Andhari aafat - 4 books and stories free download online pdf in Gujarati

અણધારી આફત-4

અણધારી આફત

Part - 4

સીમા ની બોડી ને પોસ્ટમોર્ટમ માં મોકવામાં માં આવી એને રાઠોડ ને કોઈનો ફોન આવ્યો કે રઘુ ચંદન ફ્લેટ માં રહે છે. કદાચ એના કોઈ ઈન્ફોરમેરે એને માહિતી આપી હતી. રાઠોડ એ અમને કીધું કે તમે લોકો ગભરાશો નહીં રઘુ ની માહિતી માંડી ગઈ છે થોડી વાર માં એ આપડી ગિરફ્ત માં હશે. એમ કહીને રાઠોડ એની હથિયારધરી ટીમ સાથે રઘુ ને પકડવા માટે નીકળી ગયો. ઇન્ફોર્મર ના આપેલા સરનામાં પર પહોંચ્યા તો ત્યાં બાતમી મુજબ ના સરનામાં પર પહોંચ્યા દરવાજો બંધ હતો. ધક્કો મારીને દરવાજો ખોલ્યો તો સામે રઘુ ની લાસ પડી હતી. કોઈને એનું ગળું કાપી નાખેલું હતું. દમણ જેવા નાના શહેર માં એક સાથે આટલા ખૂન અને એ પણ બે દિવસ માં રાઠોડ ને તો દિવસે તારા દેખાવા લાગ્યા. અને વિચારવા લાગ્યો પહેલા મોનિકા, માંગીલાલ અને સીમા અને થાપા. રાઠોડ હવે ખરેખર દુવિધા માં હતો કે કોણ આટલા ખૂન કરી શકે. બંને કે રઘુ એ બધા ખૂન કાર્ય હોય પણ રાધુનું ખૂન કોણ કરે એ મોટો સવાલ હતો. રાઠોડે અમને ફોન માં રઘુ ના મોત ની માહિતી આપી.

હું અને મનન બંને વિચારી રહ્યા હતા કે સાલું કોણ ખૂન કરી શકે એમાં મારા મગજ માં મદનલાલ બાપુ નો નંબર યાદ આવ્યો જે મોનિકા ના પર્સ માંથી મળેલો મેં મનનને કીધું કે આ મદનલાલ બાપુ કેવા છે?મનન એ કીધું ભાઈ એ મારા ગુરુ છે? અને હું એમને ખૂબ માનું છું. કેમ એમનું સુ છે અરે કઈ નઈ મારે થોડી આયુર્વેદિક દવા લેવી છે એટલે એમજ પૂછ્યું મનન ને મેં કીધું યાર તું મને લઈ જજે ને તો એને કીધું આપડે કાલે જઈસુ. હું બેઠો બેઠો વિચારી રહ્યો હતો ત્યાં મારા મગજ માં એક વાત પર ગઈ કે મોનિકા અને માંગીલાલ નું કનેકશન રોયલ હોટલ સાથે છે એટલે એ હોટલ માં કઈ હોઈ શકે. એની તપાસ કરવી જોઈએ. ત્યાં મને સીમા નો વિચાર આવ્યો મને લાગ્યું કે એના ઘરે જઈને તપાસ કરવી જોઈએ સીમા એ મને એનું જયપુર નું અડ્રેસ આપેલું હતું. એ પણ હતું કે એના ઘર માં કોઈ નહતું પણ કોઈ પાડોસી કે ઓળખીતું મળે તો જાણ કરવી જોઈએ એમ વિચારી અને મેં જયપુર જવાનો વિચાર કર્યો. હું મનન ની કાર લઈને જયપુર જવા મળે નીકળી ગયો. અને મનન ને કીધું કે તને કોઈ માહિતી મળે તો મને ફોન કરજે. હું રસ્તા માં મારા મગજ માં ચાલી રહ્યા વાવાઝોડા સાથે ખુદ લડી રહ્યો હતો કેમ કોઈ એટલા ખૂન કરી શકે મારું ડિટેકટિવે મગજ વિચારો ના વાવાઝોડા માં હતું મને એટલી તો ખાતરી હતી કે આમ કઈ કો કનેકશન છે. કદાચ રઘુ એ બધા ખૂન કાર્ય હોય અને રઘુ નું કોઈએ ખૂન કર્યું હોય હવે એ વાત તો નક્કી હતી કે રઘુ તો ખાલી પેદુ હતો બાકી ચાલ તો કોઈ બીજા ની હતી. જે પણ હોય પકડવું તો પડશે અને આગળ બીજું કોઈ નું ખૂન થાય એ પણ સંભાવના હતી. મોનિકા ને એવી રીતે મારવામાં આવેલી કે આત્મહત્યા લાગે. આ બધા વિચારો મારા મગજ માં ચાલી રહ્યા હતા. હું ડ્રાઇવિંગ કરીને થાકી ગયો હતો હું રાજસ્થાન માં પહોંચી ચુક્યો હતો ત્યાં એક ધાબા પર કાર ઉભી રાખી થોડો આરામ કરીને મેં નીકળવાનું વિચાર્યું.

મારી ગાડી સીમા ના આપેલા ઘર ની બહાર ઉભી હતી ત્યાં પાસે પાસે બધા મકાન એક રો હાઉસ ની જેમ હતા સીમા ના ઘરે તો લોક હતું પણ એના ઘર ની બાજુ માં રહેલા એક મોટી ઉંમર ના કાકા મને જોઈને કીધું ભાઈ કોનું કામ છે?મેં કીધું કાકા આ ઘરે કોઈ નથી. ના ભાઈ આઇયા હાલ કોઈ નથી કાકા એ મને જવાબ આપ્યો મેં કાકા ને સીમા ના મૃત્યુ ના સમાચાર આપ્યા અને સાથે મોનિકાના પણ કાકા બંને ને ઓળખતા હતા મેં કાકા ને મારી ઓળખાણ પોલીસ તરીકે આપી અને કીધું હું મોનિકા નો ફ્રેન્ડ પણ છું.

કાકા ને મારી વાત પર જાણે એક દમ વિશ્વાસ આવી ગયો હોય એમ મને અંદર બોલ્યો અને મને પાણી પીવડાવ્યું હું ખૂબ થાકેલો હતો મેં કાકા ને કીધું મને બધા ચોક્સી કહે છે. કાકા કે એમનો પરિચય આપ્યો કે મારું નામ લલિત છે અને હું એક હું સાયકોલોજી નો ટીચર છું અને સીમા મારી બેટી જેવીજ હતી અમારે સારા સંબંધ હતા. મેં પૂછ્યું લલિતજી તમે મને સીમા વિશે કઈ માહિતી આપી શકો એટલે એના સાંસારિક જીવન વિશે અને એના પતિ વિશે. લલિતજી એ કીધું કે સીમા ના પતિ નું નામ મહેશ હતું અને એ બંને એક બીજા ને ખૂબ પ્રેમ કરતા હતા. એમાં એક દિવસ લલિતે ઘરમાંજ આત્મહત્યા કરી લીધી. મેં કીધું કેમ એવું તો સુ થયું હતું? લલિતજી એ મને જણવ્યું કે મહેશે એની કંપનીના દસ લાખ રૂપિયાથી એ જુગાર રમવા ગયેલો અને બે દિવસ માં બધા હારી ગયો એની પાસે એટલા રૂપિયા નહતા અને નોકરી પણ જવાનો ડર અને ઈજ્જત જવાના ડર થી એને આત્મહત્યા કરી લીધી.

મેં લલિતજી ને પૂછ્યું મહેશે કેવી રીતે આત્મહત્યા કરી હતી તો લલિતજી એ કીધું કે બપોર ના સમયે હું જ્યારે ઓફિસ માં હતો અને સીમા પણ નોકરી પર હતી ત્યારે મહેશે ઘરમાંજ પોતાની જાત પર પેટ્રોલ છાંટી એને આગ લગાવી દીધી હતી. એટલે મેં કીધું તમે ઓફિસ માં હતા તો કોઈએ આ બનાવ જોયો હતો. તો લલિતજી એ કીધું હા મારી પત્ની એ આખી ઘટના એની આંખે જોઈ હતી અને એનેજ મને એ વાત કરી હતી.

મેં લલિતજી ને વિનંતી કરી કે સુ હું તમારી પત્ની સાથે આ બાબતે વાત કરી શકું?લલિતજી એ કીધું હા કઈ વાંધો નહીં પરંતુ હાલ એ મંદિર એ ગઈ છે? એ હમણાં અવંતીજ હશે એ આવે ત્યાં સુધી તમે રાહ જોવો. હું લલિતજી બીજી વાતો માં વળી ગયા. લલિતજી એ બાતવ્યું કે સ્કૂલ માં સાયકોલોજી બનાવે છે. મેં પણ જણાવ્યું કે હું ડિટેકટિવ છું વ્યવસાયે અને દમણ માં હું મારા ફ્રેન્ડ ના ત્યાં વેકેસશન માટે ગયેલો ત્યાં સીમા નું અપહરણ થયું અને બાદ માં આટલા બધા ખૂન એટલે મને શંકા છે? કે આ બધું કેમ થઈ રહ્યું છે?એની પાછળ સુ કારણ હશે?કંઈક તો દાળ માં કાળું છે. બસ એ શોધવાની કોસીસ કરું છું તમારી મદદ મળશે તો હું જલદી તપાસ આગળ વધારી શકીશ. એવાંમાં લલિતજી ના પત્ની આવતા દેખાય એ અંદર પ્રવેસ્યા એટલે લલિતજી એ મારો પરિચય આપ્યો કે આ ભાઈ પોલીસ માં છે અને મહેશ ના આત્મહત્યા વિશે જાણવા માંગે છે.

લલિતજી એ મારી સામે જોઈને કીધું કે આ મારી પત્ની શાંતિ છે તમે એને સવાલો કરી શકો છું?હું ત્યાં સુધી દૂધ લઈને આવું. હવે હું અને શાંતિ દેવી બેઠા હતા એટલે મેં શાંતિદેવી ને સવાલ કર્યો કે મહેશ ને તમે તમારી આંખે સગાળતા જોયેલો. શાંતિદેવી એક દમ ગભરાઈ ગયા એમને મહેશ ને સગાળતા જોયેલોએ એક દર્દ નાક ઘટના હતી. એને આ ઘટના બાદ એમની ઘણી રાતો ની ઊંઘ ઉડી ગઈ હતી એમની આંખો ની સામે મહેશ ની સળગતી અનુકૃતિ આવતી હતી. મને લાગ્યું કે શાંતિદેવી પર આ ઘટનાની ઊંડી અસર પડી લાગે છે. એટલે મેં શાંતિ દેવી ને કીધું કે મને લાગે છે મહેશ ની કોઈએ હત્યા કરી છે?અને તમે થોડી મદદ કારસો તો આપડે ખૂની પકડી લઈશુ. શાંતિ દેવી એ જણાવ્યું કે બપોર નો સમય હતો સીમા જોબ પર હતી અને અમારી સોસાયટી માં બપોર ના સમયે ચહલ પહલ બઉ નથી રેહતી હું ઘરે એકલી હતી એવા માં કોઈનો એક દમ દર્દનાક અવાજ સાંભળ્યો બચાઓ બચાઓ. મને લાગ્યું કે આ મહેશ નોજ અવાજ છે અવાજ એટલો જોરથી આવતો હતો કે હું ત્યાં પહોંચી તો ત્યાં ઘણા લોકો ઉપસ્થિત હતા અને ધુમાડાના ગોટે ગોટા મહેશ ના ઘર માંથી નીકળતા હતા. અને બધા ઘરનો દરવાજો તોડી રહ્યા હતા. મને થોડી અજીબ લાગ્યું મેં કીધું ઘરનો દરવાજો થોડી રહ્યા હતા એટલે સુ એ અંદર થી બંદ હતો. તો શાંતિ દેવી કે કીધું કે દરવાજો પણ સાથે સગડી ગયો હતો એટલે એ ચોક્કસ તો ના કહેવાય કે અંદર થી બંધ હતો કે બહારથી. તમે કોઈ શંકા સ્પદ વ્યક્તિ ને જોઈ હતી એ બનાવ બન્યો એ દિવસે મહેશ ના ઘર ની આજુબાજુ. શાંતિ દેવી એ મગજ પર જોર આપીને ભવા ઉપર ચડાવી ને યાદ કર્યું, ના એવું કોઈ વ્યક્તિ મેં એ દિવસે કે એના પહેલા જોયું નથી.