચાલક આશાસ્પદ યુવતી નું એ.એમ.ટી.એસ બસ ની ટક્કર થી મૃત્યુ"

પ્રેમ આ સમાચાર વાંચતા જ સ્તબ્ધ થઈ ગયો.

ફરીવાર પ્રેમ અને નિશા ની પ્રેમકહાની અધૂરી છૂટી ગઈ હતી....