Bambai nagariya, shandaar nagariya books and stories free download online pdf in Gujarati

બમ્બઈ નગરીયા, શાનદાર નગરીયા

બમ્બઈ નગરીયા, શાનદાર નગરીયા.

૨૪/૫/૨૦૧૭

સમય 10:26 pm

લીલી જંડી જોઈ ને ટ્રેન ધીરે ધીરે ગુજરાત બાજુ આગળ વધવા લાગી. છેલ્લા આઠ દિવસ થી આ મેડ શહેર ની મસ્તી અને નશો જોયો હતો. એક બાજુ ઘરે આવવાની ખુશી પણ હતી અને બીજી બાજુ આ શહેર માં હજુ થોડું રોકાઈ જવા ની ધૂન. એ મેડ સીટી એટલે મુંબઈ. બૃહદ મુંબઈ. પણ હવે, મુંબઈ ને બાય કહેવાનો સમય આવી ગયો હતો. સૌરાષ્ટ્ર મેલ બોરીવલી સ્ટેશન થી રવાના થઇ ગુજરાત બાજુ આવી રહી હતી. બોરીવલી સ્ટેશન માં આવતી જતી લોકલ ટ્રેન હજુ દેખાતી હતી. એક માણસ પણ જઈ ન શકે એવી હાલત હોય છે એ સમયે લોકલ ટ્રેન ની. ઇટ હેપેન્સ ઓન્લી ઇન મુંબઈ એવું કહી શકાય. રોડ પરની પીળી લાઈટ માં મુંબઈ નું ટ્રાફિક દેખાતું હતું. એવું જ ચિક્કાર ટ્રાફિક હતું જેવું મેં આ આઠ દિવસ માં જોયેલું. મુંબઈ વાસીઓ ઉચી ઉચી બિલ્ડીંગ માં પોતાનાં એક હોલ કિચન ના મકાન માં પણ ખુશ જોવા મળે છે. પેલું કહે છે ને કે મુંબઈ માં રોટલો મળવો સહેલો છે પણ ઓટલો મળવો સહેલો નથી. મુંબઈ ની ટ્રાફિક, લોકલ ટ્રેન ની ભીડ, સવાર થી ભાગદોડ કરતાં એ લોકો, મુંબઈ ના રીક્ષાવાળા અને મુંબઈ નો દરેક માણસ એ બધા માંથી એક વાત તો શીખવી જાય છે. મુંબઈ વાસીઓ ને થાક ઓછો લાગતો હોય તેવું લાગે છે. વ્યસ્તતા ની ધૂન એ લોકો એ પોતાની જિંદગી માં વણી લીધી છે. એ હેરાનગતિ નો નશો પણ તેઓ ને ગમતો હોય તેવું લાગે છે. કારણ કે એ લોકો મુંબઈ ને પ્રેમ કરે છે. એવું જ કહી શકાય કે આ જ મુંબઈ છે. મુંબઈ આ લોકો થી જીવે છે. ઈ લોગ મુંબઈ કી જાન હૈ. મુંબઈ કી જાન ઇન લોગો મેં બસતી હૈ. ટૂંકમાં “ઈ હૈ બમ્બઈ નગરીયા તું દેખ બબુઆ”.

મુંબઈ પાસે ઘણી અતરંગી વાતો છે જે સાંભળવી ખૂબ જ ગમે. મુંબઈ માં આવેલા બાન્દ્રા માં ક્યાંય બંદર નથી છતાં એ તે બાન્દ્રા છે. ચર્ચગેટ માં ક્યાંય ચર્ચ નથી. વિક્ટોરિયા ટર્મિનસ છે જ્યાં ક્યારેય ક્વીન વિક્ટોરિયા આવી નથી. હાજી અલી લોહાર ચાલ બાજુ છે જે ચાલ માં એક પણ લોહાર રહેતો નથી. બ્રીચ કેન્ડી નામનો વિસ્તાર છે જ્યાં તમને હોસ્પિટલ જોવા મળે પણ ક્યાંય કેન્ડી ફેમસ નથી. ભીંડી બઝાર માં ક્યાંય ભીંડી મળતી નથી. આ છે અજબ-ગજબ બમ્બઈ નગરીયા. દુનિયા ના ફેમસ લેખકો માંથી ઘણા ન્પ જન્મ મુંબઈ માં થયેલો છે. મુંબઈ પાસે બધી જ મનોકામના પૂરી કરતા મહારાજા ગણપતિ લાલ બાગ ના રાજા છે. સિદ્ધિવિનાયક નું મંદિર પણ આસ્થા અને ઉર્જા માટે કઈ ઓછું આંકી શકાય તેમ નથી. મહાલક્ષ્મી અને હાજીઅલી મુંબઈ ની શાન છે. ભારત નું બિગેસ્ટ થીમ પાર્ક “ઈમેજીકા” પણ મુંબઈ પાસે છે. એસેલ વર્લ્ડ, વોટર કિંગડમ પણ મજા માણવા માટે ઉત્તમ સ્થળો છે. આવા જ સ્થળો ને લીધે મુંબઈ ને ભારત નું Entertainment capital તરીકે ઓળખવામાં આવે છે. મુકેશ અંબાણી નો બંગલો પણ મુંબઈ માં છે. એ દુનિયાનો સૌથી મોંધો બનેલો બંગલો છે. ૧૯૦૧ માં ભારત પાસે પહેલી કાર ધરાવતા એક માણસ એવા જમશેદજી તાતા પણ અહીં રહેતા હતાં. અને ‘ગણપતિ’ જેના પર આખા મુંબઈ ની અતૂટ શ્રદ્ધા છે. ગણેશ ઉત્સવ સમયે મુંબઈ ની એક ગલી એવી નથી હોતી જેમાં ગણેશા નું આગમન ન થયું હોય. ભારત માં આવી રીતે શેરી માં ઉજવણી મુંબઈ સિવાય ક્યાંય થતી નથી. ટૂંકમાં એવું જ સમજી લો ને કે ગણેશ ઉત્સવ ના સમય માં આખું મુંબઈ જાણે શેરી માં ગણપતિ ની સાથે રહેવા આવી જાય છે. લાલ બાગ ના રાજા ના વિસર્જન માં પૂરી ૧૨ કલાક થાય છે. મહારાષ્ટ્ર માં મેગા કિચન માં ઉલ્લેખ છે એવું શિરડી નું કિચન છે. મુંબઈ ના લોકો એવું કહે છે કે, “મુંબઈ માં જેટલું પાપ છે એના કરતાં ઘણું વધારે પુણ્ય પણ મુંબઈવાસીઓ કરે છે એટલે આજે મુંબઈ ટક્યું છે”. મુંબઈ નું વાતાવરણ આટલી વસ્તી અને આટલું ટ્રાફિક હોવા છતાં પણ સારૂ છે. ગરમી ત્યાં ગુજરાત કરતાં ઓછી થાય છે, જોકે એનું કારણ તો દરિયો જ છે. મુંબઈવાસીઓ પાસે વીક-એન્ડ પસાર કરવા માટે સમુદ્ર છે. એ ખૂબ મજાની વાત છે.

મુંબઈ પોતાની ભીતર આપણા બોલીવુડ ની જાન એવા કલાકારો ને સમાવી ને બેઠું છે. સિનેમા એ ભારત ને ઘણું શીખવ્યું છે. અને ભારત માં મુવી જોવા ના શોખીન પણ અઢળક છે. એવા Bollywood નો B પણ Bombay પરથી આવ્યો છે.

છે ને મજાનું. મુંબઈ ને સમુદ્ર સાથે આશિકી છે. મુંબઈ ની આજુ બાજુ સમુદ્ર જ છે. આનાથી મુંબઈવાસીઓ ને પણ ખૂબ જ પ્રેમ છે.

મુંબઈ એટલે વર્કિંગ પીપલ નું સીટી. બિગેસ્ટ સીટી ઓફ ઇન્ડિયા. સપના ની નગરી, માયાવી નગરી આવા નામો મુંબઈ માટે પડ્યા છે. મુંબઈ નામ પણ લેટેસ્ટ છે પહેલા તે બોમ્બે તરીકે જાણીતું હતું. ભારત નું ફાયનાન્સિયલ હબ પણ મુંબઈ કહેવાય છે. ભારત માં પહેલી ટ્રેન ની શરૂઆત ૧૬ એપ્રિલ ૧૮૫૩ ના રોજ મુંબઈ-થાણે માં જ થઇ હતી અને આજે પણ મુંબઈ જીવે છે તો લોકલ ટ્રેન ને લીધે. મુંબઈ માં જ ભારત નો પહેલો રેલ બ્રીજ બન્યો હતો. મુંબઈ માં કોઈ પોતાનું ફોર-વ્હીલર વેહિકલ વસાવવા માટે ખુશ નથી એનું કારણ છે ટ્રાફિક. અને હાં સાચી વાત છે ખૂબ જ સજ્જડ ટ્રાફિક હોય છે સવાર સાંજ.

પણ, મુંબઈ એટલે મસ્ત સીટી. યંગસ્ટર્સ ને ગમતું, ફાસ્ટ સીટી. ભારત નું ફાઈનાન્સીયલ હબ. ખૂબ જ બુદ્ધિ થી ચલાવાતા રેલવે તંત્ર નું સીટી. પાગલો ની જેમ થાક્યા વગર કામ કરતા માણસો. એવાં જ અજબ ગજબ સ્થળો ધરાવતું શહેર.

હું ત્યાં ફર્યો તે સફર ની વાત કરું તો.. પહેલા દિવસે તો આ સીટી ની બહાર ફર્યા.. શિરડી અને શનિ મંદિર. ફરી મુંબઈ માં આવ્યા પછી સિદ્ધિવિનાયક, મહાલક્ષ્મી, હાજીઅલી, જુહુ, મોલ અને બાકી એ ઘણા સ્થળો. એ લોકલ ટ્રેન પણ મુંબઈ માં જ જોવા મળે, એટલે એને પણ આમાં સમાવેશ કરવા જેવો. આ પહેલી મુંબઈ ની યાત્રા માં ખૂબ જ મજા પડી. આવી મુંબઈ યાત્રા ની યાદો મગજે સાચવી લીધી છે. હજુ ઘણું ફરવાનું તો બાકી જ છે. હજુ એ મુંબઈ યાત્રા અધૂરી છે.. અત્યારે તો Bye bye mumbai.. પણ ફરી એક વાર આવશું તને આખું નિહાળવા માટે..

  • Hardik raja