OR

The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.

Matrubharti Loading...

Your daily story limit is finished please upgrade your plan
Yes
Matrubharti
  • English
    • English
    • हिंदी
    • ગુજરાતી
    • मराठी
    • தமிழ்
    • తెలుగు
    • বাংলা
    • മലയാളം
    • ಕನ್ನಡ
    • اُردُو
  • About Us
  • Books
      • Best Novels
      • New Released
      • Top Author
  • Videos
      • Motivational
      • Natak
      • Sangeet
      • Mushayra
      • Web Series
      • Short Film
  • Contest
  • Advertise
  • Subscription
  • Contact Us
Publish Free
  • Log In
Artboard

To read all the chapters,
Please Sign In

Shwet Ashwet by અક્ષર પુજારા | Read Gujarati Best Novels and Download PDF

  1. Home
  2. Novels
  3. Gujarati Novels
  4. શ્વેત અશ્વેત - Novels
શ્વેત અશ્વેત by અક્ષર પુજારા in Gujarati
Novels

શ્વેત અશ્વેત - Novels

by અક્ષર પુજારા Matrubharti Verified in Gujarati Fiction Stories

(128)
  • 37.4k

  • 87.8k

  • 21

દરવાજો ખૂલ્યો. કંઈક અવાજ આવે છે. દરવાજા પાછળ પ્રકાશ નો અંત છે. અંધકાર છે. શાંતિ છે. સિયા ધીમેથી આગળ વધે. ખાલી ખમ દીવાલો પર જાત - જાતના ચિત્ર છે. ચિત્રો માં માણસ નથી, સુવાસ છે. સૂર્ય, અને પ્રકૃતિ છે. ‘કોઈ છે?’ ના, કોઈ જવાબ નથી આપતું. સિયા ને ડર લાગી રહ્યો છે. તે શું કરે? ક્યાં જાય? ઘર તો હવે તેનું આ જ છે.

Read Full Story
Download on Mobile

શ્વેત અશ્વેત - Novels

શ્વેત, અશ્વેત - ૧
દરવાજો ખૂલ્યો. કંઈક અવાજ આવે છે. દરવાજા પાછળ પ્રકાશ નો અંત છે. અંધકાર છે. શાંતિ છે. સિયા ધીમેથી આગળ વધે. ખાલી ખમ દીવાલો પર જાત - જાતના ચિત્ર છે. ચિત્રો માં માણસ નથી, સુવાસ છે. સૂર્ય, ...Read Moreપ્રકૃતિ છે. ‘કોઈ છે?’ ના, કોઈ જવાબ નથી આપતું. સિયા ને ડર લાગી રહ્યો છે. તે શું કરે? ક્યાં જાય? ઘર તો હવે તેનું આ જ છે. સામે સીડી છે. નીચે ધૂળ છે. હવા અશ્વેત છે, જાણે કોઈ મરણ પામ્યુ હોય. દુખ એટલું ભરી કે સંગીત પણ ન સંભળાય. સીડી પર એક સ્ત્રી દેખાય છે. સીડી પાછળ મોટી બારી છે. બારી માંથી ચંદ્ર
  • Read Free
શ્વેત, અશ્વેત - ૨
૩૦ વર્ષ બાદ સામે રામેશ્વરમનો વિશાળ દરિયો છે. અતિ સુંદર. પાછા ફરો તો એક વૃદ્ધ માણસ ચાલતો આવે છે. વૃદ્ધ માણસનું નામ વિશ્વકર્મ છે. અહીં ૩૦ વર્ષથી રહે છે. એક ટૂંકો, થોડોક કાળો માણસ વિશ્વકર્મની સામે ...Read Moreછે. આ માણસ અશ્વિન જોસેફ છે. અશ્વિનને જોઈ વિશ્વકર્મ હેરાન છે. પરેશાન નહીં. ‘અશ્વિનજી, કેવી રીતે અંહી?’ ‘અરે.. - અશ્વિનજી કઈક વિચારી રહ્યાં છે - તમારો પોરબંદરનો બંગલો. જે હોટેલ વાળાને આ બંગલો વેચવાનો હતો, તે લોકોએ..’ ચોથી વાર. પહેલા એક બિલ્ડર ને, પછી એક ઘર બનાવવા, એના પછી એક ગાર્ડન બનાવવા, અને છેલ્લે એક હોટેલ વાળાને પોરબંદરનો બંગલો વેચવાનો હતો. દસ્તાવેજ કરવાના
  • Read Free
શ્વેત, અશ્વેત - ૩
ઋત્વિજ એક ડોન હતો. જાણીતો માણસ, પણ જાણીતો તેણા કૂકર્મો માટે. એને પોરબંદરમાં એક બંગલો જોઈતો હતો. અને એને જે જોઈએ, તે તે મેળવે. હાલ તો એના ‘ટાર્ગેટસ’ આરામથી માંની ગયા હતા. ખાલી ચાર ફોન કરવા પડ્યા, અને ખાલી ...Read Moreવાર ગુંડા ઘરે મોકલવા પડ્યા. પણ રામેશ્વરમ સુધી, એટલે ખર્ચો થોડોક વધી ગયો. એ ડોસાને પણ છેક રામેશ્વરમ જ ઘર લેવું હતું! બીજી બાજુ, જ્યોતિકાજી તેમના પતીને જોતાંજ રહે છે. ‘કહો મને. ઘરની લોન નતી થતી, એ વખતે જોઇન્ટમાં લોન કોની સાથે લીધી હતી?’ ‘તારી સાથે.’ ‘એટલે અડધો હક મારો થયો. તમે મારી પરવાનગી વગર એ ઘર વેચીજ કઇ રીતે
  • Read Free
શ્વેત, અશ્વેત - ૪
'શ્રુતિ!' 'શું?' જોર જોરથી બરાડા પાડવાનું બંધ કર!' ક્રિયા મને વઢે છે. 'ઊંઘતા માણસને ના જગાડાય!' 'એ ઊંઘવા વાળી. ઊભીથા હવે, ઊંઘવા માટે ડે ઓફ લીધો છે?' 'હા નેતે.. -' 'એ બધુ છોડ. તને એક વાત કહું?' ...Read More'તો જો, મે તને વાત કરી હતી, મારા પેરેંટ્સના -' 'મેં ના પાડી!' 'ભલે. તો પણ સાંભળ. મારા પેરેન્ટ્સનું પોરબંદર વાળું ઘર યાદ છે?' 'પેલો ભૂત બંગલો?' 'હા. એમને હજી એ વેચ્યો નથી. આ વેકેશનમાં ત્યાં રેહવા જવું છે?' 'જો શ્રુતિ, સુસાઇડ કરવા તું જા. મારે નથી મરવું. હજી તો હું શાહરુખ ખાનને પણ નથી મળી.' 'માય ગોડ, તું સિરીયસલી ભૂતો માં બિલિવ
  • Read Free
શ્વેત અશ્વેત - ૫
તનિષ્ક = તનિષા + નિષ્કા તનિશા અને નિષ્કા ટ્વીન્સ છે. નિષ્કા તે સાત મિનિટ મોટી છે, એટલે અફ કોર્સ, તનીષા જે કહે એજ તે કરે. તનિષા બોલ - બોલ કરે. એને ચશ્મા છે (ડાભલા જેવા). અને નિષ્કા હમેંશા ફૂલ ...Read Moreકપડાં પહરે. એને ફૂલ કઈક વધારેજ ગમે છે. એ લોકો અમારી જોડે નથી ભણતા. અમે એમને જાણીએ છીએ, હા, પણ એ લોકોને અમારી આખી યુનિવર્સિટિ ઓળખે છે. જાહેરાતનો વિડિયો જે ડાઇરેક્ટર એ ડાઇરેક્ટ કર્યો હતો, તે એમની સુપુત્રીઓ છે. એમની હા એટલે ડાઇરેક્ટરની હા, પ્રોડ્યૂસર મળે તો ઘણા લોકો અમારા આ 'બ્લોગ - કમ - સોશિયલ મીડિયા અકાઉંટ' ને જોશે,
  • Read Free
શ્વેત, અશ્વેત - ૬
'ક્રિયા?' 'ક્રિયા?' 'ક્રિયા!' 'હંમ..' 'તું ઊંઘે છે?' 'ના. મારા બાપાને ત્યાં જે લોકોએ રેડ કરીને એ લોકોને ચા પીવડાવું છું.' 'અડધી ઊંઘમાં હોવા છતાં આવી સિચુએશન્સ ક્યાંથી લઈ આવે છે?' 'જો ખબર છે અડધી ઊંઘમાં છું તો પૂછવુંજ ...Read More'મે તારા વખાણ કર્યા.' 'પણ મે વખાણ તને એસ એમ એસમાં પાછા મોકલી દીધા. ચેક કરી લે.' 'મારી વાત સાભંળ ને, પ્લીઝ.' 'બોલ.' 'એક દમ ડ્રીમ જેવુ નથી લાગતું. આ શાંતિનાથ ઇંડસ્ટ્રીજ વાળાની સ્પોન્સરશીપ.. ' 'એને પણ ફાયદો છે.' '..આ મહિનાના ૫૪ ૦૦૦ રૂપિયા.. ' 'ડોલરમાં એમને થોડુંક મોંઘું પડેત.' '..આ લાંબી સ્ટોરી, એ પણ તનિષ્કના ફાધર દ્વારા લિખિત.. ' 'ખબર
  • Read Free
શ્વેત, અશ્વેત - ૭
ટૂંકમાં કહું તો: અમને ઘર ગોતતા ૪૭ મિનિટ લાગી. ક્યારે સાંભળ્યું છે ઘર 'હાઇવે' પર હોય અને પછી ખબર પડે કે ઘર હાઇવે પર નહીં, તેની ૩૬ કિલોમિટર દૂર નારિયળના ટ્રી ફોરેસ્ટમાં ક્યાંક હોય? એ પણ પાંચ મિનિટની દૂરી ...Read Moreસાવ ગામના છેડે, બટ અ સાઇટ ટુ બીહોલ્ડ. કાચા રસ્તા સામે મોટી દીવાલ. દીવાલમાં એક મોટ્ટો દરવાજો. દરવાજામાં હજ્જારો લોકસ. તાળાં ખોલતા આગળ વધો એટલે મહેલ દેખાય. મહેલ હશે ત્રણ માળનો. અને મહેલ પણ એકદમ યુરોપિયન. ફ્રેંચ મહલો જેવો. પથ્થરથી બન્યો હતો, તેની પર રોઝ ગોલ્ડ કલર હોત પણ વર્ષો દેખ-રેખ વગર તો સાવ ગંદો લાગે. મહેલના દરવાજા પર કોઈ તાળું
  • Read Free
શ્વેત, અશ્વેત - ૮
એ માણસ અમને જોઈજ રહ્યો. એકદમ, જાણે, યુ નો, એને ભૂત જોઈ લીધા હોય. અને ક્રિયા ફરી અંદર ભાગી. અમે એને જોતાંજ રહ્યા. અને ચોથી સેકેન્ડે તો પેલો માણસ ભાગી રહ્યો હતો. ક્યા? ખબર નહીં. હું ક્રિયા પાછળ ડોળી. ...Read Moreઇસ હેપનિંગ? એ થર્ડ ફ્લોરના એક રૂમમાં ઊભી હતી. કપબોર્ડ ખુલ્લુ હતું. એમા કપડાં હતા. જૂના, પણ સારા. અને ક્રિયા ફરી ક્યાંક દોડી. આ વખતે, મે એને પકડી. તે મને જોતીજ રહી. 'તને નથી સંભળાતું?' 'શું?' 'પેલી છોકરી.' 'શું બોલે છે?' અને એ મને જોઈજ રહે છે. નિષ્કા અમારી પાછળ ઊભી હતી. 'તને નથી સંભળાતું?' એ મને પૂછે છે. 'પણ
  • Read Free
શ્વેત, અશ્વેત - ૯
‘હાઈ. હું દીશાંત મલિક.’ કહી મારા હાથમાં એક બુકે આપ્યું. આ બુકેમાં ચાર જાતના ફૂલ્ હતા. બે સફેદ. એક પીળો અને એક લાલ. ‘અને અહીં કેમ આવ્યા છો..’ તે પેહલા તો જાણે મારો પ્રશ્ન ના સમજી શકતો ...Read Moreતેમ મને જોઈજ રહ્યો. પછી માથું હલાવતા, એકદમ ધીમેથી બોલ્યો, ‘હું અહીં કેમ આવ્યો છું.. એમ.’ મે માથું હલાવ્યું. ‘યુ આર શ્રુતિ?’ ફરી માથું હલાવ્યું. ‘લેંડલોર્ડની ડોટર?’ ફરી એક વાર. ‘તો.. તમને નથી ખબર?’ ‘શું છે એ જે મને નથી ખબર?’ ‘અમે અહીં પાસેજ રહીએ છીએ. તમને પોરબંદર વિષે કઇ ખાસ ખબર નઈ હોય. સો વી આર હિયર ટુ આસસીસ્ટ યૂ.’ ‘અમે
  • Read Free
શ્વેત, અશ્વેત - ૧૦
નિષ્કાએ કબાટ ખોલ્યુ હતું. તેની અંદર ચાર શર્ટ લટકતા હતા. મે દરવાજો ખોલ્યો તો ત્યાં કઈક પછડાયું. નીચે જમીન પર એક કેમેરા પડયો હતો. ‘આ શું?’ મે પૂછ્યું. ‘અરે! અવર ફર્સ્ટ સીન. લોહી - લુહાણ શર્ટ, સર ...Read Moreવોર્ડરોબ માંથી મળે છે.’ ‘પણ ઉઠીને તરત?’ ‘આપણે ઓલરેડી લેટ છીએ. હજી સુધી માંતો ચાર સીન કવર થઈ જવા જોઈતા હતા. કોઈકે તો ફર્સ્ટ મુવ કરવો પડશે ને.’ ‘હું શુટ કરી લઇશ.’ ‘પણ નીચે કોણ હતું?’ ‘એટલે તને સંભળાયુ?’ ‘નો. હું તો આ રેડી કરતી હતી ને.’ ‘દીશાંત આવ્યો હતો.’ ‘કોણ?’ ‘અરે.. મારા ફાધર એ આપણને મદદ કરવા બાજુમાં રેહતા એક બોય
  • Read Free
શ્વેત, અશ્વેત - ૧૧
સિયા. તેને એક શબ્દમાં ના વર્ણવાય. તે ખૂબ.. વોટ’સ ધેટ વર્ડ, હા, વિચિત્ર છે. અમને દૂધ આપવા આવી, નવ વાગ્યા હતા. અને અમે લોકો વિડીયો એડિટ કરતાં હતા. તનીષાએ દરવાજો ખોલ્યો: સામે તે ઊભી હતી. એક ગોરી, ભૂરા ...Read Moreવાળી, કાળા ચક્ષુ ધરાવતી સામાન્ય અમારા વયની છોકરી. તે આમ દુખી લાગતી. તેના મુખ પર ઘણા સમય બાદ કોઈ રસ આવે. અમારી મદદ કર્યા બાદ, તે આખા ઘરમાં ફરવા લાગી. તેની આંખો જાણતી હતી. તેમણે ઘર વિષે ખબર હતી.. પણ તે ઘરને નવા નજરાણે જોતી. ‘હું થ્યું ‘લી તને?’ ક્રિયાએ પૂછ્યું. ‘કશુંજ નહીં. હું ખાલી જોતી હતી. હું તમારું ઘર જોઈ
  • Read Free
શ્વેત, અશ્વેત - ૧૨
..આપણા લિવિંગ રૂમનો ટેલિફોન છે ને, એ તમે એમનેમ કાન પર મૂકો તો શું સંભળાય છે?’ ‘ના. શું?’ ‘અવાજ. અને એ પણ કોઈ માણસ નો. જાણે કોઈ વાત કરવા માંગતુ હોય. મેં એ ફોન બે વાર વાપર્યો છે. બંનેવ ...Read Moreમને એવું લાગ્યું જાણે બે લોકો વાત કરતાં હોય અને હું તેમની વચ્ચે બોલતી હોઉ. પછી તે અવાજ બંધ થઈ જાય છે.’ ‘અને હુ કેઃ છે ઈ અવાજ?’ ‘એ કોઈ કમ્પલેન કરે છે. ખબર નહીં, પણ એકદમ ધીમું - ધીમું બોલે છે. અને અવાજ માં રુદન છે. એટલી મને ખબર પડે છે, ત્યાં તો લાઇન ડિસકનેક્ટ થઈ રિંગ વાગવા લાગે
  • Read Free
શ્વેત, અશ્વેત - ૧૩
અમને જોઈ તનિષ્ક હસવા લાગ્યો. અને થોડીક જ વારમાં અમે પણ હસતાં હતા. આશું? મજાક. તેઓના આંસુ નિકળી ગયા. એટલું હસ્યા કે પછી પેટ દુખવા લાગ્યું, વચ્ચે વચ્ચે તનીષા બોલતી, ‘ઓહ ગોડ! તમારા મોઢા જોવા લાયક હતા, સો ...Read More પણ મને ડર લાગ્યો. ખબર નહીં કેમ પણ ખુલ્લા દરવાજા આગળ મે કોઈને જોયું હોય તેમ લાગ્યું. કોઈ પડછાયો. પણ હું કઇ બોલી નહીં. હું હસ્તી રહી. સિયાને જોઈ મને એતો ખબર પડી ગઈ હતી કે હું એકલી ન હતી જે આ ઘરમાં કઈક અજીબ ફીલ કરતી હોય. અને ક્રિયાને કહવું તે તો પોઈંટલેસ હતું. આ બંગલો એટલો મોટ્ટો હતો કે
  • Read Free
શ્વેત, અશ્વેત - ૧૪
‘હાય! એ કેટલો હોટ છે!’ ક્રિયા મારા કાનમાં ઝોરથી બોલી. સવારના છ વાગ્યા હતા. હું ડર ને ડરમાં સોફા ઉપર ઊંઘી ગઈ હતી. અને ક્રિયા, વાંચકને જણાવાનુ કે તેણે એક લાંબુ લાલ કલરનું ગાઉન પહેર્યુ હતું, મારા સોફાના ...Read Moreપર કુદકા મારી રહી હતી. નાના છોકરા જેવા ન મારે? બે પગ પોહળા કરી આકાશમાં તરતા હોય તેમ, તે કુદી રહી હતી. ‘કોણ?’ ‘પેલો સિયાનો ભાઈ. મારી આંખોમાં કોઈ હીરો સે?’ ‘વોટ?’ ‘છે?’ ‘ના. અને મને એટલી ખબર પડે છે.’ ‘અરે છે! એ સિયાનો ભાઈ!’ ‘ક્રિયા! કામ ડાઉન! શું થયું તને?’ ‘પ્રેમ..’ ‘હેં?’ ‘.. એના શરીર સાથે. એ કેટલો રૂપાળો છે
  • Read Free
શ્વેત, આશ્વેત - ૧૫
‘તો એનામાં પ્રોબ્લેમ શું છે?’ તનીષાએ મને પૂછ્યું. ‘ખબર નથી. એ થોડોક વિચિત્ર છે. ખોટ્ટો છે.. આઈ ડોન્ટ’નો.. મતલબ કોઈ રેપ્યુટેબલ (માન - સમ્માન ધરાવતું) ઘરનો વ્યક્તિ આટલો ખુશ, આટલો ઉત્સાહ સાથે- ઓલમોસ્ટ સ્ટુપિડલી વાત કેમ કરતો હોય? ...Read Moreજો એનામાં ફૂલ લાવવાની સમજણ છે તો તે આવી રીતે વાત કેમ કરતો હોય.’ તે ક્ષણે નિષ્કાના ફેસ જોતાં લાગતું કે તે કઈક કહેશે. મને ખબર પણ હતી. તે કહેવા ઇચ્છતી હોઈ શકે સિયાએ આ ફૂલનો આઇડીયા આપ્યો હોય. પણ ના, એક વાર સિયાને ઓળખ્યા બાદ તો આવું ન જ વિચારી શકાય. ‘પણ અલગ થવું તે સારું ના કે’વાય?’ ક્રિયાએ પૂછ્યું.
  • Read Free
શ્વેત, અશ્વેત - ૧૬
‘આ કેજ?’ મે દરવાજા પર ઊભા દીશાંતને પૂછ્યું. ‘તમારી મિત્ર મિસ ક્રિયાએ મંગાવ્યું હતું.’ તેણે હસીને જવાબ આપ્યો. તમારી? હું આને ૬૭ની બુઢ્ઢી લાગતી હતી કે શું? તે અંદર આવ્યો અને સોફા પર પાંજરું મૂકી બાજુમાં સામાન ...Read More ક્રિયા તેણે જોઈજ રહી. નિષ્કા તેની સાથે કોઈ વાત કરતી હતી. તનીષાએ પાંજરું હાથમાં લીધું અને જોવા લાગી. ‘દીશાંત?’ ક્રિયાએ જોરથી પૂછ્યું. ‘હં?’ દીશાંતે ક્રિયા તરફ જોયું પણ ન હતું. ‘સિયા ફ્રી છે?’ આ વાત પર ક્રિયા તરફ દીશાંતે જોયું. એ સોર-સરેસનું ક્રિયાને શું કામ પડ્યુ? ‘ક્યારે?’ ‘કાલે સવારે?’ ‘હા.. કેમ?’ ‘મારે પોરબંદરનો દરિયો જોવા જવું છે.’ નિષ્કા ક્રિયા તરફ આંખો કાઢી
  • Read Free
શ્વેત, અશ્વેત - ૧૭
‘હવે તો શ્રુતિને પણ લાગે છે કે પોરબંદરના બંગલે ભૂત છે. શું છે એ ઘરમાં આવું? મને તો કઈક સમજાતું નથી. અને તમે છો કે ઠુસ્યા જ કરો છો!’ ‘અરે! જમતા વખતે ભૂતોની વાતો?’ ‘તમારું તો ખબર નહીં, પણ ...Read Moreડરવું જોઈએ. આવી જશે તમારી માંનું ભૂત આ થાળી ખાવા. ઓળકારતો ખાશેજ! હું નથી ડરતી, તમે શેના ડરો છો.’ ‘ક્યારેક તો મને થાય છે કે કાશ તારી મમ્મી જીવતી હોત -’ ‘મારી મમ્મી તમારા માથે પડી રહેતી હતી, રસોડાના દરવાજે પાણી માંગવા આવતી હતી, મીઠું ઓછું છે એવું કહેવા તમારી મમ્મીને ફોન કરતી હતી? ના. લગ્નને ચાર મહિનામાં તો ગુજરી
  • Read Free
શ્વેત, અશ્વેત - ૧૮ અને ૧૯
આજથી બીજો અંક શરૂ થયો. હેં? આટલી જલ્દી? આ અંક કદાચ થોડોક નાનો લાગ્યો હશે. અને હજી પહેલા ભાગના કેટલાંક પ્રશ્નના જવાબ પણ તો નથી મળ્યા. તો શું હતો પેલો આઇડીયા? શું હતો શ્રુતિનો પ્લેન? આ બધુ તો કોઈ ...Read Moreનથી. હવે શું? હવે જવાબ? તો તે જવાબ આપવા માટે અંક બદલીએ? ના. એમ તો જવાબ નથી મળી જતાં. કોઈ નવો ટ્વિસ્ટ? બિલકુલ. શ્રુતિતો તેના ધ્યેય સુધી પોહંચવાની છે. અને પછી જીવશે કે નહીં, તે તો મને પણ ખબર નથી. પણ બંધુ, શું તમને ખબર છે, કે આ કથાનો એક પહેલું તો ખબર કોઈને ખબર પણ નથી. હવે તમારી સામે
  • Read Free
શ્વેત, અશ્વેત - ૨૦
હોસ્પિટલમાં મૃત દેહની વાસ આવતી હતી. તે સૂંઘતા સિયા તો બસ સ્તબ્ધ જ થઈ જાય છે. હોસ્પિટલ એક માણસ નિર્મિત સફેદ નર્ક હતું. બધુંજ સફેદ. સફેદ ચાદર, સફેદ રંગ, સફેદ જમીન, સફેદ ઓઝારો, અને એ સફેદાઈમાં લોહી, ચામડી, અને ...Read Moreઘોર વાસ. અને કાચ. અહીં કાચ, ત્યાં કાચ. દરવાજે કાચ, પાસે કાચ, નીચે જમીન તે કાચ જેવી. સુંદરતા સફેદાઈ માં નથી, અને આટલી બધી સફડાઈમાં તો નથી જ. દરવાજો ખોલતા તે અંદર જાય છે. અંદર આવતા તેના પગ સફેદ જમીન પર પડે છે. ત્યાં સૂરજની કિરણો પડી રહી હોય છે. અને બારી તેની સામે હતી, પણ બારીની આગળ એક પાટ
  • Read Free
શ્વેત, અશ્વેત - 21
મહાતીર્થ દલાલ એ પોરબંદર પાસે આવેલા એક નાના ગામના મોટા ઉદ્યોગપતિના છોકરાને એડમિશન આપ્યું છે. આ વાત મને ખબર નથી, પણ હા, મને એડમિશન મળ્યું નથી. હું એક છોકરી છું, તેથી એડમિશન મેળવવું અશક્ય જ છે. હું મારા રૂમમાં ...Read Moreછું, દાદી ઘરે નથી, પપ્પા કામ પર છે, મમ્મી અને દેવિકા બહાર છે, નોકરો કામ પતાવી હાલ જ ગયા છે, ને મારી નજર અમારી હવેલીના કુવા પર છે. જો ત્યાં પાલી જાઉં, તો મારી લાશ જ મળશે. દેવિકા સાથે નો સંબંધ છોકરાવાળા તોડી નાખશે, પપ્પાનો ધંધો બંધ થઇ જશે, મારા ખંડ ને તાળું મારી દેશે, અને મારા અસ્તિત્વ ને ભુલાવી
  • Read Free
શ્વેત, અશ્વેત - ૨૨
‘શ્રુતિ ઇઝ ડેડ.’ બારીની બહાર પક્ષીઓની કલ - કલ છે, સવારના 5 વાગ્યા છે. સૂરજ ઊગી ગયો છે. થોડોક ઉજળો પણ છે. અને વ્હાલસોયા બચ્ચાઓની જેમ સવારની પાસે રંગો દોડી આવ્યા છે. હવા સ્મિત જેમ મિઠ્ઠી વહે છે, ...Read Moreશોક કઇ રીતે થાય? આ તો સુંદરતા ની ઋતુ છે. ક્યાંય વરસાદ તો પલટો નથી, પાંથી બેરંગ કોઈ આકાશ, કે જેને જોઈ શ્રુતિની યાદ આવે. શ્રુતિ મૃત્યુ પામી છે. શ્રુતિ. જેના પરિવારની આગળ પાછળ આ આખી કહાની રમે છે, તે મૃત્યુ પામી છે. અને બસ, આ હકીકત છે. કોઈ કથા નથી, જેમાં શ્રુતિ પાછી જીવંત થઈ જાય. રામેશ્વરમના કિનારા સુધી આ
  • Read Free
શ્વેત, અશ્વેત - ૨૩
‘યોર ડોટર ઇસ ડેડ, જ્યોતિકા.’ તારી દીકરી મૃત્યુ પામી છે, જ્યોતિકા. ‘તો શું થઈ ગયું, તે મારી સગ્ગી દીકરી તો હતી નહીં. અને એમ પણ એ કોઈ કારણસર મૃત્યુ તો પામી નથી, તેનું મર્ડર થયું છે, તેને માથે ...Read Moreમારી ને ભાગી ગયું છે.’ ‘પણ તને ચિંતા નથી થતી. કોણ હોય શકે?’ ‘મને ચિંતા નથી, ખબર છે, સુર્યએ મારી નાખી હશે.’ ‘સુર્ય? એ કોણ?’ ‘મારી બહેન નો હસબંડ, સુર્ય.’ ‘તે બંનેવ નું..’ ‘ના. મારી મમ્મી તેમની સાથે રહે છે. તે અમેરિકામાં સુર્યને મળી કોઈ બારમાં. સુર્યએ કહ્યું પ્રોપર્ટી બધી હવે તેની થઈ જશે. અને શ્રુતિને આ વાત ગમી નહીં. પછી
  • Read Free
શ્વેત, અશ્વેત - ૨૪
આજે હૈદરાબાદ ની ફ્લાઇટને ચાર વર્ષ થઈ ગયા હતા. પણ શ્રીનિવાસ હજુ એ ક્ષણ યાદ કરી શકતો હતો... તે ક્ષણ જ્યારે અહેલિયા તેની સામે આવી હતી. એ હૈદરાબાદની ફ્લાઇટ વખતે જ મળી હતી. જ્યોતિકા અને અહેલિયામાં ઘણી બાબતો સરખી ...Read Moreબંનેઉના લગ્ન થયા હતા (બીજા પુરુષો સાથે), છોકરા હતા, અને બંનેઉને કોઈ બીજા સાથે.. આમ તો બંનેઉ અલગ અલગ હતા. અહેલિયા ખૂબ પૈસાવાળી હતી, અને જો તેની ગમતી નસ દબાવી હોત તો શ્રીનિવાસને કદાચ તેને સોનામાં તોલ્યો હોત. જ્યોતિકા એટલી પૈસાદાર ન હતી, પણ અહેલિયા જેમ કોલેજમાં ફેલ થઈ હતી, એમ સાવ ભણતર વગરની ન હતી. તેને તો સાયન્સમાં કોઈક
  • Read Free
શ્વેત, અશ્વેત - ૨૫
ક્રિયા વિચારવા લાગી.. શ્રુતિ. તે એને નાનપણથી જાણતી હતી. એની સાથે જ મોટી થઈ હતી. સાથે જ રહ્યા હતા. કહી શકાય કે શ્રુતિને તેના માં - બાપ પછી સૌથી વધારે ક્રિયા જાણતી હતી. કોઈ દુશ્મન ન હતું. એક બે ...Read Moreએવા હાત્સા થયા હશે જેના કારણે કોઈ તેને મારી નાખે. ફોરેનમાં તે બહુ જાણીતી ન હતી. પણ એના બે ત્રણ મિત્રો હતા. કોઈ અહીં ન આવી શકે. તેના માતા - પિતા એક જ દિવસમાં રામેશ્વરમથી પોરબંદર આવી એને મારી નાખે - અને એ પણ પહેલીજ વારમાં, કોઈને જાણ ન થાય તેવી રીતે - એવું તો બનેજ નહીં. હોય શકે તેઓ
  • Read Free
શ્વેત અશ્વેત - ૨૬
‘સાચું કહું ક્રિયા.. મને ડર લાગે છે. એકતો આપણને ખબર નથી કે જે માણસ શ્રુતિને મારવા આવ્યો હતો તે શ્રુતિનેજ મારવા આવ્યો હતો, કે કોઈ બીજાને? અને જો તે શ્રુતિને મારી ભાગી ગયો હોય તો ઠીક, પણ જો તેને ...Read Moreલાગે કે તે એને શ્રુતિને મારતા જોયો હશે તો.. તે તને પણ કદાચ- કેમકે તનિષ્ક તો જતાં રહ્યા. તને કશું થઈ ગયું તો?’ સિયાની વાત સાંભળી ક્રિયા ડરી ગઈ. તેને એવું લાગતું હતું કે.. સિયાની વાત સાચ્ચી હતી. અને હવે? હવે તે શું કરશે? પોતાનો જીવ બચાવશે? કે શ્રુતિના કાતિલને ગોતવા નીકળશે? અત્યારે મોડી રાત્રે તો આ બધુ વિચારવાનો સમય
  • Read Free
શ્વેત, અશ્વેત - ૨૭
કૌસર ખાન. સામાન્ય નામ હતું. કૌસર ખાન શ્રુતિના કેસની ઇન્ચાર્જ હતી. સવારે ૭: ૧૫ તેની સાથે બે કોંસ્ટેબલ, અને તેની પાછળ ફરતો કોઈ ભાઈ હતો, તેની સાથે આવી ગઈ હતી. પ્રિલીમનરી સર્ચ મુતાબિક મૃત્યુનું કારણ કોઈ પદાર્થ ...Read Moreજોરથી મારવામાં આવ્યું હતું. કોઈ પથ્થર હતો. લોહી બધુ વહી ગયું, અને પાછળના મગજ જમીન સાથે પછડાતા તેનામાં તીરાડ પડી ગઈ. તીરાડ કોઈ ઓપરેશનથી પુરાઈ તેવી ન હતી. મોટા મગજ પર અસર થાય તે પહેલાજ લોહીના કમીથી મૃત્યુ થઈ ગઈ. જુઓ તો લાગે કોઈને ૧૫માં માળથી નીચે પાડવામાં આવ્યા હોય. તે પથ્થર ક્યાંય જ ન હતો. અને એટલી જોરથી પથ્થર મારવામાં આવ્યો
  • Read Free
શ્વેત, અશ્વેત - ૨૮
‘કોણ?’ ‘શ્રુતિનો બોયફ્રેંડ કોણ છે?’ ‘આરવ. તે અમારી સાથે સ્ટૅટસમાં હતો. મને પણ નહતી ખબર કે તે બંનેવનું ચક્કર ચાલે છે. અમે પોરબંદર ફરવા ગયા ત્યારે, સિયા પણ સાથે હતી, તેના ઘણા બધા ફોન આવતા હતા. અને તે ...Read Moreફોન નહોતી ઉપાડતી. જ્યારે ઉપાળ્યો ત્યારે તેની વાત મે સાંભળી લીધી.’ ‘શું વાત કરતી હતી?’ ‘ઘણી બધી. પહેલા તો તેને મળવા આવ્યો હતો, એટલે મળવાની વાત, પણ શ્રુતિ દુખી હતી, ડરતી હતી કે અમે એને જોઈ જઈશું તો..’ ‘તો તને એ કેવી રીતે ખબર પડી કે બંનેવ રિલેશનશિપમાં છે?’ ‘વાતોથી.’ ‘એ કેવી રીતે ખબર પડે?’ ‘.. અમ.. ન હતી પડતી. તે આરવને
  • Read Free
શ્વેત, અશ્વેત - ૨૯
‘નાઝ? તું અહીં કેવી રીતે?’ કૌસરે પૂછ્યું. તેના ઘરમાં નાઝ ડાઈનિંગ ટેબલ ઉપર બેસી હતી. ‘તારી ચાવી તાળામાં જ રહી ગઈ હતી.’ નાઝે તેને તાળું આપ્યું. કૌસરે તેની સામે જોયું. તેની જમણી બાજુ ચાવી નીચે અંગ્રેજી અખબાર હતું, ડાબી ...Read Moreતેના લાંબા વાળ હતા (હાઇલાઇટ કરાવેલા, સ્ટ્રેટ વાળ) અને ટેબલ ઉપર તેની આંગળીઓ હતી. આંગળીઓ તેની સામે આવી, અને બધી હાર્મોનિયમ વગાડતી હોય તેમ કશુંક માંગવા લાગી. ‘શું?’ ‘કેસ ફાઇલસ.’ નાઝને ચશ્મા તો હતા, પણ તે માંઝરી આખોના કોન્ટેક લેન્સ પહેરતી હતી. તેનું તન સફેદ હતું, વાળ પોનીમાં બંધાયેલા હતા, હોઠ પર લિપસ્ટિક ન હતી, અને એક સામાન્ય મુસ્કાન હતી.
  • Read Free
શ્વેત, અશ્વેત - ૩૦
‘આ જગતમાં જુઠ્ઠું બોલનારા ઘણા બધા માણસો છે. એ માણસ હું છું, અને તું પણ છે. જુઠ્ઠું બોલવું એ એક કળા છે. જૂઠ બે પ્રકારના છે: મોટા અને નાના. મોટા જૂઠ બોલવા માટે તમારે ઘણી થોડીક વસ્તુઓની જરૂર પડે ...Read Moreજે નાના જૂઠ બોલવામાં પડતી નથી. તમે તમારો વેશ બદલો છો તો પણ તમારી શરીરની ભાષા એક જ રહે છે. અને જે કોઈ તે ભાષાને ઓળખી શકે તે બુદ્ધિમાન હોય છે. શ્રુતિએ જ્યારે તેને સૌપ્રથમ જોયો ત્યારે તે હકીકતથી ઊંધું પણ બોલતી હોય શકેત. તે એકલી તેને મળી હતી. પણ સમર્થ. એ જુઠ્ઠું નહતો બોલતો. હા, પણ સમર્થ એક બીજું
  • Read Free
શ્વેત, અશ્વેત - ૩૧
સુધા એ જોયું તો મૃગધાના હાથ પર સાચે નિશાન હતા. એટલે આ વાગ્યું છે તે.. ‘એજ તો. આ બેંગલ્સથી હું એલર્જીક જ હોઇશ. મે કોઈ બીજા બેંગલથી આવું નથી થતું.’ મૃગધાની વાત સુધાને સાચી લાગી. ‘પણ સ્ટીલના બેંગલ્સ ક્યાંથી ...Read More‘મૈસૂરું ૨૦૧૫માં કોલેજ કેમ્પમાં ગઈ હતી, ત્યાંના માર્કેટથી લીધા હતા. પહેલા તો મે આવું કઈ પણ ન’તું થતું.’ સુધાએ તેની પરની પ્રિન્ટિંગ ખૂબ જ ગમી હતી. એલ્યુમિનિયમ ફોઈલના પેકેટમાં સુધાએ તેનું રિફલેક્શન જોયું. ‘આ બીજો રૂમ છે એમાં તમે શું કરો છો?’ ‘એ રૂમ તો સ્ટડી જેવો છે. ખાલી સાફ કરીએ છીએ. નથિંગ મચ.’ બસ આટલું કીધું અને હજુ તો
  • Read Free
શ્વેત, અશ્વેત - ૩૨
ક્રિયાનું મૃત દેહ જોતાં કૌસરના રુવાડા ઊભા થઈ ગયા. ક્રિયાને જોઈને કોઈ કહી ન શકે કે તે મરી ગઈ છે. ટાંકીની નીચે જ્યાં ઘાસ પાસે થોડીક માટી છે, ત્યાં તેનું મૃત દેહ પળ્યું હતું. કોઈને જોતાં એવું થાય કે ...Read Moreબસ ઊંઘે છે (આ સ્થળે કોઈ ઊંઘતું તો નાજ હોય) પણ નજીક જોઈને જુઓ તો તેના મોઢામાં દેખાય: એક વિશાળ સમુદ્ર. અને એ વિશાળ સમુદ્રમાં હતું લોહી. લાલ, કાળું લોહી. મર્યાદા ત્યજી સીમા લાંગી ઉભરતું, ઉદ્ભવતું લોહી. તેની નીચે માટીમાં પણ લોહીના ફુવારા હતા. કરોડરજ્જુમાં ચપ્પુ ઘૂસાડી કોઈએ તેને મારી નાખી હતી. શરીર હલાવ્યું ન હતું. કૌસરે એને જોઈ તરત
  • Read Free
શ્વેત, અશ્વેત - ૩૩
અહીં હું ચાલતી કથા પર એક વિરામ મુકીશ. કેમકે સિયાને એક સપનું આવી રહ્યું છે. પોરબંદરમાં જે સિયા છે, તે નહીં, પણ જે દવાખાનામાં બંધ છે, તે સિયા. સિયા દરવાજા સામે જુએ છે. ડાબી બાજુ તેનો મૃત ભાઈ જીનય ...Read Moreઅને દરવાજો ધીમેથી ખખડે છે. કોણ હશે? સિયાને ખૂબ જ ડર લાગવા લાગે છે. કોણ હશે.. કોણ હશે.. તે દરવાજા સમક્ષ ગઈ, તો ત્યાં કૃતિ ઊભી હતી. ‘કીધું તું ને તને કે સવારે તારો ભાઈ દેખાળીશ! કીધું તું ને તને! કેમ અહી આવી! કેમ આવી!’ સિયાના હોઠ ધ્રૂજવા લાગે છે.. તેના પગ હલવા લાગે છે. રૂમમાં એટલું અંધારું છે કે
  • Read Free
શ્વેત, અશ્વેત - ૩૪
‘પણ સિયા.. આપણે તો એક જ છીએ ને.. મને કેવી રીતે ન ખબર હોય?’ સિયા એ બીજી સિયાને કહ્યું. થોડીક વાર રહી, આ સિયા મોટી સિયાની વાત માની ગઈ, અને હસવા લાગી. ‘હાસ્તો. હું પણ કેવિ છું?’ શાણી. પણ ...Read Moreછેલ્લા છ વર્ષોથી મુંબઈના એક કુખ્યાત અસાઇલમ માંથી ભાગી આવેલી આ સિયાનું સાચ્ચું નામ નીથ્યા હતું. પણ.. તમને એ નહીં સમજાય કે કેવી રીતે એક ભદ્ર દ્રવિડ પરિવારની ગાંડી થઈ ગયેલી વહુ.. એક રિક્ષા ચાલક.. એક બહેન જે તેના ભાઈને ગોતવા કઈ પણ કરી શક્તિ હતી.. એક ગુંડો.. અને એક પ્રેમમાં પડેલો પુરુષ. આ બધા કેવી રીતે આ જાળમાં સંડોવાઈ
  • Read Free
શ્વેત, અશ્વેત - ૩૫
શ્રીનિવાસન એ સમયે સોળ વર્ષનો હતો. જ્યોતિકાના લગ્ન થયા ન હતા, પણ વિશ્વકર્માના પહેલા લગ્ન થઈ ગયા હતા. શ્રીનિવાસની બોર્ડ એક્જામ ખૂબ જ ખરાબ ગઈ હતી. તેઓના ઘરમાં છ લોકો હતા. માતા પિતા, મોટો ભાઈ, ભાભી, નાની બહેન ઉલરેગા, ...Read Moreતે. તેઓનો એક કૂતરો પણ હતો- ડેકરોસ નામ હતું. લગ્ન થયા ત્યારે ભાઈ ભાભી ખૂબ જ ખુશ હતા. પાંચ વર્ષ વિત્યા ત્યારે ગાડી ખાઈમાં પડી ગઈ, અને ભાઈ મરી ગયો. હવે પપ્પાનનું પેન્શન હતું, તેની જોબ હતી, પણ ઉલરેગાની ડેન્ટિસ્ટ બનવાની ઈંર્ટનશીપ ચાલતી હતી. ભાભી બચી ગયા. પણ ઍક્સિડેન્ટનો આઘાત એવો તે લાગ્યો કે.. જેને પણ જોવે, તેના કોલરથી પકડે,
  • Read Free
શ્વેત, અશ્વેત - ૩૬
‘શું થયુ?’ શ્રીનિવાસને ફોન પર પૂછ્યું. ‘અમારા કિચનમાં એક માણસ છે.’ જ્યોતિકા ધીમેથી બોલી. ‘તું ક્યાં છે?’ ‘ઉંબરે.’ ‘તે તને દેખાય છે?’ ‘એ હલી.’ ‘સ્ત્રી છે?’ ‘હા. મારી જ કદની એક છોકરી છે.’ ‘રસોડાની દીવાલમાં ક્રોકરી છે?’ ‘ના. થાળીઓ ...Read More‘થાળીઓ પછાળ.’ ‘કેમ?’ ‘તેને ડારાવવા માટે.’ પહેલા જ્યોતિકાએ ફોન કાપ્યો, અને હિસ્ટ્રી ડિલીટ કરી. પછી તે થોડીક આગળ વધી, તો તેને લાગ્યું કે તે વ્યક્તિએ તેને જોઈ લીધી છે. તે વ્યક્તિ તેના તરફ આવી રહી હતી. અને જ્યોતિકાએ હાથમાં થાળી લઈ, તેના માંથા પર પછાડ્યું. ‘વોટ ધ હેલ!’ કહી નાઝ નીચે પડી, અને તેના માંથા માંથી લોહી નીકળવા લાગ્યું. જ્યોતિકાએ
  • Read Free
શ્વેત, અશ્વેત - ૩૭
નાઝ પોલીસની જીપમાં ગઈ તો હતી પણ સ્ટેશન પર નહીં, કૌસરના ઘરે. તે ઘરમાં પગ મૂકે, તે દરમિયાન, કોઈ બીજીજ દિશામાં, કોઈ ફોન પર વાત કરી રહ્યું હતું- નીથ્યા. આ નીથ્યાનું કેરેક્ટર પણ જબરું છે હો! એક બાજુ તે ...Read Moreભાઈ પત્ની છે, અને એક બાજુ એક એવી યુવતી જે આમતો પાગલ છે. અહી કઈ અલગ લાગ્યું? પેહલા એપિસોડમાં કહ્યું નીથ્યા શ્રીનિવાસનના ભાઈ સાથે પરણી હતી, અને તે બાદ જણાવ્યું કે સીથા. નીથ્યા? સીથા? કે સિયા નં. ૨? શું સીથા પહેલા થિજ પાગલ હતી? કે શું તે ભદ્ર દ્રવિડ ખોરડાની વહુ એક જુઠ્ઠું બોલનારી ચોર હતી? એ શું હતી!? ચિંતા
  • Read Free
શ્વેત, અશ્વેત - ૩૮
‘કોઈ તારા જીવનમાં ચોક્કસ છે.’ ‘પણ તને કેમ એવું લાગે છે, નાઝ?’ ‘કેમ કે હિર અને રાંઝાને અલગ કરવાની વાત ફક્ત એ વ્યક્તિ કરી શકે જે કોઈના યાદમાં પીળાતું હોય. તને પણ કોઈની યાદ આવે છે ને..’ ‘ના. મને ...Read Moreથાય છે.’ ‘કેમ? તે મારા માટે રજા ન લીધી.’ ‘હું આખા દિવસની રજા લઉં તો પૈસા કપાઈ જાય.’ ‘પણ આપણે અળધા દિવસમાં શું કરીશું?’ ‘કઈ પણ. તારે ક્યાં ફરવા જાઉ છે?’ ‘ના. મારે ફરવા નથી જાઉ. મારે તારી સાથે એક ઇમ્પોર્ટેંટ વાત કરવી હતી.’ ‘શું?’ ‘ના. તારો કેસ પતે પછી.’ ‘ઉફ.. કેહને.. શું હતું?’ ‘એક છોકરો છે.’ ‘ના, મારે કોઈ
  • Read Free
શ્વેત, અશ્વેત - ૩૯
ઘર આખુ ખાલી હતું. નાઝને ખબર હતી. તેને ધીમેથી ચાવી ફેરવી. અને અંદર દાખલ થઈ. અહીના ઘણા કમરાઓ બંધ હતા. ઘર આખું બહુ મોટું હતું. કૌસર એ પ્લાસ્ટિકના ગ્લવસ પહેર્યા હતા, અને તેના હાથમાં એક નોટબુક હતી. ઘરમાં લાઇટ ...Read Moreતે અંદર બધુ જોવા લાગી. રાત્રે પેલી સો - કોલ્ડ ચોરી વખતે તો તેનું ધ્યાન વાતો સાંભળવામાં રહી ગયું હતું. તે ઘરમાં ધીમે ધીમે ચાલવા લાગી. અને ઉપર પોહંચી. નાઝ એ ગણ્યા, તો 12 દરવાજા હતા. હવે બધા દરવાજામાં જઈ જોવા બેસે તો સમય કેટલો વેળફાય. તે ખૂલેલા રૂમમાં ગઈ. આ રૂમમાં બધા જ્યોતિકા અને વિશ્વકર્માના કપડાં હતા. નાઝને તે
  • Read Free
શ્વેત, અશ્વેત - ૪૦
નાઝ સામર્થ્યની કાર બીચ પર ડ્રાઈવ કરતી હતી. નાઝને તેવું કરવામાં બહું મઝા આવે. ડેવઓનના કોસ્ટ પર આવી રીતે તેને ડ્રાઈવ કર્યું હતું. અને હવે, અહીં કરી રહી હતી. ‘પાણીમાં ગાડી જતી રહશે.’ ‘મને ડ્રાઈવ કરતાં આવડે છે. હવે ...Read Moreતારે શું વાત કરવી હતી?’ ‘યુ આર ધ વન હું હેસ કિડનપેડ મી.’ તે મને અગવા કર્યો છે. ‘પણ અહી બેસી રહવું, ઇસ યોર ચોઈસ.’ ‘શિ રીતે?’ ‘મે ઓલરેડી પિસ્ટલને બેકસીટ પર મૂકી છે, અને આ કારમાં સેન્ટ્રલ કોંટ્રોલ તો છે જ નહીં, એટલે તું દરવાજો ખોલી પણ શકે છે.’ ‘હા. મારે કઈક પૂછવું છે, હું આર યુ?’ ‘હું? હું
  • Read Free
શ્વેત, અશ્વેત - ૪૧
‘હેલ્લો?’ ‘નમસ્તે! હું સૂર્યોદય બેંકમાંથી વાત કરી રહી છું, અમારા બેંકની વીસમી એનિવર્સરી પર અમે લાવી રહ્યા છીએ એક એક્સાઈટિંગ ઓફર ફક્ત તમારા માટે.. બૂક કરૉ તમારી મનપસંદ કાર અને મેળવો વેહિકલ લોન એટ 6% ઇન્ટરેસ્ટ ઓન્લી!’ ‘હેલ્લો?’ ‘હેલ્લો..’ ...Read Moreકહી નાઝ એ ફોન કટ કરી દીધો. ખબર નહીં આ નંબરને પણ કોણે લીક કરી દીધો હશે. આવા નંબર પર યુષવલી બેંકના ફોન ન આવે. પછી નાઝ ફોન મંતરવા લાગી. પણ કઈ ના મળ્યું, એટલે તે અંદર ગઈ. પોલીસ સ્ટેશનમાં કૌસર કઈક લખી રહી હતી. અને તે અંદર આવી ત્યારે તેનું ધ્યાન ન હતું. ‘ગિફ્ટ જોઈએ છે?’ ‘શું?’ ‘આ ફોન.’
  • Read Free
શ્વેત, અશ્વેત - ૪૨
ક્રિયાને વિદાય આપવા કનિષ્ક પાછા પોરબંદર આવવાના હતા. તેઓ અમેરિકાથી ઉડતા અમદાવાદ આવી પોહંચ્યા હતા. આમ પણ આ કેસને વિરામ આપ્યા વગર આગળ વધાય તેવી કોઈ સ્થિતિ ન હતી. ક્રિયાની મૃત્યુના આઠમી રાત્રે તેઓ પોહંચ્યા હતા. પોતાના કોંડોલેન્સ આપવા, ...Read Moreપોરબંદર જવાના હતા. તેજ સમયે નાઝ પણ પોરબંદરથી ઘણી દૂર આવેલા એક કેફેમાં બેસી હતી. અહીં તે કોઈકને મળવા આવી હતી. અને તે એ વ્યક્તિની રાહ જોઈ રહી હતી, જે વ્યક્તિ હવે તેને શ્રુતિના કીલર સુધી પોહંચવામાં સૌથી વધુ મદદ કરશે. પણ તે વ્યક્તિ લેટ હતો. તનિષ્ક અમદાવાદ એરપોર્ટમાં આવેલી ટેક્સીમાં બેસ્યા. નિષ્કાએ ગાડીમાં બેસતા વખતે સમર્થ વિશે કઈક વિચાર્યુ.
  • Read Free
શ્વેત, અશ્વેત - ૪૩
‘પણ તું અહી શું કરવા આવ્યો છે?’ ‘હરે! મારે પોરબંદર જોવું હતું.’ ‘તો ગૂગલ પર સર્ચ કરી લેવું હતું. અને અહી જોવા માટે છે પણ શું? એક કિલ્લો છે, અને એ પણ બંધ છે. કીર્તિ મંદિર જોવા આવ્યો છે?’ ...Read Moreયુ આર હિયર. તો હું તને જ જોવા આવું ને..’ કૌસરને હવે આ લોકોના સો - કોલ્ડ પ્રેમથી કંટાળો આવવા લાગ્યો હતો. કોઈ ઝગડતું જ ન હતું. કમ સે કમ નોક - ઝોકમાં મઝા તો આવે. અહી તો.. પછી નાઝ કહે, ‘વિડીયો કોલ કરવો હતો. તને ખબર છે ને હું અહી શું કામ આવી છું.’ ‘હા. બટ ધ ફંકશન ઇસ
  • Read Free
શ્વેત, અશ્વેત - ૪૪
‘કાલે સવારે જ. અસ સૂન અસ યુ આર ઇન પોરબંદર, તમે મને પ્લીઝ કોલ કરજો, જેથી કરીને હું તમારા ટાઈમિંગસ સિડ્યુલ કરી શકુ.’ ‘ઓક.’ તનીષાએ પૂછ્યું, ‘કોણ છે?’ ‘કોઈ નૈના ઇંદ્રાણી. શિ ઇસ વિથ અ ન્યૂસ ચેનલ. એને કીધું ...Read Moreઆપણો એક ઇન્ટરવ્યૂ લેવો છે.’ ‘પણ આપણે પોલિસને પહેલા પૂછવું જોઈએ. હોય શકે એ લોકોએ કોઈ ઇન્ફોર્મેશન બહાર ન આપી હોય તો પછી..’ ‘હા. એ ડેટેક્ટિવ કોણ હતી? કો.. શું હતું એનું નામ?’ ‘કૌસર. એને પૂછી લઈશું. પોલીસ સ્ટેશન જઈને વાત કરીશું.’ નૈના ઇંદ્રાણીએ તનિષ્કને ફોન કર્યો તે પહેલા સામર્થ્ય, સિયા, અને જ્યોતિકાને ફોન કર્યો હતો. કોઈએ જવાબ ન હતો
  • Read Free
શ્વેત, અશ્વેત - ૪૫
‘શું? સામર્થ્ય હતો એ?’ ‘હા. અને હવે અમે એને પકડી લીધો છે. વિચાર્યું જ ન હતું કે સામર્થ્ય પણ ઈન્વોલ્વ્ડ હશે.’ ‘મને પણ નથી લાગતું. શું થયું હતું?’ ‘એ જ્યોતિકાને પાછળથી અટેક કરતો હતો. અને પકડાઈ ગયો. જ્યોતિકાએ એના ...Read Moreપર ચપ્પુ માર્યું, અને તે ઘાયલ થઈ ગયો. અત્યારે તો અમે હોસ્પિટલમાં જઈએ છીએ. પછી વાત કરું.’ કહી કૌસરએ ફોન મૂકી દીધો. કૌસર અન્ય પોલીસ સાથે હોસ્પિટલમાં પોહંચ્યા ત્યારે ટૂંક સમય પહેલાજ સામર્થ્યને હોશ આવ્યો હતો. જ્યોતિકાની કંપારી છૂટી ગઈ હતી. તે હજુ થર-થર ધ્રુજી રહી હતી. વિશ્વકર્મા તેનો હાથ પકડી હોસ્પિટલના વેટિંગ લાઉંજમાં બેસ્યા હતા. રાતનો એક વાગ્યો હતો.
  • Read Free
શ્વેત, અશ્વેત - ૪૬
‘હું ત્યારે શ્રીનિવાસન સાથે ફોન પર વાત કરી રહી હતી…’ ‘શ્રીનિવાસન કોણ?’ જ્યોતિકા પોતાની સ્ટેટમેંટ હજુ પોલીસને આપી રહ્યા હતા. સવાર થવા આવી હતી. અને હોસ્પિટલની લોબી ખાલી હતી. સિયા પગથિયાંમાં લપાઇને બેસી હતી. તેને કહવામાં આવ્યું હતું, કે ...Read Moreસામર્થ્યનો અંત લાવવાનો છે. તેની નજર સામર્થ્યના રૂમના દરવાજા તરફ હતી. દરવાજો ખોલી નર્સ બહાર આવી. અને સિયા ધીમે પગલે, પણ છુપાયા વગર અંદર દાખલ થઈ. તેને સામર્થ્ય સામે જોયું. સામર્થ્ય જાગતો હતો. તે જોઈ સિયા ટૂંક સમય માટે ગભરાઈ ગઈ. પછી સામર્થ્યએ તેને દરવાજો બંધ કરવાનું કહ્યું... તે સામર્થ્ય તરફ આગળ વધી. સામર્થ્ય શાંતિથી રાહ જોઈ રહ્યો હતો. તેને
  • Read Free
શ્વેત, અશ્વેત - ૪૭
પછી જે દિવસે ક્રિયાનું બેસણું હતી, તે જ દિવસે સુર્યસિંહના ઘરે પણ ઠાઠળી ઉઠાવવામાં આવી. તેના ઘરે ઘણો સંતાપ હતો. સુર્યસિંહના ઘરે એક ચાર વર્ષનો છોકરો હતો. અને તેની માતાની આંખમાં તો આંસુ સુકાતા જ ન હતા. સુર્યસિંહના મૃત ...Read Moreઅંજલિ આપવામાં આવી. ત્યારે ક્રિયાના માં - બાપ પોતાની જુવાન જ્યોત બાળકી પાછળ વિલાપ કરી રહ્યા હતા. દુખ કરતાં ડર વધુ હતો. કારણકે ક્રિયાને જે કોઈએ મારી હતી - સામર્થ્ય – તે હવે બહાર હતો. પોલીસ વાળાએ તો કીધું હતું કે તેઓ પોતાનો “પૂરતો પ્રયાસ” કરી રહ્યા હતા. પણ પૂરતો પ્રયાસ નિષ્ફળ સાબિત થયો તો? હવે તો તનિષ્ક પણ પાછા
  • Read Free
શ્વેત, અશ્વેત - ૪૮
એક “ઇનઓફીશીયલ” મિટિંગ માટે તનિષ્ક બીજે જ દિવસે નૈના ઇંદ્રાણીને મળવા તેની ઑફિસ પર પોહંચ્યા હતા. નાઝનો જવાબ સાંભળી તેઓ છક તો રહી ચૂક્યા હતા. પણ તેમના પપ્પાએ તેમને મીડિયા સામે ન જ આવવા અનુરોધ કર્યો હતો. જ્યારે નૈના ...Read Moreસાથે ફોન પર વાત થઈ, ત્યારે તેઓએ ના કહી દીધી. પણ પછી નૈનાએ ફક્ત તેઓના મીડિયા અકાઉંટના ઝમેલામાંથી કઈ રીતે બચાવવા, તે જણાવવા ઓફિસમાં આવવા સૂચવ્યું. જ્યારે તનિષ્ક ગયા દિવસે નાઝ સાથે વાત કરી રહ્યા હતા, ત્યારે કૌસર ફોરેન્સિક લેબમાં આવી હતી. તેઓના ફોરેન્સિક આંથ્રોપોલોજીસ્ટએ કૌસરને એક હેરાન કરી દે તેવી હકીકત જણાવી. ‘સિયા જ્યારે મૃત્યુ પામી ત્યારે તે પ્રેગ્નેન્ટ
  • Read Free
શ્વેત, અશ્વેત - ૪૯
જ્યોતિકાને અવાજ આવ્યો. દરવાજો ખોલવામાં આવ્યો હતો. તેના રૂમનો નહીં, બાજુના રૂમ નો. જ્યારથી જ્યોતિકાએ તેને શ્રીનિવાસન વાળી વાત કરી હતી ત્યારથી વિશ્વકર્મા અને જ્યોતિકા અલગ અલગ રૂમમાં ઊંઘતા હતા. પછી તે ઊભી થઈ. દરવાજા તરફ આગળ વધી. તેના ...Read Moreથથરતા હતા. તે ધીમે ધીમે બહાર આવી, અને દરવાજો ખુલ્લો રાખ્યો. વિશ્વકર્મા સ્ટેર્સથી નીચે ઊતરતો હતો. તે કોઈની સાથે ફોન પર વાત કરી રહ્યો હતો. જ્યોતિકા બાજુના રૂમમાં ચાલી ગઈ. ત્યાં પણ દરવાજો ખુલ્લો હતો. અને જે જ્યોતિકાએ ધાર્યું હતું. તે સાચું પળ્યું. વિશ્વકર્માનો ફોન ચાર્જિંગમાં હતો. એટલે કે જે ફોન પર તે અત્યરે વાત કરી રહ્યો હતો, તે ફોન
  • Read Free
શ્વેત, અશ્વેત - ૫૦
‘હેલ્લો, શ્રીનિવાસ.’ શ્રીનિવાસ પોતાના ઘરે એકલો હતો. તે દરવાજા પર ઊભો હતો. અને નાઝને જોઈને તેનામાં ફફડાટ પેદા થઈ ગયો હતો. આ છોકરીને એનું ઘર ક્યાં હતું તે કઈ રીતે માલૂમ થયું? ‘તું તો એજ છે ને જે..’ ‘હા.’ ...Read Moreનાઝએ અંદર પ્રવેશ કર્યો. ઘર ભલે જૂનું હતું, પણ શ્રીનિવાસન એ તેમા ઘણા થોડા ફેરફાર કર્યા હતા. રંગ જૂનો હતો, પણ ગલીચા, સોફા, બધુ બદલવામાં આવ્યું હતું. શ્રીનિવાસની નાની બહેન એમ.બિ. બિ. એસ. સ્ટુડન્ટ હતી, તે વાત પણ નાઝને જાણ હતી. તે કોઈ ગવર્નમેંટ નહીં, પણ પ્રાઇવેટ કોલેજમાં ભણતી હતી. તો શું આ લોકો પાસે એટલા પૈસા હતા? તેનું બેગ્રાઉન્ડ
  • Read Free
શ્વેત, અશ્વેત - ૫૧
‘તો આ બધું પોલીસને ન કેહવાય?’ ‘મને ડર હતો. જે કારણસર વિશ્વકર્મા મને બ્લેકમેલ કરી રહ્યો હતો, તે વાત બહાર આવી ગઈ તો?’ શ્રીનિવાસનની આંખોમાં આંસુ સુકાવવા માંડ્યા હતા. પણ હજુ કોઈ જો શ્રીનિવાસનને જુએ તો તેમને તે દેખાઈ ...Read Moreએ બંધ ઘરમાં, જોકે, કોણ જોવાનું હતું? શ્રીનીવાસન અને નાઝ જ હતા ત્યાં. પછી નાઝ ઊભી થઈ. તે દરવાજા તરફ આગળ વધી. ‘તું કયા જાય છે?’ નાઝએ શ્રીનિવાસનને જવાબ ન આપ્યો. તે દરવાજા તરફ આગળ વધી, અને દરવાજો ખોલ્યો. બહાર વિશ્વકર્મા હતો. અને તે પછી નાઝએ ફરીને જોયું. તે રૂમમાં જે મોટી પેંટિંગ હતી, તે પેંટિંગ એક જૂના યુરોપિયન રાજાની
  • Read Free


Best Gujarati Stories | Gujarati Books PDF | Gujarati Fiction Stories | અક્ષર પુજારા Books PDF Matrubharti Verified

More Interesting Options

  • Gujarati Short Stories
  • Gujarati Spiritual Stories
  • Gujarati Fiction Stories
  • Gujarati Motivational Stories
  • Gujarati Classic Stories
  • Gujarati Children Stories
  • Gujarati Comedy stories
  • Gujarati Magazine
  • Gujarati Poems
  • Gujarati Travel stories
  • Gujarati Women Focused
  • Gujarati Drama
  • Gujarati Love Stories
  • Gujarati Detective stories
  • Gujarati Moral Stories
  • Gujarati Adventure Stories
  • Gujarati Human Science
  • Gujarati Philosophy
  • Gujarati Health
  • Gujarati Biography
  • Gujarati Cooking Recipe
  • Gujarati Letter
  • Gujarati Horror Stories
  • Gujarati Film Reviews
  • Gujarati Mythological Stories
  • Gujarati Book Reviews
  • Gujarati Thriller
  • Gujarati Science-Fiction
  • Gujarati Business
  • Gujarati Sports
  • Gujarati Animals
  • Gujarati Astrology
  • Gujarati Science
  • Gujarati Anything

Best Novels of 2023

  • Best Novels of 2023
  • Best Novels of January 2023
  • Best Novels of February 2023
  • Best Novels of March 2023
  • Best Novels of April 2023
  • Best Novels of May 2023
  • Best Novels of June 2023
  • Best Novels of July 2023
  • Best Novels of August 2023
  • Best Novels of September 2023

Best Novels of 2022

  • Best Novels of 2022
  • Best Novels of January 2022
  • Best Novels of February 2022
  • Best Novels of March 2022
  • Best Novels of April 2022
  • Best Novels of May 2022
  • Best Novels of June 2022
  • Best Novels of July 2022
  • Best Novels of August 2022
  • Best Novels of September 2022
  • Best Novels of October 2022
  • Best Novels of November 2022
  • Best Novels of December 2022

Best Novels of 2021

  • Best Novels of 2021
  • Best Novels of January 2021
  • Best Novels of February 2021
  • Best Novels of March 2021
  • Best Novels of April 2021
  • Best Novels of May 2021
  • Best Novels of June 2021
  • Best Novels of July 2021
  • Best Novels of August 2021
  • Best Novels of September 2021
  • Best Novels of October 2021
  • Best Novels of November 2021
  • Best Novels of December 2021
અક્ષર પુજારા

અક્ષર પુજારા Matrubharti Verified

Follow

Welcome

OR

Continue log in with

By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"

Verification


Download App

Get a link to download app

  • About Us
  • Team
  • Gallery
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Refund Policy
  • FAQ
  • Stories
  • Novels
  • Videos
  • Quotes
  • Authors
  • Short Videos
  • Free Poll Votes
  • Hindi
  • Gujarati
  • Marathi
  • English
  • Bengali
  • Malayalam
  • Tamil
  • Telugu

    Follow Us On:

    Download Our App :

Copyright © 2023,  Matrubharti Technologies Pvt. Ltd.   All Rights Reserved.